________________
શ્રાવકજીવન
૨૨૦ ૭. સુપાર્શ્વ
સામાન્ય અર્થ જેમની કરવટ (પાર્શ્વભાગ) સુંદર હતી, તે “સુપાર્શ્વ' કહેવાયા. વિશેષ અર્થઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા તે પછી માતાના પાર્શ્વભાગ સુંદર બન્યા હતા. ૮. ચંદ્રપ્રભ :
સામાન્ય અર્થ : ચંદ્ર જેવી જેમની સૌમ્ય કાન્તિ છે, તે “ચંદ્રપ્રભ.’ વિશેષ અર્થઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ માતાને ચંદ્રપાનની ઈચ્છા થઈ હતી. ૯. સુવિધિ ઃ
સામાન્ય અર્થ = સર્વ કાર્યોમાં જેમની વિધિ (કૌશલ્ય) હતી, તે “સુવિધિ કહેવાયા. વિશેષ અર્થ: ભગવાન ગર્ભમાં આવ્યા પછી ભગવાનની માતા સર્વ કાયોમાં કુશળ બની હતી. ૧૦. શીતલ :
સામાન્ય અર્થ કોઈ પણ જીવને સંતાપ કરાવતા ન હતા અને સર્વને આલાદ કરાવતા તેથી શીતલ” કહેવાયા. વિશેષ અર્થ ભગવાનના પિતાને પિત્તદાહ ઉત્પન્ન થયો હતો, કોઈ પણ ઔષધથી મટતો ન હતો. ભગવાને પિતાને સ્પર્શ કર્યો અને પિતાનો પિત્તદાહ શાન્ત થઈ ગયો. પિતાને શીતળતા મળી હતી. ૧૧. શ્રેયાંસ :
સામાન્ય અર્થ : સમસ્ત ભવનનું શ્રેય કરનારા “શ્રેયાંસ' કહેવાયા. વિશેષ અર્થ: ભગવાનના કુળમાં પરંપરાગત એક શય્યા હતી. એ દેવાધિષ્ઠિત હતી. તેની સદેવ પૂજા થતી હતી. જે વ્યક્તિ એ શયામાં બેસતો એને દેવ કષ્ટ આપતો. ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ માતાને શય્યા પર સૂવાની ઈચ્છા થઈ. તેઓ શય્યા પર બેઠાં કે તરત જ દેવ બૂમ પાડીને ભાગી ગયો. ગર્ભના પ્રભાવથી માતાનું શ્રેય થયું એટલા માટે પુત્રનું નામ “શ્રેયાંસ' રાખવામાં આવ્યું. ૧૨. વાસુપૂજ્ય
સામાન્ય અર્થ વસુ એટલે દેવ. જે દેવોને માટે પણ પૂજ્ય હોય તે વાસુપૂજ્ય.” વિશેષ અર્થ: ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે વાસવે (ઈન્દ્ર) માતાની પૂજા કરી હતી, એટલા માટે પુત્રનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવ્યું. બીજી વાતઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા તે પછી વૈશ્રવણે (કુબેરે) વારંવાર રત્નો વડે રાજકુળની પૂજા કરી હતી. રાજકુળને ધનથી ભરપૂર કર્યું હતું, તેથી ભગવાનનું નામ વાસુપૂજ્ય રખાયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org