________________
શ્રાવકજીવન
પચ્ચક્ખાણ પૂર્ણ કર્યાં. અપ્રમાદ ભાવથી જિનાજ્ઞાનું પાલન કર્યું. આ પ્રકારે પચ્ચક્ખાણની આરાધના કરવાથી મહાન કર્મક્ષય થાય છે. એટલા માટે હું સદાય પચ્ચક્ખાણની આરાધનામાં પ્રયત્ન કરીશ.’
૩૪
પચ્ચક્ખાણ - અપ્રમાદ વૃદ્ધિ
:
તીર્થંકર ભગવંતે "પચ્ચક્ખાણ" ને અપ્રમાદની વૃદ્ધિનું - અપ્રમત્તભાવની વૃદ્ધિનું અસાધારણ કારણ કહ્યું છે. પચ્ચક્ખાણ સમ્યગ્ આચાર સ્વરૂપ છે. એટલા માટે પ્રમાદનો દોષ નષ્ટ થાય છે અને અપ્રમાદગુણની વૃદ્ધિ થાય છે.
ખૂબ મહત્ત્વપૂર્ણ વાત છે આ.
—
—
પ્રમાદ જીવને સંસારમાં ભટકાવે છે.
અપ્રમાદ જીવને સંસારમાંથી તારે છે. પ્રમાદ ફ઼િલષ્ટ કર્મોનું બંધન કરાવે છે. અપ્રમાદ અનંત કર્મોનો ક્ષય કરાવે છે.
‘સાકેત’ પચ્ચક્ખાણ ઃ
હવે ખાસ ગૃહસ્થો માટે આઠ પ્રકારનાં જે પચ્ચક્ખાણ બતાવવામાં આવ્યાં છે, જેને ‘સાકેત’ પચ્ચક્ખાણ કહે છે. એનો માત્ર નામનિર્દેશ કરીને પ્રવચન પૂર્ણ કરીશ.
૧. અંગુષ્ઠ સહિત ૨. ગ્રંથિ સહિત
૫. મુષ્ટિ સહિત
૬. ઉચ્છ્વાસ સહિત ૭. સ્તિબુક સહિત ૮. જ્યોતિ સહિત
૩. ગૃહ સહિત
૪. સ્વેદ સહિત
આ અંગે આગળ ઉપર વાત કરીશ. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org