Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005721/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મતધારી શ્રી હેમચંદ્રાસાર્ય વિરચિત ભાવના પ્રકરણ (ગુજરાતી અનુવાદ) તુંકાર પૂજય મુતિરાજ શ્રી સુમતિશેખર વિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય હું Ø શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | I શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરિ ગુરુભ્યો નમઃ | 0 ૐ હૂf d f સરસ્વત્યે નમઃ 0 મલધારી આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ભવ ભાવના પ્રકરણ ભાગ-૧ ભાવાનુવાદકાર પ.પૂ. આચાર્યદવ વર્ધમાન તપોનિધિ શ્રીમદ્વિજય લલિતશેખર સૂરીશ્વરજી મ.ના વિનય પ.પૂ. આચાર્યદવ વિદ્ધવર્ય શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મ.ના વિનય કર્મ સાહિત્ય સર્જક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખર સૂરીશ્વરજીના શિષ્ય મુનિ શ્રી સુમતિશેખર વિજયજી સંશોધક પૂ. મુનિરાજ શ્રી ધર્મશેખરવિજયજી : પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન : અરિહંત આરાધક ટ્રસ્ટ c/o. હિંદુસ્તાન મિલ સ્ટોર્સ ૪૮૧, ગની એપાર્ટમેંટ, આગ્રા રોડ, ભીવંડી-૪૨૧ ૩૦૫. બંને ભાગની કિંમત - ૨૦૦ રૂપિયા પ્રથમ ભાગની સંપૂર્ણ આર્થિક સહાય : શ્રી જે.મૂર્તિ. ૫. ઉદય કલ્યાણ આરાધક જૈન ટ્રસ્ટ વાસુપૂજ્ય જૈન મંદિર, દહાણુકરવાડી, કાંદીવલી વેસ્ટ, મુંબઈ નોંધ: આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાયું છે તેથી શ્રાવકે જ્ઞાનદ્રવ્યમાં તેટલી રકમ ભરી માલિકી કરવી. આ સિવાય ઉપયોગ કરવો હોય તો યથાયોગ્ય જ્ઞાનદ્રવ્યમાં નકરો ભરી ઉપયોગ કરવો. Page #3 -------------------------------------------------------------------------- ________________ ચિર સંભારણું ‘ભવ ભાવનાનું’... ત્રિલોકભાનુ વિશ્વવત્સલ દેવાધિદેવ શ્રી વાસુપૂજ્ય સ્વામીનો પ્રગટ પ્રભાવ, કલિકાળ કલ્પતરુ વ્યાખ્યાન વાચસ્પતિ પરમારાધ્યપાદ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અનહદ કૃપાની પાત્રતા કેળવવાનું સદ્ભાગ્ય શ્રી શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ ઉદય કલ્યાણ આરાધક જૈન સંઘ ટ્રસ્ટ પ્રાપ્ત થયું (દહાણુકરવાડી, કાંદિવલી, મુંબઇ) છે. પૂજ્યપાદશ્રીના સમુદાયવતી પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન પધરામણીથી ચાતુર્માસ, ઉપધાન તપ, દીક્ષા વગેરે શાસન પ્રભાવક પ્રસંગો ખૂબ ઉલ્લાસ પૂર્ણ થયા છે. વિ.સં. ૨૦૫૭ની સાલે સુવિશાલ ગચ્છાધિપતિ ૫.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા-આશિષથી પ્રભાવક તપોમૂર્તિ પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મ. તથા પ્રભાવક પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ પૂજ્યોની નિશ્રામાં ઉપધાન તપની અનુપમ આરાધના થઇ. ૪૪૦ થી અધિક આરાધકો જોડાયા. સાત વર્ષના બાળ આરાધકથી માંડીને ૭૦ વર્ષના આરાધકોએ ઉલ્લાસપૂર્ણ આરાધના કરી. એ અવસર દરમ્યિાન દીક્ષા ઉજમણું વગેરે પ્રસંગો યોજાયા. તેમાં જ્ઞાન દ્રવ્યની પણ અનુમોદનીય ઉપજ થઇ. શ્રી સંઘ પાસે જ્ઞાન ભંડોળ એકત્રિત થતાં તે નિધિ ને અક્ષય બનાવવા માટે કોઇ સુંદર ઉપયોગી ગ્રંથરત્ન પ્રકાશનની વિચારણા થઇ. તેમાં જિનશાસનના ચતુર્વિધ શ્રી સંઘમાં સિધ્ધહસ્ત ભાવાનુવાદકાર તરીકે જેઓશ્રી અત્યંત ઉપકારી પૂરવાર થયા છે તેવા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાને ભાવસભર વિનંતી કરતાં તેઓશ્રીના વર્ધમાન તપ સમારાધક પૂજ્ય મુનિરાજ શ્રી સુમતિશેખર વિ.મ. દ્વારા થતો ‘ભવ ભાવના ગ્રંથ’ નો અનુવાદ પ્રકાશિત કરવામાં સનિમિત્ત બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. અનુમોદનીય હકીકત એ છે કે સંસારના તદન નગ્ન સ્વરૂપને ખુબ સુંદર રીતે રજુ કરવા માટે ગ્રંથકાર પરમીઁ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાથી રમણીય શૈલી માં કરેલા અનુમોદનીય પ્રયાસને વર્તમાનકાલીન ભવ્ય જીવો સુગમતાથી સમજી શકે તે માટે પૂજ્ય સુમતિશેખર વિ. મ. કરેલી મહેનત સુપ્રશસ્ય છે. આવા ભગીરથ કાર્યને નિર્વિઘ્ન પૂર્ણ કરવામાં તેઓશ્રીની ઉપકારી ગુરુ પરંપરાનું પીઠબળ તથા આ ગ્રંથ અનુવાદ કાર્યના પ્રારંભથી પૂર્ણાહૂતિ સુધી પૂજ્ય મુનિરાજે કરેલી ઠામ ચોવિહાર પૂર્વક વર્ધમાન તપ આયંબિલની આરાધનાએ (વર્ધમાન તપની ૮૨ થી ૮૮ સુધી ઓળી આયંબિલ) અનુવાદમાં પ્રાણ પૂર્યા છે. આપણા ઉપર મહાન ઉપકાર કરવા માટે ગુંથેલાં ગ્રંથરત્નોનું અધ્યયન આપણને અવશ્ય ભવની ભ્રમણાથી અટકાવશે. પ્રસ્તુત ગ્રંથનું માત્ર એક વખત વાંચન કરવાથી ઇતિશ્રી થવાની નથી પરંતુ વારંવાર કરેલા અધ્યયનથી આપણે અવશ્ય ‘ભવ’ ઉપર પૂર્ણવિરામ મૂકી સિદ્ધિગતિની સોપાન પંક્તિઓ સર કરવા સૌભાગ્યશાલી બનીશું એ નિઃશંક છે. એવી અમર આશા શુભાભિલાષા સાથે શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ ઉદય કલ્યાણ આરાધક જૈન સંઘ ટ્રસ્ટ કમલા વિહાર કોમ્પલેક્ષ, મહાવીરનગરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ) મુંબઇ. ફોન ઃ ૮૦૯ ૨૫ ૯૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત જીવો સંસારની ચારગતિમાં પરિભ્રમણ કરે છે અને દુઃખી થાય છે. સંસાર પરિભ્રમણનું અને દુઃખનું મુખ્ય કારણ રાગ-દ્વેષ છે. જીવો રાગ-દ્વેષ કરીને કર્મનો બંધ કરે છે. બંધાયેલાં કર્મો ઉદયમાં આવીને જીવને સંસારમાં રખડાવે છે અને દુઃખી કરે છે. આ વિષે પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે स्नेहाभ्यक्त शरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । રામ-દ્વેષવિઝનસ્ય Áવન્ધો વોવમ્ II 99 || कर्मोदयात् भवगतिर्भवगतिमूला शरीरनिर्वृत्तिः । देहादिन्द्रियविषया, विषयनिमित्ते च सुखदुःखे ॥ ३९ ॥ કર્મોદયથી શરીર અને જન્મની પ્રાપ્તિ થાય છે, જન્મના કારણે દુઃખમય જીવન મળે છે. આમ દુઃખનું કારણ કર્મનો ઉદય છે. કર્મના ઉદયનું કારણ કર્મનો બંધ છે. કર્મબંધનું કારણ રાગ-દ્વેષ છે. આમ જીવોના દુઃખનું મુખ્ય કારણ રાગ-દ્વેષ છે. આથી દુઃખોથી સર્વથા મુક્ત બનવા રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવો જોઈએ. આથી જ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે अस्ततन्द्रैरतः पुंभिर्निवाणपदकाक्षिभिः । વિઘાતવ્ય: સમત્વેન, ાન-દ્વેષદ્વિપ્નયઃ || ૪-૪૬ || રાગ-દ્વેષના જયનો ઉપાય સમતા છે એમ આ શ્લોકમાં જણાવ્યું છે. હવે એ પ્રશ્ન થાય કે સમતા લાવવા શું કરવું? આનો ઉત્તર એ છે કે મમતાને દૂર કરવાથી સમતા આવે. મમતાને દૂર કરવા અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવવી જોઇએ. આ વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે साम्यं स्यान्निर्ममत्वेन, तत्कृते भावनाः श्रयेत् । ‘‘મમત્વભાવને દૂર કરવાથી સમતા પ્રગટે છે અને મમત્વભાવને દૂર કરવા અનિત્યાદિ ભાવનાઓનો આશ્રય લેવો જોઇએ.’’ ન યોગશાસ્ત્રનું આ કથન બહુ જ માર્મિક છે. જ્યાં મમતા (આ મારું એવી બુદ્ધિ) છે ત્યાં સમતા ન ટકે, એથી રાગ-દ્વેષ થાય. જે જીવમાં ‘“આ મારું એવી’” બુદ્ધિ હોય તે જીવ ‘જે મારું છે’ એના ઉપર રાગ કરે અને એના રક્ષણ-પોષણ-સંવર્ધન માટે પ્રયત્ન કરે. એ પ્રયત્નમાં જે આડે આવે = વિઘ્નભૂત બને તેના ઉપર દ્વેષ કરે. આમ મમતાથી સમતાનો નાશ. સમતાના નાશથી રાગ-દ્વેષની ઉત્પત્તિ. રાગ-દ્વેષથી કર્મબંધ. કર્મબંધથી કર્મોનો ઉદય. કર્મોના ઉદયથી દુઃખ. આમ સમતાને પામવા મમતાને દૂર કરવી જોઇએ. મમતાને દૂર કરવા અનિત્યાદિ ભાવનાઓ ભાવવી જોઇએ. અનિત્યાદિ ભાવનાઓના ચિંતનથી સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે અને એથી મમતાનો નાશ થવાથી જીવનમાં સમતા આવે છે. જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી તેના જીવનમાં સુખ અને દુઃખના ખાડા-ટેકરા આવ્યા જ કરવાના. મોહાધીન જીવ સુખમાં અહંકારી બને છે અને દુઃખમાં દીન બને છે. પણ Page #5 -------------------------------------------------------------------------- ________________ ર અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત બનાવનાર જીવનું જીવન સદા સમ=સ્વસ્થ હોય છે. એ સુખમાં ગર્વિષ્ઠ નથી બનતો અને દુઃખમાં દીન નથી બનતો. એનું જીવન હોકાયંત્રની જેમ સ્થિર રહે છે. વહાણ ગમે તે દિશામાં જાય પણ તેમાં રહેલ હોકાયંત્રનો કાંટો તો ઉત્તરદિશા તરફ જ રહે છે તેમ અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત બનાવનાર જીવ ગમે તે દેશમાં હોય, ગમે તે વેશમાં હોય, ગમે તેવી અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં હોય તો પણ તેનું જીવન સ્વસ્થ હોય. અનિત્યાદિ ભાવનાઓ જીવનને સ્વસ્થ બનાવવા છત્રીની ગરજ સારે છે. સંસારમાં અનુકૂળપ્રતિકૂળ કર્મોની વૃષ્ટિ અવશ્ય થવાની. એને રોકવા કોઇ સમર્થ નથી પણ એ વૃષ્ટિથી પોતાના આત્માને ભિનો ન થવા દેવો એ જીવના હાથમાં છે. અહંકાર અને દીનતા એ ભિનાશ = આર્દ્રતા છે. અનુકૂળ કર્મોની વૃષ્ટિથી અહંકાર અને પ્રતિકૂળ કર્મોની વૃષ્ટિથી દીનતા કરનારનો આત્મા ભિનો બને છે. વર્ષાદને રોકવો એ મનુષ્યના હાથમાં નથી પણ તેનાથી પોતાનું શરીર અને વસ્ત્રો વગેરે પલળે નહિ એ મનુષ્યના હાથમાં છે. છત્રી ઓઢવાથી કે રેઇનકોટ પહેરી લેવાથી શરીર વગેરે પલળતું નથી. મૂશળધાર વર્ષદમાં બહાર જવા છતાં છત્રી ઓઢનારનું શરીર વગેરે ભિનું થતું નથી. તેમ અહીં અનુકૂળ કે પ્રતિકૂળ કર્મોની વૃષ્ટિને રોકવી એ મનુષ્યના હાથમાં નથી પણ અહંકારી કે દીન ન બનવું એ મનુષ્યના હાથમાં છે. સમતારૂપી છત્રી ઓઢી લેનાર (કે સમતારૂપી રેઇનકોટ પહેરી લેનાર) અહંકારથી કે દીનતાથી લેપાતો નથી. જ્ઞાનીઓ કહે છે કે સમતા જ શાંતિનું સાધન છે. સમતા જ સુખનું મૂળ છે. સમતા જ સાચી સંપત્તિ છે. સમતા જ સાચું ધન છે. સમતા પામવા માટે અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન અનિવાર્ય છે. સમતાથી ભાવિત જીવ કંપોઝીટર સમાન બની જાય છે. કંપોઝીટર દરરોજ વિવિધ મેટરનું વાંચન કરે છે. કોઇ મેટરમાં પ્રિયાએ પ્રેમાળ પતિ ઉપર લખેલો પ્રેમપત્ર હોય છે, કોઇ મેટરમાં યુવક-યુવતિના પ્રેમલગ્નનું વર્ણન હોય છે, કોઇ મેટરમાં પ્રેમીના મિલનનું તો કોઇ પત્રમાં પ્રેમીના વિરહનું વર્ણન હોય છે. આમ કંપોઝીટર હર્ષ-શોકની લાગણીથી ભરપૂર મેટરનું વાંચન કરે છે, છતાં તેના હૃદયમાં એ મેટરની કોઇ અસર થતી નથી. અરે! અસર થયાના કોઇ ચિહ્નો એના શરીર ઉપર જરાય દેખાતા નથી. શોકની લાગણીવાળું મેટર વાંચીને તેને જરાય શોક થતો નથી અને હર્ષની લાગણીવાળું મેટર વાંચીને તેને જરાય હર્ષ થતો નથી. તે સ્વસ્થતાથી પોતાનું કામ કરતો રહે છે. આનું શું કારણ? કારણ કે તે સમજે છે કે- આ પ્રસંગો સાથે મારે જરાય નિસ્બત નથી. મને એનાથી કોઇ લાભ કે નુકશાન નથી. એ જ પ્રમાણે સમતાથી ભાવિત જીવ વિચારે છે કે આ હર્ષ- શોકના પ્રસંગ સાથે મારે કોઇ નિસ્બત નથી. હું શુદ્ધ આત્મા છું અને આ પ્રસંગો કર્મના કારણે થયેલા છે એટલે એ પ્રસંગથી મને = આત્માને કોઇ લાભ કે નુકશાન થતું નથી. સમતાની સિદ્ધિ અનિત્યાદિ ભાવનાઓના ચિંતનથી થાય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં પ્રતિકૂળતા, આપત્તિ, રોગ, શોક વગેરે દુઃખો આવે એમાં નવાઈ નથી. સંસારમાં ગરીબોને જ દુઃખો આવે એવું પણ નથી. શ્રીમંતોને પણ દુઃખો આવે. ઘણા શ્રીમંતોને પણ એવાં દુઃખો આવે છે કે જે દુઃખો કેટલાક ગરીબોને ન પણ આવે. મુંબઈની જસલૉક હૉસ્પિટલમાં જરા દષ્ટિપાત કરો. ત્યાં મોટા મીલમાલિકો કેન્સરની ગાંઠથી રીબાતા નજરે પડશે, ઓ મા! ઓ બાપ! ની કરુણ બૂમો પાડતા જોવા મળશે. કરોડપતિઓ હાર્ટએટેકના હુમલાઓથી હેરાન થતા જોવા મળશે. લક્ષાધિપતિઓ દમના દર્દથી દીન બનેલા દેખાશે. નિકાચિત સ્વકર્મના ઉદયથી આવેલાં દુઃખોથી સંપત્તિ સ્વજન વગેરે કોઈ બચાવી શકતું નથી. જેમ શ્રીમંતોને શારીરિક દુઃખો આવે છે તેમ માનસિક દુઃખો પણ આવે છે. જુઓ પેલા નગીનદાસ શેઠને. તેમની પાસે દોમદોમ સાહિબી છે પણ એકનો એક યુવાન છોકરો મરી જવાથી ધુસકે ધ્રુસકે રડે છે. ભોજન પણ ભાવતું નથી. રાત્રે ઊંઘ આવતી નથી. કોઈ કામમાં દિલ લાગતું નથી એક તરફ પુત્ર માટે નગીનદાસ શેઠ આ પ્રમાણે દુઃખી થઈ રહ્યા છે, તો બીજી તરફ પેલા કરમચંદ શેઠ પણ પુત્ર માટે જ પોક મૂકી રહ્યા છે. ઓ ભગવાન ! આના કરતાં તો છોકરો જ ન હોત તો સારું થાત! આવો સ્વાર્થી છોકરો! બાપે જેનું જીવની જેમ લાલન-પાલન કર્યું, જેના સુખ માટે જાતે દુઃખ વેઠ્યું, તે છોકરો પણ પિતૃ-દ્રોહી બને એ પહેલાં માત્ર સાંભળ્યું હતું પણ આજે મને એનો સાક્ષાત્કાર થયો. શ્રીમંતોનાં માનસિક દુઃખોનાં આ બે તો માત્ર સેમ્પલ છે. બાકી આવાં અસંખ્ય માનસિક દુઃખો છે, જે દુઃખો શ્રીમંતોના કાળજાને કોરી ખાય છે, મગજને ગુમ કરી નાખે છે, અશાંતિની આગમાં શેકે છે. આ સંસારમાં શારીરિક-માનસિક દુઃખો ( દુઃખના પ્રસંગો) રોકવા એ આપણા હાથમાં નથી પણ દુઃખમાં પણ દુઃખી ન બનવું એ આપણા હાથમાં છે. જિનેશ્વરોએ બતાવેલો ઉપાય કરીએ તો જરૂર આપણે દુઃખમાં પણ દુઃખી ન બનીએ. જ્યારે મોટા ડીગ્રીધર ડૉકટરો પણ નિષ્ફળ બને છે ત્યારે પણ આ ઉપાય અવશ્ય સફળ બને છે. વાંચકો! તમારે એ ઉપાય જાણવો છે? આ રહ્યો તે ઉપાય. કોઈ પણ દુઃખ આવે ત્યારે બહારની દુનિયાની સપાટી ઉપરથી ડૂબકી મારીને અંતરાત્માના પેટાળમાં ચાલ્યા જવું. ક્યારેક ક્યારેક સમુદ્રમાં જોરદાર તોફાન થાય છે. મજબૂત મૂળિયાવાળા ઝાડોને પણ ઉખેડી નાંખે તેવા પવનના ઝપાટા આવે છે. આથી સમુદ્રના પાણીમાં મોટા મોટા તરંગો જોરજોરથી ઉછળે છે. સમુદ્રમાં ખૂબ ખળભળાટ મચી જાય છે. તમે વિચારો કે આ વખતે સમુદ્રમાં રહેલા મગરમચ્છ, કાચબા વગેરે જલચર પ્રાણીઓનું શું થતું હશે? શું એ પ્રાણીઓ આ તોફાનથી મારી જતા હશે? હેરાન થઈ જતા હશે? ના, ભયંકર તોફાનમાં પણ એ પ્રાણીઓ સહીસલામત રહે છે. એમને તોફાનની જરાય અસર થતી નથી. કારણ કે તોફાન વખતે એ પ્રાણીઓ ડૂબકી મારીને સમુદ્રના ઊંડા પાણીમાં ઉતરી જાય છે. સમુદ્રમાં તોફાન ઉપર જ થયા કરે છે, તેના પેટાળમાં તો અત્યંત શાંતિ હોય છે. જેમ જલચર પ્રાણીઓ તોફાન વખતે સમુદ્રના ઊંડા પાણીમાં ઉતરી જતા હોવાથી તેમને તોફાનની અસર થતી નથી. તેમ આપણે પણ દુઃખના પ્રસંગે અંતરાત્મમાં ડૂબકી મારી દઈએ તો * એ પ્રસંગો આપણને જરાય દુઃખી કરી શકે નહિ. દુઃખ, પ્રતિકૂળતા, આપત્તિ, રોગ, શોક Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪ વગેરે બહારની દુનિયામાં છે. અંતરાત્મામાં કશુંય નથી. અંતરાત્મામાં નથી રોગ અને નથી શોક. અંતરાત્મામાં નથી શ્રીમંતાઇ અને નથી ગરીબાઇ, અંતરાત્મામાં નથી કામ કે નથી ક્રોધ, અંતરાત્મામાં માન-અપમાન વગેરે કોઇ દ્વન્દ્વ નથી. એ બધું બહારની દુનિયામાં છે. અંતરાત્મામાં તો કેવળ આનંદ આનંદ ને આનંદ જ છે. અંતરાત્મામાં ડૂબકી મારવાનું સાધન અનિત્યાદિ ભાવનાઓ છે. અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન કરનાર અંતરાત્મામાં ચાલ્યો જાય છે. અનિત્યાદિ બાર ભાવનાઓના નામ આ પ્રમાણે છેઃ- અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, સંસાર, અશુચિ, લોકસ્વરૂપ, આસવ, સંવર, નિર્જરા, ઉત્તમગુણ અને બોધિદુર્લભ. બાર ભાવનાઓમાં સર્વપ્રથમ અનિત્યભાવના જણાવી છે કારણ કે જ્યાં સુધી મોહવશ જીવની ઐતિક પદાર્થો અને સ્વજન - સ્નેહીઓ ઉપરથી નિત્યત્વબુદ્ધિ ન ખસે ત્યાં સુધી તેમના ઉપર રહેલી મમતા દૂર ન થાય. જ્યારે જીવને આ બધું અનિત્ય છે એવું ભાન થાય છે ત્યારે તેને એમ થાય છે કે જો આ બધું અનિત્ય છે તો એના ઉપર મમતા કરવાનો શો અર્થ? આવી વિચારણાથી મમતા દૂર થાય છે. ભૌતિક પદાર્થોનો કે સ્વજન સ્નેહીઓનો સંયોગ ભલે અનિત્ય હોય, પણ આપત્તિ આવશે ત્યારે તેઓ મારું રક્ષણ કરશે, આથી એમના ઉપર પ્રીતિ-મમતા કરવી જોઇએ, આવી વિપરીત સમજણને દૂર કરવા અનિત્ય ભાવના પછી અશરણભાવના છે. અશરણ ભાવના ‘‘આપત્તિમાં કોઇ રક્ષણ ન કરે’’ એવો બોધ આપે છે. ભૌતિક પદાર્થો અને સ્વજન - સ્નેહીઓ આપત્તિમાંથી ભલે મુક્ત ન કરી શકે, પણ મારું થોડું દુઃખ લઇને મને થોડી સહાય તો કરશે ને? આવી વિપરીત બુદ્ધિને દૂર કરવા અશરણભાવના પછી એકત્વ ભાવના છે. ‘‘તારું થોડું પણ દુઃખ કોઇ લઇ શકે નહિ’’ એવો બોધ એકત્વભાવનાથી મળે છે. ભૌતિક પદાર્થો અને સ્વજનસ્નેહીઓ મારું દુઃખ લઇને મને સહાય ભલે ન કરે, પણ તે બધા છે તો મારા જ ને? જે મારા છે તેમના ઉપર મારે પ્રેમ રાખવો જોઇએ. આવી ગેરસમજને દૂર કરવા એકત્વ ભાવના પછી અન્યત્વભાવના છે. અન્યત્વભાવના ‘“તારું કોઇ નથી અને તું પણ કોઇનો નથી’’ એમ સમજાવે છે. ભૌતિકપદાર્થો અને સ્વજનસ્નેહીઓ પોતાના ન હોવા છતાં પોતાના માનીને જીવ તેમના ઉપર મમત્વ બુદ્ધિ કરે છે અને તેમની ખાતર અનેક પાપો કરીને સંસારમાં ભમે છે. આથી અન્યત્વભાવના પછી સંસાર ભાવના છે. જીવને અનેક વસ્તુઓ ઉપર મમતા છે. તેમાં કાયા ઉપર સૌથી અધિક મમતા છે. આથી કાયા ઉપરથી મમતા દૂર કરવાના ઉપાય તરીકે અનિત્યાદિ ભાવનાઓ ઉપરાંત અલગ અશુચિભાવના બતાવવામાં આવી છે. સંસારની દુઃખસ્વરૂપતાની અને શરીરની અશુચિતાની વિચારણા કર્યા પછી ધર્મધ્યાન જ કરવું જોઇએ, અને તે ધર્મધ્યાન લોકસ્વભાવ ભાવનાને ભાવતા જ થાય છે. આથી અશુચિ ભાવના પછી લોકસ્વભાવ ભાવના કહેવામાં આવી છે. ત્યારબાદ ધર્મધ્યાન માટે જ આઠમી આસવ ભાવના કહેવામાં આવી છે. અન્ય ગ્રંથોમાં લોકસ્વરૂપ ભાવના દશમી છે. અન્ય ગ્રંથોમાં અગિયારમી અને બારમી ભાવના અનુક્રમે બોધિદુર્લભ અને ધર્મસ્વખ્યાત છે. પ્રસ્તુત ગ્રંથમાં અગિયારમી અને બારમી ભાવના અનુક્રમે ઉત્તમ ગુણ અને બોધિદુર્લભ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫ આસવોને આસવોની વિરતિરૂપ સંવરથી અટકાવવા જોઈએ. આથી આસવ ભાવના પછી સંવર ભાવના કહેવામાં આવી છે. પૂર્વે બંધાયેલા જે કમ સત્તામાં પડ્યા છે તેનો પણ ક્ષય કરવો જોઈએ. અન્યથા મોક્ષની પ્રાપ્તિ ન થાય. આથી સંવર ભાવના પછી નિર્જરાભાવના કહેવામાં આવી છે. તપથી નિર્જરા કરી રહેલા પણ જીવે ઉત્તમગુણો ઉપર બહુમાન કરવું જોઈએ. અન્યથા તપથી પણ તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ ન થવાથી નિષ્ફળ થવાનો પ્રસંગ આવે. આથી નિર્જરા ભાવના પછી ઉત્તમગુણ ભાવના કહેવામાં આવી છે. ઉત્તમગુણોમાં જિનધર્મની પ્રાપ્તિ એજ ઉત્તમોત્તમ ગુણ છે. કારણ કે જિનધર્મ હોય તો જ બાકીના ગુણોનો સર્ભાવ હોય છે અને સફળ થાય છે. આથી ઉત્તમ ગુણ ભાવના પછી જિનશાસનની પ્રાપ્તિસ્વરૂપ બોધિ ભાવના કહેવામાં આવી છે. બાર ભાવનાઓના ચિંતનનું ફળ અનિત્ય ભાવનાનું ફળ - અનિત્યભાવનાના ચિંતનથી ભૌતિક વસ્તુઓ અને સ્વજનસ્નેહીઓ ઉપર રહેલો મમત્વભાવ દૂર થાય છે. આથી જીવ એમના સંયોગથી મુક્ત બનવાનો પુરુષાર્થ કરે છે. એમાં સફળતા ન મળે તો પણ જ્યારે ધન વગેરે ભૌતિક વસ્તુઓનો અને સ્વજન-સ્નેહીઓનો વિયોગ થાય ત્યારે જરા પણ દુઃખ - શોક ન થાય. અશરણભાવનાનું ફળ - અશરણ ભાવનાના ચિંતનથી સંસારમાં હું શરણ રહીત છું એવું ભાન થાય છે તથા જિનશાસન શરણભૂત છે એવો ખ્યાલ આવવાથી જિનશાસનની આરાધના-રક્ષા- પ્રભાવના કરવાની ભાવના થાય છે અને થયેલી એ ભાવના પ્રબળ બને છે. એકત્વભાવનાનું ફળ - એકત્વભાવનાથી હું એકલો છું' એવો બોધ થાય છે. આથી મારે એકલાએ જ મારું હિત સાધી લેવું જોઈએ એવી ભાવનાથી સ્વહિત સાધવા તત્પર બને છે. તથા બીજાઓ માટે પાપ કરીશ તો પણ તેનું ફળ તો મારે એકલાએ જ ભોગવવું પડશે એવી સમજ આવવાથી સંબંધીઓ વગેરેની ખાતર પોતાની દુર્ગતિ થાય તેવા પાપો કરવાનું બંધ કરી દે છે. પોતાને આવેલા દુઃખમાં નિમિત્ત બનનાર ઉપર દ્વેષ થતો નથી. અન્યત્વભાવનાનું ફળ - શરીર અને આત્મા ભિન્ન છે એવી પ્રતીતિ થાય છે. સ્વજન-સ્નેહીઓ મારા નથી એવી સમજ પ્રગટે છે. આથી સ્વજનો ઉપર રહેલી મમતા ભાગી જાય છે અને પરજન ઉપર દ્વેષ થતો નથી. સૌ પ્રત્યે સમભાવ રહે છે. એથી સમભાવે સૌ જનને નીરખે તો શિવસુખનો લાગ” એ વચન ચરિતાર્થ બને છે. સંસાર ભાવનાનું ફળ - સંસારનો ભય પ્રગટે છે. એથી અધ્યાત્મના પાયારૂપ ભવનિર્વેદ (= સંસાર સુખના ત્યાગની ઇચ્છા) ગુણ ઉત્પન્ન થાય છે. ભવનિર્વેદ પામેલો જીવ સંસારના સંગથી મુક્ત બનવાનો પુરુષાર્થ કરે છે. અશુચિભાવનાનું ફળ - શરીરનો રાગ દૂર થાય છે. આથી શરીરના સંગથી સર્વથા મુક્ત બનવાની ભાવના પ્રગટે છે. શરીરના સંગથી સર્વથા મુક્ત બનવા મોક્ષ પુરુષાર્થનો પ્રારંભ થાય છે. લોકભાવનાનું ફળ - લોકનું શંકા વગેરે દોષોથી રહિત જ્ઞાન થાય છે, લોકના સત્ય સ્વરૂપનો ખ્યાલ આવે છે. એથી જીવ નક્કી કરે છે કે કર્મયુક્ત જીવ માટે આ લોકમાં મોક્ષ સિવાય ક્યાંય શાશ્વત સ્થાન નથી. આમ લોક ભાવનાથી સંવેગ (= મોક્ષની અભિલાષા) ગુણ પ્રગટે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આસવભાવનાનું ફળ - આસવો જ સંસારનું કારણ છે એવો બોધ થાય છે. એથી આસવ હેય (= છોડવા લાયક) છે એવી સમજ થવાથી આસવોનો નિરોધ કરવા પ્રયત્ન થાય. સંવર ભાવનાનું ફળ - મોક્ષનું મુખ્ય કારણ સંવર છે એનો ખ્યાલ આવે છે. એથી સંવર ઉપાદેય (= સ્વીકારવા યોગ્ય) છે એવી સમજ થવાથી જીવ સંવરતત્ત્વને મેળવવા પુરુષાર્થ કરે છે. નિર્જરાભાવનાનું ફળ - કમનો સંપૂર્ણ ક્ષય થયા વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી અને નિર્જરા વિના સઘળાં કર્મોનો ક્ષય થઈ શકતો જ નથી એવું જ્ઞાન થાય છે. આથી જીવ નિર્જરાના ઉપાય રૂપ બાહ્ય-અત્યંતર તપનું સેવન કરનારો બને છે. બોધિદુર્લભ ભાવનાનું ફળ - સમ્યકત્વગુણની દુર્લભતાનો વાસ્તવિક ખ્યાલ આવે છે. એથી સમ્યકત્વને મેળવવાની ઉત્કંઠા પેદા થાય છે. પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન નાશ ન પામે એની સાવધાની રહે છે. પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન વિશુદ્ધ બને એની કાળજી રાખવામાં આવે છે.. ઉત્તમગુણભાવનાનું ફળ - ઉત્તમ ગુણો ઉપર અને ઉત્તમ ગુણોને ધારણ કરનારા જીવો ઉપર બહુમાન થાય છે. એ બહુમાનના કારણે આત્મામાં જલદી ઉત્તમ ગુણો પ્રગટે છે. બારે પ્રકારની ભાવનાઓનું ફળ જણાવતાં ધર્મબિંદુ ગ્રંથમાં કહ્યું છે કે – ભાવનાતો રાગાદિક્ષયઃ = ભાવનાઓથી રાગાદિ દોષોનો નાશ થાય છે. જેવી રીતે સારી રીતે કરેલી ચિકિત્સાથી વાત-પિત્ત વગેરે રોગ દૂર થાય છે, અથવા પ્રચંડ પવનથી વાદળાઓનો સમૂહ વિખરાઈ જાય છે, તેવી રીતે ભાવાનાઓથી રાગ વગેરે દોષોનો ક્ષય થાય છે કારણ કે ભાવનાઓ રાગાદિ દોષોની સાથે વિરોધવાળી છે. રાગાદિનો ક્ષય થતાં સંસારનો અંત આવે છે. આથી જ કહ્યું છે કે-- दानं दारिद्रयनाशनं, शीलं दुर्गतिनाशनम् । अज्ञाननाशिनी प्रज्ञा, भावना भवनाशिनी “દાન દરિદ્રતાનો નાશ કરે છે. શીલ દુર્ગતિનો નાશ કરે છે. બુદ્ધિ (= જ્ઞાન) અજ્ઞાનતાનો નાશ કરે છે. ભાવના ભવનો નાશ કરે છે.” ભાવના ભવનો નાશ કરનારી હોવાથી સાધકે ભાવનાઓનું નિરંતર ચિંતન કરવું જોઈએ. ભાવના શબ્દનો અર્થ જણાવતાં ધર્મબિંદુની ટીકામાં કહ્યું છે કે – જે ભાવવામાં આવે, એટલે કે મુમુક્ષુઓ વડે જેનો નિરંતર અભ્યાસ કરાય તે ભાવના. આમ ભાવના શબ્દનો અર્થ પણ “નિરંતર અનિત્યાદિ ભાવનાઓ ભાવવી જોઇએ” એમ સૂચિત કરે છે. આથી આવા ગ્રંથોને એકવાર વાંચી લેવાથી પતી જતું નથી, કિંતુ વારંવાર વાંચીને ચિંતન-મનન કરવું જરૂરી છે. આ ગ્રંથમાં અનિત્યાદિ બાર ભાવનાઓનું વર્ણન છે, પણ અગિયાર ભાવનાઓનું વર્ણન સંક્ષેપથી અને સંસારભાવનાનું વર્ણન વિસ્તારથી હોવાથી આ ગ્રંથનું ભવભાવના (ભવ એટલે સંસાર) નામ છે. આ ગ્રંથ (મૂળ) પ્રાકૃત ભાષામાં છે. તેના ઉપર સંસ્કૃત ટીકા છે. ટીકામાં આવેલી કથાઓ મોટા ભાગે પ્રાકૃતમાં અને ક્યાંક ક્યાંક સંસ્કૃત ભાષામાં છે. ટીકા સહિત આ ગ્રંથના કત માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મ. છે. તેઓશ્રી બારમી સદીમાં થઈ ગયાં. તેઓશ્રીનાં વસ્ત્રો Page #10 -------------------------------------------------------------------------- ________________ અને શરીર બહુજ મલિન રહેતાં હોવાથી માલધારી તરીકે ઓળખાયા. તેમના વ્યાખ્યાનમાં રાજા સિદ્ધરાજ જયસિંહ પણ આવતો હતો તેવા તેઓશ્રી વિદ્વાન હતા. તેઓશ્રીનો વિશેષ પરિચય આ ગ્રંથમાં અલગ આપવામાં આવ્યો છે. પ્રસ્તુત ગ્રંથનો ટીકા સહિત ભાવાનુવાદ કરનારા મુનિશ્રી સુમતિશેખર વિજયજી મહા વિદ્વાન કર્મ સાહિત્ય સર્જક આચાર્ય શ્રી વીરશેખર સૂરિજીના શિષ્ય છે. પોતાના ગુરુદેવોના જીવનમાંથી બાહ્ય -અત્યંતર એ બંને પ્રકારના તપનું આલંબન લઈને પોતાના જીવનને તપોમય બનાવ્યું છે. તેમની અત્યારે આયંબિલ વર્ધમાન તપની ૮૭મી ઓળી ચાલી રહી છે. વર્ષોથી કામ ચોવિહાર આયંબિલ કરે છે. પારણું હોય ત્યારે પણ પ્રાયઃ એકાસણાથી ઓછું તપ કરતા નથી. એકાસણું પણ ઠામ ચોવિહાર કરે છે. પોતાના ગુરુદેવોની સેવા કરવા પૂર્વક સતત સ્વાધ્યાયમાં લીન રહે છે. દસ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા આ મુનિશ્રીએ પોતાના ગુરુદેવોની કૃપા પ્રાપ્ત કરીને જ્ઞાનમાં સારો વિકાસ સાધ્યો છે. તેઓ ભવભાવના ગ્રંથની જેમ અન્ય ગ્રંથોના પણ અનુવાદ સંપાદન વગેરે કરીને પોતાની શક્તિનો ચતુર્વિધ સંઘને લાભ આપતા રહે એ જ એક મંગલ કામના. આચાર્ય રાજશેખરસૂરિ વિ.સં. ૨૦૧૭, જે.સુ.૩ બોરીવલી (વેસ્ટ) શ્રી રત્નત્રયી આરાધના હોલ Page #11 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર મલધારી આ.ભ. હેમચંદ્રસૂરિનો પરિચય ૨. આ૦ હેમચંદ્રસૂરિ - તેઓ આ૦ અભયદેવસૂરિના શિષ્ય હતા. એ સમયે એટલે ગુજરાતના રાજા સિદ્ધરાજ અને કુમારપાલના સમયે જૈનશાસનમાં આ૦ હેમચંદ્રસૂરિ નામના ત્રણ સમર્થ આચાર્યો વિદ્યમાન હતા. માલધારી આ૦ હેમચંદ્રસૂરિ એ સૌમાં ઉમ્મરથી મોટા હતા. શાંત અને પ્રભાવક હતા. આ૦ અભયદેવસૂરિના ઉપદેશથી મહામાત્ય પ્રદ્યુમ્ન વૈરાગ્ય પામ્યો ત્યારે લાખોની મિલકત,. રૂપાળી સ્ત્રીઓ-પત્નીઓ, સાહ્યબી અને મંત્રીપદને છોડી દઇ દીક્ષા લીધી અને શાસ્ત્રો ભણીગણીને ગુરુમહારાજના હાથે આચાર્યપદ પ્રાપ્ત કર્યું, તે જ અંતે મલધાર હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. આ૦ હેમચંદ્રસૂરિ સ્વભાવથી જ નમ્ર, વિનયશીલ, પરમ શાંત, બહુશ્રુત, સત્યપ્રિય અને સ્થિતપ્રજ્ઞ હતા. તેમની જીવન ઘટનાઓ અને ગ્રંથોમાં તેમના આ ગુણોની ઝળક મળે છે. તેઓ વધુ પ્રમાણમાં ‘ઉપમિતિભવપ્રપંચા કથા” નું વ્યાખ્યાન આપતા હતા, ત્યારથી જ એ કથા વધુ પ્રસિદ્ધિ પામી. રાજા સિદ્ધરાજ તેમના નૈસર્ગિક ગુણોથી આકર્ષાયો હતો. તે તેમના વ્યાખ્યાનમાં પોતાના પરિવાર સાથે ઘણીવાર જતો હતો અને ચિત્તને સ્વસ્થ બનાવી વ્યાખ્યાન સાંભળતો હતો. તેમના દર્શન માટે અવારનવાર આવતો હતો. આલાપ-સંલાપ પણ કરતો હતો અને કોઇ કોઈ વાર આચાર્યશ્રીની રાજમહેલમાં પધરામણી પણ કરાવતો હતો. રાજાએ એક વાર આચાર્યશ્રીને રાજમહેલમાં પધરાવ્યા. ઊંચે બેસાડી ડાભ વગેરે વસ્તુઓથી આચાર્યશ્રીની ત્રણ વાર આરતી ઉતારી અને આચાર્યશ્રીના ચરણમાં પડીને તેમને પંચાંગ નમસ્કાર કર્યા. પોતાને માટે પિરસાઈને આવેલા થાળમાંથી આચાર્યશ્રીને ચાર પ્રકારનો આહાર વહોરાવ્યો. જાણે પોતાનું જીવન સફળ થયું એમ માનીને તેણે સહર્ષ જાહેર કર્યું કે, હું માનું છું કે આજે ભ૦ મહાવીર સાક્ષાત્ મારા આંગણે પધાર્યા છે.” રાજાએ આચાર્યશ્રીના ઉપદેશથી ગુજરાતનાં જિનમંદિરો ઉપર સોનાના કળશ ચડાવ્યા. ભરૂચના દંડનાયક શાંતુ મહેતાએ આચાર્યશ્રીના ઉપદેશની સમળીવિહાર ઉપર સોનાનો કળશ ચડાવ્યો. ધંધુકા, સાચોર વગેરેના અજેનો જૈનોને કનડતા હતા. જૈનોની રથયાત્રાના ઉત્સવમાં વિન નાખતા હતા. રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી આ કનડગત દૂર કરાવી. રથયાત્રા નિર્વિદને નીકળી શકે એવો પાકો પ્રબંધ કરાવ્યો. રાજ્યના અમલદારોએ સત્તાના મદથી જિનમંદિરના લાગા બંધ કરાવ્યા હતા તે રાજાએ ફરીથી ચાલુ કરાવ્યા. કોઈ કોઈ ગામોમાં તો १. प्रतिबोध्य सिद्धभूधवमुद्दण्डकनककलशैर्यः। उत्तंसितवान् परितः स्वदेश-परदेशचैत्यानि॥९ (-પ્રાકૃત દ્વયાશ્રયકાવ્યવૃત્તિ-પ્રશસ્તિ, સં૦ ૧૩૮૭, ન્યાયકંદલી-પંજિકા-પ્રશસ્તિ, સં૦ ૧૩૮૫, પિટર્સનનો રિપોર્ટ, પાના ૧૪, ૧૬) सकलनिजधरित्रीमध्यमध्यासितानां जिनपतिभवनानां तुङ्गशङ्गावलीषु । अनघयदुपदेशात् सिद्धराजेन राज्ञा स्फुरदविरलभास: स्थापिता स्वर्णकुम्भाः। (-પિટર્સન રિપેટિ, પાનાઃ ૮૯) Page #12 -------------------------------------------------------------------------- ________________ લાગાની રકમ રાજખજાનામાં દાખલ થઈ ગઈ હતી તે પણ જૈન દેરાસરોને પાછી અપાવી. (-પિટર્સન રિપોર્ટ, પાનાઃ ૧૪-૧૬) એક દિવસે રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી ખુશ થઈ દર સાલ માટે વર્ષના ૮૦ દિવસોમાં અમારિશાસન કર્યું. તે શાસન તામ્રપત્ર પર લખાવી આચાર્યશ્રીના ચરણમાં અર્પણ આ૦ દેવપ્રભસૂરિ સિદ્ધરાજના એ શાસનને ટૂંકાક્ષરીમાં આ રીતે રજૂ કરે છે - “માલધારી આ અભયદેવના પટ્ટરૂપી આકાશમાં આવહેમચંદ્રરૂપી ચંદ્ર ઉગ્યો. રાજા સિદ્ધરાજે તેના વચનરૂપી અમીનું પાન કર્યું અને રાજ્યના સૌ પ્રાણીઓ દીઘયુષી બન્યા. ૨ આ૦ હેમચંદ્રના ઉપદેશથી પાટણથી ગિરનારતીર્થ અને શંત્રુજય તીર્થનો છ'રી પાળતો યાત્રા સંઘ નીકળ્યો. આચાર્યશ્રી પણ સાથે જ હતા. શ્રીસંઘે વણથલીમાં પડાવ નાખ્યો. સંઘના પુરુષો અને સ્ત્રીઓ નાહી-ધોઈ શરીરે કેસર ચોળી, બહુમૂલ્ય વસ્ત્રો પહેરી, રત્નજડિત દાગીના ધારણ કરી દેરાસરમાં દર્શન-પૂજા-પ્રભાવના કરી રહ્યા હતા. સંઘપતિ પાસે પણ ઘણું ધન સાથે હતું. આ બધું જોઈ સોરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી. સ્વરાર સુરાપો નાથં મvi દુર્દો” ૬૮ પાસવાનોએ પણ રાજાને ચડાવ્યો કે, “રાજ! સમજી લે કે ગુજરાત-પાટણનું ઘણું ધન તારા પુણ્યપ્રતાપે તારે આંગણે આવ્યું છે. માન કે, લક્ષ્મી તને ચાંલ્લો કરવા આવી છે. "ता गिण्ह तुम्हं एवं भंडारो होइ तुह जहा पोढो। संभाविज्जइ णाणं एकाए दव्वकोडीए॥७०॥" રાજ! આ સંઘને લૂંટી લે, તારો ખજાનો છલકાઈ જશે. એક કરોડનું લેખું સંભવે છે. આ સાંભળી રાજાનું મન પીગળી ગયું. તેણે સર્વસ્વ લૂંટી લેવાનો મનસૂબો કરી લીધો પણ તેને રાજમર્યાદાનો ભંગ અને અપયશનો મોટો ડર હતો, તેથી શું કરવું એની વિમાસણમાં તે પડી ગયો. તેણે સંઘને જાણી-જોઈને એક દિવસ અહીં વધુ રોકાણ કરાવ્યું. એક દિવસ તે સંઘપતિને મળ્યો જ નહીં. બીજે દિવસે રાજકુટુંબમાં કોઈ મોટું મરણ થયું. આ.હેમચંદ્ર રાજા ખેંગારનું મન પારખી લીધું હતું તેથી તેમણે આ મરણના બાનાથી રાજમહેલમાં જઈ રાજાને ઉપદેશ આપ્યો. રાજવીને નીતિના માર્ગે દોરવણી આપી. રાજાએ પણ ઉપકાર માની પ્રસન્ન થઈને સંઘને આગળ પ્રયાણ કરવાની રજા આપી. સંઘ ત્યાંથી રવાના થઈ શત્રુંજયતીર્થ યાત્રા કરી પાટણ ગયો. २. प्रतिवर्ष जीवरक्षा अशीत्यहमशीत्यहम्। यस्योपदेशात् सिद्धेश: ताम्रपत्रेष्वलीलिखत्॥१०॥ (-પાકૃત દયાશ્રયકાવ્યવૃત્તિ-પ્રશસ્તિ, ન્યાયકંદલીપુંજિકા-પ્રશસ્તિ) ૨. રાજા રાજયના કેવળ મનુષ્યોનો જ નહીં પણ સઘળાં પ્રાણીઓનો રક્ષક બને છે ત્યારે તેનું રાજ્ય બહુ તપે છે. રા'ખેંગાર, રાજા સિદ્ધરાજ, રાજા કુમારપાલ, બાદશાહ અકબર, કચ્છનરેશ અને મોરબીનરેશ વાઘજી ઠાકોર વગેરે અનેક દાખલાઓ એ અંગે મળે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીસંઘે ગિરનારતીર્થને ૫૦,000 અને શત્રુંજય તીર્થને ૩૦,000 પારુન્થયની ભેટ ધરી હતી. (આ. ચંદ્રસૂરિકૃતિ મુણિસુબ્રમચરિયું, ગાથા ૬૩ થી ૭૬) મલવાર હેમચંદ્રસૂરિએ નીચે પ્રમાણેના ગ્રંથોની રચના કરી છે, જેનું પ્રમાણ લગભગ લાખ શ્લોક જેટલું થાય છે૧. આવસ્મય ટિપ્પણક-આવશ્યકપ્રદેશવ્યાખ્યા, ગ્રં૦ઃ ૫૦૦૦. ૨. સયગ કમ્પગંથ વિવરણ, ગ્રં૦ ૪000. ૩. અણુઓગદારસુત્તવિત્તી, ગ્રં૦ઃ ૬૦૦૦. ૪. ઉવએસમાલા-પુષ્કમાલાપગરણ મૂલ, ગ્રં૦ઃ ૫. પુખુમાલા સ્વોપજ્ઞવૃત્તિ, ગ્રં૦ઃ ૧૪૦૦૦. ૬. જીવસમાસ વિવરણ, ગ્રં૦ઃ ૭000, સં૦ ૧૧૬૪ ના ચૈત્ર સુદિ ૪ ને સોમવાર, પાટણ. (તેમણે સં૦ ૧૧૬૪ માં રચેલા આ વિવરણની તાડપ્રતિ આજે ખંભાતમાં વિદ્યમાન છે. એટલે ગ્રંથકારના હાથે જ લખાયેલી આ પ્રતિ ગણાય છે.) ૭. ભવભાવના-મૂલ, સં૦ ૧૧૭૦, મેડતા અને છત્રાપલ્લી. ૮. ભવભાવના સ્વોપલ્લવૃત્તિ, ગ્રં૦ ૧૩૦૦૦, સં૦ ૧૧૭૦, મેડતા-છત્રાપલ્લી. ૯. નંદિસુત્ત ટિપ્પન. ૧૦. વિસેરાવસ્મય-બ્રહવૃત્તિ, ગ્રંવઃ ૨૮000, સં૦ ૧૧૭૫. તેમને વિશેસાવસ્મય” વૃત્તિ રચવામાં ૧.૫૦ અભયકુમાર, ૨. પ૦ ધનદેવ ગણિ, ૩. પ૦ જિનભદ્ર ગણિ, ૫૦ લક્ષ્મણ ગણિ, ૫. મુનિ વિબુધચંદ્ર તથા ૬ સાધ્વી આણંદથી મહત્તરા અને ૭. સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી. તેમના ગ્રંથોમાં ભવભીરુતાનો પરિચય આ પ્રકારે મળે છે. “મને ગરુજનોએ જ્ઞાન આપ્યું છે. હું તેમાંથી જે જે સમજ્યો છું તેને આત્મસ્મરણ માટે અહીં ગોઠવ્યું છે આમાં જે જે દોષો હોય તે મુનિજનોએ મારા ઉપર પ્રસન્ન બનીને શોધવા. કેમકે જગતમાં સૌ કર્મને આધીન છે. સૌ છદ્ભસ્મ છે અને મારા જેવા તો બુદ્ધિ વિહોણા છે, ને મતિવિભ્રમ તો કોને થતો નથી ?” (આવસ્મય ટિપ્પન) તેમના શિષ્યોમાં ચાર બહુ પ્રસિદ્ધ હતા. १. ग्रन्थलक्षविनिर्माता निर्ग्रन्थानां विशेषकः॥८॥ (-ન્યાયકંદલીપંજિકા-પ્રશસ્તિ) येन ग्रथितग्रन्थस्य लक्षमेकंमनाक्सनम्॥ (-આ. જયસિંહસૂરિકૃત ‘ધમપદેશમાલા વિવરણ') Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧. આ. વિજયસિંહસૂરિ - તેમણે સ. ૧૧૯૧ના માહ વદિ ૩ના રોજ કૃષ્ણર્ષિના શિષ્ય આ. જયસિંહેહસૂરિની ‘ધર્મોપદેશમાલા ગાથા.”ગાથાઃ ૯૮નું વિવરણ ૨૦ઃ ૧૪૪૭૧ રચ્યું, જેમાં તેમના ગુરુભાઈ પં૦ અભયકુમાર ગણિએ સહાય કર હતી. આ આચાર્ય ઘણા રૂપાળા અને શાંત હતા. ૨. આ૦ ચંદ્રસૂરિ-તેઓ લાટદેશના નાણાપ્રધાન મંત્રી હતા. ૩. આ૦ વિબુધચંદ્ર- તે પણ લાટદેશના મંત્રી હતા. તેમણે મંત્રીપદ તજી દીક્ષા લીધી. તેમણે ગુરુદેવની ‘વિસે સાવસ્મય’ની બૃહતિનું તથા આ૦ચંદ્રસૂરિએ રચેલા મુણિસુવ્યયચરિય” નું સંશોધન કર્યું હતું તેમના શિષ્ય ઉપાધ્યાય પદ્મચંદ્ર હતા. ૪.૫૦લક્ષ્મણ ગણિ - તેમણે સ૦૧૧૯૯ના માહસુદિ ૧૦ના રોજ ગુજરશ્વરકુમારપાલના રાજ્યમાં માંડલમાં સુપાસનાચરિયું ગ્રંથાગ : ૧૦૦૦૦ પ્રમાણ રચ્યું છે. આ૦ હેમચંદ્રસૂરિએ ઘણી ધર્મપ્રભાવના કરી હતી. ગિરનાર તીર્થનો કબજો અપાવ્યો હતો. અમારિ પ્રવર્તાવી હતી. સાધુઓનો થતો પરાજય નિવાર્યો હતો. ચૈત્યવાસનો ફેલાવો ન થાય એ માટે તેમણે સક્રિય પ્રયત્ન કર્યો હતો. જિનમંદિરો માટે થતા વિનો દૂર કરાવ્યાં હતા. લગભગ એક લાખ શ્લોક પ્રમાણ ગ્રંથોની રચના કરેલી છે. - તેઓ સાત દિવસનું અનશન કરી પાટણમાં સ્વર્ગે ગયા. રાજા સિદ્ધરાજ તેમની સ્મશાન યાત્રામાં થોડાએક માર્ગ સુધી સાથે ગયો હતો અને એ રીતે પોતાનો આચાર્ય શ્રી પ્રત્યેનો હાર્દિક પૂજ્યભાવ વ્યકત કર્યો હતો. - આચાર્ય શ્રી પરમનૈષ્ઠિક પં.શ્વેતાંબચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિદ્ધ હતા. એકંદરે તેઓ વિક્રમની બારમી શતાબ્દીના પ્રભાવક આચાર્ય હતા. (જૂઓ, જીવસમાસની સ્વલિખિત પ્રત) (-આ૦ ચંદ્રસૂરિકૃત ‘સણયકુમારચરિય’ અને ‘મુણિસુવ્યચરિયું' - પ્રશસ્તિ, આ૦ વિજયસિંહસૂરિકૃત “ધમોંપદેશમાલાવિવરણ” -પ્રશસ્તિ, ૫૦ લક્ષ્મણગણિકૃત ‘સુપાસનાચરિય” -પ્રશસ્તિ; આ૦ દેવપ્રભસૂરિકૃત ન્યાયાવતાર-ટિપ્પન, આ૦ દેવભદ્રકૃત પાંડવાયન'; આ૦ રાજશેખરસૂરિકૃત ન્યાયકંદલીપંજિકા-પ્રશસ્તિ અને પ્રાકૃત દયાશ્રયમહાકાવ્યવૃત્તિ' - પ્રશસ્તિ; પિટર્સન રિપોર્ટ પા૦ ૮૯ થી ૯૬, જૈનસત્યપ્રકાશ' ક્રમાંક ૧૩૬; જૈન” અંક તા-૨-૧૦-૧૯૨૭. પાના ૬૯૭) ૨. આ૦ હેમચંદ્રસૂરિ પોતે “જીવસમાસની વૃત્તિમાં પોતાનો પરિચય આપે છે કે, “યમ, નિયમ, સ્વાધ્યાય અને પદસ્થ ધ્યાનાનુષ્ઠાનરત, પરમનૈષ્ઠિક પંડિત શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક શ્રી હેમચંદ્રાચાર્યે સં૦ ૧૧૬૪ ના ચૈત્ર સુદિ ૪ ને સોમવારે પાટણમાં જયસિંહના રાજ્યમાં " “જીવસમાસવૃત્તિ' (ગ્રીઃ ૭00) લખી છે. આ પ્રતિ આજે ખંબાતના ભંડારમાં વિદ્યમાન છે. (જૈનપરંપરાનો ઈતિહાસ ભાગ ૨ માંથી સાભાર ઉત) Page #15 -------------------------------------------------------------------------- ________________ : પ્રાકથન : વિ. સં. ૨૦૪૭ માં મારી દીક્ષા થયા પછી વડી દીક્ષાના જોગના દિવસથી સંસ્કૃત બુકોનો તથા પાકૃત પાઠમાળાનો અભ્યાસ કરાવવા દ્વારા સતત કાળજી લઈ મને જેમણે સ્વાધ્યાયમાં જડ્યો છે તથા બુકોનો અભ્યાસ પૂર્ણ થયા પછી ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર દશપર્વ, પરિશિષ્ટ પર્વ, ઉપમિતિ ભવ પ્રપંચાસાર, ઉપદેશમાલા, સમરાઠચ્ચ કહા વગેરે પાયાના ગ્રંથોનું સતત વાંચન કરાવી અમને જેમણે શાસ્ત્રગ્રંથો વાંચતા કર્યા છે તથા દીક્ષા પૂર્વે આયંબિલ વર્ધમાન તપમાં પ્રબળ પ્રેરણા કરી બાહ્યતપ કરતા કર્યા છે તથા સંયમ જીવનમાં સ્થિર કર્યા છે એવા વર્ધમાન તપોનિધિ પ્ર. પ્ર. ગુરુદેવ, ૫.પૂ.આ.દે શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મ.સા.ના ઉપકારને ક્યારેય વિસરી શકાય તેમ નથી. વિ. સ. ૨૦૩૪માં વાપી ચાતુમાસાર્થે પધારેલ, નિત્ય પ્રભુપૂજા કરવાના નિયમના પ્રદાનથી સંસારરૂપી અટવીમાંથી ખેંચીને મોક્ષમાર્ગ પર પ્રયાણ કરાવનાર અને દીક્ષા પછી ઉત્તરોત્તર યોગ ગ્રંથોનો અભ્યાસ કરાવનાર, સ્વાધ્યાય નિમગ્ન, પ્રશાંતમૂર્તિ એવા વિદ્રવદ્વર્ય પ્રગુરૂદેવ પ.પૂ.આ.દે શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મ.સા. (તે વખતે મુનિરાજ) ના ઉપકારને ક્યારેય વિસરી શકાય તેમ નથી. કર્મગ્રંથોનો અભ્યાસ કરાવનાર, કર્મ સાહિત્ય સર્જક પૂ. ગુરૂદેવ આ.ભ. શ્રીમદ્ વિજય વીરશેખર સૂરીશ્વરજી મ.સા.નો ઉપકાર વિસરી શકાય તેમ નથી. તથા આ ગ્રંથના ભાષાંતરને તપાસી કાળજીપૂર્વક સંશોધન કરી આપનાર પૂ. મુનિરાજ શ્રી ધર્મશેખર વિજયજી મ.સા. ના ઉપકારને ભૂલી શકાય તેમ નથી. તેમ છતાં મારી મતિ મંદતાના કારણે આ ગ્રંથના અનુવાદમાં ક્ષતિઓ રહી ગઈ હોય તેને સુજ્ઞજન સુધારીને ભાવનાઓને આત્મસાત્ કરી વહેલામાં વહેલા પોતાના મોક્ષ પર્યાયને પ્રગટ કરી શાશ્વત સુખના ભોક્તા બને એ જ એક શુભાભિલાષા અને મારી મોક્ષમાર્ગની આરાધના વાવ ભવ અતૂટ રહે તેવી અભિલાષા પૂર્વક વિરમું છું. મુનિ શ્રી સુમતિશેખર વિજય વિ. સં. ૨૦૫૭, જેઠ વદ-૧ સંભવનાથ જિન મંદિર, વિરાર Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિષય અનુક્રમ છ ૨ વિષય પાના નં. ૧. મંગલાચરણ ૨. પરોપકારના ભેદો અને જિનધર્મની દાતવ્યતા તારવા માટે મહાનૌકાસમાન ભવભાવનાનું સ્વરૂપ ૪. શ્રી નેમિજિન ચરિત્રનો આરંભ નેમિનિના પ્રથમ ભાવમાં ધન અને ધનવતી ભવનું વર્ણન ૬. ધનવતીનું ચિત્રકાર યુવાનને જેવું અને ધનકુમારના રૂપના દર્શનથી તીવ્રાનુરાગ | ૭. માતાપિતા વડે ધનકુમારની સાથે પાણિગ્રહણનું કરાવવું. ૮. ધનવડે કરાયેલું મુનિદર્શન, વૈરાગ્યના કારણનું પૂછવું મુનિએ કહેલું પોતાનું ચરિત્ર ૯. ધનવતીનું મૂચ્છિત મુનિને જોવું અને આવી અવસ્થા કેમ થઈ તેની પૃચ્છા ૧૦. મુનિવડે પોતાના જીવનનું કથન, ધન-ધનવતી નો પ્રથમ ભવ સમ્યકત્વ પ્રાપ્તિ અને સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ ૧૧. ચિત્રગતિ ભવનું વર્ણન અને તેમાં સુગ્રીવકુમારની કથા ૧૨. ચિત્રગતિનું સિદ્ધાયતનમાં જવું અને ત્યાં તેનાવડે કરાયેલી જિનેન્દ્ર સ્તવના | ૪૧ ૧૩. રત્નાવતીનું પાણિગ્રહણ અને તેની સાથે ધર્મારાધના અને ત્રીજા દેવલોકમાં જવું., ૪૪ ૧૪. અપરાજિત ભવનું વર્ણન અને તેમાં અશ્વાપહરણાદિ અનેક વૃત્તાન્તો, પ્રીતિમતીનો ૪૬ જન્મ, રૂપવર્ણન અને સ્વયંવર ૧૫. પ્રીતિમતીની સાથે અપરાજિતનું પાણિગ્રહણ, વિષયસુખનો અનુભવ પ્રવજ્યા ૫૯ - અને અગીયારમાં દેવલોકમાં ગમન ૧૬. શંખકુમાર ભવવર્ણન ૧૭. પલિપતિના ત્રાસમાંથી લોકોને છોડાવવા, મતિપ્રભ મંત્રીએ કહેલી ચંદ્રાદિચારની ૬૬ કથા ૧૮. યશોમતીનો જન્મ, શંખકુમારની સાથે પાણિગ્રહણ, પ્રતિબોધ, પ્રવજ્યા, ૭૫ શંખમુનિનું તીર્થંકર નામ કર્મનું અર્જુન અને બંનેની અનુત્તરમાં ઉત્પત્તિ ૧૯. હરિવંશ વર્ણન, કંસ જન્મ, વસુદેવનું કપટથી ગૃહત્યાગ દેશાટન અને અનેક સ્ત્રીઓની સાથે પરણવું. ૨૦. કૃષ્ણની ઉત્પત્તિ અને બાલક્રીડાનું વર્ણન ૨૧. નેમિકુમાર ચરિત્ર અને તેમાં જન્મોત્સવ વર્ણન ૧૦૮) ૨૨. કૃષ્ણ વડે કરાયેલ અરિષ્ટવૃષભાદિનો વિનાશ ૨૩. કંસવધ અને વર્ણન [૨૪. સત્યભામાની સાથે કુષ્ણનો વિવાહ ૨૫. મથુરામાંથી સર્વયાદવોનું નિષ્ક્રમણ ૧Oજા ૧૧૪ ૧૧૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨૬. સુસ્થિત દેવની આરાધના, દ્વારિકાની રચના જરાસંધની સાથે યુદ્ધ અને કૃષ્ણનો ૧૨૨ રાજ્યાભિષેક ૨૭. નેમિજિનના જીવન પ્રસંગો, રાજીમતીની સાથે વિવાહની કબૂલાત અને જાનનું ૧૩૮ પ્રયાણ ૨૮. રથનું વાળવું, વિવાહના નિષેધમાં ચર્ચા, રાજીમતીનો વિલાપ અને નેમિજિનનો ૧૫૬ પ્રવ્રજ્યા મહોત્સવ ૨૯. નેમિજિનનો વિહાર, રાજીમતી રથનેમિનો પરસ્પર સંવાદ નેમિજિનની કૈવલ્ય પ્રાપ્તિ, ૧૬૩ રથનેમિનો સમવસરણ અને ધર્મોપદેશ ૩૦. કૃષ્ણની સમ્યક્ત્વની પ્રાપ્તિ રથનેમિનો પ્રતિબોધ, દ્વૈપાયન વડે કરાયેલ નિયાણું ૧૭૨ અને દ્વારિકાનો દાહ ૩૧. કૃષ્ણનું રૂદન, બે પગથી ચાલવું, જરાકુમારવડે કરાયેલ કૃષ્ણનો વધ, કૃષ્ણનું નરક ૧૭૯ ગમન, બળદેવનો શોક, દીક્ષા સ્વર્ગમાં ઉત્પત્તિ, નરકમાં કૃષ્ણની પાસે જવું અને મિથ્યાત્વનું પ્રર્વતન ૩૨. ભગવાનના પરિવારનું વર્ણન અને પાંડવોનું મોક્ષગમન ૧૮૪ ૩૩. અનિત્ય ભાવનાના સ્વરૂપનું વર્ણન ૧૮૯ ૩૪. બલિનરેન્દ્ર કથા નિગોદથી માંડીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીના ભવોનું સ્વરૂપ ૧૯૭ અંતે ભુવનભાનુ કેવલીના ભવમાં સંસારની સમાપ્તિનું વર્ણન ૩૫. શુદ્ધિપત્રક Page #18 -------------------------------------------------------------------------- ________________ ભવભાવના પ્રકરણ ભાગ પહેલો ॐ अर्हते नमः ॐ ह्रीं ऐं श्रीं सरस्वत्यै नमः મંગલાચરણ જેમના વડે આ અવસર્પિણીમાં ન્યાયમાર્ગ પ્રથમ બતાવાયો, લોકસ્થિતિ (વ્યવહાર)ની રચના કરાઇ, રાજાઓને વિશે અતિમહત્ત્વનો સંયમભાર પ્રકટ કરાયો. (અર્થાત્ પ્રભુ સંયમ સ્વીકારનાર રાજાઓમાં પ્રથમ રાજા હતા.) ત્યાર પછી પ્રભુએ ઉગ્રતપને આચર્યું. તપના પ્રભાવથી ઉજ્જ્વળ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સંપૂર્ણ ભાવોને જોઇ-જાણીને સંસાર સાગરમાંથી ત્રણ જગતને ઉદ્ધર્યું. એવા પવિત્ર આદિનાથ તીર્થંકરને હું નમસ્કાર કરું છું. - ૧ જેનું ચરિત્ર નિર્મળ છે, અસ્ખલિત પ્રતાપ છે, સકલ પાપ રૂપ કાદવના સમૂહને ઘાત કરનારું તીવ્રતપ છે જેમનું, જેમનું તીર્થ વિજયને પામે છે, દેવો વડે જેમના ચરણ પૂજાયેલ છે તેવા શ્રી વીરપ્રભુને હું નમ્યો છું. - ૨ જેઓ વડે ભવભાવના રૂપી નંખાયેલી દોરડીને પકડીને (પ્રાપ્ત કરીને) સંપૂર્ણ ભુવન ઉદ્ધારાયું છે એવા શેષ જિનેશ્વરોને હું વંદન કરું છું. - ૩ શ્રી ગૌતમ પ્રમુખ ગણધરોના મુખમાંથી નીકળેલા નિર્ઝરાઓ આ લોકમાં નિત્ય જય પામે છે જેમાંથી (નિર્ઝરણામાંથી) શ્રુતરૂપી મહાનદીઓ નીકળી છે. - ૪ જેમની કૃપાના લેશથી હું પણ શાસ્રરચનારાઓની મધ્યમાં શાસ્રરચનાર થયો તે સુગુરુઓના ચરણરૂપી કમળને વંદુ છું. જેમની સ્મૃતિપથને પ્રાપ્ત કરીને જડબુદ્ધિવાળા પુરુષો પણ તુરત વિદ્વાન બને છે તે શ્રુતદેવતા મને વરદાન આપનારી થાઓ. આ ગ્રંથની અંદર નિપુણજનને યોગ્ય જે કાંઇ સારભૂત રહસ્ય કહેવાનું છે તેનો સર્વપણ ભાવાર્થ ઉપમિતિ-ભવ-પ્રપંચ કથાની જેમ જાણવો. - ઇતિ મંગલાચરણ - Page #19 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પ્રારંભ રત્નાવલીની જેમ એકલી પણ ઉપદેશમાલા ભુવનને શોભાવે છે તે મોતીની માળા સમાન ભવભાવનાનું અમે શું કહીએ ? (અર્થાત્ ભવભાવનાની વિચારણા સંસારસાગરને તરવા શ્રેષ્ઠ ઉપાય છે) - ૧ તે (સંસાર રૂપ સાગર તરવાના) કારણથી મારા વડે આ ભવભાવના પ્રકરણ રચાયું છે અથવા તેના બીજા સંબંધને કહું છું તેને તમે સાંભળો. - ૨ આ ભવસાગરમાં પડેલ જીવ નાવ સમાન જિનધર્મથી સંયુકત મનુષ્યપણું કોઈક રીતે (મહાકષ્ટથી) પ્રાપ્ત કરે છે. - ૩ મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી વિવેકી પુરુષોએ જિનધર્મની આરાધના કરીને પોતા ઉપર અવશ્ય ઉપકાર કરવો જોઈએ. નહીંતર તે પોતાને ઠગે છે. - ૪ કોઈક પુણ્યના યોગથી જે પણ પરોપકાર કરે છે તે પુરુષ સૌભાગ્યની ઉપર મંજરી ચઢાવે છે. - ૫ જગતમાં વિરલાઓને પોતા પર ઉપકાર કરવાની મતિ થાય છે તેનાથી વિરલતર જીવોની મતિ પરોપકાર કરવામાં થાય છે. - ૬. પરોપકાર કરવાની મતિ થયા પછી પણ તેમાંથી પ્રચંડપુણ્યથી યુક્ત થોડા જીવોને પરોપકાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તેથી પરોપકારનું મૂળ પોતા પર ઉપકાર છે અને તે સિદ્ધ થયા પછી ધીરપુરુષો - વડે આચરાયેલ પરોપકારમાં પ્રયત્ન કરવો જોઇએ. - ૮ કારુણ્યના સાગર, સિદ્ધ થયું છે પોતાનું કાર્ય એવા જિનેશ્વરો પણ ધમપદેશાદિથી બીજાઓ પર ઉપકાર કરે છે. - ૯ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે પરોપકાર કહેલો છે. અર્થ અને કામના સાધનોના દાનથી જે ઉપકાર થાય તે પ્રથમ દ્રવ્ય ઉપકાર છે અને ધર્મના દાનથી જે ઉપકાર થાય તે બીજો ભાવોપકાર છે. - ૧૦ તેમાંનો દ્રવ્ય ઉપકાર અર્થમતિવાળા, ભવાભિનંદી, બાળબુદ્ધિ જીવોને હોય છે. તેથી દ્રવ્ય ઉપકાર ભવાભિનંદી જીવોને આનંદ આપે છે, ભાવ ઉપકાર વિવેકી પુરુષોને આનંદ આપે છે. - ૧૧ પ્રાયઃ અર્થકામ ભવરૂપી મહાવૃક્ષનું મૂળ જ છે. તેથી અપથ્ય જેમ રોગીનું અહિત કરે છે તેમ અર્થકામનો ઉપદેશ સ્વપરનું અનર્થ કરે છે. - ૧૨ નવરાદિભાવોમાં અર્થ અને કામ અનંતીવાર પ્રાપ્ત થયા છે અને તેના કારણભૂત દુઃખના સમુદ્રઘાતો અનેકવાર ભોગવાયા છે. - ૧૩. તથા લોકોના હૃદયમાં કામાગ્નિ સ્વયં જ સળગે છે અને દ્રવ્યની પિપાસાથી તરસો થયેલો Page #20 -------------------------------------------------------------------------- ________________ જીવ ભુવનતળની અંદર ભમે છે. - ૧૪ તેથી ગુરુપણ અર્થ-કામના ઉપદેશના દાનથી સહાય કરે તો એ સ્પષ્ટ જ છે કે આ (અર્થકામનો ઉપદેશ) બળતા ઘરમાં આહુતિના ક્ષેપ જેવું છે. અર્થકામની દેશના ઉન્માદિતને મોરના ટહુકા જેવી છે. તરસ્યાને તપેલા સીસાના પાન કરાવવા જેવી છે, ક્ષત પર ક્ષારના ક્ષેપ જેવી છે અથવા લટકતાના પગ ખેંચવા જેવી છે અથવા ડુબતાના ગળામાં પથ્થર બાંધવા જેવી છે, વિષથી મૂચ્છિતને સાપ કરડવા જેવી છે અથવા માળા પરથી પડેલાના માથા પર ઘણના ઘા મારવા સમાન છે. (૧૫-૧૬-૧૭) તેથી પરોપકાર કરવાના અથઓએ સર્વજીવોને જિનધર્મનો ઉપદેશ જ આપવો અથવા જિનધર્મનું જ દાન કરવું (અર્થાત્ તાદિ ઉચ્ચરાવવા) કારણ કે કહ્યું છે કે - જે પરમાર્થ બાંધવ વડે (જે પરોપકાર કરે છે તે જ પરમાર્થથી ભાઈ છે) આ જિનધર્મ અપાયો છે તેના વડે દેવ-મનુષ્યોના સઘળાં સુખો અને મોક્ષસુખ અપાયું જ છે. તેઓ મિત્ર છે, તેઓ હિતને ઈચ્છનારા સ્વજનો છે અને તેઓ જ ખરા બાંધવ છે જેઓ અતિશય દુર્લભ અને સુખનું કારણ એવા જિનધર્મનું પ્રદાન કરે છે. (૨૦) જો કે દાનાદિના (દાન-શીલ-તપ અને ભાવ) ભેદથી ધર્મ ચારપ્રકારનો છે તો પણ અહીં (આ ગ્રંથમાં) ઉત્તમ એવા ભાવધર્મની વિવેક્ષા છે. (૨૧) જે ભાવનાદિથી રહિત દાનાદિક ઈષ્ટ ફળ (મોક્ષ ફળ) ને આપતા નથી પણ દાનાદિથી (નિરપેક્ષ) રહિત ભાવધર્મ સ્વર્ગ અને મોક્ષના ફળને આપે છે. (૨૨) તેથી ભવભાવનાના ઉપદેશ અને દાનાદિના વ્યતિકર (પ્રસ્તાવ) થી રચાયેલ આ ગ્રંથમાં આચાર્ય ભગવંત પ્રથમ મંગલાદિને કહે છે. (૨૩) मूल : णमिऊण णमिरसुरवरमणिमउडफुरंतकिरणकब्बुरिअं। बहुपुन्नंकुरनियरंकियं व सिरिवीरपयकमलं ॥१॥ • 'छाया-नत्वा नम्रसुरवरमणिमुकुटस्फुटकिरणकर्बुरितम्। बहुपुण्याङ्करनिकराङ्कितमिव श्रीवीरपदकमलम् ॥१॥ सिद्धंतसिंधुसंगयसुजुत्तिसुत्तीण संगहेऊणं । मुत्ताहलमालंपिव रएमि भवभावणं विमलं ॥२॥ सिद्धान्तसिन्धुसंगतसुयुक्तिशुक्तीः संगृह्य । मुक्ताफलमालामिव रचयामि भवभावनां विमलाम् ॥२॥ ગાથાર્થ નમવાના સ્વભાવવાળા શ્રેષ્ઠ (સમન્ દષ્ટિ) દેવોના મણિમય મુકુટમાંથી સ્કુરાયમાન થતી કિરણોની શોભાવાળા, પ્રચુર પુણ્યભારથી શોભિત શ્રી વીરજિનેશ્વરના ચરણરૂપી કમળને નમસ્કાર કરીને, સિદ્ધાંત રૂપી સમુદ્રમાં રહેલી સુયુક્તિ રૂપી શક્તિઓને વીણીને ભવભાવના રૂપી નિર્મળ મોતીની માળાને હું રચું છું. ૧-૨ व्याख्या 'रएमि' इति क्रिया, रचयामि-निर्वर्त्तयामि, कां ?- 'भवभावनां' भवन्ति पुनः पुनः प्राणिनोऽस्मिन्निति भवः-चतुर्गतिकः 'संसारस्तस्य सकलमपि स्वरूपं संवेगनिर्वेदोत्पादनाय पौनःपुन्येन भाव्यते-विमृश्यते यस्यां ग्रन्थपद्धतौ सा भवभावना, ता, किं कृत्वेत्याह-'नमिऊण' नत्वेत्यर्थः, किं तदित्याह-श्रीमन्महावीरजिनपदकमलं, कथंभूतं तदित्याह 3 Page #21 -------------------------------------------------------------------------- ________________ -‘नमिर' इत्यादि, भक्तिभरेण नमन्तो ये सुरेषु मध्ये वराः - प्रधानाः शक्रादयस्तन्मस्तकेषु ये मणिप्रधाना मुकुटा मणिमुकुटास्तत्सम्बन्धिनः स्फुरन्तो - भासमाना ये किरणा मयूखास्तैः कर्बुरितं -- विभूषितं मण्डितमिति यावत् । तदिदानीमुत्प्रेक्ष्यते--'बहुपुन्नंकुर' इत्यादि, 'अरहंत सिद्धपवयणे'त्यादिभिः पुष्टहेतुभिरुपार्जितं अनेकेषु च भवेषु तैस्तैः सदनुष्ठानविशेषैः उपचयमानीतं तीर्थकरशुभसुभगसुस्वराऽऽदेययशः कीर्त्यादिनामसातवेदनीयादिप्रशस्तकर्मप्रकृतिरूपं अतीव बहु यत्पुण्यं, तस्यातिबहुत्वादेव मध्यं पूरयित्वा शेषस्य तत्रावकाशमलभमानस्येव स्फुटित्वा बहिर्निर्गत्य येकुरास्तेषां निकरः संघातः, तेनेव अङ्कितं मण्डितमित्येवं इवशब्दस्य योजना द्रष्टव्या । ततश्च नमत्सुरवरमणिमुकुटस्फुरत्किरणकर्बुरितं सत् बहुपुण्याङ्करनिकराङ्कितमवि श्रीवीरपदकमलं नत्वा भवभावनां रचयामीति द्वितीयगाथायां सम्बन्धः, स चानन्तरमेव विहित इति । कथम्भूतां भवभावनामित्याह- 'विमलां' मलकलङ्करहितां निर्दोषामिति हृदयम् । कामिव ? - 'मुक्ताफलमालामिव' आमलकीफलोपमस्थूलामलकमुक्तावलीमिव । किं कृत्वेत्याह- 'संगृह्य' स्वीकृत्य मुक्ताफलनिर्विशेषानिवार्थानिति सामर्थ्यायातत्वात् स्वयमेव द्रष्टव्यम् । काभ्यः ?‘सिद्धान्तसिन्धुसङ्गतसुयुक्तिशुक्तिभ्यः' सिद्धान्त एव सिन्धुः - समुद्र - स्तत्संगतास्तत्सम्बद्धास्तदाश्रिता याः ‘सुयुक्तयः' शोभनाः प्रमाणाबाधित्वेन विशिष्टा जीवादितत्त्वप्रतिष्ठाप्तहेतूक्तिभूता युक्तयो यासु ताः सुयुक्तयः प्रज्ञप्तिप्रज्ञापनाजीवाभिगमादिकाः शास्त्रपद्धतयस्ता एव मुक्ताफलाधारभूतभाजनविशेषरूपाः शुक्तयः सिद्धान्तसिन्धुसङ्गतसुयुक्तिशुक्तयः ताभ्यः । इदमुक्तं भवति यथा कश्चित्समुद्रसङ्गतशुक्तिभ्यो मुक्ताफलानि संगृह्य विमलां भवभावनाख्यां शास्त्रपद्धतिं रचयामि ॥ एतेन चेदमाख्यातं भवति - नेह शास्त्रेऽक्षरमपि स्वमनीषिकया भणिष्यते, किन्त्वागमानुसारेणैव सर्वं वक्ष्यते इति I इह चाऽऽद्यगाथया 'परमार्थप्राप्तिनिबन्धनभूतप्रस्तुतशास्त्रनिर्विघ्नसमाप्त्यर्थं शिष्यप्रशिष्यपरम्परया शास्त्रप्रतिष्ठानिमित्तं च सकलमङ्गलात्मक श्रीमन्महावीरनमस्कारकरणेन मङ्गलमभिहितम्, उक्तञ्च - "बहुविग्घाई सेयाइं तेण कयमंगलोवयारेहिं । घेत्तव्वाइं सुमहाणिहिव्व जह वा महाविज्जा ॥१॥ द्वितीयगाथया तु प्रस्तुतशास्त्रस्य श्रवणादौ शिष्यप्रवृत्तिनिमित्तं भवस्वरूपपरिभावनारूपं तदभिधेयमुक्तं भवस्वरूपपरिभावनोत्पन्नसंवेगनिर्वेदादिभ्यो मुक्ति प्राप्यते इत्यनन्तरपरंपरप्रयोजनादिकं स्वयमेवावगन्तव्यमिति, एवं शास्त्रश्रवणादौ शिष्यप्रवृत्तिः साधिता भवति तदुक्तं -- ‘सिस्सपवत्तिनिमित्तं अभिधेयपओअणं च संबंधो । वत्तव्वाइं सत्थे तस्सुन्नत्तं मुणिज्जिहरा ||१|| इति गाथा द्वितयर्थः ॥ २॥ टीअर्थ: 'रएमि' हुं रथं छं से प्रभागे द्वियाय छे. कां ? ओने ? लवभावनाने वारंवार જેમાં પ્રાણીઓ જન્મે છે અને મરે છે તે ભવ અર્થાત્ ચતુર્ગતિ રૂપ સંસાર. સંવેગ અને નિર્વેદ ઉત્પાદન કરવાને માટે સંસારના સ્વરૂપની વિચારણા જેમાં વારંવાર કરાય છે તે ભવભાવના ग्रंथ छे. किं कृत्वा इति आह - शुं रीने ! नमस्कार ने, किं तद् इति ते नमस्कुरागीय एग છે? શ્રી મહાવીર જિનેશ્વર અર્થાત્ શ્રી મહાવીર જિનેશ્વરના ચરણરૂપી કમળને નમસ્કાર કરીને कथंभूतं तद् इति आह - नमिर इत्यादि नभस्म्रागीयनुं शुं स्वइच् छे - लस्तिना भरथी नभता એવા દેવોમાં જે શ્રેષ્ઠ છે તે શક્રેન્દ્ર વગેરેના મસ્તકો પર રહેલા ઘણાં મણિવાળા મુકુટોમાંથી સ્કુરાયમાન થતાં કિરણોથી વિભૂષિત કરાયા છે ચરણરૂપી કમળ જેના એવા તે શ્રી વીરપ્રભુના थराग ३थी भजनुं स्व३५ छे. ते भाएगां उत्प्रेक्षा राय छे. बहु पुन्नंकुर' इत्यादि अने ભવોમાં અરિહંત, સિદ્ધ, પ્રવચનાદિ વીશ સ્થાનક પદોમાંથી કેટલાક કે સર્વપદોથી તે તે સદ્ અનુષ્ઠાન (સદ્ અનુષ્ઠાન એટલે પોતાનું શુભ ફળ આપ્યા વગર ન રહે તેવું અનુષ્ઠાન) વિશેષથી तीर्थर, शुभ, सुभग, सुस्वर, आहेय, यश, डीर्ति आहि नामभनी प्रकृति स्व३५ तेभन 4 Page #22 -------------------------------------------------------------------------- ________________ સાતવેદનીયાદિ પ્રશસ્ત કર્મપ્રકૃતિ સ્વરૂપ જે ગાઢ પુણ્ય ઉપાર્જન કરાયું છે તે પુણ્યનું ઘણું બાહુલ્ય હોવાથી શરીરના અંદરના ભાગોને પૂરીને નહીં સમાતું અંકુશના સમૂહ રૂપે બહાર નીકળીને જાણે પગરૂપી કમળને શોભિત ન કરતું હોય ! અહીં રુવ અવયવ ઉભેક્ષા અલંકાર અર્થે વપરાયો છે. અને તેથી નમતા શ્રેષ્ઠ દેવોના મણિમય મુકુટમાંથી સ્કુરાયમાન થતાં કિરણોથી શોભિત થયે છતે ઘણાં પુણ્યના અંકુરાના સમૂહથી જાણે શોભિત ન હોય એવા શ્રી વીરપ્રભુના ચરણરૂપી કમળને નમીને હું વિભાવના ગ્રંથને રચું છું. “યામિ' બીજી ગાથામાં મુકેલ છે તેની સાથે અહીં સંબંધ જોડવો અને તે બીજી ગાથા તરત જ કહેલી છે. તે ભવભાવના કેવી છે ? પાપરૂપી મળના ડાઘથી રહિત એટલે કે નિર્દોષ છે એમ કહેવાનો ભાવ છે. તે સિવ! આ ભવભાવના કોના જેવી છે? મોતીના માળા જેવી છે. જિં ત્યા રતિ - કરીને? મોતી જેવા સર્વ પદાર્થોનો સમાવેશ કરીને અહીં પદાર્થ શબ્દ સામર્થ્યથી () આવેલ છે એમ સ્વયં સમજી લેવું. સભ્ય શેમાંથી? આ ભવભાવના સિદ્ધાંતરૂપી સમુદ્રમાં રહેલી સુયુક્તિ રૂપી છીપોમાંથી બનાવેલી છે. કોઈપણ પ્રમાણથી અબાધિત એવી વિશિષ્ટ જીવાદિ તત્ત્વોની સિદ્ધિ કરવામાં હેતુભૂત પ્રજ્ઞપ્તિ-પ્રજ્ઞાપના જીવાભિગમ વગેરે શાસ્ત્રપદ્ધતિઓ જેમાં રહેલી છે એવા સિદ્ધાંતરૂપી સમુદ્રમાંથી સુયુક્તિઓને ગ્રહણ કરીને આ ભવભાવના ગ્રંથ રચેલ છે. શુકિત એટલે સમુદ્રના પક્ષમાં મોતીઓને ઉત્પન્ન થવાની છીપ અને શ્રુતસમુદ્રના પક્ષમાં તત્ત્વોને કહેનારા વચનો. કહેવાનો ભાવ એ છે કે - જેવી રીતે કોઈ વ્યક્તિ સમુદ્રમાં રહેલી શક્તિઓમાંથી મોતીને ગ્રહણ કરીને નિર્મળ એવી મોતીની માળાને રચે છે તેવી રીતે સિદ્ધાંતમાં રહેલા જુદા જુદા શાસ્ત્રગ્રંથોમાંથી પદાર્થોને ગ્રહણ કરીને નિર્મળ એવા ભવભાવના નામના ગ્રંથને રચું છું. આનાથી કહેવાનું એ થાય છે કે ભવભાવના નામના ગ્રંથમાં એક પણ અક્ષર પોતાની મતિ મુજબ નહીં કહેવામાં આવે પરંતુ આગમ અનુસારથી જ સર્વ કહેવાશે. અને આ ગ્રંથમાં પ્રથમ ગાથાથી પરમાર્થની પ્રાપ્તિના કારણભૂત પ્રસ્તુત શાસ્ત્ર નિર્વિન પૂર્ણ થાય તે માટે અને શિષ્ય-પ્રશિષ્યની પરંપરાથી શાસ્ત્રની સ્થિરતા થાય તે માટે સકળ મંગળ સ્વરૂપ શ્રીમદ્ મહાવીર સ્વામીને નમસ્કાર કરીને મંગલ કર્યું છે. અને કહ્યું છે કે – કલ્યાણો ઘણાં વિનોવાળાં છે તેથી મંગલનો ઉપચાર કરીને મહાનિધિની જેમ અથવા મહાવિદ્યાની જેમ કલ્યાણોને ગ્રહણ કરવા. બીજી ગાથાથી પ્રસ્તુત શાસ્ત્રના શ્રવણાદિમાં શિષ્યની પ્રવૃત્તિના કારણભૂત ભવસ્વરૂપની પરિભાવનાનું સ્વરૂપ કહેવાયું છે અને તે આ ગ્રંથનો અભિધેય (વિષય) છે. ભવસ્વરૂપની પરિભાવનાથી ઉત્પન્ન થતા સંવેગ અને નિર્વેદથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. ભવસ્વરૂપની પરિભાવના અનંતર પ્રયોજન છે અને મુક્તિની પ્રાપ્તિ પરંપર પ્રયોજન છે. એમ સ્વયં જાણવું. આ પ્રમાણે શાસ્ત્રના શ્રવણાદિમાં શિષ્યની પ્રવૃત્તિ સિદ્ધ કરાયેલી થાય છે. કહ્યું છે કે – શિષ્યની પ્રવૃત્તિ નિમિત્તે અભિધેય, પ્રયોજન અને * જે વસ્તુનો જે વસ્તુની સાથે સંબંધ કે અપેક્ષા હોય તે વસ્તુનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય તો પણ સામર્થ્યથી સમજી લેવું. જેમકે જેઓ વીતરાગ છે તે અવશ્ય વીતદ્વેષ છે તેથી વિતષનો ઉલ્લેખ ન હોય તો પણ સમજી લેવું. તેમ અહીં મોતીની માળા અને ભવભાવના ગ્રંથને ઉપમાન-ઉપમેય ભાવનો સંબંધ છે મોતીની માળા મોતીઓથી ગુંથાયેલી છે તેમ ભવભાવનરૂપી માળા પદાર્થોરૂપી મોતીઓથી ગુંથાયેલી છે. 5 Page #23 -------------------------------------------------------------------------- ________________ સંબંધ શાસ્ત્રમાં કહેવા જોઇએ ઇતરથા (જે આ અભિધેય, પ્રયોજન અને સંબંધ ન કહેવામાં આવે તો) શિષ્યની પ્રવૃત્તિનું શૂન્યપણું થાય છે એમ જાણવું. (તસુન્નત-શિષ્યસ્થ પ્રવૃત્તઃ રશૂન્યત્વમ્) એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. किं पुनर्भवस्वरूपभावनायाः फलमित्याह- પણ ભવના સ્વરૂપની ભાવનાનું ફળ શું છે ? તેને કહે છે संवेअमुवगयाणं भावंताणं भवण्णवसरूवं । कमपत्तकेवलाणं जायइ तं चेव पच्चक्खं ॥ ३ ॥ संवेगमुपगतानां भावयतां भवार्णवस्वरूपम् । क्रमप्राप्तकेवलानां जायते तच्चेव प्रत्यक्षम् ॥ ३ ॥ ગાથાર્થ : ભવ રૂપ સમુદ્રની વિચારણા કરતા સંવેગને પામેલા અને ત્યારપછી કેવળજ્ઞાનને પામેલા જીવોને ભવસમુદ્રના સ્વરૂપનું પ્રત્યક્ષપણું થાય છે. (અર્થાત્ હાથમાં રહેલ આમળાની જેમ જગતના ત્રણેય કાળના સર્વભાવોને કેવળીઓ જુએ છે અને જાણે છે.) - ૩ तीव्रशुभाध्यवसायपूर्वको हर्षोदंचितगात्रस्य मुक्तिसुखाभिलाषः संवेगस्तमुपागतानां भव्यप्राणिनां भवार्णवस्वरूपं चतुर्गतिकसंसारसमुद्रस्वभावं भावयतां पुनः पुनश्चेतसि निवेशयतां तदेव जायते करतलन्यस्तामलकीफलवत्प्रत्यक्षं । कथंभूतानां सतामित्याह- क्रमेण प्राप्तं केवलं केवलज्ञानं-यैस्ते तथा तेषाम् । इदमुक्तं भवति-- तीव्रसंवेगापन्नानां दुरन्तानन्तदुःखात्मकं भवस्वरूपं भावयतां प्रतिक्षणं तत्र निर्वेदः समुत्पद्यते, संवेगतः प्रकर्षमुपगच्छति, ततश्चेत्थं भाव्यमाने भवस्वरूपे प्रतिसमयं प्रकर्षमश्नुवाने शुभध्यानाग्नौ दह्यमाने चातिगहनघातिकर्म्ममहावने क्रमशः समालोकितलोकालोक स्वरूपं केवलज्ञानमाविर्भवति, ततः पूर्वप्रक्लृप्तायां भवभावनायां यत्सिद्धान्तपरितन्त्र्येणैव दृष्टम्, न साक्षात् तदेव भवस्वरूपं समुत्पन्नकेवलानां साक्षात् प्रत्यक्ष भवति, तदनन्तरं च भवोपग्राहिकर्म्मक्षये मोक्ष, इत्येवं केवलज्ञानमोक्षावाप्तिफलत्वाद् भवभावनायां सर्वदैव यत्नो विधेय इति गाथार्थः ||३|| ટીકાર્થઃ સંવેગ એટલે હર્ષથી રોમાંચિત થયેલ જીવને તીવ્રશુભ અધ્યવસાયપૂર્વકનો મોક્ષસુખનો અભિલાષ. તે સંવેગને પામેલા ભવ્યપ્રાણીઓને ચતુર્ગતિરૂપ સંસાર સમુદ્રની ચિત્તમાં વારંવાર ભાવના કરવાથી તે સંસારનું સ્વરૂપ હાથમાં રહેલા આમળાના ફળની જેમ પ્રત્યક્ષ થાય છે. ક્યા જીવને પ્રાપ્ત થાય છે ? ક્રમથી જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલું છે તેઓને ભવસ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. કહેવાનો સાર એ છે કે તીવ્ર સંવેગને પ્રાપ્ત થયેલા ભયંકર અનંત દુઃખરૂપ પ્રતિક્ષણ સંસારના સ્વરૂપની ભાવના કરતાં જીવોને સંસારને વિશે નિર્વેદ ઉત્પન્ન થાય છે. સંવેગ પ્રકર્ષને પામે છે. તેથી આ પ્રમાણે પ્રતિસમય ભવસ્વરૂપની ભાવના કરાયે છતે સંવેગ અને નિર્વેદનું પ્રકર્ષ પ્રાપ્ત થયા પછી શુભધ્યાન રૂપી અગ્નિમાં અતિગહન ઘાતીકર્મરૂપી મહાવન બળે છતે ક્રમથી સ્પષ્ટ રીતે જોવાયેલું છે લોકાલોકનું સ્વરૂપ એવું કેવળજ્ઞાન પ્રગટ થાય છે. જે સિદ્ધાંતના પારતજ્ન્મથી જ પૂર્વે પ્રકૃષ્ટ ભાવેલી ભવભાવનામાં જે જોવાયું હતું તે પરોક્ષ હતું. તે જ ભવસ્વરૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રત્યક્ષ થાય છે. ત્યાર પછી અઘાતી (ભવોપગ્રાહિ) કર્મોનો ક્ષય થયા પછી મોક્ષ થાય છે. આ રીતે કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિનું ફળ મળતું હોવાથી 6 Page #24 -------------------------------------------------------------------------- ________________ ભવભાવના વિશે હંમેશા જ પ્રયત્ન કરવો જોઈએ એ પ્રમાણે ત્રીજી ગાથાનો ભાવાર્થ છે. भवस्वरूपे भाव्यमाने विशिष्टविवेकावाप्तिश्च भव्यानां भवतीत्याह ભવસ્વરૂપની વિચારણા કર્યા પછી ભવ્યજીવોને વિશિષ્ટ પ્રકારના વિવેકની પ્રાપ્તિ થાય છે તેને કહે છેसंसारभावणाचालणीइ सोहिन्जमाणभवमग्गे । पावंति भव्वजीवा नठं व विवेयवररयणं ॥४॥ संसारभावनाचालन्या शोध्यमाने भवमार्गे । प्राप्नुवन्ति भव्यजीवाः नष्टमिव विवेकवररत्नम् ॥४॥ ગાથાર્થ : સંસાર ભાવના રૂપી ચાલાણીથી ભવમાર્ગ શોધાયે છતે ભવ્યજીવોને નાશ પામેલું વિવેકરૂપી શ્રેષ્ઠરત્ન નિશ્ચયથી પ્રાપ્ત થાય છે. (અહીં રુવ શબ્દ નિશ્ચય અર્થમાં ४) संवेगोपगतानां येयं संसारभावना अनवरतं भवनैर्गुण्यचिन्ता सैव चालनी-धूलीधावकोपकरणविशेषरूपा तया अज्ञानाविरत्यादिहेतुकर्मरजश्चलनेन शोध्यमाने भवस्य-संसारस्य मार्गेऽज्ञानाविरति मिथ्यात्वादिके प्राप्नुवन्ति भव्यंजीवाः, किं तदित्याह--विवेक एव वरं--प्रधानं रत्नं विवेकवररत्नं । किम्भूतं ? --नष्टमिवहस्तवस्त्रग्रन्थ्यादेः खसित्वा पतितमिव । इदमुक्तं भवति-संसारभावनाचालन्या कर्मरजश्चलनेन शोध्यमानेऽज्ञानादिके भवमार्गे पूर्वं नष्टमिव विवेकवररत्नं यतो भव्यजन्तवः प्राप्नुवन्ति अतोऽपि भवभावनायां सदैवाऽऽस्था विधियेते गाथार्थः ॥४॥ ટીકાર્ય : સંવેગને પામેલા જીવોને સતત ભવનેગુંથ્યની ચિંતા સ્વરૂપ જે ચાલણી (ધૂળ ધોયાનું ઉપકરણ વિશેષ) છે તેના વડે અજ્ઞાન-અવિરતિ આદિ કારણો રૂપ કર્મરજને ચાળવાથી (૨) [પ્રસ્તુતમાં સંસારનો માર્ગ મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાયાદિથી ભરેલો છે તેમાં વિવેકરૂપી રત્ન ખોવાઈ ગયું છે જે જોઈ શકાતું નથી. તેથી કર્મરૂપી રજને ભેગી કરીને ભવભાવના રૂપી ચાલણીથી ચાળવાથી મળી જાય છે.] (શોધવાથી) અજ્ઞાન-અવિરતિ-મિથ્યાત્વાદિરૂપ સંસારમાર્ગમાં ખોવાયેલ વિવેકરૂપી શ્રેષ્ઠ રત્નને ભવ્યજીવો પ્રાપ્ત કરે છે. તે વિવેકરત્નની વર્તમાન ' સ્થિતિ કેવી છે ? તે વિવેકરત્ન હાથમાંથી સરકીને અથવા વસ્ત્રના બાંધેલા છેડામાંથી છૂટી સંસારરૂપી માર્ગની ધૂળમાં ખોવાઈ ગયું છે. કહેવાનો ભાવ એ છે કે – સંસારની ભાવના રૂપી ચાલણીથી કમરજને ચાળવાથી અજ્ઞાનાદિ રૂ૫ ભવ માર્ગ શોધાયે છતે ખોવાયેલ વિવેક રૂપી શ્રેષ્ઠરત્નને ભવ્ય જીવો અવશ્ય પ્રાપ્ત કરે છે આથી પણ ભવભાવના વિશે નિરંતર શ્રદ્ધાવાળા થવું. એ પ્રમાણે ગાથાનો ભાવાર્થ છે. अथ श्रीमन्नेजिनतीर्थकरायुदाहरणेन पुनरवि भवभावनाप्रवृत्तानां गुणान्तरोपप्रदर्शनार्थमाह- હવે શ્રીમદ્ નેમિજિનેશ્વરના ઉદાહરણથી ફરી પણ ભવભાવનાના ચિંતનમાં પ્રવૃત્ત થયેલાઓને બીજા ગુણોની પ્રાપ્તિ થાય છે તેને બતાવતા કહે છે ગાડા ચલાવાથી જે માર્ગ બન્યો હોય તે માર્ગના બંને ચિલામાં ઘણી ધૂળ હોય છે આ માર્ગ પર ચાલતા કોઇક જીવની ચાંદી આદિના સિક્કા જેવી ભારે વસ્તુ પડી જાય તો ધૂળની અંદર ઊંડી ઊતરી જાય છે તેથી ચાંદીનો સિક્કો તેને મળતો નથી. તેથી તે જીવ માર્ગમાં પડેલી સર્વ ધૂળને ભેગી કરીને ચાલણીથી ચાળે છે પછી ધૂળ ચાલાણીના કાણામાંથી ચળાઈને નીકળી જાય છે અને સિક્કો ચાલણીમાં રહી જાય છે. આ રીતે ખોવાયેલ સિક્કો મળી જાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ संसारसरूवंचिय परिभावंतेहिं मुक्कसंगेहिं । सिरिनेमिजिणाईहिं वि तह विहिअंधीरपुरिसेहिं ॥५॥ . संसारस्वरूपं चैव परिभावयद्भिर्मुक्तसङ्गैः । श्रीनेमिजिनादिभिरपि तथा विहितं धीरपुरुषैः ॥५॥ ગાથાર્થ સંસાર સ્વરૂપની જ ભાવના કરતા મુકાયેલ સંગવાળા શ્રી નેમિજિન આદિ ધીરપુરુષો વડે તે પ્રમાણે ભવસ્વરૂપની ચિંતા કરાઈ છે. संसारस्वरूपमेव च परिभावयद्भिः श्रीमन्नेमिजिनादिभिरपि मुनिमण्डलाधिपतिभिर्धीरपुरूषैः । तथा-तेन शास्त्रलोकप्रसिद्धेन प्रकारेण विहितं, प्रव्रज्यामहाभारोद्वहनादिकं सदनुष्टानमिति गम्यते, किं पुनः 'शेषमुनिभिः? । इदमुक्तं भवति-अनित्यादिरूपतया निःसारोऽयं संसारो, दुःखहेतवश्चेह योषिदादिभावाः सकलदेहिनां, निजनिजकार्याभिकांक्षी, चात्र सर्वो जनः, किंपाकफलोपमाः पर्यन्तदारुणाः खलु विषयाः, अकृ तरमणीयानि प्रेमाणि, अपरित्यजन्तमपि प्राणिनं परित्यजन्त्यवश्यमभीष्टसंयोगाः, अनिच्छतोऽप्यापतन्त्यनिष्टसम्प्रयोगाः, रोगशतसम्पातोपद्रुतान्यसुमतां शरीराणि, जराराक्षसीविधुरितोऽयं सर्वेषां यौवनाभिमानो, विलसति सर्वत एव निपातावसरापेक्षी मृत्युर्महावैरिको, नास्ति च निःशेषदुःखदवप्रशमाम्बुवाहं सकलसुखसन्दोहपरमनिबन्धनं धर्म विहाय प्राणिनामन्यदिह शरणमित्यादिरूपेण भवस्वरूपमेव परिभावयद्भिः श्रीमन्नेमिजिनादिभिरपि मुनीश्वरैर्धीरपुरुषैः परोपदेशानपेक्षं स्वयमेव प्रतिबुद्धस्तत्सर्वजनप्रसिद्धं सदनुष्ठानं विहितं, अतस्तीर्थकारादीनामपि सत्पुरुषाणां संसारार्णवमुत्तितीप्रूणां भवभावनैव महातरणी बभूवा, ततोऽन्यैरपि मुमुक्षुभिः सैवाश्रयणीया (इति गाथार्थः) | | ટીકાઈઃ સંસાર સ્વરૂપની જ ભાવના કરતા શ્રી નેમિજિનાદિ પણ તીર્થંકર ધીરપુરુષો વડે શાસ્ત્રલોક (આગમ)માં પ્રસિદ્ધ પ્રકારથી પ્રવજ્યા રૂપ મહાભારને વહન કરવા સ્વરૂપ સદ્અનુષ્ઠાનનું આચરણ કરાયું છે તો પછી બાકીના મુનિઓની શું વાત કરવી ? (અર્થાત્ બાકીના મુનિગણથી સુતરાં આચરાવું જોઈએ) કહેવાનો આશય એ છે કે અનિત્યાદિ સ્વરૂપથી આ સંસાર અસાર છે, આ સંસારમાં સર્વ જીવોને સ્ત્રી આદિ ભાવો દુઃખના કારણો છે. આ સંસારમાં સર્વલોક પોતપોતાના કાર્ય (સ્વાર્થ)ના અભિલાષવાળો છે. વિષયો નિશ્ચયથી કિંપાકના ફળ સમાન અંતે દારુણ છે, સ્ત્રીજનનો પ્રેમ કૃત્રિમ છે. ઈચ્છિત સંયોગને નહીં છોડવા માગતા જીવને અભિષ્ટ (ઇચ્છિત) સંયોગો છોડી દે છે. અનિષ્ટ સંયોગોની ઈચ્છા ન હોવા છતાં બળાત્કારે આવીને પડે છે. જીવોના શરીરો સેંકડો રોગોના સંપાતથી ઉપદ્રવ કરાયા છે, બધા જીવોના યુવાનીનો અભિમાન જરારૂપી રાક્ષસી વડે પીડાયેલ છે. પડવાના અવસરને જોતો મહાવૈરી મૃત્યુ ચારેબાજુ જ વિલાસ કરે છે અને સકળ દુઃખરૂપી દાવાનળને શાંત કરનાર મેઘ સમાન, સકળસુખ સમૂહનું શ્રેષ્ઠ કારણ એવા ધર્મને છોડીને જીવોનું આ સંસારમાં બીજું કોઈ શરણ નથી એવા સ્વરૂપથી ભવસ્વરૂપની પરિભાવના કરતા શ્રીમદ્ નેમિજિનાદિ તીર્થકર ધીરપુરુષો વડે પરોપદેશની અપેક્ષા વિના જ સ્વયં પ્રતિબોધ પામીને અનુષ્ઠાન આચરાયું છે તે સઅનુષ્ઠાન સર્વજનમાં પ્રસિદ્ધ છે. આથી સંસાર સમુદ્રને તરવાની ઇચ્છાવાળા તીર્થંકરાદિ સપુરુષોને ભવભાવના જ મહાતરણી (નૌકા) થઈ છે. તેથી અન્યપણ મુમુક્ષો વડે ભવભાવના જ આશ્રય કરવા જેવી છે (સેવવા જેવી છે.) એ પ્રમાણે ગાથાર્થ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ અને જેમ ભવસ્વરૂપની પરિભાવના કરીને ત્યજાયેલ છે રાજીમતી આદિનો સંગ જેના વડે એવા શ્રીમદ્ નેમિજિનસ્વામી વડે સકલજનના ચિત્તને ચમત્કારી એવું અસાધારણ અનુષ્ઠાન આચરાયું છે તે સંવેગના અતિશયને ઉત્પન્ન કરનારું હોવાથી સંપૂર્ણ પણ નવભવના સંબંધવાળુ નેમિજિનનું ચરિત્ર પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર વડે કહેવાય છે. તેઓ કેટલાક પણ જગતમાં જન્મે છે જેઓના નામાક્ષરને લેવામાં પણ જગત કૃતાર્થ અને હર્ષના વશથી ઉલ્લસિત હૈયાવાળું થાય છે. (૧) નામની અંદર જ સંકાંત થયેલા મહાપુરુષોના ગુણો પરિભ્રમણ કરે છે. તે મહાપુરુષોના નામ લેવામાં વિવેકીઓ પોતાને સુકૃતાર્થ માને છે (૨) અને સોભાગ્યના મહાનિધિ એવા જિનેશ્વરોના ચરિત્રો બીજાઓને પણ સુખકારક થાય છે. વિશેષથી શ્રી નેમિનાથનું ચરિત્ર.(૩) એકલા પાકેલા આંબાના વૃક્ષના ફળો સરસ છે તો પછી ખાંડ સાથે ભળેલા કેરીના ફળોની સરસતાનું શું કહેવું ? (અર્થાત્ ઘણાં મધુર બને છે.) (૪) પણ ફકત શ્રી નેમિનાથના નિર્મળચરિત્રો સુખકારક છે તો પછી રાજીમતી સહિતના તે ચરિત્રો જગતમાં કોને સુખ ન આપે (અર્થાત્ બધાને સુખ આપે) (૫) સમ્યકત્વની પ્રાપ્તિ પછી આ રાજીમતીની સાથેના શ્રી નેમિજિનેશ્વરના નવભવના સંબંધવાળું ચરિત્ર છે. (૬) હરિવંશ પ્રમુખ વંશોની ઉત્પત્તિનું વર્ણન જેમાં છે એવા ઘણાં શાસ્ત્રો રૂપી દુધર સમુદ્રમાંથી સજનવર્ગને સુખકારક અમૃત જેવા ચરિત્રને હું રચું છું.(૭) જેવી રીતે કાલકૂટવિષ કયારેય પણ અમૃતસમાન થતું નથી તેવી રીતે અમૃતતુલ્ય આ ચરિત્રને દુર્જનો સાંભળવાને પણ લાયક નથી. (૮) સૂર્યોદય કયારેય પણ ઘૂવડના ચિત્તને સુખ આપતો નથી તેમ કુશીલ વર્ગને ચંદ્રની ચાંદની કયારેય પણ સુખ આપતી નથી. (૯) આ ચરિત્રનું શ્રવણ ભારે કમ દુર્જનના અવિદ્યમાન દોષોને ઉત્પન્ન કરે છે અને સર્વવિદ્યમાન ગુણોનો નાશ કરે છે, દુર્જનની ગતિ લોકમાં વિષમ છે. (૧૦) દુર્જનના સંસ્તવમાં મૃષાવાદ દોષ થાય છે અને નિંદા કરવામાં પાપ થાય છે તથા પ્રયત્ન પૂર્વક સંસ્તવ કરાયેલો દુર્જન પણ દોષોને કહે છે. (૧૧) અને નિંદા કરાતો દુર્જન પણ સવિશેષથી જ દોષને બોલે છે તેથી પાપી દુર્જનોની પાપી કથાથી પણ સર્યું. (૧૨) દુર્જનની નિંદા કરવામાં પોતાનું નિંદાપણું પ્રકટ થાય છે અને તેની સ્તુતિ કરવાથી મૃષાવાદનો દોષ લાગે છે તેથી તેઓની ઉપેક્ષા ઉચિત છે. (૧૩) તેથી ગંભીર, લઘુકમ, માધ્ય, ધીર સજ્જનો જ શ્રી નેમિનાથ પ્રભુના ચરિત્રના શ્રવણને માટે યોગ્ય છે. (૧૪) અનંતગુણોના ધામ એવા તીર્થકરોની નિંદામાં મોટું પાપ છે તથા તુચ્છમતિ એવા અમારા વડે સ્તુતિ કરવી અશકય છે. (૧૫) સ્તુતિના વિરહમાં પણ તેઓ પ્રશંસનીયના ગુણને ગ્રહણ કરે છે અને તેના દોષને ઢાંકે છે કેમકે ધીરપુરુષોની આવી પ્રકૃતિ જ છે. (૧૬) પ્રશંસનીય વિષયમાં તો તે સુજનો પ્રાર્થના કરવા યોગ્ય છે તેથી હું જે કહું છું તેને એકાગ્રચિત્તથી સાંભળો. (૧૭) શ્રી નેમિનાથ સ્વામી તથા શ્રી રાજુમતીના નવ ભવ સંબંધવાળા ચરિત્રને હું કહું છું અને તે નવભવો કમથી આ પ્રમાણે છે. (૧૮) શ્રી નેમિજિનેશ્વર સમ્યકત્વની પ્રાપ્તિ પછી રાજમતીની સાથે નવ ભવ સંસારમાં રહ્યા તેને હું સ્વભકિતની શકિતથી કહું છું. (૧૯) તો તેના નવભવને સંગ્રહ કરનારી બે ગાથાઓ આ પ્રમાણે જાણવી. Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧) ધન અને ધનવતી (૨) સૌધર્મ દેવલોકમાં દેવ (૩) ચિત્રગતિ ખેચર અને રત્નાવતી. (૪) માહેન્દ્ર દેવલોકમાં દેવ (૫) અપરાજિત અને પ્રીતિમતી (૬) આરણ દેવલોકનો ભવ (૭) શંખ અને યશોમતી ભાર્યા (૮) અપરાજિત વિમાનમાં દેવભવ (૯) અને નવમાં ભવમાં શ્રી નેમિજિન સ્વામી અને રાજીમતી તે બેને હું વંદુ છું. (૨૦-૨૧). અથ શ્રી નેમિચરિત્ર અને તેમાં પ્રથમ ભવ જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં સારાપત્રોથી યુક્ત, રાજહંસોની શોભાવાળું, ભમરાઓને રમ્ય અને લક્ષ્મીનું નિવાસ સ્થાન છે જેમાં એવા કમળવનની જેમ સુપ્રકાશિત છે રમ્ય સ્થાનો જેમાં, અતિ અદ્દભૂત કરાઈ છે દેવતાની પૂજા જેમાં નથી જોવાયો જીડ (અન્યાય) જેમાં એવું અમલપુર નામનું નગર છે. (૧-૨) જે નગર ધન-ધાન્યથી સમૃદ્ધ એવા ઉત્તમજનોથી આકીર્ણ છે અને નજીકની ભૂમિ સારાજનના વસવાટવાળી છે તથા દૂરનો પ્રદેશ સરોવર, બગીચા, વન, નિકુંજ (ઝાડી)થી યુક્ત છે અને નગરની અંદરનો ભાગ વિવિધ કાંતિવાળા મોતી, હાથીદાંત, રુખ, સુવર્ણના વિવિધ પ્રકારના જિનપ્રાસાદો અને મહેલોથી શોભિત છે અને તે નગર તાંબા વગેરેની સર્વ પ્રકારની ખાણોથી યુક્ત છે. આથી જ દેશાંતરથી આવેલાં લાખો વ્યાપારીઓની અવરજવરના કારણે ત્યાં રહેનાર બાલ વૃદ્ધ જનોને નગરમાં ભમવું અશક્ય બન્યું છે. ચંદનના રસની જેમ પોતાના યશથી દિશા રૂપી વધૂઓના મુખોને ઉજ્વળ કરતો વિક્રમધન નામનો રાજા અચલપુર નગરનું પાલન કરે છે. (૩ થી ૭) કરાયું છે શત્રુના માપ(સંખ્યા)નું મથન જેના વડે, પરાભવ કરીને અપાયેલ છે વનનો આહાર જેના વડે એવી તલવારમાં કમળની (કમળનાપક્ષમાં કરાયું છે બીજા પુષ્પોની પ્રતિષ્ઠાનું મથન જેના વડે, એવું કમળ, તથા આજીવિકા રૂપે વિતીર્ણ કરાયો છે જંગલી હાથીઓને આહાર જેનાવડે એવું કમળ.) જેમ જેની લક્ષ્મી હંમેશા વસે છે એવો તે રાજા છે. સજ્જનોને સુખકારક, દુર્જનને સંતાપ આપનાર, મધ્યમ લોકને વિશે માધ્યચ્ય એવો એકલો પણ ત્રણ રૂપવાળો ભુવનને વિસ્મિત કરે છે. અવસરે ધર્મ, અર્થ અને કામભોગને સેવનારો હોવા છતાં પણ રૂપથી યુક્ત હોવા છતાં પણ સૌભાગ્યનો સમુદ્ર હોવા છતાં પણ તે રાજા પરસ્ત્રી પરાગમુખ છે. (૧૦) અંતઃપુરશિરોમણિ રૂપાદિગુણોથી યુકત, જાણે સકળ ગુણને ધારણ ન કરતી હોય તેવી ધારિણી નામની સ્ત્રી છે. (૧૧) તે બંને સમગ્ર જ રાજ્યલક્ષ્મીના સુખને અનુભવે છે ત્યારે ક્યારેક પણ ધારિણીએ રાત્રીના ચોથા પહોરમાં જેવા માત્રથી રમણીય, મેરુની જેમ વિસ્તારવાળો અને ઉદાર અતિગાઢ પત્રોના સમૂહથી શ્યામવર્ણવાળો, શ્યામકાંતિવાળો કોયલના કંઠમાંથી પ્રસરતો છે મધુર અવાજ જેમાંથી, દૂર ફેલાયેલી છે સુગંધ જેની, મંજરીના સુગંધમાં આસક્ત થયેલ ભમતા ભમરાના સમૂહના કોલારવથી વાચાળ, પરિપકવ ફળના સમૂહથી નમેલ શાખાની ઉપર ભમતા મા પોપટના સમૂહ જેમાં, મન અને આંખને સુખકર એવા આંબાના વૃક્ષને સ્વપ્નમાં જુએ છે. (૧૨ થી ૧૫) અને દેવરૂપને ધરનારો કોઈપુરૂષ કહે છે કે આ હાથથી તારા આંગણામાં આજે આંબો Page #28 -------------------------------------------------------------------------- ________________ રોપાશે. કેટલાક કાળ પછી ફરી બીજી જગ્યાએ રોપાશે, વળી ફરી ત્રીજી જગ્યાએ એ પ્રમાણે પછી પછી વિશિષ્ટ ફળવાળો આંબો નવવાર રોપાશે સ્વપ્નમાં આ દશ્ય જોઈને ધારિણી સર્વવૃત્તાંત પતિને કહે છે. રાજા તે હકીકત નિમિત્તિકોને કહે છે. તે નિમિત્તિક રાજાને જણાવે છે કે તમને ઉત્તમ પુત્ર થશે એમ અમે આ સ્વપ્નથી જાણીએ છીએ પરંતુ નવવખત રોપવાનો જે વ્યતિકર છે તેને અમે જાણતા નથી. (૧૯) નૃપદંપતી સંતોષને પામ્યા ત્યાર પછી ધારિણી પણ તે દિવસથી આરંભીને વાદળનો સમૂહ જેમ પાણીને ધારણ કરે તેમ ગર્ભને ધારણ કરે છે. જેમ જેમ ગર્ભ વધે છે તેમ તેમ ગર્ભના જ (પુત્રના) વિપુલ પુણ્યથી તેઓના ઘરમાં ગણિમાદિ () ચાર પ્રકારનું ધન વધે છે. (૨૧) પછી ગર્ભકાળ પૂર્ણ થયે છતે પ્રશસ્ત દિવસે ધારિણી જેમ રોહણ ભૂમિ રત્નપુંજને જન્મ આપે છે તેમ કરાયો છે ઉદ્યોત જેના વડે એવા પુત્રરત્નને જન્મ આપે છે. (૨૨) ત્યાર પછી ભરાવદાર સ્તન સાથે અફળાતી છે ગોળમોતીની માળા જેની, ઉતાવળથી ઉપાડેલ પગમાં રણકાર કરતી છે ઝાંઝર જેની, સરકી ગયો છે અંબોડો જેનો, સરકી ગયું છે. ઉત્તરીય વસ્ત્ર જેનું, હર્ષના રોમાંચથી શોભિત છે શ્રેષ્ઠ દેહલતા જેની, પરસેવાના જળબિંદુથી શોભતું છે મુખરૂપી કમળ જેનું એવી પ્રિયંવદિકા દાસીવડે રાજાને પુત્ર જન્મની વધામણી કરાઈ. (૨૩-૨૫) મંત્રી અને નગરના વૃદ્ધ પુરુષો બોલાવાયા અને નગરમાં મોટી વધામણીને પ્રવર્તાવો એવી આજ્ઞા અપાઈ (૨૬) તે આ પ્રમાણે. દરેક ઘરમાં પ્રવૃત્ત થયો છે મહોત્સવ જેમાં, ચંદન રસથી સિંચાયેલ છે સમગ્રમાર્ગો જેમાં, નગરની રમણીજનોથી આરંભાયું છે. મંગળ જેમાં, શ્રેષ્ઠ નૃત્યોથી તુટેલી છે ઘણી હારલતાઓ જેમાં, બંદીજનવડે કરાયો છે કોલાહલ જેમાં, દેખાતું છે વિવિધ પ્રકારનું કૌતુક જેમાં, ઘરેઘરમાં બંધાયા છે. વિશાલ તોરણો જેમાં, ચારે તરફ ઘૂમી રહ્યા છે મશ્કરા (હાસ્ય કરાવનારા વિદૂષકો) જેમાં, ઘણાં તુષ્ટ કરાયા છે ભમતા યાચકો જેમાં, ચારે તરફ કરાયું છે ચંદન રસનું છાંટણું જેમાં, તથા પ્રવેશ કરાતા છે પૂજાના પાત્રો જેમાં, હરણ કરાતું છે મસ્તક પરનું વસ્ત્ર જેમાં, વગાડાતું છે ભેરી વાજિંત્ર જેમાં, અપાતું છે ઘણું દાન જેમાં, રચાયેલ છે દુકાનોની શોભા જેમાં, સંભળાય છે મધુર ગીત જેમાં, ખવાય છે. વિવિધ ભોજન જેમાં, પિવાય છે સુંદર પીણું જેમાં, શુદ્ધ કરાતું છે કેદસ્થાન જેમાં, છોડાતો છે બંદિજનનો સમૂહ જેમાં, કર, શુલ્ક અને દંડ માફ કરાયા છે જેમાં, સુર્વણ કળશોની સજાવટ કરાઈ છે જેમાં, નગર લોકોના મોટા પ્રમોદ સાથે લોકોના મન અને આંખને સુખ આપનાર અવાજથી આકુલ, હર્ષથી સમાકુલ, - દસ દિવસનું વર્યાપનક (વધામણી) રાજાવડે કરાયું. (૨૭-૩૪). અને આથી જ આનંદની સાથે રાજાના ઘરે ધનના સમૂહની વૃદ્ધિ થઈ તેથી જ ધન એ પ્રમાણે તેનું નામ કરાયું. મેરુ પર્વતની ગુફામાં રહેલ કલ્પવૃક્ષની જેમ આ પુત્ર સુખથી વધે છે અને ઘર, નગર અને દેશ સુખ સમૃદ્ધિથી વધે છે અને યોગ્ય સમયે થોડાં દિવસોમાં સંપૂર્ણ કલાનો સમૂહ ધનવડે તેવી રીતે ગ્રહણ કરાયો કે જેથી સકલ વિબુધ જન વિસ્મિત થયો. પછી () ગણિમ : ગણિને લેવડ દેવડ થાય તે સોપારી વગેરે ગણિમ છે. ધરિમ : જખીને લેવડ-દેવડ થાય તે ગોળ વગેરે ધરિમ છે. મેય : માપીને લેવડ - દેવડ થાય તે ઘી વગેરે મેય છે અને પરિછેદ્ય : પરીક્ષા કરીને લેવડ-દેવડ થાય તે રત્ન વસ્ત્ર વગેરે પરિછેદ્ય છે. 11 Page #29 -------------------------------------------------------------------------- ________________ મોરના કલાપની જેમ પ્રકટિત કરાયો છે વિવિધ વિલાસ ઘણાં સુખને કરનારો અને આશ્ચર્યકારી રૂપવાળો યૌવનનો આરંભ ઉલ્લસિત થાય છે તે આ પ્રમાણે. પ્રથમ ઊગતા ગ્રહોના સમૂહની સમાન સૂર્યના કિરણોની રમ્યતાથી, અશોકવૃક્ષના પાંદડાં જેવા લાલ અને કાચબા જેવા ઉન્નત બે ચરણોથી, કમળની નાળ જેવા સુકોમળ જંઘાથી, ગૂઢ જાનુથી, ઐરાવણ હાથીની સૂંઢ સમાન આનુપૂર્વી (પ્રથમ જાડી પછી ક્રમે કરી પાતળી થતી) બે ગોળ સાથળથી, વિસ્તૃત નિતંબથી મધ્યભાગમાં કંઇક પાતળા એવા માછલાના પેટ જેવા પેટથી, વિશાળ વક્ષસ્થળથી, શંખ જેવી ડોકથી પરીઘના દંડ જેવા બે બાહુથી, વૃષભ જેવા ઉન્નત સ્કંધથી, કામદેવના ઝૂલા જેવા બે કાનથી, શ્રેષ્ઠ પદ્મરાગણિ જેવા બે લાલ હોઠથી, પુનમના ચંદ્ર જેવા બે ગાલથી, કમળ જેવી સુંદર આંખ અને કમળની નાળ જેવી સરળ નાસિકાથી, સફેદ પાંપણોથી, વિશાળ કાનના છેડા સુધી પહોંચતી બે આંખોથી, આઠમના ચંદ્ર સમાન શ્રેષ્ઠ ભાલતલથી, સંપૂર્ણ કમળની શોભાને વહન કરનારા મુખથી, મોરના મોરપીંછાઓની કળાની શોભાને જીતી લીધી છે એવા અંજન સરીખા કાળાવાળના ભારથી, સ્પષ્ટ રીતે પ્રગટ કરાતો છે કામદેવનો વિકાર જેના વડે,ચારે બાજુથી નહીં સમાતું હોવાથી જાણે બહાર ન નીકળતું હોય તેવું લાવણ્યમય ધનનું શરીર શોભે છે. તેના શરીર અને આંખોનાં તેજથી જીતાયેલા અને લજ્જા પામેલા સુર્વણવલયો જાણે સળગતા અગ્નિમાં પ્રવેશ ન કર્યો હોય ! (૩૯-૪૭) અવિતૃષ્ણિત રમણીઓ વડે નયનરૂપી અંજલિઓથી પીવાતું હોવા છતાં પણ ધનનું લાવણ્ય રૂપી જળ પ્રતિદિન અધિક વધે છે. તે નગરમાં સકલ લોક તેના જ રૂપ, યૌવન, લાવણ્ય, વિલાસ, બુદ્ધિ વગેરે ગુણોની સંકથાથી નિરત રહે છે. (૫૦)હૃદય રૂપી ફલક પર આલેખાયેલો તે જ મૃગાક્ષીઓ (સ્રીઓ) વડે ધ્યાન કરાય છે. તેની જ પ્રતિકૃતિ(છબી)ને લખીને ચિત્રકારો (ચિત્રકળાને) શીખે છે. વધારે શું ? તે નગરમાં સર્વપણ લોક તેના ગુણસમૂહને જોતો, કીર્તન કરતો, ધ્યાન કરતો, તેના ગુણમય થયો. (૫૨) અને આ બાજુ પૃથ્વી રૂપી સ્ત્રીઓને વિશે સધવાના લક્ષણ એવા લક્ષ્મીના ફુલની જેમ વધતી લક્ષ્મીવાળું કુસુમપુર નામનું નગર છે. (અહીં પૃથ્વીને સ્રીની ઉપમા આપી છે નગરને ફુલની ઉપમા આપી છે જેમ ફુલ સ્ત્રીની શોભાને વધારે છે તેમ કુસુમપુર પૃથ્વીની શોભા વધારે છે.) (૫૩) સિંહની જેમ જીવોની યાચનાને શોભાવનારો ( સત્યવળતોદ્દો વિકલ્પે શબ્દ આપેલ છે સત્ત્વ+વળ+સોહો સત્ય એટલે પ્રાણી સમુહ, વળ એટલે વન, જંગલ અને સોહો એટલે શોભા, સિંહપક્ષે પ્રાણીઓના સમૂહવાળા વનને શોભાવનારો, રાજા પક્ષે સત્ત્વ એટલે પ્રાણીઓનો સમૂહ વળ એટલે યાચના સોદ્દો એટલે શોભા અર્થાત્ યાચકના સમૂહને શોભાવનારો (સંતોષનારો) એટલે રાજા દાનાદિના વ્યસનવાળો છે.)નિર્દોષ શસ્ર રૂપી ધનવાળો હોવા છતાં પણ શત્રુરૂપી હાથીઓને આક્રમણ કરનારો સિંહ નામનો રાજા કુસુમપુર નામના નગરનું પાલન કરે છે. સજ્જનના હૈયામાં વાસ પામેલી પવિત્ર અને સારાગુણવાળી, નિર્મળચિત્તવાળી, મુક્તાવલીની જેમ શ્રેષ્ઠ વિમલા નામે પત્ની છે. (૫૫) હવે વિષય સુખોને અનુભવતા તે બેને 12 Page #30 -------------------------------------------------------------------------- ________________ ઘણાં પુત્રો પછી અતિવલ્લભ ધનવતી નામે પુત્રી થઈ. કુસુમપુર તરફ પ્રયાણ કરેલ બ્રહ્મા વડે રત્નોથી નિર્માણ કરાયેલ પુતળીની જેમ રતિક્રીડાનું કારણ, ભુવનમાં અભ્યધિક ધનવતીના રૂપને જોઈને કામદેવ પણ લોભાશે આથી ભયભીત થયેલ રતિએ ધનવતીને સિંહરાજાને ઘરે મોકલી છે. (૫૮) યુવતીને યોગ્ય કળાઓ સમયે તેણે એવી રીતે ગ્રહણ કરી જેથી તે લોકમાં સરસ્વતીના વિભ્રમને ઉત્પન્ન કરે છે. આંબાની ડાળી પર નવી મંજરીની જેમ સકલ યુવાનોની આંખો રૂપી ભ્રમરના સમૂહો પડે છે જેના પર એવી તેની યૌવન લક્ષ્મી વિકસે છે. (૬૦) અને અત્રાંતરે ત્યાર પછી ત્યાં હાથીના સમૂહને મદથી પરાધીન કરતી અને સામાન્ય લોકને કામથી પરાધીન કરતી જાણે ઉન્માદી બની હોય તેવી શરદઋતુ શરૂ થઈ. જગતમાં કોની સંપત્તિની ન્યૂનતા નથી થતી એમ લોકોને જાણે સ્પષ્ટ ન કહેતી હોય તેમ નદીઓ ઓસરેલી (ઘટતા) પાણીવાળી થઈ. (૬૨) સ્વચ્છ મોટા જળાશયો અને સરોવરો રાજહંસીઓથી સેવાય છે. મોટોગુણ અને અલ્પદોષ વર્તે છે. સવિશેષ નિર્મળ જયોસ્નાને પ્રાપ્ત કરીને ચંદ્ર વડે પણ લોક આશ્વાસિત કરાયો, શુદ્ધ સ્વભાવવાળા જીવોની રિદ્ધીઓ પરકાર્યને માટે હોય છે.(૬૪) મદના ઉત્કર્ષને પામીને હાથીઓ વનોને ઉખેડે છે. મલીનો (દુષ્ટો)ની પ્રકૃતિ આવી જ છે કે લક્ષ્મીને પામીને બીજાને પીડે છે. સ્વ-પર જનની અપેક્ષા વગર વિપુલ પાણી વરસીને જુઓ વાદળાઓએ પણ કલુશભાવને છોડીને ઉજ્વળપણું પ્રાપ્ત કર્યું. વાદળરૂપી રોગોથી મુકાયેલ અને અતિદુષ્ટ વીજળીરૂપી લોહીના પ્રવાહના નિર્ગમનથી કરાયો છે ઉપકાર જેના વડે એવું આકાશ તલ નિર્મળ થયું. (૬૭) તીખા અને કડવા આહારને છોડીને લોક મધુર આહારી થયો.જીવોને એક સ્થાને પ્રીતી લાંબા સમય સુધી કયાંથી હોય? (૬૮) અને શરદ ઋતુમાં ઉત્પન્ન થયેલ અનાજના સમૂહથી ચાલી ગયું છે દુઃસ્થપણું (દરિદ્રતા) જેનું એવી પૃથ્વી સુસ્થ થઈ. સર્વત્ર પાકેલ શાલિના ક્ષેત્રોથી યુક્ત ધનકણથી સમૃદ્ધ ગામો દેખાય છે. નીવાર (વૃક્ષ વિશેષ) ની ગંધથી સુમનોહર, નૃત્ય અને રાસથી ખુશ થયેલ આહીરના સમૂહવાળા, ગોપીજનના રાસના અવાજથી આકુલ એવા અરો ભરવાડોથી વ્યકત થયા. (૭૦) પ્રેક્ષક જન વડે સંભળાતો છે ખેડુત સ્ત્રીઓના ગીતનો ધ્વનિ જેમાં, માર્ગમાં વહન કરાતો છે મુસાફર વર્ગ જેમાં, અભિમાની શ્રેષ્ઠ વૃષભોનો સમૂહ ગર્જના કરે છે જેમાં એવો સુપ્રશસ્ત ઈન્દ્ર મહોત્સવ કરાય છે. (૭૧) ચંદ્રની જ્યોસ્નાના પ્રવાહથી સર્વત્ર શીતલ એવી પુણ્યશાળીઓના હવેલીઓના ભંડાર છે જેમાં, ખવાતા છે રસવાળા શેરડી દળો જેમાં, પીવાતા છે ખાંડવાળા દૂઘ જેમાં, (૭૨) દીપોત્સવ કરવામાં પ્રવૃત્ત થયો છે લોક જેમાં, શ્રેષ્ઠ ખાણી-પીણીથી ઊભરાયો છે આનંદ જેમાં, કમળના સુગંધથી પ્રફુલ્લિત, દેવયુગલોથી સેવાતું છે વન જેમાં, (૭૩) માલતી અને મકરંદો (આંબાઓ) છે જેમાં, મધુર ગુંજારવ કરે છે ભમરાનો સમૂહ જેમાં, કમળવનોથી શોભતા છે સરોવરો જેમાં, કલહંસોથી શોભતા છે કમલવનો જેમાં, (૭૪) શરદઋતુ પ્રવર્તે છે જેમાં, હર્ષ વિસ્તરે જેમાં છે એવા અવિચ્છિન્ન કૌમુદી મહોત્સવ વખતે લોકમાં સર્વત્ર આનંદ પ્રસરે છે ત્યારે Page #31 -------------------------------------------------------------------------- ________________ કામદેવના ઘરે જઈને ધનવતી પૂજા કરે છે. (૭૫) ઘણી સખીઓથી વીંટળાયેલી કામદેવને પૂજીને ભવનમાંથી નીકળીને ધનવતી જેટલામાં ઉદ્યાનમાં જુએ છે તેટલામાં શ્રેષ્ઠ ચિત્ર પટ્ટિકા છે જેના હાથમાં એવો એક ચિત્રકાર યુવાન અશોકવૃક્ષની છાયામાં વિશ્રામ કરતો રહે છે.(૩૭) હવે કમલિની નામની ધનવતીની સખીએ ચિત્રકારના હાથમાંથી ચિત્રપટ્ટ લઈને મનુષ્યની પ્રતિકૃતિ (છબી)ને જોઇ. (૭૮) ભુવનમાં અભ્યધિક ચિત્રપટ્ટના રૂપને જોઈને વિસ્મિત હૃદયવાળી કમલિનીએ ચિત્રકારને પુછયું, “અરે! કામદેવનું આ રૂપ શું તારા વડે આલેખાયેલું છે? અથવા તો શું આ દેવ કે ખેચરનું રૂપ છે? અથવા તો અગ્નિથી બળેલા છે વાળ,દાંત, ને નખ જેના એવા ભીલોનું આવું રૂપ કયાંથી હોય? (૮૦) અમને મોટું કૌતુક છે તેથી તું આ રૂપને કહે. હવે ચિત્રકાર યુવાન કહે છે કે હે સુતનુ ! તું સાંભળ વિક્રમધન નામનો રાજા અચલપુરનો સ્વામી છે તેને ધારિણી નામની ભાર્યા છે તેનો આ ધન નામે પુત્ર છે ઉત્કંઠ દેવીઓ વડે પણ જેનું ચારિત્ર ગવાય છે અને જેનો ચંદ્ર જેવો નિર્મળયશ દિશાવલયને ઉજ્જવળ કરે છે તેના જ રૂપલક્ષ્મીના પ્રકર્ષને જોઈને પ્રચ્છન્ન રૂપને ધારણ કરનારો હર્ષિત મનવાળો કામદેવ ભુવનમાં ભમે છે. (૮૪) સાગરોને વિશે ગંભીરપણું છે, પર્વતોને વિશે. ઉચ્ચત્વ જ છે. લોકને વિસ્મય કરનારી આ બે વસ્તુ તેના વડે ધારણ કરાય છે. (૮૫) કુમારના ગુણ સમૂહથી કુમારને છોડીને ભુવન પણ જીતાયું છે. પોતાના અવિકાર ગુણથી ફરી પોતાનો ગુણ સમૂહ જીતાયો છે. (અર્થાત્ કુમારનો અવિકાર ગુણ શ્રેષ્ઠ છે.) જેના ગુણકીર્તનમાં સુકવિઓની પ્રવૃત્ત થયેલી વાચાઓ બુટ્ટી થાય છે તો અમારા જેવાની ત્યાં શું ગણના? આંખના વિનોદ માટે જોવા લાયક ફલક પર ગુણનિધિ એવા તે ધનના રૂપના લેશને મારા વડે આલેખાયો છે. (૮૮) ફકત હું જ નહીં પણ જેના વડે તે કુમાર જોવાયો કે સંભળાયો છે તે કુમારના ગુણના ચિંતનમાં અને રૂપના દર્શનમાં આસકત રહે છે અને ત્યાં પાસે રહેલી ધનવતી તેણે કહેલા અને ચિત્રપટ્ટ પર આલેખાયેલ આ રૂપને વિશે સર્વ પણ સાંભળે છે અને જુએ છે. (૯૦) હવે કમલિની કહે છે કે હે મહાશય! તું સજ્જન છે જે તારાવડે તે શુભકનું ગુણ કીર્તન રૂપ અમૃત અમારા કાનમાં નખાયું. ઈત્યાદી વાર્તાલાપ કરીને તે આગળ જવા ચાલી અને કોઈ પણ રીતે ધનવતી પણ તેની સાથે જવા ચાલી. (૯૨) પાછળ વાળેલી ડોકવાળી અને આગળ માર્ગમાં શૂન્યમનસ્ક પગલાં ભરતી ધનવતી સખીઓ વડે જેવાઈ. હવે કમલિનીએ કહ્યું કે જુઓ તો ખરા! તૃષાતુર એવી સ્વામિની પણ પાછળ રહેલા સપ્તપર્ણ વૃક્ષના સૌંદર્યને જુએ છે. (૯૪) તેથી કંઈક હસીને નીચું મોઢું કરીને જેતી ધનવતી વિચારે છે કે અહો ! મારા સખીજનની ચતુરાઈની શી વાત કરીએ? પરસ્પર પોતપોતાની કથાને કરતી જેટલામાં બધી ઘરે પહોંચી તેટલામાં ધનવતીના મનરૂપી સાગરમાં માછલીની જેમ ધન વડે વારંવાર પણ સંચાર કરવાથી તેવો ક્ષોભ કરાયો કે જેથી સુજનના ઉપદેશ રૂપી નૌકાનો સંચાર રુંધાયો (૭) આભૂષણોનું પ્રસાધન કરતી નથી, પ્રિયસખી વર્ગની સાથે આલાપ કરતી નથી, કળાઓને યાદ કરતી નથી, પોપટ-પોપટીના સમૂહને ભણાવતી નથી. હાથરૂપી કૂંપળોની ચેષ્ટાથી હૃદયના ભાવ પ્રકાશિત કરે છે, મસ્તકને ધુણાવે છે, ભુજાઓને જમાડે છે, ધનની સંકથાને યાદ કરીને એમ શૂન્ય મનસ્ક ભમે છે. (૯૯) હવે બીજા દિવસે કોઈપણ રીતે કમલિનીએ એકાંતમાં તેને કહ્યું કે હે સખી ! તારા શરીરની આવી અવસ્થા કેમ દેખાય છે ? 14 Page #32 -------------------------------------------------------------------------- ________________ ત્યારે નિસાસો નાખીને ધનવતી કહે છે કે હે પ્રિયસખી !હું કંઈપણ જાણતી નથી. તું મારા ભાગ્યને પૂછકે જેના વડે હું સેંકડો દુઃખોનું ભાજન કરાઈ છું પછી આગ્રહથી સખી પૂછે છે ત્યારે તે કહે છે કે હે શ્રેષ્ઠ સખી! હું કંઈ પણ જાણતી નથી પણ મને દાહ પીડે છે. પછી કમલિનીએ કહ્યું કે હે સ્વામિની જો તને ખેદ ન થતો હોય તો દાહનું કારણ જે અમે જાણીએ છીએ તે અમે તને કહીએ. (૧૦૩) ત્યારે ધનવતીએ કહ્યું કે એકાંત હિતકારી એવી તને કહેવામાં શું વિકલ્પ હોય? આ પ્રમાણે કહે છતે કમલિની કહે છે કે જો એમ છે તો હે સ્વામિની! ઉદ્યાનમાં ચિત્રકાર વડે ધનમાં ગુણોની પ્રશંસા કરાઈ ત્યારે કપટ ભાવને કારણે તારા પર તો દોષ થયો.(૧૦૫) કંઈક હસીને ધનવતી વિલખી થઈ પછી વિચારે છે કે અહો! ચતુરોને કંઈપણ અજ્ઞાત હોતું નથી. પછી કમલિનીએ કહ્યું કે હે પ્રિય સખી! મને ઉપાય પણ સૂઝ્યો છે, તું ધીરજ ધર ક્ષણ પણ વિષાદને કરીશ નહીં. તે વચનથી ધનવતી આશ્વાસિત કરાઇ. હવે કમલિનીને મધ્યમાં બેસાડીને ધનવતી કહે છે આ કાર્યમાં જે ઉપાય તારા વડે જણાયો છે તે કહે. ધનવતી કહે છે કે ચિત્રપટ્ટમાં જે પુરુષ જેવાયો તે ગુણનો ભંડાર છે એમ સંભળાયું છે તેથી કરાયેલ મંત્રવાદ (વિચારણા)માં અહીં સર્વ સુઘટિત છે. (૧૦૯) એમ કમલિની કહે છે ત્યારે વિલખી થયેલ ધનવતી બોલી કે અરે ! તું મશ્કરીને છોડ. હે સખી ! શું હમણાં મશ્કરીનો સમય છે ? હવે કમલિની કહે છે કે હે સ્વામિની ! અમારું જીવિતવ્ય તારી કુશલતાને અધીન છે તેથી જ્યારે તારી આવી અસ્વસ્થા હોય ત્યારે અમારાથી મશ્કરી થાય? (૧૧૧) પરંતુ આજે ઘરમાંથી નીકળતી વખતે મને રાજમાર્ગમાં ખરેખર પૂર્વ પરિચિત એવો એક નૈમિત્તિક મળ્યો. મેં તેને પુછ્યું કે મારી સ્વામિનીનો વર કોણ થશે ? તેણે કહ્યું કે અતિઅલ્પ દિવસોમાં તે ધન જ તારી સ્વામિનીનો પતિ થશે. આ વિષયમાં નિમિત્તિઆએ મને ઘણી ખાતરી (ચોકસાઇ)ઓ આપી છે અને તે નૈમિત્રિક બધા કાર્યોમાં અવિસંવાદી (સત્ય) છે. તે આધારથી ખુશ થયેલી હું તારા પરિહાસને કરું છું. નહીંતર તારી આવી અવસ્થામાં મારું જીવિત પણ ક્યાંથી હોય ? (૧૧૫) તેથી તું ધીર થા, સામાન્ય જનની જેમ ઉત્સુક્તાવાળી ન થા. હું બાળપણથી સરસ્વતી છે એમ સકળજનમાં પ્રસિદ્ધ છે. ધનવતીએ કહ્યું કે હું પણ આ જાણું છું. હું પણ બીજાને ઉપદેશ આપું છું પરંતુ પોતાના કાર્યમાં હું મૂઢ છું, જે કૃત્ય છે તેને હું જાણતી નથી. (૧૧૭) પછી કમલિનીએ કહ્યું કે હે પ્રિય સખી ! તો પણ તું ધીર થા, થોડા દિવસોમાં જ તારું આ કાર્ય સિદ્ધ થયેલું જોઇશ. ઇત્યાદિ યુક્તિ સંગત સ્નેહથી ભરપુર ધીર કમલિનીના વચન સાંભળીને ધનવતી કોઇક રીતે પોતાની સ્વસ્થતાને ધારણ કરે છે. (૧૧૯) હવે અન્ય દિવસે પગે લાગવા માટે આવેલી ધનવતીના વિકસિત થતા યૌવનલક્ષ્મીથી અલંકૃત રૂપને સિંહરાજા જુએ છે અને વિચારે છે,કે અહો ! જગતમાં આશ્ચર્ય છે કે મારી પુત્રીનું રૂપ દેવોના મનને પણ મોહિત કરે છે. (૧૨૧) તેથી જો તેને અનુરૂપ વર મેળવી આપું તો સારું થાય અને આ (અનુરૂપ વરની પ્રાપ્તિ) જીવના પુણ્યને અધીન છે અમારો વિષય નથી. જો એમ હોય તો પણ પુરુષે પુરુષાર્થ કરવો જોઇએ તો પણ હું જાણતો નથી કે આને યોગ્ય વર કોણ છે ? યોગ્ય એવા પણ કોને આ ધનવતી ગમશે? અથવા ધનવતીને કોણ ગમશે ? આથી જ પ્રાયઃ લોકમાં પુત્રીઓ અશુભ ગણાય છે. ઇત્યાદિ વિચારતો દિવસને પસાર કરીને રાત્રીએ 15 Page #33 -------------------------------------------------------------------------- ________________ રાજા સુતો. રાત્રી પુરી થઈ ત્યારે કાલ નિવેદકે કહ્યું કે (ભણું) (૧૨૫) ભુવનમાં ઈચ્છિત અથની પ્રાપ્તિમાં કોઇપણ ચિંતા ન કરો કારણ કે અહીં પ્રભાતનો સમય વર્તે છતે અંધકારનો નાશ કરીને એકાએક કયાંકથી આવેલા આ સૂર્યની સાથે કમલિનીનો કરાયેલ શ્રેષ્ઠ શોભાવાળો સંગ કોના વડે કલ્પાયો છે? હવે નિદ્રાથી જાગેલ રાજા તેને સાંભળીને વિચારે છે કે અહો! આ સૂર્યોદયના કથનથી મને પણ અનુકૂળ કહેવાયું છે. (૧૨૮) જેવી રીતે સૂર્ય અને કમલિનીનો સંયોગ લોકમાં અવસ્થિત (નિશ્ચિત) છે તેવી રીતે બીજા પણ ભાવો નિશ્ચયથી થનાર સંયોગને પ્રાપ્ત કરે છે અને થનારા સંયોગો વિશે કોઈને પણ જે ચિંતા છે તે ખરેખર દુઃખના ફળવાળી જ છે. કરાયેલી ચિંતા થનાર અને નહી થનાર ભાવોને અન્યથા કરતી નથી. (૧૩૦) પછી ચિંતા વગરના રાજા ઊઠીને પ્રભાતના કાર્યો કરે છે. અને હજારો સામંતોથી વ્યાપ્ત એવી સભામાં બેસે છે. એટલામાં હાથમાં રહેલ છે સુવર્ણ દંડ જેને પુષ્ટ, ઉન્નત, અને ગાઢ સ્તનપર શોભતો છે હાર જેને એવી પ્રતિહારી ત્યાં પ્રવેશ કરીને કહે છે કે દેવવડે (રાજાવડે) ચિત્રમતી નામનો અમાત્ય જે વિકમ ધન રાજા પાસે મોકલાયેલ હતો તે દરવાજા પર ઊભો છે. રાજાએ કહ્યું કે તેને જલદીથી અંદર આવવા દો. રાજાએ એમ કહ્યું એટલે અમાત્ય તુરત હાજર થયો. (૧૩૩) મોટા વિનય પૂર્વક રાજાને પ્રણામ કરીને, ઉચિત આસન પર બેસીને અમાત્ય કાર્યસિદ્ધિને કહે છે. પછી સિંહ રાજા પૂછે છે કે ત્યાં ગયેલ તારા વડે શું કંઈપણ આશ્ચર્ય જેવાયું? હા જેવાયું એમ અમાત્યે કહ્યું એટલે તે આશ્ચર્ય શું છે? એ પ્રમાણે ફરી પુછાયેલ અમાત્ય કહે છે કે હું જાણું છું પણ તેને કહી શકતો નથી. તો પણ મારી શક્તિ મુજબ કંઇક કહું છું. હે દેવ! ત્યાં ધનકુમાર નામનો રાજપુત્ર છે. તે આશ્ચર્યનું ઘર છે. ગુણના ભંડાર એવા તેનું રૂપ, તેજ, બુદ્ધિ, વિનય, ગાંભીર્ય, ધીરપણું છે તે સર્વનું વર્ણન કરવું હોય તો વિદ્વાનને એકેક ભવ લાગે. (૧૩૮) તેનું દર્શન થયે છતે દેવના દર્શનનું કુતૂહલ વિરામ પામે છે, તે જોવાયે છતે દેવીઓનો દેવગણ પર વિરાગ થાય છે. ગુણના વિસ્તારને ગ્રહણ કરવામાં વિષ્ણુ (હજાર મોઢાવાળો) સમર્થ થતો નથી. (૧૪૦) અને બીજા યોગ્ય કે અયોગ્યને દેવ જાણે છે. પણ હું એટલું માનું છું કે જો તે ધનવતીનો વર ન થાય તો ભાગ્ય (વિધિવે પણ હારી ગયો. કારણ કે શંકરને ગૌરી અને કૃષ્ણને લક્ષ્મી આપીને વિધિએ પ્રાપ્ત કરેલ યશ જગતમાં ત્યાં સુધી જ સ્કુરાયમાન થાય છે જયાં સુધી તે બેનો સંયોગ નથી થયો. (૧૪૨) પછી રાજા વિચારે છે કે અહો! અમાત્યનો વચન વિન્યાસ ઉચિત સમયે મને આણે આ જણાવ્યું. મારે વિક્રમધન રાજાની સાથે અપત્યનો (ધનવતીને આપવાનો) સંબંધ યોગ્ય છે પરંતુ વિધિ અનુકૂળ છે કે નહીં તે અમે જાણતા નથી. અથવા ઉચિતનું આચરણ કરનાર અમારે અહીં કોઈ દોષ નથી. જો વિક્રમધન રાજા આ સબંધને માન્ય નહીં કરે તો વિધિ જ અપરાધી બનશે. (૧૪૫) એમ વિચારીને વિકમ ધન રાજાની પાસે અમાત્ય વચન કુશળ છે એમ જાણી તેને જ મોકલ્યો. ધનવતીના વરવા નિમિત્તે શિક્ષાને ગ્રહણ કરી અમાત્ય ઘરે ગયો. એટલામાં સખીજનથી યુક્ત ધનવતી જ્યાં છે ત્યાં જઈને તેની નાની બહેન ચંદ્રમતી આમ કહે છે કે ધનવતીના સગપણના પ્રસંગથી તમે બધી વધામણી કરાઓ છો. પછી ધનવતી વિચારે છે કે અહો! આ શું? અમારું એટલું પુણ્ય નથી કે જેથી સોભાગી એવો તે જ વર થાય. અને જે આ ચંદ્રમતીએ ધન સિવાય મારો બીજો પતિ 16 Page #34 -------------------------------------------------------------------------- ________________ થશે એમ કહ્યું હોત તો પહેલા આશાથી ધારણ કરી રાખેલ તે જીવિત પણ હૃદયને ભેદીને બહાર નીકળી જાત. (૧૫૦) તેથી ચંદ્રમતીએ જેટલું કહ્યું છે તેટલું જ થાઓ એને વિચારીને ધનવતી મૂઈિતની જેમ લિખિતની જેમ, ઘટિતની જેમ, અધોમુખી રહી. પછી કમલિની વડે કહેવાયું કે હે ચંદ્રમતી ! તારા વડે આ કેવી રીતે જણાયું ચંદ્રમતી એ કહ્યું કે હું અહીંથી પિતાના વંદન માટે સભામાં ગઈ હતી. ત્યારે ત્યાં પિતાની પાસે ચિત્રમતી અમાત્ય આવેલો હતો અને તેના વડે આ પ્રમાણે જ કહેવાયું (૧૫૩) ત્યાર પછી જેટલામાં પિતાની શિખામણ લઈને અમાત્ય પોતાના ઘરે ગયો તેટલામાં આ સત્ય છે એમ સાંભળીને ધનવતી કંઈક હર્ષવાળી થઈ. આ લોકોનું કંઈ પણ કપટ હોય એમ માની વિસ્ફરિત કોપવાળી થઈ. આજે પણ અહીં કાર્યસિદ્ધિ સંદિગ્ધ છે એમ માની વિષાદવાળી થઈ. નિમિત્તિઓનું વચન સાચું પણ હોય એમ માની ઉત્કંઠાવાળી થઈ. શું હું ત્યારે ચિત્રકાર વડે જેવાઈ હતી? એમ શંકિત થઈ. અને જેટલામાં સંકીર્ણ (વિમાસણ) અવસ્થાને અનુભવતી રહે છે તેટલામાં કમલિનીએ કહ્યું કે પ્રિયસખી! આ કાર્ય સિદ્ધિ થયું. (૧૫૭) એટલામાં કોઈક વડે સ્પષ્ટ કહેવાયું કે આ આમ જ છે. પછી બધી સખીઓએ કહ્યું કે આ જેમ કહે છે તેમ જ છે કારણ કે આઠ નિમિત્તોથી ઉત્પાદિત એવી જ વાણી તે ક્યારેય પણ ખોટી હોતી નથી. એમ શકુન શાસ્ત્રોમાં સંભળાય છે. હૃદયમાં આશ્વાસિત કરાયેલી પણ ધનવતી પછી કહે છે કે આ લક્ષ્યોથી કામની વિપરિત શીલતાનો હોમ થાઓ. (૧૬૦) મારું મસ્તક દુઃખે છે કારણ કે તમે સર્વે કપટશીલવાળી છો એમ કહીને ધનવતી પરાગમુખ થઈ. પછી કમલિનીએ બધી સખીઓને રજા આપીને ધનવતીને કહ્યું કે હે પ્રિયસખી! આજે પણ જ્યાં સુધીમાં અમાત્ય જાય નહીં ત્યાં સુધીમાં તું સ્વહસ્તથી આ ભૂર્જપત્ર લખ જેથી તે ભૂર્જપત્રને વાંચીને તારા સદ્ભાવ તથા વિજ્ઞાનાદિ ગુણ સમૂહને જાણીને તે સુભક સુખને મેળવે. એ પ્રમાણે તેના વચનથી ધનવતી પણ એમ કરે છે. કમલિની પણ લેખને દાબડામાં મુકીને સચિવને અર્પણ કરે છે. તે પણ જલદીથી અચલપુર નગરમાં ગયો. સભામાં બેઠેલા વિક્રમધન રાજાવડે સપ્રસાદ સાદરપૂર્વક બોલાવાયો. (૧૬૫) સિંહરાજાએ તને ફરી જલદી કેમ મોકલ્યો? હંમેશા ઘણાં વિરોધી રાજાઓ જેને છે એવા સિંહરાજાને કુશળ છે ને? જેના તમે હિતૈષી સજ્જનો છો તે સિંહરાજાને કુશળ જ છે જેણે શરીર પર વજનું કવચ ધારણ કર્યું છે એવા સિંહને અકુશળ કેમ હોય? અહીં મને મોકલવાનું છે કારણ છે તેને તમે સાંભળો. સિંહરાજાની વિમલા નામની પટરાણીની ધનવતી નામે એક પુત્રી છે. જેની અભ્યધિક રૂપલક્ષ્મીને જોઈને શ્રેષ્ઠ દેવો પણ મનુષ્યભવની પ્રાપ્તિને જલદીથી જ ઈચ્છે છે.જે દષ્ટિનો વિષય બનેલી શંકર-વિષ્ણુ (કૃષ્ણ)-કામદેવ અને ઈન્દ્રના અનુક્રમે પાર્વતીલક્ષ્મી-રતિ અને રંભાની પ્રાપ્તિથી કરાયેલ મદને તત્પણ ગાળે છે. સારને જાણનારા અને સંસાર ઉપર વિરક્ત મતિવાળાઓને નિશ્ચયથી અસાર એવો પણ સંસાર તે ધનવતીને લીધે સાર જેવો જણાયો છે તેથી ધનકુમારની સાથે તે પાણિગ્રહણના સુખો અનુભવ અને કર્તા પણ બંનેના સર્જનના પ્રયાસની સફળતાને પ્રાપ્ત કરે છે. (૧૭૨) અમારો પ્રભુ આમ કહે છે એ પ્રમાણે કહીને અમાત્ય વિરામ પામે છતે વિક્રમધન રાજા કહે છે અહીં શું અયુક્ત છે? તેથી સિંહરાજની સાથે વિવાહનો સંબંધ અમારે ઉચિત જ છે ચંદ્રની સાથે ચાંદની જોડાય એમાં અયુક્ત શું છે? Page #35 -------------------------------------------------------------------------- ________________ એમ વિક્રમધન રાજા બોલે છતે હાથનો સંપુટ જોડીને નમીને હર્ષિતમનવાળો અમાત્ય રાજા વડે અપાયેલ આવાસે ગયો. (૧૭૫) તે સમયે આ સમગ્ર પણ વ્યક્તિને સાંભળીને કુમાર પણ સભા છોડીને પોતાના આવાસે ગયો. અને વિચારે છે કે અહો! પિતાવડે જો કે આ સર્વ સ્વીકારાયું છે તો પણ હું તેના (ધનવતીના) ગુણ કે અવગુણને જાણતો નથી. અને જે સચિવવડે પિતાની પાસે કહેવાયું છે તે પણ સાચું છે કે ખોટું એમ હું જાણતો નથી. કારણ કે દૂતકાર્યમાં નિયુક્ત કરાયેલ પુરુષો વધારી-ઘટાડીને પણ બોલે છે નીતિશાસ્ત્રમાં પણ સંભળાય છે કે દુષ્ટ સ્રી મનુષ્યને અનર્થનું મૂળ છે. ઈત્યાદિ જેટલામાં વિચારે છે તેટલામાં પ્રતિહારે જણાવ્યું કે સિંહરાજાનો સચિવ દરવાજા પર ઉભો છે તેનો શું નિયમ છે ?( અર્થાત્ સિંચવને અંદર આવવા દઉં કે નહીં ?) જલદીથી મોકલ એમ કહેવાયે છતે દ્વારપાળ વડે સચિવ અંદર પ્રવેશ કરાવાયો. કરાઈ છે ઉચિત પ્રતિપત્તિ જેની એવો તે કુમારની પાસે બેસીને કમલિનીએ આપેલો દાબડો કુમારને આપે છે. ધનવતીના પોતાના હાથે લખેલો લેખ આની અંદર છે એમ કહ્યું એટલે કુમાર પણ તેને ઉઘાડીને હર્ષથી વાંચે છે. (૧૮૨) તે આ પ્રમાણે સતત કુશ થતા શરીરથી ઢીલી થયેલી, દુઃખે કરીને વહન કરી શકાય તેવા ભારથી લદાયેલી વારંવાર ઊંચુ કરી જેતી હોવાથી લાંબી ડોકવાળી, ભુખી રહેવાથી ક્ષામોદરી, આંખ પહોળી કરી પ્રિયતમની રાહ જોતી હોવાથી વિશાળ નયનથી ઓળખાયેલી કોમળરસવાળા સારભૂત કમળના ભોજનના ત્યાગને પામેલી રાજહંસિકા રાજહંસને નહીં મેળવીને ઝૂરે છે. તારા ગુણો સાંભળવાના અવસરને પામીને સુભગ ! કામ મને રાત અને દિવસ ઘણો પીડે છે. મારા મનોરથ અને અંગો તારામય થયા છે. (અર્થાત્ હું તારુ સતત ધ્યાન કરું છું. ) ભૂર્જપત્રની નીચેના ભાગમાં દ્રુપદી નામના છંદ વિશેષથી નિર્દિષ્ટ છે સ્વરૂપ જેનું એવી ધનવતીના સ્વહસ્તે લખાયેલી ભાવાર્થથી યુક્ત એવી એક ગાથાને જુએ છે. ત્યાર પછી ધન વિચારે છે કે અહો! તેની હંસીસ્વરૂપ કાવ્યની ગાથા પોતાની વિજ્ઞાનની પ્રજ્ઞાને અને સ્નેહના પ્રકર્ષને બતાવે છે. જો કે તેના રૂપાદિ ગુણો મને હજુ સુધી પ્રત્યક્ષ નથી થયા તો પણ મારા પરનો રાગ તેના રૂપાદિ ગુણના સમૂહને જણાવે છે. (૧૮૮) પોતાનાથી અયોગ્ય સ્થાનમાં રહેલાને વિશે કોઈપણ રીતે અનુરાગ થતો નથી. ઘણું કરીને અયોગ્યતાવાળાઓને આવા પ્રકારનો વચનનો વિન્યાસ ઘટતો નથી. અથવા લેખના અનુસારે તેના સદ્ભાવને જાણું સદ્ભાવ જ ન હોય તો રૂપાદિનું શું કામ છે ? જેથી કહેવાયું છે કે હસતો (પુરુષ) હજારને મેળવે છે, હર્ષસહિત બોલતો લાખને મેળવે છે, સજ્જન મનુષ્યનો સદ્ભાવ કોડથી પણ અધિક મેળવે છે. (૧૯૧) તેથી જણાયેલા સદ્ભાવના સારવાળી, સુકુલમાં જન્મેલી સુગુણી એવી તે બાળાને પરણતા મારે શું ન્યૂન થાય ? એમ વિચારીને તેણે પણ તે જ રીતે પોતાના હાથથી લખેલ ભૂર્જપત્ર તથા મોતીનો હાર સચિવ જોડે ધનવતીને મોકલ્યો. ત્યાર પછી સન્માનીને રાજકુમારે વિદાય કર્યો. સચિવ પોતાના દેશમાં સિંહરાજાની પાસે પહોંચ્યો. (૧૯૪) હર્ષિત સચિવે સર્વવૃત્તાંત રાજાને કહ્યો. રાજા હર્ષ વિભોર થયો. પછી સચિવે ભૂર્જપત્ર અને હાર પણ ધનવતીને આપ્યા અને કુમારે પોતાના હાથથી ભૂર્જપત્ર લખ્યું છે ઈત્યાદી સઘળો વૃત્તાંત કહ્યો. ધનવતી તુષ્ટ થઈ અને તે જ ક્ષણે એકાંતમાં લેખને વાંચે છે. તે આ પ્રમાણે જેઓ વડે સ્વપ્નમાં પણ જોવાઈ 18 Page #36 -------------------------------------------------------------------------- ________________ નથી, જેઓના સંભાવનાના વિષયમાં પણ ક્યાંય આવી નથી તો પણ તે સમુત્સુક પુરુષો લક્ષ્મીની રોજ પ્રાર્થના કરે છે. (૧૯૬) પણ અહો! કોઈપણ કારણથી આ લક્ષ્મી જેને સ્વયં ભજે છે.તેઓ શું લક્ષ્મીને નથી ભજતા? જો નથી ભજતા તો તેઓનું અજ્ઞાન જ અંતરાયનું કારણ છે. વળી બીજું પ્રકૃતિથી સ્વચ્છ, ગોળાકાર, સારભૂત ગુણોના સમૂહથી પૂર્ણ, દોષરહિત એવા હારને અને પ્રિયતમને ધારણ કરે છે. (પ્રિયતમના પક્ષમાં સ્વભાવથી નિર્મળ, સદાચારધારી, સદ્ભૂત ગુણોના સમૂહથી પૂર્ણ અને દોષથી રહિત એવા પ્રિયતમ છે.) (૧૯૮) એ પ્રમાણે લેખને વાંચીને જાણે સ્નેહના અંકુરાનો સમૂહ ન નીકળ્યો હોય એવા પુલકિત અંગવાળી ધનવતી હારને પોતાના કંઠમાં ધારણ કરે છે. (૧૯૯) હવે અન્ય પ્રશસ્ત દિવસે ધન-ધાન્ય-સુવર્ણ-રત્ન અને વસ્ત્રોથી પરિપૂર્ણ, મંડલપતિ અને સામંતગણોથી વીંટળાયેલી, એવી સ્વયંવરા નારી ધનવતી અતિરિદ્ધિના અભ્યદયવાળા એવા સિંહરાજાવડે અચલપુરમાં ધનકુમારને મોકલાઈ અને જતી એવી તે પરમ વિનયથી માતાપિતાના પગમાં પડી. તેઓએ પણ સગર્ગદ સ્નેહથી નિર્ભર આદરપૂર્વક તેને કહ્યું કે હે પુત્રી! (૨૦૨) આ લોકમાં મનુષ્યનું પણ વિનય જ ભૂષણ છે. નિત્ય પરાધીન જન્મવાળી નારીને વિશેષથી વિનય ભૂષણ છે. આથી જ તારે આ સ્ત્રીઓની સાથે હંમેશા જ ઉપશમ ધારણ કરવો. પુરુષ પણ ઉપશાંત થયેલ ન હોય તો આનંદ પામતો નથી તો પછી સ્ત્રીઓની શી વાત કરવી? (૨૦૦૩) ધીર પુરુષો પણ સામાન્ય જનના સંગથી સજજનના માર્ગને છોડી દે છે તો સામાન્ય જનના સંગથી અબલા વરાકડી સ્ત્રીઓનો વિનાશ થાય એમાં શું આશ્ચર્ય છે? સંરક્ષણ (સાર સંભાળ) વિનાના સ્વામીઓના (સમર્થોના) પુત્રાદિઓ નાશ પામે છે તો પછી શ્વસુરકુલને નિત્ય પણ આધીન એવી સ્ત્રીઓની શું વાત કરવી? દાન કરનારના દાનની જ શંકા કરે છે પણ કોઈ દાનનો તિરસ્કાર કરતું નથી, મદથી રહિત હાથીઓનો પણ લોક ત્યાગ કરતો નથી. (અથાત્ હાથીઓ મદથી રહિત હોય તો પણ લોકો તેને ગ્રહણ કરે છે.) સુવર્ણ રત્નાદિથી શરીરને ભૂષણ કરવું તે માત્ર લોકાચાર જ છે. ઉત્તમ કુળમાં જન્મેલાનું શીલરૂપી અલંકાર જ પ્રસાધન છે. આથી હે પુત્રી! વિનય, ઉપશમ, સુસંગ, અનુકૂળ વર્તન, અને દાનરૂપી શક્તિ (પુરુષાર્થ)માં હંમેશા પણ ઉદ્યમ કરજે અને શીલરૂપી સંપત્તિનું રક્ષણ કરજે. (૨૦૮) માતા અને પિતા જે કહે છે તે તહત્તિ (તેમ જ છે) કરીને અને નમીને કમથી અચલપુરના બહાર (ઉદ્યાનમાં) પહોંચી. ત્યાર પછી પ્રધાન પુરુષોએ વિકમ ધન રાજાને ખબર આપી. ખુશ થયેલ રાજાવડે વિશાળ આવાસ અપાયે છતે ધનવતી પણ આવાસિત કરાઈ. બીજે પ્રશસ્ત દિવસ (તિથિ, વાર, નક્ષત્ર,કરણ અને યોગનો સુયોગ થયે છતે) આવે છતે ઘણી મોટી વિભૂતિથી ધનવતી ધનકુમાર સાથે પરણાવાઈ. હવે તેની સાથે પાંચેય પ્રકારના વિષયસુખોને અનુભવતા તેના નવા દેવની જેમ સુખપૂર્વક દિવસો પસાર થાય છે. અને લોકો પ્રશંસા કરે છે કે આવી કુમારીનો જે સ્વામી થયો તે કુમાર ધન્ય છે. અને જે આવા પતિને પરણી તે ધનવતી ધન્ય છે. (૨૧૪) હવે કોઇક દિવસે કુમાર ઘોડા ખેલવવાના સ્થાનમાં જાય છે. ત્યાં ઘોડાની સવારી કરે છે અને એટલામાં એકાએક નવા વાદળના આગમનથી ઉત્પન્ન થયેલ ઘણાં ગંભીર શબ્દના 19 Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રવણથી વિસ્મિત થયેલો વિચારે છે કે અહો! આ મહાશ્ચર્ય શું છે? આ વાદળની ગર્જના નથી કારણ કે આકાશમાં વાદળાંઓનો અભાવ છે, આ દેવના કંઠનો અવાજ પણ નથી કારણ કે વાતાવરણ સુપ્રશાંત છે અને એ પ્રમાણે વિચારતો કમથી તે શબ્દની અનુસાર જતો બહુસાલ નામના રમણીય ઉદ્યાનમાં પહોંચ્યો. (૨૧૮) અને ત્યાં સુર-ખેચર-મનુષ્યોની સભામાં શ્રેષ્ઠ સુવર્ણકમળ પર શુદ્ધધર્મની દેશના આપતા સ્કુરાયમાન તેજવાળા સૂરિને જુએ છે. શું આ સૂર્ય જ છે ? ના, આ સૂર્ય નથી કારણ કે તે દુઃખે કરીને જોઈ શકાય તેવો છે. શું આ પ્રશાંત રૂપવાળો ચંદ્ર છે? ના, ચંદ્ર પણ નથી કારણ કે તે કલંકવાળો છે પણ આ કલંક વિનાના છે. શું આ કેન્દ્ર છે? ના, તે પણ નથી કારણ કે તે અનિમેષ આંખવાળો છે જયારે આ સનિમેષી છે અને શ્રેષ્ઠ વ્રત અને રૂપને ધરનારા છે. આ સૂરિ છે એમ નિશ્ચય કરીને હૃષ્ટમનવાળો ઘોડા પરથી ઊતરે છે. પાદુકા,છત્ર,હુરિ અને ખગને છોડીને સૂરિ પાસે જઈને અતિશય વિનયથી પગમાં પડીને ઉચિત દેશમાં બેસે છે એક ક્ષણ ધર્મ સાંભળીને પછી પગથી માંડીને માથા સુધી અને મસ્તકથી માંડીને પગસુધી સૂરિને જોઈને પ્રશાંત મધુર વાણીથી કુમાર કહે છે અમારો (તમારા વિશે) અવિનય ન થાઓ તેથી કંઈક પૂછીએ છીએ. લોકમાં તમારો જન્મ બીજાના સુખને માટે જ છે. રૂપ પણ ભુવનમાં અભ્યધિક છે. આ યૌવનનો આરંભ પ્રથમ જ છે અને શરીર પણ સુકુમાળ છે તેથી તમારા વ્રતનું ગ્રહણ મહાશ્ચર્યકારી છે. (૨૨૬) જગતમાં તમારા જેવાનું શરીર કામદેવના વિનોદનું સ્થાન છે. જો તેઓ (તમારા જેવા) પણ તપ કરશે તો તે કામદેવ પણ તે તપને જ કરે અને બીજું હે મુનિનાથી લક્ષ્મી પણ તમારા જેવા વિશે જ વસે છે. જલધિ-પમ આદિની લક્ષ્મી પ્રસિદ્ધિ માત્ર જ છે. અર્થાત્ સમુદ્રના કમળ આદિમાં લાગીનો વાસ પ્રસિદ્ધિ માત્ર છે વાસ્તવમાં તમારા જેવાને વિશે જ લક્ષ્મીનો વાસ છે એમ હું જાણું છું. તેથી જો તમે લક્ષ્મીને છોડીને આ દુષ્કર તપને કરો છો તો તે વરાકી લક્ષ્મી સ્થાનથી ભ્રષ્ટ થયેલી તપોવનનું શરણ કરે. (૨૨૯) તેથી રાજ્ય લક્ષ્મીને યોગ્ય યૌવનને પામેલા, લક્ષણોને ધરનારા એવા તમારા વડે આ કણકારી અનુષ્ઠાન કેમ આચરાયું? તેથી કૃપા કરીને હે મુનિસિંહ! મને આ કહો કેમ કે આ વિશે અમને મોટું કુતૂહલ છે પછી મુનિપતિએ કહ્યું કે હે દેવાનુપ્રિય! આ ઉત્તર કહેવાય છે. પરંતુ કહેતા પરની નિંદા અને સ્વગુણનો ઉત્કર્ષ થાય છે. સ્વગુણનું ગ્રહણ અને પરની નિંદા એ લઘુતાનું મૂળ છે તો પણ હું સંક્ષેપથી કહું છું જેથી પરોપકાર થાય. (૨૩૩) મગધ દેશમાં મહાલય નામનું શ્રેષ્ઠગામ હતું. સિંહ અને વસંત નામના બે ભાઈઓ હતા. ત્યાં વસતા તેઓને બાળપણથી પરસ્પર તેવો સ્નેહ થયો કે ક્ષણમાત્ર તેઓ છૂટા પડતા નથી. બાળપણમાં સાથે ધૂળમાં રમતા એક સાથે જ વૃદ્ધિને પામ્યા. સાથે ભણે છે યૌવનમાં પણ સાથે જ પૃથ્વીપર ભમે છે, સાથે ધન ઉપાર્જન કરે છે, સાથે વિલાસ કરે છે, સાથે દાન આપે છે અને સાથે જ ખાય છે, સુવે છે, ભમે છે, અને સાથે જ રહે છે. પરસ્પર સ્નેહથી બંધાયેલા સમાન-વસ્ત્ર-વિલેપન-તંબોલ-કુસુમ-આહાર-પાન વગેરેને ગ્રહણ કરે છે. (૨૩૮) આ પ્રમાણે કાળ પસાર થયે છતે વસંત નામના નાનાભાઈની સ્ત્રીએ ક્યારેક એકાંતમાં આ પ્રમાણે કહ્યું કે હે મૂઢ! આ ઘરમાં જે કોઈ વસ્તુઓ છે તેને શું તું જાણે છે? વસંતે કહ્યું કે તે Page #38 -------------------------------------------------------------------------- ________________ શું છે? હવે આ કહે છે કે જે તારો મોટો ભાઈ છે તે મુખમાં મીઠો છે અને મનથી જુકો છે કારણ કે તે કુંકુમ-વસ્ત્ર-આભરણાદિને છૂપી રીતે લાવીને પોતાની સ્ત્રીને આપે છે. ખજૂર વગેરે ખાદ્યો પોતાના પુત્રોને આપે છે અને તારી ભાભી કપડા વગેરેની મોટી પોટલીઓ ભરે છે. ધનાદિનો ઘણો સંગ્રહ કરે છે. ઘણું ભોજન કરે છે. ઇચ્છા મુજબ પિતૃ સંબંધીઓને આપે છે અથવા મારે આનાથી શું? અંતે જાતે જ તું જાણશે. (૨૪૩) હવે વસંતે તેને કહ્યું કે હે નિર્ભાગે! બાકીના ઘરોની જેમ અમારા ઘરને પણ તું મલિન કેમ કરે છે? જેથી તું આવું જૂઠું બોલે છે. યુગ બદલાય તો પણ મારા ભાઈનું ચિત્ત અન્યથા થતું નથી. માતાથી અધિક એવી ભાભીની તો હું શું વાત કહું? ઇત્યાદિ વસંતે કહ્યું ત્યારે મૌનનું આલંબન લઈને આ તે દિવસે મૌન રહી. બીજા દિવસે અવસરને પ્રાપ્ત કરીને નવી યુક્તિ વિશેષ રચીને એવી રીતે કહે છે કે જેથી વસંતે મૌન રહીને બધું સાંભળ્યું. (૨૪૭) બીજે દિવસે બીજી યુક્તિથી વસંત પત્ની વડે કાન ભંભેરાવાયો. આ રીતે જુદા જુદા પ્રકારોથી વસંત ભરમાવાયેલ મનવાળો થયો. વસંત પત્નીને કહે છે કે હે ભદ્ર! આ વાત સાચી છે. શું મારો ભાઈ પણ આવો છે? તે કહે છે કે અહીં તમારે ભ્રાન્તિ શી છે? પરંતુ હું શું કહું? રાગી, દેવી કે મૂઢ અને જે કોઈથી વ્યર્ડ્સાહિત કરાયેલો હોય તે બધા દેવો વડે પણ સમજાવી શકાય તેમ નથી. તું પણ ભાઈ તથા કપટમાં કુશલ એવી ભાભી પર રાગી છે, તું નાનો છે એમ સમજી સઘળાં ઘર સંબંધી દુષ્કર્મો તારી પાસે કરાવાશે. તારો ભાઈ પોતે મોટો છે એમ સમજી શઠશીલવાળો આ ઠાકરની જેમ બેસી રહેલો છે અને આ જેઠાણી મને બોડી દાસીની જેમ પીડે છે. (૨૫૨) ગામડીયા એવા તારા પગમાં બંધાયેલી હું બધું સહન કરું છું. હું તને એકને પણ સાચવી શકતી નથી અથવા હું જે કાર્યને જાણું છું. તેને પણ કરવા સમર્થ નથી. ઈત્યાદિ પ્રપંચોથી કોઈપણ રીતે વસંત એવો ભ્રમિત કરાયો જેથી મૂઢ એવા તેણે સ્ત્રીની બધી જુઠી વાતને તહત્તિ કરીને સ્વીકારી લીધી. (૨૫૪) પછી પ્લાન મુખવાળો વસંત અન્ય કોઈ દિવસે મોટાભાઈને કહે છે કે હે ભાઈ! મારા ભાગનું જે કંઇપણ હોય તે મને ભાગ પાડીને આપ. (૨૫૫) પૂર્વે ક્યારેય નહીં સાંભળેલા આવા વચનને સાંભળીને સિંહ ચિત્તમાં વિસ્મય પામ્યો. અહો! આ કેવું અપૂર્વ છે? જે મારો ભાઈ પણ આવું બોલે છે. પછી તેણે કહ્યું કે હે વત્સ! અહીં તું કોની સાથે ભાગ પાડીશ? તને છોડીને મારે બીજો કોણ છે? અથવા મને છોડીને તારો બીજો કોણ છે? આટલા વખતમાં મારા વડે તારું જે કંઈ વિપ્રિય કરાયું હોય તે કહે પણ તારા વડે મારું કંઈપણ વિપ્રિય કરાયું નથી તેથી સ્નેહથી પ્રતિબદ્ધ મનવાળો તું મને અકાળે આવું કેમ બોલે છે? તેથી હે વત્સ! તું સંપત્તિનો ઉપભોગ કર. આ સર્વ લક્ષ્મી તારી છે.(૨૫૯) ઇત્યાદિ પ્રેમગર્ભિત, સુયુક્તિવાળા વચનોથી સિંહે સમજાવ્યો ત્યારે વસંતનું ચિત્ત ફરીથી પણ કોઈક રીતે સ્વસ્થ થયું. તે વસંત આ વાત પત્નીને કહે છે તેની પત્ની પણ માથું ધુણાવીને કહે છે કે જેઠના વચનોને હું જાણું છું. મૂઢ એવો તું જ જાણતો નથી. તારો ભાઈ વરાટિકા (નાણા)થી ભરેલો છે. ભોગ્ય સામગ્રીથી સમૃદ્ધ, તેજસ્વી મોતીના સ્વસ્તિકવાળો છે. સુવાદથી રહેલો છે એ સાચું છે કે ગામમાં રહેનારો તારો ભાઈ એક જ છે. (અર્થાત્ તારા ભાઈ પાસે ઘણી સંપત્તિ છે ગામમાં એની જ વાહવાહ થાય છે. ગામમાં મુખી જેવો છે વિગેરે) કઠોરને વિંધે છે, સૂક્ષ્મ (મીઠું મીઠું) બોલે છે 21 Page #39 -------------------------------------------------------------------------- ________________ બાળકો વડે કહેવાતા આ ધૂર્તના લક્ષણોને તે ઋજુક! શું તમારા વડે ક્યાંય સંભળાયા નથી? (૨૬૩) મફતમાં હાથમાં આવી ગયેલ ગુલામને શું કોઈ હાથમાંથી જવા દે? તેથી તમે અહીં રહો હું કોઈની પણ દાસી નથી. આટલો વખત તારી ભાભીનું મેંદાસપણું કર્યું. તારો તાગ લેવાયો છે તેથી તું ક્યારેક પણ બોધ પામીશ. (૨૬૫) તમે છોકરાઓની સાથે રહો હું તો પિતાને ઘરે જઇશ. એમ કહ્યું એટલે વસંતે કહ્યું કે હે પ્રિયે! તું કેટલાક દિવસ ધીરજ રાખ. ફરીથી પણ વસંતે ભાઈને કહ્યું કે મને ભાગ આપ. ભાઈએ પણ ફરીથી બોધ આપ્યો. ફરીથી પણ પત્નીવડે ભરમાવાયો. એમ ભાઇ અને પ્રિયતમાના વચનોથી સંશયથી ડોલાયમાન થતો અન્ય દિવસે પોતાની સ્ત્રી વડે પોતાની મતિકલ્પિત એવું કંઈપણ વિપ્રિય બતાવાયું છે જેને જઈને વસંત મોટાભાઈ અને ભાભી પર કોઈક રીતે દ્રષવાળો થયો. આ પ્રસંગને આશ્રયીને ઘણાં અશુભ વચનો ભાઈને કહે છે. યુકિતઓ વડે ભાઇવડે સમજાવાતો હોવા છતાં બોધને પામતો નથી. આ જોઈને ખેદ પામેલો મોટો ભાઈ વિચારે છે કે અહો! જુઓ તો ખરા! પોતાની સ્ત્રીથી આ કેવો દુઃખી કરાયો? ઘણાં ફૂટ કપટથી ભરેલી સ્ત્રીઓના સામર્થ્યને તો જુઓ લાંબા સમયથી બંધાયેલ મૂળવાળા પણ બંધુના સ્નેહરૂપી વૃક્ષને ઊખેડી નાખે છે. સ્નેહાળ ભાઈઓના સ્નેહ રૂપી વૃક્ષો ત્યાં સુધી જ નિત્ય વધે છે જયાં સુધી નારીના વાણી રૂપી દઢ અને તીક્ષ્ણ કુહાડીઓની ધારાઓ ચાલતી નથી. (૨૭૩) જયાં સુધી પૈશુન્ય, (૪) ઉચ્ચાટન,વિદ્યા જાપમાં કુશલ એવી સ્ત્રીઓનો યોગ થાય ત્યાં સુધી જ ભાઇઓનું સંયુક્તપણું ટકે છે. અર્થાત્ યોગ થયા પછી સંયુકતપણું નાશ પામે છે. | ઇત્યાદી વિચારીને ધનસહિત ઘર ભાઈને સોંપીને ઉદારતાથી એકલો નીકળીને તે અલગ રહ્યો. (૨૭૫) અને લોકો તેની પ્રશંસા કરે છે. પછી નાનાભાઈની પત્ની કહે છે કે આની (મોટાભાઈની) પ્રશંસા કેમ કરો છો? આ ધનની પોટલી લઇને તો નીકળ્યો છે. પછી કેટલાક દિવસોમાં નાના ભાઈની વિપુલ પણ લક્ષ્મી નાશ પામી. પણ મોટોભાઈ ફરી પણ ઘણું દ્રવ્ય કમાયો. (૨૭૭) પછી ફરીથી નાનોભાઈ મોટાભાઈની પાછળ લાગ્યો અને કહે છે કે તારી પાસે ધનની પોટલી છે. ધનની પોટલી નહીં હોવા છતાં પોતાની ઉદારતાને કાણે મોટાભાઈએ ફરીથી વિપુલ ધન આપ્યું. એ ધન ફરી ચાલી ગયા પછી ફરીથી બીજું ધન આપ્યું. આ રીતે ઘણીવાર ધન આપે છતે લોક નાનાભાઈની હિલના કરે છે તો પણ મોટોભાઈ મધુરવચનોથી હંમેશાં તેની સાથે બોલે છે પણ નાનાને એવો પરિણામ થયો કે લોકો પાસે આ મારી હિલના કરાવે છે. પણ લક્ષ્મી કોઇને પણ પુણ્યથી મળે છે એમ વિચારતો નથી તો પછી પત્ની વડે નચાવાયેલ અપુણ્યવાન એવો હું જુદો થઈને શા માટે રહ્યો છું. પછી વિલખા હૃદયવાળો લજ્જા પામતો ગામ નગરોમાં ભમે છે તો પણ ખરેખર પુણ્યહીન કાણી કોડીને પણ મેળવતો નથી. મલિન વસ્ત્રવાળો અને મલિન શરીરવાળો, દુઃખી, દીન,ભૂખથી ક્ષીણ શરીરવાળો, ભુલકણો, અન્ય દિવસે આવીને મોટાભાઈને છરીથી હણે છે. મોટોભાઈ પણ ઘાને ચૂકવીને ત્યાંથી તેને બહાર કાઢીને રાજભયથી છોડી દે છે અને વિચારે છે કે (૨૮૪) પૂર્વે તેનો તેવા (૪) પૈશુન્ય : પરોક્ષમાં દોષોનું કહેવું, ઉચ્ચાટન = મંત્ર વિશેષ. જેના પ્રભાવથી વસ્તુ પોતાના સ્થાનથી ઉડાવી શકાય છે, મંત્ર=દેવી અધિષ્ઠિત અક્ષર પદ્ધતિ, જપન=ફરી ફરી મંત્રનું ઉચ્ચારણ આમાં કુશલ સ્ત્રીઓ પોતાનું ધાર્યું બીજા પાસે કરાવી શકે છે. 22 Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનો સ્નેહ કયાં? અને હમણાં આની આવી ચેષ્ટા કેમ? ઉપકાર કરતા મારે પણ આ અકારણ શત્રુ થયો. જેવી રીતે આ શત્રુ થયો તેવી રીતે પુત્ર-બહેન-સ્ત્રી-માતા વગેરે બીજા પણ આ જન્મમાં વિપરીત કરે છે અને લાખો દુઃખોને આપે છે, જેવાયેલ છે લાખો દોષો જેના એવા પુત્ર - સ્વજનાદિ વિશે જે હિતબુદ્ધિ છે તે ધુતારાની જેમ વિપર્યાસને જ કરે છે. એ પ્રમાણે મોટા વૈરાગ્યને પામેલો કોઈપણ રીતે ઘરની બહાર નીકળ્યો તથા ગામની નજીકના ઉદ્યાનમાં ઉપશાંત કરાયા છે પાપો જેના વડે એવા સાધુને જુએ છે. (૨૮૮) તેની પાસે જિનધર્મ સાંભળીને પરમવત (દીક્ષા) ને સ્વીકારે છે. નાનો ભાઈ પણ નીકળીને તાપસની દીક્ષા લે છે. સિંહ તપ કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયો. નાનોભાઈ જયોતિષમાં દેવ થયો. ત્યાંથી સંસારમાં ભમીને આ જ બહુસાલવનમાં કાળો સાપ થયો. સિંહનો જીવ પણ દેવભવમાં વિપુલ સુખો ભોગવીને આયુ પૂર્ણ થયે આવીને પૂર્વ ભવમાં સંચિત કરેલા પુણ્યથી ગજપુરનગરમાં સુરેન્દ્ર નામના રાજાનો ઘણાં ગુણોના સમૂહનો ધામ વસુંધર નામે પુત્ર થયો. તેને પણ કોઈ દિવસે કોઈપણ રીતે સાધુને જોઈને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી સિંહભવનું સ્મરણ થયે છતે વૈરાગ્યથી તેણે ગણધર કેવલીની પાસે પ્રવજ્યા સ્વીકારી અને કેવલી ભગવંતને નાનાભાઈના વ્યતિકરને પૂછે છે અને કેવલી ભગવંતે પણ આ ઉદ્યાનમાં સાપ તરીકે ઉત્પન્ન થયો છે ત્યાં સુધીનો સર્વ વૃત્તાંત કહ્યો. (૨૯૫) પછી વસુંધર પણ ગુરુતર સંવેગને ધારણ કરતો સંપૂર્ણ ચૌદ પૂર્વો શીઘ ભણે છે. ગાઢતર, અતિદુષ્કર તપ-ચારિત્રને આરાધના પ્રથમ અવધિ અને પછી કમથી મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી કેવલીએ પોતાને સ્થાને તેને આચાર્યપદે સ્થાપન કર્યો અને કમથી વિહાર કરતો સાપને બોધ આપવા અહીં આવ્યો. વિવિધ જિનેશ્વરના વચનો કહીને તે સાપને પ્રતિબોધ કર્યો. ઉત્પન્ન થયું છે જાતિસ્મરણ જ્ઞાન જેને એવા તે સાપે અનશનનો સ્વીકાર કર્યો. ગઈકાલે પાંચમાં દિવસે સમાધિપૂર્વક કાળ કરીને શ્રેષ્ઠ ભાસ્વર દેહને ધરનારો સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયો. સાપને પ્રતિબોધ કરીને તે આ હું પોતે ધર્મને કહું છું. તેથી હર્ષિત થયેલ કુમાર કહે છે કે અહો! તમારું ચરિત્ર ઘણું સુંદર છે. (૩૦૧) હે મુનીન્દ્રા મોટાભાગનો લોક પોતાના ઘર અને દેહને વિશે ઘણાં પ્રકારના વિરસ દુઃખોને અનુભવે છે પરંતુ બીજે કોઈ આવા ચારિત્રને ગ્રહણ કરવાના પરાક્રમને કરતો નથી. એ પ્રમાણે સત્ય વચનોથી કુમાર જેટલામાં મુનિવરની સ્તવના કરે છે તેટલામાં સમગ્ર બલથી સહિત વિક્રમધન રાજા આ વ્યતિકરને સાંભળીને ત્યાં આવ્યો અને ધનવતી વગેરે જનથી પરિવરેલી ધારિણી મોટા હર્ષપૂર્વક ત્યાં આવી. મુનિએ દેશના આપી. હર્ષિત થયેલા તેઓએ દેશના સાંભળી. હવે અવસર પામીને નમસ્કાર કરીને રાજાએ સૂરિને પુછયું કે ધનકુમારના ગર્ભસમયે જે આંબાનું વૃક્ષ ધારિણી વડે દેવાયું હતું તેના નવવાર આરોપણ આદિના વ્યતિકરને કૃપા કરીને કહો. પછી ઉપયોગ મૂકીને મુનિએ પણ (મુનિ મનઃ પર્યવજ્ઞાની હોવાથી આ હકીકત જાણે છે છતાં ચોકસાઈ કરવા મનથી કેવલીને પુછયું.) સમ્યમ્ જાણવાના હેતુથી મનથી કેવલીને આ હકીકત પૂછી. અને દૂર રહેલા કેવળીએ કેવળજ્ઞાનથી મુનિનું સર્વ મનચિંતિત જાણીને નેમિજિનેશ્વરનું ચરિત્ર લેશથી સૂરિને કહ્યું. (૩૦૭) પછી અવધિ અને મન:પર્યવજ્ઞાનથી કેવલી કથિત વ્યતિકરને જાણીને કહે છે કે હે નરવર! આ તારો પુત્ર આ ભરતક્ષેત્રમાં આ ભવથી નવમાં 23 Page #41 -------------------------------------------------------------------------- ________________ ભવમાં સંચિત કરાયો છે ઘણાં પુણ્યનો પ્રાભાર જેનાવડે, જાદવકુળ રૂપી સરોવરમાં કમળ સમાન, બત્રીસ ઇદ્રોથી નમાયેલ છે બે ચરણ જેના એવા અરિષ્ટનેમિ નામના બાવીશમાં તીર્થકર થશે. અહીં નવવાર આરોપણ નવભવનું સૂચક છે એમ તું જાણ. હે નરનાથ! સર્વભવોમાં પછી પછી વિશિષ્ટ પુણ્યોને ઉપાર્જન કરશે. પછી પછીનો ભવ વિશિષ્ટ ફળવાળો થશે એમ મુનિએ જણાવ્યું. મુનિએ આ જણાવ્યું ત્યારે સૌના હૈયા હર્ષિત થયા. સૂરિને નમતા વારંવાર ધનને અભિનંદન આપે છે અને જિનધર્મમાં પણ તે સર્વેને પણ ભદ્રક ભાવ થયો અને જિનશાસનમાં ઘણું કરીને કુશલપણું પ્રાપ્ત થાય છે. (૩૧૪) એટલામાં રાજાના કાન પાસે આવીને મંત્રી કહે છે કે મગધાધિપ મહારાજા વડે મોકલાયેલ દૂત રાજદ્વારે ઊભો છે અને તે ઉસુક દેખાય છે. તેથી જલદીથી ઊઠો. ફરી પણ અમે તમારા ચરણની વંદના કરશું એમ કહીને ધનકુમાર વગેરેથી યુક્ત રાજા ઊઠ્યો સૂરિ પણ સુખપૂર્વકના વિહારથી અન્ય ક્ષેત્રોમાં વિહરે છે. પછી વ્યકત કરાયો છે સ્નેહનો ભાવ સાર જેમાં એવા સુખોને અનુભવતા ધનવતી અને ધનકુમારના દિવસો પસાર થાય છે.(૩૧૮). હવે ઉનાળામાં વાળા જેવી ઉષ્ણભૂમિ અને રેતી થઈ ત્યારે દુઃસહ તડકાવાળા દિવસો થયે છતે, વાતી એવી લૂથી ભુવનનું તળ ગરમ થયું ત્યારે પ્રિયા સહિત ધન સ્નાન માટે લીલા સરોવરે જાય છે. (૩૨૦) પછી જેટલામાં રમ શીતલ વનોમાં વિચરે છે તેટલામાં ધનવતીએ એકાએક દૂરથી જ એક વનમાં કોઈ વૃક્ષની નીચે દુઃસહ તપથી સોસાયું છે શરીર જેનું એવા ઉપશમ રૂપી લક્ષ્મીને ભેટવાની અભિલાષાવાળા રૂપથી જીતાયો છે કામદેવ જેના વડે મન અને આંખને અપાયેલ છે સંતોષ જેના વડે એવા સાધુ હોવા છતાં આ પ્રમાણે દેખાતા હતા. પરસેવાના પાણીથી ભીનું થયું છે શરીર જેનું, સુપ્રશાંત મુખવાળા, નાશ પામેલ ચંદ્રની કળા જેવી કોમળ કાંતિ જેની (અર્થાત્ અમાસના ચંદ્ર જેવા શ્યામ શરીરવાળા) વિકસિત કમળ જેવા કોમળ બે પગમાંથી ઝરતા લોહીથી સિંચાયેલ છે પૃથ્વી જેના વડે (અર્થાત્ જેના પગમાંથી લોહી ઝરી રહ્યું છે એવા) મૂચ્છથી મિંચાઈ ગઈ છે બે આંખો જેની એવા દીર્ધ અને અગ્નિ જેવાં ગરમ મુકાયેલ છે નિશ્વાસ જેના વડે એવા, માર્ગના શ્રમથી શિથિલ થયું છે આખું શરીર જેનું, ચાલી ગઈ છે સંજ્ઞા જેની, એવા એક સાધુને જોયા. હર્ષ અને વિષાદથી (વનમાં સાધુને જોયા તેથી ધનવતી હર્ષ પામી અને ગ્લાન વ્યાકુલ સાધુને જોયા તેથી વિષાદ પામી) આકુલ ધનવતીએ આ હકીકત પોતાના પતિને જણાવી. પછી ધન પણ ત્યાં જલદીથી પહોંચ્યો. (૩૨૫) તે સાધુને તેવા પ્રકારના જોઈને સંભ્રાન્ત થયેલો ધન વિચારે છે કે અરે રે! આ સાધુ આવી અવસ્થાને કેમ પામ્યા ? ત્યારે ધનવતી કહે છે કે હે નાથ! લાખપુણ્યથી પ્રાપ્ત થયેલા, કાળ વિલંબને નહીં સહન કરી શકનાર એવા આ મુનિનો જલદીથી ઉપચાર કરો. તેથી પ્રિયતમા અને સકલ પરિજનથી સહિત ધને ઘણાં શીત ઉપચારોથી મુનિને તે પ્રમાણે સ્વસ્થ કર્યા કે જેથી પ્રાપ્ત કરેલી સંજ્ઞાવાળા અને સ્વસ્થ અને ચાલી ગયો છે શ્રમ જેના શરીરમાંથી એવા શરીરવાળા મુનિ થયા ત્યારે ધને તેના અંગાદિને સ્વયં સંવાસના કરી(દબાવ્યા) પછી જલદીથી સાધુ પ્રગુણ (સારા) થઈ સ્વસ્થતાથી બેઠા ત્યારે કરેલી છે અંજલિ જેણે, ઉત્પન્ન થયો છે 24 Page #42 -------------------------------------------------------------------------- ________________ ભકિતનો ભર જેને એવો ધન વિનયપૂર્વક કહે છે કે હે સ્વામિન્ મરુમંડલ (મારવાડ) માં મુસાફર કેવી રીતે પદ્મસરોવરને પ્રાપ્ત કરે? અથવા ચાંડાલના ઘરના આંગણામાં ઐરાવણ હાથી કેવી રીતે બંધાય ? અને દરિદ્રને ઘરે કેવી રીતે ચિંતામણિનો સંભવ હોય ? અથવા મહારણ્યમાં ભુખ્યો થયેલો કેવી રીતે કલ્પવૃક્ષને પ્રાપ્ત કરે? અહીં નજીક રહેતા અમને તમારા જેવાનો સંગ સ્વપ્નમાં પણ કેવી રીતે સંભવે ? અને હે મુનીન્દ્ર! હમણાં તમારા સંગને પ્રાપ્ત કરીને પોતામાં પણ કંઈક સુકૃતની સંભાવના કરીએ છીએ પરંતુ આવી અવસ્થા આપની કેવી રીતે થઈ ? આથી જો ખેદનું કારણ ન હોય તો અનુગ્રહ કરીને મને કહો. પછી મુનિવડે વિચારાયું કે અહો ! આનો વચનવિન્યાસ, વિનય અને ભક્તિ ખરેખર કંઈક પણ અપૂર્વ યોગ્યતાને કહે છે. કારણ કે કલ્યાણના અભાગીયા જીવોમાં કલ્યાણના ચિહ્નો હોતા નથી અને આવા પ્રકારના જીવો જિનેશ્વર પ્રભુના ઉપદેશને યોગ્ય હોય છે તેથી કરાયો છે મોટો ઉપકાર જેના વડે એવા આને હું જિનેશ્વરનો ઉપદેશ આપું. (૩૩૭) આમ વિચારીને મુનિએ કહ્યું કે આ કથા મોટી છે તેથી સંક્ષેપથી હું કંઈક કહું છું તે તમે ઉપયોગ પૂર્વક સાંભળો. (૩૩૮) ભુવનોદર નગરમાં જગતમાં વિખ્યાત મોહરાજા છે જેની આજ્ઞાને અહીં દેવો અને મનુષ્યો મસ્તકથી ધારણ કરે છે. કિલષ્ટ, દુષ્ટમતિવાળો, અજ્ઞાનનો પરમમિત્ર સંપૂર્ણ ભુવનનું અહિત કરનાર, ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિનું પરમ કારણ નરકનગરનો સાર્થવાહ, લોકોનું માત્ર વારંવાર વિપર્યાસ જ કરનાર, મિથ્યાદર્શન નામનો મોહરાજાનો અમાત્ય છે. (૩૪૧) તે વિપર્યાસ આ પ્રમાણે છે. અદેવમાં દેવબુદ્ધિ કરે છે તથા અધર્મમાં ધર્મમતિ ઉત્પન્ન કરે છે તથા અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ બતાવે છે. આ અપાત્રને વિશે પાત્ર બુદ્ધિ બતાવે છે, અગુણમાં ગુણબુદ્ધિ કરે છે. સંસારના કારણમાં મોક્ષના કારણની મતિ ઉત્પન્ન કરે છે. (૩૪૩) તે આ પ્રમાણે દેવમાં દેવબુદ્ધિ ધરનારા હાસ્ય-ગીત-કામ-ચેષ્ટા-નૃત્ય-કીડામાં કરાયો છે રાગ જેઓ વડે એવા, રમણીઓના કટાક્ષથી હણાયેલા હોવાથી તેના દાસપણાને પામેલા અને માયાવી, કામદેવના નોકરો, શસ્ત્રને ધારણ કરનારા, સદા ક્રોધી આવા પ્રકારના જીવો તે મિથ્યાદર્શન વડે લોકમાં દેવો તરીકે પ્રતિષ્ઠિત કરાયા છે. (૩૪૫) રાગદ્વેષથી રહિત, સર્વજ્ઞ, પ્રશમથી ભૂષિત શરીરવાળા, શત્રુ અને મિત્ર વિશે સમાન ચિત્તવાળા, દૂરથી જ ત્યાગ કરાયેલ છે રમણી જનનો સંગ જેનાવડે, માયા-મત્સરથી રહિત, શસ્ત્ર રહિત, સર્વસંગથી મુક્ત આવા પ્રકારના સુદેવોને મિથ્યાદર્શન નામના મંત્રીએ સંતાડી દીધા છે. (૩૪૭) અધર્મમાં ધર્મબુદ્ધિ, નદીઓના જળથી સ્નાન કરવું, પશુગણનો ઘાત કરવો, તલનું દહન કરવું, પંચાગ્નિ તપ કરવો, કન્યાના વિવાહ કરવા, કામમાં આસક્તિ કરવી, લોખંડના હળાદિનું દાન કરવું, ગાય- વૃક્ષાદિને વંદન કરવું, અગ્નિ-જળાદિમાં પડવું, કુટુંબનું પરિપાલન કરવું તથા જીવઘાતના કારણ રાત્રીભોજનાદિક અન્ય પણ જે અધર્મ કાર્ય છે તેને મિથ્યાદર્શન ધર્મબુદ્ધિથી પરિણમાવે છે. (૩૫૦) પદાર્થ એકાંતથી ક્ષણ ભંગુર (અનિત્ય) છે અથવા પદાર્થ એકાંતથી નિત્ય છે, આત્મા ભાલ(કપાળ) માં રહેલો છે અથવા આત્મા જ્ઞાન માત્ર છે, અથવા આત્મા શૂન્ય છે, અથવા આ સર્વ જ 25 Page #43 -------------------------------------------------------------------------- ________________ જગત પંચમહાભૂતોનો વિકાર છે આ બધું પ્રત્યક્ષાદિ પ્રમાણથી બાધિત છે છતાં મિથ્યાદર્શન વડે લોકમાં આ બધા અતત્વમાં તત્વ બુદ્ધિ પ્રકાશિત કરાઈ છે. વળી - (૩૫૩) સંગ્રહને પોષનારા અથર્િ પરિગ્રહ કરનારા, સ્ત્રીને વશ રહેનારા, મહારંભી, અસત્ય પ્રતિજ્ઞાવાળા (સાચું નહીં બોલનારા) તપેલા લોખંડના ગોળા જેવા, એકમાત્ર ભૂતના ઘાતમાં રત, કોધી, માની, અત્યંત લોભી, જે ગૃહસ્થો છે તેવા ગૃહસ્થોને વિશે આ મિથ્યાદર્શન પાત્રબુદ્ધિ ઉત્પન્ન કરે છે અને જે ઉપશાંત જીવના હિતકારી, નિત્ય વચન-મન-કાયાથી સંયત, માયા મત્સર-અહંકારથી રહિત, બ્રહ્મચર્યમાં રત, જ્ઞાનરૂપી ધનવાળા, નિસ્ટંગ, નિસ્પૃહ, સર્વથા લોભ વગરના જે મુનિઓ છે તેઓને વિશે મિથ્યાદર્શન અપાત્ર બુદ્ધિને ઉત્પન્ન કરે છે અને લોકને પ્રસ્વેષ ઉત્પન્ન કરે છે. (૩૫૭) તથા જેઓ કૌતુક, જાદુગરી, મંત્ર તથા ઈન્દ્રજાળ અને રસકિયા, નિર્વિષકરણ તંત્ર અને શુભાશુભ નિમિત્ત તથા ચિકિત્સા, ગણિત ચૂર્ણ અને યોગ અને યોગિની શાકિની પ્રયોગ જીવઘાતને ઉત્પન્ન કરનારા એવા પાપશાસ્ત્રોના ઉપદેશોને મોટા પ્રયત્નથી શિખવે છે તથા ઈચ્છા મુજબ તેમાં યોજે છે તેવાઓને આ મિથ્યાદષ્ટિ મંત્રી લોકમાં ગુણવાન અને પૂજ્યો તરીકે પ્રતિષ્ઠિત કરે છે. અને જેઓ જાણતા હોવા છતાં મંત્ર તંત્રાદિને કરતા નથી ધર્મના અતિક્રમ (નાશ)માં ભીરુ, એકાંતે નિસ્પૃહ ચિત્તવાળા, લોભાદિથી રહિત, સ્વાધ્યાયધ્યાન યોગમાં રાગી એવા આત્માઓને આ મિશ્રાદર્શને લોકમાં અજ્ઞાની અને નિર્ગુણી તરીકે સ્થાપિત કર્યા છે. (૩૬૨) મિથ્યાદર્શન મહામંત્રી જીવોપઘાતાદિ સંસારના કારણોમાં મોક્ષસુખના કારણની બુદ્ધિ પ્રકટ કરે છે. આ મિથ્યાદષ્ટિઓનું અહીં બીજું પણ મહાસંકલેશનું સ્થાન અતિવિશાળ મહાદુઃખવાળું, અસંવ્યવહાર નામનું નગર છે. તે નગરમાં ગોલક નામના અસંખ્યાતા મહેલો છે. એકેક ગોલકમાં અસંખ્યાતા નિગોદ નામના ઓરડા છે. અહીં એકેક ઓરડામાં અનંતા કુટુંબીઓ વસે છે. તે કુટુંબીઓમાં સંસારી જીવ નામનો હું એક કુટુંબી હતો.(૩૬૬) ત્યાં ભવિતવ્યતા નામની મારી પ્રિયા હતી. તે ભવિતવ્યતા અનુકૂળ હોતે છતે ભુવનતળ સુખી અને પ્રતિકૂળ હોતે છતે ભુવનતલ દુઃખી હતો. હવે કોઈપણ રીતે લાખો અનંતા પુદ્ગલ પરાવતનને અંતે ભવિતવ્યતાના મનમાં ચિંતા ઉત્પન્ન થઈ કે જુઓ મિથ્યાદર્શન અમાત્યની સાથે મોહરાજાએ કોઈપણ રીતે મારા સ્વામીને આ નગરમાં રૂંધીને રાખ્યો છે. અથવા આ મોહરાજાનો દોષ નથી પણ મારો જ દોષ છે કે સ્વામી મારા વડે જ ઉપેક્ષા કરાયા. કારણ કે મારી સહાય વિના કોઈપણ જીવ કાનિ કરતા નથી. (૩૭૦) તેથી મારે કયારેય પણ આ મારા સ્વામીનો ચારિત્ર રાજાના સૈન્યના માણસોની સાથે સંસર્ગ અવશ્ય કરાવવો જોઈએ. આ અસંવ્યવહાર નગરમાં જ રહેતી એવી મને પણ ચારિત્ર રાજાના સૈન્યના માણસોની સાથ તેનો સંસર્ગ કરવો અસાધ્ય છે. તેથી તેને ઉપાડીને બીજા નગરમાં લઈ જાઉં. એમ વિચારીને વ્યવહાર વનસ્પતિ નામના નગરમાં તેની વડે હું લઈ જવાયો અને ત્યાં હું અનંતકાળની સ્થિતિવાળો કરાયો. (૩૭૩) ત્યારપછી વ્યવહાર નિગોદમાં અને પછી પ્રત્યેક વનસ્પતિ કાયમાં વિવિધ દુઃખોને સહન કરતો અનેક કાળ સુધી ધારણ કરાયો. પછી ત્યાંથી ઉપાડીને ભવિતવ્યતા વડે પૃથ્વી -જળ-અગ્નિ અને વાયુકામાં પ્રત્યેકમાં અસંખ્યતા અવસર્પિણી કાળ સુધી હું 26 Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્થપાયો. ત્યાર પછી બેઈન્દ્રિય - તેઈન્દ્રિય-ચઉન્દ્રિય રૂપ વિકલેન્દ્રિય જીવ રાશિમાં પ્રત્યેકમાં સંખ્યાતા કાળ સુધી હું તે ભવિતવ્યતા વડે ધારણ કરાયો.પછી પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય તથા નારક દેવગતિમાં દુઃખોને સહન કરતો હું ઘણીવાર ભવિતવ્યતા પત્નીવડે ભમાવાયો. આમ સંસારમાં જમાડતી એવી આ ભવિતવ્યતા અનંત પુદ્ગલ પરાવર્તન કાળને અંતે ખુશ થઈ ત્યારે તેની વડે હું કોઈક રીતે કહેવાયો કે તું આ મોહના સૈન્યને હણ (૩૭૮) તથા મારી સહાયથી કર્મપરિણામ રાજાને માર, વિશેષથી મિથ્યાદષ્ટિ મહામંત્રીને માર, આ પ્રમાણે કાંતાની સહાય મેળવીને મારા વડે તે ઘણાં હણાયા. તેથી હર્ષિત થયેલી ભવિતવ્યતાએ અપૂર્વ ઉત્કર્ષને ઉત્પન્ન કરતો, રાંકડાને મહાનિધાનની જેમ મનની શાંતિને આપતો ક્ષણથી સમ્યગદર્શન મહામંત્રી મને બતાવ્યો . ત્યારથી તે (સમ્યગદર્શન મહામંત્રી) મારા વડે પરમબંધુના ભાવથી સ્વીકારાયો. તેના સાનિધ્યમાં મારા રાગાદિ દોષો પાતળા થયા. સન્ આરાધના કરાયેલા હર્ષિત મનવાળા સમદર્શન મહામંત્રી વડે પણ કયારેક એકાએક ચારિત્રધર્મરાજા મને પ્રત્યક્ષ કરાયો. (૩૮૩) કર્મપરિણામ રાજાના શરીરનો ખંડ પૃથકત્વ પલ્યોપમ પ્રમાણ નાશ થયે છતે (૫) દુષ્ટમોહબળ પાતળો થયે છતે ચારિત્રધર્મપાસે રહેલો ચારિત્ર ધર્મનો ગૃહસ્વધર્મ નામનો પુત્ર ભવિતવ્યતા વડે બતાવાયો અને બંધુભાવથી ઉત્પન્ન કરાયો છે ગુણનો સમુહ જેના વડે એવા દેશવિરતિ ધર્મનો મેં સંસારી જીવે સ્વીકાર કર્યો. (૩૮૫) (સંખ્યાતા સાગરોપમ પ્રમાણ કર્મની સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે.) સંખ્યાતા સાગરોપમ પ્રમાણ માત્ર કર્મરૂપી શરીરનો ખંડ છેદાયે છતે મારા વડે ચારિત્રરાજાનો પુત્ર સુગુરુના ચરણની સાક્ષીએ બંધુપણાથી સ્વીકારાયો અને હું મુનિચંદ્ર ગુરુવડે ઉપદેશાવેલ, યતિધર્મની આરાધનાનું હેતુ એવા આ ક્રિયાનુષ્ઠાનને કરું છું. વિશાળ ગચ્છથી યુક્ત હું કોઈકવાર સાથેની સાથે ચાલ્યો પછી અન્ય દેશમાં વિહારથી મહાદુર્ગમ એવી અટવીમાં ચોરોવડે લૂંટાતો તે સાથે ચારેય દિશામાં ગયો. (૩૮૯) અને હું ઉનાળાના તાપથી સંતાપ પામેલો ભુખ અને તરસથી સુકાયેલા શરીરવાળો દિશામૂઢ થયેલો અમાર્ગ (ખરાબ માર્ગવાળા અરણ્ય)માં ભમતો એવો હું અહીં આવ્યો છું. ચકળવકળ થતી આંખવાળો, ચાલી ગયેલી ચેતનાવાળો હું આ ઝાડની નીચે પડ્યો છું. હવે પછીનું જે સ્વરૂપ (હકીકત) છે તેને તું પણ જાણે છે. એ પ્રમાણે સર્વવૃત્તાંત મુનિવડે કહેવાય છતે ધન વિચારે છે કે અહો! મુનિવરના કેવા ગંભીર કથનો છે! કારણ કે તે ભવિતવ્યતા અને તે કર્મ પરિણામ રાજા લોકમાં પણ બીજા કોને સુખદુખનું કારણ નથી થતા? તે મોહરાજા તથા તે જ મિથ્યાદર્શન મંત્રી જગતમાં એકાંત દુઃખનું કારણ કોને નથી થતા? (૩૯૪) આમ વિચારીને ધને મુનિચંદ્ર મુનિવરને કહ્યું કે આપે પોતાના ચારિત્રને કહી મારા પર અનુગ્રહ કર્યો. પરંતુ હે સ્વામિનું! તે નગરમાં (અસંવ્યવહારમાં) તમારો વાસ અને નિર્ગમન જેવી રીતે થયા છે તેવી રીતે અમારા પણ વાસ અને નિર્ગમન થયા છે કે બીજી કોઈ રીતે થયા છે તે મને જણાવો. આમ પુછાયે છતે મુનિવર કહે છે કે ઘણું કરીને સર્વ જીવોનું ચરિત્ર આ પ્રમાણે જ છે. ફકત મિથ્યાદર્શન મંત્રીના પ્રભાવથી લાખો દુઃખોને અનુભવતા ચારિત્રધર્મ સૈન્યથી દૂર ગયેલા સર્વ જીવો અસંવ્યવહાર (૫) સમયગ્દર્શન પ્રાપ્ત થાય પછી પૃથકત્વ (રથી ૯) પલ્યોપમ કર્મની સ્થિતિ ઘટે ત્યારે દેશ વિરતિની પ્રાપ્તિ થાય છે. 27 Page #45 -------------------------------------------------------------------------- ________________ રાશિમાં અનંતા પુદ્ગલ પરાવર્તન વસીને પછી અન્યત્ર (વ્યવહાર રાશિમાં) ભમે છે. (અર્થાત્ ચારિત્રને નહીં પ્રાપ્ત કરનારા જીવો સંસારમાં ભમે છે કારણ કે ચારિત્ર વિના મોક્ષ મળતો નથી.) (૩૯૯) પછી ધન સાધુને પ્રણામ કરીને કહે છે કે હે નાથ! તે મહામોહ સચિવે (મિથ્યાદર્શને) આ સર્વ દુઃખ મને પણ આપ્યું છે તેથી કૃપા કરીને મિથ્યાદર્શનને ઘાત કરવા સમર્થ, મોટાપ્રતાપવાળા એવા સમ્યગ્દર્શન મહામંત્રીને બતાવો. પછી સિદ્ધાંત રૂપી સાગરના સારવાળા મુનિવરવડે વચનમાર્ગથી (વાણીથી) ત્યાં ધનને સમ્યગ્દર્શન મહામંત્રી બતાવાયો. (સમ્યગ્દર્શન એ આત્માનો ગુણ છે તેથી ચર્મચક્ષુથી જોઇ શકાય નહીં તેથી મુનિવર આગમવાણીથી સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવે છે.) (૪૦૨) સમ્યગ્દર્શનનું દર્શન થયે છતે ધન હર્ષથી પુલકિત થયેલો શરીરમાં માતો નથી. જણાયું છે સમ્યગ્દર્શનનું સ્વરૂપ જેનાવડે એવો ધન પોતાને કૃતાર્થ માનીને મુનિવરને કહે છે કે હે સ્વામિન્! તમારી અતિમોટી કૃપારૂપી શ્રેષ્ઠ વૃક્ષનું ફળ, જે ત્રણ ભુવનમાં સારવાળું છે તે મારા વડે આજે પ્રાપ્ત કરાયું. જેવી રીતે હે નાથ! આપના વડે સંસારના દુઃખનો વિચ્છેદ કરનાર બધા કલ્યાણ અને ગુણોનો ભંડાર એવા આ સમ્યગ્દર્શનની સાથે હું સંયોજિત કરાયો તેમ કૃપા કરીને ચારિત્ર ધર્મરાજના પુત્ર એવા ગૃહસ્થ ધર્મને મને સહાય કરો એમ ધને કહ્યું ત્યારે મુનિએ તેમ કર્યું. (અર્થાત્ ધને દેશિવરિત ધર્મની મુનિવર પાસે યાચના કરી અને મુનિએ દેશવિરતિ ધર્મ ઉચ્ચરાવ્યો.) અને ત્યાર પછી ધનવતીને એ જ ક્રમથી મુનિવડે ગૃહસ્થ ધર્મની સહિત તે સમ્યગ્દર્શન મંત્રી સહાય કરાયો. (અર્થાત્ સમ્યક્ત્વ અને દેશવિરતિ ધર્મ ઉચ્ચારાવાયા.) પછી હર્ષિત થઇને તે બે મુનિને નમીને કહે છે કે હે નાથ! આપને છોડીને નિષ્કારણ જીવોને બીજે કોણ ઉપકાર કરે? (૪૦૮) આથી આપની પાસેથી પ્રાપ્ત કરાઇ છે કૃપા જેઓ વડે એવા અમને ઇંદ્રપણું પણ ઘાસ જેવું છે અને રાજ્ય કોડીની કિંમતવાળું પણ નથી કારણકે મોક્ષસુખ અમારા હાથમાં રહેલા છે. તથા હે પ્રભુ! જેમ હમણાં આ લોક સતત નિશ્ચિત સંયોગથી સ્વસ્થ (અર્થાત્ હે મુનિ ભગવંત આપ અમારે ત્યાં નગરમાં પધારો જેથી અમોને આપનું સાનિધ્ય સતત મળે અને ધર્મ શ્રવણ-સેવા ભક્તિથી અમારી ધાર્મિક સ્વસ્થતા વધે.) થાય તેમ જ કરો એમ કહીને અને નમીને સાધુ ઘર લઇ જવાયા અને પોતાને કૃતાર્થ માનતા એવા તેઓ વડે કલ્પનીય વિવિધપ્રકારના આહારોથી પ્રતિલાભિત કરાયા. પછી કેટલાક દિવસો ત્યાં રહીને ધન અને ધનવતી વગેરે લોકોને જિનધર્મમાં કુશળ કરીને વિહાર કરી મુનિવર પોતાના ગચ્છમાં ભેળા થયા. હવે પ્રિયાની સાથે અસ્ખલિત શ્રાવક ધર્મને પાળતા જો કે પૂર્વે પણ ધર્મ પર પ્રીતિ હતી તો પણ હમણાં સમચિત્તથી આત્મ સ્વરૂપને સાધી આપનાર (સધમ્મ ચારિત્ત માવાઓ - સ્વ ધર્મચારિત્ર માવતઃ સ્વ - આત્મા ધર્મ - સ્વરૂપ અર્થાત્ પોતાના સ્વરૂપને સાધી આપનાર એવા ચારિત્રના ભાવથી.) ચારિત્રનો ભાવ થવાથી ધર્મ પર પ્રીતિ ઘણીવૃદ્ધિ પામી. હવે ઘણાં દિવસો વ્યતીત થયા પછી અને પિતા મરણ પામે છતે અમાત્યો, સામંત અને નગરના લોકોવડે ધનકુમાર રાજપદે અભિષેક કરાયો. પર્વતના શિખર પર આક્રમણ કરતાં સૂર્યની જેમ તે રાજ્યનું પાલન કરતા ધનનો મોટો પ્રભાવ વિસ્તરે છે. યતિપાસે ધર્મના શ્રવણથી જ લોકને ભોગોપભોગનો (લોકને સાંસારિક ભાગોપભોગોનો નિયમ હતો પણ રાજ્યમાં 28 Page #46 -------------------------------------------------------------------------- ________________ ભોગાદિની સામગ્રીની ન્યૂનતા ન હતી.) ત્યાગ હતો પણ રાજ્યમાં ભોગાદિનો ત્યાગ ન હતો. કાવ્યમાં જ બંધ હતો પણ ધનના રાજ્યમાં કોઈને પણ બાંધવામાં આવતા ન હતા. સોગઠાને વિશે જ. માર શબ્દનો પ્રયોગ થતો હતો બાકી રાજ્યમાં કયાંય કોઈને મારવાની સજા ન હતી. છત્રના જ દંડ હતા રાજ્યમાં કોઈને દંડ કરવામાં આવતો ન હતો. વનોમાં પક્ષીઓનું આગમન હતું પણ રાજ્યમાં કયાંય વિરોધ ન હતો. મંદિરો રંગથી લીંપાયેલ હતા પણ ઘરો બુભક્ષા વિનાના હતા. કવિજનની જ દષ્ટિ પર ધન પર (વર્ણન કરવા માટે) હતી. પણ લોકોની દષ્ટિ પરધનહરણ વિશે ન હતી. સ્ત્રીઓની કેડમાં જ પાતળાપણું હતું પણ રાજ્યમાં કયાંય તુચ્છતા ન હતી. સરોવરમાં જડ (પાણી)નો સદ્ભાવ હતો. પણ રાજ્યમાં ક્યાંય જડતા ન હતી. હાથીના ટોળામાં જ કલભ (મદનીયું) હતું. પણ તેના રાજ્યમાં ક્યાંય કલહ (કજિયો) ન હતો. હાથીના સમૂહમાં જ મદ હતો પણ રાજ્યમાં ક્યાંય મદ (ગવ) ન હતો. (૪૧૯) આમ શાંત કરાયા છે ભય અને કલહ જેમાં, સધાયો છે સંપૂર્ણ લૂંટારાના રાજાઓનો સમૂહ જેમાં એવા નિષ્ફટક પોતાના રાજ્યનું પાલન ધનરાજા કરે છે. નવા જિનચૈત્યોને કરાવે છે અને જુના જિનમંદિરોનું જિર્ણોદ્ધાર કરાવે છે. મોટા આનંદથી વિચિત્ર પ્રકારની રથયાત્રાઓ કરાવે છે. (૪૨૧) સાધર્મિક વાત્સલ્ય કરે છે અને દુઃખીઓને દાન આપે છે અને પર્વતિથિમાં પૌષધ સામાયિકાદિ કરે છે. પછી કોઈક વખત સભામાં બેઠેલા ધનરાજા હર્ષથી ભરેલા મનવાળા ઉદ્યાન પાલક વડે વધામણી કરાવાયા. હે દેવ! પૂર્વે જે જ્ઞાનના ભંડાર એવા સૂરિ વંદન કરાયા હતા તે હમણાં અહીં બહુસાલ ઉદ્યાનમાં પધાર્યા છે. આ સાંભળીને રાજા એકાએક જાણે અમૃતસમુદ્રમાં ન્હાયા ન હોય! જાણે ઈન્દ્રનું રાજય મેળવ્યું ન હોય! જાણે ચિંતામણિ પ્રાપ્ત કર્યું ન હોય! તેમ તેના હર્ષનો અતિરેક શરીરમાં, ઘરમાં, નગરમાં અને સમગ્ર ત્રણ ભુવનમાં માતો નથી. પછી રાજા ઉદ્યાનપાલકને વિપુલ પ્રીતિદાન આપીને ઊભો થાય છે. (૪૨૬) સભામાં જ રહેલા રાજાએ સૂરિને ભાવથી પ્રણામ કરીને સ્નાન કરે છે હારથી શોભિત છે છાતી જેની, પહેરાયું છે દેવને દુર્લભ વસ્ત્ર જેના વડે, સફેદ ચારદાંતવાળા શ્રેષ્ઠ હાથી પર બેઠેલો, હાથીઓના સમૂહથી વીંટળાયેલો, શ્રેષ્ઠ ઘોડાના ખુરથી ઉડેલી રોના સમૂહથી ઢંકાયેલા છે દિશાઓના છેડા જેનાવડે મણિ અને ઘૂઘરીઓના અવાજથી બહેરા કરાયેલ પ્રેક્ષકોના લાખો શ્રેષ્ઠ રથોથી વીંટળાયેલો, પદાતિઓના સમૂહથી સાંકડો કરાયેલ છે વિસ્તૃત રાજમાર્ગ જેના વડે, મહેલોની આગાશીઓ પર રહેલા ઘણાં જનસમૂહોથી પ્રશંસા કરાતો, આંગળીઓથી બતાવાતો એવો રાજા કર્મો કરીને ત્યાં ઉદ્યાનમાં પહોંચ્યો. (૪૩૦) બહુસાલ ઉધાનમાં સૂરિને ત્રણ પ્રદક્ષિણા કરીને ભક્તિથી પ્રણામ કરીને બેઠેલો વિનયથી કહે છે કે હે મુનિપુંગવ! જે હમણાં અહીં આવવાથી આપના વડે અનુગ્રહ કરાયો તે સારું કરાયું. પૂર્વે પણ આપ અહીં વિચર્યા હતા તેથી તૃષાતુર એવા અમારા પર અનુગ્રહ કરાયો હતો. આપ આટલો વખત કયાં રોકાયા હતા? ત્યારે આચાર્ય કહે છે કે હે રાજન! લશ્કરની જમાવટ પૂર્વકની લડાઈથી અમો વિવિધ દેશોમાં ભમ્યા. રાજકુળમાં ઉત્પન્ન થયેલા અમારે યુદ્ધો થાય 29 Page #47 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ત્યાગ કરાયો છે સર્વ સંગ જેમનાવડે એવા આપને લડાઇ કરવાનું શું કારણ છે? પછી સૂરિએ કહ્યું કે હે રાજન! શું કરીએ અમારો આ વિગ્રહ દિવસ કે રાત સદાકાળ બંધ થતો નથી. પછી રાજા કુતૂહલ અને હર્ષપૂર્વક પૂછે છે કે તે વિગ્રહ કોની સાથે છે? અથવા તે વિગ્રહ શું છે? અને આ વિગ્રહ કેવી રીતે કરાય છે? હે મુનિનાથ! પ્રસન્ન થઇને મને કહો. પછી સૂરિ કહે છે કે હે નરવર! અહીં (આ સંસારમાં) ત્રણેય ભુવનને પણ અજેય સર્વને પણ પ્રતિકૂળ, દુષ્ટ, નિષ્કારણ શત્રુ સુરેન્દ્ર અને ચક્રવર્તીઓના નગરોમાં પણ શંકા વિના ધાડ પાડે છે અને સમગ્ર અંતરંગ સર્વસ્વને હરે છે. મદ, ક્રોધ અને લોભ રૂપ યોધાઓથી યુક્ત, આ વરકડા જગતને જીતીને પોતાને વશ કરતો મોહરાજા ભમે છે. મોહરાજાના સૈન્યથી લૂંટાતા, કોઇપણ રીતે નાશી છૂટતા, એવા અમે મોટાપુણ્યથી જિનશાસન રૂપી કિલ્લાને પ્રાપ્ત કર્યું છે. (૪૪૦) ચારિત્ર ધર્મરાજા વડે અપાયેલ સેનાપતિ સદાગમથી સહિત શમ-દમ-સંયમ-સંતોષ વગેરે કોડો સૈનિકોથી યુક્ત એવા સૈન્યને લઇને પૂર્વકોપના વશથી મોહરાજાની સાથે હું હમણાં લડું છું. અને મારા શ્રેષ્ઠ શિષ્યો પણ એની સાથે નિત્ય લડે છે. ખેંચેલી તપરૂપી તલવારવાળા, ક્ષમારૂપી ઢાલવાળા, વિવેકરૂપી કવચવાળા, સંતોષરૂપી શ્રેષ્ઠ ઘોડાવાળા જ્ઞાનાદિ ત્રણ ભાલાવાળા (જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ) માર્દવ રૂપી હાથીના સ્કંધ પર ચઢેલા, આર્ઝવરૂપી ભાલાની અણીથી ભેદાયા છે દુશ્મનોના હૈયા જેઓ વડે, શુભ અધ્યવસાય રૂપી રથવાળા, ભાવનારૂપી ધનુષ્ય અને દંડથી વ્યગ્ર છે હાથ જેઓના સદેશના રૂપી તીક્ષ્ણ બાણોવાળા, ઘણાં પ્રકારના શુભયોગોરૂપી સુભટોથી પરિવરેલા સેનાપતિ સદાગમના કહેવાથી મારાવડે યુદ્ધમાં વ્યાપારિત કરાવાયા. સ્વાધ્યાય રૂપી મંગલ પાઠકના અવાજથી હંમેશા ઉત્સાહિત કરાયેલા સદા વધેલા પ્રયત્નવાળા યોદ્ધાઓ મોહરાજાના સુભટોની સાથે હંમેશા અધિક લડે છે. બાળ-વૃદ્ધસ્રી સર્વને હણતાં તેઓ વડે ઘણાં શત્રુઓ જિતાયા અને ઘણાં મરાયા. આ શત્રુઓથી પીડાયેલ અને જિતાયેલ એવા બીજાને છોડાવતા આ મુનિઓ બધે વિહરે છે. હું પણ તેઓમાનો એક છું. હે વસુધાધિપ ! યુદ્ધે ચઢેલો હું વિવિધ દેશોમાં કરુણાથી ભયું છું (વિહરું છું.) અને તને છોડાવવા હમણાં હું અહીં આવ્યો છું. હે મુનીશ્વર! આપના વડે સારું કહેવાયું. તમારી આ લડાઇ પ્રશંસનીય છે. જે કરુણાથી હું આ પ્રમાણે અનુગ્રહિત કરાયો છું. તેની શું વાત કરું? તીરસ્કાર કરાયા છે ઇન્દ્રો અને ચક્રવર્તીઓ જેઓ વડે એવા તે શત્રુઓથી દેશહિત નગર સહિત, ઘર સહિત અને સ્વજન સહિત હું પણ પીડાઇ રહ્યો છું.(૪૫૧) તેથી હું નિષ્કારણ બાંધવ! હે જગતવત્સલ! હે છલિત માન મદ મોહ! (ઠગાયા છે માન મદ અને મોહ જેના વડે) આપને છોડીને બીજો કોઇ તેઓથી છોડાવવા શક્તિમાન નથી. તેથી હે મુનિનાથ! અનુગ્રહ કરીને યથોક્ત કૃપાથી મને સ્વસ્થ કરો અને જલદીથી આ શત્રુઓથી છોડાવો. હે નરવર! તું ચારિત્રગ્રહણમાં વિલંબ ન કર. સાધુઓ વડે ગ્રહણ કરાયેલ બખ્તરને ધારણ કર પછી શત્રુઓને જીતીને મુક્તિપુરી કિલ્લામાં પહોંચ. આમ સૂરિવડે કહેવાયે છતે ધનવતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ જયંત નામનો પોતાનો પુત્ર રાજાવડે પોતાના સ્થાને સ્થાપન કરાયો. પછી કેટલાક મોટા મંત્રીઓ સામંતો અને ધનવતીની સાથે વિધિપૂર્વક સૂરિની પાસે સ્વયં દીક્ષા લીધી. પછી ધનરાજર્ષિ ઉત્કૃષ્ટ રીતે ચારિત્રનું પાલન કરે છે. કાળે કરી ગીતાર્થ થયા અને સૂરિપદે સ્થપાયા. 30 Page #48 -------------------------------------------------------------------------- ________________ પછી સૂર્યની જેમ ભવ્ય જીવો રૂપી કમળવનને ચિરકાળ સુધી પ્રતિબોધ કરીને, રાજા વગેરેને દીક્ષા આપીને અખંડ શ્રામણ્યને પાળીને અંત સમયે એક માસનું અનશન કરે છે. પાલન કરાયું છે સાધુપણું જેણીવડે એવી ધનવતી પણ તે જ રીતે અનશન સ્વીકારે છે. (૪૫૯) આમ બંને પણ દીક્ષા લઇ, અકલંક અનશન કરી સૌધર્મ દેવલોકમાં મહાઋદ્ધિવાળા સામાનિક દેવો થયા. પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલ નિર્મળ પુણ્યના પ્રભાવથી રતિસાગરમાં ડૂબેલા ત્યાં વિપુલ સુખને ભોગવે છે. આમ ધન અને ધનવતી નામના નેમિ અને રાજીમતીના જીવોનો સંસારને નાશ કરનારો પ્રથમ ભવ કહ્યો અને દેવભવ પણ કહ્યો. (શ્રીમદ્ નેમિ અને રાજીમતીનો દેવભવસહિત પ્રથમ ભવ સમાપ્ત) બીજો ભવ અને આ બાજુ ભરતક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રના છેડા સુધી વિસ્તરેલ સંપૂર્ણ રૂપ્યમય વૈતાઢ્ય નામનો શ્રેષ્ઠ પર્વત છે જે પચીશ યોજન ઊંચો છે, મૂળમાં પચાશ યોજન વિસ્તારવાળો છે અને મૂળથી ઊંચે જઇને દક્ષિણ અને ઉત્તર ભાગમાં સર્વ ખેચરોના નિવાસભૂત દસ દસ યોજન પહોળાઇવાળી અને પર્વત જેટલી લંબાઇવાળી રમ્ય બે શ્રેણીઓ આવેલી છે. અને તે શ્રેણીઓ પર દક્ષિણબાજુ પચાશ અને ઉત્તરબાજુ સાઇઠ નગરો છે. તે પર્વત પર શ્રેષ્ઠરત્ન અને સુવર્ણથી નિર્મિત નવ ફૂટો(શિખરો)છે. અને તે પર્વત પર સિદ્ધકૂટ પર દેશોન એક ગાઉ ઊંચો, એક ગાઉ લાંબો, એક ગાઉ પહોળો, રત્ન અને સુવર્ણથી બનેલો, એકશો આઠ પ્રતિમાથી યુક્ત, શ્રી જિનેશ્વર ભવન છે. અને જે આંબા-બકુલ-ચંપક દ્રાક્ષ-ખજૂર અને ચંદન વનોથી અને વિશાળ ગુફા તેમ જ વનોથી વીંટળાયેલ છે અને તે મુનિઓના મનને પણ હરે છે ત્યાં વન નિકુંજોમાં પ્રિયતમની સાથે સુરસુંદરીઓ વડે ચંદ્ર જેવા ઉજ્જ્વળ તીર્થંકરોના ચરિત્રો ગવાય છે.(૪૭૧) નમિ-વિનમિથી કૃતાર્થ કરાયેલ પ્રસાદના લેશનું સ્મરણ કરતા વિદ્યાધરો વડે શ્રી ઋષભદેવ સ્વામીનું ચરિત્ર ગવાય છે. જયાં શિલાતલના તળીયા પર દેવખેચર તિર્યંચોના સમૂહોથી સેવાતા ધ્યાનમગ્ન, પ્રશાંત ચારણમુનિઓ દેખાય છે. હિમ અને ખીરના સમૂહથી પણ વિશેષ સફેદ,શ્રેષ્ઠ નીલમ રત્નોથી યુક્ત શિલાઓથી ચંદ્રના ઘણાં દાબડાઓની શંકા ઉત્પન્ન કરાય છે.(એકેક શિલા જાણે એકેક ચંદ્રનો દાબડો હોય તેવી લાગે છે.) ત્યાં ઉત્તર શ્રેણીમાં કૈલાસ પર્વતના શિખરની જેમ હંમેશાં શ્રેષ્ઠ સ્ફટિકોને ધારણ કરનારું, જાણે પ્રકટ રત્નોનું ઘર ન હોય! જાણે ઘણાં સુવર્ણના મસ્તકના સમૂહવાળા હાથીનો સમૂહ ન હોય તેવું સૂરતેજ નામનું નગર છે. શ્રી વિદ્યાધર ચક્રવર્તી શૂરતેજ તેનું પાલન કરે છે. (૪૭૬) જે યુદ્ધમાં હાથમાંથી ક્યારેય પણ ચાયં-ચાપ-ધનુષ્યને અને ઘરમાં હાથમાંથી ક્યારેય પણ વાયંદાનને છોડતો નથી તથા બંને જગ્યાએ (યુદ્ધમાં અને ઘરમાં) જેના યાચકો હંમેશા નિષ્ફળ થતા નથી. (અર્થાત્ યુદ્ધમાં શત્રુ સૈનિકો જીવિત દાનની યાચના કરે છે તો તે જીવિત દાન આપીને યાચના પૂરી કરે છે અને ઘરે યાચકો આવે તો તેમને ધન આપીને યાચના પૂરી કરે છે.) તે રાજાને સકળ અંતઃપુરમાં સારભૂત, પ્રાપ્ત કરાયો છે સ્તનવડે ઉત્કર્ષ જેના વડે એવી 31 Page #49 -------------------------------------------------------------------------- ________________ વિદ્યુતમતી નામની તેની સ્ત્રી છે જે સ્થિર છતાં વિજળી જેવી છે. (અહીં વિરોધાભાસ અલંકાર છે. પોતે સ્થિર છે છતાં વિજળી જેવી ચંચળ બતાવી છે. સંપત્ત પોદરિસા એ વિશેષણ વિદ્યુતના પક્ષમાં પ્રાપ્ત કરાયો છે વાદળથી ઉત્કર્ષ જેના વડે એવી વિજળી.) વિપુલ દેવતાઈ સુસ્સે ભોગવીને પછી સૌધર્મદેવલોકમાંથી આવીને ધનનો જીવ વિદ્યુતમતીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો.(૪૭૯) હવે આ વિદ્યુતમતી શુભમુહૂર્વે વિંધ્ય પર્વતની હાથિણી જેમ હાથીના બચ્ચાને જન્મ આપે તેમ સર્વલક્ષણને ધરનાર શ્રેષ્ઠ રત્નની જેવી શોભાવાળા પુત્રને જન્મ આપે છે. મહાવિભૂતિથી વર્યાપનક (વધામણી) કરાયું અને ઉચિત દિવસે વિભૂતિથી આનું ચિત્રગતિ એ પ્રમાણે નામ રખાયું. હવે અતિવિશાળ સુખથી તેઓના ઘરે પાંચ ધાવમાતાઓથી લાલન પાલન કરાતો શુક્લ પક્ષના ચંદ્રની જેમ ચિત્રગતિ દરરોજ મોટો થાય છે, કલાગ્રહણ કરવામાં કલાચાર્યના પણ જ્ઞાનનો ઉત્કર્ષ કરે છે. જેમ દીપકને ઉત્પન્ન કરનારી વાટો (સૂતરની દશીઓ) પ્રકાશને કરે છે તેમ દીપક પણ વાટને પ્રગટાવે છે તેમ પ્રસ્તુતમાં ગુરુ શિષ્યના જ્ઞાનગુણને ઉત્પન્ન કરે છે અને શિષ્ય પણ ગુરુના જ્ઞાન ગુણને જીવંત રાખે છે. (૪૮૩) કામુકને જેમ વસંત સમય પ્રાપ્ત થાય તેમ ઉત્પન્ન કરાયો છે વિલાસનો અભિલાષ જેનાવડે, પ્રચુર રૂપવાળો, વર્ધિત કરાયો છે કામ જેના વડે એવો તેનો યૌવન સમય પ્રાપ્ત થયો. જન્માંતરમાં સંચિત કરેલા મોટા પુણ્યના પ્રાભારથી ઉત્પન્ન થયેલ તેનું જે રૂપે છે તે રૂપનું વર્ણન કરવા બૃહસ્પતિ પણ સમર્થ નથી. અને આ બાજુ વૈતાઢ્ય પર્વત પર પણ દક્ષિણ શ્રેણીમાં ચેતકાંતિવાળા વાસઘરો છે જેમાં એવું સિતમંદિર નામનું નગર છે. તે નગરમાં અતિસમૃદ્ધ અનંગસિંહનામનો વિદ્યાધર રાજા છે જે પર્વત જેવા ઊંચા શરીરવાળો છે, સિંહ જેવો પરાક્રમી છે અને અનેક ગજરત્નવાળો છે વિષ્ણુને જેમ લક્ષ્મી પત્ની છે તેમ તેને શશીપ્રભા નામની પત્ની છે, દેવદ્ધિને ભોગવીને ધનવતીનો જીવ પુત્રીપણે તેના ગર્ભમાં ઉત્પન્ન થયો. પછી શશીષભા ગુણરૂપી રત્નાલંકારથી ભૂષિત, નયન અને મનને સુખ આપનારી પુત્રીને જન્મ આપે છે. ઘણાં પુત્રો ઉપર આ પુત્રી ઉત્પન્ન થઈ છે તથા ગુણોથી પૂર્ણ છે તેથી પુત્રના જન્મની જેમ માતાપિતા પુત્રી જન્મની વધપના (વધામણી) કરે છે. રૂપાદિ ગુણોથી સર્વ શ્રી રત્નોમાં શ્રેષ્ઠ અધિપતિપણાથી માતાપિતાવડે તેનું નામ રત્નમતી રખાયું. પોતાના પુણ્યોથી સકલ મનોરથોના સમૂહને પુરતી તેઓના ઘરે કલ્પવૃક્ષલતાની જેમ સુખપૂર્વક વધે છે સ્ત્રીજનને યોગ્ય સર્વશાસ્ત્રોને જલદીથી ભણે છે અને દેવકુમારીની જેમ રાજપુત્રીઓની સાથે ફરે છે. તેના ખીલતા યૌવનને જોઈ કામદેવના બાણથી પીડિત કરાયું છે શરીર જેનું એવો સર્વ પણ યુવાન વર્ગ શૂન્યમનસ્ક ભમે છે. (૪૯૪) પણ તે પુરુષને વિશે દષ્ટિ કરતી નથી. કોઇપણ રીતે તે શાસ્ત્રોને ભાણે છે ધર્મની વિચારણા કરે છે અને ઉપશાંત થઈ રહે છે. પછી ભયભીત થયેલ પિતાએ મહાજ્ઞાની નૈમિત્તિકને પુછયું કે ભુવનમાં સુકૃતાર્થ એવો કોણ મારી પુત્રીનો વર થશે? પછી નિમિત્તકે એક ક્ષણ વિચારીને કહ્યું કે હે રાજન! જે સત્યપુરુષ તને જીતીને ખડ્ય રત્નને લઈ જશે તથા શાશ્વત સિદ્ધાયતનમાં જિનવંદન કરતા જેના પર કુસુમ વૃષ્ટિ થશે તે રત્નપતીને પરણશે. નિખિરિયાએ એમ કહ્યું ત્યારે હર્ષિત અને વિસ્મિત થયેલ ખેચરપતિ વિચારે છે કે અહો! હંમેશ | 32 Page #50 -------------------------------------------------------------------------- ________________ અખ્ખલિત માનવાળા મારું પણ કુળપરંપરાથી આવેલું, દેવતાથી અપાયેલું, વિવિધ યુદ્ધના સંઘર્ષમાં પણ સિદ્ધ પ્રતાપવાળું એવું ખગ કોઇ ગ્રહણ કરશે અથવા અહીં પુરુષોના પૌરુષ અને પ્રતાપમાં કોઈ નિયમ નથી કારણ કે પછી પછી થતાં પુરુષોની ઉત્કર્ષ કથાઓ પૂર્વ પૂર્વ પુરુષોની ઉત્કર્ષ કથાઓનો નાશ કરે છે. (૫૦૧) ઇત્યાદિ વિચારીને નૈમિત્તિકને ધનાદિથી સત્કાર કરીને રજા આપે છે. અને આ બાજુ આ ભરતક્ષેત્રમાં ચકપુર નામનું શ્રેષ્ઠ નગર હતું. તેમાં અતિસમૃદ્ધ અને વિખ્યાત સુગ્રીવ નામનો રાજા હતો. તેને ભદ્રા અને યશોમતી નામની બે પ્રિય પત્નીઓ હતી. ભદ્રાનો પુત્ર પદ્ધ નાનો હતો અને યશોમતીને વિનય રૂપી લક્ષ્મીના સમૂહનો ઘર, ધીર, ઉપશાંત, ગંભીર, સ્થિર, ઉદાર, કૃતજ્ઞ, સુમતિ, ન્યાયપ્રિય, સુનિશ્ચલ, જિનશાસનમાં ભાવિત મતિવાળો સુમિત્ર નામે પુત્ર હતો. નાનોભાઈ પમ પણ આનાથી વિપરીત ગુણવાળો હતો પરંતુ તેની માતા એના વિગુણપણાને જાણતી નથી તેને રાજય મળે એવું ઇચ્છે છે અને મોટા પુત્ર પર (પોતાની શોક્યના મોટા પુત્ર પર) બ્રેષને કરે છે. આ જીવતો રહે છતે મારા પુત્રને રાજય નહીં મળે તેથી મારવાને માટે નિત્ય તેના છિદ્રોને શોધે છે. (૫૦૭) - હવે બીજા કોઈક દિવસે કોઈપણ રીતે રસોઈમાં મહાવિષને ભેળવી તેવી રીતે તેનાવડે અપાયું કે જેથી તેના શરીરમાં પરિણત થયે છતે એકાએક આંખ મીંચી ગયેલ તે મહાભાગ પૃથ્વી પર પડ્યો. પછી મહાઘોર વિષનો આવેગ તેના શરીરમાં પ્રસરે છે તેનાથી તેના દાંતો લીલા થાય છે. મહાદાહ ઉત્પન્ન થાય છે, જીવનને અંત કરનારી દારુણ વેદનાઓ ઉલ્લસિત થાય છે. અને તે બોલતો નથી, ચાલતો નથી, ચેષ્ટા કરતો નથી, કોઈને પણ ઓળખાતો નથી, કંઇપણ હુંકારો કરતો નથી, કાષ્ટની જેમ નિશ્રેષ્ટ રહે છે(૫૧૧) તે સાંભળીને સંભ્રાન્ત સુગ્રીવરાજા સ્વયં દોડી આવે છે. મંત્રી, સામંતો મંડલાધિપો અને નગર લોકો પણ દોડી આવે છે. માતા વગેરે સકલ અંતઃપુર પરિવાર સહિત પ્રલાપ કરે છે. કોલાહલ ઊછળ્યો અને આખું નગર આક્રંદ કરે છે અને આ સાવકી માતાનું કાર્ય છે એમ લોક સ્પષ્ટ (સાચું) કહે છે. આ અસમંજસને સાંભળીને અને તેવું વાતાવરણ જોઈને ભયભીત થયેલી મહાપાપી એવી આ ભાગીને ક્યાંય પણ નાશી ગઇ. રાજા પણ વિદ્યામંત્ર, ઔષધિ આદિનો ઉપચાર કરાવે છે. મણિરત્નથી પ્રક્ષાલિત ઘણાં પ્રકારના પાણીઓ યત્નથી કુમારને પીવડાવે છે. દેવતાઓને પૂજે છે. શાંતિકર્મોને કરાવે છે. એટલામાં થોડો પણ ગુણ (કાયદો) દેખાતો નથી તેટલામાં શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ કુમારના ચરિત્રોને યાદ કરીને સર્વજન પ્રલાપ કરે છે. પ્રલાપ થયે છતે નગરમાં પણ આક્રંદ ઊછળે છે. કુમારના ગુણોને યાદ કરી પશુઓ પણ રડે છે તથા યુવાનો પણ રહે છે. એટલામાં કોઈપણ રીતે વિદ્યાધરોના વૃંદથી પરિવરેલો, વિદ્યાધરોનો ચક્રવર્તી થયેલો, શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થયેલો, વિવિધ દેશોમાં પરિભ્રમણ કરતો ચિત્રગતિ નામનો શ્રેષ્ઠકુમાર અતિ અદ્દભૂત શોકના દુઃખવાળા સકલ નગરને જુએ છે. (૫૨૦) પછી સંભ્રાન્ત ચિત્રગતિ એક વિદ્યાધરને ત્યાં મોકલે છે, વિદ્યાધર નગરના વ્યતિકરને જાણીને ચિત્રગતિને તે સર્વ હકીકત જણાવે છે. ઉત્પન્ન થયો છે ગુણનો પક્ષપાત જેને, ઉત્પન્ન થઇ છે ઘણી કરૂણા 33 Page #51 -------------------------------------------------------------------------- ________________ જેને એવો ચિત્રગતિ આવીને તેવી અવસ્થામાં રહેલા સુમિત્રકુમારને જુએ છે. હવે જલદીથી ત્રણ ચાંગળા (ચાંગળુ એટલે હથેળીના ચાર આંગળામાં સમાય તેટલો જથ્થો.) પ્રમાણ પાણીને અભિમંત્રીને છાંટે છે અને ચિત્રગતિ પણ કુમારની પાસે જલદીથી બેસે છે. આ શું છે? એમ પૂછતો વિસ્મિત થયેલો તે કુમાર ઊભો થયો. પછી પિતાએ તેનો સર્વ વૃત્તાંત તેને કહ્યો. પછી જોડાયા છે કરરૂપી કમળ જેના વડે એવો તે કુમાર ખેચરને ઉદ્દેશીને કહે છે કે આ પરોપકારમતિથી પણ તમારું કુળ મને જણાયું છે. (૫૫) પરંતુ વિશેષથી જ અમે શ્રવણસુખ અનુભવવા ઈચ્છીએ છીએ તમે કોણ છો? તમારું અહીં આગમન કેવી રીતે થયું ? જે તમને ખેદ ન થતો હોય તો આ કહો. હવે તેની પાસે રહેલા મંત્રીપુત્રે કહ્યું કે - વૈતાઢ્ય પર્વત પર થી શ્રતેજ નામના જગતપ્રસિદ્ધ, વિદ્યાધર ચક્રવર્તીશ્રીનો મહાસુભટ નામથી ચિત્રગતિ નામનો પુત્ર છે, જે કુતૂહલના વશથી જુદા જુદા દેશોમાં વિચરતો આ વ્યતિકરને જોઈને અહીં આવ્યો છે. મંત્રીપુત્ર વડે આ કહેવાય છતે હર્ષિત થયેલ કુમાર પણ કહે છે કે જે એમ છે તો મારી દુઃખાવસ્થા પણ ફળદાયક થઈ કારણ કે મહાયશસ્વી એવા આની સાથે મારે ભેટો થયો. બીજી રીતે પણ પુરૂષે અવશ્ય કરવાનું છે પણ જો તું ન હોત તો અનાથ એવા મારું મરણ પચ્ચકખાણ વિના તથા નમસ્કાર વિના જ પશુની જેમ થાત અને તેથી અનંત સંસારના દુઃખના ફળવાળો થાત. તેથી અહીં રક્ષણ કરતા એવા તારા વડે મારા અનંત નરકાદિ દુઃખો રક્ષણ કરાયા. (અર્થાત્ મને નરકના દુઃખોથી બચાવ્યો.) અને અનંત શિવસુખ અપાયું. (૫૩૩) આ પ્રમાણે તમે મારા ઉપકારી છો વધારે અહીં શું કહું? અથવા સજ્જનો આંબાના વૃક્ષની જેમ પરોપકારને માટે જ થાય છે. શું વાદળો અપેક્ષા રાખીને વરસે છે? અથવા શું ઉત્તમવૃક્ષો અપેક્ષા રાખીને ફળે છે? સૂર્ય ત્રણ ભુવનના અંધકારને નાશ કરે છે તેમાં શું સૂર્યને કોઈ અપેક્ષા છે? એ પ્રમાણે સુમિત્રકુમારે ખેચરાધિપના પુત્રનું યથાર્થ વચનોથી પ્રશંસા કરે છે, તે સમયે કાલનિવેદક બોલે છે. (૫૩૬) ચિત્રગતિ કુમારના ઉપકારના ભારને વહન કરવામાં શ્રેષ્ઠ બળદને શોધવા જાણે ન જતો હોય તેમ સૂર્ય બીજા દ્વિીપમાં જાય છે. સાંજ પડેલી જાણીને સુગ્રીવરાજાના કહેવાથી બંને પણ કુમારો પરસ્પર કથાઓને કરતા એક આવાસમાં રહે છે. પછી દાન-માનથી સન્માન કરાયેલો, સ્નેહથી ભરપુર મનવાળો કુમાર કેટલાક દિવસો ત્યાં રહીને પોતાને મુકાવે છે અર્થાત્ સ્વસ્થાને જવા માટે પોતે રજા માંગે છે. પછી સુમિત્રે કહ્યું કે અહીં નજીકના દેશોમાં સુયશ નામના કેવલી વિચરતા સંભળાય છે. થોડાં દિવસોમાં તે અહીં પધારશે એમ હું માનું છું, તો તે કેવળીને વંદન કરીને પછી તારે જવું. એમ થાઓ એમ કહીને ચિત્રગતિ પણ ત્યાં જ રોકાયો. બીજા કોઈક દિવસે બહાર સુરપાદપ નામના ઉદ્યાનમાં કીડા નિમિત્તે બંને કુમારો ગયા અને વાતો કરતા આંબાના વૃક્ષની છાયામાં જેટલામાં બેસે છે. તેટલામાં મૃદુ, શીત, સુગંધી, સુખદ પવન વાય છે. શબ્દાદિ શુભ ભાવો થયા અને દેવો આવીને ગંધોદક અને કુસુમ વૃષ્ટિને કરે છે, સુવર્ણકમળને રચે છે અને ક્ષણમાં સુર-ખેચર મનુષ્યોથી વીંટળાયેલ કેવલી તે સુવર્ણકમળ પર બેઠા. પછી ગંભીર મધુર વાણીથી જેટલામાં દેશના આપે છે તેટલામાં હર્ષથી નિર્ભર અંગવાળા Page #52 -------------------------------------------------------------------------- ________________ બંને કુમારો ત્યાં આવ્યા. બંને પણ ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા કરીને, કેવલીને વાંદીને આગળ બેઠા અને વિનય અને પ્રયત્નપૂર્વક ધર્મ સાંભળે છે. (૫૪૭) પછી કેવલીએ ચિત્રગતિને ઉદ્દેશીને કહેવાની શરૂઆત કરી. (૫૪૭) “સંસારમાં ભમતા પ્રાણીઓને ધર્મની સામ્રગી અતિદુર્લભ જ છે જેથી દુઃખીયા જીવો દેવગુરૂથી રહિત પ્રાયઃ સધર્મ કર્મથી રહિત એકેન્દ્રિય વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રય) પંચેન્દ્રિય તિર્યંચ નરકાદિ ગતિઓમાં અનંતકાળ સુધી ભમે છે. પછી કોઈક રીતે આર્યક્ષેત્ર, મનુષ્યભવાદિ સામગ્રીને પ્રાપ્ત કરે છે. તે ધર્મસામગ્રીને મેળવીને અહીં જેઓ ધર્મને આરાધતા નથી તેઓ ઉદ્યમ કરીને તેમનુષ્ય ભવ સુધી પહોંચવાનો પુરુષાર્થ કરીને) પણ ડૂબતા એવા તેઓ પ્રવર નૌકાને પ્રાપ્ત કરીને પણ છોડે છે. તેથી સામગ્રીને મેળવીને આત્મહિતૈષીઓએ ધર્મ જ કરવો જોઈએ જેવી રીતે સુવર્ણ આદિની પરીક્ષા કરાય છે. તેવી રીતે ધર્મની પણ પરીક્ષા કરવી જોઈએ. જેમ લોકમાં તાપ, છેદ (૬) અને કષથી સુવર્ણની પરીક્ષા કરાય છે તથા રૂપિયા દ્રમ આદિની દ્રવ્ય, મુદ્રા અને લેખ ત્રણ પ્રકારે પરીક્ષા કરીને ગ્રહણ કરાય છે તે પ્રમાણે ધર્મ પણ દેવ, ગુરુ અને તત્ત્વ ત્રણ પ્રકારે પરીક્ષા કરીને ગ્રહણ કરાય છે. તેમાં રાગાદિ દોષથી રહિત જે હોય તે દેવ છે. (રાગાદિ એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાન) સકલ સાવદ્ય આરંભથી રહિત હોવા સાથે નવગુતિથી વિશુદ્ધ બ્રહ્મચર્યનું અખ્ખલિત પાલન કરતા, લોભાદિ કષાયથી રહિત જે હોય તે ગુરુ તારવાને સમર્થ હોય છે. જીવાદિ નવ તત્વના જ્ઞાનથી સમત્વથી ચારિત્રની શુદ્ધિથી તેમજ સમગૂ દાનાદિથી જીવો મોક્ષને સાધે છે. આથી તીર્થકર ભગવંત વડે કહેવાયલો દેવ, ગુરુ અને તત્ત્વ એ ત્રણ પ્રકારથી શુદ્ધ એવો ધર્મ વિષયમાં પ્રમાદિ એવા જીવો વડે નથી કરાયો તેઓ વડે પોતાના આત્મા ઠગાયો છે. કામ અને અથ પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે જે એમ ન હોય તો લોકમાં બધાને એક સરખા અર્થ અને કામ મળવા જોઈએ પણ તેમ દેખાતું નથી. ધર્મથી અર્થ, કામ મેળવીને જેઓને ધર્મમાં આદર નથી તેઓના અર્થકામને કુપિત થયેલાની જેમ આ ધર્મ પણ ઝુંટવી લે છે. તેથી બુદ્ધિમાન પુરૂષે હંમેશા અરિહંત દેવ, સુસાધુ ગુરૂને સ્વીકારીને અરિહંતે બતાવેલો ધર્મ આરાધવો જોઈએ.” (૫૬૧). એ પ્રમાણે કેવળી ભગવતે કહ્યું ત્યારે ચિત્રગતિ કહે છે કે હે ભગવન્! હું અનુગ્રહિત કરાયો છું આટલા કાળ સુધી અર્થકામની આસક્તિથી મેં ધર્મ ન જ જાણ્યો. યૌવનાદિની ઉન્મત્તતાથી બીજાઓના ધર્મનો ઉપહાસ જ કર્યો. શ્રાવકના ઘરમાં હું જન્મ્યો તેથી હું શ્રાવક કહેવાયો. જે કે હું કુળશ્રાવક હતો તો પણ શ્રાવકપણાને જાણ્યું નહીં અને આચર્યું પણ નહીં. (૬) વિતે - દ્રવ્ય-તાંબા પિત્તળાદિ ધાતુઓના બનેલા સિકકામાં તાંબા પિત્તળાદિ ધાતુઓ દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યના મૂલ્યમાં તરતમતા હોય છે જેમકે પિત્તળ કરતાં તાંબાની કિંમત વિશેષ હોય છે. તાંબા કરતા સોનાની કિંમત વિશેષ છે આમ દ્રવ્યથી સિકકાની કિંમતમાં તરતમતા થાય છે ટં મુદ્રા - મુદ્રા - તાંબા પિત્તળ આદિના બનેલા સિકકા રાજમુદ્રાથી રહિત હોય તો દેશમાં સર્વ જગ્યાએ ન સ્વીકારાય ધાતુની જેટલી કિંમત ઉપજે તેટલી જ મળે વિશેષ નહીં. ' વટ્ટીઅ = લેખ સરખી મુદ્રા અને સરખા દ્રવ્યવાળા સિક્કાઓમાં કોઇ સિક્કો એક રૂપિયાનો પાંચ રૂપિયાનો કે દસ રૂપિયાનો હોય છે. ચલણમાં એક સરખી કિંમતના હોતા નથી. આમ ત્રણ પ્રકારે જે મુલ્યવાન સિક્કા હોય તે ગ્રહણ કરાય છે તેમ ધર્મ વિશે પણ સમજવું. ધર્મદ્રવ્ય = અહિંસાદિ નિયમોનું પાલન એ ધર્મનું દ્રવ્ય છે. લેખ = સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ એ લેખ સ્વરૂપ છે. ટંક = સર્વજ્ઞ વીતરાગ ભગવંતે પ્રરૂપિત કરેલ ધર્મ એ ટંક છે. આ ત્રણથી જે ધર્મ શુદ્ધ હોય તે ધર્મ મોક્ષસાધક ધર્મ બને છે. 35 Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્વેચ્છાએ અસંગત બોલ્યો છું અને અસમંજસ આચર્યું છે. હું દુરાચારી હતો તેથી માતા પિતા કે ગુરુ કોઈપણ વડે શિક્ષા ન પમાવાયો. અથવા સ્વયં જ જણાયા છે સકલ ભુવનના ભાવો જેના વડે એવા આપને શું કહીએ? તેથી મારા પ્રબળ પુણ્યથી યથાર્થ નામવાળો આ સુમિત્રકુમાર મારો મિત્ર થયો કે જેણે કલ્યાણના કારણભૂત એવા આપનું મને દર્શન કરાવ્યું. તેથી આજથી માંડીને અરિહંત દેવ, સુસાધુ ગુરુ, અને અરિહંતોએ બતાવેલ તત્ત્વ એજ મારે જાવજીવ સુધી પ્રમાણ છે. (૫૬૮) એ પ્રમાણે સમ્યકત્વને ચિત્તમાં ધારીને આ ચિત્રગતિ બીજા ઘણાં અભિગ્રહોને સ્વીકારે છે. તેટલામાં સુગ્રીવ રાજા આવે છે. સામંત મંત્રીથી પરિવરેલો વિનયથી કેવળીને વંદન કરીને ઉચિત સ્થાન પર બેઠેલો પ્રયત્નપૂર્વક (મન-વચન અને કાયાની એકાગ્રતાથી) ધર્મ સાંભળે છે અને અવસરે પ્રણામ કરીને પૂછે છે કે હે ભગવન્! તે પાપીણીએ મારા પુત્રપર આવું આચરણ કેમ કર્યું ? તે કહો. હવે કેવલીએ કહ્યું કે હે રાજન્ ! તે પાપીણીનો પોતાનો દોષ નથી. એક સચિવ અને બે સામંતોથી આ કહેવાઈ છે. અર્થાત્ એક સચિવ અને બે સામંતોએ એવું કરવાની પ્રેરણા કરી તેથી તેણે આવું કાર્ય કર્યું છે. પછી રાજા મંત્રી અને સામંતોના મુખને જુએ છે. (૫૭૨) આને સાંભળી અને જોઈને ભયભીત થયેલા મંત્રી અને સામંતો નિશ્ચેતના જેવા થયા. પછી કેવલીએ કહ્યું કે આ તારા મંત્રી અને સામંતો નિર્દોષ છે. અને અહીં બીજો મહારાજા છે અને તેના તે દુષ્ટો મંત્રી અને સામંત છે. મને છોડીને અહીંયા બીજો કોઈ રાજા છે તે મને મોટું આશ્ચર્ય છે. અને યુગ પલટાઈ જાય તો પણ આ કેવલીઓ વિપરીત બોલતા નથી (૫૭૫) આવી શંકાવાળા રાજાએ કહ્યું કે હે મુનિનાથ ! આમ કેમ કહો છો ? મને આપના વચનોમાં મોટું આશ્ચર્ય લાગે છે. મુનીશ્વર કહે છે કે હે રાજન્! આ રાજ્ય સ્થિતિ બે પ્રકારની છે (૧) બહિરંગ અને (૨) અંતરંગ તેમાં બહિરંગ રાજ્યસ્થિતિ પોતાના સ્વરૂપથી નિર્દોષ છે છતાં આમાં જે દોષો છે તે પરત છે. અંતરંગ સ્થિતિ પણ અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બે પ્રકારે છે તેમાં પણ જે પુણ્ય સ્વરૂપવાળી છે તે પ્રશસ્ત છે અને ચારિત્ર ધર્મરાજ તેનો રાજા છે, તપ સંયમ વગેરે સામંતો છે. અંતરંગની જે અપ્રશસ્ત સ્થિતિ છે તેને હે રાજન્ ! તું સાંભળ જે પાપ સ્વરૂપવાળી છે તે અપ્રશસ્ત છે, મોહરાજા તેનો રાજા છે અને અવિવેક કામ-મત્સરછલ-શોકાદિ તેના સામંતો છે. બહિરંગ લોકના જે સર્વ દોષો છે તે આને કારણે છે. તે રાજન્ ! તારી સ્ત્રીના આ અકાર્યના મૂળમાં પહેલો મિથ્યાભિમાન અને બીજો અસંતોષ છે. મોહનો પુત્ર રાગકેશરી મંત્રી અને વિષયાભિલાસ એ બે શત્રુ સામંતો છે તે દુષ્ટ પ્રવૃત્તિ કરાવનારા થયા. મિથ્યાભિમાનથી નચાવાયેલ જીવો નેતૃત્વના અભિલાષથી ભાઈ, પુત્ર, માતા, પિતા, સ્વજન અને મિત્રને હણે છે. (૫૮૪) નેતૃત્વ પ્રાપ્ત થયે છતે આ લોક અમારો સેવક થશે તથા અમારી આજ્ઞાને કરનારો થશે અને અમે ઇચ્છા મુજબ ભોગો ભોગવીશું. દ્રવ્ય, ધન અને ધાન્ય અમારું છે. રાજ્યલક્ષ્મી હાથીઓ, ઘોડા, રથો, સુભટો અમારા છે. જુદા જુદા પ્રકારના દેશો, ગામો, નગરો અને ઘરો અમારા જ છે. મહાજનો અમારા છે. સર્વદિશવાસીઓ પણ અમારા છે આ મમત્વબુદ્ધિ ફક્ત મિથ્યાભિમાન સ્વરૂપ છે જેથી કરીને પાપ કરે છતે પણ ઈચ્છિત સિદ્ધિ થતી નથી. જેમ તારી સ્ત્રીએ પાપો કર્યા છતાં તેને ઈચ્છિત સિદ્ધિ ન થઈ. કદાચ ઈચ્છિત સિદ્ધિ થઇ પણ જાય તો પણ ક્ષણથી તે જ પાપથી સિદ્ધિ નાશ પામે છે. અથવા તો 36 Page #54 -------------------------------------------------------------------------- ________________ બીજે બળવાન પાપથી મળેલી સિદ્ધિને આંચકી લે છે. અથવા તો પોતાના શરીરમાં રોગાદિ ઉત્પન્ન થાય તો તે સિદ્ધિને ભોગવી શકતા નથી. અથવા તો મરણથી છૂટી ગયેલી સર્વપણ સિદ્ધિ બીજાઓ વડે ભોગવાય છે. આ ઉપર બતાવાયેલી સિદ્ધિને છીનવી લેનારા હેતુઓ પ્રત્યક્ષથી જોવાયે છતે અને લાખો યુક્તિઓથી કહેવાય છતે પણ મિથ્યાભિનિવેશમાં રહેલા જીવો કોઈપણ રીતે બોધ પામતા નથી અને અસંતોષ સો મળે છ0 હજારની ઈચ્છા કરાવે છે, હજાર મળે છ0 લાખની, લાખ મળે છ0 કરોડની, કરોડ મળે છતે રાજ્યની, રાજ્યમળે છતે ચક્રવતપણાની અને ચક્રવર્તીપણું મળ્યા પછી ઇન્દ્રપણું મેળવવાને પ્રેરણા કરાવે છે. આમ અસંતોષી આશામાં ને આશામાં મરે છે. (૫૯૩) કેટલાકો બીજાની સેવા કરે છે, કેટલાકો જળમાં પ્રવેશે છે, કેટલાક ભયંકર યુદ્ધમાં પ્રવૃત્ત થાય છે. કેટલાકો પર્વત પર ચઢે છે, કેટલાકો વિવિધ દેશોમાં ભ્રમણ કરે છે. આવા લોકો કેવળ પાપોને જ ઉપાર્જન કરે છે પણ એકેય રૂપિયાને મેળવતા નથી. કેટલાકો વિભવને માટે સર્વ અકાર્યોને આચરે છે (૫૯૫) તો પણ અસંતોષથી સિદ્ધ નથી થઈ ઇચ્છાઓ જેની એવા જીવો ફક્ત પાપનું જ ભાજન કરાય છે. તે રાજન ! જેમં તારી પત્ની પણ પાપનું ભાજન કરાઈ. વિષયાભિલાષ વડે પણ આજ રીતે જીવો નચાવાય છે અથવા વિભવની ઈચ્છામાં પણ વિષયાભિલાષ જ વિશેષ કારણ છે. તેથી તે રાજન્ ! તે મોહસૈન્યની પ્રેરણાથી જીવો સ્વયં જ દોષોમાં પ્રવૃત્ત થાય છે. તેથી તું મોહ સૈન્યને પણ એ પ્રમાણે કેવલીએ કહ્યું ત્યારે સંવેગથી નીકળેલા છે આંખમાંથી આંસુઓ જેના એવો રાજા કહે છે કે હે મુનિનાથ ! આપ જે કહો છો તે તેમજ છે પરંતુ અમારા જેવા વડે અતિબલવાન એવા મોહનો વિશેષથી નિગ્રહ કરી શકાતો નથી. પરંતુ આપના ચરણરૂપી કમળના સાનિધ્યથી મારે આ પણ સિદ્ધ થશે. પરંતુ મને હમણા જણાવો કે તે પાપીણી હમણાં ક્યાં છે ? કેવી અવસ્થાને અનુભવે છે? પછી કેવળી કહે છે કે અહીંથી નીકળેલી એવી તેના આભરણાદિ સર્વ લૂંટીને ચોરો વડે તે અટવીમાં લઈ જવાઈ છે. ત્યાંથી તે પલ્લિપતિ પાસે લઈ જવાઈ છે. પછી વ્યાપારીને વેંચાઈ. હવે તેની પાસેથી નાશીને તે ક્યાંય પણ પલાયન થઈ છે. ચારે બાજુથી પ્રસરતા મહાદાવાગ્નિ વડે તે અરણ્યમાં બળાઈ. રૌદ્રધ્યાનમાં રહેલી તે રત્નપ્રભા નરક પૃથ્વીમાં એક સાગરોપમના આયુષ્યવાળો નારક થયો અને ત્યાંથી ઉદ્વર્તન પામીને ચંડાલઘરે સ્ત્રી થશે અને તે ગર્ભવતી થશે ત્યારે શૌક્યની સાથે અતિમોટું યુદ્ધ કરશે. કાતરથી હણાયેલી અને તેનાથી કપાયું છે પેટ જેનું એવી તે મરીને શર્કરાપભામાં નારક થશે. ત્યાંથી ઉદ્વર્તન પામીને તિર્યચપણાને પામશે ફરી પછી નારક થશે. આમ અતિ દુસહ દુઃખથી પીડાયેલી અનંત સંસાર ભમશે પ્રાયઃ તિર્યંચ અને મનુષ્યભવોમાં ક્યાંક શસ્ત્રથી, ક્યાંક વિષથી, ક્યાંક દાહને પામેલી મરશે કેમકે આણે અપાપ ભાવવાળા સમદૃષ્ટિનો ભાવથી ઉપઘાત કર્યો છે. હવે રાજા વિચારે છે કે અહો ! જુઓ તો ખરા જે મૂઢ જીવો પુત્ર-માતાદિને માટે પાપ કરે છે તે પુત્ર માતાદિ અહીં જ રહે છે પણ આ (પાપીઓ) એકલા પરલોકમાં દુઃખોને સહન કરે છે. (૬૧૦) વિમોહિત એવી તે રાણીએ જે પુત્ર માટે આ મહાપાપને કર્યું તે પુત્ર અહીં જ રહ્યો તે પાપ કરનારી દુઃખોને સહન કરે છે. આ સર્વ હકીકતને સાંભળીને જોડાયા છે હાથ રૂપી કમળ જેના વડે એવો તે સંવેગી સુમિત્રકુમાર પણ રાજા ને કહે છે કે હે તાત! હું જ ૩૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવવાળી એવી તે માતાના કર્મબંધનનું કારણ થયો. તેથી મને રજા આપો જેથી હું સર્વને હિત કરનારી દીક્ષાને સ્વીકારું. તે સત્પુરુષો ધન્ય છે જેઓ અનુત્તર મોક્ષસુખને પામ્યા છે કારણ કે તેઓ કોઈપણ જીવોના કર્મબંધનનું કારણ થતા નથી. હવે કંઈક હસીને રાજા કહે છે કે તારાથી અમે જીતાઈ ગયા છીએ. કેમકે હે વત્સ ! મારે જે કૃત્ય પ્રથમ કરવાનું છે તે કૃત્યને કરવા તું મારાથી પહેલા તૈયાર થયો છે. (૬૧૫) અહીં પિતાએ ધર્મ પ્રથમ આચરવો જોઈએ અને પુત્રોએ પછી. હે તાત! આ દુઃખના સમૂહવાળા સંસારમાં એવો ક્યો નિયમ ? ઘર બળતું હોય ત્યારે નાશી જનારોઓનો કોઈપણ ક્રમ હોતો નથી અને શત્રુઓથી પીડાયેલાઓને પ્રહાર કરવામાં કોઈ ક્રમમર્યાદા હોતી નથી. (૬૧૭) હવે રાજાએ કહ્યું કે હે વત્સ ! તું જેમ કહે છે તે તેમજ છે. તો પણ ભવરૂપી સમુદ્રને તરવા માટે નૌકા સમાન એવા આ ગુરુ અહીં પધાર્યા છે તેથી પરિભુક્ત કામભોગવાળો વયની પરિપક્વતાને પામેલો એવો હું હમણા મોહાદિ શત્રુવર્ગને હણીને સ્વકાર્ય (મોક્ષ)ને સાધીશ. પણ તું હમણાં પ્રજાનું પાલન કર પછી પુત્રને રાજ્યભાર સોંપીને ઉચિતને આદરજે. આ પ્રમાણે પિતાએ કહ્યું ત્યારે કુમાર કહે છે કે હે તાત ! જોકે મારું મન દુઃખના ફળ સ્વરૂપ ભોગોમાં રમતું નથી તો પણ ધર્મમાં ઉદ્યતમનવાળા પિતાને હું વિઘ્ન નહીં કરું, (૬૨૧) પણ તમારી કૃપાથી હું પાછળથી ઈચ્છિતનું આચરણ કરીશ. તેથી પિતા જ હમણાં મન ઈચ્છિતને આચરે. હવે હર્ષનિર્ભર રાજા કહે છે કે હે વત્સ ! આવી વિનીતની શોભા છે. અથવા ચંદ્ર અમૃતને છોડીને વરસતો નથી. પછી સુમિત્રકુમારને રાજ્ય પર બેસાડીને વિભૂતિથી દાન આપીને જિનેશ્વરની પ્રતિમાઓને પૂજીને કેટલાક સામંત અને મંત્રીઓથી યુક્ત સુગ્રીવ રાજા કેવલી પાસે વિધિ પૂર્વક પ્રવ્રજ્યા સ્વીકારી. સુગ્રીવ રાજર્ષિની સાથે કેવલી વિહાર કરતાં જુદાજુદા દેશોમાં વિચરે છે. સુમિત્ર પણ રાજ્યનું પાલન કરે છે. (૬૨૬) પોતાની ઉદારતાથી સુમિત્ર કેટલાક ગામો નાના ભાઈને આપે છે અને નાનો ભાઈ તેનાથી સંતોષ નહીં પામતો ગુસ્સાથી ચાલ્યો ગયો. કેટલાક દિવસો પછી ઘણાં સન્માનના દાનથી ખુશ કરાયેલ ચિત્રગતિ પણ તુષ્ટ થઈને સુમિત્ર રાજેશ્વરને કહે છે કે સ્વંગ અને મોક્ષના કારણભૂત જિનેશ્વરનો શ્રેષ્ઠ ધર્મ આપતા ભુવનમાં જે કરવા જેવું હતું તે સઘળું તારા વડે મારું કરાયું તેથી હે મહાશય ! તું આ જન (ચિત્રગતિ) ને હૃદયમાં ધારણ કરજે પણ હમણાં તો હું જાઉં છું કારણ કે માતાપિતા ચિંતા કરતા હશે. ફરીથી પણ તું જલદી આવજે અને ખેચરો મારફત પોતાની પ્રવૃત્તિને સતત જણાવતો રહેજે આ પ્રમાણે કહીને ગદ્ગદ સ્વરવાળા અને આંસુથી વ્યાપ્ત આંખોવાળા એવા તેણે કોઈપણ રીતે ચિત્રગતિને રજા આપી. તે પણ વૈતાઢ્ય પર્વત પર ગયો અને માતાપિતાને મળ્યો. પછી ચિત્રગતિ જિનપ્રતિમાઓને પૂજે છે, સાધુઓના ચરણકમળોને વંદન કરે છે, વિધિથી દાન આપે છે, સિદ્ધાંત શાસ્ત્રોને સાંભળે છે તથા ત્યાગ કરાઈ છે સામાન્ય જનને ઉચિત એવી ચેષ્ટાઓ જેના વડે, સાધર્મિક જનના સંગમાં રત, એવો ચિત્રગતિ જિનમંદિરોને વિશે અભ્યુદયને કરનારી રથયાત્રઓ કરાવે છે. ભરયુવાનીમાં પણ ચિત્રગતિના આ અતિઅદ્ભુત ચરિત્રને જોઈને માતાપિતા સ્વજનો અને મિત્રો ખુશ થયા.(૬૩૫) આ બાજુ સુમિત્રની બહેન કલિંગદેશના રાજાની સાથે પરણાવાઈ. અનંગસિંહ ખેચરાધિપતિનો પુત્ર અને રત્નવતીનો ભાઈ કમલ રૂપાદિગુણોથી શ્રેષ્ઠ એવી તેને જોઈને હરણ 38 Page #56 -------------------------------------------------------------------------- ________________ કરી લઈ ગયો અને સુમિત્ર રાજાએ આ વાતને સાંભળી. બહેન અતિપ્રિય હોવાથી સુમિત્ર રાજા મહાશોકમાં ગરકાવ થયો અને રાજયકાર્યને છોડી ખિન્ન સૂનમૂન રહે છે. કેટલાક વિદ્યાધરોએ કહેલી આ સર્વ હકીકતને ચિત્રગતિએ જાણી પછી ખેચરો મારફત સુમિત્રને સંદેશો જણાવ્યો કે તું આ વિશે જરાપણ ખેદ ન કરતો, થોડા દિવસોમાં નક્કીથી તારી બહેનને પાછી લઈને તને અર્પણ કરીશ. (૬૪૦) એ પ્રમાણે સુમિત્રરાજાને આશ્વાસન આપીને તેની તપાસ કરી પછી સુકૂટ પર્વતના શિખર પર તેની ખબર મળી. ચિત્રગતિ સજ્જ થઈને ત્યાં ગયો અને કમલને પડકાર્યો તે તેની સન્મુખ ચાલ્યો અને મોટું યુદ્ધ શરૂ થયું. અનંગસિંહે આ હકીકત જાણી અને પુત્રના પરિભવને નહીં સહન કરતો ઘણાં ખેચર સૈન્યોથી પરિવરેલો તુરત ત્યાં આવ્યો અને ચિત્રગતિ સાથે ટકરાયો. સૈન્યપણ સૈન્યની સાથે ટકરાયું. સૈન્યની ઉપર પરસ્પર બંને પણ બાણોના સમૂહને છોડે છે અને ખંડન કરે છે. આકાશમાં ઊછળીને શકિત-બાણ-અને ભાલાઓથી પ્રહાર કરે છે, ચુકાવે છે. (શકિત એ એક પ્રકારનું શસ્ત્ર છે. ચુકાવવું એટલે બાણ પોતાને ન લાગે તે રીતે આગળ પાછળ સરકી જવું) છુપાઈ જાય છે. પ્રગટ થાય છે, યુદ્ધ કરે છે, વિદ્યાબળથી અતિનિબડતમ સમૂહને બતાવે છે. નાશે છે. (અતિનિબડતમ સમૂહ એટલે ઘણાં ગાઢ સૈન્ય ને વિકુર્વે છે.) ફરીથી મળે છે તથા પાછા હઠે છે અને ફરી પણ યુદ્ધ કરે છે. મૂર્છાથી મીંચાઈ ગયેલી આંખવાળા પડે છે, ભાનમાં આવેલા ઊભા થાય છે. નીચે પડે છે, ઊછળે છે. પડ઼ક્રાર કરે છે, ભ્રમણ કરે છે, થાકે છે, પ્રલયકાળના વાદળની જેમ ગર્જે છે, વિદ્યુતપુંજની જેમ સ્ફુરે છે (ચમકે છે), બાહુયુદ્ધથી, મુષ્ટિધાતથી શસ્ત્રોથી યુદ્ધ કરે છે. એ પ્રમાણે લડતા એવા તેઓએ વિદ્યાથી પરસ્પરની વિદ્યાને હણી, શસ્ત્રથી શસ્રને હણ્યું. સૈન્યથી સૈન્યને ઘેરો ઘાલ્યો. પછી અનંગસિંહે ચિત્રગતિને દુર્રય જાણીને પોતાના કુળક્રમથી આવેલું અને દેવતા વડે અપાયેલ, સ્મરણ માત્રથી હજારો જ્વાળાઓ સ્કુરાયમાન થતી હોવાથી દુપ્રેક્ષ્ય, તડતડ અવાજને કરતું, સકલભુવનને ભય ઉત્પન્ન કરતું એવું શ્રેષ્ઠ ખડ્ગ આવીને તેના હાથમાં રહ્યું. (૬૫૧) પછી તે ચિત્રગતિને કહે છે કે રે દુષ્ટ! તું અહીંથી ક્યાં જઇશ? કુળદેવતાને યાદ કર. હવે કંઇક હસીને કુમારે કહ્યું કે તારું બળ હમણાં આ લોખંડના ટુકડાથી શું અધિક થયું? જેના હૈયામાં બળ નથી તેને શસ્રો શું કામના? જેનું માહત્મ્ય નાશ પામ્યું છે એવો જીવ પોતાના શસ્ત્રોથી પણ મરણ પામે છે. (૬૫૪) આમ કહીને વિદ્યાના બળથી તેણે ત્યાં એવો ઘોર અંધકાર કર્યો કે જેથી તે શત્રુઓ આંખથી અને હૃદયથી કંઇપણ જોતા અને જાણતા નથી. ચિત્રમાં આલેખાયેલની જેમ પથ્થરમાં કોતરાયેલાની જેમ રહે છે. પછી ચિત્રગતિએ જયરૂપી લક્ષ્મીની સાથે અનંગસિંહના હાથમાંથી ખડ્ગને ખેંચી લીધું અને સુમિત્રની બહેનને લઇ બધા પાછા આવ્યા. ક્ષણ પછી અનંગસિંહ જેટલામાં જુએ છે તેટલામાં ખડ્ગ, શત્રુઓ અને સુમિત્રની બહેનને પણ જેતા નથી. (૬૫૮) પછી વિચારે છે કે શું આ સ્વપ્ન છે? કે મોહ છે ? કે ઇન્દ્રજાળ છે? જેથી મેં એ પણ ન જાણ્યું કે મારું ખડ્ગ કોનાવડે હરાયું? હજારો યુદ્ધોમાં પણ કોઇએ પણ આ ખડ્ગના દર્શનને પણ સહન ન કર્યું તે ખડ્ગને કમળના નાળની જેમ કોઇ લીલાથી હરી ગયો. અથવા તો ભાગ્યના વશથી અસંભાવનીય પણ કાર્ય સંભાવનીય થાય છે, કોઇના હાથમાંથી વસ્તુ નાશ પામે છે અને બીજો અવિદ્યમાન વસ્તુને પણ મેળવે છે. 39 Page #57 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે નિમિત્તિયાએ આ કહ્યું હતું. તેથી જો કોઈપણ રીતે આ મારી પુત્રીનો વર થાય તો અનિષ્ટ પણ ઈષ્ટ જ થાય. ઈત્યાદિ વિચારીને પુત્રો અને સૈન્યથી પરિવરેલો પોતાના સ્થાને ગયો અને પછી પુત્રને નિર્ભર્સના કરે છે. (૬૬૩) રે પાપિષ્ટ! પરદારાને હરણ કરીને કુળને કલંક કરનાર જે પાપ કર્યું તેનું ફળ મેં ભોગવ્યું. જેના પ્રસાદથી આ સમગ્ર રાજયલક્ષ્મી મને મળી હતી તે ખગ ગમે છતે શું હજી તે (અસંગસિંહ) ખરેખર જીવે છે! પરસ્ત્રીના શીલ ખંડનથી ઉત્પન્ન થયેલ અને યુદ્ધભંગના અપજશથી કરાયેલ, આટલા વખત સુધી ક્યારેય નહીં થયેલ એવા આ કલંકને તે ઉત્પન્ન કર્યું અથવા પદારાના હરણથી ઘણાં સંચિત કરાયા છે પાપ રૂપી પટલો જેના વડે, નથી જણાયા કાર્યો જેઓ વડે, નથી પ્રાપ્ત કરાયું હેય ઉપાદેયનું જ્ઞાન જેઓ વડે એવા અજ્ઞાનીઓને આ અકાર્ય કેટલું માત્ર છે? અર્થાત્ અજ્ઞાનીઓ આવા તો ઘણાં પાપોને આચરે છે. (૬૬૭) જેણે મારા ખગનું હરણ કર્યું તેની કોઇપણ રીતે જ ખબર મળે અને તે મારી પુત્રીનો વર થાય તો એટલા માત્રથી પણ હું કૃતાર્થ થાઉં. હું આને પણ પોતાની વિધિ (ભાગ્ય)નું પ્રતિકૂળપણું માનું છું અથવા તો આ મારી પુત્રીનો વર થશે કે નહીં તે હું જાણતો નથી પણ નિમિત્તિયાએ કહેલું હતું. અને બીજુ પણ કારણ છે કે સિદ્ધાયતનમાં જેનાં પર કુસુમ વૃષ્ટિ પડશે તે આનો પતિ થશે એમ આ કુસુમવૃષ્ટિથી આ ઓળખાશે એમ હું માનું છું. (૬૭૦) પછી અક્ષય શીલવાળી ભગિનીને લઈને ચિત્રગતિ સુમિત્ર રાજાને સોંપે છે, તેઓના પરસ્પરના દર્શનમાં સુમિત્ર રાજને પરમ આનંદ થયો અને ત્યાર પછી મંત્રી પુત્રે રાજાને સંગ્રામાદિ સર્વ વ્યતિકર કહ્યો. હવે કુમાર વિચારે છે કે અહો! જુઓ આવી લડાઈ કેમ થઈ? અથવા અનર્થોના સમૂહથી આ સંસાર ભરેલો છે. (બનેલો છે). આ કોની બહેન? કોણ ભાઈઓ? કોણ પુત્રાદિ સ્વજનો? કારણ કે કેટલાક દિવસો પછી કોઈનું કંઈપણ રહેશે નહીં (૬૭૪) ઇત્યાદિ વિચારીને સુયશકેવલી ગુરુ આવ્યા ત્યારે આવા વૈરાગ્યને પામેલા સુમિત્રે પુત્રને પોતાનું રાજય સોંપીને, ચિત્રગતિની સમક્ષ જ પ્રવજ્યાના ભારને સ્વીકારે છે. ચિત્રગતિ પણ પોતાના સ્થાને ગયો. સુમિત્ર પણ કંઇક ન્યૂન નવપૂર્વ કૃતને ભણે છે. પછી ગુરુથી અનુજ્ઞા અપાયેલો એકલ વિહારની પ્રતિમાથી સુખપૂર્વક દેશોમાં વિચરે છે. (૬૭૭) વિહાર કરતા ક્યારેક સુમિત્ર રાજર્ષિ મગધ દેશના ગામની બહાર કાઉસ્સગ્નમાં સ્થિત રહે છે. (૬૭૮) આ બાજુ પરવશ મતિવાળો સુમિત્રનો પદ્મ નામનો સાવકો ભાઈ ભમતો તે દેશમાં આવ્યો. પરમાત્મામાં લીન થયેલા, સર્વ જીવોના હિતનું જ ધ્યાન કરતા, મેરુ જેમ નિષ્કપ રાજર્ષિ તે પાપી વડે જવાયા. પછી અતિ કુધિત પધે કાન સુધી ધનુષ્યને ખેંચીને બાણથી રાજર્ષિને છાતીમાં હણ્યા. રાજર્ષિ ચક્કર ખાઈને ભૂમિ પર પડે છે પોતે જે ભૂમિ પર પડ્યા તે ભૂમિ પર રહેલા જીવોને વારંવાર ખમાવે છે અને વિચારે છે કે - હે જીવ! તું બીજા કોઈ જીવ પર ક્રોધ કરીશ નહીં. સર્વ પણ જીવો પોતાના હાથે રોપેલા મોટા પાપ કર્મો રૂપી વૃક્ષના ફળોને અહીં ભોગવે છે. બીજે માત્ર નિમિત્ત બને છે. (૬૮૩) 40 Page #58 -------------------------------------------------------------------------- ________________ પછી પણ અન્ય પ્રકારે ભવિષ્યમાં ભોગવવા યોગ્ય કર્યો છે તે કમોં જે હમણાં શુભભાવથી ભોગવાતા હોય તો શું અયુક્ત છે? અર્થાત્ યોગ્ય જ છે. કેટલાક અજ્ઞાની જીવો બીજાના ધર્મભ્રંશને કરે છે. આણે મારો ધર્મભ્રંશ ન કર્યો એ પણ મને લાભ થયો કારણ કે ધર્મ છે મિત્ર જેનો એવા જીવોનું સ્થાન સ્વંગ કે મોક્ષમાં હોય છે અને મનુષ્ય જન્મ કરતાં ત્યાં અનંત ગુણ સુખ હોય છે. (૬૮૬) વિષયની વૃદ્ધિને જાણીને ત્યારે જે રાજ્ય મેં સ્વયં સ્વીકાર્યું પણ પદ્મને ન આપ્યું તે મારો જ દોષ છે. જે કર્મ ઘણાં કાળ સુધી ભોગવવા યોગ્ય હતું તે કર્મ આની સહાયથી થોડાં કાળમાં ભોગવાયું તેથી આ તારો ઉપકારી છે એમ તું પોતે માન. તેથી તે સર્વ જીવોને વિશે મોક્ષફળને આપનારી મૈત્રીને કર પણ તું કોઈના પર કોધ કરીશ નહીં અને વિશેષથી પદ્મ પર ક્રોધ કરીશ નહીં. આવા શુભભાવમાં રહેલો ચાર પ્રકારના આહારનું પચ્ચકખાણ કરીને પંચ નમસ્કારનું સ્મરણ કરતો સમાધિથી કાળ કરીને પાંચમાં દેવલોકમાં મહર્દિક સામાનિક સુરવર થયો. મહાપાપી ભયભીત પદ્મ પણ અરણ્યમાં નાશતો રાત્રીમાં કાળા સર્પવડે હંસાયો અને વેદના સમુદ્રઘાતથી (૭) પડ્યો અને મરીને સાતમી નરકમાં નાક થયો. (૬૯૨) સુમિત્ર મહર્ષિના મરણને સાંભળીને ઘણો શોક કરીને બીજા કોઈક દિવસે ચિત્રગતિ સિદ્ધાયતનની વિસ્તારથી જાત્રા કરાવે છે. (સિદ્ધાયતન એ વૈતાઢ્ય પર્વત પરનું શાશ્વત જિનમંદિર છે.) ત્યાં ભેગા થયેલા સર્વ વિદ્યાધરો ભક્તિથી સ્નાન -વિલેપન-આભૂષણોથી પૂજાઓ કરે છે. દુંદુભિ વગાડે છે સુખજનક મધુરગીતોને ગાય છે અને વિદ્યાધરો હર્ષથી નૃત્ય કરે છે. તે યાત્રા મહોત્સવમાં એવો કોઈ ખેચર નથી જે ત્યાં ન આવ્યો હોય. અસંગસિંહ વિચારે છે કે આ યાત્રામેળામાં પુત્રીનો વર પણ મળી જાય અને મારી જિનેશ્વરની યાત્રા થાય એ કારણથી પુત્ર સહિત, પત્ની સહિત, પરિજન સહિત અને રત્નાવતીની સાથે ત્યાં આવ્યો. તથા અવધિજ્ઞાનથી યાત્રા સમય જાણીને દેવોથી સહિત સુમિત્રદેવ ત્યાં આવે છે અને આ બાજુ વિચિત્ર પ્રકારોથી જિનેશ્વરોની પૂજા કરાઈ અને મોટીભક્તિથી નાટક આરંભાયું ખેચર અને દેવોથી કોલાહલ કરાય છતે ચૈત્યવંદન કરવા માટે રોમાંચિત શરીરવાળા ચિત્રગતિએ સ્તુતિ કરવાની શરૂઆત કરી (૭૦૦) તે આ પ્રમાણે હે જિનેશ્વર ! દેવવંદોથી લેવાયેલ અને શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ યશથી ધવલિત કરાયું છે ત્રિભુવન જેનાવડે એવા તારા ચરણ રૂપી કમળને હું નમસ્કાર કરું છું. હે સ્વામિનું! જરા-મરણ રૂપી પાણીથી પરિપૂર્ણ અપાર સંસાર સાગરમાં ડૂબતા એવા મારા વડે યાનપાત્રની જેમ તું પ્રાપ્ત કરાયો છે. આટલા વખત સુધી તારાથી દૂરને દૂર હું રાગાદિ પિશાચોથી ભવરૂપી સમુદ્રમાં દરિદ્ર રાંકડાની જેમ ફેંકાયો છું. હે મુનીન્દ્ર ! તે રાગાદિ દોષો તારા શાસનના સમજ્ઞાનથી વરાતા હોવા છતાં આજે પણ મને ઘણી પીડા કરે છે. તેથી હે શરણ્ય! તું મારું શરણ હો. હે સ્વામિન્ ! અનાદિશત્રુ મહામોહ છલ(છિદ્ર, કપટ)ને શોધીને તારી આજ્ઞારૂપી () વેદના સમુદ્યાત એટલે વેદનાથી દુઃખી થયેલ આત્મા અનંતકર્મ પરમાણુઓ વડે વટાયેલા એવા પોતાના આત્મપ્રદેશોને શરીરથી બહાર કાઢી ખભા વગેરેના આંતરાઓને તથા મુખ વગરે પોકળ ભાગોને પૂરીને લંબાઈ પહોળાઈએ શરીર પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપી અંતમુહૂર્ત સુધી રહે અને એ અંતમુહૂર્તમાં અસાતવેદનીય કર્મના ઘણાં અંશોને ખેરવી નાખે છે અને વેદના સમુદ્યાત કહેવાય છે સાથે સાથે ગાઢ અશુભ અધ્યવસાય હોય તો બીજા નવા ઘણાં અનંતકર્મોને પણ બાંધે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ખીરનું સેવન કરતા જીવોમાં પણ રાગાદિ વિષનું સંક્રમણ કરે છે જેમ રાત્રીમાં કમળના કોશમાં પુરાયેલા ભમરાઓ સૂર્યોદય થાય ત્યારે કોશમાંથી ઊડી જાય છે તેમ મોહરૂપી રાત્રીમાં સંસારરૂપી મહાકમળના કોશમાં પુરાયેલા જીવો હે પ્રભુ! તારા ઉદયમાં મુકાય છે. અનર્થદાયક વિષયોની સેવારૂપ એક વૈરિણી જ ન હોત તો તારા વચન રૂપ અમૃત કોના રાગાદિ રોગના સમૂહને શાંત ન કરત? અર્થાત્ કરે છે. હે નાથ! તું જેના વડે પ્રાપ્ત નથી કરાયો તેવા વિબુધ જનો પાસે રહેલી રાજ્યલક્ષ્મી પણ દુઃખના ફળવાળી થાય છે. અને તું જ્યાં સ્વામી છે તેનું દરિદ્ર પણ સુખને આપનારું છે. (૭૦૮) સુરસુખ અને મોક્ષફળ આપનારા તારા ચરણરૂપી કમળ પ્રાપ્ત થયે છતે મારે કલ્પવૃક્ષ ચિંતામણિ કે કામધેનુ આદિથી કોઈ કાર્ય નથી કે જે રાગાદિ શત્રુઓએ ત્રણ ભુવનને પ્રયત્ન વિના જ પોતાની આજ્ઞામાં ધારણ કરી રાખ્યા છે. તે રાગાદિ શત્રુઓ તારા વડે લીલાથી મરણને શરણ કરાયા. તો પણ તારી સેવાને પામેલાઓમાંથી કેટલાક માધ્યસ્થ ભાવને, કેટલાક પ્રષ ભાવને, ધારણ કરે છે. કારણ કે મોહનું માહત્મ અચિંતનીય છે. રાગાદિ શત્રુઓએ પોતાના મિત્રની જેમ ઓળખાણ કરાવીને મને તારા સાનિધ્યથી દૂર કર્યો છે તેને તું જાણે છે. તે જિનેન્દ્ર ! જીવો વડે કાનરૂપી અંજલિથી પીવાતું તારું પ્રવચન રૂપી અમૃત ટુંક સમયમાં જ જીવોને વિશે અજરામરપણાને પ્રગટ કરે છે. સકલ દુઃખોથી રક્ષણ કરવામાં મતિ છે જેની એવો તું નાથ હોતે છતે પણ નરકાદિ ગતિમાં રહેલા જીવો સમભાવે સહન કરે છે. જેઓ દુઃખોના પ્રતિકાર કરવાની મતિથી પ્રતિપક્ષ એવા રાગાદિ દોષોનું જ સેવન કરે છે તેઓને વિશે ખરેખર પોતાનું અજ્ઞાનનું માહત્મ જ વિલાસ કરે છે. (૭૧૫) ઇંદ્રિય ચોરોએ આટલા કાળસુધી ભવરૂપી અટવીમાં મને લૂંટી લીધો છે તેથી ઉચ્છેદ કરવામાં સમર્થ એવા તારા શરણે હું આવેલો છું. હે નાથ ! ત્રણ પ્રકારથી નિર્મિત સમવસરણ રૂ૫ કિલ્લામાં જે જીવોએ પ્રવેશ કર્યો છે તેઓને શત્રુઓ મનથી પણ આક્રમણ કરી શકતા નથી તે આશ્ચર્ય છે. હે પ્રભુ! સિદ્ધિ રૂપી શ્રેષ્ઠ અંગનાવડે હું સાનુરાગદષ્ટિથી જોવાયો છું તથા તારા દર્શન થયે છતે મારા વડે ભવરૂપી ગહનવનમાં દાવાનળ અપાયો છે. તને છોડીને બીજો કોણ મારું શરણ છે? કોણ મારો ભાઈ છે? કોણ મારો મિત્ર છે? આ લોકમાં તું જ મારું શરણ, ભાઈ કે મિત્ર છે. અથવા તો બાળકની જેમ તારી આગળ બોલવાનું પણ હું કશું જાણતો નથી. તેથી સંક્ષેપથી કહું છું કે મારી ભવસંતતિને જલદીથી છેદો. આમ કરાયેલ છે શ્રેષ્ઠ નમસ્કાર તથા હેમસૂરિવડે કરાયું છે સંવ જેનું એવા જિનેશ્વરની સ્તુતિ કરીને સંવિગ્ન ચિત્રગતિ પંચાગ પ્રણિપાતને કરે છે. (૭૨૧) અરે! તારી સંવેગ રૂ૫ શરીરથી ભરપુર સ્તુતિને ધન્ય છે ધન્ય છે. ગુણરત્નના ભંડાર એવા તને છોડીને આ સ્તુતિને કહેવા કોણ જાણે છે? આમ કહીને અદશ્ય રહેલ સુમિત્રદેવે પોતાના દેવોની સાથે તેના પર શ્રેષ્ઠ કુસુમોની વૃષ્ટિ કરી. હર્ષના અતિરેકથી નૃત્યશીલ છે બાહરૂપી લતાઓ જેની એવા સર્વનેચરો દુંદુભિ વગાડે છે અને ચિત્રગતિકુમારના ગુણગાન ગાય છે. પછી અનંગસિંહે પ્રિયતમાદિ સર્વ પરિવારને ઉદ્દેશીને કહ્યું કે આ હકીકત નિમિત્તિયાએ કહી હતી જે પૂર્વ શ્રેષ્ઠ પુરુષ હતો તે આ જ છે. ત્યારે આણે જ મારા ખગને યુદ્ધમાં લઈ લીધું હતું અને આ બાજુ સુમિત્રદેવે પ્રગટ થઈને દેવોની સાથે કહ્યું કે હે કુમાર! તું અમને ઓળખે Page #60 -------------------------------------------------------------------------- ________________ છે? કુમારે કહ્યું કે તમે શ્રેષ્ઠ મહર્તિક દેવ છો. ચિત્રગતિએ આમ કહ્યું ત્યારે સુમિત્રનું રૂપ કર્યું ત્યારે ખુશ થયેલ કુમાર આનંદ, સપ્રણય, સાદરપૂર્વક ભેટે છે અને કહે છે કે આ સર્વ ધર્મ સામગ્રી તારી કૃપાથી થઈ છે. તેથી આ ઉત્સવમાં પધારીને તમે સારું જ કર્યું. (૭૨૯) હવે સુમિત્ર દેવ કહે છે કે તારો જ મોટો પ્રસાદ થયો. જેથી મને આવી દેવદ્ધિ મળી. જે તું તે વખતે મારા પ્રાણ બચાવનાર ન હોત તો મેં પહેલાં જે અનુષ્ઠાન કર્યું તે અનુષ્ઠાન કોણ કરી શકત. આમ ખુશ થયેલા બંને પણ પરસ્પરને આલિંગન કરે છે. શ્રી શ્રતેજ ચક્રવર્તી વગરે સર્વ ખેચરો પણ હર્ષિત થયા. રત્નાવતી પણ પ્રથમવાર ચિત્રગતિ કુમારને જોઈને જાણે ઉનાળામાં અમૃતસરોવરમાં ન પડેલી હોય ! જાણે ચંદનરસથી ન સીંચાઈ હોય ! જાણે ભુવનના અધિપતિત્વનો આશ્રય ન કરાઈ હોય! તેમ અતિપ્રફુલ્લિત થઈ. પછી કુમારના રૂપને જેતી તેના ચરિત્રોને જેતી તેના ગવાતા અને કહેવાતા ગુણસમૂહને સાંભળતી કામવડે તીણ બાણના સમૂહથી હૃદયમાં તે પ્રમાણે વિંધાઈ કે જેથી કોઈ ચેષ્ટા કરતી નથી અને પોતે પરાધીન થઈ.(૭૩૫) પછી ભયભીત માતા શશીપ્રભા અને સખીઓ વડે રત્નવતી શિબિકામાં બેસાડીને એક શિશિર ઉદ્યાનમાં લઈ જવાઈ. અને શ્રેષ્ઠવૃક્ષોના પાંદડાંની બનેલી શૈયા પર બેઠેલી કમલિનીના નાલ અને તંતુઓથી વીંટળાયેલા શરીરવાળી કેળના પત્રથી વિંઝાતી શિશિર ઋતુમાં ચંદ્રકાંત મણિ, ચંદન, તથા સ્ફટિકના પાણીથી ભીના કરાયેલ ઠંડા વસ્ત્રોના સંયોગને અનુભવતી છતાં પણ હું દાહને અનુભવું છે એમ કહે છે. ભાવને જાણનારી સખીઓ કોઈક રીતે જ્યારે આગ્રહપૂર્વક એકાંતમાં પૂછે છે ત્યારે પોતાના સમગ્ર અભિપ્રાયને જણાવે છે. સખીઓએ પણ માતાને જણાવ્યું, માતાએ પણ રાજાને જણાવ્યું, રાજા પણ કહે છે કે આમાં અયુક્ત શું છે? જે તે ચિત્રગતિ રત્નપતીનો વર ન થાય તો વિધિ મૂરખમાં ખપે. ખગના અપહરણથી અને કુસુમવૃષ્ટિથી, પૂર્વે નિમિરિયાના કહેવાથી અને સ્વયં જેવાથી આ વ્યતિકર દઢ થયો. પરંતુ દેવસ્થાનમાં વિવાહના સંબંધ આદિની વાતો કરવી ઉચિત નથી. તેથી સર્વપણ વાતો સ્વસ્થાન પહોંચ્યા પછી કરવી યોગ્ય છે. આ બાજુ એક ક્ષણ પછી કુમાર પરિજન સહિત સુમિત્રદેવનું અને સકલ વિદ્યાધરોનું સન્માન કરીને વિસર્જન કરે છે. શ્રી શ્રતેજ ચકી કુમારની સાથે પોતાના સ્થાને જેટલામાં સભામાં બેસે છે તેટલામાં પ્રતિહાર આવ્યો અને વિનંતિ કરે છે કે હે દેવ! અનંગસિંહરાજાનો મૃગાંકમતી નામનો મંત્રી દરવાજા પર આવેલ છે તો તેને ક્યો આદેશ આપવો? તેને જલદી મોકલ એમ કહ્યું એટલે મંત્રી સભામાં દાખલ થયો અને પ્રણામ કરીને સ્વસ્થાને બેઠો અને આ પ્રમાણે હકીકતને જણાવે છે. (૭૪૫). આ વૈતાઢ્યની દક્ષિણ શ્રેણીમાં સિતમંદિર નગરમાં અસંગસિંહ નામે ખેચરાધિપતિ છે તેમણે મને આ કાર્ય માટે તમારી પાસે મોકલ્યો છે. તેને શશી પ્રભા નામે દેવી છે. તે બેને મનોરથોની સાથે શ્રેષ્ઠ સ્ત્રીના લક્ષણોથી યુક્ત રત્નાવતી નામે પુત્રી થઈ. જેના રૂપને જોતા દેવો પણ પોતાને મળેલા અનિમિષપણાની (અનિમિષ એટલે આંખનો પલકારો પણ ન મારતા હોય તેવા અર્થાત્ દેવ) સફળતાને માને છે. અને અનિમિષપણાથી રહિત મનુષ્યો પોતાની નિંદા કરે છે (અર્થાત્ તેને એકીટસે જોઈ શકતા ન હોવાથી પોતાની નિંદા કરે છે. )તેથી તેના રૂપને નિમણિ કરીને, અનુરૂપ વરને નહીં જોઈને તથા પુત્રને ભૂલીને વિધિ પણ પશ્ચાત્તાપ કરે 43 Page #61 -------------------------------------------------------------------------- ________________ છે. (અથ તારા પુત્રને ભૂલી જવાથી અને બીજો અનુરૂપ વર દેખાતો ન હોવાથી પશ્ચાત્તાપ કરે છે.) તેથી તમારા આદેશથી તેનું પાણિગ્રહણ કરીને ચિત્રગતિ હમણાં વિધિને તથા અમારા સ્વામીને પ્રમોદ આપે. હવે મંત્રીના વચનવિન્યાસથી ખુશ થયેલ ચકી પોતાના મંત્રીના મુખને જુએ છે. મંત્રી પણ ચકીના કાન પાસે જઈને કહે છે કે હે દેવ! આ તેના ગુણોને સમ્ય વર્ણવવાનું જાણતો નથી. અથવા બીજે એવો કોઈ સમર્થ નથી જે તેના ગુણો વર્ણવી શકે કારણ કે યાત્રાએ આવેલી છે જયારે જિનેશ્વરોની ઘણાં જુદા જુદા પ્રકારોથી પૂજા કરતી હતી ત્યારે મારા વડે પણ સાક્ષાત્ જ જેવાઈ છે. (૭૫૪) અને બીજા પણ ખેચર યુવાનો વડે જેવાઈ છે. તથા ચિત્રગતિકુમાર પણ તેના ભક્તિ-વિનય-૨૫ આદિથી ઘણો ખુશ થયો હતો તે જોવાયું છે. તેથી વિકલ્પ વિના જ આ વાતને સ્વીકારી લો. ચકી અસંગસિંહના પ્રધાનને કહે છે કે તારો સ્વામી જે હકીકત કહેડાવે છે તે સ્વીકારાય છે. આપની મહાન કૃપા થઈ એમ મંત્રી કહે છે પછી રાજાવડે સન્માન કરાયેલ પ્રધાન પોતાના નગરમાં પહોંચી સર્વ હકીકત જણાવે છે. તેથી રત્નાવતીના માતા પિતા ખુશ થયા. (૭૫૭) હવે કોઈક દિવસે માતા પિતા ઘણાં આડંબરથી રત્નપતીને ત્યાં મોકલે છે અને ચિત્રગતિ પણ મહાવિભૂતિથી તે કન્યાને પરણે છે. પ્રાપ્ત કરાયા છે ઈચ્છિત સકલ અર્થો જેના વડે એવો ચિત્રગતિ પણ મહર્તિક દેવની માફક પૂર્વના સુકૃતોથી પ્રાપ્ત થયેલા વિષય સુખોને ભોગવે છે. (૭૫૯) લોકથી પ્રશંસા કરાતો, મન અને આંખોને આનંદ આપતો, સુરગણોથી ગવાતો, બંદિ વૃદોથી ભણાતો, રત્નાવતીને સાથે જિનમય ધર્મને ભક્તિપૂર્વક આરાધ છે. જિનેશ્વરોને પૂજે છે, સુસાધુઓને વાંદે છે. શાસ્ત્રોને સાંભળે છે. તે ધનદેવ અને ધનદત્ત પણ દેવલોકમાંથી આવીને મનગતિ અને ચપળગતિ નામના તેના બે નાના ભાઈઓ થયા. પછી તે બે ભાઈ અને રત્નાવતીની સાથે ચિત્રગતિ નંદીશ્વરાદિ સ્થાનોમાં જિનોના ચૈત્યોને વાંદે છે, કર્મભૂમિઓમાં વિહરતા તીર્થકરોની પાસે ધર્મને સાંભળે છે અને મહર્ષિઓના પગરૂપી કમળનું સેવન કરે છે. (૭૬૪) આમ કાળ પસાર થયે છતે, ઉમર થયે છતે સંવિગ્ન એવો શૂરતેજ ચકી ચિત્રગતિને રાજ્ય પર બેસાડી દીક્ષા લઇ કર્મો ખપાવી મોક્ષમાં ગયો. ચિત્રગતિ પણ શ્રી ચક્રવર્તી પદવાળા શ્રેષ્ઠ રાજ્યને પાળે છે. શ્રેષ્ઠ પુણ્યોથી સકલ પણ વિદ્યાઓ પાઠ સિદ્ધ થઈ અને ખેચર સમૂહ પણ ચિત્રગતિની આજ્ઞાનું પાલન કરે છે. સર્વ અંતઃપુરમાં શિરોમણિ એવી રત્નાવતી દેવીને પટ પદે સ્થાપીને ઘણાં વરસો સુધી ચક્રવર્તીની સમૃદ્ધિને ભોગવે છે. (૭૬૮) અને આ બાજુ તેનો મણિગૂડ નામનો ખેચરાધિપતિ પાદ સેવક હતો. અને તે કોઈ વખત મૃત્યુ પામ્યો. શશી અને સૂર નામના મણિચૂડના બે પુત્રો હતા. તેઓ રાજ્યને માટે પરસ્પર ગાઢ યુદ્ધ કરે છે. તેથી ચિત્રગતિ ચક્રવતી બંનેને રાજ્યની વહેંચણી કરી આપે છે તથા સુયુક્તિમય ધર્મવચનોથી તેઓને શાંત પાડે છે તો પણ બંધાયો છે નિબિડ પ્રબળ વૈર જેઓ વડે એવા તે બેનો કલહભાવ વિરામ પામતો નથી. હવે કોઈક વખતે તે બંને પરસ્પર યુદ્ધ કરીને મર્યા. ચિત્રગતિએ પણ બંને યુદ્ધ કરીને મર્યા એમ સાંભળ્યું અને રાજય બીજાઓ વડે લુંટાય છે તેથી ચિત્રગતિ જલદીથી ઉદ્વિગ્ન થયો અને વિચારે છે કે અહો! વિષયરૂપી Page #62 -------------------------------------------------------------------------- ________________ માંસમાં આસક્ત થયેલા અને પ્રબળ મોહથી વિમૂઢ થયા છે હૈયા જેઓના એવા જીવોની વિરસ ચેષ્ટાઓ તો જુઓ. કેટલાકો દુઃસહ પાપો કરીને લક્ષ્મીને મેળવવા ઈચ્છતા હોવા છતાં લક્ષ્મીને પ્રાપ્ત કરતા નથી. કદાચ લક્ષ્મી પ્રાપ્ત પણ થઈ ગઈ હોય તો પણ ક્ષણથી નાશ પામે છે અને નથી કરાયું લક્ષ્મીનું દાન અને ભોગ જેઓ વડે એવા કેટલાકો કેવળ પાપ અને કલેશોનું ભાજન એવી દુર્ગતિમાં જાય છે. (૭૭૬) અને બીજા કેટલાકો દાન અને ભોગને ઇચ્છે છે તો પણ પુત્રાદિનો વિરોધ થવાથી દાન આપી શકતા નથી અને રોગાદિનો ઉદ્ભવ થવાથી ભોગવી શકતા નથી. આમ ક્યારેય પણ તેઓને સંપત્તિ થતી નથી. બીજાઓએ વમનની જેમ મુકેલી લક્ષ્મીને ગ્રહણ કરીને સગા ભાઈઓ પણ કલહ કરીને કુતરાઓની જેમ મરે છે. કેટલાક સત્યપુરુષો મળેલી પણ ચકર્વતીની લક્ષ્મીને છોડે છે અને બીજા દુબુદ્ધિવાળા બીજાએ ઉપાર્જન કરેલી લક્ષ્મીને માટે ઝઘડે છે. (૭૭૯) જે લક્ષ્મી સ્વેચ્છાથી મોટા શ્રીમંતોને છોડી દે છે અને તુચ્છને આલિંગન કરે છે. (અર્થાત્ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે.) તે લક્ષ્મી ઘટદાસી (પનિહારી = પાણી ભરનારી) ની જેમ મૂર્ખાઓને રાગનું સ્થાન બને છે. આ તારી સ્ત્રી પરપુરુષથી ભોગવાયેલી છે એમ કોઈ પુરુષ ઈષથી વચન બોલે છતે તેનો પતિ તે સ્ત્રીને ભોગવતો નથી. પરંતુ કોડો લફંગાઓથી ભોગવાયેલી લક્ષ્મીને ભોગવે છે. સમુદ્રમાં વસીને જે લક્ષ્મી લોખંડના સ્થાનો (તિજોરી વગેરે) માં વસે છે તેવી લક્ષ્મીનો ભેદ (સ્વભાવ) નિશ્ચય થઈ ગયો છે છતાં પણ મૂઢ જન આ હકીકતને જાણતો નથી. જીવ પાપનું સેવન કરે છે અને ધર્મને અધીન એવી લક્ષ્મીનો અભિલાષ કરે છે. ક્યો વિષભોજી અમૃતથી ઉત્પન્ન થનારા સુખોને મેળવે ? કાલવશથી જીવોએ અકાર્યની જેમ રાજ્યનું પણ અનંતીવાર સેવન કર્યું છે છતાં પણ મૂઢ જીવો નિર્લજની જેમ આને માનતા નથી. (૮૪) વિષય સુખને અનંતીવાર સેવ્યું હોવા છતાં પણ જાણે અભિનવ છે એમ માને છે, સન્નિપાતથી ગ્રહણ કરાયેલાની જેમ જીવો પોતાના ભૂતકાળને ક્યારેય યાદ કરતા નથી. સિદ્ધિ સુખ એક જ એવું છે જે ક્યારેય પૂર્વે ભોગવાયું નથી, અનુપમ છે, અખંડ છે, અજર છે, અમર છે, શાશ્વત અને રોગાદિથી રહિત છે. જેમાં ખાડાના ડુક્કરો દેવતાઈ સુખોને જાણતા નથી. તેમ સમ્યકત્વથી રહિત, વિષયરૂપી આમિષથી ભોળવાયેલા મહામૂઢ જીવો મોક્ષસુખને જાણતા નથી. (૭૮૯) તેથી જેઓએ દુઃખના ફળવાળા, અસાર એવા વિષયસુખોને, લક્ષ્મીને,પરિજનને છોડ્યા છે તથા મોક્ષસુખને મેળવ્યું છે. તેઓ જે ધન્ય છે. તે સુમિત્રને ધન્ય છે જેણે ભર યુવાનીમાં ધીર બની, રાજ્યને છોડીને તપ તપીને સ્વકાર્યને (કરવા જેવું હતું તેને) સાધ્યું છે. લગભગ વૃદ્ધાવસ્થાને પહોંચેલા પણ અમે આજ પણ અલીક એવા રાજ્યના અભિમાનથી ઉત્પન્ન થયેલ સુખને છોડી શક્યા નથી એ બાલ ચેષ્ટા છે ઈત્યાદિ ભાવના ભાવીને કટુ છે અંત જેનો એવા વિષય સુખને અને તે રાજ્યને વસ્ત્રના છેડે લાગેલા તણખલાની જેમ છોડીને ઘણાં પ્રતાપવાળા પુરંદર નામના રત્નાવતીના મોટા પુત્રને રાજય પર સ્થાપીને, વિપુલદાન દઈને, સિદ્ધાયતનમાં પૂજા કરીને અને સંઘને પૂજીને, સર્વત્ર જીવોની અમારિ ઘોષણા કરાવીને દમવરસૂરિની સાથે રત્નાવતી, મનોગતિ અને ચપલગતિ ભાઈઓ તથા કેટલાક સામંતાદિની સાથે વિધિપૂર્વક શ્રી ચક્રવર્તી ચિત્રગતિએ દીક્ષા લીધી. પછી શ્રુતને ભણે છે તથા ઘોર તપને તપે છે. આમ ઘણાં દિવસો સુધી અકલંક શ્રમણ્યને પાળીને અંતે પાદપોપગમન અનશન 45 Page #63 -------------------------------------------------------------------------- ________________ કરીને, શુભલેશ્યાવાળો કાળધર્મ પામી માહેન્દ્ર દેવલોકમાં દેવ થયો અને રત્નવતી પણ આવી રીતે માહેન્દ્ર દેવલોકમાં શ્રેષ્ઠ દેવ થઈ તથા મનોગત અને ચપલગતિ પણ ત્યાં જ દેવપણાને પામ્યા. ચારેય દેવો પરસ્પર પ્રીતિને ધારણ કરતા દિવ્ય ભોગોને અનુભવે છે. (૯૮) (એ પ્રમાણે શ્રીમદ્ નેમિજિનેશ્વર તથા રાજીમતીનો દેવભવ સહિતનો બીજો મનુષ્યભવ સમાપ્ત થયો.) ત્રીજો ભવ આ બાજુ મહાવિદેહ ક્ષેત્રમાં મેરુપર્વતની પશ્ચિમ દિશામાં જગતમાં વિખ્યાત, ઘણી રિદ્ધિથી સંપન્ન એવું પદ્મ નામનું વિજય છે. તે વિજયમાં સિંહથી અધિષ્ઠિત પર્વતની ગુફા જેવું સિંહપુર નામનું નગર છે જેમાં સર્વત્ર કલહ દૂર થયો છે. જે હાથીઓના મોતીઓથી શોભાને પામેલું છે અને જે દુશ્મનોના પ્રવેશથી રહિત છે. (પર્વતની ગુફાના પક્ષમાં પર્વતની ગુફા સિંહથી અધિષ્ઠિત છે તેથી તેમાંથી સર્વત્ર મદનીઆઓ ચાલી ગયા છે. મોતીની શોભા ચાલી ગઈ છે, બીજા પશુઆદિના પ્રવેશથી રહિત છે) જે અપરિમિત સુવર્ણથી પૂર્ણ હોવા છતાં પણ સારા વર્ણવાળા લોકોને ધારણ કરનારું છે, જે લોકોથી સંકીર્ણ હોવા છતાં પૃથક્ છે. હરિનંદી રાજા તે નગરનું પાલન કરે છે. દેવોને જેમ ઈંદ્ર પ્રિય છે તેમ તે રાજા વિદ્વાનોને પ્રિય છે, વિષ્ણુ જેમ લક્ષ્મીનો પતિ છે તેમ તે ધનનો સ્વામી છે જે સમ્યગ્દર્શનથી અલંકૃત શ્રદ્ધાવાળો છે. (૮૦૩) નીતિમાન એવો રાજા રાજ્ય કરે છે ત્યારે પ્રજા આનંદને પામે છે. તેને પ્રિયદર્શના નામે અગ્રમહિષી છે. દેવલોકમાંથી ચ્યવીને તેના ગર્ભમાં શ્રેષ્ઠ સ્વપ્નથી સૂચવાતું છે ઉત્તમપણું જેનું એવો ચિત્રગતિનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. ચંદ્રના કિરણોથી જેમ મેઘની પંકિત શોભે છે તેમ ઉદરમાં રહેલા ચિત્રગતિના જીવથી પ્રિયદર્શના શોભે છે, ઋદ્ધિની સાથે સપુણ્ય એવો ગર્ભ વધે છે. (૮૦૫) પછી જેમ પૂર્વ દિશા સૂર્યને જન્મ આપે તેમ પ્રશસ્ત દિવસે પ્રિયદર્શના ઉત્પન્ન કરાયો છે ભુવનમાં આનંદ જેના વડે એવા તેજસ્વી પુત્રને પ્રસવે છે. વર્ષાપનક કરાયું, પ્રજા ખુશ થઈ, રાજા હર્ષ પામ્યો. મોટી વિભૂતિથી તેનું અપરાજિત એ પ્રમાણે નામ રાખવામાં આવ્યું. શ્રેષ્ઠ રત્નની જેમ અંતેઉરીનાં એક હાથમાંથી બીજીના હાથમાં સરકતો ગુણોથી અતિવલ્લભ, પ્રતિદિન સુખપૂર્વક મોટો થાય છે. તેણે બોતેર કળાઓ ભણી લીધી ત્યારે હું માનું છુ કે રાત્રીને કરનારો, સોળ કળાથી ખીલેલો એવો ચંદ્ર લજ્જિત થયો. ક્રમશઃ તે કુમારનું ભરયૌવન પ્રગટ થયું ત્યારે તેનું રૂપ સવિશેષ ખીલ્યું તે રૂપને જોવા માટે ઈન્દ્ર હજાર આંખોવાળો થયો. તેના રૂપનું વર્ણન કરવા માટે કમલાસન પર બેઠેલો એવો બ્રહ્મા પણ ચાર મુખવાળો થયો અને શેષનાગ હજાર જીભવાળો થયો એમ હું માનું છું. લોકોના આંખ અને મનને સુખ આપનાર ગ્રહના સમૂહથી પરિવરેલા ચંદ્રની જેમ મિત્રવર્ગથી પરિવરેલો એવો કુમાર ક્રીડા કરતો ત્યાં ભમે છે. કુમાર અગાઉથી પણ આવી જશે એમ સમજી ઉત્સુક એવી નગરની રમણીઓ કાર્યોને કરે છે પણ તેને આવતો જેઈને આરંભેલા પણ કાર્યોને છોડીને 46 Page #64 -------------------------------------------------------------------------- ________________ તેના રૂપની મનોહરતાને જોવા દોડે છે તેમ જ સકલ પુરલોક, દેવલોક, હાટ અને મહેલમાં રહે છતે કોઈ સ્ત્રી તેની સખીને કહે છે કે હે પ્રિયસખી ! લક્ષ્મીનું કૃતનપણું તો જુઓ કે તે કમળનો પરાભવ કરીને કુમારના મુખનું અધિક સેવન કરે છે. (૮૧૫)બીજી કહે છે કે કાન સુધી પહોંચેલી આની આંખોને જે, બીજી કહે છે કે આ વાત બરાબર નથી કેમકે એની આંખો વડે હું પ્રાપ્ત કરાઈ નથી અર્થાત્ તેણે મને જોઈ નથી. વળી બીજી કહે છે કે કંબુસમાન આની કોમળ ડોકને જે સ્ત્રી પોતાના બાહુપાશથી બાંધશે તે સ્ત્રી નિર્દય હશે. વળી મેરુપર્વતની શિલા જેવી વિશાળ આની છાતી પર રતિક્રીડા કરતી એવી કોઈપણ કુતપુયા સ્ત્રી અલીક નિદ્રા કરશે. (૮૧૮) આમ કહેવાય છતે બીજી કહે છે કે હું આ પ્રાર્થના કરું છું કે એવો કોઈ દિવસ ન જાય કે જે દિવસે સૌભાગી એવા આના દર્શન ન થાય. બીજી બીજી ને કહે છે, વળી બીજી બીજી ને કહે છે કે મને માર્ગ આપ નહીંતર તે ચાલ્યો જશે. વળી બીજી કહે છે મને પણ તું માર્ગ આપ, વળી બીજી ઉત્સુક એવી કોઈ ઘરમાંથી પુત્રની બુદ્ધિથી બિલાડીને કેડ પર લઈને દોડતી લોકો વડે હસાય છે. કોઈક બીજી એક અંગનું ઘરેણું બીજા અંગે પહેરીને ઉત્સુક મનવાળી જતી એવી લોકને વિસ્મય પમાડે છે. આમ નેત્રરૂપી અંજલિઓથી સતત કામિનીઓ વડે તેનું લાવણ્ય રૂપી જળ પીવાતું છતાં પણ કામિનીઓની તૃષ્ણા વધે છે. દરેક ઘરે સુભટો કુમારના પરાક્રમના વખાણ કરે છે, પંડિતો તેના ગુણસમૂહના વખાણ કરે છે. રમણીઓ તેના નિરુપમ લાવણ્યની પ્રશંસા કરે છે. જેવી રીતે પરમયોગીઓ તત્ત્વનું ધ્યાન કરે તેમ સર્વત્ર લોકપણ શીલાદિગુણ અને વિનયથી યુક્ત કુમારનું ધ્યાન કરે છે. જે દિવસે અપરાજિતનો જન્મ થયો તે જ દિવસે મતિધન મંત્રીને ત્યાં વિમલબોધ નામના પુત્રનો જન્મ થયો. બાળપણમાં સાથે ધૂળકીડાથી રમતો સમગ્રકળા ભણ્યો અને યૌવનમાં પણ આ કુમારની સાથે નિત્ય કીડા કરે છે. કુમાર પણ હંમેશા તેને પોતાના સમાનપણે જુવે છે. તે વિમલબોધ પણ તેને દેવતાની જેમ આરાધે છે અને પોતાના જીવ સમાન જુએ છે. (૮૨૮) હવે કોઇક વખત બંને જણા વાહલીમાં ઘોડાઓને ખેલાવે છે અને આ ઘોડાઓ તેમને હરણ કરી અટવીમાં લિઈ ગયા. પછી ઘોડાઓ થાકે છતે આંબાના વૃક્ષો નીચે એક ક્ષણ વિશ્રામ કરીને કુમાર મંત્રીપુત્રને કહે છે કે જે પુરુષ ભમીને ઘણાં કૌતુકવાળા સકલ પૃથ્વી મંડળને તો નથી તે કૂવાના દેડકા જેવો છે. જે અબુધ (મૂઢ) દેશાચાર, દેશોની ભાષાને અને નીતિ અને વિજ્ઞાનને જાણતો નથી તે ધૂતવડે પગલે પગલે ઠગાય છે અને બીજું હરણો, કાગડાઓ અને કાયર પુરુષો સ્વસ્થાનમાં જ રમે (મરે) છે પણ ઉત્સાહ અને પરાક્રમને પામેલાઓને કોઈ પણ વિદેશ નથી. તેથી આ ઘોડાઓ આપણું હરણ કરી લાવ્યા તે અનુકૂળ થયું તેથી આપણે જઈએ અને ભ્રમણ કરી પૃથ્વીને જોઈએ. માતાપિતાને આપણા પર ઘણો સ્નેહ છે તેથી આપણે રજા માગત તો પણ આપતા નહીં. હવે જે કહ્યા વગર નીકળી ગયા હોત તો માતાપિતાને ઘણું દુઃખ થાત તેથી હવે અહીંથી જલદી નીકળી જવું જોઈએ આમ કુમારે કહ્યું ત્યારે મંત્રીપુત્ર કહે છે કે અહીં ગુણ-દોષ બને છે જે તારા વડે જ કહેવાય છે. આથી મને તારો આદેશ પ્રમાણ છે. આમ નિશ્ચય થયા પછી ત્યાંથી તે બંને નીકળીને ચાલતા કમથી એક નગરમાં પહોંચ્યા અને ત્યાં તેઓ જેટલામાં ઉદ્યાનમાં વાવડીના કાંઠા પર બેસે છે તેટલામાં 47 Page #65 -------------------------------------------------------------------------- ________________ ધ્રુજતો, દીન, ભયભીત એક મનુષ્ય ત્યાં આવ્યો અને બોલ્યો હે મહાયશ! હું અનાથ.છું, તમારે શરણે આવ્યો છું તેથી તું મારું રક્ષણ કર ‘ત્યારે તું ડર નહીં હું જીવતો છતાં દેવો પણ તને મારી શકશે નહીં.’’ કુમારે આમ કહ્યું એટલે મંત્રીપુત્ર કુમારને વારે છે કારણ કે આ કોઈ અયોગ્ય કાર્યને કરનારો હશે તેથી અનર્થથી સર્યું ? (અર્થાત્ જે આ અકાર્યને કરનારો હશે તો તેનું રક્ષણ કરવાથી અનર્થની આપત્તિ થશે.) (૮૪૦) પછી કુમારે કહ્યું કે હે ભદ્ર ! ઉચિત કરનારોઓને ક્યાંય ભય નથી કારણ કે તેઓ પોતાના ગુણોથી સર્વત્ર રક્ષણ કરાય છે. જેની દિષ્ટ શરણાગત અને યાચકને વિશે પરાંગમુખ થાય છે તે જીવતો છતાં મરેલો છે તો પછી જીવવાનું શું કાર્ય છે ? ભલે આ ગમે તેવો હોય તો પણ પોતાના જીવ સાટે પણ તેને બચાવવો જોઈએ. એટલામાં પકડો ! પકડો ! એમ ભીષણ અવાજને કરતું આરક્ષકનું સૈન્ય ત્યાં આવ્યું અને કુમારને ઘેરો ઘાલ્યો. આ ચોરે સમસ્ત નગર લૂંટ્યું છે તેથી તું આ ચોર અમને સોંપી દે. હવે કુમારે કહ્યું કે આ દીન મારે શરણે આવેલો છે તેથી કોઈ સમર્થ પણ આની માગણી કરે તો પણ નહીં આપું. આરક્ષકો ગુસ્સે થયા અને કુમારને મારવા તૈયાર થયા. તેથી કુમાર તલવાર લઈને આગળ થઈને સિંહના અવાજથી જેમ પશુઓનું ટોળું નાશી જાય તેમ કુમારથી ત્રાસીને ભાગી જઈ કૌશલના રાજાની આગળ પુકાર કરે છે. ગુસ્સે થયેલ રાજાએ પણ કુમાર ઉપર જલદીથી સૈન્ય મોકલ્યું. જંગલી પાડાઓનો સમૂહ જેમ સરોવરને વલોવી નાખે તેમ કુમારે પણ સૈન્યને વલોવી નાખ્યું. પછી ગુસ્સે થયેલો રાજા હાથી-ઘોડા અને ક્રોડો સૈન્યોથી યુક્ત, ચકિત થયેલો જલદીથી કુમાર જયાં હતો ત્યાં આવ્યો. (૮૪૯) પછી ભયભીત થયેલ મંત્રીપુત્રને એકબાજુ રાખીને સામે જઈને રથિકને હણીને કુમાર શ્રેષ્ઠ હાથીના દાંત પર પગ મૂકીને મસ્તક પર બેઠો અને જેટલામાં શત્રુ સૈન્યને મારવાની શરૂઆત કરી તેટલામાં એક મંત્રીએ કૌશલાધિપને કહ્યું કે આ નક્કી સિંહપુર સ્વામીનો પુત્ર છે. (૮૫૨) હું તમારી આજ્ઞાથી ત્યાં ગયેલો ત્યારે અનેકવાર તેને જોયો છે પછી રાજાની યુદ્ધવિરામની આજ્ઞા સર્વ સૈન્યમાં જણાવાઈ. આવકાર આપીને રાજા વડે બહુમાનપૂર્વક આલિંગન કરાયો. હે વત્સ ! તું અમારા પરમમિત્રનો પુત્ર છે તું કોઈક રીતે અહીં આવ્યો અને અમારા વડે તારું સ્વાગત કરાયું તે સારું થયું. કુમારે કહ્યું કે આ મારો જ અવિનય છે. મારા મિત્રના ઘરે જન્મ્યા હોય તેને છોડીને બીજા કોને આવું પરાક્રમ હોય ? તેથી હે વત્સ ! તારા ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રથી ખુશ થયો છું તેથી અજાણતા પણ અમે તારો જે અપરાધ કર્યો હોય તેને તું ક્ષમા કર. રાજા આમ બોલે છતે કુમાર વિનયપૂર્વક કહે છે કે પિતા સમાન આપનો અબુઝ એવા મેં જે અપરાધ કર્યો છે તે આપના પુત્ર એવા મારો અપરાધ ક્ષમા કરો. (૮૫૮) પછી કૌશલરાજા કુમારને પોતાના હાથી ઉપર એક બાજુ બેસાડીને કૌશલ નગરીમાં પ્રવેશે છે અને પ્રાસાદે જાય છે. અને મંત્રીપુત્ર પણ ચોરને અભય આપીને રજા આપે છે. પછી રાજાએ આપેલા મહેલમાં કુમારની પાસે આવે છે અને રાજાએ આપેલા ઘણા દ્રવ્યોથી તે બંનેના દિવસો વિચિત્ર કીડાના વિલાસપૂર્વક પસાર થાય છે. હવે કોઈકવાર મંત્રીકુમાર પાસે જઈને વિનયથી કહે છે કે રાજા આપને જણાવે છે કે અમારા પર અનુગ્રહ કરો તેથી કુમારે કહ્યું કે ચરટ સીમાળા પર કિલ્લાને હું સાધીશ અને દેવના પ્રભાવથી હું તેને વશ કરીશ અને બીજું કંઈ હોય તો તે પણ જણાવો જેથી દેવના 48 Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવથી અસાધ્યને પણ હું સાધીશ. હવે મંત્રીપણ કહે છે કે ગુણરૂપી રત્નોનો સમુદ્ર એવો તું અહીં આવ્યો છે તેથી દેવનું સર્વ પણ કાર્ય સિદ્ધ થઈ ગયું છે. પરંતુ ગુણરૂપી રત્નોની ખાણ એવી રાજાની અતિશ્રેષ્ઠ કનકમાલા નામની રાજપુત્રી છે (૮૬૫) તો તેની સાથે પાણિગ્રહણ કરીને પૂર્વપુરુષોના સ્નેહની તું વૃદ્ધિ કર. કુમાર મૌન રહી મંત્રીપુત્રના મુખને જુએ છે. મંત્રીપુત્રે કહ્યું કે રાજા તારા પિતાનો પરમ મિત્ર છે તેથી આ જે કહે છે તે તારા માટે અલંઘનીય છે. જે કરવા યોગ્ય છે તે તું જાણે છે મંત્રીપુત્રે એમ કહ્યું ત્યારે પ્રહષ્ટ મંત્રી વડે રાજાને જણાવાયું. રાજાએ પ્રશસ્ત દિવસે પુત્રીની સાથે લોકોના મનને ઉત્કર્ષ કરનાર પાણિગ્રહણ કરાવ્યું અને કહ્યું કે હે વત્સ ! જે કે તને દેશ દર્શનમાં ઘણું કુતૂહલ છે તો પણ તે આપત્તિવાળું છે. તેથી તું અહીં પોતાના ઘરની જેમ અતિસુખથી રહે પછી કેટલાક દિવસો ત્યાં ભોગોને ભોગવીને કોઈક દિવસે કહ્યા વિના રાત્રીએ ચાલી નીકળ્યો. પછી જતાં રસ્તામાં કાલીદેવીનું મંદિર આવ્યું, મંદિર નજીક કરુણ રડવાનો શબ્દ સાંભળે છે જેટલામાં તે શબ્દની અનુસાર જાય છે તેટલામા ત્યાં કોઈ બોલે છે કે અરે રે ! આ પૃથ્વી પુરુષ વિનાની થઈ છે. એ પ્રમાણે વારંવાર સાંભળે છે હવે જેટલામાં રાજપુત્ર તેની સન્મુખ જાય છે તેટલામાં મંત્રીપુત્ર કહે છે કે નકકી આ કોઈ સ્રી રડે છે અને તલવાર ખેંચીને તેની આગળ ઉભેલો કોઈ પુરુષ દેખાય છે તથા નજીકમાં અતિ ભીષણ અગ્નિ સળગી રહ્યો છે તેથી કોઈ સુપુરુષ અધમ એવા આ વિદ્યાધરથી રક્ષણ કરો એમ સ્ત્રીએ જોરદાર પોકાર કર્યો છે તેથી કુમાર કહે છે કે રે રે પાપિષ્ટ ! મને જોઈને પણ તું આને તલવાર ઉગામે છે, તારું આ પરાક્રમ સ્ત્રીને છોડીને બીજે ક્યાંય નથી. પછી ખેચરે કહ્યુ કે તું અહીં આવ તારા પરાક્રમના માહત્મ્યને આજે હું જોઉં (૮૭૭) એમ સાંભળીને કુમાર પણ યુદ્ધે ચઢ્યો બંને ગુણવંતોને ખડ્ગના પ્રહારો એકબીજાને આક્રમણ કરી શકતા નથી તેથી ખડ્ગ છોડીને વિવિધપ્રકારના બાહુ યુદ્ધથી લડે છે. અને વિવિધપ્રકારના અંગબંધથી એકબીજાના અંગ ઉપાંગોને પરસ્પર ટાળે છે અને ભીંસે છે પછી ખેચરે કુમારને દઢનાગ પાશથી બાંધ્યો. જેવી રીતે દુર્જનના સ્નેહબંધો તુટે તેવી રીતે થોડા પ્રયત્નથી કુમારના બંધો તુટ્યા. ખેચર બાણ સમૂહને ફેંકે છે. તપથી પાપના પટલ જેમ નાશ થાય તેમ કુમાર પણ ખડ્ગથી બાણશ્રેણીનું ખર્ડન કરે છે. પછી ખેચર વિદ્યાના પ્રભાવથી કુમારની ઉપર લોખંડના ગોળાઓ તપેલી શિલાઓ ઉખેડીને, વૃક્ષોને તથા બીજી વસ્તુઓને ફેંકે છે આ પ્રમાણે ખેચર પ્રહાર કરે છતે બાળા વિચારે છે કે આ કોઈ સત્પુરુષ છે અને મારા પાપને કારણે આ પણ આપત્તિમાં પડ્યો. ખેચર વડે છોડાયેલી બધી પણ ક્ષુદ્ર વિદ્યાઓ બહુપુણ્યના પ્રભાવથી અને પોતાના દેહના સામર્થ્યથી કુમારને અસર કરતી નથી લડાઈ કરતા આ બેઉના યુદ્ધના કુતૂહલને જોવા સૂર્ય પણ અંધકારના સમૂહને દૂર કરીને ઉદયાચલ પર્વત પર આરૂઢ થયો. પછી કુમારે ખડ્ગથી ખંધા પર ખેચરને એવો માર્યો કે મૂર્છાથી મીંચાઈ ગઈ છે આંખો જેની એવો તે ધસ કરતો પૃથ્વી પર પડ્યો. તેજ સમયે કામદેવે બાણોથી બાળાના હૃદયને તાડન કર્યું. (૮૮૭) ખડ્ગથી ખેચર અને કામના બાણોથી વિંધાયેલી બાળા બંને ચેતના પામતા નથી. ઘાને રૂઝાવીને કંઈક પણ ઉચિત ઉપચાર કરીને ખેચર ભાનમાં આવ્યો ત્યારે કુમાર કહે છે કે હે મહાશય ! તું ઉભો થઈને આ શસ્ત્રને ગ્રહણ કર અને યુદ્ધને માટે સજ્જ થા. વિઘ્નોથી હણાયેલા કાયર પુરુષો 49 Page #67 -------------------------------------------------------------------------- ________________ જ પોતાના વ્યવસાયને છોડે છે. પછી ખેચરે કહ્યું કે સારું સારું તું ચંદ્ર જેવો નિર્મળ અને ધીર પુરુષ છે. આ તારા વચન વિન્યાસથી તારું પરાક્રમ ઘણું શોભે છે, તે મને પહેલાથી જ જીતી લીધો છે તેથી તારી સાથે મારે યુદ્ધબુદ્ધિ કેવી રીતે થાય ? હું સ્રીનો ઘાત કરવા તૈયાર છું જ્યારે તું સ્રીનું રક્ષણ કરવા તૈયાર થયો છે. તેથી તેં તારા ગુણો રૂપી દ્રવ્યથી મને ખરીદી લીધો છે તેથી તું મને પોતાનો દાસ જાણ . હવે પછી તને જે યોગ્ય લાગે તે તું કર. પછી કુમાર લજ્જિત થયેલા ખેચરને અભિનંદન આપતો કહે છે હે ભદ્ર! તારે જે ઈચ્છિત હોય તેને તું મને કહે જેથી સકલપણ તારા ઈચ્છિતને હમણાં કરું. શું તારા માતા પિતાની પાસે લઈ જાઉં ? શું અન્ય દેશમાં લઈ જાઉં? અથવા કોઈ દુશ્મનથી તારી રક્ષા કરું ? આમ કુમારે પુછ્યું તેથી ખેચર કહે છે કે આ પાપથી મને વારતા તે મારું સઘળું હિત કર્યું છે તથા મારા વસ્રના છેડાની ગાંઠમાં એક મણિ અને બીજી સંરોહિણીના મૂળીયા બાંધેલા છે તે ઔષધિને મણિના પાણીમાં ઘસીને મારા ઘા પર લગાવ કુમારે પણ તરત તેમ જ કર્યું અને તત્ક્ષણ ખેચર સાજો થયો. પછી કુમાર પૂછે છે કે હે ભદ્ર ! આ તારું વ્યતિકર ગુપ્ત ન હોય તો તું કહે. તેણે કહ્યું કે અહીં કંઈપણ ગુપનીય નથી. (૮૯૮) શ્રેષ્ઠ વૈતાઢ્ય પર્વત પર રથનેપુર ચક્રવાલપુરમાં અમૃતસેન નામનો ખેચરનાથ છે એને કીર્તિમતી નામની શ્રેષ્ઠ ભાર્યા છે તેની રત્નમાલા નામની પુત્રી છે. અપરાજિત કુમાર આનો વર થશે એમ નિમિત્તિયાઓ વડે અમૃતસેનને કહેવાયું તથા તારી ગુણ સરિતા પણ કહેવાઈ અને રત્નમાળાએ કોઈપણ રીતે તારા ગુણો સાંભળ્યા પછી તે કુમારને વિશે હંમેશા અનુરક્ત વાળી થઈને રહે છે. શ્રી સેનના પુત્ર એવા સૂર્યકાંત વડે તે જોવાઈ (૯૦૨)અને તેને પરણવા માંગણી કરી. તે તેને ઈચ્છતી નથી અને પ્રતિજ્ઞા કરી કે અપરાજિત સિવાય બીજો કોઈ મારો વર બનશે તો અગ્નિમાં બળી મરીશ. હવે સૂર્યકાંત ખેચર પણ રાગવાળો થયો. મારે કોઇપણ રીતે આને પરણવી એમ કહીને નીકળ્યો અને જુદા જુદા પ્રકારની વિદ્યાઓ સાધે છે, રૂપાદિગુણોમાં આસક્ત ઘણાં પ્રકારના ઉપાયો યોજે છે તો પણ તેને ઈચ્છતી નથી. આના શરીરમાં અગ્નિ લાગો અને આની તે પ્રતિજ્ઞા પુરી થાઓ એ પ્રમાણે વિચારીને ગુસ્સે થઈ હું અહીં ઉપાડી લાવ્યો છું જેનું નામ લેવા જેવું નથી તે સૂર્યકાંત હું પોતે જ છું તે હમણાં અગ્નિના ખાડામાં ઝંપલાવવા તૈયાર થઈ છે. તેથી સજ્જનોને નહીં સાંભળવા યોગ્ય મારું ચરિત્ર તને કહ્યું અને પોતાનું ચરિત્ર પ્રગટ કરવાથી હમણાં મારા પાપને ભુલી જાઓ. (માફ કરો.) (૯૦૮) સૂર્યકાંતે આમ કહ્યું એટલે કુમાર લજ્જાથી નીચું મુખ કરીને રહ્યો. તેટલામાં મંત્રીપુત્ર કુમારના ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રોને કહે છે, ચરિત્રો સાંભળીને રયણમાલા ભયભીત થઈ કે અધિક ગુણવાળો આ મને નહીં પરણે અને તેનું અહીં આવવું કેવી રીતે સંભવે એમ તે ઘણી વિષાદને પામી. ભવિતવ્યતાને કંઈપણ આગોચર નથી. અર્થાત્ સર્વભાવો ભવિતવ્યતાને અધીન છે અને આ મને સરાગ દષ્ટિથી જુએ છે એથી રત્નમાલા ખુશ થઈ. (૯૧૧). હવે રત્નમાલાના માતાપિતા વગેરે તપાસ કરતા ત્યાં આવ્યા અને ખુશ થયા. બાળા તથા મંત્રીપુત્ર સર્વ હકીકત માતાપિતાને જણાવે છે. પૂર્વે જોયેલા કુમારને અમૃતસેને ઓળખ્યો અને હર્ષપૂર્વક રત્નમાળાની સાથે ત્યાંજ પરણાવ્યો. પછી કુમારે અમૃતસેનને કહીને સૂર્યકાંતખેચરની 50 Page #68 -------------------------------------------------------------------------- ________________ પીઠ પર હાથ અપાવ્યો અર્થાત્ સૂર્યકાંત ખેચરને અભયદાન અપાવ્યું. હું મારે સ્થાને પહોંચ્યા પછી તમારી પુત્રીને ત્યાં લઈ આવવી એમ કહીને બધા ખેચરો અને કુમારને રજા આપી. સૂર્યકાંત કુમારને મૂલિકા, મણિ તથા વેશ પરિવર્તનની ગુટિકાઓ આપે છે પણ કુમાર તેને લેવા ઈચ્છતો નથી. ત્યારે મંત્રીપુત્રને પરાણે આપીને ખમાવીને સ્વસ્થાને જાય છે કુમાર પણ જેટલામાં અટવીમાં આગળ જાય છે તેટલામાં કુમારને ઘણી તરસ લાગી એટલે અત્યંત થાકેલો તે આબાના ઝાડ નીચે બેઠો. મંત્રીપુત્ર પણ પાણીને શોધવા દૂર ગયો અને પાણી લઈને જેટલામાં પાછો ફરે છે તેટલામાં રાજપુત્રને જતો નથી તેથી ભય પામ્યો અને હું આ સ્થાને ઠગાયો છું અર્થાત્ હું મૂળ સ્થાનને ભૂલી ગયો છું તેથી વૃક્ષતળને શોધતો ચારેય દિશામાં દોડે છે કુમારની ક્યાંય પણ ભાળ ન મળતા ધસ કરતો પૃથ્વી પર પડે છે, મૂચ્છ પામે છે, ઉઠે છે, પ્રલાપ કરે છે, શૂન્યમનસ્ક થઈ ચારેય દિશામાં દોડે છે હા ભાગ્ય ! હે નિર્દય ! તે અકડે મને કેમ પ્રહાર કર્યો? પહેલાં તેં આ નરરત્નનો ભેટો કરાવીને પછી હમણાં આ શું કર્યું? (૯૨૧) ભુવનમાં કોઈ મનુષ્ય, ખેચર કે દેવ કુમારનો પ્રતિમલ્લ નથી. હું ભાગ્ય ! તને છોડીને બીજે કોણ આવું કરે ? આ તારો જ વિલાસ છે. નિર્જન અટવીમાં તેની ખબર હું કોને પૂછું? તેથી હે વનદેવતા! તમે જ યથાર્થ કહો આમ ઘણો પ્રલાપ કરીને પછી ફરી પણ કુમારને શોધવા લાગ્યો. ગ્રામાદિમાં ભમતો નંદીપુર નગરમાં પહોંચ્યો અને તેના બહારના ઉદ્યાનમાં જેટલામાં ચિંતાતુર એવો આ મંત્રીપુત્ર બેસે છે તેટલામાં આકાશમાંથી જાણે વિદ્યાધર યુગલ નીચે ઊતર્યું. (૯૨૫) તેઓએ જણાવ્યું કે હે મહાશય ! અપરાજિત રાજપુત્રે અમને તારી પાસે મોકલ્યા છે તેથી તું ત્યાં જલદી આવ. તે વચન સાંભળી જાણે ફરી જીવન પ્રાપ્ત થયું ન હોય ! જાણે અમૃતસમુદ્રમાં નંખાયેલો ન હોય ! તેમ હર્ષથી પુલકિત શરીરવાળો મંત્રીપુત્ર પોતાના અંગોમાં સમાતો નથી. અર્થાત્ ઘણો ખુશ થયો,અને કુમારના કુશલને તથા પોતાના વિયોગના કારણને પૂછે છે પછી તેઓ કુમાર હંમેશા કુશળ છે એમ જણાવે છે અને તારા વિયોગનું જે કારણ છે તેને તું સાંભળ, તું પાણી લેવા માટે ગયો ત્યારે અમે કુમારને ઊંચકીને લઈ ગયા. શ્રી ભુવનભાનુ નામનો વિદ્યાધરનો રાજા રમણીય અટવીમાં મહેલને વિકુવને ઘણાં ખેચરોથી યુક્ત ત્યાં વસે છે ત્યાં કુમારને આવતો જોઈને ખુશ થયો અને પુલકિત શરીરવાળો કુમારનું અભુત્થાન કરીને આલિંગન કરે છે. (૯૩૧) પછી રત્નમય મોટા ભદ્રાસન ઉપર બેસાડે છે. પછી બે હાથ જોડીને કહે છે કે હે કુમાર ! તારા ચંદ્ર જેવા નિર્મળ ગુણગણોના સમૂહને સાંભળતા મારા શરીરમાં હર્ષ સમાતો નથી અને હમણાં તને પ્રત્યક્ષ જોવાથી મારો હર્ષ ભુવનમાં પણ સમાતો નથી. તે હરિનંદી ધન્ય છે, તારી માતા પ્રિયદર્શના ધન્ય છે. તે જેને અલંકૃત કર્યો છે તે નગર અને દેશ ધન્ય છે, અહીંયા તને લઈ આવવામાં કારણ એ છે કે મારે કમલિની નામની મોટી પુત્રી છે અને કુમુદિની નામની નાની પુત્રી છે, હે સુંદર! તે બેનો વર તું જ થઈશ એમ નૈમિત્તિકોએ કહ્યું છે અને ખેચરોની સાથે તું અહીં આવ્યો છે તેથી તું આ બેની સાથે પાણિગ્રહણ કરીને અમારા પર અનુગ્રહ કર. આમ તેને કહ્યું છતે તેનું મન ક્યાંય ચોટતું નથી, તારા વિયોગમાં સતત તારું ધ્યાન કરતો રહ્યો છે. તે ખાતો નથી, સૂતો નથી અને સ્વસ્થાપૂર્વક આલાપમાત્ર પણ કરતો નથી. તેથી તારી તપાસ કરતાં અમને તું અહીં પ્રાપ્ત થયો 51 Page #69 -------------------------------------------------------------------------- ________________ છે તેથી તું જલદી ત્યાં આવ જેથી અમારો સ્વામી અને કુમાર સુખી થાય . (૯૩૯) આ સાંભળીને મંત્રીપુત્ર ખુશ થયો અને વિદ્યાધરો સાથે ત્યાં ગયો અને તેના દર્શન થવાથી કુમારાદિ સર્વે ખુશ થયા. પછી સન્માનિત કરાયેલ કુમાર સાથે ભુવનભાનુ ખેચરની બે પુત્રીઓનો વિવાહ થયો. તે પણ તે દિવસે ત્યાં રહીને પછી કોઈક રીતે પૂર્વની જેમ પોતાને છોડવીને પછી આગળ પ્રયાણ કર્યું અને ક્રમથી આગળ જતાં સુરમંદિર નામના નગરમાં પહોંચ્યો. હવે મંત્રીપુત્રે કુમારને કહ્યું કે પૂર્વે સૂર્યકાંત વિદ્યાધરે જે મણિ આપ્યો હતો તે મણિ ઘણું કરીને ઈચ્છિત અર્થને આપનારો છે એટલે તે મણિના પ્રભાવથી મનવાંછિત પ્રાપ્ત થયા છે વિષય સુખો જેઓને એવા તે બે વિચિત્ર પ્રકારની ક્રીડા કરતા તે નગરમાં રહે છે. હવે કોઈક દિવસે સુરમંદિર નગરમાં તેઓ રહેલા છે તેટલામાં એકાએક નગરમાં મોટો કોલાહલ થયો. સારી રીતે સજ્જ કરાયા છે ભાથા જેઓ વડે, ચઢાવાઈ છે ધનુષ્યની દોરીઓ જેઓ વડે, ત્રિશૈલ્ય (શસ્ત્ર) છે હાથમાં જેઓના, ધારણ કરાયા છે બખ્તરો જેઓ વડે, વિસ્ફુરિત કરાઈ છે ભયંકર તલવારો જેઓ વડે, ભયને ઉત્પન્ન કરનારા, ઘોડા પર બેઠેલા કેટલાક સુભટ સમૂહો દોડે છે અને કેટલાક શ્રેષ્ઠ સ્થાનને તૈયાર કરે છે, કેટલાક રથમાં શસ્ત્ર સમૂહને ભરે છે તથા પગથી ચાલે છે કેટલાક હાકોટા કરે છે. કેટલાક કુદાકુદ કરે છે. કેટલાક હાથીઓને કવચ વગેરે પહેરાવીને તૈયાર કરે છે અને કેટલાકો ઘોડાઓને બખ્તર વગેરેથી સજ્જ કરે છે. (૯૪૮)દુકાનો બંધ કરાય છે, ઘરો સજ્જડ બંધ કરાય છે. બધા લોકો ભાગંભાગ કરે છે પણ પરમાર્થને જાણતા નથી. અસંભ્રાન્ત કુમારે મંત્રીપુત્રને તપાસ કરવા ત્યાં મોકલ્યો અને હકીકત જાણીને મંત્રીપુત્ર પાછો ફર્યો અને કહે છે કે હે કુમાર ! તું સાંભળ દ્વારપાળો પ્રમાદી થયા ત્યારે કોઈક છળથી પ્રવેશીને કોઈપણ હત્યારા વડે સભામાં બેઠેલા સુપ્રભરાજાની ઉપર છૂરીઓના ઘા કરાયા. અને આ રાજાને પુત્ર કે ભાઈ નથી જે રાજ્યને સંભાળી શકે તેથી ગ્રહલચુંદલીભૂત (<) આકુલ હૈયાવાળો આ સર્વ પણ નગરલોક દોડે છે. પછી કુમાર મંત્રીપુત્રને કહે છે કે આ લોક એકલા ભમતા આપણા ઉપર શંકા કરશે. લાખો સુભટોથી વીંટળાયેલો હોવા છતાં પણ, સભામાં રહેલો હોવા છતાં પણ નીતિથી યુક્ત હોવા છતાં પણ, જુઓ તો ખરા ! એકાએક જ નિષ્કારણ પણ આપત્તિને પ્રાપ્ત થયો. તેથી ભવિતવ્યતા વડે જેવાયું હોય તે સકલ લોકને પરિણમે છે. તેથી કાર્યની સિદ્ધિમાં રાજાનો પુરુષાર્થ નિષ્ફળ જ થયો છે. પછી વિમલબોધ કહે છે કે હે કુમાર ! આ વાત નિશ્ચય નયથી સત્ય છે પણ વ્યવહાર નયથી તો લોકનો પુરુષાર્થ કાર્ય સાધવામાં ઉચિત જ છે. નીતિથી કે અનીતિથી જે થવાનું હોય તે જ થાય છે પણ અન્યથા થતું નથી. તો પણ અનીતિથી લોકાપવાદ અધિક થાય છે અને સર્વે પણ નીતિ અને ધર્મશાસ્ત્રોની નિષ્ફળતા થાય છે અને નિશ્ચય નયના (૯) મતથી સકલ લોકવ્યવહારનો પણ લોપ થાય છે. નીતિ અને ધર્મથી યુક્ત જીવોને ઘણું કરીને કાર્યની સિદ્ધિ થતી દેખાય છે જ્યારે અનીતિથી (૮) ગ્રહલjદલીભૂત - ગ્રહલ એટલે ગાંડો, ગુંદલ એટલે અવાજ, ભૂત એટલે સ્વરૂપ અર્થાત્ ગાંડાના ટોળામાં જેવો ઘોંધાટ થાય તેવો ઘોઘાટ નગરલોકમાં થયો. (૯) નિશ્ચય નય માને છે કે જે વખતે જે થવાનું હોય છે તે થાય છે પછી ભલે પુરૂષાર્થ કરો કે ન કરો. નિશ્ચય નય પુરૂષાર્થને માનતો નથી. લોક વ્યવહાર પુરૂષાર્થને અવલંબીને છે આથી એકલા નિશ્ચયનયના મતથી સકલ લોક વ્યવહારના લોપનો પ્રસંગ થાય. 52 Page #70 -------------------------------------------------------------------------- ________________ યુક્ત જીવોને કાકાલીય (૧) ન્યાયથી ક્યારેક સિદ્ધિ થઈ પણ જાય. લોકની અનુચિતવૃત્તિ આ ભવમાં જ દુઃખના ફળવાળી થાય છે જ્યારે લોકમાં ઉચિત આચરણ કરનારાઓ ઘણી લક્ષ્મીનું ભાજન બને છે તેથી કુશલમતિવાળા પુરુષે હંમેશાં વિશુદ્ધ ધર્મથી, નીતિથી અને લોકમાં ઉચિત આચરણથી વર્તવું જોઈએ. આ પ્રમાણે વર્તતો જીવ આલોક અને પરલોકને નક્કીથી સાધે છે અને નિઃસંશય કીર્તિનું ભાજન બને છે. (૯૬૩) પછી કુમારે કહ્યું કે હે વિમલબોધ મંત્રીપુત્ર! તેં જે કહ્યું છે તે સાચું જ છે. તે તેમ જ છે એમાં કોઈ શંકા નથી. જાણતા એવા મેં પણ જે અયુક્ત અને ઉદ્ધત કહ્યું કે તારી બુદ્ધિની પરીક્ષા કરવા માટે કહ્યું હતું માટે તું તેને સાચું નહીં માની લેતો અને આ બાજુ મંત્રી સામંતો આદિ રાજાની ઘણી ચિકિત્સા કરાવે છે તો પણ તે મહાઘાત કોઇપણ રીતે રૂઝાતો નથી. આ પ્રમાણે લોકો આકુળ-વ્યાકુળ થયે છતે કામલતા નામની ઉત્તમગણિકા તેઓને કહે છે કે કોઈ ઉત્તમપુરુષ આ નગરમાં આવ્યો છે. પોતે છે બીજો જેમાં અર્થાત્ પોતે અને મંત્રીપુત્ર એવો તે વ્યવસાય (કામધંધા) વગરનો હોવા છતાં દ્રવ્યને ખર્ચે છે, ત્યાગી છે, ધર્મમાં રત છે, સજ્જનના આચારથી યુક્ત છે. તેથી તેવા પ્રકારના સિદ્ધ (1) પુરુષો પાસેથી ખરેખર ઉપચાર મળી શકશે. મંત્રી સામતાદિ પણ આ વાત રાજાને જણાવે છે અને રાજાપણ પ્રધાનમંત્રીને તેની પાસે મોકલે છે અને મંત્રી ઘણાં બહુમાનપૂર્વક તે બેને ત્યાં બોલાવી લાવ્યો. તમે ક્યાંથી પધારીને આ નગરને અલંકૃત કર્યું? ક્યાં સુકૃતાર્થ કુળમાં તમારો જન્મ થયો છે ? (૯૭૧) એમ રાજાએ પુછયું એટલે મંત્રીપુત્રે સકલ વૃતાંત જણાવ્યો તેથી હર્ષથી રાજા કુમારને ઘણો ભેટ્યો અને મંત્રીઓને કહ્યું કે જુઓ આપણે કેવા પ્રમાદમાં પડ્યા છીએ કે આ આપણા પરમમિત્ર હરિનંદી રાજાનો પુત્ર અહીં આવ્યો છે છતાં પણ આપણે ન જાણ્યું અને સ્વાગત પણ ન કર્યું અથવા તો આપણા પ્રમાદનું ફળ પણ આપણને મળ્યું અથવા અભિમરઘાતથી (એટલે ધનાદિના લોભથી બીજાને મારવાનું સાહસ કરનારનો જે ઘાત છે.) પણ મને એટલી પીડા નથી થતી જેટલી પીડા મને આ શ્રેષ્ઠ કુમારને વિશે એના ઉચિત પ્રતિપત્તિના ઉલ્લંઘનમાં થાય છે. કુમારે કહ્યું કે મનનો પ્રસાદ એજ પ્રતિપત્તિ છે અને તમારો એ પ્રસાદ પોતાના સંતાનની જેમ મારા પર પણ છે. (૯૭૬) પછી અમાત્યોએ કહ્યું કે રાજાના શરીરની પીડાનો વૃત્તાંત તમારા વડે જણાયો છે તેથી તેનો ઉપચાર અહીં કરાય. હવે કુમારે મંત્રીપુત્રને કહ્યું કે તે મૂળીયા અને મણિનો પ્રયોગ કર. મંત્રી પુત્ર કહે છે કે કુમાર ! તું પોતે જ કર. કારણ કે મણિ-મંત્ર-ઔષધિઓનો પ્રભાવ પુણ્યોદયથી પ્રગટે છે. પુણ્યથી રહિત હોય તેઓને મણિ, મંત્ર, ઔષધિઓનું ફળ મળતું નથી. ક્યારેક વિપરીત ફળ મળે છે. પૂર્વે કરેલા સુકૃતોને કારણે તારે નિર્મળ પુણ્યોદય છે કે જે અનેક કાર્યોમાં ફળથી અમે પ્રત્યક્ષ જાગ્યો છે. (૧૦) કાઢતાસ્ત્રીય ન્યાય: કાકતાલીય ન્યાય એટલે કાગડાનું બેસવું અને તાડનું પડવું. બે ક્રિયાઓ અચાનક સાથે બને તેથી એક ક્રિયાને બીજી ક્રિયાનું કારણ ન કહી શકાય તેમ અહીં પણ એક બાજુ અનીતિની પ્રવૃત્તિ અને બીજી બાજુ કાર્યની સિદ્ધિ થતી દેખાય તો પણ કાર્યની સિદ્ધિમાં અનીતિની પ્રવૃત્તિ કારણ નથી બનતી અથવા એક બાજુ નીતિની પ્રવૃત્તિ હોય અને બીજી બાજુ કાર્યની અસિદ્ધિ થતી દેખાય તો • પણ કાર્યની અસિદ્ધિમાં નીતિની પ્રવૃત્તિ કારણ નથી બનતી. (૧૫) વિઘા - મંત્ર - કર્મ - શિલ્પ વગેરેમાં જેમણે પૂર્ણતા પ્રાપ્ત કરી હોય તે સિદ્ધ પુરૂષ કહેવાય છે. 53 Page #71 -------------------------------------------------------------------------- ________________ તેથી કુમારે જાતે પણ મણિના પાણીથી ઘાને સાફ કર્યો અને મૂળીયાને ઘસીને ઘા ઉપર લગાડ્યા અને રાજા તુરંત સાજો થયો. પછી નગરમાં અને દેશમાં મોટી વિભૂતિથી વધામણી કરાવી. સકળ લોક આશીર્વાદથી કુમારને અભિનંદે છે. રાજાને શ્રેષ્ઠ ગુણથી યુક્ત રંભા નામની પુત્રી છે અને પ્રાર્થના કરીને ત્યાં કુમારની સાથે પરણાવી. પછી કુમાર ત્યાં કેટલાક દિવસો પાંચેય પ્રકારના વિષય સુખોને ભોગવીને કહ્યા વિના મંતિ સુઅનિયો મંત્રીપુત્ર છે બીજો જેને એવો તે કુમાર અર્થાત્ મંત્રીપુત્રની સાથે ત્યાંથી નીકળી ગયો. અને કુંડપુરનગરની બહાર ઉદ્યાનમાં પહોંચ્યો જ્યાં દેવો વડે કરાયેલ સુવર્ણ કમળ પર કેવલી ભગવંત બીરાજમાન છે. (૯૮૫) ઘણાં શ્રેષ્ઠવર્ણવાળા વૃક્ષોથી યુક્ત કલ્પવૃક્ષની જેમ શોભતા, સૂર્યની જેમ સ્કુરાયમાન તેજવાળા, ચંદ્રની જેમ સૌમ્યતાથી યુક્ત, સાગરની જેમ ગંભીર, મેરૂ પર્વતની જેમ નિશ્ચલ,શ્રેષ્ઠ મનુષ્ય, વિદ્યાધર અને દેવોની સભામાં બેઠેલા, જેવી રીતે દેવોએ સમુદ્રનું મંથન કરી અમૃતને ગ્રહણ કર્યું તેમ શેયપદાર્થરૂપી સમુદ્રનું મંથન કરીને, તત્વને ગ્રહણ કરીને લોકોને અજરામરત્વ (મોક્ષ) પદની પ્રાપ્તિ થાય તે માટે સતત જ ઉપદેશ આપે છે. (૯૮૮) હવે કરૂણારૂપી જળના સાગર મહાભાગ્યશાળી એવા કેવળી ભગવંતને જોઇને હર્ષથી પુલકિત અંગવાળો કુમાર પોતાને સુકૃતાર્થ માનતો પાંચ પ્રકારના અભિગમ (૧૨) સાચવીને ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા આપીને નમીને વિનયપૂર્વક કહે છે. હે મહાયશ ! તમને નમસ્કાર કરૂં છું, હે મોક્ષમાર્ગના પથિક માટે સાર્થવાહ ! હે અજ્ઞાન રૂપી અંધકાર માટે સૂર્ય ! હે સંસાર રૂપી ભયંકર સમુદ્રને તરવા માટે નૌકા સમાન ! હે કલ્યાણના ભંડાર ! હે વીતરાગ ! હે ભવ્યોના હૈયાને સંતોષનાર ! હે ભવરૂપી ગહનવનને બાળવા અગ્નિ સમાન ! ઉત્તમ શાસન જેનું એવા હે મુનિપતિ ! તમને નમસ્કાર થાઓ. હે પ્રશમના જલધર ! જો તારી વચન રૂપી જળવૃષ્ટિ ન થઈ હોત તો કષાય રૂપી દાવાનળથી દાઝેલા ભુવનમાં કોને શાંતિ થાત ? હે પ્રભુ દુઃખોના ઘર એવા આ સંસારમાં પણ એટલું માત્ર જ આશ્વાસન છે કે ગુણના નિધાન એવા આપના જેવા પણ ક્યાંક જોવા મળે છે. સંશયરૂપી અંધકાર માટે સૂર્યના કિરણ સમાન તારું દર્શન થયું તેથી મારૂં જુદા જુદા દેશમાં પરિભ્રમણ સફળ થયું. પછી કેવલી ભગવંતે કુમારને તથા બાકીની સભાને વિસ્તારથી ધર્મ કહ્યો. વચ્ચે અવકાશ મેળવીને કુમાર પૂછે છે કે હે નાથ ! આપના જ્ઞાનનો કોઇ અવિષય હોતો નથી તેથી કહો કે હું ભવ્ય છું કે અભવ્ય ? અથવા સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાદષ્ટિ ? (૯૯૭) પછી કેવલીએ કહ્યું કે સમ્યક્ત્વથી ભૂષિત છે શરીર જેનું એવો તું ભવ્ય છે અને આ ભવથી પાંચમાં ભવે આ ભરતક્ષેત્રમાં ભુવનમાં વિખ્યાત એવા જાદવ વંશમાં ઉત્પન્ન થયેલા અતિશય સૌભાગ્યના સમુદ્ર એવા તમે બાવીશમાં અરિષ્ટનેમી નામના તીર્થંકર થશો અને આ વિમલબોધ મંત્રીપુત્ર તમારો ગણધર થશે એ પ્રમાણે સાંભળીને બંને ઘણાં ખુશ થયા અને (૧૨) પાંચ અભિગમ (૧) સચિત્તનો ત્યાગ : પોતાની પાસે ખાવાના પદાર્થો, સૂંઘવાના કુલ અથવા પહેરેલી ફુલની માળા આદિ સચિત્ત દ્રવ્યો છોડીને ચૈત્ય કે ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરવો. અને જો તે ચીજો પર પ્રભુજીની દષ્ટિ પડી ગઇ હોય તો તેનો ઉપયોગ કરી શકાય નહીં એ પણ એકજાતનું પ્રભુજી તરફનું સન્માન અને વિનય છે તે પ્રથમ અભિગમ. (૨) અચિત્તનું ગ્રહણ : પહેરેલા આભરણ વસ્ત્ર નાણું આદિ ન છોડવા તે બીજો અભિગમ. (૩) મનની એકાગ્રતા : મનની એકાગ્રતા રાખવી તે ત્રીજો અભિગમ. (૪) એક શાટક ઉત્તરાસંગ : બંને છેડે દીઓવાળું અને વચ્ચે નહીં સાંધેલું અખંડ ઉત્તરાસંગ (ખેસ) રાખવું તે ચોથા અભિગમ (૫) અંજલિ : પ્રભુજીને જોતા જ નમો જિણાણું કહી અંજલિપૂર્વક મસ્તક નમાવી પ્રણામ કરવો તે પાંચમો અભિગમ 54 Page #72 -------------------------------------------------------------------------- ________________ અંગમાં સમાતા નથી. પછી કેટલાક દિવસો સુધી તેઓએ કેવળી ભગવંતની પર્યુંપાસના કરી અને કેવલી ભગવંત વિહાર કરી ગયા પછી તેઓ પણ નગરમાં પાછા ફર્યા. સ્થાને સ્થાને ચૈત્યોને ભક્તિથી વંદના કરે છે અને સાધુઓના પગરૂપી કમળોને સેવે છે તથા જિનધર્મને સાંભળે છે. (૧૦૦૨) અને આ બાજુ જનાનંદ નામનું નગર છે તેમાં સમુદ્રના પાણીની જેમ અસંખ્યાતા લોકોના ભવનો તેમ જ અસંખ્યાતા જિનમંદિરો છે. ત્યાં જિતશત્રુનામનો રાજા છે જેણે કોપથી અસંખ્યાતા શત્રુ સ્રીઓનું ગતપતિત્વ (૧૩) કર્યું છે અને હર્ષથી યાચકોનું ગજપતિત્વ કર્યું છે. તેને ધારિણી નામે દેવી છે. રત્નવતીનો જીવ દેવલોકમાંથી ચ્યવીને તે બંનેને ત્યાં પુત્રીરૂપે ઉત્પન્ન થયો. તેના ગુણથી રંજિત થયેલા રાજાએ પુત્ર જન્મની જેમ આખા નગરમાં તેના જન્મની મોટી વધામણી કરાવી. સર્વને પ્રીતિ ઉત્પન્ન કરતી હોવાથી તેનું નામ પ્રીતિમતિ પાડવામાં આવ્યું. હૃદય પર રહેલી રત્નની માળાની જેમ તે બધાથી વહન કરાય છે.(૧૦૦૭) કલ્પવૃક્ષની લતાની જેમ દેવો જેનો અભિલાષ કરે છે એવી તે પ્રતિદિન વડીલ જનના ઉત્કર્ષને કરતી વધે છે યોગ્ય સમયે તેણીએ સર્વકળાઓ તે પ્રમાણે ગ્રહણ કરી કે જેથી ભારતી (સરસ્વતી) પણ તેની પાસે કલાઓના ભાવાર્થને જાણવા માટે ઝંખના કરે છે. તેનું યૌવનભર પ્રગટ થયે છતે તેના રૂપને અનિમેષ નયણે જોતા મનુષ્યો પણ દેવો કરાયા અર્થાત્ દેવો જેમ અનિમેષ છે તેમ તેના રૂપે મનુષ્યોને એકીટસે જોનારા કર્યાં. પુરુષમાં તેવા પ્રકારના ગુણોના સદ્ભાવ (હૈયાતી)ને નહીં જેતી તેની દષ્ટિ ક્યાંય પણ રાગવાળી થતી નથી અને તેને અતિશય કલાવાળી જોઇને અને પુત્રીના ચિત્તને જાણીને રાજા વિચારે છે કે અનુરૂપ ગુણોથી રહિત એવા કોઇપણ પતિની સાથે જે આને પરણાવાશે તો તે ખરેખર પ્રાણોનો પણ ત્યાગ કરશે તેથી રાજા આને એકાંતમાં પૂછે છે કે હે પુત્રી! અમુક અમુક રાજપુત્રની સાથે તારું પાણિગ્રહણ કરાવું ત્યારે તે કહે છે કે હે તા! મારા વચનને સાંભળો. જણાયું છે પરમતત્ત્વ જેઓ વડે તેઓને સર્વપણ ભોગો કંઇ કિંમતના નથી. સીંગડા વગરના બળદ જેવા ગાંડાઓની સાથે જો ભોગો ભોગવવામાં આવે તો તે દુર્ગતિ ફળમાત્ર અને વિટંબના જ છે.(ગાંડો માણસ અને બળદમાં કોઇ તફાવત નથી. માત્ર તફાવત એટલો જ છે કે ગાંડાને બે શીંગડા નથી જયારે બળદને બે શીંગડા છે.) (૧૦૧૫) આથી કહ્યું છે કે ચતુર સ્ત્રીનો પતિ અણઘડ હોય, ગુણવાનનો સ્વામી મૂર્ખ હોય અને દાનીને દારિદ્રય હોય તો આ ત્રણ મોટા દુઃખો છે. તેથી હે તાત! મારી પ્રતિજ્ઞા એ છે કે જે કલા વિચારમાં મારી બરોબરી કરશે તે મને પરણશે બાકી મારે નિયમ છે. આ પ્રસિદ્ધિ દેશાંતરમાં ફેલાઇ અને ઘણાં વિદ્યાધરોએ સાંભળી ત્યાર પછી જુવાન રાજપુત્રો હંમેશા કળાભ્યાસને કરે છે અને વિવાદમાં પરસ્પરને પૂછે છે પોતાના જ્ઞાનના ગર્વથી તેને જીતી લીધી હોય તેમ માને છે પછી જિતશત્રુ રાજા કોઇક દિવસે નગરની બહાર શ્રેષ્ઠ મંચો કરાવે છે અને વિવિધ મંડપોને રચાવે છે. (૧૦૨૦) અન્ય રાજાઓને દૂતો દ્વારા કહેણ મોકલાવે છે. અને (૧૩) યવત્તું દુશ્મન સ્ત્રીના પક્ષમાં ગતપતિત્વ મરી ગયો છે પતિ જેનો એવી સ્ત્રી. અર્થાત્ કોપથી સર્વ શત્રુઓને નાશ કર્યા છે. અને યાચકના પક્ષમાં જ્ઞતિત્વ એટલે હાથીઓના સ્વામી (માલિક) અર્થાત્ હર્ષથી યાચકોને હાથીઓના દાન આપીને ધનાઢ્ય બનાવ્યા છે. 55 Page #73 -------------------------------------------------------------------------- ________________ કુતૂહલથી ભરાયેલ છે હૃદય જેઓના એવા બીજા રાજાઓ પોતાના પુત્રોની સાથે ત્યાં શીધ્ર આવે છે લોકમાં શ્રવણ પરંપરાથી () કન્યાના નિરૂપમ રૂપ, વિજ્ઞાન અને લક્ષણને સાંભળીને ઉત્પન્ન થયું છે કુતૂહલ જેઓને, અને કામના શલ્યથી પીડિત કરાયું છે મન જેઓનું એવા વિદ્યાધરો ત્યાં આવે છે. પ્રચ્છન્ન રૂપને ધરનારા કુતૂહલી દેવો પણ ત્યાં આવ્યા. વધારે શું? પોતાના પુત્રના વિયોગના શોકપણાને પામેલા હરિનંદી રાજાને છોડીને સર્વ પણ લોક સ્વયંવર મંડપમાં ભેગો થયો. જિતશત્રુ રાજાવડે સન્માનિત કરાયેલા સર્વખેચર રાજાઓ પોતાના સ્થાને બેઠા અને આ બાજુ ભવિતવ્યતાના વશથી અપરાજિતકુમાર પણ ત્યાં આવ્યો અને મંત્રીપુત્રને કહે છે કે અરે! આપણે અહીં શુભ પ્રસંગે આવ્યા છીએ કેમકે અહીં કલા વિચારમાં ઘણાં કૌતુકો થશે તે સર્વ કૌતુકો તથા કન્યાના અદભૂત ગુણ સમૂહને જોઇશુ પરંતુ આપણા ઘણાં સ્વજનો અહીં આવ્યા હશે તેથી ખેચરે આપેલી ગુટિકાના વણથી આપણે રૂપનું પરાવર્તન કરીએ. આમ કહીને તે બંને પણ સામાન્ય જનની સમાન રૂપ કરીને ત્યાં મંડપમાં ગયા અને રિદ્ધિથી પ્રીતિમતી પણ ત્યાં આવી (૧૦૨૯) તે આ પ્રમાણે - ખરીદાયો છે કામદેવના રૂપનો સમૂહ જેના વડે, મુખથી જિતાઈ છે સુવર્ણની શોભા જેનાવડે એવી પ્રીતિમતી ભાલતલપર પૂર્ણિમાના ચંદ્રની શોભા(લક્ષ્મી)ને ધારણ કરે છે. (૧૦૩૦) તેના પુષ્ટ સ્તનોને આચ્છાદન કરનાર ચકાકાર હારલતાઓ હિમગિરિ પર્વતના શિખરો પર ડોલતા(ઉછળતા)ગંગા નદીના પ્રવાહની શોભાનું હરણ કરે છે. (૧૦૩૧) કલાવિચારમાં ઉત્સુક એવી તે કોમળ હાથના અગ્રભાગ પર રણકાર કરતા મણિવલયોના મધુર શબ્દોથી કુમારોને આહવાન (બોલાવે) કરે છે. (૧૦૩૨) તે રકત અશોકની સમાન પ્રભાવાળા હાથપગના નખમાંથી ઉત્પન્ન થતી કાંતિઓથી કુમારોના રાગી હૈયાઓને પણ બમણાં રંજિત કરે છે. (૧૦૩૩) આકર્ષિત કરાયા છેરાજાઓ રૂપી હંસો જેના વડે, શ્રેષ્ઠ રત્નોની સંખલાવાળી નાની ઘંટડીઓવાળી ઝાંઝરના અવાજથી વાચાળ બનેલા ચરણોથી પગલા માંડવી પ્રીતિમતી કોઈક કોઈ રીતે મંડપમાં સંચરે છે (૧૦૩૪) દેવલોકમાં પણ અતિદુર્લભ, શ્રેષ્ઠવસ્ત્રમય દુકૂલોથી (૧૫) કરાઈ છે શોભા જેના વડે એવી તે પ્રીતિમતી પોતાની શોભાથી દૂકૂલોને શોભાવે છે. (૧૦૩૫) તેના વિવિધ પ્રકારના આભૂષણોના પરિધાનો અકૃત્રિમ (સ્વભાવિક) શોભાને નિહાળવા વિદન રૂપ છે એમ લોક માને છે. (૧૦૩૬) મુખમાંથી નીકળતા સુગંધી શ્વાસ અને મસ્તક પર રહેલ કુલોનાં ઘણાં પરિમલથી ભેગાં કરાયા છે ભમરાઓના સમૂહો જેના વડે એવી પ્રીતિમતી પ્રિયસખી અને પુરબ્ધીઓ (પુરન્ધી એટલે મુખ્ય દાસી) વડે વસ્ત્રના છેડાથી વિંઝાતી, ઘણાં અંગરક્ષકો, પ્રતિહારો અને સુભટોના સમૂહથી વીંટાયેલી, ત્રણેય દિશામાં અને આગળ ગૌરવને વધારતા માગધ સમૂહોથી ગવાતી, કોઈ કોઈ રીતે મુશ્કેલીથી) ચારે બાજુથી દૂર કરાતા છે પ્રેક્ષક જનના સમૂહો જેના વડે એવી તે કુમારી પ્રીતિમતી માલતી નામની પ્રિયસખી વડે (૧૪) શ્રવણ પરંપરા એટલે એકે સાંભળેલું બીજાને કહ્યું બીજાએ ત્રીજાને કહ્યું ત્રીજાએ ચોથાને એમ પરંપરા ચાલે છે : (૧૫) ઘટ્ટ એટલે વસ્ત્ર, કાપડ અને તેમાંથી બનેલા ચોળી ચણિયા આદિ દૂફૂલ કહેવાય છે. 56 Page #74 -------------------------------------------------------------------------- ________________ કહેવાઈ. (૧૦૩૯) આ સામે જે સકલ ગુણોના ભંડાર તે સર્વે ખેચર અને ભૂચર રાજાઓ તારા ગુણોના શ્રવણથી ઉત્કંઠિત થયેલા અહીં આવ્યા છે. (૧૦૪૦) અને તેમાં પણ કદંબ દેશનો સ્વામી ભુવનમાં વિખ્યાત નામથી ભુવનચંદ્ર રાજા પોતાના કુમારની સાથે રહેલા છે. આ (રાજા) પૂર્વ દિશાઓ રૂપી વધૂઓમાં તિલક સમાન છે જેના સુભટોથી દુમનનો સમૂહ અને ચર પુરુષોથી યશ દૂર ગયેલો ચારેય દિશાઓમાં ભમે છે. આ દક્ષિણદેશનો અધિપતિ નામથી સમરકેતુ છે તે ઘરે આવેલા બીજા યાચકો માટે વિમુખ નથી તેમજ યુદ્ધમાં દુશ્મનોના બાણોને વિશે વિમુખ બનતો નથી. અર્થાત્ તે દાની અને પરાક્રમી છે. આ પશ્ચિમ દેશનો અધિપતિ વરુણનામનો રાજા છે હે સખી! તે ગુણવાનોમાં, સુભટોમાં અને દાનીઓમાં પાછળ રહેતો નથી. ઉત્તરદેશનો અધિપતિ કુબેર નામનો આ રાજા છે જે ગુણસમૂહથી બધા રાજાઓમાં અનુત્તર છે. આ સોમપ્રભ નામનો રાજા છે જેણે સર્વ દુશમનોના મુખોને કાળા કર્યા છે. આ શ્રી ખેચર ચકવર્તી મણિચૂડ રાજા છે જેને સર્વ વિદ્યાઓ સિદ્ધ થઈ છે અને તેની સિદ્ધિઓ પણ અનંતી છે. આ રત્નચૂડ છે, આ મણિપ્રભ છે, આ સુમનસ છે. આ સુષેણ છે આ શૂર, સોમ, અમિતપ્રભ ખેચરઆદિ રાજાઓ છે અને આ સૂર,ભીમ, ધનંજય, સુયશ, કુસુમાયુદ્ધ,કલિંગ, શૂરસેન, મંગલનૃપ, બધા ભૂચર રાજાઓ છે. આ અન્ય રાજાઓ શ્રેષ્ઠ રૂપદાન સૌભાગ્ય, શૂરવીરતા આદિ ગુણરત્નોના નિધાન છે તેઓને તું હે કુમારી ! એકાગ્ર ચિત્તથી નિહાળ અને આ રાજાઓના પુત્રો તારુણ્યથી ઉછળતા, શૂરવીર, બોતેર કળામાં કુશળ અસંખ્યગુણવાળા છે. સખીએ આમ કહ્યું એટલે તે કમળના પાંદડા જેવી દીર્ઘ, કામદેવના તીણ બાણ જેવી દષ્ટિ જેના જેના પર નાખે છે તે તે શલ્યથી વિંધાયેલ હૃદયવાળા રાજપુત્રો પોતે કોણ છે એ પણ જાણી શકતા નથી તો તેની સાથે કળાનો વિચાર કરી શકે એ તો ઘણું દૂર થયું. (૧૦૫૩) કળા વિચાર શરૂ થયો એટલે તીણા સ્વરથી વસંતઋતુમાં ઉન્મત્ત કોયલના કુંજારવ જેવો સ્વર શરૂ થયો. નૃત્ય પ્રસંગમાં અશુભિત મનવાળી આ પ્રીતિમતી સંગીતાદિ કલા વિચારના પૂર્વપક્ષમાં વર્તતી જેટલામાં સંસ્કાર યુક્ત વાજિંત્રને ગ્રહણ કરે છે તેટલામાં રૂંધાયેલા ગળામાંથી કોઈનો પણ અવાજ ન નીકળ્યો કામથી ખેંચાયેલ જીવની જેમ કોઈક અનિમેષ દષ્ટિવાળો થયો. બીજે સ્કૂલિત જીભવાળો કંઈક બોલીને મૌન રહે છે. બીજે ઘણાંના હાસ્યનું પાત્ર બનતો અસંબંધ બોલે છે આમ કોઈક પૂર્વપક્ષમાં (૧૪) કોઈક અનુવાદમાં અને કોઈક ઉભયમાં ચૂક્યો એમ યાવત્ સર્વપણ છાનો (શાંત) થયેલ લોક કશું બોલતો નથી. (૧૦૫૮) પછી - કેટલાક હાથતાળી દઈ હસે છે અને બીજા કહે છે કે અરે ! સરસ્વતી એ સ્ત્રી છે તેથી તે સ્ત્રીના પક્ષમાં રહી છે બીજા કહે છે કે આ રાજપુત્રો મહિલાઓથી જીતાયા છે છતાં પણ હજુ કેમ જીવે છે ? હવે સ્ત્રીનું રાજ થશે એમ કેટલાક બોલે છે અને બીજા કોલાહલ (ઘોંઘાટ) કરે છે કેટલાક અસંબંધ બોલે છે. કેટલાક બુમો પાડે છે. મંડપમાં આ અણઘટિત પ્રસંગ થયે છતે શ્યામમુખવાળો જિતશત્રુ રાજા વિચારે છે કે અહો! આ શું? ગુણો શું આટલા જ છે? કે જે મારી પુત્રીના શરીરમાં છે. શું વિધિ ભુલ્યો છે? શું વિધિ વડે આનો કોઈપણ (૧૫) પૂર્વપક્ષ એટલે ઉત્તર આપવાની જરૂર પડે તેવા બુદ્ધિથી કલ્પેલા પ્રશ્નો અને અનુવાદ એટલે બોલેલું ફરી બોલવું અથવા બોલેલી વસ્તુનો અર્થ કરી બતાવવો. 57 Page #75 -------------------------------------------------------------------------- ________________ પતિ નિર્માણ કરાયો નથી ? અથવા તો આનો વર કોઈ દિવ્ય પ્રભાવથી પ્રચ્છન્ન રહ્યો છે? અહીં આના સિવાય અન્ય કોઈ નૃપસમૂહની સંભાવના કરાતી નથી. એથી મારું મન શું કરવું એના નિર્ણયમાં મૂઢ થયું છે. પછી મંત્રીએ સવિષાદ રાજાને જોઈને સ્વબુદ્ધિથી કહ્યું કે હે દેવ, ! સજ્જનોને કાર્યોમાં વિષાદ હોતો નથી તમારે પુરુષાર્થ કરવો ઘટે કારણ કે અસંખ્ય રાજાઓ અને કુમારો અહીં ભેગા થયા છે તથા લોક પણ મળ્યો છે. તેથી આજે પણ કોણ જીતાયો છે કોણ નથી જીતાયો તેનો નિશ્ચય થતો નથી. તેથી આખા સ્વયંવર મંડપમાં ઉઘોષણા કરાય કે રાજા કુમાર ખેચર કે સામાન્ય પુરુષ મારી પુત્રીને જીતશે તે મારી પુત્રીને પરણશે એમ સંદેશો જાહેર કરાવો. પછી આ ઉદ્ઘોષણા ઉચિત છે એમ જાણી રાજાએ અમલ કરાવ્યું પછી ઉદ્ઘોષણા સાંભળીને અપરાજિત કુમાર વિચારે છે કે સ્ત્રીમાત્ર સાથે કળાવિચાર કરવામાં મોટાઈ શું હોય ? કારણ કે ઘેટાંઓની સાથે હાથીઓનું યુદ્ધ શોભતું નથી. (૧૦૭૦) પરંતુ શાસ્ત્રોમાં સ્ત્રી સ્વભાવથી પ્રાયઃ તુચ્છવાદિ દોષવાળી કહેવાઈ છે. તેથી તે આનું અભિમાન ન હરાય તો આ સ્ત્રી પણ પ્રતિજ્ઞા પૂર્ણ ન થવાથી નાશ પામશે અને શાસ્ત્રો જુઠા ઠરશે તથા પુરુષ પક્ષની હાર થશે ઈત્યાદિ વિચારીને તે કુમાર જેટલામાં આગળ આવે છે તેટલામાં રૂપાંતર કરીને રહેલો હોવા છતાં તેનું લાવણ્ય તે બધા રાજાઓ કરતાં અધિક ઝળકે છે. શરદઋતુનાં વાદળનાં સમૂહથી આચ્છાદિત પણ પૂર્ણિમાના ચંદ્રનું લોકને સુખ આપનાર એવું રૂપ તારાઓના રૂપથી અધિક જ સ્કુરાયમાન થાય છે. શેરીની ધૂળથી રૂપ કંઈક ફિક્યું થયું હોવા છતાં, જેની કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવી એવા મરકત મણિની કાંતિ કાચના ટુકડાઓથી અધિક જ હોય છે. (૧૦૭૫) હવે બાળાએ કુમારને જોયો એટલે પૂર્વભવના સ્નેહના કારણે તેના રૂપની ભાવના કરતી તે કામના બાણોથી વિંધાઈ. પછી કલાવિચાર શરૂ થયો એટલે કચરાની જેમ પ્રીતિમતીના સર્વવચનો કુમારની વાણી રૂપ સમુદ્રની લહરીઓથી ઉડાવી દેવાયા. દોરાથી ગુંથાયેલી (૧૭) લોકને અભિલાષ કરવા યોગ્ય પોતાની સમાન એવી કુસુમમાળા પ્રીતિમતીએ એકાએક કુમારના કંઠમાં આરોપણ કરી. તેથી એકાએક સકલ ખેચર અને મનુષ્યનો સમૂહ ક્ષોભ પામો અને ક્રોધી થયો અને પૃથ્વીતળને (પગથી) તાડન કરતો ઊભો થયો અને આ પ્રમાણે કહે છે કે જુઓ તો ખરા ! સંપૂર્ણ ગુણોથી યુક્ત વિશુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા આ સર્વ રાજાઓ, ખેચરો અને કુમારો છે તો પણ કોઈક મુસાફર માત્ર જેના કુળ અને જાતિ અજ્ઞાન છે એવા પ્રાકૃત જનને લાવીને અને છૂપાવીને તેના ગળામાં આપણે માળા આરોપણ કરી (આ આશ્ચર્ય છે.) અથવા શાસ્ત્રોમાં નદીઓનું અને સ્ત્રીઓનું નીચગામીપણું કહ્યું છે તે અહીં સિદ્ધ થયું. તેથી કોઈ કાર્પેટિક (કાપડીયો) આટલા રાજાઓ હોવા છતાં આને પરણે તો આ પરિભવને અમે સહન કરશું નહીં. જોકે આ પ્રાકૃત જનવડે આ કુમારી વાદમાં જીતાઈ છે તો પણ અલીક છે કેમકે જે વિદ્યા આટલા બધા રાજાઓમાં જોવા નથી મળતી તે આ પ્રાકૃત પુરૂષમાં ક્યાંથી હોય? આમ કહી ઘોડાઓને કવચ પહેરાવીને, હાથીઓને કવચ પહેરાવીને બધા સુભટોએ કુમારને ઘેરો (૧પ્રીતિમતીના પક્ષમાં ગુણોથી ગુંથાયેલી, લોકને અભિલાષ કરવા યોગ્ય, પોતાના મનરૂપી કુસુમની માળા કુમારના કંઠમાં અર્પણ કરાઈ. Page #76 -------------------------------------------------------------------------- ________________ ઘાલ્યો (આક્રમણ કર્યું). (૧૦૮૪) પછી સિંહની જેમ ફાળ મારીને તેઓના હાથી પર ચઢીને ધીર કુમાર લીલાથી પ્રહાર કરવા લાગ્યો. એક ક્ષણે હાથી પર બીજી ક્ષણે રથ પર આરૂઢ થઈ યુદ્ધ કરે છે પછી અશ્વપર, ભૂમિપર, ફરી પાછો હાથી પર બેસી યુદ્ધ કરે છે. આ બાજુ ગયો, પેલી બાજુ નીકળ્યો, આ બાજુ યુદ્ધ કરે છે પેલી બાજુ લડે છે એમ આકાશમાં વિદ્યુતપુંજ (વીજળી) ની જેમ કુમાર યુદ્ધમાં ભમે છે. જેમ એકલો સિંહ હાથીના ટોળાને, સૂર્ય અંધકારના સમૂહને, અમૃત રોગના સમૂહને, સિંહનાદ પશુના સમૂહને, જંગલી પાડો અશ્વના સમૂહને, વાઘ હરણોના ટોળાને, હાથી કમળવનને નાશ કરે તેમ કુમારે સર્વ સૈન્યને વિદ્રાવિત કર્યું. પછી સર્વ રાજાઓ એકી સાથે (આક્રમણ કરવા) ઉપસ્થિત થયા. તે રાજાઓમાંથી સોમપ્રભરાજાના રથમાં કુમાર જેટલામાં બેઠો તેટલામાં લક્ષણ અને તિલકના ચિહનોથી યુક્ત આ કુમાર મારો ભાણીયો છે એમ જાણ્યું. (૧૯૯૨) તેથી રાજાએ હર્ષિત મનથી કુમારને આલિંગન કર્યું. હર્ષિત કુમાર પણ મામાને ઓળખી આલિંગન કરે છે. પછી સોમપ્રભ રાજાએ સર્વ રાજાઓને વાર્યા અને કહ્યું કે અરે ! આ મારી બહેન પ્રિયદર્શના તથા હરિનંદી રાજાનો પ્રતાપી પુત્ર છે જેનું નામ અપરાજિત કુમાર છે અને લોકવડે જેના નિર્મળ ગુણો દશે દિશામાં સંભળાય છે. હરિનંદી કુળમાં જન્મેલાઓને જ આવું પરાક્રમ ઘટે છે કારણ કે એકલા કુમારે પણ રાજાઓના અસંખ્ય સૈન્યનું મથન કર્યું. આવા પ્રકારાના સ્ત્રી રત્નને આ કુમાર જ યોગ્ય છે કારણ કે ગૌરી શંકરને છોડી, લક્ષ્મી કૃષ્ણને છોડી બીજા કોઈની થતી નથી. જે ધીર કુમારે એકલાએ પણ ભુવનને જીત્યું છે તે હરિનંદી રાજાનો પુત્ર અપરાજિતકુમાર જય પામે છે. જેમ કૃષ્ણ (સમુદ્રનું મંથન કરી) લક્ષ્મીને ગ્રહણ કરી તેમ કુમારે પોતાના બળ રૂપી પર્વતથી અસંખ્ય શત્રુરૂપી સમુદ્રનું મંથન કરી પ્રીતિમતીને ગ્રહણ કરી એમ હર્ષપૂર્વક માગધો વડે ગવાય છે. પછી સર્વ કુમારો અને રાજાઓ તે મહાભાગને અભિનંદે છે. હવે જિતશત્રુરાજા તુષ્ટ થયો તે જ પ્રમાણે ધારિણી, નગર અને દેશ પણ તુષ્ટ થયો. પછી પ્રશસ્ત દિવસે ઉપશાંત થયેલ સમગ્ર રાજાઓની હાજરીમાં મહાવિભૂતિથી જિતશત્રુ રાજા પ્રીતિમતીની સાથે કુમારનું પાણિગ્રહણ કરાવે છે. (૧૧૦૨) હર્ષના ઉત્કર્ષને પામેલો સમગ્ર લોક પણ ચારેય દિશામાં અનુરૂપ વધૂવરના સંયોગની પ્રશંસા કરે છે. પછી જિતશત્રુરાજાએ સર્વ ખેચર અને ભૂચર રાજાઓનું સન્માન કરી રજા આપી. પ્રશાંત થયેલા સર્વ રાજાઓ કમથી પોતાના સ્થાને પહોંચ્યા. સ્વભાવિક રૂપને પામેલ કુમારને તે જ પ્રમાણે પ્રીતિમતીને જોઇને નગરનો લોક ક્યારેય પણ દેવ-યુગલના વિલાસને બોલતો નથી. (અર્થાત્ આ બંને દેવયુગલ જેવા હોવાથી દેવયુગલને યાદ કે પ્રશંસા કરતા નથી.) (૧૧૦૫) હવે હાથી-ઘોડા રથાદિ સર્વ સામગ્રીને મેળવીને પ્રાપ્ત કર્યા છે ઘણાં દેશો જેણે એવો પ્રીતિમતી સહિત અપરાજીતકુમાર વિષયસુખોને ભોગવે છે. ત્યાં વિમલબોધ મંત્રીપુત્ર પણ જિતશત્રુ રાજાના મંત્રીની પુત્રીને પરણે છે. બધા સુખપૂર્વક ત્યાં રહ્યા છે ત્યારે કોઈક દિવસે પિતા પાસેથી અમૃત-વચન નામનો દૂત આવ્યો અને કુમાર ઊંચકવા પૂર્વક મોટા હર્ષથી તેને ભેટ્યો. પછી કુમારે માતા પિતાના કુશળ પુછયા એટલે દૂતે કહ્યું કે હે રાજપુત્ર! તેઓને શું અકુશળ હોય ? તમારા વિયોગ દિનથી આરંભીને રોતા એવા તેઓની આંખોમાંથી ટપકેલા 59 Page #77 -------------------------------------------------------------------------- ________________ આંસુના સમૂહ કરતાં સમુદ્રનું પાણી થોડું છે એમ હું માનું છું. હે કુમાર ! તારા વિયોગના દુઃખથી દુઃખી થયેલા તારા માતાપિતાએ એવો કોઇ વિલાપ નથી, એવી કોઇ મૂર્છા નથી, એવા કોઇ કરૂણ શબ્દનો પોકાર નથી કે જે ન કર્યો હોય. (૧૧૧૧) ચંદ્ર અને શંખ જેવા નિર્મળ તારા ચરિત્રો ઘણી જગ્યાએ સાંભળ્યા પરંતુ ભવિતવ્યતાના વશથી રાજાવડે નિયુક્ત કરાયેલ પુરૂષોની સાથે તારો ક્યાંય પણ મેળાપ ન થયો. અહીં હમણાં તારી અવસ્થા વિશેષ (ખબર)ને જાણીને તને લેવા માટે મને અહીં મોકલ્યો છે. તેથી જલદી ત્યાં આવ જેથી આજે પણ તને તારા માતા પિતાના જીવતા દર્શન થાય. શોકના આંસુના જળથી ભીની થઇ છે આંખો જેની એવા કુમારે કહ્યું કે હે વિમલબોધ ! આપણા વડે માતાપિતાનો જે ઉપકાર કરાયો છે તે તું જો. પુત્રોના જનમવાથી માતાપિતા સુખી થાય છે પરંતુ આપણે તો માતાપિતાને અનંત દુઃખ આપ્યું. (૧૧૧૬) અને આ બાજુ પોતાની પુત્રીઓની સાથે ભુવનભાનુ વિદ્યાધર રાજા અને અમૃતસેન તથા સૂર્યકાંતાદિ ખેચરો ત્યાં કુમારની પાસે પોતાની સમૃદ્ધિ સહિત આવ્યા. ત્યાર પછી જિતશત્રુ રાજાની રજા લઈને, મોટા સૈન્યની સાથે વિદ્યાધર સૈન્યથી યુક્ત, પ્રીતિમતીની સાથે કુમાર પણ સ્વદેશ ચાલ્યો. અખંડ પ્રયાણોથી સિંહપુર નગરની નજીકમાં પહોંચ્યો ત્યારે વિદ્યાધરોએ આગળ જઇને રાજાને વધામણી આપી. તેથી ખુશ થયેલ રાજા સામંત-મંત્રી અને નગર લોકથી વીંટળાયેલો સકળ રિદ્ધિથી સહિત કુમારને લેવા સન્મુખ ગયો. પછી પત્ની સહિત કુમાર રાજાને વિનયથી નમ્યો. રાજા પણ ઘણાં સ્નેહથી કુમારને ભેટ્યો. પછી પ્રીતિમતી સહિત કુમાર નગરમાં પ્રવેશ કરે છે. હાથીણી ઉપર બેઠેલા કુમારને જેઈને ઉત્કંઠાથી લોક વખાણ કરે છે, અહો! કુમાર એકલો નીકળ્યો હતો પણ જુઓ તો ખરા ! કેટલી બધી ઋદ્ધિના વિસ્તારને પામ્યો છે. જેમ નિર્મળ ગુણની રાગી સ્રી સુભગનો પીછો છોડતી નથી તેમ સત્પુરુષો જયાં જાય છે ત્યાં ત્યાં લક્ષ્મી એનો પીછો છોડતી નથી. (૧૧૨૫) પુણ્યશાળીઓ એકલા પણ જગતના સ્વામી થાય છે. પુણ્ય વગરનો ચક્રવર્તી પણ એકલો ભિક્ષા માટે ભમે છે. કોઇક વળી કહે છે કે પ્રીતિમતી ધન્ય છે જેને આવો ગુણનિધિ વર મળ્યો કેમકે રોહણાચલ પર્વતની ભૂમિ જ શ્રેષ્ઠ રત્નોના સંયોગને પ્રાપ્ત કરે છે. બીજો કહે છે કે આ કુમાર કૃતપુણ્ય છે કેમકે આ પ્રીતિમતી કુમારના પત્નીપણાના શબ્દને ધારણ કરે છે. ખરેખર કૃષ્ણને છોડીને અન્ય કોઇ લક્ષ્મીને ઘરવાળી તરીકે પ્રાપ્ત કરતો નથી. એ પ્રમાણે લોકથી સ્તુતિ કરાતો લોકમાં હર્ષ ઉત્પન્ન કરતો, પ્રીતિમતીથી સહિત, કુમાર માતાપિતાની સાથે મહેલમાં આવ્યો. પ્રષ્ટ મનવાળા સર્વ ખેચરો સન્માન કરીને વિસર્જન કરાયા અને કોશલરાજાની કનકમાલા પુત્રી પણ આવી. શ્રી મંદિરથી સુપ્રભરાજાની રંભાપુત્રી પણ આવી. આ સર્વસ્રીઓની સાથે કુમાર વિષયસુખોને ભોગવે છે. મનોગિત અને ચપલગત પણ માહેન્દ્ર દેવલોકમાંથી ચ્યવીને સૂર અને સોમ નામના તેના બે નાના ભાઇઓ થયા. પછી રાજયભાર વહન કરવા કુમાર સમર્થ છે એમ જાણીને રાજય પર કુમારને સ્થાપન કરીને ધીર એવા હરિનંદી રાજાએ દીક્ષા લીધી. (૧૧૩૩) થોડા કાળમાં તપરૂપી અગ્નિથી કર્મરૂપી ગહન વનને બાળીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને પરમ પદને પામ્યા. અપરાજિત રાજા ભાઇઓને ઉચિત દેશો આપીને, પ્રીતિપાત્ર પ્રીતિમતીને પટ્ટરાણી પદે સ્થાપીને 60 Page #78 -------------------------------------------------------------------------- ________________ મોટા પ્રસાદથી વિમલબોધને પણ મંત્રીપદે સ્થાપીને અને તેને સમગ્ર રાજ્યભાર સોંપીને વિશ્વસ્ત રહ્યો. વશ કરાયા છે સર્વ રાજાઓ જેના વડે એવો કુમાર પોતાના રાજ્યને પાળે છે. જિન ભવનો કરાવે છે તેમ જ જુદી જુદી વિચિત્ર પ્રકારની પૂજાઓ કરાવે છે. રથયાત્રાદિ મહોત્સવોથી જિન શાસનની પરમ ઉન્નતિને કરતો, ગુણના સાગર એવા સાધુઓને સેવતો ઘણાં દિવસો પછી ઉઘાનની શોભા જોવા માટે બહાર ગયો ત્યાં સાર્થવાહના એક પુત્ર નામથી અનંગદેવને જુએ છે. હવે અનંગદેવની શું વિશેષતા છે તેને કહે છે. (૧૧૩૯) તે અનંગદેવ રૂપથી કામદેવ જેવો છે. મુખથી ચંદ્ર જેવો છે. કમલપત્ર જેવી મોટી આંખોવાળો છે. મેરુપર્વતની શિલા જેવી વિશાળ છાતીવાળો છે. એની ભુજાઓ નગરના દરવાજાની અર્ગલા જેવી છે, એના હાથ અને પગ રક્ત કમળના ગર્ભ જેવા લાલ છે. એના શરીરની કાંતિ તપેલા સુવર્ણ જેવી છે. એણે શરીર પર શ્રેષ્ઠ વસ્ત્રો અને આભૂષણો પહેર્યા છે. સમાન વય અને વેશવાળા મિત્રોથી વીંટળાયેલો છે, સૌભાગ્યવાળો છે. અપ્સરાઓના રૂપને જીતનાર સ્ત્રીઓના સમૂહથી વીંટળાયેલો છે. ક્યારેક સારા ભોજનો કરે છે. ક્યારેક મધુર પાણી પીએ છે. ઘણાં દાનો આપે છે. બધા લોકોને ખુશ કરે છે, કસ્તુરી મિશ્રિત ચંદન વિલેપનાદિવાળી ફુલોની માળાઓને આપે છે, શ્રેષ્ઠ કપૂરના સમૂહથી મિશ્રિત તંબોલને આપે છે અને તેની આગળ વેણુ-વીણા-મૃદંગના અવાજથી સુખ આપનારું અને જેમાં ચારે બાજુ વિલાસીનીઓનો સમૂહ ઘણાં ભાવ (ઉલ્લાસ)થી નાચી રહ્યો છે એવું નાટક પ્રવર્તે છે. મંગલપાઠકો વડે ગવાયેલ ગુણોના સમૂહનો કોલારવ ચારે ય દિશામાં વિસ્તરે છે. ઘણું દ્રવ્ય મેળવવાથી હર્ષિત થયેલા યાચક વર્ગ વડે શરૂ કરાયેલ છે કોલાહલ જેની આગળ એવા અનંગદેવને તેવા પ્રકારની સમૃદ્ધિવાળો જોઈને અપરાજિત રાજા પૂછે છે કે ઈન્દ્રની જેમ કીડા કરે છે એવો આ કૃતાર્થ કોણ છે? નજીકમાં રહેલાઓએ કહ્યું કે સમુદ્રપાલ સાર્થવાહનો અનંગદેવ નામે પુત્ર છે જે ઘણાં ધનનો સ્વામી છે. (૧૧૪૮) હવે રાજા કહે છે કે અમે પણ ધન્ય છીએ કેમકે આવા પ્રકારના વણિકો અહીં વસે છે. જેઓની રિદ્ધિથી ભૂમંડલમાં સ્વર્ગ જણાય છે. અથવા જયાં આવા ધનવાનો વસતા નથી તે દેશ કે તે નગરથી શું? કારણ કે હંમેશા પણ કરાઈ છે શોભા જેના વડે એવી આ (ધનવાનો) રાજાઓની પ્રગટ લક્ષ્મી છે. અર્થાત્ ધનવાનો એ રાજાઓની પ્રગટ લક્ષ્મી છે જે રાજાઓની શોભાને કરનારી છે અને જયાં આવા ધનવાનો નથી તે દેશ કે નગરથી શું? (૧૧૫૦) ઇત્યાદિ પ્રશંસા કરીને ઉદ્યાનની શોભા જોઈને પોતાના સ્થાને ગયો. પછી દિવસના કાર્યો કરીને સાંજે જિનપ્રતિમાઓને પૂજીને, શુભમનવાળો રાત્રીને પસાર કરે છે. પ્રભાતે ફરી પણ જિનેશ્વરોની પ્રતિમાઓને સર્વરિદ્ધિથી પૂજીને, હાથીના સ્કંધ પર બેઠેલો, કોડો સુભટોથી વીંટળાયેલો, નગરની બહાર ચાર પુરુષોથી ઊંચકાઈને લઈ જવાતા મૃતકને જુએ છે. તે મૃતકની ચારેય બાજુએ લોકો કરુણ રુદન કરે છે. કમલ જેવી મુખવાળી, ચંપકના ફુલ જેવી, ગૌરવર્ણવાળી કામદેવની રતિ જેવી બાળાઓ માથાને કૂટે છે (કૂટવું એટલે મૂએલાની પાછળ છાતી અને માથા ઉપર હાથથી આઘાત કરવો.) અને બાહુઓથી વક્ષસ્થળને પીટે છે, ઉઠે છે, 61 Page #79 -------------------------------------------------------------------------- ________________ પડે છે અને પોકાર કરે છે, મૂચ્છનિ પામે છે. ચેતનાને પામે છે, આકંદને કરતી વાળને ખેચે ' છે અને આભૂષણોને તોડે છે. સ્ત્રીઓ તેના ગુણોને યાદ કરીને કરુણ શબ્દોથી કોઈક રીતે વિલાપ કરે છે. તથા સર્વત્ર નિરીક્ષણ કરતા લોકને પણ રડાવે છે. આ અસમંજસ બનાવને જોઇને રાજા પૂછે છે કે આ શું છે? નજીકમાં રહેલોઓએ કહ્યું કે હે રાજન! તમે ગઈકાલે તે શ્રેષ્ઠ ઉદ્યાનમાં વિલાસ કરતા સાર્થવાહ પુત્રને જોયો હતો તે વિસૂચિકાથી (વિસૂચિકા એટલે જેમાં સતત ઝાડા થાય તેવો કોલેરા જેવો રોગ.) પીડાયેલો આજે મરણ પામ્યો છે. (૧૧૫૯) તે સાંભળીને રાજા એકાએક મોટા વિવાદને પામો અને વિચારે છે કે શું આ ઈન્દ્રજાળ છે ? જાતિનો મોહ છે ? અથવા શું આ સ્વપ્ન છે? કારણ કે ગઇકાલે એની કેવી અવસ્થા હતી અને આજે કેવી અવસ્થા થઈ. યમરાજના અતિવિરસ આ વિલાસને ધિક્કાર થાઓ. યમરાજ અચિંતિત જ કરે છે. અકાળે પણ ચેષ્ટા વિના જ પ્રગટ થાય છે. સુરૂપ કે કુરુપના ભેદને લક્ષમાં લેતો નથી તથા ધનવાન કે નિર્ધનને ગણતો નથી. આના ઘણાં પ્રયોજનો છે. આ હમણાં નિરાકુલ છે, આ એકલો છે, આ અનેકની સહાયવાળો છે ઇત્યાદિ કંઇપણ ગણતો નથી તેમ જ વિબુધત્વ અને મૂર્ખત્વની અપેક્ષા વગરનો છે. નીરોગી કે સરોગી વિશે તુલ્ય છે તેથી જ આ સમવૃત્તિવાળો - છે જેમ નરક-તિર્યંચ અને મનુષ્યોને વિશે સમર્થ છે તેમ દેવોને વિશે પણ સમર્થ છે. યમરાજ વડે હરણ કરાયેલા જીવો દુઃખથી મેળવેલ પણ અને યત્નથી રક્ષણ કરાયેલ પણ ઘણાં પણ ધન સમૂહને ક્ષણથી છોડે છે. (૧૧૬૬) તથા તેના વડે યત્નથી રક્ષણ કરાયેલી સ્ત્રીઓ તથા ધનને સમલંકૃત શરીરવાળા કેટલાક અન્ય હૃષ્ટ થયેલા જીવો ભોગવે છે. મરેલાંની પાછળ લોકવડે જે ચાહનાનો કાગારોળ બે ત્રણ દિવસ કરાય છે તે ફક્ત બાળ લીલા જ છે તેથી પોતાના હાથે કરેલા પુણ્ય કે પાપોથી સુગતિ કે દુર્ગતિમાં પહોંચેલા મૃતાત્માને તેના વડે શો ઉપકાર થાય? તેથી વિમૂઢ હૃદયવાળો એવો આ આલોકમાં જ રહે છે અને જે મૃત્યુનો પ્રતિકાર છે તેને જાણતો પણ નથી અને કરતો પણ નથી. શુદ્ધ ધર્મ જ મૃત્યુનો પ્રતિકાર છે એમ જિનેશ્વરો વડે કહેવાયું છે. જે ધર્મ જીવને જન્મ મરણને અગોચર એવા મોક્ષમાં સ્થાપે છે. (૧૧૭૧) ઘણાં લોકો ધર્મને જાણતા નથી. કદાચ જાણે તો પણ વિષયમાં મૂઢ થયેલા જીવો તેનું આચરણ કરતા નથી. આવી સ્થિતિમાં અમારી કોઈપણ ચેષ્ટા સુંદર નથી. આ મૃત્યરૂપી હાથી અસ્મલિતપણે વિચરે છે અને જીવો રૂપી વૃક્ષોને ભાંગે છે અને ક્યારેક અમારો પણ અવશ્ય પરાભવ કરશે. તેવો કોઈપણ દિવસ આવશે જયારે બધાએ પણ મરવાનું છે. વિશ્વાસથી રહેલા અમને પણ વિશ્વાસપૂર્વક રહેવું યોગ્ય નથી. ભવન બળતું હોય ત્યારે સતત સૂઈ રહેવું શોભતું નથી. શત્રુવર્ગે ચઢાઈ કરી હોય ત્યારે પ્રમાદ કરતો સુભટ શોભતો નથી. તેથી હજુ પણ જયાં સુધી મૃત્યરૂપી રાજાની ધાડ પડી નથી ત્યાં સુધી છતી સામગ્રીએ અમારે ઉદ્યમ કરવો એજ યોગ્ય છે. (૧૧૭૬) એ પ્રમાણે વિચારીને સંવેગ પામેલો રાજા પોતાના ઘરે ગયો અને વિશેષ પ્રકારે ધર્મની આરાધના કરતો કેટલાક દિવસો રહે છે. હવે કોઈક દિવસ પૂર્વે પણ કુમારપણામાં જે કેવલી ભગવંત વંદન કરાયા હતા તે કેવલી ભગવંત રાજાના ચિત્તને જાણીને સુર-નર-ખેચરની સભાથી યુક્ત ત્યાં કુડપુર નગરમાં પધાર્યા. રાજાને વધામણી અપાઈ અને હર્ષિત થયેલો રાજા કેવલી ભગવંત પાસે ગયો. કેવલી ભગવંતે 62 Page #80 -------------------------------------------------------------------------- ________________ કહેલા ધર્મને સાંભળી રાજા સંવેગને પામ્યો. પછી પ્રીતિમતીના પદ્મ નામના પુત્રને રાજ્યપર સ્થાપન કરીને પ્રીતિમતી અને વિમલબોધની સાથે ભવરૂપી મહાવનને માટે દાવાનળની જવાળાના સમૂહ સમાન જિનેશ્વરે કહેલી પ્રવજ્યાને સ્વીકારે છે. પછી સૂર,સોમ અને ભાઈઓથી યુક્ત અકલંક પ્રવજયાનું પાલન કરીને આરણ કલ્પમાં સામાનિક દેવપણે ઉત્પન્ન થયો. વિમલબોધ, પ્રીતિમતી તથા સૂર અને સોમ બધા ત્યાંજ સામાનિક દેવ થયા. આરણ કલ્પમાં પરસ્પર પ્રીતિથી બંધાયેલા પૂર્વે કરેલ સુકૃતોથી મળેલા અનુત્તર ભોગો ભોગવે છે. તીર્થકરોના સમવસરણોમાં તથા અઠ્ઠાઈ આદિ મહોત્સવોમાં બધા સાથે જ જાય છે અને જિનભાષિત ધર્મને સાથે જ સાંભળે છે. (૧૧૮૫) (આ પ્રમાણે શ્રીમદ્ નેમિ અને રામતીનો ત્રીજે મનુષ્ય ભવ અને ત્રીજો દેવભવ પૂરો થયો.) ચોથોભવ આ બાજુ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં જિનેશ્વરોથી પવિત્ર કરાયેલ કુરુ નામનો વિખ્યાત રમ દેશ છે. તેમાં હસ્તિનાપુર નામનું નગર છે અને તે જિનેશ્વરો તથા ચક્રવર્તઓનું જન્મ સ્થળ છે અને ત્યાં પરમપુરુષોનું વારંવાર આગમન થયેલું જોવાયેલું છે ત્યાં નિર્મળ પ્રતાપથી યુક્ત શ્રીસેન નામનો રાજા છે. કમળના કોષને વિકસાવનાર સૂર્યની જેમ પ્રચંડ કિરણવાળો નથી. અર્થાત્ પ્રભાતનો સૂર્ય પ્રચંડકિરણવાળો નહીં હોવા છતાં કમળના કોશનો વિકાસ કરે છે તેમ રાજા પણ અલ્પ કર લઈને પણ લક્ષ્મીના ભંડારનો વિકાસ કરે છે. તે રાજાને શ્રીમતી નામની રાણી છે જે લક્ષ્મી જેવી સુરૂપ શરીરવાળી હોવા છતાં પણ ક્યારેય કૃષ્ણ વિશે અનુરાગ મનવાળી નથી. કોઈક દિવસે રાત્રીના અંતભાગમાં શ્રીમતી સ્વપ્નમાં શંખ, હિમ અને મચકુંદના પુષ્પ જેવા ઉજજ્વળ પૂર્ણિમાના ચંદ્રને પોતાના મુખમાં પ્રવેશ કરતો જુએ છે. તેથી ખુશ થયેલી રાજાને જણાવે છે. રાજા પણ નિમિત્તિયાઓને જણાવે છે. તેઓ પણ શાસ્ત્રોને જોઈને રાજાને કહે છે કે સકલપૃથ્વીનો રાજા, રાગરૂપી અંધકારના સમૂહને નાશ કરનારો, ચંદ્રની જેમ ત્રણ ભુવનને આનંદ આપનાર એવો દેવીને પુત્ર થશે. (૧૧૯૨) આ સાંભળીને ખુશ થયેલા બંને પણ નિમિત્તિયાના વચનને અભિનંદે છે અને વિપુલ દાન આપીને રાજાએ નિમિત્તિયાઓને વિર્સજન કર્યા અને આ બાજુ વનભૂમિમાં જેમ સિંહ ઉત્પન્ન થાય તેમ દેવલોકમાંથી આવીને અપરાજિત દેવ તેના ગર્ભમાં ઉત્પન્ન થયો. (૧૧૯૪) જેમ વર્ષાત્રતુ જગતમાં હર્ષ ઉત્પન્ન કરનાર ઘટાટોપ મેઘને જન્મ આપે તેમ શ્રીમતી નવ માસથી અધિક સમય પસાર થયે છતે પ્રજાના આધાર એવા પુત્રને જન્મ આપે છે. હિરણ્યા નામની દાસીએ રાજાને વધામણી આપી. રાજા પણ ખુશ થઈ તેને વિપુલ દાન આપે છે. સકલ ભવનમાં રત્નચૂર્ણની રંગોળીઓ પુરાય છે. હળો અને સુર્વણ ઘટિત મુશલો ઊંચા કરાય છે. ઘી અને ગોળથી યુક્ત સુર્વણ પ્રદીપો સર્વત્ર પ્રગટાવાય છે. કમળથી ઢાંકેલા મુખવાળા સુવર્ણ 63 Page #81 -------------------------------------------------------------------------- ________________ કળશો દરવાજાઓ પર સ્થાપન કરાય છે પછી દરવાજા પર ખેચેલી તલવારવાળા સુભટો લોકથી રક્ષણ કરવા માટે સ્થાપન કરાય છે સર્વત્ર ધ્વજાઓ ઊંચી કરાય છે. શણગારીને તોરણો બંધાવાય છે. બધી શેરીઓ કસ્તુરીથી મિશ્રિત ચંદન રસથી છંટાઈ. બે, ત્રણ કે ચાર ” રસ્તા ભેગાં થતા હોય એવા રાજમાર્ગો પર રત્ન અને સુર્વણના ઢગલા કરીને લોકોને દાન અપાય છે. શત્રુઓને કેદીઓ છોડાય છે, જેલગૃહોમાંથી ગુનેગારો ને મુકત કરાય છે. સર્વદશમાં દશ દિવસની અમારિ ઘોષણા જાહેર કરાય છે. સમગ્ર જિનભવનોની વિધિપૂર્વક જિનપૂજા કરવામાં આવે છે દશ દિવસ સુધી લોક કર અને દંડથી મુક્ત કરાયો. (૧૨૦૩) કુમારના અતિનિર્મળ પુણ્યોદયથી પ્રવૃત્ત થયેલા, તુષ્ટહૃદયવાળા દેવોએ તેના ઘરને મણિ અને સુવર્ણનિધાનોથી પૂરી દીધું. પડઘાઓથી આકાશને ભરી દેતી દુંદુભિ વાગે છે. રણકાર કરતા મણિ અને રત્નના વલયવાળી વારસ્ત્રીઓ નૃત્ય કરે છે. પૂજાપાત્રો લવાય છે, પુષ્પ તંબોલ વસ્ત્રો આદિ અપાય છે. ઘણાં મૂલ્યવાળા આભરણાદિ ગ્રહણ કરાય છે. શ્રેષ્ઠભોજનો આરોગાય છે, તેમજ શ્રેષ્ઠપીણાઓ પીવાય છે. પ્રમુદિત ચિત્તવાળો લોક ઘર કે શરીરમાં સમાતો નથી. એ પ્રમાણે શ્રેષ્ઠ પુણ્યના ઉદયવાળા તે કુમારના જન્મથી હર્ષ પામેલા રાજાએ. શ્રેષ્ઠ વિભૂતિથી દશ દિવસ સુધી વધામણી કરાવી. બારમાં દિવસે પૂર્વપુરુષોની સંજ્ઞા મુજબ કુમારનું નામ શંખ પાડવામાં આવ્યું. સ્તન-મજન-મંડન-કીડા અને અંક આ પાંચ પ્રકારની ધાત્રીઓથી લાલન કરતો સુખપૂર્વક મોટો થાય છે. એ પ્રમાણે કુમાર જેમ જેમ મોટો થાય છે તેમ તેમ દુશ્મનોના ઘરમાં પ્રતિદિન આફતો વધે છે અને સજ્જનોના મનમાં પ્રમોદ વધે છે. (૧૨૧૧) સકલ વિદ્વાનોના મનમાં આશ્ચર્યને ઉત્પન્ન કરતો યોગ્ય સમયે સેંકડો મંગળપૂર્વક લેખાચાર્યની પાસે લઈ જવાયો. વ્યાકરણ, પ્રમાણ, નિમિત્ત, ગણિત, સિદ્ધાંત, મંત્ર, દેશ પ્રાચીન ભાષા, રાજાને યોગ્ય શસ્ત્રકળા, વાસ્તુ, વિદ્યા, વૈદ્યક, અલંકાર, છંદ, જ્યોતિષ, ગારુડિક, નાટ્ય, કાવ્ય, કથા, ભરત, કામશાસ્ત્ર, ધનુર્વેદ, હસ્તશિક્ષા, અશ્વાદિશિક્ષા, ધૂત, ધાતુવાદ, સ્ત્રી પુરુષ લક્ષણ, વાણિજ્ય કાગના શબ્દાદિ, શકુન, પુરાણ, તથા અંગવિદ્યા, આલેખન, નૃત્ય, ગીતાદિ બોતેર કલાઓને પૂર્વે કરેલા ઘણાં પુણ્યના ઉદયથી કુમારે થોડા દિવસમાં ગ્રહણ કરી. કામરૂપી અગ્નિ માટે ઇંધન સમાન, તરુણીઓના હૃદયને સંતાપ કરાવનાર, ઘણાં ભોગોની અભિલાષાનો ગાઢ જાળ એવા તેના યૌવનનો આરંભ વર્તે છે. આરણ દેવલોકમાંથી અવીને વિમલબોધનો જીવ કુમારના સમકાળે ગુણનિધિ મંત્રીનો મતિપ્રભ નામે પુત્ર થયો. સાથે ધૂળ ક્રિીડા કરતો, સાથે ભણતો તે મતિપ્રભ પણ કુમારની સાથે ક્રિીડા કરે છે અને યૌવન સમયે પણ તેની સાથે જ સર્વત્ર રહે છે. પછી કુમાર તેની સાથે અને બીજા પણ રાજપુત્રોથી વીંટળાયેલો સર્વત્ર પણ ઉદ્યાનાદિમાં કીડા કરે છે, નગરની સ્ત્રીઓ તથા અપ્સરાઓ કુમારના રૂપને જોઈને હર્ષના ઉત્કર્ષમાં તત્પર પરસ્પર આ પ્રમાણે બોલે છે. (૧૨૨૧) તે આ પ્રમાણે - કાળાપણું, કુટિલપણું તથા કોમળપણું આના વાળના સમૂહમાં છે, ઉજ્વળપણું, સરળપણું તથા મોટાપણું આ ત્રણ એના મનમાં છે. હે પ્રિયસખી ! જે ચંદ્ર સકલંક ન હોત તો કલંકથી મુક્ત એવા કુમારનું ભાલ (કપાળ) અષ્ટમીના ચંદ્ર સમાન હોત. સેંકડો આખો જેના પર સ્થિર થઈ છે એવું આનું ભ્રકુટિ યુગલ વાસ્તવિક કામદેવનું ધનુષ્ય છે પરંતુ કામનું 64 Page #82 -------------------------------------------------------------------------- ________________ કામદેવપણું આદિ જે લોકમાં પ્રસિદ્ધ છે તે વાસ્તવિક કુપ્રસિદ્ધ છે. જો મધ્યમાં રહેલ છે ભમરો જેમાં એવું કેતકીપત્ર ક્યારેય પણ પ્લાન ન થતું હોત તો આની અમ્યાન આંખની લક્ષ્મી કેતકી પત્ર જેવી થાત. આંખરૂપી કમળને વિશે નાલ સમાન નાસિકાનું સૌભાગ્ય જુઓ. ખરેખર આના ગાલમાં પૂર્ણિમાનો ચંદ્ર સંક્રાંત થયો છે. આના શ્રેષ્ઠ પદ્મરાગમણિ જેવા લાલ હોઠમાં રહેલી શ્વેતદાંતની કિરણપંક્તિ લાલકમળના દળમાં રહેલ સૂર્યના કિરણની પંક્તિની જેમ શોભે છે. (૧૨૨૭) એના કાન કામદેવના મૂલા સમાન છે. ડોક કંબુ સમાન છે, આનો ગંભીર સ્વર પણ વાદળના ગર્જનાની શોભાને હરનારો છે. આનું વક્ષ સ્થળ નગરના શ્રેષ્ઠ કપાટ જેવું વિપુલ છે. આનું અર્ગલા જેવું ભુજદંડ લોકની આપદા રૂપી નગરીનું ઢાંકણ થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. સિંહના કટિતલ જેવું છે કટિતલ જેનું એવા આનું ઉદર માછલીના ઉદરની જેમ ચિત્તને હરે છે અને આની સુવિભકત રોમરાજી મોરની રોમરાજીની જેમ ચિત્તને હરે છે. ઐરાવણ હાથીના સૂંઢ સમાન આની સાથળનું યુગલ છે. કામદેવરૂપી ભવનના દ્વારના સુર્વણ સ્તંભ સમાન આની બે ઘાઓ શોભે છે. (૧૨૩૧) હે સખી! આના ચૂર્ણ કરેલ પરાગમણિ જેવા લાલ હાથ અને પગના તળીયા લાલ નખ રૂપી મણિની કાંતિથી બમણા શોભે છે. આમ જોકે શંખકુમારના અવયવની સાથે કોઇકનો કોઈક અવયવ સમાન થાય છતાં પણ શંખકુમારની સમુદાય રૂપે શરીરની કાંતિ અનુપમ છે. આમ બોલતી દેવાંગનાઓ અને નગરની સુંદરીઓ તે કુમારનું રૂપ પ્રતિદિન જુવે છે. સિદ્ધ થતા છે ઈચ્છિત સર્વ પદાર્થો જેને, લોકજનના મનને આનંદ કરનારો એવો કુમાર પૂર્વે કરેલા પુણ્યોથી વિવિધ વિલાસોને કરે છે. (૧૨૩૫) હવે કોઇક વખત નિરંતર હજારો સામંતોથી સંકીર્ણ એવી સભામાં શ્રીસેનરાજા બેઠા ત્યારે મોરપીંછ છે જેના હાથમાં એવો ઘણો દીનલોક દ્વારથી સભામાં પ્રવેશે છે અને પોકારે છે કે હે રાજ! અમે લૂંટાયા છીએ તેથી કૃપા કરી અમારી રક્ષા કરો. શું થયું એમ રાજાએ પુછયું ત્યારે તેઓ કહે છે કે હે દેવ! તમારા દેશના સીમાડાના અંતે વિશાલશૃંગ નામનો પ્રસિદ્ધ પર્વત છે. તેના નીચેના ભાગમાં ચંદનશિશિરા નામની નદી વહે છે. આ વિભાગ આ દેશનો છે પેલો વિભાગ પેલા દેશનો છે એવો ભેદ જેમાં પ્રસિદ્ધ નથી એવા તે કિલ્લાવાળા પર્વત પર અતિબલવાન સમરકેતુ નામનો પલ્લીપતિ વસે છે. તે કિલ્લાના બળથી સમગ્ર દેશને પણ લૂટે છે. લૂંટતા એવા તેનાવડે અમે પણ ધન-કણથી રહિત કરાયા છીએ તેથી તમારા ચરણના શરણે આવેલા અમારું હમણાં રક્ષણ કરો. (૧૨૪૧) તે સાંભળીને રાજા ઘણો ગુસ્સે થયો અને તત્કાળ જ પ્રયાણ ઢક્કાને વગડાવે છે. પછી રાજા અને બધા પણ સામંતો કવચોને ધારણ કરે છે ત્યારે વિનય સહિત કુમાર વિનવે છે કે હે દેવ! પલિપતિ માત્રને ઉદ્દેશીને આપને સ્વયંપ્રયાણ કરવું ઉચિત નથી. શિયાળની ઉપર સિંહનું આક્રમણ શોભતું નથી. ચકીને ચાંડાલના પાળા (મહોલ્લા) પર આક્રમણ કરવું શોભતું નથી. તેથી કૃપા કરીને આ આદેશ મને મળે અને દેવના પ્રતાપથી એ દાસની જેમ બંધાયેલો આવશે. તેથી બધાએ કહ્યું કે કુમાર દેવને વિનંતિ કરે છે તે યોગ્ય જ છે. સૂર્યના કિરણો અંધકારને હણીને જગતને સુખી કરે છે. તેથી આ યુક્તિ સંગત છે એમ જાણી રાજાએ સ્વીકાર્યું. 65 Page #83 -------------------------------------------------------------------------- ________________ હવે કુમાર અકાળે નાશ કરનાર સામગ્રીને સજ્જ કરીને નીકળ્યો. તે સાંભળીને અતિઘણાં ફૂટ કપટમાં કુશલ એવો પલ્લિપતિ દુર્ગને ખાલી કરીને બહાર ક્યાંક છૂપાઈને રહ્યો અને ત્યાં પહોંચેલા કુમારને મનમાં ખુશ થયેલો ગુપ્તચર કહે છે કે તમે આ શૂન્ય દુર્ગમાં પ્રવેશ કરો. તે પસ્લિપતિ પલાયન થયો છે. ઔત્પાતિકી (૧૮) આદિ ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત કુમારે કંઈક હસીને કહ્યું કે આ સીમાડાના રાજાઓ ઘણાં કૂડકપટના બળથી જ રાજય કરે છે, ક્ષત્રિયનો આચાર તેઓના મનમાં હોતો નથી અને તમે તેના ચારિત્રને જાણતા નથી. ધ્વજની નિશાનીને ધારણ કરતો, તેમ જ ગંભીર વાજિંત્રના અવાજને ફેલાવનારો કોઇ ઠાકુરમાત્ર મોટા આડંબરથી દુર્ગની અંદર મોકલાયો. તેણે અંદર જઈને માર્ગોના બધા દરવાજા બંધ કર્યા. બીજી તરફ કુમાર સ્વયં એક વન નિકુંજમાં રહ્યો. પલ્લિપતિએ એમ જાણ્યું કે તે કુમાર દુર્ગમાં પ્રવેશ્યો છે. તેથી ખુશ થતા પલ્લિપતિએ આવીને તે દુર્ગને ચારેય બાજુથી ઘેરો ઘાલ્યો. આ સંકટમાં મુકાયેલો કુમાર ક્યાં જશે? એમ પલિપતિ વિચારે છે તેટલામાં વિશાળ કિલ્લો જેમ નગરને વીંટળાઇને રહે તેમ સૈન્ય સમૂહથી સહિત કુમાર તે મહાલૂંટારાને વીંટળાઈને ભીંસમાં લે છે. (૧૨૫૬) એક બાજુ નગરના દરવાજા બંધ છે અને બીજી બાજુ કુમારે ઘેરો ઘાલ્યો છે તેથી હમણાં હું ક્યાં જાઉં? એ પ્રમાણે તે મહાદુષ્ટ ઘણો ક્ષોભ પામ્યો. અને પછી તે પદ્ધિપતિ ડોકમાં કુહાડો બાંધીને આવીને કુમારના પગમાં પડ્યો. તમને જે ઠીક લાગે તે મારું કરો. સીમાડા પર વસનારા અમે રાજાઓ કૂટ કપટોને જ જાણીએ છીએ. સંપૂર્ણ બુદ્ધિના ભંડાર એવા તમારી આગળ તે કૂટ-કપટોને કહેવા માટે પણ અમે યોગ્ય નથી. (૧૨૫૯) તેથી મારું જે કંઇપણ છે તેને તમે ગ્રહણ કરો અને હવે પછી હું તમારો દાસ છું. તમે ઉત્તમ પ્રકૃતિવાળા છો. તેથી તમારા પગમાં પડેલા એવા મારા સર્વપણ અપરાધો છે સ્વામિન્! મોટી કૃપાથી ક્ષમા કરો. કુતરો કરડે છે તો પણ સજજનો કુતરાને કરડતા નથી. આ પ્રમાણે તેના નમ્ર વચનોથી ખુશ થયેલ કુમારે વિશુદ્ધિથી (ન્યાયપૂર્વક) ધન, સુવર્ણ, રત્ન ઘોડાદિ સર્વ સામ્રગી લઈને લોકોએ પોતપોતાની જે સામગ્રીની યાચના કરી તેઓને તે તે સામગ્રી સોંપી. બાકીનું દ્રવ્ય પોતાના ભંડારમાં જમા કરાવ્યું. પછી તે પલ્લિપતિ પણ રાજાને નમસ્કાર કરવા માટે આગળ થઈને નગરમાં ચાલ્યો. પછી મહાટવીના મધ્ય ભાગમાં જેટલામાં આવે છે તેટલામાં શ્રેષ્ઠ પરાક્રમીનો જાણે ઉદય થયો હોય તેમ અભિનવ શંખકુમારને જોઈને સૂર્ય જાણે ભય પામ્યો હોય તેમ આકાશમાંથી બીજા દ્વિીપમાં ચાલ્યો ગયો. (૧૨૬૫) પક્ષીઓના શબ્દો મારફત સૂર્યને કહેતી પશ્ચિમ દિશા રૂપી સ્ત્રીવડે મોકલાયેલી આકાશની કાંતિના બંધનમાંથી મુકત થયેલી સંધ્યાહૂતી ધીમે ધીમે ઊતરે છે. અને સૂર્ય પોતાની તેજ લક્ષ્મીથી ધીમે ધીમે મુકાય છે. શરીરમાં ઉત્પન્ન થયેલી (તેજ લક્ષ્મીઓ) પણ દિવસના અંતે કોનો ત્યાગ નથી કરતી? સૂર્ય જાણે કિરણોને ઊંચા કરી મુસાફરોના ગમનનો નિષેધ કરે છે કારણ કે સેંકડો અનર્થોની ખાણ એવું તિમિર રૂપી સૈન્ય આગળથી ઊતરે છે. ઉદય તેમજ અસ્ત સમયે સૂર્ય લાલાશને ધારણ કરે છે. (૧૮) ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી તથા પારિણામિકી એમ બુદ્ધિ ચાર પ્રકારે છે. (૧) ઔત્પાતિકી બુદ્ધિ : નૈસર્ગિક રીતે પોતાની મેળે સ્વભાવથી મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી બુદ્ધિ. (૨) વૈનાયિકી બુદ્ધિ : ગુર્નાદિકના વિનય કરતાં કરતાં મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતા ઉત્પન્ન થતી. (૩) કાર્મિકી બુદ્ધિ કાર્ય કરતાં કરતાં મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી બુદ્ધિ. (૪) પારિણામિકી બુદ્ધિ : દીર્ધકાળના પૂર્વાપરના વિચારથી મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતા ઉત્પન્ન થતી બુદ્ધિ. 66 Page #84 -------------------------------------------------------------------------- ________________ ખરેખર સજ્જનો સમૃદ્ધિમાં અને આપત્તિમાં સમાન સ્થિતિવાળા હોય છે. સૂર્ય કુપની જેમ આખો દિવસ કિરણોથી લોકને તપાવીને પછી પાપની વિશુદ્ધિને માટે પશ્ચિમ સમુદ્રમાં પડે છે. સૂર્ય રૂપી નરાધિપ અસ્ત થયે છતે સર્વ વિશિષ્ટ ચેષ્ટાઓથી લૂંટતો લૂંટારાના સૈન્યની જેમ અંધકાર વિસ્તરે છે. સકલપક્ષી સમૂહ માળાઓનો આશ્રય કરે ત્યારે ઘુવડનો સમૂહ વિલાસ કરવા નીકળે છે. લુચ્ચાઓની સમૃદ્ધિમાં ખરેખર લુચ્ચાઓ જ મોટાઇને પામે છે. (૧૨૭૨) ચોરો તેમજ પારદારિકોને અવકાશ આપતી રજની રૂપી રમણી વિલાસ પામે છે. અથવા રતાંધળાઓને શું અયુકત છે? શોભાથી સહિત છતાં પણ સૂર્યરૂપી પતિના વિરહમાં ભ્રમરના અવાજથી રહિત એવી કમલિની રૂપી રમણીઓ મોટા દુઃખથી જાણે રહે છે. પછી આવાસમાં નિયુકત પુરૂષોએ બનાવેલા પલંગ પર બેઠેલા શંખકુમાર મંત્રીપુત્ર મતિપ્રભને કહે છે કે તું જિનશાસનમાં કુશળ છે તેથી જિનમત અનુસારે કુતૂહલથી યુક્ત કોઇપણ કથાનક અમને કહે. તેથી મંત્રીપુત્ર કહે છે કે વિદ્વાન એવા તમારી પાસે અમે કહેવું શું જાણીએ ? તો પણ વિનોદને માટે અમે કંઈક કહીશું. (૧૨૭૭) આ ભરતક્ષેત્રમાં જયપુર નામનું નગર છે અને તેમાં ચંદ્ર, ભાનુ, શિવ અને કૃષ્ણ નામના ચાર મિત્રો છે. પરસ્પર પ્રીતિથી બંધાયેલ હૈયાવાળા, રિદ્ધિવાળા સર્વે પણ, પોતાના પિતાએ ઉપાર્જન કરેલ રિદ્ધિને સાથે જ ભોગવે છે. હવે કોઈક વખત પ્રથમના સાર્થવાહ પુત્ર ચંદ્ર વિચાર્યું અહો! અમે ખરેખર સપુરૂષો નથી કારણ કે પિતાની લક્ષ્મીનો પરિભોગ તથા માતાનું સ્તનપાન બાળપણમાં શોભે છે. બાળપણ વીતી ગયા પછી હાસ્ય પાત્ર બને છે. સ્વહસ્તે ઉપાર્જન કરેલ ધનને ભોગવતો પુરૂષ શોભે છે. નહીંતર સર્વને સંતાપ કરતો હિલના કરાય છે. તેથી સ્વપરાક્રમથી ઉપાર્જન કરેલ ધનનો ભોગ ઉચિત છે. ઇતરથા ભોગવાતી લક્ષ્મી કેટલો કાળ ટકે ? અર્થાત્ બીજાની લક્ષ્મી પોતે ભોગવતો હોય અને નવી લક્ષ્મી ઉપાર્જન ન કરતો હોય તો તે લક્ષ્મી ક્યાં સુધી ટકે ? ઇત્યાદિ વિચારીને પોતાનો મત મિત્રોને જણાવે છે. તે બધા વણિક પુત્રોને આ વિચાર ગમ્યો. ચારે ય મિત્રો પોતાના પિતાની પાસે આ વાત મૂકે છે. - પિતાએ નિષેધ કર્યો. તમારે પોતાના ઘરમાં ઘણો વિભવ છે જે ક્યાંય સમાતો નથી અને તે પુત્રો ! દેશાંતરો વિશેષથી જ અપાયનું સ્થાન હોય છે. તેમજ સમુદ્રપાર વાણિજ્યથી તમે અજાણ છો સુખશીલીયા છો. (૧૨૮૬) ઈત્યાદિ યુક્તિ સંગત વચનોથી ઘણાં પ્રકારે વારણ કરાયા છતાં પણ વિરામ પામતા નથી . અને દરિયાઈ મુસાફરી માટે તૈયારી કરવા લાગ્યા. ચારેય જણાએ વિવિધ પ્રકારના કરિયાણાઓથી ચાર વહાણો ભર્યા. એટલામાં દિવસ ગણે છે (પ્રયાણનો દિવસ નક્કી કરે છે) તેટલામાં પ્રયાણના દિવસે એકાએક અપ્રશસ્ત શબ્દો સંભળાય છે તથા ભસ્મથી લિપ્ત શરીરવાળાને, કષાયવસ્ત્રને અને અભંગિત તેલવાળાને, વામનને, નગ્નને, કપાયેલ હાથ પગવાળાને, કાણાને, આંધળાને તથા કાષ્ઠના ભારાને જુએ છે. તથા ગંધ તેમજ સ્પર્શે પણ અપ્રશસ્ત થાય છે. પ્રચંડ પવન ફૂંકાયો,અકાળે પથ્થર સહિત વૃષ્ટિ થઈ, આગ લાગી, શસ્ત્ર બુદ્ધિથી બિલાડીનું યુદ્ધ થયું ઈત્યાદિ અપશુકનો થયા. તેથી માતાપિતા, સ્વજનો અને મિત્રો વગેરેથી વારણ Page #85 -------------------------------------------------------------------------- ________________ કરાયા તો પણ સાર્થવાહ પુત્ર ઉલ્લંઠાદિ વચનો બોલે છે. પૂર્વ કર્મોથી જેનાવડે જે કંઈ સુખ કે દુઃખ ઉપાર્જન કરાયું છે તે પોતાના ઘરમાં પણ પ્રાપ્ત કરે છે તો પછી શકુન અપશકુનની વિચારણાથી શું?(૧૨૯૩) સેંકડો શકુનોથી વારણ કરાતો પણ મિથ્યાભિમાનથી નચાવાયેલ ચંદ્ર વહાણ ઉપર ચઢે છે તેની સાથે બાકીના બધા મિત્રો પણ ચઢે છે. ક્રમથી જતા એવા તેઓને અન્ય દિવસે સમગ્ર આકાશ અકાલ વાદળથી ઘેરાયું અને સમુદ્રની સાથે ગરવ થયો.સમુદ્રની લહરીઓની સાથે પ્રતિકૂળ પવનની લહરીઓ પ્રવર્તે છે. ગાઢ અંધકાર સહિત ચારે ય દિશામાં વિદ્યુતપુંજ સ્કુરાયમાન થાય છે. વહાણમાં રહેલા લોકોના ચિત્તની સાથે વહાણો ડોલે છે અને અશુભ (પાપ) ના ઉદયની સાથે ત્યાં આક્રંદ ઉછળ્યો. (૧૨૯૭) યુવતીઓની જાણેલી ગુપ્તવાતની જેમ ‘તટ’ એ પ્રમાણે વહાણો તૂટ્યા અને કરિયાણા સહિત સકલલોક સમુદ્રમાં ડૂબ્યો. ઘણાં અપજશના ભયથી તે ચારેય મિત્રો કોઈપણ રીતે પાટિયાને વળગ્યા. સમુદ્રવડે ચારેય જણાઓને પણ ભિન્ન ભિન્ન દ્વિપોમાં લઈ જવાયા. સાર્થવાહનો પુત્ર ચંદ્ર કાંઠા પર પહોંચ્યો અને ઘણો પ્રલાપ કરે છે. અરે! જુઓ ભાગ્યવ સ્વજન અને વિભવોથી અમે કેવા જુદા કરાયા? અથવા અસત્ કદાગ્રહી મનવાળા જીવો આ લોકમાં એવું શું છે જે ન પામે? શકુનોએ, નિમિત્તોએ તથા સ્વજનોએ મને ઘણો વાર્યો છતાં પણ ધનની પિપાસાથી પોતાના અસગ્રહને આદર્યો. કદાગ્રહને નહીં છોડવાથી કદાગ્રહના આ ફળો તેને પ્રાપ્ત થાય છે બીજાને નહીં. (૧૩૦૨) તેથી હમણાં હું કોને મોઢું બતાવીશ એમ વિચારીને વજ્રથી પાશ બાંધીને પોતાના આત્માને લટકાવ્યો. હવે કોઈ બ્રાહ્મણે પાશને છૂરીથી કાપીને કહ્યું કે અરે! તું અકાર્યને કેમ આચરે છે? અથવા તારે મરવું છે તો અહીં નજીકમાં શ્રેષ્ઠ : પર્વત છે તેના પર કામિત તીર્થ છે ત્યાં જઈને પ્રાણોને છોડ જેથી તું પોતાના ઈચ્છિતને મેળવીશ. તેથી ચંદ્ર ત્યાં ગયો અને જેટલામાં વૃક્ષની શાખા સાથે પોતાને લટકાવે છે તેટલામાં તું સાહસ ન કર એમ ત્રણવાર કોઈએ કહ્યું. (૧૩૦૬) તેથી તેણે ચારે ય દિશામાં નજર કરી પણ કોઈ દેખાયું નહીં. તેથી ફરી પાછો લટકે છે ત્યારે ફરી તે જ પ્રમાણે સંભળાયું. ચારે તરફ જોવા છતાં પણ કોઈ જોવાયો નહીં પછી ત્રીજીવારમાં નિષેધ કરાયેલા તેણે વૃક્ષની પાછળ છૂપાયેલા એક સાધુને જોયા. તેથી સાધુપાસે જઈને કહ્યું કે હે ભગવન્ ! મંદભાગ્યવાળા મને શું મરણ પ્રાપ્ત નહીં થાય? ત્યારે સાધુએ કહ્યું કે હે ભદ્ર! અવિધિથી સ્ત્રી જન આદિને ઉચિત મરેલાઓના મરણથી શું ? ‘“જીવતો નર ભદ્ર પામે’' એ શું તેં નથી સાંભળ્યું? હે ભદ્ર! અહીં મારું જ દૃષ્ટાંત છે. પછી વિસ્મિત થયેલ વણિકે પુછ્યું કે હે ભગવન્! કોની જેમ? સાધુપણ કહે છે કે તું એકાગ્રચિત્તથી સાંભળ. (૧૩૧૧) મંગળપુર નગરમાં ચંદ્રસેન નામનો રાજા હતો. તેને ભાનુ નામનો ગુણ સમૃદ્ધ અમાત્ય હતો. તેને સરસ્વતી નામે ભાર્યા હતી. પોતાની શોભાથી રૂપને પણ અલંકૃત કર્યું અને ગુણોને પણ વિભૂષિત કર્યા. તે બંનેની પ્રીતિ ચક્રવાક યુગલની જેમ અસાધારણ થઈ અને આ બંનેનો પ્રેમ અકૃત્રિમ (સ્વાભાવિક) છે એમ પ્રસિદ્ધિ થઇ. હવે કોઇક વખતે પલંગમાં નિર્ભર (ઘસઘસાટ) સૂઈ ગયા પછી એકાએક રડતી સરસ્વતી કેમેય કરીને જાગી ગઈ. પછી સંભ્રાન્તથી અમાત્યે કહ્યું કે હે પ્રિયે! આ શું ? લજ્જિત એવી તે બોલી કે કંઈ નથી. પછી અમાત્ય પણ 68 Page #86 -------------------------------------------------------------------------- ________________ આગ્રહથી પૂછે છે એટલે સ્ત્રીએ કહ્યું કે હે નાથ! સ્વપ્નમાં બીજી સ્ત્રીની સાથે વાત કરતા તમે લેવાયા છો. (૧૩૧૭) પછી સચિવ આ પ્રમાણે વિચારે છે કે આમ સંભવરહિત સ્વપ્નમાં જે આને ખેદ થાય છે તો સદ્ભૂત પ્રસંગમાં તો શું થાશે? તેથી આને છોડીને મારે બીજી સ્ત્રીઓનો નિયમ છે. પછી ઘણાંઓ વડે પરણાવવાને માટે કહેવાયો છતાં માનતો નથી. તેની આ સકળ પ્રસિદ્ધિ રાજસુધી પહોંચી. હવે કોઈક વખત અમાત્ય યુગલની પ્રીતિ વિષયક વાર્તાલાપ થયા પછી તેની પરીક્ષા માટે રાજા નગરમાં સચિવને મૂકીને દૂર સૈન્યમાં ગયો.(૧૩૨૧) પછી કંઈપણ અલીક પ્રયોજનનો સંકલ્પ કરીને પત્નીથી રહિત પ્રધાનને જલદીથી સૈન્યમાં બોલાવે છે અને પ્રધાન પણ ગયો. પછી બીજે દિવસે ખોટા લેખને નગરમાં મોકલીને જુઠ્ઠીવાત ઉપજાવી કે ખરેખર પ્રધાનનું મરણ થયું છે. તેને સાંભળી તેની સ્ત્રી એકાએક હૃદય કુટવાથી મરણ પામી. તે હકીકત સાંભળીને ખેદ પામેલો રાજા પોતાની નિંદા કરે છે હા! ક્યાં જઈને હું આ સ્ત્રી ઘાતના પાપનો નાશ કરીશ? અથવા અનર્થ વ્યાપારમાં રત જીવોની શુદ્ધિ ક્યાંથી થાય? પતિનું મરણ સાંભળીને સ્ત્રીએ તૃણની જેમ પ્રાણો છોડી દીધા તેમ પ્રધાન પણ પત્નીના મરણને સાંભળી જીવશે નહીં આમ વિચારીને રાજા એકાએક અમાત્યની પાસે જાય છે ત્યારે પ્રધાન કહે છે કે હે દેવી ચાકરો આપને સ્વાધીન હોય ત્યારે અનુચિત આચરણ શા માટે? (રાજાએ પ્રધાનને પોતાની પાસે બોલવવો જોઈતો હતો તેની બદલીમાં રાજા પ્રધાન પાસે ગયો તે અનુચિત થયું.) (૧૩૨૭) રાજા કહે છે કે હું તારી પાસે કારણથી આવ્યો છું અને પ્રાર્થના કરું છું કે તું મને શું કંઈપણ આપીશ? પ્રધાને કહ્યું કે આમાં કહેવાનું શું હોય? મારું જીવન પણ આપને અધીન છે તો બીજાની શી વાત કરવી? પ્રધાન પગમાં પડીને કહે છે કે હે દેવ! મને સંકોચ વિના આદેશ કરો. ત્યારે રાજાએ કહ્યું કે આ વૃત્તાંતથી તારી સ્ત્રી મૃત્યુ પામી છે. તેથી અમારી પ્રાર્થનાથી તેની પાછળ તારે કોઈપણ રીતે ન મરવું. હા! એકાએક આ શું થયું? એ પ્રમાણે સંક્ષુબ્ધ હૈયાવાળા પ્રધાને કહ્યું કે મતિનિધાન એવા દેવને આ સિદ્ધ જ છે કેમ કે આ હકીકત સાંભળ્યા પછી વજથી કઠોર હૈયું ફાટતું નથી તો પણ સ્ત્રી પરણવા સંબંધી દેવે - કંઈપણ ન કહેવું અને બીજું હું ઘરે જઈને આની મરણોત્તર ક્રિયા કરું. (૧૩૩૩) પછી રાજાએ રજા આપેલ પ્રધાન ઘરે જઈને ઘરના મનુષ્યોથી સંગ્રહ કરીને રખાયેલ તેના (૫ત્નીના) હાડકાંઓને પૂજતો રહે છે. તેના ગુણોને સંભારીને રડે છે, સદા પ્રલાપ કરે છે અને હૃદયમાં તેનું જ ધ્યાન કરે છે અને વારંવાર મરવાને ઈચ્છે છે પરંતુ રાજાના વચનથી બંધાયેલ હોવાથી ઘણાં વર્ષો પસાર કરે છે. (૧૩૩૫) હવે કોઈ વખત વિચારે છે કે જે કોઈક રીતે મારું મરણ થઈ જશે તો તેના આ હાડકાંઓને કોઈ ગંગામાં નહીં લઈ જાય તેથી હું જીવું છું તો તેના હાડકાં ગંગામાં લઈ જાઉં. (૧૩૩૭) આમ વિચારીને બીજે દિવસે રાજાને કહ્યા વિના નીકળ્યો અને વારાણસી નગરીમાં ગંગાનદીના કાંઠે પહોંચ્યો. પછી ગંગાના કાંઠે બ્રાહ્મણો આદિને દાન આપીને તેના ગુણો યાદ કરીને ઘણો પ્રલાપ કરવા લાગ્યો. પ્રિયાના હાડકાંથી પણ હું વિયોગ માત્રને પ્રાપ્ત કરીશ કારણ કે વિરાધિત ભાગ્ય નાના પણ સુખને સહન કરતો નથી. ઈત્યાદિ પ્રધાને પ્રલાપ કર્યો ત્યારે શ્રેષ્ઠરૂપથી યુકત સરસ્વતી નામની રાજપુત્રી દુઃખ સહિત ત્યાં આવી. કુતૂહલથી ભ્રમણ કરતી એવી તેણે 69 Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રધાનને જોયો અને પુછ્યું અરે! તારે એવું કેવું અસાધારણ દુઃખ પ્રાપ્ત થયું છે કે જેથી તું . આમ રડે છે? પ્રધાને કહ્યું કે અપુણ્ય એવા મારી વાત ન પૂછવી. આગ્રહથી પુછયું ત્યારે તેને પોતાની સર્વ વાત જણાવી. તે સાંભળીને ઊહાપોહને કરતી જાતિસ્મરણને પામી. મૂચ્છથી મળી ગયેલી આંખોવાળી ધસ કરતી પૃથ્વીતળ પર પડી.(૧૩૪૪) પછી ભયપામેલી સખીઓએ તેના વિવિધ ઉપચારો શરૂ કર્યા. રાજા પણ તે હકીકતને જાણી ત્યાં સંભ્રાન્ત થતો આવ્યો. પછી સ્વસ્થ ચિત્તવાળી થઈ એટલે રાજાએ પૂછ્યું કે હે પુત્રી! તારી આ અવસ્થા કેવી રીતે થઈ? પુત્રીએ કહ્યું કે પૂર્વ જન્મમાં આ મારો પતિ હતો. તે વખતે સરસ્વતી નામની હું તેની અતિપ્રિય એવી પત્ની હતી. અને આ પણ મને અતિવલ્લભ હતો. એ પ્રમાણે સર્વવૃત્તાંત કહ્યો. એ પ્રમાણે ઘણાં પ્રકારના વિશ્વાસને જણાવનારા કારણોથી કરાયેલા કથનને સાંભળી રાજા ખુશ થયો અને રાજાએ મોટા હર્ષપૂર્વક તેની સાથે પુત્રીને પરણાવી.(૧૩૪૮) પોતાના મરણ પછીનો સર્વવૃત્તાંત સચિવને પુછયો. પ્રધાને સકલ વૃત્તાંત કહ્યા પછી આ વિચારે છે કે અહો! જુઓ તો ખરા! આ મહાનુભાવે મારા માટે કેવા મોટા દુઃખને અનુભવ્યું? તેથી તે બેની સવિશેષ પ્રીતિ થઈ. પછી તેઓએ ઈચ્છિત સુખને ઘણાં દિવસો સુધી ભોગવ્યું. (૧૩૫૦) હવે ભાનુ સચિવને રાજ્ય આપીને સરસ્વતીનો પિતા એવો રાજા મરણ પામ્યો. ભાનુ પણ સરસ્વતીની સાથે રાજ્યસુખોને સતત ભોગવે છે. હવે કોઈક વખત પ્રિયાને અતિમોટો દાહજાર થયો. અને સર્વ વૈદ્યોએ(રોગ અસાધ્ય છે એમ જાણીને) તેના ઉપચાર કરવા છોડી દીધા. પછી ભાનુરાજા વિચારે છે કે આજે પણ જ્યાં સુધી આ મરે નહીં ત્યાં સુધી હું જ મરું જેથી મારે પ્રિયાનું મરણ ન જેવું પડે એમ વિચારીને ભાન મહેલના સાતમા માળે ચડ્યો અને તેને લટકતો જોઈને ચારણ મુનિએ કહ્યું કે હે મહાશય! અરે! બાલજનવડે આચરાયેલ આત્મઘાતને કેમ કરે છે? કારણ કે અવિધિથી મરેલાનું દુઃખ આગળ જતા અધિક જ થાય છે. પછી રાજાએ કહ્યું કે હે ભગવન્! પણ હમણાં હું શું કરું? કેમકે પ્રિયજનના વિયોગથી ભય પામેલો એવો હું પ્રાણધારણ કરવા અસમર્થ છું. (૧૩૫૭) ચારણમુનિએ કહ્યું કે સકલ દુઃખોના રક્ષણનો ઉપાય ધર્મ જ છે. તેથી હે ભદ્ર! સર્વ અવસ્થાઓમાં ધર્મ જ કરવો જોઈએ. રાગાદિદથી રહિત દેવ, પંચમહાવ્રતથી વિશુદ્ધ ગુરુ અને જિનેશ્વરે કહેલ તત્વ આ ત્રણ ધર્મના મૂળ છે તેથી તે ધર્મનો તું સ્વીકાર કર, પ્રાણાતિપાતાદિ પાપ સ્થાનોનો ત્યાગ કર. ઇત્યાદિ મુનિવડે કહેવાયેલા ધર્મનો ભાનુએ સ્વીકાર કર્યો. પછી રાજા મુનિને સરસ્વતી પાસે લઈ ગયો. તેણે પણ ભાવપૂર્વક વંદન કરીને ધર્મને સાંભળીને ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. મુનિના દર્શનથી તેના પાપો ગળી ગયા અને પછી સાજી થઈ. પછી ઘણાં દિવસો સુધી ભોગો ભોગવીને વય પરિણત થયે છતે (વૃદ્ધાવસ્થામાં) તે બંનેએ પુત્રને રાજ્યાદિ સોંપીને સુગુરુની પાસે જિનમતની દીક્ષા લીધી અને સરસ્વતીએ સાધ્વીની પાસે દીક્ષા લીધી. ભાનુમુનિ ગુરુની સાથે વિહરે છે અને કેમે કરી ગીતાર્થ થયા અને એકાકી વિહાર કરતો તે હું અહીં આવ્યો છું. તેથી હે ભદ્રા ને હું તે વખતે લટકીને મર્યો હોત તો પ્રિયભાર્યાની સાથે મિલન, રાજયાદિનું સુખ, જિનધર્મની પ્રાપ્તિ, પ્રવજ્યા અને આ કલ્યાણની પરંપરા કોને પ્રાપ્ત થઈ હોત? તેથી “જીવતો નર સર્વકલ્યાણ્ણને પામે છે'(૧૩૬૬)તેથી તું ધર્મ કર અને આ બાળ મરણથી વિરામ પામ. પછી ચંદ્રે કહ્યું કે હે Page #88 -------------------------------------------------------------------------- ________________ મુનીન્દ્ર! આ સત્ય છે પરંતુ હમણાં હું મિત્રના વિયોગથી તથા ધનથી રહિત હોવાથી અસ્થિર છું તેથી કૃપા કરીને એવો કોઈ ઉપાય બતાવો જેથી હું સ્વસ્થ મનવાળો થાઉં. તમે જે ધર્મ બતાવ્યો છે તેને હું પછી આચરીશ. હવે ભાનુમુનિ કહે છે કે તો તું જિનેશ્વરે બતાવેલ નવકારમંત્રને શીખ. આની આરાધના કરતા જીવોને એવી કોઈ વસ્તુ નથી જે ન મળે. પછી ચંદ્ર નમસ્કાર મંત્રને શીખીને અને મુનિને નમીને ગયો. કિમે કરી કુસુમપુરમાં પહોંચ્યો અને ત્યાં કોઈક વ્યાપાર શરૂ કર્યો. નવકારના પ્રભાવથી તે સમૃદ્ધિવાન થયો. (૧૩૭૧) હવે કોઈક વખતે તેણે નિમિત્તિયાને પુછ્યું કે મારા મિત્રો જીવે છે કે નહીં? અથવા મને મળશે કે નહીં? પછી નિમિત્તિયાએ કહ્યું કે વ્યાપારથી ઘણાં સમૃદ્ધ થયેલા તે ત્રણેય મિત્રો જુદાજુદા નગરોમાંથી થોડા દિવસોમાં તારી પાસે આવશે. તેથી ખુશ થઈ તેણે નિમિત્તિયાને વિપુલ દાન આપ્યું અને તે ગયો. થોડા દિવસો પછી વ્યાપારથી ઘણાં સમૃદ્ધ થયેલા હૃષ્ટમનવાળા, ભાનુ, શિવ, અને કૃષ્ણ ત્રણેય મિત્રો પણ એક જગ્યાએ ચંદ્રને મળ્યા. છૂટા થઈને પૂર્વે જે વિસ્મયને કરનારા સુખો અને દુઃખોને અનુભવ્યા હતા તે ચારેય પરસ્પરને કહે છે પછી પ્રમુદિત ચિત્તવાળા વિશ્વાસપૂર્વક વિષય સુખોને ભોગવે છે અને જિનધર્મમાં ભદ્રક પ્રકૃતિવાળા થયા. ચંદ્રના ચરિત્રને સાંભળી બધા નમસ્કાર મંત્રને શીખે છે. પછી અન્ય કોઈ દિવસે ઘણું ધન ઉપાર્જન કરીને પરસ્પરને કહે છે કે જે કે આપણને ઘણી પણ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે તો પણ તે સમૃદ્ધિથી શું? કારણ કે પુત્ર-સ્વજનથી વિયોગીઓને સમૃદ્ધિનું નિષ્ફળપણું કહ્યું છે. (૧૩૮૦) તેથી આપણે સ્વદેશ જઈએ પછી સર્વ સંમત થયા. એટલે વહાણો ભરીને સુખપૂર્વક સમુદ્ર ઊતરીને કોઈક બંદરે સમગ્ર કરીયાણાને વેંચીને બીજા કરીયાણાને ખરીદીને જયપુર તરફ ચાલ્યા. સ્થળ માર્ગથી પ્રયાણ કરતા કોઈ માર્ગમાં આવાસ કરીને ભોજન કરતા હતા ત્યારે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત. મલિન શરીરવાળા, વિશુદ્ધ પરિણામવાળા, યુગપ્રમાણ ભૂમિ પર મૂકેલી દષ્ટિવાળા, ઉપશમ રૂપી લક્ષ્મીથી ભૂષિત શરીરવાળા, માસખમણ તપ કરીને પારણા માટે ત્યાં એક સાધુ આવ્યા તેથી ચારેય મિત્રો ખુશ થઈને સુંદર નામના નોકરને કહ્યું કે આ સાધુને પર્યાપ્ત (પુરતું) અન્નપાન વહોરાવ. તેથી નોકર પણ વિચારે છે કે કેવું સુંદર થયું? અહો! આ બાજુ તપથી કૃશિત કરાયેલ દેહવાળા આ મુનિવર છે અને આ બાજુ આ લોકો વિપુલ અશનાદિને અપાવે છે, હે હૃદય! આ જોઈને તું કેમ નાચતું નથી ? પારકું પણ અશનાદિ મારું કેવી રીતે થાય? તેથી આજે પોતાની ઈચ્છા મુજબ અશનાદિ વહોરાવીને ઘણાં પુણ્યને ઉપાર્જન કર્યું. (૧૩૮૮) આમ વિચારીને રોમાંચિત દેહવાળા સુંદર વિપુલ અશનપાનાદિ સામગ્રીથી મુનિને પ્રતિલાભિત કર્યા. તે નિમિત્તથી ચારેય મિત્રોએ ભોગફળ કર્મને બાંધ્યું. વિશુદ્ધ પરિણામના વણથી સુંદર નોકરે વિશેષથી બાંધ્યું. પછી જયપુર નગરમાં પહોંચ્યાં અને સ્વજન વર્ગને મળ્યા અને અતિમોટા આનંદથી વધામણી કરાવી. પછી ઘણાં દિવસો સુધી રિદ્ધિના સુખોને ભોગવીને સુંદર નોકરની સાથે ચારેય પણ મિત્રો અંતે મરીને જયોતિષ દેવલોકમાં ઉત્પન્ન થયા. શ્રેષ્ઠ દિવ્ય સુખોને ભોગવીને ત્યાંથી આવીને ચંદ્રનો જીવ નાસિક્ય (નાસિક) પુરમાં રિદ્ધિથી યુક્ત સમુદ્ર સાર્થવાહ તથા તેની પત્ની લક્ષ્મીનો રતિવર્ધન નામનો પુત્ર થયો. ભાનુપણ ગંભસ્થળમાં ધનંજય સાર્થવાહની લક્ષ્મી નામની ભાર્યાનો અનંતદેવ 71 Page #89 -------------------------------------------------------------------------- ________________ નામનો પુત્ર થયો. શિવનો જીવ રાજગૃહમાં સાગરની સુંદરી નામની સ્ત્રીની રતિસુંદરી નામે પુત્રી થઈ.(૧૩૯૬)અને કૃષ્ણનો જીવ વિજયપુરમાં દત્તવણિકની રુકિમણી નામની સ્ત્રીની રતિમાલા નામે પુત્રી થઈ. સુંદરનો જીવ પણ વિશ્વપુર નગરમાં અતિગુરુપ્રતાપી મોટો રાજા થયો. સર્વસુખથી રહે છે. રતિવર્ધન ક્યારેક વેપાર માટે રાજગૃહ નગરમાં જાય છે ત્યાં ઘણાં દિવસો સુધી મોટો વ્યાપાર કર્યો. હવે કોઈક વખત બહાર રતિનંદન નામના ઉદ્યાનમાં કામદેવની પૂજા કરતી રૂપથી રતિની જેમ વિસ્મયને આપતી એક કુલબાલિકા રતિવર્ધને જોઈ. તેણે પણ કામદેવ જેવા મનોહર દર્શનવાળા રતિવર્ધનને જોયો. પછી રૂપના અતિશયથી તેમજ પૂર્વભવના અભ્યાસથી તે બંનેને એવી કોઈ અપૂર્વપ્રીતિ થઈ કે જેનું વર્ણન પણ કરી શકાતું નથી. હવે એક ક્ષણ દષ્ટિ મળવાથી ઉત્પન્ન થયેલા સુખને તેઓએ અનુભવ્યા પછી બાળા મનને રતિવર્ધનમાં મૂકીને શરીરથી ઘરે જાય છે.(૧૪૦૩) પછી રતિવર્ધન વડે પુછાયેલા કોઈકે રતિવર્ધનને કહ્યું કે આ સાગરદત્તની પુત્રી, વિમલ વણિકની નાની બહેન રતિસુંદરી છે. પછી રતિવર્ધને તેઓની સાથે વ્યવહાર કર્યો અને વિમલની સાથે ગાઢ મૈત્રી કરી. તથા તેના ઘરે ગમનાગમન તથા ભોજનાદિકને કરતાં. તેનો રતિસુંદરીની સાથે સ્નેહ વધે છે. વધારે શું? બંનેએ પણ અરસપરસ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ લગ્નના વ્યતિકરને તેના માતાપિતા સભ્ય જાણતા નથી અને સ્વજનો આદિ તેઓના લગ્નના નિર્ણયને સારી રીતે જાણે છે તેથી જેટલામાં મનમાં તુષ્ટ થયેલા રહે છે તેટલામાં કોઈક દિવસે પોતાના સ્થાનમાં રહેલા રતિવર્ધને વાંજિત્રનો અવાજ સાંભળ્યો. પૂછાયેલા કોઈકે જણાવ્યું કે આજે રતિસુંદરીનું સગપણ થયું છે તે સાંભળીને વજથી હણાયેલાની જેમ વિચારે છે કે હે ભાગ્ય! આંખને પહોળી કરીને પવન વડે અંજન હરણ કરાયું ત્યારે તું કેમ થાક્યો?(૧૪૧૦)એ પ્રમાણે આર્તધ્યાનને પામેલા રતિવર્ધનની પાસે એક સ્ત્રીએ આવીને કહ્યું કે તું કંઈપણ ખેદને ન કરીશ. રતિસુંદરીએ કહ્યું કે તને છોડીને આ જન્મમાં મારે બીજાનો નિયમ છે. મારા ચિત્તને જાણ્યા વગર જ હું બીજા કોઈને અપાઈ છું તેથી તું ધીરજ ધર. જન્માંતરમાં પણ તું જ મારો ભર છે બીજો કોઈ નહીં. આ વચનોથી આશ્વાસિત કરાયેલ રતિવર્ધન કેટલાક દિવસો પસાર કરે છે પછી લગ્નનો દિવસ નજીક આવ્યું છતે જનને આવેલી જાણીને, સંગમના ઉપાયને નહીં પામેલો રતિવર્ધન નગરની બહાર શૂન્ય ઉદ્યાનમાં જઈને અતિદુઃખથી વૃક્ષની શાખામાં પોતાને પાશથી લટકાવે છે એટલામાં કોઈક પુરુષે તેના પાશને કાપ્યો.(૧૪૧૬)અને કહ્યું કે હે મહાયશ! આકૃતિ વિરુદ્ધ તારી આ ચેષ્ટા કેમ દેખાય છે? હવે ઊંડો નિસ્વાસો નાખીને તે કહે છે કે સંપૂર્ણ દુઃખોથી ભરેલી મારી આ આકૃતિથી(સિકલથી) સર્યું. ત્યારે પુરુષ કહે છે કે તારે એવું કેવું દુઃખ છે કે જેથી તું ખિન્ન થયેલો આમ બોલે છે? પછી અભિપ્રાયથી સહિત એવો રતિવર્ધન વિશિષ્ટ આકારથી યુક્ત તેને જોઈને આ સર્વ વ્યતિકર તેને કહે છે. તેથી તે કહે છે કે જો એ પ્રમાણે છે તો પણ મરવું ઉચિત નથી. બુદ્ધિમાન કાર્યોમાં ઉપાય જ કરવો જોઈએ. હવે જો ઉપાય ન હોય તો પણ જીવતા હોય તો સમીહિત સિદ્ધિની સંભાવના રહે છે પણ મરેલાને સિદ્ધિની સંભાવના ક્યાંથી હોય? અને તારે આ કાર્યમાં ઉપાય છે મારે પણ તારા જેવું નિરુપાય દુઃખ છે તો પણ હું જીવું છું. પછી વિસ્મિત હૈયાવાળા રતિવર્ધને 72 Page #90 -------------------------------------------------------------------------- ________________ પુછયું કે તારું તે દુઃખ કેવું છે? તેથી તે કહે છે કે સાવધાન મનથી સાંભળ. બંભસ્થળ નગરમાં સાર્થવાહ ધનંજયનો અનંગદેવ નામનો પ્રિયપુત્ર ક્યારેક વિજયપુરમાં ગયો. ત્યાં શંખપાલ યક્ષની યાત્રા પ્રસંગે બહાર ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે એક કન્યાને જુએ છે. પરસ્પરના રૂપને જોઈને આ બંનેને ઘણો અનુરાગ થયો અને કેટલામાં સરાગ દષ્ટિથી પરસ્પરને જુએ છે તેટલામાં ખીલાને ઉખેડીને અને મહાવતને મારી ઉન્મત્ત થયેલો શ્રેષ્ઠ હાથી ત્યાં આવ્યો ત્યારે સમગ્ર લોક પલાયન થયો. (૧૪૨૭) પણ યુથાધિપતિ હાથી કન્યાની પાસે પાસે આવ્યો. તે વરાકી કન્યા ક્ષોભ પામી તેથી અનંગદેવે દોડીને પાછલા પગ પર લાકડીથી પ્રહાર કર્યો. હાથી પણ અનંગદેવની સામો વળ્યો તેથી બહુવિધ શિક્ષામાં કુશળ કુમારપણ હાથીને કીડા કરાવે છે. પછી હાથીને બીજી તરફ સારી રીતે લોભાવીને સ્વયં કન્યાને છૂપાવીને હાથીના ભયથી બચાવીને નિર્ભય સ્થાનમાં મૂકે છે. પછી તેના પર ખુશ થયેલા માતાપિતા પોતાની કન્યાને લઈ ગયા. અને આ બાજુ ત્યાં એકાએક ગાઢ મેઘની વૃષ્ટિ થઈ. તેથી કેટલાક લોક પણ પલાયન થઈને કોઈપણ રીતે ચાલ્યો ગયો. તેથી અનંગદેવે એ ન જાણ્યું કે આ કોની પુત્રી છે ? અને ક્યાં ગઈ? શું નામ હતું? પછી તે અતિવિશાળ નગરમાં કેટલાક દિવસો સુધી તપાસ કરતો કન્યાની ભાળને પણ મેળવી શકતો નથી. તેથી વિરહરૂપી અગિથી દાઝેલો ઉપાયને નહીં જાણતો ક્યાંય પણ ભમતો તે હમણાં અહીં આવ્યો. તે હું આજે પણ સત્ત્વથી જીવું છું.(૧૪૩૫) તેથી તું સત્ત્વનું અવલંબન કર અને આ કાર્યમાં ઉપાયને વિચાર કેમકે સત્ત્વથી રહિત જીવોને કોઈપણ કાર્યમાં સિદ્ધિ થતી નથી. જેથી કહેવાયું છે કે તણખલા જેવું પણ કાર્ય સત્ત્વથી હીન પુરુષને સિદ્ધ થતું નથી જયારે સત્ત્વશાળી જીવોના વશમાં દેવો પણ વર્તે છે. પછી રતિવર્ધને કહ્યું કે જે તું કહે છે તે તેમજ છે પરતું આ કાર્યમાં તારા મનમાં કોઈ ઉપાય સ્કુરે છે? (૧૪૩૮) પછી અનંગદેવ કહે છે કે મેં જાણ્યું છે કે આ દેશમાં એવો રિવાજ છે કે લગ્ન દિવસની પહેલાં કામદેવના મંદિરમાં જઈ મધ્યભાગમાં પ્રવેશ કરી દરવાજાને બંધ કરી એકલી કન્યા રાત્રીમાં કામદેવની પૂજા કરે છે. તેથી તું અને હું કામદેવના મંદિરમાં પહેલેથી જ પ્રવેશ કરીને રહીશું પછી આગળનું બધું હું સંભાળી લઈશ. પછી આવાસમાં જઈને બંને પણ સ્નાન અને ભોજન કરે છે. પૂર્વભવના અભ્યાસથી તેઓને ગાઢ પ્રીતિ થઈ. પછી વિશ્વપુર નગરની તરફ સર્વપણ સાથે મોકલાયો અને બીજે દિવસે તે બાળાને આવતી જાણીને બંને જણા શણગાર સજીને કામદેવના મોટા દેવળમાં જઈને પ્રતિમાની પાછળ કોઈ ન જુએ એ રીતે એક બાજુ રહે છે. (૧૪૪૪) રતિસુંદરી પણ સર્વલોકને દેવળના આંગણામાં મૂકીને ઘણી પૂજાની સામગ્રી લઈને દરવાજાને અંદરથી બંધ કરીને એકલી ભક્તિથી કામદેવની પૂજા કરે છે અને પછી બોલે છે કે હે ભગવન્! કામદેવ! તારાવડે હું કેમ સંકટમાં નંખાઈ? તું એટલું જાણે છે કે મેં મારા આત્માને રતિવર્ધનને સમર્પણ કર્યો છે તો પછી બીજાને અપાતી તારાવડે કેમ ઉપેક્ષા કરાઈ? કોઈપણ રીતે કન્યાઓ બીજીવાર અપાતી નથી તેથી અન્ય જન્મમાં પણ મને રતિવર્ધન પતિ આપજે એમ કહીને પોતાને ફાંસો આપ્યો. તેથી રતિવર્ધને એકાએક નીકળીને તું સાહસ ન કર એમ કહીને છૂરીથી પાશને કાપ્યો. ખુશ થયેલી તે બોલી કે તું અહીં ક્યાંથી ? તેણે પણ સર્વ વૃત્તાંત કહ્યો. અને પછી અનંગદેવે કામદેવની સાક્ષીએ તે બેનું 73 Page #91 -------------------------------------------------------------------------- ________________ ન પાણિગ્રહણ કરાવ્યું. રતિસુંદરીનો વેશ પોતે ધારણ કર્યો અને પોતાનો વેશ રતિસુંદરીને પહેરાવ્યો. . પછી તેણે કહ્યું કે રતિસુંદરીના સ્થાને તેના ઘરે હું જઈશ. (૧૪૫૨) પછી તમારે પલાયન થઇ જવું બાકીનું હું સંભાળી લઇશ. પછી રતિવર્ષને કહ્યું કે એ પ્રમાણે તારું ધાર્યું નહીં થાય તો તને અનર્થ થશે. પછી કોઇકે છીંક ખાધી એટલે અનંગદેવે કહ્યું કે તારે મારી ચિંતા ન કરવી. કેમકે અનર્થ તો એક બાજુ રહો પણ મોટો લાભ થવાનો છે એમ શકુનો મને જણાવે છે. એમ કહીને યુવતીના વેશવાળો અનંગદેવ નીકળ્યો, લાંબો ઘૂમટો તાણીને શિબિકામાં બેસીને મંગળ શબ્દોથી વ્યાપ્ત અને પ્રસરતા ગંભીર વાજિંત્રના અવાજ પૂર્વક પાછો ઘરે ગયો. ઘરના દરવાજે જયારે લોક નૃત્ય કરતો હતો અને ગીત ગાતો હતો ત્યારે શિબિકામાંથી ઉતરે છે અને ખિન્નની જેમ પલંગ પર જઇને બેસે છે. (૧૪૫૭) આ આરસામાં નિયંત્રણ કરાયેલી રતિસુંદરીની મામાની પુત્રી રતિમાલા વિજયપુરથી ત્યાં વિવાહમાં આવી. અનંગદેવની બાજુમાં જઈને બેઠી અને કહે છે કે હે બહેન! તારી રતિવર્ષન વિશેની પ્રીતિ મેં સાંભળી છે. પરંતુ વિધિથી કોઈ બળવાન નથી. આજે પણ તું સુપુણ્યા છે કેમકે કેટલાક દિવસો પછી તારે હ્રદયવલ્લભની સાથે મેળાપ થયો. પણ પુણ્યથી રહિત એવી મારે કોઈપણ રીતે તેવો પણ મેળાપ ન થયો. કારણ કે હાથીના સંભ્રમથી તે સુભગ મારું રક્ષણ કરીને અને હૈયાને હરીને હે બહેન ! તે ક્યાં ગયો તે હું જાણતી નથી.આખા પણ વિજયપુરમાં તપાસ કરતી છતાં પણ મને પ્રાપ્ત ન થયો.(૧૪૬૨) એમ બોલતી તિમાલાને ખુશ થયેલા અનંગદેવે કહ્યું કે કથાના વિસ્તારથી સર્યું. તે જ હું અહીં જ છું. હે સુતનુ ! આ વ્યતિકરથી હું અહીં આવ્યો છું પછી પૂર્વના સર્વવ્યતિકરને કહીને ઘૂમટો દૂર કરે છે. પછી પુરુષવેશ પહેરીને, પરસ્પરની ઓળખના સર્વ ચિહ્નોને મેળવીને બાહુમાં ધારણ કરીને તે કહેવાઈ કે હે પ્રિયે! તું ઊભી થા. જયાં સુધી ગીત વાજિંત્રોમાં આલોક વ્યાક્ષેપ છે ત્યાં સુધીમાં પાછળના દરવાજાથી નીકળીને પલાયન થઈએ. શબ્દાદિથી તેના વડે પણ તે ઓળખાયો. ખુશ થયેલી રતિમાલાએ તેના વચનને સ્વીકાર્યું. પછી પલાયન થયા.(૧૪૬૭) પછી આ બંને તથા તિવર્ધન અને રતિસુંદરી તથા સાર્થ બધા વિશ્વપુરમાં ભેગા થયા. તેઓએ વિશ્વપુરમાં વ્યાપાર શરૂ કર્યાં અને ઘણું ધન કમાયા પછી મોટો પ્રાસાદ કરાવીને ત્યાં જ રહે છે. રતિવર્ધન નાસિક્યપુરથી અને અનંગદેવ બ્રહ્મસ્થળથી પોતાના કુંટુંબોને ત્યાં જ બોલાવે છે. તે પણ કર્મકરનો (સુંદરનો) જીવ ચંદ્રસેન નામનો રાજા થયો છે તે પરાક્રમ અને નીતિથી વિખ્યાત થયેલો ત્યાં જ રાજ્ય કરે છે. રાજાની સાથે રતિવર્ષન આદિનો વ્યવહાર અને સ્નેહ પૂર્વભવના અભ્યાસથી ઘણો વૃદ્ધિને પામ્યો. (૧૪૭૨) રતિસુંદરી-રતિમાલા-રતિવર્ષન-તથા અનંગદેવના લગ્ન થયેલા જાણીને કન્યાના માતાપિતાદિ બધા ખુશ થયા-પ્રીતિથી બંધાયેલા હૈયાવાળા પાંચેયના ઘણાં દિવસો પસાર થાય છે. હવે કાઈક વખત ત્યાં કેવલી ભગવંત પધારે છે. તે બધા તેમની પાસે જઈને ધર્મ સાંભળે છે. પછી અવસરને પ્રાપ્ત કરીને રાજા પૂછે છે કે હે ભગવન્ ! અમો ભિન્ન ભિન્ન સ્થાનમાં જન્મ્યા હોવા છતાં અમારે આવા પ્રકારનો સ્નેહ કેમ થયો ? પછી કેવલી ભગવંતે તેઓના ચંદ્ર, ભાનુ, શિવ, કૃષ્ણ તથા સુંદર નૃત્યનો ભવ તથા તે ભવમાં થયેલ મિત્રભાવને કહ્યો અને 74 Page #92 -------------------------------------------------------------------------- ________________ મુનિદાનના પ્રભાવથી જે ભોગફળ કર્મ બાંધ્યું તે સર્વ કહેવાયું. તે સાંભળીને તે પાંચેયને જાતિસ્મરણ જ્ઞાન થયું અને સંવેગ ભારે પ્રવર્ધિત થયો. મુનિદાનના પ્રભાવથી સર્વકર્મની લઘુ સ્થિતિને પ્રાપ્ત થયેલ ચંદ્રસેન રાજા પુત્રને રાજ્ય પર સ્થાપીને તેમજ રતિવર્ધન તથા અનંગદેવે પોતપોતાના પુત્ર પર કુટુંબભાર સોંપીને તથા તેની બે સ્રીઓ મળી પાંચેય જણાએ કેવળી ભગવંત પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. ઉગ્રતપ કરીને ક્રમે કરીને બધાએ સિદ્ધિને પ્રાપ્ત કરી. (૧૪૮૧) હવે શંખકુમાર કહે છે કે જેના વડે આવું સર્વશ્રેષ્ઠ કથાનક ક્યાંયથી પણ અવધારણ કરાયું છે એવો તું ખરેખર મતિપ્રભ છે. (સાન્વર્થ છે અર્થાત્ જેવું નામ છે તેવા ગુણોવાળો છે.) ઈત્યાદિ કથાઓથી ઘણી રાત્રીને પસાર કરીને કુમાર સકલ પણ પરિજનને વિસર્જન કરે છે અને જેટલામાં હું નિદ્રા કરું એમ વિચારે છે તેટલામાં અર્ધરાત્રીએ દૂરથી રડવાના કરુણ સ્વરને સાંભળે છે. કુતૂહલથી તલવાર લઈને છૂપો જાય છે. શબ્દાનુસારે ત્યાં પહોંચ્યો અને ત્યાં વિવિધ પ્રકારોથી વિલાપ કરતી એક મધ્યમ વયની સ્ત્રીને જુએ છે. પછી કુમાર તેને કહે છે કે હે માતા ! તું ધીરી થા, તું દુઃખપૂર્વક કેમ રડે છે ? તે મને કહે. એ પ્રમાણે કહ્યું એટલે તેને સત્પુરુષ જાણીને કહે છે કે હે વત્સ ! તું સાંભળ. વિધિવડે રત્નનું નિધાન બતાવીને હરણ કરાયું છે તેથી ભગ્નપરિણામવાળી હું તને શું કહું ? તે રત્નનિધાન શું છે એમ કુમારે પુછ્યું એટલે કહે છે કે હે ધીર! હું કહું છું તે તું સાંભળ. (૧૪૮૭) અંગદેશની સારભૂત ચંપાનામની શ્રેષ્ઠ નગરી છે. તે નગરી દેવોથી અધિષ્ઠિત છે. વિસ્તારથી આકાશાંગણની સમાન છે છતાં પણ મહાન વિદ્વાનોના કાવ્યોના સતત ઉદયથી અધિક જ છે. તે નગરીનું વધારે શું વર્ણન કરું જ્યાં જગતના જીવો જેના પગરૂપી કમળમાં નમેલા છે એવા શ્રી વાસુપૂજ્ય સ્વામીનો જન્મ અને મોક્ષ થયો છે. ચરટો (ચોર-લૂંટારાઓ ) ને સહન નહીં કરનાર, શત્રુઓના સૈનિકો વિશે અહંકારી, પોતાના ગુણોને આચ્છાદન કરવામાં માયાવી, યશનો જ લોભી એવો જિતારિ નામનો ચંપાનગરીનો રાજા છે. કીર્તિમતી તેની રાણી છે. જેમ રોહણ પર્વતની ભૂમિમાં મહાકિંમતી રત્નની ઉત્પત્તિ થાય છે તેમ તેઓને શ્રેષ્ઠ સ્વપ્નથી સૂચિત પોતાના શરીરની કાંતિથી સર્વ દિશારૂપી વલયોને ઉદ્યત કરનારી એવી ઘણાં પુત્રો ઉપર પુત્રી થઈ. તુષ્ટ થયેલા માતપિતાએ તેના જન્મની વધામણી કરાવી તેના વડે યશ વધારાયેા તેથી તેનું યશોમતી નામ પાડવામાં આવ્યું. (૧૪૯૪) મહાપુરુષોની પરોપકાર બુદ્ધિ જેમ દિવસે દિવસે વધે તેમ વધે છે તથા સુખને આપનારી એવી સકલ લોકની સજ્જનની ગોષ્ઠિ જેમ દિવસે દિવસે વધે છે તેમ વધે છે અને પ્રાયઃ નહીં ભણાયેલી પણ કલાઓથી તે એવી રીતે વિભૂષિત કરાઈ કે જેથી પંડિતો પણ યશોમતીને કલાઓના ભાવાર્થને પૂછે છે. યૌવનાવસ્થામાં તેનું જે રૂપ પ્રગટ થયું તે મહિલામાત્ર, તુચ્છ મતીવાળી હું તને કેવી રીતે વર્ણવી શકું ? (૧૪૯૭) તે આ પ્રમાણે તેના ચરણની આંગળીઓના સમૂહમાંથી જ અળતો થયો છે. (૯) તેના નખ રૂપી મણિમાંથી પૂર્વે લાખમાંથી બનાવવામાં આવતો હતો તેવો સ્ત્રીઓના હાથપગ તથા હોઠ અને નખ રંગવા માટેનો પ્રવાહી પદાર્થ. જગતમાં સૂર્યના કિરણો જ ભવનના ફુલો પર ઉપકાર કરે છે છતાં અહીં તેના નખની કાંતિની વિશેષતા બતાવવા કહ્યું છે. 75 Page #93 -------------------------------------------------------------------------- ________________ નીકળતા કિરણો જ ભવનના કુલો પર ઉપકાર કરે છે. પગના ઝાંઝરથી મધુર સ્વરને કરતી, , કમળના નાલ સમાન જંઘાઓથી જે નિત્ય સંચરતી, સ્થળપર વિચરતી કમલિનીની જેમ શોભે છે. કોમળ ગાદી જેવી વિશાળ તેની યોનિ છે, તેનું શ્રેષ્ઠ નાભિમંડળ કામદેવનું શયન છે, મોતીના હાર જેવા ચંચળ (ચપળ) તેના પગ છે. મણિના દર્પણ જેવા સ્વચ્છ કાંતિવાળા સમુન્નત તેના સ્તન છે. જેના હાથપગનાં દળો હંમેશા કમળની લીલા જેવા છે. તેના નિશ્વાસની સુંગધી ગંધવડે જાણે ચંદનનો અંગરાગ તિરસ્કાર કરાયો છે. તેના વિશ્વાસપૂર્વક બોલાયેલા વચનો શ્રેષ્ઠ-વીણા-વેણુના ધ્વનિથી પણ વિશેષ સુખ આપનારા છે અથવા સૂર્યની પ્રભા જ તેના મુખમાં કુંકુમ રાગને સ્થાપન કરે છે. હૈયામાં નહીં સમાતું સરળપણું જાણે તેના નાકમાં ન રહેલું હોય એવું લાગે છે જેની નીચે ઢળેલી આંખો પણ હંમેશા પણ શ્રવણને માટે કમળો બને છે. પોતાના ગાલ પર રહેલું ચાંદનીરૂપી જળ જ મુખનું પ્રક્ષાલન કરે છે. તેના પંચમીના ચંદ્ર સમાન એવા ભાલતલ પર રહેલી સુંદર વક્રરેખા કામદેવના સાધન(કામબાણાદિ)નો પરાભવ કરે છે અને જેની ભૂલતાઓ તથા મૃદુ-સ્નિગ્ધ-કુટિલ તથા કાળા કેશ જ શોભા માટે ધારણ કરાયેલ કેતકી-જુઈ અને માલતીના ફુલોને શોભાવે છે. તેનો એક જ દોષ એ છે કે તેની.. સુવર્ણવર્ણવાળી શરીરની કાંતિ રૂપ જેનારાઓને રૂપ જોવામાં અંતરાય કરે છે. તેના શરીરની સમુદિત(એકીસાથે) શોભાનું વર્ણન કરનારો બૃહસ્પતિ સમાન હોય તો પણ વર્ણન કરવા સમર્થ નથી. પોતાના અનુરૂપ ગુણના અભાવવાળા પુરુષમાં તેની દષ્ટિ રમતી નથી. (૧૫૦૮) હવે કોઈક વખત શ્રીસેન રાજાના પુત્ર શ્રી શંખકુમારના દિશાઓમાં અખ્ખલિતપણે ફેલાતા ગુણ ગણોના સમૂહની સાથે કામના બાણોનો સમૂહ તેના હૃદયમાં એવી રીતે પ્રવેશ કરે છે કે જેમ મુનિની બુદ્ધિ તત્વને છોડતી નથી તેમ તે શંખકુમારનું ધ્યાન છોડતી નથી.(૧૫૧૦) પછી શંખકુમારને વિશે રાગી થયેલ તેના મનને જાણીને રાજા ખુશ થયો કારણ કે ખરેખર પુત્રીનો પ્રેમ યોગ્ય સ્થાનમાં છે પછી કોઈ દિવસે જ્યારે રાજા તેની સગાઈ માટે પોતાના પ્રધાન પુરુષોને હસ્તિનાપુર મોકલ્યા ત્યારે વિદ્યાધર રાજા મણિશેખરે બાળાને જોઈને લગ્ન માટે માગણી કરી એટલે મણિશેખરને એમ જણાવવામાં આવ્યું કે આ બાળા શંખકુમારને છોડીને અન્ય કોઈ પુરુષને સ્વપ્નમાં ઈચ્છતી નથી અને બીજા ઘણાં રાજપુત્રો વડે ઘણી પ્રાર્થનાઓ કરાઈ છે તો પણ તેઓને આ જ ઉત્તર કહેવાયો છે. (૧૫૧૪) હવે કોઈક દિવસે પાપી એવા મણિશેખરે વિલાપ કરતી એવી તે બાળાનું હરણ કર્યું. તેના દુઃખથી દુઃખી થયેલી, સ્નેહથી પ્રતિબદ્ધ મનવાળી, તેની ધાવમાતા એવી હું પણ તેને લાવવા માટે તેની પાછળ પડી અને તે દુષ્ટ વડે હું અહીં ત્યજાઈ છું. તે મારી હૃદયવલ્લભ પુત્રીને ઉપાડીને ક્યાંય લઈ ગયો છે. તેથી કૃતાંત વડે હરણ કરાયું છે સર્વસ્વ જેનું એવી હું અહીં વિલાપ કરું છું. હવે કુમારે કહ્યું કે તું ધીરી થા. આ પ્રદેશમાં હું તપાસ કરું છું. એમ કહીને ધાવમાતાને ત્યાં મૂકીને તપાસ કરવા ગયો.(૧૫૧૮) પછી કુમાર ચોકસાઈથી અટવીમાં તપાસ કરે છે ચમકતો (સરકતો) છે. અંધકાર રૂપી અંબોડો જેનો, ચાલતા (ઝાંખા પડતા) છે તારાના કિરણના સમૂહો જેમાં, થોડોક ભાગ બાકી રહ્યો છે રાત્રીનો જેમાં એવી રાત્રી યશોમતીના દુઃખમાં પક્ષીઓના કોલાહલના બાનાથી જાણે રડી રહી છે. તથા જાણે કુમારના સર્વ માગને 76 Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરવા માટે હોય તેમ તિમિરનો સમૂહ ઓસરી રહ્યો છે. યશોમતીની ભાળ નજીકમાં છે એમ જાણી દિશાના મુખો કંઈક વિકસે છે. સૂર્યની પ્રભાથી અંધકારનો સમૂહ ભયભીત થયો. કાયર સૈન્યની જેમ ક્ષીણ થતી પ્રભાઓ (સૂર્યોદય પૂર્વેનો અંધકાર) પાછી ફરે છે. (૧૫૨૨) ચારે બાજુ કરાયા છે પ્રભાતની સંધ્યાના વાદળની શોભારૂપી સિંદુરથી તિલકના શૃંગારો જેનાવડે, સૂર્યની પ્રભારૂપી શ્રેષ્ઠ કુંકુમથી કરાયો છે અંગરાગ જેના વડે, બુઝાવાયા છે ચંદ્રરૂપી દીવાઓ જેનાવડે અને ઓસરતી છે અંધકાર રૂપી લજ્જા જેની એવી પૂર્વદિશા સૂર્યરૂપી પતિના સમાગમમાં નવવધૂની જેમ શોભે છે.(૧૫૨૪) પછી અંધકારરૂપી શત્રુનો નાશ કરીને સર્વત્ર કમળના કોશોમાં કિરણના સમૂહનો ક્ષેપ કરતો સૂર્યરાજા ઉદય પામ્યો. દૂર કરાયા છે સર્વતારાઓ રૂપી રેતીના કણો જેના વડે, નિર્મળ એવા ગગનાંગણમાં મંગળ કળશની જેમ સુવર્ણમય સૂર્ય શોભે છે. (૧૫૨૬) ભમરાઓ કુમુદ (ચંદ્રવિકાસીકમળ) ને છોડી કમળ (સૂર્યવિકાસીકમળ)ના વનમાં દોડે છે કોને ક્યાં રાગ છે? લોક ઠંડીનો અંત થાય ત્યાં વિશ્રામ કરનારો છે. વિરહથી મુકાયેલા ચક્રવાક યુગલો હર્ષથી કૂંજન કરે છે અને એક ઘૂવડના સમૂહને છોડીને આખું ભુવન પણ આનંદવાળું થાય છે. (૧૫૨૮) પછી પર્વતના કોઈ એક પ્રદેશમાં બેઠેલી આગળ બેઠેલા ખેચરને કહી રહી છે કે હે દુષ્ટ ! ૐ ત્યારે મારા માતાપિતાને દુઃખ આપ્યું હોવાથી મારે તારું કોઈ કાર્ય નથી. જન્માંતરમાં પણ મારો ભર્તા શંખકુમાર જ થશે. આ પ્રમાણે પોતાના વિવાહને માટે એકાંતમાં રહેલા ખેચરને વારતી, કાજળથી કલુષિત થયેલ આંખમાંથી આંસુના ગળવાના બાનાથી પોતાના કુળના વિયોગના કારણભૂત અશેષ પાપને હૈયામાંથી બહાર ઠાલવતી, અવલંબન કરાયું છે મોટું દૃઢ સત્ત્વ જેના વડે એવી તે યશોમતી વિશાલ શૃંગ પર્વતપર ચઢતા કુમાર વડે જોવાઈ તથા ખેચર પણ જોવાયો અને ખેચર વડે પણ કુમાર જોવાયો. તેથી હર્ષિત થયેલા ખેચર વડે તે બાળા કહેવાઈ કે મારો પૂર્વ પરિચિત અને તારો હૃદયવલ્લભ આ કુમાર ક્યાંયથી પણ ખેંચીને કાલવડે અહીં લવાયો છે. તેથી તારી દેખતા આને મારીને નિષ્કટંક તને પરણું. હે સુતનુ ! તું એક ક્ષણ માટે કૌતુકને જો. (૧૫૩૫) આ પ્રમાણે બોલતો ખેચર કુમાર વડે હકારાયો, રે ! આ નીચજનોને ઉચિત પરસ્ત્રીઓના અપહરણને કેમ આચર્યું છે ? હવે ખેચરે કહ્યું કે આ પરસ્ત્રી તારા વડે મને ભેટ અપાઈ છે. તેથી હે બાળક! જો તું ઉત્તમ હો તો આનું રક્ષણ કર. ખેચરે આમ કહ્યું એટલે તે બેનું યુદ્ધ થયું અને તે બેના સૈનિકોનું યુદ્ધ થયું. તેઓ કૂદે છે, ભમે છે, ઉછળે છે, કરસ્ફોટ કરે છે. ગુણવાન હોવાથી પરસ્પરના પ્રહારોથી ખડ્ગો સ્પર્શતા નથી. તેથી ખડ્ગોને છોડીને બાહુ યુદ્ધથી લડે છે. (૧૫૩૯) ફરીપણ ખડ્ગોથી, ફરીપણ બાહુ યુદ્ધથી લડે છે. કરાયો છે ભયંકર ભૃકુટિનો ભંગ જેઓ વડે,દાંતથી કરડાયેલ હોઠથી લાલ થઈ છે આંખો જેઓની એવા તેઓ ફરીથી ખડ્ગોથી અને ફરી પણ બાહુ યુદ્ધથી લડે છે, પછી ઘણા ગુસ્સે થયેલા ખેચર વિદ્યાના સામર્થ્યથી શિલાઓના સમૂહને, વૃક્ષોને, લોખંડના ગોળાઓને, વિંછીઓને, સાપ તથા બાણોના સમૂહને છેડે છે. કુમાર પણ કેટલાકને શીઘ્ર નિષ્ફળ કરે છે. કેટલાક કુમારના પુણ્યપ્રભાવથી નિષ્ફળ થાય છે.કેટલાકને ખડ્ગથી છેદે છે. અને કેટલાક કુમારના શસ્ત્ર રૂપ બને છે તેથી ખેચર વિલખો થયો અને જેટલામાં ખિન્ન થયેલો રહે છે તેટલામાં કુમારે ખેચરના 77 Page #95 -------------------------------------------------------------------------- ________________ કરતલમાંથી બાણો સહિત ધનુષ્યને ખેંચીને ગ્રહણ કર્યું અને બાણોથી ખેચરના હૃદયને વિંધ્યું.. મૂચ્છથી ખેચરની આંખો મિંચાઈ અને ભૂમિ પર પડ્યો. પછી કુમારે લોહીને બંધ કરી તથા બીજે ઉપચાર કરી ખેચરને સ્વસ્થ કર્યો. પછી કુમારે ખેચરને કહ્યું કે હાથમાં આ શસ્ત્રને ગ્રહણ કર, પ્રયત્નને છોડ નહીં અને તે ધીર! ધીરજને ધારણ કર. હવે કુમારના નિરુપમ ગુણથી ખુશ થયેલા ખેચરે કુમારને કહ્યું કે જેનો આવો પરાક્રમ છે એવા તારી સાથે (તોલે) મારું ઘર્ય કેવું? કારણ કે અપુણ્ય એવા મારી સર્વપણ વિદ્યાઓ જેના વડે નિષ્ફળ કરાઈ તે આ તારો પુણ્યનો પ્રકર્ષ છે. જે કારણથી તારી ગંભીરતા, સ્થિરતા, ઉદારતા, વચન વિન્યાસ, તથા રૂપાદિગુણોનો સમૂહ પણ આવા પ્રકારનો છે તે કારણથી જ બાળાનો રાગ ઉચિત સ્થાને છે. આવા પ્રકારના સ્ત્રી રત્નો બીજાને યોગ્ય હોતા નથી.(૧૫૫૦) દેડકાઓ રાજહંસને યોગ્ય કમલિનીનો ભોગ કરતા નથી. આંબાની મંજરીનું ભોગ સ્થાન કાગડો થતો નથી. તેથી હે રાજપુત્ર! મેં આ વિરોધ અસ્થાને કર્યો અને વિરોધના ફળને મેળવ્યું અથવા રાગાંધોને શું અસુલભ છે? તેથી હે ધીર! તારા નિરુપમ ગુણોથી મારું મન બંધાયું છે. હું તારો હંમેશનો સેવક જ છું એમ જાણીને પોતાના કાર્યમાં ઇચ્છા મુજબ મને આદેશ કર.(૧૫૫૨) હવે યશોમતી ચિંતવે છે કે જેઓ પ્રસન્ન થયેલ સ્ત્રીઓના વૈરીઓના વૈરીઓથી (સ્ત્રીના વૈરી એટલે જાર અને તેના વૈરી એટલે સદાચારીઓથી) સાક્ષાત્ સ્તવના કરાતા નથી તેઓ પણ શું જય પામે છે ? કેટલાક મનુષ્યો અલ્પગુણોમાં પણ ઘણી ઘણી પ્રસિદ્ધિવાળા થાય છે. સમુદ્ર ખારો હોવા છતાં પણ તેની પ્રસિદ્ધિ ક્યાંય સમાતી નથી અર્થાત્ સર્વત્ર ફેલાય છે. પણ આ કુમારની પ્રસિદ્ધિ અલ્પ જ છે. પણ તેનામાં ગુણનો સમૂહ અનંતો છે કે જે એક મનથી ધારણ કરી શકાય તેમ નથી તથા એકલી વાણીથી બોલી શકાય તેમ નથી. તેથી ખરેખર મારું મન ભુલ્યું છે. હાથને પ્રસારતો કુબડો શું કલ્પવૃક્ષના ફળને ગ્રહણ કરી શકે ? મરુભૂમિનો મુસાફર દોડતો હોય તો પણ શું માનસરોવરના પાણી મેળવી શકે ? તલસતા મનવાળો પણ રાંકડો શું રત્નના નિધાનને મેળવી શકે? પ્રાર્થના કરતો પણ અમારા જેવો લોક આવા પ્રકારના ગુણવાળા પુરુષ રત્નને કેવી રીતે મેળવી શકે ? પરંતુ ચપરાશી દ્વારા મને પણ એક આશ્વાસન મળે છે કેમકે આ મને સકામ દષ્ટિથી જુએ છે તેથી વિધિ જે કરશે તેને હું જાણતી નથી. પછી ખેચરે કહ્યું કે હે કુમાર! મારા અપરાધને ક્ષમા કર. તેથી લજ્જિત થયેલ રાજપુત્ર કહે છે કે હે ભદ્ર! તું કહે કે હમણાં તારું શું પ્રિય કરું ? પછી ખેચરે પગમાં પડીને કહ્યું કે તો હમણાં વૈતાઢ્ય પર્વત પર જઈએ અને ત્યાં સિદ્ધાયતનમાં શાશ્વત સ્વરૂપવાળા દેવોને વંદન કરીએ અને આટલામાં વિદ્યાધરનો સમૂહ મણિશેખરની શોધ કરવા ત્યાં આવ્યો. વિદ્યાધર સમૂહ વડે કુમાર પ્રણામ કરાયો. પછી બે ખેચરો કુમારના સૈન્યમાં મોકલી કુમારની ખબર જણાવી. સૈન્યને હસ્તિનાપુર મોકલ્યું. ધાવમાતાને ત્યાં લાવવામાં આવી. પછી ત્યાંથી બધા વૈતાઢ્ય પર્વત પર ગયા. શંખ અને યશોમતી ભક્તિથી સિદ્ધાયતનમાં રહેલી જિનેશ્વરની પ્રતિમાઓની અષ્ટ પ્રકારની પૂજા કરે છે. સંવેગવશ ઉછળતા રોમાંચિત શરીરવાળા સ્તુતિ અને સ્તોત્રોથી પ્રતિમાઓને ભાવપૂર્વક વંદન કરે છે. (૧૫૬૭) હવે મણિશેખર બધાને કનકપુર નગરમાં લઈ ગયો અને મોટા સત્કારથી પોતાના ભવનમાં પ્રવેશ કરાવ્યો. વિસ્મિતમનવાળા ખેચરો વડે યશોમતીનું રૂપ જોવાય છે અને કુમારના 78 Page #96 -------------------------------------------------------------------------- ________________ સાતિશયરૂપને જોઈને ખેચરીઓ કામના બાણોથી ભેદાય છે અને તેઓની કીર્તિ સાંભળીને વૈતાઢ્યવાસી સર્વ ખેચર લોક ત્યાં આવ્યો. તેઓને જોઈને, આશ્ચર્ય પામીને, પ્રશંસા કરે છે. તેઓના મોટા ગુણ સમૂહથી આકષયેિલ કોઈપણ લોક તેઓના સાનિધ્યને એક ક્ષણ પણ છોડતો નથી. ત્યાં રહેલા તથા પ્રાર્થના કરાયેલ ખેચર રાજાઓને શત્રુના જય આદિ કાર્યોમાં સહાયને આપતા કુમાર વડે તેવી રીતે ખેચર લોક આકર્ષિત કરાયો કે જેથી સેવકપણાને પામેલો સમગ્ર ખેચર લોક દરેક ઘરે લઈ જઈને કુમારનું સન્માન કરે છે. ઘણાં ખેચરો પોતાની પુત્રીઓના વિવાહ માટે કુમારને પ્રાર્થના કરે છે તો પણ યશોમતી સાથેના પાણિગ્રહણના વિરહથી પરણતો નથી. પછી મણિશેખર વગેરેથી સન્માનિત કરાયેલો કુમાર કેટલાક દિવસો પછી શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થયો. શ્રેષ્ઠ વિમાનોથી યુક્ત પોતપોતાની પુત્રીઓથી યુક્ત બીજા હજારો ખેચરોની સાથે મણિશેખર વગેરેથી વીંટળાયેલ કુમાર યશોમતીની સાથે ચંપા તરફ ચાલ્યો અને ક્ષણથી ચંપાની નજીક પહોંચ્યો. પછી મણિશેખર વિદ્યાધરને મોકલીને જિતારિ રાજાને કુમારના આગમનના ખબર કહેવડાવે છે. આનંદિત થયેલ રાજા દેહમાં કે ઘરમાં સમાતો નથી. હજારો સામંત-મંત્રી-રાજાઓથી પરિવરેલો તથા સમગ્ર સૈન્યથી સહિત જિતારિ રાજા કુમારની સામો જવા નીકળ્યો. હર્ષપૂર્વક કુમારને આલિંગન કર્યું અને બીજા પણ ખેચરોના ખબર પુછયા. પુત્રીઓ પગમાં પડી. તેના વડે ભેટીને સ્નેહપૂર્વક મસ્તકમાં ચુંબન કરાઈ અને કુમાર નગરનાં લોકો તથા અંતઃપુર વડે અભિનંદાયો. વૃદ્ધો કહે છે કે આ શ્રેષ્ઠકુમાર ઘણું જીવો કારણ કે જીવતા એવા આ કુમાર વડે બુડતો એવો અમારો રાજા, રાજ્ય અને દેશ રક્ષણ કરાયો. (૧૫૮૨) ઈતરથા અર્થાત્ આ પુત્ર જીવતો ન હોત તો આ પુત્રીઓ પાછી ચાલી જાત પછી તેના વિરહમાં રાજા નક્કી પ્રાણ ત્યાગ કરત અને રાજાના અભાવે સકલ રાજ્ય અને રાષ્ટ્ર ડૂબત. ઈત્યાદિ જનશ્લાઘાને સાંભળતો રિદ્ધિના સમુદાયથી કુમાર કામિનીના શ્રેષ્ઠ લોચનરૂપી કમળ માળાઓથી પૂજાતો ચંપાનગરીના મધ્યથી પ્રવેશે છે. સકલ લોકના મનના હર્ષને ઉત્પન્ન કરતો રાજાના મહેલમાં પહોંઓ. (૧૫૮૫) સમગ્ર નગર તથા દેશમાં વધપક કરાયું. આનંદિત થયેલ રાજા તથા તુષ્ટ પ્રજાની સાથે શ્રી વાસુપૂજ્ય જિનચૈત્યોને ભક્તિથી વંદન કરતો પોતાને કૃતાર્થ માનતો ત્યાં રહે છે. (૧૫૮૭) પછી પ્રશસ્ત લગ્નવેળાએ રાજા વડે અતિમોટી રિદ્ધિથી યશોમતીની સાથે કુમારનું પાણિગ્રહણ કરાવ્યું.પછી કુમાર ઘણી વિદ્યાધર કન્યાઓને પરણે છે. રાજા વડે સન્માનિત કરાયેલ ખેચરો કુમારને મૂકીને (કુમારની રજા લઈને) પોતાના સ્થાને ગયા. કુમાર પણ શ્રેષ્ઠદેવની જેમ યશોમતી તથા અન્ય સ્ત્રીઓની સાથે ભોગોને ભોગવે છે. યશોમતીની સાથે કુમારનો સ્નેહ એવો થયો કે એક ક્ષણ માત્ર પણ પરસ્પરના વિયોગની સ્થિતિને સહન કરતા નથી. અને તુષ્ટ થયેલ લોક કહે છે કે વિધિ ખલ પ્રકૃતિવાળો તથા અયુક્તકારી છે તો પણ અનુરૂપ યુગલનો સંયોગ કરાવીને પોતાના સર્વ અપશયને દૂર કર્યો છે નહીંતર બાળા કેવી રીતે હરાય ? અને કુમાર તે બાળાને કેવી રીતે પાછી લાવે? તેથી આવી ઘટનાઓમાં ખરેખર વિધિ જ કુશળ છે. અહી લોકને શ્લાઘનીય એવા વિષયસુખોને અનુભવતા કુમારની પાસે પિતાના ઘરેથી દૂત આવ્યો. પછી જિતારિ રાજાની રજા લઈને ઘોડા અને હાથીઓના સમૂહથી તથા સંખ્યાતા 79 Page #97 -------------------------------------------------------------------------- ________________ પદાતિ અને શ્રેષ્ઠ રથોથી યુક્ત યશોમતી પ્રમુખ અંતેપુરથી પરિવરેલો કુમાર કમે કરી હસ્તિનાપુર પહોંચ્યો અને કુમાર માતાપિતાને મળ્યો અને તેઓ ખુશ થયા. (૧૫૯૬) તે સુર અને સોમના જીવો આરણ દેવલોકમાંથી આવીને કુમારના યશોધર અને ગુણધર નામના બે નાનાભાઈઓ થયા. કુમાર મતિપ્રભ તથા સર્વ મિત્રવર્ગની સાથે ક્રીડા કરે છે. હવે શ્રીસેન રાજા વિચારે છે કે મારો પુત્ર હમણાં રાજ્યને વહન કરવા સમર્થ થયો છે અને ગુણોથી ભુવનને પણ ઓળંગતો અહીં આવ્યો છે છતાં પણ ભક્તસુખી અને વયપરિણતવાળો હોવા છતાં હું હજુ રાજ્ય કરું છું તે ખરેખર મૂઢપણું છે. અને ધીરપુરુષોને આ અનુચિત છે જ્યારે માલતી પુષ્પના વર્ણ જેવા સફેદ મસ્તકના વાળ થયે છતે માલતીની માળા અને મસ્તકનો ભેદ પારખી શકાતો નથી ત્યારે હજુ પણ કામાભિલાષ જીવતો છે તે વિમૂઢપણું છે. લોખંડના ખાંડણીયામાં પીસાતો હોવા છતાં વ્યાકુળતાથી નીકળતો, મરવાની અણીવાળા જીવને તંબોલ ખાવાની ઈચ્છા થાય ત્યારે ડાહ્યાઓને કેવી રીતે વિડંબના ન થાય ? વૃદ્ધાવસ્થાના કારણે શિથિલ થયેલી ચામડીના છિદ્રોમાં શોષાતો છે ચંદન રસ જેમાં અને કંપતા એવા શરીરને વિશે વિલેપનની આશા કોને હસનીય નથી થતી? ચારે બાજુથી શોષાતું છે લોહી અને માંસ જેમાં એવા હાડકાંના પાંજરા જેવા શરીર વિશે કરાતી શરીરની ચંપી અને આભરણ તથા વસ્ત્રની ભૂષા પણ હલકાઈ કરે છે. (૧૬૦૪) બીજાએ રૂપાળી સ્ત્રીને સાધી છે એમ જાણીને મળથી આચ્છાદિત કરાઈ છે આંખો જેઓ વડે એવી સ્ત્રીઓની સાથે રમણ કરવું શું મોહનો વિલાસ નથી? બીજા વડે કહેવાયેલ છતાં પણ પોતાના પણ હિતને નહી સાંભળતા વિલીન થઈ છે શક્તિ જેઓની, પરિજનથી ઉલ્લંધિત કરાઈ છે આજ્ઞા જેની એવા જીવોને ધર્મ પણ દુષ્કર હોય છે. તેથી જ્યાં સુધી આવી અવસ્થાને ન પામું ત્યાં સુધીમાં પુત્રને રાજ્ય આપીને પોતાનું કાર્ય સાધુ. એમ વિચારી પ્રશસ્ત દિવસે, પ્રશસ્ત મુહૂર્તે, સામંત-મંત્રી-નગર જનાદિથી કરાયેલ છે આનંદ જેમાં એવું રાજ્ય શંખકુમારને સોંપીને ગુણધર ગણધર ભગવંતની પાસે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરે છે. પછી શ્રુત ભણીને ઉગ્ર તપચારિત્રને કરે છે. (૧૬૦૯). શંખ પણ સકલ શત્રુઓને જીતીને મહારાજા થયો. સર્વ અંતઃપુરમાં શિરોમણિ યશોમતી દેવીને પટ્ટરાણી પદે સ્થાપે છે. સર્વબુદ્ધિથી યુક્ત મતિપ્રભને મંત્રી પદે સ્થાપન કરે છે અને તેને રાજ્યની જવાબદારી સોંપીને રાજ્યલક્ષ્મીને ભોગવે છે. અનુરાગી પ્રજા રાજાની આજ્ઞાને મસ્તકથી ધારણ કરી પાલન કરે છે. પહેલા જે કાર્યો સિદ્ધ થતાં ન હતાં તે વિષમકાય પણ સિદ્ધ થયા. આખા દેશમાં ઊંચા જિનમંદિરો કરાવાયા. લોકને આશ્ચર્ય કરનારી રથયાત્રાઓ કઢાઈ. સ્વજન-પરજનના (જૈન-જૈનેતરના) ભેદ વિના સર્વસ્થાનોમાં વિવિધ પ્રકારના દાનો અપાય છે. આખા દેશમાં અમારિ પર્વતનની ઘોષણા કરાય છે. નિત્ય સ્વામીવાત્સલ્ય કરાય છે. દુઃસ્થિત જન સુસ્થિત કરાયો. આખું ભુવન પ્રમોદના ભરવાળું કરાયું. શ્રીણ મહામુનિને પણ તપરૂપી અગ્નિથી ઘાતકર્મ રૂપી સંપૂર્ણ વન બળે છતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સૂર્યની જેમ ભવ્યજીવો રૂપી કમળોને પ્રતિબોધ કરતાં કોઈક વખત દેશોમાં વિહાર કરીને હસ્તિનાપુરમાં આવ્યા. દેવોવડે રચાયેલ છે સુવર્ણ કમળ જેમાં, સુગંધી જળ અને ફુલોની વૃષ્ટિ કરાઈ છે જેમાં, રમ્ય સહસાવન નામના ઉદ્યાનમાં સમોવસર્યા. પછી ઉઘાનપાલક જઈને રાજાને Page #98 -------------------------------------------------------------------------- ________________ વધામણી આપે છે. આનંદિત મનવાળો રાજા પણ તેને પ્રીતિદાન આપે છે. (૧૬૧૯) હાથીઘોડા-થોના સમૂહથી પરિવરેલો પોતાની સર્વ સમૃદ્ધિ સહિત, સામંત મંત્રીઓથી સહિત, લાખો નગર જનોથી યુક્ત, યશોમતી પ્રમુખ અંતઃપુરની સાથે શંખરાજા ત્યાં ઉઘાનમાં પહોંચ્યો અને હાથીના અંધથી નીચે ઊતર્યો. પંચવિધ અભિગમ સાચવીને, હર્ષના અતિરેકથી પ્રસરતું છે મન જેનું એવો રાજા ત્રણ પ્રદક્ષિણા કરીને વિનયથી કેવલી ભગવંતને નમીને તેની આગળ ઉચિત પ્રદેશમાં બેઠો અને કહે છે કે હે ભગવન્! કૃપા કરીને મને કરવા યોગ્ય કાર્યનો આદેશ કરો. (૧૬૨૩) હવે કેવલી ભગવંતે કહ્યું કે “હે નરેન્દ્ર શુદ્ધ ધર્મને છોડીને આ ભુવનમાં જીવોને બીજું કશું કરવા જેવું નથી. કેમ કે અનાદિ સંસારરૂપી અરણ્યમાં ભમતા જીવ વડે અનંત સ્થાનોમાં ધનના સમૂહો ઉપાર્જન કરીને મુકાયા અને ધનસંબંધી અપરિમિત ક્લેશ અને કર્મબંધ થયો. અને તે ધનના સમૂહ પ્રાયઃ કરીને બીજા ધુતારાઓ વડે ભોગવાયા. પ્રયત્નોથી રક્ષણ કરીને શ્રેષ્ઠ યૌવનના ભરવાળી સ્ત્રીઓ અનંતવાર મુકાઈ અને તે સ્ત્રીઓની પાછળથી તે જ ગતિ થઈ અર્થાત્ તે સ્ત્રીઓ પણ પ્રાયઃકરીને બીજા ધુતારાઓ વડે ભોગવાઈ. એકેક વડે પણ હે રાજન! આ લોકમાં અનંતવાર રાજ્ય ભોગવાયું. રૈવેયકાદિ વિમાનોમાં શ્રેષ્ઠ દેવદ્ધિ પણ અનંતવાર ભોગવાઈ (પ્રાપ્ત કરાઈ) તથા દાસપણું અને રંકપણું અનંતવાર પ્રાપ્ત કરાયું તો પણ મોહરૂપી વિષની અસરવાળા, વિવેક વગરના જીવોને સંસારના સુખોની તૃપ્તિ ક્યારેય થઈ નથી તેમજ સંસારના દુઃખો પર ક્યારેય કંટાળો થયો નથી.(૧૬૩૦) અને હમણાં પણ લક્ષ્મી, વિષયો, શરીર, સ્વજનાદિ, યૌવન અને રાજ્યાદિ સુખો પ્રાપ્ત થયા છે પણ આ બધું માત્ર પાંચ દિવસ રહેનારું છે. (૧૬૩૧) તે આ પ્રમાણે - હે વત્સ! હાથીના કાન તથા કેળના પત્ર સમાન લક્ષ્મી અસ્થિર છે. ક્ષણમાં જોવાતા અને નષ્ટ થતાં વિષયો કિંપાકના ફળના વિપાક સમાન છે. જેના માટે પાપો કરાય છે તે શરીર અસ્થિર છે અને પરમાર્થથી વિચારવામાં આવે તો શરીર અશુચિનું સ્થાન છે. સંધ્યા સમય એક વૃક્ષ પર વસેલા પક્ષીઓના વસવાટ સમાન સજ્જનોને વિશે પણ રાગ કરવો તે કેવળ મોહનું જ ફળ છે. જે વિલાસ-શૃંગાર-લીલા અને મદના ઉત્કર્ષનું સ્થાન એવું યૌવન પણ જરારૂપી રાક્ષસી વડે પ્રતિસમય ગળાય છે. હે વત્સ! પરમાર્થથી વિચારવામાં આવે તો રાજ્ય પણ અતિદીર્ધ સંસારના ફળવાળું જ છે. અભિમાન માત્રથી માનેલું સુખ પરમાર્થથી તો આ જન્મમાં પણ અતિદુઃખવાનું છે. ખસને ખણજતા ઉત્પન્ન થતા સુખ જેવું સંસારનું સુખ જીવોને જે છે તે પણ દુઃખના મૂળવાળું છે અને વિરસ અંતવાળું છે તેથી પૂર્વે નહી પ્રાપ્ત કરાયેલ, શાશ્વત સુખને આપનાર, હિતના સારવાળું જગતમાં એક જ જિનધર્મ છે એમ હે રાજન્ ! તું જાણ. (૧૬૩૮) જીવલોકમાં મનુષ્યાદિ સામગ્રી મેળવીને પંડિતોએ તે ધર્મ જ સાંભળવો, ધર્મ જ કરવો અને ધર્મ જ વિચારવો જોઈએ. દુઃખના ફળવાળા અર્થ અને કામમાં આસક્ત ચિત્તવાળા એવા જે જીવો વડે આ જૈન ધર્મ આરાધાયો નથી તેઓ વડે હે રાજ! અતિઘણું હારી જવાયું છે. કારણ કે અનંતપુગલ પરાવર્તન પછી કોઈપણ રીતે મુશ્કેલીથી) આ માનવભવને પ્રાપ્ત કરીને ફરી પણ પ્રાપ્ત થવો અતિદુર્લભ એવો આ માનવભવ હારી જવાયો છે.” સંવેગના ભરથી આવેલ આંસુના જળવાળા, પુલકિત અંગવાળા એવા રાજા વડે કહેવાયું કે તમે જે કહો Page #99 -------------------------------------------------------------------------- ________________ છો તે તેમજ છે. (૧૬૪૨) યશોમતીના પુત્ર પુંડરીકને રાજ્યપર સ્થાપીને હે મુનિના! કરવા જેવું તમે જે બતાવ્યું છે તેને જ હું કરું છું. પરંતુ કૃપા કરીને તમે મને જણાવો કે યશોમતીની સાથે મારે જે ગાઢ રાગ છે તે સકારણ છે કે અકારણ ? કેવળી ભગવંત કહે છે કે કર્મના કારણે ક્યારેક કોઈકને કોઈકની સાથે નિષ્કારણ પણ રાગ થાય છે પણ યશોમતી સાથે તારો રાગ છે તે સકારણ છે. આ પ્રમાણે કેવળીભગવંતે કહ્યું ત્યારે કુમાર પૂછે છે કે શું કારણ છે ? મુનિ કહે છે કે પૂર્વેના છ ભવોમાં તારે તેની સાથે સ્નેહ છે તે છ ભવો આ પ્રમાણે છે- ધન-ધનવતી પતિપત્ની પ્રથમભવ, જે ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું અને પછી દીક્ષા ગ્રહણ કરી. બીજા ભવમાં સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવો થયા. ચિત્રગતિ અને રત્નવતી પતિપત્ની ત્રીજા ખેચરભવમાં થયા અને દીક્ષા લઈ, ચોથા ભવમાં માહેન્દ્ર દેવલોકમાં દેવો થયા. અપરાજિત અને પ્રીતિમતી પતિપત્ની પાંચમાં ભવમાં થયા અને છઠ્ઠા ભવમાં આરણ દેવલોકમાં દેવ થયા ત્યાંથી ચ્યવીને આ ભવમાં તું શંખરાજા થયો અને તે તારી યશોમતી પત્ની થઈ. અહીંથી તમે બંને અપરાજિત વિમાનમાં દેવો થશો ત્યાંથી પણ ચ્યવીને આ ભરતક્ષેત્રમાં તું બાવીશમો અરિષ્ટનેમિ તીર્થંકર થઈશ. (૧૬૫૧) યશોમતીનો જીવરાજીમતી નામથી ઉગ્રસેનની પુત્રી થઈ, તારી પાસે દીક્ષા લઈ તે ભવમાં સિદ્ધ થશે. તેથી બધા દેવભવોમાં તમારે મિત્રભાવ થયો અને મનુષ્યભવોમાં તમારે પતિપત્નીનો ભાવ થયો તેથી તમારે ગાઢ સ્નેહ છે. આ ગુણધર અને યશોધર બે ભાઈઓ તથા મતિપ્રભ પ્રધાન તારીપાસે ગણધર પદ લઈને સિદ્ધ થશે. આ સાંભળીને બધાનો હર્ષ શરીરમાં સમાતો નથી. પછી ઉત્તમવિધિથી પુંડરીકને રાજ્યપર બેસાડીને તૃણની જેમ સમગ્ર વિભવ અને સ્વજન વર્ગને ત્યજીને બધા કેવલીભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરે છે. પછી શંખમુનિ ગીતાર્થ થયા અને દુષ્કર અનુષ્ઠાન કરીને આ (નીચે બતાવેલા) સ્થાનોની આરાધના કરીને તીર્થંકરપણાને ઉપાર્જન કરે છે. અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત તથા સાધુઓને વિશે વાત્સલ્ય અને એઓને વિશે વારંવાર જ્ઞાનોપયોગ, દર્શન, વિનય, આવશ્યક, શીલવ્રતમાં નિરતિચાર, વૈયાવચ્ચ, અને સમાધિ, અપૂર્વજ્ઞાન ગ્રહણ, શ્રુતભક્તિ અને પ્રવચનની પ્રભાવના આવા સ્થાનોથી તીર્થંકર નામગોત્ર ઉપાર્જન કરીને, નિષ્કલંક ઉત્તમ દીર્ઘ પર્યાય પાળીને, એકમાસ પૂર્ણ પાદપોપગમન અનશન કરીને, સમાધિથી કાળ કરીને અપરાજિત વિમાનમાં શંખમુનિ, યશોમતી, પ્રધાન તથા બંને ભાઈઓ બધા દેવપણે ઉત્પન્ન થયા. અને ત્યાં તેત્રીશ સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યને પાળે છે તથા ત્યાં અનુત્તર દેવલોકમાં શ્રેષ્ઠ ભોગોને ભોગવે છે. (આ પ્રમાણે શ્રીમદ્ નેમિનિ અને રાજીમતીના ચાર મનુષ્યભવો તથા ચાર દેવભવો એમ આઠ ભવો સમાપ્ત થયા.) નવમો ભવ હવે નવમો ભવ પ્રારંભ કરાય છે - ‘અને ભગવાન અરિષ્ટનેમિ હરિવંશમાં ઉત્પન્ન થયા' તેથી ભગવાનની ઉત્પત્તિથી માંડીને 82 Page #100 -------------------------------------------------------------------------- ________________ આ કહેવાય છે - શ્રી અષભદેવ તીર્થંકર પછી ભરત ચક્રવર્તી થયા. ત્યાર પછી અસંખ્ય રાજાઓ થયા પછી શ્રી શીતલનાથ જિનના તીર્થમાં કૌશાંબી નગરીમાં સુમુખ નામનો રાજા થયો. તે ક્યારેક રવાડીએ નીકળતો માર્ગમાં અતિશય રૂપાદિથી યુક્ત, સુવિદગ્ધ (ચતુર) વીરક વણકરની સ્ત્રી એવી વનમાલાને જુએ છે. (૧૬૬૬) અત્યંતાસક્ત થયેલો તેને ગ્રહણ કરી અંતઃપુરમાં મૂકે છે અને તેના નિમિત્તે વીરક પણ ઉન્મત્ત (ગાંડો) થયો. દંડ છે હાથમાં જેને (દંડી) અને ફાટેલા વસ્ત્રને પહેરનારો, ધૂળથી ખરડાયેલ છે શરીર જેનું એવો વીરક ભમતો વનમાલા વનમાલા” એ પ્રમાણે ઝંખતો લોકોથી હંમેશા વીંટળાયેલો મહેલના ઝરૂખામાં બેઠેલા રાજા અને વનમાલા વડે જોવાયો. તેથી રાજા અને રાણી નિર્વેદને પામ્યા અને વારંવાર પોતાના દુષ્કતની નિંદા કરે છે અને પશ્ચાત્તાપના ભાવમાં વર્તે છે ત્યારે વીજળીના પડવાથી મરણ પામ્યા અને બંને પણ હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિક પણે ઉત્પન્ન થયા અને વીરક પણ અજ્ઞાન તપ કરીને સૌધર્મ દેવલોકમાં અલ્પરિદ્ધિવાળો દેવ થયો અને અવધિ જ્ઞાનથી વેરને (૨) જાણે છે. (ધારણ કરે છે.) હવે આ બાજુ ચંપાનગરીમાં ચંદ્રકીર્તિરાજા અપુત્રીઓ માર્યો અને નગરના લોકો પ્રયત્નથી અન્ય રાજાને શોધતા સાંભળ્યા પછી વીરક દેવ વિચારે છે કે આ યુગલિક નિરુપમ આયુષ્યવાળા છે (1) તેમજ આ મારા વેરીઓ છે તેથી હમણાં તેઓને ઉપક્રમ લગાડીને હણી શકાય તેમ નથી. તેથી કોઈપણ રીતે તે પ્રમાણે કરું કે જેથી ઘણું દુઃખ પામે. એ પ્રમાણે વિચારીને યુગલિકને એક ધનુષ્યની ઊંચાઈવાળા કરીને તે કોધી થયેલ વીરકદેવ હરિવર્ષક્ષેત્રમાંથી ચંપાનગરીમાં લાવે છે અને તેના ઉઘાનમાં વિવિધ પ્રકારના કલ્પવૃક્ષો વાવે છે અને નગરજનોને કહે છે કે શ્રેષ્ઠ પઘ, શંખ, સ્વસ્તિક, વજથી અંકિત છે પગ અને હાથ જેના તથા લાલ તળીયાવાળો તથા સંપૂર્ણ લક્ષણથી યુક્ત એવા આને હરિવર્ષક્ષેત્રમાંથી તમારા માટે લાવ્યો છું. તેથી સમગ્ર ગુણથી યુક્ત આ તમારો હરિનામનો રાજા થશે અને આ હરિણી નામની તેની સ્ત્રી થશે. (૧૬૭૮) માછલા, મૃગ, મોર વગેરે જળચર-સ્થળચર-ખેચર જીવોનું માંસ એઓને ઘણું પ્રિય છે તેથી - તે માંસને આ કલ્પવૃક્ષોના ફળોની સાથે મિશ્ર કરીને તમારે હંમેશા ત્યાં સુધી આપવું કે જ્યાં સુધી તેઓ તુટ થયેલા ફક્ત માંસનું જ ભોજન કરે. તમારે હંમેશા ઘણાં પ્રયત્નથી ફક્ત મધ અને માંસ રસોથી આ રાજા અને દેવીનો ઉપચાર કરવો. પછી અંજલિ ોડીને નગરના લોકો (૨૦) પૂર્વભવમાં મારી વનમાલા પત્નીને હરણ કરી છે જેણે એવો સુમુખ રાજા અને વનમાલાનો જીવ બંને યુગલિક રૂપે ઉત્પન્ન થયા છે એમ અવધિ જ્ઞાનથી જાણીને વેરનું સ્મરણ થયું. (૩) આયુષ્યના બે પ્રકાર છે. (૧) સોપકમ અને (૨) નિરુપક્રમ સોપકમ આયુષ્ય : કમસર ઘણાં કાળે ભોગવાય (વેદાય) છતાં પણ શાસ્ત્રોકત અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, અને શ્વાસોશ્વાસ આ સાત ઉપકમો વડે અલ્પકાળમાં ભોગવાય જાય એવું જે આયુષ્ય તે સોપકમ આયુષ્ય કે ઢીલું આયુષ્ય કહેવાય છે જેની સ્થિતિ ઘટી શકે એવું બાંધેલું જે કર્મ તે પણ સોપકમ કહેવાય. જેમ કે લાંબી કરેલી દોરડીને છેડેથી સળગાવતા ક્રમથી બળે છે અને ઘણો સમય લાગે છે પણ ગુંચવું વાળેલી દોરડીને સળગાવતા તુરંત સળગી જાય તેવી રીતે આ સોપકમ આયુષ્યને ઉપક્રમ લાગે તો અલ્પકાળમાં ભોગવાઈ જાય છે. , નિરૂપક્રમ આયુષ ઃ જે કર્મ બાંધતી વખતે ગાઢ નિકાચિત બાંધ્યું હોય એનું ફળ અનુક્રમે ભોગવવું પડે છે અને તેનું અપવર્તન કરી શકાતું નથી તે નિરુપકમ આયુષ્ય કહેવાય છે. યુગલિકો, દેવો, નારકો, તીર્થંકરો, ગણધરો, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, ચરમશરીરી વગેરે જીવોનું આયુષ્ય હંમેશાં નિરુપક્રમ હોય છે. 83 Page #101 -------------------------------------------------------------------------- ________________ મંત્રી અને સામંતો બધા પણ વિનયથી દેવના તે વચનને સ્વીકારે છે. પછી માથાપર સફેદ. છત્ર ધરીને હરિણી દેવી સહિત હરિરાજાને શ્રેષ્ઠ રથમાં બેસાડીને, શ્રેષ્ઠ દુંદુભિના નાદ સાથે, મંગલ પાઠકોના નાદ સાથે, આનંદની ઘોષણા પૂર્વક ઉધાનમાંથી ઘરે લઈ જવાયો. (૧૬૮૪) પછી કમથી ન્યાય અને પરાક્રમથી શત્રુઓને સાધતો, ત્રણ સમુદ્રની મેખલા સુધી પૃથ્વીનો વિખ્યાત નાથ થયો.(હરિવર્ષક્ષેત્રના યુગલિકની ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ બે પલ્યોપમ હોય છે.) માંસાદિની પ્રવૃત્તિથી તથા તે દેવની શક્તિથી આ બંનેના આયુષ્યની સ્થિતિ અપવર્તન થઈને લઘુ થઈ. હરિવર્ષમાંથી યુગલને લવાયું તેથી તેનો વંશ હરિવંશ કહેવાયો. અનંતકાળ પછી આ પ્રમાણે યુગલિકનું અપહરણ થાય છે. આથી જ તેને અચ્છેરું કહે છે. જેમ કે કહેવાયું છે કે - ૧) ઉપસર્ગ ૨) ગર્ભહરણ ૩) સ્ત્રી તીર્થંકર ૪) અભાવિત પર્ષદા ૫) કૃષ્ણનું અપરકંકામાં જવું ૬) સૂર્યચંદ્રનું અવતરણ ૭) હરિવંશકુળની ઉત્પત્તિ ૮) ચમરનો ઉત્પાત ૯) એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ની સિદ્ધિ અને (૧૦) અસંયતિઓની પૂજા આ દસ અચ્છેરા અનંતકાળથી થયા. (૧૬૯૦) આ હરિવંશમાં હરિનો પુત્ર નામથી પૃથ્વી પતિ મોટો રાજા થયો. હવે તેનો પુત્ર મહાગિરિ નામનો રાજા થયો. તેનો પુત્ર હિમગિરિ, તેનો પુત્ર વસુગિરિ, તેનો પુત્ર મિત્રગિરિ અને ત્યાર પછી પણ અસંખ્યાતા રાજાઓ થયા પછી સુમિત્ર રાજાના ઘરે રૈલોક્ય ગુરુ એવા મુનિસુવ્રત તીર્થકર થયા. ત્યાર પછી ઘણાં રાજાઓ થયા પછી કમથી શ્રી નમિનાથ જિનવરનું શ્રેષ્ઠ તીર્થ પ્રવન્યું ત્યારે શ્રી પાર્શ્વનાથના જિનમંદિરથી યુક્ત, શ્રી સુપાર્શ્વજિનના સુવર્ણરૃપથી યુક્ત, શ્રેષ્ઠ તીર્થ એવા બિરુદથી પ્રસિદ્ધિને પામેલી સમૃદ્ધ ભવનોના વિસ્તારવાળી એવી મથુરા નામની શ્રેષ્ઠ નગરી છે. તેમાં સર્વત્ર ઉદારચિત્તવાળા પુરુષો દેખાય છે અને વાંસના અગ્રભાગે રહેલી ધજાપતાકા દેખાય છે તે નગરીમાં શૌરી નામનો રાજા થયો જે મિત્રોથી પ્રવર્ધિત કરાયેલા આનંદવાળો કુર (રૌદ્ર) ન હોવા છતાં (૨) વિષ્ણુની જેમ ભુવનમાં વિખ્યાત થયો. (૧૯૯૭) તે રાજાને તપ અને નિયમમાં સુસ્થિત, વિસ્તારથી જાણ્યા છે સર્વ તત્ત્વો જેણે, દુશ્મનની સ્ત્રીઓ પણ હંમેશા આશીષ આપે છે જેને એવો સુવીર નામનો યુવરાજ હતો. જે ધીરને સુવીરપણું પણ ગુણથી પ્રાપ્ત થયું હતું. હવે કોઈક વખત શૌરી રાજા તેને મથુરા નગરીનો સ્વામી કરીને પોતે કુશાdદશમાં ચંદ્ર જેવા ઉજ્જવળ વિવિધ ભવનોની પંક્તિઓથી આવરાયેલ વિસ્તૃત પૃથ્વીમંડળવાળું હોવા છતાં સાધન સામગ્રીથી સંકીર્ણ એવા શૌર્યપુર નગરને વસાવે છે. (૧૭૦૦) અને ત્યાં રાજ્યસુખોને ભોગવતા શૌરી રાજને અંધકવૃષ્ણિ વગેરે ઘણાં ગુણવાન પુત્રો થયા. સુવીર રાજાને પણ ભોજવૃષ્ણિ વગેરે પુત્રો થાય છે. કેમે કરી ભોજવૃષ્ણિ મથુરાનો રાજા થયો. સુપ્રતિષ્ઠિત મુનિ પાસે શૌરી રાજાએ દીક્ષા લીધી અને મોક્ષમાં ગયા. પછી અંધકવૃષ્ણિ શૌર્યપુરનો રાજા થયો. મથુરામાં ભોજવૃણિ રાજાનો પુત્ર ધનુર્ધરોમાં પ્રથમ, ઉગ્રપ્રતાપવાળો, ઉગ્રસેન નામનો રાજા થયો. અંધકવૃષ્ણિ રાજાને પણ સુભદ્રાદેવીથી, શ્રેષ્ઠ રૂપથી યુક્ત, વિખ્યાત, પરાક્રમી દસ પુત્રો થયા. પ્રથમ સમુદ્રવિજય પછી અક્ષોભ્ય, સ્તિમિત, ચોથો સાગર, પાંચમો (૨૨) જગતનો સંહાર કરનાર વિષ્ણુ રૌદ્ર (કૂર) છે. 84 Page #102 -------------------------------------------------------------------------- ________________ હિમાવાન, અચલ, ધરણ તથા પૂરણ અને નવમો અભિચંદ્ર અને દશમો વસુદેવ એમ દસપુત્રો થયા અને કુંતી તથા માદ્રી એમ બે પુત્રી થઈ. દશાહની શ્રેષ્ઠ બહેન કુંતીને પાંડુરાજની સાથે પરણાવી અને ચેદી દેશના રાજા દમઘોષની સાથે માદ્રીને પરણાવી. અંધકવૃષ્ણિ રાજાએ સમુદ્રવિજયને રાજ્ય સોંપી દીક્ષા લીધી. પછી સમુદ્રવિજય મહારાજા થયો. (૧૭૧૦) પૂર્વભવમાં પંચાવન હજારવર્ષ સુધી અતિશયથી યુક્ત (પૂર્ણ) શ્રમણ્ય તથા સાધુઓની વૈયાવચ્ચ કરીને તથા સૌભાગ્ય અને રૂપ સંબંધી નિયાણું કરીને શ્રીનંદિણ સાધુનો જીવ અહીં શૌરીપુરીમાં વસુદેવ એ પ્રમાણે દશમો દશાઈ થયો. આ બાજુ મથુરામાંથી બહાર નીકળતા ઉગ્રસેન રાજા એ એક બાલ તપસ્વી ઉષ્ટ્રિકા ક્ષેપકને (મોટા ઘડામાં પ્રવેશ કરીને જે તપ કરે તે ઉષ્ટ્રિકા ક્ષપક કહેવાય.) જોઈને વિનયથી કહે છે કે તારે આ માસક્ષપણના પારણા વખતે મારે ઘરે ભોજન કરવું. ઉષ્ટ્રિકા ક્ષેપકે પણ આ વાત સ્વીકારી અને માસક્ષપણ પુરું થયું ત્યારે પારણા માટે ઉગ્રસેન રાજાને ઘરે ગયો. પણ વ્યગ્રતાથી કોઈએ પણ તેને આવકાર ન આપ્યો. તેથી ત્યાંથી નીકળી ગયો અને ઉફ્રિકામાં પ્રવેશ કરી લાગ2 બીજા માસક્ષપણની શરૂઆત કરી કારણ કે બીજા કોઈના પણ ઘરે પારણા માટે જતો નથી. આ હકીકત જાણીને સંભ્રાન્ત રાજા ત્યાં જઈને તેને પારણા માટે મનાવે છે અને વારંવાર જ તેને ખમાવે છે. મુશ્કેલીથી બીજા પારણા વખતે તેના ઘરે આવવું સ્વીકારે છે અને બીજા પારણાનો દિવસ પ્રાપ્ત થયો એટલે તે ક્ષેપક તેના ઘરે આવ્યો. ફરી પણ આ વખતે ભિક્ષા પ્રાપ્ત કર્યા વિના જ કોપથી પ્રજ્વલિત દેહવાળો નીકળી ગયો અને જઈને ઉષ્ટ્રિકામાં ત્રીજા માસક્ષપણને માટે પ્રવેશ કરે છે. ઉગ્રસેન રાજા તેની પાસે જઈને પગમાં પડીને કહે છે કે હે મહાયશ! ઘણાં અજ્ઞાન અને પ્રમાદવાળા અમારા આ અપરાધને ક્ષમા કરો. જેમ જેમ રાજા ખમાવે છે તેમ તેમ ક્ષપક અધિક અધિક ગુસ્સે થાય છે. હે દુષ્ટ ! મારી પીઠને છોડ. માયાવી એવા તારાથી સર્યું. એ પ્રમાણે કહીને રાજા પર ઘણો ગુસ્સે થયો અને નિયાણું કરે છે કે જે મારા આ તપનું કોઈપણ ફળ હોય તો અન્ય જન્મમાં આ માયાવીનો હું વધ કરનારો થાઉં, આમ નિયાણા સહિત મરીને તે ઉગ્રસેન રાજની ધારિણી રાણીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી ગર્ભના પ્રભાવથી હું ઉગ્રસેન રાજાના લોહી સહિત માંસનું ભક્ષણ કરું એ પ્રમાણે ધારિણીને દોહલો થયો. (૩) રાજા તેને અતિપ્રિય હોવાથી ધારિણી રાજાને દોહલાની વાત કરી શકતી નથી. (૧૭૨૫) પોતાની નિંદા કરે છે, ગર્ભને મારવાને ઈચ્છે છે તો પણ નિકાચિત મહાપાપને બાંધેલ હોવાથી તે ગર્ભ કોઈપણ રીતે નાશ થતો નથી. હવે રાજાએ કોઈપણ રીતે તે દોહલાને જાગ્યો અને મંત્રીને કહ્યો. મંત્રીએ રાજાના પેટપર બોકડાના માંસને મૂકીને ચામડાથી આચ્છાદિત કર્યું. પછી આકંદ કરતા રાજાના પેટ પરથી માંસ કાપીને દૂર રહેલી દેવીને આપ્યું. તે પ્રમાણે માંસ કપાતું જોઈને તથા આકંદ કરતા રાજાને સાંભળીને માંસાદિને ખાઈને તેનો દોહલો શાંત થયો. (૧૭૨૯) પછી રાજા મૃત્યુ પામ્યો છે એવી કલ્પના કરીને ઘણાં પ્રકારે વિલાપ કરે છે, નિંદે છે, ઝૂરે છે, ક્યાંય રતિ પામતી નથી. પછી ઔષધાદિથી રાજાને સાજો કરી સાતમા દિવસે રાજા બતાવાયો (૨૩) દોહલો એટલે ગર્ભવતી સ્ત્રીને ગર્ભના પ્રભાવથી જે કંઈ ખાવાપીવા કે અન્ય બીજી કોઈ ઇચ્છાઓ થાય છે. આ દોહલો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનું શરીર કૃશ થતું જાય છે. 85 Page #103 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે શાંત થઈ. હવે પોષવદ ચૌદશના દિવસે વિષ્ટિકરણમાં અને ચંદ્રમા મૂળ નક્ષત્રમાં. આવ્યો ત્યારે વિષવૃક્ષની જેમ દુપુત્રને ઉત્પન્ન થયેલો જોયો. પછી પૂર્વે કાંસાની બનાવેલી રત્નો તથા વસ્ત્રોથી ભરેલી પેટીમાં ધારિણીવડે પુત્ર મુકાયો. પછી દાસીપુત્રના હાથથી આ પેટી યમુના નદીમાં પધરાવાઈ. વહન થતી પ્રભાતે શૌર્યપુર નગરમાં પહોંચી અને રાજા ઉગ્રસેનને ખબર અપાઈ કે દેવીએ આજ રાત્રે મૃતબાળકને જન્મ આપ્યો છે અને તે બહાર ત્યાગ કરાયો છે. (૧૭૩૫) (૨૪) રસવણિક સુભદ્ર વડે તે પેટી પ્રાપ્ત કરાઈ અને પછી નિરીક્ષણ કરતાં ઉગ્રસેન રાજાની નામાંકિત મુદ્રિકા સહિત તે બાળકને પેટીમાં જુએ છે અને પછી ખુશ થયેલ વણિકે મરેલા બાળકને જન્મ આપતી પોતાની સ્ત્રીને પુત્રપણાથી આખો. પેટી કાંસાની હતી તેથી તેનું નામ કંસ પાડવામાં આવ્યું. કમથી તે મોટો થયો અને વીંછીઓનું કુલઘર થયો. અર્થાત્ વીંછીઓની જેમ પરપીડા કરનારો થયો. અને લોકોના છોકરાઓને સંતાપે છે અને માતા પિતા પાસે ઘણી ફરીયાદો લાવે છે. તેથી ભયપામેલા માતાપિતા વડે વસુદેવને સમર્પિત કરાયો. ઉદાર દેહવાળા, સુંદર આકૃતિવાળા, રૂપથી યુક્ત એવા તેને જોઈને વસુદેવે મિત્રરૂપે સ્વીકાર્યો અને પોતાની સાથે કલાઓ ગ્રહણ કરાવે છે અને કોઈપણ રીતે વસુદેવને અતિવલ્લભ થયો. પછી વસુદેવ તેને પોતાની સાથે ભોજનાદિ ક્રિયાઓ કરાવે છે અને નિત્ય તેની સાથે કીડા કરે છે. હવે રાજસભામાં પણ પ્રસિદ્ધિ પહોંચી કે જેમ ગ્રહોમાં પોતપોતાના ગુણોથી મંગળ અને ચંદ્ર છે તેમ આ બંને પણ પોતપોતાના ગુણોથી મંગળ અને ચંદ્ર જેવા છે. (૧૭૪૨) (૨૫) અને આ બાજુ ત્રણ ખંડ ભારતનો અધિપ જરાસંધ મહારાજા રાજગૃહ નગરથી સમુદ્રવિજયની પાસે દૂતને મોકલાવે છે. વિજયાચલ પર્વતની નજીક સિંહપુર નગરમાં મહાભિમાની તથા બળથી યુક્ત સિંહરથ નામનો રાજા છે. બીજાઓને દુર્ધર એવો તે રાજા હમણાં અમારો પણ શત્રુ થયો છે તેથી જે કોઇ તે દુષ્ટને બાંધીને જીવતો લાવશે તેને શ્રેષ્ઠ રત્નની સાથે પોતાની જીવયશા પુત્રી આપીશ, એમ મહારાજા કહેવડાવે છે. આમ દૂતે કહ્યા પછી સર્વબળ અને સમૃદ્ધિથી તેના તરફ જતા સમુદ્રવિજય રાજને કંસસહિત વસુદેવે વિનંતિ કરી કે હે દેવ! હુંકારા માત્રથી સાધ્ય તે તમારી સામે કેટલા માત્ર છે. તેથી આપનાવો આવો સંરંભ કેમ કરાય છે ? (૧૭૪૮) મને આદેશ આપો જેથી તમારા પ્રભાવથી તે દાસને બાંધીને અહીં લઈ આવું. સમુદ્રવિજય પણ મોટા આગ્રહને વશ થઈ આ વાત સ્વીકારે છે પછી તે પણ ઘણાં સૈન્ય તથા કંસસહિત વસુદેવને મોકલે છે. અખંડ પ્રયાણોથી સિંહરથ રાજાના દેશના સીમાડે પહોંચ્યો. અભિમાની એવો તે પણ સન્મુખ આવ્યો. બંને પણ સૈન્યો યુદ્ધમાં પ્રવૃત્ત થયા અને બંને પણ મહારથીઓ સહર્ષ મળે છે. સિંહરથ અને વસુદેવ બંને પણ મહારથીઓ યુદ્ધ કરે છે. સારથિપણાને છોડીને કંસ સિંહરથ રાજાના રથ પર પહોંઓ અને યુદ્ધમાં હાથીઓને (૨૪) રસવણિક એટલે ઘી-તેલ આદિનો વેપાર કરનાર વ્યાપારી. (૫) મંગળ વર્ણથી લાલ છે તેમ કંસ પણ કોધથી લાલ જેવો થાય છે, મંગળ પરાક્રમનો સૂચક છે તેમ કંસ પણ પરાક્રમી છે, મંગળ ક્ષત્રિયનો સૂચક છે તેમ કંસ પણ ક્ષત્રિય છે, મંગળ સ્વભાવથી દૂર, પાપી અને તામસી છે તેમ કંસ પણ દૂર, પાપી અને તામસી છે આમ મંગળ ગ્રહની સાથે ઘણી બાબતોમાં કંસની સમાનતા છે. ચંદ્ર વર્ણથી સફેદ છે તેમ વસુદેવ પણ રૂપવાન છે. ચંદ્ર સ્વભાવથી શીતળ છે તેમ વસુદેવ પણ સ્વભાવથી શીતળ છે. ચંદ્ર શુભ છે કોપી કે તામસી નથી તેમ વસુદેવ પણ લોકોનું કલ્યાણ કરનાર છે કોધી તેમજ તામસી નથી આમ વસુદેવના ઘણાં ગુણો ચંદ્રની સમાન છે 86 Page #104 -------------------------------------------------------------------------- ________________ ચૂરીને સેંકડો ટુકડા કરે છે. વીજળીની જેમ ચમકતી તલવાર લઈને સિંહરથ રાજા કૃષ્ણસર્પની સામે જેમ ગરુડ આવે તેમ યુદ્ધમાં ઊતર્યો. દાંતથી કચકચાવાતું છે હોઠ જેના વડે અને ભૂકુટિથી ભયંકર એવો સિંહરથ રાજા મોટા આટોપથી તલવાર ઊંચી કરી જેટલામાં કંસના બે ટુકડા કરતો નથી તેટલામાં ધનુષ ખેંચીને છોડેલા બાણથી વસુદેવે એકાએક ખત્રરત્ન મૂઠ આગળથી છેદી નાખ્યું એટલે ખુશ થયેલો કંસ બળવાન પણ સિંહ રાજાને બાંધીને જયલક્ષ્મીની સાથે વસુદેવને અપર્ણ કરે છે. (૧૭૫૭) પછી હર્ષિત ચિત્તવાળા યાદવો શૌરીપુરીમાં આવ્યા. સમુદ્રવિજયે હર્ષપૂર્વક વસુદેવને અભિનંદન આપ્યા. વધુપનક કરીને સમુદ્રવિજય રાજા સિંહાથ રાજને લઈને જેટલામાં જરાસંધ પાસે જાય છે તેટલામાં કૌટુકી નૈમિત્તિકે સમુદ્રવિજયને કહ્યું કે જે કે ખુશ થયેલો રાજા જીવયશા પુત્રી તેને આપશે તો પણ તે જીવયશા અપલક્ષણથી યુક્ત હોવાથી પતિ અને પિતાના કુળને ક્ષય કરનારી થશે. આ વાત સમુદ્રવિજયે વસુદેવને કહી.(૧૭૬૧) વસુદેવે પણ કહ્યું કે આ સિંહરથ રાજા કંસવડે બંધાયો છે તેથી કંસ જ તેને પરણશે જો કે આવા ચરિત્રોથી અને આવી આકૃતિથી આ વણિકપુત્ર છે એમ અમે માનતા નથી. પછી સભામાં બેઠેલા સમુદ્રવિજય રાજાએ બધા રાજાઓને ઉદ્દેશીને કહે છે કે કંસે સિંહરથ રાજાને બાંધ્યો છે તે તમે બધા પણ જાણો છો. હવે આ વણિકપુત્ર છે એ જાણી રાજા (જરાસંધ) કોઈપણ રીતે પોતાની પુત્રી આને ન આપે તો અહીં શું કરવું? રાજાઓએ કહ્યું કે હે દેવ! આ વણિકપુત્ર છે એમ દેખાતો નથી. આવું રૂપ, આવી મૂર્તિ, આવું વિજ્ઞાન અને આવું સુભટપણું ક્ષત્રિયોને છોડીને વણિક જાતિમાં ઘટતું નથી. તેથી અહીં કારણ હોવું જોઈએ તેથી સુભદ્ર વણિકને બોલાવીને પૂછો. જો તે કહે કે આ ક્ષત્રિય છે તો તો બધુ ઠીક જ છે. (૧૭૬૭) હવે જો આ વણિકપુત્ર છે એમ નકકી થાય તો ઉચિત પ્રવૃત્તિ કરવી. આ પ્રમાણે નિશ્ચય કરીને સુભદ્રાવણિક બોલાવાયો. પછી કંસની સમક્ષ બધા વડે તે પુછાયો. જેમ કે હે ભદ્ર! તું ધર્મમાં તત્પર છે, સુવ્રતવાળો છે તથા તું ખરેખર સત્યવાદી છે. તેથી કંસની યથાસ્થિત ઉત્પત્તિને કહે કેમકે તને અભય છે. હવે તેણે પેટીની પ્રાપ્તિ આદિ સર્વ વ્યતિકર જે પ્રમાણે બન્યો હતો તે પ્રમાણે તેઓને જણાવ્યો. તેથી તેઓએ પણ પેટીને ત્યાં મંગાવી અને પેટીને ઉઘાડીને જતા તેમાં શ્રી ઉગ્રસેન રાજા તથા ધારિણીના નામથી અંકિત મુદ્રિકાઓ જેવાઈ. અને બે ગાથાઓથી લખાયેલ ભૂર્જપત્રને પણ જોયું. તે ગાથા આ પ્રમાણે - શ્રી ઉગ્રસેન રાજાની પત્નીને દુષ્ટ ગર્ભ દોહલો થયો. અને ભયભીત પત્નીએ પતિના પ્રાણ રક્ષણ માટે કાંસાની મંજૂષામાં રત્નોથી સહિત એને મૂકીને આ પિતાનો અહિતકારી છે એમ જાણીને યમુના નદીના પાણીના પ્રવાહમાં મુકાયો. (૧૭૭૪) તેને જોઈને પરિતુષ્ટ થયેલા સર્વે પણ જાદવો કહે છે કે આપણા કુળમાં ઉત્પન્ન થયેલાઓને છોડીને બીજા કોને આવું સુભટપણું હોય? સારી રીતે પૂજીને વણિક વિસર્જન કરાયો. પછી સર્વે ખુશ થયેલા તેઓ કંસને લઈને જરાસંધની પાસે ગયા. સિંહરથને અર્પણ કરીને તેની આગળ કંસને બતાવીને કહ્યું કે આ શ્રી ઉગ્રસેન રાજાનો પુત્ર છે આના વડે સિંહરથ રાજા બાંધીને લવાયો છે. તેથી આ કાયથી આનું સુભટપણું સ્પષ્ટ થાય છે તેથી હે દેવી આના બાકીના ગુણ સમૂહનું શું વર્ણન કરીએ ? ઇત્યાદિ જાદવોએ જરાસંધની આગળ કંસનું તે પ્રમાણે વર્ણન કર્યું કે જેથી અતિ ખુશ થયેલો 87 Page #105 -------------------------------------------------------------------------- ________________ તે પોતાની પુત્રી કંસને પરણાવે છે. તું નગરને માગ એમ જરાસંધે કહ્યા પછી માતાપિતા પર મોટો પ્રશ્લેષ હોવાથી દુષ્ટ હૈયાવાળા કંસે મથુરાપુરીની માંગણી કરી. દેશ સહિત મથુરાપુરી પ્રાપ્ત કરી અને ત્યાં જઈને ઉગ્રસેન રાજા તથા માતાને બાંધીને પાંજરામાં પૂર્યા. આવું અનુચિત (છાજે નહિ તેવું) જોઈને સંવેગને પામેલા મહાત્મા, ધીર એવા ઉગ્રસેન રાજના અતિમુક્તક પુત્રે દીક્ષા લીધી. પોતાના ગુણોથી અભિમાની તથા જરાસંધથી ઉત્કર્ષ પામેલો કંસ ભુવનને પણ તૃણસમાન માને છે અને રાજાને તૃણથી પણ હલકા માને છે અનન્ય રૂપાદિને પામેલો જીવયશા પ્રિયતમાની સાથે ભોગોને ભોગવે છે. અતિવર્ષના ભારથી યુક્ત કંસ શૌરીપુરીથી સમુદ્રવણિક પિતાને તથા માતાને તેડાવે છે અને નિત્યપૂજીને ઘણાં સંતોષથી તેમને જુએ છે.(૧૭૮૫) અને આ બાજુ જરાસંધથી પૂજાયેલા સમુદ્રવિજયાદિ સર્વજાદવો પોતાના સ્થાને વિપુલ ભોગોને ભોગવે છે. વિબુધ, દેવોની જેવી કાંતિવાળો વસુદેવકુમાર પણ દેવની જેમ હજારો કીડાઓથી શૌરીપુરીમાં બુદ્ધિમાનોની સાથે કીડા કરે છે. અને તે શ્રેષ્ઠ કમળના જેવા મુખવાળો, દીર્ધ આંખવાળો,લટકતી ભુજ દંડવાળો, મોટી છાતીવાળો, અતિનિર્મળ, કામદેવની જેમ શ્રેષ્ઠ રૂપવાળો જયાં જયાં જાય છે ત્યાં ત્યાં સર્વ નગરની રમણીવર્ગની લોચનરૂપી નાળોથી અમૃતની જેમ પીવાય છે. ઘરમાં કોઈ ભોજન કરતું નથી, સ્નાન કરતું નથી, કોઈ પણ વ્યાપાર કરતું નથી, ચક્રમાં રહેલાની જેમ વસુદેવની પાછળ પાછળ ભમે છે. (૧૭૯૦) નગરના લોકો વડે સમુદ્રવિજયને આ સ્થિતિ જણાવાઈ. તેથી તેના વડે વસુદેવ નગરમાં ભમતો વારણ કરાયો. પોતાના નિરોધનું કારણ તેણે દાસી પાસેથી જાણ્યું . તેથી લજ્જા અને અભિમાનથી દેશો જોવા માટે બ્રાહ્મણનો વેશ કરીને, વર્ણ અને રૂપનું પરાવર્તન કરીને, કુમાર વસુદેવ ઘરમાંથી અમ્મલિત પણે નીકળ્યો. પછી નગરની બહાર કિલ્લાની નજીક કાકોને ભેગાં કરીને રાત્રીમાં ચિતા રચીને અનાથ મૃતકને ત્યાં બાળીને આ (નીચે બતાવેલા) અર્થણી સહિત એક ભૂર્જપત્ર લખીને નગરના દરવાજે કિલ્લાના થાંભલામાં કુમારે બાંધ્યું. ભૂર્જપત્રનું લખાણ આ પ્રમાણે છે. “વડીલજનો પણ લોકો પાસેથી જેના દોષો સાંભળે છે, ઉત્પાદિત કરાયું છે મોટું, દુઃખ જેના વડે, ચાલી ગયા છે ગુણ રૂપી પ્રાણો જેના એવો તે પુરુષ કેવી રીતે જીવે? જેનાથી લોક વિરક્ત થાય છે અને માતા પિતા દુઃખી થાય છે તે સુશીલથી પણ શું? અથવા તે ગુણવાન પુરુષથી શું? ઈત્યાદિ વિચારીને આ ચિતામાં આજે વસુદેવ મૃત્યુ પામ્યો છે તેથી તેનું મૃત કાર્ય કરવું.” (૧૭૯૮) રાત્રીમાં બહાર દેવકુલમાં વસીને પછી પ્રભાતમાં જો વસુદેવ વિજયપેટપુરમાં પહોંચ્યો. ત્યાં સુગ્રીવરાજા છે. કલામાં કુશલ અને રૂપકળાથી યુક્ત, શ્યામાં અને વિજયસેના નામની તે રાજાને બે પ્રિયપુત્રીઓ છે. નૃત્યાદિ કળાઓથી તે બંન્નેને જીતીને પરણે છે. અને ભોગોને ભોગવતા વિજયસેનાથી અફૂર નામે પુત્ર થયો. બીજા દિવસે દેશદર્શન નિમિત્તે વસુદેવ ગુપ્ત રીતે નીકળીને એક અટવીમાં આવ્યો. જળનો અર્થ જણાવર્ત નામના સરોવરમાં જેટલામાં પાણી લેવા ગયો તેટલામાં વિંધ્ય પર્વત જેવો ઊંચો શ્રેષ્ઠ હાથી દોડતો આવ્યો. કુતૂહલથી કુમારે તે હાથીને લાંબા સમય સુધી તેવી રીતે ખેલાવ્યો કે જેથી તે દાંતના અગ્રભાગમાં સૂંઢ ટેકવી ખિન્ન થઈને રહ્યો. હવે કુમાર તેના પર ચઢીને જેટલામાં એક ક્ષણ 88 Page #106 -------------------------------------------------------------------------- ________________ માર્ગમાં જાય છે તેટલામાં બે ખેચરો વડે કુંજરદત્ત નામના વનમાં લઈ જવાયો અને ત્યાં ઉચિત પ્રતિપત્તિ કરીને અશનિવેગ નામનો ખેચર રાજા શ્યામા નામની પુત્રીનું પાણિગ્રહણ કરાવે છે. તેની સાથે વિષયસુખમાં રત કેટલાક દિવસો ત્યાં રહ્યો. પછી શ્યામાના પિતાના શત્રુ એવા અંગારક ખેચરવડે રાત્રીએ સુખથી સૂતેલો વસુદેવ હરણ કરાયો અને જાગ્યા પછી તેની સાથે યુદ્ધમાં લાગ્યો અને વસુદેવે મુષ્ટિના ઘાતથી તેને તે રીતે હણ્યો કે જેથી પીડીત થયેલ શરીરવાળા ખેચરે તેને હાથમાંથી એકાએક છોડ્યો અને વસુદેવ ચંપાનગરીના સરોવરમાં પડ્યો.(૧૮૦૯) રાજહંસની જેમ સરોવર તરીને કાંઠા ઉપર પહોંચ્યો અને વૃક્ષથી ગહન એક વનમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના મંદિરને જુએ છે, ત્યાં ભક્તિથી જિનની સ્તવના કરતો, શેષરાત્રીને વિતાવીને એક બ્રાહ્મણની સાથે સવારે ચંપાનગરીમાં પહોંચ્યો. ત્યાં વીણા વિનોદમાં નિરત સર્વ તરુણજનને જોઈને બ્રાહ્મણને પૂછે છે કે અહીં શું કારણ છે? બ્રાહ્મણ પણ તેને કહે છે કે અહીં ચારુદત્ત નામનો શ્રેષ્ઠી છે તેને સંપૂર્ણ ગુણોનું ધામ એવી ગંધર્વસેના નામની રૂપવતી પુત્રી છે. ગંધર્વકળામાં જે મને જીતશે તે મને પરણશે નહીંતર મારે નિયમ છે આ પ્રમાણે તેણીએ પ્રતિજ્ઞા કરી છે અને મહીને મહીને તેની પરીક્ષા થાય છે. (૧૮૧૪) સુગ્રીવ અને યશોગ્રીવ નામના બે આચાર્યોની પાસે આ પરીક્ષા લેવાય છે આથી આ સર્વયુવાનો ગંધર્વ વિનોદથી અહીં રહે છે. વસુદેવ કીડાથી સુગ્રીવના ઘરે જઈને તેનો શિષ્ય થાય છે અને ગંધર્વ કળા શીખે છે, પોતાનું અજ્ઞાનપણું પ્રકાશીને ગુણ-દોષ-તાલ મૂચ્છ લય સ્થાનાદિને જાણતો નથી. તનુક(વાંજિત્ર વિશેષ) અને તંત્રીને તાડન કરે છે અને વીણાના મૂળને વગાડતો નથી. તેથી આ જડ છે એમ ગુરૂવડે તીરસ્કાર કરાયો અને શિષ્યો બધા ઉપહાસ કરે છે કે આ ગંધર્વ સેનાને જીતીને પરણશે. પરીક્ષાના દિવસે શ્રેષ્ઠ શૃંગાર કરીને કીડાથી ત્યાં લઈ જવાયો અને ઊંચા આસન પર બેસાડાયો. ધીમે ધીમે ચંદ્રમણ કરતી, રૂપથી દેવોને મોહ પમાડતી, શૃંગાર સજીને ગંધર્વસેના બાળા ત્યાં આવી. કુમારના અસાધારણ રૂપને જોઈને વિસ્મિત થઈ. ખરેખર આ દેવ જ છે કેમકે મનુષ્યોને વિશે આ આચાર અસંભવ છે. હવે સર્વજન ભેગા થયા પછી ખુશ થયેલી બાલાવડે વીણાઓ અપાઈ. કુમારે દોષોને કહીને બધી વીણાઓ દૂષિત છે એમ કહ્યું. સમસ્વર તંત્રીથી બંધાયેલી ઉચ્ચાદંડવાળી એવી બીજી પોતાની વીણા બુદ્ધિમાન ગંધર્વસેનાવડે લવાઈ. તંત્રીને મૂચ્છયુક્ત કરીને વસુદેવ બાળાને કહે છે કે ક્યા ગીતમાં હું વગાડું ? બાળા કહે છે કે સુર-ખેચરમનુષકુમારો વડે શ્રી વિષ્ણુકુમાર મુનિનું ત્રિવિક્રમ સુચરિત્ર (૪) જે ગવાય છે તેને તું ગા. તુષ્ટ થયેલ કુમારે તંત્રીના મુખથી ત્રિવિક્રમ સુચરિત્રને તે પ્રમાણે ગાયું (૧૮૨૫) કે જેથી કહેવાયું કે સર્વપણ ગુણોથી આ ભુવનને પણ જીતે છે તો આ ગુણનિધિને ગંધર્વસેના માત્રને જીતવી શું વિસાતમાં છે? આમ સભાસદોથી તથા તુષ્ટ થયેલ સર્વલોકથી કહેવાય છતે આ શ્રેષ્ઠ કુમાર જય પામે છે એ પ્રમાણે કલકલારવથી ઘોષણા થઈ. અભ્યધિક ગુણવાળો આ મહાપુરુષ ક્ષત્રિય જણાય છે તેથી પુત્રીની સાથે શંકિતમનવાળો કુમાર શ્રેષ્ઠી વડે લઇ જવાયો. ઘરમાં અતિઘણો સત્કાર કરાયા પછી એકાંતમાં કુમાર કહેવાયો કે હે કુમાર! આ ગંધર્વસેના વણિક પુત્રી માત્ર છે એવો જે તારો ભાવ છે તેને હું જાણું છું તેથી સાવધાન થઈ આની ઉત્પત્તિને સાંભળ. (૧૮૩૦) (૨૬) ત્રણ પગલામાં શ્રી વિષ્ણુકુમારે મુનિએ નમુચિ પાસેથી પૃથ્વીને ગ્રહણ કરી તેથી વિષગુકુમાર મુનિ લોકમાં ત્રિવિક્રમ તરીકે પ્રસિદ્ધ છે. 89 Page #107 -------------------------------------------------------------------------- ________________ અહીં મહર્બિક ભાનુ શ્રેષ્ઠી હતો અને સુભદ્રા તેની સ્ત્રી હતી. નૈમિત્તિયાથી ભખાયેલો, ઘણી માનતાઓથી તે બેને ચારુદત્ત નામનો પુત્ર થયો. કમથી વૃદ્ધિને પામ્યો અને મિત્રોની સાથે ઇચ્છા મુજબ કીડા કરે છે. નદીના કાંઠે કયારેક તેના વડે ખેચરના તથા તેની સ્ત્રીના પગલાં જોવાયા. તે પગલાં અનુસાર મિત્રોની અનુસાર જેટલામાં કદલીઘરમાં જાય છે તેટલામાં ત્યાં પુષ્પ શૈયાને જુએ છે અને માનસહિત એક તલવારને તથા ત્રણ ઔષધિવલયને જુએ છે અને જેટલામાં થોડોક આગળ જાય છે તેટલામાં મોટાવૃક્ષની સાથે લોખંડના ખીલાઓથી જડેલા મહાવેદનાવાળા એક ખેચરને જુએ છે. તેથી કરુણાથી તેણે એક ઔષધિવલયને લઈને ખેચરના પુણ્યના વશથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી ઔષધિને ઘસીને તેને અપાયું (૧૮૩૬) તેથી ખીલા જડેલ છિદ્રોમાંથી ખીલા નીકળ્યા એટલે તડ એમ કરતા તે નીચે પડ્યો. બીજા ઔષધિવલયથી જખની રૂઝ થઈ. અને ત્રીજા ઔષધિવલયથી ચૈતન્યની પ્રાપ્તિ થઈ. એટલે ચારુદત્ત વગેરે વડે પુછાયો કે હે મહાશય ! તું કોણ છે? અને આવી અવસ્થાને કેમ પ્રાપ્ત થયો છે ? ત્યારે તેણે કહ્યું કે - વૈતાઢ્યની દક્ષિણ શ્રેણી પર શિવમંદિર એ પ્રમાણે નગર છે ત્યાં મહેન્દ્રવિકમ નામનો ખેચર રાજા છે. તેનો હું અમિતગતિ નામનો પુત્ર છું. પછી હું ક્યારેક હીમાન્ (હિમવત) પર્વતપર ગયો અને ત્યાં હિરણ્યરોમક તાપસની કમળ જેવા મુખવાળી, શ્રેષરૂપવાળી, સુકુમાલિકા નામની પુત્રી મારા વડે જેવાઈ. હું તેની સાથે અનુરાગી થયો છું એમ જાણીને માતાપિતા વડે પરણાવાયો. (૧૮૪૧) તેથી મારી પ્રિયાનો અભિલાષી ધૂમશિખ નામનો ખેચર મને હણવાને ઈચ્છતો, છિદ્રોને શોધતો ફરે છે. હવે ભાર્યાની સાથે મને જાણી આવી અવસ્થા કરી પત્નીને ઉપાડીને ચાલ્યો ગયો છે તેથી નિષ્કારણ બાંધવ એવા તમારા વડે મને જીવિત અપાયું છે તેથી તમારું જે ઈચ્છિત હોય તે કહો. એટલે ચારુદત્તે કહ્યું કે આ તમારા દર્શનથી પણ શું અમારે બીજું કાંઈપણ ઈચ્છિત છે ? આ તમારો દુઃખથી છૂટકારો થયો એટલાથી શું પર્યાપ્ત નથી ? ઈત્યાદિ વાતચીત કરીને ખેચર પોતાને સ્થાને ગયો. કીડા અને કલાઓમાં આસક્ત ચારુદત્ત પણ પોતાના સ્થાને ગયો. ભોગની પિપાસાથી રહિત હું પોતાની ભાર્યા મિત્રવતીને બોલાવતો નથી તેથી ભયભીત થયેલા માતાપિતા વડે હું કલિંગસેનાની પુત્રી વસંતસેના નામની ગણિકાને અર્પણ કરાયો. બારવરસમાં સોળકોડ સુવર્ણથી ભક્ષણ કરાયો અર્થાત્ ચારુદત્તે સોળક્રોડ સુવર્ણ વેશ્યાની પાછળ ખર્ચી દીધા.(૧૮૪૮). પછી વસંતસેનાની માતા કલિંગસેનાએ આ નિધન થયો છે એમ જાણીને પોતાના ઘરમાંથી હાંકી કાઢયો. માતાપિતા મરણ પામ્યા પછી સર્વ ઘર-દુકાન વગેરે પણ નાશ પામ્યું. પછી સ્ત્રીના ઘરેણાં વેંચી મળેલ ધનથી મામાની સાથે વેપાર માટે ઉશીરવર્તી નગરમાં ગયો અને તેણે ત્યાંથી કપાસ ખરીદ્યો જે દાવાગ્નિમાં બળી ગયો. આ અપલક્ષણો છે એમ જાણી મામાએ ત્યાગ કર્યો પછી ઘોડાપર ચઢીને પશ્ચિમ દિશામાં આણે પ્રયાણ કર્યું. ઘોડો પણ મર્યો તેથી પગે ચાલીને પ્રિયંગુપુર નગરે ગયો. ત્યાં પણ પિતાનો મિત્ર સુરેન્દ્રદત્ત આને પુત્રની જેમ જુએ છે (૧૮૫૩) તે પોતાની પાસે રાખે છે પણ ધનની કાંક્ષાવાળો આ ત્યાં રહેતો નથી. લાખ મૂલ્યનું કરીયાણું ઉધાર લઈને સમુદ્રમાં વહાણથી જતો કમે કરી યમન દ્વિીપમાં ગયો અને ત્યાં ઘણાં 90 Page #108 -------------------------------------------------------------------------- ________________ બંદરો તથા ગામનગરોમાં ભમ્યો પછી કોઈક રીતે આઠ કોડ સુવર્ણ કમાયો તેથી ખુશ થયેલો જેટલામાં ઘરે જવા પ્રયાણ કરે છે તેટલામાં વહાણ તુટ્યું. સાત અહોરાત્રી સમુદ્રમાં ભમીને કોઈક રીતે કષ્ટથી ફલકવડે કાંઠાપર ઊતર્યો પછી રાજપુર નગરના ઉદ્યાનમાં બહારથી ઉપશાંત થયેલ એક ત્રિદંડીને જુએ છે. હૈયાથી મહાદુષ્ટ છે એમ નહી જાણતો એવો ચારુદત્ત તેનો રાગી થયો. (૧૮૫૮) તેને નમીને પોતાની સર્વ વીતકને કહે છે. તેથી ત્રિદંડીએ કહ્યું કે હે વત્સ! તું ઘણો ધનનો અર્થ છે. તેથી તું મારી સાથે આવે જેથી હું તને ઘણાં પણ ધનને આપું. તેથી ધનનો લોભી ચારુદત્ત તે દુષ્ટની સાથે મહાટવીમાં ગયો. પછી તે અટવીમાં એક રસકૂપિકા છે જે નિબિડ ઢાંકણથી બંધ કરેલી છે. ત્રિદંડીએ મંત્રોથી કુપિકાના દ્વારને ઉઘાડીને, દોરી બાંધેલ તુંબડી છે જેના હાથમાં એવો ચારુદત્ત વિધિ બતાવીને રસને ગ્રહણ કરવા માટે ત્રિદંડી વડે તે કૂવામાં ઉતારાયો. ઘણાં સેંકડો ભયોને જેતો કષ્ટથી ઘણો દૂર ગયો અને એક મેખલાને જુએ છે. વાંકો વળી જેટલામાં રસની અંદર પગ મૂકીને તુંબડીને ભરે તેટલામાં કોઇવડે અટકાવાયો. ચારુદત્ત કહે છે કે પરિવ્રાજક વડે હું અહીં ઉતારાયો છું તું મને કેમ વારે છે? કૂવામાં રહેલો કહે છે કે હે ભદ્રા ધનની કાંક્ષાવાળો હું પણ તેના વડે અહીં ઉતારાયો છું. કેડ અને આંતરડાથી નીચે હું રસવડે ખવાયો છું. તેથી હું મરીશ તેથી અહીં મેખલા પર રહેલો હોવા છતાં તું મને તુંબડી આપ જેથી હું તને રસથી ભરીને આપું. ચારુદત્તે તેમ કર્યું. હાથમાં ધારણ કરાઈ છે રસની તુંબડી જેના વડે એવા ચારુદત્તે દોરડીથી પોતાને વીંટીને (બાંધીને) કંપાવી. તેથી ત્રિદંડી તેને દોરડીથી ખેંચી બહાર કાઢે છે અને જેટલામાં કાંઠે આવે છે તેટલામાં રસતુંબડીને માગે છે. ત્રિદંડીની ચાલબાજીને જાણનાર ચારુદત્ત તેને તુંબડી આપતો નથી. ગુસ્સે થયેલ ત્રિદંડીએ રસની સાથે તેને નીચે છોડ્યો એટલે પાછો મેખલા ઉપર પડ્યો પણ ભાગ્યયોગથી રસમાં ન પડ્યો.(૧૮૬૯) પછી પૂર્વના (અંદર રહેલા) માણસને પૂછે છે કે પાતાળમાં રહેલા નરકતુલ્ય આ કૂવામાં જે હું હમણાં પડ્યો હોત તો મારી કઈ ગતિ થાત? તેણે કહ્યું કે હે મહાયશ ! હું અહીં આનો કોઇપણ ઉપાય જાણતો નથી પરંતુ ભમતી એક (૨૭) ગોધા નિત્ય અહીં આવે છે. જો તું એની પૂંછડીને પકડી શકીશ તો તેને લાગીને (વળગીને) આ કૂવામાંથી નીકળી શકીશ આમ કહે છે તેટલામાં ત્યાં પેલી ઘો આવી અને તે પણ તેની પૂંછડીને પકડીને જેમ નરકમાંથી કે ગર્ભવાસથી જીવ નીકળે તેમ નીકળ્યો અને જીવલોકને જોઈને પોતાનો જન્મ થયો એમ માને છે. (૧૮૭૩) મૂચ્છથી મીંચાઈ છે આંખો જેની એવો તે એકક્ષણ ત્યાં રહીને વિસ્વસ્થ થયો. અને જેટલામાં ચાલ્યો તેટલામાં એક જંગલી પાડાવડે લેવાયો. તેની સાથે ઝઘડતો તે કોઈ એક ઊંચી શિલા પર ચઢ્યો. શીંગડાથી પાડો જ્યારે તે શિલાને પણ ધૂણાવે છે તેટલામાં તે પાડો અજગર વડે ગ્રહણ કરાયો તેથી શરીરની વેદનાથી સમાકાંત થયેલો ચારુદત્ત પલાયન થઈને નજીકના એક ગામમાં ગયો. ચારુદત્ત વિચારે છે કે અહો! અપુણ્યશાળી એવા મારે ધનની ઇચ્છા દુઃખ પરંપરાનું કારણ થઈ અથવા તો સંભળાય છે કે જેમ જંગલના સરોવરમાં જ્યાં કમળો ઉત્પન્ન થાય છે ત્યાં જ વિકસે છે અને ત્યાં જ નાશ - પામે છે તેમ રાંકડાના હૈયામાં ઉત્પન્ન થયેલ મનોરથોનું તેમ જ જાણવું. (૧૮૭૮) (૨) એટલે ચાર પગે ચાલનારી એક જાતની ઘો. 91 Page #109 -------------------------------------------------------------------------- ________________ હવે કર્મના વશથી ત્યાં મામાનો સંબંધી એવો રુદ્રદત્ત નામનો મિત્ર મળ્યો અને તેના વડે ચારુદત્ત ત્યાં પાલન કરાયો અને શરીરથી સાજો થયો ત્યારે અળતા-આદિ તુચ્છ કરીયાણા લઈને રુદ્રદત્તની સાથે સુવર્ણભૂમિ તરફ ચાલ્યો. પુણ્યયોગથી ઈયુવેગવતી નદીને ઓળંગીને ગિરિકૂટ અને વેત્રવન આવ્યા. તેને ઓળંગીને મહાદુર્ગ પહોંચ્યા પછી ટંકણ દેશમાં આવ્યા. ત્યાં બે બોકડા લીધા અને તેની સહાયથી અજપથ ઓળંગાયો (૨૮) પછી રુદ્રદત્ત કહે છે કે હવે પછીનો માર્ગ ડગલે ને પગલે વિષમ છે તેથી જવાને માટે શક્ય નથી. તેથી આ પશુઓને હણીને તેના ચામડામાંથી ભસ્ત્રા (મશક) બનાવીને તેમાં પ્રવેશીને પછી ભારંડપક્ષીઓ વડે ઊંચકાયેલી મશકમાં આપણે સુખેથી જઈશું. પછી ચારુદત્ત કહે છે કે વિશિષ્ટ પુરુષોને (શ્રાવકોને) આ પશુ હત્યા યુક્ત નથી. કારણ કે અજપથ વિનવાળો હતો તે આ બેની સહાયથી વિદન રહિત થયો. (૧૮૮૫) અને આપણા વડે ઓળંગાયો. તેથી ભોળા હૈયાવાળા આ મહોપકારીઓને આપણે કેવી રીતે ભૂલીએ? આવાઓનો જીવઘાત નરકના ફળવાળો છે એમ શાસ્ત્રોમાં કહેવાયું છે અને હું શ્રાવક કુળમાં ઉત્પન્ન થયો છું તેથી કોઈ રીતે આ ઉચિત નથી. તેથી રુદ્રદત્ત ગુસ્સે થયો અને કહે છે કે આ પશુ તારે અધીન નથી પણ મારા છે તેથી તું કેમ નિવારે છે? એમ કહીને તેના વડે એક પશુ મરાયો અને હણાતો એવો બીજો પશુ ચારુદત્તના મુખને જુએ છે. ચારુદત્તવડે પણ કહેવાયું કે હું તને છોડાવવા શકિતમાન નથી. પરંતુ આવી અવસ્થામાં જે રક્ષણ કરવા હંમેશા સમર્થ છે તે જિનધર્મને તું હૈયામાં ધારણ કર. ધીરતાને ધારણ કરીને વીતરાગ દેવનો સ્વીકાર કર. તેના પછી રહેલા ગુરુને સ્વીકાર કર. જીવઘાતમાં નિયમ કર. જુઠાણાનો દૂરથી ત્યાગ કર. અદત્તનું પચ્ચકખાણ કર. શુદ્ધ બ્રહ્મચર્યનો સ્વીકાર કર. અત્યંતર અને બાહ્યભાવોમાં મમત્વભાવને છેદ. ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર. સર્વજીવોને વિશે મૈત્રીભાવને ભાવ અને વિશેષથી રુદ્રદત્તને વિશે મૈત્રીભાવને ભાવ. (૧૮૯૩) કારણ કે આ રુદ્રદત્ત તને હણતો નથી પણ પૂર્વે ઉપાર્જન કરેલા કમોં તને હણે છે. તે પણ અન્ય જન્મમાં આ પ્રમાણે ઘણાં જીવોને હણ્યા છે તેથી જો સ્વયં જ ઉપાર્જન કરેલા કમ દુઃખોને આપે છે તો સમભાવથી વેદીને તે કમને મૂળમાંથી ઉખેડી નાખ. ઈત્યાદિ તેના વડે કહેવાયેલ વચનને અમૃતની જેમ મનમાં પરિણમાવતો ચારુદત્તવડે અપાતા નવકારને સાંભળતો, બીજો પશુ પણ રુદ્રદત્ત વડે નિર્દય ચિત્તથી હણાયો. પછી બોકડાની ઉખેડેલી ચામડીથી મશક બનાવીને એકમાં રુદ્રદત્ત અને બીજીમાં ચારુદત્ત પણ પ્રવેશે છે પછી ભારંડપક્ષીઓ વડે માંસની બુદ્ધિથી તે ભસ્યાઓ ઉપાડાઈ. (૧૮૯૮) દૂર ગયેલા તે પક્ષીની ચાંચમાંથી કોઈપણ રીતે ચારુદત્ત વણિકપુત્ર જળાશયની અંદર પડે છે અને છરીથી મશકને છેદીને તરીને કિનારે પહોંચ્યો અને મહા-અટવીમાં એક ઊંચા પર્વતને જુએ છે અને તે પર્વત ઉપર ચઢતો પવનથી હલાવાયેલા વસ્ત્રના છેડાને જોઈને જલદીથી જતો કૌતુકથી દૂર રહેલા શિખર પર ચારણમુનિને જુએ છે. (૧૯૦૧) હર્ષિત હૈયાવાળો તે મુનિને પ્રણામ કરે છે અને વિસ્મિત મનવાળા તે મુનિ પણ કાઉસ્સગ્ન પાળીને આશીષ આપીને કહે છે કે હે ચારુદત્ત! ખેચર-દેવ અને પક્ષીઓ સિવાય અન્ય કોઈના આગમનનો જયાં સંભવ નથી ત્યાં હું કેવી રીતે આવ્યો ? તું આજે પણ (૨૮) અજપંથ એટલે જે માર્ગ પર માત્ર બકરા ચાલી શકે તેવો માર્ગ. 92 Page #110 -------------------------------------------------------------------------- ________________ અમને ઓળખતો નથી તેથી તું સાંભળ ત્યારે ચંપામાં જે અમિતગતિ ખેચર તારા વડે જીવાડાયો હતો ત્યારે તે અષ્ટાપદ પર્વતની નજીકમાં શત્રુને જુએ છે અને તે શત્રુ પલાયન થઈને અષ્ટાપદ પર્વત પર જિનચૈત્યની નિશ્રા માટે ગયો. ત્યાંથી પોતાની સ્ત્રીને ગ્રહણ કરીને અમિતગતિ સ્વસ્થાને ગયો. તેને બે શ્રેષ્ઠ પુત્રો છે. સિંહયશ મોટો છે અને વરાહગ્રીવ નાનો છે અને ગંધર્વસેના નામની પુત્રી છે. પછી પિતાવડે અપાયેલ રાજ્યને લાંબો સમય પાળીને, મુનિ હિરણ્યકુંભની પાસે તથા સુવર્ણકુંભની પાસે દીક્ષા લઈને અમિતગતિ ભુવનતળમાં વિચરતો કુંભકંઠદ્વીપમાં આ કર્કોટક પર્વત પર આવ્યો તે હું પોતે છું. સિંહયશ રાજા છે અને વરાહગ્રીવ યુવરાજ છે. જેટલામાં અમિતગતિ આ વાત કરે છે તેટલામાં વંદન કરવા માટે તે બે આવ્યા અને હર્ષપૂર્વક મુનિને વંદન કરે છે. મુનિપણ તેઓને કહે છે કે આ ચારુદત્ત તમારો પિતા છે તેને તમે વંદન કરો. વિસ્મય અને હર્ષવાળા તેઓ પણ તેને વંદન કરીને પૂછે કે અહીં તમે કેવી રીતે આવ્યા? પછી ચારુદત્ત પણ પોતાના આગમનનું કારણ મૂળથી આરંભીને તેઓને કહે છે અને એટલામાં ચમકતા શરીરવાળો સ્કુરાયમાન થતા છે રત્નના કુંડલ અને મણિનો મુકુટ જેનો,સુંદરહારથી શોભતું છે વક્ષસ્થળ જેનું, શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થયેલ એક મહર્ધિક દેવ આકાશમાંથી આવ્યો અને ચારુદત્તને પ્રથમ નમ્યો પછી મુનિને વંદન કર્યું એટલે ખેચરો કહે છે કે શું સુરવરોને પણ નીતિનું ઉલ્લંઘન હોય છે? (૧૯૧૫) પછી દેવે કહ્યું કે આ મારો ધર્માચાર્ય છે તેથી તેને પ્રથમ વંદન કર્યું. પછી ખેચરો પૂછે છે કે તે કેવી રીતે ? દેવ કહે છે વારાણસી નગરીમાં પોતાના દર્શન(ધર્મ) માં કુશલ સુલસા અને સુભદ્રા નામની બે પરિવ્રાજિકાઓ વસે છે. હવે કોઈ વખત યાજ્ઞવલ્ક નામનો પરિવ્રાજક ત્યાં વાદ કરવા આવ્યો. એવી પ્રતિજ્ઞા કરાઈ કે જે વાદમાં જીતાય તે શુશ્રૂષામાં નિરત થયેલો હંમેશા જીતનારનો કર્મકર (દાસ) થાય . હવે સુલસા પરિવ્રાજક વડે જીતાઈ અને તેની શુશ્રૃષિકા થઈ. બંને પણ યૌવનના મદમાં ઉન્મત્ત એક આશ્રમમાં રહેનારા કામથી ઉન્મત્ત થયું છે મન જેઓનું એવા તે બેના કુસંગથી શીલનું ખંડન કરાયું અને સુલસાને પુત્ર થયો અને પીપળવૃક્ષની છાયામાં ત્યાગ કરાયો અને પોતે ત્યાંથી નાશી ગયા અને તે બાળક સુભદ્રા વડે જોવાયો.(૧૯૨૧) પછી મોઢામાં પડેલા પીપળના ફળને ખાતો હોવાથી તેનું પિપ્લાદ એ પ્રમાણે ગુણ નિષ્પન્ન નામ કરાયું. અતિશય મતિવાળા તેના વડે પણ સાંગોપાંગ વેદો ભણાયા.તેણે વાદમાં યાજ્ઞવલ્ક અને સુલસાને જીતી લીધા અને સુભદ્રાએ કહ્યું કે આ તારા પિતા અને માતા છે આઓને શીલભ્રષ્ટ થયેલા જાણીને અધિકતર ગુસ્સે થયો. તેથી તેઓને મારવા માટે અનાર્ય(પાપી) વેદોને રચે છે. પિતૃમેધ (૨૯) માતૃમેધ, પશુમેધ, ગજમેધ, અશ્વમેધ, પુત્રમેધ, બંધુમેધ, વગેરે અને બીજા પણ જેમાં ઊંટ અને ગધેડાને છોડીને સર્વજીવોની હિંસા હોય તેવા યજ્ઞોની તે મહાપાપી પ્રરૂપણા કરે છે અને કહે છે કે યજ્ઞમાં હોમાયેલા સર્વ જીવો સ્વંગમાં જાય છે અને સર્વપ્રાણીઓને હણીને પછી પિતાને અને માતાને હણે છે. (૧૯૨૭) એ પ્રમાણે તેના વડે અભિનિવેશથી કરાયેલું કાર્ય સકલ લોકમાં પ્રસિદ્ધ થયું.વાગ્બલિ (૯) પિતૃમેધ એટલે જે યજ્ઞમાં પિતાનો બલિ અપાય તે અને માતૃમેધ એટલે જે યજ્ઞમાં માતાને બિલ અપાય તે એવી જ રીતે બાકીના યજ્ઞો માટે પણ સમજવું. 93 Page #111 -------------------------------------------------------------------------- ________________ નામનો તેનો શિષ્ય પશુયજ્ઞો કરીને નારકોમાં ઉત્પન્ન થયો પછી પાંચવાર પશુ થઈને યજ્ઞોમાં હણાયો પછી છઠ્ઠા ભવમાં ટંકણદેશમાં પશુ થયો અને ત્યાં રુદ્રદત્તવડે હણાતા એવા તે પશુને ચારુદત્ત વડે જિન ધર્મ અને નવકાર અપાયો તેથી સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયો. તે દેવ હું છું અને આ મહાત્મા મારો ધર્માચાર્ય છે. આ સાંભળીને બધા ખુશ થયા અને દેવે ચારુદત્તને કહ્યું કે હું તારો કિંકર છું. તું અહીં કાર્યને કહે કે હું કરું. હવે ચારુદત્ત કહે છે કે સમયે તને યાદ કરું ત્યારે તારે આવવું. પછી નમીને દેવ પોતાના સ્થાને ગયો. નમન કરાયા છે મુનિના પગરૂપી કમળ જેના વડે એવો ચારુદત્ત પણ ખેચરો વડે વૈતાઢ્ય પર્વત પર શિવમંદિર નામના નગરમાં લઈ જવાયો. અતિગુરુ સત્કારથી કેટલાક દિવસો તેને રાખીને ગંધર્વસેના નામની પોતાની બહેન તેને અપર્ણ કરાઈ અને કહેવાયું કે તારા ઘરે રહેતી એવી આને વસુદેવ પરણશે. એ પ્રમાણે નૈમિત્તિયાએ કહ્યું છે. તેથી દીક્ષાને સ્વીકારતા અમારા પિતાવડે આ તને અર્પિત કરાઈ છે. અર્થાત્ દીક્ષા લેતી વખતે પિતાએ કહ્યું છે કે આ ગંધર્વસેના વસુદેવની સાથે પરણાવવા માટે ચારુદત્તને સોંપવી તેથી તેને લઈને ચારુદત્ત પણ ચાલ્યો, સમયને જાણીને તે દેવ પણ આવ્યો, ખુશ થયેલ ખેચરવડે અને દેવવડે અસંખ્ય દ્રવ્ય આપીને ચંપાનગરીમાં ચારુદત્ત લઈ જવાયો તે ચારુદત્ત હું છું અને આ ગંધર્વસેના છે. (૧૯૩૮) આ સાંભળીને ખુશ થયેલ શૌરી (વસુદેવ) ઉત્તમ ગંધર્વસેના બાળાને પરણીને વણિક ઘરે લાંબા સમયસુધી વિપુલ ભોગોને ભોગવે છે. આ બાજુ વૈતાઢ્ય પર્વત પર માતંગ નામનો વિનમિનો પુત્ર હતો. ત્યાર પછી અસંખ્યાતા રાજાઓ થયા પછી તેના વંશમાં પ્રહસિત ખેચરેન્દ્ર અને હિરણ્યવતીનો પુત્ર સુદાઢ નામનો શ્રેષ્ઠરાજા થયો. પછી રાત્રીમાં સુતેલો વસુદેવ હિરણ્યવતીવડે વેતાલાધમ મારફત હરણ કરાવીને વૈતાઢ્ય પર અમિપર્વપુરના વનમાં લઈ જવાયો. તંબોલ કુસુમ આભરણ -વસ્ત્ર-આદિથી સન્માન કરીને સુદાઢ રાજા વડે મોટા સત્કારથી પોતાને ઘરે લઈ જવાયો અને પ્રાર્થના કરીને પોતાની રૂપાળી નીલયશા પુત્રીને પરણાવે છે. આ તે છે, આ આ છે, તે જાય છે, આ ઉભો છે, સૌભાગ્યનો નિધિ છે, ધીર છે, ઉદાર કીર્તિવાળો છે, યાદવકુલભૂષણછે એમ સકલ ખેચર વર્ગથી બતાવાતો વસુદેવ નીલયશાની સાથે રમણ કરતો રહે છે. (૧૯૪૫) અને કોઈ વખત શરદઋતુમાં હિમવંત પર્વતપર વસુદેવ અને નીલયશા બંને ગયા અને ત્યાં કદલીઘરમાં જેટલામાં વિષય સંગમાં રત થઈને રહે છે તેટલામાં નીલયશા એક રમણીય મોરને જુએ છે અને તેને પકડવા દોડે છે એટલે તે મોરવડે નીલયશા હરણ કરીને લઈ જવાઈ; શૌરી તેની પાછળ પડ્યો, ક્યાંક દૂર જાય છે છતાં તેને જોતો નથી. હવે તે પર્વતપર ભમતો એક ગામમાં પહોંચ્યો. ત્યાં વેદાભ્યાસમાં પ્રવૃત્ત થયેલ બ્રાહ્માણાદિ સકલ જનને જુએ છે. પછી પૂછાયેલા કોઈ વડે કહેવાયું કે સુરદેવ નામના શ્રેષ્ઠ બ્રાહ્મણની ક્ષત્રિયાણી સ્ત્રીની સોમશ્રી નામની શ્રેષ્ઠ પુત્રી છે તેણે સર્વ વેદ ભણ્યા છે જે કોઈ તેને વેદમાં ખોટ (ભૂલ) બતાવશે તે તેને પરણશે. તેથી આ લોક વેદાભ્યાસમાં રત થયો છે.(૧૯૫૧) બ્રહ્મદત્ત બ્રાહ્મણની આગળ અહીં વેદની પરીક્ષા લેવાય છે. પછી બ્રાહ્મણોના વેશથી વસુદેવ તેના ઘરે ગર્યો. ગૌતમ ગોત્રવાળો સ્કંદિલ નામનો હું બ્રાહ્મણ છું. અહીં તમારી પાસે વેદ ભણવાને ઇચ્છું છું. એમ 94 Page #112 -------------------------------------------------------------------------- ________________ કહ્યુ છતે બ્રહ્મદત્ત કહે છે કે વેદ બે પ્રકારના છે તેમાંથી ક્યા વેદને ભણવા ઈચ્છે છે ? તે બે ક્યા છે ? એમ પુછાયે છતે કહે છે કે આર્યવેદોના કર્તા ભરત ચક્રવર્તી વિખ્યાત છે. જે અનાર્ય વેદો છે તેથી ઉત્પત્તિને સાંભળ.(૧૯૫૫) ચારણ યુગલ નગરમાં અયોધન નામનો રાજા છે તેની દિતિ નામની પત્નીને સુલસા નામની શ્રેષ્ઠ પુત્રી છે હવે તેના માટે પિતાવડે સ્વયંવર મંડપ કરાયે છતે ઘરના ઉપવનમાં રાત્રીમાં પુત્રીની સાથે મંત્રણા કરવા માતા રહી. રોતી માતા પુત્રીને કહે છે કે હે પુત્રી ! તારા પિતાનો ભાણેજ નામથી મધુપિંગ રાજપુત્ર છે.(૧૯૫૮) તારા પિતાને કોઈપણ રીતે સ્વયંવર અભિમત છે તો પણ તું તેની થા. જો સ્વયંવરમાં તું બીજા વરને વરીશ તો મને ઘણું દુઃખ થશે. પછી પુત્રીએ કહ્યું કે હે માતા હું મધુપિંગને જ વરીશ. લતામાં છૂપાઈને રહેલી સગર રાજાની મંદોદરી નામની પ્રતિહારી આ સર્વ મંત્રણાને સાંભળીને, જઈને સગરને, સર્વ સંભળાવે છે. ત્યારે સગર કિલષ્ટ મનવાળો થયો અને તે સ્વયંવર સભામાં રાજાના લક્ષણોને વંચાવે છે. મધુપિંગમાં તેવા પ્રકારના રાજાના લક્ષણો ન હોવાથી બધા રાજાઓ વડે તર્જના કરાયો.મધુપિંગ શ્રી વિષ્ણુરાજનો પુત્ર તથા રાજાનો ભાણેજ છે અને તે સોમવંશમાં ઉત્પન્ન થયેલો છે જ્યારે કન્યા સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલી છે. આ કન્યા સર્વ પ્રકારે મારે યોગ્ય છે તો પણ હું સગરપ્રમુખ રાજાઓથી અપમાનિત કરાયો છું. તે પ્રદ્દિષ્ટ ચિત્તવાળો મધુપિંગ ગાઢ બાળ તપને કરે છે અને મરીને સાઈઠ હજાર વર્ષના આયુષ્યવાળો પરમાધામીઓનો અધિપતિ મહાકાલનામનો ભયંકર દેવ થયો અને વિચારે છે કે સગરાદિ સર્વ રાજાઓને દુર્ગતિમાં લઈ જાઉં.(૧૯૬૬) અને આ બાજુ શુક્તિમતી નગરીમાં પશુયજ્ઞોની પ્રરૂપણા કરવાથી પર્વતક લોકો વડે દેશ પાર કરાયો. મહાકાલ દેવ પર્વતકની પાસે ગયો. હું અઘાપક એવા તારા પિતા ક્ષીરકદંબકનો સાંડિલ્ય નામનો શિષ્ય છું. તારા અપમાનને સાંભળીને હું અહીં આવ્યો છું. તેથી અમારા મંત્રના સામર્થ્યને જે જે મંત્રોવડે આ તારા પક્ષ (પશુ યજ્ઞની પ્રરુપણા) ને સમર્થન કરું છું. એમ કહીને દેવે તેને મંત્રો શીખવીને લોકમાં મારિ અને વિવિધ રોગોને વિકુર્વે છે. પછી પશુ આદિ યજ્ઞોથી પર્વતક શાંતિને કરે છે. અને દેવની માયાથી લોક સાજો થાય છે. પર્વતકની પ્રવૃત્તિમાં વિશ્વાસુ બનેલા સર્વ લોકો યજ્ઞોને આચરે છે. ઉપસર્ગોની નિવૃત્તિને માટે સગર રાજાનો સર્વપરિજન અને અંતઃપુર વગેરે જળ-સ્થળ અને ખેચર જીવોથી યજ્ઞોને કરાવે છે. ઘણાં પ્રકારના રોગોથી લોક સવિશેષ જ પીડા કરાય છે. રોગાદિથી ભયપામેલો સગર રાજા દીક્ષિત થઈને પર્વતક બ્રાહ્મણના વચનથી ઘણાં પ્રકારના જીવોથી એક હજારને આઠ યજ્ઞોને કરાવે છે. (૧૯૭૪) પર્વતક બીજા બ્રાહ્મણોને પણ દક્ષિણામાં ઘણું દ્રવ્ય અપાવે છે. તેથી લુબ્ધ બ્રાહ્મણો પણ તે સર્વ યજ્ઞોની પ્રશંસા કરે છે. નારદ બ્રાહ્મણનો મિત્ર દિવાકર નામનો ખેચર છે. નારદ યજ્ઞ માટે લવાયેલા જીવોને તે ખેચર પાસેથી હરણ કરાવી રક્ષણ કરે છે. આ જાણીને મહાકાલ દેવ પણ યજ્ઞોમાં વિદ્યાના વિધાતને માટે શ્રી ઋષભ સ્વામીની પ્રતિમાનું સ્થાપન કરે છે. મહાકાલ દેવ યજ્ઞોમાં હોમાયેલા જીવો દેવવિમાનમાં ગયા છે એમ બતાવે છે તેથી યજ્ઞમાં મરેલા જીવો સ્વર્ગમાં જાય છે એમ લોક માને છે. (૧૯૭૮) પછી ગોમેધ આદિ ઘણાં યજ્ઞો સર્વત્ર ત્યાં સુધી પ્રવર્તે છે જયાં સુધી સ્વર્ગની પ્રાપ્તિ થાય એ માટે સગર અને સુલસા પણ હણાયા. આ 95 Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે અનાર્યવેદોની ઉત્પત્તિ પર્વતક, મધુપિંગ તથા પિપ્પલાદથી થઈ. તે વખતે વિદ્યાધરની પુત્રી નારદવડે પરણાઈ અને તેઓના વંશમાં હાલમાં આ સોમશ્રી ઉત્પન્ન થઈ છે. તેથી જાદવ(વસુદેવ) વડે તેને જીતવાને માટે બંને પ્રકારના વેદો ભણાયા. પછી તે કમલમુખીને જીતીને તેની સાથે લગ્ન કર્યા. ભોગમાં આસક્ત વસુદેવ તેની સાથે ત્યાં ઘણાં દિવસો રહ્યો. કોઈક દિવસે ગામની બહાર માયાથી કરાયેલ છે બ્રાહ્મણોનો વેશ જેના વડે એવા ઈન્દ્રશમાં નામના ઈન્દ્રજાલિકને જુએ છે જે ઘણાં લોકથી વીંટળાયેલ છે. પછી તે યાદવ વરિષ્ઠ વસુદેવને કહે છે કે તને શ્રેષ્ઠ વિદ્યા આપું છું. વસુદેવ પણ વિદ્યાને ગ્રહણ કરે છે અને રાત્રીના સમયે તે વિદ્યાનો જાપ કરતો તેઓ વડે શિબિકા ઉપર ચઢાવાયો અને ધૂતારાઓ વડે હરણ કરાયો. પછી ધૂતારાઓને જાણીને શિબિકામાંથી ઊતરીને તે ક્યાંક ગયો જે ધૂતારાઓ વડે પણ ન જણાયો અને પછી વસુદેવ તિલકસોમક નામના સન્નિવેશમાં આવ્યો અને રાત્રે બહાર દેવળમાં રહ્યો. (૧૯૯૭). અને આ બાજુ કંચનપુરમાં જિતશત્રુ નામનો રાજા મનુષ્યના માંસમાં આસક્ત પોતાના સોદાસ નામના પુત્રને દેશની બહાર કરે છે. તે મહાપરાક્રમી વિષમ પર્વત પર વસે છે અને રાત્રીએ મનુષ્યોને મારીને માંસનું ભોજન કરે છે. તેથી તે રાત્રીમાં તે દુષ્ટાત્મા શૌરીની ઉપર ત્રાટક્યો. મોટું યુદ્ધ થયું. ત્યાંજ તે પાપી હણાયો અને તેના વડે ગામો નિષ્કટક કરાયા. સન્નિવેશમાં રહેનારો ખુશ થયેલ સર્વલોક પણ પ્રભાતે શૌરીનું સત્કાર કરે છે અને પાંચસો કન્યાઓને અર્પણ કરે છે પછી પોતાની માલિકી કરીને (પરણીને) અચલગ્રામમાં સાર્થવાહને ઘરે ગયો. અને નિમિનિવડે સૂચન કરાયેલ કમળના દળ જેવી દીર્ધ આંખોવાળી અને અતિશય ગુણથી સમૃદ્ધ સાર્થવાહની પુત્રી મિત્રશ્રીને પરણ્યો અને ભોગમાં નિરત કેટલાક દિવસો ત્યાં રહે છે પછી વેદસામ નામના નગરમાં ગયો અને ત્યાં કોઈકવડે આ પ્રમાણે કહેવાયું કે અહીં કપિલ નામનો રાજા છે અને તેની કપિલા નામે શ્રેષ્ઠ પુત્રી છે. તેનો વર ફ્રીમાન પર્વત પર મળશે એમ નૈમિત્તિયા વડે કહેવાયું. તેથી તેને તેડી લાવવા રાજાવડે ઈન્દ્રશમ નામનો ઈન્કાલિક મોકલાયો. તેના (ઈન્દ્રજાલિક) વડે પણ તે વસુદેવ ત્યાં પ્રાપ્ત કરાયો હતો પરંતુ કોઈપણ રીતે નાશી ગયો હતો. હમણાં એવું સંભળાય છે કે રાજાના સ્ફલિંગવદન નામના ઘોડાને જે દમણે તે કપિલાને પરણશે. આમ સાંભળીને શૌરી સ્કુલિંગ વદન નામના ઘોડાને દમીને કપિલાને પરણે છે. કેટલાક દિવસો પછી કપિલા કપિલ નામના પુત્રને જન્મ આપે છે. પછી શ્રેષ્ઠ હાથીનું રૂપ લઈને નીલકંઠ ખેચરે નીલયશાના સંબંધ માટે વસુદેવનું હરણ કર્યું. (૧૯૯૯) વસુદેવે મુઠ્ઠી મારીને નીલકંઠને હણ્યો. તે વસુદેવને રણમાં છોડીને નાશી ગયો. અને શૌરી પણ ભ્રમણ કરતો સાલગુહા નગરીમાં પહોંચ્યો અને ત્યાં અભાગ્યસેન નામના રાજાએ વસુદેવને માણવક નિધિમાં બતાવેલ ધન-શાસ્ત્રને શીખવીને પોતાની પદ્માવતી પુત્રીને પરણાવી. અભાગ્યસેન રાજાને પોતાના મોટાભાઈ મગધસેન જોડે યુદ્ધ થયું. તે મગધસેન રાજા વસુદેવ વડે જીતાયો. તેણે પોતાની પુત્રી અશ્વસેના વસુદેવને આપી. અને ત્યાં લાંબો સમય સુધી તેની સાથે ભોગો ભોગવીને કોઈક દિવ્ય ઔષધિના વશથી ભદિલપુર નગરમાં ગયો. ત્યાં મનુષ્યનું રૂપ ધારણ કરીને પુંડ્રા નામની રાજપુત્રી રાજ્ય કરે છે. તે શૌરીની સાથે વિલાસપૂર્વકના 96 Page #114 -------------------------------------------------------------------------- ________________ આલાપો કરતી રહે છે. આ સ્ત્રી છે અને અનુરાગી છે એમ જાણીને શૌરી તેને પરણ્યો. તેને પંડ્રા નામનો શ્રેષ્ઠ પુત્ર થયો અને મોટા પ્રતાપવાળો તે ભદ્દિલપુરનો રાજા થયો. પછી અંગારક ખેચરે કલહંસ રૂપના છળથી હરણ કરીને વસુદેવને ગંગાના જળમાં નાખ્યો. તેમાંથી તરીને કિનારે પહોંચેલો ઇલાવર્ધન નગરમાં સાર્થવાહની દુકાને બેઠો. વસુદેવના પ્રભાવથી એક ક્ષણમાં એક લાખ સુવર્ણ તે સાર્થવાહ કમાય છે. તે તેને પ્રભાવવાળો જાણીને ગૌરવથી પોતાના ઘરે લઈ જઈને ભોજન આભરણ વસ્ત્રોથી તેની પૂજા કરે છે. (૨૦૦૮) તે સાર્થવાહ પૃથ્વીમાં સારભૂત એવી પોતાની પુત્રી રત્નાવતી તેને આપે છે. શરદઋતુ આવી એટલે તેની સાથે વિષયમાં નિરત સુવર્ણરથ પર આરૂઢ થયેલો સસરાની સાથે મહાપુર નગરમાં ઈન્દ્ર મહોત્સવ જોવાને માટે ગયો અને નગરની બહાર વિપુલ પ્રાસાદોને જુએ છે તેથી તે પૂછે છે કે અહીં આ બીજું નગર ક્યું છે? તેથી સસરો કહે છે કે રાજાની પુત્રીનો આ સ્વયંવર મંડપ રચાયો છે અને રાજાઓ આવ્યા છે તે રાજપુત્રી બિમાર પડી છે તેથી તે રાજાઓ પાછા ફર્યા છે. પછી જાદવતિલક જેટલામાં ઈન્દ્રધ્વજ સ્થાનમાં જાય છે તેટલામાં રાજાના અંતઃપુરમાં હાહારવ સાંભળે છે અને સ્તંભને ઉખેડીને એક હાથી ત્યાં આવ્યો અને તે રાજકુમારીને પકડે છે રથમાંથી ઊતરીને વસુદેવ તેને ખેંચીને હાથી પાસેથી છોડાવી. વ્યાકુલ એવી આને બાથમાં ઊંચકીને મહેલમાં લઈ જઈને પવનાદિના ઉપચારથી સ્વસ્થ કરી. સાધુવાદ (સારી પ્રતિષ્ઠા) ને પ્રાપ્ત થયેલા વસુદેવ સસરા સહિત પૃથ્વીમાં પ્રસિદ્ધ ઘણી વિસ્તાર વાળી રિદ્ધિથી યુક્ત સાર્થવાહ કુબેર વડે પોતાના ઘરે લઈ જવાયો અને સ્નાન- ભોજન અને વિલેપન કરીને જેટલામાં પલંગમાં રહ્યો તેટલામાં રાજાની પ્રતિહારી આવી. વસુદેવને રાજાના ખુશીની વધામણી આપીને, જગતમાં તિલક સમાન એવા તેને(વસુદેવને) કહેવા લાગી કે શ્રી સોમદત્ત રાજાને ચંદ્રની પ્રભા જેવી, ચંદ્રના મુખ જેવી, સોમથી નામની શ્રેષ્ઠ પુત્રી છે. તે સ્વયંવરમાં વરને વરશે ત્યારે સર્વાણ મહામુનિ કેવલીના મહિનામાં આવેલા દેવોને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી તે મૌનવ્રત સ્વીકારીને રહી છે. કશું બોલતી નથી. (૨૦૨૦) એકાંતમાં મારા વડે પૂછાયેલી તેણે કહ્યું કે સાતમાં દેવલોકમાં મહાદ્ધિક દેવ હતો તેની સાથે પૂર્વજન્મમાં મેં ભોગો ભોગવ્યા છે. તે કોઈવખત કંઠમાં લાગેલી મારી સાથે ધાતકીખંડમાં અને નંદીશ્વર દ્વિીપમાં જિનજન્મ મહોત્સવમાં જઈને પાછો ફરતો જેટલામાં પાંચમાં દેવલોકમાં રિષ્ટવિમાન પાસે આવ્યો તેટલામાં પવનથી હણાયેલા દીપકની જેમ તે મારી દેખતાં જ બુઝાઈ ગયો.(૨૦૧૩) પછી શોકથી પરવશ હૃદયવાળી તે દેવી તેને શોધતી સર્વત્ર ભમી. પછી કુરુદેશમાં એક કેવલી ભગવંતને પૂછે છે કે હે ભગવન્! મારો ભત ક્યાં ગયો? ત્યારે તે કેવલી ભગવંત કહે છે કે તે ભરતક્ષેત્રમાં હરિફળમાં તિલક સમાન થશે અને તું પણ રાજાની પુત્રી થઈશ. પછી ઈમહોત્સવમાં હાથીના ભયથી તને છોડાવીને ધીર એવો તે તને પરણશે. તે સર્વ હકીકતને જાતિસ્મરણ જ્ઞાનથી હું હમણાં જાણું છું. તેથી હું બીજાને નહીં પરણું. આ હકીકત મેં રાજાને કહી તેણે પણ બાનુ કાઢીને બધા રાજાઓને વિસર્જન કર્યા. હાથીના ભયથી છોડાવવાને કારણે હમણાં ખાતરી થઈ છે જેને એવો રાજા પોતાની પુત્રી તને આપશે. (આ હકીકત કુબેર સાર્થવાહના ઘરે રહેલ વસુદેવને પ્રતિહારીએ કહી) પછી શૌરી પણ તેને પરણ્યો 97 Page #115 -------------------------------------------------------------------------- ________________ અને રતિસમાન તેની સાથે વિષય સુખને ભોગવતો બીજી રમણીઓને યાદ કરતો નથી. (૨૦૦૯) અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણી પર સુવર્ણાભ નામનું નગર છે. ત્યાં ચિત્રાંગદ રાજાનો પુત્ર એવો માનસ વેગ ખેચર રાજા છે. અને શૌરી સુખેથી સૂતો હતો ત્યારે માનસવેગે સોમશ્રીનું હરણ કર્યું. માનસ વેગ ખેચરે પોતાની બહેન વેગવતીને આ પ્રમાણે કહ્યું કે હે સુતનુ ! તું સોમશ્રીને એવી રીતે સમજાવ કે જેથી તે મારો ત્યાગ ન કરે અને મને ભજે. વેગવતીએ સોમશ્રીને તે પ્રમાણે સમજાવી છતાં પણ સુશીલ એવી તે કોઈપણ રીતે માનસવેગ ખેચરને ઈચ્છતી નથી. (૨૦૩૨) સોમશ્રીનો વેગવતીની સાથે ગાઢ મૈત્રીભાવ થયો. હવે શૌરીના વિરહથી પરવશ થયેલ મનવાળી સોમશ્રીએ સરળપણાથી વેગવતીને કહ્યું કે મારા હૃદયવલ્લભ શૌરીને તું કોઈપણ રીતે અહીં લઈ આવ. તેથી આપણે અહીં અવિમુક્ત (ભેગા) થઈને રહીએ. એટલે વેગવતી જઈને ઈન્દ્રસમાન રૂપવાળા સોમશ્રીના શોકથી પીડિત થયેલા શૌરીને જેટલામાં જુએ છે તેટલામાં તે કામબાણોથી વીંધાઈ. લાંબા સમયથી ભૂખ્યો થયેલ એવો કોણ હોય જે સરસફળને મેળવીને બીજાને આપે. પરંતુ અપરણિત કુલકન્યા કેવી રીતે પુરુષને સેવે? એ પ્રમાણે વિચારીને ઉત્પન્ન થયેલ પોતાની બુદ્ધિથી સોમશ્રીનું રૂપ લઈને વેગવતી ઉદ્યાનમાં જઈને બેસે છે અને સોમશ્રીના અપહરણથી ચોથા દિવસે ત્યાં ભ્રમણ કરતા વસુદેવ વડે જોવાઈ. પછી ખુશ થયેલ વસુદેવ પૂછે છે કે હે પ્રિયા ! આ શું? સોમશ્રીના રૂપમાં રહેલી વેગવતીએ કહ્યું કે હે પ્રિય ! તારી પ્રાપ્તિ મને થાય તે માટે દેવતાની કંઈપણ માનતા (ઈચ્છિત) ને માની હતી. તેની આરાધના કરવા ત્રણ દિવસથી અહીં મૌનવ્રતથી રહી છું. અને અહીં બીજું પ્રયોજન એ છે કે તમારે ફરીથી મારી સાથે પાણિગ્રહણ કરવું. પછી ખુશ થયેલો શૌરી તેમ કરે છે. (૨૦૪૦) પછી કદલીઘરમાં મદિરાપાન કરીને આખો દિવસ ત્યાં અતિરતિમાં પ્રસા રહ્યા. પછી પોતાના ગુણોથી વસુદેવ આકર્ષિત થયે છતે બીજે દિવસે પોતાનું રૂપ પ્રકટ કરીને વેગવતીએ સર્વવૃત્તાંત તેને કહ્યો. હવે વિષયસુખમાં આસક્ત તે ખેચરીની સાથે જ્યાં સુધી રહે છે ત્યાં સુધીમાં બીજે દિવસે માનસવેગ ખેચરે હરણ કરીને વસુદેવને ગંગાનદીના પાણીમાં નાખો. તે વખતે વિદ્યા સાધવા માટે ચંડવેગ નામનો ખેચર ગંગાનદીમાં રહેલો હતો તેના ખંભા ઉપર વસુદેવ પડ્યો એટલે ખુશ થઈને ચંડવેગે કહ્યું કે હે મહાયશ! તારા પ્રભાવથી મને હમણાં વિદ્યા સિદ્ધ થઈ તેથી તું કંઈક વરદાન માગ તેથી શૌરીએ પણ આકાશગામિની વિદ્યા માગી. તેણે પણ વિદ્યા આપી અને શૌરી પણ કનકખલનગરમાં તેની સાધના કરે છે. (૨૦૪૬) ત્યાં દિવ્ય આભરણવાળી, શ્રેષ્ઠ રૂપને ધારણ કરનારી, વિદ્યાની જેમ મૂર્તિમંત એવી એક ખેચરી આવી અને વસુદેવને ઉપાડીને વૈતાઢ્ય પર્વત પર અમૃતાધાર નગરમાં લઈ ગઈ. નામથી મદનગા એવી આ ખેચરીને પોતાના ભાઈ દધિમુખે વસુદેવને આપી. ખુશ થયેલ વસુદેવે તેની સાથે લગ્ન કર્યા. કોઈ વખત મદનવેગા તથા તેના ભાઈઓએ અનુરક્ત જાદવ તિલકને કહ્યું કે આ વૈતાઢ્ય પર્વત પર દિવિતિલક નામનું નગર છે ત્રિશેખર નામનો ખેચર રાજા તેનું પાલન કરે છે. તેણે પણ પોતાના પુત્ર સૂર્પક માટે તારી આ સ્ત્રી મદનવેગાની માગણી કરી હતી પરંતુ શ્રી વિદ્યુતવેગ પિતાએ આપી નહીં. તેથી ત્રિશેખર વગેરે અમારા પિતાને બાંધીને લઈ ગયા અને અમે પલાયન થઈને અહીં રહ્યા છીએ. (૨૦૫૨) તેથી અમારા પિતાનો બંદિમાંથી છુટકારો 98 Page #116 -------------------------------------------------------------------------- ________________ કરો અને આ વંશપરંપરાથી આવેલા રહસ્યથી યુક્ત, મંત્રોથી અધિષ્ઠિત, શસ્ત્રોને ગ્રહણ કરો. પુણ્યશાળીઓ વડે મંત્રોથી સિદ્ધ કરાયેલા શસ્રો વડે રિપુવર્ગ જીતાય છે. હે વીર ! તે પુણ્ય તમને જ છે પણ અમને નથી. તે શસ્રો આ પ્રમાણે છે બ્રહ્મશિર, નામાશસ્ત્ર, અગ્રેગ, વારૂણ, માહિન્દ્ર, યમદંડ, ઈશાન, વાયવ્ય, અને બંધમોક્ષ, શલ્યોદ્ધરણ, વ્રણરોહણ, ઉચ્છાદન અને લોકનું હરણ, છેદન, જંભક અને સર્વથા છેદ, આ અને પૂર્વે સુભૂમ ચક્રીવડે શ્વસુર મેઘનાદને અપાયેલા બીજા શસ્રો વસુદેવ ગ્રહણ કરે છે. (૨૦૫૬) પછી દધિમુખ વગેરે ખેચરોથી વીંટળાયેલો વસુદેવ ચાલ્યો અને ક્ષણથી દિવિતિલક પુરમાં પહોંચ્યો. ત્યાં બંને ખેચરદળોનું મહાભયંકર યુદ્ધ થયું. માહિન્દ્રાસ્રથી ત્રિશેખરનું મસ્તક છેદીને વિદ્યુતવેગને છોડાવીને પુત્રોને અપર્ણ કરે છે. મદનવેગાની સાથે વસુદેવ સ્વયં રાજ્યને ભોગવે છે અને મદનવેગાને અનાવૃષ્ટિ નામનો પૃથ્વીતલ પર વિખ્યાત પુત્ર થયો. પ્રિયાની સાથે સિદ્ધાયતનમાં દેવોને વાંદીને ક્યારેક પાછા ફરેલા શૌરીના સર્વ નગરને ત્રિશેખરની બહેન સૂર્પણખીએ બાળ્યું. (૨૦૬૨) વસુદેવ અપહરણ કરાઈને રાજગૃહ નગરની બહાર ફેંકાયો. ત્યાં જુગારમાં ક્રોડ સુવર્ણ જીતીને જગતમાં તિલક સમાન વસુદેવ તેને દાનમાં આપે છે અને વિવિધ વિલાસોને કરે છે. આ બાજુ નૈમિત્તિક રાજગૃહના સ્વામીને કહે છે કે આના પુત્રથી તારું મરણ થશે. તેથી રાજપુરુષોએ શૌરીને પકડીને પર્વતના શિખર ઉપરથી ગબડાવ્યો અને વેગવતી સ્ત્રી વડે ઝીલી લેવાયો અને શ્રીમાન નામના પંચનદી સંગમ તીર્થમાં લઈ જ્વાયો. હે નાથ! તમારો વ્યતિકર મારી વિદ્યામાતાવડે કહેવાયો છે અને આકાશમાં જતી એવી મારા વડે ક્યાંય પણ સાધુ ઓળંગાયા છે તેથી હમણાં વિદ્યાઓ સ્કુરાયમાન થતી નથી. આમ તેણે કહ્યા પછી શૌરી પ્રિયાની સાથે તાપસ આશ્રમની પાસે રહે છે અને ત્યાં પરિભ્રમણ કરતા વસુદેવે ક્યારેક નદીના મધ્યભાગમાં નાગપાશોથી બંધાયેલી કન્યાને જુએ છે અને તેથી કરુણાથી વેગવતીના કહેવાથી તેના બંધનો છોડાવે છે. ત્રણ પ્રદક્ષિણા કરીને કન્યા પણ જાદવને કહે છે કે વૈતાઢ્ય પર્વત પર ગગનવલ્લભ નગરમાં પહેલાં મિરાજાના વંશમાં થયેલ વિદ્યુત દાઢ નામનો રાજા હતો. ક્યારેક તેણે કોઈક મુનિને ઉપસર્ગ કર્યો. તેથી ગુસ્સે થયેલો ધરણેન્દ્ર તેના પક્ષવાળા ખેચરોની વિદ્યાનું હરણ કરે છે. ફરી પણ કોઈક રીતે પ્રસન્ન કરાયેલ ધરણેન્દ્ર કહે છે કે રોહિણી પ્રમુખ મોટી વિઘાઓને છોડીને બીજી વિદ્યાઓ સાધી શકશે અને રોહિણી વગેરે વિદ્યાઓ પણ સાધુ મહાપુરુષોના દર્શન પછી કષ્ટથી સિદ્ધ થશે. તે વિદ્યુતદાઢના વંશમાં હું બાલચંદ્રા નામની કન્યા મહાવિદ્યાને સાધતી આવી અવસ્થાને પામી છું. તમારા દર્શનથી તે વિદ્યા મને સિદ્ધ થઈ છે અને તમારા વડે મને જીવિત અપાયું છે. (૨૦૭૫) તેથી કોઈપણ વરદાનને માગો. એટલે શૌરીએ કહ્યું કે જે એમ છે તો વેગવતીને વિદ્યાઓ આપ. તેથી ખુશ થયેલી એવી તે પણ વેગવતીને લઈને ગગનવલ્લભપુરમાં પહોંચી. શૌરી પણ તે આશ્રમમાં પહોંચ્યો અને ક્યારેક વૈરાગ્યને પામેલા કેટલાક રાજાઓ ત્યાં આવ્યા. જિનશાસનમાં કુશળ શૌરી તેઓને પ્રતિબોધ કરીને સાધુપણું ગ્રહણ કરાવે છે પછી ક્યારેક શ્રાવસ્તિપુરીમાં આવ્યો. (૨૦૭૮) અને આ બાજુ રાજગૃહમાં જે અશ્વગ્રીવ નામનો પ્રથમ પ્રતિવાસુદેવ અને તેનો 99 Page #117 -------------------------------------------------------------------------- ________________ નાસ્તિકવાદી હરિશ્મછુ નામનો જે અમાત્ય હતો તે બંને પરસ્પર વૈર સહિત મરીને સાતમી . નરકમાં જઈને સંસારમાં ભમીને અશ્વગ્રીવ રાજાનો જીવ શ્રાવસ્તિ નગરીમા રાજપુત્ર મૃગધ્વજ થયો અને પ્રધાનનો જીવ હતો તે કામદેવ શ્રેષ્ઠીના ગોકુળમાં પાડો થયો. મૃગજે તે પાડાને જોયો અને પૂર્વે ઉપાર્જન કરેલ વૈરના વશથી તેના એક પગને કાપ્યો તેથી ત્યાંથી મરીને તે લોહિતાક્ષ નામનો અસુરદેવ થયો. મૃગધ્વજના આ અપરાધથી તેના પિતાએ તેને દેશ નિકાલ કર્યાં. તેથી મૃગને દીક્ષા લીધી.(૨૦૮૪) પછી મૃગધ્વજ મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ફરી રાજગૃહ નગરમાં આવ્યા અને લોહિતાક્ષ યક્ષ ત્યાં આવે છતે રાજા વડે કેવલી ભગવંત પુછાયા એટલે તે કહે છે કે અશ્વગ્રીવના ભવમાં મારા વડે કહેવા છતાં પણ આનાવડે નાસ્તિકપણું ન છોડાયું તેના પ્રદ્વેષથી મારા વડે અહીં આનો એક પગ કપાયો. પછી ધર્મને સાંભળીને બોધ પામેલો લોહિતાક્ષ અસુર સમ્યક્ત્વને સ્વીકારે છે. કામદેવ શ્રેષ્ઠી પણ ત્રણ દેવકુલો કરાવે છે એકમાં ત્રણ પગવાળી રત્નમય પાડાની પ્રતિમા, બીજામાં મૃગજ મુનિની પ્રતિમા અને ત્રીજામાં પોતાની પ્રતિમા સ્થાપન કરાવે છે. પછી ત્રણ પગવાળા પાડાની પ્રતિમા જોઈને જાદવ કોઈને પૂછે છે કે આ પાડો ત્રણ પગવાળો કેમ ? તેણે પૂર્વ કહ્યાં મુજબ સર્વ વ્યતિકર કહ્યો અને બીજું તેણે એ કહ્યું કે કામદેવ શ્રેષ્ઠીના વંશમા હાલમાં કામદત્ત નામનો શ્રેષ્ઠી વસે છે. (૨૦૯૧) અને તેને રૂપસંપન્ન બંધુમતી નામે બહેન છે. છત્રીશ આગળીયાથી બંધ કરેલ કામદેવના ભવનને જે ઉઘાડશે તે તેને(બંધુમતીને) પરણશે એમ નૈમિત્તિયાએ કહ્યુ છે. પછી શૌરી તે ભવનને ઉઘાડીને જેટલામાં અંદર પ્રવેશ્યો તેટલામાં કામદત્ત પણ કામદેવના વંદન માટે આવ્યો અને ઉઘાડેલા દરવાજાને જુએ છે. તુષ્ટ થયેલો કામદત્ત શૌરીને ઘરે લઈ જાય છે અને બંધુમતીને પરણાવે છે. તે મૃગજ વંશમાં ઈક્ષ્વાકુકુલમાં ઉત્પન્ન થયેલો એણીપુત્ર નામનો રાજા હાલમાં છે અને તેની માતા મરીને જ્વલનપ્રભ નાગકુમાર દેવની દેવી થઈ છે. નાગદેવતા વડે પ્રત્યક્ષ થઈને પ્રિયંગુસુંદરી વસુદેવને અપાઈ અને પરણાવાઈ. હવે તેની સાથે તથા બંધુમતીની સાથે ત્યાં લાંબા સમય સુધી ભોગોને ભોગવતો રહે છે. (૨૦૯૮) આ બાજુ વૈતાઢ્ય પર્વત પર ગંધસમૃદ્ધ નગરમાં ખેચર રાજા ગંધાર પિંગલ છે તેની શ્રેષ્ઠ રૂપને ધરનારી પ્રભાવતી નામે પુત્રી છે. તે ક્યાંય પણ ભમતી માનસવેગ સંબંધી સુવર્ણાભ નગરનાં ઉદ્યાનમાં પહોંચી અને તેણે ત્યાં સોમશ્રીને જોઈ અને તેની સાથે મિત્રતા થયા પછી પોતાના અપહરણાદિથી ઉત્પન્ન થયેલ સર્વદુઃખને રડતી સોમશ્રી પ્રભાવતીને કહે છે. (૨૧૦૨) તેથી પ્રભાવતીએ કહ્યું કે હું તારા પતિને અહીં લઈ આવું છું. પછી દીર્ઘ નિશ્વાસ નાખીને સોમશ્રી આ પ્રમાણે બોલે છે કે જેવી રીતે પૂર્વે વેગવતી મારા પતિને લઈ આવી હતી એવી રીતે તું લઈ આવીશ ? પછી પ્રભાવતીએ કહ્યું કે હે સખી ! બધો લોક એક સરખો હોતો નથી. (૨૧૦૪) આમ કહીને તે શ્રાવસ્તિપુરીમાં શૌરીની પાસે ગઈ. બધી હકીકત જણાવીને અÜક્ષણમાં લઈ આવી. વસુદેવ સોમશ્રીને મળ્યો અને પ્રભાવતીએ પ્રજ્ઞપ્તિ નામની મહાવિદ્યા શૌરીને આપી. પછી મહાધોર લડાઈ થઈ એટલે શૌરીવડે માનસવેગ વગેરે સર્વ શત્રુઓને જીતીને ચાકર કરાયા. પછી સોમશ્રી સાથે રત્નમય વિમાનમાં આરોહણ કરીને માનસવેગં આદિથી યુક્ત મહાપુર નગરમાં પહોંચ્યો અને શ્રી સોમદત્ત રાજાના મહેલમાં શૌરી સુખપૂર્વક રહે છે. 100 Page #118 -------------------------------------------------------------------------- ________________ પછી ત્રિશેખર ખેચરના પુત્ર સૂર્પકવડે અથરુપ કરીને હરણ કરતા વસુદેવવડે મુષ્ટિપ્રહારથી હણાયેલ સૂપક વસુદેવને ગંગાનદીમાં નાખી દીધો અને તે ગંગાનદી ઉતરીને આશ્રમમાં પહોંચ્યો (૨૧૧૦) અને ત્યાં ગળામાં પહેરેલી હાડકાંના માળાવાળી, શ્રેષ્ટરૂપવાળી, સ્ત્રીને જોઈને શૌરી તાપસોને પૂછે છે કે આ કોણ છે ? તેઓ પણ કહે છે કે જિતશત્રુ રાજની ભાર્યા અને જરાસંધની પુત્રી નંદીસેના છે અને પરિવ્રાજક વડે આ વશ કરાયેલી છે અને રાજા વડે તે પરિવ્રાજક મરાયો છે અને તેના હાડકાંની માળાને ગળામાં ધારણ કરીને ભમતી સેંકડો ભુતોથી ગ્રહણ કરાયેલાની જેમ હમણાં કોઈપણ રીતે અહીં આવી છે. અને પછી તેના વશીકરણને કમથી ઉતારીને (દૂર કરીને) શૌરી તેને સાજી કરે છે અને જિતશત્રુ રાજા શૌરીને ઘરે લઈ ગયો અને શૌરીને પૂજીને તેની સાથે પોતાની કેતુમતી નામની બહેન પરણાવે છે. અને વસુદેવ તેની સાથે જેટલામાં રહે છે તેટલામાં ડિભક નામના પ્રતિહારે આવીને જિતશત્રુ રાજાને કહ્યું કે જેના વડે પુત્રીને જીવિત અપાયું છે તે પરમ ઉપકારી છે એમ જાણીને જરાસંધ તેને બોલાવે છે અને (૨૧૧૭) શ્રેષ્ઠ રથ પર બેસીને શૌરી મગધપુર ગયો. અને ત્યાં રાજા વડે વધ માટે આદેશ કરાયો. વસુદેવ પૂછે કે આ શું છે ? રાજપુરુષો કહે છે કે જે રાજાની પુત્રીને સાજો કરશે તે રાજાના શત્રુનો પિતા છે એમ નૈમિત્તિયા વડે રાજાને કહેવાયું છે. આમ કહીને વધ કરવા માટે જેટલામાં શસ્ત્રોને ઉગામે છે તેટલામાં તેઓના દેખતાં જ પ્રભાવતી ખેચરી વસુદેવને હરણ કરીને ગંધસમૃદ્ધ નગરમાં પિતા ગંધારપિંગલ રાજાની પાસે લઈ ગઈ.ખુશ થયેલ રાજાએ પ્રશસ્ત દિવસે પ્રભાવતીની સાથે પાણિગ્રહણ કરાવ્યું. તેની સાથે વિશિષ્ટ ભોગોને ભોગવતો શૌરી ક્યારેક સૂર્પકવડે હરણ કરીને ગોદાવરી નદીના કાંઠા પર ફેંકાયો. તે ઉતરીને કોલ્હાપુર નગરમાં ગયો અને ત્યાં પણ પઘરથરાજાની કમળ જેવા મુખવાળી પદ્મશ્રી પુત્રીને પરણે છે અને નીલકંઠે ત્યાંથી અપહરણ કરીને વસુદેવને ચંપા સરોવરમાં નાખ્યો અને ત્યાં પણ રાજાના સચિવની પુત્રીને પરણે છે. ત્યાંથી સૂપક હરણ કરીને ગંગાજળમાં નાખ્યો. નદી ઉતરીને જંગલમાં ભમતો પલ્લિમાં પહોંઓ. પલ્લિનાથની પુત્રી જરાકુમારીને પરણ્યો. (૨૧૨૬) જરાકુમારી કોઈ વખત જરાકુમાર પુત્રને જન્મ આપે છે પછી શૌરી અવંતિસુંદરી કન્યાને તથા સૂરસેનાને પરણે છે તથા રાજપુત્રી જીવ શાને તથા પુરુષ વેશમાં રહેલી કન્યાને પરણે છે આ પ્રમાણે રાજપુત્રીઓને પરણતો શૌરી કમથી અરિષ્ટપુર નામના નગરમાં પહોંચ્યો. ત્યાં રુધિર રાજા છે. તેની મિત્રા નામની ભાર્યા છે. હિરણ્યાભ નામનો પુત્ર છે અને રૂપાદિગુણમાં અગ્રસેર, કળામાં કુશળ, જગપ્રસિદ્ધ રોહિણી નામની પુત્રી છે તેના નિમિત્તે પિતાએ સ્વયંવર કર્યો ત્યારે સર્વ પણ જરાસંધ વગેરે રાજાઓ ત્યાં આવ્યા. રુધિર રાજા વડે સન્માનિત કરાયેલા સર્વ રાજાઓ મણિ અને સુવર્ણથી મંડિત મહેલોમાં તથા મંચો પર અનુક્રમથી બેઠા. વસુદેવ પણ વાજિંત્ર વગાડનારની મધ્યમાં દેવોને પણ આકર્ષતો વિવિધ ભંગોથી આશ્ચર્યકારી રીતે ઢોલને વગાડે છે અને પોતાના રૂપ અને વેશનું પરાવર્તન કરીને ત્યાં રહ્યો છે. નવવધૂ વિશે આકર્ષણપણું હોવાથી કોઈએ પણ તેને ઓળખ્યો નહીં. (૨૧૩૪) રતિ-રંભા-લક્ષ્મી-રોહિણીના રૂપોને પોતાના દેહની શોભાથી જીતતી રોહિણી ઉત્તમ શણગાર પહેરીને ત્યાં આવી અને તે કમળના દળ જેવી દિીર્ધ દષ્ટિથી પ્રિય સખી વડે બતાવેલા સર્વ પણ ઉત્સુક રાજાઓને જુએ છે, ભમરી જેમ આકડાના 101 Page #119 -------------------------------------------------------------------------- ________________ ફુલોમાં રાગી થતી નથી તેમ તે રોહિણી પણ સર્વરાજાઓને વિશે પોતાની દષ્ટિને સ્થિર કરતી, નથી. એટલામાં શૌરી સ્પષ્ટ અક્ષરોથી ઢોલને વગાડે છે તે (૨૧૩૭) આ પ્રમાણે હે મૃગનયના ! તું આવ અને પોતાની સ્નેહાળ દષ્ટિથી તારા સંગમમાં ઉત્સુક મનવાળા અહીં આવેલા આ જનને છે. હવે રોહિણી જેટલામાં તેને જુએ છે તેટલામાં તેનું ચિત્ત ઝડપથી ખેંચાયું. હવે જેમ મૃગલી સંગીતમાં વ્યાક્ષિપ્ત થાય તેમ રોહિણી જેટલામાં તેને જુએ છે તેટલામાં તેનું ચિત્ત વ્યાક્ષિપ્ત થયું. કામદેવના તીણબાણોથી વિંધાયેલી, રોમાંચિત શરીરવાળી, વ્યાકુળતાથી પગલાં ભરતી તેની પાસે જાય છે, અનુરાગથી ઘણો વધ્યો છે આનંદ જેનો એવી તે રક્તકમળ જેવા લાલ હાથોથી સફેદ કુસુમથી બનાવેલી માળા વસુદેવના કંઠમાં આરોપે છે. અહો ! જુઓ તો ખરા શ્રેષ્ઠગુણોથી યુક્ત આ સર્વે રાજાઓને છોડીને આ અધમ ઢોલીને વરી આ પ્રમાણે બોલતા સર્વ રાજાઓ કલકલાટ કરે છે. ક્ષોભ પામેલા કેટલાક શૌરીની નિંદા કરે છે, કેટલાક કન્યાની નિંદા કરે છે, બીજા રુધિર રાજાની નિંદા કરે છે. પછી વસુદેવ અને રુધિરની સાથે આ રાજાઓએ યુદ્ધ શરૂ કર્યું ત્યારે દધિમુખ ખેચરેન્દ્ર ત્યાં આવ્યો અને વેગવતીની માતા અંગારવતી ત્યાં આવી તેણે વસુદેવને દેવતાધિષ્ઠિત ધનુષ્ય અને ભાથાને આપ્યું. (તૂણીર= ભાથું = યોદ્ધાનો બાણ રાખવાનો એક પ્રકારનો ખભાની પાછળ રખાતો કોથળો.) દધિમુખે શ્રેષ્ઠ રથ શૌરીને અપર્ણ કર્યો. દધિમુખને સારથિ કરીને વસુદેવ આ રથ ઉપર આરૂઢ થયો. પછી સૈન્યસહિત રુધિરરાજા અને વસુદેવ આ રાજાઓની સાથે ટકરાયા. મોટું યુદ્ધ પ્રવર્યું અને રુધિર રાજા ભંગાથે છતે ફક્ત શૌરી એકલો જ તેઓની સાથે યુદ્ધ કરે છે. એકલા વસુદેવ વડે પણ તેઓનું સૈન્ય ભંગાયે છતે શત્રુંજય રાજા કોષે ભરાયો અને યદુતિલકની સાથે ટકરાયો. મહાપરાક્રમી વસુદેવે તેના કાન સહિત છત્ર, મુકુટ આદિને છેદી નાખ્યા(૨૧૪૯) પછી દંતવકને હતપ્રતિહત કર્યો. પછી યુદ્ધમાં યાદવસિંહે તેઓની દેખતાં જ શલ્યરાજાને બાંધ્યો. પછી ભયભીત થયેલ મગધપતિ સમુદ્રવિજય રાજાને ઉત્સાહિત કરીને શત્રુનો પરીચય આપે છે અર્થાત્ શત્રુનું વર્ણન કરે છે. શૌરીનું સમુદ્રવિજયની સાથે અતિભયંકર યુદ્ધ થયું. લાખો બાણોથી બંને પણ પરસ્પરના બાણોનું ખંડન કરે છે પરંતુ વસુદેવ મોટાભાઈના શરીરને ઈજા કરતો નથી. લાંબા સમય પછી શૌરી પૂર્વે લખેલા પોતાના નામથી અંકિત, મોટાભાઈને નમન કરતા એવા શ્રેષ્ઠ બાણને છોડે છે. તે નમન કરતા મહાબાણને જોઈને સમુદ્રવિજય વિસ્મય પામ્યો અને બાણને હાથમાં લઈ તેના પર જે લખેલું છે તેને વાંચે છે તે લખાણ આ પ્રમાણે છે. (૨૧૫૪) તમારો નાનો ભાઈ વસુદેવ કપટથી સો વરસ પહેલાં જે નીકળી ગયો હતો તે હમણાં તમને નમસ્કાર કરે છે. પછી હર્ષથી શરીરમાં નહીં સમાતો સમુદ્રવિજય પણ રથમાંથી ઉતરે છે અને વસુદેવ પણ પોતાના રથને છોડે છે. પછી વસુદેવ સમુદ્રવિજયના ચરણરૂપી કમળમાં પડે છે. અતિખુશ થયેલ સમુદ્રવિજય પણ તેને ભેટીને મસ્તકમાં ચુંબન કરે છે. હરિવંશમાં ઉત્પન્ન થયેલ સિવાય બીજાને આવું પરાક્રમ કયાંથી હોય? આમ રુધિર વગેરે રાજાઓ ખુશ થયા. ત્યારે ત્યાં પરમ આનંદથી રોહિણીને પરણ્યો. હવે કોઈક દિવસે સુખપૂર્વક રહેતા તેઓની પાસે બાલચંદ્રાએ ધનવતી નામની ખેચરીને મોકલી. તે આવીને શૌરીને જણાવે છે કે પહેલાં જે નાગપાશોથી બંધાયેલી અને તમારા વડે છોડાવાયેલી તે વેગવતીની સાથે રહેલી બાલચંદ્રા તમને વિનવે છે કે 102 Page #120 -------------------------------------------------------------------------- ________________ કૃપા કરીને તમે અહીં પધારો. (૨૧૬૧) પછી ભાઈથી અનુજ્ઞા અપાયેલ વસુદેવ શ્રેષ્ઠ વિમાનથી આની સાથે ગગનવલ્લભ નગરમાં જાય છે ત્યાં કંચન દંટ્ પોતાની બાલચંદ્રા પુત્રીને પરણાવે છે. વેગવતી અને બાલચંદ્રાની સાથે તે સ્થાનમાં રહેલો અનેક વિદ્યાધરોથી પરિવરેલો, વસુદેવ રત્નમય વિમાનથી જઈને દધિમુખની બહેન મદનવેગા ભાયુંને ગ્રહણ કરે છે. પછી સિંહĒષ્ટ્રની પુત્રી નીલયશાને, અનિવેગની પુત્રી શ્યામાને ગ્રહણ કરે છે અને પ્રિયંગુસુંદરી અને બંધુમતીને શ્રાવસ્તિથી પછી મહાપુરમાં સોમદત્ત રાજાની પુત્રી સોમશ્રીને અને ઈલાવર્ધન નગરમાં સાર્થવાહ પુત્રી રત્નવતીને, ભદ્દિલપુરમાં પુંડ્રાને, જયપુરનગરમાં અશ્વસેનાને, વેદસામનગરમાં સાલગુહા, પદ્મશ્રી અને કપિલાને તથા (૨૧૬૭) તથા અચલપુરગ્રામથી વણિકપુત્રી મિત્રસેનાને ગ્રહણ કરે છે, પછી તિલશ્રોત સન્નિવેશમાંથી પાંચશો કન્યાને અને ગિરિતટ ગ્રામમાં સોમશ્રીને ગ્રહણ કરી ચંપામાં જાય છે ત્યાંથી ગંધર્વસેના ભાર્યાને અને અમાત્યપુત્રીને ગ્રહણ કરે છે. પહેલાં પરણાયેલી સુગ્રીવ અને યશોગ્રીવની બે પુત્રીઓને ત્યાંથી ગ્રહણ કરીને વિજયખેટ નગરમાં ગયો. શ્યામા અને વિજયસેનાને લઈને કેતુમતીને ગ્રહણ કરે છે, કોલ્હાપુરમાં પદ્મશ્રીને પછી પલ્લિપતિની પુત્રી જરાને પછી રત્ન અને સુવર્ણથી સમૃદ્ધ અવંતિસુંદરી જીવયશા અને સૂરસેના વગેરે સ્ત્રીઓને લઈને, આકાશને ઉદ્યોત કરતો, વિદ્યાધર સૈન્યથી યુક્ત શૌરી પરમાનંદથી સૌરીયપુરમાં ભાઈઓ પાસે આવ્યો. જાદવોએ પરમાનંદથી વર્ષાપનક કર્યું. પછી સ્રીઓ અને કંસની સાથે વસુદેવ પરમાનંદથી ક્રીડા કરે છે. હવે કંસવડે વસુદેવ સ્નેહપૂર્વક મથુરામાં લઈ જવાયો અને ત્યાં દેવની જેમ હજારો વધૂઓની સાથે નિત્ય ક્રીડા કરે છે. (૨૧૭૫) અને આ બાજુ નિમ્નગાવતી નગરીમાં ભોજવંશમાં દેવક નામનો રાજા છે તેને શ્રેષ્ઠરૂપથી યુક્ત દેવોને પણ મોહ કરાવનારી, દેવકી નામે પુત્રી છે. કંસના વચનથી ઘણી રિદ્ધિથી વસુદેવ તેને પરણ્યો. તેના લાભમાં (લગ્ન પ્રસંગની પ્રાપ્તિમાં) કંસે મથુરા નગરીમાં મોટું વર્ધાપનક શરુ કરાવ્યું. અને લોક પ્રમાદવાળો થયો ત્યારે કંસના ભાઇ અઈમુત્તા મુનિ ત્યાં આવ્યા. મદિરાપાનથી · ઉન્મત્ત થયેલી, શરીર પરથી સરી પડતા કપડાવાળી, છૂટી પડેલા અંબોળાવાળી, રણકાર કરતા ણિના કંદોરા અને વલયવાળી એવી જીવયશા અઈમુત્તામુનિને ગળામાં ગાઢ આલિંગન કરીને કહે છે કે આવા પ્રકારના મોટા પ્રમોદના પ્રસંગમાં હે દિયર ! તું આવ્યો તે સારું થયું. તેથી ગીત ગાવાનું શરૂ કર એમ કહેતી જેટલામાં તે કોઈપણ રીતે મુનિને છોડતી નથી તેટલામાં ગુસ્સે થયેલા મુનિએ કહ્યું કે હે પાપીષ્ઠા ! ખુશ થઈને જેના આનંદમાં તું નાચે છે તેનો સાતમો ગર્ભ તારા પતિ અને પિતાનો હણનારો થશે. એ પ્રમાણે મુનિએ કહ્યું એટલે તે મુનિવચનને સાંભળીને ભયથી કંપેલા પુષ્ટ સ્તનને ઢાંકતી કંસને કહે છે અને ભય પામ્યું છે મન જેનું એવો કંસ વસુદેવની પાસે દેવકીના સાતમા ગર્ભની માગણી કરે છે. પ્રયોજનને નહીં જાણેલા વસુદેવે અને પરમાર્થને નહીં જાણનારી દેવકીએ તેની પ્રાર્થનાને માન્ય રાખી. (૨૧૮૫) અને આ બાજુ મલયદેશમાં ભદ્દતિલક નામનું નગર છે અને ત્યાં ઘણાં ક્રોડ દ્રવ્યનો સ્વામી નામથી નાગદત્ત શ્રેષ્ઠી છે અને તેની સુલસા પત્ની છે. બાલપણામાં તેને કોઈકે કહ્યું હતું કે તું નિંદુ (જે સ્ત્રી મરેલા પુત્રોને જન્મ આપે તે નિંદુ કહેવાય છે.) થઈશ તેથી તે 103 Page #121 -------------------------------------------------------------------------- ________________ હરિણૈગમેષી દેવને આરાધે છે તે દેવ પ્રસન્ન થયો. તેથી કોઈક રીતે એવો ઉપાય કરે છે કે દેવકી અને સુલસા બંને સમાન દિવસે ગર્ભવાળી અને પ્રસૂતિવાળી પણ થાય છે. તેથી સુલસાના મરેલા પુત્રોને ઉપાડીને દેવકીની પાસે મૂકે છે અને દેવકીના પુત્રો સુલસાને અપર્ણ કરે છે. તે છ પુત્રોના નામ આ પ્રમાણે છે. (૧) અનીકયશ (૨) અનંતસેન (૩) અજિતસેન (૪) અનિહત (૫) દેવયશ અને (૬) શત્રુસેન અને બધા શ્રીવત્સથી અંકિત છાતીવાળા, પ્રાપ્ત કરાયું છે સત્પુરુષનું માહત્મ્ય જેઓ વડે એવા રૂપ અને બળથી યુક્ત છે. પાપમતીવાળો, રૌદ્ર પરિણામી કંસ પણ મરેલા પુત્રોને દેવકી પાસેથી ગ્રહણ કરીને શિલા સાથે અફળાવે છે. આ જાણીને અતિદુઃખી થયેલી દેવકી કાળ પસાર કરે છે. (૨૧૯૨) હવે ઋતુસ્નાતા થયેલી દેવકી સાત સ્વપ્ન જુએ છે તે આ પ્રમાણે. (૧) હાથી (૨) સિંહ (૩) અગ્નિ (૪) દેવવિમાન (૫) પદ્મ સરોવર (૬) ઊગતા સૂર્યનું બિંબ અને (૭) મહાધ્વજ તે સાત સ્વપ્નો શૌરીને જણાવે છે. વસુદેવ સ્વપ્ન પાઠકોને પૂછે છે. તેઓ પણ કહે છે કે આ દેવીને પુત્ર થશે તે ભરતમાં અર્ધચક્રવર્તી થશે. પછી સાતમાં દેવ લોકમાંથી ચ્યવીને કોઈક મહર્બિક દેવ તે દિવસે દેવકીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. (૨૧૯૬) હવે તે ગર્ભ વૃદ્ધિ પામે છે અને પ્રથમ દિવસથી જ કંસના પુરુષો વડે પ્રયત્નથી રક્ષણ કરાતો ગર્ભકાળ પૂર્ણ થયે છતે આસો મહિનાની સુદ આઠમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છતે, (૩૦) ગ્રહનો સમૂહ ઉચ્ચ સ્થાનમાં રહ્યુ છતે, ઉચ્ચ હોરામાં સૌમ્યગ્રહો રહ્યુ છતે અને સર્વપાપ ગ્રહો કુંડલીમાં અગીયારમાં સ્થાનમાં રહ્યુ છતે રાત્રીમાં શ્રી વત્સથી અંકિત છાતીવાળા સંપૂર્ણ અને સમગ્ર લક્ષણથી યુક્ત કરાયું છે, સકલભવનમાં ઉદ્યોત જેના વડે એવા પુત્રને દેવી જન્મ આપે છે. ભરતાર્ધમાં વસનારી દેવીઓ વડે સૂતિકર્મ કરાયે છતે દેવકી શૌરીને બોલાવીને આક્ષેપ સહિત કહે છે કે દુરાત્મા કંસના મૂલ્યથી ખરીદાયેલી એવી શું હું દાસી છું ? અથવા શું હું કયાંય પણ બંધાયેલી તેના વડે છોડાવાઈ છું ? (૨૨૦૨) હે દેવ ! આપણી સાથે તેનો ક્ષેત્રગ્રામ-સંબંધી વેર નથી, તે આપણો ગોત્રિક નથી, દાત્રી નથી, તે ણિક જાત છે અથવા શું આપણે તેનો કોઈ અપરાધ કર્યો છે? જેથી તે નિરર્થક લીલાથી ડંકપુત્રની જેમ આપણા પુત્રોને હણે છે. હે નાથ ! તમે પણ આની ઉપેક્ષા કરો છો તેથી હું દુઃખી થાઉં છું તેની દરકાર તમે કરતા નથી. સામર્થ્ય હોવા છતાં પણ એકપણ પુત્રનું રક્ષણ કરાયું નથી. તેથી કરુણા કરીને અને હમણાં મારા પર કૃપા લાવીને હે સ્વામિન્ ! આ પુત્રને કોઈપણ રીતે ગોકુળમાં લઈ જઈ તેની રક્ષા કરો. (૨૨૦૬) આને યુક્તિયુક્ત જાણીને શૌરી પણ કંસના પુરુષો સુતા હતા ત્યારે ‘નમો જિણાણં’ એમ બોલીને પુત્રને ઉપાડે છે. પછી દેવતાઓથી અધિષ્ઠિત ધારણ કરાયું છે ઉત્તમ શ્વેત છત્ર જેની ઉપર, શ્રેષ્ઠ સુવર્ણમય ચામરોથી વીંઝાતો, બળતા દીવાઓની સાથે, દેવતાઓ વડે મુકાયો છે ફુલોનો સમૂહ જેની ઉપર એવા પુત્રને વસુદેવ જેટલામાં મથુરાના કિલ્લાના દરવાજાની પાસે લઈ જાય છે તેટલામાં કેદ કરાયેલા ઉગ્રસેન રાજાએ પ્રસન્નતાથી શપથ આપીને યદુતિલક (વસુદેવ)ને પુછ્યું કે આ શું આશ્ચર્ય છે ? વસુદેવ તેને કહે છે કે આ તે બાળક છે જે (૩) ત્રિશિષ્ટ શલાકા પુરુષ ચરિત્રમાં આઠમાં પર્વમાં શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના થયેલ છે તેમ જણાવ્યું છે. અહીં મતાંતર જણાય છે તત્ત્વ કેવલીગમ્ય, 104 Page #122 -------------------------------------------------------------------------- ________________ મોટો થઈને કંસને મારશે. પરંતુ આ રહસ્યને તારે કયારેય પ્રગટ ન કરવું. આગળ જઈને યમુના નદી ઊતરીને વસુદેવ તે ગોકુળમાં પહોંચ્યો અને ત્યાં પણ તે વખતે નંદગોપની પત્ની યશોદાને પુત્રીનો જન્મ થયો. (૨૨૧૩) તેઓને પુત્ર આપીને અને પુત્રીને લઈને શૌરી દેવકીને અપર્ણ કરે છે અને કંસના માણસો તે પુત્રીને લઈને કંસને બતાવે છે. કંસ પણ મુનિનું આ વચન ખોટું થયું એમ માનતો આંગળી-અંગુઠા અને નખોથી તેનું નાકનું પુટ કાપીને કહે છે કે અહીં આનું શું કરવું? દેવકીને પાછી આપો. સેવકો પણ લઈ જઈને દેવકીને અર્પણ કરે છે. (૨૨૧૬) બારમે દિવસે તે બાળકનું નામ કૃષ્ણ પાડયું. કૃષ્ણ સુખપૂર્વક મોટો થાય છે, કોઇપણ બહાનું કાઢીને દેવકી પણ ક્યારેક વચ્ચે વચ્ચે તે પોતાના પુત્રને જુએ છે, તેના અસાધારણ રૂપને જોઈને હર્ષ અને શોકથી વ્યાકુળ થાય છે અને વિચારે છે કે પૂર્વ જન્મમાં મેં અભાગણીએ એવું કેવું કર્મ કર્યું છે ? ભુવનમાં અભ્યધિક ગુણવાળા આવા પ્રકારના પુત્રથી હું નિષ્કારણ જ અલગ રહું છું. પછી કૃષ્ણને સ્તનપાન કરાવીને, રડતી યશોદાને કૃષ્ણ અર્પણ કરતી કહે છે કે હે જશોદા! તું ધન્ય છે જેને આવો પુત્ર થયો છે અને દેવતાઓ વડે રક્ષણ કરાતો કૃષ્ણ ત્યાં મોટો થાય છે. (૨૨૨૧). શૌરીએ મારી નાખેલ મામાના વૈરને યાદ કરતી, સૂર્પણખીની બે પુત્રીઓ પૂતની અને શકુનિ એકવાર ત્યાં આવે છે. તે વખતે કૃષ્ણને એકલો જાણી પૂતના વિષથી વિલિત સ્તનને કૃષ્ણના મુખમાં નાખે છે અને શકુનિ પણ બે ગાડાને વિદુર્વે છે. તે ગાડામાં રમતા કૃષ્ણને હણવાની ઈચ્છાવાળી શકુનિ ભયંકર વિરસ અવાજને કરે છે, અને કૃષ્ણનું રક્ષણ કરતી દેવીઓ તે ગાડાથી બંને ખેચરીઓને એવી રીતે હણી કે જેથી બંને પણ મરણ પામી. ચૂર્ણ થયેલ ગાડાને તથા મરેલી ખેચરીઓને જોઈને અને ભેગી થયેલી અને ખુશ થયેલી ગોપીઓ મુખથી કૃષ્ણને ચુંબન કરે છે. હવે ચાલતા શીખેલો કૃષ્ણ ભમતો બધી ગોપીઓના મંથન કરેલા અને મંથન કરાતા ઘી અને દૂધને પીએ છે. એથી યશોદાએ કૃષ્ણને ખાંડણીયાની સાથે દામથી (દોરડાથી) ઉદરમાં બાંધ્યો તેથી આ દામોદર નામથી પ્રસિદ્ધ થયો. (૨૨૨૮) આ અરસામાં સૂર્પક ખેચરનો પુત્ર પિતામહ (દાદા) નું વેર યાદ કરીને પરસ્પર પાસે રહેલા અર્જુન નામના બે વૃક્ષો વિતુર્વે છે. ખાંડણીયા સાથે બાંધેલા કૃષ્ણને વૃક્ષના મધ્યમાં ખેંચીને જેટલામાં હણવાની શરૂઆત કરી તેટલામાં દેવતાવડે ખેચર પણ એવી રીતે હણાયો કે જેથી અર્જુનવૃક્ષ ભાંગ્યું અને તે ધરણી તળ પર પડ્યો અને પ્રાણથી મુકાયો. કૃષણે બે અર્જુનવૃક્ષો તોડ્યા અને શત્રુને હણ્યો એવા પ્રકારનો વાદ સર્વત્ર પ્રસિદ્ધ થયો અને ગાડાનું ચૂરવું, શકુનિ અને પૂતનાને મારવું, સૂર્પકપુત્રને તથા બે અજુનવૃક્ષોને ભાંગવાનું કૃષ્ણવડે કરાયું છે તેમ વસુદેવે સાંભળ્યું પછી કૃષ્ણના રક્ષણ માટે રોહિણીથી ઉત્પન્ન થયેલ પોતાના બળવાન પુત્ર બળદેવને કૃષ્ણની પાસે રાખે છે અને પરસ્પરને જોતા આ બંનેને એવી કોઈ પ્રીતિ ઉત્પન્ન થઈ કે જે જગતમાં અન્યત્ર સંભવ નથી. કૃષ્ણ શબ્દોથી માંડીને ગણિત સુધીની બોતેર નિર્મળ કળાઓ જલદીથી રામની પાસે ગ્રહણ કરે છે. (૨૨૩૬) લાવણ્ય બિંદુના સમૂહથી નિર્મિત નીલકમળના દળ જેવા શ્યામવર્ણવાળા કૃષ્ણને જોઈને ગોપીજન વિસ્મય પામે છે. લાવણ્યથી ભરપુર શરીરવાળો કૃષ્ણ ગોકુળમાં જેમ જેમ મોટો થાય છે તેમ તેમ કામદેવ ગોપીઓના 105 Page #123 -------------------------------------------------------------------------- ________________ હૈયાને બાણોથી વધે છે. જેમ જેમ તરુણ ગોપીઓ કામને પરવશ થાય છે તેમ તેમ સ્તનના ભારથી ખિન્ન થયેલા વક્ષ સ્થળથી કૃષ્ણને ઈચ્છા મુજબ આલિંગન કરે છે. મૂકે છે, ગ્રહણ કરે છે અને કીડા કરે છે, અનુરક્ત મનવાળી કૃષ્ણની પાછળ લાગીને ભમે છે.પછી તરુણ ગોપીઓની સાથે તે કૃષ્ણ અને બળદેવ બંને પણ સુગંધી ફુલોથી સમૃદ્ધ રમવનમાં સુખથી કીડા કરતા ભમે છે.(૨૨૪૧) જ્યારે કૃષ્ણ હર્ષથી નૃત્ય કરે છે અને બળદેવ ગાય છે ત્યારે વિકસિત મુખ અને નયનવાળી ગોપીઓ તાલારવ (રાસડા) ને કરે છે. ગુણના સમૂહથી આક્ષિપ્ત થયેલ ગોઝમાં એવો કોઈ બાળ, તરુણ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ નથી કે જે કુષ્ણની કથામાં નિરત ન હોય. અને આ બાજુ શૌર્યપુરમાં સમુદ્રવિજય રાજા સુખપૂર્વક રાજ્યલક્ષ્મીને ભોગવતા હતા ત્યારે ક્યારેક – મણિઓના દીવડાઓ ઝગમગે છે જેમાં, મોટા હાલતા છે મોતીના ઝૂમરો જેમાં, બળતા છે શ્રેષ્ઠ કૃષ્ણાગરુ ધૂપો જેમાં, શ્રેષ્ઠ સુગંધી ગંધની સમૃદ્ધિ છે જેમાં, સુગંધી ફુલોના સમૂહથી સંકીર્ણ એવા રમ્યવાસ ભવનમાં ગંગાનદીના કાંઠાના વિસ્તાર જેવી મહાકિંમતી શૈઓ પર સુતેલી, ઋતુસ્નાતા, પ્રમુદિત ચિત્તવાળી સમુદ્રવિજયની શ્રેષ્ઠભાર્યા શિવાદેવી રાત્રીના પાછલા ભાગમાં આ ચૌદ મહાસ્વપ્નોને જુએ છે. ૧) ગજ, ૨) વૃષભ, ૩) સિંહ, ૪) અભિષેક કરતી લક્ષ્મી, ૫) કુલની માળા, ૬) ચંદ્ર, ૭) સૂર્ય, ૮) ધ્વજ, ૯) કુંભ, ૧૦) પદ્મ સરોવર તથા, ૧૧) સમુદ્ર, ૧૨) દેવવિમાન, ૧૩) રત્નનો ઢગલો અને ૧૪) અગ્નિ શિખા,. પછી જાગીને તુષ્ટ થયેલી દેવી સમુદ્રવિજયને સ્વપ્ન જણાવે છે. સમુદ્રવિજય કહે છે કે હે દેવી! આ સ્વપ્નો પ્રશસ્ત છે અને રાજાધિરાજભૂત, શોભામાં શિરોમણિ, ભુવનમાં અભ્યધિક ગુણવાળો, મહાપુરુષ એવો તારે પુત્ર થશે એમ હું જાણું છું. ભાલપર કરરૂપી કમળો સ્થાપીને, પોતાના હૈયામાં પરિતુષ્ટ થયેલી દેવી પતિના આ વચનને વારંવાર અભિનંદે છે. સમુદ્રવિજય રાજાપણ હર્ષિત થયો અને કોડો સુભટોથી પરિવરેલો, સામંત મંત્રીઓથી યુક્ત રાજસભામાં બેસીને કોકિ આદિ નૈમિત્તિયાઓને જેટલામાં આ સ્વપ્ન કહે છે તેટલામાં પોતાના શરીરની કાંતિથી દિશારૂપી વલયને ઉદ્યોત કરતા, ઉપશમરૂપ લક્ષ્મીને ભેટવા માટે તીવ્ર અભિલાષવાળા, તારૂપી લક્ષ્મીથી સગે આલિંગન કરાયેલા (કુશ શરીરવાળા) મહાત્મા એવા એક ચારણ મુનિ ત્યાં પધાર્યા. (૨૨૫૪) અભ્યત્થાન કરીને રાજાએ પોતાના આસન ઉપર બેસાડ્યા; પછી અંતરના બહુમાન પૂર્વક તે મુનિને નમીને તેની આગળ બેસીને, મસ્તક પર કરરૂપી કમળ જોડીને, નૈમિત્તિયાઓની સાથે રાજા વિનયથી મુનિને આ સ્વપ્નોના ફળને પૂછે છે. પ્રસરતા છે દાંતોમાંથી કિરણો જેના, પરમાર્થને જાણનારા મુનિ લોકને સુખ ઉત્પન્ન કરનારી એવી મધુર અને ગંભીરવાણીથી તેઓને કહે છે કે અંગ, સ્વપ્ન, સ્વર, ઉત્પાદ, અંતરીક્ષ, ભૌમ, વ્યંજન અને લક્ષણ એમ આઠ પ્રકારે અહીં નિમિત્ત કહેલા છે. (૨૨૫૮) અને તેમાં સ્વપ્ન નિમિત્તને વિશે, નિમિત્તમાં નિપુણ પુરુષોએ સામાન્યથી શુભાશુભ ફળને આપનારા બોતેર સ્વપ્નો કહ્યા છે. તેમાં ત્રીશ સ્વપ્નો અપ્રશસ્ત છે, બેતાલીસ સ્વપ્નો ઉત્તમ છે. બેતાલીસમાંથી ત્રીશ મહાસ્વપ્નો કહ્યા છે અને તે ત્રીશમાંથી પણ ગર્ભાવતાર સમયે તીર્થકર તથા ચક્રવર્તીની માતાઓ ચૌદ મહાસ્વપ્નોને જુએ છે બીજી કોઈ નહીં. શ્રી 106 Page #124 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી સાતને જુએ છે. બળદેવની માતા ચાર મહાસ્વપ્નોને જુએ છે. મંડલિકની માતા તથા ચરમશરીરી જીવોની માતા તેમાંથી એક કે બે મહાસ્વપ્નોને જુએ છે. પણ અહીં તારી અગમહિલીએ આ ચૌદ મહાસ્વપ્નોને જોયા છે અને બાકીના નિમિત્તોથી એ જણાય છે કે હે રાજન્ ! બત્રીશ ઇન્દ્રોથી નમન કરાયેલ છે પગરૂપી કમળ જેના, ત્રણ ભુવનના સ્વામી, પરમ પુરુષ એવા તીર્થંકર પુત્ર તમને નિશ્ચયથી થશે. તેથી તે મહાશય! તું ધન્ય છે જેને ઘરે ભવથી ભય પામેલા જીવોને પરમ શરણ એવો તીર્થંકર પુત્ર થશે. ઈત્યાદિ પ્રશંસા કરીને સમગ્ર સામંતોથી યુક્ત, હર્ષના સમૂહથી ભરાયું છે મન જેનું એવા રાજાવડે નમન કરાયેલ મુનિવર અન્યત્ર વિચરે છે. પછી ઘણાં હર્ષથી પુલકિત શરીરવાળો રાજા આ સર્વ મુનિના વચન શિવાદેવીને જણાવે છે. શિવાદેવી પણ તે નરવરેન્દ્રના વચનને સાંભળીને હર્ષથી નિર્ભર, વિકસિત કમળમુખી, ઉત્તમ અંગ (મસ્તક)થી અભિનંદે છે. (૨૨૬૯) તેત્રીશ સાગરોપમના પૂર્ણ આયુષ્યને પાળીને અપરાજિત વિમાનના અનુપમ સુખોને ભોગવીને શંખનો જીવ કાર્તિક વદ બારસને દિવસે ચંદ્ર શ્રેષ્ઠ ચિત્રા નક્ષત્રમાં આવે છે ત્યારે ત્રણ જ્ઞાનથી યુક્ત શિવાદેવીના ગર્ભમાં આવે છે. અને પછી ચલાયમાન થયું છે આસન જેનું એવો સૌધર્મપતિ આ અવનને જાણીને, આસનથી ઊઠીને, હર્ષથી શરીરમાં નહીં સમાતો, સાત આઠ પગલાં સન્મુખ જઈને, હર્ષથી પૂર્ણ એવો ઇન્દ્ર ત્યાં રહ્યું છતે શકસ્તવથી જિનેશ્વરને વંદન કરે છે. પછી શકેન્દ્ર અહીં જિનેશ્વરની માતાના વાસભવનમાં આવે છે અને પરિતુષ્ટ થયેલો ગંભીરવાણીથી શિવાદેવીની સ્તુતિ કરે છે. (૨૨૭૪) હે સ્વામિની! તું ધન્ય છે, સકલ ભુવનમાં પ્રશંસનીય છે, જેણે પોતાની કુલિમાં પુરુષરત્નને ધારણ કર્યો છે. ત્રણ ભુવનરૂપી ભવનને ઉદ્યોત કરનાર એવો પ્રદીપ તારાવડે અપાયો છે. કુક્ષિમાં જિનને ધારણ કરતી એવી તારાવડે ત્રણભુવન ઉદ્ધારાયું છે. તે તીર્થકરને ધરનારી! પોતાના ઉદરરૂપી કંદરામાં તીર્થકરને ધારણ કર્યો છે તેથી ત્રણ ભુવનને પવિત્ર કરનારા એવા તારા પગરૂપી ચરણોને હું નમસ્કાર કરું છું. ભવરૂપી સમુદ્રને તારવા માટે વહાણ સમાન એવા . જિનને ઉદરમાં ધારણ કરતી એવી હે દેવી! ભુવનમાં પુત્રવતીનો પટ્ટ તારે જ બંધાઓ. આ પ્રમાણે સ્તવના કરીને, ગર્ભમાં જિનેશ્વરની ઉત્પત્તિને જણાવીને, શક નિરંતર ઘરને રત્નોના નિધાનોથી પુરે છે. દેશમાં પૂર્વે ઉત્પન્ન થયેલા સર્વે રોગાદિક તથા ઉપદ્રવો શાંત થયા અને પૃથ્વી રિદ્ધિ-સમૃદ્ધિવાળી થઈ. તીર્થંકરના પ્રભાવથી હાથી-ઘોડા-રત્નોના દાનમાં ઉઘત થયેલા એવા સેંકડો રાજાઓ વડે સમુદ્રવિજય રાજા પણ પ્રણામ કરાય છે. શ્રેષ્ઠ દોહલાઓને ઉત્પન્ન કરનાર ગર્ભ જેમ જેમ વધે છે તેમ તેમ સુખ અને લાવણ્યથી શિવાદેવી પણ પુરાય છે. શ્રાવણ સુદ પાંચમના દિવસે ચંદ્રમાં ચિત્રા નક્ષત્રમાં રહ્યું છd, અર્ધરાત્રીએ શુભ મુહૂર્તો શિવાદેવી પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ પોતાના તેજથી નાશ કરાયો છે અંધકારનો સમૂહ જેના વડે, મરકત મણિ જેવી કાંતીવાળા વિકસિત કમળની દળ જેવી આંખોવાળા પુત્રને જન્મ આપે છે. (૨૨૮૪) ત્રણ ભુવનમાં એવો કોઈ નથી કે જે તે વેળાએ સુખને ન અનુભવતો હોય, જિનેશ્વરના જન્મ સમયે જિનેશ્વરના પ્રભાવથી નારકીઓ પણ સુખને અનુભવે છે. લક્ષણ અને પુણ્યના સમૂહવાળા એવા તે જિનના જન્મને આસનકંપથી જાણીને અધોલોકમાં 107 Page #125 -------------------------------------------------------------------------- ________________ વસનારી પોતાના અધિકારથી આઠ દિકકુમારીઓ હર્ષથી આવે છે. (૨૨૮૬) જિન તથા જિનની માતાને નમીને, સંવર્તક પવનથી ચારેય દિશાઓને શુદ્ધ કરે છે સર્વત્ર એક યોજન પ્રમાણ ભૂમિને ધૂળ અને કચરાદિથી રહિત કરે છે (૨૨૮૭) પછી ઊર્ધ્વલોકદિશામાં વસનારી હર્ષિત થયેલી આઠ દિકકુમારીઓ પૃથ્વીરૂપી મણિને જળથી સિંચે છે. પૂર્વ દિશાના સૂચક દ્વીપમાં વસનારી આઠ દિકુમારીઓ આવીને અરીસાને ધારણ કરે છે. (૨૨૮૮) પછી દક્ષિણ રુચક દ્વીપમાં વસનારી આઠ દિકકુમારીઓ હાથમાં કરતલમાં કળશ ધરીને ઉભી રહે છે. પશ્ચિમ રુચક દ્વીપમાં રહેલી આઠ દિકકુમારીઓ ત્યાં આવીને પવિત્ર પંખાને ધરીને ઉભી રહે છે. (૨૨૮૯) ઉત્તર રુચક દ્વીપમાં વસનારી આઠ દિકકુમારીઓ આવીને સુંદર ચામરને ધરે છે. હવે વિદિશાના રુચક પરથી ચાર દિકકુમારીઓ વિદિશામાં દીપકને ધરીને ઊભી રહે છે. (૨૨૯૦) હવે મધ્ય સુચક દ્વીપમાં વસનારી, સુવઢવાળી, ચાર દિકકુમારીઓ પવિત્ર જિનેશ્વર ભગવાનની નાળને છેદીને રત્નોની સાથે ખાડામાં દાટે છે. (૨૨૯૧) ભક્તિથી ભાવિત મનવાળી તેની ઉપર દૂર્વાની પીઠને રચે છે પછી જન્મઘરથી પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ત્રણેય દિશાઓમાં ચતુર્શાળ મંદિરથી યુક્ત સુમનોહર કેળના ઘરોને રચે છે અને તેમાં સુંદર રત્નમય સિંહાસનોને વિદુર્વે છે. (૨૨૯૩) દક્ષિણ બાજુના કદલીઘરમાં ભવરૂપી વનને ઉખેડવા માટે હાથી સમાન એવા જિનેશ્વરને શિવાદેવી માતાની સાથે અભંગન કરીને, ઉદ્વર્તન કરીને, પૂર્વના કદલીઘરમાં લઈ જાય છે. (૨૨૯૪) પછી ગંધોદક તથા પુષ્પોદક તથા અત્યંત સુગંધી શુદ્ધોદકથી જિનેશ્વરને અને તેની માતાને સ્નાન કરાવે છે અને મંગળમય શ્રેષ્ઠ વસ્ત્રો અને આભૂષણોથી ભૂષિત કરે છે. (૨૨૯૫) પછી ઉત્તરના કદલીઘરમાં લઈ જઈ, શ્રેષ્ઠ ગોશીષ ચંદનને બાળીને રક્ષણ કરાયું છે સંપૂર્ણ ત્રણ જગત જેના વડે એવા જિન અને તેની માતાને રક્ષા પોટલી બાંધે છે. (૨૨૯૬) પર્વત જેવા આયુષ્યમાન થાઓ એમ કહીને રત્નોને કાનની પાસે વગાડે છે. આમ હર્ષને ઉત્પન્ન કરનારા સ્નાન, વિલેપન અને આભૂષણોથી સત્કાર કરીને સકલ રક્ષા કર્મ કરીને, મનુષ્ય-દેવસિદ્ધિના સુખોને ઈચ્છતી હર્ષિત એવી તે દિકકુમારીઓ જિનને અને તેની માતાને એકી સાથે મનોહર વાસઘરમાં લઈ જાય છે અને જિતાયા છે શત્રુઓ જેના વડે એવા જિનની સ્તુતિ કરતી છપ્પન્ન દિકકુમારીઓ ત્યાં રહે છે. (૨૨૯૮) આમ જિનેશ્વરનું સૂતિકર્મ વિવિધ પ્રકારોથી બધી કુમારીઓ કરે છે. પછી નમેલો છે દેવોનો સમૂહ જેને એવા સોધર્મેન્દ્રનું આસન કંપાયમાન થાય છે. (૨૨૯૯) અવધિજ્ઞાનથી જાણેલો છે જિનેશ્વરનો જન્મ જેણે એવો સૌધર્મેન્દ્ર જલદીથી રત્નમય સિંહાસનને છોડીને સાત-આઠ પગલાં આગળ નીચે જઈને પૃથ્વી પર લાગેલ હાથ અને મસ્તકથી નમીને જિનેશ્વરને પ્રણામ કરે છે. (૨૩૦૦) મસ્તક પર કરસંપુટ જોડીને વચન અને મનથી સંવૃત્ત એવો ઈન્દ્ર શકસ્તવને ભણે છે. જિનેશ્વરની ગુણ સ્તવના કરીને કેન્દ્ર ગજગામી હરિબૈગમેલીને બોલાવે છે. (૨૩૦૧) શુભમનવાળો હરિગૈગમેલી પણ યોજના મુખવાળી સુઘોષા ઘંટાને કેવી રીતે વગાડે છે કે જેથી બધા સુરજનો તે સુઘોષા ઘંટાને સાંભળે છે, ઘંટાના પડઘાના સંમર્દનથી એકાએક બાકીના ઘંટોનો સમૂહોમાં અવાજ ઊઠ્યો. (૨૩૦૨) સ્વગમાં બધી જગ્યાએ પણ તે ઘંટારવ ફેલાયો. દેવ-દેવીજન મનમાં વિસ્મિત થયો. ત્યાર પછી હરિબૈગમેષી તન્નણ ઉત્પન્ન થયેલ સંક્ષોભને નાશ કરનાર એવા જિનના જન્મને 108 Page #126 -------------------------------------------------------------------------- ________________ જણાવે છે. (૨૩૦૩) આ સાંભળીને હર્ષિત મનવાળા દેવો શેષ કાર્યોને છોડીને કેટલાક હાથી-ઘોડા- મનુષ્ય-મગરના પીઠ પર બેઠેલા, બીજા સિંહ-હરણ-વાઘ અને મોર પર બેઠેલા અને બીજા હાથી અને શરભ ઉપર બાંધેલા આસનવાળાઓ વડે પ્રસારિત કરાઈ છે સર્વ દિશામાં તેજની શોભા જેના વડે એવા કેટલાક પણ શૃંગાર કરીને ઘણી અપ્સરાઓની સાથે વજના સારવાળા વિમાનમાં રહેલા, બીજા કેટલાક મણિના વાહનમાં શિબિકા પર આરૂઢ થયેલા એવા સમગ્ર પણ દેવો સજજ થયા. ત્યાર પછી ક્રમથી વિસ્તાર પામતા એવા મણિના થાંભલાના સમૂહથી શોભિત, પ્રસારિત કરાયો છે સંપૂર્ણ દિશાઓના વલયમાં ઉદ્યોત જેના વડે વાચાળ કિંકિણીવાળા ધ્વજોની માલાથી મંડિત, ભુવનરૂપી લક્ષ્મીની ભુજાઓથી આચ્છાદિત, એવા જંબુદ્વીપ પ્રમાણ તે શ્રેષ્ઠ વિમાનને કરાવીને આકાશની અંદર પૂરે છે. (૨૩૦૭) દેવ સમૂહથી વીંટળાયેલ જિનવરને વિશે ઉત્કંઠિત એવો ઈન્દ્ર તેના પર આરોહણ કરીને બેઠો. પછી દક્ષિણ બાજુના રતિકર પર્વત પર અદ્ધિવાળા વિમાનનો સંક્ષેપ કર્યો. (૨૩૦૮) પછી ક્ષણથી ઈન્દ્ર જિન ભવનમાં પહોંઓ અને જિનનું તથા માતાનું અતિશ્રેષ્ઠ સ્તુતિઓથી મંગળ કર્યું. પ્રતિબિંબ સ્થાપીને, અવસ્થાપિની નિદ્રા આપીને ભુવનમાં ચિંતામણિ સમાન એવા જિનવરને લે છે. (૨૩૦૯) કરતલ પર સ્થાપીને, મનમાં જિનેશ્વરના અનંતગુણોની ભાવના કરીને શ્રેષ્ઠ શોભાવાળા પાંચ રૂપો કરી ભક્તિથી ભરાયેલો ઈન્દ્ર પ્રભુને મેરુ પર્વત પર લઈ જાય છે. (૨૩૧૦) ક્ષીરસમુદ્ર જેવી ઉજ્જવળ, કરાયેલ છે કુસુમનો ઢગલો જેની પર, રજ રહિત હોવાથી નિર્મળ એવી પાંડુશિલા પર ઝગઝગાટ કરતા રત્નના સિંહાસન પર શકેન્દ્ર પોતાના ખોળામાં પ્રભુને લઈને બેઠો. (૨૩૧૧) આસનકંપથી જણાયો છે જિનેશ્વરનો જન્મ જેઓ વડે, હર્ષિતમનવાળા એવા ઈશાનેન્દ્ર વગેરે સર્વે પણ ઈન્દ્રો ત્યાં આવ્યા અને પોતપોતાના દેવગણની અગ્રેસર રહ્યા. (૨૩૧૨) જ્યોતિષ, વ્યંતર ભવનપતિ નિવાસી હર્ષિતમનવાળા અસંખ્ય દેવો ત્યાં આવ્યા. તેમાનાં કેટલાક જિનેશ્વરના મસ્તકપર છત્રને ધારણ કરે છે અને કેટલાક સુપ્રયત્નથી ચામર ઢાળે છે. (૨૩૧૩) કેટલાકો ધૂપકડછીમાં વ્યાપૃત છે. અને બીજા કેટલાક ઈન્દ્રો દર્પણને લેવામાં વ્યાપૃત છે અને શુભમનવાળા એવા તેઓ જિનેશ્વરની આગળ ધરે છે અને બીજા પાણીવાળા વાદળોની જેમ ગર્જરવને કરે છે. (૨૩૧૪) કેટલાક દેવો ગાય છે, કેટલાક નાચે છે, કેટલાક ઉત્તમ પુષ્પોના સમૂહને મૂકે છે, કેટલાક કંઠથી સુંદર ગર્જના કરે છે, કેટલાક ઘોડાની જેમ હણહણાટ કરીને આકાશને ભરે છે. (૨૩૧૫) આ રીતે હણાયેલ છે કામદેવ જેના વડે એવા નેમિ જિગંદને નમેલા ઈન્દ્રો પ્રભુને શકેન્દ્રના ખોળામાં બેસાડે છે અને આગળ દેવો પોતપોતાની સેવા કરે છે. (૨૩૧૬) હવે વિકસંત મુખથી સેંકડો વચનોને બોલતા, રોમાંચના ઉદ્ગમથી પ્રકટિત કરાયેલ ભકિતના ભરથી નૃત્ય કરતી અપ્સરાઓના વૃંદથી સહિત ઈન્દ્રો કુસુમાંજલિને ધરે છે (૨૩૧૭) અને ત્યાં દેવો પારિજાત વૃક્ષની મંજરીઓથી મંડિત, કમળ અને કંચનાર વૃક્ષોના પાંદડાઓથી મર્દિત (સહિત), મોગરા અને માલતીના કળીઓથી મિશ્રિત, ચંદન, કપૂર અને અગરુથી વાસિત અને કુટુંબક, મરુઓ(ડમરો) અને સેવંતીના પુષ્પોથી સહિત, ચંપક અને વિકસિત શ્વેત પારાન્તિક પુષ્પોથી સહિત ગંધથી ખેંચાયેલ ભમતા ભ્રમરોનો સમૂહ છે જેની ઉપર એવા કુસુમના સમૂહને મૂકે છે. (૨૩૧૯) એ પ્રમાણે મોટા અનુરાગથી 109 Page #127 -------------------------------------------------------------------------- ________________ સુરેન્દ્રો નેમિ જિણંદના ચરણ યુગલમાં સકલ સુરજનમાં હર્ષને ઉત્પન્ન કરતી નિર્મળ શ્રેષ્ઠ, કુસુમાંજલિને ધરે છે. (૨૩૨૦) એટલામાં અચુતેન્દ્રની આજ્ઞાથી બધા ઈન્દ્રોના પોતપોતાના દેવ સમૂહો સફેદ કાંતિવાળા એવા ક્ષીર સમુદ્રના જળ સમૂહને લાવે છે. (૨૩૨૧) તથા તેઓ કલ્પવૃક્ષની મંજરીથી યુક્ત, ચૂર્ણવાસથી વાસિત, પુષ્કરાદિ સમુદ્રના નિર્મળ જળ દ્રહ, તીર્થ, કુંડ અને નદીઓના જળને લાવે છે. (૨૩૨૨) દેવો સ્નાનને માટે પાંડુક અને સોમનસ આદિ વનોની, હિમવંત વગેરે સ્નાનોથી, સર્વ ઔષધિયો તથા સરસવના કુસુમના સમૂહને લાવે છે તથા તુવર અને માટીના સમૂહને તથા હરિચંદનના સુગંધી ચૂર્ણને લાવે છે. (૨૩૨૩) આ પ્રમાણે કરાયેલી છે જિનની સેવા જેઓ વડે એવી સર્વ દેવીઓથી, સ્નાનની સામગ્રી લાવનાર સર્વ દેવોથી ભરાયેલ સર્વ આકાશ મંડળને હર્ષિત મનવાળા અચ્યુતેન્દ્ર જેયું. ત્યારે નિર્મળ મણિ અને મુકુટથી દીપતું છે મસ્તકનું મંડળ જેનું, શ્રેષ્ઠ આભરણ અને વસ્રોથી શોભતો, સ્ફુરિત મણિ અને રત્નના કિરણોના સમૂહથી શોભતો, અંગરક્ષકોથી સહિત, પર્યાદાથી સહિત, સામાનિક દેવોની સહિત, લોકપાલ દેવોથી સહિત, વૈમાનિક દેવોથી સહિત, સાત અનીક અને સાત અનીકાધિપતિથી સહિત, મનમાં મોટા સંભ્રમને વહન કરતો એવો અચ્યુતેન્દ્ર નાશ . કર્યા છે ભાવશત્રુઓ જેણે એવા તીર્થંકર નેમિ જિનના સ્નાનને માટે વિચિત્ર પ્રકારના એક હજારને આઠ ભિન્ન ભિન્ન જાતિના સુકળશોને ભક્તિથી સ્વયં હાથથી ઊંચકે છે. (૨૩૨૭) દેવો વડે ધારણ કરાયેલા કેટલાક મણિમય અને કેટલાક સુવર્ણમય કળશો શોભે છે અને બીજા કેટલાક શ્વેત ચાંદીથી બનેલા કળશો સુકૃત પુણ્યવાળા દેવો વડે હાથમાં ધારણ કરાયા છે. (૨૩૨૮) કેટલાક કળશો સુવર્ણ રૂપ્યમય છે, કેટલાક સુવર્ણ રત્નમય છે, કેટલાક રત્ન રૂપ્યમય છે, કેટલાક સુવર્ણ મણિ અને રત્નમય છે અને તેમાં બીજા કેટલાક માટીના છે. કેટલાક સ્વાભાવિક છે, કેટલાક વિકુર્વેલા છે. તે બધા દરેક એક હજારને આઠની સંખ્યામાં છે, કેટલાક કળશો શ્રેષ્ઠ ઝારી અને અરીસાથી યુક્ત છે. કેટલાક કુંભો ચંદનની માળાવાળા છે, કેટલાક કડછાથી સહિત છે, (૨૩૩૦) કેટલાક ઈન્દ્રો ન્હવણ સમયે પુષ્પગંગેરી, પટલ આદિ તથા થાળાદિને ગ્રહણ કરે છે. નવા હરિચંદનના લેપથી વિલેપન કરેલા, સુગંધી કુસુમોની માળાઓથી અલંકૃત, કલકલ અવાજથી સુશોભિત એવા શ્રેષ્ઠ કળશો એકી સાથે સર્વ આદરથી અચ્યુતેન્દ્ર વડે અભિષેક કરાયા. (૨૩૩૧) આ પ્રમાણે દેવોથી પૂજાયેલા, સજ્જનોને આનંદ આપનાર એવા અચ્યુતેન્દ્ર સ્નાનને કરાવે છે અને ત્યાં ગુણોમાં અગ્રેસર નેમિ જિનેશ્વર ભુવનમાં અભ્યધિક શોભે છે. (૨૩૩૨) અને આ જ વિધિથી પ્રાણાત કલ્પનો ઈન્દ્ર કળશોને લે છે અને સ્નાન કરાવે છે. પછી સહસાર દેવલોકનો ઈન્દ્ર નિર્મળ નીરના પ્રવાહને રેડીને ભગવાનને સ્નાન કરાવે છે. (૨૩૩૩) પછી છેદી નાખ્યો છે સંસાર રૂપી ચક્ર જેણે એવો સાતમા દેવલોકનો મહાશક્રેન્દ્ર જિનેશ્વરને સ્નાન કરાવે છે. પછી લાંતક કલ્પનો ઈન્દ્ર ગુણગણમાં ગરિષ્ઠ એવા જિનને નીચેથી અભિષેક કરે છે. (૨૩૩૪) પછી બ્રહ્મલોકનો ઈન્દ્ર નમેલા છે ઈન્દ્રો અને રાજાઓ જેને એવા જિનેશ્વરને સ્નાન કરાવે છે. પછી માહેન્દ્ર, સનતકુમાર અને ઈશાનેન્દ્ર સુગંધમય જળથી સ્નાન કરાવે છે. (૨૩૩૫) પછી ક્રમથી ચમર પ્રમુખ ભવનપતિના ઈન્દ્રો કર્મરૂપી મળથી મૂકાયેલા એવા જિનનું સ્નાન કરાવે છે. (૨૩૩૬) ફરી ચંદ્ર અને સૂર્યના ઈન્દ્રો, 110 Page #128 -------------------------------------------------------------------------- ________________ ખંભિત કરાયો છે ભવ પ્રવાહ જેના વડે એવા નેમિજિનને સ્નાન કરાવે છે. એ પ્રમાણે બાકીના ઈન્દ્રો જિનેશ્વરને ભવભયને ભાંગનારું એવું સ્નાન કરાવે છે. હવે સુગતિમાં જનારો સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર જે કરે છે તેને હું કહું છું. (૨૩૩૭) ઈશાનેન્દ્ર પાંચ રૂપ કરીને જિનેશ્વરને ખોળામાં લઈને બેસે છે. પછી સૌધર્મેન્દ્ર જિનેશ્વરની ચારેય દિશામાં મચકુંદ પુષ્પ જેવા ઉજજ્વળ ચાર વૃષભોને વિક છે. (૨૩૩૮) ચારેય વૃષભના આઠ શીંગમાંથી નીકળી, ઊર્ધ્વમુખી થઈ, શ્રેષ્ઠ દૂધ જેવી પ્રભાને ધારણ કરતી, એકત્ર મળીને શ્રેષ્ઠ પાણીની ધારાઓ જિનેશ્વરની ઉપર પડે છે. (૨૩૩૯) તે સ્વચ્છ ધારાઓ મરકત શિલા જેવી સ્વચ્છ નેમિજિનની છાતી પર હારાવલિની જેમ શોભે છે. પછી અચ્યતેન્દ્ર જેવી રીતે જિનનું સ્નાન કરાવ્યું તેવી રીતે શકેન્દ્ર પણ જિનને સ્નાન કરાવે છે. (૨૩૪૦) પછી સુગંધી કાષાય વસ્ત્રથી જિનેશ્વરના અંગને સર્વ આદરથી લૂછે છે અને શ્રેષ્ઠ વિલેપનોથી વિલેપન કરે છે અને શ્રેષ્ઠ વસ્ત્ર અને આભૂષણોથી શણગારે છે. (૨૩૪૧) પછી સુસુગંધી કલ્પવૃક્ષના અસંખ્ય ફુલોથી પૂજા કરે છે અને વગાડાતા દેવદુંદુભિના પડઘાઓથી આકાશ ભરાય છે. (૨૩૪૨) આમ ભકિતના ભરવાળો, દેવોના અધિપતિ એવો સોધર્મેન્દ્ર ભવભયને ભાંગનારું સ્નાન કરાવે છે. બૃહસ્પતિ તુલ્ય હોય, મતિથી અભ્રંશ હોય અને સો જીભવાળો હોય તો પણ શું તે સ્નાનનું વર્ણન કરી શકે ? (૨૩૪૩) હવે રણઝણ થતા મણિવલયવાળા, મહિવલયને કંપાવનારા, પગથી મોટા ભારને મૂકતા, ટૂટી રહ્યા છે શ્રેષ્ઠ હાર જેના, પોતાના મનમાં સંતોષ પામેલા હર્ષિત મનવાળા એવા ઈન્દ્રો પોતાની ભુજાઓ ઊંચી કરીને નૃત્ય કરે છે. (૨૩૪૪) જેમાં જિનચરિત્ર વર્ણવાયું છે એવા મધુર ગીતોને ગાનારો, શુભ વચન, મન અને કાયાવાળો એવો અપ્સરાનો સમૂહ મેરુ પર્વત પર ઇન્દ્રોની વચ્ચે નૃત્ય કરે છે અને જિનેશ્વરના ઘણાં ગુણોને મધુર ગીતોથી ગાય છે. (૨૩૪૫) ઘણાં આનંદને ઉત્પન્ન કરનારા નૃત્યને કરતા એવા દેવોના વંદો રત્નોની વૃષ્ટિ કરે છે, કેટલાક સુવર્ણની વૃષ્ટિ કરે છે, કેટલાક સુગંધી નીરની વૃષ્ટિ કરે છે, કેટલાક સુગંધી કુસુમોની વૃષ્ટિ કરે છે, કેટલાક વર્ષના નાદો કરે છે, કેટલાક સારવાળા પડઘાઓને કરે છે. (૨૩૪૬) કેટલાક દેવો કૂદે છે, કેટલાક હાથીની જેમ ગર્જે છે, કેટલાક ઘોડાની જેમ હણહણે છે, કેટલાક સિંહની જેમ નિર્માદ કરે છે, કેટલાક ભાટ ચારણની જેમ સુંદર પ્રચંડ મંગલોને બોલે છે, વધતા આશુરાગવાળો સૌધર્મેન્દ્ર શ્રી નેમિ જિનેશ્વરની સ્તુતિ કરે છે અને બધા દેવો સાંભળે છે (૨૩૪૭) તે આ પ્રમાણે' હે ભવરૂપી વૃક્ષને ભાંગવા માટે કઠોર પવન જેવા ધીર ! હે ગુણ રૂપી મણિઓને ધારણ કરનારા સમુદ્ર સમાન! હે ભયંકર મોહ રૂપી હાથીના કુંભને વિદારણ કરવા માટે યુવાનસિંહ સમાન ! હે કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી (શોભા) ના ઘર સમાન ! હે આકાશની જેવા નિર્મળ ! હે પાપ રૂપી કાદવને ધોનાર પાણી સમાન ! હે મહાબળવાન ! હે વિશુદ્ધ વિજ્ઞાની ! એવા હે દેવ! તારા ચરણ રૂપી કમળને નમું છું. (૨૩૪૮) હે રાગ રૂપી દુર્ભેદ્ય કમળને ભેદવા માટે હિમના પૂરસમાન ! હે ઠંડીની ઘનતાને હણવા માટે સૂર્યના મંડળ સમાન ! હે નિર્મળ બુદ્ધિના એક માત્ર ઘર ! હે દેદીપ્યમાન તેજના પંજ! હે ગુણ સમૂહના ધામ ! હે રમણની ઈચ્છા રૂપ અંકુરાને નાશ કરવા માટે પવન સમાન ! હે માયારૂપી વેલડીને મૂળ સહિત બાળવા માટે દારુણ 111 Page #129 -------------------------------------------------------------------------- ________________ દાવાનળ સમાન ! (૨૩૪૯) હે પરમ આગમ રૂપી ગંગા નદીની ઉત્પત્તિના કારણભૂત એવા હિમાલય પર્વત સમાન ! હે સારા જળથી ભરેલ નવા વાદળના અવાજ જેવા સુંદર વિશાળ મધુર ધ્વનિવાળા ! હે સિદ્ધિરૂપી કમળ માટે શ્રેષ્ઠ ભ્રમર સમાન! હે સુકુલમાં અવતરનાર ! હે સંસારથી તારનાર ! નિર્મળ કમળ રૂપી આગમનું કારણ એવા હે દેવ ! હું તને વંદુ છું. (૨૩૫૦) હે ચરણ- કરણને પાળવામાં ઘણો બંધાયો છે રસ જેમને એવા ! હે નરકનું નિવારણ કરનાર ! હે સ્ત્રીઓના સંગથી વિરક્ત થયું છે ચિત્ત જેમનું એવા ! હે કરુણાને ધારણ કરનાર ! હે હિંસાના સંગથી રહિત ! હે નિસ્પૃહ ! હે કઠોર ઈન્દ્રિયોના વશ માટે નિશ્ચિત કરાયો છે મનનો અભિપ્રાય જેના વડે ! હે ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને માટે દોરડીના બંધ સમાન ! હે સુંદર રચાયા છે આગમો જેના વડે ! હે કમળના દળ જેવી મનોહર કાંતિવાળા છે ચરણો જેમના ! હે પરના હિતને કરનારી મતિને વિશે તત્પર ! હે રાગ રૂપી સાપના સમૂહને નાશ કરવામાં ગરુડ સમાન ! હે લોભરૂપી સાગરને પાર પામનાર ! હે કુનય-કુસંગ-કુવાસ-હાસ્ય મત્સર રૂપી પર્વતને ચીરનાર (ભેદનાર) ! હે અંતરાય કર્મના સમૂહના રસના સંચયને જીર્ણ કરનાર ! (૨૩૫૨) હે અસાધારણ જરા-રોગ- મરણને વારનાર ! હે મોહ રૂપી શત્રુને નાશ કરવા માટે મોટા યશં સમાન ! હે શંકર-બહ્મા-વિષ્ણુ-શૂર-કામના સૈન્યની સાથેની લડાઈમાં વિજયી ! હું કિન્નરગણઈન્દ્ર અને મનુષ્યોના સમૂહથી મહાન ! હે મુક્તિમાં જનારાઓમાં અતિશ્રેષ્ઠ ! એવા હે પ્રભુ ! તારા ચરણ રૂપી કમળની સ્તવના કરુ છું. (૨૩૫૩) દેવોનું સતત આગમન છે જેમની પાસે એવા હે પ્રભુ ! હે પૃથ્વી મંડલમાં સુંદર ! હે મચકુંદ પુષ્પના દળ જેવા સફેદ છે દાંતો જેમના! હે ઉત્તમ વાણીના ભંડાર ! હે પર્વત જેવા બળવાન ! હે રમણીય શરીરી ! હે ગંભીરતાના સાગર ! હે સુગુણોને વિશે રાગી ચિત્તવાળા ! હે શ્રેષ્ઠ અને ઉદાર ચિત્તવાળા ! જીવોને વિશે મહાદયાવાન એવા હે પ્રભુ ! તમે જય પામો. (૨૩૫૪) હે સૌમ્ય ! દયાવાન ! સુસમૃદ્ધ ! સિદ્ધ ! સંબુદ્ધ ! નિરામય ! લીલા-ક્રીડા-વિલાસ રૂપી કાષ્ઠને બાળવા માટે દાવાનલ સમાન ! સિદ્ધિ રૂપી સ્રીને વિશે લીન ! અતિ વિશાળ સંસાર રૂપી સમુદ્રથી તારનારા ! સંપૂર્ણ ક્લેશને નિવારનારા ! એવા હે દેવ ! સંસારના વિરહને આપો. (૨૩૫૫) એ પ્રમાણે પ્રાકૃત સમાન સંસ્કૃત વચનોથી હર્ષપૂર્વક અરિષ્ટનેમિ જિનવરની સ્તુતિ કરીને સુરેન્દ્ર પંચાંગ પ્રણિપાત કરે છે. આ પ્રમાણે સ્તુતિ કરીને શકેન્દ્ર નેમિન્જિનને માતાની પાસે લઈ જાય છે. રત્ન સુવર્ણાદિ નિધાનોથી જિનભવનને પૂરે છે. (૨૩૫૭) આ પ્રમાણે બત્રીશ સુરેન્દ્રો વડે કરાયેલ જન્મ મહોત્સવ પૂર્ણ થયો. (બત્રીશ વ્યંતર ઇન્દ્રોનો ભુવનપતિમાં સમાવેશ કરવાથી બત્રીશ ઈન્દ્રો થાય છે.) જન્મ મહોત્સવનું શેષકાર્ય જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાંથી જાણવું તથા બત્રીશ સુરેન્દ્રો વડે સત્કાર કરાયેલ નેમિન્જિનને જોઈને પ્રભાત સમયે સમુદ્રવિજય વગેરે મનમાં ખુશ થયા. પછી બારમા દિવસે મોટો મહોત્સવ કરીને માતાએ જે શ્રેષ્ઠ રિષ્ટ રત્નમય ચક્રને સ્વપ્નમાં જોયું હતું તેથી માતાપિતા રિષ્ટનેમિ એ પ્રમાણે તેનું નામ સ્થાપે છે અથવા તો પુત્રના જન્મથી અરિષ્ટો નાશ પામ્યા અથવા દુશ્મનને પણ ઈષ્ટ હોવાથી અથવા અરિષ્ટફળ જેવા શ્યામ હોવાથી રૂપ અને ચરિત્રથી સકલ ભુવનને આનંદ આપનારા જિનેશ્વરનું નામ અરિષ્ટનેમિ એ પ્રમાણે સ્થાપન કરે 112 Page #130 -------------------------------------------------------------------------- ________________ છે. (૨૩૬૨) હવે જેમ જિનધર્મની આરાધના કરવાથી પુણ્ય પરમાણુનો સમૂહ વધે તેમ દેવોવડે સેવાતા તે ભગવાન વધે છે. આ પ્રમાણે નેમિજિન સુખપૂર્વક સમુદ્રવિજયને ઘરે રહે છે. અને આ બાજુ નિર્લજજ કંસ કોઈપણ રીતે વસુદેવના ઘરે ગયો અને ત્યાં ક્રીડા કરતી, નાસિકા છેદાયેલી એવી એક કન્યાને લાંબા સમય સુધી જુએ છે, ઘણાં વિકલ્પોથી ભય પામેલો ધ્રુજતા શરીરવાળો તે ઘરે ગયો અને કોઈપણ નૈમિત્તિકને બોલાવીને એકાંતમાં પૂછે છે કે જે દેવકીનો સાતમો ગર્ભ મારા વધને માટે મુનિ વડે કહેવાયો હતો તે મુનિવચન શું અલીક છે ? અથવા તો કન્યાના છળથી મારો કોઇ દુશ્મન જીવે છે ? અથવા તો તે રૂપ પરિવર્તન કરીને અન્યત્ર કયાંય લઈ જવાયો છે ? મને તું કહે તેથી નૈમિત્તિક કહે છે કે મુનિવચન કયારેય અલીક હોતું નથી. તારો દુશ્મન જીવે છે પરતું કયાં જીવે છે તે હું જાણતો નથી. પણ તેને જાણવાના ઉપાયને કહું છું. તો જે દુર્ધર, અતિમહાબળવાન, અભિમાની, તીક્ષ્ણશૃંગવાળો એવો અરિષ્ટવૃષભ જીવોના સંઘાતને હણતો ભમે છે અને મહાબળવાન, અતિ ભયાવહ, દુષ્ટ, જીવોને હણનારો તારી અશ્વશાળામાં બંધાયેલ જે કેશી નામનો ઘોડો છે અને પુષ્ટ શરીરવાળો જે ખર (ગધેડો) છે તથા લોકનો દુશ્મન એવો જે દારુણ ઘેટો છે તે બધાને તું વૃંદારક વનમાં છોડ. ભમતા લોકને હણતા આઓને જે મહાપરાક્રમી હણશે તેને તારો દુશ્મન જાણવો અને ઓળખવાનો બીજો પણ અહીં એક ઉપાય છે કે (૨૩૭૩) સુવર્ણ અને રત્નોથી બંધાયેલ, શ્રેષ્ઠ શ્રૃંગમાંથી નિષ્પન્ન, સર્વત્ર પૂજાતું, તારા પિતાના ઘરે જે વિખ્યાત ધનુષ્ય છે તેને ગ્રહણ કરવા કોઇપણ શક્તિમાન નથી તો પછી આરોપણ કરવાની તો શું વાત કરવી ? તે ધનુષ્યને ભાવિ અર્ધચક્રવર્તી આરોપણ કરશે એમ જ્ઞાનીઓએ કહ્યું છે તથા લીલાપૂર્વક તે ધનુષ્યને મુદ્ધિમાં સ્થાપન કરીને ચઢાવશે તે તારો અંત કરશે એમાં શંકા નથી. આ હકીકત સાંભળીને કંસ મરણના ભયથી વ્યાકુલતાને પામ્યો. નૈમિત્તિકને પૂજીને વિસર્જન કરે છે. પછી કહે છે કે અરિષ્ટવૃષભ, કેશી અશ્વ, ખર અને મેંઢો એ ચારને પોષીને બળવાન કર. (૨૩૭૮) અને જલદીથી મદને ગ્રહણ કરે તેમ તું કર. પછી પરિભ્રમણ કરતા તેઓને દુષ્ટ વૃંદારક વનમાં છૂટા મૂક. તેમજ ચાણ્ર અને મુષ્ટિક એ બે મલ્લોને સન્માન કરીને યુદ્ધ અને બાહુ (મલ્લ) યુદ્ધમાં જલદીથી કુશળ અને અતિ બળવાન બને તેમ કર. આ પ્રમાણે શત્રુના વિનાશમાં કરાયેલ છે નિશ્ચય જેના વડે એવો તે કંસ ઉતાવળ કરતો કયાંય પણ રતિને, નિદ્રાને અને સુખને મેળવતો નથી અને કંઇપણ ચેતનાને મેળવતો નથી, પ્રયોજન વિના પણ લોકો પર ગુસ્સે થાય છે, મારે છે, મંત્રી વર્ગનું અપમાન કરે છે, કારણ વિના પ્રજાને દંડે છે. ત્યારપછી ગ્રહથી ગ્રહિલની જેમ કંસ ઉપર સર્વ અંતઃપુર તથા સર્વ દેશવાસી ઘણો વિરક્ત મનવાળો થયો. (૨૩૮૩) કંસ સ્વપરહિત કે કાર્યાકાર્યને જાણતો નથી. નજીકમાં મૃત્યુ થવાનું હોવાથી હંમેશા ક્રોધી રહે છે. રામસહિત કૃષ્ણ પણ ક્રીડા કરતો તે ગોષ્ઠમાં ભમે છે. હવે કોઇક વખત પરમ રમણીય શરદઋતુ શરૂ થઇ. તે અરિષ્ટ વૃષભ અરિષ્ટ (અરીકા)ના ફળ સમાન કૃષ્ણ દેહવાળો કાળની જેમ ભમતો તે ગોષ્ઠમાં આવ્યો. મદોન્મત્ત બળવાન એવો તે ગર્જના કરીને સર્વ ગાયોને ત્રાસ આપે છે. ગોવાળીયાઓને મારે છે અને ઘરોને ભાંગે છે. 113 Page #131 -------------------------------------------------------------------------- ________________ પછી અરિષ્ટવૃષભથી ત્રાસિત સર્વ ગોવાળોનો સમૂહ ગોપીઓ તથા બળદ અને વાછરડાની સહિત પલાયન થઇ ચારેય દિશામાં ચાલ્યો ગયો. ગુસ્સે ભરાયેલા ગોવાળીયાઓ ઢેફા અને લાકડીઓથી પ્રહાર કરે છે પરંતુ ગુસ્સે થયેલ તે વૃષભ ઉન્મત્ત હાથીની જેમ કોઈને પણ ગણકારતો નથી. આ પ્રમાણે અનુચિતને કરનારા તે મહાવૃષભને જોઈને ગોપીઓથી વાતો પણ કૃષ્ણ તેના તરફ દોડે છે. જે કોટિ શિલાને ઉપાડે છે તેને આ બળદ માત્ર શું ગણતરીમાં હોય? તેથી લીલાપૂર્વક વિચિત્ર પ્રકારોથી કૃષ્ણ તે બળદની સાથે યુદ્ધ કરે છે. પછી પૂંછડું પકડીને કુતૂહલથી લાંબો સમય જમાડે છે અને મુષ્ટિથી પેટમાં એવી રીતે હણ્યો કે જેથી તે મૃત્યુ પામ્યો. (૨૩૯૨) હર્ષિત થયેલી પુષ્ટ સ્તનની છાતીવાળી ગોપીઓ પ્રકટ રાગથી કૃષ્ણને ફરી ફરી આલિંગન કરે છે. પછી બીજે દિવસે લાંબા પેટવાળો, વિષમ ઓઠવાળો, મોટી દાઢી અને ભયંકર મુખના પોલાણવાળો કેશી અશ્વ ભમતો ત્યાં આવ્યો. આ દુષ્ટ અશ્વના મુખમાં કોણી ભરાવીને કૃષ્ણ લીલાથી તેને નિર્બળ કર્યો અને જીર્ણ વસ્ત્રની જેમ બે ભાગ કર્યા. (૨૩૯૫) પછી હર્ષિતમનવાળા ગોપ અને ગોપીઓના સમૂહથી પ્રશંસા કરાતો કૃષ્ણ બીજે દિવસે બળદેવની સાથે વૃંદારક વનમાં ગયો. દુષ્ટ જળચરના સમૂહવાળી, વિષમ એવી મહાનદી યમુનાના કહને કિનારે કાલિક નામનો દષ્ટિ વિષ (૫) સર્પ વસે છે. તે દષ્ટિ વિષ સર્પ કૃષ્ણ વડે પોતાના સામર્થ્ય અને શકિતથી દૂર કરાયો. પછી બાળકોની સાથે કૃષ્ણ નિર્વિધન જળકીડા કરે છે. હવે બીજે દિવસે કૃષ્ણ અને બળદેવ મેંઢા અને ખરને હણે છે. પછી તુટ મનવાળા વૃંદારક વનમાં કીડા કરે છે. (૨૩૯૪) હવે કંસે અરિષ્ટ વૃષભ આદિનો મારણાદિનો સર્વ વ્યતિકર સાંભળ્યો, ત્યારપછી કંસે પોતાની બહેન સત્યભામાને ધનુષ્યની પૂજા માટે નિમણુંક કરી અને ઘોષણા કરાવી કે જે ધનુષ્યને ચઢાવશે તેને મારી બહેન સત્યભામા અને અર્થે રાજ્ય આપીશ અને ધનુષ્ય આરોપણ મહોત્સવ શરૂ કરાયો. સામંત રાજ, મંડલિક તથા સામાન્ય લોકો ત્યાં આવ્યા. વસુદેવ અને મદનવેગાનો પુત્ર અનાધૃષ્ટિ આ વ્યતિકરને સાંભળીને શૌર્યપુરથી ત્યાં આવે છે. (૨૪૦૩) એક રાત બળદેવની પાસે નંદગોઝમાં વસીને પ્રભાતે પોતાની સહાય માટે કૃષ્ણની માંગણી કરી. બળદેવ વડે રજા અપાયેલ કૃષ્ણ સાથે રથમાં આરૂઢ થયેલ અનાવૃષ્ટિ જેટલામાં ચાલવાની શરૂઆત કરે છે તેટલામાં ઊંચો રથ વડના મોટા વૃક્ષની ડાળીમાં અટવાયો. પછી અનાધૃષ્ટિને વ્યાકુળ જોઇને કૃષ્ણ તે વડના ઝાડને ભાંગ્યુ. એ પ્રમાણે ભાઈના સામર્થ્યને જોઈને, ભેટીને ચુંબન કરે છે અને ખુશ થયેલ અનાવૃષ્ટિ તથા કુષ્ણ ધનુષ્ય ગૃહમાં જાય છે ત્યાં તેણે ધનુષ્ય જોયું અને સુવર્ણકાંતિવાળી, ચંદ્રમુખી, વિશાળ અને પુષ્ટ સ્તનો છે જેની છાતી તલપર, ઉન્નત કમરવાળી, દષ્ટિના ક્ષેપ રૂપી બાણોથી કામીઓના હૈયાને વીંધતી એવી કંસની બહેન સત્યભામાને જોઈ. વિકસંત આંખવાળી એવી તે પણ લીલાથી કૃષ્ણને જેતી કામદેવરૂપી ભીલના ભાલાથી હૃદયમાં નિર્દય તાડન કરાઈ. (૨૪૧૦) પછી અનાવૃષ્ટિ દેવતાથી અધિષ્ઠિત તે બાણને જોવા શક્તિમાન થતો નથી તો પણ અભિમાનથી ગ્રહણ કરતો ધસ કરતો પૃથ્વી પર પડ્યો. પછી કૃષ્ણ દેવતાથી મૂકાયેલ ધનુષ્યને લીલાથી ગ્રહણ કરે છે અને દેવતાના અનુભાવ (પ્રભાવ)થી ચઢાવે છે. હવે (૩૧) દષ્ટિ વિષ સર્પ : જેની દૃષ્ટિમાં ઝેર હોય તેવો સાપ, સૂર્યની સન્મુખ દૃષ્ટિ કરી પછી જેના પર દષ્ટિ કરે તે જીવોને બાળીને ખાખ કરી નાખે તેવો સાપ. 114 Page #132 -------------------------------------------------------------------------- ________________ સર્વલોક પણ કૃષ્ણના અસાધારણ ચરિત્રને જોઇને હર્ષ પામે છે, વિશેષથી સત્યભામા પણ હર્ષ પામે છે, અને ત્યાંથી અનાધૃષ્ટિ કૃષ્ણને લઇને પિતા વસુદેવના ઘરે દરવાજા ઉપર કૃષ્ણને છોડે છે. એકલો અનાધૃષ્ટિ પિતાની પાસે જઇને કહે છે કે મેં ધનુષ્યનું આરોપણ કર્યું તેથી ગુસ્સે થયેલ વસુદેવ અનાવૃષ્ટિને કહે છે કે કોના વડે તું અહીં લવાયો છે? યમરાજથી ખેંચાયેલો તું કંસવડે નિશ્ચયથી મરાશે. આ સાંભળીને ભય પામેલ અનાધૃષ્ટિ કૃષ્ણને ગોષ્ઠમાં મૂકીને પોતે ફરી પણ શૌર્યપુરમાં સમુદ્રવિજયની પાસે ગયો. પછી સર્વત્ર લોકવાદ થયો કે નંદગોવાળના પુત્ર કૃષ્ણવડે ખરેખર દેવતાથી અધિષ્ઠિત બાણ ચઢાવાયું. પછી પ્રદેષી કંસ કૃષ્ણના ઘાતને માટે મથુરા નગરીમાં મોટા ધનુષ્ય મહોત્સવની ઘોષણા કરાવે છે. ત્યાં મંચો બંધાવે છે અને બળવાન મલ્લોને બોલાવે છે અને ગોષ્ઠમાં કૃષ્ણે પણ મલ્લયુદ્ધને સાંભળ્યું તેથી બલદેવને કહ્યું કે આપણે મલ્લયુદ્ધ જોવા માટે ત્યાં જઇએ. બળદેવે આ વાત સ્વીકારી. પછી તેઓ જશોદાને કહે છે કે આને સ્નાન કરાવીને તૈયાર કર પરંતુ જશોદા હજી પણ જેટલામાં તૈયાર નથી કરાવતી તેટલામાં નિન્નુર વચનોથી બળદેવે કહ્યું કે તું દાસીપણાને જાણતી નથી. પોતાની નીચજાતિને જાણતી નથી જેથી અમારું કહેલું તું જલદી કરતી નથી અને આ માતાના પરિભવને સાંભળીને કૃષ્ણ મનમાં ગુસ્સે થયો. બંને પણ સ્નાન માટે ઘણાં ગોવાળોના સમૂહથી યુક્ત યમુના નદી પાસે આવ્યા. પછી બળરામે કૃષ્ણને કહ્યું કે હે વત્સ ! તું દીર્ઘ નિશ્વાસવાળો કેમ દેખાય છે? તથા અત્યંત દુભાયેલ હૈયાવાળો કેમ છે ? કૃષ્ણ કહે છે કે તે મારી સમક્ષ માતાને નિર્ભર્ત્યના કરી. આરાધિત કરાયા છે વડીલો જેના વડે એવા તારા જેવાઓને હંમેશા આવું કરવું યોગ્ય નથી. કંસની સાથે વેર છે એમ આને જણાવવા યોગ્ય સમય છે એમ મનમાં વિચારીને બળદેવ કહે છે કે તને કંઇપણ જણાવવા માટે મારાવડે માતા તર્જના કરાઇ પણ દ્વેષથી નહીં. હે વત્સ ! તે વ્યતિકર તારે આ પ્રમાણે જાણવો. (૨૪૨૮) જશોદા તારી માતા નથી. નંદ તારો પિતા નથી. હે વત્સ ! દેવકરાજાની પુત્રી દેવકી તારી માતા છે. હે કૃષ્ણ ! સૌભાગ્યનિધિ ભુવનમાં વિખ્યાત, સુભટ, દેવ-મનુષ્ય અને ખેચરોથી નમાયેલ, જાદવોમાં ઉત્તમ એવો વસુદેવ તારો પિતા છે. ગોકુળના પૂજનના બાનાથી આંખમાં ભરાયેલ આંસુવાળી જે મહીને મહીને તારી પાસે આવે છે અને તારા મુખમાં સ્તનના દુધને આપે છે અને હંમેશા દીર્ઘ નિશ્વાસા મૂકે છે તે દેવકી તારી માતા છે એમ જાણ અને પિતા પણ દેવ સમાન લીલા તથા સુખોને અનુભવતો અહીં રહે છે. હું તારો મોટોભાઇ અહીં તારા રક્ષણ માટે મોકલાયો છું. એ પ્રમાણે સાંભળીને વિસ્મિત હૈયાવાળો કૃષ્ણ બળદેવને કહે છે કે જો એમ છે તો આપણે ગોકુળમાં કેમ વસીએ છીએ ? (૨૪૩૪) પછી બળદેવે અતિમુક્તક મુનિવરના વચનો તથા છ ભાઇના નાશ વગેરેનો વ્યતિકર કૃષ્ણને કહ્યો. આ સાંભળી પ્રગટ થયો છે ઘણો કોપ જેને એવો કૃષ્ણ કહે છે કે મારા ભાઇઓ જેના વડે હણાયા છે તેને જો હું હમણાં ન હણું તો બાલ-વૃદ્ધ-સ્ત્રી-ગુરુ-દીનના વિદ્યાત કરનારાઓની ગતિને હું પામું એ પ્રમાણેની પ્રતિજ્ઞા તારી હાજરીમાં હું ગ્રહણ કરું છું. પછી બળભદ્ર કૃષ્ણને આલિંગન કરી મસ્તકમાં ચુંબન કરીને કહે છે કે હે વત્સ ! તારી પ્રતિજ્ઞા સારી છે અને તે કંસ હણાયો જ છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને બળદેવથી યુક્ત કૃષ્ણ ગોષ્ઠમાં ગયો. શૌરી પણ 115 Page #133 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણના રક્ષણ માટે ઘણાં ઉપાયોને કરે છે. શ્રી સમુદ્રવિજય વગેરે પોતાના સર્વ ભાઈઓને અને અક્રાદિ સર્વે પુત્રોને તેડાવે છે. તેઓ પણ ત્યાં આવ્યા અને મંચપર યથાયોગ્ય સ્થાને બેઠા તથા બાકીના રાજાઓ પણ યોગ્ય સ્થાને બેઠા. કંસને પણ પહેલો પશ્નોત્તર અને બીજો ચંપક નામનો એમ મહામદવાળા બે હાથીઓ છે. ત્યાં મહાવતોને શિખામણ આપીને કૃષ્ણ અને બળદેવના ઘાતને માટે નગરના દરવાજા પર બંને હાથીઓ મુકાયા. (૨૪૪૩) કૃષ્ણ અને બળદેવ પણ ઘણાં ગોવાળોની સાથે શ્રેષ્ઠ શૃંગાર કરીને લીલાપૂર્વક ત્યાં આવ્યા. પછી બંને મહાહાથીઓ પ્રેરણા કરાયા. પદ્મોત્તર મહાહાથી કૃષ્ણ તરફ અને ચંપક મહાહાથી બળદેવ સામે ધસ્યો. સિંહ કિશોરની જેમ કૃષ્ણ અને બળદેવ તેઓની સાથે યુદ્ધ કરે છે. કૂદે છે, ભમે છે, દાંત તથા કુંભ સ્થળ પર ચઢે છે. એ પ્રમાણે તેઓના મુષ્ટિઘાતાદિથી પીડાયેલા કંપતા શરીરવાળા ખિન્ન થયેલા, ઉખેડાયેલ દાંતવાળા બંને વરાકડા હાથીઓ મરણ પામ્યા. તેથી વિસ્મિત હૃદયવાળા લોકથી પ્રશંસા કરાતા છે બળ અને રૂપ જેના, કૂદતા ગોવાળીયાઓથી યુક્ત એવા કૃષ્ણ અને બળદેવ બંને પણ મહેલ જેવા મંચોથી યુક્ત, મોતી અને શ્રેષ્ઠ પુષ્પોનો અવચૂલ (૨) છે જેમાં, નિરુપમ વસ્ત્રોનાં ચંદરવા છે જેમાં, ચંદન અને કસ્તુરીના પ્રચુર રસોથી સીંચાયેલ, પુષ્પ અને પૂજાની સામગ્રીથી યુક્ત, શ્રેષ્ઠ સુવર્ણ અને રત્નોના તોરણવાળા દરવાજાઓ છે જેમાં એવા મલ્લોના અખાડામાં આવ્યા અને પછી એક મંચ ઉપર આવી ચંદ્ર અને સૂર્ય સમાન તેજવાળા પોતાની પ્રભાથી સર્વ પણ રાજસમૂહનો પરાભવ કરતા બીજા લોકોને ખસેડીને બેઠા. પછી બળદેવે કૃષ્ણને કંસ શત્રુ બતાવ્યો અને કમથી સમુદ્રવિજય વગેરે સ્વજનો બતાવાયા. બીજા રાજાઓ વગેરે પણ કૃષ્ણ અને બળદેવને જુએ છે અને પરસ્પરને કહે છે કે આ અસાધારણ કાંતિવાળા કોણ છે? પરમાર્થ શું છે એમ કોઈ જાણતું નથી. પછી કંસથી પ્રેરાયેલા બીજા ઘણાં મલ્લો યુદ્ધ કરે છે પછી ચાણૂર મલ્લ પણ કંસની દષ્ટિની સંજ્ઞાથી ઊભો થયો અને ઘણાં ખુંખારા મારતો, ભૂમિને પગથી ત્રણવાર પછાડતો સર્વપ્રેક્ષક જનને આકર્ષે છે. “પરાક્રમ સહિત અને ઉત્સાહ સહિત જે કોઈ પોતાના ભુજના બળના ગર્વને ધારણ કરે છે તે પોતાના બાપનો બેટો હોય તો જલ્દી અહીં આવે.” એવા ચાણુરના વચનથી ગુસ્સે થયેલ કૃષ્ણ મંચ ઉપરથી કૂદીને સિંહની જેમ વારંવાર ફલાંગ મારતો રંગમંચના મધ્યભાગમાં આવ્યો. (૨૪૫૬) કૃષ્ણના હાથના આસ્ફાલનથી ઉત્પન્ન થયેલા નિયુર પડઘાઓથી જર્જરિત થયેલ આકાશ જાણે ફાટે છે. તથા ચરણના પ્રહારથી હણાયેલું મહિતલ જાણે તૂટે છે. એ પ્રમાણે યુદ્ધ માટે સજ્જ થયેલ મનવાળા કૃષ્ણને રંગમંડપમાં આવેલો જોઇને સમુદ્રની જેમ મોટા કલકલ અવાજથી રંગમંડપમાં રહેલો લોક સુભિત થયો. ચાણૂર ઘણો કઠિન, પુષ્ટ સ્કંધવાળો, પ્રચંડ ભુજા દંડવાળો છે જ્યારે કૃષ્ણ બાલાવસ્થાવાળો છે તેથી આ બેનું યુદ્ધ ઉચિત નથી. એ પ્રમાણે બોલતા લોકને સાંભળીને ગુસ્સે થયેલ કંસ કહે છે કે કોના વડે પ્રાર્થના કરીને આ ગોવાળીયા અહીં લવાયા? જે ખીર ખાઈને ઉન્મત્ત થયેલા આ સ્વયં યુદ્ધ કરે છે તો તેઓને કોણ રોકે ? અને આ નિરીક્ષણ કરનાર લોક શું પારકાની ચિંતામાં રત છે ? આ પ્રમાણે કુપિત થયેલ કંસના (૩૨) અવચૂલ એટલે ધ્વજા અથવા તો નિશાનની નીચે બાંધેલું વસ્ત્ર ફરકો 116 Page #134 -------------------------------------------------------------------------- ________________ વચનને સાંભળીને લોક શાંત થયો. પછી કૃષ્ણ લોકને કહે છે કે દૂધ પીનારો એવો આ ગોવાળ બાળક જે કંઇપણ કરે છે તેને સ્વસ્થ થઈ તમે એક ક્ષણ જુઓ. નાનું એવું પણ વજ શું મોટા પર્વતને ફાડતું નથી ? વચનયુદ્ધ, દષ્ટિયુદ્ધ, મલ્લયુદ્ધ અને શસ્ત્રયુદ્ધ એમ યુદ્ધ ચાર પ્રકારે છે તેમાં શસ્ત્ર યુદ્ધને છોડીને બાકીના યુદ્ધો પ્રધાન છે. મલ્લોને મલ્લયુદ્ધ હોય છે. વાદીઓને વચન યુદ્ધ હોય છે. અધમોને શસ્ત્ર યુદ્ધ હોય છે અને ઉત્તમ પુરુષોને દષ્ટિ યુદ્ધ હોય છે. આ મલ્લયુદ્ધમાં ચાણૂર ખરેખર અભ્યાસી છે પરંતુ હું મલ્લયુદ્ધનો અભ્યાસી નથી તેથી હમણાં અંતર (તફાવત)ને જુઓ. આ પ્રમાણે કૃષ્ણની ધિક્રાઈને જોઈને કંસ શંકિત થયો અને દુષ્ટ દષ્ટિથી બીજા મુષ્ટિક મલ્લને ઈશારો કરે છે. તેને ઊભો થયેલો જોઇને બળદેવ પણ જલદીથી મંચ પરથી ઊતરીને કૃષ્ણની પાસે જલદીથી આવે છે. (૨૪૬૮) એકબાજુ કૃષ્ણ અને બળદેવ છે અને બીજી બાજુ તે બંને પણ મહા મલ્લો પૃથ્વીની પીઠને કંપાવતા ગુલાંટ ખાવાને પ્રવૃત્ત થયા. ચપેટાઓથી, મુઢિઓથી અને વિવિધ પ્રકારના કૅચી (કાતર) બંધ વગેરે બંધોથી યુદ્ધ કરવા પ્રવૃત્ત થયા, કૃષ્ણ ચાણૂર મલ્લની સાથે અને બળદેવ મુષ્ટિક મલ્લની સાથે યુદ્ધ કરે છે. પછી તેઓના મોટા પ્રહારના પડઘાઓથી આકાશ જાણે વેદનાપણાથી અવાજ કરે છે. પ્રતિસમય તેઓના સિંહનાદને સાંભળીને અને મહાભયંકર યુદ્ધને જોઇને ભયભીત મનવાળો પ્રેક્ષક જન ક્ષોભ પામે છે. (૨૪૭૨) વજથી પર્વતના શિખરની જેમ કૃષ્ણ નિષ્ફર મુષ્ટિથી ચાણૂર મલ્લના હૃદયને તાડન કરે છે. કોઈપણ રીતે લક્ષ્ય ચૂકવીને પછી બખ્તર પહેરીને ચાણૂરે પણ કૃષ્ણને છાતીમાં એવી રીતે હણ્યો કે જેથી તે શરીરની પીડાથી વ્યાકુળ ચારે દિશાઓને જુએ છે. હવે ખુશ થયેલ કંસ મલ્લને દષ્ટિથી ઇશારો કરે છે અને મલ્લ પણ જેટલામાં મુષ્ટિ ઉગામીને કૃષ્ણને મારવા દોડે છે તેટલામાં મુષ્ટિક મલ્લને છોડીને બળદેવ ચાણૂર મલ્લને હૃદયમાં એવી રીતે તાડન કરે છે કે જેથી તે આંખ મીંચીને પૃથ્વી પર ઢળી પડ્યો. પછી કૃષ્ણ અને ચાણૂર પણ ભાનમાં આવીને વેગથી ઊભા થાય છે પછી કૃષ્ણ ચાણૂરને માથાથી દઢ પકડીને પૃથ્વી પર પાડે છે અને હૃદયપર એક જ ભરાવીને મુષ્ટિથી . એવી રીતે હણે છે કે જેથી તેની આંખો ફુટે છે પછી તેના મુખ-શ્રવણ અને નાસિકામાંથી લોહીનો પ્રવાહ નીકળ્યો. (૨૪૭૮) પછી નીકળતો છે ધાતુનો પ્રવાહ જેમાંથી એવા પર્વતની જેમ આ મરણ પામ્યો. પછી તેને મરેલો જોઈને ભય પામેલો કંસ કહે છે કે અરે ! અરે! આ બે ગોવાળોને પકડો અને મારો. મારી આજ્ઞાથી પરિવાર સહિત નંદને પકડીને મારો અને આપણું અહિત કરનાર તેનું સર્વસ્વ ગ્રહણ કરો અને જે બીજો કોઇપણ દુષ્ટાત્મા નંદનો પક્ષપાત કરશે તે પછી ભલે અમારો સ્વજન હોય તો પણ મરાશે એમાં કોઈ શંકા નથી. આ પ્રમાણે સાંભળીને સ્કુરાયમાન થતો છે કોપરૂપી અગ્નિ જેને એવો કૃષ્ણ કંસને કહે છે કે રે દુષ્ટી મારા બાળક એવા ભાઈઓને માર્યા છે તેને તું યાદ કર અને તે પાપોના ફળોને તું હમણાં અનુભવ અને જે એવો કોઈ સમર્થ હોય તે તારે યમરાજના ઘરમાં જવાનું છે તેનાથી રક્ષણ કરે (અર્થાત્ તને મરણથી બચાવે). (૨૪૮૪) આમ કહીને કૃષ્ણ છલાંગ મારીને મંચ પર ચડ્યો અને કંસના મુકુટને પાડીને ભયથી કંપતી આંખવાળા ચારેય દિશાઓને જોતા કંસના માથાના વાળને દઢ 117 Page #135 -------------------------------------------------------------------------- ________________ પકડીને મંચ ઉપરથી પૃથ્વીતલ પર પાડીને ચુરાતા છે આભારણો જેના, વ્યાકુલ અને સરકીને . ભૂમિ પર પડેલું છે વસ્ત્ર જેનું એવા કંસને ફરીથી પણ કૃષ્ણ કહે છે કે હે પાપી ! મરણના ભીરુ તારાવડે જે પાપ કરાયું છે તેના જ પ્રભાવથી તું હમણાં મરશે. પોતાની રક્ષા માટે જે કોઈ ઉપાયો કરાયાં તે જ ઉપાયો પોતાના કરાયેલ મહાપાપના કારણે સર્વે અનર્થફળને આપનારા થયા. આ પ્રમાણે કંસને કહીને કદર્થના કરતા કૃષ્ણને જોઈને ભયભીત અને વિસ્મિત હૃદયવાળો આ અતિ અદ્દભુત શું છે એ પ્રમાણે બોલતો સર્વલોક ચિત્રની જેમ આલેખાયેલો ત્યાં રહ્યો. (૨૪૮૯). અને આ બાજુ બળદેવ નેત્રકબંધથી (૩) સજ્જ થઈને (બાંધીને) કોપથી વધતા વીર્યથી પોતાની છાતી સાથે મુષ્ટિક મલ્લને ગલાપાશથી ગાઢ બાંધ્યો અને પછી કોઈક એવી રીતે નિર્દયભીંસ દીધી કે જેથી તેના અંગોપાંગ યુરાઈ ગયા અને આંખો બહાર નીકળી ગઈ. પછી લોહીના સમૂહને વમતો, સર્વ શ્વાસ રૂંધાતા યમરાજનો અતિથિ થયો. (૨૪૯૨) પછી કંસના સૈનિકો તલવારોને ઉગામીને જેટલામાં કૃષ્ણને હણવા દોડે છે તેટલામાં ગુસ્સે થયેલો બળદેવ મંચના મોટા થાંભલાને ઉખેડીને મહાભટ્ટોને ચૂરતો ઊભો થયો. પછી ગુસ્સે થયેલ યમરાજ જેવા બળદેવને જોઈને સર્વ સૈનિક પલાયન થાય છે અને કંસ પણ મસ્તક પર નખ અને પગના ભારથી કૃષ્ણ વડે એવી રીતે આકાંત કરાયો કે જેથી તત્પણ તે પાપીની કથા સમાપ્ત થઈ (અર્થાત્ મરણ પામો). અને આ બાજુ કંસવડે જરાસંધ પાસેથી જે સૈન્ય માગીને લવાયેલ હતું તે સમગ્ર સૈન્ય સજ થવા તૈયારી કરી. પછી સમુદ્રવિજય વગેરે જાદવો પોતાના સર્વબળથી સહિત તેની સાથે યુદ્ધ કરે છે અને નાયક વગરનું જરાસંધનું સૈન્ય ભંગાયું. પછી જેવી રીતે પવનથી પ્રેરાયેલા વાદળનો સમૂહ દિશાઓમાં વિખરાય છે તેમ જાદવરૂપી કુશળ પવનથી પ્રેરાયેલ અને રુંધાયો છે પુર પ્રવેશ જેનો એવું સર્વ સૈન્ય દિશાઓમાં પલાયન થયું. (૨૪૯૮) ભાઈઓના વધથી ગુસ્સે થયેલ કૃષ્ણ કંસને પણ વાળથી પકડીને રંગમંડપમાંથી ખેંચીને બહાર ફેંકયો અને પછી યાદવના વચનથી અનાવૃષ્ટિ શ્રેષ્ઠ રથ લઈ આવીને કૃષ્ણ અને બળદેવને રથમાં બેસાડીને ખુશ થયો. આ વાસુદેવના ઘરે જાય છે અને સર્વ યાદવ વર્ગ પણ વાસુદેવના ઘરે રહે છે. પછી સભા ભરીને સર્વ યાદવ વર્ગ બેઠો. કૃષ્ણ અને બળદેવને આવતા જોઈને અતીવ હર્ષથી શૌરી ઊઠીને તેઓની સન્મુખ જઈને આલિંગન કરે છે. કૃષ્ણને ખોળામાં અને બળદેવને અર્ધાસન ઉપર બેસાડીને બેઠેલો વસુદેવ ફરી ફરી મસ્તક પર ચુંબન કરે છે. (૨૫૦૩) પછી અજાણ એવા જાદવો પૂછે કે આ કોણ છે? વસુદેવ મૂળથી સર્વવૃત્તાંત તેઓને જણાવે છે. પછી સમુદ્રવિજય રાજા ખોળામાં રહેલા કૃષ્ણને અને મોટા માહત્મવાળા બળદેવને ફરી ફરી અભિનંદે છે પછી એક નસકોરાવાળી પુત્રીની સાથે ખુશ થયેલી દેવકી આવીને કૃષ્ણને મોટા સ્નેહથી ભેટે છે. હવે સર્વ જાદવોએ કૃષ્ણની અનુમતીથી મંત્રણા કરીને ઉગ્રસેનનો મથુરાપુરીના રાજ્ય પર અભિષેક કર્યો અને શ્રેષ્ઠ રૂપવાળી સત્યભામા પુત્રી ઉગ્રસેનવડે કૃષ્ણને અપાઈ અને કૃષ્ણવર્ડ ( mત્રક એટલે ધોસરી સાથે બળદના ગળા આસપાસ વીંટાતો વચ્ચે બદામ જેવા ઘાટની ગૂંથણીવાળો પટ્ટો કે દોરડું જે બળદને ધોંસરાની સાથે બાંધી રાખે છે. 118 Page #136 -------------------------------------------------------------------------- ________________ પણ મોટી વિભૂતિથી લક્ષણથી યુક્ત એવી તે પરણાઈ. (૨૫૦૮). અને આ બાજુ કંસના અંતઃપુરવડે તેના વધમાં ઘણો પ્રલાપ કરાયો. તથા મરાયેલા, ધૂળથી ખરડાયેલા, દુઃસ્થ એવા કંસને જોઈને અતિદુઃખી થયેલી જીવયશા પણ ઘણો પ્રલાપ કરે છે. સજ્જ (બાળવા માટે ઠાઠડીમાં બંધાયેલ) કરાયેલ કંસને જલાંજલિ પણ આપતી નથી અને કહે છે કે પિતાને કહીને, જાદવ, બળદેવ, કૃષ્ણ અને નંદનો ગોત્ર સહિત નાશ કરાવીને પછી હું પતિનું મરણોત્તર કાર્ય કરીશ. (૨૫૧૧) આ વાત સમુદ્રવિજય વગેરેએ સાંભળી અને જીવ શાને કહેવડાવ્યું કે તું પિતાની પાસે જલદી જઈને આ સર્વ વાત જણાવ. પછી તે તુરત પિતાની પાસે ગઈ. છૂટાવાળવાળી અને રડતી જીવયશા કંસના વધની હકીકત સભામાં બેઠેલા જરાસંધને કહે છે પછી આશ્વાસન આપીને વિશેષથી પુછાયેલી જીવયશાએ અતિમુક્તક મુનિના વચનાદિ વ્યતિકરને મૂળથી કહ્યો. તેણે કહ્યું કે હે પુત્રી ! નંદની સાથે કૃષ્ણ પ્રથમ દિવસે ન હણાયો તે સારું ન થયું અને મેં પણ ત્યારે આ વાત ન કરી. દોષો, કુશીલ સ્ત્રી, વ્યાધિ, શત્રુઓ, લુચ્ચાઓ અને દુષ્ટોને મૂળમાંથી રુંધવામાં ન આવે તો વધતા એવા આ દુઃખને માટે થાય છે. (૨૫૧૬) * તેથી તું હમણાં રડ નહીં જે અનાર્ય શત્રુઓએ મારા જમાઇને હણ્યો છે તેના નામને પણ હું નાશ કરીશ. આ પ્રમાણે આશ્વાસન આપીને સોમક નામના રાજાને શિખામણ આપીને સમુદ્રવિજયાદિ રાજાઓની પાસે મોકલે છે. તે પણ તેઓની પાસે જઈને કહે છે કે રાજા જરાસંધ તમને જે આદેશ કરે છે તેને તમે સાંભળો. ગોવાળીયા કૃષ્ણ અને રામે મારા જમાઈને કપટથી હણ્યા છે તેથી જો તમે પોતાની રિદ્ધિને ઇચ્છતા હો તો બંનેને મને સોંપી દો. પછી સમુદ્રવિજય કહે છે કે ભાઈના વેરમાં કૃષ્ણવર્ડ કોઈક રીતે કંસ હણાયો છે તો તેમાં રાજાને ખેદ કેમ થાય છે? એવી કોઈપણ અનીતિ નથી કે જે કંસે ન આચરી હોય તેથી જરાસંધ રાજાને પણ આ કંસ નિગ્રહ કરવા યોગ્ય હતો તેથી કૃષ્ણ તેને હણ્યો છે તેમાં શું અયુક્ત છે? અને જો જીવયશા તમારા વડે તેને અપાઈ છે તો પણ શું બીજો કોઈ ભાઈઓના વધને સહન કરે? આ પ્રમાણે બીજા પણ યાદવો વડે પોતાનો મત કહેવાય છતે સોમક પણ કહે છે કે અરે ! તમારે આનાથી શું? યુક્તાયુકત વિચારને સ્વામી જ જાણે છે પણ સેવકોએ તો સ્વામીનો આદેશ જ કરવો જોઈએ. વિકલ્પોથી શું? જે રાજાનું સૈન્ય લવણ સમુદ્રને પી જાય છે તો પછી ખાબોચીયાના જળમાર્ગના પાણી જેટલા તમારી તેને શું ગણના હોય? સ્વામી પોતાની ઉદારતા (મોટાંઈ)થી તારી પાસે કોઈક રીતે ગોવાળીયાઓને માગે છે તો એટલા માત્રથી શું તે સ્વયં લેવાને અસમર્થ થયો? તેથી નિરર્થક જ બળવાનની સાથે તું વિરોધ ન કર. તું રિદ્ધિને હાથ ન આપ, (સત્તાસંપત્તિને ગુમાવ નહીં) તે ગોવાળોને અર્પણ કર. (૨૫૨૮) આ પ્રમાણે સાંભળીને કોધ સહિત ઊભો થયેલો કૃષ્ણ કહે છે કે અરે! અમે ઘણાં છીએ એ પ્રમાણેનો તમારે કયો ગર્વ છે? અસંખ્યાતા તારાઓથી યુક્ત ચંદ્ર શું રાહુ વડે કોળીયા નથી કરાતો? ઘણાં પત્રોવાળો વૃક્ષોનો સમૂહ શું પવન વડે નથી ભંગાતો? આ જગતમાં કોઈનો પણ સેવક સ્વામીભાવ શાશ્વત નથી કારણ કે લોકમાં પ્રભુત્વ એ પરાક્રમ અને નીતિને અધીન છે. નીતિ સુબુદ્ધિવાનોને હોય છે અને તે સુબુદ્ધિ તમને નથી કારણ કે અકાર્યમાં જે કદાગ્રહ 119 Page #137 -------------------------------------------------------------------------- ________________ આરંભાયો છે તે વિનાશને માટે થાય છે જેથી કહેવાયું છે કે કેળ અને વાંસના વૃક્ષને (૪) જો ફળ થાય તો તે તેના વિનાશને માટે થાય છે. તેમ પુરુષોને અકાર્યમાં થયેલો રાગ કુળના વિનાશને માટે થાય છે પછી તે દૂત શ્રેષ્ઠ આકૃતિવાળા, સ્થિર, સુમતિમાન એવા કૃષ્ણ અને બળદેવને આશયપૂર્વક વારંવાર જુએ છે. પછી સમુદ્રવિજય કહે છે કે હે સોમક ! રાજાને કહેજે કે પુત્રોની માગણીને છોડીને અન્ય કરણીયનો આદેશ કરે. પછી સોમકે કહ્યું કે જો તું પુત્રોને અર્પણ નહીં કરે તો પૃથ્વી પર તારા વાસની વાત તો દૂર રહી પાતાળમાં પણ તારા વાસને હું જોતો નથી અને પછી અનાવૃષ્ટિ કઠોર વચનોથી દૂતને ધમકાવે છે અને અપમાનિત અને દુભાયેલ મનવાળો તે પણ ત્યાંથી નીકળી ગયો. (૨૫૩૭) પછી બીજે દિવસે સર્વ પણ યાદવો જેટલામાં કાર્ય (હવે શું કરવું તે)ની વિચારણા કરે છે તેટલામાં તેઓએ શ્રેષ્ઠ નૈમિત્તિક ક્રોટ્કિને પુછ્યુ. ક્રોકિ કહે છે કે મહાબળવાન કૃષ્ણ અને રામ જલદીથી અહીં અર્ધભરતક્ષેત્રના સ્વામી થશે તેમાં કોઇ શંકા નથી. તમે હમણાં વિંધ્યપર્વતની અભિમુખ પશ્ચિમ દિશામાં જાઓ અને પશ્ચિમ સમુદ્રના કાંઠે જઇને નિશ્ચિત થઇને રહો. કૃષ્ણની અગ્રમહિષી સત્યભામા જ્યાં પુત્રયુગલને જન્મ આપે ત્યાં તમારે નગરીની સ્થાપના કરવી. એ પ્રમાણે નિશ્ચય કરીને શુભદિવસે સર્વે પણ યાદવો પશ્ચિમ દિશાને સન્મુખ રાખી નીકળ્યા અને તેઓની સાથે મથુરા સંબંધી તથા સુરસેન દેશનો લોક તથા સંપૂર્ણ શૌર્યપુર તથા કુશાર્ત દેશનો લોક ગયો. (૨૫૪૩) અને આ બાજુ સોમકવડે સર્વ વ્યતિકર કહેવાયે છતે ગુસ્સે થયેલ જરાસંધે કરેલી છે મોટી પ્રતિજ્ઞા જેણે એવા બળવાન કાલ નામના પોતાના પુત્રને ઘણાં બળવાન પાંચશો રાજાઓની સાથે યાદવોની ઉપર મોકલે છે. યાદવો આગળ ચાલે છે અને કાલ પાછળ જાય છે અને જેટલામાં કાળ વિંધ્યાચળની રમણીય તળેટીમાં પહોંચ્યો તેટલામાં ભરતાર્ધના દેવતાઓ બે સૈન્ય વચ્ચે થોડું અંતર જાણીને બીજે દિવસે કૃષ્ણ અને રામના રક્ષણ માટે માર્ગમાં એક દરવાજાવાળા વિસ્તૃત અને ઊંચા પર્વતને તથા જ્વાળાઓના સમૂહોથી આકાશને ભરી દેતી હજારો ચિતાઓ ત્યાં વિકુર્વે છે. વર્ષાઋતુના વાદળના સમૂહની જેમ વીજળીના છટા-આટોપથી પૂર્ણ, અગ્નિની જ્વાળાઓની શ્રેણીઓથી થયેલ પીળી કાંતિવાળો પર્વત શોભે છે. (૨૫૪૯) હવે કાલ આ દૃશ્યને અને છાવણીના સન્નિવેશને, શૂન્ય આસનોને ભમતા હાથી, રથ અને ઘોડાઓને જુએ છે. અશ્વશાળામાં ઘોડાઓને જુએ છે તથા આલાન સ્તંભમાં બાંધેલા કેટલાક હાથીઓને જુએ છે અને કેટલાક બળતા રથ-હાથી-ઘોડાઓને જુએ છે અને બે ગાઉ દૂર ભૂમિપર સરી પડેલા બખતર શસ્રો આદિને જુએ છે અને તંબુઓ તથા બળતી ચિતાઓને જુએ છે અને એક ચિતાની પાસે શ્રેષ્ઠ વસ્ત્રને ધરનારી કરુણ સ્વરથી રડતી, પુષ્ટ સ્તનવાળી, છાતીને કૂટતી એક સ્ત્રીને જુએ છે પછી કાલે તેને પુછ્યું કે હે મુગ્ધા ! તું કેમ રડે છે ? આ શું વ્યતિકર છે ? પછી તે કહે છે કે જરાસંધ રાજાના ભયથી પલાયન થતા યાદવ રાજાઓની નજીક (૩૪) કેળ અને વાંસના વૃક્ષને એકવાર ફળ આવી ગયા પછી બીજી વખત કયારેય પણ ફળ આવતા નથી. પછી કાંતો જાતે સુકાય છે અથવા પ્રયોજન ન હોવાથી લોકો તેને કાપી નાખે છે તેથી કહેવાય છે કે કેળને ફળની પ્રાપ્તિ થાય એટલે પોતાનો વિનાશ નક્કી જ છે એમ સમજવું તેમ પ્રસ્તુતમાં ‘અકાર્યમાં રાગ’ એ પુરુષ રૂપી વૃક્ષનું ફળ છે તેથી તે ફળ આવી જાય એટલે નિશ્ચયથી તે પુરુષનો વિનાશ થવાનો. 120 Page #138 -------------------------------------------------------------------------- ________________ હમણાં જરાસંઘનો કાલ નામનો રાજપુત્ર આવ્યો છે તેથી નાશી જવા અસમર્થ કાલના ભયથી સર્વે આ ચિતાઓમાં પત્ની પુત્ર અને સ્વજનો સહિત પ્રવેશીને બધા બળી મર્યા છે. (૨પપ૬) અને આ ચિતામાં કૃષ્ણ, રામ અને યાદવ રાજાઓ પ્રવેશીને મર્યા છે અને તેઓના વિરહમાં તેઓના ભાઈઓ પણ બળી મર્યા છે. નાથ રહિત એવી હું પણ આ ચિતામાં પ્રવેશીને હમણાં મરીશ એમ કહીને આ પણ એકાએક ચિતામાં પ્રવેશી તેથી મોહિત થયેલા કાલાદિ તેનું સત્ય માને છે. કાલ પોતાના રાજાઓને કહે છે કે મેં પિતા તથા બહેનની આગળ પૂર્વે પ્રતિજ્ઞા કરેલી છે કે યાદવો જ્યાં પણ ગયા હશે ત્યાંથી ખેંચીને પકડીશ અને તે પાપીઓ જો અગ્નિમાં પ્રવેશ્યા હશે તો પણ નહીં છોડું એ પ્રમાણે કહીને ઢાલ અને તલવાર હાથમાં લઈ અગ્નિમાં પ્રવેશે છે. મૂઢ એવા સર્વ યવનરાજાદિની દેખતા આંખના અર્ધપલકારામાં કાલ મર્યો. પછી ત્યાં સૂર્ય આથમી ગયો. જવનાદિ રાજાઓ રાત્રીએ ત્યાંજ રહ્યા અને સવારમાં ત્યાં પર્વત પણ નથી. છાવણી, હાથી, ઘોડા કે રથો કંઈપણ નથી. આ બાજુ પ્રવાસી ચર પુરુષોએ તેઓને કહ્યું કે યાદવો જીવતા જ કુશળથી પશ્ચિમ સમુદ્ર તરફ જઈ રહ્યા છે. પછી નાયક વગરના યુવન વગેરે રાજાઓ, મંત્રીઓ અને સેનાપતિ વગેરેઓએ આ દેવતાનો વિલાસ છે એમ જાણ્યું. (૨પ૦૫) અને કહ્યું કે અરે ! આપણા પુરુષાર્થનો અહીં કયો વિષય છે? યાદવ પક્ષમાં રહેલા દેવતાઓ પણ જેને હણે છે અથવા ભાગ્ય પરોગમુખ થાય ત્યારે સર્વપ્રતિકૂળ થાય છે બુદ્ધિ, સ્વજન, પોતાના પુત્રો પણ પ્રતિકૂળ થાય છે તો પછી દેવોની તો શું વાત કરવી? (૨૫૬૭) અને રામ તથા કેશવાદિનો પુણ્યોદય આજે પણ નવો અંકુરિત થયો અને આપણા સ્વામીનો પુણ્યોદય ભોગવાઈને ખતમ થવા આવ્યો છે. તેથી જાદવોની સાથે ક્ષયનું કારણ એવું યુદ્ધ રચવાથી સર્યું, તેથી જઈને આપણે પ્રભુને યથાતથ્ય કહીએ. આ પ્રમાણે એક મતવાળા થઈને મગધરાજાની પાસે પહોંચીને કાલરાજાના મરણાદિના વ્યતિકરને કહે છે. તે સાંભળીને જરાસંધ પણ મૂર્છાથી વિવલ થયેલો પૃથ્વી પર પડ્યો અને ચેતના પ્રાપ્ત કર્યા પછી પણ સ્વપરિજનથી સહિત ઘણો પ્રલાપ કરે છે. (૨૫૭૧) અને આ બાજુ જાદવોએ પણ કાલના મરણાદિનો સર્વ વ્યતિકર જાણ્યો અને ક્રોષ્ટ્રકિ નૈમિત્તિક ઉપર વિશ્વાસ થવાથી તુષ્ટ થયેલા જાદવોએ તેની પૂજા કરી અને સુખપૂર્વક જતા તેઓને માર્ગમાં ચારણમુનિ મળ્યા અને તેણે સમુદ્રવિજયને કહ્યું કે પૂર્વે નમિ નામના જિનેશ્વર હતા તેમણે હરિસેન ચક્રવર્તીને કહ્યું હતું કે આ તારો પુત્ર બત્રીશ ઈન્દ્રોવડે નમાયેલ છે ચરણો જેના એવા બાવીશમો તીર્થંકર થશે. રામ અને કૃષ્ણ નવમાં બળદેવ અને વાસુદેવ થશે. એ પ્રમાણે ચારણ મુનિવડે કહેવાયેલ હકીકતને સાંભળીને મહર્ષિત મનવાળા સૌરાષ્ટ્ર દેશના વાયવ્ય ખૂણામાં ઉજ્જયંત પર્વતની પાસે જાય છે. રમણીય પ્રશસ્ત ભૂમિ પ્રદેશમાં સંનિવેશને રચે છે. અઢાર ક્રોડ જાદવકૂળ અને ઉગ્રસેન વગેરે રાજાઓ ત્યાં સ્થિરતા કરે છે અને પ્રશસ્ત દિવસે સત્યભામા રૂપ લક્ષણથી યુક્ત પુત્ર યુગલને જન્મ આપે છે. ખુશ થયેલા જાદવોએ તેના ભામર અને ભાનુ નામ રાખ્યા. પછી ક્રોષ્ટ્રકિ નૈમિત્તિકે બતાવેલા પ્રશસ્ત દિવસે સ્નાન કરેલો કૃષ્ણ બલિકર્મ કરીને સમુદ્રની પૂજા કરીને સુસ્થિતદેવની આરાધના માટે અઠ્ઠમનો તપ કરે છે. ત્રીજા દિવસની રાત્રીએ આસનકંપથી કૃષ્ણને ત્યાં આવેલો જાણીને તેની પાસે આવીને લવણાધિપતિ 121. Page #139 -------------------------------------------------------------------------- ________________ રત્ન-આભરણ અને પુષ્પોથી કૃષ્ણને પૂજે છે અને પાંચમુખવાળો પંચજન્ય શંખ કૃષ્ણને અર્પણ કરે છે અને બીજો સુઘોષા નામનો શંખ બળદેવને આપે છે અને વત્સ, મીણ આદિથી કૃષ્ણ અને રામની પૂજા કરીને તુષ્ટ થયેલ દેવ કહે છે કે હે કૃષ્ણ! તેં મને કેમ યાદ કર્યો ? કૃષ્ણ પણ તેને ઉચિત મર્યાદાથી સન્માન કરીને કહે છે કે જો હું નવમો વાસુદેવ અને આ નવમો બળદેવ હોઈએ તો પૂર્વે જેમ પ્રથમના ત્રિપૃષ્ઠ વગેરે ચાર વાસુદેવોને સમુદ્રના કાંઠે નગરીનું સ્થાન અપાયું છે તેમ અમને પણ નગર માટે સ્થાન આપ, હે મહાયશ ! આ કારણથી તને યાદ કર્યો છે. ચારણમુનિ અને અતિમુક્તક મુનિવડે જે અમને કહેવાયું છે તેને તું સાંભળ કોઈક રીતે પોતનપુરથી અચલ બળદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવ અહીં પૂર્વે આવેલા હતા. આ પ્રભાસ તીર્થમાં જળક્રીડાને કરતા તેઓ પણ નગરીના સ્થાનને ઈચ્છે છે અને તેઓને તારા વડે તે સ્થાન અપાયું હતું. (૨૫૮૯) અને ઈન્દ્રવર્ડ મોકલાયેલ કુબેરવડે બાર યોજન લાંબી અને નવયોજન પહોળી રમ્ય દ્વારિકા નગરી નિર્માણ કરાઈ હતી અને તે પ્રથમ વાસુદેવ અને બળદેવ વડે આ નગરી ભોગવાઈ હતી. અને સૌરાષ્ટ્ર દેશમાં વારિપુરમાં બીજા વાસુદેવ તથા બળદેવ ઉત્પન્ન થયેલા તેઓએ પણ આ રમ્ય નગરી ભોગવી છે. આનર્તદેશમાં શક્તિપુરમાં ઉત્પન્ન થયેલા ચોથા વાસુદેવ અને બળદેવે આ નગરી ભોગવી છે. આવશ્યક સૂત્રમાં દ્વિપૃષ્ટ વગેરે ત્રણ વાસુદેવોનું જન્મ સ્થાન જે દ્વારિકા નગરી કહેવાઈ છે તે આસન્ન ભાવથી કહેવાઈ છે (અર્થાત્ તેઓનો જન્મ દ્વારિકા નગરીમાં જ થયો છે એમ નહીં પણ તેના નજીકના પ્રદેશમાં થયો છે.) ચાર બળદેવ અને વાસુદેવોને છોડીને તથા તેઓના પુત્ર સિવાય બીજા કોઈ વડે આ રમ્ય દ્વારિકા નગરી ભોગવાઈ નથી. (૨૫૯૫) એ પ્રમાણે પ્રયત્નપૂર્વક પ્રાર્થના કરાયેલ વાસુદેવના તે વચનને સાંભળીને અને સ્વીકારીને સુસ્થિત લવણાધિપતિ જાય છે અને સુસ્થિત દેવ વડે તે સ્થાન ઉપરથી સમુદ્રને પાછો હટાવીને નગરી માટે કરાયેલ સ્થાન પર શકેન્દ્રના વચનથી કુબેર ત્યાં આવ્યો અને એક રાતદિવસમાં બાર યોજન લાંબી અને નવયોજન પહોળી રત્નોથી નિર્મિત શ્રેષ્ઠ નગરીને રચે છે અને તે નગરીની ચારેય બાજુથી નવ હાથ ભૂમિમાં અઢાર હાથ ઊંચો અને બાર હાથ પહોળા તથા કેવળ રત્નોથી કિલ્લો નિર્મિત કરાયો છે તથા સેંકડો યંત્રોથી શોભિત છે, તે મહાદુર્ગ કાંગારાઓથી રમ્ય છે, ધ્વજપતાકાના ચિહ્નોથી યુક્ત છે. તેના ઉપર શિલાનો સમૂહ સ્થાપિત કરાયો છે અને ભયંકર સિંહની પ્રતિકૃતિઓ બનાવેલી છે. રત્નમય અટારીઓ કિલ્લાના દરવાજા તથા ઝરુખાઓની શ્રેણીઓથી રમણીય છે. આ કિલ્લાની બંને બાજુ રત્નોથી બંધાયેલી ખાઈઓ છે. તે વેદિકાથી યુક્ત છે. બે ધનુષ્ય ઊંડી પહોળી છે. નિર્મળ પાણીના સમૂહથી પૂર્ણ છે, જળચર જીવોથી ભયંકર છે, અસ્થિર તરંગોવાળી છે, કમલના વનથી યુક્ત છે અને દુશ્મનના સૈન્યને મનથી પણ દુર્વ્યવ્ય છે. (૨૭૦૩) દ્વારિકા નગરીના મહેલો શ્રેષ્ઠ પદ્મરાગ, મરકત-વેરુલિય, અંક (એક સફેદ રત્નની જાત છે.) વગેરે વિવિધ રત્નોથી અને મણિ-સુવર્ણ અને સ્ફટિક રત્નોથી નિર્માણ કરાયેલ છે તેમાંના કેટલાક ગોળ ચોરસ અને લંબચોરસ છે. ગિરિકૂટ-સર્વતોભદ્રા, સ્વસ્તિકમંદર-અવતંસ અને વર્ધમાન આદિ નામથી પ્રસિદ્ધ છે. તેમાંના કેટલાક એક માળવાળા છે, 122 Page #140 -------------------------------------------------------------------------- ________________ કેટલાક બે માળવાળા, કેટલાક ત્રણ માળવાળા અને કેટલાક ચાર, પાંચ અને સાત માળવાળા તથા કેટલાક અનેક માળવાળા છે. (૨૬૦૬) અને તે પ્રાસાદો ઉપવન, ક્રીડા-સરોવરાદિથી પુષ્કરિણીઓથી તથા શીતળ નદીઓથી તથા સુવર્ણ-મણિથી રચાયેલ ક્રીડાપર્વત અને ભવનોથી યુક્ત છે. દર્પણ-કોશ-મંત્રણા-ભોજન-શયન-ક્રીડાઘરોથી તથા સ્નાન-સભા-પ્રસાધનઆભરણ-વિલેપન ગૃહોથી યુક્ત છે તથા અંતઃપુર અને દેવમંદિર ગૃહોથી યુક્ત છે તેમજ બધા પ્રાસાદો ધ્વજ માળાના સમૂહના શિખરવાળા છે તથા સર્વ પ્રાસાદો રત્નમય કિલ્લાથી ગુપ્ત છે. શ્રેષ્ઠ રત્નોથી નિર્મિત ઘણાં જિનમંદિરોથી રમણીય, બગીચા-વાવડી-પદ્મ સરોવરથી શોભિત, શ્રેષ્ઠ ધ્વજથી યુક્ત એવી દ્વારિકા નગરીને રચીને કુબેર પોતાના સ્થાને જાય છે. તુષ્ટ થયેલ સુસ્થિત દેવ પણ કૃષ્ણને કૌસ્તુભમણિ તથા રત્નાદિ અલંકાર, શક્તિ, કૌમુદીગદા, નંદક, ખડ્ગ અને રત્નની વનમાળા તથા આશીવિષ બાણથી યુક્ત બે અક્ષયભાથા, અતુલ સારંગ ધનુષ્ય, ગરુડ ધ્વજથી યુક્ત દિવ્ય રથ તથા ઘણી દિવ્ય વસ્તુઓને આપે છે. (૨૬૧૩) અને રામને બે ભાથાથી યુક્ત દૃઢ મહાધનુષ્ય, મુશલ, અશ્વ, ગજ તથા તાલ ધ્વજથી યુક્ત રથ આપે છે. પછી પૂર્ણ ભદ્ર વગરે યક્ષો કુબેરના વચનથી તેઓને ઉચિત ગૃહો બતાવે છે અને તેમાં તેઓ વસે છે અને યક્ષો સાડાત્રણ દિવસ સુધી તે નગરીમાં આભરણ-રત્ન-સુવર્ણ તથા વસ્ત્રધન-ધાન્યોની વૃષ્ટિ કરે છે અને સર્વપણ લોક સંપૂર્ણ-સર્વભંડારથી ભરાયેલો મહા સમૃદ્ધ થયો વધારે શું કહીએ તે નગરી ઇન્દ્રપુરી જેવી થઇ. ધારિકા નગરીની કીર્તિ સાંભળીને આનર્ત-કુશાર્તા-સુરસેન વગેરે સર્વ દેશોમાંથી લોક આવીને દ્વારિકામાં વસે છે. અહીં કૃષ્ણ, રામ અને લોક પણ નિત્ય ધનુર્વેદાદિ કળાઓનો અભ્યાસ કરે છે અને આનંદના પૂરથી ભરાયેલા ભગવાન અરિષ્ટનેમિ પણ બાળક હોવા છતાં પ્રૌઢભાવના ચરિત્રોથી સર્વજનને હર્ષિત કરતા અને દેવોથી સ્તવના કરાતા વધે છે. સર્વકળા અને આગમનાં કુશળ અને સર્વશાસ્ત્રોના પરમાર્થને જાણનાર, ત્રણ જ્ઞાનથી યુક્ત, પ્રસ્તુત વિષયને જાણતા એવા ભગવાન કેશવ તથા રામના ભરતાર્બુસ્વામી ભાવને તથા અન્ય ભાવોને પણ અને જાદવોના સમગ્ર ભવિષ્યના અર્થ (ભાવ)ને કહે છે. જિનેશ્વરના ચંદ્ર જેવા નિર્મળ વિવિધ ચરિત્રોને જોઇને અતિસૃષિત યાદવ વર્ગ એક ક્ષણ પણ તેના પૂંઠને છોડતો નથી. (૨૬૨૩) પ્રતિદિન હરિ અને રામ અરિષ્ટનેમિની સેવા કરે છે. તુષ્ટ થયેલા તેઓ નેમિની સાથે હજારો ક્રીડાઓને કરે છે. (૨૬૨૫) એ પ્રમાણે ત્રણ જ્ઞાનથી યુક્ત સંપૂર્ણ સંસારના ભાવોને જાણનાર, દસ ધનુષ્યની ઊંચાઇના શરીરવાળા ભગવાન યૌવન વયને પામ્યા. હવે ત્રણ લોકમાં સારભૂત પુદ્ગલોથી નિર્મિત જગતનાથ ચંદ્રની જેમ અપૂર્વ પ્રકટિત રૂપવાળા તુષ્ટિને ઉત્પન્ન કરે છે તે આ પ્રમાણે મરકતમણિ જેવી કાંતિવાળા, ત્રણ લોકથી નમાયેલ અને ગૂઢ છે નસો જેમાં એવી ઘૂંટીવાળા, રક્તમણિ જેવું લાલ છે તળીયું જેનું એવા પ્રભુના બે પગ શોભે છે. મોક્ષરૂપી નગરીના દરવાજાના તોરણને (દરવાજાના ઉપરનો આડો ભાગ) ટેકો આપનાર મરકત મણિના સ્તંભની જેવી કાંતિવાળી, વળગેલો છે દેવોનો સમૂહ જેની પર એવી પ્રભુની બે શ્રેષ્ઠ જંઘા શોભે છે. શ્રેષ્ઠ વજ્ર જેવો મધ્યભાગ છે જેનો, માછલાના પેટની જેવા પેટથી યુક્ત, ભુવનના ભારને સહન 123 Page #141 -------------------------------------------------------------------------- ________________ કરી શકે તેવું સિંહના કટિતળની જેમ પ્રભુનું વિપુલ કટિતળ શોભે છે. મરકત મણિની શિલા જેવું વિશાલ, અંદર સમાયો છે સકલ ભુવનનો પરમાર્થ જેમાં, શ્રી વત્સ લંછનથી વિભૂષિત એવું પ્રભુનું વક્ષ સ્થળ શોભે છે. પ્રભુની શ્રેષ્ઠ કંબુ જેવી ડોક ભુવનના જીવોનું રક્ષણ કરવા સમર્થ છે. પ્રભુની ભુજાઓ દુર્ગતિરૂપી નગરીના દરવાજાને વિશે અર્ગલા સમાન છે. વૃષભ જેવા ઉન્નત સ્કંધથી ભગવાન સદ્ધર્મરૂપી ધુરાને વહન કરવામાં સમર્થ જણાય છે. ત્રણ ભુવનને સુખકારક એવા નવ વાદળના ગંભીર શબ્દથી બોલતા પ્રભુના વિદ્રુમ જેવા લાલવર્ણવાળા બે હોઠ શોભે છે. સ્કુરાયમાન થતી મચકુંદ જેવી નિર્મળ દાંતની કિરણાવલિ શોભે છે. પ્રભુની નાકની દાંડી મનની જેમ સરળ છે અને આઠમના ચંદ્ર સમાન ભાલતલ આંખ રૂપી કમળના માળની જેમ પ્રશંસનીય છે. લટકતા કાનમાં પરોવાયેલ મણિના કુંડલ તથા મુખ અને ગાલની કાંતિથી જાણે ભય પામ્યો હોય તેમ માથામાં છુપાઇ ગયેલ વાળનો ભાર અંધકારને સહન કરે છે. જિનેશ્વરોના રૂપગુણને વિશેષથી વર્ણન કરવા કોણ સમર્થ થાય? આથી જિન પણ જિનના રૂપને સામાન્યથી જ વર્ણન કરે છે તે આ પ્રમાણે- (૨૬૩૭) જો સર્વ દેવો પોતાના રૂપને વિકુર્થીને (ભેગું કરીને) અંગુઠા પ્રમાણ શરીરમાં સમાવી દે તો પણ જિનેશ્વરના પગના અંગુઠાનું જે રૂપ છે તેની શોભા આગળ તે માત્ર કોલસા બરાબર છે. તે સમયે લોકમાં કૃષ્ણ અને રામ સ્વરૂપવાન કહેવાય છે છતાં તેઓનું રૂપ દેવો કરતા અનંતગુણ ન્યૂન છે અને દેવોનું રૂપ ગણધરો કરતા અનંતમાં ભાગે છે અને ગણધરોના રૂપથી તીર્થંકરોનું રૂપ અનંતગુણ હોય છે (૨૬૪૦) આના પછી ત્રિભુવનમાં રૂપની કથા સમાપ્ત થાય છે. (અર્થાત્ જગતમાં તીર્થંકરોનું રૂપ સૌથી અધિક છે.) તેથી જિનેશ્વરોના રૂપાદિ ગુણોનું વર્ણન કરવામાં અમારી શક્તિ ક્યાંથી હોય ? બીજા પણ જિનેશ્વરો સૌભાગ્ય અને રૂપ ગુણના ભંડાર હોય છે. પરંતુ બહુ સુકૃતના ભંડાર શ્રી અરિષ્ટનેમિ જિનેશ્વરના નામમાં પણ કોઇપણ રીતે નહીં સમાતું સૌભાગ્ય જગતમાં તેવી રીતે ભમે છે કે જેથી પ્રભુનું નામ ગ્રહણ કરવા માત્રથી પણ લોક અપૂર્વ હર્ષને પામે છે. હવે તે ભગવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં દ્વારિકાનગરીની સકામા કામિનીઓની આંખ રૂપી શ્રેણીઓથી વીંટાળાય છે.(૨૬૪૪) ઊભેલા, બેઠેલા કે રમતા કે જતા કે બોલતા કે હસતા અથવા શુભ પ્રવૃત્તિને કરતા નેમિને ધ્યાન કરતી કે તેની જ કથામાં વર્તતી અથવા હવેલીમાં રહેલી તેને જ જોતી રમણીઓ ગૃહકાર્યને કરતી નથી, ભોજન કરતી નથી, નિદ્રા કરતી નથી, ચેન પામતી નથી અને નેમિમાં તલ્લીન થઇને રહે છે. આ પ્રમાણે શ્રી નેમિકુમારને આશ્રયીને કામદેવ વડે નગરની સ્ત્રીઓ સ્વ (કામ) વશ કરાઇ અને સ્ત્રીઓને આશ્રયીને વિલીન માહત્મ્યવાળો કામ નેમિને તલના ફોતરા જેટલો પણ ચલાયમાન નહીં કરી શકવાથી ખીજાઇને નેમિના શરીરમાંથી નીકળી ગયો. નેમિ જિનેશ્વરના શીલાદિગુણના સમૂહને જોઇને ત્યાં સર્વલોક પણ શીલાદિ ગુણમાં નિરત થયો. અક્રૂરાદિ સર્વે પણ ભાઇઓ તથા સર્વ નગરનો લોક પણ નેમિ જિનેશ્વરના નિર્મળ ચરિત્રોનો અભ્યાસ કરે છે. (૨૬૫૧) તે નગરીમાં જે કોઇ ગુણી, વિચક્ષણ કે ગુણીજનને વિશે અનુરાગી છે તેઓ એક ક્ષણ પણ શ્રી નેમિજિનેશ્વરના પગરૂપી કમળને છોડતા નથી. વધારે શું કહીએ ? સ્ત્રીઓ, ગુણવાનો તથા સુભટો શ્રી નેમિનાથના સૌભાગ્યગુણ 176 Page #142 -------------------------------------------------------------------------- ________________ અને પરાક્રમગુણની કથામાં આસક્ત છે. પછી સમુદ્રવિજયરાજા નેમિનાથના ગુણોથી પ્રહર્ષિત મનવાળી એવી મહારાજાઓની શ્રેષ્ઠ કન્યાઓને નેમિજિનેશ્વર માટે પસંદ કરે છે. પરંતુ જાણેલો છે સકલ સંસારના ભાવોનો પરમાર્થ જેણે તથા હણાયો છે કામદેવનો પ્રભાવ જેના વડે એવા નેમિજિનેશ્વર વિવાહના નામને પણ ઇચ્છતા નથી. ફરી ફરી સંસારના સ્વરૂપના પરમાર્થને ભાવતાં, ઘણી વિટંબણાવાળા સંપૂર્ણ ભવનાટકને જોતા નેમિ જિનેશ્વર ત્યાં રહે છે. (૨૬૫૬) અને આ બાજુ કયાંયથી નારદ આવ્યો પણ સત્યભામા અન્યકાર્યમાં વ્યગ્રમનવાળી હોવાથી તેનો સત્કાર ન કર્યો. તેથી ગુસ્સે થયેલો નારદ આ પ્રમાણે વિચારે છે કે આને શોક્યપણામાં પાળું.(અર્થાત્ કૃષ્ણ બીજી સ્ત્રીઓને પરણે તેવું કરું) જેથી ગર્વિષ્ઠ હૈયાવાળી એવી આ સતત દુઃખને અનુભવે અને આ બાજુ કુંડિની નગરીના ભીમક રાજાનો પુત્ર રુક્મિ રાજા છે અને રુક્મિની તે નાની બહેન છે. કમળમુખી, સુવર્ણ શરીરવાળી, રૂપના અતિશયથી યથાર્થનામવાળી એવી સમગ્ર સ્રીઓની રૂપશોભાને પરાભવ કરે છે. તેથી સત્યભામા કરતા આ અધિક રૂપવાળી છે એમ જાણીને નારદે તેની પાસે જઇને કૃષ્ણના રૂપનું વર્ણન કર્યું અને કૃષ્ણની આગળ રુક્મિણીના રૂપનું વર્ણન કર્યું. પછી પ્રાર્થના કરાતો રુક્મિ રાજા કૃષ્ણને તે બાળાને આપતો નથી અને કહે છે કે મારું કુળ ઉત્તમ છે અને આ ગોવાળ છે અને દમઘોષ રાજાના પુત્ર શિશુપાલને આ અપાઇ છે. તેનું હરણ કરીને કૃષ્ણ તેને પરણ્યો અને સ્વર્ગના દેવની જેમ પાંચેય પ્રકારના ભોગોને તેની સાથે ભોગવે છે (૨૬૬૪) પછી ક્રમે કરીને રુક્મિણીને પ્રદ્યુમ્ન નામે પુત્ર જન્મે છે અને સત્યભામા પણ ભાનુ નામના શ્રેષ્ઠ પુત્રને જન્મ આપે છે. પછી પણ નારદ કૃષ્ણને કહે છે કે વૈતાઢ્ય પર્વતપર જંબુ નગરમાં જાંબવાન નામનો ખેચરાધિપતિ છે, તેની શિવચંદ્રા નામની ભાર્યા છે અને તેઓને વિશ્વક્સેન નામનો ગુણવાન પુત્ર છે અને જાંબવતી નામની શ્રેષ્ઠ પુત્રી છે તેના રૂપાદિ ગુણોનું વર્ણન કરવા બૃહસ્પતિ પણ સમર્થ નથી. આમ સાંભળીને કૃષ્ણ અનાવૃષ્ટિની સાથે જઇને તેનું અપહરણ કરીને તથા જાંબવાન રાજાને યુદ્ધમાં જીતીને જાંબવતીને પરણે છે. રુક્મિણીની સાથે જાંબવતીને ઘણી પ્રીતિ થઇ. પછી સિંહદ્વીપ રાજાની લક્ષ્મણા કન્યાને પરણે છે. પછી આર્જવપુરી નગરીના રાષ્ટ્રવર્ધન રાજાની સુશીમા પુત્રીને પરણે છે. વીતભય નગરનો મેરુરાજા સ્વામી છે તેની ચંદ્રમતી ભાર્યા છે અને તેઓને ગૌરી નામે પુત્રી છે તેને કૃષ્ણ પરણે છે. હિરણ્યનાભની શ્રેષ્ઠપુત્રી પદ્માવતીને પરણે છે. ગંધારદેશના સ્વામીની ગંધારીપુત્રીને પરણે છે. આ આઠેયની સાથે કૃષ્ણ શ્રેષ્ઠ ભોગોને ભોગવે છે. (૨૬૭૩) જાંબવતીને શાંબ નામનો પ્રસિદ્ધ પુત્ર થયો તથા સત્યભામા પણ ભાનુક નામના પુત્રને જન્મ આપે છે એની બીજીપણ દેવીઓને શ્રેષ્ઠ લક્ષણથી પૂર્ણ, મહારથી ઉત્તમ પ્રકૃતિવાળા ઘણાં પુત્રો થયા છે. (૨૬૭૫) અને આ બાજુ યવનદ્વીપથી જળમાર્ગથી વાણિયાઓ આવ્યા અને તેઓ ધારિકા નગરીમાં ઘણું ધન કમાયા. પછી બીજા કરીયાણા કિંમતી હોવાને કારણે મગધ નગરમાં લઇ જવાયા. જો આ સમુદ્રકાંઠા પર આટલું માત્ર ધન કમાવી શકાય છે તો મગધપુરમાં ઘણું કમાવી શકાશે એમ વિચારીને ક્રમે કરી તેઓ ત્યાં મગધદેશમાં ગયા અને પછી રત્નકંબલ વગેરે સર્વ કરીયાણાઓને રાજાના ઘરે લઇ ગયા. જીવયશાએ તેને ોઇને સસ્તી કિંમતે માગણી કરી. પછી વિણકો ખેદ પામ્યા અને પોતાને નિંદે છે કે દ્વારિકા છોડીને મંદભાગ્યવાળા એવા અમે અહીં કેમ આવ્યા? 125 Page #143 -------------------------------------------------------------------------- ________________ યાદવોને છોડીને બીજો કોણ અમને ઇચ્છિત લાભને આપે? ઇત્યાદિ તેઓના વચન સાંભળીને જીવયશા ભય પામી. જીવયશા યાદવોના વ્યતિકરને પૂછે છે અને તેઓ પણ દ્વારિકાના વસવાટાદિ સર્વવૃત્તાંત તેને કહે છે. (૨૬૮૨) પછી સંભ્રાંત એવી આ જરાસંધની પાસે જાય છે અને કરુણાથી વિલાપ કરતી પડી અને વ્યાકુલ શરીરવાળી ત્યાં સ્વસ્થ કરાઇને પિતા વડે પુછાઇ. જીવયશા પણ વાણિયાઓએ કહેલા વ્યતિકરને વિસ્તારથી કહે છે. પછી જરાસંધ કાલ અને કંસના મરણ યાદ કરીને ઘણો ગુસ્સે થયો અને મહાસુભટ સૂરસેન સેનાધિપતિને આજ્ઞા કરે છે કે ભરતાર્ધ નિવાસી રાજાઓને દૂત મોકલાવો કે જેથી તેઓ બધા સજ્જ થઇને અહીં આવે. સેનાપતિ વડે તેમજ કરાયું હજારો યુક્તિઓથી મંત્રી વર્ગથી વારણ કરાતો પણ પ્રચંડ ગુસ્સાવાળો ભ્રષ્ટ મતિવાળો જરાસંધ પ્રયાણ કરે છે અને જેટલામાં તેનો જમણો પગ ઉપડે છે તેટલામાં કોઇકે ‘છટ’ એ પ્રમાણે છીંક ખાધી અને માર્ગમાં જતા કાળી બિલાડીઓ આડી ઊતરી. હાથી ઉપર ચઢતા જરાસંધનો ‘તટ’ એ પ્રમાણે હાર તુટ્યો, માથા પરથી મુગુટ પડ્યો અને વાજિંત્રનો વિરસ અવાજ થયો. ઉદ્વેગ કરનારો, કાંકરા સહિત કઠણ, પ્રચંડ, પવન વાય છે અને તેનાથી ધ્વજપટ સહિત રાજાનું શ્રેષ્ઠ છત્ર એકાએક ભંગાયું. લાખો હાથી, રથ અને ઘોડાથી સાંકડો થયેલ, ક્રોડો સુભટોથી વ્યાપ્ત થયેલા માર્ગમાં સૈન્ય ચાલે છતે સમુદ્રની મહાભરતીના પાણીની જેમ ઉત્તમ હાથી અને ઘોડાઓ સતત મૂત્ર અને મળને છોડે છે. રથોની ધરીઓ ભાંગે છે. સેનાપતિઓ નિરુત્સાહ થાય છે. લોહીનો વરસાદ પડે છે. ધૂળવાળી સર્વ દિશાઓ કલકલ અવાજને કરે છે. કાગડાઓ અને શિયાળો વિરસ અવાજને કરે છે. આમ આવા પ્રકારના ઘણાં અપશુકનોને અવગણીને યુદ્ધની ઉતાવળના ઉત્સાહથી ભરાયેલ અંગવાળો જરાસંધ નગરમાંથી નીકળે છે. ચારેય દિશાઓમાંથી પ્રતિદિવસ આવતા રાજાઓથી, લાખો હાથી-ઘોડા-રથ અને શ્રેષ્ઠ પદાતિઓથી તેનું સૈન્ય પ્રતિદિવસ મોટું થતું જાય છે. નગર ગામથી સંકીર્ણ પૃથ્વીને જોતો જરાસંધ અખંડ પ્રયાણોથી સતત પશ્ચિમ દિશામાં જાય છે. (૨૬૯૬) અને આ બાજુ નારદે સમુદ્રવિજયાદિ રાજાઓની પાસે જઇને જરાસંધ રાજાનું આગમન કહ્યું. ઉલ્લસંત માહત્મ્યવાળા સર્વે પણ યાદવો તે સાંભળીને સમુદ્રની જેમ ક્ષોભ પામેલા ખુશ થઇને તે વિપ્રને પૂજે છે અને ચાર પુરુષો વડે પણ તેઓને જરાસંધરાજાનું આગમન કહેવાયું. બધા મંત્રણા કરે છે અને કોæકિ નૈમિત્તકને પૂછે છે. તેણે પણ કહ્યું કે આવો જરાસંધ રાજા નિશ્ચયથી મરશે અને કૃષ્ણ પણ શંસય વિના જ ભરતાર્ધનો સ્વામી થશે. પછી યુદ્ધના વિજય માટે અને પ્રસ્થાનમાં કૃષ્ણ અભિષેક કરાયો અને શુભ દિવસે બધા રાજાઓ ભેગા થયા. પછી સમુદ્રવિજયાદિ રાજાઓની સહિત કૃષ્ણ શીતલ અને અનુકૂલ પવન પ્રમુખ પ્રશસ્ત શકુનોના સમૂહપૂર્વક નગરીમાંથી નીકળ્યો. (૨૭૦૨) પછી કૃષ્ણ ઇશાન ખૂણામાં પીસ્તાલીસ યોજન જઇને સિન્નપલ્લી પ્રદેશમાં આવાસને કરે છે. પછી શ્રી કૃષ્ણ રાજસભામાં બેઠો ત્યારે અનાધૃષ્ટિએ કહ્યું કે જરાસંધ રાજા ચૌદ યોજનના અંતરે રહેલો છે. જરાસંધ બંધુજનની અવજ્ઞા કરે છે, મિત્રવર્ગને ઉદ્વેગ કરે છે, સભામાં જ ગુસ્સે થાય છે તે પ્રમાણે સ્વેચ્છાથી ખુશ થાય છે, સ્વજનોને સંતાપે છે, સાધુઓને વિશે પ્રદેષ કરે છે, દેવગુરુની અવજ્ઞા કરે છે, 126 Page #144 -------------------------------------------------------------------------- ________________ મંત્રીઓનું સાંભળતો નથી. દિવસે ઘણું સૂવે છે, રાત્રીએ નિદ્રા કરી શકતો નથી. પ્રજા વિરક્ત થઇ છે. બંધુજન તેના વિશે વિમુખ થયો છે. તેના સૈન્યમાં હંમેશા ભય ઉત્પન્ન કરનારા ઉત્પાદો દેખાય છે. એવો કોઈ દિવસ નથી જ્યારે દુનિમિત્ત અને અપશુકન ન દેખાયા હોય. અણુવૃત્તિ (અનુસરવા) માત્રથી જ રાજાઓ ત્યાં રહ્યા છે પરંતુ પ્રીતિથી અને ભયથી હે કૃષ્ણ તારા વિશે જ અનુરક્ત છે. આ પ્રદેશ પોતાની દેશના સીમ પર છે તેથી હે ગોવિંદ! આ સ્થાને રહેલા તારા સૈન્યથી તે અવશ્ય જીતાશે. આ સાંભળીને અય્યત સેનાધિપતિ તથા સમુદ્રવિજય આદિના વચનથી કૃષ્ણવર્ડ પોતાના સૈન્યની ચારે દિશામાં ખાઈ વગેરે ઉચિત કરાવાયું. હવે કૃષ્ણથી યુક્ત યાદવ સૈન્ય ત્યાં આવ્યું છે એ પ્રમાણે સાંભળીને જરાસંધ કહે છે કે જે દ્વારિકાનગરીમાં જઈને પણ જેને હણવાના હતા તે કાળથી ખેંચાઈને અહીં આવ્યાં છે. આ ગોવાળીયાઓ ભલે પોતાનું હિત ન સમજે પણ આ સમુદ્રવિજય કેમ મૂઢ થયો? જે મારા સૈન્યરૂપી મહાસમુદ્રની આગળ સસ્તુની મુકિ સમાન છે. અથવા મૃત્યુ સમયે આ જીવો સ્વયંબોધ પામતા નથી. ભાગ્યના વિપરીત ભાવથી કોની બુદ્ધિ ભ્રષ્ટ નથી થતી? (૨૦૧૫) જરાસંધે આ પ્રમાણે કહ્યું એટલે હંસક મંત્રી કહે છે કે યાદવ સૈન્ય તુચ્છ છે એ પ્રમાણેનો નિર્ણય દેવ ન કરે કારણ કે અન્ય રાજાઓથી બળદેવનું બળ અપરિમિત કહેવાયું છે. અને વિષ્ણુનું જે બળ છે તેને મહર્ષિઓ આ પ્રમાણે જણાવે છે. સોળહજાર રાજાઓ સર્વસૈન્યની સાથે કૂવાના કાંઠે રહેલા, સાંકળથી બંધાયેલા વાસુદેવને ખેંચે છે અને વાસુદેવ ડાબા હાથથી ખેંચનારાઓની સાંકળને પકડીને ભોજન કરે કે વિલેપન કરે તો પણ તેઓ વાસુદેવને ચલાયમાન કરી શકતા નથી. એકલો પણ વાસુદેવ કોટિશિલાને હાથમાં લઈ ઊંચકે છે અને ચકીનું બળ વાસુદેવ કરતાં બમણું હોય છે. તેનાથી પણ તીર્થકરો અનંત બળથી યુક્ત જાણવા. તેઓ પૃથ્વીને છત્ર અને મેરુને દંડ કરે છે અથવા વધારે શું કહીએ તેઓનું સામર્થ્ય લોકને અલોકમાં ફેંકવાનું વર્ણવાય છે. વીર્યની કથા તેઓ વિશે પૂર્ણ વિરામ પામે છે. (અર્થાત્ તીર્થકરોથી અન્ય કોઈ વિશેષ વીર્યવાન નથી.) તેથી અરિષ્ટનેમિ એકલો પણ સર્વ ત્રિભુવનને જીતવા સમર્થ છે. જેની પાસે સર્વ ઇન્દ્રો પણ ચાકરો છે તો આપણે તેની શી વિસાતમાં ? અને બીજું અતિરથી, મહારથી, સમરથી અને અર્ધરથી અને રથી રાજાઓ લોકમાં વિપરીત કમથી પ્રધાન હોય છે (અર્થાત્ રથી કરતા અર્ધરથી બળવાન હોય છે તેનાથી સમરથી બળવાન હોય છે..) ભગવાન અરિષ્ટનેમિ, કૃષ્ણ બળદેવ અને તમે આ ચારને છોડીને હાલમાં કોઈ બળવાન નથી તેથી આપણા પક્ષમાં તમે એક જ અતિરથી છો અને દુશ્મનના પક્ષમાં ત્રણ અતિરથી છે અને મહારથી વગેરે કેટલાક આપણા પક્ષમાં છે તથા કેટલાક પરપક્ષમાં છે અને બાકીનું સૈન્ય છે તેમાં કેટલાક અક્ષૌહિણી માત્ર તેઓને પણ સંભવે છે. જે સૈન્યમાં નવ હજાર ઉત્તમ હાથીઓ હોય, નવ લાખ ઉત્તમ રથો હોય તથા નવકોડ ઘોડા અને સુભટો હોય તે અક્ષૌહિણી સૈન્ય કહેવાય છે. જો કે શત્રુઓનું સર્વપણ સૈન્ય આપણા એક રાજાના બળની સમાન નથી તો પણ એકલા અરિષ્ટનેમિ પણ સંપૂર્ણ ત્રણ ભુવનને જીતનારા છે. વાસુદેવ, બળદેવ વગેરે પણ તમને બધાને જીતી શકે તેમ છે. ત્યારે જે રોહિણીના સ્વયંવરમાં એકલા વસુદેવે જે પરાક્રમ બતાવ્યું તે શું તમને યાદ નથી આવતું ? તેથી નેમિજિનેશ્વર ઇન્દ્રોને પણ નમસ્કરણીય છે. તેથી 127 Page #145 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારને છોડીને તેને વિશે કોઈનો પણ પરાક્રમ યોગ્ય નથી. (૨૭૩૨) આ પ્રમાણે હંસકે કહ્યું એટલે જરાસંધ કહે છે કે જો એ પ્રમાણે છે તો નેમિજિનથી યુક્ત તે સૈન્ય મારા પુત્ર કાલના ભયથી પલાયન થઈને પશ્ચિમ દિશામાં કેમ છૂપાઈ ગયું ? અથવા તેઓએ શૌર્ય અને મથુરાદિ દેશને કેમ છોડ્યો? પછી હંસકે કહ્યું કે હે દેવ! આ ન્યાય છે પણ ભીરુપણું નથી, કાલાદિથી નિરપેક્ષ પરાક્રમ મનુષ્યને ફળતો નથી. તે જ દિવસનો જન્મેલો સિંહ મદનીયાઓની સાથે યુદ્ધનો સમારંભ કરતો નથી. અતિબાળક એવો સાપ પણ આક્રમણ કરનારને ડંસ દેતો નથી. કાલાદિની અપેક્ષાએ કિયાદિઓનું કરવું એ નીતિમાનોનો માર્ગ છે અથવા દુશ્મનોને નાશ કરવા પીછેહઠ કરવું તે પણ ઉપાય જ છે. આ અવસરે હણવાની ઇચ્છાવાળો એવો પણ સિંહની જેમ સંકોચ કરે છે તેથી મોટાઓની વિચેષ્ટાઓને કોણ જાણવા સમર્થ છે? અથવા કાલનું પણ જે ઉદાહરણ છે તે પ્રસિદ્ધ જ છે. અહીં વધારે શું કહેવું ? એ પ્રમાણે પ્રતિપક્ષનું વર્ણન કરતા હંસક મંત્રી પર ગુસ્સે થયેલો રાજા જેટલામાં કંઈક બોલે તેટલામાં હિંભક મંત્રી કહે છે કે પુરુષની જીત પુણોથી થાય છે પણ પ્રસિદ્ધિથી નહીં અને અપુણ્ય (પાપ)થી પરાજય પણ થાય છે એ પ્રમાણેનો હે દેવ! નિશ્ચય નયનો મત છે. પરંતુ વ્યવહારનયના મતથી પુરુષે નીતિ અપનાવવી જોઈએ. અને તે યુદ્ધના આરંભમાં દુર્ગનો આશ્રય કરવો જોઇએ અને તે દુર્ગ જળ, પર્વત અને વ્યુહના ભેદથી ત્રણ પ્રકારે કહેવાયો છે. નીતિમાં નિપુણ પુરુષો સમાન ભૂમિને વિશે બૃહ દુર્ગને ઇચ્છે છે. (૨૭૪૩) તેથી હજાર આરાવાળા, પચાસચકની ધારાના મંડલવાળા, અનેકગણ રાજાઓથી નિર્મિત અતિવિષમ ચક્રવ્યુહને કરો. આ પ્રમાણે તેના વચનને યુક્તિ સંગત માનીને રાજા સૈન્યમાં તુંબાદિ રચનાપૂર્વક ચક્રવ્યુહને કરાવે છે અને પછી નિયુક્ત પુરુષોએ યાદવોની પાસે જઈને કહ્યું કે મગધરાજે ચક્રવ્યુહની રચના કરી છે અને પછી યાદવોએ વસુદેવાદિના મતથી ચંચુપ્રમુખ રચનાથી સુદુર્ગ ગરુડ ન્યૂહને કર્યો. (૨૭૪૭) અને આ બાજુ શૌરીપક્ષના સર્વ ખેચર રાજાઓ આવ્યા અને શૌરીના પ્રતિપક્ષ રાજાઓ મગધપતિની પાસે ગયા. હવે શત્રુના એકઠા થયેલા સૈન્યનું દુસાધ્યપણું જાણીને શૌરી તેને સાધવાને માટે વૈતાઢ્ય પર રહેલાઓની પાસે જલદીથી ગયો અને જતા એવા તેણે શ્રી નેમિને તથા બળદેવને કૃષ્ણ ભળાવ્યો. જન્માભિષેક વખતે મેરુપર્વત પર દેવોએ પ્રભુના બાહુ પર શ્રેષ્ઠ પ્રભાવવાળી અશસ્ત્રવાહિકા નામની મૂલિકા (ઔષધિ) બાંધી હતી તે પ્રભુએ કૃષ્ણને આપી.. અને આ બાજુ ઈન્દ્ર જાણ્યું કે શ્રી નેમિપ્રભ ભાઈના કારણે યુદ્ધના અભિલાષી છે તેથી પોતાના માતલિ સારથિને કહ્યું કે ઉપકલ્પિત (વિકુર્વેલા) મોટા દિવ્ય રથને લઇ જા. પછી માતલી રથ લઈને નેમિજિનેશ્વર પાસે આવ્યો અને ત્યાં પ્રભુ દિવ્યશસ્ત્રથી સંપૂર્ણ રથમાં આરૂઢ થયો. (૨૭૬૩). પછી ખુંખાર કરતા અશ્વના સમૂહોવાળા, ગાજતા હાથીઓવાળા, રણકાર કરતા રથોવાળા બંને પણ ભૂહો પરસ્પર સન્મુખ ચાલ્યા. બંને વ્યુહના અગ્ર સૈનિકોનું યુદ્ધ થયું. યાદવનું અગ્રસૈન્ય ભંગાયુ અને કૃષ્ણને શરણે ગયું. પછી બળદેવ વડે કૃષ્ણ કહેવાયો કે આ વ્યુહ શત્રુઓથી એવી રીતે રચાયો છે કે તે સો વરસ સુધી નહીં જીતાય. તેથી ત્રણ સ્થાને આ ડ્યૂહ ભેદીને વિઘટન કરાય. દક્ષિણ બાજુથી મહાસુભટ શ્રી નેમિજિન બૂહને ભેદે, ઉત્તરથી અર્જુન અને મધ્યથી અનાધૃષ્ટિ ભેદે. પછી કૃષ્ણ વડે ત્રણેય મહાપરાક્રમીઓ તે પ્રમાણે જણાવાયા. 128 Page #146 -------------------------------------------------------------------------- ________________ હવે તે તે રાજાઓએ તુંબમાં, આરામાં અને ચકધારાની સંધિમાં જે જે રાજાઓ રહેલા હતા તે સર્વને જીતીને જેવી રીતે જંગલી પાડાઓથી સરોવરનું પાણી વિલોડ કરીને (મથન કરીને) ભેદાય તેમ ઘૂહને ભેદી નાખ્યું અને શરણ રહિત તે ચારેય દિશામાં પલાયન થયું. શ્રી નેમિ જિનેશ્વર વડે લાખો રાજઓ સહિત કુકમી રાજા હતમથિત કરીને લીલાથી જીતાયો હવે તેઓ વડે રુકુમીરાજા ભેદાયે છતે જેમ મહાનદીઓના પાણી સમુદ્રના પાણીને ભેદીને પ્રવેશ કરે તેમ નેમિ જિનેશ્વરની પાછળ તેના સૈન્ય પ્રવેશ કર્યો. ત્યાં જ પાંડવોની સાથે કૌરવોનું મહાયુદ્ધ થયું. દુર્યોધનાદિ સર્વ કૌરવ વર્ગ હણાયો. ફરી પણ શ્રી નેમિજિનેશ્વર વડે મહારથી ભગ દત્તાદિ રાજાઓ સંગ્રામમાં જીતાયા. ત્યાર પછી પ્રાયઃ તે સર્વ સૈન્ય નાયક વગરનું શૂન્ય, ભયવાળું, ખેદને પામેલું મગધપતિના શરણે ગયું. મગધપતિ વડે સેનાપતિ હિરણ્યનાભ આદિ રાજાઓના મરણને સાંભળીને ખેદ કરાયો, ચિંતા કરાઇ, ઉદાસીનતા કરાઇ. શિશુપાલને ઉદ્દેશીને ઘણાં ખેદ વચનો બોલ્યો પછી તેના વડે પણ ધીરવચનોથી સ્વસ્થ કરાયો . પછી મગધપતિ વડે શિશુપાલ દસ હજાર રાજાઓની ઉપરી સેનાપતિ તરીકે નિમણુંક કરાયો. (૨૭૬૮) પછી યુદ્ધમાં હણાયેલ કાલ અને કંસ રાજાના વેરને ચિત્તમાં ઘણું યાદ કરતો ક્રોધિત અને ખેદિત જરાસંધરાજા સ્વયં બીજે દિવસે યુદ્ધ માટે ચાલ્યો. અપશુકન અને દુનિમિત્તોથી વારાણ કરાતો છતાં મગધ નરનાથ યુદ્ધમાં આવે છે અને શુભશુકન અને શુભનિમિત્તોથી ઉત્તેજિત કરાયેલ કૃષ્ણ પણ યુદ્ધમાં આવે છે. (૨૭૭૧) પછી ધુંઆ કુંઆ થતા બંનેના સૈન્યો પરસ્પર ટકરાય છે અને પછી માગધ સૈન્ય વડે ઘણું યાદવ સૈન્ય હણાયું. મગધેશ્વરનો યવન નામે યુવરાજ પુત્ર છે તે દુર્યોધો કોપિત સકલજન સમૂહને હણતો મહાયુદ્ધને કરીને સારણકુમાર વડે હણાયો, તેના મરણને સાંભળીને જરાસંધ અંય યુદ્ધ માટે તૈયાર થયો. તેણે અડધા ક્ષણથી સર્વ યાદવ સૈન્યને વિધુરિત કર્યું. રથ અને ઘોડાનો ચૂરો કર્યો, હાથીઓને હણ્યા અને પદાતિઓને પાડ્યા.(૨૭૭૫) અને તેમ થયે છતે યાદવ સૈન્ય કેવું થયું? તેને કહે છે, સૈન્યોએ શ્રેષ્ઠવાહનો છોડી દીધા છે. અભિમાન છોડી દીધું છે, તલવારો હાથમાંથી પડી રહી છે, સુભટોના મસ્તકો પડી રહ્યા છે, છત્રો અને ચિહનો કપાઈ રહ્યા છે. ઘણાં ધડો (કબંધ) નૃત્ય કરી રહ્યા છે. સુભટો પોતાના સ્વામીથી વિરક્ત થયા છે. મદોન્મત્ત હાથીઓ પ્રેરાયા છે, અશ્વોનો સમૂહ પ્રેરાયો છે, ભયની વ્યાકુળતાથી શસ્ત્રોને છોડી દીધા છે. રથોના સમૂહથી માર્ગ રુંધાયો છે. પરસ્પરને પ્રેરણા કરવામાં ઉધત છે. ભીરુવર્ગ પલાયન થયો છે, મગધેશ્વરના બાણથી તાડન કરાયેલું સૈન્ય યુદ્ધ ભુમિમાં પડ્યું છે, જે અવશેષ રહ્યું છે તે જીવવાની આશા વગરનું છે. આ પ્રમાણે સૈન્ય વિધુરિત થયું ત્યારે ભુવનને ટેકો આપવા માટે સ્તંભ સમાન એક શ્રી નેમિનાથ જ દિવ્યરથથી અપરાભવ રહ્યા. હવે નેમિજિનેશ્વર તેવી સ્થિતિવાળા સર્વ પણ યાદવ સૈન્યને જોઈને ધનુષ્ય ખેચે છે અને દિવ્ય શંખને પૂરે છે. (૨૭૮૨) પ્રભુના ધનુષ્યના ટંકારથી બધિરિત (બહેરું) કરાયેલું અને શંખ શબ્દથી સંભ્રાન્ત થયેલું સર્વ પણ માગધસૈન્ય મૂચ્છથી વ્યાકુળ શરીરવાળું થયું. જિનેશ્વરો ત્રણેય ભુવનના અનુગ્રહ અને નિગ્રહ કરવામાં સમર્થ હોય છે તો તેઓને મગધેશનો નિગ્રહ કરવામાં શી ગણના હોય ? પરંતુ આ યુદ્ધ સાવદ્ય છે અને લોકમાં 129 Page #147 -------------------------------------------------------------------------- ________________ આવો ભાવ નિશ્ચિત થયેલો છે કે પ્રતિવાસુદેવ વાસુદેવ વડે જ હણાય છે. પછી શત્રુસૈન્યને પીડિત કરી પોતાના સૈન્યને સ્વસ્થ કરે છે. પછી સૈન્યસહિત યુદ્ધિષ્ઠિર-ભીમ-અર્જુન નકુલ આદિ રાજાઓ તથા સમુદ્રવિજય, સારણ, અધૂર વગેરે રાજાઓ દુશ્મનના સૈન્યને રુંધે છે અને ચારેબાજુ પોતાના સૈન્યને સ્થાપિત કરે છે એટલામાં વનનો હાથી જેમ હરણના ટોળાની વિલોડના કરે તેમ સમુદ્રવિજયાદિ સર્વે રાજાઓને વિક્ષોભ કરતો અને કોઇપણ વડે સ્ખલના નહીં કરાતો, વિરસને બોલતો, ગુસ્સે થયેલો શિશુપાલ રાજા રથમાં બેઠેલા કૃષ્ણ પાસે જેટલામાં પહોંચ્યો તેટલામાં દેવોને પણ વિસ્મય કરાવનારું તેની સાથે યુદ્ધ થયું અને અસાધારણ ભુજાના બળવાળા કૃષ્ણવડે તે ત્યાં હણાયો. હવે તે શિશુપાલ સુભટ હણાયે છતે અસહિષ્ણુ અને ગુસ્સે થયેલા તેના દશ હજાર રાજાઓએ એક જ સમયે પોતાના સૈન્યોથી મગધાધિપની સાથે મળીને એવી રીતે યુદ્ધ કરવાની શરૂઆત કરી કે જેથી દેવો પણ આ શત્રુ છે, આ સૈન્ય છે અને આ શેષ રાજાઓ છે એમ ઓળખી શકયા નહીં. ત્રણ જ્ઞાનથી યુક્ત, અમૂઢ લક્ષ્યવાળા શ્રી નેમિજિન સંગ્રામને તે પ્રમાણે જોઇને માતિલ સારથિને આ પ્રમાણે કહે છે કે તું રાજાઓના મધ્યથી ઇન્દ્રના રથને હંકાર જેથી લાખો શસ્ત્રોથી હણતા તેઓને હું જીતી લઉં નહીંતર આ બધી યાદવી સેના જીવતી રહેશે નહીં (અર્થાત્ મરશે) આ પ્રમાણે પ્રભુએ કહ્યું એટલે માતલિએ રથના ઘોડાઓને જલદીથી હંકાર્યા. નેમિ પણ દિવ્યશંખને પૂરે છે તેથી સર્વપ્રતિપક્ષ ત્રાસ પામ્યો અને ભયંકર ટંકાર કરતા ઇન્દ્રના ધનુષ્યનું આસ્ફાલન કરે છે અને સિંહનાદ કરે છે કે જેથી પૃથ્વીના વલયો કંપવાથી પર્વતના શિખરો પડ્યા અને પરસ્પર અફળાવાથી સર્વ હાથી-ઘોડારથનો સમૂહ ઘણો ત્રાસ પામ્યો. આ પ્રમાણે તે સિંહનાદના અવાજથી મગધસૈન્ય ભયભીત થઇ ત્રાસ પામ્યું. સિંહ જેમ હરણના ટોળાને વિલોડન કરે તેમ નેમિન્જિન એક રથથી સર્વ સૈન્યનું મથન કરે છે અને રથથી સર્વ સ્થાનો સૂરે છે. બાણોને છેદે છે, ધ્વજ-છત્ર અને ચિહ્નોને પાડે છે. (૨૭૯૯) મોટા માહત્મ્યવાળો, અસ્ખલિત, નેમિજિણંદનો રથ ચારે તરફ એક સાથે ભમતા ઉંબાડીયાના ચક્રની જેમ દેખાય છે. જેવી રીતે પાતાળ તળમાંથી નીકળીને મહામચ્છ એકલો પણ સમુદ્રનો ક્ષોભ કરે છે તેમ નેમિનો રથ તે સંપૂર્ણ સૈન્યનો ક્ષોભ કરે છે. એ પ્રમાણે હાથી-૨થ અને પદાતિથી રુંધાયેલા દસ હજારથી અધિક રાજાઓ યુદ્ધમાં જિનેશ્વર વડે ભગ્ન ઉત્સાહવાળા કરાયા. શ્રી નેમિજિનેશ્વરે ઇન્દ્રે આપેલા ધનુષ્યમાંથી બાણોનો વરસાદ વરસાવ્યો તેથી મગધાધિપના સૈન્યમાં ચામરોનો સમૂહ પડવા લાગ્યો. ધ્વજે છેદાયા, સૈન્યનો જુસ્સો ઓસરી ગયો, શરીર પરની રક્ષણદાયક સામગ્રી તૂટવાથી કવચો પડવા લાગ્યા. માથા પરના બખ્તરો ચાલ્યા ગયા, સર્વ સૈન્ય શસ્ત્રથી વીંધાયું. રથો ચુરાયા, હાથી ઘોડાનો સમૂહ નાશ પામ્યો. સૈનિકોની આંખો ચકળ વકળ થઇ. મૃગના સમૂહની જેમ ઘણી ઉન્મત્તતા શરૂ થઇ. રાજાઓનો સમૂહ ભયથી સંકુચિત થયો. પ્રતાપથી રહિત સૈન્ય વિખરાયું. સર્વ સૈન્ય ભાન વિનાનું થયું. પૂર્વનું અભિમાન નાશ પામ્યું. ભટોના સમૂહ વિનાનું થયું. વ્યવસાય વગરનું થયું. અશ્વાદિ વિનાના એકેક છૂટા છવાયા માણસ માત્ર રહ્યા. જેવી રીતે ઉનાળામાં પાક લણાય જવાથી હરિયાલી વિનાના ખેતરો દેખાય તેવી રીતે ઉપકરણ (શસ્ત્રો) વિનાનું માગધ સૈન્ય તેવું થયું. શ્રી નેમિજિનવડે મોહરૂપી શસ્ત્રથી વિમોહિત કરાયેલું માગધ સૈન્ય ચાલતું નથી, વળતું નથી, બોલતું 130 Page #148 -------------------------------------------------------------------------- ________________ નથી. મૂઢમનવાળું ચેષ્ટા વિનાનું થયું. મથાયો છે અંધકાર જેના વડે, ગ્રહ અને તારાનું ભુંસાયુ છે તેજનું માહત્મ્ય જેના વડે એવા સવારના સૂર્યની જેમ યુદ્ધ ભૂમિમાં નેમિકુમાર શોભે છે. (૨૮૧૦) પછી માગધ સૈન્યમાં કેટલાક કહે છે કે આ તે કૃષ્ણ છે કે જે કાલિનાગ-કેશી-કંસ ચાણુરને નિર્મથન કરનારો સંભળાય છે. બીજા કેટલાક કહે છે કે આ તે નથી કેમકે તેને આવી શક્તિ નથી તેથી આ ચક્રવર્તી છે અને બીજા કહે છે કે આ ચક્રવર્તી પણ નથી કેમકે તે છેલ્લો થશે. પહેલાના ચક્રવર્તીઓને પણ આવી શક્તિ હોતી નથી. તેથી નિશ્ચયથી યાદવ પક્ષમાં આવેલો આ ઇન્દ્ર છે. પરમાર્થને જાણનારા બીજા કહે છે કે આ જે છે તે ઇન્દ્ર નથી કેમકે મરકત મણિના વર્ણવાળો, વિલંઘિત કરાયું છે સર્વ જગતનું રૂપ જેના વડે, ત્રણ જગતમાં ઉત્તમ, ત્રણ જગત વડે નમાયું છે ચરણરૂપી કમળ જેનું, ત્રણ જગતના સ્વામી, ત્રણ જગતના જીવો કરતા અનંતગુણા બળવાન એવા આ છે તો ઇન્દ્રમાત્રની શી વાત કરવી ? અર્થાત્ ઇન્દ્રનું બળ ભગવાનની તોલે કોઇ વિસાતમાં નથી. તે આ બાવીશમા તીર્થંકર શ્રી નેમિજિનેશ્વર છે જેના શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રો સંભળાય છે અને જોવાય છે. (૨૮૧૬) બીજાએ કહ્યું કે જો એ પ્રમાણે છે તો કૃષ્ણ વગેરે તેના ચાકરો છે તો પછી તેઓની સાથે અહીં શું કામ આવ્યો ? આ વાત સાચી છે પણ આ સમુદ્રવિજય રાજાનો પુત્ર છે અને કૃષ્ણ સમુદ્રવિજય રાજાના ભાઇનો પુત્ર છે તેથી ભાઇના સંબંધથી આ અહીં આવ્યો છે. આ પ્રમાણે કોઇક વડે ઉત્તર અપાયે છતે બીજે કહે છે કે જો એમ છે તો શું જરાસંધ મૂઢ છે ? જે તત્ત્વબુદ્ધિથી ઇન્દ્રો અને દેવોને પણ પૂજ્ય છે, ત્રણ ભુવનમાં અજેય છે તેની સાથે વિરોધ કેવો ? જે હાડકામાત્રથી બનેલા મસ્તકથી મહાગિરિને ભેદવા ઇચ્છે છે તે માથુ ભાંગવા સિવાય શું બીજા કોઇ ફળને પ્રાપ્ત કરે ? જે માત્ર નદી તર્યો હોય તે બે બાહુથી સમુદ્રને ઉતરવાને ઇચ્છે છે તો તે શું ટૂંક સમયમાં વિનાશને નથી પામતો ? તેથી આ પ્રમાણે મોટાઓ પણ જ્યાં સ્વપરના ભેદને જાણતા નથી તો ત્યાં બીજું શું કહેવાય? અથવા તો ભાગ્ય પ્રતિકૂળ હોય ત્યારે મોટાઓની પણ મતિઓ બગડે છે, સર્વસત્ત્વો વિચલિત થાય છે. મતિ વિપર્યાસ થાય છે. બીજાની સાચી વાતને પણ સ્વીકારતો નથી. ઇતરથા (એટલે કે મોટાઓની મતિ બગડતી ન હોત તો) મૂઢ જીવો વડે પણ જણાયો છે દોષ જેમાં એવા પરદારા હરણને તે પણ રાવણ કેવી રીતે આચરત ? અથવા નળરાજા જુગાર કેમ રમ્યો હોત? તેથી અવશ્ય બનનારા ભાવો નક્કીથી થાય જ છે. પણ અહીં જે વિકલ્પો થયા તે માત્ર ચિત્તના શ્રમમાત્ર ફળવાળા છે. આ પ્રમાણે કથાઓનો વાર્તાલાપ વર્તે છે અને સેવકની તેવી વ્યવસ્થા થયે છતે શ્રી નેમિજિનેશ્વરના રોધમાંથી કોઇપણ રીતે નીકળી મગધપતિ પુત્રોની સાથે જ્યાં કૃષ્ણ અને બળદેવ યાદવ વર્ગની સાથે રહેલા છે ત્યાં આવ્યો. પછી તે જરાસંધ વિરસ વચનોથી સર્વે પણ યાદવોને આક્ષેપ કરે છે કે જો તમે કૃષ્ણ અને બળદેવ ગોવાળોને અર્પણ કરશો તો આજે પણ જીવતા બચશો (૨૮૨૯) ઇતરથા (જે ગોવાળોને નહીં સોંપો તો) ત્રણ લોકમાં ગયેલા તમારું જીવન રહેશે નહીં. મૂઢ એવો સમુદ્રવિજય પણ શું મારા બળને જાણતો નથી ? એ પ્રમાણે જરાસંધ અસંબંધ વચન બોલે છે ત્યારે સર્વ પણ યાદવ સૈન્ય ગુસ્સે થયું અને એક કાળે જ ઊભું થયું અને ત્યાર પછી મગધપતિના ઓગણોસીત્તેર પુત્રોથી કૃષ્ણ રુંધાયો અને અઠ્ઠાવીશ પુત્રોથી રામ રુંધાયો. ક્રોધના આવેશથી 131 Page #149 -------------------------------------------------------------------------- ________________ પીડિત થયેલું બાકીનું સૈન્ય બાકીના સૈન્ય સાથે લડે છે. આમ ગાઢ યુદ્ધ પ્રવર્યું ત્યારે રામે હળથી ગળામાં એકેક રાજપુત્રને પકડીને, ખેંચીને મુશલવડે ત્યાં સુધી માથામાં માર્યા જ્યાં સુધી માથામાં હણાયેલ અઠ્ઠાવીશ પુત્રો મરણ પામ્યા. પછી ગુસ્સે થયેલો મગધપતિ બળદેવની સાથે ટકરાયો, મોટું યુદ્ધ થયું પછી બળદેવ શક્તિથી ભેદાયો. (૨૮૩૫) પછી બળદેવે લોહીનું વમન કર્યું તેથી જરાસંધ હર્ષને પામ્યો અને તીણબાણો વરસાવીને અને હર્ષને ચારેય બાજુથી ભેદ્યો. અને આ બાજુ ગરુડથી જેમ સાપો મરાય તેમ કૃષ્ણવડે જરાસંધના સર્વ ઓગણોતેર પુત્રો એક સાથે યુદ્ધમાં હણાયા. તેઓના મરણથી દુઃખી થયેલો અસહિષ્ણુ મગધાધિપતિ ત્યાં આવે છે, હે ગોવાળીયા! ઈત્યાદિ વચનોથી કૃષ્ણને આક્ષેપ કરે છે. પછી કૃષ્ણે કહ્યું કે ભીંતાદિની સાથે અથડાઈને પછી આંધળો જેમ પાછો ફરે છે તેમ તું પણ આંધળાથી અધિક આંધળો છે. જો કે તું અનર્થને મેળવે છે, જે કે તું ગુરુજનના વચનના વિશ્વાસને જુએ છે, જોકે તું સ્વજનોથી વિયોગ કરાય છે, જે કે તું પરિજનના વિયોગને જુએ છે તો પણ તું અસહને જ વિશેષ કરે છે અને સ્વ-પરના ભેદને જતો નથી. અથવા ખરેખર તારો અહીંયા શો દોષ છે? (૨૮૪૧) જેના વડે જે કાળે જે સુખ કે દુઃખ પ્રાપ્ત કરવાનું છે તેને ત્યારે તે અવશ્ય મેળવે છે ઇન્દ્ર પણ તેનાથી બચી શકતો નથી. સમુદ્રનો વિયોગ તથા રાહનો પરાભવ શું ચંદ્ર નથી મેળવ્યો? અથવા શું શંકરવડે પણ કાલકૂટ વિષ નથી પીવાથું? અથવા ઈન્દ્રપણ તાપસથી દેહ છેદને શું નથી પામ્યો ? અથવા રાવણ પણ શું કુબુદ્ધિથી હણાયો નથી? તેથી આ હું ગોવાળ છું, શસ્ત્રથી અજ્ઞાન છું, કુળથી હીનાતિનો છું, કાળ અને કંસને નાશ કર્યા છે, તારા હૃદયનું શલ્ય છું, બાળક છું, તું ક્ષત્રિયકુળમાં જન્મેલો છે, મહારાજા છે, કુશળ છે, મારા તરફ હંમેશા પણ: ઈર્ષાલુ છે તેથી તું હમણાં પ્રહાર કર. ગંભીર, સ્થિર, તિરસ્કાર ભરેલા કૃષ્ણના આવા વચનો સાંભળીને મગધરાજ અધિક કોપી થયો. બાણોથી કૃષ્ણને મારે છે અને કૃષ્ણ પણ જરાસંધને મારે છે આમ તે બંનેના મહાસૈન્યનું પણ મહાઘોર યુદ્ધ થયું. (૨૮૪૮) તેઓના પરસ્પરના બાણ, ભાલા, મુસુંઢિ (શસ્ત્ર વિશેષ) મુદ્દ્ગરના પ્રહારોથી ઉત્પન્ન થયેલો ખણખણ અવાજથી ભયંકર પડઘો સર્વ ભુવનને ભરે છે. મોટા સિંહનાદના સેંકડો અવાજથી ભયંકર, શંખના શબ્દોથી કરાયો છે ભયંકર કોલાહલ જેમાં એવું તે બંને પણ સુધીરોનું મહાયુદ્ધ સાથે વર્તે છે. વજની જેમ પરસ્પરના ફેંકાયેલ બાણના સમૂહનો શબ્દ પ્રલયકાળના વાદળના શબ્દની જેમ ભયંકર ઉગ કરનારો થયો. પરસ્પર મુકાયેલ શસ્ત્ર સમૂહને તે બંનેનું સૈન્ય દંડ-તલવાર-પાશપઢિશ (પટ્ટિશ અને ઝસર બંને શસ્ત્ર વિશેષ છે)-ભાલો-ઝસર-શૈલ્યાદિથી હણે છે. (૨૮૫૨) પછી તે બંને સૈન્યોના ચૂરાયેલ લાખો શસ્ત્રોથી રણભૂમિ ચાલી ન શકાય તેવી ભયંકર થઈ. તથા કૃષ્ણ અને માગધ વડે ધનુષ્યમાંથી મુકાયેલ અસંખ્ય તીણ બાણોથી સમગ્ર પૃથ્વી અને આકાશનું પોલાણ ઢંકાઈ ગયું. સર્વે પણ યાદવ રાજાઓ તેની સાથે એકી સાથે યુદ્ધ કરે છે. બળવાન મગધપતિ એકલો પણ યુદ્ધ કરે છે અને બાકીના તેઓ બધા પણ યુદ્ધ કરે છે. પછી મગધેશ્વર એકક્ષણ યુદ્ધ કરીને મહાશંખને તે પ્રમાણે પૂરે છે કે જેથી મહાશંખના શબ્દના શ્રવણથી ભયભીત થયેલા સર્વે પ્રતિશત્રુરાજાઓ કૃષ્ણ અને રામાદિને શરણે ગયા. પછી મગધપતિ બાણોથી કૃષ્ણને અને કૃષ્ણ પણ મગધપતિને હણે છે અને પછી સુરપથી કૃષ્ણ શ્રેષ્ઠ રત્ન અને સુવર્ણના દંડવાળા, 132 Page #150 -------------------------------------------------------------------------- ________________ મણિ કિંકિણિના સમૂહના અવાજથી વાચાળ એવા તેના મહાધ્વજને છેદે છે. પછી પોતાના મસ્તકની જેમ મહાધ્વજને પડેલો જાણીને ઘણો ગુસ્સે થયેલો મગધપતિ કૃષ્ણને બાણોથી ઢાંકે છે. તે બાણોને છેદીને અને બાણોથી મગધપતિને ભેદીને ગંભીર ઉપહાસ વાણીથી તેને આ પ્રમાણે કહે છે કે હે રાજન્ ! હું યુવાન છું અને તું ક્ષીણ સત્ત્વશરીરવાળો વૃદ્ધ છે તેથી આ યુદ્ધ વિષમ છે તેથી તું મારાવડે મુકાયેલો છે અને ઘરે જા. આ પ્રમાણે સાંભળીને ગુસ્સે થયેલો જરાસંધ પ્રત્યાલીઢ (૩૫) સ્થાન રચે છે અને દેવતાધિષ્ઠિત મંત્રાસ્રોને યાદ કરે છે. પછી કૃષ્ણ આને જાણીને વૈશાખ (૩૬) સ્થાનને રચે છે અને દેવતાધિષ્ઠિત મંત્રાસ્રોને યાદ કરે છે. પછી કૃષ્ણ નીકળેલા છે લાખો નાગો જેમાંથી એવા નાગાસને, નીકળેલા છે કરોડો ગરુડો જેમાંથી એવા ગુરુડાસ્રથી વારણ કરે છે. (૨૮૬૪) જરાસંધ રાજાવડે મુકાયેલ સંવર્તક મહાશઅને કૃષ્ણ મહાવાયુ શસ્ત્રથી વારણ કરે છે. અંતરીક્ષ શસ્રથી વાયવ્ય શસ્ત્રનું વારણ કરે છે અને મોટા અગ્ન્યસ્રને વરુણાસ્રથી નિવારણ કરે છે. અસુર સૈન્યમાંથી નીકળીને આવતા અતિભયાનક વૈરોચન શસ્ત્રને સુર સૈન્યમાંથી પ્રકટિત થયેલ માહેન્દ્ર શસ્ત્રથી નિવારે છે. (૨૮૬૭) ગાઢ અંધકારના સમૂહને ઉત્પન્ન કરનાર તામસ શસ્ત્રને દિનકર શસ્ત્રથી હણે છે અને કૃષ્ણ નારાયણ શસ્ત્રથી રાક્ષસ શસ્રને શાંત કરે છે. કંપિત કરાયું છે ભૂવલય અને ત્રાસિત કરાયો છે અસુરોનો સમૂહ જેના વડે એવા અશ્વગ્રીવ શસ્ત્રને બ્રહ્માસ્ત્રથી નિવારે છે અને પવનાસ્રથી મેઘાસ્ત્રનું નિવારણ કરે છે. આમ મગધપતિ કૃષ્ણના વિનાશને માટે જે જે શ્રેષ્ઠ અસ્રોને છોડે છે તે તે અસ્રોને કૃષ્ણ પડ્યા પહેલા પ્રતિપક્ષ અસ્રોથી નાશ કરે છે અને ત્યારપછી ખૂટી ગયા છે સર્વ શસ્રો જેના, ચાલી ગયો છે પ્રભાવ જેનો, પરાક્રમથી મુકાયેલો, આનંદ વગરનો જરાસંધ હાથમાંથી કાલપૃષ્ટ ધનુષ્યને મૂકી દે છે અને કહે છે કે મારા પરાક્રમ તથા રાજ્યસંપદાને ધિક્કાર થાઓ. જે સમુદ્ર તરી ગયેલો એવું હું ખાબોચિયા માત્રમાં ડૂબી ગયો કારણ કે મારાવડે ભરાતર્ધના લાખો રાજાઓ જીતાયા છે એવા મને ગાયનું દૂધ પીને ગર્વિષ્ઠ બનેલો આ ગોવાળીયો જીતે છે અને પછી હજાર આરાવાળું, સૂર્યના મંડળ જેવા તેજવાળું, સર્વશાસ્ત્રોને દળનારું, દેવસમૂહથી યુક્ત, દેવોને પણ ભયાવહ, જાણે બળતો અગ્નિ ન હોય તેવા મહાચક્રને મગધપતિ પોતાના રથની ઉપર જુએ છે. પછી કૃષ્ણને હણાયેલો માનતો, ક્રોધે ભરાયેલ એવો મગધરાજ કૃષ્ણના વધ માટે તેના ઉપર મૂકે છે અને પછી જાણે હજારો તણખા ઝરતી જ્વાળાઓથી દુપ્રેક્ષ્ય, અતિભયંકર અવાજવાળો, તેજથી દિશાઓના મુખને પ્રકટ કરતા એવા તે ચક્રને જોઇને દેવો ભય પામ્યા, યક્ષ-સિદ્ધ અને ગંધર્વો ત્રાસ પામ્યા, જ્યોતિષ અને ખેચરો પણ ત્રાસ પામ્યા અને સર્વે પણ રાજાઓ ભાગી ગયા, સુર-અસુર સહિત ભયભીત લોક પણ શિવ શિવ (કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ) એમ પોકારે છે તથા ભયપામેલા યાદવો પણ આંખોમાંથી આંસુઓ પાડે છે. હવે તે ચક્ર આવે છે ત્યારે કેશવ ઘણાં દિવ્ય શસ્ત્રોને ફેકે છે અને બળદેવ પણ મુશલ અને હળને છોડે છે. (૩૫) પ્રત્યાલીઢ સ્થાન એટલે ડાબો પગ પાછળ હટાવીને, જમણો પગ આગળ રાખીને ઊભા રહેનાર ધનુર્ધરની સ્થિતિ વિશેષ અર્થાત્ ધનુર્ધરીની યુદ્ધ કરવાની યુક્તિ વિશેષ (૩૬) વૈશાખ સ્થાન એટલે ધનુર્ધારીઓનું લડવાનું એક આસન વિશેષ 133 Page #151 -------------------------------------------------------------------------- ________________ (૨૮૮૦) અર્જુન સર્વસ્ત્ર શસ્ત્રને છોડે છે, યુધિષ્ઠિર શક્તિને છોડે છે, ભીમ મહાગદાને અને સેનાની પરિઘને છોડે છે. નકુલ ભાલાથી હણે છે, સહદેવ ખગથી હણે છે. સમુદ્રવિજય રાજા પણ બાણોથી નિવારણ કરે છે. બાકીના રાજાઓ આવતા મહાચકને શક્તિ-બાણ-ઝસરમુગર-પરશુ-ઉપલ-(પથ્થર) બછ-ભાલાદિથી હણે છે પરંતુ તે શસ્ત્રો દેવ સમૂહથી અધિષ્ઠિત સ્વરૂપવાળા ચકપર અસરકારક થતા નથી તેથી હાહારવથી વાચાળ સિદ્ધ-ગંધર્વ અને દેવો થયે છતે, યાદવો ભય પામે છતે અને કંઇક માગધરાજાઓ હર્ષિત થયે છતે શું થશે તે પ્રમાણે પ્રેક્ષક એવો સર્વ જીવલોક વિમૂઢ થયે છતે ચકવેગથી આવીને કૃષ્ણના વિશાળ વક્ષસ્થળ પર તુંબથી અથડાઈને પડે છે પરંતુ ધારાના ભાગથી લાગતું નથી. (૨૮૮૬) પછી ચકના પ્રહારને સહન કરીને કમળને જેમ લીલાથી ગ્રહણ કરે તેમ તુષ્ટ મનવાળા કૃષ્ણ રથમાં પડેલા તે ચકને ગ્રહણ કર્યું. પછી હાથમાં ગ્રહણ કરાયું છે ચક જેના વડે એવા કૃષ્ણની કોઈક તેજલક્ષ્મી ઉલ્લસે છે અને પ્રભાવ પણ વિસ્ફરે છે જેથી દેવો પણ વિસ્મય પામ્યા પછી બીજા સર્વે પણ સ્વસ્થ થયા અને જાદવો પરિતુષ્ટ થયા. દેવ-સિદ્ધયક્ષ-નારદઋષિ વગેરે પણ કૃષ્ણની ઉપર કુસુમવૃષ્ટિને મુકે છે, અરે મહાભાગો ! આ નવમો વાસુદેવ એ પ્રમાણે બોલતા પરિતુષ્ટ થયા. બીજા કોને આવી શક્તિ હોય? અથવા બીજા કોને આવી પુણ્યાઇ હોય? અને કેવળીભગવંતો વડે પૂર્વે ઘણીવાર આ કહેવાયું છે એમ કહીને તુષ્ટ થયેલી દુંદુભિના અવાજથી આકાશને પૂરે છે. અને ફરી ફરી ગંધોદક અને પુષ્પોની વૃષ્ટિ કરે છે. એટલામાં હાથમાં રહેલા દુસહ ચકવાળો, ચાલી ગયો છે ગર્વ જેને, ઉત્પન્ન થયું છે કારુણ્ય જેને એવો કૃષ્ણ મગધપતિને ઉદ્દેશીને કહે છે કે અરે મહાયશ! આવી પરિસ્થિતિ વીતી ગયા પછી પણ જે તું બોધ પામે છે તો મારી આજ્ઞા સ્વીકારીને પોતાના દેશમાં જઈને રાજ્યને તથા આયુષ્યને ભોગવ પણ અકાળે મર નહીં. જીવતો નર કલ્યાણને જુએ છે. મરી ગયા પછી શું? (૨૮૯૫) અખિન્ન એવા તારા વડે અશક્ય અને ઉત્કૃષ્ટકોટિનો પુરુષાર્થ કરાયો છે જે ઉત્તમ ક્ષત્રિયોના મનને પણ આશ્ચર્ય કરે છે. પરંતુ ચક્રવર્તી અને ઇન્દ્રોવડે પણ આ કર્મપરિણામ અન્યથા કરવા શક્ય નથી તો પછી તારો અહીંયા શું દોષ છે? કેવલીઓ વડે હું નવમો વાસુદેવ કહેવાયો છું. તેઓની વાણી અન્યથા થતી નથી તેથી તું વિષાદને છોડ. પછી મગધપતિ હસીને કહે છે કે અહો! જુઓ તો ખરા, નંદ ગોકુલિકનો પુત્ર ગોવાળીયો એવો આ કેટલા ગર્વને પામ્યો છે? પોતાનો મનકલ્પિત ગર્વ કોનાવડે નિવારણ કરાય? કારણ કે જુઓ લાવકપક્ષી પૃથ્વી ભાગી જવાની શંકાથી પગને ઊંચો કરીને રાખે છે. ગાયોના પૂંછડા મરડીને અને ધણને ચારીને જુઓ હવે આ પણ પોતાને નવમો વાસુદેવ માને છે આ પ્રમાણે બીજાને ઉદ્દેશીને કહીને પછી સાક્ષાત્ હરિને કહે છે કે રે ગોવાળીયા! રે ડિંભ! તને આટલો ગર્વ કોનાથી થયો છે? લોખંડનો ટૂકડો જે તને પ્રાપ્ત થયો છે તેને અફળાવીને તું નવમો વાસુદેવ થયો છે એમ તું અમને શીખવે છે તો એનાથી શું? હલકા જીવોને આ યુક્ત છે જેમકે શિયાળ નાયડ (માંસ)ના ટૂકડાને, ઊંદર ચોખાના દાણાને અને કૂતરો હાડકાને મેળવીને શરીરમાં હર્ષથી માતા નથી અને ઈન્દ્રને પણ તિરસ્કારથી જુએ છે અને આ મારો માંસનો ટૂકડો, (ચોખાનો દાણો, હાડકું) લઈ લેશે તો? એવી શંકા કરે છે તેથી મને કહ્યું નહીં એમ કહીશ નહીં. આ હું રથ અને ચકસહિત તને ચૂરીને તારા સંપૂર્ણ ગર્વને દૂર કરું છું અને વાસુદેવ _134 Page #152 -------------------------------------------------------------------------- ________________ નામને પણ હું હણું છું. (૩૦૦૬) (અહીં પ્રતમાં શ્લોકોના નંબર આપવામાં ભૂલ થઈ છે જેમાં ૧૦૦ શ્લોક નંબરમાં લખવામાં ભુલાયા છે.) ' આ સાંભળીને કૃષ્ણ પણ વિચાર્યું કે આ યમરાજથી કંસાયેલો છે. હવે ચિકિત્સા કરી શકાય તેવો નથી. તેથી બોલવાથી સર્યું. અથવા આના વધ માટે મારા હાથમાં આ ચક્ર આવ્યું છે કેમકે ભાગ્ય પરોગમુખ થયે છત આપત્તિઓ કેમ ન આવે? તેથી નિશ્ચયથી આ મરણને પ્રાપ્ત થયો છે એમ કેવલીઓ વડે લેવાયો છે તેથી ક્યો ઈન્દ્રપણ આનું રક્ષણ કરવા શક્તિમાન છે? એ પ્રમાણે વિચારીને કૃષ્ણ ભયને પમાડનારું અતિ તેજસ્વી ચક છોડ્યું. તે ચક્રથી મણિ-મુકુટ અને કુંડલની શોભાવાળું તેનું મસ્તક છેદાયું. પછી માગધના મસ્તક રૂપી ફળને કાપીને હજારો દેવોથી યુક્ત ચક પાછું કૃષ્ણના હાથમાં આવ્યું. તીર્થંકરો વડે આગમમાં કહેવાયું છે કે - (૧) અન્યગ્રીવ (૨) તારક (૩) મેરક (૪) મધુકૈટભ (૫) નિશુંભ (૬) બલિ (૭) પ્રહલાદ (૮) રાવણ અને (૯) જરાસંધ. આ ખરેખર કીર્તિ પ્રધાન વાસુદેવ-પુરુષોના પ્રતિશત્રુઓ છે. સર્વે પણ ચક્રથી યુદ્ધ કરનારા છે અને સર્વે પણ પોતાના ચક્રોથી હણાયા છે. પછી દેવો, ખેચરો, સિદ્ધપુરુષો, યક્ષો, નારદ વગેરે કુસુમની વૃષ્ટિ કરે છે અને સુગંધી જળની વૃષ્ટિ કરે છે, દુંદુભિ વાગે છે અને તુટ થયેલા કહે છે કે આ નવમો વાસુદેવ જય પામે છે જે વાસુદેવના સમૂહમાં છેલ્લો છે. પછી મગધરાજનું મણ જાણીને કારુણ્યનિધિ શ્રી નેમિનાથ બધા રાજાઓને અટકાવમાંથી છોડે છે. પછી તેઓ પ્રણય સહિત નેમિને પ્રણામ કરીને કહે છે કે હે જગતનાથ! જેનાપર તારી સાનુરાગ દષ્ટિ છે તે પણ વિજયને મેળવે છે. તે સ્વામિ! તું જેના પણ પક્ષમાં સર્વ સ્વરૂપે છે તે ત્રિભુવનનો સ્વામી થાય છે તો પછી શત્રુના જયમાં તેની શી ગણના? જેવી રીતે કૃપા કરીને તારા વડે કૃષ્ણ કૃતાર્થ કરાયો તેવી રીતે હે નાથ! કૃષ્ણથી અમારી પણ રક્ષા કરીને અમને સુખી કર. (૩૦૧૯) ત્રણ ભુવનનો પણ તું નિષ્કારણ બંધુ છે અને જીવોને વિશે વાત્સલ્યવાળો છે. તેથી સ્વામીથી રહિત એવા અમારું તું જ શરણું છે. શ્રી નેમિજિનેશ્વરવડે સર્વે પણ રાજાઓ - બોલાવાયા (આશ્વાસિત કરાયા) અને અભયને આપીને તેઓની સાથે કૃષ્ણની પાસે આવ્યા. શ્રી નેમિજિનને આવતા જોઈને હર્ષિત ક્ષણ રથમાંથી ઉતરીને મોટા સ્નેહથી ભેટે છે. કૃષ્ણની સાથે ઉચિત આલાપ કરીને જિનેશ્વરવડે તે બધા રાજાઓની પીઠ પર કૃષ્ણ પાસે હાથ મુકાવ્યો. સમુદ્રવિજયના કહેવાથી મગધરાજાનો સહદેવ નામનો પુત્ર રાજગૃહમાં પિતાના પદે સ્થાપન . કરાયો અને મગધ દેશનો ચોથો ભાગ તેને અપાયો પછી તેઓને વિસર્જન કરીને કૃષ્ણ યાદવોની સાથે પોતાની છાવણીમાં આવ્યો. (૩૦૨૫) હવે માતલિ પણ શ્રી નેમિનિને નમીને સ્વર્ગમાં ઈન્દ્રની પાસે ગયો અને સમગ્ર નેમિ ચરિત્રોને કહે છે. પછી કરાઈ છે વ્રણની ચિકિત્સા એવા તે યાદવો સ્વસ્થ દેહવાળા થયા. પછી બીજે દિવસે રાજસભામાં બેઠેલા કૃષ્ણને મધ્યમવયવાળી ખેચરીઓએ કહ્યું કે વૈતાઢ્ય પર્વત પર ગયેલા વસુદેવ વડે પ્રતિપક્ષ એવા સર્વ ખેચરો જીતાયા છે. કેવી રીતે જીતાયા એ પ્રમાણે કૃષ્ણવડે પુછાયે છતે તેઓ કહે છે કે અહીંથી શૌરી પોતાના - પક્ષવાળા ખેચરોની સાથે ત્યાં ગયો અને ત્યાં પહોંચેલા વસુદેવને કેટલાક ખેચરો મળ્યા અને પ્રતિપક્ષ બળ પણ ઘણું મળ્યું અને ઘણાં દિવસો સુધી યુદ્ધ ચાલ્યું. પછી બીજે દિવસે અમારું 135 Page #153 -------------------------------------------------------------------------- ________________ સૈન્ય ક્ષીણ પ્રાયઃ થયે છતે અને શત્રુસૈન્યનો ઉત્કર્ષ વધે છતે, નારદ - દેવ - સિદ્ધ અને યક્ષો વડે ઉદ્ઘોષણા કરાઇ. જેમકે આ ભરત ક્ષેત્રમાં નવમો વાસુદેવ ઉત્પન્ન થયો છે અને જરાસંધ હણાયો છે એમ સાંભળીને સર્વ પ્રતિપક્ષ ખેચર રાજાઓ ભય પામ્યા. વસુદેવને જ શરણ સ્વીકારીને કિંકરપણાને પ્રાપ્ત થયા. શૌરીને તથા શાંબ અને પ્રદ્યુમ્નને પોતાના સ્થાનમાં લઇ જઇને, મણિ, મૌક્તિક, વજ્ર અને આભરણથી પૂજે છે અને ઘણી રૂપવતી કન્યાઓ તેઓને આપે છે તેથી સર્વપણ ખેચર વર્ગ હમણાં સેવક થયો છે અને વસુદેવની સાથે અહીં તમારી પાસે આવે છે. અમે આગળથી મોકલાયા છીએ. આ પ્રમાણે તેઓ જેટલામાં કહે છે તેટલામાં ખેચર સૈન્યની સાથે વસુદેવ યાદવોને મળ્યો. પછી ખેચરોવડે કૃષ્ણને સુવર્ણ - મણિ - મૌતિકાદિ ઉત્તમ વસ્તુઓ અપાઇ. કૃષ્ણવડે પણ આ બધા સન્માનિત કરાયા. પછી સહદેવ વગેરે સર્વ રાજાઓ વડે પોતાના પિતા ભાઈ આદિ વર્ગનું, શરીર સત્કાર છે મુખ્ય જેમાં એવું મૃત્યુ કાર્ય કરાયું. નાથ વગરના રાજાઓના મૃતકોને કૃષ્ણના આદેશથી અનાવૃષ્ટિ ક્ષણથી અન્યસ્રથી બાળે છે. દીનપણાને પામેલી અને અનાથ થયેલી જીવયશા પણ કુલનો ક્ષય કરનારા સર્વ પતિ ભાઇ આદિના મૃત્યકાર્ય કરીને અગ્નિમાં પ્રવેશે છે. પ્રતિદિન હાથી, અશ્વ, રાજા - કોશ આદિથી પૂરાતો કૃષ્ણ પણ નૂતન પુણ્યોદયથી વૃદ્ધિ પામે છે. (૩૦૪૧) હવે તે જ પ્રદેશમાં ભેગાં થઇને સર્વ યાદવો વડે જિનેશ્વરની આગળ પરમાનંદ લૂંટાયો. (અર્થાત્ ઘણો આનંદ માણ્યો) પરમ રમ્ય જિનભવનથી યુક્ત આનંદપુર નગર ત્યાં યાદવો વડે વસાવાયું અને તીર્થરૂપે પ્રસિદ્ધ થયું. પછી પરીવાર સહિત કૃષ્ણ ભરતાર્થને સાધવા પ્રયાણ કરે છે અને જતા યોગ્યતા મુજબ રાજાઓની તે તે દેશમાં સ્થાપના કરે છે. પછી ક્રમથી પોતાના ભુજાબળથી સર્વ ભરતાર્થ સાધી લીધું. ત્યારે સોળ હજાર રાજાઓની સાથે અને ખેચર રાજાઓથી નમાયેલા કૃષ્ણ કોટિશિલા પાસે આવ્યો. તે કોટિશિલા લંબાઇ, પહોળાઇ અને ઊંચાઇથી એક યોજન પ્રમાણ છે. વાદળ જેવી કાળી વિપુલશિલા અર્ધભરતના દેવોના સમૂહથી યુક્ત છે જ્યાં ભરતાર્થ સાધી લીધા પછી વાસુદેવના બળની પરીક્ષા કરાય છે. પ્રથમ વાસુદેવે કોટિ શિલાને ડાબા હાથ ઊંચો થાય ત્યાં સુધી ઊંચકી હતી. બીજાએ મસ્તક સુધી, ત્રીજાએ કંઠ સુધી, ચોથાએ છાતી સુધી, પાંચમાએ હ્રદય સુધી, છઠ્ઠાએ કટિતળના પ્રદેશ સુધી, સાતમાએ સાથળ સુધી, આઠમાએ જાનુ સુધી અને આ નવમા વાસુદેવે ચાર આંગળ ઊંચી ઉપાડી. અવસર્પિણીકાળમાં પ્રાયઃ બળ ક્રમથી હીન થાય છે. પછી દેવોએ, વિદ્યાધર, સિદ્ધ - યક્ષોના સમૂહે આકાશમાં જય શબ્દની ઘોષણા કરી અને કુસુમવૃષ્ટિ કરી. (૩૦૫૧) આ પ્રમાણે પૂર્વે ઉપાર્જન કરેલા પુણ્યોથી છ માસ માત્ર કાળથી અર્ધભરતને સાધીને કૃષ્ણ દ્વારિકા નગરીમાં આવ્યો અને ત્યાં ઘણાં કૌતુકોથી કરાતો છે મંગળનો સમૂહ જેનો, હાથીના સ્કંધ પર રહેલો, ખેચર અને મનુષ્યોના સ્વામીઓથી યુક્ત, શકેન્દ્રની જેમ કૃષ્ણ દ્વારિકામાં પ્રવેશે છે. અને પછી યાદવ રાજાઓ પોતપોતાના સ્થાને બેસે છે અને બાકીના રાજાઓ તથા ખેચરો કૃષ્ણે બતાવેલા સ્થાન પર બેસે છે. પછી પ્રશસ્ત દિવસે શ્રેષ્ઠ રત્નોથી નિર્મિત વિશાળ સિંહાસનો ઉપર કૃષ્ણ તથા બળદેવને બેસાડીને પાસે રહેલા સર્વ દેવો તથા યાદવવંશથી યુક્ત.સમુદ્રવિજય રાજા તેના રાજ્ય અભિષેકને કરે છે. (૩૦૫૬) નજીકમાં છે માંગલિક સામગ્રી જેઓને, ધન - 136 Page #154 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ - હાથી - ઘોડા - વસ્ત્ર - રત્નોના સમૂહવાળા સોળ હજાર રાજઓ તથા નગરવાસીઓ અને દેશવાસીઓ તથા ગંગા - માગધાદિ તીર્થોના પાણી લાવીને દેવો વિશાળ - મણિ - સુર્વણના શ્રેષ્ઠ કળશોથી અભિષેક કરે છે. સિદ્ધ થયા છે ઈચ્છિત કાર્યો જેના તથા તુષ્ટ થયેલા એવા સમુદ્રવિજયાદિ યાદવ રાજાઓ વિવિધ મંગલોને કરાવે છે. સોળ હજાર રાજાઓ કમથી રત્નો આદિથી પૂજે છે અને શ્રેષ્ઠ રૂપ અને લક્ષણવાળી બે બે કન્યાઓ આપે છે તેમાંથી કૃષ્ણ સોળ હજાર કન્યાને પરણે છે અને આઠ હજાર બળદેવને આપે છે અને પરિતુટ થયેલો, કરાયેલ છે ઘણાં વિસ્તારથી વિવાહ મહોત્સવ જેનો એવો કૃષ્ણ બાકીની આઠ હજાર કન્યાઓને શ્રેષ્ઠ યાદવ કુમારોની સાથે પરણાવે છે. આ પ્રમાણે રાજ્યાભિષેક વર્તે છતે વિદ્યાધરો પણ કૃષ્ણને રત્નો આદિથી પૂરે છે. (૩૦૬૩) સન્માન કરીને કૃષ્ણ પણ પછી સર્વ ખેચરોને વિસર્જન કરે છે, વિવિધ સર્વ મંડલિક રાજાઓ વિસર્જન કરાયા. નગરવાસીઓએ નગરીમાં વર્યાપનકો તે પ્રમાણે પ્રવર્તાવ્યા કે તેથી સમગ્ર યાદવ વર્ગ અને દેવો પણ વિસ્મિત થયા. પછી ખુશ થયેલા નગરવાસીઓ પોતાના ઘરોમાં આનંદનો મહોત્સવ કરાવે છે. અથવા મોટો પ્રતિપક્ષ હણાયે છતે અને ભરતાર્ધ સિદ્ધ થયે છતે યાદવોને જે પ્રમોદ થયો, દેવો વડે જે નગરી નિર્માણ કરાઇ, શ્રેષ્ઠ રત્નોથી જે રમ ઘરો નિર્માણ કરાયા, મણિ - રત્ન - સુવર્ણની વૃષ્ટિથી દેવો વડે જે દ્ધિ અપાઈ, જે આઠ હજાર યક્ષો તેઓની નિત્ય સાનિધ્યમાં છે તેઓને જે અભિનવ યૌવન છે, અભિનવ પ્રિયાઓની સાથે જે પ્રેમ છે, અભિનવ પુણ્યોદયથી ઉત્પન્ન થયેલી સામગ્રીથી વિવિધ પ્રકારના કૌતુકોથી આશ્ચર્યકારક ઉત્સવને કરાવે છે વગેરે વગેરે. આ બધાનું વર્ણન બૃહસ્પતિ સમાન બુદ્ધિવાળો સો વરસ સુધી પણ શું કરી શકે? પછી સિદ્ધ થયા છે વંછિત અર્થો જેને, પ્રમુદિત મનવાળા યાદવો શ્રેષ્ઠ શૃંગારને કરેલી પ્રિયાઓની સાથે પ્રતિદિન કીડા કરે છે. સર્વ તુના ફુલો અને ફળોથી સમૃદ્ધ બગીચા અને ઉદ્યાનોમાં તથા વિચિત્ર વનરાજીથી રમ્ય જંગલોમાં વિચરે છે. કીડાનદીઓમાં, સરોવરોમાં, પુષ્કરણિઓમાં, વાવડીઓમાં અને કનક, રત્ન, રજત, માટી તથા મોતીઓના કીડાપર્વતોમાં અર્થથી સ્વસ્થ થયું છે મન જેઓનું એવા યાદવો ઇચ્છામુજબ વિચરે છે. પડે છે, સીંચે છે અને નવો દેવ જેમ સ્વર્ગમાં ગયેલા કાળને જાણતો નથી તેમ આ પણ ગયેલા કાળને જાણતો નથી. એ પ્રમાણે પરણતા અને કીડા કરતા બીજા કુમારોને જોઈને સમુદ્રવિજય અને શ્રી શિવાદેવી નેમિજિનને કહે છે કે હે વત્સ! કોઈ પણ અનુરૂપ કન્યાને પરણીને પોતાના સૌભાગ્યથી પરાભવ કરાયો છે સૈલોક્ય જેના વડે એવા રૂપને સફળ કર. (૩૦૭૬) અનુરૂપ ઘણી કન્યાઓને હું પરણીશ પરંતુ તે માતા ! હમણાં એક પણ અવસર પ્રાપ્ત થયો હોય એમ હું જોતો નથી. તે માતા ! તમે જુઓ બીજાઓથી જે આ સ્ત્રી પરણાય છે તે દુઃખના ફળવાળી છે. વિરતિ - નિસ્પૃહતા - ક્ષમા આદિ જે આંતરિક સ્ત્રીઓ છે તેનાથી આ બાહ્ય છે અને અસાર છે,મૂર્ખાઓથી સેવાયેલી છે. તુચ્છ છે, દુર્ગતિમાં લઈ જનારી નીકો છે, અનંત ભવ ભ્રમણને ઉત્પન્ન કરનારી છે. તેથી અશુભ સ્વરૂપવાળી આ સ્ત્રીઓની સાથે બોલવાથી પણ શું? તથા મુગ્ધ જીવો પણ લોકમાં જે કહે છે તે સત્ય છે. જેમકે - ' સામાન્ય સ્ત્રી ગમતી નથી અને સુંદર સ્ત્રીની પ્રાપ્તિ થતી નથી. વિરતિથી રહિત જીવો એમને એમ દિવસો પસાર કરે છે. આ પ્રમાણે પરિભાવિત કરાયું છે સંપૂર્ણ સંસારનું સ્વરૂપ 137 Page #155 -------------------------------------------------------------------------- ________________ જેનાવડે એવા નેમિકુમાર માતા પિતાના વચનોને વિનયપૂર્વક ગંભીર વચનોથી નિવારણ કરે છે. (૩૦૮૨) અને આ બાજુ અપરાજિત શ્રેષ્ઠ વિમાનમાંથી આવીને, યશોમતીનો જીવ ઉગ્રસેન રાજનાં ઘરે ધારિણી દેવીની કુક્ષિમાં શ્રેષ્ઠ રૂપ અને વંશથી અદ્દભૂત સર્વના હૈયાને હર્ષ કરનારી, ગુણના સમૂહના ઉત્કર્ષને પ્રાપ્ત થયેલી પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. પછી પુત્રોથી પણ અધિક તે બાળા પાંચ ધાત્રીઓથી યુક્ત તેઓના ઘરે મોટી થાય છે અને માતાપિતા વડે તેનું નામ રાજીમતી કરાયું. (૩૦૮૫) અને આ બાજુ ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં અપરકંકા નગરીમાં સ્ત્રીમાં લોલુપી એવો પદ્મનાભ નામનો રાજા હતો. નારદ પાસેથી દ્રૌપદીના રૂપને સાંભળીને મૂઢ એવા તેણે દેવ મારફત પાંડવોની પત્ની દ્રૌપદીને હરણ કરાવી. સુસ્થિત નામના લવણાધિપ દેવની આરાધના કરીને તેના સાનિધ્યથી કુણ પાંચ પાંડવો અને છઠ્ઠા રથની સાથે અર્ધા ક્ષણથી લવણ સમુદ્ર ઓળંગીને ત્યાં ગયો અને તેને જીતીને શીલધર્મમાં દઢ, અક્ષય શીલવાળી દ્રૌપદીને લાવે છે. (૩૦૮૯) હવે બીજે દિવસે કુમારના વૃંદથી યુક્ત, કીડા કરતો, લોકને હર્ષ પમાડતો નેમિ કૃષ્ણની આયુધ શાળામાં આવ્યો અને ત્યાં ચક, શંખ, અતિભીષણ ગદા, ધનુષ્ય અને બીજા ઘણાં સ્કુરાયમાન થતા શસ્ત્રોને જુએ છે. પછી ત્યાં મચકુંદ જેવા સફેદ પાંચ મુખવાળો પુનમના ચંદ્રની જેમ પોતાના કિરણના સમૂહથી ધવલિત કરાયો છે દિશાઓનો અંત જેના વડે એવા પંચજન્ય શંખને જુએ છે. પછી પ્રભુ વિશેષ કૌતુકથી જેટલામાં પોતાના હાથોથી તેને ગ્રહણ કરવા ઈચ્છે છે તેટલામાં આયુધશાળાના નિયુક્ત પુરુષે તેને કહ્યું કે હે સ્વામિન! તમે અતુલબળી છો એ વાત સાચી, ત્રણ ભુવનમાં તમારે કોઈ અસાધ્ય નથી એ વાત સાચી તો પણ તમે બાળક છો અને તમારું શરીર પીઢ નથી તેથી મહાબાહુ એવા કૃષ્ણવાસુદેવને છોડીને અન્ય બીજો કોઈ આ શંખને હાથથી ગ્રહણ કરવા શક્તિમાન નથી તો પછી પૂરવાની વાત તો દૂર જ રહો. પછી કંઇક હસીને એક હાથથી જિનેશ્વરે તે શંખને ઉપાડીને લીલાથી બે હાથથી મુખપાસે રાખે છે. પછી મરકતમણિ જેવા શ્યામ કાંતિવાળા જિનેશ્વરના મુખપર ચંદ્રની પ્રભાવાળો લાગેલો શંખ પાણીવાળા વાદળાંના સમૂહમાં બગલાનો સમૂહ જેમ શોભે તેમ શોભે છે. પછી ફંકીને તે શંખ જિનેશ્વરવડે પૂરાયો ત્યારે કોઈ એવો અવાજ ઉત્પન્ન થયો કે જેથી ગિરિફુલ સહિત, સમુદ્રસહિત,ગ્રામ અને નગરો સહિત,ભવન અને વનખંડો સહિત પૃથ્વીનું વલય એવી રીતે કંપ્યું કે જેથી પર્વતોના શિખરો પડે છે. લવણ સમુદ્ર તે રીતે ક્ષોભ પામો કે જેથી ઘણાં ઉછળતા મોજાઓ જાણે ભુવનને ડૂબાવતા ન હોય અને સંપૂર્ણ નભાંગણને જાણે ગ્રસ્તુ ન હોય! (૩૧૦૦) નદીઓ ઊલટી વહે છે અથવા આકાશ પાતાળમાં પ્રવેશે છે કે પાતાળ આકાશમાં પ્રવેશે છે અને યુગનું પરિવર્તન વર્તે છે. ભવન અને ઉદ્યાનથી યુક્ત, કિલ્લા-મહેલ-તોરણથી યુકત એવી તે દેવનિર્મિત નગરી સેંકડો ખંડોથી તૂટી નહીં તો પણ મહાભવનની અંદર ઉત્પન્ન થયેલ તે શંખના શબ્દથી, વસંતઋતુથી ઉન્મત્ત થયેલી કામિનીની જેમ સર્વસ્થાનથી ચલાયમાન થઈ. સ્વચ્છંદી ઘોડાઓ ભમે છે. હાથીઓની સાંકળો તૂટી. યાદવ વર્ગ ભય પામો. લોક 138 Page #156 -------------------------------------------------------------------------- ________________ મૂચ્છથી વ્યાકુળ થયો. પૃથ્વીની પીઠ ફુટે છે. આયુધશાળાના રક્ષક પુરુષો તથા ક્ષોભ પામેલા બીજા લોકો દુઃખપૂર્વક પ્રાણને ધારણ કરે છે. કૃષ્ણ પણ એકાએક ભય પામો, બળદેવ મદ (ચેતના)-વિનાનો થયો.ત્રાસ પામેલા બાકીના સુભટો કૃષ્ણના શરણે ગયા.(૩૧૦૬) પછી કૃષ્ણ વિચારે છે કે ખરેખર અહીં કોઈ ચક્રવર્તી ઉત્પન્ન થયો છે, આની શંખ પૂરવાની શક્તિ મારા કરતાં અધિક છે. જે હું શંખ પૂરું છું તો સામાન્ય લોકને સંક્ષોભ થાય છે પણ આ તો એથી પણ વધી ગયો કારણ કે આણે તો રામાદિને પણ સંક્ષોભ કર્યો. આ પ્રમાણે ક્ષોભ પામેલો હરિ જેટલામાં ઘણાં વિકલ્પો કરે છે તેટલામાં આ શંખને નેમિનાથે પૂર્યો છે એમ કોઈકે જઈને કહ્યું. તેથી અધિક ભય પામેલો કૃષ્ણ વિચારે છે કે સૌભાગ્ય-રૂપ-લક્ષણ અને બળથી નેમિ ઘણો અધિક છે. પોતાની દાસી પર જેમ આક્રમણ કરે તેમ ત્યારે ધીર એકલા વડે તે મગધેશ્વરના સૈન્યપર આક્રમણ કરીને લશ્કર સહિત હું રક્ષણ કરાયો હતો એવા તેના બળનું શું વર્ણન કરું? તેથી જરૂર તે ચક્રવર્તી હશે. ખરેખર આવી શક્તિઓ બીજાને હોતી નથી ઇત્યાદિ જેટલામાં કૃષ્ણ વિચારે છે તેટલામાં ત્યાં નેમિને આવતો જુએ છે પછી ભાવ (ઇંગિત)ને છૂપાવીને અતિમોટા સંભ્રમથી આસન આદિના દાનથી સન્માન કરે છે અને કહે છે કે હે બાંધવ! આ શંખ તારાવડે પૂરાયો છે? જેના શબ્દથી આ પૃથ્વી તલ હજુ પણ સ્થિરપણાને પ્રાપ્ત કરતું નથી. નેમિ કહે છે કે હા, એ શંખ મારા વડે પૂરાયો છે તેથી તુષ્ટ થયેલો કૃષ્ણ તેનું સન્માન કરે છે. (૩૧૧૫) પછી સભામાંથી ઊઠીને રામને એકાંતમાં કહે છે કે આ બળવાન નેમિકુમાર આપણી રાજ્યલક્ષ્મીનું હરણ કરશે. તેથી કંઈક હસીને બળદેવ કહે છે કે હે કૃષ્ણ! આ તારો કુવિકલ્પ છે કારણ કે વિષયાભિલાષની એકમાત્રા પણ આને નથી, જે સ્ત્રીવર્ગના પરિગ્રહમાત્રને પણ આ મહાપાપ માને છે. હે કૃષ્ણ! પ્રસિદ્ધ છે ઘણું પાપ જેનું એવા તારા રાજ્યની વાંછા પણ કેવી રીતે કરે ? જે અનંતસુખદાયક મોક્ષમાં બદ્ધ લક્ષ્યવાળો છે તેનું મન કેવી રીતે અનંતદુઃખવાળા નરકમાં જાય? નિશ્ચિત છે રાજયલક્ષ્મી જેઓને અને સ્વાધીને એવા ધીરપુરુષોને ક્યારેય પણ ચાંડાલના ઘરના અધિપતિત્વનો અભિલાષ થતો નથી. કપૂરના સાર અને કસ્તુરીથી મિશ્રિત ચંદનથી પ્રગુણી કરાયેલ પુરુષ પોતાને અશુચિરસથી વિલેપન કરવાનું કેવી રીતે ઇચ્છે? (૩૧૨૧) હાથમાં વરમાળા લઈને ત્રિભુવન લક્ષ્મી દરવાજા પર જેની પ્રતીક્ષા કરે છે તે કાણી સુંબીને, કુટ્ટણીને (૩૭) ને કે દુર્ગધાને કેવી રીતે ઇચ્છે? તેથી હે કેશવ! સામાન્ય જનની જેમ અધીરતા કરીને આ પ્રમાણે કુવિકલ્પોથી પોતાને ખેદમાં ન નાખ. પૂર્વે પણ નમિજિનેશ્વર અને મહાત્રષિઓવડે આ ભરતક્ષેત્રમાં બાવીસમો તીર્થંકર થશે એમ કહેવાયો છે. જેનો ગર્ભ ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત છે, જે જન્મ વખતે છપ્પન-દિકકુમારીઓથી પૂજાયો છે તથા મેરુપર્વત પર ઇન્દ્રોવડે જેનો અભિષેક કરાયો છે એવા આને તારા રાજ્યમાં અભિલાષ નથી. સમયને જાણીને નિશ્ચયથી આ તીર્થને પ્રવર્તાવશે. એ પ્રમાણે કૃષ્ણને આશ્વાસન આપીને રામ સ્વસ્થાને ગયો. (૩૧૨૬) (૩) કુટ્ટણી એટલે પરપુરુષને પરસ્ત્રી સાથે સમાગમ કરાવનારી સ્ત્રી 139 Page #157 -------------------------------------------------------------------------- ________________ હવે કેટલાક દિવસો પછી વિષયરૂપી આમિષથી ભોળવાયેલો કૃષ્ણ ફરી ફરી જિનેશ્વરના ચરિત્રોને યાદ કરતો અને જેતો વિચારે છે કે હું આની બળપરીક્ષા કરું. પછી જો નિશ્ચય થશે કે આ મારા કરતા બધી રીતે અધિક બળવાન છે તો જે ઉચિત હશે તેને કરીશ એમ વિચારીને એ પ્રમાણે નિશ્ચય કરીને નેમિજિનેશ્વર તેના વડે કહેવાયા કે હે બાંધવ! આપણે બંને પરસ્પર કીડાથી બળપરીક્ષા કરીએ. પછી જિનેશ્વરે જ્ઞાનથી કૃષ્ણના આશયને જાણ્યો તો પણ અવિપરીત ભાવવાળા જિનેશ્વર કહે છે કે અહીં શું દોષ છે? (૩૧૩૨)પછી નેમિને લઈને કૃષ્ણ વ્યાયામશાળા સન્મુખ ગયો. ત્યાં બંને પણ ઉચિત સિંહાસન પર બેઠા. પછી ઘણાં દેવ-દાનવના છંદો, સિદ્ધ પુરુષો તથા ગુહ્યકો (દેવોની એક જાતિ) શ્રેષ્ઠ ભટોના યુદ્ધ જેવાને કુતૂહલથી ત્યાં ભેગાં થયા. અપ્રકટ ભાવવાળા કૃષ્ણ એક ક્ષણ શસ્ત્રની વિચારણાદિથી વાત કરીને વિચારે છે કે જગતમાં આ વાત પણ પ્રસિદ્ધ છે કે જેને વિશે વાકપટુત્વ પ્રકૃષ્ટપણાને પ્રાપ્ત થયું છે તેને વિશે પ્રાયઃ બાકીના ગુણો પણ પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હોય છે અને લોકમાં કહેવાયું છે કે સો પુરુષોમાં એક શૂરવીર થાય છે, હજારમાં કોઈક પંડિત હોય છે, લાખોમાં એક વકતા થાય છે, લોકમાં દાતા હોય કે ન પણ હોય. આ પ્રમાણે વિચારીને કૃષ્ણ નેમિને કહ્યું કે ક્યા પ્રકારના યુદ્ધથી આપણે લડીએ? નેમિ કહે છે કે જે પ્રકારના યુદ્ધની તારી ઇચ્છા હોય તે યુદ્ધથી લડીએ. કૃષ્ણ નેમિને કહે છે કે જરાસંધ સાથેના યુદ્ધમાં તારું સર્વ શસ્ત્રયુદ્ધ જોવાયું છે પણ પૂર્વે નહીં જોવાયેલ મલ્લયુદ્ધથી આપણે લડીએ.આ મલ્લયુદ્ધ સામાન્ય ગામડીયાને શોભે છે એ પ્રમાણે જાણતા હોવા છતાં પણ તેના અસદ્ આગ્રહના નાશ માટે એમ થાઓ એ પ્રમાણે ભગવાન કહે છે. ' પછી બંને સુભટો ઊભા થયા. ઈષ્યના વશથી કૃષ્ણ અને તેને (કૃષ્ણને) અનુકુળ વર્તનાર નેમિ પણ કૂદે છે, ભમે છે, ઉછળે છે, સિંહનાદ કરે છે, બાહુ સ્ફોટ કરે છે અને મદવાળા હાથીની જેમ ગાજે છે. તેઓના સિંહનાદાદિ શબ્દોથી પડતા ભવનના અગ્રભાગમાંથી નાશતા લોકથી અને ભાગતા હાથી-ઘોડાઓથી નગરીમાં અસમંજસ પ્રવૃત્ત થયું. દેવો અને યાદવ રાજાઓ વિસ્મિત થયા. (૩૧૪૨) અને આ બાજુ જેટલામાં કૃષ્ણ મલ્લભાવથી વીંટે તેટલામાં સકલ લોક્ય બંધુ નેમિજિનેશ્વર વડે કહેવાયો કે હે કૃષ્ણ! બાલનને ઉચિત આવી ઘણી ચેષ્ટાથી શું? આ ડાબી ભુજના પ્રસારીને તને અર્પણ કરાઈ છે જો તું તેને તલના ફોતરાં જેટલી પણ વાળીશ તો હું તારાથી જીતાયો છું એમ જાણજે. તે સાંભળીને કૃષ્ણ લજ્જા પામે છે અને માન ક્યાંય ચાલ્યું ગયું કારણ કે જુઓ! આ ભુજાને પણ વાળવા હું અસમર્થ છું. પછી ઉત્પન્ન થયો છે મહાકોપ જેને એવો ઈર્ષ્યાલ કૃષ્ણ અવજ્ઞાથી પ્રથમ લીલામાત્રથી ભુવનનાથની ભુજાને વાળે છે. પછી ભુજને વાળવા અસમર્થ કૃષ્ણ ભુજામાં ગાઢ વળગ્યો અને પછી ગાઢતર વળગ્યો. હવે લાલ આંખવાળો કોધિત કૃષ્ણ જલદીથી ચઢીને બંને પણ હાથથી ભુજાને પકડીને જેટલામાં વાળે છે તેટલામાં જાણેલો છે ભાવાર્થ જેમણે એવા પ્રભુએ ભુજામાં લાગેલા કૃષ્ણને કુંથુઆની જેમ હિંચોળે છે. પોતાની અપેક્ષાએ જિનેશ્વરના અનંતગુણાબળને જાણીને વિલખા હૃદયવાળો કૃષ્ણ એની ભુજા અને આકાર (ભાવ) ને છુપાવીને કૃત્રિમ કરાયો છે હર્ષનો નિર્ભર જેનાવડે એવો અને નેમિના બળથી ખુશ થયેલ કૃષ્ણ નેમિને આદરપૂર્વક ભેટે છે અને કહે છે કે હું ધન્ય 140 Page #158 -------------------------------------------------------------------------- ________________ છું. ત્રણ ભુવનવડે નમાયેલા છે પગ જેના, પવિત્ર કરાયું છે સંપૂર્ણ પૃથ્વીવલય જેનાવડે એવો મહાબળવાન તું મારો ભાઇ છે અને કેટલાક વિસ્મિત થયેલા દ્રષ્ટા દેવો આ પ્રમાણે બોલે છે કે જુઓ બાળક એવા આ નેમિકુમારનું બળ અપ્રમેય છે કેમકે ડાબીભુજાના અગ્રભાગ પર લાગેલા વાંદરાની જેમ જેમના વડે કૃષ્ણ હિંચોળાયો. બીજાઓ વડે પણ કહેવાયું કે જે તીર્થંકરો ત્રણ ભુવનને પણ પોતાની આંગળીથી તોલે છે તો એકલો કૃષ્ણ તેઓની શી વિસાતમાં ગણાય? પરંતુ વિમૂઢ કૃષ્ણ તીર્થંકરની શક્તિને જાણતો નથી. જરાસંધ સાથેના યુદ્ધમાં પણ તેણે જિનેશ્વરના બળને ન જાણ્યું અને શંખ પૂરવામાં પણ તેના બળને ન જાણ્યું અથવા મેરુનો જે સાર છે તેને માથાથી હણીને ઘેટો પરીક્ષા કરે તો તે ઘેટાને પોતાનું માથું ભાંગવા સિવાય અન્ય કોઇ ફળ મળે? કૃષ્ણને પણ આજે તેવું જ થયું છે આ પ્રમાણે પ્રેક્ષક લોકની સંકથાઓને સાંભળતો કૃષ્ણ જિનેશ્વરને વિસર્જન કરે છે અને પોતે પણ સ્વસ્થાનમાં જાય છે. પછી ખેદને વહન કરતો રામને બોલાવીને એકાંતમાં કહે છે કે હે બાંધવ! આ આપણી રાજ્યલક્ષ્મી નાશી ગઇ. રામ પૂછે છે કે કેવી રીતે? પછી કૃષ્ણ સર્વપ્રકારોથી નેમિના બળની પરીક્ષામાં જે થયું તે સર્વવૃત્તાંત કહે છે. (૩૧૫૯) તેથી જણાય છે કે બળવાન નેમિકુમાર આ રાજ્યને લઇ લેશે. કોણ ભુખ્યો સમર્થ એવો હોય કે જે હાથમાં રહેલા સરસ ફળને ન ખાય? પછી હસીને રામ પૂર્વે જે કહેતા હતા તે જ વચનોથી પ્રતિબોધ કરે છે. પછી કૃષ્ણ કહે છે કે હે બાંધવ! હું પણ જાણું છું કે આતીર્થંકર જ થશે એમાં મારે વિરોધ નથી. અહીં રાજ્યથી વિરોધ છે કેમકે પૂર્વે ૠષભાદિ તીર્થંકરો વડે રાજ્યો નથી ભોગવાયા તેમ નથી. પછી બળદેવ અહીં પણ યુક્તિથી રામજાવે છે તો પણ કૃષ્ણ કહે છે કે તું સરળ સ્વભાવી છે જેથી કંઇપણ જાણતો નથી. પછી બલદેવે જાણ્યું કે વિષય રૂપી વિષથી પરાધીન થયેલું એવું આનું ચિત્ત કેવું વર્તે છે? તેથી અહીં ઉપદેશની અસર થતી નથી. પછી રામ સ્વસ્થાને ગયો અને આર્ત્તધ્યાનને પામેલો કૃષ્ણ પણ આવી ચિંતાને કારણે રતિને નહીં મેળવતો દિવસો પસાર કરે છે. પછી કૃષ્ણને તેવા પ્રકારનો વ્યાકુળ થયેલો જોઇને કુળદેવતાએ કહ્યું કે તું ફોગટ શોક ન કર કેમકે નિસ્પૃહ નેમિજિનેશ્વર તૃણ અને મણિના ઢગલા વિશે સમચિત્તવાળા ભોગોને ભોગવ્યા વિના, રાજ્યને સ્વીકાર્યા વિના, પ્રથમ દીક્ષાને લેનારા તીર્થંકર છે તેથી હે કૃષ્ણ! રાજ્યાપહરણની શંકા તારે સ્વપ્નમાં પણ ન કરવી એમ નિમજિને તથા મહાઋષિઓએ કહ્યું છે. એ પ્રમાણે કુળદેવતાના વચનો સાંભળીને કૃષ્ણ ખુશ થયો. ઊતરી ગઇ છે સર્વ શંકા જેની એવો કૃષ્ણ સ્વસ્થ મનવાળો થઇ રાજ્યને ભોગવે છે. પછી માગધ સાથેના યુદ્ધમાં જિનના ઉપકારોને અને પોતાના દુષ્ટચિંતિતોને યાદ કરીને કૃષ્ણ પશ્ચાત્તાપને પામ્યો. મનમાં પોતાની નિંદા કરતો, અંતઃપુરમાં બેઠેલો ઘણા બહુમાનપૂર્વક નેમિજિનને બોલાવે છે. આ સર્વને જાણતો હોવા છતાં આ બધો કર્મનો વિલાસ છે એમ ભાવતો અવિકારી, મધ્યસ્થ નેમિ પણ ત્યાં આવ્યો. સિંહાસન પરથી ઊઠીને અતિપરમ પ્રીતિથી યુક્ત કૃષ્ણ આનંદિત કરાયું છે ભુવનતળ જેના વડે એવા જિનવરને ભેટે છે અને આ દિયર છે એટલે પ્રહાસથી સહિત અંતઃપુરની સ્ત્રીઓવડે અભિનંદિત કરાયા. નેમિપણ કૃષ્ણની સાથે સમુચિત સંભાષણને કરે છે પછી કૃષ્ણવડે અપાયેલ રત્નના સિંહાસન પર બેસીને અવિકાર મનવાળો નેમિ ભાભીઓની સાથે સંલાપ કરે છે. પછી કૃષ્ણ જિનવરની સાથે અતિવિસ્તારથી 141 Page #159 -------------------------------------------------------------------------- ________________ સ્નાન કરે છે પછી ગંધકાષાયી વસ્રોથી સુગંધી ગંધોવાળા અંગોને લૂછીને, કપૂર-અગરુકસ્તુરી-પ્રમુખ ઘણાં દ્રવ્યોથી મિશ્રિત ઘણાં પ્રકારના ગંધોથી યુક્ત એવા ગોશીર્ષ ચંદનથી મનને સુખ આપનારા વિલેપનો બંનેને પણ કરાયા. કપૂર ચૂર્ણથી વાસિત વસ્ત્રથી ગાત્રો(અંગો) આચ્છાદન કરાય છે. પછી પોતાની કાંતિથી હણાયો છે અંધકારનો સમૂહ જેનાવડે, એવા દેવદૂષ્ય જેવા સ્વચ્છ પીળાવર્ણવાળા વસ્ત્રોને બંને પણ પહેરે છે. સ્વસ્થ કરાયા છે દીન દુઃખી જનો જેઓ વડે એવા તે બંને પણ ઘણાં ભોજ્ય, પેય-શાક અને સર્વ રસથી યુક્ત રસવતીને સાથે જમે છે. (૩૧૮૦) પછી કરાયા છે વિલેપન અને કપૂરની રજથી લેપાયેલ છે અંગોપાંગ જેઓના એવા તેઓવડે પાંચ પ્રકારની સુગંધથી યુક્ત પાનબીડા ગ્રહણ કરાયા. ક્રીડાસરોવરપર્વત-નદીઓથી રમ્ય, આમ્રવૃક્ષ, કેળ લવલી (લતા વિશેષ)-એલાયચી કમલવનોથી યુક્ત, સુખને આપનાર એવા ઉપવનોમાં જાય છે અને ત્યાં ઉદ્યાનમાં કદલીઘરમાં રચિત રમણીય કુસુમ શૈય્યામાં ક્રીડા કરે છે, વિશ્રામ કરે છે અને વાતો કરતા મધ્યાહ્ન સુધીનો સમય પસાર કરે છે આ પ્રમાણે કૃષ્ણ હંમેશા જિનેશ્વરની સાથે સુખો અનુભવે છે તથા કંચુકી (અંતઃપુરના રખેવાળ)ને પરિજનને અને પ્રતિહારી આદિને કહે છે કે તમારે બધાએ અતિબહુમાન અને આદરપૂર્વક નેમિની સાથે વર્તવું. ભંડાર કે અંતઃપુરમાં જતા કોઇએ પણ તેને વારવો નહીં. અવિકારી નેમિ પણ ભાભીઓની સાથે વિવિધપ્રકારની ક્રીડાઓથી નિત્ય ખેલ, પ્રમોદ કરે છે. સર્વે પણ શ્રી સમુદ્રવિજય આદિ યાદવો અને શિવાદેવી નેમિના લગ્નના વિષયમાં કૃષ્ણને દરમ્યાનગીરી કરવાનું કહે છે. અને કૃષ્ણ પણ શ્રી સત્યભામા-રુક્મિણી વગેરે સ્રીઓને કહે છે કે તમારે તેની સાથે એવી રીતે વર્તવું કે જેથી તે લગ્ન કરવાનું સ્વીકારે. આ પ્રમાણે ક્રીડાને કરતી તેઓ પણ ઘણા કથનોથી દાક્ષિણ્યના મહાસાગર, દક્ષ એવા જિનની સાથે નિત્ય આલાપસંલાપને કરે છે. નેમિ પણ નિપુણો વડે કહેવાયેલ કથનોથી દિવસોને પસાર કરે છે આ પ્રમાણે ક્રીડાઓને કરતા પ્રસન્નતાને પામેલા એવા આઓનો કાળ પસાર થાય છે. (૩૧૯૦) અને આ બાજુ બળદેવનો પુત્ર બલનિષધ હતો અને તેને સાગરચંદ્ર નામનો શ્રેષ્ઠપુત્ર હતો અને તે કમલામેલા વિશે રક્ત હતો. મહસેનને વિવાહમાં ઠગીને શાંબવડે સાગરચંદ્રનો કમલામેલાની સાથે વિવાહ કરાવાયો. તેથી એ પ્રમાણે યાદવકુળમાં વિવિધ ચરિત્રો તથા ઘણાં પ્રસંગો થાય છે ત્યારે પ્રકટ થયું છે નૃત્ય જેમાં એવો વસંત મહોત્સવ પ્રવૃત્ત થયો. (અર્થાત્ વસંતઋતુ શરૂ થઇ.) તે આ પ્રમાણે કસ્તુરીથી મિશ્ર ઉત્તમ ચંદનના શ્રેષ્ઠ રસથી પ્રવૃત્ત કરાયો છે છંટકાવ જેમાં, ઉપવનના સુગંધી કુસુમો રૂપી કામદેવનાં બાણોથી કરાયું છે મારણ જેમાં, (૩૧૯૪) મોગરા પુષ્પોના તીવ્ર પરિમલ (સુગંધ) સમૂહથી કરાયો છે માનિનીઓના માનનો ભંગ જેમાં, રિદ્ધિથી સમૃદ્ધ તરુણ કામીજનનું પ્રકટિત કરાયું છે ચિત્તનું રંજન જેમાં, (૩૧૯૫) કંપિતબાહુથી રણકાર કરતા મણિ કંકણવાળી નૃત્યકરનાર સ્ત્રીઓનો સંગ છે જેમાં, મૃદુકંઠવાળા દંપતીઓના ગીતના ધ્વનિને સાંભળવામાં આસક્ત થયા છે વનમૃગો જેમાં, (૩૧૯૬) વાગતા ગંભીર વાજિંત્રોના સુંદર પડઘાથી પૂરાયેલી છે સર્વ કંદરાઓ જેમાં, હસ્તતલથી અપાયેલ તાળીઓના અવાજની સાથે મિશ્રિત થયેલ છે ગાનાર વૃંદના અવાજની સુંદરતા જેમાં, (૩૧૯૭) કોયલ અને ભ્રમરોના 142 Page #160 -------------------------------------------------------------------------- ________________ શબ્દના શ્રવણની ઉત્કંઠાથી દોડતો પથિકનો સમૂહ છે જેમાં, ઘણાં દંપતીઓના કમળ સરોવરમાં સ્નાન કરવા માટે કરાયું છે પ્રિય નવું શસ્ત્ર જેના વડે, (૩૧૯૮) કામથી ઉન્મત્ત તરુણજનથી પ્રકટિત કરાયેલ કૌતુક વિશે કરાયું છે હાસ્ય જેમાં, વિરહીને સંતાપ કરનારી અને કામુકના કામને પોષનારી એવી વસંતૠતુ શરૂ થઇ. (૩૧૯૯) વસંતૠતુમાં એલાયચીના વૃક્ષોને હિંચોળનાર, કર્ણાટી-કુરુ-લોહ વગેરે નૃત્યોનો ગુરુ, વિલાસ અને કામને ઉદ્દીપ્ત કરનાર, કપૂરના પરાગની વાસથી સુખદ, કામાગ્નિને ઉદ્દીપન કરનાર એવો સુગંધી-મંદ-શીતળ-પવન, મલય પર્વતના ચંદન વનના મધ્યથી ચારેય બાજુ વાય છે. (૩૨૦૦) વસંતઋતુમાં કામાગ્નિથી સંતમ એવો સર્વજન શીતળ ઉદ્યાનોમાં પ્રિયકામિનીઓને સેવતો સતત રતિસુખને મેળવે છે, ચારેય તરફથી આમ્રવૃક્ષની મંજરીના સમૂહમાં આસક્ત ભમરાઓનો ગુંજારવ છે એવાં શીતળ બગીચાઓ પણ જ્યાં પ્રવાસીઓને તાપ કરનારા છે. (૩૨૦૧) જ્યાં સૂર્ય પણ ઉત્તરદિશાના પાણીની શીતળતાને હરીને લોકોને વસંતોત્સવમાં સહાય કરે છે કેમકે મહાપુરુષો ઉચિતને જાણનારા હોય છે. (૩૨૦૨) વસંતઋતુના આગમનમાં પ્રિયરહિત કામિનીનું મુખ ફીકું થાય છે તેમ કુંદલતાનું વિકસિત પણ કુલ પાંડુવર્ણવાળું થાય છે. પ્રિયંગુલતા અને લોધ (વૃક્ષવિશેષ) પણ કુસુમના સંગને છોડી દે છે. અને અંકોલલતા કુસુમના સંગને પામે છે આ પ્રમાણે શોભા અનિત્ય છે. શિશિરઋતુથી બળેલી હોવા છતાં પણ કમલીનીઓ વસંતઋતુ આવે છતે ફરીપણ શોભાને પામે છે અથવા લોકમાં એકાંતે સુખ દુઃખ કોને છે? વનોમાં વસંતૠતુ વડે અપાયેલા પામર હૈયાઓને તોષ કરનારા કણીયેરના ફુલોના સમૂહો મંગલ પ્રદીપોની જેમ શોભે છે. કુરુબક વૃક્ષો ગાઢ સ્તનવાળી રમણીઓના આલિંગનને ઇચ્છે છે. કેસરા (વૃક્ષો) પણ કામિનીઓના કોગળાની મદિરાથી તોષ પામે છે. ચંપકવૃક્ષો પણ ગંધોદકના સિંચનથી ફુલને પામે છે. કામિનીઓના કટાક્ષોથી હણાયેલા તિલકવૃક્ષો પણ ખુશ થાય છે. વિરહ નામના વૃક્ષો પણ કોયલના પંચમ સ્વરને સાંભળીને ફુલને મેળવે છે (અર્થાત્ પુષ્પિત થાય છે) આમ એકેન્દ્રિયો પણ સ્પષ્ટ વિકારને પામે છે ત્યાં પુણ્યથી પ્રાપ્ત થઇ છે સર્વ ઇન્દ્રિયો જેઓને, ઉત્કટ છે મનનો પ્રસર જેઓને એવા પંચેન્દ્રિયોની તો શી વાત કરવી? અને બીજું પણ વસંતમાં જે બને છે તેને કહે છે - પુન્નાગ અને નાગથી પરિમંડિત, એલાયચી-લવંગ-લવલી પ્રમુખ વૃક્ષોથી યુક્ત, ચંપક, અશોકથી અલંકૃત, જાયફળ, ફોફળથી યુક્ત, નાળીયેરી અને કેળથી શોભતા, શ્રેષ્ઠ ખજૂરી અને નાગવલ્લીઓથી યુક્ત એવા શ્રેષ્ઠ અને સુંદર મંડપો રચાયા છે જેમાં, વિશેષથી ફળ્યા છે મનોહર ફળો જેમાં એવા સુનિર્મળ ઉદ્યાનો વસંતમાં શોભે છે. જે (વસંત ઋતુ) સુસ્વર શકુંતો (પક્ષીઓ)ના અવાજના બાનાથી લોકની સાથે નિરંતર બોલે છે, વિકસિત મોગરાના બાનાથી જાણે હસે છે, મધુર કોયલના અવાજથી જાણે ગાય છે. (૩૨૧૩) પવનના સૂસવાટાથી જાણે નૃત્ય કરે છે, વૃક્ષોના પાંદડારૂપી હાથોથી અભિનય કરે છે, સરસ કુસુમમાં ઉત્પન્ન થયેલા મકરંદના બિંદુઓનો સમૂહો ગળવાથી (પડવાથી) જાણે રડે છે. (૩૨૧૪) ફળોના સમૂહોથી નમેલી વૃક્ષોની ડાળીઓથી જાણે પ્રિયજનના ચરણરૂપી કમળોને પ્રણામ કરે છે. જે ચાલતા વૃક્ષના શાખારૂપી હાથનો અગ્રભાગ જાણે સમગ્ર જનને બોલાવે છે. (૩૨૧૫) આ પ્રમાણે 143 Page #161 -------------------------------------------------------------------------- ________________ વસંતઋતુ સ્વયં મદોન્મત્ત થાય છે અને સકલ પૃથ્વી મંડળ પર શોભે છે. તથા વસંતમાં સમગ્ર પણ લોકોના ચિત્તો કામાધીન બને છે. તો પણ કામદેવ ગુણીઓમાં અગ્રેસર એવા નેમિજિનેશ્વરને શોભાવવા સમર્થ નથી. (૩૨૧૬) પછી કોયલના ટૂંજનને સાંભળીને ઉદ્યાનપાલક વડે કહેવાય છતે વસંતનો કાળ જણાયે છતે કૃષણવડે સંપૂર્ણ દ્વારિકાનગરીમાં પટહ અપાવાયો અને ઉદ્ઘોષણા કરાઈ કે વસંતની વનલક્ષ્મી જોવાને કૃષ્ણ જશે તેથી પોતાની સમૃદ્ધિથી સજ્જ થઈને સર્વે મનુષ્યોએ, કુમારોએ તથા નગરવાસીઓએ ત્યાં આવવું. આ પ્રમાણે સાંભળીને નગરનો લોક ઉત્સુક્તાવાળો થયો. મનમાં ઉત્પન્ન થયેલ હર્ષવાળો તરુણવર્ગ વિશેષથી સજ્જ થાય છે. પછી સફેદ ધ્વજા પતાકાથી યુક્ત, રણકાર કરતી મણિની ઘૂઘરીઓના સમૂહના પડઘાઓથી પૂરાયેલ છે દિશાઓનો અંત જેનાવડે એવા રત્નમય રથમાં કૃષ્ણ બેઠો અને સમૃદ્ધિથી સજ્જ થયેલો ચાલે છે જેમકે ચાલતા સુંદર રીતે મંડિત કરાયા છે ચામરના સમૂહો જેમાં, ચામરોને ચલાવવા માટે વ્યાકૃત કરાયેલી વારાંગનાના હાથરૂપી કિસલયના અગ્રભાગોમાં રણકાર કરતી મણિઓની ઘૂઘરીઓના સમૂહના કલરવથી કરાયેલ છે કર્ણયુગલને વિપુલ સુખ જેમાં, શ્રેષ્ઠ વેષને ધરનારી વારાંગનાઓના હાથથી ધરાયેલ છે ધવલ છત્ર જેના પર, ગરુડના ચિહ્નવાળો, હાથીના ગંડસ્થળમાંથી ગળતા મદના મહાપ્રવાહથી સિંચાયેલ છે પૃથ્વીનું વલય જેમાં, લાખો અશ્વોના ખુરોથી ઉખડેલી પૃથ્વીની રજથી છવાયું છે દિશાઓ રૂપી અંત જેમાં, કંપતા ધવલ ધ્વજ પટો અને મણિની ઘૂઘરીઓથી વાચાળ છે શ્રેષ્ઠ રથોનો સમૂહ જેમાં, ઊંચા કરેલા શસ્ત્રોને દૃઢધારણ કરતા અસંખ્ય પદાતિઓ વડે કરાઈ છે શોભા જેમાં એવી સમૃદ્ધિ (ઠાઠ)થી સજ્જ કૃષ્ણ જઈ : રહ્યો છે. (૩૨૨૫) ઇત્યાદિ સમૃદ્ધિથી જ્યારે કૃષ્ણ ચાલે છે ત્યારે જેની જમણી બાજુથી દિવ્યરથમાં દિવ્યાદિ દેવરિદ્ધિથી દેવની જેમ દેવનિર્મિત મણિ સિંહાસન પર મરકત મણિ જેવી પ્રભાવાળા ભગવાન બેઠા. હણાયેલ છે ઘણી દુષ્ટ ચેષ્ટાવાળા કામદેવનું રૂપ જેના વડે, વારાંગનાની શ્રેષ્ઠ તરુણ પુત્રીઓ વડે ધારણ કરાતું છે શ્વેત છત્ર જેના વિશે, રણકાર કરતી મણિવલયથી ભૂષિત રમણીઓના હાથથી ચલાવાતો છે ચામરનો સમૂહ જેના વિશે, ઢંકાયા છે અન્યના રૂપ અને સૌભાગ્ય જેના વડે, પોતાના દેહના સૌભાગ્ય અને રૂપથી જીતાયા છે ત્રણ ભુવન જેના વડે એવા નેમિકુમાર ચાલે છે. ઉત્તમશરીરવાળા, ઉત્તમ ધ્વજાવાળા, ઉત્તમ યશવાળા, ધારણ કરાયું છે શ્રેષ્ઠ ધવલ છત્ર જેના વિશે, રથ પર આરૂઢ થયેલો રામ કૃષ્ણની ડાબીબાજુથી રિદ્ધિથી ચાલે છે. આમાંથી બાકીના પણ (યાદવો) કુટુંબ રચીને (અર્થાત્ પરિવારની સાથે) રિદ્ધિથી ચાલે છે અને ઉગ્રસેન રાજા અંતઃપુર, ભાઈ તથા પુત્રોની સાથે ચાલે છે. સેનાધિપતિ ઉલુમ્ક, મહસેન, ભાનુ, ભામર, અકૂર, શાંબ, પ્રદ્યુમ્ન તથા સારણ, સર્વક, નિષધકુમાર, પુંડ્ર તથા દ્વિરથકુમાર તથા ચારુકુષ્ણ એ પ્રમાણે રાજકુમારો તથા રાજાઓ કોડોની સંખ્યામાં ચાલે છે. એ પ્રમાણે કોડો સૈનિકોની સાથે શ્રીનેમિ અને બળદેવ સહિત નીકળતા કૃષ્ણને માળાથી વિભૂષિત સર્વ નગરની સ્ત્રીઓ જુએ છે તથા જેવી રીતે મોટા મોજાઓની માળાઓથી સર્વસમુદ્ર શોભાવાય છે તેમ પુરંધીઓના ચંદ્ર જેવા શ્વેત કટાક્ષોથી આ (કૃષ્ણ, નેમિ અને બળદેવ) શોભાવાય છે. પછી સ્ત્રીઓની દષ્ટિ કૃષ્ણ, નેમિ અને રામ એ ત્રણેયમાંથી જેના પર પડે છે 144 Page #162 -------------------------------------------------------------------------- ________________ તેના પર ખીલાથી જડેલ શરીરની જેમ સ્થિર રહે છે. તેઓ પસાર થયા પછી તે સ્ત્રીઓમાં જેઓ વડે જેનું રૂપ જોવાયું છે તેનું વર્ણન કરતી પરસ્પર ઝગડે છે. (૩૨૩૮) કેટલીકો પણ કહે છે કે હે સખી! રમણીય રૂપ ધરનારી રતિનો પિતા રામ જો જોવાય છે તો બાકીના લેવાયા કે ન જોવાયા હોય તો પણ શી ચિંતા? પછી હસીને બીજીઓ કહે છે કે હે મુગ્ધાઓ ! જ્યાં કરાયો છે કમળ જેવો આનંદ જેના વડે એવો સુભગ કૃષ્ણ જોવાયો નથી તો તમે ઠગાઈ છો. બીજી કેટલીક અસૂયાથી કહે છે કે તમે સર્વ કહો કે જ્યાં સુધી પોતાના રૂપથી જીત્યું છે ત્રણ જગતને જેણે એવા નેમિ જોવાયા નથી ત્યાં સુધી બાળપણથી માંડીને ઘણાં મનુષ્યોની પૂર્વે જોવાયેલ રૂપાદિની કથાઓ છે પરંતુ નેમિ જોવા છતે રૂપાદિની કથાઓ સમાપ્ત થાય છે. આ પ્રમાણે કામના તીક્ષ્ણ બાણોથી ભેદાયેલું છે મન જેઓનું એવી આ વિવાદ કરતી સ્ત્રીઓને વૃદ્ધાઓ યથાતથ્ય કહે છે તો પણ તેઓ માનતી નથી. પછી કોઈક કહે છે કે તેઓ પાછા ફરશે ત્યારે હું સ્વયં ખાત્રી કરાવીશ, બીજી પણ કહે છે કે હું પણ ખાત્રી કરાવીશ એમ ત્રીજી પણ કહે છે. આ પ્રમાણે નગરમાં સંકથાઓ વર્તે છે ત્યારે સર્વલોક રૈવતગિરિની નજીક ઉદ્યાનમાં ગયો. કૃષ્ણની માતાઓનું સર્વપણ અંતઃપુર ત્યાં ગયું. પછી સમુદ્રવિજય રાજાદિ વડીલો ગયા. સર્વે નગરવાસીઓ ગયા. પછી નેમિનિન અને અંતઃપુરથી સહિત કૃષ્ણ વનલક્ષ્મીને જેતો વિવિધ ઉદ્યાનોમાં ફરે છે. પછી પૂર્વે કહેલા વૃક્ષની જાતિઓથી સહિત તથા બીજા (હવે બતાવાય છે) આવા પ્રકારના વૃક્ષોથી અતિસમૃદ્ધ રૈવતગિરિના ઉદ્યાનમાં કૃષ્ણ ગયો. મંદાર, મચકુંદ, દમનક, હરિચંદન, પારિજાત, કરમદી, ધાતકી, મોચકી, સલ્લકી, સર્જ, અર્જુન, અકુર્જક, કદંબ, કેતકી, રાઈણિ, માલતી, વિદ્ય, ઉરિકટાહ, કુટક, કોરિટ, સેવંતિ, નવમલ્લિકા, યૂથિકા, પારત્રિ, મરવો, રુદ્રાશ, બિલ્વ આદિ વૃક્ષો રૈવતક ઉધાનમાં છે અથવા વધારે કહેવાથી શું? એવું કોઈ વૃક્ષ નથી જે તે ઉદ્યાનમાં ન હોય! પછી નંદનવન જેવા રમણીય તે ઉદ્યાનને જોઈને તુષ્ટ થયેલો કેશવ ત્યાં પોતાનો આવાસ કરાવે છે. બાકીના પણ યાદવો કેટલાક ત્યાં પોતાની ઇચ્છા મુજબ ક્રીડા કરે છે, કેટલાક પણ અંતઃપુરની સાથે બાકીના ઉદ્યાનોમાં જાય છે. હવે નેમિજિનેશ્વરની સાથે કૃષ્ણ પણ રૈવત ઉદ્યાનમાં વિચરે છે. અને ત્યાં ભ્રમર સમૂહના ગુંજારવને, મોરોના કેકારવને, કોયલના કૂજિતને, સારસયુગલોના આવાજને અને કર્ણને સુખ આપનારા સુર અને ખેચરોના ગીતોને તથા કર્ણને સુખ આપનારા બીજા પણ શબ્દોને સાંભળે છે. ત્યાર પછી કૃષ્ણ સરસ મંજરીથી શોભિત લાખો આમ્રવૃક્ષોને જુએ છે. નવા રંગોથી ઢંકાયેલા છે શરીરો જેના એવા વધૂવરની જેમ નવપલ્લવિત અશોકવૃક્ષોની પંક્તિઓથી યુક્ત પુષ્પિત પલાશના વૃક્ષોના રમ વનખંડોને કુતૂહલથી લાંબા સમય સુધી જુએ છે. તેને જોઈને પછી વિવિધ સ્થાનોમાં જેનારાઓના મન, નયનને સુખ આપનારા વિવિધ વૃક્ષોની જાતિઓને જુએ છે. માલતી મોગરા-કેતકી-પાટણ-કમળાદિ જાતોની તથા ચંદનવૃક્ષાદિના સુરભિ ગંધને સૂંઘે છે. એલાયચી-લવિંગ-કપૂર-જાયફળ-માયફળ આદિ વૃક્ષોમાંથી કેટલાકના ફળોને, કેટલાકની છાલને તથા કેટલાકના ફુલોનો આસ્વાદ કરે છે તથા લવલી તથા કદલી (કેળ) ઘરોમાં રચાયેલ બહુવિધ સરસ અને સુગંધી ફુલોની શૈય્યામાં વિશ્રામ કરે છે. નેમિ સહિત કૃષ્ણ તથા યાદવ રાજાઓ પાંચેય ઇન્દ્રિયોના વિષય સુખોને અનુભવે છે ત્યારે તે સર્વના અંતઃપુરો 145 Page #163 -------------------------------------------------------------------------- ________________ કુતૂહલથી કુલો વીણવા નિમિત્તે વિવિધ ઉદ્યાનોમાં સ્વચ્છંદતાથી વિચરે છે. કોઈ કમલનયની ઉર્ધ્વમુખી સ્ત્રી ફલોને ચૂંટે છે ત્યારે ભમરો કમળ છે એમ સમજીને તેની આંખમાં જલદીથી ચોંટ્યો. વ્યાકુળ થયેલી ભમરાને વાર છે ત્યારે સરકેલા વસ્ત્રથી પ્રકટ થયું છે અંગ જેનું એવી તે વૃક્ષમાં છૂપાઈને જતા કામીઓના મનને હરે છે. (૩૨૬૫) ફુલોનો પરાગરસ ગળીને બીજીની આંખમાં પડે છે ત્યારે આંખમાંથી પડતા આંસુવાળી એવી તે પતિવડે જોવાઈ. આ મારા વિરહમાં રડે છે એમ માનતા પતિવડે તે કહેવાઈ કે હે પ્રિયા ! તને આલિંગન કરવા હું દૂર નથી. બીજી કેતકીના ફુલોને ચૂંટતી કંટકથી હાથમાં વીંધાઈ ત્યારે હું વીંછીથી કંસાઈ છું એમ અલીક બોલે છે એટલે યુવાનો દોડે છે અને પરમાર્થને જાણનારા કામિત મનવાળા મંત્રના બાનાથી તેના શરીરનો સ્પર્શ કરે છે. કુસુમની પરાગથી પીડાયેલી આંખોવાળી બીજી સ્ત્રી વડે પાસે રહેલો પતિ પણ ન જોવાયો એટલે હું અપ્રિય છું એમ માની દુભાયેલો તે ત્યાંથી ચાલ્યો ગયો. કોઈક વસ્ત્રથી રહિત પુરુષ ઉછળતો જાય છે ત્યારે કુસુમને ગ્રહણ કરવામાં વ્યાપૃત બીજી. કોઈ સ્ત્રી કામના આવેશથી આક્રોશ કરતી બધાને હસાવે છે. શરીરના ઉપરના ભાગથી સરકીને પડેલી નાડીઓથી પ્રકટ થયો છે ત્રણ વલયવાળો પેટનો ઉપરનો ભાગ જેઓનો, પગના અગ્રભાર પર રહેતી એવી બીજી સ્ત્રીઓ ઉદીપિત થયો છે કામ જેઓનો એવા પ્રિયતમો વડે ગાઢ આલિંગન કરીને કદલીઘરોમાં લઈ જઈને વારંવાર ભોગવાય છે. કણકણ અવાજ કરતી, રણકાર કરતા છે મણિના ઝાંઝરો જેના, તૂટતા અને ગળતા હારોના અવાજવાળી, કંપતા સ્તનોવાળી, મુકાયેલા સીત્કારોથી સુખને આપનારી એવી સ્ત્રીઓ પતિઓ વડે ભોગવાઈ. અનુભવ કરાયું છે શ્રેષ્ઠ રતિનું સુખ જેઓ વડે, ચારે બાજુથી વીખરાઈ છે ઉજ્જવળ મોતી અને કુલોની માળાઓ જેઓની, સરકેલા વસ્ત્રો અને કેશપાશોથી ખુલ્લા થયેલા સર્વાગોથી રતિ કીડાઓને કરતી, ભોગવાયા છે રમણ સ્થળ, બગલ, સાથળ અને બે સ્તનો જેઓના એવી સ્ત્રીઓ પછી સંવાહિત કરાયા છે અંગોપાંગ જેઓ વડે, ઘણા કામથી વશ એવા તેઓ (પતિઓ) વડે પણ કદલીપત્રોના બનાવેલા પંખાઓથી વીંઝાય છે. (૩૨૭૭) આ પ્રમાણે કૃષ્ણ પણ પ્રિયતમાઓની સાથે કીડા કરીને રતિ ખિન્ન થયેલો શ્રેષ્ઠ પુષ્કરિણીને અનુસરીને સ્નાન માટે ચાલે છે. પછી નેમિનિન અને પ્રિયતમાઓની સાથે માર્ગમાં જતો કૃષ્ણ સેવેલ રતિસુખથી તુષ્ટ થયેલ યુગલોના વાગતા વેણુ-વીણા-મૃદંગથી શુભ મધુરગીતોને સાંભળે છે તથા ક્યાંય પણ વનલતાની અંદર સતત રતિ ક્રિીડાને કરતી સ્ત્રીઓના રણકાર કરતી ઘૂઘરી, ઝાંઝરી અને મણિવાલયના કલરવોને સાંભળે છે અને ક્યાંક કરાયેલ ઉદ્ભટ શ્રેષ્ઠ શૃંગારને જુએ છે અને ત્યાં સતત પ્રારબ્ધ કરાયેલ રતિથી વશ થયેલા, સ્વપરને નહીં ઓળખનારા, હિંચકાઓ પર પ્રિયતમાઓની સાથે હિંચકનારા તરુણવર્ગને જુએ છે. ક્યાંક રતિખેદ અને કીડાના શ્રમને દૂર કરવા કરાયું છે જળમજન જેઓ વડે એવા યુગલોને નદી અને સરોવરના કાંઠાઓ ઉપર જુએ છે. ક્યાંક વારાંગનાના નૃત્યો અને સુંદર નાટકોને તથા મદિરાપાનથી મા થયેલાઓ વડે કરાયેલી કુચેષ્ટાઓના તમાસાઓને જુએ છે. અન્યત્ર ગંભીર વાજિંત્રોના અવાજથી પ્રારંભ કરાયેલ નૃત્યવંદોના તથા લોકોના કોલાહલને સાંભળે છે અને આ પ્રમાણે બીજું પણ સાંભળે છે. પછી રાજપુરુષો વડે પૂર્વે પણ રક્ષણ કરાયેલી કુમુદ અને કમળવનથી 146 Page #164 -------------------------------------------------------------------------- ________________ રમ શ્રેષ્ઠ પુષ્કરિણીઓ પાસે ગયો. ઇન્દ્ર જેમ માનસરોવરમાં સ્નાન કરે તેમ કૃષ્ણ નેમિજિનની સાથે તથા સુંદર રૂપવાળી સ્ત્રીઓની સાથે તેમાં સ્નાન કરે છે પછી જ્યારે કૃષ્ણ સ્નાન કરે છે ત્યારે સારસ-કલહંસ-ચક્રવાક-મિથુનોના અવાજના બાનાથી પુષ્કરિણી પણ જાણે મંગળ શબ્દને કરે છે. (૩૨૮૮) પછી પુષ્કરિણીનો જળસમૂહ સ્નાન કરતા એવા તેઓના શરીર રૂપી ચંદનને ઉજ્વળ કરે છે. મોટાઓનો સંગ કોની નિર્મળતામાં કારણ નથી બનતો? પછી આ પુષ્કરિણી અભિનંદિત તરંગરૂપી બાહુબલિકાઓથી જાણે નૃત્ય કરે છે તથા કમલવનમાં લીન થયેલ ભમરાઓના સમૂહના અવાજથી જાણે ગાય છે. પછી પાણીમાં પડેલી રુકિમણીને ગુમ આલિંગન કરતા કૃષ્ણને જાણીને સત્યભામાએ કમળના નાળોથી તેને તાડન કર્યો. તેથી ભયથી કૃષ્ણે કહ્યું કે હે પ્રિયે તારી આંખમાં શું છે? એવા બાનાથી કૃષ્ણ તેના મુખને ચુંબન કરે છે ત્યારે “સઠ” એ પ્રમાણે બોલતી બીજી વડે પાણિનો પ્રહાર થયે છતે માથામાં હણાયો. કૃષ્ણ જેટલામાં તેને મનાવે છે તેટલામાં ઈર્ષ્યાથી બીજી હણે છે. પછી બધી રાણીઓ નેમિ દિયર છે એટલે તેના કંઠમાં વળગીને લાંબા સમય સુધી પાણીમાં આળોટાવે છે. નેમિ પણ અવિકાર ભાવથી જળકીડા કરે છે તેને જોઈને કેશવ પણ હૈયામાં આનંદ પામે છે કે કોઈપણ રીતે આ સ્ત્રીનો અથ થાય. એ પ્રમાણે વિસ્તારથી સ્નાન કરીને બધી સ્ત્રીઓ પુષ્કરિણીની બહાર નીકળે છે અને કરાયો છે શ્રેષ્ઠ શૃંગાર જેના વડે એવો પરિતુષ્ટ થયેલ કૃષ્ણ શ્રી નેમિજિન તથા પરિવાર સહિત, અંતઃપુર અને સૈન્ય સહિત રાત્રીએ ત્યાંજ રહ્યો. (૩૨૯૭) એ પ્રમાણે નિત્ય કીડા કરતા તેઓનો ત્યાં વસંત સમય પસાર થાય છે અને કમથી સંતાપ કરાયો છે જગતનો લોક જેના વડે એવો ઉનાળો શરૂ થયો. પછી ઉનાળાના તાપની તીવ્રતા થયે છતે યાદવો શીતળ વનોમાં શીતળ નદીઓ અને કમળ સરોવરોનું સેવન કરે છે. શીતળ મણિના હાર-ચંદન-કપૂરના પાણીથી ભીના કરાયેલ સૂક્ષ્મ વસ્ત્રોથી જળયંત્ર ઘરોમાં (જળના ફુવારા છે જેમાં એવા ઘરોમાં તેઓ નિત્ય સુખને અનુભવે છે.) (૩૩૦૧) પછી કોઇક દિવસે ઘામથી વ્યાકુલ કૃષ્ણ નેમિ અને પ્રિયતમાઓની સાથે પૂર્વની જેમ તે જ પુષ્કરિણીમાં જાય છે. પછી પુષ્કરિણીના કાંઠા પર સોળહજાર પ્રિયાઓની સાથે ચારે બાજુથી પરિવરેલો મણિમય સિંહાસન પર બેઠો. પછી કૃષ્ણ નેમિકુમારની સાથે તથા હજારો કુમારો તથા બાકીના યુવાન અને શ્રેષરૂપથી યુક્ત યાદવોથી વીંટળાયેલ રહ્યો. સર્વે કુલોના આભરણવાળા તથા સર્વે શ્વેત કુસુમોના મુગુટવાળા તથા વનમાળાઓને પહેરીને ધૂમનારા સર્વે યાદવસિંહને ગજેન્દ્રોની જેમ વીંટળાઈને રહ્યા. તેઓની મધ્યમાં કૃષ્ણ ઈન્દ્રની જેમ સોળહજાર પ્રિયતમાઓથી યુક્ત રહ્યો. પછી મણિમય-સુવર્ણમય-રુખમય પીચકારીઓ તથા ફુવારાઓ હાથમાં દઢ લઇને કુંકુમ-કસ્તુરી-ચંદન-કપૂર-પૂરથી મિશ્ર જળથી તે સર્વે વડે છાંટવાનું શરૂ કરાયું. (૩૩૦૭) હારથી શોભતું છે વક્ષ સ્થળ જેનું, ચંદનથી ધવલિત કરાયું છે શરીર જેનું એવો કૃષ્ણ સાળામનુષ્યો અને સ્ત્રીઓની સાથે પીચકારીઓના જળોથી સિંચન કરે છે. સ્વચ્છ-સૂક્ષ્મ-નવા રંગોથી કરાયો છે શૃંગાર જેઓ વડે, મધુપાનથી રક્ત થયેલ ઘૂમતી આંખોવાળી, સુવર્ણ શરીરવાળી, ખુલ્લા સ્તન અને છાતી તળ પર ચાલતા છે હારો જેઓના, ભુવનમાં સારવાળી, કસ્તુરીના તિલકવાળી, પુષ્પ અને આભરણોથી શોભિત, ઘણાં ફુવારાઓ છે હાથમાં જેઓના એવી સર્વ 147 Page #165 -------------------------------------------------------------------------- ________________ ભાભીઓ, ફરી રહી છે હારલતા જેની, શ્વેતકુસુમ અને આભરણોથી કરાઈ છે શોભા જેના વડે એવા નેમિજિનને એકી સાથે પીચકારી અને કુવારાઓના સમૂહમાંથી સુગંધી પાણીથી ચારે બાજુ નિર્દય તાડન કરે છે. ઘણાં સુગંધી દ્રવ્યો વડે પ્રસારિત પરિમલવાળો પાણીનો સમૂહ જેના પર પડતો છે એવા નેમિ મેરુપર્વત પર અભિષેક કરાયાની જેમ સુંદર સ્ત્રીઓની સાથે શોભે છે. પછી નેમિ પણ તેઓમાંની કેટલીકો ઉપર સુગંધી જળ છાંટે છે અને કેટલીકોને લીલાપૂર્વક નીલકમળોથી છાતીમાં હણે છે. પછી મોગરાની માળા પહેરાવીને બીજી કેટલીકનાં કંઠ દેશને શણગારે છે અને કેટલીકોના માથાઓને શ્રેષ્ઠ શિરોમાલિકાથી શણગારે છે, કેટલીકોના સેંથાને કસ્તુરીના સ્તબકોથી પૂરીને ભરે છે. આ પ્રમાણે તેઓનું કીડાથી સિંચન પ્રવર્તે. (૩૩૧૬) કૌતુકથી આકર્ષાયિલ સર્વ પ્રેક્ષક યાદવો સ્નાનાદિ શેષ કાર્યોને છોડીને નેમિની અભિમુખ દોડે છે. કીડાને માટે આવેલા દેવતાઓ પણ પ્રિયતમાઓની સાથે જુએ છે અને ગુપ્તપણે નેમિને ભોગના અંગો પ્રાપ્ત કરાવે છે. પછી દેવોથી પરિવરેલા ઈન્દ્રની જેમ સ્નાન છોડીને પ્રધાન લોકની સાથે કૃષ્ણ પણ ત્યાંજ આવે છે અને અપ્સરાઓની જેમ પોતાની સ્ત્રીઓથી વીંટળાયેલા, અવિકાર લોચનવાળા, મેરુપર્વત જેવા સ્થિર ચિત્તવાળા એવા નેમિને જુએ છે. મદિરાથી ઉન્મત્ત થયેલી, તામ્ર આંખોવાળી, રમ્ય, પુષ્ટ સ્તન પર ફેંકાતી છે હારલતાઓ જેની એવી કૃષ્ણની સ્ત્રીઓ નેમિકુમારને ફરી સિંચે છે અને મહાત્મા નેમિકુમાર પણ ચોપડાયેલ ચંદન-કસ્તુરી-કપૂરની સારવાળી રજોથી શોભે છે અને તેજ પ્રમાણે બધી સ્ત્રીઓના શરીરે વિલેપન કરે છે, પાટલપુષ્પની માળાઓ પહેરાવે છે અને લાલ વસ્ત્રોથી છાતીને શણગારે છે અને ગાઢ કુંકુમના પાણીથી બમણું રંગે છે. આ પ્રમાણે કામદેવની જેમ એકલા નેમિવડે તે સોળ હજાર સ્ત્રીઓ ક્રીડાથી રંજિત કરીને હર્ષથી પરવશ મનવાળી કરાઇ.(૩૩૨૪) પછી બધી મળીને ચંદ્ર જેવા નિર્મળ નેમિના ચરિત્રોને ગાય છે. ઊંચી કરી છે બાહુ રૂપી વેલડીઓ જેમણે એવી તેઓ નેમિને ઘેરીને નૃત્ય કરે છે. શ્રેષ્ઠદેવીઓની જેમ મદથી ઉન્મત્ત છતાં પણ નેમિના નિર્મળ ગુણોથી રંજિતમનવાળી રુકિમણી, સત્યભામા વગેરે, તમારા ગુણોનું અમારામાં સંક્રમણ થાઓ’ એ પ્રમાણે બોલતી સૌભાગ્યનિધિ એવા નેમિને ગાઢ આલિંગન કરે છે. નિર્વિકાર છે આત્મા જેનો એવા નેમિ પણ કૃષ્ણ સમક્ષ તેઓને આલિંગન કરે છે અને આભૂષણોથી શણગારે છે અને ફરી ફરી પ્રિયાઓની સાથે કીડા કરે છે. સ્વયં નેમિને આલિંગન કરીને પછી આલિંગન કરતા નેમિને કોઈક સ્ત્રી કંઠમાં હાથને ગાઢ રીતે મૂકીને, જણાયેલ છે કૃષ્ણનો ભાવ જેની વડે એવી તે જાણે કુપિત થઈ હોય તેમ અતિશય નિપુણ એવા નેમિને કહે છે કે પોતાની સ્ત્રીને આલિંગન કર, અમને કરેલું તારું આલિંગન નિષ્ફળ છે. ત્યારે જણાયો છે તેનો ભાવાર્થ જેના વડે અને કંઇક હસતા એવા નેમિ બીજી વડે અન્ય પ્રકારે કીડાથી આક્ષેપ કરાયા. પછી કૃષ્ણ પ્રકર્ષ પામેલ આ આનંદ સમૂહને જેમ જેમ જુએ છે તેમ તેમ નેમિ જિનેશ્વરના ચરિત્રોથી આનંદ પામે છે અને પછી વિચારે છે કે હું ધન્ય છું જેને નિર્મળ શીલથી યુક્ત, સકલ ગુણોનો ભંડાર યાદવકુળમંડન એવો નેમિ ભાઈ છે. રુકિમણી પ્રમુખના રૂપના શ્રવણથી કામથી પીડિત એવા મારા વડે લડાઈના દુઃખો સહન કરીને જે એકેક પરણાઈ અને ભેગી થયેલી તે સર્વ સ્ત્રીઓને જોઇને દેવો પણ ખરેખર ક્ષોભ પામે છે ત્યારે એ જ સ્ત્રીઓ આના કંઠમાં લાગેલી છે 148 Page #166 -------------------------------------------------------------------------- ________________ તો પણ તેને કશો વિકાર થતો નથી. (૩૩૩૫) તેથી શું આ સ્રીઓના રૂપથી અધિક રૂપવાળી કોઇ સ્રી જગતમાં છે કે જે આ નેમિને ક્ષોભ પમાડે ? તેથી આ મોહ અમને જ છે. અથવા વિધિ વિચિત્ર છે આ પ્રમાણે વિચારતો કૃષ્ણ સ્નેહથી નેમિને આલિંગન કરે છે અને પછી બધા પુષ્કરિણીમાં પ્રવેશ કરીને પૂર્વે કહેલ વિધિથી સ્નાન કરે છે. પછી બધા સ્નાન કરી કાંઠા ઉપર આવે છે. પછી નેમિજિનેશ્વર પણ નીકળીને કાંઠા પર આવ્યો. પછી પૂર્વે કાંઠા પર આવેલી રુક્મિણી વડે જોવાયા. અભ્યુત્થાન કરીને સસંભ્રમથી ઊભી થઇ અને સન્મુખ આવીને મોટા વિનયથી તેને કહે છે હે કુમાર ! પ્રસન્ન થઇને આવ અને આ રત્ન સિંહાસન પર બેસ. પછી પોતાના હાથથી તેના હાથરૂપી પલ્લવને પકડીને રત્નસિંહાસન ઉપર બેસાડે છે. ગંધકાષાયી વસ્રોથી તેના અંગોને લૂછે છે, વિલેપન કરાવે છે તથા શ્રેષ્ઠ વસ્રોને અર્પણ કરે છે તથા પોતાના હાથથી શ્રેષ્ઠ કુસુમોથી તેના કેશાલંકારને કરે છે, વસ્રોથી શોભાવે છે અને વિનયથી આ પ્રમાણે કહે છે કે (૩૩૪૩) જણાયેલા છે સર્વ ભાવો જેના વડે એવા તારી આગળ કહેવાને કોણ જાણે છે ? સ્ત્રીઓ સ્વભાવથી ચંચળ હોય છે તો પણ હે શ્રેષ્ઠકુમાર ! હું કહું છું તેથી પોતાની ઉદારતાથી મારા પર અપ્રસાદ ન કરવો. તારુ રૂપ ભુવનમાં અભ્યધિક છે. તારું સૌભાગ્ય અનુપમ છે. કળાઓનો કર્તા તું છે, તારી ચતુરાઇ કંઇપણ અપૂર્વ છે તેને કોણ કહેવાને જાણે છે ? અથવા બીજો કોણ વિવેકી છે ? (૩૩૪૬) ભુવનમાં વિખ્યાત વંશમાં સમુદ્રવિજયને ઘરે તું જન્મ્યો છે જેની આજ્ઞાને કરનારો વાસુદેવ છે અને તું સ્વયં જ શોભા (લક્ષ્મીનું) ઘર છે તો પછી તેના લક્ષ્મીના વિલાસોનું શું કહીએ? જેના દેવો પણ દાસ થઇને રહે છે તેને બીજું કહેવાથી સર્યું. હે કુમાર! ગૃહસ્થોનો આ સર્વપણ નિર્મળ ગુણોનો સમૂહ પરણવાથી જ સફળ થાય છે. ગૃહિણી ગ્રહણ કરાય છે તેથી ગૃહસ્થ કહેવાય છે પણ જે ગૃહિણી ગ્રહણ ન કરાય તો ગૃહસ્થ કોનાવડે કહેવાય? સુખી સ્વજન અને ભાઇઓના ધર્મનું કારણ ગૃહિણી છે. ગૃહિણીઓ ઘરે આવેલાનું ઉચિત કરે છે અને દાન ધર્મ કરે છે. ગૃહિણીઓના અભાવે કેવી રીતે અથવા કોની સ્વાગત ક્રિયા અને ધર્મ હોય? તેથી દુર્ભગ મનુષ્યની જેમ તારે હજુ પણ કેટલો કાળ સુધી આ બ્રહ્મચર્ય વ્રતથી રહેવું છે? સૌભાગ્યનિધિ એવા તમારા જેવા પણ હે સુભગ! નહીં પરણે તો આ જગતની સ્થિતિ વિચ્છિન્ન થશે. તારા શરીરને વિશે આ અનુત્તર યૌવન ક્ષીણ ન થાઓ. તારી આ યાદવ લક્ષ્મી વિલાસથી રહિત નિષ્ફળ ન થાઓ. જયારે તું મુનિ થા ત્યારે મહાવ્રતોનું પાલન કરજે પરતું તારું આ મુનિચરિત્ર ગૃહસ્થોને શોભતું નથી. સુંદર એવી પણ વસ્તુ સ્થાને કરવામાં આવે તો જ શોભે છે. વીણાઓ વાગતી હોય ત્યારે સ્વાધ્યાય કરવો શોભાસ્પદ થતો નથી. પુરુષ ગુણોથી મોટો હોવા છતાં પણ રાંડોળીયાની જેમ પિશાચ જેવો થાય છે. ગુણોથી મોટો હોય છતાં પણ ગૃહિણી વગરનો હોય તો છિંડણગૌરી (છિંડણગૌરી તુચ્છસ્વભાવવાળી ઘરે ઘરે ભટકનારી)ની જેમ ભમવાના સ્વભાવવાળો હોય છે. (૩૩૫૭) તેથી મારા ઉપરોધથી પ્રસન્ન થઇને હે દિયર! સ્રીને પરણો એ પ્રમાણે રુક્મિણી કહીને પગમાં પડે છે. પછી જાંબવતી કહે છે કે હે કુમર! આ રુક્મિણી કહે છે તે સાચું કહે છે તે પણ 149 Page #167 -------------------------------------------------------------------------- ________________ પગે પડીને યુકિતઓને કહે છે. સત્યભામાં પણ પાસે જઈને પગે લાગીને કહે છે આ પ્રમાણે ' કૃષ્ણની સર્વ સ્ત્રીઓએ પરણવા માટે નેમિને આગ્રહ કર્યો. નજીકમાં રહેલા કૃષ્ણ પણ રુકિમણીના વચનો સાંભળીને વિચાર્યું કે અહો જુઓ! આઓ વડે પણ પોતાનો પક્ષ પણ કેવો સમર્થન કરાયો? (૩૩૬૧) આ પ્રમાણે તેઓથી ખુશ થયેલ કૃષ્ણ પણ નેમિની પાસે જઈને અંજલિપૂર્વક કહે છે કે હે કુમાર! ભાભીઓને અને અમને પ્રસાદ કર. શિવાદેવી પણ સુખને મેળવે અને સર્વે યાદવો સ્વસ્થ થાય. સમુદ્રવિજય મહારાજા નિવૃત્તિને પામે અર્થાત્ ચિંતાથી મુક્ત થાય. આ પણ પક્ષ (૮) સર્વથા વિરુદ્ધ નથી કારણ કે પહેલા પણ ઝષભાદિ જિનેશ્વરો વડે પણ તે પ્રમાણે આચરાયું છે છતાં તેઓ સિદ્ધ ન થયા હોય તેવું નથી. એ પ્રમાણે કેશવે કહ્યું ત્યારે સર્વ પણ યાદવ સમૂહ તેના પ્રત્યેક વચનને ઘણી યુક્તિઓથી સમર્થન કરે છે. એ પ્રમાણે બધા વડે ઘણું કહેવાયા પછી કૃષ્ણ નેમિના પગમાં પડે છે અને ત્યાર પછી સર્વ યદુવર્ગ તેના પગમાં પડે છે. (૩૩૬૬) હવે નેમિજિન વિચારે છે કે લોકસ્થિતિનું બળવાનપણું જુઓ! તથા કર્મપરિણતિનું અચિંત્ય સામર્થ્ય તો જુઓ. જેના સ્પષ્ટ પણે દોષો જોવાય છે. એવી અસાર વસ્તુઓને વિશે પણ લોક ' ' સ્વયં કેટલો રાગી છે અને બીજાને પણ તેમાં કેવો પ્રવતવિ છે? ગૃહસ્થવાસ ફક્ત અબુદ્ધો વડે સેવાયો છે અને પંડિતો વડે છોડાયો છે જેમાં પ્રત્યક્ષ દુઃખ અનુભવાય છે તેમાં પણ આગ્રહ છે. આ યુકિતઓથી સમર્થન કરાય છે છતાં પણ લોક તેને માનતો નથી તેથી તે લોક ગ્રહિલ છે એ પ્રમાણે જાણવું તથા તે લોકવ્યવહારથી પણ બાહ્ય ગણાય છે. માતા, પિતા અને ભાર્યા આવા કૂટ પ્રકારોથી જીવોને મોહ પમાડીને ફરી ફરીને ભવરૂપી દાવાનળમાં નાખે છે. આદિમાં (પ્રથમથી) મારા માતા-પિતા વડે કેશવ વગેરે સર્વે (મોહથી) વાસિત કરાયા છે તેથી અસહમાં તત્પર માતાપિતાવડે આ કેશવ વગેરે કેવી રીતે બોધ પામે? આ લોકોના પ્રતિબોધનો આજે સમય નથી અને આ લોક જે કહે છે (જેનો આગ્રહ રાખે છે) તે પણ હમણાં થવાનું નથી એમ હું માનું છું. પરણ્યા વિના જ હું દીક્ષાને લઇશ અને આ લોકો વડે ઋષભાદિનું જે ઉદાહરણ અપાયું છે તે બધાઓને વિશે ઘટતું નથી. સમગ્ર રોગોની ચિકિત્સા શું એક પ્રકારની જ હોય છે? અર્થાત્ એક પ્રકારની હોતી નથી પણ અલગ અલગ પ્રકારની હોય છે. તે પ્રમાણે કર્મરોગમાં પણ ચિકિત્સા વિચિત્ર પ્રકારની હોય છે. તેથી અહીં વધારે શું કહેવું? આ ઉપાય છે એ પ્રમાણે વિચારીને જિનેશ્વર કહે છે કે તમે જે કહો છો તે હું કરીશ. પછી રુકિમણી વગેરે સર્વ દેવીઓ હર્ષ પામી અને કૃષ્ણ, સમુદ્રવિજય, શિવાદેવી અને બાકીના લોકો પણ હર્ષ પામ્યા. પછી સરોવરોના સમૂહથી રમ્ય રેવત ઉધાનમાં ઉનાળો પસાર કરીને સર્વે પણ દ્વારિકા નગરીમાં પોતપોતાને સ્થાને ગયા. (૩૩૭૮) હવે રાત્રી પસાર કરીને અંતઃપુરમાં બેઠેલો કૃષ્ણ પ્રભાત સમયે કહે છે કે હે દેવીઓ! તમે સર્વ કહો, “જગતમાં એવી કોઈ કન્યા છે કે જે નેમિકુમારનું અનુકરણ કરે?' હવે સત્યભામાં કહે છે કે શ્રી ઉગ્રસેન રાજાની પુત્રી નિરુપમ રૂપવાળી રાજીમતી નામની મારી નાની બહેન (૩૮) આ પણ પક્ષ એટલે સંસારમાં લગ્ન કરીને પછી સંસાર સુખો ભોગવીને પુત્રને રાજયાદિ ભળાવીને પછી દીક્ષા ગ્રહણ કરી મોક્ષમાં જવું એ પક્ષ પણ વિરુદ્ધ નથી. સંસાર સુખો ભોગવ્યા હોય અને મોક્ષ ન મળે એવું નથી. 150 Page #168 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ ત્રણ ભુવનમાં પણ રૂપાદિ ગુણોથી વિખ્યાત છે. તેથી હે દેવ! ખરેખર તે જ કન્યા નેમિનિનું અનુકરણ કરશે પણ બીજી દેવી પણ નહીં કરી શકે એ પ્રમાણે મારા ચિત્તમાં ફુરણા થાય છે. પછી કેશવે કહ્યું કે પૂર્વે સંભળાયેલી તે મારા પણ ચિત્તમાં છે તેથી હું ત્યાં જઈશ એ પ્રમાણે કહીને તે ઊભો થાય છે પછી કૃષ્ણ ચતુરબુદ્ધિ નામના પોતાના અમાત્યને કહે છે કે ઉગ્રસેન રાજાના ઘરે જઈને નિરીક્ષણ કર કે રાજીમતી શું રૂપાદિથી રિષ્ટનેમિનું અનુકરણ કરે છે? અથવા તો શું પ્રસિદ્ધિ માત્ર છે? તેમ જાણી આવીને જલદીથી કહે. તે પણ જઈને પાછો ફર્યો. પરિતુષ્ટ થયેલો તે એકાંતમાં કૃષ્ણને કહે છે કે હે દેવ! એક ક્ષણ સાવધાન થઈને સાંભળો. પુરુષ કે દેવ કે સ્ત્રી અથવા દેવી જે કોઈપણ રૂપાદિથી નેમિનું અનુકરણ કરે છે તેમ કહેવું એ પ્રમાણે કોઈપણ રીતે સહન કરી શકાય તેમ નથી પરંતુ પ્રજાપતિ પણ ઘણું કરીને પ્રથમ મિથુન (યુગલ)ને ચિંતવે છે આ લોકસ્થિતિ છે તેથી પ્રજાપતિવડે નેમિનું ચિંતવન કરાયું છે અને ખરેખર તેનાવડે મિથુનસ્ત્રી એવી રાજીમતી નિર્માણ કરાઈ છે એમ હું માનું છું. ભારે પ્રયત્ન કરીને તેના વડે ઘણું કરીને અનુરૂપ જ તે કન્યા કરાઈ છે. પરંતુ જગતમાં તેવા પ્રકારના પુલોના અભાવથી અથવા શક્તિના અભાવથી જો કે કંઇક પણ ન્યૂન થયું છે. (૩૩૯૦) તેના નિત્ય અપ્લાન શોભાવાળા મુખરૂપી કમળનું શું કહીએ? અમ્યાન શોભાવાળા મુખની સતત અભિલાષા કરતા દેવો પણ જેને મેળવતા નથી. તેનો મોતીનો બનેલો હાર ઘણું પ્રેરણા કરાવે છતે પણ ઘણા પુષ્ટ ઉન્નત સ્તનમંડળની સેવાને છોડતો નથી. ખરેખર અતિશુદ્ધ આચરણવાળો જે કોઈ હશે તે તેના કંઠમાં બાહુ લતિકાના નિરુપમ ગાઢ બંધને મેળવશે. તેના ગંભીર નાભિમંડળને વારંવાર સ્પર્શ કરતા હારના વચ્ચેના મણકાની ચંચળતાને ખુશ થયેલા દેવો પણ વખાણે છે. (૩૩૯૪) તેના રમણ સ્થળ પર આરૂઢ થયેલો કામદેવ મણિના રસન અને ઘૂઘરીઓના અવાજથી કહે છે કે જો તેનું (રાજીમતીનું) તમારે કાર્ય હોય તો વિપુલ તપને કરો. અલ્પ પુણ્યવાન તેના તપેલા સુવર્ણ વર્ણવાળા કામરૂપી ભવનના તોરણના સ્તંભ સમાન બે સાથળને જોતો નથી. એના પગની જંઘા કમળના નાળ સમાન છે. એના પગની ઘૂંટીઓ ગૂઢ અને સુંદર છે, એના બે પગ પ્રભાતના સૂર્યથી વિભૂષિત કરાયેલ હોય તેવા સુકુમાલ લાલ છે. આવા પગથી ચંક્રમણ કરતી એવી રાજીમતી જે કોઈ ધન્ય હશે તેના ઘરના આંગણને પવિત્ર કરશે. હે દેવી! તુચ્છમતિવાળો એવો હું આટલું માત્ર જાણું છું. પણ શ્રુતકેવલી તેના રૂપને આનાથી અભ્યધિક જાણે છે અને સર્વજ્ઞો જ તેના સંપૂર્ણ રૂપને જાણે છે. એ પ્રમાણે અમાત્ય કહ્યું ત્યારે રંજિત ચિત્તવાળો કૃષ્ણ કહે છે કે “ચતુરબુદ્ધિ’ એ પ્રમાણે તારું નામ ગુણોથી પણ પડેલું છે. (અર્થાત્ ગુણ પ્રમાણે તારું નામ છે) આવી રીતે વસ્તુને કોણ જાણે? અને આ રીતે જાણ્યું હોય તો પણ બીજાને કહેવા કોણ શક્તિમાન થાય? તેથી હે ભદ્ર! તું હમણાં સ્વયે ત્યાં જા અને ઉગ્રસેનને કહે કે તારી આ પુત્રી શ્રી નેમિકુમાર માટે મંગાય છે. આ સાંભળીને તે ત્યાં ગયો અને ઉગ્રસેનને જણાવ્યું. વિસ્મયથી આકર્ષિત થયું છે મન જેનું એવો ઉગ્રસેન કહે છે કે આ અતિ અદ્ભૂત વાત કોને માન્ય ન હોય? પરંતુ રાંકડાના ઘરની પ્રાંગણભૂમિ શું ક્યારેય પણ ઐરાવણ હાથી સાથે સંબંધ પામે છે? મારવાડની ભૂમિ શું કલ્પવૃક્ષના સંગને પામે છે? અથવા પામરની પુત્રી શકેન્દ્રના સંબંધની પ્રાર્થના કરતી હોય તો પણ શું તેને પામે 151 Page #169 -------------------------------------------------------------------------- ________________ છે? તે નેમિકુમાર ક્યાં અને અમારી પુત્રી ક્યાં? તેથી આ વાત ફક્ત મને માન્ય છે તેવું નથી પણ સકલ ત્રણ ભુવનને પણ માન્ય છે પરંતુ અમારા જેવાના તેવા પુણ્યો હશે કે નહીં? એ અમે જાણતા નથી. પછી એ પ્રમાણે ઉગ્રસેન વડે કહેવાયેલ સર્વ હકીકતને જઈને કૃષ્ણને કહે છે. કોઇક રીતે એ પ્રમાણેની હકીકતને સાંભળીને તુષ્ટ હૈયાવાળી રાજીમતીની સખીઓ તેને સર્વ કહે છે અને વિશ્વાસને ધારણ નહીં કરતી રામતી વિચારે છે કે મારા વડે ઘણીવાર નેમિ જોવાયો છે પરંતુ મારા આવા મનોરથો ક્યારેય પણ થયા ન હતા કે આ મારો વર થશે. સુસંસ્કારિત પાયસ (ખીર) ક્યાં અને કડવા તેલની ધારા ક્યાં? અથવા સાકરનો પડો ક્યાં અને કડવી તુંબડી ક્યાં? શું આંબલીના વૃક્ષને પાણી પાવું ઘટે? કંઈક પણ આવી અઘટમાન વસ્તુ હમણાં સંભળાય છે. અને વિધિ વિચિત્ર છે તેથી અહીં કંઇપણ ઘટના બને પણ અમે તેને જાણતા નથી. આ પ્રમાણે વિચારતી બીજે દિવસે સખીઓની સાથે રાજીમતી ઘણાં કુમારોના વૃંદ સાથે કીડા કરતા નેમિકુમારને ઉદ્યાનમાં જુએ છે. કોઈક બાનાથી સખીઓ દૂર ગઈ ત્યારે લતાઘરમાં રહેલી રાજીમતી ગ્રાહકદષ્ટિથી તેને લાંબો સમય જુએ છે. પછી સખીઓની પાસે જઈ ભેગી થયેલી રાજીમતી પોતાને ઘરે ગઈ. પછી સંધ્યા સમયે સૂર્ય અસ્ત પામ્યા પછી અંધકારનો સમૂહ પ્રસરે છે અને મંદિરોમાં જેટલામાં મંગળ દીવા પેટાવાય છે તેટલામાં રાજીમતીને સર્વ અંગોપાંગમાં દાહ જવર શરૂ થયો. ઘણી અસ્વસ્થ થઈ અને સતત દીર્ઘ નિસાસાને મૂકે છે. (૩૪૧૬) પછી સખીજનોથી ખબર અપાયેલી માતા સંભ્રાન્ત થતી ત્યાં આવી. વિવિધ પ્રકારની શીતળ વસ્તુઓથી ઉપચાર શરૂ કરાયો. અને આ બાજુ કિરણોના સમૂહથી સકલ જીવલોકને આશ્વાસન આપતો એવો ચંદ્ર ઉદયાચલ પર્વત પર ઊગ્યો. સર્વ પણ સખીઓ ભેગી થઈને રાજીમતીને મહેલની આગાશી ઉપર લઈ જાય છે અને ત્યાં ચંદ્રના કિરણોથી આલિપ્ત શરીરને જળથી ભીના વસ્ત્રો વડે ઢાંકે છે અને નાળ તંતુઓથી તથા કમળપત્રોથી વીંટે છે. કોમળ પાંદડાઓથી સંથારો પાથરીને તેના ઉપર તેને સુવાડે છે. પછી પંખાઓથી વીંઝે છે અને શરીર પર શીતલ મણિઓને તથા વિવિધ હારલતાઓને મૂકે છે અને મોતીઓને વાટીને મૂકે છે. આ પ્રમાણે જેમ જેમ શીતલ ઉપચારો કરાય છે તેમ તેમ તેનો દાહ અધિકતર વધે છે અને અસ્વસ્થ થાય છે તથા માતાવડે પૂછાયેલી તે કંઇપણ સાચું બોલતી નથી પણ ખોટા ઉત્તરો આપે છે. પછી માતા કહે છે કે હે સખીઓ તમારાવડે પૂછાયેલી આ સર્વ હકીકત કહેશે પછી તેમાંથી માલતી નામની પ્રોઢ સખીને ત્યાં મૂકીને ગઈ. પછી એકાંતમાં કંઈક હસતી તેને પૂછે છે કે હે પ્રિયસખી! તારા શરીરમાં શી પીડા થાય છે? તેને તું કહે જેથી હું તારું પ્રિય કરું? હવે રાજીમતી વિચારે છે કે આ મારી નિપુણ સખીઓને કંઈપણ અજ્ઞાત નથી તેથી અહીં કપટ ઉત્તરોથી શું? (અર્થાત્ જુઠા ઉત્તરોથી સર્યું) તેથી રાજીમતીએ તેને શરૂઆતથી માંડીને સર્વ નેમિનો સ્પષ્ટ વ્યતિકર કહ્યો યાવત્ બપોર પછી જોવાયો હતો ત્યાં સુધીનો અને હે સખી! હું વિચારું છું કે આ દષ્ટિ ગોચરમાં આવે છતે કોઇપણ કારણથી મારે હંમેશા અસાધારણ પ્રીતિ હતી પરંતુ હમણાં બીજી વાર્તાઓ સાંભળ્યા પછી આશા ઘણી વધી. ગુણથી એકાંતે ઉપશમનું ઘર, સર્વથા નિર્વિકાર ભાવવાળો એવો આ હમણાં સારી રીતે જોવાયે છતે તડ’ એમ કરતા મારી આશા પણ તૂટી એથી હે સખી! મારે 152 Page #170 -------------------------------------------------------------------------- ________________ દાહ થયો. પછી માલતી કહે છે કે હે સખી! તો પણ તું ખેદ ન કર. શકુનો અને નિમિત્તોથી નિશ્ચિત થયું છે કે તે તારો વર થશે. આ પ્રમાણે આ સર્વ સંકથાઓથી રાત્રી પસાર કરાઈ. પછી સૂર્યોદય થયે છતે માલતીની નાની બહેન માધવી ત્યાં આવી અને રાજીમતી અને નેમિનું સગપણ (વરણ) આજે છે એમ બોલતી સર્વને વધામણી આપી. પછી માલતીએ કહ્યું કે તું કેવી રીતે જાણે છે? તે કહે છે કે પ્રથમની રાત્રીએ રાજા સમુદ્રવિજયને ઘરે કૃષ્ણ ઉગ્રસેનાદિ સર્વ યાદવો મળેલા મારા વડે જોવાયા. કુતૂહલથી હું પણ ત્યાં રહી. પછી મારા દેખતા જ સર્વવડે લાંબી મંત્રણા કરીને કોર્ટુકિ નામનો નૈમિત્તિક બોલાવાયો. તેણે પણ ગણતરી કરીને આજે સગાઈનો દિવસ કહ્યો. પછી સર્વલોક ઊભો થયો. હું પણ ઊઠીને તારી પાસે આવી જેટલામાં માધવી આ પ્રમાણે કહે છે તેટલામાં ઉગ્રસેન રાજાએ મોકલેલ વૃદ્ધા કહે છે કે હે કુમારી! રાજા તને કહેવડાવે છે કે નેમિકુમારની સાથે આજે વેવિશાળ છે તેથી તું ઊભી થા અને સ્નાન વિશેષને કર અને બાકીનું માંગલિક કાર્ય પછી કરવું. (૩૪૩૯) પછી રાજીમતી સ્નાન કરીને શૃંગારને કરે છે અને કૃષ્ણ વગેરે ભોગ રાજાને ઘરે આવ્યા. અતિમોટા પ્રમોદથી સેંકડો મંગળ અને વધપન સહિત સન્માન દાનાદિથી સકલજનને સન્માનીને વેવિશાળનો મહોત્સવ કરાયો. હવે થી સમુદ્રવિજય તથા શિવાદેવી અને કૃષ્ણાદિ સર્વે ખુશ થયેલા સ્વસ્થાને જાય છે. પછી લગ્નના દિવસ માટે પૂછાયેલ નૈમિત્તિક આ પ્રમાણે કહે છે કે હમણાં વર્ષાકાળ શરૂ થયો છે તેમાં અન્ય પણ આરંભો શાસ્ત્રમાં નિષેધ કરાયા છે અને મહર્તિક વિવેકીલોકને શાસ્ત્રોમાં લગ્ન કાર્ય વિશેષથી નિષેધ કરેલ છે. પછી કૃષ્ણ તથા સમુદ્રવિજયાદિએ નૈમિત્તિકને કહ્યું કે આ પ્રયોજનમાં વિલંબ થઈ શકે તેમ નથી.પરણવાને નહીં ઈચ્છતો નેમિ કોઇપણ રીતે મનાવાયો છે પછી શું થશે તે અમે જાણતા નથી તેથી હમણાં કોઈપણ શુભ દિવસ જણાવ. પછી તે શ્રાવણ મહીનાના શુદ સાતમના સ્વાતિ નક્ષત્રમાં લગ્નનો દિવસ જણાવે છે. બંને પણ પક્ષના લોકો લગ્ન માટે તૈયારી કરે છે. પછી જેટલામાં સર્વ વિવાહ સામગ્રી તૈયાર કરાઈ તેટલામાં દસ દશાહોં મળે છે અને કૃષ્ણ તથા બળદેવ પણ અને બાકીના યાદવો પણ રાજા સામંત અને મંત્રીઓની સાથે મળે છે. (૩૪૪૯) સકલ પણ નગરીમાં ગૃહાંગણમાં, ત્રણ રસ્ત, ચાર રસ્તે વિગેરે સ્થાનોમાં શ્રેષ્ઠ સુવર્ણ રત્નના ઢગલા કરાવીને પછી ઇચ્છા મુજબ કૃપણાદિને દાનો આપે છે. દેવભવનોમાં પૂજાઓ કરાવે છે બધા કારાગૃહ શુદ્ધ કરાવે છે. પછી કુલવૃદ્ધોનું, નગરવૃદ્ધોનું, અને બીજાઓનું વસ્ત્રભોજનાદિથી સન્માન કરે છે. પછી વિવાહનો દિવસ નજીકમાં હોતે છતે પરિતુષ્ટ થયેલા કૃષ્ણાદિ રત્નસિંહાસન પર નેમિને પૂર્વાભિમુખ સ્થાપે છે. શ્રેષ્ઠ કમળોથી ઢંકાયેલ છે મુખ જેના, પ્રશસ્ત પાણીના સમૂહથી ભરાયેલ, શ્રેષ્ઠ-રત્ન-સુવર્ણ-રૂપ-મણિમય કળશોથી કરાયેલ છે દુંદુભિઓના અવાજ જેઓ વડે એવા દેવો સહિત કૃષ્ણ વગેરે અભિષેક કરે છે. સુરભિ ગંધવાળા ગંધકાષાયી વસ્ત્રોથી શરીરને લૂછીને, કપૂર-અગરુ-કસ્તુરીથી મિશ્ર ગોશીષ ચંદનને લઇને સમગ્ર પણ અંગને લીંપે છે. પછી માલતી-મોગરો-સેવંતી આદિ શ્રેષ્ઠ સફેદ ફુલોથી માથાના વાળને શણગારે છે. શ્વેતસુવર્ણ-રત્ન-મોતીથી ઉત્તમદેવો વડે બનાવાયેલ શ્રેષ્ઠ મુગુટને મસ્તક પર સ્થાપે છે. આમળા જેવા મોટા મોતીઓનો અઢાર સેર વાળો, ગંગાના પ્રવાહની જેમ ભુવનમાં સારભૂત હાર તેના 153 Page #171 -------------------------------------------------------------------------- ________________ કંઠમાં પહેરાવે છે. મોતી અને મણિથી બનેલા બે બાજુબંધથી બાહુયુગલને શોભાવે છે: મોતીના કંકણહારોથી આંગળીના અગ્રભાગોનું મંડન કરે છે. દેવો વડે લવાયેલ શ્વેતરત્નોમાંથી સ્ફુરાયમાન થતા કિરણોના સમૂહવાળી અર્જુન સુવર્ણમય વીંટીઓથી આંગળીઓને પૂરે છે. ચંદ્રના કિરણો જેવા બે સફેદ સ્વચ્છ સૂક્ષ્મ રેશમી વસ્રો પહેરાવે છે અને કેડ પર વેવિશાળ વખતે પ્રાપ્ત થયેલી માળા (કંદોરા) ને બાંધે છે. (૩૪૬૧) હાથમાં પાંચ સુગંધવાળા પાનબીડાને આપે છે. પછી દેવીઓની સહિત કરાયો છે મંગળ શબ્દો જેઓ વડે એવી શિવાદેવી, દેવકી તથા રોહિણીદેવી તથા સત્યભામા, રુક્મિણી, જાંબવતી, લક્ષ્મણા આદિ ગંભીર વાજિંત્રો વાગવાની સાથે નેમિજિણંદના પોંખણા પોંખે છે. પછી સૌભાગ્યવંતી સ્ત્રીવર્ગ તથા સુરસુંદરીઓ હર્ષના ભારથી નૃત્ય કરે છતે, સર્વ માંગલિકો કરાયે છતે, તૂટતી છે સુંદર હારની શ્રેણીઓ જેઓની, અતિહર્ષથી ભરાયેલ મનવાળી એવી દેવીઓ વડે આગળ નૃત્ય તથા ગીત શરૂ કરાયે છતે વાગતી દુંદુભિઓની સાથે દેવોવડે સ્તવના કરતા સુશોભિત કરાયેલ ભગવાન દિવ્ય, શ્રેષ્ઠ રત્નમય, ચંદ્ર જેવા નિર્મળ રથમાં શ્વેત રત્નમય ભદ્રાસન પર બેસે છે. દસ પણ દસાૌં, કૃષ્ણ, રામ તથા શેષ યાદવ સમૂહ શિવાદેવી પ્રમુખ સર્વ પ્રધાન મહિલાઓ દેવીઓની સાથે ઉગ્રસેનના ઘરે જાય છે. હર્ષિત થયેલી દેવીઓ અને મનુષ્ય સ્રીઓ રાજીમતી કુમારીને સ્નાન કરાવે છે. વિલેપન કરે છે અને તેના મુખરૂપી કમળ પર કપૂર-પ્રમુખ સુસુગંધી શ્વેત દ્રવ્યોથી પત્ર વેલીઓ કરે છે. દેવીઓ વડે લવાયેલ સૂક્ષ્મ, સ્વચ્છ,ચંદ્રના કિરણ જેવું સફેદ વસ્ત્રમય દેવદૂ યુગલ ઉપર અને નીચે ધારણ કરે છે. ચંદન જેવી સફેદ દેહવાળી, શ્વેતકુસુમ અને આભરણ તથા શ્વેત કંચુકાવાળી, સ્તન પર લટકતો છે હાર જેને વિશે એવી તે સર્વપ્રકારે શ્વેતવર્ણવાળી સરસ્વતીની જેમ શોભે છે અથવા મનુષ્ય સ્રીઓ તથા સર્વ દેવીઓના રૂપનું અતિક્રમણ કરતી એવીને કહો તો ખરા કોની તોલે છે? આ પ્રમાણે તેના અતિ અદ્ભૂત રૂપ જોઇને લોક વિસ્મિત થયો અને કહે છે કે અહો! હંમેશા અયુક્ત કરનાર વિધિને આ એકની સાથે અનુરૂપ મિથુનનો સંયોગ કરતા આ એક કોઇપણ રીતે યુક્ત કાર્ય થયું છે અથવા તો વિધિ વડે પ્રભાવવાળા આશ્ચર્યોંથી બાકીના બધા અયુક્તો ભૂંસાવી નંખાયા એવો પ્રવાદ નગરીમાં દરેક ઘરે થયો. (૩૪૭૬) અને આ બાજુ સૌભાગ્યવંતી સ્રીઓવડે તેવી જ રિદ્ધિથી તે પણ પોખાઇ. હવે લગ્ન નજીક હોતે છતે નેમિના વિવાહમાં આવવા માટે સમુદ્રવિજયના ઘરે જઇને કૃષ્ણ પ્રમુખ ઉત્સુક યાદવો સારી તૈયારી કરે છે. ઘણો સુંદર કરાયો છે શૃંગાર જેનાવડે, વધતો છે યૌવનનો ભર જેનો એવી તરુણી શ્રી નેમિપ્રભુની ઉપર ઘણાં મોતીઓની માળાથી મંડિત, સફેદ કુસુમોની માળાઓથી શોભિત, ચંદ્ર જેવું ઉજ્જ્વળ પવિત્ર મહાછત્રને ધરે છે. તથા શ્રી નેમિનાથની આગળ વારાંગનાઓના હાથોથી પ્રવૃત્ત થયેલ, રણકાર કરતા રત્નોના વલયોથી સહિત, ચંદ્રશંખ-મચકુંદ જેવો સફેદ શુભ ચામરોનો સમૂહ ઢળે છે. ગ્રહણ કરાયા છે પંખાઓ જેઓવડે એવી શ્રેષ્ઠ રમણીઓ બંને બાજુ ઊભે છે. સફેદ નિર્મળ વસ્રને હાથમાં લઇને બીજી સ્ત્રીઓ ઊભે છે. (૩૪૮૨) ચંદનથી ધવલ દેહવાળા, શ્વેત-કુસુમ અને આભરણ તથા-શ્વેત શ્રેષ્ઠ વસ્ત્રવાળા, કપૂરની રજના સમૂહથી અવલિપ્ત, શ્વેત ઉપકરણવાળા, સર્વ શ્વેત નેપથ્યથી ભૂષિત, ભાસુર ઇન્દ્રિનીલમણિની કાંતિવાળા, ઘણી ચંદ્રની જયોત્સ્યાથી ધવલ એવા નેમિ જિન અંજન 154 Page #172 -------------------------------------------------------------------------- ________________ પર્વતની જેમ શોભે છે. પછી સારથિ રથના શંખ જેવા સફેદ અશ્વોને હંકારે છે. કરાયેલ છે મંગળનો સમૂહ જેમની આગળ એવા નેમિજિન ચાલે છે. તેની બંને બાજુએ હાથીઓના સમૂહ પર આરૂઢ થયેલા રાજાઓ રહે છે. આગળથી શ્રેષ્ઠ ઘોડાના સમૂહોથી લાખો કુમારો ચાલે છે. પાછળ હાથીઓ પર આરૂઢ થયેલા દશ દશાહ તથા કૃષ્ણ અને રામ ચાલે છે. બાકીનો યાદવ સમૂહ પણ રથોના સમૂહ સાથે ચાલે છે. ઉત્તમ શિબિકાઓમાં આરૂઢ થયેલા સર્વ અંતઃપુરો ચાલે છે અને બીજી પણ મંગળથી વાચાટ શ્રેષ્ઠ મહિલાઓ ચાલે છે. ફરફર થતા ધવલ ધ્વજની માલિકાની મધ્યમાં રહેલો બંદીજનનો સમૂહ શ્રી નેમિપ્રભુના વિમલ ચરિત્રોને ગાય છે. તુષ્ટ કિન્નરીઓ ગાય છે. દેવો દુંદુભિ વગાડે છે ઇત્યાદિ સમૃદ્ધિથી શ્રી નેમિજિન રાજમાર્ગ પર અવતર્યા. હર્ષના કોલાહલવાળી નગરની સ્ત્રીઓ દોડે છે. રડતા એવા પોતાના સંતાનોને પણ છોડીને ચાલતી સ્ત્રીઓ વિઘ્નો કરે છે. (અથવા ઉતાવળ કરે છે.) પ્રાસાદ-પર્વત અને પૃથ્વી તળો પર લોકોની ભીડ જામી હૃદયથી હૃદય ભીંસાય છે અને શ્વાસ રૂંધાય છે. ધક્કા મુકી કરતી સ્ત્રીઓને કોઈક પણ કહે છે કે હે વાચાટી પાછી હટ. જ્યાં સુધીમાં આ સુભગ પસાર ન થાય ત્યાં સુધીમાં તેને જોઉં. તે પણ જવાબ આપે છે કે તું બીજી બાજુ જા કારણ કે બીજાની ઉત્સુકતાથી બીજો મૂર્ખ પણ પીવાતા અમૃતના કોગળાને છોડતો નથી. (૩૪૩૯) બીજીવડે પૂછાયેલી બીજી પોતાના હાથની આંગળીથી બતાવતી કહે છે કે રાજમતીનો વર છે એમ જે સંભળાયું હતું તે આ સુભગ પોતે છે. તે પણ કહે છે કે ખરેખર! સકળ ગુણના ભંડાર એવા આના ગૃહિણી શબ્દને ધારણ કરશે તે રાજીમતી જગતમાં ધન્યોમાં પણ ધન્ય છે. બીજી કહે છે કે આ સંયોગ અતિ સદ્ભૂત છે ભાગ્ય પણ આવાઓના સંયોગને સહન કરતો નથી તેથી અહીં શું થશે એમ હું જાણતી નથી. બીજી કહે છે કે આ તારું અમંગળ વચન નિષ્ફળ થાય. હે ભાગ્યે! તે ધન્યા પુણ્યથી પ્રાપ્ત થયેલા આના સંગમને અનુભવે. આ પ્રમાણે સંકથાઓ પૂર્વક હાથની આંગડીઓથી બતાવાતો, લોકની આંખરૂપી કમળની માળાઓથી પૂજાતો. પ્રખર લાખો પંડિતોની જીભોથી વર્ણવાતો, ઉન્માદવાળી કોડો ઉત્તમ રમણીઓથી સ્પૃહા કરાતો શ્રી ઉગ્રસેન રાજાના ઘરના ગવાક્ષમાં રમણીઓની નજીકના માર્ગમાં શ્રીનેમિજિન પહોંચ્યા. પછી રાજુલા સખીઓ વડે કહેવાઈ કે હે પ્રિયસખી! પ્રિયના લાવણ્યરૂપી અમૃતનું નયન પુટોથી પાન કરીને કૃતાર્થ થઈશ. તેથી જલદી આવ. (૩૫૦૨) આ પ્રમાણે ઉત્સુક સખીઓ વડે લઈ જઈને ઝરુખાની જાળીની અંદર રહેલી રાજીમતી ત્રણ ભુવનમાં ઉત્પન્ન કરાયો છે આનંદ જેના વડે એવા નેમિનિને જુએ છે પછી હર્ષના અતિરેકવાળી સખીઓ તેના પ્રત્યેક અવયવનું વર્ણન કરતી સમુદાયની શોભાને રાજીમતીને બતાવે છે. રાજીમતી પણ નેમિકુમારને જોતી હર્ષના આંસુના સમૂહને મૂકે છે અને તે સમૂહ સ્તનપર પડેલો પોષાય છે અને ક્ષણથી સુકાય છે. હવે વિસ્મય પામેલી સખીઓ વડે રાજીમતી પુછાઈ કે હે ભુવનસુંદરી! આ શું છે? પછી દીર્ઘ નિશ્વાસ નાખતી રાજીમતી કંઇપણ નથી એમ સખીઓને કહે છે. પછી ભયપામેલી તેઓ આગ્રહથી ફરી પૂછે છે. વિષાદ સહિત રાજીમતી તેઓને કહે છે કે એકાએક હું જાણતી નથી કે ક્યા કારણથી મારું અંતર છૂરીથી કપાય છે. હે સખીઓ! મારું હૃદય તથા જમણી ભુજા ફરકે છે, જમણી આંખ પણ ફરકે છે. પછી આ ભુવનમાં દુર્લભ સુભગ પતિને જોતી અને સર્વ 155 Page #173 -------------------------------------------------------------------------- ________________ અંગને વિચારતી એવી તેને હર્ષ રૂપી પરસેવાના પાણીના બિંદુઓ બંધાય છે અને ઘણો રોમાંચ ઉત્પન્ન થાય છે તેથી આંસુઓ સ્તનો પર પડીને પોષાય છે. પૂર્વોક્ત દુનિમિત્તોને વિચારતી મારા સર્વદેહમાં દાહજવર ઉત્પન્ન થાય છે તેથી આંસુઓ જલદી શોષાય છે. પછી સખીઓ તેને કહે છે કે હે પ્રિય સખી! તું એમ અનિષ્ટ ન બોલ. આ તારું અમંગળ હણાયેલું છે. અમારા વડે સંભળાયું નથી અથવા તારાવડે કહેવાયું નથી. આ સુભગની સાથે લાંબો સમય સુધી નિરુપમ ભોગોને ભોગવ, હવે થોડું જ અંતર છે. તું કાયર નથી. આ તારો હૃદયવલ્લભ આવેલ છે. આ પ્રમાણે સખીઓ બોલે છે અને જેટલામાં જિનેશ્વર આગળ ચાલે છે તેટલામાં પૂરાયેલું છે દિશાનું વલય જેઓ વડે દીન મહાદુઃખથી ઉત્પન્ન થયેલ, સજજનોને નહીં સાંભળવા યોગ્ય, કેવળ કરુણાદિનું કારણ, કાનને કડવા એવા જુદી જુદી જાતિઓના પશુઓના કરુણ શબ્દોને સાંભળે છે અને જાણવા છતાં ભગવાન સારથિને પૂછે છે કે આ વિરસ સ્વર કોનો સંભળાય છે? (૩૫૧૬) પછી પ્રણામ કરીને સારથિ કહે છે કે હે સ્વામિનું! તમારા વિવાહમાં યાદવ વર્ગને ભોજન માટે અને મદ્યપાન કરનારાઓના વિલંક (૩૯) કાર્યને માટે જંગલમાં રહેનારા, ગામ નગરમાં રહેનારા, ગુફા-પર્વત-નિકુંજમાં રહેનારા, જુદી જુદી જાતિના જળચર-સ્થળચર અને ખેચર પશુઓના સમૂહો આ વાડામાં હઠથી લાવીને રુંધાયેલા, મરણના એક ભયવાળા, પોતપોતાની ભાષામાં બોલતા પશુઓનો આ અવાજ સંભળાય છે. આ મહાપાપને સાંભળીને જલદીથી વિરક્ત મનવાળો નેમિજિન સારથિને આ પ્રમાણે કહે છે કે તું રથને ત્યાં હંકાર જેથી સાક્ષાત્ તે પશુઓને જોઉં. સારથિએ પણ તેમ જ કર્યું. પછી મૃગરોઝ-સસલા-ડુક્કર-બકરા-ઘેટા-ભેંસાદિ પાંજરામાં પુરાયેલ તથા દોરડીથી બંધાયેલ, બેડીથી બાંધેલ કેટલાક વાડામાં પૂરેલા દ્વિપદ અને ચતુષ્પદના ભેદવાળા, મોર, તેતર, લાવકાદિ પક્ષીઓ, લાખો હરણા, અસંખ્ય ગોધા નોળીયા વગેરે નિર્દય પુરુષો વડે વીંટાયેલ, હલન ચલન રુંધાયું છે જેનું, ભયથી પીડિત અને કંપતા છે શરીરો જેઓના, શૂન્યમનસ્ક, ત્રસ્ત, મુકાઈ છે જીવવાની આશા જેઓ વડે, હતોત્સાહવાળા, ચકળવકળ આંખવાળા,એવા સર્વ પશુઓ રડતા પ્રભુવડે જોવાયા. (૩૫૨૫) કોઇપણ આચારના વશથી જણાયો છે પ્રભુના ભાવનો પરમાર્થ જેઓ વડે એવા પશુઓ પોતાના બાંધવ જેવા નેમિજિન જેવા છતે સમુત્સુક થયા. હે સ્વામિનું “છોડાવો છોડાવો' એ પ્રમાણે પોતપોતાની ભાષામાં આઠંદ કરતા પ્રભુના જ મુખને જોતા કહે છે. ગાઢ કરુણાના પરિણામવાળા, અતિશય સંવેગી, સંસાર રૂપી કેદથી નિર્વેદ પામેલા એવા સ્વામી તે સર્વને છોડાવે છે. તે પશુઓ પોતપોતાને સ્થાને ગયા. પછી નેમિ પોતાના રથને પોતાના ઘર તરફ વળાવે છે. હવે સંભ્રાન્ત કૃષ્ણ, સમુદ્રવિજય તથા શિવાદેવી તથા બળદેવ તથા શેષ યાદવવર્ગ પોતાના વહાનોને સ્થાપીને આવેલા જિનેશ્વરની આગળ ઊભા રહીને સર્વ ખિન્ન ચિત્તવાળા કહે છે કે હે પ્રભુ! આ શું? પછી પ્રભુ કહે છે કે હિતના અર્થી એવા બીજાઓને પણ જે ઉચિત છે તે મેં કર્યું. તે હિત શું છે? એમ કૃષ્ણ પુછયું એટલે જિનેશ્વર કહે છે કે તે હિત ધર્મ છે. પછી કૃષ્ણ કહે છે કે વિવાહ કર્યા પછી પત્ની સાથે ઘરમાં રહેતા ગૃહસ્થોને તે દાનાદિ ધર્મ શું ન થાય? પછી જિનેશ્વર કહે છે કે હે નરવર! નિપુણ તથા મધ્યસ્થ થઈને સ્વયં (૪૮) વિલંક કાર્યનો અર્થ મને સમજાયો નથી છતાં પણ તેનો અર્થ ગૌરવ માટે થતો હોવો જોઈએ એવું મને લાગે છે તત્વ બહુશ્રુત ગમ્ય. 156 Page #174 -------------------------------------------------------------------------- ________________ જ પરિભાવના કર કે જે વિવાહમાં પ્રથમથી જ અટવીમાં રહેનારા, તૃણપત્રોના ભોજન કરનારા, નદી સરોવરના પાણી પીનારા, લોકથી બંધાયેલા, નિરપરાધી, મુગ્ધ, મરણના ભયથી પલાયન થવાના સ્વભાવવાળા,દીન એવા અસમર્થ હરિણાદિ જીવોને આટલા પ્રમાણથી પકડીને આમિષના રસથી આસક્ત એવા જીવોથી હણાય છે. આરંભમાં રત, નિર્દય મનવાળા, અજ્ઞાની, રાગદ્વેષથી બળતા એવા જીવોને અહીં ક્યો ધર્મ સંભવે? એક પંચેન્દ્રિય પ્રાણીને હણીને જીવ સાતમી નરકના દુઃખો મેળવે છે તો આટલા બધા જીવો હણવાથી શું થાય તેનું શું કહીએ? તેથી આ ભવ અને પરભવમાં વિવિધ બાધાઓનું કારણ બનતો હોવાથી ખરેખર વિવાહ જ પર તથા સ્વનો પણ અવિવાહ છે. લગ્નમાં વિપુલ ધનનો વ્યય કરાતો હોવા છતાં પણ ધર્મ થતો નથી અને યશ પ્રાપ્તિ પણ થતી નથી. ફક્ત પાપોને ઉપાર્જન કરે છે અને અવર્ણવાદને મેળવે છે. સ્રીને પરણતો ચાર ફેરાને ફરતો પોતાનું તથા વધૂનું ચારગતિ રૂપ સંસારમાં ભ્રમણને સૂચવે છે. હું પરણ્યો, હું પરણ્યો એમ બોલનારને પુછાય કે તું શું પરણ્યો? ત્યારે મૂર્ખ કહે છે કે કશું જ નહીં ત્યારે તે દુર્ગતિને પરણ્યો છે એમ જાણવું. (અર્થાત્ પરણનારો દુર્ગતિ સિવાય કોઇને પરણતો નથી) હે નરવરેન્દ્ર! પરણેલાઓને ગૃહસ્થવાસમાં કેવો ધર્મ? ગૃહસ્થનો ધર્મ વિવિધ પ્રકારના સેંકડો આરંભોથી સહિત હોય છે. અનંત જંતુજનના ઘાતથી સહિત હોય છે. દ્રવ્યને ઉપાર્જન કરીને તેના લાખમાં ભાગથી પણ દાન અપાતું નથી. જે અપાય છે તે પણ પ્રાયઃ દુભાતા દિલે અપાય છે. દાનથી બચવા માટે દરવાજા બંધ કરાય છે. યાચક જન ઘરમાં પ્રવેશ ન કરે તે માટે દરવાજા પર ચોકીદારો રખાય છે. આપતી વખતે પણ કડવા વચનો બોલીને અપાય છે. સંપૂર્ણ ભાવ શૂન્યથી અપાય છે. ગૃહસ્થોને દાનમાં કોઇક રીતે ક્યારેક શુભ ભાવ થાય છે તો પણ આરંભમાં તેના કરતા પ્રાયઃ અનંતગુણો અશુભભાવ હોય છે. ગૃહસ્થોને અશુભભાવ નિરંતર હોય છે અને શુભભાવ ક્ષણ ભંગુર હોય છે અને અશુભભાવથી શુભભાવ એકાએક ઢંકાય છે આથી જ કેવલી કહે છે કે ‘“જે સમગ્ર મહિવલયને સર્વ રત્નમય જિનમંદિરોથી વિભૂષિત કરે તો તેથી પણ ચારિત્ર મહા કિંમતી છે.’’ (પુષ્પમાલા ગાથા ૨૩૩) ૩૫૪૮ અને તેથી જ તે જ વખતે દીક્ષા ગ્રહણ કરેલ શુદ્ધ ચારિત્રવાળા ટંક સાધુને શકેન્દ્ર તથા ચક્રીપણ ભક્તિથી નમસ્કાર કરે છે. રાગાદિ દોષથી રહિત સાધુ જે સુખને મેળવે છે તેને સેંકડો ચિંતાઓથી શસ્થિત હૃદયવાળા કષાય અને કામથી નચાવાયેલા ગૃહસ્થ એવા સુરેન્દ્રો અને ચક્રવર્તીઓની સાથે લોકમાં કેવી રીતે સરખાવાય? ચારિત્રમાં લીન મનવાળા જીવોનું ચારિત્ર આ લોકમાં સુખના ફળવાળું થાય છે અને પરલોકમાં દેવ મનુષ્ય અને મોક્ષના સુખવાળું થાય છે. જેવી રીતે ઘણાં ઘણાં ગાંડાઓની વચ્ચમાં ડાહ્યો પોતાના ડાહપણની પ્રશંસા કરતો ગાંડાઓવડે ઘણું હસાય છે અને ડાહ્યો જ ગાંડો મનાય છે. ધતુરો પીધેલની જેમ મોહથી મૂઢ વિપરીત મતિવાળા વિષય રૂપી આમિષ (માંસ) માં આસક્ત થયેલા જીવોને દુઃખમાં પણ સુખબુદ્ધિ ઉપજે છે ‘દયાથી ધર્મ ’ એ વાત મૂઢ જીવોમાં પણ પ્રસિદ્ધ છે અને તે દયા સતત આરંભમય ગૃહસ્થ જીવનમાં કેવી રીતે હોય! હે કૃષ્ણ! તું વિચાર. સ્ત્રીજનનો પરિગ્રહ મૈથુનાદિ, ગૃહસ્થવાસમાં વિષયોની આસક્તિ આ સર્વ લોકમાં ચાંડાલોની સાથે પણ સાધારણ છે. મોહ મૂઢ અને અજ્ઞાનથી અંધ બનેલા એવા ઘણાંઓની પ્રવૃત્તિ હે 157 Page #175 -------------------------------------------------------------------------- ________________ નરનાથ! જાણેલો છે પરમાર્થ જેણે એવાઓને પ્રમાણ બનતી નથી. અનુકૂળ પ્રવાહમાં ઘણો લોક પડેલો હોય તો પણ પાણીથી તણાઈ જતો નથી જ્યારે પાણીમાં તરવામાં નિપુણ હોય તો પણ પ્રતિકૂળ પ્રવાહમાં જવાના લક્ષ્યવાળો પાણી વડે તણાય છે. અજ્ઞાનાદિથી વિષમ ઉન્માર્ગમાં ઘણાં પ્રયાણ કરે છતે લક્ષ્ય સ્થાનને પ્રાપ્ત કરતા નથી જ્યારે જણાયેલ છે માર્ગમાં આવતા દોષો જેના વડે એવો માર્ગનિપુણ તે માર્ગથી જ લક્ષ્ય સ્થાનને પ્રાપ્ત કરે છે. તેથી નરક મહાપુરમાં લઈ જનાર માર્ગસમાન સ્ત્રીઓને વિશે તથા દુઃખના ઘર એવા ગૃહવાસમાં સામાન્ય જનની જેમ હે કૃષ્ણ! મારું મન રાગી થતું નથી. સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થવાથી અને મનુષ્ય લોકમાં રાજા અને ચાંડાલના ભાવથી આ ગૃહસ્થપાસ બધાવડે પૂર્વે અનંતવાર પ્રાપ્ત કરાયો છે. (૩૫૬૧) ગૃહસ્થ વાસમાં દુઃખવાળા લાખો ફળો નરકાદિ ગતિમાં ભોગવાયા છે. તેથી જણાયેલ છે પરમાર્થ જેનાવડે એવો હું હમણાં ગૃહસ્થ વાસમાં ઉદ્વિગ્ન થયો છું. હે રાજાઓ! ઘણું કરીને સર્વ જીવોવડે પૂર્વે નહીં પ્રાપ્ત કરાયેલ શાશ્વત મોક્ષના સુખના ફળવાળા વિશુદ્ધ ધર્મનું જ હું સેવન કરીશ. આ સાંભળીને સમુદ્રવિજય તથા માતા શિવાદેવી રડે છતે રડતો કેશવ પગમાં પડીને કહે છે કે હે બાંધવ! તું જે કહે છે તે તેમ જ છે, સત્ય છે એમાં કોઈ સંશય નથી. પરંતુ શાસ્ત્રોમાં અને લોક વ્યવહાર માર્ગમાં આ પ્રસિદ્ધ છે અને તું પણ જાણે છે કે માતા-પિતા પૂજનીય છે. (૩૫૭૫) તો પછી તેઓને દુઃખી મૂકીને તું કેવી રીતે વ્રતને આચરીશ? હવે નેમિજિન કહે છે કે હે રાજન! આઓનું દુઃખ અસ્થાને છે હું દીક્ષા લઉં તેમાં એઓનું કંઇપણ સુખ ક્ષીણ થતું નથી કારણ કે તેઓને વિપુલ રાજય લક્ષ્મી છે, તું મારો આજ્ઞાકારી ભાઈ છે તથા રથનેમિ, સત્યનેમિ તથા દઢનેમિ ક્રમથી બીજા ત્રણ મારા સગા નાના ભાઈઓ છે તેઓ વૃદ્ધાવસ્થામાં આઓનું વિનયથી પાલન કરશે. તેઓ પણ ગુણથી જૂન નથી. અતિશય ગુણોના સમૂહથી યુક્ત પ્રિય પણ પુત્ર જરા મરણથી માતા પિતાનું રક્ષણ કરી શકતો નથી. કોણ પહેલા મરશે અને કોણ પછી મરશે કોણ કોના વડે પાલન કરાશે? અથવા કોણ કોનાવડે પાલન નહીં કરાય? તે જણાતું નથી કારણ કે કર્મ પરિણામ વિચિત્ર છે. હવે જો હું માતાપિતાને વલ્લભ છું તેથી ઘરમાં રહું તે પણ યોગ્ય નથી કારણ કે વનનો દાવાનળ વલ્લભ નથી. ઘરમાં ઉત્પન્ન થતો અગ્નિ ઘરમાંથી કઢાય છે. ખરેખર સંસાર વનનો દાવાગ્નિ છે. જે રાગ દ્વેષ રૂપ કષાયાગ્નિથી હંમેશા બળતો જ છે. તેથી હે કૃષ્ણ! ખરેખર જો હું તને અથવા માતાપિતાને વલ્લભ હોઉં તો મને રજા આપો જેથી હું દુરુત્તર એવા ભવરૂપી મહાસમુદ્રને તરું. પ્રવ્રજ્યા લીધેલો એવો હું તને અને માતા પિતાને દેવ-મોક્ષ-લક્ષ્મીના સંગમના સુખનું કારણ એવા ધર્મના દાનથી ઉપકારી થાઉં. જન્મેલા પુત્રો જુગાર, મધ અને વેશ્યામાં આસક્ત થાય છે અથવા હિંસા-અલીક-ચોરી આદિ પાપોમાં પ્રવૃત્ત થાય છે અને જેઓ વિભવને જોયા વિના જ અકાળે મરી ગયા છે તેઓ વડે સંતાપ અને પાપબંધને છોડીને બીજુ માતા પિતાનું શું કરાયું? અને માતાપિતા મર્યા પૂર્વે પોતાની સ્ત્રીને પરવશ થયેલા મૂઢ જીવો માતાપિતાનો દુર્વિનય કરે છે તેઓ વડે પણ શું કંઇપણ સંતાપ નથી કરાયો? અને આ અનાદિ ભવસંસારમાં સર્વ જીવો સર્વ જીવોના પુત્રપણાથી તેમ જ માતાપિતાપણાથી થયા છે તથા સર્વ સ્વજનભાવો શત્રુપણાથી પરિણામ પામ્યા છે અથવા હે નરનાથ! અહીં કોણ કોનો પુત્ર, પિતા કે માતા છે? 158 Page #176 -------------------------------------------------------------------------- ________________ તેથી અહીં મોહ જ સ્વજન કે પરજન છે, મિત્ર કે શત્રુ છે, પરમાર્થથી વિચારવામાં આવે તો સર્વ જીવો સંબંધથી મુકાયેલા છે. આ પ્રમાણે શ્રી નેમિજિનના સુભાષિતોને સાંભળીને કૃષ્ણ વિચારે છે કે ગૃહાચારથી આનું ચિત્ત એવું વિરક્ત થયું છે કે ફક્ત અમે નહીં પણ દેવો પણ તેને પાછો વાળવા સમર્થ નથી. વીરપુરુષોને આ વ્રત (દીક્ષા) ઉચિત છે કાયરપુરુષોને દુષ્કર છે. (૩૫૯૩) આ પ્રમાણે વિચારતો મોહથી ભ્રાન્ત કરાયેલ છે વિવેક જેનો એવો કૃષ્ણ સમુદ્રવિજય રાજાની સાથે આકંદ કરવા લાગ્યો. પછી શિવાદેવી, યાદવો અને સર્વ અંતઃપુર તેવા દુઃખપૂર્વક પ્રલાપ કરે છે જેથી વૃક્ષો પણ રડ્યા. ભગવાન પણ સ્નેહની બેડીઓને તોડીને મોહસૈન્યનો પરાભવ કરીને સર્વને બોધ કરતા અને ત્યાગતા પોતાના ઘરે આવ્યા અને આ બાજુ દીક્ષા સમય પ્રાપ્ત થયો છે એમ જાણીને ત્યાં સારસ્વત આદિ સર્વ લોકાંતિક દેવો આવ્યા. (૩૫૯૭) ભગવાન પોતાનો દીક્ષા સમય સ્વંય જાણતા હોવા છતાં ભગવાનને બોધ કરવાનો અમારો અધિકાર છે એમ જાણી “સર્વ જગતના જીવોને હિતકારી એવું તીર્થ પ્રવર્તાવો.” એ પ્રમાણે લોકાંતિક દેવોએ ભગવાનને જણાવ્યું. દ્વારિકા નગરીના ત્રણાદિ રસ્તા પર અને સર્વ સ્થાનો પર દેવો અને યાદવો સુવર્ણના ઢગલાઓ કરે છે. શું ઇચ્છિત છે? એ પ્રમાણે વરવરિયા(વરવરિયા એટલે ઈચ્છિત વસ્તુનું દાન આપવા માટે કરાતી ઘોષણા. અથવા અભિષ્ટ વસ્તુ માંગવા માટે કરાતી ઘોષણા) ઘોષણા કરાઈ અને યાચકવર્ગને બહુવિધ રત્નો, વસ્ત્રો, હાથી તથા ઘોડાઓ અપાય છે. (૩૬૦૦) અને આ બાજુ રાજીમતી પોતાના ઘર સન્મુખ(તરફ) પાછા ફરતા નેમિને જોઇને તથા દીક્ષાના પરિણામને સાંભળીને કુહાડીથી કપાયેલી વેલડીની જેમ તથા ઈન્દ્ર મહોત્સવ પૂર્ણ થયા પછી ઇન્દ્ર સ્તંભની જેમ ધસ’ કરતી પૃથ્વી પર ઢળી પડી. વિકલ થયા છે સર્વ અંગો જેના એવી મૂચ્છિત થઈ. સખીઓ દોડે છે અને બીજાને દોડાવે છે તથા ચંદન રસોથી તથા શીતળ જળોથી સર્વ અંગને સિંચે છે પંખાઓથી વીંઝે છે કોઈક રીતે પ્રાપ્ત થઈ છે ચેતના જેને એવી તે તેવા પ્રકારના પ્રલાપને કરવા પ્રવૃત્ત થઈ જેનું કવિઓ પણ વર્ણન કરવા સમર્થ નથી અને કહે છે કે હે ભાગ્ય! તું જ જાણે છે કે આ જન્મમાં મારી ભોગની ઇચ્છા કોઈક પણ કર્મના વશથી ન થઈ હોત તો હું સુખી હતી અને તે કોઈના પણ સુખને ખરેખર સહન કરતો નથી. અતિ અભૂત વરની પ્રાપ્તિને ઉપસ્થિત કરાવીને પછી તે ક્ષુદ્ર! ખોટા ભોગ પિપાસાના અનર્થને ઉત્પન્ન કરીને હું તારા વડે આ પ્રમાણે વિડંબિત કરાઈ તેનાથી તારાવડે અહીં શું મેળવાયું? તે કહે અથવા મારા વડે તારો કોઈ મોટો અપરાધ કરાયો છે એમ હું માનું છું. નહીંતર આ પ્રકારના મોટા દુઃખને તું કેવી રીતે કરે? રાંકડાને રત્નનિધિની જેમ મને તે વર બતાવીને પછી નિર્દય મનવાળા આના (વિધિ) વડે આંખો ઉખેડી નંખાઇ. જે હું તેને પ્રથમથી ઉચિત ન હતી તો પછી તે શા માટે યોગ કરાવ્યો? હે નિવૃણ! જે યોગ કરાવ્યો તો પછી શા માટે એકાએક વિયોગ કરાવ્યો? (૩૬૧૦) આખો પ્રસારીને જ થાકી, પવનથી કાજલ લઈ જવાયું. દુષ્ટ કૃતાંતવડે મારા મનોરથ રૂપી વૃક્ષો નાશ કરાયા અથવા જગતમાં પોતાના સુખદુઃખો (પુણ્ય-પા૫)ને છોડીને બીજો કોઈ હેતુ નથી જેથી પૂર્વે પણ નિસ્પૃહ એવી મને ભોગોના સુખો કોનાવડે અપાયા હતા? તથા હમણાં પણ આ દુઃખો કોનાવડે અપાયા? રૂપથી 159 Page #177 -------------------------------------------------------------------------- ________________ ન અનુત્તર, ભુવનમાં અભ્યધિક ગુણોના સમૂહવાળા વરને સાંભળીને વિચાર્યા વગર એકાએક ભોગોમાં મનને કરતી એવી મારાવડે સ્વયં જ દુઃખો કરાયા છે પણ બીજા કોઇવડે નહીં. દેવીઓને પણ દુર્લભ એવો આ વર અમારા જેવીને કેવી રીતે સંભવે? આના વીતરાગપણાનો પણ મેં વિચાર ન કર્યો. (૩૬૧૫) અને કુબુધ્ધિઓના અવિચારિત કાર્યનું આ કેટલું માત્ર છે? (અર્થાત્ અવિચારિત કાર્યનું આ અલ્પફળ છે.) સ્વસ્થ આંખવાળો પણ વિચાર્યા વિના પ્રવૃત્તિ કરે તો પણ વિનિપાતને મેળવે છે. મારાવડે જન્માંતરમાં મોટું અશુભ કંઇક કાર્ય કરાયું છે જેથી પ્રમાણિત પુરુષોની પણ આવા પ્રકારની કીર્તિ (સ્થિતિ) થઇ. કૃષ્ણાદિ યાદવોની સમક્ષ પ્રથમ પરણવાનું સ્વીકારી પાછળથી નેમિપણ આવા પ્રકારનો વ્યવસાય કરે છે તો ત્યાં અમે શું કહીએ? જો પ્રથમ પરણવાનું કબુલ ન કરત તો આ દુઃખનો સમૂહ કોને થાત? પરંતુ મારે કોઇપણ રીતે આ દુઃખનો સમૂહ ભોગવવા યોગ્ય છે તેથી મારા કર્મનો દોષ છે પરંતુ જણાયા છે સર્વ ભાવો જેનાવડે એવા નેમિનો દોષ નથી કારણ કે મહાપુરુષોની પ્રવૃત્તિઓ પરિણામે અહિતકારી નથી અથવા હું આને સ્વપ્ન કે ઇન્દ્રજાળ અથવા મતિમોહ અથવા સુરમાયા કે કંઇપણ ન હોય એમ માનું છું. પરલોક વિશે બંધાયેલ છે લક્ષ્ય જેઓવડે, સુંદર છે હિત જેઓનું એવી જે કન્યાઓવડે હંમેશા સ્વપ્નમાં પણ પતિની પ્રાર્થના કરાઇ નથી તે કુલીન કન્યાઓને ધન્ય છે. પ્રિયના સંગથી જેઓ પાછા ફરેલા છે તેઓ દેવલોકથી પણ અધિક સુખને મેળવે છે અને જેઓવડે પ્રિયસંગ કરાયો છે તેઓને નરકથી પણ અધિક દુઃખ છે. આજે દેખાયો નથી, આજે ગુસ્સે થયો છે, સમ્યગ્ આલાપન કર્યું નથી, જોયું નથી, હસાયું નથી, ભાવપૂર્વક ક્રીડા કરાઇ નથી ઇત્યાદિ મહાચિંતાવાળા મૂઢ હૈયાવાળા, શૂન્યચેષ્ટાવાળા જીવોને નારકોની જેમ પ્રિયના સંગમાં અનંત દુઃખ થાય છે. (૩૬૨૫). આ પ્રમાણે બોલતી, રડતી, આંસુઓની ધારાઓથી સિંચતી બાહુલતિકાથી છાતીનું તાડન કરતી મુંઝાય છે. ફરી ફરી પણ પૃથ્વી પર પડે છે અને પોકારોને મૂકે છે, દૂર થયું છે ઉત્તરીય વસ્ત્ર જેનું, સરકી ગયું છે કટિવસ્ત્ર અને અંબોડો જેનો એવી રાજીમતી હારની આવલિઓને તોડે છે, વસ્રોને ફાડે છે, ચારે બાજુ આળોટે છે મણિવલયોને ફોડે છે, કેયૂરાદિને ફેંકે છે (૩૬૨૮) પડી ગયા છે કુંડલો જેના, શિથિલ થયો છે કંદોરો જેનો, પૃથ્વી પર વિખરાય ગયો છે ફુલોનો સમૂહ જેનો, હિમથી બળાયેલી કમલિનીની જેમ એકાએક કાંતિ વગરની થઇ. પછી સખીઓ વડે કહેવાઇ કે હે સુંદરી! રડ નહીં. વિષાદને છોડ, જે નિઃસ્નેહી, નિઃસ્પૃહ હોય તેની સાથે તારે શું પ્રયોજન છે? લોકવ્યવહારથી બાહ્ય રસને નહીં જાણનારો (સંસારના સુખને નહીં વિચારનારો) નિષુર,અદાક્ષિણ્ય, ગૃહવાસમાં ઉદ્વિગ્ન એવો તે હરણની જેમ વનવાસમાં રહે. હરિવંશમાં બીજા પણ લાખોની સંખ્યામાં શ્રેષ્ઠ રૂપ અને સૌભાગ્યવાળા, પરાક્રમ છે ધન જેઓનું એવા કળાઓમાં પારંગત, વાદી, ધીર, અનેક સેંકડો પ્રકારના યુદ્ધો કરવાથી ભુવનમાં વિખ્યાત ગુણમાં પ્રવર શાંબ પ્રદ્યુમ્ન વગેરે રાજકુમારો છે. તેમાંથી તને જે ગમે છે તેની સાથે માતા પિતા તને પરણાવશે. હે સુંદરી! પછી તારે અહીં રડવાથી શું? નહીં ઇચ્છતા એવા તેને તું સંકલ્પ માત્રથી અપાઇ છે તેથી તું કન્યા જ છે. સ્વપ્નમાં વરેલીઓ અકન્યાઓ થતી નથી સખીઓ આમ બોલે છતે રાજીમતી ગુસ્સે થઇ અને કહે છે કે હે સખીઓ ! જો-બીજો કોઇ આ પ્રમાણે બોલત તો હું સહન ન કરત. (૩૬૩૬) કારણ કે ભોજરાજાના ઘરમાં ઉત્પન્ન 160 Page #178 -------------------------------------------------------------------------- ________________ થયેલી સ્ત્રી સામાન્ય સ્ત્રીઓની જેમ શું આ પ્રમાણે અનુચિત કાર્યને આચરે? નેમિવર થયો છે એમ ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ છે. અન્ય વરને વરીને શું હું કુળને મશીનો કૂચડો ફેરવું? અને બીજું હાથીઓના સમૂહનો નાશ કરનાર સિંહને છોડીને શું સિંહણ શિયાળના ગૃહિણી શબ્દને વહન કરે? વિકસિત કુમુદને (કુમુદ - ચંદ્ર વિકાસીકમળ અને નલિન - સૂર્ય વિકાસીકમળ) ચંદ્ર સિવાય બીજો કોઇ કિરણોથી સ્પર્શ કરતો નથી. નલિની સૂર્યના દર્શન વિના વિકાસ પામતી નથી. તો જીતાયા છે ત્રણ ભુવન જેના વડે એવા નિર્મળ ગુણવાળા નેમિજિનવરને વરીને શું અન્ય બીજા કોઈ સામાન્ય પુરુષને કોઈપણ હિસાબે રાજીમતી વરે? (૩૬૪૧) પહેલાં પણ અનર્થના ફળવાળા ભોગોનું મારે કંઇપણ પ્રયોજન ન હતું. અને હમણાં તો વિશેષથી પ્રયોજન નથી કારણ કે નેમિનડે ભોગો છોડાયા છે તો તે ભોગોથી મારે શું પ્રયોજન છે. તેથી હે સખીઓ! સાંભળો બીજુ વિશેષ કહેવાથી શું? તે મહાભાગ જે કાર્યને આચરશે તેને હું આચરીશ. જો લગ્નમાં તેના હાથના સ્પર્શનું સુખ નથી મેળવાયું તો પણ વતદાન માટે તેનો જ હાથ મારા પર મુકાય. આ પ્રમાણે કરાઈ છે મહાપ્રતિજ્ઞા જેનાવડે એવી રાજીમતી પોતાને ક્યાંય પણ સ્થાપન કરીને સંસારના સ્વરૂપની ભાવના કરતી કાળને પસાર કરે છે. (૩૬૪૫). અને આ બાજુ ભુવનનાથ જેટલામાં દીક્ષા લેવા માટે દાન આપે છે તેટલામાં કૃષ્ણ, સમુદ્રવિજય, શિવાદેવી પ્રમુખ યદુવર્ગ દુઃખથી એવી રીતે રડે છે કે જેથી સર્વ સંગથી રહિત સકારુણ્ય ભાવવાળા મુનિઓને પણ ક્ષણભર દુઃખ ઉપજે. પોતાના ત્યાગના દુઃખથી દુર્બળ થયેલી દીન મુખવાળી, પ્રલાપ કરતી રાજીમતીને નેમિજન ઘણાં જનો પાસેથી સાંભળે છે અને તેના વડે મહા પ્રતિજ્ઞા કરાઈ છે તે પણ લોકો પાસેથી સાંભળે છે. તો પણ તેનું નિર્મળ મન નેહરૂપી કાદવથી ખરડાતું નથી ભવને મથન કરનારા નેમિનિન સંસારના સ્વરૂપને ભાવે છે જેમ કે- (૩૬૪૯) આ મારા માતાપિતા નથી. કૃષ્ણાદિ મારા સ્વજનો નથી, રાજીમતી મારી ભાર્યા નથી. પરંતુ આ બાનાથી મારા મનને સુભિત કરી ચારિત્રરાજાના સૈન્યમાં મારો પ્રવેશ અટકાવવા માટે આ મોહરાજાના સૈન્યનો વિલાસ છે. નહીંતર માતા પિતાને પુત્રનો કે પરનો અથવા શો ભેદ છે? સેવા કરાયેલો પર પણ પુત્ર જ થાય છે અને નહીં સેવા કરાયેલો પુત્ર પણ વૈરી થાય છે. પોતાનો પુત્ર પણ માતાપિતાનું જરા અને મરણથી શરણ કરી શકતો નથી. જ્યારે ઉપચરિત (સેવા કરાયેલા) ઇતર પણ કોળીયાદિને આપે છે. સ્વજનો પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય ત્યાં સુધી ગાઢ સંબંધ રાખે છે તે સ્વાર્થ વિલીન થયે છતે સર્વ સ્વજનો પણ ક્ષણથી દૂર થાય છે. જો હું સર્વ પ્રકારોથી અહીં તે મોહના સૈન્યને ન હંકારુ ત્યાં સુધી મારા કાર્યમાં સહાય કરનારા ભલે ઉદાસીન (દિલગીર) રહે અને મોહના બળથી જ ચલિત વિવેકવાળી રાજીમતી પણ ભલે પ્રલાપ કરે. પણ તે મોહ દૂર ગયે છતે મારા આચરણનું બહુમાન કરશે. અને આ અનાદિ સંસાર રૂપી સાગરમાં આ હંમેશનો વ્યવહાર છે મોહના બળથી રુંધાયેલા જીવો ચારિત્ર રાજાના સૈન્યમાં પ્રવેશ માત્રને પામતા નથી અને તેની ચારિત્રરાજની પ્રવૃત્તિને પણ જાણતા નથી. (૩૬૫૭) તેની પ્રવૃત્તિ સંભળાવે છતે તેનો દ્વેષ કરે છે. પછી કોઈપણ રીતે તે મોહસૈન્ય હણાયે છતે તે ભવમાં કોઈક વિરલ આત્માઓ કંઈક પણ ચારિત્રરાજાના સૈન્યને પ્રાપ્ત કરે છે 161 Page #179 -------------------------------------------------------------------------- ________________ અને ચારિત્રરાજ સૈન્યની સહાયથી ફરીથી તે મોહનું સૈન્ય હણાયે છતે જીવોવડે પછી ઉત્તરોત્તર પ્રધાન ગુણવાળા સુભટનો સંસર્ગ પ્રાપ્ત કરાય છે. ધનજન્મથી પછી કે ધનજન્મથી પૂર્વે હું અહીં ઉદાહરણ છું. હવે હમણાં અહીં તે ચારિત્રરાજાના સૈન્યના પ્રધાન ગુણવાળા સુભટનો સંગમ પ્રાપ્ત કરાયો છે જેના વડે એવો હું અનર્થ કરનાર મોહચટના બળવાન સૈન્યનો નાશ કરું. આ પ્રમાણે ભવભાવના રૂપી વજના પાંજરામાં રહેલા નેમિને મિત્ર-સ્વજન-ભાર્યામાતા-પિતાના બાનાથી મોહવડે મોકલાયેલ સ્નેહ પાશો આક્રમણ કરતા નથી ત્યારે નેમિ માતાપિતાને તથા યાદવવંગથી યુક્ત કૃષ્ણને મોહના વિગુણપણાને કહે છે. સંસાર દુઃખના ફળવાળો છે. સંસાર દુઃખના હેતુવાળો છે, સંસાર દુઃખના સ્વરૂપવાળો છે, આવા સંસારના સ્વરૂપને જણાવે છે અને ચારિત્રધર્મપક્ષના સગુણપણાને જણાવે છે. (૩૬૬૫) પછી કમથી માતાપિતા ભાઈ-કૃષ્ણથી યુક્ત સમગ્ર યાદવોને પ્રતિબોધીને શુભ મનવાળા ધર્મની અભિમુખ કરાયા. પછી એક કરોડ અને સંપૂર્ણ આઠ લાખ સુવર્ણ પ્રતિદિન લોકોને ઇચ્છા મુજબ દાન આપે છે. આ પ્રમાણે એક વરસમાં ત્રણશો અઠ્યાસી કોડ અને એંશી લાખ સોનૈયા અપાયા. પછી આસનકંપથી નેમિ જિણંદના દીક્ષા સમયને જાણીને સર્વ દેવેન્દ્રો સર્વ રિદ્ધિથી આવ્યા. પછી તુષ્ટ થયેલ ભવનપતિ વાણવ્યંતર અને જયોતિષીના અસંખ્ય કોડ દેવ દેવીઓ તેઓની સાથે આવે છે. પછી દ્વારીકા નગરીથી આરંભ કરીને દેવીઓ સહિત, વિમાનો સહિત દેવોવડે સર્વ આકાશ ભરાયું. પછી ગગનમાં ઉદ્યોત જોઈને, દ્વારિકા નગરીનો ઊધ્વ મુખવાળો લોક આવતા સુરવરના સમૂહોને જુએ છે. પછી સુરવરો આખી નગરીમાં પંચવર્ણવાળા કુસુમોની વૃષ્ટિને તથા સુગંધી જળની વૃષ્ટિને તથા રત્નોની વૃષ્ટિને કરે છે. (૩૬૭૩) પછી વિસ્મિત હૈયાવાળા લોકોના જોતા જિનેશ્વરના ઘરે દેવોથી સહિત બત્રીશ ઇન્દ્રો (0) ગયા અને ત્યાં વિવિધ પ્રકારના ગંધોદક-કુસુમ અને રત્નોના સમૂહનો વરસાદ કરીને જિણવરિંદને નમે છે અને શ્રેષ્ઠ સ્તોત્રોથી સ્તવના કરે છે. આ શું? એ પ્રમાણે વિસ્મિત મનવાળો કૃષ્ણ પ્રમુખ યાદવ વર્ગ સર્વ ત્યાં મળે છે. પછી શકેન્દ્ર સમુદ્રવિજયની અને શિવાદેવીની પણ સ્તવના કરે છે અને મધુરવાણીથી ઉપબૃહણા કરે છે તથા શ્રેષ્ઠ યાદવ ગણથી યુકત કૃષ્ણને કહે છે કે તું ધન્ય છે અને આ હરિવંશ પ્રશંસનીય છે અને રાજા સમુદ્રવિજય તથા શિવાદેવી વંદનીય છે કે જેઓને ત્રણ લોકમાં સૂર્ય સમાન, જીતાયેલ છે ત્રણ ભુવન જેના વડે એવો કામદેવ પણ જે મહાત્મા વડે બળાત્કારે હણાયો છે તેવો કુમાર પણ જેઓનો પુત્ર થયો છે. ઇન્દ્રોવડે નમાયેલ છે પગરૂપી કમળો જેના, ભરતવાસના ભુવનતળનું આભૂષણ એવા નેમિ જિનેશ્વર બાવીશમાં તીર્થકર થશે. (૩૬૮૦) આ પ્રમાણે સુર-અસુર સહિત ઈન્દ્રોના વચનથી પ્રતિબોધ થઈ તુષ્ટ થયેલા સર્વ યાદવો તથા દેવો જિનેશ્વરના દીક્ષા મહોત્સવને કરે છે. પછી નેમિજિનેશ્વરને સિંહાસન પર સ્થાપીને મણિ અને રત્નોથી નિર્મિત એક હજાર અને આઠ કળશો વડે સુગંધી જળથી સ્નાન કરાવે છે. પછી પ્રમાર્જન કરીને દિવ્યવિલેપનથી વિલિપ્ત કરાયું છે સર્વ શરીર જેનું, દેવોવડે લવાયેલ અમૂલ્ય એવા બે શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરાયા છે (૪૦) ઇન્દ્રો ચોસઠ છે. ભવનપતિ ૨૦, વ્યંતર ૧૬, વાણ બંતર ૧૬, જયોતિષ-૨, વૈમાનિક-૧૦. પરંતુ અહીં વ્યંતર અને વાણ વ્યંતરના ઇન્દ્રો ભુવનપતિમાં અંતર્ગત કર્યા હોવાથી ૩૨ની વિવક્ષા કહી છે. 162 Page #180 -------------------------------------------------------------------------- ________________ જેનાવડે, કલ્પવૃક્ષના કુલો તેમ જ દિવ્ય આભરણોથી ભૂષિત કરાયું છે શરીર જેનું, કંઠથી ચરણ સુધી લટકતી છે શ્રેષ્ઠ રત્નોની વનમાળા જેની એવા નેમિજિન યાદવો અને દેવોવડે કરાયેલ રત્નમય ઉત્તરકુરુ નામની શિબિકામાં આરોહણ કરીને દિવ્ય રત્ન સિંહાસન પર બેસે છે અને સૌધર્મ તથા ઇશાન ઇન્દ્રો બંને બાજુથી ચામરો વીંઝે છે. (૩૬૮૬) સનતકુમાર છત્રને, માહેન્દ્ર શ્રેષ્ઠ ખગને, બ્રહ્માધિપતિ શ્રેષ્ઠ દર્પણને પ્રયત્નથી ગ્રહણ કરે છે. લાંતક કળશને, મહાશુક્ર સ્વસ્તિકને, સહસાર શ્રેષ્ઠ ધનુષ્યને ગ્રહણ કરે છે, પ્રાણતેન્દ્ર શ્રી વત્સને અને અય્યતેન્દ્ર શ્રેષ્ઠ નંદાવર્તને બાકીના ઈન્દ્રો બાકીના મંગળોને ગ્રહણ કરે છે. દેવીઓ જિનેશ્વરની આગળ નૃત્ય કરે છે. પછી દેવોવડે નંદીવાજિંત્રો ચારે બાજુ વગાડા છો, એક હજાર યાદવ રાજાઓથી તે શિબિકા ઉપાડાઈ. પછી તુષ્ટ મનવાળા દેવોના સમૂહો શિબિકાને વહન કરે છે. આગળ દુંદુભિ વાગે છે અને દેવો નાટક કરે છે. પ્રહર્ષિત હૈયાવાળી અપ્સરાઓ નૃત્ય કરે છે, શોકથી દુઃખી થયેલી રુકિમણી-શિવાદેવી પ્રમુખ યાદવીઓ રડે છે, શ્રેષ્ઠ હાથીઓ પર આરૂઢ થયેલા કૃષ્ણ અને સમુદ્રવિજયાદિ રાજાઓ તથા રથ અને અશ્વોપર આરૂઢ થયેલા કોડો યાદવો જાય છે. નેમિને ચારેય બાજુથી વીંટીને દેવો નિરંતર કરાયેલ છે ઉદ્યોત જેમાં એવા આકાશતળને વિમાનોથી ઢાંકે છે. (૩૬૯૪) ગંધોદકથી પૃથ્વીતળને સિંચે છે અને આકાશતળમાંથી શ્રેષ્ઠ સુગંધી કુસુમવૃષ્ટિને મૂકે છે તથા પ્રહૃષ્ટમનવાળા દેવો પગલે પગલે બંદિની જેમ શ્રી નેમિજિનના ગુણ સમૂહને ભક્તિ (પ્રીતિ) થી ગાય છે. વિવિધ અભિપ્રાયોથી દેવીઓ વડે તથા કરાયેલી છે વિવિધ સંકથાઓ જેઓ વડે એવી યાદવીઓથી બતાવાતો અને અભિલાષ કરાતો, કહેવાતો છે ગુણોનો સમૂહ જેનો અને પ્રશંસા કરાતો એવો નેમિ સહસામ્રવન ઉદ્યાનમાં પહોંચ્યો. છઠના તપથી શુદ્ધ અધ્યવસાયથી, વિશુદ્ધ થતી વેશ્યાઓથી ઉત્તરકુરુ શિબિકાથી ઉપર કરાયા છે ભુજદંડો જેઓ વડે એવા ઇન્દ્રો અને રાજાઓ વડે સ્તવના કરાતો શ્રી નેમિજિનેશ્વર નીચે ઉતરે છે. (૩૬૯૯) પછી પ્રભુ અલંકારો ઊતારે છે, કેન્દ્ર તે અલંકારો કૃષ્ણને અર્પણ કરે છે અને પછી સ્વયં પંચમુષ્ટિથી લોચ કરે છે. શક તે વાળને ગ્રહણ કરીને જિનેશ્વરને જણાવીને પરમ બહુમાનને પ્રાપ્ત થયેલો ક્ષીર સમુદ્રમાં વિસર્જન કરે છે. જ્યારે જિનેશ્વર દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે ત્યારે કેન્દ્રવડે દેવદુભિનો નિર્દોષ શાંત કરાયે છતે શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હોતે છતે એક હજાર શ્રેષ્ઠ રાજપુત્રોની સાથે પ્રભુએ દીક્ષા લીધી. (૩૭૦૩) પછી સિદ્ધોને નમસ્કાર કરીને, મારે સર્વ પાપ અકરણીય છે એ પ્રમાણે ચારિત્રને - સ્વીકારે છે પછી ચારિત્રથી સહિત એવા પ્રભુને મનચિંતિત અર્થને પ્રગટ કરનારું મનુષ્યક્ષેત્રથી સીમિત એવું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું કારણ કે આ અવસ્થિત (નિયત) ભાવ છે કે તીર્થકરો ગૃહસ્થાવાસમાં ત્રણ જ્ઞાનથી યુક્ત હોય છે અને ચારિત્રનો સ્વીકાર કર્યા પછી જ્યાં સુધી છદ્મસ્થ હોય ત્યાં સુધી ચાર જ્ઞાનવાળા હોય છે.(૩૭૦૬) : આમ દિવસના પૂર્વ ભાગમાં દીક્ષા મહોત્સવને જોઈને લોક જાદવોની સાથે ગયો. કેન્દ્ર અને દેવો સ્વસ્થાને જાય છે. કાઉસ્સગ્નમાં રહેલા પ્રભુ નિશ્ચલ ધ્યાનથી તે દિવસ રાત્રી પસાર ' કરીને બીજા દિવસે દ્વારિકા નગરીમાં વરદિન્ન બ્રાહ્મણને ઘરે પરમાનથી પારણું કરે છે અને ત્યાં પાંચ દિવ્યો પ્રકટ થાય છે દેવો સાડાબાર ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરે છે તથા કુસુમ વૃષ્ટિ તથા 163 Page #181 -------------------------------------------------------------------------- ________________ ગંધોદક અને રત્નની વૃષ્ટિ કરે છે. દુંદુભિ વગાડે છે, વસ્ત્રોના છેડાઓથી વીંઝે છે અને હર્ષિત થયેલા દેવો ‘અહોદાને અહોદાન’ એ પ્રમાણે સતત ઘોષણા કરે છે. પછી ઘાતિકર્મ રૂપી વનને તારૂપી અગ્નિથી બાળતા ભગવાન આર્ય તેમજ અનાર્ય દેશોમાં વિચરે છે. (૩૭૧૨). અને આ બાજુ નેમિનાથ ભગવાનનો નાનો ભાઈ રથનેમિ કામબાણથી શલ્પિત અંગવાળો રાજીમતીના રૂપમાં ભાન ભૂલેલો અપૂર્વ વસ્તુઓના દાનાદિથી તથા ફળોને મોકલીને એવો વ્યવહાર કરે છે કે તેના ભાવને નહીં જાણતી રામતી પણ તે વસ્તુઓનો સ્વીકાર કરે છે. આ મારો દિયર નેમિનાથના સ્નેહથી મારી ભક્તિ કરે છે એ પ્રમાણે શુદ્ધમનવાળી અવિકારી તેની ભક્તિને સ્વીકારે છે. કિલષ્ટ ચિત્તપણાથી રથનેમિને એવો પરિણામ ઉત્પન્ન થાય છે કે આ મને ચાહે છે તેથી મારી ભક્તિનો સ્વીકાર કરે છે. આ પ્રમાણે ભાવના કરતો તેની પાસે જાય છે અને ભાભીના બાનાથી દુષ્ટચિત્તવાળો રથનેમિ તેનો નિત્ય પરિહાસ કરે છે. - હવે કોઈક દિવસે કામથી પીડિત એવા તેણે રાજીમતીને એકાંતમાં જોઈને તંબોલાદિ આપીને મર્યાદા મૂકીને કહ્યું કે હે સુંદરી! હું તારી સાથે પરણીશ. આ યૌવનને તું નિષ્ફળ કેમ કરે છે ?તું સ્ત્રી રત્ન છે તો પણ અહીં કોઈક રીતે મારા મૂર્ખ ભાઈ વડે તું ત્યાગ કરાઈ છે. તે પણ ભોગોથી ઠગાયો છે. પરતું શું નષ્ટ થયું છે? તારો આજ્ઞાકારી એવો હું પોતે છતે મારી સાથે લાંબો સમય સુધી વિપુલ ભોગોને ભોગવ, માતા મરે છતે ઉત્સુકોથી શું કંઈ પણ મેળવાતું નથી? પછી કામથી શલ્પિત રથનેમિના આવા વચનો સાંભળીને તેનો દુષ્ટભાવ રાજીમતી વડે જણાયો તેથી શુધ્ધ ધર્મમાં કુશળ રાજમતી તેને દેશનાદિથી પ્રતિબોધ કરે છે તો પણ આ પોતાના દુષ્ટ અધ્યવસાયથી કોઈપણ રીતે વિરામ પામતો નથી. અન્ય દિવસે રાજીમતી ગળા સુધી દૂધ પીએ છે પછી ઊલટી કરવા માટે મદનફળાદિ પીને ત્યાં આવેલા રથનેમિને કહે છે કે થાળ અને સુવર્ણમય કચોળા (વાટકા) ને લઈ આવ ને તેના વડે લવાયે છતે સમગ્ર પણ દૂધને વમે છે. પછી તેને ઉદ્દેશી ને કહે છે કે તું આ સર્વનું પાન કર. તે પણ કહે છે કે હે સુતનુ! શું હું કૂતરો છું? જેથી કરીને આ ઊલટીને પીવું? પછી રામતી પણ કહે છે કે આ ઊલટી ન પીવાય તેમ તું જાણે છે ? ત્યારે રથનેમિ કહે છે કે ફક્ત હું નહીં પણ બાળકો પણ જાણે છે કે આને ન પીવાય પછી રાજીમતી કહે છે કે જો એ પ્રમાણે છે તો હું પણ જગતપ્રભુ એવા નેમિ જિનવડે વમન કરાઈ છું તેમ તું જાણતો હોવા છતાં કેમ પીવાને ઈચ્છે છે? જે હું દોષોની ઘર છું એમ જાણીને તેનાવડે ત્યાગ કરાયેલી એવી હું ગુણોનું સ્થાન છું એવી પરિણતિ હે સુંદર! તને કેમ લદીથી થઈ? સ્ત્રીઓ ખરેખર શારીરિક, માનસિક દુઃખોનું કારણ છે તેથી હિતૈષીઓએ દૂરથી જ તેનો ત્યાગ કરવો જોઈએ. અશુચિઓથી ભરેલી, સુવર્ણના ઢાંકણાવાળી, શ્રેષ્ઠ સુવર્ણની કોઠીઓની જેમ બહારથી સફાઈ કરેલી હોવાથી સુંદર અને અંદરથી અસાર એવી સ્ત્રીઓને વિશે પ્રભાતના દીપકની શિખાની જેમ અંદરના નિઃસ્નેહત્વને નહીં જાણતો લોક આકાર (રૂપ)થી જ મુંઝાય છે. વિદ્યુતની જેમ ચંચળ, ક્ષણમાં જોવાયેલ અને નાશ પામેલ રાગવાળી પ્રાયઃ નદીઓની જેમ નીચાણ તરફ વહેનારી, ચુડેલની જેમ સંતાપને કરનારી, ત્યાગ નહીં કરનારાઓને મોક્ષરૂપી મહાપુરના દરવાજા માટે અર્ગલા સમાન, નરકના માર્ગ સમાન એવી સ્ત્રીઓના મુખમાં મધ વસે છે, પરંતુ ચિત્તમાં વિષ છે. કોઈપણ રીતે પુણોથી 164 Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થયેલ અને ભોગવાયેલ એવા મનુષ્યોના વિવેક રૂપી પરમાન્સને ક્ષણથી મધમાખીઓના મીણની ગોળીઓની જેમ વમન કરાવે છે. માયાનું ઘર, વિદ્વાનોને પણ દુર્લક્ષ્ય, અગ્રાહ્ય હૈયાવાળી; સેવા કરાયેલી એવી પણ વિફરે છે અને નહીં સેવા કરાયેલી પણ સંબંધ જાળવનારી (સીધી ચાલનારી) છે. (૩૭૩૭) આ પ્રમાણે સર્વપણ સ્ત્રીઓ દોષરૂપી સાપોને માટે કરંડિયા સમાન છે. જે હું દોષમય જ છું એમ જાણીને જાણેલા છે સંપૂર્ણ ભુવનના ભાવો જેણે એવા શ્રી નેમિનાથ વડે હું હમણાં ત્યાગ કરાઈ છું. તેથી પોતાના ભાઈ એવા તેના વડે ત્યાગ કરાયેલી એવી મને તું કેમ ઈચ્છે છે? તેથી હે મહાયશ! તે ધીર પુરુષના જ માર્ગને અનુસર અને સામાન્ય લોકથી આચરિત દુર્ગતિના કારણોનો ત્યાગ કર. ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન જેને એવો તે જ મહાભાગ જે કહેશે તેને હું કરીશ મારી મતિ અને ગતિ તે (નેમનાથ) જ છે બીજો નહીં. ભોગોને વિશે તેનું દઢ નિરીહપણું જાણીને મુંગો થયેલો રથનેમિ પોતાને ઘરે ગયો. (૩૭૪૨) અહો! એક કુક્ષિમાં જન્મ થયેલ મનુષ્યોનું અંતર જુઓ! એક મોક્ષમાર્ગની સાધના કરે છે અને બીજે નિરર્થક ઉદ્યમ કરે છે અથવા એક બીજમાંથી ઉત્પન્ન થયેલો પણ અંકુરો ઊર્ધ્વ જાય છે અને મૂળ નીચે જાય છે. વસ્તુનો પરિણામ વિષમ છે. આ પ્રમાણે ચિંતન કરતી રાજમતી નેમિના નિર્મળ ગુણોને વિશે દઢતર અનુરાગવાળી તથા સંવેગવાળી થઈ દિવસોને પસાર કરે છે. નિઃસંગ. નિર્મમ, નિરાશંસ, અકષાય, અવિષાદ, અકિંચન, અચલ શુભભાવ, ઉપસર્ગોથી અક્ષોભ, અશઠ, અમદ, અમત્સર, અભય, અવિકાર અને અનાળસુ, નિરુપમગુણોથી અલંકૃત પ્રતિદિન ઘનઘાતિ કર્મરૂપી પર્વતનું ચૂર્ણ કરતા એવા નેમિનાથ ભગવાન ચોપન દિવસ સુધી અપ્રતિબદ્ધ પૃથ્વીતળ પર વિચરે છે. ધ્યાન અને તારૂપી વજથી સર્વઘાતિ કર્મો ક્ષીણ થયે છતે વિહાર કરતા અનુક્રમથી ઉજજયંત પર્વતના શિખર પર સહસામ્રવન ઉદ્યાનમાં પધાર્યા ત્યારે અઠ્ઠમના તપથી આસો વદ અમાસના દિવસે પૂર્વ ભાગમાં, અપ્રતિહત, અનુત્તર, અપ્રતિપાતી, અનંત પરિમાણવાળું, લોકાલોકને પ્રગટ કરનારું એવું કેવળજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થયું. (૩૭૫૧) ચલિત થયું છે આસન જેનું એવા સર્વે ઈન્દ્રો અસંખ્ય દેવ-દેવીઓની સાથે ત્યાં આવ્યા. એક યોજન પ્રમાણ ભૂમિને વાયુથી શુદ્ધ કરે છે. ગંધોદકની વૃષ્ટિથી સર્વ પણ રજને શમાવે છે. પંચવર્ણ પુષ્પોના સમૂહથી કુસુમવૃષ્ટિ કરે છે. પછી મધ્યભાગમાં કેવળરત્નમય ગઢ વૈમાનિક દેવો રચે છે. જ્યોતિષી દેવો સુવર્ણમય બીજા ગઢની રચના કરે છે. ભવનપતિ દેવો રુખમય ત્રીજા ગઢને બનાવે છે. સર્વથી બહાર ચારેય દિશામાં મણિ સુવર્ણ રત્નોથી વિચિત્ર તોરણોને બનાવે છે. મણિરત્ન અને મણિસુવર્ણ મય કાંગરા બનાવે છે. સર્વરત્નમય દરવાજા, સર્વરત્નમય પતાકા અને ઈન્દ્ર ધ્વજ તથા ક્યાંક સુવર્ણમય ક્યાંક મણિરત્નમય પુતળી અને મગરના મુખાદિ વાળા ચાર છત્રો બનાવે છે. (૩૭૫૮) રત્નમય પીઠની ઉપર મણિમય પીઠ પર ચાર રત્નમય સિંહાસનો કરે છે અને અશોકવૃક્ષ અને પછી ચારેય બાજુથી કાલાગરુ કુંદરુકાદિના ગંધથી મનોહર ધૂપદાનીઓ વિદુર્વે છે. ચૈત્યવૃક્ષ, પીઠ છંદક, આસન, છત્ર તથા ચામરો તથા અન્ય જે કરવા યોગ્ય હતું તે બધું વાણવ્યંતર દેવો કરે છે. પછી તે સમવસરણમાં દેવો વડે રચાયેલ નવ સુવર્ણ કમળમાંથી બે ઉપર પગને મૂકતા પ્રભુ પૂર્વના દ્વારથી પ્રદક્ષિણા કરીને તથા તીર્થને નમીને પૂર્વ દિશામાં સ્થાપન કરાયેલ સિંહાસન ઉપર નેમિજિન પૂર્વાભિમુખ બેસે છે. તીર્થકરના 165 Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવથી બાકીની ત્રણ દિશામાં તેને અનુરૂપ ત્રણ રત્નમય પ્રતિબિંબો દેવો વડે સ્થપાયા. (૩૭૬૪) પછી પ્રકર્ષ હર્ષિત મનવાળા બત્રીશ ઈન્દ્રો દેવોની સાથે આશ્ચર્યભૂત શ્રેષ્ઠ નાટકો કરે છે, ગંધોદક વાસથી વરસે છે. રત્નાવૃષ્ટિઓ કરે છે સિંહનાદ કરે છે અને હાથીના ગર્જરવને કરે છે. ચારે તરફ પડઘાથી પૂરાયેલી છે દિશાઓ જેના વડે એવી દુંદુભિ વાગે છે. બંદિની જેમ છડી પોકારે છે. ઘણાં ગંભીર સ્તોત્રોથી સ્તવના કરે છે.ઉદ્યોદિત કરાયા છે દિશાના વલયો જેઓ વડે, ઉન્મુખ કરાયું છે સર્વ પૃથ્વીવલય જેઓ વડે એવા દેવો સર્વ ગગનળને પૂરતા કૂદે છે અને નીચે ઊતરે છે. પછી દ્વારિકામાં યાદવોને કેવળજ્ઞાન મહોત્સવની ખબર પડી. પછી તુષ્ટ થયેલો કૃષ્ણ પ્રયાણ સામગ્રી તૈયાર કરવાનો આદેશ કરે છે. ધારણ કરાયું છે ધવલ છત્ર જેના ઉપર, ઐરાવણ સમાન શ્રેષ્ઠ હાથી પર આરૂઢ થયેલ, સમુદ્રવિજય અને બળદેવથી સહિત, સાઈઠ હજાર દુદૉત કુમારોથી સહિત, એકવીશ હજાર વીરોથી સહિત, સોળહજાર રાજાઓથી સહિત, લાખો હાથી ઘોડા અને રથોથી સહિત, અડતાલીશ કોડ સુભટોથી સહિત, આવા સમૂહથી યુક્ત શ્રીકૃષ્ણ ચાલે છે. શિવાદેવી-રોહિણી-મિણી અને સર્વ અંતઃપુર તથા રાજમતી વગેરે સર્વ સ્ત્રીઓ અને યાદવીઓ સ્તોત્રોથી મિશ્ર એવા દુંદુભિના શબ્દને સાંભળે છે અને ક્રમથી દેવસમૂહોની સહિત ત્રણ ગઢને જુએ છે. સો યોજનથી અધિક ઇન્દ્રધ્વજને તથા ભગવાનની ઉપર ભગવાનના શરીરથી બાર ગણા ઊંચા અશોકવૃક્ષને જુએ છે.(૩૭૭૫) પ્રભુની ઉપર ચંદ્રના કિરણના સમૂહ જેવું નિર્મળ મોટું લટકતું મોતીનું અવસૂલ છે જેમાં એવા ત્રણ શ્વેત છત્ર સ્થાપન કરાયા. આ પ્રમાણે ક્રમશઃ જિનઝદ્ધિને જોતા હર્ષથી ભરેલા તેઓના અંગો શરીરમાં માતા નથી તથા ત્રણ ભુવનમાં પણ માતા નથી. પછી દૂરથી જ કૃષ્ણ હાથીના સ્કંધપરથી ઊતરે છે અને મુકુટ, છત્ર, તલવાર, તંબોલ અને પાદુકા અને બીજા ખગાદિ શસ્ત્રો અને સર્વ સચિત્તનો ત્યાગ કરે છે અને બાકીના રાજાઓ પણ આ પ્રમાણે કરે છે. (૩૭૭૯) હારથી શોભતું છે વક્ષસ્થળ જેનું, જુદા જુદા આભરણોથી ભૂષિત છે શરીર જેનું, બે પીળા વસ્ત્રથી યુક્ત, પરિવારથી યુક્ત, મસ્તક પર મૂકાયેલ છે અંજલિપુટ જેનાવડે, એકાગ્ર મનવાળો, જય જય એ પ્રમાણે બોલતો ભક્તિના સમૂહથી ભરાયેલ છે શરીર જેનું, આનંદિત થયેલો એવો તે કૃષ્ણ સમોવસરણમાં પ્રવેશે છે. (૩૭૮૧) પૂર્વે વર્ણન કરાયેલ સ્વરૂપવાળા સિંહાસન ઉપર બેઠેલા, ખેચર-મનુષ્ય-દેવોની સભાની મધ્યમાં કાંતિથી દીપ્તા પુનમના ચંદ્ર જેવા મુખવાળા, વિશાળ કાન સુધી પહોંચેલ છે શ્વેત નયન જેના, શરીરમાંથી નીકળેલ પ્રચંડ તેજને ભામંડલ વડે જીતીને સુકર કરાયેલ છે તેજ જેનું, અર્ગલા (આગળિયા) જેવું સરલ છે ભુજદંડ. જેનું, શ્રી વત્સથી અલંકૃત છે વિશાળ વક્ષસ્થળ જેનું, દસ ધનુષ્ય ઊંચું છે શરીર જેનું, આનંદિત કરાયો છે સકલ તૈલોક્ય જેનાવડે એવા નેમિનિને પરિવાર સહિત કૃષ્ણ જેટલામાં જુએ છે તેટલામાં હર્ષથી પુલકિત અંગવાળો, નિશ્ચયથી સુકૃતાર્થ કરાયો છે પોતાનો જન્મ જેનાવડે, ત્રણ પ્રદક્ષિણા કરીને ભૂમંડલ પર મુકાયા છે જાન હાથ અને મસ્તક જેનાવડે, જોડાયો છે અંજલિપુટ જેનાવડે, નિરુપમ સ્કુરાયમાન થયો છે સંવેગ જેનો તથા ઇન્દ્રવડે ઘોંઘાટ અટકાવાયે છત, દેવો એકાગ્રમનવાળા થયે છતે સમગ્ર યાદવ વર્ગ ઉપયોગ પૂર્વક સાંભળે છતે કુતૂહલાદિના કારણે શેષ સભા પણ શ્રવણમાં એકાગ્ર થયે છતે, પોતાની શક્તિથી અને ભક્તિથી પ્રેરાયેલા 166 Page #184 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ સ્તવના કરવાની શરૂઆત કરી. (૩૭૮૮) તે આ પ્રમાણે ભવરૂપી સમુદ્રની દુઃખલહરીઓમાં નાખનાર મોહથી સંત્રાસિત, નિષ્કરુણ, વિષય-કષાય પિશાચોથી ગ્રસાયેલ, રાગ, રોષથી સંતપ્ત, નાશ નથી થયા જરા અને મરણ જેના એવો હું હે નેમિજિન! હે ઇન્દ્રિયને દમનારા મુનીન્દ્ર તારી પાસે આવ્યો છું, તારું શરણ થાઓ. (૩૭૮૯) બે વિશુદ્ધ પાંખવાળો હંસ જેમ વિમલ સરોવરમાં વસે છે તેમ હે પ્રભુ! માતા અને પિતા બંને પક્ષ શુદ્ધ છે જેના એવો તું જેના વિમલસરોવર જેવા નિર્મળ ઉદરમાં વસ્યો તે શિવાદેવીને નમસ્કાર થાઓ. પવિત્ર કરાયું છે ત્રણ ભુવન જેનાવડે, ગુણોનો ભંડાર એવો તું જેનો પુત્ર થયો છે તે શ્રી સમુદ્રવિજય પૃથ્વીપર ચિરકાળ સુધી વિજયી થાઓ. (૩૭૯૦) વળી તમારું મુખકમળ પુનમના ચંદ્ર જેવું છે, તમારી બે સફેદ આંખો કમળના પાંદડા જેવી દીધું છે, તમારી મરકતામણિ જેવી નિર્મળ છાતી સુખદાયક છે. હે પ્રભુ! તમારી ભુજાઓ નગરના દરવાજાની અર્ગલા સમાન શોભે છે. (૩૭૯૧) ડાબી ભુજાના અગ્રભાગ પર લાગેલા વાસુદેવને ધરીને જે ડોલાવે છે અને તેવા વાસુદેવના હે પ્રભુ! તમે પતિ છો એમાં અમને આશ્ચર્ય લાગતું નથી. જે આંગળીઓથી ત્રણ પણ ભુવનને તોલે છે અને તણખલાની જેમ ફેકે છે તેની કોણ પ્રશંસા કરી શકે? (૩૭૯૨) આ તરુણપણામાં કોણ કામદેવને ઉખેડે? સુરુપ, સ્નેહાળ સ્ત્રી રત્નને કોણ છોડે? રાજ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરીને ભોગવ્યા વિના કોણ છોડે? તથા પર્વત પર ચઢવા સમાન વ્રતને કોણ ગ્રહણ કરે? (૩૭૯૩) શ્રી ઉજ્જયંત મહાગિરિ પર પ્રાપ્ત કરાયો છે ઉદય જેના વડે, કેવળજ્ઞાન રૂપી કિરણોથી કદર્શિત કરાયો છે મોહરૂપી મહા અંધકાર જેના વડે, શિવરૂપી દ્વીપાંતરમાં જવામાં અસ્ત નહીં પામેલા અપૂર્વ સૂર્ય જેવા એવા હે નેમિ! તારા ચરણને હું નમસ્કાર કરું છું. (૩૭૯૪) દેવ સમૂહથી સંસ્તવ કરાયેલા ચંદ્ર જેવા નિર્મળ, ત્રણ ભુવનમાં લોકોના મનને હરણ કરનારા, નાશ કરાયો છે પાપ મળ જેનાવડે, બીજાઓ વડે સ્વપ્નમાં પણ નથી પ્રાપ્ત કરાયો સંગમ એવા હે પ્રભુ! તારા નિરુપમ અનંતગુણની સેવા કરનારો થાઉં.(૩૭૯૫) હે ત્રિભુવન લક્ષ્મી તિલક! હે દયાનિલય! હે શ્રી નેમિપ્રભુ! ભયંકર ભવરૂપી અટવીમાં ભ્રમણ કરવાથી ચિરકાલથી સંતાપિત, કોઈક રીતે પ્રાપ્ત થયો છે તારા ચરણ રૂપી કલ્પવૃક્ષ જેને, તે ચરણરૂપી કલ્પવૃક્ષના ઉપયોગમાં પ્રાપ્ત કરાયું છે વિન જેના વડે એવા મારું ભાવ દુશ્મનોથી રક્ષણ કરો. (૩૭૯૬) આ પ્રમાણે અનુરાગ, ભક્તિ અને સંવેગથી ભરાયેલા કૃષ્ણ ત્રણ જગતના બંધુ શ્રી નેમિજિનની સ્તવના કરીને પંચાંગપ્રણિપાત કરે છે. હર્ષથી ઊંચા કરાયા છે ભુજના અગ્રભાગ જેઓ વડે એવા દેવ તથા શકેન્દ્રોવડે થી સમુદ્રવિજય તથા શિવાદેવી પ્રશંસા કરાયા. જ્યાં આવો નરરત્ન જનમ્યો છે તે તમે જ ધન્ય છો, તમારું જ કુળ જગતમાં સુકુળ છે, હરિવંશ તે જ વંશ છે કે જેમાં કુમારભાવમાં પણ સ્કુરાયમાન થયું છે માહભ્ય જેનું, દઢ રીતે હણાયેલ છે ભુવનના એક મલ્લ એવા કામદેવનું સૈન્ય જેનાવડે, ત્રણ ભુવનમાં પ્રદીપ સમાન એવા ભગવાન અરિષ્ટ નેમિ જન્મ્યા છે. એ પ્રમાણે શકેન્દ્રની વાણીથી તથા જિનેશ્વરની રિદ્ધિને જોઈને 167 Page #185 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રવિજય રાજા, શિવાદેવી, સત્યભામાદિ તથા સર્વે યાદવો અને યાદવીઓ હર્ષથી પુલકિત અંગવાળા સમકાળે શ્રી નેમિના ગુણોના સમૂહને સ્તવવાનું શરૂ કર્યું. (૩૮૦૨) ઘણી સ્તુતિઓના આ ઘોઘાંટોથી કાનમાં પડેલા શબ્દો કંઈપણ સંભળાતા નથી ત્યારે પ્રભુના સમ્યમ્ (સ્પષ્ટ) દર્શનને માટે દેવો પણ નાટકનો આરંભ કરે છે. નાટક કરનારાઓને માટે ઉપર કરાયું છે કલ્પવૃક્ષ જેમાં, જેમાં સ્ત્રી જન વિચરી શકે એવો સક્ષમ, પ્રવર છંદવાળા એવા રંગમંડપને દેવો વિદુર્વે છે. ઢોલ ઠીકઠાક કરાય છે, વીણા મંત્રીઓ સ્થાપિત કરાય છે, દેવસમૂહ શ્રેષ્ઠ વેણુમાં સ્થાપિત કરેલ શ્રેષ્ઠ રાગને ગાય છે. (૩૮૦૫) કમળના પાંદડા જેવી છે આંખો જેઓની, ચંદ્રના જેવું મુખ છે જેઓનું, ગાલની પાળી પર લટકતું છે શ્રેષ્ઠ મણિકુંડલ જેઓનું, કસ્તુરીના તિલકવાળી, કુંદરુના ફળ જેવા હોઠ છે જેઓના, સુવર્ણ જેવી વર્ણવાળી, સુગંધી દ્રવ્યથી કરેલા અંગરાગવાળી, ઘણાં પુષ્ટ સ્તનપર ઘસાતો એવો શ્રેષ્ઠ હાર છે જેઓના કંઠમાં, ગંભીર નાભિમંડલવાળી, ત્રણ રેખા રૂપી ત્રણ તરંગ છે પેટના મધ્યભાગમાં જેઓના, કેયૂર અને કંકણના સમૂહથી ભૂષિત છે ભુજા રૂપી લતાઓ જેઓની, રણકાર કરતી છે મણિમેખલાઓ જેઓની, છોલાયેલા છે ચંપકવૃક્ષ જેવા ઉરુ રૂપી થાંભલાઓ જેઓના, શ્રેષ્ઠ ઝાંઝરથી ભૂષિત છે ચરણ જેઓના, કાચબા જેવા ઉન્નત છે પગ જેઓના, લાલ નખરૂપી મણિઓમાંથી નીકળેલી કિરણોની પંકિતઓથી રંજિત કરાઈ છે દિશાઓ જેઓ વડે. અશોકવૃક્ષના પાંદડા જેવા છે લાલ કરતલ અને કમળ જેવા છે ચરણતલ જેઓના, રણકાર કરતા મણિઓના વલયવાળી છે ભુજાઓ જેઓની એવી રંભા, તિલોતમાં, મેનકા, ઉર્વશી, શ્યામા, રોહિણી, અલંબુસા, મિશ્રકેશિકા અને તારકાદિ દેવીઓ ત્રણ જગતના નાથ એવા પ્રભુની આગળ શ્રેષ્ઠ ભક્તિના ભરને વહન કરતી નૃત્ય કરે છે. (૩૮૧૨) સવિલાસથી ઉલ્લાસિત કરાયેલ સુંદર હાવભાવથી ઝણ-ઝણ અવાજ કરતા સુવર્ણના વલયો છે જેની ઉપર એવી જંઘાવાળી, કંપતા નિતંબ સ્થળ પર સરકતી મણિની મેખલાવાળી છે નાડીઓ જેઓની, પ્રકટિત થતા નાભિમંડલ પર શીઘ ઉલ્લાસિત થતી છે અંગલતિકાઓ જેઓની, ભરાવદાર સ્તન પર સરકાવાથી તૂટતા છે મોટા હારો જેઓના, ભૂકુટિના ભંગથી ભંગુર, કટાક્ષના વિક્ષેપથી ધવલિત કરાઈ છે દિશાઓ જેઓ વડે, ગાઢ કાળા કેશના અંબોડામાંથી ગળતા કુસુમોથી કરાયેલ છે પગર જેવડે, નંદનવનના ચંદન, કસ્તુરી અને કપૂરથી વાસિત કરાયું છે શરીર જેઓ વડે, તેની વાસમાંથી નીકળેલી પરિમલમાં લુબ્ધ થયેલ ભમરાઓથી રુંધાયેલ છે ગગન જેઓ વડે, પ્રકટિત કરાયો છે વિચિત્ર ઘણાં હાવભાવને પ્રકટ કરતો અંગવિલાસનો સાર જેઓ વડે, સદ્ભાવના સારને બતાવવા ત્રણ પ્રકારે વિભાગ કરાતું છે શરીર જેઓ વડે, શ્રી નેમિજિનેશ્વરના ગુણોના બહુમાનમાં તત્પર, નૃત્ય કરતી એવી દેવાંગનાઓ વડે સ્વર, ગ્રામ, મૂચ્છ, તાલ અને અનુલંકિત રાગોથી યુક્ત, સર્વદોષોથી રહિત, વાગતા વેણુ-વીણામૃદંગ-ઢોલ આદિથી રમણીય સુલલિત ગીત શરૂ કરાયું અને શ્રી ઋષભાદિ જિનેશ્વરોના ચરિત્રોથી બદ્ધ(યુક્ત) શ્રેષ્ઠ ગીતો તથા શ્રી અરિષ્ટનેમિના મનોહર ચરિત્રોને ગાય છે. તે નર્ણિકાઓ પણ નેમિચરિત્રોને ગાય છે અને ભણે છે, ઘણી ભકિતના રંગના ભરથી નિર્ભર એવી તેઓ ફરીથી પણ નૃત્ય કરે છે. આ પ્રમાણે નાટક કરાયે છતે અને સકલલોક શાંત થયે છતે, દેવ 168 Page #186 -------------------------------------------------------------------------- ________________ તથા કૃષ્ણ પ્રમુખની સભામાં શ્રી જિનેશ્વર ધર્મને કહે છે. (૩૮૨૨) તે આ પ્રમાણે આ સંસાર અનાદિનો છે અને જીવ પણ અનાદિનો છે સામાન્ય(પ્રવાહ)થી તેને જ્ઞાનાવરણાદિ કર્મનો સંયોગ અનાદિનો છે. આ કર્મ સંયોગ અભવ્યોને અનાદિ અનંત છે અને ભવ્યોને અનાદિ સાંત છે પણ વિશેષ (વ્યક્તિ)થી મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગોથી કર્મનો સંયોગ થાય છે અને આ કર્મ સર્વ જીવોને સાદિ સાંત છે. અને આ કર્મ સંયોગ અકામનિર્જરા -બાલતપ -ક્રિયા-સમ્યક્ત્વ-જ્ઞાન -વિરતિ આદિ ગુણોથી અવશ્ય નાશ પામે છે તેથી સર્વ જીવોને સાદિસાંત જ છે અને તે કર્મપુદ્ગલના સંયોગના પ્રભાવથી સર્વેપણ જીવો અનંતાનંત પુદ્ગલ પરાવર્તન સુધી અનાદિ વનસ્પતિ નિગોદમાં (અવ્યરહાર રાશિમાં) વસે છે. અને તે એક નિગોદ શરીરમાં અનંતા જીવો ભેગા કરાય છે અને આવા અસંખ્ય નિગોદના સમુદાયો ભેગા થઈને એક ગોળારૂપે પરિણામ પામે છે. અનંતા જીવો સાથે ઉચ્છવાસ લે છે, સાથે નિશ્વાસ મૂકે છે, સાથે આહાર કરે છે, સાથે જ આહારને પરિણમાવે છે, સાથે ઉત્પન્ન થાય છે, સાથે મરણ પામે છે, સ્થાનદ્ધિ મહાનિદ્રા અને ગાઢ જ્ઞાનાવરણાદિ કર્મ પુદ્ગલોના ઉદયથી પોતાને પણ જાણતા નથી બીજાને પણ જાણતા નથી, શબ્દને સાંભળતા નથી, રૂપને જોતા નથી, ગંધને સૂંઘી શકતા નથી, રસને જાણી શકંતા નથી, સ્પર્શને જાણતા નથી, કાર્ય, અકાર્ય (હિતા -હિત) નું સ્મરણ કરતા નથી, ઈચ્છામુજ્બ ચાલતા નથી, ફરકતા નથી, ઠંડીને યાદ કરતા નથી, તડકામાં જતા નથી. ફક્ત તીવ્ર, વિષની વેદનાથી અભિભૂત અને મહા -મઘના પાનથી ઉન્મત્ત અને મૂર્છિત થયેલ પુરુષની જેમ યથોક્ત (ઉપર કહયા મુજબ) અવ્યવહાર રાશિમાં વસીને કોઇક રીતે તથાભવ્યત્વ અને ભવિતવ્યતાના નિયોગથી કંઈકપણ તેવા પ્રકારના નાશ પામેલ છે કર્મપુદ્ગલના સંયોગો જેના એવા જીવો અનાદિ નિગોદમાંથી નીકળીને કેટલાક સાધારણ વ્યવહાર વનસ્પતિમાં આદુ સૂરણ ગાજર -વજ્રકંદાદિ સ્વરૂપથી ઉત્પન્ન થાય છે અને ત્યાં શસ્ત્રોથી છેદાય છે. શિલાઓમાં ચૂર્ણ કરાય છે. ઘટીઓથી પીસાય છે, શિલાઓમાં ચૂર્ણ કરાય છે, ધંટીઓથી પીસાય છે, કડવા અને તીક્તાદિ રસોની સાથે મિશ્રણ કરાય છે, અગ્નિમાં પકવાય છે. દાવાગ્નિથી બળે છે અને રસાસક્ત જીવોવડે ખવાય છે અને પછી નિર્જરિત થયેલ છે તથાવિધ કર્મનો લેશ જેઓનો એવા કેટલાક જીવો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. અહીંથી અપ્લાયમાં જાય છે અને ત્યાંથી તેઉ કાયમાં જાય છે અને ત્યાંથી વાયુકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી કોઈક રીતે પ્રત્યેક વનસ્પતિ પણાને પામે છે અને અહીં પૃથ્વીકાયમાં મુઙ્ગરાદિથી જીવો ફોડાય છે. ભીંતાદિમાં ચણાય છે, કોદાળી - આદિથી ખોદાય છે, પગોથી મસળાવાય છે. ઠંડી-તાપ-જળ-પવનછાણાદિ શસ્ત્રોથી હણાય છે. અપ્લાયમાં રહેલા જીવો તરસથી શુષિત ગાય-મનુષ્યો આદિવડે પીવાવાથી શોષાય છે, ક્ષાર-ખાત્ર (છાણ) તીક્ત -કટુકાદિ શસ્ત્રોથી હણાય છે. અગ્નિકાયમાં રહેલા જીવો કાષ્ટાદિથી છેદાય છે. ઉંબાડીયાદિથી ખટખટાવાય છે, પાણીઆદિથી બુઝાવાય છે, અન્નથી પરિપૂર્ણ થાળના તળીયાદિથી ચૂરાય છે. હિમ-શીત-કાંજી આદિ શસ્ત્રોથી હણાય છે. વાયુકાયમાં રહેલા જીવો વીંઝણ-પિટ્ટન-તાડના-ગરમ-પવનાદિથી મરાય છે. પ્રત્યેક વનસ્પતિકાયમાં રહેલા જીવો પરશુ આદિથી કપાય છે, તડકાથી સુકાય છે. હાથી 169 Page #187 -------------------------------------------------------------------------- ________________ આદિથી ભંગાય છે. સાંધાઓ મરડાય છે. મગ-જુના- તલાદિ મુશળ અને ખાંડણીયાથી ખંડાય છે, ઘંટીમાં દળાય છે, પત્રાદિથી મસળાય છે, ઔષધાદિ કાર્યમાં કપાય છે, પ્રચંડ પવનાદિથી ઉખેડાય છે, ઊંટ ગાય-ભેંસાદિથી ખવાય છે, દાવાનળથી બળાય છે, શીતાપ આદિ શસ્ત્રોથી હણાય છે. આ પ્રમાણે પૃથ્વી આદિમાં દુઃખી થયેલા જીવો અસંખ્ય અવસર્પિણી -ઉત્સર્પિણી સુધી ફરી ફરી ઉત્પન્ન થઈ ક્યારેક તેમાંથી નીકળેલા દ્વિ-ત્રિ-ચતુરિન્દ્રય સ્વરૂપ વિકવેદ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ યુક્ત-અયુક્ત (સારાસાર)ને જાણતા નથી, અવકતવ્ય બોલે છે. આ પ્રમાણે શૂન્યમનસ્ક ભમે છે. અશુચિ- કાદવાદિમાં આસક્ત બને છે. નીચાઊંચા (વિષમ) સ્થાનમાં આળોટે છે. શૂન્યમનસ્ક રહે છે. અગ્નિ આદિમાં તેમ જ તેલાદિમાં પ્રવેશ કરે છે. વાવ નદી આદિમાં ડૂબે છે. હિતને પણ છોડે છે, અહિતને આચરે છે. જળઅગ્નિ-ચૂર્ણ-ક્ષાર-શિલા-પથ્થર ઢેફા-કાષ્ટાદિ સમૂહથી હણાય છે. આ પ્રમાણે વિકસેન્દ્રિયોમાં સુધાદિથી પીડા પમાડાતા અસંખ્ય કાળ સુધી રહીને અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં આ પ્રમાણે આઠ ભવ ઉત્કૃષ્ટથી વસીને ફરી એકેન્દ્રિયાદિ ગતિમાં જઈને કોઈક રીતે સંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયેલા નાકથી વીંધાય છે. દોરડા દોરડીથી બંધાય છે. વૃષણ - પૂંછડાદિના છેદને પામે છે, હળમાં જોતરવામાં આવે છે, ગાડામાં જોડવામાં આવે છે, પીઠ ઉપર પાણી ભરેલી પખાલ આદિ મુકાય છે અને બીજો પણ મહાભાર સ્કંધ અને પીઠ પર વહન કરાય છે, તીણ મહાપરોણાથી વશમાં રખાય છે, ચાબુકોથી મરાય છે, ઢેફા અને લાકડીઓથી હણાય છે, ભારથી આકાંત થયેલાઓના પીઠ અને સ્કંધના માંસો ખુલ્લા થાય છે, તેમાં કીડાના સમૂહો ઉત્પન્ન થાય છે અને બીજા ભારથી આકાંત થયેલાઓના અંદરથી સાંધાઓ તૂટે છે અને પૃથ્વી પર પડે છે અને ટળવળે છે, બીજા સુરથી શરીરમાં દંભાય છે, કરુણ રડે છે, અનાદિ ક્ષણીક વેદના સમુદ્દઘાતને અનુભવે છે અને બીજા હરણ-સસલા-ડુક્કર-પક્ષી-માછલાદિ જુદા-જુદા પ્રકારની વિટંબણા કરીને શિકારીઓ વડે મરાય છે. માછીમારો વડે બંધાય છે. માંસના રસમાં આસકત જીવોવડે ખવાય છે. પરસ્પર પણ ભક્ષણ કરાય છે. તડફડતા તીવ્રસુધાને સહન કરે છે. મહાતૃષાથી પીડાય છે. ઠંડીથી નિશ્રેષ્ટ થાય છે. તડકાથી સંતાપ કરાય છે. વરસાદમાં પાણીના પ્રવાહોથી તણાય છે અને માછલા-સાપ-ચિત્તા અને સિંહાદિ તેના માંસને ખાય છે. જીવ સંઘાતને હણે છે. દૂર ચિત્તવાળા બને છે. રૌદ્રધ્યાન કરે છે. મહાનરકોમાં પડે છે અને વિલાપ કરતા ઘટીકા યંત્રોમાંથી ખેંચીને કઢાય છે. વજન કાંટાવાળી શિલાઓ પર અફડાવાય છે, મહાચિતાઓમાં નંખાય છે. વજન કાંટાવાળા શાલ્મલિ વૃક્ષોની સાથે ભેટાવાય છે, કરવતોથી ફડાય છે, તલવારોથી છેદાય છે, શૂળોથી ભેદાય છે, મહાશૂળોમાં પરોવાય છે, તપેલી તેલવાળી કડાઈમાં તળાય છે, મહાકુંભીઓમાં પકાવાય છે, પોતાના માંસો ખવડાવાય છે, તપાવેલ ત્રપુ-તેલ અને તાંબાને પીવડાવાય છે, અસિપત્ર તૃણને જુએ છે અને તેની સન્મુખ દોડે છે અને ત્યાં અસિ, શક્તિ, બરછી, બાણ, ભાલાદિથી છેદાય છે. વૈતરણી નદીને જુએ છે અને તેની સન્મુખ જાય છે. મહાગ્નિથી ગરમ થયેલ લાલચોળ રેતીના સમૂહમાં બળે છે અને ત્યાં ચણાની જેમ લાંબો સમય તડતડ ફુટે છે અને વૈતરણીમાં તપેલા લાખરસની સમાન ચરબી-માંસ અને લોહીના પ્રવાહમાં ડૂબેલા લાંબો સમય સુધી પીગળે છે પછી તપેલી 170 Page #188 -------------------------------------------------------------------------- ________________ લોખંડની નાવડીઓમાં આરોપણ કરાય છે, બીજી જગ્યાએ પરસ્પર હણાય છે અને મહાશીત-ઉષ્ણ-સુધા-પિપાસા આદિ દુઃખોને સહન કરે છે. ઈત્યાદિ નરકની મહાવેદનાઓના દુઃખને પલ્યોપમ અને સાગરોપમ પ્રમાણકાળ સુધી અનુભવીને ફરી પંચેન્દ્રિય તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે અને ફરીથી પણ નરકમાં, ફરીથી માછલાદિમાં, ફરીથી પણ નરકમાં ફરી માછલાદિમાં પછી એકેન્દ્રિયાદિમાં, ફરી માછલામાં, ફરી નરકમાં, આ પ્રમાણે અનંતકાળ સુધી ભટકીને ક્યારેક કોઈક રીતે અનાર્યદેશોમાં ચાંડાલાદિમાં મનુષ્ય જન્મને મેળવે છે અને ત્યાં પણ અભોજ્ય, અપેય, અગમ્ય, ભોગાદિથી મહાનરકમાં પડે છે આ પ્રમાણે ફરી પણ અનંતભવ ભમીને વચ્ચે વચ્ચે જાતિકુલાદિથી વિશુદ્ધ પણ મનુષ્યપણાને મેળવીને જીવો ક્યાંક સ્પર્શેન્દ્રિયના વશથી, ક્યાંક રસનેન્દ્રિયની વૃદ્ધિથી, ક્યાંક ગંધના પ્રિયત્નથી, ક્યાંક ચક્ષુની લોલુપતાથી અને ક્યાંક શ્રવણેન્દ્રિયના રાગથી, ક્યાંક ક્રોધી સ્વભાવથી, ક્યાંક માનના ઉન્મત્ત ચિત્તપણાથી, ક્યાંક માયાની બહુલતાથી, ક્યાંક લોભની વિટંબનાથી, ક્યાંક શોકની વિધુરતાથી, ક્યાંક પ્રેમના પાશથી, ક્યાંક ધનની તૃષ્ણાથી, ક્યાંક દારિદ્ર દુઃખાર્ત-વશ-પરાધીનતા પામવાથી, ક્યાંક મહાકૃપણ પણાથી, ક્યાંક દુઃશીલ કુટુંબની સંસ્થાપન (આજીવિકાદિ)ની ચિંતાની વિટંબનાથી, ક્યાંક કલહ વિવાદ કરવાના સ્વભાવથી, ક્યાંક તીવ્ર મહા મિથ્યાત્વના ઉદયથી સંપૂર્ણ મનુષ્યભવ હારીને ફરીથી પણ જીવો નરકાદિમાં અનંતા ભવો ભમે છે. આ પ્રમાણે મિથ્યાત્વરૂપી અંધકારથી આંધળા થયેલા જીવો કર્મના વશથી સંસારમાં અનંતા લાખો પુદ્ગલ પરાવર્તન સુધી ભમે છે. (૩૮૨૩) લોકમાં વાળના અગ્રભાગ જેટલું પણ કોઈપણ સ્થાન નથી જ્યાં જીવને પૂર્વે અનંતીવાર જન્મ મરણ પ્રાપ્ત ન થયા હોય. એવું કોઈ વિષયસુખ નથી અને વિષય સુખથી ઉત્પન્ન થયેલ એવું કંઇપણ દુઃખ નથી કે જે જીવો વડે પ્રાપ્ત ન કરાયું હોય પરંતુ આ જિનધર્મ પ્રાપ્ત કરાયો નથી. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટિ સાગરોપમની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે અને નામ ગોત્રની વીસ કોટાકોટિ સાગરોપમની છે. જીવો યથાપ્રવૃત્તકરણથી જીવો આ સાતેય કમની સ્થિતિ ખપાવીને અંતઃકોટાકોટિ જેટલી કરે છે ત્યારે ગાઢ રાગદ્વેષના પરિણામ સ્વરૂપ ગ્રંથિને પામે છે. (૩૮૨૮) અહીંયા સુધી સર્વે જીવો અનંતીવાર પ્રાપ્ત થયા છે. પરંતુ અપુણ્યશાળી જીવો કરી પણ પડીને મૂળમાં ગયા. ફરી પણ સંક્લિષ્ટ અધ્યવસાયથી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે છે. આ પ્રમાણે અભવ્યો આગળ ઉપર સમકાલ (સમકાળ એટલે અભવ્યો ભૂતકાળ અનંત ભમ્યા છે અને તેની સમાન ભવિષ્યકાળ અનંત ભમશે અર્થાત્ ક્યારેય નિખાર નહીં પામે.) સંસારમાં ભમશે. નજીકના કાળમાં સંસારમાંથી સિદ્ધ થનારા જીવો અપૂર્વકરણ રૂપી વજથી તે ગાંઠને પર્વતની જેમ અપૂર્વ વીર્યને પ્રાપ્ત કરીને ભેદે છે. અનિવૃત્તિકરણમાત્રથી અતિશય શુદ્ધ સ્વરૂપને અંતઃમુહૂર્ત સુધી અનુભવીને તે કૃતપુણ્ય જીવો મોક્ષરૂપી મહાકલ્પવૃક્ષનું મૂળ, અનંતસુખનું કારણ, લાખો તીવ્ર દુઃખનું વારણ એવા સમ્યકત્વ રત્નનિધિને રાંકડાની જેમ પ્રાપ્ત કરે છે. (૩૮૩૩) આ પ્રમાણે જે વિષયમાં મૂઢ થયેલા એવા જીવો દુર્લભ જિનધર્મને મેળવીને હારે છે તે જીવો પોતાના હાથથી સંસારના દુઃખોને ગ્રહણ કરે છે. આ પ્રમાણે કરુણાબુદ્ધિથી નેમિનાથવડે ધર્મ કહેવાય છતે, સંસારના 171 Page #189 -------------------------------------------------------------------------- ________________ દુઃખોથી ભય પામેલો, સિદ્ધિના સુખોને ઇચ્છતો વરદત્ત નામનો રાજા ઊઠીને અંજલિ જોડીને કહે છે કે હે નાથ! આપના વડે જે કહેવાયું છે તે તેમ જ છે એમાં કાંઈ શંકા નથી. પ્રાયજીવોને સંસારના દુઃખો પ્રત્યક્ષ છે છતાં મૂઢ જીવો આને જાણતા નથી. પોતાની દીક્ષાનું દાન કરીને ભવ દુઃખથી મારું રક્ષણ કરો. પછી જિનેશ્વર વડે વરદત્ત દીક્ષિત કરાયો અને રાજપુત્રી યક્ષિણી પણ દીક્ષિત કરાઈ. પછી ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ ત્રણ તત્ત્વો તેને કહે છે. પછી ચૌદપૂર્વોની રચના કરે છે અને પ્રથમ ગણધર થયા. સર્વ આર્થીઓને વિશે યક્ષિણી પ્રવર્તિની થઈ. પછી અવસરને પામીને કૃષ્ણ જિનેશ્વરને નમીને પૂછે છે કે હે ભગવન્! તમારી ઉપર ભુવનમાં કોને રાગ હોતો નથી? પરંતુ રાજીમતીને તમારા પર વિશેષ રાગ છે તેનું શું કારણ છે? આ પ્રમાણે જાણેલ છે પરમાર્થ એવા હે મુનિનાથ! કૃપા કરીને જણાવો. (૩૮૪૧) ધન અને ધનવતીના ભવથી માંડીને સર્વે પણ પૂર્વભવો યાવતું આ છેલ્લા ભવ સુધીનો સર્વ વૃત્તાંત સ્વામીએ કહ્યો. પૂર્વભવના અભ્યાસથી તેનો રાગ સવિશેષ છે. આ પ્રમાણે પ્રભુવડે કહેવાય છે તે કૃષ્ણાદિ સર્વે ખુશ થયા અને રાજીમતી પણ અધિક તુષ્ટ થયેલી, વધતા સંવેગવાળી,જિનેશ્વરવડે સ્વહસ્તે અપાયેલી દીક્ષાને ગ્રહણ કરે છે. બીજી રાજપુત્રીઓ પણ તેની સાથે દીક્ષા લે છે. નંદની પુત્રી એક નાસિકાએ પણ દીક્ષા લીધી અને જે ધન જન્મથી આરંભીને ધનદેવ અને ધનદત્ત જે બે ભાઈઓ હતા તેઓ પણ પ્રતિભાવ સાથે જ ભણ્યા યાવત્ શંખના ભવમાં ગુણધર અને યશોધર નામના સહોદર થઈને તપ (ચારિત્ર) આચરીને અપરાજિત વિમાનમાં ગયા. (૩૮૪૭) અને અપરાજિતના ભવમાં વિમલબોધ નામનો જે મંત્રી હતો તે શંખના ભવમાં મતિપ્રભ નામનો મંત્રી થઈને, તપ આચરીને તે જ અપરાજિત શ્રેષ્ઠ વિમાનમાં ગયો. આ ત્રણેય ત્યાંથી આવીને વિખ્યાત રાજાઓ થયા અને તેઓ કૃષ્ણની સાથે ત્યાં શ્રી નેમિજિનેશ્વરના સમોવસરણમાં આવ્યા અને રાજીમતીના પૂર્વભવ કહેવાના વ્યતિકરના વશથી પ્રાપ્ત થયેલ પોતાના ચરિત્રને સાંભળીને અને સ્વયં પણ જાતિસ્મરણથી જાણીને પ્રતિબોધ પામેલા એવા તેઓએ પણ દીક્ષા લીધી અને ગણધરો થયા. વરદત્ત રાજાની સાથે બે હજાર રાજપુત્રોએ દીક્ષા લીધી અને આ ત્રણની સાથે ઘણાં રાજપુત્રોએ દીક્ષા લીધી અને બીજા યાદવો અને યાદવીઓ જિનેશ્વરના સંવેગવાળા વચનો સાંભળીને ઘણાંએ પ્રભુની પાસે દીક્ષા લીધી. કૃષ્ણ-બળદેવ-ઉગ્રસેન અને દશ દશાહ અને શાંબ તથા પ્રદ્યુમ્ન અને બીજાઓ સમ્યકત્વ અને અણુવ્રતોને ગ્રહણ કરે છે. (૩૮૫૪) શિવાદેવી-રોહિણી-દેવકી-જાંબવતી તથા રુકિમણી સર્વે પણ નગરની યાદવીઓની સાથે અણુવ્રતોને ગ્રહણ કરે છે. આ પ્રમાણે ચતુર્વિધ સંઘ સ્થપાયે છતે દેવો પોતાના સ્થાને જાય છે અને યાદવો સર્વે દ્વારિકા નગરીમાં જાય છે પછી શરદ ઋતુ પૂરી થયા પછી ભગવાન પણ અન્ય દેશોમાં વિચરે છે અને મલયદેશમાં ભદિલપુર નગરમાં આવ્યા. નાગ શ્રેષ્ઠીની સુલસા ગૃહિણીની પાસે અનીકયશ આદિ દેવકીના છ પુત્રો દેવવડે જે લઇ જવાયા હતા તે યૌવનને પ્રાપ્ત થયેલા બત્રીસ-બત્રીસ સુરૂપ ભાર્યાઓની સાથે નિરુપમ ભોગોને ભોગવે છે. તેઓને ત્યાં પ્રતિબોધ કરીને ભગવાને સ્વહસ્તે દીક્ષા આપી અને ચરમશરીરી એવા તેઓ વિપુલ તપકર્મને આચરે છે. પછી દેવકીને દેવવડે અપાયેલ ગજસુકુમાલ પુત્ર થાય છે અને યૌવનને પ્રાપ્ત થયેલો તે ઘણી રાજપુત્રીઓને વર્યો તથા તેના નિમિત્તે સોમશર્મા 172 Page #190 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણને ક્ષત્રિણી સ્ત્રીથી પુત્રી ઉત્પન્ન થઈ અને ગજસુકુમાલ અતિશય રૂપથી યુકત એવી તેને વર્યો. (૩૮૬૨) એટલામાં ભગવાન ત્યાં આવીને સમોવસર્યા અને કૃષ્ણ ભરતાદિના નિર્મળ ચરિત્રો સાંભળીને અભિગ્રહને ગ્રહણ કરે છે કે મારે પ્રિય હોય કે અપ્રિય હોય પણ જે તે દીક્ષાને ગ્રહણ કરે તો તેને મારે રજા આપવી પણ રોકવો નહીં. વર્ષાઋતુમાં ચાર મહિના ધર્મના કાર્યને છોડીને ઘરની બહાર ક્યારેય ન નીકળવું આવો અને બીજા અભિગ્રહોને ગ્રહણ કરે છે. એટલામાં ગજસુકુમાલ પણ જિનેશ્વરની પાસે ધર્મને સાંભળીને સંવિગ્ન થયેલ કૃષ્ણ વડે રજા અપાયેલ દીક્ષાને લે છે. જિનેશ્વરના ભાઇઓ રથનેમિ વગેરે તેની સાથે દીક્ષાને ગ્રહણ કરે છે અને તેની સ્ત્રીઓ રાજીમતીની પાસે દીક્ષાને ગ્રહણ કરે છે. (૩૮૬૭) અને પછી ધીરપુરુષ ગજસુકુમાલ સિદ્ધ થયે છતે ક્યારેક દેશોમાં વિહાર કરતા પ્રભુ રૈવતગિરિપર પધાર્યા દેવોવડે સમોસરણ રચાયે છતે સાધ્વીઓની સાથે રાજીમતી ભગવાનને વાંદીને દિવસના પાછલા ભાગમાં પાછી ફરી અને માર્ગમાં કોઇક રીતે મેઘવૃષ્ટિ થઇ અને શ્રમણીઓમાં કૅટલીક ક્યાંય પણ લતાદિમાં ચાલી ગઈ અને સુસંભ્રાન્ત રાજીમતી પણ એક ગુફામાં પ્રવેશે છે અને નહીં જાણતી ભીના વસ્ત્રો મોકળા કરે છે પછી વસ્રરહિત રાજીમતીને જોઈને પૂર્વે પ્રવેશેલો અને ગુફાના અંધકારથી નહીં જણાયેલો એવો રથનેમિ સંક્ષોભ પામ્યો અને કામના બાણોથી વીંધાયો અને આવીને રાજીમતીને કહે છે કે હે સુંદરી! તું આવ આપણે ભોગોને ભોગવીએ પાછળની વયમાં આપણે બંને દીક્ષાને આચરીશું. (૩૮૭૩) તેના નહીં સાંભળવા યોગ્ય વચન સાંભળીને તે મનમાં ભય પામી અને બે હાથથી છાતી પર ગાંઠ બાંધીને એકાએક ધ્રુજતી બેસે છે અને ધીર મનવાળી થઈ તેને કહે છે કે તું સાક્ષાત્ ઈન્દ્ર, ચકી કે કામદેવ જો હોય તો પણ પરલોકમાં ઉદ્યત છે મન જેનું એવી મારે તારાથી કોઈ પ્રયોજન નથી. હે અભાગ્ય! હાથમાં અમૃત રહેલું છે છતાં તું વિષની કેમ પ્રાર્થના કરે છે? પૂર્વે પણ ગૃહસ્થાવસ્થામાં, મહાવ્રતની પ્રતિજ્ઞા ન લેવાઈ હતી ત્યારે પણ તું મારા વડે ક્યારેય ઈચ્છાયો ન હતો તો હમણાં મહાવ્રતના ભારની પ્રતિજ્ઞાપર આરોહણ કરીને શું હું તને ઈચ્છીશ? એટલું પણ તું આ જાણતો નથી? પોતે જાતે પણ કરેલી વ્રતની પ્રતિજ્ઞાને તું કેમ ભૂલે છે? શ્રી નેમિજિનેશ્વરના મુખમાંથી નીકળેલા આગમના વચનો જે સ્પષ્ટ પણે મુનિઓ વડે ભણાય છે તેને પણ શું તું ભૂલી ગયો? (૩૮૭૯) ચૈત્યનો વિનાશ, ઋષિનો ઘાત, પ્રવચનનો ઉડાહ (ઉસૂત્ર પ્રરુપણા) તથા સાધ્વીના ચતુર્થ વ્રતનો ભંગ આ બોધિલાભના મૂળમાં અગ્નિ છે. (૩૮૮૦) જે લુબ્ધ, નિર્લજ્જ એવો મહાપાપી સાધ્વીઓને સેવે છે તેના વડે સર્વ જિનેરોની સાધ્વીઓનો સંઘ આશાતના કરાયો. (૩૮૮૧) .. જે જિનમુદ્રા (જિનેશ્વર દેવ જે રીતે કાઉસ્સગ્નમાં રહે છે તે રીતે શરીરને રાખવું-આસન વિશેષ) ને ધારણ કરનારી સાધ્વીઓને નમીને તેનો નાશ કરે છે તે પાપીઓમાં પણ પાપી છે તેને દષ્ટિથી પણ ન જોવો જોઇએ. (૩૮૮૨) પાપરૂપી મળના પટલથી ઢંકાયેલા જીવો જિનમુદ્રાનો નાશ કરવાથી જન્મ-જરા-મરણની વેદનાથી પ્રચુર એવા અનંત સંસારમાં ભમે છે. (૩૮૮૩) 173 Page #191 -------------------------------------------------------------------------- ________________ હું ભવનમાં મહાન શ્રી ભોગરાજાના ભવનમાં જન્મી છું. તું મહાન અંધકવૃષ્ણિના કુળમાં જન્મ્યો છે તેથી આપણે નીચને પણ કલંકિત કરનાર એવા અનુચિત કાર્યને કેવી રીતે આચરીએ? બંને પણ કુળોને અનંત ભવભ્રમણના દુઃખનું કારણ છે. અગંધન જાતિના તિર્યંચ સર્પો મરણ પ્રાપ્ત થાય તો પણ વમેલા ઝેરને પીતા નથી. પરંતુ તું તો તિર્યંચ કરતા પણ અધિક છો જેથી વમેલાનો અભિલાષ કરે છે. (૩૮૮૬) જો કે આજેપણ અખંડ શીલવાળા તારું મરણ પ્રશંસનીય છે પરંતુ વિચલિત શીલવાળા એવા તારા ગર્હણીય જીવિતને ધિક્કાર થાઓ. ભમનારાઓ વડે ઘણી વ્યાકુલ સ્ત્રીઓ દેખાય છે છતાં પણ તેઓને વિષે મનને આપતો તું જલકુંભિ વનસ્પતિની જેમ અસ્થિર થઇશ અને જીવિત અલ્પ છે. ભરેલી નદીની જેમ યૌવન ઓસરે છે અને શરીર રોગથી પીડિત છે તેથી કોના માટે પાપને આચરે છે? કાણી કોડીની સાટે કોડો સુવર્ણને ન હાર. હે સુંદર ! ધીરત્વને ધારણ કરીને સ્થિર સંયમને આચર. તેના સુભાષિત વચનોને સાંભળીને રથનેમિ મનમાં વિચારે છે. અહો જુઓ! શાસ્ત્રોમાં સ્રીઓ ઘણાં દોષવાળી (૪) સંભળાય (કહેવાઇ) છે. અથવા રાજીમતીને વિશે આ અનૈકાંતિક વ્યભિચાર થયો કે જે આ ગુણોની નિધાન છે પણ હું દોષોનો ભંડાર એવો પુરુષ છું. જુઓ તો ખરી! ગૃહવાસથી માંડીને આનું ધીરપણું કેવું છે? આનું ધીરપણું અસ્ખલિત વધે છે પણ ઘટતું નથી. આલોક અને પરલોક વિરુદ્ધ કાર્ય મારાવડે હમણાં આચરાયું જે પૂર્વે પણ આચરાયું હતું. પણ હમણાં વ્રતપ્રતિજ્ઞા રૂપી પર્વતના શિખર ઉપર જગતગુરુ શ્રી નેમિજિનેશ્વર વડે ચઢાવાયેલ અપ્રેક્ષણીય, પાપી એવા મારા મનમાં નીચે પાડનાર એવું મહાપાપ આજે કેવી રીતે થયું? જેવી રીતે ઉન્માર્ગ ગામી દુષ્ટ હાથી અંકુશવડે સન્માર્ગમાં લવાય તેમ આ સ્રીનો તે વખતે અને હમણાં વચન વિન્યાસ કોઇ તેવા પ્રકારનો છે જે નિરંકુશ એવા મારે માટે અંકુશ સમાન થયો કારણ કે તે વચન વિન્યાસ વડે નરક રૂપી કૂવામાં પડતો હું રક્ષણ કરાયો. (૩૮૯૭) અથવા મોહમહાગ્રહથી ગ્રસિત પુરુષ પણ કોઇ કિંમતનો નથી. મોહમહાગ્રહથી મુકાયેલી સ્ત્રી પણ સર્વ પ્રકારે સુંદર રહે છે. આથી જ જિનેશ્વરોવડે સર્વ વસ્તુને વિશે અનેકાંતવાદ બતાવાયો છે જેથી કોઇપણ વસ્તુ અશુભ કે શુભ એકાંતે નથી. ઇત્યાદિ તેના વચનોની ભાવના કરીને ફરી પણ તે મહાત્મા ચારિત્રરૂપ માર્ગમાં રહ્યો અને ભગવાન પાસે સર્વ દુશ્ચરિત્રની આલોચના કરીને તેવા કોઇ ઉગ્રતપનું આચરણ કરે છે જેથી એક વર્ષના પર્યાયવાળો તે કેવળજ્ઞાનને પામે છે. ચારસો વરસને અંતે રથનેમિની દીક્ષા થઇ. એક વર્ષ છદ્મસ્થ રહ્યો અને પાંચશો વર્ષ કેવલી પર્યાય રહ્યો અને આનું સર્વ આયુષ્ય નવસો વર્ષ અધિક એક વર્ષનું જાણવું. (અથાત્ નવસોને એક વર્ષ અને આટલો જ કાળ રાજીમતીનો પણ જાણવો.) (૩૯૦૩) સૂર્યની જેમ જુદા જુદા દેશોમાં ભવ્ય જીવ રૂપી કમળોનો પ્રતિબોધ કરીને નેમિનાથ ક્યારેક દ્વારિકા નગરીમાં પધાર્યા. તે વખતે કૃષ્ણ પણ સ્કુરાયમાન થતા મણિ અને રત્નોના કિરણોના સમૂહથી આકાશ તળમાં રચાયું છે ઈન્દ્ર ધનુષ્ય જેનાવડે એવી પોતાની નગરીને વિશેષથી જુએ છે પ્રકર્ષથી પ્રાપ્ત કરાઈ છે શોભા જેનાવડે એવી દ્વારિકા નગરીને પ્રમોદના (૪૧) શાસ્ત્રકારો કહે છે કે સ્ત્રીઓ દોષવાળી હોય છે અને પુરુષો ગુણવાન હોય છે પરંતુ અહીં તેનાથી ઊલટું થયું. રાજીમતી સ્ત્રી હોવા છતાં શીલવતી છે અને હું પુરુષ હોવા છતાં અશીલવાન છું. તેથી આ વ્યભિચાર થયો. 174 Page #192 -------------------------------------------------------------------------- ________________ ભારથી સમગ્ર સુખી લોકને તથા વિલાસના ભરથી જીતાયેલ છે દેવલોક જેનાવડે એવા યાદવ કુલને જુએ છે.(૩૯૦૬)અને પછી વંદનને માટે શ્રી નેમિજિનેશ્વરના ચરણ પાસે આવ્યો. પ્રાપ્ત કરાયો છે અવસર જેનાવડે એવા કૃષ્ણ પુછયું કે હે પ્રભુ! શું આવી પણ નગરી અને વિસ્કુરિત થતું છે ઘણું માહભ્ય જેનું એવું આ કુળપણ શું વિનાશને પામશે? પછી જિનનાથ કહે છેકે હે કેશવ! જે કંઈપણ વસ્તુ આ જીવલોકમાં ઉત્પન્ન થાય છે તે સર્વ ઈન્દ્રધનુષની જેમ ક્ષણ ભંગુર છે. આ નગર, ઘર, શરીર, વૃક્ષો, પર્વતો અને સમૃદ્ધિ ઉત્પન્ન થાય છે પછી તેના વિનાશમાં કોઈ શંકા રહે? નહીંતર અનંતકાળથી સ્થૂળ વસ્તુઓનો ઢગલો કરાય તો અસંખ્ય લોકમાં પણ કેવી રીતે સમાય? આ પ્રમાણે કોઈને પણ આવી વસ્તુઓના ઢગલાનું દર્શન થતું નથી. પછી યાદવ કૃષ્ણ કહે છે કે હે નાથ! જો એ પ્રમાણે છે તો કોના કારણે મારા દેખતા આ નગરી અને કુળ વિનાશ પામશે? (૩૯૧૨) પછી ભુવનનાથ કહે છે કે આ નગરીની બહાર પારાશરનામનો નંદિક કુળમાં ઉત્પન્ન થયેલો તાપસ હતો તેને ક્યાંક નિંદુ (૪૨) કન્યા પ્રાપ્ત થઈ અને તેને લઈને તે યમુના દ્વિીપમાં ગયો અને ત્યાં તેઓને દીપાયન નામે પુત્ર થયો અને તે પણ બ્રહ્મચર્યને ધારણ કરનારો, છઠ્ઠ ભક્ત ભોજી અને પરિવ્રાજક થયો છે તેનાથી હે નરનાથ! તથા મદિરાથી તારી નગરી અને કુળનો વિનાશ થશે. હવે જિનેશ્વરને નમીને હરિ પૂછે છે કે હે જગતનાથ! મારું મરણ સ્વાભાવિક થશે કે બીજા કોઈ નિમિત્તથી થશે? પછી મુનિનાથ કહે છે કે તારું મરણ પોતાના ભાઈ જરાકુમારથી થશે. સમુદ્રમાં જેમ નદીઓ એક કાળે પડે તેમ આ જરાકુમાર ઘાત કરશે એ પ્રમાણે વિસ્મિત મનવાળા સર્વ યાદવોની દષ્ટિ એક જ સમયે જરાકુમાર ઉપર પડે છે અને તેથી જરાકુમાર લજિત થયો. હું આને અસત્ય કરું એ પ્રમાણે વિમોહિત થયેલો જિનવરને નમીને ભાથાથી યુક્ત બાણને ધરનારો કેશવની રક્ષા માટે વનમાં ગયો અને દીપાયન પણ નગરીના લોકો પાસેથી નેમિના વચનને સાંભળીને યાદવોના રક્ષણ માટે અરણ્યમાં જાય છે અને યાદવોની સાથે કૃષ્ણ પણ નેમિનાથ જિનને નમીને, સર્વ સ્વપ્ન કે ઇન્દ્રજાળ માનીને નગરીમાં પ્રવેશે છે અને યાદવો પણ અત્યંત દુર્મન અને નિરાનંદ થયા. (૩૯૨૨) પછી કૃષ્ણના આદેશથી આથો આવેલી લોટ (આટા) વાળી સર્વ મદિરા લોકો વડે ગાડાઓના સમૂહમાં ભરીને નગરીની બહાર કઢાય છે અને ત્યાં કાદંબરી અટવીના મધ્યમાં કદંબવન છે અને તેમાં કદંબર પર્વતથી સંબંધવાળી કાદંબરા નામની સુપ્રસિદ્ધ ગુફા છે. તે ગિરિની ગુફામાં જઈને સેંકડો શિલાકુંડોમાં લોકો વડે તે મદિરા મુકાઈ. - બલભદ્રનો સિદ્ધાર્થ નામનો ભાઈ પોતાનો સારથિ હતો. તેણે આ ઉપસર્ગને સાંભળીને બલદેવ પાસે દીક્ષાની રજા માંગી. તે કહે છે હે બાંધવ! હું મોહિત થયેલો છું. તને રજા આપવા માટે સમર્થ નથી. પરંતુ આવા પ્રકારનો જ આ સમય પ્રવર્તે છે તેથી પોતાના વ્યવસાય (દીક્ષા)નું અનુષ્ઠાન કર(અર્થાત્ તું દીક્ષા લે.) પરંતુ હે ગંભીર! દેવલોકમાં ગયેલો એવો તું સમયે પ્રતિબોધ કરવાને માટે આવજે. આ વચનને સ્વીકારીને તેણે દીક્ષા લીધી. (૩૯૨૮) આ બાજુ છ માસ પછી જુદા જુદા પ્રકારના વૃક્ષોના ફુલ અને ફળોના સમૂહથી વાસિત થયેલું તે મઘ સુસ્વાદવાળું થયું. (૩૯૨૯) ભવિતવ્યતા વડે વૈશાખ મહિનામાં તરસથી શોષાયેલ (૪૨) મરેલા બાળકને જન્મ આપનારી 175 Page #193 -------------------------------------------------------------------------- ________________ શાબનો કોઈ સંબંધી પુરુષ ત્યાં લઈ જવાયો પછી તેના વડે સ્વયં મદિરાનો આસ્વાદ કરીને તેનાવડે એક તુંબડું મદિરાનું ભરાયું અને લઈને શાંબને પીવડાવાઈ. તે પણ ખુશ થયો અને મદિરામાં આસક્ત થયેલો પ્રભાત સમયે દુદત કુમારના વૃંદથી યુક્ત આકંઠ મદિરા પીને કદંબવનની મધ્યમાં ભમે છે અને ત્યાં ક્યાંક ધ્યાનમાં રહેલા દ્વિપાયનને જુએ છે. અતિશય સુરાપાનથી ભમતી છે આંખો જેની, ભમતું છે શરીર એવો શાંબ બાકીના કુમારો સાથે કહે છે કે આ તે આપણો વેરી છે અને મારીને આજે આપણે શાંતિથી રહેશું. (૩૯૩૪) આ પ્રમાણે કહીને દીપાયન દાંતોથી ઓઠોને ગાઢ રીતે કરડેલુ છે જેઓએ એવા તેઓ વડે હાથ અને પગના પ્રહારોથી માથામાં ગાઢ પ્રહાર કરાયો. નિર્દય પ્રહારથી હણાયેલ ક્ષણથી કષ્ટમાં પડેલા છે પ્રાણો જેના એવો તે મુખથી લોહીને વમતો ધરણીતલ પર પડ્યો. મૂચ્છથી મિંચાઈ છે આંખો જેની રુંધાયેલ છે શ્વાસ જેનો એવા તેને શિલાની જેમ નિષ્ટિત જોઈને પછી તે મર્યો છે એમ સમજીને તેઓ નગરીમાં ગયા પછી કોઈક પુરુષો વડે તે સમગ્રવૃત્તાંત કૃષ્ણને કહેવાયો, પછી સંભ્રાન્ત થતો કૃષ્ણ રામની સાથે ત્યાં આવ્યો. કોપથી સ્કુરાયમાન થતા છે હોઠ જેના, લાલ છે આંખો જેની, ક્રોધથી બળતું છે સર્વ અંગ જેનું, એવા તે દીપાયનને જોઇને કૃષ્ણ નમીને કહે છે કે હે મહર્ષિ! સામાન્ય પુરુષો વડે પણ કરાયેલ કોપ ધર્મ, અર્થ અને કામમાં વિદન કરનારો છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ અને જણાવેલ છે તત્ત્વો જેઓ વડે એવા મહર્ષિઓએ વિશેષથી પ્રયત્નપૂર્વક છોડવો જોઈએ અને જે અજ્ઞાનથી આંધળા બનેલા મઘથી ઉન્મત્ત બનેલા, દુષ્ટ કુમારોવડે જે કંઈપણ તમારો અપરાધ કરાયો હોય તે મારા પર પ્રસન્ન થઈ ક્ષમા કરવા યોગ્ય છે. (૩૯૪૧) અથવા કરાયેલ છે અપરાધ જેઓ વડે એવા બાલિશો (નાદાનો) પર તમારે કોપ ક્યાંથી હોય? કારણ કે કોપ શુભચારિત્રનો ઉચ્છેદ કરનારો છે. મહર્ષિઓ શુભચારિત્ર માત્ર ધનવાળા હોય છે. એ પ્રમાણે વિનયથી કેશવ ક્ષમાપના કરે છતે તે ત્રિદંડી લેશ પણ ઉપશમને પામતો નથી. ઉલટો અધિકતર ક્રોધે ભરાય છે અને કહે છે કે મારા વડે તે દુષ્ટ કુમારો પ્રહાર કરતા હતા ત્યારે અકાર્યમાં આ પ્રમાણે નિયાણું કરાયું કે હે કેશવ! તારી નગરીમાં તને અને બળદેવ બેને છોડીને બાકીના સર્વયાદવ કુળ તથા સર્વલોકનો વિનાશ મારાથી થાય. આ મારી પ્રતિજ્ઞા છે અને તે યુગાંતે પણ અન્યથા નહીં થાય. કેવલી વડે જોવાયેલી વસ્તુઓ અન્યથા થતી નથી. તેથી હે ગોવિંદ ! તું અહીં નિરર્થક ખેદ ન કર. તે આ પ્રમાણે બોલે છતે બળદેવ પણ ભાઈને આ પ્રમાણે વારે છે કે વક છે હાથ, પગ અને નાક જેના, વિસદશ છે આંખો જેની, હીન છે સર્વ અંગો જેના, સ્થૂળ છે હોઠ, દાંત અને નાક જેના એવા માણસો હે કૃષ્ણ! શાંતિને પામતા નથી. (૩૯૪૮) તેથી હે ભાઈ! ગુસ્સે થયેલા આના વડે જે કંઈપણ વિચારાયું છે તે થાઓ કેમકે થનારી વસ્તુઓને વિશે આપણે પણ સમર્થ નથી તો તે ભલે કરે. આ પ્રમાણે કૃષ્ણ અને રામ બંને પણ મોટા શોકવાળા પોતાની નગરીમાં આવ્યા અને કૃષ્ણવડે બીજે દિવસે સર્વ નગરીમાં દ્વિીપાયનવડે કહેવાયેલ દુર્વચનની ઘોષણા વિસ્તારથી સર્વત્ર કરાવાઈ. જેથી વ્રત નિયમ - ઉપવાસમાં રત સર્વ પણ લોકો થાઓ અને લોકો વડે પણ વ્રત - નિયમ - ઉપવાસ શરૂ કરાયા અને ફરીથી પણ રૈવતગિરિપર ભગવાન અરિષ્ટનેમિનું સમવસરણ રચાયું અને સર્વે પણ યાદવો અંતઃપુર સહિત પ્રભુના નંદન નિમિત્તે 176 Page #194 -------------------------------------------------------------------------- ________________ ત્યાં ગયા અને જિનને નમીને સ્વસ્થાને બેઠા. (૩૯૫૩) ત્યાં ધર્મ સાંભળીને અલમુક, શાબ, નિષધ – પ્રદ્યુમ્ન અને સારણ પ્રમુખ સંવિગ્ન કુમારોએ દીક્ષા લીધી. આંસુથી ભરાયેલી છે આંખો જેની એવા કૃષ્ણ પાસેથી કોઈક રીતે રજા લઈને, સંસારવાસથી કંટાળેલી રુકિમણી દીક્ષા લે છે. સનિદાનવાળો દ્વિપાયન પણ મરીને ભવનપતિના અગ્નિકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થાય છે અને પૂર્વભવના વૈરને યાદ કરીને ગુસ્સે ભરાયેલો દ્વારિકા નગરીમાં આવે છે અને ત્યાં વ્રત અને નિયમમાં રહેલ, ધર્મમાં ઉઘત, દેવગુરૂના ભક્ત એવા સર્વલોકને જુએ છે, તેથી ધર્મના પ્રભાવથી ઉપસર્ગ કરવાને શક્તિમાન થતો નથી અને છિદ્રોને શોધતો પાપી ત્યાં જ ભમે છે. દ્વારિકા નગરીનો લોક પણ છઠ્ઠ – અઠ્ઠમ - ચાર ઉપવાસ ત૫ વિશેષથી તથા વ્રત અને બ્રહ્મચર્યને ધારણ કરતો હંમેશા પણ અપ્રમત્ત રહે છે (૩૯૫૯) જેટલામાં અગીયાર વરસ પૂરા થયા અને બારમું વરસ શરૂ થયું ત્યારે તપથી જીતાયેલ દ્વિીપાયન દેવ ભ્રષ્ટ થયેલો નાશી ગયો. આ પ્રમાણે વિચારી ફરીથી પણ લોક કીડા કરે છે. માંસમઘાદિનું ભોજન કરે છે. પાપોમાં આસક્ત મનવાળા લોકો પ્રમાદી થયા. પછી તે સમય જાણીને પ્રાપ્ત કરાયું છે છિદ્ર જેના વડે એવો તે દેવ ગુસ્સે ભરાયો અને સર્વ નગરીમાં વિચિત્ર ઉત્પાતને બતાવે છે. ઘરોમાં રહેલા લેપ્યાદિમય પુતળાઓ અટ્ટહાસને કરે છે. ઊંચી કરેલી ભૂકુટિવાળા ચિત્રમાં આલેખેલા દેવો હસે છે. ભવનના શિખરો કંપે છે, ચારે બાજુ વૃક્ષો સળગે છે, નગરીમાં વ્યાપદો ભમે છે, ભૂકંપો થાય છે, ગ્રહો ધૂમાડાને છોડે છે, ઉલ્કા પડે છે. વ્યંતરકૃત ગર્જના થાય છે. છિદ્રવાળું રવિમંડળ અંગારાના વરસાદને વરસે છે. અપર્વમાં (૪૩) ચંદ્ર અને સૂર્યના ગ્રહણો થાય છે. અને તે દેવ વેતાલ - ભૂત - શાકિનીઓથી યુકત નગરીના મધ્યમાં ભમે છે. (૩૯૬૬) નગરનો લોક પણ સ્વપ્નમાં લાલ વસ્ત્ર અને કુસુમના વિલેપનથી વિલિસ એવા પોતાને કાદવના મધ્યમાંથી ખેંચાતા જુએ છે. પછી નગરીમાં કાષ્ટ, તૃણ અને પાંદડાને ભરી દેતો યુગાંત તુલ્ય સંવર્તકવાય તેનાવડે વિદુર્વાયો અને ભયભીત થયેલા ચારે દિશાઓમાં બહાર પલાયન થતા લોકોને તે ક્રોધી સુરાધમ દેવ બળાત્કારે અંદર નાખે છે. આઠેય દિશામાં અંદર ઘણો પવન તેનાવડે વિક્યો અને આ પવનથી વનોને ઉખેડીને તથા તૃણ, કાષ્ઠ, ઢેફા તથા સેંકડો શિલાઓને દ્વારિકા નગરીમાં નાખે છે. (૩૯૭૦) સાઈઠ કોડનો સમૂહ બહાર અને બોતેર કોડનો સમૂહ અંદર બંને ભેગો કરીને નગરીની અંદર કર્યો. આ પ્રમાણે કાષ્ઠ અને ઘાસના સમૂહવાળી તે નગરીને કરીને કોધે ભરાયેલો દેવ પ્રચંડ પવનથી ફેલાયેલી અગ્નિથી નગરીને સળગાવે છે. ક્ષણથી જ્વાળાઓ વડે ગગનતળ પૂરાય છે જેની અંદર બાળવૃદ્ધ સહિત ચિંતાતુર સર્વલોક વિલાપ કરતો બળે છે. કોડો ઘરો તથા તિર્યંચોને બાળે છે. દ્વારિકા નગરીના દાહના સ્વરૂપને વિસ્તારથી વર્ણન કરવા કોણ શકિતમાન છે? પછી તે સર્વ અનાથ લોકને બળતો જોઇને કૃષ્ણ તથા રામ પોતાના પિતા વસુદેવને માતા દેવકી તથા રોહિણીને ચઢાવીને નીકળ્યા પરંતુ જોડાયેલા ઘોડા તથા વૃષભો દેવવડે ખંભિત કરાયા હોવાથી ચાલતા નથી. પછી રથને (3) અપર્વગ્રહણ : સૂર્યગ્રહણ અમાસના જ થાય અને ચંદ્રગ્રહણ પુનમના જ બીજા કોઇ દિવસે ન થાય પણ અહીં પુનમ અને અમાસ તિથિ સિવાય પણ ગ્રહણો થાય છે તે અપર્વ ગ્રહણ કહેવાય છે. 177 Page #195 -------------------------------------------------------------------------- ________________ સ્વયં કૃષ્ણ અને રામ ખેંચે છે એટલે તડ” એમ કરતા બંને ધરીઓ તૂટી તો પણ તેઓવડે બળથી ખેંચીને કઢાય છે ત્યારે હે પરાક્રમી કૃષ્ણ ! હે હે વીરોમાં પરાક્રમી બળદેવ! હે સ્વામિન્ ! અગ્નિમાં બળતા એવા અમારું તું રક્ષણ કર. (૩૯૭૯) આ પ્રમાણે દ્વારિકામાં ઘરે ઘરે પ્રલાપ કરતા લોકોને સાંભળતા તેઓ વડે તે રથ નગરીના દરવાજા પાસે લવાયો. ગાઢબંધ કરાયેલ કપાટને દેવવડે ઇન્દ્ર ખીલાથી (જ) બંધ કરાયો. પછી બળદેવ પેનીના પ્રહારથી તે કપાટને ભાંગે છે તો પણ રથ બહાર નીકળતો નથી. પછી દેવ તે બંનેને આ પ્રમાણે કહે છે કે અરે ! તમે મારા પર ફોગટ ગુસ્સે ન થાઓ. કેમકે તમને પહેલાં કહ્યું છે કે તમે બેને છોડીને બાકીના સર્વમાંથી કોઈપણ બચશે નહીં તેથી તમે માતા - પિતાના રાગને છોડો. આ પ્રમાણે દેવવડે કહેવાય છતે માતા - પિતા વડે રામકૃષ્ણ કહેવાય કે હે વત્સ! તમે જલદીથી બહાર નીકળો અને પોતાના પ્રાણોનું રક્ષણ કરો. યાદવ કુલના નાભિભૂત, પ્રસિદ્ધ પરાક્રમવાળા એવાં તમે જીવે છતે સર્વ પણ લક્ષ્મીઓ ફરીથી મળશે. અમારા વિશે તમારા વડે સર્વ પ્રકારનો ઉદ્યમ કરાયો છે. ત્રિભુવનમાં પણ કોઈપણ ભવિતવ્યતાથી બળવાન નથી. (૩૯૮૬) શ્રી નેમિજિનેશ્વર પાસે અમારાવડે દીક્ષાને કેમ ગ્રહણ ન કરાઈ ? તેથી તમે જાઓ અહીં અમે સ્વકૃત કર્મને ભોગવીશું. આ પ્રમાણે માતા પિતા વડે આગ્રહપૂર્વક કહેવાયેલા, દુઃખથી ભરપુર શરીરવાળા કૃષ્ણ અને બળભદ્ર માંડ-માંડ નગરીમાંથી નીકળ્યા અને જીર્ણ ઉદ્યાનમાં રહ્યા. પછી તે સળગતી નગરીને તથા ઘણાં પ્રલાપોથી રડતા લોકને જુએ છે. બળતા નાના છોકરાઓ માતાના કંઠમાં વીંટળાય છે. દુઃખી માતા પણ બળેલા અન્યની ઉપર પડે છે. ભવનના સમૂહો ફુટે છે, કીડા પર્વતોના શિખરો તૂટે છે. તિર્યંચો વિરસ રહે છે, ભયભીત સ્ત્રીવર્ગ પ્રલાપ કરે છે. ઈત્યાદિ દ્વારિકામાં અસમંજસ જોઈને, મોટા પોકારોથી કૃષ્ણ કરૂણાવાળા દીન વચનોને બોલતો રહે છે. (૩૯૯૨). હે હતભાગ્ય ! ત્રણસો સાઈઠથી અધિક લડાઇઓ જેના વડે જીતાઈ છે તથા જરાસંધનું માન જેનાવડે મોડાયું છે એવું મારું પરાક્રમ ક્યાં ગયું? દેવોથી અધિષ્ઠિત ચકાદિ રત્નો હેલાથી ક્યાં ગયા? મારી આજ્ઞાને કરનારા આઠ હજાર દેવો ક્યાં ગયા? અશિવને, ઉપશમ કરનારી તે ભેરી એકાએક ક્યાં નષ્ટ થઈ ? (૩૯૯૫) ઈન્દ્રનો સહાયક વૈશ્રમણી નગરીનો રચનાર તથા તે વીરકુમારો તથા રાજાઓ ક્યાં ગયા? ઇત્યાદિ પ્રલાપ કરતા કૃષ્ણને કોમળવાણીથી બલદેવ કહે છે કે હે બાંધવ ! તારાવડે શું ભગવાનનું વચન નથી સંભળાયું? સમૃદ્ધિની જે પરાકાષ્ટા છે તે સર્વે પણ અહીં જ પતનના અંતવાળી છે જેમ ગાઢ એવા અરણ્યના તૃણ - વૃક્ષોના સમૂહોની પરાકાષ્ટા અંતમાં નાશ પામે છે તેમ અહીં દ્વારિકામાં સર્વ પણ વસ્તુઓ નાશ પામનારી છે. પુણ્યના ઉદયમાં સમૃદ્ધિનો ઉદય થાય છે, પુણ્યના ક્ષયમાં સમૃદ્ધિનો ક્ષય થાય છે અંતે બંનેનો ક્ષય થાય છે. (૩૯૯૯) ઈન્દ્રજાળ સમાન સંસારના રસીક જીવોને પુણ્ય અને સમૃદ્ધિના ઉદયનો કંઇપણ ભેદ જણાતો નથી. પરંતુ તે જીવોની કોઇપણ તે મોહની નિબિડ ગ્રંથિનો ઉદય છે કારણ કે કેટલાકો એક વસ્તુ અસ્થિર પણ માને છે, જાણે છે અને બીજાને સ્થિર માને છે, જાણે છે અને બીજું અહીં સેંકડો આરંભોને શાશ્વત બુદ્ધિથી ચલાવે છે નહીંતર જિનેશ્વર વડે કહેવાયેલા તે વચનો જેના મનમાં વસે છે તે (m) ઇન્દ્ર ખીલો : ઈંદ્રનીલો દરવાજાનો એક ભાગ છે જેનાથી દરવાજો સજ્જડ બંધ કરાય છે. 178 Page #196 -------------------------------------------------------------------------- ________________ મોટા કષ્ટને પ્રાપ્ત થયો હોય તો પણ બાળકની જેમ કેમ પ્રલાપ કરે? તેથી જિનવચનને યાદ કર, ધીરજનું અવલંબન કર અને સ્થિર થા. સાહસ છે ધન જેઓનું એવાઓને ફરીથી પણ સંપત્તિઓ દુર્લભ નથી. આ પ્રમાણે રામવડે આશ્વાસિત કરાયેલ કેશવ કહે છે કે હે ભાઈ! સમૃદ્ધિથી રહિત અને સ્થાનથી ભ્રષ્ટ આપણે હમણાં કઈ દિશામાં જઈશું? (૪૦૦૪) પછી બલભદ્ર કહે છે કે પાંડુપુત્રો આપણા પરમ બંધુઓ છે અને તેઓ હમણાં દક્ષિણ મથુરામાં છે, આપણે ત્યાં જઈએ. આ પ્રમાણે મંત્રણા કરીને કૃષ્ણ અને બળદેવ મથુરા નગરી તરફ ચાલ્યા. હવે આ બાજુ દ્વારિકા નગરી ચારે બાજુથી બળે છે ત્યારે રામનો કુજ વારક નામનો શ્રેષ્ઠપુત્ર, બાળક એવો ચરમ શરીરી મહેલના ટોંચ ઉપર ચઢીને, ઊંચી બાહુ કરીને પોકાર કરે છે કે તે નેમિ સ્વામીનો હું શિષ્ય છું. હમણાં હું વ્રતનિયમને ધરનારો છું. નેમિ જિનેશ્વરની આજ્ઞામાં નિરત છું. જે જિનવચન સત્ય હોય તો અને જો જિનેશ્વરોનું શાસન હોય તો અને હું આ ભવમાં મોક્ષગામી કહેવાયેલ હોઉં તો હું શા માટે બળું છું? આ પ્રમાણે કહે છતે જીં ભક દેવોવડે ઊંચકીને પલ્લવદેશમાં જિનેશ્વરની પાસે લઈ જવાયો. (૪૦૧૦) અને ત્યાં દ્વારિકામાં રહેલી રામની પત્નીઓ સહિત બત્રીસ હજાર કૃષ્ણની સ્ત્રીઓએ બીજા યાદવ સ્ત્રી પુરૂષોએ અને કુમારોએ શ્રી નેમિ જિનેશ્વરને ચિત્તમાં કરીને અનશન કર્યું. છ માસ સુધી બળેલી દ્વારિકા નગરી સમુદ્રવડે ડુબાવાઈ. રામ અને કેશવ પણ માર્ગમાં કંદમૂળ અને પત્રોનું ભોજન કરતા અને શુદ્ધ ભૂમિપર શયન - આસન સ્થાનોને કરતા, પર્વતના ઝરણાં અને નદીઓના જળનું પાન કરીને, શોકથી ગળતા છે આંસુ જેના એવા તેઓ સામાન્ય જનની જેમ પગેથી જ જાય છે. નથી જણાયું સ્વરૂપ જેઓ વડે (અર્થાત્ માર્ગના અજાણ) એવા કૃષ્ણ અને બળદેવ કોઈપણ રીતે (મુશ્કેલીથી) સૌરાષ્ટ્ર દેશને પાર કરે છે. (૪૦૧૫) અને દુઃખથી ભરાયેલું છે મન જેઓનું એવા તે બે આગળ ચાલે છે ત્યારે માર્ગમાં હસ્ત કલ્પ નગરમાં કૃષણ ભુખથી એવો પીડાયો કે જેથી કરૂણતાથી કહે છે કે હે બાંધવ! થાકેલો હું હવે આગળ ચાલવાને સમર્થ નથી. તેથી ક્યાંયથી પણ ભક્ત પાનને લઈ આવ. પછી બળદેવ કહે છે કે હે વત્સ! તું ધીરજ રાખ આ હું હમણાં લઈ આવું છું. પછી નગરની અંદર જઇને વીંટીને વટાવીને અન્નાદિકને ખરીદીને નગરમાંથી નીકળતો ધૃતરાષ્ટ્રના પુત્રવડે જોવાયો.(૪૦૧૮) નગરના દરવાજાને જલદીથી બંધ કરાવીને તે મહાબલ રાજાએ તેઓના વધને માટે ઘણું મોટું સૈન્ય મોકલ્યું. કરાયો છે સિંહનાદ જેનાવડે એવો બલદેવ પણ આલાન સ્તંભને ઉખેડીને સૈન્ય તરફ ચાલ્યો અને કૃષ્ણ પણ તેના શબ્દને જાણીને, આવીને નગરના દરવાજાને પેનીના પ્રહારથી ભાંગે છે અને દરવાજાના ટૂકડાને લઈને બલદેવની સાથે તેના સર્વ સૈન્યને ચૂરે છે. આગીયાના ઘણાં સમૂહો ભેગા થાય તો પણ તેઓ વડે અસ્ત સમયનો પણ સૂર્ય તેજથી ક્યારેય પણ જીવાતો નથી. લીલાથી નગરમાંથી બહાર નીકળી નિર્મળ સરોવર પર જઇને તે બંને પણ ભોજન પાણી કરીને ક્રમથી આગળ જતાં ફળ અને ફુલોના સારવાળા વૃક્ષોથી રહિત પોકાર કરતો હોય તેની જેમ ઊંચા હાથવાળો, સૂકાયેલ વૃક્ષોની સફેદ (ફિક્કી) ડાળીઓવાળા કૌશંબવનમાં પહોંચ્યા. (૪૦૨૪) મધ્યાહ્નના સૂર્યના 'કિરણોથી અને માર્ગના પરિશ્રમથી ઘણો દ્રુષિત થયેલો, મૂચ્છથી મીંચાઈ ગઈ છે આંખો જેની એવો કૃષ્ણ તે વનમાં ઝાડની નીચે બેસે છે અને કૃષ્ણ બળદેવને કહે છે કે હું તરસથી ઘણો 179 Page #197 -------------------------------------------------------------------------- ________________ પીડિત થયો છું ક્યાંયથી પણ પાણી લઇ આવ એમ કહીને એક પગ પર બીજા પગને ચઢાવીને માર્ગના વૃક્ષની નીચે સૂવે છે પછી તેના જ પીળા વસ્ત્રથી તેને ઓઢાળીને બળદેવ પણ પાણી લેવા માટે જલદી જાય છે. હવે ત્યાં ધારણ કરાયો છે શિકારીનો વેશ જેના વડે, યમની જેમ ધનુષ્ય અને બાણને ધારણ કરતો હોવાથી દુપ્રેક્ષ્ય મૃગોના શિકારને કરતો જરાકુમાર ક્યાંયથી પણ ત્યાં આવ્યો. આટલા કાળ સુધી પણ કૃષ્ણની રક્ષા કરવા માટે વનમાં રહ્યો. વનમાં રેશમી વસ્ર ઓઢેલા કૃષ્ણને જોઇને હરણની શંકાથી ધનુષ્યથી ખેંચેલા બાણને છોડે છે. તે બાણથી પગતળનાં મર્મપ્રદેશમાં વીંધાયેલ હરિ એકાએક બેસીને કહે છે કે અહો ! આ છલથી પ્રહાર કરનાર કોણ છે ? પોતાનું નામ ગોત્ર અને બીજું હમણાં મને જલદીથી કહો કારણ કે મારાવડે અજ્ઞાતવંશવાળો કોઇપણ ક્યારેય પણ હણાયો નથી. જરાકુમાર પણ કહે છે કે હરિવંશનો વિભૂષણ ધીર વસુદેવનો જરાદેવીની કુક્ષિમાં વસેલો હું પુત્ર છું અને ત્રૈલોક્યમાં બળવાન એક મલ્લભૂત એવા કૃષ્ણ અને બળદેવનો જરાકુમાર નામે ભાઇ છું અને કૃષ્ણની રક્ષા નિમિત્તે બાર વરસ સુધી આ વનમાં રહેલા મારાવડે ક્યારેય પણ અહીં માણસ જોવાયો નથી પરંતુ તું કોણ છે ? (૪૦૩૫) પછી કૃષ્ણ તેને કહે -છે કે હે પુરિસવર સિંહ ! તું અહીં આવ. હે નિરૂપમ સ્નેહવાળા ! તારો આ પરિશ્રમ નિષ્ફળ ગયો. તે હું પોતે તારો ભાઇ કૃષ્ણ છું જેના નિમિત્તે તું આટલો કાળ આ અરણ્યમાં દુઃખી થઇને વસીઓ. એ પ્રમાણે સાંભળીને ભયભીત થયેલો, શંકિત થયેલો હા હા દૈવ! શું આ કૃષ્ણ જ છે ? આ પ્રમાણે વિચારતો તે પણ જેટલામાં આગળ આવે છે તેટલામાં પોતાના ભાઇને જુએ છે તેથી મૂર્છાના વશથી ‘ધસ’ એમ કરતા જરાકુમાર પૃથ્વીપર પડે છે અને પછી કોઇક રીતે ચેતનાને મેળવીને પોકારોથી વિલાપ કરતો અતિ ઘણાં શોકથી દુઃખી થયેલો પૂછે છે કે હે નરકેસરી! તું ક્યાંથી આવ્યો ? તને શું થયું ? શું દ્વારિકા બળાઇ ? યાદવ કુળનો અંત થયો ? એ પ્રમાણે તેના વડે પુછાએ છતે કૃષ્ણ પણ તેને અહીં વનમાં આવ્યા સુધીનો સર્વ વૃત્તાંત કહે છે. પછી જરાકુમાર પણ અધિક વિલાપ કરે છે અને કહે છે કે ભાતૃઘાતી પાપી એવો હું ક્યાં શુદ્ધ થઇશ ? આ પ્રમાણે વિલાપ કરતા તેને કૃષ્ણ કહે છે કે હે નરેન્દ્ર ! શોકથી સર્યું. સર્વ પણ લોક પૂર્વે કરેલા પુણ્ય પાપને ભોગવે છે. (૪૦૪૩) શુભ કે અશુભ જે જીવો વડે અહીં જે રીતે ઉપાર્જન કરાયું છે તે તે રીતે જ પરિણમે છે ત્યાં અન્ય કોઇ અપરાધી બનતો નથી. તેથી જેટલામાં રામ મારા માટે પાણી લઇને ન આવે ત્યાં સુધીમાં તું જલદીથી પાછો ફર જેથી રામ પણ ભાતૃવધ ન કરે અને મારી પાસેથી કૌસ્તુભ રત્ન લઇને પાંડવપુરીમાં જા. તેઓને આ રત્ન અર્પણ કરજે અને આ વ્યતિકરને કહેજે થોડાક ભૂમિ ભાગ સુધી તારે અવડા પગે જવું નહીંતર પદાનુસરીથી રામ તને પકડી લેશે ઇત્યાદિ શિખામણ આપીને નહીં ઈચ્છતો છતાં પણ વિસર્જન કરાયો અને બાણને પગમાંથી કાઢીને અને કૌસ્તુભ મણિ લઇને તે ગયો. પછી ઘણો પીડાતો હોવા છતાં ઘણાં પ્રશાંત મુખવાળા તથા ચરણની વેદનાથી અંદરમાં તૂટતું છે સર્વ શરીર જેનું એવો કૃષ્ણ ઘાસનો સંથારો રચીને તેના ઉપર પલાંઠીવાળીને બેઠેલો, મસ્તક પર રચેલી છે અંજલિપુટ જેણે, વિનય સહિત કરાયો છે. ઉત્તરાસંગ જેનાવડે એવો તે કહે છે, ‘“ઇન્દ્રો વડે નમન કરાયા છે ચરણો જેના 180 Page #198 -------------------------------------------------------------------------- ________________ એવા સર્વ જિનેશ્વરોને નમસ્કાર થાઓ. શાશ્વત સ્થાનને પ્રાપ્ત થયેલા સર્વ સિદ્ધોને નમસ્કાર થાઓ નમસ્કાર થાઓ અને પંચાચારનું (૪૫) પાલન કરનારા અને ઉપદેશ આપવામાં રત એવા આચાર્યોને નમસ્કાર થાઓ. સૂત્ર રૂપી અમૃતના દાનમાં રત એવા સર્વ ઉપાધ્યાયોને પ્રણામ કરું છું. એક મોક્ષસુખને સાધવામાં રત, તપ અને નિયમમાં સુસ્થિત, સહાય કરવામાં તત્પર એવા સાધુઓને નિત્ય નમસ્કાર થાઓ. (૪૦૫૩) ક્ષાયિક સમ્યક્ત્વ રૂપી ગુણાદિ દાનથી કરાયેલ મોટા પ્રસાદ વડે, ભવરૂપી આંધળા કૂવામાંથી જેનાવડે હું ઉદ્ધાર કરાયો છું તેનો હું દાસ છું. સકલ ત્રણ લોકના પ્રભુ, ભૂષિત કરાયો છે હરિવંશનો પક્ષ જેના વડે, હમણાં પણ સૂર્યની જેમ ભવ્ય જીવોરૂપી કમળોને પ્રતિબોધ કરનારા અહીં રહેલા એવા મને જોનારા તેવા શ્રી નેમિનાથના ચરણ કમળોને હું વિશેષથી હંમેશા નમસ્કાર કરું છું. (૪૦૫૬) તે પરમેષ્ઠિ અને પરિવાર સહિત નેમિપ્રભુની વિમૂઢ એવા મારાવડે જે આશાતના કરાઇ છે તે આશાતનાનું હું મિથ્યા દુષ્કૃત કરું છું અને તથા રાજ્યારંભમાં નિરત એવા મારાવડે જે પાપો રાગદ્વેષથી અને પ્રમાદ અને અજ્ઞાનથી કરાયા છે તે મારા પાપોનું હું મિથ્યા દુષ્કૃત કરું છું. તથા આભવ અને પરભવમાં મન - વચન અને કાયાથી ક્યાંય પણ જીવો દુભાવાયા હોય તે સર્વ જીવો મને ક્ષમા કરો. હું પણ તેઓને ખમાવું છું અને હું સર્વ વૈરનો ત્યાગ કરું છું આ પ્રમાણે બોલતો અધિક વેદનાથી પીડાયેલો સંથારામાં સૂઇને, જિન સન્મુખ મસ્તકને કરીને વિચારે છે કે તે નેમિજિનેશ્વર ધન્ય છે, તે વરદત્તાદિ રાજાઓ ધન્ય છે, પ્રદ્યુમ્ન, શાંબ, સારણ વગેરે કુમારો પણ સુકૃતાર્થ છે. (૪૦૬૨) રાજીમતી, રુક્મિણી તથા માતાઓ અને યાદવીઓ ધન્ય છે જેઓવડે સંપૂર્ણ દુઃખનું ઘર એવો ગૃહવાસ ત્યાગ કરાયો. તત્ત્વમાં સારી રીતે લીન થયેલા, તપ-નિયમમાં રહેલા એવા સુખી છે કે જેઓ આ લોકમાં આવી વિટંબનાઓ સહન કરતા નથી અને પરલોકમાં પણ સુગતિમાં ગયા છે. વિષયમાં આસક્ત એવા મારાવડે ત્યારે વ્રત ગ્રહણ ન કરાયું તેથી અહીં પણ દારુણ દુઃખોને સહન કરું છું આ પ્રમાણે કૃષ્ણ આત્માની ભાવના કરે છે ત્યારે સર્વ અંગોને ભાંગતો પ્રબળ વાયુ કોપાયમાન થાય છે. પછી ઘણી વેદનાવાળો, તૃષ્ણાને વશ થયેલો, પ્રહારથી પીડાયેલો, પ્રબળ પવનની પીડાથી દુઃખી થયેલો ચાલ્યો ગયો છે પૂર્વનો વિવેક જેનો એવો કૃષ્ણ નગરીને અને ઋદ્ધિને તથા ભાઇઓને યાદ કરીને વિચારે છે કે હું એક હજાર વર્ષના આયુષ્યવાળો થયો ત્યાં સુધી કોઇપણ વડે પરાભવ નથી કરાયો પરંતુ જુઓ તો ખરી ! તે લિંગી માત્ર દ્વીપાયન વડે અકારણ મારા ઉપર શા માટે આવું આચરાયું ? ભુવનમાં એક મલ્લ એવા મારી પાસે તે કેટલો માત્ર છે. (૪૦૬૯) જો હું ક્યાંય પણ તેને જાઉં તો તેના નામને પણ નાશ કરું અને તેના ઉદરમાંથી નગરી કુલ અને રિદ્ધિને બહાર કાઢું. આ રીતે અંતમાં મનની અંદર અલક્ષ્ય (૪૬) એવા રૌદ્રધ્યાનને કરીને ત્રીજી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો. (૪૦૭૧) અને આ બાજુ બલભદ્ર પાણી લઇને ત્યાં આવ્યો અને કૃષ્ણ સુખથી સૂતો છે એમ માનતો એક ક્ષણ જેટલામાં રહ્યો તેટલામાં કાળી માખીઓ તેના મુખ પર ચોંટી. તે જોઇને જેટલામાં વજ્રને દૂર કરે છે તો મરેલા ભાઇને જુએ છે. સ્નેહના અતિરેકના વશથી શોકથી ઉત્પન્ન થયેલ (૫) જ્ઞાનચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચાર છે. (૪૬) અલક્ષ્ય રૌદ્રધ્યાન : વચન અને કાયાનું રૌદ્રધ્યાન પ્રગટ રૂપે ન હોય અને માત્ર મનથી જ રૌદ્રધ્યાન થયું હોય તેવું. 181 Page #199 -------------------------------------------------------------------------- ________________ છે હૈયામાં આઘાત જેનો એવો બળભદ્ર એકાએક લાકડાની જેમ નિશેષ્ટ પૃથ્વી પર ઢળી પડ્યો. પછી ભાનમાં આવ્યા પછી રામ ભયંકર મોટા અવાજને કરે છે અને વૃક્ષો અને પર્વતોના તોડાતા છે શિખરોના અગ્રભાગો જેના વડે એવા સિંહનાદને કર્યો. આ અરણ્યની મધ્યમાં સુખથી સૂતેલો પૃથ્વી પર એક વીર એવો મારો ભાઈ જે કોઈ અધમવડે હણાયો છે તે અધમ મારી પાસે અહીં પોતાનું કુળ, પરાક્રમ અને નામ જણાવે, છળ કરીને જે નાશી જાય તે કુતરાઓનો ધર્મ છે. રોહિણીપુત્ર (બળદેવ) ને હણ્યા વિના જે કૃષ્ણને હણેલો માને છે તે દુર્મતિ મૂઢાત્મા થોડોક સમય જ આનંદ પામશે. શસ્ત્ર વિનાનાને, સૂતેલાને, મત્ત થયેલાને, બાળકને, મુનિને, સ્થવિરને તથા સ્ત્રીને જે હણે છે તેના આલોક અને પરલોક બંને હણાયા છે. મોટા આવાજથી આ પ્રમાણે બોલતો રામ તે વનમાં ભમે છે અને શોક કરતો વારંવાર કૃષ્ણની પાસે આવે છે. પછી કૃષ્ણના મરણની ક્યાંયથી પણ ખબરને નહીં મેળવતો આશાથી મુકાયેલો કૃષ્ણને ભેટીને પ્રલાપ કરે છે. હે કૃષ્ણ ! હે મહાબલ! હે મારા નાનાભાઈ! ગુણથી મોટો ! અનાથ એવા મને મૂકીને હા ! તું કહ્યા વગર ક્યાં ગયો છે? (૪૦૮૨). હું રહું છું, હે ધીર! શું સારું પરાક્રમ? શું તારો યશ અથવા સૌભાગ્ય, રૂપ, રિદ્ધિ, સ્વીકૃતનું પાલન અથવા વાત્સલ્ય, ગંભીરતા, સ્થિરતા, શૂરવીરતા અથવા શું તારી બાણ શક્તિ, શું તારો ધર્મ ! શું તારી સત્યતા ! હે ગુણમય શરીર ! શું હું તને ન રડું અને પૂર્વે તું કહેતો કે હે રામ! તારા વિયોગને હું સહન નહીં કરું તેથી તે યાદવ ભૂષણ! એકાએક કેમ નિપુર થયો? હે કૃષ્ણ! શું જગતમાં એવો કોઈ પુરૂષ હશે જે પુરૂષવડે જવાયા માત્રથી ફરીથી પણ હું તારા સંગમના આનંદને મેળવીશ? આથી તારી પણ આવી અવસ્થા જોઈને અને સાંભળીને જે લોક અહીં જે કંઈપણ શોક કરશે તે લોક મૂઢ જ છે એમાં સંદેહ નથી. આ પ્રમાણે ઘણા પ્રકારે પૂર્વના પ્રસંગોને તથા રિદ્ધિને પ્રકટ કરીને, પ્રલાપ કરતો તે બળદેવ ઉન્મત્ત થયો. કૃષ્ણના તે શબને કાંધ ઉપર લઈને તે અરણ્યમાં ફુલોથી પૂજતો છ મહિના પૂર્ણ થયા ત્યાં સુધી ભમે છે ત્યાં સુધીમાં આ બાજુ તે સિદ્ધાર્થ વૈમાનિક દેવમાં ઉત્પન્ન થયો. અતિ સ્નેહથી વિનટિત ભાઈને જોઈને ત્યાં આવ્યો. (૪૦૯૦) હવે સ્નેહથી ચંચળ થયું છે મન જેનું એવા બળદેવને આજે પણ અસાધ્ય (પ્રતિબોધને અયોગ્ય) જાણી, કરાયેલ છે કુટુંબી (ખેડુતોનો વેશ જેનાવડે એવો તે દેવ પથ્થરના ગાડાને બતાવે છે. પર્વતના અતિ વિષમ માર્ગથી નીચે ઉતારતા સમાન ભૂમિપર લાવે છે તેટલામાં ગાડાના સેંકડો ટૂકડાઓ થયા અને તે ટૂકડાઓને જોડીને ફરીથી રથ સાંધે છે. તેને જોઈને બળદેવ કહે છે કે જે સેંકડો ટૂકડાથી ચૂરાયેલ પથ્થરના ગાડાને પણ સાંધતો તું મૂર્ણ કરતા પણ અધિક મૂર્ખ છે. દેવપણ તેને કહે છે કે જો આ તારો મરેલો પણ ભાઈ જીવશે (જીવતો થશે) તો હું પણ ગાડાને સાંધી શકીશ. તેથી ગુસ્સે થઈને બળદેવ ચાલ્યો ગયો. ફરી પણ બીજી જગ્યાએ પથ્થરની શિલાપર કમળોને રોપતો દેવ રામ વડે ઠપકો અપાયો. દેવ પણ તેને તે પ્રમાણે (પૂર્વ મુજબ) ઉત્તર આપે છે. (૪૦૯૫) અને ક્યાંક દાવાથિી બાળેલા સુકાયેલા વૃક્ષના કુઠાને પાણીથી સિંચન કરે છે અને ક્યાંક વળી મરેલી ગાયોના હાડકાઓને લાંબો સમય સુધી ભેગા કરીને જીવતી કરવા પ્રયત્ન કરે છે. બધી ગ્યાએ રામે દેવને ઠપકો આપ્યો, દેવ પણ તેને તેવા પ્રકારના ઉત્તરો આપે છે. પછી આવા પ્રકારના ઘણાં દષ્ટાંતોથી પ્રતિબોધ 182 Page #200 -------------------------------------------------------------------------- ________________ થયેલ રામ પણ વિચારે છે કે આ ભયંકર અરણ્યમાં આ પુરુષ નિષ્કારણ ભમતો નથી તેથી અહીં કાંઈક પ્રયોજન હોવું જોઈએ. આ પ્રમાણે રામવડે ઝડપથી વિચારાયે છતે પ્રકટ કરાયું છે પોતાનું સ્વરૂપ જેનાવડે અને બતાવ્યું છે સિદ્ધાર્થભાઈનું રૂપ જેનાવડે એવો દેવ રામના પૂર્વના કરાયેલ સંકેતને યાદ દેવડાવે છે અને આ પ્રમાણે કહે છે કે જરાકુમાર વડે બાણથી વીંધાયેલ કૃષ્ણ મરણને પામ્યો ઈત્યાદિ સર્વ કહ્યું છતે બળદેવ પ્રતિબોધ પામ્યો પછી તે બંને સાથે કૃષ્ણના શરીરનો અગ્નિ સંસ્કાર કરે છે. શ્રી નેમિ જિનેશ્વરની પાસેથી આકાશ માર્ગે બલદેવને દીક્ષા આપવાને માટે એક સાધુ આવ્યા. સંવિગ્ન થયેલ બળદેવ પણ તેની પાસે દીક્ષાને ગ્રહણ કરે છે. મંગી તુંગી પર્વતના શિખરો પર સિદ્ધાર્થ વડે કરાયેલ છે સેવા જેની, વધતો છે સંવેગ જેનો એવા તે બલદેવમુનિ ઉગ્ર તપ કરીને રથકાર અને મૃગની સાથે પાંચમાં દેવલોકમાં ગયા અને ત્યાંથી આવીને કૃષ્ણના તીર્થમાં સિદ્ધ થશે.(૪૧૦૪) અને દિવ્ય ઉપયોગવાળો આ (બળરામ દેવ) કૃષ્ણના મોહથી મૂઢ થયેલ કૃષ્ણની વેદનાના ઉપશમને માટે ત્રીજી નરક પૃથ્વીમાં ક્યારેક જાય છે. પોતાના પ્રભાવથી ત્યાં અશુભ ગંધાદિને દૂર કરે છે અને પોતાનો વૃત્તાંત કહે છે. અને કૃષ્ણનો પૂર્વભવ કહીને રામ હાથથી તેને ઉપાડવાની શરૂઆત કરી પણ પારાના રસની જેમ ફેલાઈ જતો હોવાથી કૃષ્ણના દેહને પકડવાને માટે દેવ સમર્થ થતો નથી. પછી હરિ કહે છે કે હે બાંધવ! અહીં તારા પ્રયાસથી સર્યું કેમકે પોતાના કરેલ સુકૃત અને દુષ્કતોને ભોગવ્યા વિના કોઈ છૂટી શકતો નથી.(૪૧૦૮) વિષય રૂપી આમિષમાં આસક્ત થયેલ મારા વડે શ્રી નેમિજિનેશ્વરના તે વચનો પૂર્વે ન કરાયા તેનું આ ફળ ભોગવાય છે અને તે દુઃખોને તું કે અન્ય બીજો કોઈપણ દૂર કરવાને માટે સમર્થ નથી. જેવી રીતે તારું સુખ બીજા કોઈથી હણાતું નથી તેવી રીતે મારું દુઃખ પણ બીજા કોઈથી હણાતું નથી. પછી દેવ પણ તેને કહે છે કે હે ભાઈ! તો પણ મને કંઈક આદેશ કર. પછી હરિ કહે છે જે એમ છે તો હું કહું છું કે મારું બીજું પણ મોહનું જે વિલસિત છે તેને તું સાંભળ. પહેલાં હું સમગ્ર ભુવનમાં પણ વિખ્યાત થઈને ત્યાંજ પાછો અપમાનિત થયેલો દુઃખથી અનાથની જેમ મરણ પામ્યો તે મને અત્યંત પીડા કરે છે તેથી ભરત ક્ષેત્રમાં દ્વારિકાના દાહમાં દુશ્મનો ખુશ થયા અને મિત્રો દુઃખી થયા. તેથી તું ત્યાં જઈને સર્વ અજ્ઞાન લોકને પ્રકટપણે મારા દર્શન કરાવ અને સર્વત્ર પૂજાને યોગ્ય કર આ પ્રમાણે સ્વીકારીને દેવ પણ ક્લદીથી ત્યાં આવ્યો. (૪૧૧૫) ગજ-શંખ-ચક્ર છે હાથમાં જેના, પીળા વસ્ત્રવાળા, ગરુડના ચિહ્નવાળા એવા કૃષ્ણને તથા હળ-મુશળને ધરનાર, નીલવસ્ત્રવાળા, તાલધ્વજથી યુક્ત રામને શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થયેલ શ્રેષ્ઠ રૂપને ધરનારા તે બંનેને વિદુર્વે છે પછી સંપૂર્ણ દેશ-નગર-ગામ-પ્રમુખ સ્થાનોમાં લોકોને પોતાના કુળથી સંયુક્ત, મહદ્ધિક પરિવારથી પરિવરેલ એવા પોતાના પૂર્વના રૂપોને બતાવતો દેવ સર્વત્ર આકાશ માર્ગથી પરિભ્રમણ કરે છે અને કહે છે કે હું કૃષ્ણ ભૂતગણને ઉત્પન્ન કરીને સંહાર કરું છું, સંહાર કરીને ફરીથી જીવોને ઉત્પન્ન કરું છું દ્વારિકા પણ પહેલાં મારાવડે રચાઈ અને પછી તે મારા વડે જ સંહારાઈ. તેથી હું કર્તા અને હણનાર બંને છું. (૪૧૨૦) હમણાં સ્વર્ગમાં જાઉં છું ફરી અહીં કારણવશથી આવીશ. બીજા બીજા શરીરોથી ઇચ્છા મુજબ હું કીડા કરું છું. હું માછલો, કાચબો, વરાહ, નરસિંહ, વામન, રામ, બળદેવ, પરશુરામ, ચકી તથા બુદ્ધ પણ હું 183 Page #201 -------------------------------------------------------------------------- ________________ થાઉં છું. હું સર્વગત છું તથા ત્રસ અને સ્થાવર સર્વભૂતોમાં વસુ છું. જીવો મારા સ્વરૂપે છે હું જીવોથી ભિન્ન નથી. તેથી હું જ પરમાત્મા છું. અહીં મને જ પૂજો જો પોતાની સમૃદ્ધિને ઇચ્છો છો તો હંમેશા મારી આરાધના કરો. આ પ્રમાણે દેશોમાં, નગરોમાં અને ગામોમાં તે દેવવડે સકલ લોકમાં ઘણાં પ્રકારે આ પ્રરૂપિત કરાયું તથા ઘણાં મોટા દેવકુલો કરાવીને અને સર્વત્ર જળ સ્થળોમાં સભા - પ્રા - મઠ - મંદિરોમાં દેવતાના રૂપથી કૃષ્ણને સ્થાપે છે. જે તેને સતત પૂજે છે તેને દેવ દ્રવ્ય વગેરે આપે છે અને જે અવજ્ઞા કરે છે તેને અનિષ્ટ પણ બતાવે છે. આ પ્રમાણે કૃષ્ણવડે કહેવાયેલા તે દેવ વડે સ્નેહથી તે રીતે આ મિથ્યાત્વ લોકમાં સ્થાપન કરાયું જે રીતે આજે પણ આ પ્રમાણે વર્તે છે. (૪૧૨૮) અને આ બાજુ જરાકુમાર મંડુમથુરા જઇને તે પાંડવોને દ્વારિકાના દાહાદિથી કેશવના મરણ સુધીના સર્વવૃત્તાંતને કહે છે અને કૌસ્તુભ મણિ તેઓને અર્પણ કરે છે તેથી પરિજન સહિત તેઓ પણ ઘણાં પ્રકારથી પ્રલાપ કરે છે. હવે કોઇક વખત યુધિષ્ઠિરાદિના દીક્ષા સમયને જાણીને શ્રી નેમિ જિનેશ્વર ચતુર્ગાની શ્રી ધર્મઘોષ મુનિને મોકલે છે. પાંચશો સાધુઓથી પરિવરેલા તે મુનિ પણ ત્યાં આવ્યા તેમની પાસે શ્રી નેમિ જિનેશ્વર વડે કહેવાયેલ ધર્મને સાંભળીને પંડુના પાંચે પણ પુત્રો ધીર સંવિગ્ન થયેલા, જરાકુમારને રાજ્ય પર સ્થાપીને દ્રોપદી વગેરેની સાથે દીક્ષા લે છે. (૪૧૩૩) અને ઘોર અભિગ્રહો લઇને ઘોર તપ કર્મ કરે છે. કોઇક વખત ભીમ પણ ભયંકર અભિગ્રહને આ પ્રમાણે ગ્રહણ કરે છે. ભાલાના અગ્રભાગથી અપાયેલી ભિક્ષાને ગ્રહણ કરીશ, બીજું ગ્રહણ નહીં કરું. ધીર એવા તેનો તે પણ અભિગ્રહ છ માસે પૂર્ણ થયો. પછી તેઓ બાર અંગને ભણીને પૃથ્વીતળપર અનુક્રમે વિચરતા નેમિ જિનેશ્વરને વંદન કરવા ચાલ્યા. ભગવાન પણ મધ્યદેશમાં જુદા જુદા જનપદો (દેશો) માં જઇને ઉત્તર દેશમાં રાજ્યપુરાદિ નગરમાં વિચરે છે. ીમંત પર્વત તરફ જઇને પ્રભુ ઘણાં મ્લેચ્છ દેશોમાં રાજાઓને તથા અમાત્યોને ધર્મમાર્ગમાં સ્થાપન કરતા વિચરે છે. એ પ્રમાણે આર્ય અને અનાર્ય ઘણાં દેશોમાં વિચરીને ગંગા જળના પ્રવાહથી ધોવાયેલો છે શિલાનો સમૂહ જેનો એવા ીમંત પર્વત પાસે પધારે છે અને કિરાત દેશમાં વિચરે છે. પછી હ્રીમંત પર્વત પરથી ઊતરીને ભવ્ય જીવો રૂપી કમળોને બોધ કરતા પ્રભુ દક્ષિણ દેશમાં (દક્ષિણ ભરતાર્ધમાં) વિચરે છે. (૪૧૪૦) અને પછી ભગવાન અઢાર ગણધરોથી યુક્ત, અઢાર હજાર સાધુઓથી યુક્ત, ચુમાલીસ હજાર સાધ્વીઓથી યુક્ત, ચારસો ચૌદપૂર્વીઓથી પ્રણામ કરાતા, અવધિજ્ઞાનથી સંપન્ન પંદરશો સાધુઓથી સેવાતા, એક હજાર મનઃપર્યવજ્ઞાનીઓથી પર્યુંપાસના કરાતા, પંદરસો કેવળીઓથી અલંકૃત, પંદરસો વૈક્રિય લબ્ધિધારી સાધુઓથી વંદન કરાતા, આઠસો શ્રેષ્ઠ વાદી મુનિઓથી સ્તવના કરાતા, એક લાખ ઓગણોસીત્તેર હજાર મિથ્યાત્વરૂપી મહાપિશાચના મુખમાંથી મુકાયેલ શ્રાવકોવડે તથા ત્રણ લાખ છત્રીશ હજાર શ્રાવિકાઓ વડે બહુમાન કરાતા, દેવેન્દ્રોવડે સ્તવના કરાતા, અસંખ્યાતા કોડ દેવોથી સેવાતા, દેવીઓના સમૂહોથી અભિનંદન કરાતા, હજારો રાજાઓથી વીંટળાયેલા, વિદ્યાધર રાજાઓના સમૂહથી નમન કરાતા, પોતાના નિર્વાણ ગમનના સમયને જાણીને, ક્રમથી વિહાર કરતા સર્વદેશોમાં અલંકારભૂત એવા સૌરાષ્ટ્ર દેશમાં પધાર્યા અને પછી આમ્ર - બકુલ 184 Page #202 -------------------------------------------------------------------------- ________________ - તિલક - પુન્નાગ - નાગ - હરિચંદન - પરિજાત - કલ્પવૃક્ષ - કપૂર વૃક્ષના ખંડોથી મંડિત એવા કરતાં ઝરણાના સમૂહોના પાણીઓના પૂરથી શીતળ પરમ રમણીય એવા તે ઉજ્જયંત મહાપર્વત પર પ્રભુ પધાર્યા. આસન કંપાદિથી પ્રભુના નિર્વાણ સમયને જાણીને અપ્સરાઓના સમૂહોથી યુક્ત અસંખ્યતા કોડ ભવનપતિ - વાણવ્યંતર - જ્યોતિષ અને વૈમાનિક દેવોથી વીંટળાયેલા બત્રીશ ઇન્દ્રો ત્યાં આવ્યા અને તે જ ક્ષણે પ્રભુનું અંતિમ સમોવસરણ રચાયું. પૂર્વે વર્ણન કરાયેલા સ્વરૂપવાળા સિંહાસન પર ત્રિલોકબંધુ ભગવાન અરિષ્ટનેમિ સ્વામી બેઠા. પૂર્વ દિશાથી પ્રવેશ કરીને અને જિનને વિધિથી વંદન કરીને, અગ્નિખૂણામાં પૂજ્ય વરદત્તાદિ અઢાર ગણધરો બેઠા. તેઓની પાછળ પંદરસો કેવલીઓ બેઠા અને તેઓની પાછળ એક હજાર મન:પર્યવજ્ઞાનીઓ અને તેઓની પછી અવધિજ્ઞાનાદિ અતિશયવાળા અને પછી બાકીના સાધુઓ બેઠા અને તેઓની પાછળ અસંખ્ય વૈમાનિક દેવીઓ અને તેઓની પાછળ યક્ષિણી પ્રમુખ સર્વ સાધ્વીઓ બેઠી. દક્ષિણ દિશામાંથી પ્રવેશ કરીને ભવનપતિ - વાણવ્યંતર અને જ્યોતિષી દેવીઓ નૈઋત્ય ખૂણામાં બેસે છે. પશ્ચિમ દિશાથી પ્રવેશીને ભવનપતિ - વાણવ્યંતર અને જ્યોતિષી દેવો વાયવ્યખૂણામાં બેસે છે. ઉત્તરદિશામાં પ્રવેશ કરીને અતિશય ભક્તિથી જોડાયેલ છે અંજલિના પુટ જેનાવડે એવા સર્વે વૈમાનિક સુરેન્દ્રો ઈશાન ખૂણામાં બેસે છે. જણાયેલ છે શ્રી નેમિ જિનેશ્વરનો નિર્વાણ ગમનનો સમય જેઓવડે એવા જુદા જુદા દેશોમાંથી આવેલા રાજાઓ તથા ખેચર સ્ત્રી-પુરૂષોના સમૂહો બેઠા. અને એ પ્રમાણે એકેક દિશામાં ત્રણ ત્રણના કમથી ચતુર્વિધ પણ સંઘ બેસે છતે અને બીજા ગઢમાં પરસ્પર વિરૂદ્ધ અને અવિરૂદ્ધ સર્વ તિર્યંચો રહ્યા અને ત્રીજા પ્રકારમાં સર્વ યાન - વાહન મુકાયે છતે અને સકલ દેવ - મનુષ્ય અને અસુર લોક મળે છતે ભગવાન વડે સર્વ જીવોને પરમસંવેગ ઉત્પન્ન કરનાર જિનધર્મ કહેવાયો. ફરી સર્વ પુરૂષો કરૂણાથી સારી રીતે શિખામણ અપાયા, નહીં પૂછાયેલા એવા ઘણાં પ્રશ્નોના ઉત્તર અપાયા અને સંવેગને પામેલા ઘણાં જીવો દીક્ષા અપાયા અને કેટલાકોએ દેશવિરતિ ગ્રહણ કરી અને બીજા મિથ્યાત્વ રૂપી મહાકાદવની ગહનતામાંથી ઉદ્ધારાયા અને બીજા ભદ્રક ભાવમાં સ્થપિત કરાયા અને આ પ્રમાણે કુમારભાવમાં ત્રણસો વરસ ગૃહવાસમાં વસીને પછી દીક્ષા લઈને ચોપન દિવસ સુધી કર્મસ્થપણાથી રહીને અને સાતસો વરસમાંથી ચોપન દિવસ ઓછા એટલા વરસો સુધી કેવલી પર્યાય પાળીને સૂર્યની જેમ જુદા જુદા દેશોમાં વિચરતા ઘણાં ભવ્ય જીવો રૂપી કમળોને પ્રતિબોધ કરીને અંતે એક માસ ભક્ત પરિત્યાગથી પાદપોપગમન અનશન કરીને પરમશૈલેશીકરણમાં પ્રવેશીને સંપૂર્ણ ભવોપગપતિ કર્મ નિર્જરીને અષાઢ સુદ આઠમના દિવસના અંતિમ સમયે પાંચશો છત્રીશ સાધુઓની સાથે સર્વથા શરીરનો ત્યાગ કરીને શૈલેશીકરણના ચરમ સમયે પ્રભુ સિદ્ધ, બુદ્ધ, મુક્ત,પરીનિવૃત્ત અને સર્વ દુઃખથી રહિત થયા. પ્રદ્યુમ્ન- શાંબ- સારણ પ્રમુખ તથા રથનેમિ આદિ સાધુઓ સિદ્ધ થયા અને રાજીમતી પ્રમુખ સાધ્વીઓ સિદ્ધ થઈ. (૪૧૪૧) રાજા સમુદ્રવિજય તથા શિવાદેવી માહેન્દ્ર દેવલોકમાં ગયા અને કૃષ્ણની આઠ પટરાણીઓ મોક્ષમાં ગઈ જેથી કહેવાયું છે કે- 22ષભ પ્રભુના પિતા નાગ દેવલોકમાં ગયા છે. પછીના સાત પ્રભુના પિતા ઈશાન દેવલોકમાં ગયા છે અને પછીના 185 Page #203 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રભુના પિતા સનતકુમારમાં ગયા છે. પછીના આઠપ્રભુના પિતા માટેન્દ્ર દેવલોકમાં ગયા છે. પ્રથમના આઠ જિનેશ્વરની આઠ માતાઓ મોક્ષમાં ગઈ છે, પછીના આઠની માતાઓ સનતકુમાર દેવલોકમાં અને તેના પછી આઠની માતાઓ માટેન્દ્ર દેવલોકમાં ગઈ છે. પદ્માવતી, ગોરી, ગંધારી, લક્ષ્મણા, સુશીમા, જાંબવતી, સત્યભામા, રુકિમણી એ આઠ કૃષ્ણની પટરાણીઓ મોક્ષમાં ગઈ છે. દેવેન્દ્રની આજ્ઞાથી કુબેર મણિ અને સુવર્ણમય શિબિકાને બનાવે છે. રડતા દેવો જિનેશ્વરને તેમાં સ્થાપન કરે છે. (૪૧૪૬) ઈન્દ્રો સહિત સર્વ દેવો નૈઋત્ય દિશામાં જઈને મણિ અને રત્નોની શિલાથી બંધાયેલ ભૂમિપર વિપુલ ચિતાને રચે છે. ગોશીષ ચંદન-અગરુ કલ્પવૃક્ષ પ્રમુખ કાષ્ટથી યુક્ત ચિતામાં પ્રભુને સ્થાપીને અગ્નિ કુમાર દેવો અગ્નિને મૂકે છે. વાયુકુમાર દેવો પવનથી તેને ચારે બાજુથી ઉદ્દીપન કરે છે. પછી સમયે ક્ષીરોદધિના પાણીથી તેને બુઝાવે છે. શક અને ઈશાનેન્દ્ર દાઢાઓ અને વજ સમાન નખોને ગ્રહણ કરે છે અને બાકીના દેવો ચંદ્રના કિરણ સમાન બાકીના અવયવો ગ્રહણ કરે છે. (૪૧૫૦) દેવીઓ ફુલો ગ્રહણ કરે છે. રાજા, સ્ત્રી, પુરુષના સમૂહો વસ્ત્રોને ગ્રહણ કરે છે અને સર્વ પણ લોક હું પહેલો હું પહેલો એમ રાખને ગ્રહણ કરે છે. જિનેશ્વર ભગવાનની નિર્વાણ શિલા પર ઈન્દ્ર વજ વડે પ્રભુના શરીરના લક્ષણાદિને અને અરિષ્ટ નેમિનું નામ કોતરે છે. લક્ષણને ધરનારી પ્રતિમા તે પ્રદેશમાં બનાવીને જિનેશ્વરના ચરિત્રોને યાદ કરતા દેવસમૂહો પોતાના સ્થાને જાય છે. જિનેશ્વરના વંદનમાં ઉત્સુક એવા તે પાંડવો પણ કમથી આવતા ઉજજયંત પર્વતથી બાર યોજના અંતર સુધી પહોંચ્યા. અત્યંત ખુશ થયેલા પાંડવો પરિભાવના કરે છે કે સવારે નેમિજિનેશ્વરને વંદન કરીને, અમે માસખમણનું પારણું કરશું. પછી તેઓ વડે પ્રભુના નિર્વાણ ગમનનો મહોત્સવ સંભળાયો(જણાયો). ઉત્પન્ન થયો છે મોટો વિષાદ જેઓને એવા તેઓ પુંડરીક પર્વત પર આરૂઢ થયા. પછી મહાસત્ત્વશાળી તેઓ પારણાને કર્યા વિના અનશનને સ્વીકારે છે. નાશ કરાયા છે કર્મ રૂપી શત્રુઓ જેઓ વડે એવા તેઓ પાદપોપગમન અનશન કરીને મોક્ષમાં ગયા. (૪૧૫૭). આ પ્રમાણે શ્રી નેમિજિનેશ્વર અને રાજમતીનો નવમો ભવ કહ્યો અને આ નવમો ભવ કહેવાની સાથે તે ધીરનું આ ચરિત્ર પૂર્ણ થયું. સુપુરુષોના ચરિત્રો કોના મનમાં મોટા સંતોષને નથી કરતા? પરંતુ સૌભાગ્ય નિધિ શ્રી નેમિનાથનું ચરિત્ર વિશેષથી સંતોષને કરે છે. મહાપુરુષોના નામાક્ષરો પણ સંપૂર્ણ પાપોને નાશ કરવામાં સમર્થ હોય છે તો પછી પરમ મંત્ર સમાન શુદ્ધ ચરિત્રોની શી વાત કરવી? પોતાની શક્તિને ગણ્યા વિના અહીં કંઈપણ મારાવડે ભક્તિથી કહેવાયું છે કારણ કે ભરવાડ સર્વોત્તમ રત્નના ગુણો કેવી રીતે કહી શકે? (૪૧૬૧) શ્રી નેમિજિનેશ્વરનું ચરિત્ર ખરેખર નીતિ, વિનય, ધર્મ, કામ, મોક્ષ, સુખ લક્ષ્મી અને સર્વ પણ કલ્યાણને સાધી આપે છે. પરંતુ અહીં એક દોષ છે કે જે આ કાર્યમાં અમારી જેવો અબુધ વક્તા છે અને ધીમંતો કલ્યાણના કાર્યમાં દીન હૈયાથી તે દોષને ગ્રહણ કરતા નથી. માટીના વાસણમાં ગ્રહણ કરેલું અમૃત પણ પોતાનું કાર્ય કરે છે. કાદવમાં ઉત્પન્ન થયેલું કમળ દેવોવડે પણ મસ્તક પર ધારણ કરાય છે. રત્નાદિ પદાર્થો પામરના હાથરૂપી પલ્લવમાં ગ્રહણ કરાયા હોય તો પણ પોતાનું કાર્ય કરે છે તેમ બીજા સર્વે પણ સ્વગુણોથી પોતાનું કાર્ય સાધે છે. 186 Page #204 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે દૂધના ઘડામાં લીંબડાના રસનો એક છાંટો પડ્યો હોય તો વિકારને કરતો નથી તેમ ગુણોના સમુદાયમાં એક તુચ્છ દોષ વિકારને લાવતો નથી. ઘણું કરીને અન્યશાસ્ત્રોમાં મારા વડે જે જેવાયું છે તે સર્વ પણ મારાવડે અહીં કહેવાયું છે અને જે સ્વમતિથી જ કરાયું હોય અથવા સ્ખલના થઇ હોય તેની ક્ષમા કરવી. (૪૧૬૬) જે વિવેકી છે તે ધર્મને આચરે છે અને પાપોનો ત્યાગ કરે છે તે સર્વસુખનો ભાગી થાય છે અને કલ્યાણની પરંપરાને પામે છે. જે નેમિ જિનેશ્વરના ચરિત્રને કરે છે, સાંભળે છે, વાંચે છે, વ્યાખ્યાન કરે છે, લખે છે તે જરા - મરણ - રોગથી મુકાયેલો શાશ્વત સ્થાનને પામે છે. (૪૧૬૯) (આ પ્રમાણે નવ ભવથી યુક્ત શ્રીમદ્ નેમિજિનેશ્વરની ચરિત્ર કથા સમાપ્ત થઇ.) આ પ્રમાણે જેમ શ્રીમદ્ નેમિજિનવડે સંસારના સ્વરૂપની વિચારણા કરીને સદ્ - અનુષ્ઠાન કરાયું તેમ આદિ શબ્દથી સંગૃહીત અન્ય મુમુક્ષો વડેપણ સંસારના સ્વરૂપની વિચારણા કરીને જ સદ્ અનુષ્ઠાનો કરાયા છે અને તે મુમુક્ષો કહેવા મુજબ અનંતા છે તે સ્વયં જાણી લેવું. અહીં પણ કેટલાક કહેવામાં આવશે. આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ પૂર્ણ થયો. ભવભાવનાની ઉપાદેયતામાં બીજું પણ કારણ છે તેને વિશેષથી કહે છે. भवभावणनिस्सेणिं मोत्तुं च न सिद्धिमंदिरारुहणं । भवदुहनिव्विण्णाणऽवि जायइ जंतूण कइयावि ॥ ६॥ भवभावनानिःश्रेणिं मुक्त्वा च न सिद्धिमंदिरारोहणम् । भवदुःखनिर्व्विण्णानामपि जायते जंतूनां कदाऽपि ॥ ६॥ મૂળ ગાથાર્થ : સંસારના દુઃખથી કંટાળેલા જીવોને પણ ભવભાવના રૂપી નિસરણીને છોડીને સિદ્ધિરૂપી મંદિરમાં આરોહણ થતું નથી. (૬) किंच--भवदुःखनिर्विण्णानामपि जन्तूनां भवभावनैव निःश्रेणिर्भवभावनानिश्रेणिः तां मुक्त्वा सिद्धिसौधारोहणं न कदाचित् सम्पद्यते, अतः शेषपरिहारेण विशेषतः सैवोपादेयेति भावः ॥ ટીકાર્થ ઃ અને વળી સંસારના દુઃખોથી કંટાળેલા જીવોને પણ ભવભાવના રૂપી નિસરણીને છોડીને સિદ્ધિ રૂપી મહેલનું આરોહણ ક્યારેય પ્રાપ્ત થતું નથી આથી બીજા બધાનો ત્યાગ કરવાપૂર્વક વિશેષથી ભવની વિચારણા એજ ઉપાદેય છે એમ કહેવાનું તાત્પર્ય છે. यत एवं ततः किमित्याह જેથી આ પ્રમાણે છે તેથી શું કરવું એને કહે છે तम्हा घरपरियणसयणसंगयं सयलदुक्खसंजणयं । मोत्तुं अट्टज्झाणं भावेज सया भवसरूवं ॥७॥ तस्मात् गृहपरिजनस्वजनसंगतं सकलदुःखसंजनकम् । मुक्त्वाऽऽर्त्तध्यानं भावयितव्यं सदा भवस्वरूपम् ॥ ७॥ મૂળ ગાથાર્થ : તેથી ઘર - પરિજન તથા સ્વજનોની સંગવાળા સર્વ દુઃખોને ઉત્પન્ન કરનાર એવા આર્ત્તધ્યાનને છોડીને સદા સંસારના સ્વરૂપની વિચારણા કરવી જોઇએ. (૭) 187 Page #205 -------------------------------------------------------------------------- ________________ पाठसिद्धैव ॥ नन्वेषा भवभावना भवद्भिरागमे क्क पठ्यमाना दृष्टा ? इत्याह-- પ્રશ્નઃ આ ભવભાવના આપના વડે આગમમાં ક્યાં કહેવાયેલી જોવાઈ છે? ઉત્તર : આ ભવભાવના નીચેની ત્રણ ગાથાઓ વડે આગમમાં કહેવાઈ છે. તે ગાથાઓ આ પ્રમાણે છે – भवभावणा य एसा पढिजए बारसण्ह मज्झम्मि । ताओ य भावणाओ बारस एयाओं अणुकमसो ॥ ८॥ भवभावना च एषा पठ्यते द्वादशानां (भावनानां) मध्ये । ताश्च भावना द्वादश एता अनुक्रमशः॥८॥ पढमं अणिच्चभावं १ असरणयं २ एगयं च ३ अन्नत्तं ४ । संसार ५-मसुई चिय ६ विविहं लोगस्सहावं च ॥९॥ प्रथममनित्यभावमशरणत्वमेकत्वं । संसारमशुचित्वं चैव विविधं लोकस्वभावं च ॥९॥ कम्मस्स आसवं ८ संवरं च ९ निजरण १० मुत्तमे य गुणे । जिणसासणम्मि ११ बोहिं च दुलहं चिंतए मइमं १२॥ १०॥ युग्मम् कर्मणः आश्रवं संवरं च निर्जरणं उत्तमाँश्च गुणान्। जिनशासने बोधिं च दुर्लभं चिंतयेत् मतिमान् ॥१०॥ મૂળ ગાથાર્થ: આ ભવભાવના બાર ભાવનાની અંદર કહેવાઈ છે તે બાર ભાવનાઓ ક્રમથી આ પ્રમાણે છે – પ્રથમ અનિયત્વ ૧. અશરણત્વ ૨. એકત્વ ૩. અન્યત્વ ૪. સંસાર ૫. અશુચિ– . અને વિવિધ લોક સ્વભાવ ૭. કર્મનો આશ્રવ ૮. કર્મનો સંવર ૯. કર્મની નિર્જરા ૧૦. ઉત્તમ ગુણો ૧૧. અને જિનશાસનમાં બોધિ દુર્લભ એ પ્રમાણે મતિમાન વિચારે. एतासु द्वादशभावनासु मध्ये पञ्चमस्थाने संसारभावनेयं पठ्यते, सा चेह विस्तरतोऽभिधास्यते, तत् प्रसंगतः संक्षेपेण शेषा अपीति गाथात्रयभावार्थः । આ બાર ભાવનામાં સંસાર ભાવના પાંચમા ક્રમે કહેવાય છે અને તે અહીં વિસ્તારથી કહેવાશે અને તેના પ્રસંગથી બાકીની અગીયાર ભાવનાઓ પણ સંક્ષેપથી કહેવાશે એ પ્રમાણે ત્રણ ગાથાઓનો ભાવાર્થ છે. अवयवार्थं तु स्वयमेवाभिधित्सुः अनित्यत्वभावनां तावदाह-- વિસ્તારથી અર્થ કહેવાની ઇચ્છાવાળા સ્વયં ટીકાકાર પ્રથમ અનિત્ય ભાવનાને જણાવતા सव्वप्पणा अणिच्चो नरलोओ ताव चिट्ठउ असारो जीयं देहो लच्छी सुरलोयम्मिवि अणिच्चाई॥ ११ ॥ सर्वात्मनाऽनित्यो नरलोकस्तावत् तिष्ठत्वसारः । जीवितं देहो लक्ष्मीः सुरलोकेऽप्यनित्यानि ॥ ११ ॥ મૂળ ગાથાર્થ : મનુષ્ય લોક બધી રીતે અનિત્ય છે તે બાજુ પર રહો દેવલોકમાં પણ 188 Page #206 -------------------------------------------------------------------------- ________________ જીવિત શરીર અને લક્ષ્મી અનિત્ય છે. -૧૧ नरलोकस्तावत् सर्वात्मना नगनगरग्रामभवनादिभिः सर्वप्रकारैरनित्य इति प्रत्यक्षसिद्धत्वात्तिष्ठतु तावत्, न प्रतिपाद्यते, योऽपि सुरलोको लोके शाश्वततया प्रसिद्धस्तत्रापि भवनादीनां कथंचित् शाश्वतत्वेऽपि जीवितादीन्यनित्यान्येव, जीवितदेहयोः सुचिरमपि स्थित्वा कदाचित् सर्वनाशेन विनाशात्, लक्ष्म्या अपि महर्द्धिकैरितरेषां हठादपह्रियमाणत्वादिति ॥ अथ नदीपुलिनसार्द्रवालुकाविरचितहस्त्याद्युदाहरणेन सर्ववस्तूनां सामान्येनानित्यतामाह- ટીકાર્થ : પર્વત નગર ગામ - ભવનાદિથી સર્વ પ્રકારે નરલોક અનિત્ય છે એ પ્રમાણે પ્રત્યક્ષ સિદ્ધ છે તેથી તે ભલે તેમ હો તેનું અહીં પ્રતિપાદન કરાતું નથી પરંતુ જે દેવલોક લોકમાં શાશ્વત બુદ્ધિથી પ્રસિદ્ધ છે તેમાં પણ ભવનાદિનું કથંચિત્ શાશ્વતપણું હોવા છતાં લાંબો સમય સુધી પણ રહીને ક્યારેક પ્રાણ અને શરીરનો સર્વનાશથી વિનાશ થતો હોવાથી જીવિત વગેરે અનિત્ય જ છે. સામાન્ય દેવોની લક્ષ્મી મહર્ધિક દેવોવડે બળાત્કારે હરણ કરાતી હોવાથી તે પણ અનિત્ય છે. હવે નદીના કાંઠે ભીની રેતીથી બનાવેલ હાથી આદિના ઉદાહરણથી સર્વવસ્તુઓનું સામાન્યથી અનિત્ય પણું જણાવે છે. (૧૧) - नइपुलिणवालुयाए जह विरइयअलियकरितुरंगेहिं । घररज्जकप्पणाहि य बाला कीलंति तुट्ठमणा ॥ १२ ॥ नदीपुलिनवालुकायां यथा विरचितालीककरितुरङ्गैः । गृहराज्यकल्पनाभिश्च बालाः क्रीडन्ति तुष्टमनसः ॥ ॥ १२ ॥ तो सयमवि अन्नेण व भग्गे एयम्मि अहव एमेव । अन्नऽन्नदिसिं सव्वे वयंति तह चेव संसारे ॥ १३ ॥ ततः स्वयमप्यन्येन वा भग्ने एतस्मिन्नथवा एवमेव । अन्याऽन्यदिशं सर्वे व्रजन्ति तथा चैव संसारे ॥ १३ ॥ युग्मम् घररज्जविहवसयणाइएसु रमिऊण पंच दियहा । वच्चंति कहिंचिवि निययकम्मपलयानिलुक्खित्ता ॥ १४ ॥ गृहराज्यविभवस्वजनादिके रन्त्वा पंच दिनानि । व्रजन्ति कापि निजककर्मप्रलयानिलोत्क्षिप्ताः ॥ १४ ॥ મૂળ ગાથાર્થ : જેવી રીતે નદીના કાંઠે રેતીમાં બનાવેલ ખોટા હાથી ઘોડાઓથી અને ઘર - રાજ્યાદિની કલ્પનાઓથી ખુશ થયેલ મનવાળા બાળકો ક્રીડા કરે છે. ૧૨ પછી સ્વયં કે બીજા વડે રેતીમાં બનાવાયેલ આ હાથી - આદિ ભાંગે છતે અથવા એમજ મૂકી અન્ય - અન્ય દિશામાં સર્વ બાળકો ચાલ્યા જાય છે તેવી રીતે જ સંસારમાં જાણવું. ૧૩ ઘર -રાજ્ય - વિભવ - સ્વજનાદિમાં પાંચ દિવસ રમીને પોતાના કર્મરૂપી પ્રલય કાળના પવનથી ઊંચકાયેલા જીવો ક્યાંય પણ ચાલ્યા જાય છે. ૧૪ यथा नदीपुलिनवालुकादौ तथाविधतत्तत्कार्यासाधकत्वेनालीक विरचितक रितुरंगादिभिर्गृहराज्या दिकल्पनाभिश्च डिम्भास्तुष्टमनसः क्रीडन्ति, ततः स्वयमेव यदृच्छया अन्यान्यदिक्षु ते सर्वेऽपि व्रजन्ति, एवं संसारेऽपि सुरनरखेचरचक्रवत्र्त्यादयः प्राणिनो गृहराज्यविभवभार्यास्वजनादिषु विषये रन्त्वा रतिं बद्ध्वा 189 Page #207 -------------------------------------------------------------------------- ________________ पश्च दिनानि ततो निजकर्मैव प्रलयकालानिलस्तेनोत्क्षिप्ताः शुष्कपत्रतृणादिवत् क्वापि नरकादौ तथा व्रजन्तिअदृश्या भवन्ति यथा पश्चान्नामापि तेषां न ज्ञायते, उक्तं चस च नृपतिस्ते भावास्ता ललनास्तानि तस्य ललितानि । स च ते च ताश्च तानि च कृतान्तदष्टानि नष्टानि ।१ पल्योपमसागरोपमापेक्षया मनुष्यभवावस्थानस्यातितुच्छत्वख्यापनार्थं पञ्चदिनग्रहणमिति । स्वप्नप्रकारेण च वस्तूनामनित्यता भावनीयेत्याह -- ટીકાનો ભાવાર્થ જેવી રીતે નદીના કાંઠા ઉપર રેતીમાં તેવા પ્રકારના તે તે કાર્યને નહીં સાધી શકવાથી ખોટા બનાવેલ હાથી ઘોડાદિ વડે ઘર રાજ્યાદિની કલ્પનાથી ખુશ થયેલા બાળકો ક્રિીડા કરે છે પછી ઇચ્છા મુજબ કે અન્ય કોઇવડે આ હાથી ઘોડા ઘરાદિ ભંગાએ છતે અથવા નહીં ભંગાએ છતે પણ એમજ સ્વેચ્છાથી તેઓ બધા પણ અન્યોન્ય દિશાઓમાં ચાલ્યા જાય છે એ પ્રમાણે સંસારમાં પણ દેવ-મનુષ્ય-ખેચર-ચક્રવર્તી વગેરે જીવો ગૃહ રાજ્ય-વિભવપત્ની-સ્વજનાદિને વિશે પાંચ દિવસ રમીને પછી પોતાના કર્મરૂપી જ પ્રલયકાળના પવનવડે ઊંચકાયેલા સુકાયેલ પાંદડા ઘાસાદિની જેમ પાછળથી તેનું નામ પણ જગતમાં જણાતું નથી અને કહયું છે કે અને તે રાજા છે, તે ભાવો છે, તે સુંદર સ્ત્રીઓ છે, તેના તે સુંદર હાવભાવો છે. યમરાજથી કંસાયેલ તે રાજા, તે ભાવો, તે સુંદર સ્ત્રીઓ તથા તેની સુંદર ચેષ્ટાઓ નાશ પામી. પલ્યોપમ અને સાગરોપમની અપેક્ષાએ મનુષ્ય ભવનું અવસ્થાન અતિ તુચ્છ છે તે બતાવવા પાંચ દિવસનું ગ્રહણ કરેલું છે અને સ્વપ્નના પ્રકારથી વસ્તુઓની અનિત્યતા ભાવવી જોઈએ. તેથી કહે છે. अहवा जह सुमिणयपावियम्मि रज्जाइ इट्टवत्थुम्मि । खणमेगं हरिसिजंति पाणिणो पण विसीयंति ॥ १५॥ अथवा यथा स्वप्नप्राप्ते राज्यादाविष्टवस्तुनि । क्षणमेकं हृष्यन्ति प्राणिनः पुनर्विषीदन्ति ॥१५॥ कइयदिणलद्धेहिं तहेव रजाइएहिंतूसति । विगएहिं तेहिंवि पुणो जीवा दीणत्तणमुवंति ॥१६॥ कतिपदिनलब्धैस्तथैव राज्यादिकैस्तुष्यंति । विगतेषु तेष्वपि पुनर्जीवा दीनत्वमुपयान्ति ॥१६॥ મૂળગાથાર્થ અથવા જેવી રીતે સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ રાજ્યાદિ ઈષ્ટ વસ્તુમાં એક ક્ષણ જીવો ખુશ થાય છે પછી વિષાદ પામે છે તેવી રીતે કેટલાક દિવસો માટે પ્રાપ્ત થયેલ રાજ્યાદિથી જીવો ખુશ થાય છે પછી તે રાજ્યાદિ ચાલી ગયે છતે ફરી જીવો દીનપણાને પામે છે. (૧૫-૧૬). मदीयमन्दिरे तेजःस्फुरद्रत्नराशयो, द्वारे तु महास्तम्भार्गलिताः प्रवरकरिणो, बन्दुरासु जात्यतुरंगसाधनानि, विहितश्च महता विस्तरेण मम राज्याभिषेक इत्यादिप्रकारेण यथा स्वप्नेऽभीष्टवस्तुप्राप्तौ क्षणमेकं हृष्यन्ति देहिनः, पुनर्निद्रापगमे तन्मध्यादग्रतः किमप्यदृष्ट्वा विषीदन्ति, एवं साक्षात् कतिपयदिनलब्धराज्यादिष्वपि भावनीयं, न च वक्तव्यं साक्षालब्धराज्यादीनि बहुदिनभावीनि, क्षणभाविन्यस्तु स्वप्नचयो, यतः पल्योपमसागरोपमोपभुक्तास्वपि लक्ष्मीषु साध्यं न किंचिदीक्ष्यते, पुरतः पुनरप्यनन्तभवभ्रमणांद, उक्तं च 190 Page #208 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ચઃ મારા ઘરમાં તેજથી સ્કુરાયમાન થતો રત્નનો ઢગલો છે. આંગણાના સ્તંભોમાં શ્રેષ્ઠ હાથીઓ બાંધેલા છે, અશ્વશાળામાં જાત્ય અશ્વો તથા સાધન સામગ્રી છે. ઘણાં વિસ્તારથી મારો રાજ્યાભિષેક કરાયો છે. ઈત્યાદિ પ્રકારથી કેવી રીતે સ્વપ્નમાં ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં એક ક્ષણ જીવો ખુશ થાય છે. ફરીથી નિદ્રા દૂર થયે છતે ઉપર બતાવેલી વસ્તુઓમાંથી એક પણ વસ્તુને સામે નહીં જોઈને વિષાદને પામે છે એવી રીતે સાક્ષાત્ કેટલાક દિવસો માટે પ્રાપ્ત થયેલા રાજ્યાદિમાં પણ ભાવના કરવી. સાક્ષાત્ પ્રાપ્ત થયેલ રાજ્યાદિ ઘણાં દિવસો સુધી રહેનારા છે જ્યારે સ્વપ્નમાં મળેલી ઋદ્ધિઓ ક્ષણ પુરતી ટકનારી છે એમ પણ તમારે ન કહેવું કારણ કે સાક્ષાત્ મળેલી લક્ષ્મી પલ્યોપમ અને સાગરોપમ કાળ સુધી ભોગવાયે છતે પણ તેનું સાધ્ય (ફળ) કંઈપણ જોવાતું નથી (હાથમાં આવતું નથી) અને કહ્યું છે કે સકલ ઈચ્છિતને આપનાર કામધેનુ ગાય જેવી લક્ષ્મીઓ ભોગવાઈ તેથી શું? સ્વધનથી પ્રેમીઓને ખુશ કર્યા તેથી શું? જીવો શરીરની સાથે કલ્પકાળ (કલ્પ એટલે દેવોના બે હજાર યુગપ્રમાણકાળ). સુધી રહે તેથી શું? દુશ્મનના માથા પર પગ મૂક્યો તેથી શું? - એ પ્રમાણે સંસારમાં કંઈપણ સાધ્ય નથી, સાધ્યની સિદ્ધિ થતી નથી. આ સંસાર સ્વપ્ન અને ઈન્દ્રજાળ સમાન છે, પરમાર્થથી શૂન્ય છે.જો ચેતના હોય તો તે લોકો ! અત્યંત સુખને આપનાર અને જે બાધા વિનાનું છે તે બ્રહ્મ (પરમાનંદ) ની ઈચ્છા કરો. ૨ ' હવે ઈન્દ્રજાળ સંધ્યા-અભરાગ-ઈન્દ્રધનુષ અને ગંધર્વનગરની સમાનતાથી સર્વસમુદાયો (વસ્તુઓ)ની અનિત્યતાને જણાવતા કહે છે. रूप्पकणयाइ वत्थु जह दीसइ इंदयालविजाए। खणदिट्ठनहरूवं तह जाणसु विहवमाईयं ॥१७॥ रूप्यकनकादिवस्तु यथा दृश्यन्ते इन्द्रजालविद्यया । क्षणदृष्टनष्टरूपं तथा जानीहि विभवादिकम् ॥१७॥ संझब्भरायसुरचावविन्भमे घडणविहडणसरूवे । विहवाइवत्थुनिवहे किं मुज्झसि जीव ! जाणंतो ? ॥१८॥ संध्याभ्ररागसुरंचापविभ्रमे घटनविघटनस्वरूपे । विभवादिवस्तुनिवहे किं मुह्यसि जीव ! जानानः ? ॥ १८ ॥ पासायसालसमलंकियाइं जइ नियसि कत्थइ थिराइं। गंधव्वपुरवराई तो तुह रिद्धीवि होज्ज थिरा ॥ १९॥ प्रासादशालसमलंकृतानि यदि पश्यसि कुत्रचित् स्थिराणि । गान्धर्वपुरवराणि तर्हि तव ऋद्धिरपि भवेत् स्थिरा ॥१९॥ મૂળગાથાર્થ જેવી રીતે ઈન્દ્રજાળ વિદ્યાથી રુખ-સુવર્ણાદિ વસ્તુ ક્ષણમાં જોતાં જ નષ્ટ થયેલી દેખાય છે તેવી રીતે વિભવાદિમાં જાણવું. ૧૭ ચય અને અપચય સ્વભાવવાળી સંધ્યા સમયના વાદળના રાગ તથા ઈન્દ્રધનુષની શોભાની જેમ વિભાવાદિ વસ્તુ સમૂહ જાણવા છતાં હે જીવ! તું કેમ મુંઝાય છે? ૧૮ * પ્રાસાદ અને કિલ્લાથી અલંકૃત એવા ગંધર્વનગરોને જો તું ક્યાંય સ્થિર જુએ છે તો તારી રિદ્ધિ પણ સ્થિર હોય. ૧૯ 191 Page #209 -------------------------------------------------------------------------- ________________ "ये प्रातस्ते न मध्याह्ने न ते निशि । ये निशायां न तेऽन्येद्यु-रिन्द्रजालमहो विधेः ॥१॥ सुरपुरि सुरधणु सरयघणु विज्जुज्जोयसमाणु । जीविउ जोव्वणु धणिय धणु, घरु परियणु वि पहाणु ॥२॥ एवं च सर्ववस्तुव्यापकेऽनित्यत्वे निरर्थकः प्राणिनामात्मगर्वः, अतिक्रान्ताश्चेह अनन्ता महीयांसोऽपि, किं पुनः शेषा ? इति दर्शयति-- અને કહ્યું છે કે જે સવારે છે તે બપોરે નથી. જે બપોરે છે તે રાત્રે નથી, જે રાત્રે છે તે બીજે દિવસે નથી महो! विधिनी छन्द्रनण? ईन्द्रपुरी, न्द्रधनुष, १२६, वित, यौवन, विपुलधन, घर, प्रधान पनि सर्व વીજળીના ચમકારા સમાન ક્ષણિક છે. ૨ અને આ પ્રમાણે અનિત્યત્વ સર્વ વસ્તુઓમાં વ્યાપક છે(વ્યાપીને રહેલ છે.) તેથી પ્રાણીઓનો આત્મગર્વ નિરર્થક છે. સંસારમાં અનંતા મોટાઓ (સમર્થો) ચાલ્યા ગયા છે તો પછી બાકીનાની શું વાત કરવી? આને બતાવે છે. धणसयणबलुम्मत्तो निरत्थयं अप्प ! गव्विओ भमसि । जं पंचदिणाणुवरिं न तुमं न धणं न ते सयणा ॥ २०॥ छाया- धनस्वजनबलोन्मत्तो निरर्थकमात्मन् ! गर्वितो भ्राम्यसि। यत् पञ्चदिनानामुपरि न त्वं न धनं न ते स्वजनाः॥२०॥ कालेण अणंतेणं अणंतबलचक्किवासुदेवावि । पुहईए अइकंता कोऽसि तुमं ? को य तुह विहवो ? ॥ २१ ॥ छाया- कालेनानंतेनानंतबलचक्रिवासुदेवा अपि। पृथिव्यामतिक्रान्ताः कोऽपि त्वं ? कश्च तव विभवः ? ॥ २१॥ મૂળગાથાર્થ ધન-સ્વજન-બળથી ઉન્મત્ત થયેલ છે આત્મ! ગર્વિત થયેલ એવો તું નિરર્થક ભમે છે કેમકે પાંચ દિવસ પછી તું નહીં રહેશે, તારું ધન કે સ્વજનો કંઈપણ નહીં २हे. २० આ પૃથ્વી ઉપર અનંતકાળથી અનંતા બળદેવો-ચક્રવર્તીઓ અને વાસુદેવો પણ ચાલ્યા ગયા તો પછી તું કોણ છે? અને તારો વિભવ શું છે?.૨૧ गतार्थे एव, अभिहितं च-- "येषां वित्तैः प्रतिपदमियं पूरिता भूतधात्री, यैरप्येतद् भुवनवलयं निर्जितं लीलयैव । तेऽप्येतस्मिन् गुरुभवहृदे बुबुदस्तम्बलीलां, धृत्वा धृत्वा सपदि विलयं भूभुजः सम्प्रयाताः ॥१॥" भवतु नन्वेवं सति वस्तूनामनित्यता, कानि पुनस्तानि मरणाच्च तैरनित्यैरपि स्वयं परः कोऽपि रक्ष्यते नवेति निवेद्यतामित्याह અને કહ્યું છે કેજેઓના ધનવડે આ પૃથ્વીનું દરેક સ્થાન પૂરાયેલું છે અને જેઓ વડે પણ આ ભુવનવલય 192 Page #210 -------------------------------------------------------------------------- ________________ લીલાથી જીતાયેલું છે તેઓ પણ સંસાર રૂપી મોટા સરોવરમાં પરપોટાના ગુચ્છા (ઝૂમખાં)ની લીલાને ધારણ કરી તરત વિલય પામે છે તેમ સર્વ રાજાઓ ચાલ્યા ગયા છે(નાશ પામ્યા છે). ૦૧. વસ્તુની અનિયતા હોતે છતે ભલે તેમ થાઓ. કેટલીક વસ્તુઓ ભલે તેમ હોય પણ તે અનિત્ય વસ્તુઓ વડે પણ મરણથી સ્વ કે પર કોઈપણ રક્ષણ કરાય છે કે નહીં તે તમે નિવેદન કરો (જણાવો) આથી કહે છે કેभवणाई उववणाई सयणासणजाणवाहणाईणि । निच्चाई न कस्सइ नविय कोइ परिरक्खिओ तेहिं ॥ २२ ॥ भवनान्युपवनानि शयनासनयानवाहनादीनि । नित्यानि न कस्यापि नापि च कोऽपि परिरक्षितस्तैः ॥ २२॥ મૂળગાથાર્થ ભવનો, ઉપવનો, શયન, આસન, વાહન વગેરે કોઈને પણ નિત્ય નથી અને તેઓ વડે કોઈપણ રક્ષણ કરાયું નથી. ૨૨ प्रकाटाथैव, अभ्यधायि च"गजतुरगभटानां कोटयो दर्पितानां, प्रवरर'मणिरम्याः सौधसंघाः श्रियश्च । वज्रति यमनगर्यां यान्ति नैतानि पत्यौ, विदधति न च तस्य त्राणमापद्गतस्य ॥१॥" इति, मात्रादिभिरप्यतिवल्लभैरेकत्र सहवासः प्रेमा'संधकौ चानित्याविति दर्शयति-- અને કહેવાયું છે કે કોડો અભિમાની હાથી-ઘોડા અને સૈનિકો, શ્રેષ્ઠ પ્રિય સ્ત્રીઓ, મહેલોના સમૂહો અને લક્ષ્મીઓ જ્યારે તેનો ધણી (સ્વામી) યમ નગરીમાં જાય છે ત્યારે ધણીની સાથે આ સર્વવસ્તુ પાછળ જતી નથી અને આપત્તિને પ્રાપ્ત થયેલ સ્વામીનું રક્ષણ કરતી નથી. ૧ અતિપ્રિય એવી માતાઓની સાથે એકત્ર સહવાસ તથા પ્રેમનો સંબંધ બંને અનિત્ય છે તેને બતાવે છે. . मायापिईहिं सहवड्डिएहिं मित्तेहिं पुत्तदारेहिं । एगयओ सहवासो पीई पणओविय अणिच्चो ॥२३॥ मातापितृभिः सहवृद्धैर्मित्रैः पुत्रदारैः । एकतः सहवासः प्रीतिः प्रणयोऽप्यनित्यः ॥२३॥ મૂળગાથાર્થ માતા-પિતા સહવર્ધિત (ભાઈઓ) મિત્રો, પુત્ર અને સ્ત્રીઓ સાથેનો સહવાસ પ્રીતિ તથા પ્રણય પણ અનિત્ય છે.૨૩ "कृत्वा गौरवमादरेण विपुलं दत्त्वा धनं नित्यशः, सद्भावात् प्रविधाय तानि च सदा प्रायः प्रियाण्येव हि .संदर्यातिशयेन शुद्धविनयं संवत्सरैर्भूरिभिर्यत् प्रेम प्रचितं तदेकवचसा त्रुट्यत्यकाण्डे क्षणात् ।१।" इति उक्तशेषाणामप्यर्थानामनित्यतामाह । ટીકાઈઃ આદરથી ગૌરવ કરીને, હંમેશા વિપુલ ધન આપીને, સદ્ભાવથી ઘણું કરીને તે પ્રિયો (અનુકૂળ કાર્યો) કરી આપીને, અતિશય શુદ્ધ વિનય બતાવીને, ઘણાં વરસો સુધી જે પ્રેમ એકઠો કરાયો છે તે અકાળે એક વચન માત્રથી ક્ષણમાં તૂટે છે. -૧ 193 Page #211 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે બાકીના પદાર્થોની પણ અનિત્યતાને કહે છે. बलरूवरिद्धिजोव्वणपहुत्तणं सुभगया अरोयत्तं । इटेहिँ य संजोगो असासयं जीवियव्वं च ॥ २४ ॥ बलरूपऋद्धियौवनप्रभुत्वं सुभगताऽरोगत्वम् । इष्टैश्च संयोगोऽशाश्वतं जीवितव्यं च ॥ २४ ॥ __ भूगाथार्थ: ५५-३५-r-योवन-प्रभुत्व-सुमाता-मारोय-5ष्टनी सानो સંયોગ અને જીવિતવ્ય સર્વ અનિત્ય છે. ૨૪ 'उत्तानार्थव ॥ तदेवं व्यापकेऽनित्यत्वे स्थिते यत् कृत्यं तदुपसंहारपूर्वकमुपदर्शयन्नाह તેથી આ પ્રમાણે અનિયત્વ સર્વત્ર છે એમ સિદ્ધ થયે છતે જે કરવા જેવું છે તેને ઉપસંહાર કરવાપૂર્વક બતાવતા કહે છે - इय जं जं संसारे रमणिज्जं जाणिऊण तमणिच्चं । निच्चम्मि उज्जमेसु धम्मेच्चिय बलिनरिंदोव्व ॥ २५॥ इति यद् यद् संसारे रमणीयं ज्ञायते तदनित्यम् । नित्ये उद्यच्छेः धर्मे चैव बलिनरेन्द्र इव ॥ २५॥ મૂળ ગાથાર્થ આ પ્રમાણે સંસારમાં જે જે રમણીય છે કે તે અનિત્ય છે એમ જાણીને બલરાજાની જેમ નિત્ય એવા ધર્મમાં જ ઉદ્યમ કરો. ૨૫ इति उक्तप्रकारेण यद् यद् बलरूपसमृद्धियौवनयुवतिप्रभुत्वादिकं संसारे रमणीयं वस्त्ववलोक्यते तत्तत् सर्वमनित्यं ज्ञात्वा नित्यस्वरूपे धर्म एव बलिनरेन्द्रवत् सदैवोद्यच्छेः - उद्यमं कुर्याः त्वं, नान्यत्र ॥ अत्राहननु पुण्यप्रकृतिप्रतानरूपो धर्म उच्यते, ततस्तस्यापि स्वस्थितिक्षयेण पापव्यापारपूरप्रतिहत्याकाण्ड एव प्रतिपातसम्भवेन वाऽनित्यताघ्रातत्वात् कथं नित्यत्वम् ?, अपरं च--यदि राज्यरमणीयरूपयौवनग्रामनगरसमृद्धयाद्यभीष्टवस्तुसम्प्रयोगाणामनित्यता तर्हि धर्माचरणे किमायातं ?, न हि तेनापि विधीयमानेन शरीरसमृद्धयादीनां असौ समापतन्ती निवारयितुं पार्यते, श्रूयते यत्कृष्टधर्मकर्तृणां बहूनामपि सनत्कुमारादीनां शरीरादिविनाशः, तत् किमर्थक्षयदेहक्लेशविधायिना एतद्विधानेनेति?, अत्रोच्यते यत्तावदुक्तं धर्मोऽप्यनित्य इति, तत्र सिद्धसाध्यता, एकान्तनित्यत्वस्य जैनानां नित्यव्योमादिष्वप्यसिद्धेः, तर्हि "निच्चम्मि उज्जमेजसु धम्मे च्चिय" इत्येतदसंबद्धमिति चेन्न, अभिप्रायापरिज्ञानात्, धर्मो हि सुदेवत्वसुमानुषत्वाद्यवाप्तिक्रमेण परम्परया मोक्षलक्षणं नित्यं कार्यमुपकल्पयतीत्यसौ नित्योऽत्र विवक्षितः, कार्यगतधर्मस्य कारणेऽप्युपचारात्, मोक्षेऽपि जैनानामेकान्तनित्यत्वमसिद्ध, कथंचिन्नित्यता तु तरुभवनधनादिष्वप्यस्तीति न किंचिदनित्यं स्यादिति चेत्, नैवं अर्पितानर्पितसिद्धेः, यत्र हि यः पर्यायः कुतोऽपि कारणादप्ति उत्कटो विवक्ष्यते तत्र तेनैव व्यपदेशः प्रवर्त्तते, नेतरेण, मोक्षे चानन्त. सुखात्मकत्वानन्तज्ञानदर्शनमयत्वसिद्धत्वादिलक्षणो नित्यपर्याय एवोत्कटो विवक्षितोऽतस्तेनैव व्यपदेशो, मोक्षसाधकानुष्ठाने मुमुक्षुप्रवृत्त्यभावप्रसङ्गाद, अतो न तेनेह व्यपदेशः, यदि हि मोक्षोऽप्यनित्य इति कथ्यत तदा तत्राप्यानाश्वासात् तत्साधक कष्टानुष्ठानेषु मुमुक्षवो न प्रवर्तेरन, तस्मात् मोक्षलक्षणनित्यकार्यसाधकत्वान्नित्यो धर्मः । यदप्युक्तं 'न हि तेनापि विधीयमानेन शरीरे' त्यादि, तदप्ययुक्तं, नहि वयं ब्रमो यदुत कृतमात्र एव धर्मः शरीरसमृद्ध्यादीनां विनाशं सद्य एव निरुणद्धि, किं तर्हि ?, क्रमेण यथा हि सद्भेषजमुपयुज्यमानं क्रमशो व्याधिप्रबन्धानुच्छेदयति एवं धर्मोऽपि जातिजरामरणाद्युपद्रवानिति, सद्भेषजं क्वचित् सद्य एव रोगनिवृत्तिं कुर्वदुपलभ्यते इति चेत्तदेतद्धर्मे ऽपि समानं, 194 Page #212 -------------------------------------------------------------------------- ________________ पञ्चपरमेष्ठिनमस्कारस्मरणरूपधर्ममात्रादपि दारिद्रयविषविषधरशाकिनीभूताद्युपद्रवाणां क्वचित् सद्य एव निवृत्तिदर्शनात्, मरुदेवीस्वामिनीप्रभृत्यन्तकृत्केवलिनामनन्तानामपि चरणधर्माऽऽचरणात् सद्य एव जातिजरामरणरागद्वेषाद्यशेषक्लेशविच्छे दश्रवणाच्चेति, अथ सदौषधमुपयुज्यमानं प्रतिदिनं स्वल्पबहुबहुतरबहुतमादिरूपेण गुणविशेषं दर्शयति न धर्म इति चेत्तदयुक्तं, तथा हि-- रङ्कमात्रेणापि सदगुरुसनिधाने विधिवत् प्रतिपन्नश्चरणधर्मः सद्य एव करोति सकलजनपूजनीयता, प्रापयत्यतिदुरवारैरपि वस्त्रपात्रोपाश्रयभेषजादिभिः सत्कारं, सूत्रामृतं च प्रतिदिनमुपयुञानस्य प्रशमादिगुणवृद्धयासुखासिकावृद्धिरुपजायते, उक्तं च--“एगमासपरियाये समणे णिग्गंथे वाणमंतराणं देवाणं तेयलेसं.वीइवयइ जाव दुवालसमासपरियाए समणे णिग्गंथे अणुत्तरोववाइयाणं देवाण तेयलेसं वीइवयइ" त्ति, अर्थक्षयदेहक्लेशौ च सेवावाणिज्यकृषिकर्मादिषु प्रवृत्तानां सर्वत्र दृश्येते, न च तेषामपि सद्य एव लाभो भवति, किन्तु क्रमेणैव, इत्यलं विस्तरेण, अत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, ग्रन्थगहनताप्रसंगात्, तस्माद् व्यवस्थितमिदं--यथा सद्भेषजपथ्याधुपयोगादेव सद्यः क्रमेण वा रोगनिर्वृत्तिर्वाणिज्यादिक्रियात एवाऽर्थलाभादिस्तथा सद्धर्मानुष्ठानादेव जातिजरामरणरोगाद्युपद्रवव्रातस्य सर्वथा निवृत्तिर्नान्य इति बलिनरेन्द्रवत् सर्वेणापि स.एव यत्नतो विधेयः । कोऽयं बलिनरेन्द्र ? इति चेदुच्यते ટીકાર્થ એ પ્રમાણે કહેવાયેલા પ્રકારોથી જે જે બળ- રૂપ- સમૃદ્ધિ-યૌવન- સ્ત્રી-પ્રભુત્વ આદિ વસ્તુ સંસારમાં રમણીય જવાય છે તે તે સર્વ અનિત્ય છે એમ જાણીને બલિરાજેન્દ્રની જેમ નિત્ય સ્વરૂપવાળા ધર્મમાં જ તું ઉઘમ કર, બીજે નહીં. - પૂર્વપક્ષઃ (૧) પુણ્ય પ્રકૃત્તિના વિસ્તાર રૂપ ધર્મ કહેવાય છે તેથી તે પુણ્યપ્રકૃત્તિની સ્થિતિના ક્ષયથી પાપ વ્યાપારના પૂરથી હણાયેલ પુણ્યનો અકાળે જ નાશનો સંભવ હોવાથી અથવા અનિત્યતાથી સૂંઘાયેલું હોવાથી ધર્મનું કેવી રીતે નિત્યત્વ કહેવાય?અને બીજું - (૨) જે રાજ્યનું રમણીય રૂપ- યૌવન-સમૃદ્ધિ આદિ અભીષ્ટ વસ્તુના સંયોગની અનિત્યતા છે તો પછી ધર્મની આરાધનાનું શું ફળ મળ્યું.(અનિત્ય એવું રાજ્ય ધર્મથી જ મળ્યું છે તેથી ધર્મ અનિત્ય થયો) ધર્મની આરાધનાથી શરીર સમૃદ્ધિ આદિની થતી વિનાશિતા નિવારી શકાય તેમ નથી. સંભળાય છે કે ઉત્કૃષ્ટ ધર્મ કરનારા સનતકુમાર વગેરે ઘણાના શરીરાદિનો વિનાશ સંભળાય છે તેથી અર્થ (ધન)નો ક્ષય અને દેહને ક્લેશ આપનારા આ ધર્મની આરાધનાથી શું? જૈનઃ અહીં ઉત્તર અપાય છે “ધર્મ પણ અનિત્ય છે” એમ જે તમે કહ્યું. તેમાં સિદ્ધસાધ્યતા છે અર્થાત્ અમે જૈનો પણ ધર્મને કથંચિત્ અનિત્ય માનીએ છીએ તે અમને સિદ્ધ છે તેને તમે સિદ્ધ કરી આપ્યું તેથી સિદ્ધ સાધ્ય છે કેમકે અમે જૈનો આકાશને પણ એકાંત નિત્ય માનતા નથી. પૂર્વપક્ષઃ તો પછી નિષિ ૩ઝm/ ધમે વિઅર્થાત્ નિત્ય એવા ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઈએ એ તમારું વાક્ય અસંબંધવાળું થશે. જૈનઃ એ વાકય અસંબંધવાળું નહી થાય. તમે અમારો અભિપ્રાય જાણતા નથી કારણ કે ધર્મસુદેવત્વ, સુમાનુષત્વ આદિ પ્રાપ્ત કરાવીને પરંપરાથી મોક્ષ સ્વરૂપ નિત્ય કાર્યને પ્રાપ્ત કરાવી આપે છે તેથી ધર્મ નિત્ય છે એમ વિચક્ષા કરાઈ છે. અહીં કાર્યગત ધર્મનો કારણમાં ઉપચાર કર્યો છે. મોક્ષમાં પણ જૈનોને એકાંત નિયત્વ અસિદ્ધ છે. (મોક્ષ કાર્ય છે અને ધર્મ તેનું કારણ 195 Page #213 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે. ધર્મ નિત્ય થયો.) પૂર્વપક્ષ ઃ વૃક્ષભવન ધનાદિમાં પણ કથંચિત્ નિત્યતા છે તેથી કંઈપણ અનિત્ય નહીં રહે. જૈન ઃ ના,આ રીતે સર્વ વસ્તુઓ નિત્ય બની જતી નથી. તત્ત્વાર્થ સૂત્ર છે કે અર્પિતાનર્વિતસિદ્ધેઃ (૫-૩૧) જ્યાં જે પર્યાય કોઈપણ કારણથી (અપેક્ષાથી)ઉત્કૃષ્ટ પણે વિવક્ષા કરાય છે ત્યાં તે પદાર્થથી જ વ્યપદેશ પ્રવર્તે છે બીજાથી નહીં અને મોક્ષમાં અનંતસુખ છે, અનંતજ્ઞાન છે, અનંતદર્શન છે, સિદ્ધત્વાદિપર્યાય નિત્ય છે એના ઉત્કૃષ્ટપણાની વિવક્ષાએ મોક્ષ નિત્ય છે એમ વિવક્ષિત કરાયો છે. હવે જો ‘ધર્મ અનિત્ય છે' એવો વ્યપદેશ કરાય તો મોક્ષ સાધક અનુષ્ઠાનમાં મુમુક્ષોની પ્રવૃત્તિનો અભાવ થશે તેથી ધર્મનો તેવો વ્યપદેશ કરાતો નથી. હવે જે મોક્ષપણ અનિત્ય છે એવો વ્યપદેશ કરાય તો મોક્ષ સાધક અનુષ્ઠાનમાં મુમુક્ષોની પ્રવૃત્તિનો અભાવ થશે તેથી મોક્ષનો તેવો વ્યપદેશ કરાતો નથી. હવે જો તેમાં (ધર્મમાં) પણ વિશ્વાસ નહીં રહેવાથી મોક્ષને સાધી આપનારા કઠીન અનુષ્ઠાનોમાં મુમુક્ષો પ્રવૃત્તિ નહીં કરે. તેથી ધર્મ પણ મોક્ષરૂપ નિત્ય કાર્યને સાધનારો હોવાથી ધર્મ પણ નિત્ય કહેવાય છે. ‘નહિ તેનાપિ વિધીયમાનેન ફરારીરે'ત્યાદ્રિ એ પ્રમાણે જે કહ્યું છે તે પણ અયુક્ત છે. ‘ધર્મારાધનની શરૂઆત કરાય કે તુરત જ શરીરની સમૃદ્ધિ આદિનો વિનાશ અટકી જાય છે’ એમ અમે નથી કહેતા. પૂર્વપક્ષ : તો તમે શું કહેવા માગો છો ? જૈન : અમે એમ કહીએ છીએ કે ધર્મારાધનની શરૂઆત કરાય પછી ક્રમે ક્રમે શરીરની સમૃદ્ધિ આદિનો વિનાશ અટકે છે. જેવી રીતે સદ્વેષજનો પ્રયોગ કરવામાં આવે તો વ્યાધિની અવિચ્છિન્ન પરંપરા (સાતત્ય) ક્રમશઃ છેદાય છે તેમ ધર્મથી પણ જન્મ - જરા - મરણાદિ ઉપદ્રવો ક્રમશઃ છેદાય છે. પૂર્વપક્ષઃ સભૈષજ ક્યારેક તુરત જ રોગના નાશને કરતો દેખાય છે. પણ ધર્મ તુરત રોગને નાશ કરતો જણાતો નથી. જૈન ઃ તમારી આ વાત પણ બરાબર નથી કેમકે પંચ પરમેષ્ઠિ નમસ્કારના સ્મરણ રૂપ ધર્મમાર્ગથી દારિદ્રય, ઝેર, સાપ, શાકિની, ભૂત આદિના ઉપદ્રવો ક્યાંક તુરત જ નાશ થતાં દેખાય છે. મરુદેવી સ્વામિની વગેરે અનંતા અંતકૃત કેવળીઓને પણ ચારિત્ર ધર્મના આચરણથી તુરત જ જન્મ - મરણ - રાગ - દ્વેષાદિ સર્વ ક્લેશોનો વિચ્છેદ સંભાળાય છે તેથી જે તમે વાત કરી કે સદ્વેષજ ક્યારેક રોગનો તુરત નાશ કરે છે તે વાત ધર્મમાં પણ સમાન જ છે. પૂર્વપક્ષ ઃ દરરોજ પ્રયોગ કરાતું સદૌષધ થોડું, વધુ, વધારે અને ઘણું વધારે, એ ક્રમથી ગુણ વિશેષને બતાવે છે પણ ધર્મ તેવો કોઇ ગુણ વિશેષ બતાવતો નથી. જૈન ઃ તમારી આ વાત પણ બરાબર નથી તે આ પ્રમાણે રંકે પણ સદ્ગુરુની પાસે વિધિવત્ ચારિત્ર ધર્મ સ્વીકાર્યો હોય તો તુરત જ સકલ જનની પૂજનીયતાને પ્રાપ્ત કરે છે. અતિ દુઃખે કરીને પ્રાપ્ત થતાં વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, ભેષજાદિ સત્કારને પ્રાપ્ત કરાવી આપે છે અને દરરોજ સૂત્રરૂપી અમૃતના પાન કરનારને પ્રશમાદિ ગુણની વૃદ્ધિથી સુખની વૃદ્ધિ થાય છે અને કહ્યું છે કે - એક માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ વાણવ્યંતર 196 Page #214 -------------------------------------------------------------------------- ________________ દેવોની તેજોલેશ્યાને ઓળંગે છે યાવત્ બાર મહિનાના પર્યાયવાળો શ્રમણ નિર્ણય અનુત્તરોપપાતિક દેવોની તેજલેશ્યાને ઓળંગે છે. અર્થનો ક્ષય (ધનનો વ્યય) અને દેહનો ક્લેશ (શારીરિક શ્રમ) એ બે સેવા - વાણિજ્ય - કૃષિ - આદિ કર્મમાં પ્રવૃત્ત થયેલાઓને સર્વત્ર દેખાય છે. પરંતુ તરત લાભ તેમને દેખાતો નથી પણ ક્રમથી લાભ દેખાય છે તેમ ધર્મ વિશે પણ જાણવું. તેથી વિસ્તારથી સર્યું. અહીં ઘણું કહેવા યોગ્ય છે પરંતુ ગ્રંથની ગહનતાના પ્રસંગથી કહેવાતું નથી. તેથી આ નિશ્ચિત થયું છે કે – જેવી રીતે સર્ભેષજ અને પથ્યાદિના ઉપયોગથી જ તુરત કે કમે કરીને રોગની નિવૃત્તિ (નાશ) થાય છે તથા વાણિજ્યાદિની ક્રિયાથી જ અર્થ લાભ થાય છે તેવી રીતે સદ્ધર્માનુષ્ઠાનથી જ જન્મ – જરા - મરણ - રોગ આદિ ઉપદ્રવના સમૂહનો સર્વથા નાશ થાય છે. બીજી રીતે નહીં. એ પ્રમાણે બલિરાજેન્દ્રની જેમ બધાએ પણ પ્રયત્નથી ધર્મ જ કરવો જોઇએ. “આ બલિનરેન્દ્ર કોણ છે? એ પ્રમાણે તમારો પ્રશ્ન હોય તો જવાબ અપાય છે. બલનરેન્દ્રની કથા આ જંબુદ્વીપમાં મેરુની પશ્ચિમ દિશામાં ગંધિલાવતી નામનું વિજય છે અને તે વિજયમાં સર્વ સંપત્તિઓનો નિવાસ, સર્વ વિલાસોનું સ્થાન, સમસ્ત સવ્યવહારોનું ઘર, સર્વ પાપવ્યાપારોનું અસ્થાન (પાપવ્યાપારથી રહિત) ધર્મ કાર્યોનું ધામ, માટીના કિલ્લાથી વીંટળાયેલ અતિ ગંભીર ખાઈધી રક્ષણ કરાયેલ, સમગ્ર ઐશ્વર્યોનું ધામ, અતિ વિસ્તીર્ણ, પૃથ્વી રૂપી સ્ત્રીના તિલક રામાન એવું વિજયપુર નામનું નગર છે. કામિનીઓને સુંદરતાની પ્રાપ્તિની વારાનાનો ભ્રમ (૭) કરાવનાર અને તે નગરમાં હજારો રાજાઓને આરાધ્ય, સત્ત્વશાળીઓમાં શિરોમણિ, પરાક્રમીઓમાં અગ્રેસર, સમગ્ર સંપદાઓનું ભાજન, બુદ્ધિરૂપી નદીઓ માટે રામુદ્ર સમાન, મહામંત્રીઓને આશ્ચર્યચકિત કરનાર, સુંદરતાની પ્રાપ્તિથી કામિનીઓને કામદેવના વિભ્રમને કરનાર (અર્થાત્ એવા પ્રકારનું રૂપ પ્રાપ્ત થયું છે જેથી કામિનીઓને તેનામાં કામદેવના દર્શન થાય છે.) મહાહાથીના કુંભ સ્થળ પર અફળાવવાથી કઠોર થયેલ હાથથી પકડાયેલ વાળોથી ખેંચાયેલ શત્રુ સ્ત્રીઓની સાથે સતત કરાયેલ છે કીડા જેના વડે, પ્રબળ દુશ્મનના સૈન્ય રૂપી પર્વતના સમૂહને દળવા માટે વજ સમાન એવો ચન્દ્રમૌલિ નામે મહારાજા છે. સમસ્ત દિશા રૂપી વલયમાં ફેલાયેલી કીર્તિરૂપી સીના રમણીય પતિને અનુસરનાર, દંડમાત્રથી સધાયા છે રાજાઓના રાજાઓ જેનાવડે, સર્વ રાજાઓને ઈચ્છિત ન્યાય, આશા, ઐશ્વર્યથી સમૃદ્ધ એવા વિપુલ રાજ્યનું પાલન કરનાર ક્યારેક કોડો સુભટોથી નિરંતર ભરપૂર એવા સભા મંડપમાં અલંકૃત કરાયેલ મહારત્નના સિંહાસન પર બેસે છે ત્યારે ઊગેલા અનેક સૂર્યમંડળથી ચઢિયાતા શ્રેષ્ઠ તેજ સમૂહથી જલદીથી જ પૂર્વદિશા રૂપી સ્ત્રીનું મુખરૂપી કમળ ઉદ્યોતિત થયું. ધીમે ધીમે પ્રવૃત્ત થયેલ સુગંધી શીતળ પવનના રામૂહથી એકાએક ચારે તરફ સંપૂર્ણ રાજા પ્રફુલ્લિત થઈ. કોયલ જેવા કિન્નરગણો વડે ગવાતા મધુર ગીતોનો ધ્વનિ એકાએક ઘણો ઉછળવાથી (૪૭) કામિની સ્ત્રીને પોતાને પ્રાપ્ત થયેલ સુંદરતાનો જે ગર્વ (સંસ્કાર =વાસના) હતો તેને ભાંગનાર 197 Page #215 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર પણ નગર ઊંચા કાનવાળું થયું. દેવીઓના ચરણમાં રણકાર કરતા ઝાંઝરના આવાજથી મિશ્રિત મણિની ઘુઘરીઓના ઝમકારથી સંપૂર્ણ ગગન મંડળ ક્ષણથી જેવા યોગ્ય થયું. અફળાવાયેલ અતિ ભયંકર દેવ દુદુભિના અવાજથી પૃથ્વીનું વલય જાણે શીઘ્ર બહેરું થયું. પછી એકાએક જ કંઇક ઉત્સહિત થઇને સર્વ રાજાઓની મંડળીથી શોભિત અને સભામાં રહેલ લોકથી સહિત જ અને કંઇક ભાલતલ અને નીચા કરેલ મુખ પર મુકાયો છે ડાબા હાથનો કરતલ તથા કમળદળના પાંદડી જેવા કોમળ દાઢીના ખૂણા પર જમણી ભુજાના કરતલ વડે કરાયો છે ટેકો જેના વડે, સ્થિર અને એકાગ્ર કરાયા છે કર્ણ યુગલ જેના વડે, વિસ્ફારિત અને સ્થિર છે આંખો જેની એવો રાજા અહો ! આ શું એ પ્રમાણે વિસ્મય - હર્ષ અને ઉત્કંઠાપૂર્વક લાંબા સમય સુધી જેટલામાં જુએ છે તેટલામાં લલાટપટના કિનારા પર રચાયેલ છે ઘટ ચંદનનું તિલક જેનાવડે, હાથમાં રહેલ સ્કુરાયમાન થતો છે સુવર્ણ દંડ જેનો, ભરાવદાર સ્તન પીઠ પર આળોટતા નિર્મળ આંબળા જેવડા મોતીના હારથી શોભતી એવી પ્રતિહારી પ્રવેશીને અને પ્રણામ કરીને જણાવે છે કે દેવ વડે નિયુક્ત કરાયેલ, પૂર્વ દિશાનો ઉઘાનપાલક પ્રતીક્ષા ભૂમિપર હર્ષ પૂર્વક ઊભો છે તેને શો આદેશ કરવો ? તેને જલદીથી પ્રવેશ કરાવો, પછી પ્રતિહારીએ તે પ્રમાણે જ કર્યું. પછી વિનયથી પ્રણામ કરીને, મસ્તક પર મૂકાયેલ છે હાથની અંજલિ જેનાવડે એવો ઉધાનપાલક બોલ્યો કે - ઘણાં દેવ - મનુષ્યો - ખેચરના સમૂહથી યુક્ત, પવિત્ર કરાયો છે પૂર્વદિશાના ઉદ્યાનનો ભૂમિ ભાગ જેનાવડે, સુગૃહીતનામધેય એવા ભુવન - ભાનુ કેવલીના આગમનથી આ દેવ સહર્ષ વધામણી કરાય છે. પછી ઉઘાનપાલકનું વચન સાંભળ્યા પછી જાણે અમૃતથી ન સિંચાયો હોય ! એકાએક : મલય પર્વતના ચંદનના રસથી જાણે વિલેપન ન કરાયો હોય ! રાગી થયેલી ત્રણ ભુવનની લક્ષ્મીથી જાણે આલિંગન ન કરાયો હોય ! જાણે આનંદ સાગરમાં ડૂબેલો, ક્ષણથી વિકસિત થઇ છે આંખો જેની એવો રાજા ન કહી શકાય એવા કોઇક સુખને અનુભવીને પારિતોષિક રૂપે ઘણું દાન આપ્યું. ભ્રૂકુટિના ભંગ માત્રથી તૈયાર કરાઇ છે સમગ્ર સામગ્રી જેનાવડે એવો રાજા કૈલાસ પર્વતનું અનુકરણ કરનાર મહાહાથીના શ્રેષ્ઠ સ્કંધપર આરૂઢ થયો. દેવોના સમૂહવડે મથન કરાતા ક્ષીર સમુદ્રના સફેદ ફીણના સમૂહ જેવા સફેદ મહાપુંડરીક કમળથી અટકાવાયો છે સૂર્યનો તાપ જેની ઉપર, શરદઋતુના સુંદર ચામરના સમૂહથી વીંઝાવાતું છે શરીર જેનું એવો, હાથીઓના સમૂહથી વીંટળાયેલ ઘોડાઓના સમૂહથી વીંટળાયેલ, રત્નોથી બનાવાયેલ રથોના સમૂહથી પરિવરિત, ક્રોડો સુભટોથી શોભતો, ક્રમથી પૂર્વ દિશાના ઉદ્યાનમાં પહોંચ્યો. ભગવાન કેવલીની ચક્ષુ ગોચરમાં આવ્યા પહેલા રાજા હાથી ઉપરથી ઊતર્યો. પછી અતિખુશ થયેલ, કમળને ત્યજીને, મસ્તક પરથી મુકુટ ઊતારીને તાંબૂલનો ત્યાગ કરીને, શસ્ત્રોને છોડીને, રત્નપાદુકા ઊતારીને, જળના પ્રક્ષાલન વડે કરાઇ છે હાથ, પગ અને મુખની વિશુદ્ધિ જેના વડે, વિનયથી નમેલું છે મસ્તક જેનું, મળેલી છે હાથ રૂપી કળી જેની, કરાયા છે એકાગ્ર આંખ અને મન જેનાવડે એવો રાજા વિદ્યાધર - દેવ - મનુષ્યોથી પૂર્ણ સભામાં પ્રવેશ કરીને, મહાસુવર્ણ કમળપર બેસેલા કેવલી ભગવંતને અતિશય ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા કરીને, પ્રણામ કરીને અને સ્તવના કરીને, સમુચિત પ્રદેશમાં બેઠો. બે હાથ જોડીને વિનયપૂર્વક કહે 198 Page #216 -------------------------------------------------------------------------- ________________ છે કે હે ભગવન્! એકાએક રાંકડાના ઘર પર થયેલી રત્નવૃષ્ટિ સમાન પોતાના આગમથી અમે અનુગૃહીત કરાયા છીએ. હે સ્વામિન્ ! મને કુમારપણામાં કોઈક અને કેટલાક મુનિસંસર્ગ થયો. પરંતુ ત્યારે બાળબુદ્ધિને કારણે તેવા પ્રકારના પરમાર્થને નહીં જાણવાથી કંઇપણ આત્મહિત ન કરાયું. તે મુનિ મહાત્માઓ વડે કંઇક સંસ્કાર માત્ર વાસિત કરાયો અને પછી રાજ્યના ભારરૂપી ગાઢ અંધકાર રૂપી પટલથી નાશ કરાયા છે સંસ્કાર જેઓના, વિષયોથી મૂચ્છિત થયા છે મન જેઓના, સર્વથા નથી થયા સાધુઓના દર્શન જેઓને એવા અમારે આટલો કાળ પસાર થયો. પછી હમણાં સૌથી છેલ્લા વિરામ સમયે જાગતા એવા મારા વડે કંઇક પણ વિચારાયું - અહો ! કોડો અપરિમિત મહારંભથી કરાયેલા પ્રચુર પાપના સંચયવાળા ભવાંતરને પ્રાપ્ત થયેલા એવા મારે પાપના વિપાક કાળે કોણ શરણ થશે? એ પ્રમાણે કોઇક મુનીને જ જોઉં તો તેમને પૂછું. ફક્ત પૂર્વે પ્રાપ્ત કરાયેલ મુનિ સંસર્ગ રૂપી શ્રેષ્ઠ વહાણથી પરિભ્રષ્ટ થયેલા, સંસાર રૂપી મહાસમુદ્રમાં ડૂબેલા, મહાપાપના કર્મવાળા, એવા અમારા જેવાઓને આ દુર્ઘટ છે, એ પ્રમાણે ખેદ સહિત હું બાકીની રાત્રીને પસાર કરીને, પ્રાભાતિક કૃત્ય કરીને જેટલામાં સભામાં બેસું છું તેટલામાં મરુભૂમિના મુરાફર વડે જેમ મહાસરોવર પ્રાપ્ત કરાય તેમ, ચાતક મૂલવડે ઉનાળામાં વૃષ્ટિ પ્રાપ્ત કરાય તેમ, પ્રચંડ સૂર્યના કિરણોથી સંતાપ પામેલા વડે આ વૃક્ષોની શ્રેણી પ્રાપ્ત કરાય તેમ, મહારોગથી ઉપદ્રવિત થયેલ વડે અમૃતથી ભરેલી કૂપિકા પ્રાપ્ત કરાય તેમ, મારા વડે પણં આપના આગમનની વાર્તા પ્રાપ્ત કરાઈ અને વાર્તા સાંભળ્યા પછી તરત જ મહાલડાઇમાં શસ્ત્રોના રામૂહથી હણાતા મહાકાયરને જેમ શરણ્ય એવા સુભટની સહાય પ્રાપ્ત થાય તેમ હર્ષના ઘણાં રામૂહવાળો એવો હું તમારા બે ચરણને પ્રાપ્ત થયો છું, તેથી મારા ઉપર કૃપા અને કરૂણા કરીને કહો કે મને ત્યાં કોણ શરણ થશે? દાંતના કિરણોથી નાશ કરાયો છે અંધકાર રૂપી પટલ જેના વડે એવા મુનીન્દ્ર કહે છે કે હે મહારાજ ! તારા જેવા બીજાઓએ જેનું શરણું સ્વીકાર્યું છે તેઓ તને ત્યાં શરણ થશે. વિશેષથી અમારા જેવાઓએ જેનું શરણું કર્યું છે તેઓ તને શરણરૂપ થશે. આ સાંભળીને રાજાએ વિસ્મયથી કંઈક હસીને કહ્યું કે હે ભગવન્! mતને શરણ એવા આપને પણ બીજો કોઈ શરણ છે તેથી અમને મોટું આશ્ચર્ય છે તેથી આ શી ઘટના છે તે તમે જણાવો. તેથી મુનીશ્વર કહે છે કે હે મહારાજ!આ કથા ઘણી મોટી છે અને તમે વ્યગ્ર (અન્ય પ્રવૃત્તિમાં ડૂબેલા) છો તેથી અહીં શુ કહેવાય? રાજા કહે છે તે ભગવન્! આપ એ પ્રમાણે ન બોલો જેણે અમૃતનું પાન કર્યું હોય એવો મંદ પણ વિષ પીવાને ઉત્સુક થતો નથી. મોરને મેઘના આગમનની જેમ પ્રતીક્ષા કરતા એવા જેમની પાસે તમારું આગમન થયું તેને બીજો ક્યો વ્યાપ હોય? તેથી કોઈપણ વિકલ્પ વિના પૂજ્યો મારા બે કાનને લાંબા સમય સુધી પોતાના વચન રૂપી અમૃતના પ્રવાહના પ્રક્ષેપથી ખુશ કરો. પછી કેવળીએ કહ્યું કે અમે આ કંઈક જણાવીએ છીએ તે સાવધાન થઈ સાંભળો ખરેખર લોકનો નિવાસ, સર્વ સંપદાનું ઘર, સર્વ ઉત્તમ પુરુષોથી નહીં મૂકાયેલ સ્વપરના વિભાગથી રહિત, શાશ્વત, મહાન, સમસ્ત આશ્ચર્યોનું ઘર, લોકોદર નામનું નગર છે. એવો કોઈ વર્ણ નથી, એવી કોઈ જાતિ નથી, એવું કોઈ ગોત્ર નથી, એવું કોઈ કૂળ નથી. એવું કોઈ કરીયાણું નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઇ વિદ્યા નથી, એવું કોઈ ધન નથી, એવું કોઈ 199 Page #217 -------------------------------------------------------------------------- ________________ રત્ન નથી, એવી કોઈ નીતિ નથી, એવો કોઇ ધર્મ નથી, એવું કોઈ કર્મ નથી, એવો કોઈ વિલાસ-આચાર કે નેપથ્ય (શણગાર) નથી, એવી કોઇ વ્યવહાર ક્રિયા નથી અને ક્યાંય પણ એવું નાટક નથી કે જે તે નગરમાં ન હોય કે ન દેખાતું હોય! અમારા વડે અહીં શું કહેવાય? તે નગર સર્વમય છે. (અર્થાત્ તે નગરમાં જગતના સર્વભાવો વિદ્યમાન છે) આ નગરમાં બે સૈન્યો છે, એક ધર્મ સૈન્ય અને બીજું પાપ સૈન્ય એમ બંને સૈન્યો અનંત કાળથી રહેલા છે અને પરસ્પર ગાઢ વિરોધી અને મહાબળવાન છે. વશ કરાયા છે ત્રણ જગત જેના વડે, સર્વ જીવોનું અહિત કરનાર એવો મોહરાજા નામનો રાજા પાપ સૈન્યનો નેતા છે. તે આ પ્રમાણે આ મોહરાજા પોતાની આજ્ઞામાં ઈન્દ્રોને પણ વર્તાવે છે. ચક્રવર્તીઓને પણ પોતાની આજ્ઞામાં પ્રવર્તાવે છે. સર્વ રાજાઓને ચાકર બનાવે છે, અમાત્ય, શ્રેષ્ઠી, સાર્થવાહ આદિ સામાન્ય લોકોને દાસ બનાવે છે પછી અદેવોને વિશે દેવ બુદ્ધિ ઉત્પન્ન કરાવે છે. અગુરુઓને વિશે ગુરુ બુદ્ધિ તથા અતત્ત્વોને વિશે તત્ત્વોનો અધ્યવસાય (પરિણામ) ઉત્પન્ન કરાવે છે. અવસ્તુઓને વિશે મહારાગને ઉત્પન્ન કરાવે છે, સત્કૃત્યપક્ષનો સર્વથા ત્યાગ કરાવે છે, મહાપાયવાળી ક્રિયામાં પ્રવર્તાવે છે. હિંસાને કરાવે છે, ખોટું બોલાવે છે. અદત્તાદાનને ગ્રહણ કરાવે છે. પરસ્ત્રીઓનું સેવન કરાવે છે, મહારંભ અને પરિગ્રહમાં આસક્ત બનાવે છે, રાત્રીભોજનમાં મહાસક્તિને ઉત્પન્ન કરાવે છે. ક્રોધરૂપી મહાગ્નિમાં ફેંકે છે. માનરૂપી પર્વતના સમૂહથી ટેકો આપે છે. દુષ્ટમાયા રૂપી સાપણીના મુખથી ડંસે છે. લોભ રૂપી મહાસાગરમાં પાડે છે. પુત્રાદિના પ્રેમના બંધપાશોથી બાંધે છે, પત્ની આદિ રૂપી અનુરાગ બેડીઓથી બાંધે છે. પછી સમૃદ્ધિઓથી પછાડે છે, હલકાઈને ઉત્પન્ન કરે છે, દીનતાને ઉત્પન્ન કરે છે, શોગ્યતા (ગમગીનતા) ને પ્રાપ્ત કરાવે છે, દુર્ગતિમાં લઈ જાય છે, મહાનરકોમાં ફેંકે છે, તિર્યંચોમાં લઈ આવે છે, કુમાનુષપણામાં લઇ આવે છે અને ત્યાં દારિદ્રય-દૌર્ભાગ્ય, પરપરિભવાદિ, વિટંબનાઓથી વિલંબના કરે છે. પાપક્રિયાઓમાં પ્રવર્તાવે છે અને ફરીથી નરકાદિમાં લઈ જાય છે આ પ્રમાણે મોહરાજા દુઃખના સમૂહથી પીડાયેલા જીવોને ભવરૂપી સાગરમાં ભમાડે છે તેથી તે જીવોનો અહિત છે (અર્થાત્ અહિતને કરનારો છે) એમ કહેવાય છે તથા મોહરાજાની આજ્ઞાને કરનારાઓનું સૈન્ય અનંત છે અને કોપ-અહંકાર-લોભ વગેરે સૈન્યો વડે મોહરાજાની જેમ જીવોનું સદા અહિત કરાય છે. ચારિત્ર ધર્મ નામનો રાજા ધર્મ સૈન્યનો નાયક છે અને સમ્યગ્દર્શન -સદ્બોધ- સદાગમ - શમ -આર્જવ- ગાંભીર્ય- મા-ઔદાર્ય- સત્ય- શૌચ-દમ આદિ અનંત સુભટોથી યુક્ત તે ધર્મરાજા જીવોનું હિત છે અર્થાત્ હિત કરે છે તે આ પ્રમાણે આ ચારિત્ર ધર્મરાજા દેવોને વિશે દેવબુદ્ધિને ઉત્પન્ન કરે છે, ગુરુઓને વિશે ગુરુબુદ્ધિ, તત્ત્વોને વિશે તત્ત્વરુચિને ઉત્પન્ન કરે છે. અવસ્તુઓને વિશે રાગથી છોડાવે છે. સક્રિયામાં પ્રવર્તાવે છે. પોતાની જેમ સર્વ જીવસમૂહનું રક્ષણ કરે છે. અસત્યનો ત્યાગ કરાવે છે. ચોરીનું નિવારણ કરે છે, અબ્રહ્મનો નિષેધ કરે છે, આરંભ અને પરિગ્રહમાં આસક્તબુદ્ધિને ઢીલી કરે 200 Page #218 -------------------------------------------------------------------------- ________________ છે, રાત્રીભોજનનો નિયમ કરાવે છે, ઉપશમથી ભૂષિત કરે છે. માર્દવથી મંડન કરે છે. આર્જવથી અલંકૃત કરે છે, સંતોષથી તર્પણ કરે છે. ગાઢ સ્નેહબંધનથી મુકાવે છે, રાગની બેડીઓને દળે છે. અહીં પણ મહાસમૃદ્ધિનું આરોપણ કરે છે. મોટાઈને ઉત્પન્ન કરે છે, સમસ્ત લઘુતાને સ્થગિત કરે છે, સર્વ જનમાં પ્રશંસાને ફેલાવે છે. સુગતિમાં લઈ જાય છે. નરક અને તિર્યંચ બે ગતિઓનો નાશ કરે છે, મહર્કિક દેવપણામાં ઉત્પન્ન કરાવે છે. સુમાબુમાં જન્મ અપાવે છે. બોધિને પ્રાપ્ત કરાવે છે, રાજ્ય- ઐશ્વર્ય-સૌભાગ્ય-આદેયત્વ, પૂજ્યત્વાદિથી સ્વસ્થ કરે છે. સધર્મક્રિયામાં પ્રવર્તાવે છે. ફરી મહદ્ધિક દેવભવમાં લઈ જાય છે આ પ્રમાણે આ ચારિત્રધર્મરાજ ભવવાસમાં પણ સુખ આપે છે અને અંતે મોક્ષને પ્રાપ્ત કરાવે છે. તેથી તેઓને આ હિતકારી છે. આ પ્રમાણે આ બે સૈન્યો હંમેશાં રહેલા છે. પ્રાણીઓના સુખ અને દુઃખને માટે તે બેનું યુદ્ધ ક્યારેય અટકતું નથી. આ બંનેને યુદ્ધ કરતા અનંતકાળ પસાર થયો અને અહીં ક્યારેક કોઈકનો જય પરાજય મનાયેલ છે. જેથી તેઓથી પણ મોટો વૈલોક્યનો નાયક કર્મ પરિણામ નામનો મહર્તિક રાજા છે. શુભ અને અશુભ આદિ સ્વરૂપથી આ વિચિત્ર કહેવાય છે ધૂળ બુદ્ધિવાનોને અલક્ષ્ય છે, યોગીઓને પ્રત્યક્ષ મનાયેલ છે. આ મોહરાજાનો માટો ભાઈ છે. લોકસ્થિતિનો નાનો ભાઈ છે. કાલપરિણતિનો પતિ છે, સમર્થ છે, નાટકપ્રિય છે તે આ પ્રમાણે કર્મરાજા દેવોને પણ ગધેડા બનાવે છે, ગધેડાઓને પણ દેવ બનાવે છે. તિર્યંચોને પણ નારક બનાવે છે, નારકોને પણ તિર્યંચ બનાવે છે, હાથીઓને પણ કીડા બનાવે છે, કીડાઓને પણ હાથી બનાવે છે. ચકીઓને પણ રંક બનાવે છે, કોને પણ રાજા બનાવે છે. ધનાઢ્યોને પણ નિર્ધન કરે છે. નિર્ધનોને પણ ધનવાન કરે છે. નિરોગીઓને પણ રોગી કરે છે અને રોગીઓને પણ સાજા કરે છે. શોકવાળાઓને પણ શોક વગરના કરે છે અને શોક વિનાઓને શોકવાળા કરે છે. સુખીઓને પણ દુઃખી કરે છે, દુઃખીઓને પણ સુખી કરે છે. આ પ્રમાણે આ સમર્થ અને વિચિત્ર રૂપવાળો દેવ-મનુષ્ય અને નારકોથી થયેલા અસંખ્ય પાત્રોથી અને તિર્યંચના અનંતા પાત્રોથી મોહરાજા વડે સૂત્રિત કરાયેલ નાટકને નચાવતો આ નાટકપ્રિય કર્મરાજા આનંદને પામે છે. આ કર્મરાજા ચારિત્ર ધર્મના પક્ષમાં હોય ત્યારે શુભ રૂપે પ્રવર્તે છે બાકીના સમયે મોહરાજાના પક્ષને સદા પોષે છે. જે પક્ષમાં આ વર્તે છે તેનો જય નિશ્ચિત છે. અન્ય પક્ષનો પરાજય થાય છે. કર્મરાજાની બંને પક્ષમાં સાધારણતા કહેવાઈ છે. કર્મરાજાની બંને સૈન્યોને વિશે પણ સાધારણતા જાણીને મોહરાજા ગુસ્સે થયો. બીજા કોઇક વખતે મોહરાજાએ તેને આ પ્રમાણે કહ્યું કે જેમ અમે હંમેશા તારા હિતને કરીએ છીએ, પ્રિય બોલીએ છીએ, અમે હંમેશા આ તમારા પ્રિયનાટકને કરતા રહીએ છીએ. પણ આ સદાગમ વગેરે હંમેશા તમારા ભંગને કરે છે કારણ કે તેઓ પાત્રોને ખેંચીને નિવૃત્તિ (મોક્ષ)માં મૂકે છે. તો પણ તેઓના પક્ષને આશ્રયીને અમો હંમેશા આપના એક વડે પીસાયા છીએ તેનું શું કારણ છે? તે અમે જાણતા નથી કારણ કે તમારી વિચિત્ર પ્રકારની ચેષ્ટાને કોણ જાણે? પછી હસીને, મસ્તક પર ચુંબન કરીને અને આદરથી ભેટીને અશ્રુસહિત નેત્રવાળા કર્મસંચય રાજાએ આમ કહ્યું કે હે વત્સ! હું સદાગમની ચેષ્ટાને જાણું છું. તું જે કહે છે તે તેમજ છે તેઓ મારો પણ 201 Page #219 -------------------------------------------------------------------------- ________________ નિર્મળઘાતક નાશ કરી હર્ષ પામે છે તો પણ હું અહીં આવા પ્રકારના દાક્ષિણ્યને કરું છું. આઓની પણ સાથે મારે અનંત કાળથી વ્યવહાર છે કોઈક પ્રકારે તેઓનું પણ હું કંઈક પ્રિય કરું છું પણ તમે જ હંમેશા મારા ચિત્તમાં વસેલા છો. હે વત્સ! તારે જે પ્રિય હોય તેને કહે હું મેળવી આપું. (૧૩) મોહરાજાએ કહ્યું કે તમારા અવ્યયપુરમાંથી (અવ્યવહાર રાશિમાંથી) મિત્ર એવા તે જ સંસારી જીવોને આપો જેઓ વડે આ સમગ્ર પણ શત્રુપક્ષ સુખેથી ઉખેડાય. પછી કર્મરાજાએ અસંવ્યવહાર્ય નગરમાંથી દૂરભવ્યો અને અભવ્યો મોહરાજાની સહાય માટે આપ્યા. મોહરાજા તેઓની સાથે સર્વત્ર વિલસે છે. ચારિત્રધર્મના સૈન્યમાં આ ખબર જણાવાઈ. પછી ચારિત્રધર્મનું સૈન્ય સર્વત્ર નિરાનંદ, નિરુત્સાહ અને નિષ્ક્રિય થયું. (૧૭) તેવા પ્રકારના સૂનમુન ચારિત્ર ધર્મરાજાને જોઈને મંત્રીએ રાજાને કહ્યું કે હે દેવ! આ પ્રમાણે સત્વથી રહિત નિશ્ચણિત કેમ રહો છો? અહીં આપત્તિમાં મહાપુરુષો હંમેશા ઉપાયને જ વિચારે છે. સ્ત્રીઓ અને કાયરોને પગ પહોળા કરી(નિષ્ક્રિય થઈ) બેસી રહેવું શોભે છે. અગ્નિથી ઘર બળે ત્યારે જે નિષ્ક્રિય બેસી રહે તેને ભસ્મ સિવાય બીજું કંઈ મળે? રાહુવડે ગ્રસ્ત કરાયેલ પણ સૂર્ય શું પરાક્રમને ત્યજે છે? સંપૂર્ણ ગ્રસ્ત કરાયેલ સૂર્ય શું જગતને ઉદ્યોત કરતો નથી? તેથી ધીરતાને ધારણ કરીને અહીં ઉપાયને વિચારવો જોઈએ. ચારિત્ર રાજા તેને કહે છે કે સર્વે પણ ઉપાયો તારી પાસે રહેલા છે તેથી હે વત્સ! તું અહીં જે કહે છે તે જ અમે કરશું. વિનયી એવો સર્બોધ પ્રણામ કરીને સ્વામીને કહે છે કે તો આપણે ક્લદી કર્મ પરિણામની પાસે જઈએ કારણ કે અગ્નિથી દાઝેલાઓને (૮) અગ્નિ જ સદૌષધ છે અને આ કર્મ પરિણામ રાજા શત્રુ નથી એમ જાણીને તેની સેવા કરાતી નથી (અર્થાત્ શત્રુ છે એમ સમજીને સેવા કરાય છે). જે અગ્નિવડે સર્વસ્વ ભસ્મ કરાયું છે તે અગ્નિ પણ ઉપાસ્ય છે. આપણે હંમેશા કર્મપરિણામ રાજાના શુભપક્ષને પોષીએ છીએ અને અંતમાં આપણા વડે કરાયેલ શુભને પોષીએ છીએ. તેથી કર્મ પરિણામરાજા પોતાના સર્વનાશને જાણીને પણ આપણી કોઈક સેવાને જ કરશે અને ઘાતી મોહાદિની જેમ હંમેશા આ એકાંતે દુષ્ટ નથી. (૧૨૭) આ પ્રમાણે સમ્બોધે કહ્યું ત્યારે તે ચારિત્ર ધર્મરાજ સદ્ધોધને આગળ કરીને અલ્પ ૫ર્ષદાવાળો તેની પાસે ગયો. પછી સર્બોધે કર્મભૂપાલને કહ્યું કે અમારા પક્ષે આટલા વખત સુધી તમારી સેવા કરેલ નથી તો પણ તમે સમભાવવાળા છો, હાલ તમે અમારી ઉપેક્ષા ન કરશો તમારા પદને (દરજજાને) જાળવી રાખો. પછી લાંબા સમય સુધી મૌન રહીને, વિચારીને આ કર્મપરિણામ રાજા તે જ નગરમાંથી (અવ્યવહાર રાશિમાંથી) એક સહાયકને બોલાવીને સદ્ધોધને ઉદ્દેશીને કાનમાં ધીમેથી કહ્યું કે તમારે પણ આ એક પ્રગટ મદદગાર કમથી થશે. હમણાં જોકે ચારિત્ર ધર્મના સૈન્યો મદદગારના દુશમનો છે તો પણ આ શત્રુઓ મારે પાલન કરવા યોગ્ય છે નહીંતર કુટુંબ વિખરાઈ જશે. આ પ્રમાણે સાંભળીને પછી ધર્મરાજા સબોધની સાથે પોતાના સ્થાને ગયો અને પૂછયું કે કર્મપરિણામ રાજાવડે આવું કેમ કરાયું? તેણે મોહરાજાને ઘણાં સહાયો આપ્યો જેમાંથી એકને આગળ ઉપર (૮) અગ્નિ બાળનારો હોવા છતાં અન્ન રાંધવાદિના કાર્યો અગ્નિથી થતા હોવાથી લોકને ઉપકારક છે 202 Page #220 -------------------------------------------------------------------------- ________________ તને ક્યારેક બતાવશે પછી હસીને સબોધે કહ્યું કે હે પ્રભુ! લોકમાં શું સંભળાયું નથી કે ગાયના નાશમાં છાણની પ્રાપ્તિ પણ વખાણાય છે. મોહ નામનો ભાઈ આ સહાયનો અનુરાગી છે ખરેખર આપણે સદા તેના વૈરીઓ છીએ કેમકે આપણે હંમેશા મોહના ક્ષયને માટે પ્રયત્ન કરીએ છીએ. કર્મરાજાની લોકસ્થિતિ મોટીબહેન વડે પણ મોહના અનંતમાં ભાગથી હંમેશા સન્માનિત કરાયા છીએ. (૩૮) હું એક છું અને શત્રુઓ અનેક છે તે પણ અહીં કારણ નથી કારણ કે એકલો સૂર્ય ઘણાં અંધકારનો નાશ કરે છે. તે સહાયનું દર્શન અતિદીર્ઘ કાળ પછી થશે તે પણ આપણને ખેદ કરનારું નથી કેમકે ભૂખ્યાની પીડાને જોઈને કંઈ ઉદુંબરનું વૃક્ષ ફળતું નથી તેથી હે દેવ! તમે ધીર થાઓ કારણ કે કાળે કરીને અશુભની હાનિથી આ સર્વ ક્રમથી સુસ્થિત થશે. આટલામાં ચન્દ્રમૌલિ રાજા આ સર્વને અત્યંત સાવધાન મનથી સાંભળીને હર્ષપૂર્વક ચિત્તમાં વિચાર્યું કે અહો! સર્બોધ મંત્રી! સારું સારું આ યથાર્થનામવાળો જ છે. આ પ્રમાણે બીજો કોણ કહેવા પણ જાણે. (સમર્થ થાય.) આથી જ સમ્બોધવડે અમે સર્વથા પણ આશ્ચર્યકારી મુનીન્દ્રના આખ્યાનક કહેવા વડે કરીને અનુગૃહીત કરાયા. એ પ્રમાણે વિચારીને આંખ મીંચીને એક ક્ષણ પરમ આનંદ અનુભવીને કહે છે કે હે ભગવન્! પછી તે ચારિત્રધર્મને અપાયેલ સહાયનું આગળ ઉપર શું થયું એમ તેના વ્યતિકરને સાંભળવામાં અમે ઉત્સુક છીએ તેથી અમારા પર કૃપા કરીને ત્યારથી માંડીને નિવેદન કરો. જ્ઞાની કહે છે કે મહારાજા સાવધાન થઈ સાંભળે. પછી કર્મપરિણામ રાજાએ અસંવ્યવહાર રાશિમાંથી લાવીને વ્યવહાર નિગોદમાં મુક્યો અને પ્રચ્છન્ન રૂપ કરીને સ્વસામર્થ્યથી તે કર્મરાજાની પાસે રહ્યો. પછી મોહાદિએ તેના વૃત્તાંતને જાણ્યો અને વિચાર્યું કે અહો! અમારો સ્વામી નારદની (૪૯) જેમ અમારો નાયક એવો કર્મ પરિણામ રાજા બંને પક્ષમાં ઢોલકી વગાડે છે. જેમ ઘડો ભરેલો હોય અને તેમાં બીજુ કંઇપણ ભરવામાં આવે ત્યારે ઘડામાં ન રહેતા ચારે બાજુ ઢળી જાય છે તેમ અમારા નાયકને જે કંઈ ઉપદેશ કહેવામાં આવે તે તેના હૈયામાં ન ઊતરતા વ્યર્થ બને છે. કજીયાનો પ્રિય છે, જાણે દરવાજાના આગળીયાનો ખીલો છે, ઘંટાનો જાણે મોગરો છે, ડમરુકનો જાણે મણિ છે, કોલિકનો જાણે નડક છે, ચાંડાલનો જાણે ઢોલ છે, હંમેશા ઉભયપક્ષમાં જનારો, વારંવાર કહેવાતો પણ આ કંઈ સાંભળતો નથી, ભરેલા ઘડાની જેમ સર્વ બાજુએથી જ ઢળી જાય છે, આનાવડે સત્ય કરાયું છે કે - - ઉપદેશથી સ્વભાવ બદલાવી શકાતો નથી, સારી રીતે તપેલું પણ પાણી ફરીથી શીતળતાને - પામે છે. ૧ ભલે તેમ થાઓ તો પણ પોતાના ભુજાના બળથી જ કાલોચિત અનુષ્ઠાનને કરશું એ પ્રમાણે નિશ્ચય કરીને ચારિત્ર ધર્મ સૈન્યમાં ભવિષ્યમાં સહાય થનારા સંસારી જીવની પાસે ગુસ્સે , (૯) નારદ બંને પક્ષમાં આડી અવળી વાતો કરીને લડાવે છે તેમ, આગરામાં રહેલો ખીલો અંદર અને બહાર બંને બાજુ ઉઘળતો હોવાથી દરવાજાને ખુલ્લો અને બંધ કરવાના બે કાર્યોને કરવામાં સહાય કરે છે તેમ, ઘંટાનો લોલક બંને બાજુએ અથડાઈને અવાજ ઉત્પન્ન કરે છે તેમ, ડમરુકમાં મણિ બંને બાજુ અથડાઇને અવાજને ઉત્પન્ન કરે છે તેમ, વણકરની તુરી (કોલિકનો નડક) બંને બાજુ ચાલતી કપડાંને વણે છે તેમ, ચાંડાલનો ઢોલ બંને બાજુ વાગે છે તેમ. 203 Page #221 -------------------------------------------------------------------------- ________________ થયેલા મોહ વગેરે આવ્યા અને તે જ વ્યવહાર નિગોદમાં અનંત ક્રોડ દુઃખોને અનુભવાતો અનંત ઉત્સર્પિણી સુધી ધારણ કરાયો. પછી તે મોહરાજાદિ ક્યારેક, કંઇક, કોઇક રીતે પણ પાતળા પડે છતે અવકાશને મેળવીને કર્મપરિણામ રાજાવડે આ નિગોદનો જીવ પૃથ્વીકાયાદિમાં લવાયો અને પૃથ્વીકાયાદિમાં લાખો દુ:ખોને આપનારા, રોષવાળા મોહાદિએ અસંખ્ય ઉત્સર્પિણી- અવસર્પિણી સુધી સન્માર્ગથી ભ્રષ્ટ કર્યો અને પછી કંઈક અવકાશ મેળવીને કર્મપરિણામ રાજા આ જીવને અપ્લાયમાં લઇ ગયો. ત્યાંથી પણ તેજસ્ કાયમાં, અહીંથી પણ વાયુકાયમાં લઇ જવાયો અને આ પ્રત્યેક કાયમાં ક્રોધિત થયેલ મોહરૂપી દુશ્મનો વડે જુદાજુદા પ્રકારના દુઃખો આપવાપૂર્વક અસંખ્ય ઉત્સર્પિણી- અવસર્પિણી સુધી સન્માર્ગથી બાધિત કરાયો અને ત્યાંથી કાઢીને સિત્તેર કોટાકોટિ સાગરોપમ સુધી પ્રત્યેક વનસ્પતિ કાયમાં ધારણ કરાયો. અહીં પણ વચ્ચે વચ્ચે અતિકુપિત તે દુષ્ટ મોહાદિવડે આ વરાકડો સસારી જીવ વિમુખ-કરીને ફરી ફરી વ્યવહારનિગોદ અને પૃથ્વીકાયાદિમાં લઇ જઇને તે જ પ્રમાણે પ્રત્યેકમાં અનંતાદિ સ્વરૂપવાળા કાળ સુધી ધારણ કરાયો જ્યાં સુધી આ એકેન્દ્રિયોમાં જ અસંખ્ય પુદ્ગલ પરાવર્તો પસાર થયા ત્યાં સુધી ફરી ફરી ભ્રમણ કરાવનાર મોહાદિવડે ધારણ કરીને અટકાવાયો. આટલા કાળ પછી કાંઈક અવકાશ પ્રાપ્ત કરીને કર્મ પરિણામ વડે આ વિકલેન્દ્રિયમાં લઈ જવાયો. આ જાણીને મોહ વગેરે પાછળ દોડ્યા અને તેઓ વડે સંખ્યાતા હજાર વર્ષો સુધી ધારણ કરાયો અને ફરી પણ પ્રકુપિત મોહાદિવડે વિમુખ કરાયો અને પૂર્વે કહેલા નિગોદાદિ એકેન્દ્રિયોમાં નંખાયો અને ફરી તે નિગોદાદિ એકેન્દ્રિયોમાં ભ્રમણ કરાવનાર મોહાદિવડે આ જીવ અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત કાળ સુધી ધારણ કરાયો. ફરીથી ક્યારેક વિકલેન્દ્રિયમાં આવ્યો. ફરી સંખ્યાત કાળ સુધી તેમાં ધારણ કરીને તે જ પ્રમાણે વિમુખ કરીને એકેન્દ્રિયમાં નંખાયો અને અસંખ્ય પુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો. આ પ્રમાણે વિકલેન્દ્રિય અને એકેન્દ્રિયમાં જતા અને આવતા અનંતા પુદ્ગલ પરાવર્તો સુધી અતિ દુઃખી એવો તે ધારણ કરાયો અને ક્યારેક કોઈક અવકાશ પામીને કોઈક રીતે તું આ કર્મપરિણામ વડે સંમૂર્ચ્છજ પંચેન્દ્રિય તિર્યંચમાં લઇ જવાયો અને ત્યાં પણ દોડીને પહોંચેલા મોહાદિવડે આઠ ભવોમાં બે થી નવ ક્રોડ પૂર્વ વર્ષો સુધી ધારણ કરાતો આગળ કોઈક દુશ્મન સૈન્ય નજીકમાં આવેલ હશે તેથી ભયભીત થયેલ મોહાદિ વડે ફરી પણ અધઃપાત કરાયો અને વિમુખ કરી પૂર્વે કહેવાયેલ એકેન્દ્રિયમાં લઈ જવાયો પછી તે જ પ્રમાણે વિકલેન્દ્રિય અને સંમૂર્ચ્છજ પંચેન્દ્રિયોમાં જતા આવતા ફરી પણ અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો. પછી કોઇક વખત કોઈક રીતે કર્મરાજાવડે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચમાં લઇ જવાયો. ત્યાં પણ તરત આવેલા મોહાદિવડે આઠભવોમાં બે થી નવપૂર્વ કોડ વર્ષ રાખીને પ્રબળ પ્રજ્જવલિત ગુસ્સાવાળા મોહાદિવડે વિમુખ કરાયો અને ફરી પણ એકેન્દ્રિયથી માંડી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ સુધીના જીવોમાં જવા આવવાથી તે જ પ્રમાણે અનંતપુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો અને કોઇક વખત પંચેન્દ્રિતિર્યંચમાં માછલા વગેરેના ભાવમાં આવેલા આને જોઇને મોહરાજાવડે વિચારાયું. અહો! આ કર્મ પરિણામ રાજા આને આગળ -આગળના ભવોમાં લઇ જતા અટકશે નહીં અને ક્યારેક દુશ્મન પક્ષને પણ બતાવશે એથી ગુસ્સે થયેલા મોહાદિવડે આ મહાપાપોમાં પ્રવૃત્ત કરાવાયો. સતત જીવઘાતને કરાવાયો. ફક્ત માંસ ભક્ષણમાં પ્રેરણા 204 Page #222 -------------------------------------------------------------------------- ________________ કરાવાયો. ત્યાંથી મહાનરકોમાં પડાયો અને ત્યાં અનંત દુઃખોને અનુભવતો અસંખ્યકાળ સુધી ધારણ કરાયો અને કોઈક વખત ત્યાંથી ખેંચીને કર્મરાજાવડે આ પક્ષી આદિ ભવોમાં લવાયો. પછી અતિગુસ્સે થયેલા મોહાદિવડે ફરીથી આ વિમુખ કરાયો અને તેજ પ્રમાણે એકેન્દ્રિયથી માંડીને નરકસુધીના સ્થાનોમાં ગમનાગમનથી અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો અને કોઈક વખત કયાંયથી પણ કોઈક રીતે(ઉપાયથી) કર્મરાજા વડે સંમૂર્છાિમ મનુષ્યમાં લઈ જવાયો. ત્યાં પણ જલદીથી આવીને મોહાદિવડે આઠ ભવોમાં અંતર્મુહૂર્ત ધારણ કરીને જલદીથી વિમુખ કરાયેલ પાછો ફરાવાયો ત્યાંથી ફરી એકેન્દ્રિયથી માંડી સંમૂચ્છિમ મનુષ્ય સુધી જીવોમાં ગમન અને આગમનથી અનંતા પુગલ પરાવર્ત ધારણ કરાયો અને ત્યાંથી કોઈક વખત કોઇક રીતે કર્મપરિણામ રાજાવડે આ અનાર્ય દેશોમાં ઉત્પન્ન થયેલ ગર્ભજ મનુષ્યોમાં લઈ જવાયો તેથી મોહ ચોંક્યો. મોહરાજાના સર્વ સૈનિકો ક્ષોભ પામ્યા અહો! આપણે હણાયા. આ વૈરી દૂર લઈ જવાયો. પછી રસમૃદ્ધિ અને અકાર્યપ્રવૃત્તિ નામની બે સ્ત્રીઓએ ઊભી થઈને કહ્યું કે તમારે વળી આ ક્ષોભ શાનો? કારણ કે અહીં રહેલો આ વાકડો અમને સાધ્ય છે તમે આજ્ઞા કરો જેથી ગળામાં બાંધીને તમારો દાસ કરીને જલદીથી પશ્ચાત્ મુખ કરીને પાછો લઇ અવાય. અહો! આપણા સૈન્યમાં સ્ત્રીઓનો પણ આટલો ટેકો છે એ પ્રમાણે ખુશ થયેલ મોહરાજાવડે કહેવાયું કે હે વત્સિકે! તમે બે જલદીથી ત્યાં જાઓ અને એ પ્રમાણે જ કરો. આ કાર્યોમાં તમારી સિદ્ધિ થાઓ. અમે પણ સૈન્ય સહિત તમારી સહાયને કરશું એ વચનનો સ્વીકાર કરીને તે બે ગઈ અને આ જીવ રસગૃદ્ધિવડે મધ-માંસ-આદિ-અપયપાન અને અભક્ષ્ય ભક્ષણમાં પ્રવૃત્ત કરાયો અને અકાર્ય પ્રવૃત્તિ વડે મા-બહેન આદિ અગમ ગમનમાં પ્રેરણા કરાયો અને ત્યાંથી જલદીથી મહાનરકોમાં નંખાયો. આ પ્રમાણે ફરી પણ વિમુખ કરીને મત્સ્ય -એકેન્દ્રિયાદિ સ્થાનોમાં અનંત પુગલ પરાવર્ત સુધી ધારણ કરાયો. અને કોઈક વખત કોઈક રીતે પણ આ જીવ આર્યદેશોમાં ઉત્પન્ન થયેલા ચાંડાલોમાં લઈ જવાયો અને તે ચાંડાલભવમાં પણ અભક્ષ્ય ભક્ષણાદિ પ્રવૃત્તિથી નરકપાતાદિના કમથી રસમૃદ્ધિ અને અકાર્યપ્રવૃત્તિ એ બે વડે લીલાથી પાછો વાળીને અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો. પછી આર્યદિશોમાં પણ વેશ્યાદિ કુળોમાં ઉત્પન્ન થયેલો તે બે (રસમૃદ્ધિ અને અકાર્ય પ્રવૃત્તિ) વડે પાછો ફેરવી ફેરવીને તેટલો જ (અનંત પુદ્ગલ પરાવર્ત કાળ સુધી) ધારણ કરાયો અને ક્યારેક ક્ષેત્ર અને જાતિથી વિશુદ્ધ એવું મનુષ્યપણું પ્રાપ્ત કરાયું ત્યારે મોહરાજા વડે દર્શનાવરણ અને નામકર્મ નામના બે સામંતો મોકલાવાયા અને તે બે વડે ક્યાંક જાતિ અંધ, પાષાણના ટૂકડા સમાન વિરૂપ, સર્વથા શોક કરવા યોગ્ય કરીને, વૃથા પ્રાપ્ત કરાયો છે મનુષ્યભવ જેના વડે એવો જીવ લીલાથી જ પાછો ફરીને એકેન્દ્રિયાદિમાં તેટલો જ (અનંત પુદ્ગલ પરાવર્ત) કાળ ધારણ કરાયો. ક્યારેક ફરીથી પણ કર્મપરિણામ રાજાવડે મનુષ્યભવમાં લવાયો. તે ભવમાં દર્શનાવરણ અને નામકર્મ સામંતવડે જન્મથી બહેરો, કાષ્ઠ સમાન વિરૂપ કરીને પાછો ફેરવાયેલો તે પૂર્વ પ્રમાણે ધારણ કરાયો. ક્યારેક મૂંગો અને પછી બાકીનું પૂર્વ મુજબ (એટલે કે અનંત પુદ્ગલ પરાવર્ત સુધી શેષગતિઓમાં ધારણ કરાયો) આ પ્રમાણે કુબડો, કાણો, લંગડો, મંટ ઈત્યાદિ ભાવોથી અતિ બીભત્સ વિરૂપ કરીને લીલાથી જ દાસીની જેમ વશ કરાયેલો અનંતવાર પાછો પ્રત્યેકમાં અનંત પુદ્ગલ પરાવર્ત 205 Page #223 -------------------------------------------------------------------------- ________________ સુધી ધારણ કરાયો, અને ક્યારેક મુશ્કેલીથી કર્મપરિણામ રાજાવડે ફરી પણ મનુષ્યપણામાં લવાયો મોહરાજાવડે મોકલાયેલ અસાતવેદનીય નામના દુષ્ટ ચોરટાવડે ક્યારેક જન્મથી માંડીને જ મહાકુષ્ટિ કરાયો, ક્યારેક બરોડનો રોગી, જગુવાન, વાતકી, દુઃખી, મોટાપેટવાળો, જવરી (તાવવાળો) અતિસારી,(ઝાડા થવાનો રોગ) ખાંસીવાળો, શ્વાસવાળો, ભગંદરી, પેટના રોગવાળો, રકતપિત્તીયો મસાના રોગવાળો, મસ્તકરોગી, કપાળરોગી, નેત્રરોગી, કર્ણરોગી, કંઠતાલુ, જિહવા -દાંત હોઠ -કપોલ અને મુખરોગી, હ્રદયશૂળી, કુક્ષિશૂળી, પીઠશૂળી, આમદોષી મધુપ્રમેહી, અરોચકી, છાતીમાં જન્મ થવા, ક્યારેક ક્ષયાદિ રોગી, ક્ષીણ દેહવાળો, હંમેશા જ ઘણી ઉછળતી તીવ્ર વેદનાનો સમૂહવાળો, આકંદને કરતો, વિલાપને કરતો, શોકને કરતો, બડબડાટ કરતો, અરીસાની જેમ પરિચિત -અપરિચિત- જાણ- અજાણ સમસ્ત જનોને નિવેદન કરતો, દીન, કંદમૂળનું ભક્ષણ કરતો, અતિકડવા ઉકાળાનું પાન કરતો, અનાર્યજનના ઉપદેશથી અતિઉગ્ર સેંકડો ચૂણને કરતો, સ્વમતિકલ્પનાથી કે શરીરના રાગથી અભક્ષોનું ભક્ષણ કરતો, અપેયોને પીતો, અકાર્યોને કરતો, મંત્ર, તંત્ર, બલિકાર્યના પ્રયોગોમાં મહાસાવધોને કરતો, ઉપાર્જન કરાયો છે મહાપાપનો ભાર, હારી જવાયો છે મનુષ્યભવ જેનાવડે એવો તે અનંતવાર પાછો ફરીને એકેન્દ્રિયાદિમાં દરેક વખતે અનંત પુગલ પરાવર્ત સુધી ધારણ કરાયો અને ફરી કોઈકવાર કોઈક રીતે મનુષ્યપણું પ્રાપ્ત થયે છતે મોહરાજાવડે બતાવાયેલ પાપી એવા મહાદંડાધિપની આજ્ઞાથી ક્યારેક શિકારી, ક્યારેક પારધી, ક્યારેક કસાઈ, ક્યારેક લુબ્ધક, ક્યારેક કેવળ માંસ ભોજનનો વ્યસની, ક્યારેક નિરંતર મહામઘ પાનમાં રત, ક્યાંક નદીપાતથી થયો, ક્યાંક ખાતર પાડવાથી, (ખાતર પાડવું એટલે ચોરી કરવા દિવાલાદિમાંથી બાકોરું પાડી ચોરી જવું). ક્યાંક બંદિઓવડે પકડાવાથી, ક્યાંક કાનાદિને તોડવાથી, ક્યાંક ખોટી સાક્ષી- કપટ- જુગાર- પૂર્તતા- ઠગવિદ્યાદિ પ્રયોગો વડે સકલજનને ઠગવાથી, ક્યારેક કોટવાલ, ગુપ્તિપાલ (જેલર) અમાત્ય- ખર- કમદિના આચરણથી, ક્યારેક શેરડીના ખેતર વાવવાથી, ક્યારેક જીવ સંસક્ત તલ અને શેરડી પીલવાથી, ક્યારેક માંસ વેંચવાથી, ક્યારેક મદિરાના વ્યાપારથી, કયારેક શસ્ત્ર -લાખ લોખંડ -હળ -મુશળ -ખાંડણિયા -વાટવાનો પથ્થર ઘરંટી આદિ ઘણી સાવદ્ય વસ્તુઓના વેચાણથી કપોળકલ્પિત પોતાની અને કુટુંબની દુષ્ટ પ્રાણવૃત્તિ કરી અને અનંતવાર પાછો પડીને એકેન્દ્રિયાદિમાં ફરી પણ અનંત પુદ્ગલ પરાવર્ત સુધી દુઃખથી પીડિત રહ્યો. આ પ્રમાણે પાછો ફરવા વડે કરીને જીવ મનુજગતિ નામની નગરીમાં અનંતવાર આવે છે અને કોઇક વખત ઉત્પન્ન થઈ છે ચિંતા જેને એવો મોહરાજા પોતાના મિત્ર મંડલ પાસે બેસીને એકાંતમાં કહ્યું કે અહો! આ સંસારી જીવની સાથે મારા આદેશથી સંવ્યવહાર નગરથી માંડીને આટલા કાળ સુધી આ મિથ્યાદર્શન મહત્તમ નામનો મહાભાગ સતત એક ક્ષણ પણ અવિયુક્ત (અલગ થયા વિના) ભમ્યો. મારા આદેશથી જ તેની પાછળ હંમેશા તેના બે અનુચરો જ્ઞાનાવરણ અને અજ્ઞાન મહાસુભટો પણ તે પ્રમાણે ભમ્યા. આ ત્રણેયના પ્રભાવથી આ જીવે ક્યાંય દેવની વાર્તા માત્રાને પણ ન સાંભળી, ગુરુના નામને પણ ન જાણ્યું. તત્ત્વનો લેશ પણ ન જાણ્યો. વધારે શું? ધર્મ એવા જે અક્ષરો છે તે તેના કાનમાં પ્રવેશ્યા નથી. જ્ઞાની પુરુષો વડે કહેવાયેલા 206. Page #224 -------------------------------------------------------------------------- ________________ અર્થને પણ આણે ન જાણ્યો. આહાર, નિદ્રા અને મૈથુન માત્રમાં આસક્ત એવો આ વરાકડો કેવળ ભમ્યો છે. અને હમણાં કર્મપરિણામરાજા આને કનકપુર નગરમાં અમરશ્રેષ્ઠી અને નંદાના પુત્ર રૂપે ઉત્પન્ન કરાવવાને ઇચ્છતો સંભળાય છે અને કનકપુર નગર કંઇક ધર્મના પ્રભાવવાળો છે તેથી તે ત્યાં ગયે છતે આપણને શું પ્રાપ્ત થશે તેને અમે જાણતા નથી. આ સાંભળીને મિથ્યાદર્શનમંત્રીએ અજ્ઞાનના હાથમાં તાળી મારીને કહ્યું કે અહો! જે લોટના કુંડ પર ઘી નો ઘડો ઊંધો વળ્યો તે સુંદરતર થયું અર્થાત્ અમે જે કાર્યને કરવા ઇચ્છતા હતા તે કાર્ય વિના પ્રયત્ન થયું. ખરેખર તો બાળથી માંડીને વૃદ્ધ સહિત એવું અમરશ્રેષ્ઠીનું ઘર અમારી આજ્ઞાથી નિયંત્રિત છે. જો અમારે યોગ્ય વિશેષથી કંઈક હશે તો ત્યાં અમે જ સર્વની સાર સંભાળ લઈશું પરંતુ દેવ સૈન્ય અનંત છે અને ત્યાં રસગુદ્ધિ અકાર્યપ્રવૃત્તિ અને રોગાદિ રૂ૫ સ્ત્રીઓ વડે તેવા પ્રકારનો વ્યાપાર કરાતો હોવાથી અમે આજે પણ વિશેષથી પોતાના તેવા પ્રકારના અવસરને જોતા નથી. પણ સામાન્યથી તો મધ્યમાં રહેલા દેવવડે પણ સૈન્યનું પ્રવર્તન કરાતું જ છે તો ત્યાં અમારો કયો ગુણ વખાણાય? એ પ્રમાણે મિથ્યાદર્શન મહત્તમની જોરદાર વાણી સાંભળીને બહાર ચિત્તવ્યામોહ -આસ્થાન મંડન પર બેઠેલી એક સ્ત્રી અને એક નપુંસક ખડખડાટ હસ્યા તેથી વિસ્મિત થયેલો મોહરાજા ઊઠીને વિપર્યાસસમૂહ નામના આસન ઉપર બહાર જ પ્રકટ બેસીને કહ્યું કે હે વત્સ! આ નપુંસક ખડખડાટ હસ્યો ? પછી પ્રણામ કરીને તે બોલી કે - સમસ્ત જગતમાં. દુઃખ ઉત્પન્ન કરવા માટે ઈષ્ટજન વિયોજિકા નામની હું સ્વયં જ આપના વડે મહાસ્થાન પર નિમણુંક કરાઈ છું તેમને આપ જાણો છો અને ત્રણ ભુવનમાં અપ્રતિહત આ છે સામર્થ્ય જેનું, શક અને ચક્રવર્તીઓને પણ અલંધ્ય છે શાસન જેનું, મહાધાડપાડુઓનો નાયક, સર્વત્ર અકાળે આફતોને પાડનારો, તમારી કૃપાથી બાળ -વૃદ્ધ સહિત સમસ્ત જગતના જનમાં પ્રસિદ્ધ એવો આ તમારો મરણ નામનો નપુંસક છે. હું અહીં વધારે શું કહું? અને અહીંથી આ સંસારી જીવ તમારા ભાઈ વડે કનકપુરવાસી અમરશ્રેષ્ઠીને ઘરે લઈ જવાયો છે અને નંદાના ગર્ભમાં મુકાયો છે તેને છ માસ થયા છે અને પછી જણાયો છે દેવના મનનો અભિપ્રાય જેના વડે એવી હું મરણને સહાય કરનારી ત્યાં ગઈ અને તેના પિતા મરણ પમાડાયા અને તેનો જન્મ થયે છતે તેની માતાનું અને બાકીના મનુષ્યોનું મરણ થયું અને પછી ક્ષણથી આ મૃત્યુ નામના મહાસુભટવડે તે વરાકડો પણ તેટલામાં મરણને શરણ કરાવાયો જેટલામાં તેના કુળનું નામ પણ ભુંસાઈ ગયું અને ત્યાંથી પાછો ફેરવીને એકેન્દ્રિયાદિમાં લઈ જવાયો અને તે એકેન્દ્રિયોમાં ભમતો એવો આ અનંતપુગલ પરાવર્ત સુધી રહેશે આથી મિથ્યાદર્શનના અયથાર્થ (ગેરવાજબી) વચનને સાંભળીને અમે બે હસ્યા હતા. પછી હર્ષપૂર્વક જોઇને અને આગ્રહ નિકર નામના પોતાના સૈન્યને અને પોતાની મૂછને હાથથી સ્પર્શ કરીને મોહરાજાએ કહ્યું કે અહો! મારા નપુંસક સૈનિકોમાં પણ કેટલું સામર્થ્ય છે તે તમે જુઓ. પછી મરણે કહ્યું કે સ્વામિ! તમે આ પ્રમાણે ન બોલો. આ પ્રભુનો જ પ્રભાવ છે તે આ પ્રમાણે મંદમતિઓ પણ જે કાર્યમાં સફળતા મેળવે છે તે સફળતાનો ગુણ તેના સ્વામીઓનો છે તેમ જાણવું. જો સૂર્યે તેને રથની ધુરામાં ન જડ્યો હોત તો તે પાંગળો અરુણ (પ્રભા) પણ અંધકારને કેવી રીતે ભેદત? 207 Page #225 -------------------------------------------------------------------------- ________________ વાનરનું પરાક્રમ એક ડાળી પરથી બીજી ડાળી પર જવા જેટલું જ હોય છે પણ વાનરવડે જે સમુદ્ર તરાય છે તે પ્રભાવ તેના સ્વામીનો છે. પછી મોહરાજાએ કહ્યું કે હે વત્સ! અહીંથી માંડીને સર્વ આપત્તિઓના સમૂહમાં સહાય કરનાર તરીકે તારી નિમણુંક કરવામાં આવે છે. તેથી તારે સારી રીતે નિરીક્ષણ કરતા રહેવું. મનુષ્યગતિ નગરીને પ્રાપ્ત થયેલા એવા તે દુષ્ટને ક્યારેય પણ ઊભો પણ ન થવા દેવો. ધર્માક્ષર જાણે તે પહેલા મૂળથી ઉખેડીને જલદીથી પશ્ચાત્ મુખવાળો પાછો ધકેલવો. ‘આપનો આદેશ પ્રમાણ છે.' એમ કહીને મરણ વગેરે સર્વે ઊભા થયા અને લાંબો સમય આ બધા નિરીક્ષણ કરે છતે કર્મપરિણામરાજાવડે આ લાવીને કુલટાનારીના ગર્ભમાં પ્રવેશ કરાવાયો અને ત્યાં દુષ્ટઔષધિના પાનથી પ્રાણાનિક મહા-આપત્તિઓને પ્રાપ્ત કરાવાયો. મરણથી સૂઘાયેલો ગર્ભમાંથી પણ ગળ્યો. પાછો પડીને તે એકેન્દ્રિયાદિ ગતિમાં ગયો અને ત્યાં તેટલો જ (અનંત પુગલ પરાવર્ત) કાળ ધારણ કરાયો. તેના અંતે કર્મવડે કોઈપણ રીતે આ પ્રથમ પ્રસૂતિવાળી સ્ત્રીના ગર્ભમાં લવાયો. ગર્ભમાં પણ યોનિરૂપી યંત્રથી પીડાયેલો મહાવેદના સમુઘાતમાં પડેલો જનમતા જ માતાની સાથે મરણ વડે ઉપસંહાર (નાશ) કરાયો. ત્યાંથી પટકીને તે પ્રમાણે જ એકેન્દ્રિયાદિમાં અનંતકાળ સુધી ધારણ કરાયો. આ પ્રમાણે ક્યારેક એક વરસનો, ક્યારેક બે વરસનો, ક્યારેક ત્રણ વરસનો થઈને અકાળે જ બાલાદિ અવસ્થામાં ધર્મ નામના અક્ષરોની પ્રાપ્તિ વિના સર્વ આપત્તિથી સહિત મરણવડે સંહાર કરીને પાછો ફરેલો એકેન્દ્રિયાદિમાં મુકાયો અને દરેક વખતે તેમાં પરિભ્રમણ કરતો અનંતપુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો. અને આ બાજુ મનુષ્યક્ષેત્રમાં શ્રીનિલય નામનું નગર છે અને તેમાં ધનતિલક નામનો શ્રેષ્ઠી છે. ધનમતી નામની તેની સ્ત્રી છે અને કોઈક વખત કર્મપરિણામ રાજાવડે આ સંસારી જીવ તેના ગર્ભમાં નંખાયો. આ હકીકત જાણીને ગભરાયેલા મનવાળા મોહરાજાએ મિથ્યાદર્શન મંત્રીને નિવેદન કર્યું. મિથ્યાદર્શન મંત્રીએ પણ આંખો નીચી કરી ક્ષણ મૌન રહી પછી કંઈક માથું ધુણાવી હુંકાર કરીને કહ્યું કે અહો! હવેથી માંડીને તેનું કુળ વિશેષથી આપણે યોગ્ય(અનુકૂળ) થશે. જોકે શત્રુના સૈનિકો વડે હજુ સુધી ક્યાંય પણ આપણું નુકશાન કરાયું નથી તો પણ આપણા વડે પણ સામાન્યથી જ શત્રુનું સૈન્ય આપણી દેખરેખ નીચે વર્તે છે. વિશેષથી હજુ સુધી શત્રુનું સૈન્ય આપણા દેખરેખ નીચે નથી તો પણ દેવે અહી કોઈ શંકા ન કરવી. આપના વડે જોવાયેલ આ વરાકડો ક્યાં જશે? જલદીથી આને ગળામાં પકડીને પરાક્રૂખ કરીને દેવને ખબર આપીશું એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને વિસર્જનના બીડાને મેળવીને અર્થાત્ વિસર્જન કરાયેલો મિથ્યાદર્શન મંત્રી સ્વસ્થાને ગયો અને ચિંતાથી ચિંતિત થયો. ડાબા હાથના તળ ઉપર મૂકાયેલ છે એક ગાલ જેનાવડે એવો તે તે રીતે ઘણાં સમય સુધી રહ્યો. પછી કુદષ્ટિ નામની પોતાની સ્ત્રી વડે જોવાયો. તેણે કહ્યું કે હે આર્યપુત્ર! જગતમાં અસાધારણ સૌભાગ્યની ભૂમિ એવી કઈ સ્ત્રી ધન્ય છે જેના માટે દેવીઓને ઈચ્છવા યોગ્ય એવા તમને આટલી ચિંતા થઈ. પછી તેના વડે કહેવાયું કે હે પ્રિયા! તારે આ મશ્કરીવચન બોલવા ઉચિત નથી કારણ કે તને છોડીને મને સ્વપ્નમાં પણ બીજી કોઈ સ્ત્રી મનમાં નથી પરંતુ આ ચિંતા બીજા કાર્યના વિષયવાળી છે. પછી સંભ્રમથી બે ભૂકુટિ ચઢાવીને તેણીએ કહ્યું કે એવું ક્યું કાર્ય ઉપસ્થિત 208 Page #226 -------------------------------------------------------------------------- ________________ થયું જેમાં લીલાથી પોતાને વશ કરાયેલો છે સંપૂર્ણ ત્રણ ભુવન જેના વડે એવા આર્યપુત્રને આટલી મનની વ્યાકુળતા થઈ. જો તે મને કહેવામાં વાંધો ન હોય તો જણાવો. પછી મિથ્યાદર્શન મંત્રીએ કહ્યું કે હે સુલોચના! આટલા વખત સુધી મેં તને ન કહ્યું હોય એવું કશું જ નથી કારણ કે મારા ઘરમાં તું જ સર્વ વિશેષ કાર્યોની ચિંતા કરનારી છે તેથી પ્રસ્તુત હકીકતને પણ તું સાંભળ. ચારિત્રધર્મની સહાયથી કર્મપરિણામ રાજાવડે સ્વીકારાયેલ સંસારી જીવ હમણાં શ્રી નિલય નગરના નિવાસી ધનતિલક શ્રેષ્ઠીના ઘરે લઈ જવાયો છે તેના સંબંધી મેં સ્વામીની આગળ એક પ્રતિજ્ઞા કરી છે અને તેને તે પણ સાંભળી હશે. તેણીએ કહ્યું કે આ એમ જ છે. અર્થાત્ મારા વડે તે પ્રતિજ્ઞા સંભળાઈ છે. પછી મિથ્યાદર્શન મંત્રીએ કહ્યું કે હે કમલવદના! આ બીના દુર્ઘટ છે કારણ કે કર્મપરિણામ રાજા સામા પક્ષમાં બેઠો છે અને હજી પણ અમારા વડે તે કુળ દઢતાથી ભાવિત કરાયું નથી. અમારા વડે ભાવિત કરાયેલા પણ કુળોને ઠગવાને માટે શત્રુપક્ષો નિપુણ છે અને નિપુણ એવો આ સમ્યગ્દર્શન આપણો વિશેષથી શત્રુ છે. સમ્યગ્દર્શનની મહાસૌભાગ્ય રૂપી અમૃતની નદી સમાન એવી ધર્મબુદ્ધિ નામની પુત્રી છે જે ઇન્દ્રોને પણ સેવવા યોગ્ય છે, ચકીઓને પણ પ્રાર્થના કરવા યોગ્ય છે, સુમુનિઓના ચિત્તમાં હંમેશા રહેલી છે જેણીએ રાજાઓના મનને આકર્ષિત કર્યું છે, પરમ વિદ્વાનોને અભિલાષા કરવા યોગ્ય છે, બાનીઓને ધ્યેય કરવા યોગ્ય છે. પ્રાણીઓને પોતાને વશમાં લાવવા માટે આ સમગ્દર્શન પ્રથમથી તેને (ધર્મબુદ્ધિને) મોકલે છે અને આને જોઈને આપણા વડે સારી રીતે ભાવિત કરાયેલા, હંમેશા આપણા સ્વામીના ભક્ત થયેલા, હંમેશા મારા ચરણોમાં ગાઢ રીતે લાગેલા એવા કેટલાક પણ તેના વિશે જલદીથી અનુરાગી થાય છે. બાકીની પ્રવૃત્તિને શિથિલ કરે છે. મહાકુળમાં ઉત્પન્ન થયેલી રૂપ અને સૌભાગ્યથી યુકત એવી પણ અન્ય સ્ત્રીઓને વિશે વિરાગને પામે છે, અમારા ઉપદેશને ધ્યાનમાં લેતા નથી. સર્વથા કુટુંબોનો ત્યાગ કરીને ભ્રમિતની જેમ તેની (ધર્મબુદ્ધિની) પાછળ લાગેલા બીજાનો ત્યાગ કરીને ધર્મબુદ્ધિના પિતા સમ્યગ્દર્શનને જ મહાસ્વામી તરીકે સ્વીકારે છે પછી સર્વથા આને વશ થાય છે તેમાં (ધર્મબુદ્ધિમાં) અત્યંત રાગી થયેલા તેઓ અમને મહાવૈરી તરીકે જુએ છે. પછી અમારા સંપૂર્ણ પક્ષને મૂળમાંથી ઉખેડી નાખે છે એ પ્રમાણે પોતાના (આપણા) પક્ષનો ક્ષય કરનારી એવી ધર્મબુદ્ધિની વિચારણા કરતા હે પ્રિયા! મારી આ ચિંતા વધે છે. પછી કંઈક હસીને કુદષ્ટિએ તિરસ્કારપૂર્વક કહ્યું કે હે આર્યપુત્ર! શરદઋતુના ચંદ્રની ચાંદનીથી વ્યાસ પુનમની રાત્રીમાં દૂરથી જ આંકડાના પાનને વાઘના કાનની કલ્પના કરનાર વણિકની જેમ આપનાવડે આ ભય પોતાની મતિમાં અસ્થાને કલ્પના કરાયો છે. કેવી રીતે તે ભય કલ્પના કરાયો છે તે હું કહું છું. આ કર્મપરિણામ રાજા “બીજા પક્ષમાં આરૂઢ થયો છે' એમ તમે જે કહ્યું છે ત્યાં આ સંસારી જીવ બળવાન થયો છે તે વાત સત્ય છે અને તે (કર્મપરિણામ રાજા)જ સમુદાયનો જ સ્વામી છે ફકત આ એકપક્ષથી આપણને પણ મળે છે પણ બીજા પક્ષથી તેઓને મળે છે આથી જ ભય લાગે છે એમ કહેતા હો તો તે બરાબર નથી કારણ કે આ કર્મપરિણામરાજા હંમેશા આપણા પક્ષમાં રહેનારો છે જ્યારે તેઓના પક્ષમાં તો કયારેક રહેનારો છે. આપણી સાથે ગાઢ સંબંધવાળો છે, તેઓની સાથે દાક્ષિણ્ય માત્રથી રહેનારો છે.આપણો 209 Page #227 -------------------------------------------------------------------------- ________________ જાતિ ભાઈ છે જ્યારે તેઓને વૈરીપક્ષમાં રહેલો છે અને બીજું આ સંસારી જીવ આટલા કાળ સુધી આપના વડે સન્માર્ગથી સુત (ભ્રષ્ટ) કરાયો અને કદર્શિત કરાયો તેમાં કર્મ પરિણામ સર્વત્ર મધ્યવર્તી હતો. આ કર્મ પરિણામની સહાય વિના તમે આ સંસારી જીવનું ક્યારેય પણ અનિષ્ટ કરવા સમર્થ બનતા નથી અને બીજો કોઈપણ તેનું ઈષ્ટ કરવા સમર્થ થતો નથી. જે કહેવાયું હતું કે દુશ્મનો ભાવિત કરવામાં નિપુણ છે તે પણ મારા મનમાં હાસ્યને ઉત્પન્ન કરે છે કારણ કે ભાવિત કરવામાં અતિનિપુણ એવા તેઓએ અનાદિ કાળથી એક નિગોદમાત્રમાં રહેનારા પણ જીવોને હજુ સુધી સ્વવશ કર્યા નથી. પરંતુ તેના અનંતમાં ભાગમાત્ર જ વશ કર્યા છે. બાકી તમારા દાસપણાને પામેલા અનંત જીવોના સમૂહથી આ ત્રિભુવન ભરેલું છે. જે સંસાર રૂપી મહાનાટકમાં હંમેશા નાચતું રહે છે તેથી અહીં કોણ નિપુણ વાસક(પ્રભાવક) છે એમ ભયથી મુક્ત થઈને વિચારવું. ફરી પણ જે કહ્યું હતું કે તેની પુત્રી (ધર્મબુદ્ધિ) ઈન્દ્રોને પણ સેવનીય છે ઈત્યાદિ. તેથી તેમને એ વિકલ્પ થાય છે કે) ભયંકર ચોરના દર્શનથી ઉત્પન્ન થયેલ ભયથી ભ્રાન્ત થયું છે ચિત્ત છે જેનું, ઘોડાપર આરૂઢ થયેલ અતિકાયર એવા પ્રિયતમને ઘોડાની જેમ સર્વથા જ આત્મા પણ ભુલાઈ ગયો છે એમ હું માનું છું કારણ કે આપણે બંનેને પણ તેના જેવી, તેના કરતાં અનંતગુણ સૌભાગ્યવાળી એવી ધર્મબુદ્ધિ નામની પુત્રી છે જ. પ્રાયઃ તે પુત્રીની પેનીથી મસ્તકમાં પ્રહાર કરાયેલું આ ત્રિભુવન તે પ્રિયપુત્રીનું સતત સેવન કરે છે પણ મારી પુત્રીથી ભયભીત થયું છે મન જેનું એવી તે સમ્યગ્દર્શનની પુત્રી છૂપાતી ફરે છે. આપણી પુત્રીથી ત્યાગ કરાયેલા, ઘણાં વકવાદને ધારણ કરનારા, ખોટી હોંશીયારી કરનારા, કેટલાક થોડા જીવો જ તેનો (ધર્મબુદ્ધિનો) આશ્રય કરે છે તો તે વરાકડાની મારી આગળ કેમ પ્રશંસા કરો છો? તેથી અહીં વધારે શું કહેવું? જે તમે ઘણાં જ ભય પામ્યા છો તો મને જ ત્યાં જવાની રજા આપો જેથી તે વરાકડા સંસારી જીવને તમારી પુત્રીનો દાસ કરી, ગળે પકડીને, પાછો લઈ આવીને પૂર્વે ઘણીવાર અનુભવેલી ભૂમિને બતાવું. હે પ્રિયતમ! હું જાણું છે કે આ પ્રમાણે સ્ત્રીવર્ગે બડાઈથી બોલવું ઉચિત નથી કારણ કે વિનયસહિત અલ્પબોલનારી, લજ્જાવાળી સ્ત્રીઓ જ શોભે છે. તેઓનું ધિષ્ઠાઈપણું નિંદનીય બને છે પરંતુ ઘણાં ઘણાં દુઃખોથી પીડિત થયેલા અમારાવડે આ પ્રમાણે બોલાયું છે તેથી અપ્રસાદ ન કરવો આ મારો સર્વ અવિનય ક્ષમા કરવો પછી હસીને મિથ્યાદર્શને કહ્યું કે પ્રિયા! મોહ મહારાજાને અનુસરનારો લોક મહિલા પ્રધાન જ હોય છે. લોક મોહમહારાજાને લજ્જા ઉત્પન્ન કરતો નથી તેં સારુ કહ્યું. તું ત્યાં જા, જેમ કાર્ય ઉત્તમ થાય તેમ કર. કુદષ્ટિએ કહ્યું કે હે પ્રાણેશ! આ પ્રમાણે ન બોલો. અમારા જેવાની ચતુરાઈ તમારા ઉદયમાત્ર (હાજરી) થી જ થનારી છે. તમારા વિના અમે કોણ માત્ર? તેથી તમારે પણ ત્યાં આવવું જ. પછી મિથ્યાદર્શને કહ્યું કે આ પ્રમાણે જ છે અર્થાત્ હું પણ સાથે આવું છે. આપણે બંને ક્યારેય વિયુક્ત નથી ફક્ત અહીં તારે જ વ્યાપાર (પ્રવૃત્તિ) કરવો. અમે પણ તટસ્થ થઈ ત્યાં નિરીક્ષણ કરશું એમ કહીને પત્ની તથા સંતાનો સહિત મિથ્યાદર્શન ત્યાં ગયો. મોહરાજાએ સર્વ આપત્તિઓને, વ્યસનોને, ધનપિપાસા અને લાભાંતરાયને વગેરેને ધમકાવીને પાછળ મોકલ્યા. અને આ બાજુ શ્રી નિલયનગરમાં ધનતિલક શ્રેણીની ગૃહિણી પ્રસૂતા થઈ. પુત્રનો જન્મ થયો. વધુપનક મંગલો કરાયા. તેનું વૈશ્રમણ એ પ્રમાણે નામ રાખ્યું. વૃદ્ધિને પામ્યો. કળાઓને 210 Page #228 -------------------------------------------------------------------------- ________________ ભણ્યો અને યૌવનને પ્રાપ્ત થયો. પછી પોતાના અવસરને જાણીને ધનપિપાસાવડે હર્ષપૂર્વક છાતીમાં ગાઢ પીડાને કરવાપૂર્વક આલિંગન કરાયો. પછી ઉછળ્યો છે તીવ્ર ધનપિપાસાનો અભિલાષ જેને એવા રમવાની ઇચ્છાવાળા વૈશ્રમણને ધનપિપાસાએ કહ્યું કે જો તું મને ચાહે છે તો ધન ઉપાર્જનના પ્રચુર ઉપાયોને કર. રત્ન-સુવર્ણ-વસ્ત્રાદિ દુકાનોમાં સ્વયં બેસ. સોપારીગંધ-ધાન્ય-કપાસ-ગુડ-લોખંડ-લાખ આદિ દુકાનોમાં બીજા ઘણાં વિણક પુત્રોને રાખીને વ્યાપાર કરાવ. ઘણાં કરિયાણાથી ભરેલ ઘણાં ગાડાની હારોને (શ્રેણીઓને) બીજા દેશોમાં મોકલાવ. બળદોને વહન કરાવ. ઊંટોની મંડળીને હંકારાવ. રાસભ સાર્થોની નિમણુંક કર. ઉત્તમ કરિયાણાથી ભરેલા વહાણોને મહાસમુદ્રમાં પ્રવર્તાવ. કર ઉઘરાવવાના નાકા વગેરે પટ્ટોને ગ્રહણ કર. (૫૦) ધાતુવાદનો અભ્યાસ કર, ખાણવાદને શીખ, રસને મેળવવાની જે ગુફા છે તેમાં પ્રવેશ કરવા માટે પ્રયત્ન કર, કૃત્રિમ કરીયાણાને બનાવવા વારંવાર અભ્યાસ કર. પછી વૈશ્રમણે શ્વાસ લઇને કહ્યું કે હે તનુઅંગી! તેં સારો ઉપદેશ આપ્યો. ઘરાંગણે રત્નના ઢગલા બીજી રીતે થતા નથી, સુવર્ણના મોટા ઢગલાઓ પ્રાપ્ત થતા નથી એટલે તે રત્ન અને સુવર્ણની દુકાનોમાં બેઠો. મોટો ધંધો શરૂ કર્યો. પછી લાભાંતરાયે પોતાના સમયને જાણ્યો. તે વૈશ્રમણની નજીકમાં રહ્યો. લાભાંતરાયના પ્રભાવથી કાણીકોડીનો પણ લાભ થતો નથી તેથી વૈશ્રમણ વિચારે છે કે અહો! દુકાનનું ભાડું પણ હજુ કમાવાયું નથી. ભાડાની કમાણી થયા પછી વિચારે છે કે હજુ વણિક પુત્રોના પગાર જેટલું કમાયો નથી. પછી તે કમાયે છતે વિચારે છે કે ઘર ખર્ચનો લાભ કેવી રીતે થશે? તેનો લાભ થયા પછી ભોગોપભોગાદિની આશા કરે છે પછી એવું કંઇક પણ બને છે જેથી મૂળમૂડીમાં પણ કંઇક ક્ષતી થાય છે. પછી ધનની પિપાસાથી ઉત્પન્ન થયું છે મહા-આર્તધ્યાન જેને એવો વૈશ્રમણ અહીં તહીં જુએ છે ત્યારે કોઇક વખત ભયભીત થઇ છે આંખો જેની, કફોડી સ્થિતિવાળો એવો કોઇપણ એક પુરુષ આવ્યો અને વૈશ્રમણને એકાંતમાં લઇ જઇને અતિશ્રેષ્ઠ મસ્તક-કાન-ગળાના આભૂષણો બતાવ્યા. આ ચોરીને લવાયેલું છે એમ તેણે ઈંગિતોથી જાણ્યું. પછી ધનપિપાસાએ શ્રેષ્ઠીપુત્રને ઇશારો કર્યો કે તું એને ખરીદી લે. આને તું છોડ નહીં. આવી તક ક્યારે મળશે તે કોણ જાણે છે? આગળ જે થવાનું હશે તે થશે. પછી ઘણી ઓછી કિંમતે ચોરીનો માલ ખરીદ કર્યો. ચોર ગયો. રાજપુરુષો પાછળ જ આવ્યા. તેઓએ ચોરીના માલ સહિત વણિકને બાંધ્યો. આગળ કરીને ડાંગોથી મરાતો નિન્નુર કૃપાણ રૂપી દૂતોથી ચૂરો કરાતો, સર્વજનથી છૂપાવાતો રાજકુળમાં લઇ જવાયો. ‘તમારા આભરણો આના વડે આ પ્રમાણે ગ્રહણ કરાયા છે’ એમ રાજપુરુષોએ જણાવ્યું ત્યારે આ વધ્ય છે એમ રાજાએ જાહેર કર્યું. પછી પિતાવડે ભેગા કરાયેલા મહાજને રાજાને વિનંતિ કરી. પછી મહાજનના ઉપરોધથી મોટો દંડ લઇને રાજાએ છોડ્યો અને ધનપિપાસાથી પ્રેરણા કરાયેલા તેણે નગરની અંદર જ મોટા વ્યાપારોને શરૂ કર્યા અને વૈશ્રમણનો લાભાંતર બધે જ થોડો પણ લાભ થવા દેતો નથી અને (૫૦) ગુમડુપિાતિપટ્ટા : શુ એટલે કર.મપિા એટલે ગામ કે નગરનું જકાત લેવાનું નાકું,પટ્ટ એટલે અમુક મુદત સુધી અમુક ભાડા વગેરેની શરતે લેવું. અર્થાત્ રાજા પાસેથી અમુક પૈસા આપીને કર ઉઘરાવવાના નાકાને લે. અર્થાત્ કર ઉઘરાવવાના નાકાને કોન્ટ્રેકટથી લેવા. 211 Page #229 -------------------------------------------------------------------------- ________________ દરેક સ્થાને આપત્તિઓને પામે છે પછી કોઈક વખત દેશાંતર જવાને માટે ધનપિપાસાએ પ્રેરણા કરી તેથી માતાપિતાને મૂકીને ઘણાં કરીયાણાથી ભરેલા ગાડાંઓને લઈને દેશાંતર ગયો અને માર્ગમાં જતા મહાટવીમાં ફસાયો. સર્વપણ સાર્થ તરસથી પીડાયો. પ્રયત્નપૂર્વક તપાસ કરવા છતાં પણ ક્યાંય પાણી ન મળ્યું. પાણીને મેળવવાની આશા નાશ પામી. મૂચ્છથી મીંચાઈ ગઈ છે આંખો જેની એવો સર્વ પણ સાથે પડ્યો અને બેભાન થયો. એટલીવારમાં મોટી ધાડ પડી. વૈશ્રમણને તેવી અવસ્થાવાળો જોઈને ચોરો તેના સર્વ પણ સર્વસ્વને (સર્વસ્વ એટલે ભૌતિક અને માનસિક સર્વ પણ સંપત્તિ.) હરણ કરી ગયા. પછી ત્યાં આવેલા કોઇક કૃપાળુ મુસાફરે ક્યાંયથી પણ પાણી લાવીને થોડું જળ બધાને પાયું અને તે સ્વસ્થ થયા એટલે તેઓને જળાશય બતાવ્યું અને તેઓએ ત્યાં જઈને પાણી પીધું, અંગોને ધોયા, સ્વસ્થ થઈને આગળ જવા માટે ચાલ્યા અને ભાતા આદિના અભાવથી સર્વ પણ સાથે પોતપોતાના ઉપાયોથી ગયો. વૈશ્રમણ પણ એક ગામમાં પહોંચ્યો. ભૂખથી પીડાતો નિચેતન થઈને વૃક્ષની છાયામાં પડ્યો. અનુકંપામાં તત્પર એવા કોઈક વડે જોવાયો અને તેણે કંઇક ભાતાદિ આપ્યા અને સ્વસ્થ થયો અને આગળ જતાં ઘણો થાકયો. પગથી ચાલવા શક્તિમાન થતો નથી અને સુકુમારપણું હોવાથી પગનાં તળીયામાંથી લોહી ફુટીને નીકળે છે. વારંવાર મૂચ્છ પામે છે, આળોટે છે, પડે છે, ખેદ કરે છે, આકંદ કરે છે, શોક કરે છે, વિલાપ કરે છે, માર્ગના થાકથી અને વિભવ તથા કુટુંબોનો વિયોગ થવાથી બહાર અને અંદર ઉત્પન્ન થયું છે મહાદુઃખ જેને એવો દીનતાને પામેલો એવી કોઈ ચેષ્ટા નથી જે તેણે ન કરી હોય. પછી અતિકષ્ટથી દરેક ગામમાં ભિક્ષાને માટે ફરે છે. મહાનિર્દય-અતિકઠોર એવો લાભાંતરાય ભિક્ષાના લાભને પણ હણે છે એ પ્રમાણે અતિનિષ્કરુણ ડગલે ડગલે આવી પડતી મહાપત્તિઓથી આ કષ્ટપૂર્વક કોઈપણ રીતે તામ્રલિપ્તિ દેશમાં પહોંચ્યો. કોઈકવડે વણિકપુત્રપણાથી રખાયો અને કંઈક ધનવાળો થયો. ધનપિપાસાવડે પ્રેરણા કરાયો. વેપાર શરૂ કર્યો. ઘણું ધન કમાયો. પછી ક્યાંકથી પણ આ શ્લોકને સાંભળ્યો. “શેરડીનું ક્ષેત્ર અને સમુદ્ર તથા જીવરક્ષા અને રાજાઓનો પ્રસાદ તરત જ દરિદ્રતાનો નાશ કરે છે.” ધનપિપાસા વડે પ્રોત્સાહિત કરાયો અને કરીયાણાનું વહાણ ભર્યું. સમુદ્રમાં પ્રયાણ કર્યું. અને સમુદ્રના મધ્યમાં પહોંચ્યો. સમુદ્રના મધ્યભાગમાં ગાઢ વાદળ ઘેરાયું. મેઘ અને સમુદ્ર ગર્જે છે, સર્વત્ર વીજળી ચમકે છે, અતિપ્રતિકૂળ પવન શરૂ થયો પછી ઉછળતા પ્રચંડ મોજાઓથી તેનું વહાણ સેંકડો ટુકડાવાળું થયું અને વૈશ્રમણ એક લાકડાના પાટીયાને પકડીને જલચર જંતુ અને મોજાઓના પછડાટથી ઉત્પન્ન થયેલ દુઃખોને અનુભવતો સમુદ્રના મોજાના પાણીથી હંકારાયેલો કોઈક દૂર દેશમાં પહોંચ્યો. જે દેશમાં પોતાના દેશનું નામ પણ સંભળાતું નથી અને મિત્રો તથા સ્વજનોની વાત પણ સંભળાતી નથી પછી ત્યાં દુઃખના ભારથી આકાન્ત થયેલા તેના ગાલપર ફોડાની સમાન રોગની આપત્તિ પાછળ લાગી. રોગના અનુભાવથી તાવમાં પટકાયો. માથાની વેદનાથી પીડિત થયો. શૂળથી પીડાયો અને અન્ય રોગોથી પીડાયો. શૂન્યદેવકુળમાં સૂતો. સભામાં બેસતો, હવાડામાં પડતો, મઠોમાં આળોટતો, મુસાફરોની 212 Page #230 -------------------------------------------------------------------------- ________________ ઝૂંપડીમાં આકંદ કરતો, દરેક ઘરે ભમતો, દીનવચનોને બોલતો, હિતકર ઔષધી આદિની યાચના કરતો, લાભાંતરાય વડે હણાતો છે પૌષધાદિનો લાભ જેનો એવો તે લાંબા સમયથી દુઃખી થયેલો કોઇક રીતે રોગોથી મુકાયો. ફરી ધનપિપાસાથી પ્રેરાયેલો વ્યાપારોને કરે છે અને ઘણી વખત કોઈપણ રીતે કંઇક ધનને મેળવે છે. પરંતુ ક્યાંક રાજાઓ વડે લુંટાય છે, ક્યાંક ધૂવડે ઠગાય છે, ક્યાંક ચોરોવડે ગ્રહણ કરાય છે, ક્યાંક અગ્નિવડે ઉપદ્રવ કરાય છે. એ પ્રમાણે જુદા જુદા દેશોમાં ભટકતો ક્યાંક ધાતુવાદને કરે છે ત્યાં ગુપ્તચરો વડે ભક્ષણ કરાય છે. ક્યાંક ખાણવાદનો વારંવાર અભ્યાસ કરે છે ત્યાં વ્યંતર અને પિશાચોવડે શિલાપથ્થરાદિથી હણાય છે. સર્પો વડે ભક્ષણ કરાય છે. વીંછીઓવડે ડંશાય છે. મહાવેદનાના સમૂહને સહન કરે છે. આ પ્રમાણે પ્રતિસમય આવતી છે મહા-આપત્તિ જેને, ઘણો કંટાળેલો, ધન-સ્વજનપ્રદેશ-પત્નીથી વિમુકત, અતિદુઃખી ગ્રામ અને નગરોમાં ભટકતો ક્યારેક કોઈક વિદ્યામઠમાં ગયો અને ત્યાં કોઈક ધર્મશાસ્ત્ર પાઠક વડે ભાણાયું કે સ્વજન-ધન-ભવન-યૌવન-સ્ત્રી-શરીરાદિ સર્વ અનિત્ય છે એ પ્રમાણે જાણીને આપત્તિમાં રક્ષણ કરવા સમર્થ એવા ધર્મને તે લોકો! તમે સેવો” . ૧ તેણે આ શ્લોક સાંભળ્યો પછી વિચાર્યું કે અહો! જ્યાં ક્યાંય પણ દુઃખી જીવોવડે શરણ કરાય છે અને જેની આગળ પોતાનું દુઃખ જણાવાય છે તે બધા પણ આ પ્રમાણે જ બોલે છે કે તે આગલા જન્મમાં ધર્મ કર્યો નથી અને ધર્મ વિનાના અશરણ પ્રાણીઓને ડગલે ને પગલે મહાઆપત્તિઓ આવે છે. તેથી કેવળ આફતોથી ભરેલા આ સંસારમાં તેઓને ધર્મ જ શરણ છે બીજો કોઈ નહીં. આટલામાં મિથ્યાદર્શનની ગૃહિણી કુદષ્ટિએ વિચાર્યું કે અહો ! લાંબા સમય પછી મને અવસર મળ્યો છે કારણ કે હમણાં વૈરાગ્ય નામના પ્રતિપક્ષ મનુષ્યનો આ પાત્રમાં કંઈક પ્રવેશ થયો જણાય છે તથા આની પાછળ જ અમારી શત્રુણી એવી સમ્યગ્દર્શનની પુત્રી કોઈપણ રીતે આવે છે ત્યારે સર્વ પણ સમર્થ થાય છે એ પ્રમાણે વિચારીને જલદીથી ધર્મબુદ્ધિ નામની પોતાની પુત્રીને મોકલી અને તે તેની પાસે ગઈ. તેના પ્રભાવથી વૈશ્રમણને વિચાર જાગ્યો અને વિચારે છે કે જે સર્વ વિદ્વાનોનો આ જ અભિપ્રાય છે તો પછી સર્વ અભિલષિત અર્થસિદ્ધિનું કારણ ધર્મ પ્રથમથી જ શા માટે ન કરાય? પુષ્ટ કારણની હાજરી હોય તો કાર્ય સ્વતઃ સિદ્ધ થાય છે તેથી સ્વદેશમાં જાઉં, માતાપિતાને મળું. પછી નિશ્ચયથી ધર્મની જ આરાધના કરીશ એ પ્રમાણે નક્કી કરીને કોઈક સમુદ્રના કાંઠે ગયો. નોકર થઈ વહાણમાં આરૂઢ થયો. પછી વહાણ સામે કિનારે પહોંચ્યું. ત્યાંથી જમીન માર્ગે પોતાના દેશમાં લાંબા કાળે પહોંચ્યો. પછી શ્રીનિલયનગરમાં જેટલામાં પહોંચે છે તેટલામાં પિતા તથા માતા મરણ પામ્યા. અને જે કંઈ પરિજન હતો તે ક્યાંય પણ ચાલ્યો ગયો. ઘર શીર્ણ થયું. દુકાનો ખંડિયેર થઈ. વિભવ નાશ પામ્યો. પછી તેને તેવા પ્રકારનું જોઈને પરમ વિષાદને પામ્યો. મહાશોકમાં ડૂળ્યો. લાંબો સમય પ્રલાપ કર્યો. ઘણાં પ્રકારે પોતાની નિંદા કરી. પછી ધર્મબુદ્ધિથી બંધાયેલ છે મન જેનું એવો વૈશ્રમણ કોઇપણ રીતે પોતાને સ્વસ્થ કરીને માતાપિતાના પરલોક કૃત્યોને કરે છે. એટલામાં ચારિત્રધર્મ વગેરે બધાવડે ભેગા થઈને કહેવાયેલા એવા સબોધ મહત્તમ કર્મપરિણામરાજ પાસે જઈને કહ્યું કે હે મહારાજ! તમારાવડે પૂર્વ આ પ્રતિજ્ઞા કરાઈ હતી કે 213 Page #231 -------------------------------------------------------------------------- ________________ એક સંસારી જીવ તમને સહાય થશે અને આ વાક્ય જ્યારે બોલ્યા હતા તેને અનંતપુગલ પરાવર્ત કાળ થઈ ગયો અને હજુપણ એ અમારી વાર્તાનો વિષય બન્યો નથી તેથી આ આવું કેમ છે? કેમકે મહાપુરુષોએ જે પ્રતિજ્ઞા કરી હોય તે યુગાને પણ બદલતી નથી. પછી કર્મ રાજાએ ભૂકુટિ ચઢાવવાપૂર્વક મુખને ઊંચુ કરીને કહ્યું કે અરે! વત્સ! સંસારી જીવન વ્યતિકરમાં જે બનતું છે તેને તું જાણતો નથી, હું તમારી સન્મુખ તેને લાવું છું, બંધાયો છે અભિનિવેશ જેઓ વડે એવા મારા ભાઈઓ તે વરાકડાને ફરી ફરીને પાછો પટકે છે તેથી આવા પ્રકારના ઘરના લોકોના વિરોધમાં હું શું કરું? મારા એક વડે જ આ નથી કરાયું પરંતુ અહીં બીજું કંઇપણ છે. તથા ભવ્યત્વ-સ્વભાવ-લોકસ્થિતિ તેનો પુરુષાર્થ-કાળ પરિણતિ વગેરે પણ અહીં પ્રવૃત્તિ કરે છે (ભાગ ભજવે છે) તેથી તેઓની સાથે વિચારણા કરીને સમયે હું તમારા સર્વનું પણ ઈચ્છિત કરીશ. મેં જેને સ્વીકાર્યું છે તેને હું ભૂલ્યો નથી. ખરેખર હમણાં ધર્મબુદ્ધિ સંસારી જીવ પાસે ગઈ છે એમ સંભળાય છે તો પણ (તેની સેવા કરવાનો) શું હમણાં અમારો સમય પરિપકવ નથી થયો?' એ પ્રમાણે સબોધ કહ્યું છતે કર્મરાજાએ સ્વભાવ નામના પોતાના અમાત્યના હાથમાં તાળી લગાવીને મોટેથી હસીને કહ્યું કે અહો શું તે ધર્મબુદ્ધિ સાચી છે! જુઓ સબોધ પણ કેવું બોલે છે? ખરેખર તે મહાપાપબુદ્ધિ જ છે. લોકમાં ફક્ત નામમાત્રથી પોતાની ધર્મબુદ્ધિપણાની ખ્યાતિ કરીને ફક્ત નામના સમાનપણા માત્રથી ભ્રમિત કરાયેલ સર્વપણ વરકડા એવા આ જગતને ઠગે છે અને જે સમ્યગ્દર્શનની પુત્રીરૂપે ધર્મબુદ્ધિ છે તેને તું અન્ય રૂપે જ જાણે છે કારણ કે સમ્યગ્દર્શનની પુત્રી એવી ધર્મબુદ્ધિ જીવો માટે અમૃતવૃષ્ટિ સમાન છે અને તમારા અભ્યદયનું કારણ છે પરંતુ આ તો તેઓને આમંત્ર અને અભેષજ એવા મહાકાલકૂટ વિષની કંદલી (મૂળ) છે અને તમને મૂળમાંથી ઉખેડવાના કારણ રૂ૫ છે. કારણ કે પદાર્થો નામથી તુલ્ય હોવા છતાં સ્વભાવમાં ઘણાં વિસંવાદી હોય છે. કારણ કે તરત જ પ્રાણ હરવામાં અને પ્રાણ ટકાવવામાં વિષ (૫૫) એ પ્રમાણે નામ સમાન જ છે. હપૂરપર્ણ અને નાગવલ્લીદળમાં પત્ર નામ સમાન છે. કાંસા-સીસા-તાંબામય તથા ચાંદી અને સુવર્ણમય રૂપિયાદિ નાણામાં રૂપીયાપણું સમાન છે, આંબા અને લીમડાના વૃક્ષમાં વૃક્ષપણું સમાન છે, દહીં, દૂધ અને ઘી આદિમાં તથા સરસવ-કરંજતેલ આરનાલમાં રસસંજ્ઞા સમાન છે, છતાં સ્વભાવમાં વિસંવાદ છે એમ સર્વત્ર પ્રસિદ્ધ છે અને અમારે અહીં આ કહેવું ઉચિત નથી કારણ કે તે અમારા ભાઈના સચીવની પુત્રી છે પરંતુ તે સબોધ શત્રુ અને મિત્રને વિશે યથાવત્ બોલતા એવા પણ અમારી પાસે આવે છે તેથી અમે શું કરીએ ? પછી સ્વભાવ અમાત્યે કહ્યું કે હે દેવ! સોધથી શું ? હે ઈશ! તે ધર્મબુદ્ધિની સર્વપણ ચેષ્ટાને શું આ લોકો અનુભવથી જ નથી જાણતા? પછી માથું ધુણાવીને નખની ચપટી વગાડીને કર્મપરિણામ રાજાએ કહ્યું કે અહો! તે સાચું કહ્યું. આ ખરેખર સર્બોધ છે આનાથી અજાણ શું હોય? પરંતુ આ સોધ પૂર્વ અને તરુણ છે, આર્યોને અને મહાપુરુષોને ઝાંખા પાડે છે અને અમને ઉપદ્રવ કરે છે. પછી બે કાન બંધ કરીને સબોધે કહ્યું કે આહ! તમે આમ ન બોલો. આ સર્વ (૫૧) વિસ-વિષ- ઝેર, પાણી એમ બે અર્થ થાય છે, ઝેર પ્રાણને હરનારું થાય છે અને પાણી પ્રાણને ટકાવનારું છે તેમ અહીં ધર્મબુદ્ધિ નામ બે વ્યકિતમાં સમાન છે પણ બંનેના કામો વિરુદ્ધ છે એક ધર્મબુદ્ધિ ધર્મમાં સહાય કરે છે. બીજી ધર્મબુદ્ધિ ધર્મનો નાશ કરે છે. 214 Page #232 -------------------------------------------------------------------------- ________________ તમારો પ્રસાદ છે તેથી અમે જઈએ છીએ અમારે યોગ્ય જે કંઈપણ કાર્ય હોય તે તમારે જણાવવું. પછી કર્મરાજાએ કહ્યું કે એમ કરાશે, તમે જાઓ. તમારો માર્ગ કલ્યાણકારી થાઓ.આ સબોધ ગયો અને પોતાના સ્વામી ચારિત્રધર્મરાજને સર્વ નિવેદન કર્યું. અને આ બાજુ માતા-પિતાદિના મરણાદિના દુઃખથી દુઃખી થયેલો વૈશ્રમણ કુદષ્ટિ પુત્રી વડે વિશેષથી જ ધર્મ કરવાનો નિશ્ચયવાળો કરાવાયો અને ખેંચીને તે નગરના વાસી સ્વયંભૂનામના ત્રિદંડીના મઠમાં લઈ જવાયો અને ત્રિદંડીનો ધર્મ સંભળાવાયો અને દરરોજ અહીં મઠમાં આવવું એવો અભિગ્રહ ગ્રહણ કરાવાયો. ફરી ફરી મઠમાં આવતો તે એવો ભાવિત કરાયો કે જેથી તેણે ત્રિદંડીની દીક્ષા લીધી. પછી સ્વયંભૂએ પોતાની શિક્ષા તેને આપી. શૌચવાદને કરે છે, દરરોજ ત્રણ વાર અળગણ નદીઆદિના પાણીમાં સ્નાન કરે છે. તાંબાનું વાસણ અને લંગોટી આદિ ઉપકરણોને વારંવાર ધુવે છે. પછી ગુરુ મરે છતે ગુરુના સ્થાને નિમણુંક કરાયો અને સતત ઉન્માર્ગનો ઉપદેશ આપે છે સન્માર્ગનું દૂષણ કરે છે. સદ્ધર્મીઓનો દ્વેષ કરે છે. હંમેશા જ પોતાને બહુ માને છે. પછી કોઈક વખત આ પ્રમાણે કુધર્મબુદ્ધિથી વશ કરાયેલ મઠાદિમાં મૂચ્છિત થયું છે મન જેનું એવો તે મરીને, નીચે પડીને એકેન્દ્રિયાદિમાં ગયો. તે એકેન્દ્રિયાદિ ગતિઓમાં અનંત પુગલ પરાવર્ત ભમ્યો પછી કુબુદ્ધિ પુત્રીવડે કુદષ્ટિ ખુશ કરાઈ. કુદષ્ટિ વડે મિથ્યાદર્શન ખુશ કરાયો. મિથ્યાદર્શનવડે મોહરાજા ખુશ કરાયો. પછી ફરીથી પણ આ સંસારી જીવ કર્મપરિણામ રાજાવડે કોઈપણ રીતે મનુષ્યોમાં લવાયો અને બ્રહ્મદત્ત બ્રાહ્મણનો પુત્ર સોમદત્ત નામનો બ્રાહ્મણ કરાયો અને ત્યાં પણ પતિ અને પરિજન સહિત કુદષ્ટિ આવીને પોતાની પુત્રી કુધર્મબુદ્ધિને આગળ કરીને તેની અતિ નજીક રહી અને મોહવડે મોકલાયેલ કદાગ્રહ હિંસાદિ દુષ્ટ સૈન્ય તેને સહાયભૂત થયું. પછી ત્યાં પણ તેણે ઘણાં યજ્ઞોને કરાવ્યા. પશુવયમાં પ્રવૃત્ત થયો. તેના માંસોનું ભક્ષણ કર્યું. જોડેલ હળલોહ- મીઠું, સંસક્ત તલ- કપાસ, જોડા- ઘોડા- ગાય-ભૂમિ- કામવિષયો- યજ્ઞાદીના દાનો અપાવ્યા, કન્યાના લગ્નો કરવાને પ્રેરણા કરાયો. આ પ્રમાણે ધર્મના બાનાથી બીજા પ્રચુર પાપો કરાવીને નરકાદિમાં પડાયો એ પ્રમાણે ફરી પણ વિમુખ કરીને એકેન્દ્રિયાદિમાં ભ્રમણ કરતો અનંતપુગલ પરાવર્ત સુધી રુંધાયો. આ પ્રમાણે બીજા બીજા સૌગતાદિ દર્શનમાં ધારણ કરીને ધર્મના બાનાથી ઘણાં પાપો કરાવીને, કુટુંબસહિત મિથ્યાદર્શન સચીવે તે વરાકડાને અનંતવાર પટક્યો અને દરેક વખતે એકેન્દ્રિયાદિમાં નાખ્યો અને ત્યાં અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો. પછી કોઈક વખત મનુષ્યક્ષેત્રની અંતર્ગત સૌભાગ્યપુર નગરમાં સુંદર ગૃહપતિના ઘરે વરુણ નામના પુત્ર રૂપે ઉત્પન્ન કરીને કર્મપરિણામ રાજાએ વિચાર્યું કે અહો મારે આને કોઇપણ રીતે ચારિત્રધર્મની પાસે લઈ જવો જોઈએ અને નામથી ધર્મબુદ્ધિ પણ સ્વરૂપથી મહાપાપી એવી મિથ્યાદર્શનની કુદષ્ટિ પુત્રી જ્યાં સુધી આના સંનિધાનથી દૂર નહીં કરાય ત્યાં સુધી ચારિત્રધર્મની પાસે લઈ જવો શકય નથી અને કુબુદ્ધિની હાકલપટ્ટી સમ્યગ્દર્શનની પુત્રી શુદ્ધબુદ્ધિના સ્વીકારમાં થાય છે આ બે (શુદ્ધ બુદ્ધિ અને કુબુદ્ધિ) ના ભેદને જાણ્યા પછી સ્વતઃ જ વરુણ શુદ્ધબુદ્ધિનો સ્વીકાર કરશે અને શુદ્ધબુદ્ધિનો વિશેષ બોધ (જાણકારી) શુદ્ધ સિદ્ધાન્તની 215 Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિનામની દૂતિકાના કથનમાં જ જણાય છે. શ્રુતિ દૃતિકાનો સંગમ સદાગમના સન્નિધાનમાં જ સંભવે છે અને સદાગમ હંમેશા જ ગુરુ પાસે રહીને જ પર્યટન કરે છે તેથી આ વરુણની પાસે સદ્ગુરુને લઇ આવું જેથી સર્વપણ સુઘટિત (શુભ) થાય. પછી કર્મપરિણામના આ અભિપ્રાયને જાણીને મોહરાજા ભય પામ્યો, રાગકેશરી ક્ષોભ પામ્યો, દ્વેષ ગજેન્દ્ર ડોલાયમાન થયો. સમસ્ત પણ કુટુંબ જાણે વજ્રથી હણાયું હોય તેવું થયું. પછી મંત્રીવર્ગ ભેગો થયો. સામંતો આવ્યા. બધાએ કહ્યું કે હે દેવ! ક્ષોભ કરાયો છે સંપૂર્ણ ત્રિભુવન જેનાવડે એવા આપને આટલો ક્ષોભ કયાંથી? પછી લાંબો નિસાસો નાખીને મોહરાજાએ કહ્યું કે તમે જે કહો છો તે તેમ જ છે મારો એક નાનો છોકરો પણ ઇન્દ્રો વગેરેને ક્ષોભ કરે છે પરંતુ કોઇપણ ક્યાંયપણ મારા છોકરાને ક્ષોભ પમાડવા સમર્થ નથી. પરંતુ અમે શું કરીએ? હંમેશા નથી ટૂટ્યો ઘરનો વિરોધ જેની સાથે એવા આનાવડે (કર્મપરિણામ વડે) આપણે ઉદ્વિગ્ન કરાયા છીએ. પછી તેઓએ કહ્યું કે કર્મપરિણામની સાથે શું કંઇ નવું થયું છે? પછી મોહરાજે કહ્યું કે ખરેખર નવું ગણવું જોઇએ કારણ કે- તે જ સંસારી જીવનો વ્યતિકર તમારી જાણમાં હોવા છતાં તે કર્મપરિણામ રાજાવડે સંસારી જીવની પાસે કોઇપણ સદ્ગુરુની સાથે રહેલ આપણો વૈરી સદાગમ લઇ જવાને માટે શરૂઆત કરી એવું સંભળાય છે જે આપણને મૂળમાંથી ઉખેડશે. પછી તે સદાગમ ખરેખર આપણા કુળરૂપી કંદલીને માટે દાવાનળની જ્વાળા સમાન શ્રુતિદૂતિકાને સંસારી જીવની પાસે મોકલશે. પછી મોહરાજાના કુટુંબે હું કારો કર્યો અને બધાએ કહ્યું કે જો એ પ્રમાણે છે તો પણ સર્વથા ક્ષોભ ન કરવો કારણ કે અમે તે રીતે કરશું કે જેથી આ અપાયના મૂળભૂત તે ગુરુ જ અહીં ન આવી શકે પછી તેઓના વચનથી આશ્વાસિત કરાયેલા મોહરાજાએ કહ્યું કે હે વત્સો! તે પ્રમાણે જ કરો અને મારા મનોરથો પૂરો પછી મોહના સૈનિકો ગયા અને તે બધાએ વિચાર કરીને આવતા એવા ગુરુની સામે મહા-અપશુકનો બતાવ્યા. શિષ્યોને ભણાવવા આદિના અવરોધો ઊભા કરાયા. મસ્તકની પીડાદિ રોગો ઉત્તેજિત કરાયા. વચ્ચે રાજવિરોધાદિ વિઘ્નો ઊભા કરાયા. પછી આવતા એવા ગુરુ બળાત્કારે અટકાવાયા. અને આ બાજુ કુદષ્ટિની પુત્રીના વચનથી ધર્મના બાનાથી વરુણે અનેક મહાપાપો કર્યા. ક્યારેક મહા-આપત્તિથી પીડાયો અને મરણે વરુણનો સંહાર કર્યો. ફરી પણ પરાંગમુખ કરી લઇ જવાયો અને એકેન્દ્રિયાદિમાં પરિભ્રમણ કરતો અનંતકાળ સુધી ધારણ કરાયો. પછી ફરીપણ મનુષ્યક્ષેત્રમાં વિમલપુર નગરમાં રમણ નામના શ્રેષ્ઠીના ઘરે સંસારીજીવ સુમિત્ર નામના પુત્રરૂપે ઉત્પન્ન કરાયો અને યૌવનને પ્રાપ્ત થયો. પછી કોઇક વખત મોહરાજાનું સૈન્ય સ્ખલના કરે એ પહેલાના કોઇપણ વચગાળામાં સંયમરૂપી લક્ષ્મીથી આલિંગિત, પ્રશમરૂપી આભરણથી સુશોભિત, તપ તેજથી અજેય, ચંદ્ર જેવા મુખરૂપી કમળની સંપત્તિથી ભવ્યજીવો રૂપી ભમરાઓને સેવનીય, સુગંધી શીલરૂપી વિલેપનથી વિલિપ્ત, સદ્ગુણરૂપી આભૂષણથી સર્વાંગે ભૂષિત અને ચારિત્ર પ્રતિજ્ઞામાં સ્થિર, દર્શનના સ્વીકારમાં સ્થિર, મતિ અને શ્રુતજ્ઞાનમાં પૂર્ણતાને પામેલા સદાગમથી યુક્ત એવા ગુણજલધિ નામના સૂરિ બહુશાલ નામના ઉદ્યાનની બહાર કર્મપરિણામ રાજાવડે કોઇપણ રીતે લવાયા. પછી શુદ્ધ સિદ્ધાંતની શ્રુતિમાં ઉત્કંઠિત-રાજાઅમાત્ય-શ્રેષ્ઠી સાર્થવાહ વગેરે સૂરિની પાસે આવે છે. પછી જેટલામાં સુમિત્ર પણ ત્યાં જાય 216 Page #234 -------------------------------------------------------------------------- ________________ તેટલામાં જણાયો છે આ વ્યતિકર જેનાવડે એવો મોહરાજા “ર! ર. પકડો પકડો નહીંતર આપણે બધા હણાયા છીએ.” એ પ્રમાણે બોલતો સંભ્રમથી ઊભો થઈને સુમિત્રને રોકવા માટે સુભટ સમૂહને મોકલે છે તે આ પ્રમાણે આળસને દેખાડે છે, ગૃહ-કુટુંબ આદિ રાગની મૂઢતા સ્વરૂપ મોહને મોકલે છે. “આ લોકો પણ પોતાને શું સમજે છે?' એ પ્રમાણે તિરસ્કારને પ્રેરણા કરે છે. જાત્યાદિ (૫૨) મદને ઉત્સાહિત કરે છે. નરકાદિ દુઃખના શ્રવણના ભયને છૂટો કરે છે, શોકને છૂટો મૂકે છે. કુદષ્ટિની દેશનાથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનને વધારે છે. (વેગ આપે છે.) ગૃહ-હાટ-કૃષિ-સેવાના વિષયના અંતરાયોને દૂર કરે છે. નટના દર્શનાદિ કુતૂહલોને ઉઘાડે છે, જુગારાદિ કીડાઓને પંપાળે છે આ પ્રમાણે કિલકિલાવો કરીને સર્વે પણ ત્યાં જઈને કોઈક દિવસે ગુરુની પાસે જતા સુમિત્રને ગળામાં પકડીને હઠથી રોકીને ધારણ કર્યો. પછી બીજે દિવસે ગુરુ પણ વિહાર કરી ગયા. ક્યારેક સુમિત્ર પણ મૃત્યુનો મહેમાન બનાવાયો અને એકેન્દ્રિયાદિમાં અનંતકાળ સુધી ભમાવાયો. પછી ફરી પણ આ મનુષ્યોમાં લવાયો અને કોઈપણ રીતે સદ્ગુરુ અને સદાગમ એ બે પણ લવાયા. આળસ આદિથી હણાયેલ આ વરાકડાએ તે જ પ્રમાણે શ્રુતિના સંગમને પ્રાપ્ત ન કર્યો. પછી પશ્ચા—ખ થયેલો મિથ્યાદર્શન અને કુદષ્ટિની પુત્રી વડે લઈ જવાયો અને ફરી પણ એકેન્દ્રિયાદિમાં અનંતકાળ સુધી ધારણ કરાયો. આ પ્રમાણે અનંતકાળ સુધી અનંતવાર એકેન્દ્રિયમાં ધારણં કરાયો અને કોઈક વખત આ ફરી પણ અવંતિ નામની નગરીમાં ગંગદત્ત નામના ગૃહપતિનો સિંધુદત્ત નામે પુત્ર થયો. ભરયૌવનને પ્રાપ્ત થયો. તે જ પ્રમાણે સદ્ગુરુ અને સદાગમ એ બે લવાયા અને આળસને બળાત્કારથી રોકીને આળસ પાસેથી કર્મપરિણામ રાજાવડે કોઈપણ રીતે સદ્ગુરુ અને સમાગમની પાસે લવાયો પછી આ હકીકત જાણીને મહાચિંતારૂપી સાગરમાં ડૂબેલો મોહરાજા વિચારે છે અને કહે છે કે અહો મંત્રીસામંતો! ભાથામાં જેટલા બાણો હતા તેટલા મેં છોડ્યા હમણાં તે વૈરીની પાસે શું મોકલું? આને શ્રુતિનો સંગમ થયેલો જણાય છે. પછી જ્ઞાનાવરણીય સામંતે ઊભા થઈને કહ્યું કે દેવ આ પ્રમાણે ન બોલે કારણ કે દેવનું સૈન્ય અનંત છે. ભરેલા સમુદ્રમાંથી હજુપણ એક ટીપું પણ ખેંચાયુ નથી તેથી હિમણાં મારી પુત્રી શૂન્યતાનો ત્યાં અવસર છે. શૂન્યતાના સંનિધાનમાં પ્રાપ્ત કરાયેલો શ્રુતિનો સંગમ નિષ્ફળ જ થાય છે. તેથી આને આદેશ કરો. મોહરાજાએ તેમજ કર્યું અને શૂન્યતા ત્યાં ગઈ અને સિંધુદત્તને સદ્ગુરુ અને સદાગમના સંનિધનથી શ્રુતિનો લાભ થયો. શ્રુતિતિકાવડે વિસ્તારીને મિથ્યાદર્શન અને કુદષ્ટિ પુત્રીના દોષો કહેવાયા. સમ્યગ્દર્શનની પુત્રીના ગુણોની પ્રશંસા કરાઇ. મોહના મને કહ્યા. મોહરાજાના સૈન્યના વિલાસોને જણાવ્યા. ચારિત્રધર્મની કૃપાની સંપત્તિઓ બતાવી. ચારિત્રધર્મના સૈન્યથી ઉત્પન્ન થયેલ સુખના ભારને પ્રકટ કર્યો. પરંતુ શૂન્યતાની હાજરી હોવાથી હું કોણ છું. આ શ્રુતિતિકા કોણ છે. અહીં શુ કહેવાય છે એટલું પણ સિંધુદરે ન જાણ્યું. તો પછી તેણે કહેલા વચનના અર્થની વાત તો દૂર રહો. પછી પર્ષદા ઊભી થયે છતે કોઈકે પૂછયું, અરે ! અહીં તે શું સાંભળ્યું ? પછી સિંધુદરે કહ્યું કે હું (૫૨) જાતિ-કુળ-બળ-રૂપ-તપ-ઐશ્વર્ય-શ્રુત અને લાભ એમ આઠ પ્રકારના મદ છે. 217 Page #235 -------------------------------------------------------------------------- ________________ કંઈ જાણતો નથી. પછી પછીના દિવસોમાં પણ કોઇપણ મિત્રના આગ્રહથી આ સિંધુદત્ત ગુરૂની પાસે ગયો અને શ્રુતિનો સંગમ થયો. પરંતુ ભાન વિનાનો હોવાથી ચારણીમાં પાણી જેમ ન ટકે તેમ તેના હૈયામાં કંઈપણ ટક્યું નહીં. પછી ગુરુ અને સદાગમ બંને બીજે ગયા. પછી કુદષ્ટિ અને કુધર્મબુદ્ધિ એ બેએ જાણી તેને ભાગવતાદિની પાસે લઈ ગઈ ત્યારે તેના સંનિધાનમાં જડતાને છોડે છે. તેનું કરવું સર્વ સમજે છે અને તેનું ઉપદેશેલું સર્વ આચરે છે અને મહાપાપને ભેગું કરે છે. ફરી પણ નીચે ઊતરીને એકેન્દ્રિયાદિમાં અનંતકાળ ધારણ કરાયો. પછી કોઇક વખતે કર્મરાજાએ વિચાર્યું કે અહો ! આ વરકડો કોઈપણ રીતે ચારિત્રધર્મ સૈન્યમાં પ્રવેશ મેળવતો નથી કારણ કે મારા ભાઈઓ હજુપણ બળવાન છે. અને તેઓની નિર્બળતા જેમ થાય તે રીતે હું જાણું છું પરંતુ તેમ કરાય છતે તેઓના (મોહાદિના) મહાન શરીરનો અપચય થશે અને અમારા શરીરથી તેઓનું શરીર જુદું નથી. આથી તેઓના શરીરના ક્ષયમાં પરમાર્થથી તો મારા જ શરીરનો ક્ષય થશે તેથી હમણાં હું શું કરું? અથવા જે મેં સ્વીકાર્યું છે તેનું પાલન કરવા દો જે થવાનું હોય તે થાઓ. આ ચિંતાથી શું? કારણ કે - શરીરમાં પણ ઉત્પન્ન કરાયો છે દાહ જેના વડે એવા વડવાનલનો સમુદ્ર ત્યાગ કરતો નથી, કલંકને કરનાર એવા સસલાને ચંદ્રમા છોડતો નથી કારણ કે સજ્જનો સ્વીકારેલાનું પાલન કરવા તત્પર હોય છે. ૧ ઉપકારના ઉતાવળપણાથી (ઉપકાર કરવાના પ્રસંગની ઉતાવળની પ્રધાનતા હોય ત્યારે) ગુણવાનો પોતાને થતી હાનિને ગણતા નથી કારણ કે દીવાની દીવેટો પોતાના શરીરને બાળીને પણ પ્રકાશને ઉત્પન્ન કરે છે. ૨ જે પણ ચારિત્ર ધર્માદિ મારા પણ ક્ષયને માટે પ્રયત્ન કરે છે એટલે તે પરમવૈરીઓને શા માટે ઉપકારી થવું ? એ પ્રમાણે વિચારવું અયોગ્ય છે કારણ કે ઉપકારી વિશે અથવા વીતશ્લેષી વિશે જે દયાપણું છે તો ત્યાં સરસાઈપણું (ચડિયાતાપણું) શું છે ? જેણે એકાએક હાનીકારક અપરાધ કર્યો છે તેના વિશે જેનું મન દયાવાનું છે તે સજ્જનોમાં અગ્રેસર છે. પોતાની પુત્રી લક્ષ્મીના અપહરણથી ઉત્પન્ન થયેલ વૈરને છોડીને અને તેના પર્વત મર્દનને નહીં ગણીને સમુદ્ર શંકરને નિવાસ આપ્યો કારણ કે ધીર બુદ્ધિવાળાઓનું વર્તન દ્વેષ વિનાનું હોય છે. અથવા જો તેઓ હંમેશા મારા શુભપક્ષનું પોષણ કરે છે અને તેઓ જ વિસ્તાર પૂર્વક સારી રીતે અમારા સ્વરૂપને જાણે છે અને તેઓ જ મારી લોકમાં સારી રીતે પ્રસિદ્ધિ કરે છે અને મારી પ્રસિદ્ધિને ત્રણ ભુવનમાં ફેલાવે છે નહીંતર મારું નામ પણ કોણ જાણત? અને પ્રસિદ્ધિના અથ પુરુષો એવું શું છે કે જેને સહન કરતા નથી? કારણકે અંધકાર વડે હંમેશા ખંડન કરાતો ચંદ્ર ગગનને છોડતો નથી કારણ કે બીજે વસનારાઓને આટલી પ્રસિદ્ધિ ક્યાંથી હોય? કર્મરાજાએ તેનું નંદન એ પ્રમાણે નામ રાખ્યું અને યૌવનને પ્રાપ્ત થયો. એ પ્રમાણે વિચારીને વિજયવર્ધન નગરમાં સુલસ શ્રેષ્ઠીને ત્યાં આ સંસારી જીવ ક્યારેક પુત્રરૂપે ઉત્પન્ન કરાયો. પછી 218 Page #236 -------------------------------------------------------------------------- ________________ કર્મપરિણામે નજીકમાં આવીને યોગ્ય સમયે છૂપી રીતે યથાપ્રવૃત્તકરણ નામનું ખગ તેને અર્પણ કર્યું અને કાનમાં કહ્યું કે આ ખગથી પોતાના વૈરી મોહરાજના શરીરના કંઇક ન્યૂન સિત્તેરમાં ભાગને છોડીને બાકીના સાધિક ગણોસિત્તેર ભાગોને તથા જ્ઞાનાવરણીયદર્શનાવરણીય-વેદનીય તથા અંતરાય આ ચાર સામંતોના પણ શરીરના કંઈક ન્યૂન ત્રીશમાં ભાગને છોડીને બાકીના સાધિક ઓગણત્રીસ ભાગોને એ પ્રમાણે નામ ગોત્ર એ બે શત્રુઓના પણ શરીરના કંઇક ન્યૂન વીશમાં ભાગને છોડીને બાકીના સાધિક ઓગણીશ શરીરના ભાગોનો છેદ કર. પછી આટલા પ્રમાણથી શરીર ભાગોને નાશ કરીને નીચલી સ્થિતિમાં કરાયેલા શરીર વિભાગો વડે સમસ્ત પણ તેનું સૈન્ય ખંડિત અને હરાવેલું થશે. પછી નિરાકુલ થયેલો એવો તું સકળસુખના સમૂહનું કારણ એવા સમ્યગ્દર્શન મહા-અમાત્યના ભવનના ધારને જોઇશ અને તે દ્વાર નિબિડ રાગદ્વેષની પરિણતિ રૂ૫ ગ્રંથિ રૂપી કપાટથી બંધ છે. તે સમ્યગ્દર્શનના ભવન દ્વારને ઉઘાડવામાં ફરી પણ હું ઉપાયને કહીશ. ત્યાં સુધીમાં હમણાં મેં જે ઉપદેશ્ય છે તેનું તું આચરણ કર. પછી નંદને તેમ કર્યું અને કર્મરાજાવડે વિજયવર્ધન નગરના દરવાજા પર આવેલા સહસામ્રવન ઉદ્યાનમાં સદ્ગુરુ અને સદાગમ બે લવાયા અને તેઓની પાસે નંદન લઈ જવાયો અને તેને સહાય કરનારી દક્ષતા અપાઇ. દક્ષતાના ભયથી શૂન્યતા(જડતા) નાશી ગઈ અને આ બાજુ મોહરાજા મૂર્ષિત થયે છત, જ્ઞાનાવરણીયાદિ સામંતો રડે છતે, નામ અને ગોત્ર એ બે આકાન્ત કરાવે છે તે, રાગકેસરી પ્રમુખ સમસ્ત સૈન્ય વિલાપ કરે છતે, કોઈક કોઈક રીતે પણ પોતાને સ્વસ્થ કરીને, ટેકો લઈને, મિથ્યાદર્શન મહત્તમ ઊભો થયો, તેવી સ્થિતિમાં રહેલા સમગ્રપણ સૈન્યને જોયું અને પછી પગથી માંડીને મસ્તક સુધી કોધથી ભરેલ મિથ્યાદર્શન મહત્તમ અશ્રદ્ધાન નામના મહાદુષ્ટ ચૂર્ણને લઇને દોડ્યો અને જલદી નંદન પાસે પહોંચ્યો. સદ્ગુરુ અને સદાગમ એ બે વડે શુદ્ધ કૃતિના મુખથી સર્વે પણ મોહમિથ્યાદર્શનાદિના દોષો નંદનને સમ્યક કહેવાયા. ચારિત્રધર્મ અને સમ્યગ્દર્શનાદિના સર્વ પણ ગુણો બતાવાયા અને ધર્મના ફળ સ્વરૂપ સ્વર્ગ અને મોક્ષ જણાવાયા અને પાપકર્મોના ફળો સ્વરૂપ નરક વગેરે બતાવાયા. પછી દક્ષતાના પ્રભાવથી નંદને તે સર્વ પણ જાણ્યું. આટલામાં મિથ્યાદર્શને નંદનને જલદીથી અશ્રદ્ધાન નામનું મહાદુષ્ટ ચૂર્ણ આપ્યું અને મહાદુષ્ટચૂર્ણથી ભાવિત થયેલા નંદને વિચાર્યું કે અહો! તે મોહ મિથ્યાદર્શન વગેરે ક્યાં? અને આ ચારિત્રધર્મ-સન્દ ર્શન વગેરે ક્યાં? પાપીની સાથે જ તે નરકાદયો કોના વડે જોવાયા છે? ધર્મના ફળ સ્વરૂપ સ્વર્ગ અને મોક્ષમાંથી કોણ આવેલું છે? તેથી ચારિત્રધર્મ વગેરેની આ વાચાળતા મહાસાહસ સ્વરૂપવાળી છે એમ વિચારીને પાસે રહેલા મોહાદિને ધીમેથી વારંવાર કહેતો આ નંદન હાથતાળી દઈને હશે છે. પછી કર્મપરિણામ આના ઉપર ગુસ્સે થયો. મોહાદિ ખુશ થયા ફરી પણ લઠ્ઠા પટ્ટા પરિપૂર્ણશરીરવાળા થયા. પછી અતિરોષે ભરાયેલા મિથ્યાદર્શન વગેરેએ નંદનને ગળમાં પકડીને પશ્ચાત્ મુખી કરી સમ્યગ્દર્શન મહા-અમાત્યના ભવનના દ્વારથી પાછો વાળ્યો પછી તેની પાસે હજારો પાપો કરાવ્યા. ફરી પણ એકેન્દ્રિયાદિમાં લઈ જવાયો અને અનંતકાળ સુધી ધારણ કરાયો. . એ પ્રમાણે ક્યારેક નરકમાં, ક્યારેક સંક્ષિપંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોમાં, ક્યારેક દેવોમાં, 219 Page #237 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોક્ત વિધિથી મોહાદિનું ખંડન કરીને આ સંસારી જીવ અનંતવાર કહેવાયેલા સ્વરૂપવાળા સમ્યગ્દર્શન મહા-અમાત્યના ભવનના દ્વાર પર આવ્યો. પરંતુ ક્યારેક અશ્રદ્ધાથી, ક્યારેક રાગાદિના વશથી, ક્યારેક ક્રોધાદિથી, ક્યારેક વિષયોની આસક્તિઓથી મહાપાપોને ઉપાર્જન કર્યા. દ્વારમાં પ્રવેશ મેળવ્યા વગર જ ફરી પણ પુષ્ટ અને પૂર્ણ થયેલા મોહાદિથી તે જ પ્રમાણે પાછો લઇ જવાયો અને દરેક વેળાએ અનંતકાળ સુધી એકેન્દ્રિયાદિમાં રહ્યો. અને આ બાજુ મનુષ્ય ક્ષેત્રમાં મલયપુર નામનું નગર છે અને ત્યાં ઇન્દ્ર નામનો રાજા છે તેની વિજયા નામની પત્ની છે. ક્યારેક કર્મપરિણામ રાજાવડે તે બેના પુત્રરૂપે આ સંસારીજીવ ઉત્પન્ન કરાયો અને તેનું વિશ્વસેન એ પ્રમાણે નામ સ્થાપિત કરાયું. વૃદ્ધિને પામ્યો, કળાઓ ભણ્યો. યુવત જનના મનને મોહ કરનાર એવા શ્રેષ્ઠ યૌવનને પામ્યો અને તે નગરમાં કોઇક કુમારોના વૃન્દથી પરિવરેલો, ક્રીડા કરતો અશોકસુંદર નામના ઉદ્યાનમાં ગયો અને ત્યાં ફરી પણ કર્મરાજાએ સદ્ગુરુ અને સમાગમને બતાવ્યા અને તેઓના દર્શનથી વિશિષ્ટતર વીર્ય સમુલ્લસિત થયું. સવિશેષ કરાયેલી છે તીક્ષ્ણતા જેની એવા કર્મરાજા પાસેથી પ્રાપ્ત કરાયેલ પૂર્વે કહેવાયેલ ખડ્ગવડે પૂર્વે કહેવાયેલ છેદથી અધિકતર મોહાદિશત્રુઓને છેદીને પરિવાર સહિત કુમાર અસ્ખલિત પણે સદ્ગુરુ અને સદાગમની પાસે ગયો અને વિનય સહિત પ્રણામ કરીને ઉચિત પ્રદેશમાં બેઠો અને સદાગમને કહીને ગુરુ સાથે તેનો શ્રુતિ સંગમ કરાવાયો અને વિશ્વસેનના કાનમાં લાગીને શ્રુતિવ્રૂતિકાએ કહ્યું. તે આ પ્રમાણે હે ભદ્ર! દુષ્ટ મોહરાજાના મિથ્યાદર્શન નામના મંત્રીએ ભોળી બુદ્ધિવાળા તને ભવસાગરમાં ભમાડ્યો છે. કારણ કે દુષ્ટબુદ્ધિવાળો આ કુદૃષ્ટિ પત્નીની સાથે પોતાની પુત્રીને ધર્મબુદ્ધિ રૂપે જણાવીને (કહીને) મોકલે છે. તેથી પરમાર્થથી આ મહાપાપબુદ્ધિ છે. સર્વે વરકડા પ્રાણીઓને પોતાને વશ કરીને ત્રણ જગતમાં ભમાડતી ધર્મના બાનાથી મહાપાપો કરાવીને અતિરૌદ્ર નરકમાં પાડે છે અને પછી અનંત સંસારમાં ભમાડે છે અને પિતા મિથ્યાદર્શન મંત્રીની તથા માતા કુદૃષ્ટિની ઘણી સેવા કરાવે છે અને તે બે તેઓનું જે કરે છે તેનું તને શું કહેવાય ?દુષ્ટ એવા તે બંને (મિથ્યાદર્શન અને કુદૃષ્ટિ) રાગાદિ દોષોથી મુક્ત ગુણના સ્વરૂપવાળા એવા દેવો વિશે દેવબુદ્ધિ અને તેજ પ્રમાણે હંમેશા દ્વેષભાવને ઉત્પન્ન કરે છે. નિઃસ્પૃહ, દયાળુ, ગુણવાન એવા ગુરુઓને વિશે અગુરુબુદ્ધિને સ્થાપે છે. દયા-દાન-ક્ષમા-શીલ -ધ્યાન-જ્ઞાનાદિ સ્વરૂપ સદ્ધર્મમાં હંમેશા ઘણો દ્વેષ કરાવે છે અને જીવોના ઘાત સ્વરૂપ અધર્મમાં ઘણો પક્ષપાત કરાવે છે. પછી વિપરીત બુદ્ધિવાળા થયેલા જીવો ઘણું પાપ ભેગું કરીને એવું કોઇ દુઃખ નથી કે જે તેઓના પ્રસાદથી સહન ન કરતા હોય, પછી ભેગાં થયેલા બધા મોહાદિ દુશ્મનો વડે તું પણ આટલા અનંતકાળ સુધી ઘણો કદર્શિત કરાયો. વિશેષથી અહીં તારો વૈરી, કુટુંબસહિત, દુષ્ટબુદ્ધિવાળો, તે મિથ્યાદર્શન મંત્રી દુરંત અનંત દુઃખને આપનારો છે. તેની પત્ની કુદષ્ટિ તથા પુત્રી કુધર્મબુદ્ધિ વડે તું ફરી ફરી દુઃખો વડે એવો બળાયો કે અહીં હજાર મુખવાળો હોય તો પણ તે દુઃખોને કોણ વર્ણવી શકે ? આ પ્રમાણે શ્રુતિદૂતિકાના વચનો સાંભળીને ચિત્તમાં ભય પામેલ,શાંત થયેલ રાજપુત્ર, ગુરુને પ્રણામ કરીને સગાણીથી બોલ્યો. અજ્ઞાનથી હણાયું છે ચિત્ત જેનું એવા મારા વડે હે પ્રભુ ! આટલા કાળ સુધી પૂર્વે ક્યારેય આ કંઇ ન 220 Page #238 -------------------------------------------------------------------------- ________________ જણાયું. તે વૈરીઓ વડે તમારા શરણથી રહિત કરાયેલ રોકટોક વગર દુઃખોનું ક્ષેત્ર કરાયેલ એવા મારું કોણ શરણ થશે ? ગુરુવડે પ્રેરણા કરાયેલ શ્રુતિએ તેને ફરીથી કહ્યું કે હે ભદ્ર! મારાવડે પૂર્વે તને અનંતવાર નિવેદન કરાયું છે.પરંતુ ક્યારેક જડતાથી, ક્યારેક અશ્રદ્ધાથી, ક્યારેક દ્વેષથી, ક્યારેક મોહથી, ક્યારેક લુચ્ચાઇથી, ક્યારેક મદથી કુદૃષ્ટિની પુત્રીમાં ગાઢ રાગથી આંધળા થયેલા તારા વડે અનેકવાર બધું નિષ્ફળ કરાયું. તેથી જ હિતબુદ્ધિથી તારે પોતાને હિતકારી એવું મારું વચન સાંભળવું. પછી અંજલિ જોડીને ઉપયોગપૂર્વક આ (વિશ્વસેન) સાંભળે છે. પછી શ્રુતિએ કહ્યું કે ચારિત્ર ધર્મરાજા વડે મૂકાયેલ છે રાજ્યનો મહાભાર જેના ઉપર, સદ્ગુણ રૂપી અમૃતનો સાગર, સદાગમનો સગોભાઇ,સદ્બોધનો મોટો ભાઇ, સર્વજીવોને હિતકારી એવો સમ્યગદર્શન નામનો સન્મત્રી છે. સ્મરણ કરાતું છે સમ્યગ્દર્શનનું અદ્ભૂતવીર્ય જેનાવડે એવું મોહરાજાનું સંપૂર્ણ સૈન્ય છેદાયેલા પાંખવાળા પક્ષીની જેમ તેના નામથી પણ કંપે છે. જેના વડે શત્રુ, પત્ની અને સંતાનોથી સહિત એવો દુષ્ટ મિથ્યાદર્શન વિશેષથી અનેકવાર ચૂર્ણ કરાયો છે. સમ્યગ્દર્શન ધર્મરૂપી મહેલનું સત્પીઠ (પાયો) છે. મોક્ષરૂપી વૃક્ષનું મૂળ છે, સમગ્ર ગુણો રૂપી ભૂમિની પીઠને ઊંચકનાર શેષનાગ છે. અહીં તેવી કોઇ સમૃદ્ધિ નથી, તેવું કોઇ સુખ નથી, તેવું કોઇ સ્થાન નથી જે તુષ્ટ થયેલ સારી રીતે આશ્રિત કરાયેલો આ સમ્યગ્દર્શન જીવોને ન આપે. તેને રૂપ-સૌભાગ્ય-આદિ ગુણોની એક ભૂમિ એવી ધર્મબુદ્ધિ એ પ્રમાણે યથાર્થનામની લોકમાં પ્રસિદ્ધ થયેલી પુત્રી છે. જે ચિત્તમાં પણ ધારણ કરાયેલી તરત જ જીવોને સુખી કરે છે. અમૃતની નદી એવી તેની સાથેનો સંગમ નિઃસીમ સુખને કરનારો છે. જે જીવો તે ધર્મબુદ્ધિને ભજે છે તેઓ જ તેના વડે બતાવાયેલા સમ્યગ્દર્શન નામના મહામંત્રીને જુએ છે અને જોવાયેલો એવો તે મોહરૂપી શત્રુસૈન્યના દુઃખના સમૂહથી ત્રાસિત કરાયેલ છે મન જેઓનું એવા સર્વજીવોનું સદા રક્ષણ કરનારો થાય છે. પણ જે જીવોને તેની પુત્રી સાથે અર્થીપણું નથી તેઓનું રક્ષણ તો દૂર રહો પણ તેઓ તેને જોતા પણ નથી. તેથી જો તારે તેની સાથે અર્થીપણું હોય તો હે સુંદર ! હું તને કંઇક બતાવું છું. જેથી તને સ્વસ્થતા થાય. આ હું તૈયાર થઇને રહ્યો છું, કૃપા કરીને સમુત્સુક ચિત્તવાળા મને તે અહીં જલદી બતાવાય. પછી તેની વિશેષ યોગ્યતાને જાણીને સદાગમ અને શ્રુતિના મુખથી ગુરુવડે ફરી પણ મોહના મહાચરટ મિથ્યાદર્શન અને કુધર્મબુદ્ધિ આદિનું વૈગુણ્ય વિસ્તારપૂર્વક ત્યાં સુધી વર્ણન કરાયું અને ત્યાં સુધી શુદ્ધ ધર્મના ગુણો બતાવાયા જ્યાંસુધી આની શુદ્ધધર્મ કરવાની બુદ્ધિ જાગ્રત થઇ. પછી સંવિગ્ન મનવાળા તેણે કહ્યું કે હે ભગવન્ ! તમારા વડે કરાયેલ સદાગમ શ્રુતિના પ્રસાદથી મને ધર્મબુદ્ધિની પ્રાપ્તિ થઇ અને તેની પ્રાપ્તિ થયા પછી હું વિચારું છું કે તમારા ઇચ્છિત એવા ધર્મને આરાધું. કુષ્ટિ અને કુધર્મબુદ્ધિના સંસર્ગનો ત્યાગ કરું. તેથી કૃપા કરીને પોતાના ધર્મ કરવાના ઉપાયના વિધિને કહો. તેથી ગુરુએ કહ્યું કે હે ભદ્ર ! જો તને આ ધર્મબુદ્ધિમાં સ્થિર અનુરાગ હોય તો આ ધર્મબુદ્ધિ જ અમારા જેવાને ધર્મકર્મના ઉપાયોના વિધિકથનમાં ઉત્સાહિત કરે છે. તેથી અહીં શુદ્ધધર્મ કરવાની ઇચ્છાવાળાએ તેટલામાં પ્રથમ જ બીજાના, ત્યાગથી સમ્યગ્ મન-વચન અને કાયાથી, સ્વામીભાવથી સમ્યગ્દર્શન નામના અમાત્યનો સ્વીકાર કરવો જોઇએ. સર્વપ્રકારે 221 Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નથી તેની મલિનતાનું રક્ષણ કરવું જોઇએ. પછી સમ્યગ્ આરાધિત આ સમ્યગ્દર્શન જ તેવી કૃપા કરે છે જેથી સર્વ પણ ઉત્તરોત્તર ગુણની સંપ્રાપ્તિ થાય છે. પછી રાજપુત્રે વિચાર્યું કે અહો ! આ સમ્યગ્દર્શન કોઇ મહાપ્રભાવશાળી છે. આનું નામ પણ સુંદર છે. પરંતુ મારે તેને પૂર્ણ સ્વરૂપથી કેવી રીતે જોવો અથવા જાણવો ઇત્યાદિ રાજપુત્ર વિચારે છતે ‘આ અવસર છે' એ પ્રમાણે જાણીને કર્મરાજાએ તેને વિશુદ્ધતર અધ્યવસાય રૂપ અપૂર્વકરણ નામના દૃઢ અને તીક્ષ્ણ કુહાડાને અર્પણ કર્યું અને કાનમાં કંઇક ગુપ્ત જ વાત કરી. પછી આને પૂર્વે ક્યારેય નહીં પ્રાપ્ત કરાયેલો વીર્યવિશેષ ઉન્નસિત થયો. પછી આ રાજપુત્રે પૂર્વે કહેવાયેલ કુહાડાથી બળાત્કારે નિબિડ રાગ-દ્વેષની પરિણતિ સ્વરૂપ ગાંઠરૂપી મહાનગરના બે દરવાજાને તોડીને દરેક સમયે મોહાદિશત્રુઓને નિર્દય રીતે હણતો સમ્યગ્દર્શન મહા અમાત્યના શરદઋતુના ચંદ્રના મંદિર સમાન ઉજ્જવળ અંતઃકરણ નામના મહાપ્રાસાદ રાજાના આંગણાની ભૂમિમાં પહોંચ્યો અને પછી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી ખુશ થયેલ કર્મરાજાએ તેને વિશુદ્ધતમ અધ્યવસાય સ્વરૂપ અનિવૃત્તિકરણ નામનો મહાવજદંડ અર્પણ કર્યો અને તે મહાવ્રજદંડ વડે મોહરાજાના પુત્ર દ્વેષ ગજેન્દ્રના બે પુત્રો અનંતાનુબંધિ ક્રોધ અને માન તથા મોહરાજાના પુત્ર રાગકેસરીની પુત્રી અનંતાનુબંધિ માયા અને પુત્ર અનંતાનુબંધિ લોભ અને મિથ્યાદર્શન દુષ્ટ અમાત્ય આ પાંચેય પણ શત્રુઓ ઘણાં હણાતા હોવા છતાં અતિક્રોધી થયેલ પ્રકૃષ્ટ દુષ્ટ ચિત્તવાળા કોઇપણ રીતે પીછો નહીં છોડતા તેવી રીતે વિશ્વસેન કુમાર વડે હણાયા જેવી રીતે ચિંગિકા (ચપેટા?) ને આપતા પ્રાણ બાકી રહ્યા છે એવા તેઓ નાશીને ચિત્તવૃત્તિ મહા-અટવીની અંદર મૂર્છિત થયેલા છૂપાઇને રહ્યા. પછી પ્રતિબંધકના અભાવે રાજપુત્ર અંતઃકરણ નામના સમ્યગ્દર્શનના મહેલમાં પહોંચ્યો અને ત્યાં ઔપશમિક સમ્યક્ત્વના રૂપને ધરનારા સમ્યગ્દર્શન નામના મહા-અમાત્યને જોયો. પછી દાવાનળથી બળાયેલ વૃક્ષ જેમ પુષ્કરાવર્તના મેઘની વૃષ્ટિથી શાંત થાય, ઉનાળામાં મારવાડનો મુસાફર જેમ મહાસરોવરના પાણીના સિંચનથી શાંત થાય, દુર્જનના દુષ્ટ વચનોથી સંતમ સજ્જન જેમ અમૃતના ઝરણા જેવા સજ્જનના વચનના સંગથી શાંત થાય, આ જન્મ દારિત્ર્યથી ઉપદ્રુત (હણાયેલ) મહાદરિદ્ર જેમ અતિ ઘણાં દ્રવ્યના લાભથી ખુશ થાય, શિશિરના હિમના પાતથી બળેલ કમળનું વન જેમ વસંતૠતુના સંયોગથી વિકસિત થાય, લાંબા સમયથી વિપ્રયુક્ત અતિપ્રિય પત્નીના વિરહથી સંતમ જેમ એકાએક પ્રામ થયેલ પત્નીના સંગમથી હર્ષ પામે તેમ અનાદિકાળના વિરોધી મોહાદિ મહાદુશ્મનના સમૂહથી ઉત્પન્ન થયેલ દુઃખોના સમૂહથી બળેલો રાજપુત્ર, અમૃતના પ્રવાહના સંગમ જેવી પ્રતિભાવાળા સમ્યગ્દર્શન મહા-અમાત્યના દર્શનથી શીતલ થયો. (ઉપશાંત થયો) પછી પૂર્વે કહેવાયેલું હોવા છતાં પણ ફરી પૂછતા એવા તેને ગુરુએ વિસ્તારપૂર્વક મોહાદિનું સ્વરૂપ કહ્યું અને મોહરાજા આવો છે એમ વારંવાર ઓળખાણ કરાવી. અને રાજપુત્રને શિક્ષા આપવામાં આવી. જે આ પ્રમાણે છે - ‘હે ભદ્ર ! યાવત્ જીવ સુધી મારે આ જ સ્વામી છે બીજા નહીં” એ પ્રમાણે દેવો વડે પણ ન ચલાવી શકાય એવી દૃઢ પ્રતિજ્ઞા ધારણ કરવી. પ્રાણ જાય તો પણ આ સ્વામી ન છોડવો. શંકા-કાંક્ષા-વિચિકિત્સા-પરપાખંડી પરિચય-પરપાખંડી પ્રશંસા, પરપાખંડીને અન્નનું દાન, પરપાખંડીને પાણી આદિનું દાન વગેરે પ્રકારો સર્વથા સમ્યગ્દર્શનની મલિનતાના કારણો છે. 222 Page #240 -------------------------------------------------------------------------- ________________ આત્માનું હિત ઇચ્છનારે તેનો દૂરથી ત્યાગ કરવો. નહીંતર આ સમ્યગ્દર્શન જે જરાપણ કલુષિત થશે તો પૂર્વ પ્રમાણે આ મોહ વગેરે બળવાન બનશે. પછી પૂર્વના અપકૃત્યોને યાદ કરતાં ઘણાં ગુસ્સે થયેલા દાંતથી કચકચાયેલ છે હોઠ જેઓએ એવા તેઓ ગુસ્સા સહિત ગળામાં પકડીને નિશંકપણે ખેંચી જશે અને પોતાને વશ કરશે પછી નિર્દય એવા તેઓ અધિક પીડા કરશે આથી હે વત્સ! દુષ્ટ એવા આઓના થોડા પણ અવકાશ (તક)નું રક્ષણ કરવું. પછી સમગૂ આરાધિત એવો આ સમ્યગ્દર્શન મહા-અમાત્ય સમયે તારી યોગ્યતાને જાણીને નમ્રજનને મહાવાત્સલ્યવાળો, સર્વસુખના સમૂહને આપનાર એવા તે ચારિત્રધર્મમહાચક્રવતીને બતાવશે અને ગાઢ ભક્તિથી આરાધન કરાયેલ પરિતુષ્ટ થયેલ સમ્યગ્દર્શન પોતાના શરીર સ્વરૂપ પરમ વલ્લભ, જગતમાં ગૌરવ સમાન, મહાસામ્રાજ્યને આપનાર શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત સંપૂર્ણ સુખની ખાણ સમાન, સમગ્ર ગુણથી પૂર્ણ એવું લક્ષ્મીગૃહના વાસખંડ સમાન દેશવિરતિ અને સર્વવિરતિ નામની પોતાની બે પુત્રી કમથી આપશે અને અતિનિપુણ જનને રંજનીય એવી તે બે દુરારાધ્ય છે. સર્વથા તે બેના ચિત્તના કાલુષ્યને નહીં ઉત્પન્ન કરતો અને સેવતો એવો તું સુખની પરંપરાને અનુભવતો કમથી પરઐશ્વર્ય શ્રેષ્ઠ, નિઃસીમ-અનંત સુખથી યુક્ત, અપ્રતિપાતિ, સકલ તૈલોક્યની ઉપર નિવૃત્તિપુરના પરમેશ્વરપણાને પામશે. પછી આને સમ્યક સાંભળીને, ક્ષણથી સ્વીકારીને કરાયેલું છે થાયોપથમિક સમ્યકત્વ સ્વરૂપ બીજું રૂપ જેના વડે એવા સમ્યગ્દર્શનનો સેવક થઈને પ્રહણમનવાળો ગુરુના બે પગને નમીને, પરિવાર સહિત વિશ્વસેનકુમાર પોતાને ઘરે ગયો. પછી ગુરુના વચનોને યાદ કરતો અને ગુરુએ બતાવેલી વિધિથી સમ્યગ્દર્શનની સેવાને કરતો એવો આ દિવસોને પસાર કરે છે. પછી કર્મપરિણામે વિચાર્યું કે અહો ! મેં મારી પ્રતિજ્ઞાનું લગભગ પાલન કર્યું છે. મારી ચિંતા લગભગ ચાલી ગઈ છે કે જે આ સમ્યગ્દર્શનને મળ્યો (પાયો). હવે પછી જો મારા ભાઈઓ આની ઉપર ઘણાં ગુસ્સે થાય તો પણ આનો સંસાર અપાઈપુદ્ગલ પરાવર્ત જ છે. કારણ કે પછીથી ચારિત્રધર્મના સૈન્યની પ્રૌઢ સહાયને લઇને નિવૃત્તિ પુરી પરમેશ્વરને અવશ્ય પ્રાપ્ત કરશે. * પછી કોઈક વખત આનો પિતા મરણ પામ્યો ત્યારે, રાજા થયેલો વિશ્વસેન કુમાર રાજ્યનું પાલન કરે છે અને કોઈક વખત નિરાનંદ, ભંગાયું છે અભિમાન જેનું, ઘણું કરીને ત્યાગ કરાયો છે વ્યાપાર જેના વડે એવા પોતાના પક્ષને જોઇને ગુસ્સે થયેલ અત્યંત કોપને વહન કરતો, મોહરાજાનો મોટો પુત્ર રાગ કેસરી પોતાનું કુદષ્ટિ રાગસ્વરૂપ કરીને માતા-પિતાને નમીને, પોતાના સ્થાનમાંથી નીકળ્યો અને વિશ્વસેન રાજાની પાસે પહોંચ્યો અને છિદ્રોને જેતો રહે ' પછી કોઈક વખત રાજાના સમ્યકત્વના સ્વીકારને સાંભળીને પૂર્વપરિચિત હોવાથી, ઈષ્યસહિત, શિખાયેલા છે અનેક દુષ્ટ વિદ્યા મંત્રોનો સમૂહ જેના વડે, ઘણાં ફૂટ-કપટમાં કુશળ એવો વિશ્વભૂતિ નામનો ત્રિદંડી બહાર ઉદ્યાનમાં આવ્યો અને તેના વડે અજ્ઞાન તપથી વિદ્યામંત્રાદિ કૂટોથી આકર્ષિત કરાયેલ પ્રાયઃ સર્વ પણ નગરલોક ત્યાં આવે છે પણ સમ્યકત્વના માલિન્યના ભયથી રાજા ક્યારેય પણ આવતો નથી. પછી ત્રિદંડી વડે કોઈની પણ મારફત આ પ્રમાણે રાજાને કહેવડાવાયું કે - શું તારા પૂર્વ પરિચયનો અહીં જ અંત આવી ગયો ? કે જેથી 223 Page #241 -------------------------------------------------------------------------- ________________ એકવાર પણ દર્શન નથી કરતો. શું આટલા દર્શન માત્રથી તારું કંઈ બગડી જવાનું છે? પછી પૂર્વના દાક્ષિણ્યથી અને તેના આગ્રહથી રાજા ત્રિદંડીની પાસે ગયો અને ત્રિદંડીએ મહાઆકર્ષિત કરે તેવા વિદ્યા-મંત્રો અને કૌતુકોના પ્રયોગો બતાવ્યા. પછી પોતાના અવસર જાણીને કુદષ્ટિ રાગવડે રાજા અધિષ્ઠિત કરાયો (ભાવિત કરાયો). કુદષ્ટિના સંનિધાનથી રાજા ત્રિદંડી વડે કંઇકપણ ખુશ કરાયો અને બીજા દિવસે આવેલા રાજાને બીજા બીજા અપૂર્વ કૌતુકો બતાવ્યા તથા રાજા અને પરિજનને માદળીયા બાંધે છે અને રક્ષા કરે છે અને ઘણાં વિશ્વાસોને (૫૩) ત્યાં સુધી પૂરે છે કે જ્યાં સુધી કુદષ્ટિ રાગના રૂપને ધારણ કરનાર રાગકેસરી વડે આ રાજા એવો ભાવિત કરાયો કે જેથી સમ્યગ્દર્શનથી વિરક્ત થયેલા સકલજનની સમક્ષ આ પ્રમાણે બોલે છે કે આ શ્વેતાંબર સાધુઓ કંઈપણ જાણતા નથી જ્યારે આ ત્રિદંડી ભગવાનને પરચા બતાવનારું જ્ઞાન પ્રત્યક્ષ છે અને પછી સમ્યગ્દર્શને વિચાર્યું કે અહો ! કુદષ્ટિરાગ-સ્નેહરાગ-વિષયરાગ રૂપ ત્રણ રાગોમાંથી પ્રથમના કુદષ્ટિ રાગને ધરનારો રાગકેસરી અહીં આવ્યો છે અને રોગીઓને (નબળાઓને) પ્રાયઃ તાવ હોય છે તેમ રાગ કેસરીની હાજરીમાં પ્રાયઃ અજ્ઞાન હાજર હોય છે. તાવની જેમ બધાને આ બીજો અજ્ઞાન ચરટ હાજર છે, તો ત્યાં શું વાત કરીએ ? અને આ પાપીઓની સંગત એવી હોય છે કે જ્યાં એક પાપી હોય ત્યાં પ્રકટ કે ગુસરૂપે બીજા મોહક્રોધ-માન વગેરે સર્વે પણ આવે જ છે. તેથી હવે પછી આ વિશ્વસેન રાજાની સાથે અમારી સોબત કલ્યાણકારી નથી એ પ્રમાણે વિચારીને સમગ્દર્શન જલદીથી અદશ્ય થયો અને તેજ ક્ષણે ક્યાંયથી પણ પ્રગટ થઈને પ્રાપ્ત થયો છે અભ્યદય જેને એવો મિથ્યાદર્શન પ્રવેશ્યો. પછી ગુસ્સે થયેલ મિથ્યાદર્શને તેને ગળામાં પકડીને બીજા બીજા મંત્ર-તંત્ર-ક્ટવિદ્યા-આદિમાં કુશલ, અજ્ઞાન કષ્ટ કરનારાઓની પાસે લઈ ગયો. પછી ફરી પણ ધર્મના નાનાથી કરાયા છે મહાપાપો જેનાવડે એવો વિશ્વસેન રાજા મરણવડે સંહાર કરાયેલો તે સર્વમોહાદિ શત્રુઓ વડે ભેગા થઈને તે જ પ્રમાણે એકેન્દ્રિયમાં લઈ જવાયો અને એકેન્દ્રિયમાં જ અતિદુઃખી ઘણાં કાળસુધી ધારણ કરાયો. પછી કોઈક વખત ફરી પણ કર્મરાજા વડે મનુષ્યક્ષેત્રમાં ધનદત્ત શ્રેષ્ઠીના ઘરે સુભગ નામે તેના પુત્રરૂપે ઉત્પન્ન કરાયો અને યૌવનને અભિમુખ થયેલ અને સદ્ગુરુ અને સદાગમ બેનું સંવિધાન બતાવાયું. પછી તેણે કેટલાક વર્ષો સુધી સમ્યગ્દર્શનની સેવા કરી અને કોઈક વખત પરણેલા એવા આને પુત્ર થયો પછી અવસરને જાણીને બીજા સ્નેહરાગના રૂપને ધારણ કરનારા રાગકેસરી વડે ફરીથી પણ આવીને અધિષ્ઠિત કરાયો અને પછી રાગકેસરીના સંનિધાનથી તેટલામાં આનો માતા ઉપરનો સ્નેહ પ્રમાણથી અધિક થયો, પિતાને વિશે આને પ્રીતિયોગ અલૌકિક થયો, ભાઈઓ વિશે અધિક રાગ થયો, બહેનો વિશે અધિક રાગ થયો અને પરિજનને વિશે લોકમાં વિસ્મય કરનાર પ્રેમ થયો. વધારે શું? બહારથી આવ્યો હોય અને ઘરના દાસી આદિ મનુષ્યને પણ ન જુએ ત્યારે સંભ્રાન્ત થયેલો પૂછે છે કે અમુક ક્યાં ગયો? પછી ભૂખાદિને ગણકાર્યા વિના તેની તપાસ કરે છે અને તેની ખબર મળે પછી શાંતિને પામે છે અને પુત્ર વિશે આનો જે રાગ થયો છે તેનું શું કહેવું? તે આ પ્રમાણે - | (૫૩) ચમત્કારો બતાવીને વિશ્વાસમાં લઈ પોતાના દર્શનમાં રાગી કરે છે. 224 Page #242 -------------------------------------------------------------------------- ________________ બાલ્યકાળથી માંડીને પોતાના ખોળામાં લે છે. છાતીની સાથે ગાઢ આલિંગન કરે છે. નાકના શ્લેષ્મથી ખરડાયેલ, ઘણી માખીઓથી બણબણતા તેના મુખને વારંવાર ચુંબન કરે છે અને તેનું શરીર લાળ, મળ, મૂત્રથી ખરડાય છે તેને જાતે જ સાફ કરે છે અને છોકરાને કેડમાં લઈને બે રસ્ત, ત્રણ રસ્તે, ચાર રસ્તે ભમે છે. ગાંડાની જેમ લોકોના ઉપહાસને ગણતો નથી. છોકરાની આળપંપાળમાં લાગેલો દિવસે ભોજન કરતો નથી અને પુત્રની સાર સંભાળની વ્યગ્રતાથી રાત્રે સારી રીતે ઊંઘી શકતો નથી. તે થોડો મોટો થયો ત્યારે ભાજનમાંથી સ્નિગ્ધ, મધુર, ખાદ્ય, પેય સર્વેને ગ્રહણ કરી તે જ (પુત્રજ) ભક્ષણ કરે છે. પિતાને કંઇ ખાવા દેતો નથી. પુત્ર ભણવા જાય ત્યારે લેખશાળામાં સુભગ પણ પુત્રની સાથે જાય છે. પોતે પાસે રહીને તેને ભણાવે છે અને જાતે પુત્રના શરીરનું કોઈ કારણ ઉપસ્થિત થાય તો હંમેશા જ તેના ઉપર હાજર રહે છે, અનેક વૈદ્યોને બોલાવે છે. વિવિધ ઔષધોના પ્રયોગો કરે છે. આદરથી જ્યોતિષ ભુવા-મંત્ર-તંત્ર વિદ્યાને જાણનારાઓને બોલાવી લાવે છે અને તેઓની પાસે સેંકડો મંત્ર તંત્રના પ્રયોગ કરાવે છે. જ્યાં સુધી તેને સારું ન થાય ત્યાં સુધી દીનતાને પ્રાપ્ત થયેલો - “અમે હણાયા (મરી ગયા) ન જાણે છોકરાનું શું થશે ?' ઈત્યાદિ શોક કરે છે. પુત્ર મગાદિનો ઉકાળો ન પીએ ત્યારે પોતે સ્વયં લંઘણ કરે છે, શયામાં પણ હંમેશા જાગતો જ રહે છે. સ્નેહથી મૂઢ થયું છે મન જેનું એવા તેણે યૌવનને અભિમુખ થયેલા પુત્રને પરણાવ્યો અને દુકાને બેસાડ્યો. પાસે રહીને સર્વ પણ વણિક કળા શીખવાડી અને ધનદત્ત શ્રેઝી મરણ પામે છતે સુભગે પોતાના પુત્રને જમીનમાં દાટેલું અને વ્યાપારાદિમાં રહેલું સર્વ પણ ધન અર્પણ કર્યું અને ઘરનો સર્વ કારભાર પુત્રને સોંપ્યો અને પોતે નિશ્ચિંત (જવાબદારી રહીત) થયો. આ પ્રમાણે પુત્રની સાર સંભાળમાં મૂઢ થયું છે મન જેનું એવો સુભગ દેવોને ભૂલ્યો. ગુરુના દર્શન માત્ર પણ ન કર્યા. ગુરુના વચનો તેના ચિત્તમાંથી ભુંસાઈ ગયા. ગુરુના વચનોને બોલતા સાધર્મિકો આનંદને આપતા નથી. ઉપદેશદાતા શિષ્ટજનો પ્રીતિને ઉત્પન્ન કરતા નથી. ધર્મકથા વૈરિણી જેવી લાગે છે. સમગ્દર્શનના નામ માત્રથી પણ આજે પીડા ઉપજે છે. પછી સ્નેહરાગના રૂપને ધારણ કરનારા રાગકેશરીના તેવા તેવા પ્રકારના વિલાસને જાણીને સમ્યગ્દર્શન અદશ્ય થયો. કુટુંબ અને અનુચર સહિત મિથ્યાદર્શને પ્રવેશ કર્યો. ચઢતી પામેલ મિથ્યાદર્શને સુભગને વશમાં લીધો. પ્રૌઢતાને પ્રાપ્ત થયેલા અને વર્ચસ્વને ધરનારા પુત્રે સ્ત્રીના કહેવાથી એક જ સપાટે પૂર્વે કરેલા સર્વ ઉપકારોનો નાશ કરીને “તું અમને હંમેશા ઉગને કરનારો છે, સર્વ અનર્થનું મૂળ છે, એક ક્ષણ સુખે રહેવા દેતો નથી.' ઇત્યાદિ દોષજાળને ઊભી કરીને સુભગને ઘરમાંથી કાઢી નાખ્યો અને મિથ્યાદર્શનથી ભાવિત સધર્મબુદ્ધિથી વિમુક્ત દરેક ઘરે કોળીયા અને ઘુંટડાદિની યાચના કરતો, અતિ દુઃખી, દીન, મન, વચન અને કાયાથી ઉપાર્જન કરાયા છે ઘણાં પાપો જેના વડે એવો સુભગ તેજ રીતે (પૂર્વની જેમ) એકેન્દ્રિયમાં લઈ જવાયો અને ઘણા કાળ સુધી ધારણ કરાયો. અને ફરી કોઈક વખત મનુષ્યોમાં લવાયેલો સિંહ નામનો ગૃહપતિનો પુત્ર થયો અને ફરી ત્યાં સમગ્દર્શનનો સંગ થયો અને ઘણાં દિવસો તેની સેવા કરી અને કોઇક વખત ભર યૌવનનો સમય જાણીને, ત્રીજા વિષયરોગના રૂપને ધરનારો રાગકેસરી તેનો ઉપરી થઈને રહ્યો. રાગકેસરીના 225 Page #243 -------------------------------------------------------------------------- ________________ સંનિધનથી આ સિંહ મધુર-ગીત-વેણુ-વીણાદિના નાદમાં મૂચ્છ પામે છે. સ્ત્રીઓના રૂપમાં અતિશય મોહિત થાય છે. સુગંધી ગંધોમાં આસક્ત થાય છે, મધુરાદિ રસોમાં લોભાય છે. મૃદુ સ્પેશોમાં રાગી કરાય છે અને સ્ત્રીને વિશે તેનો જે અનરાગ છે તેની શું વાત કરવી ? તે આ પ્રમાણે - પોતાની સ્ત્રીમાં રાગી થયું છે મન જેનું એવા સિંહે માતાપિતાને ઘરમાંથી બહાર કાઢ્યા. બહેનાદિ જે બાકીનું કુટુંબ છે તેને દૂરથી કાઢ્યું. મારી સ્ત્રી જે બોલે છે તે જ સાચું છે અને જે કરે છે તે જ હિતકારી છે બાકીનું સર્વ અસત્ય અને અહિત છે' એ પ્રમાણે માનતો એક . પત્નીના શરણે રહ્યો. પછી વર્ચસ્વને પામેલી પત્નીએ પણ પહેલાનાં સર્વદાસી આદિ પરિજનને રજા આપી અને પોતાના તાબામાં રહે એવા બીજા દાસ-દાસી પરિવારને રાખ્યો. પછી વ્યાકુલતા વિનાની દરરોજ સુગંધી પાણીથી શરીરનું પ્રક્ષાલન કરે છે, સુગંધી વિલેપનોથી વિલેપન કરે છે અને કિંમતી વસ્ત્રો ધારણ કરે છે. આભરણોથી ઘણી શણગારે છે. જે રૂચે તેવું ખાય છે, જેને ઠીક લાગે તેને જ આપે છે. પોતાના ઈચ્છિત જાર પુરુષોની સાથે કીડા કરે છે તો પણ માયાથી વિનયવાળા વચનોની રચનાથી પતિને ખુશ રાખે છે જેથી સિંહ પણ તેને જ સતી, સત્ય, પવિત્ર, શીલવતી, હિતકારી અને દેવી માને છે. પછી કોઈક દિવસે પરીક્ષા માટે સ્ત્રીએ કંઇક ખોટા દોષને ઉત્પન્ન કરીને પગની પેનીથી પતિને માથામાં માર્યું. પછી તે સ્ત્રીના જ પગની ચંપીને કરતો સિંહ બોલે છે કે હે પ્રિયા ! મારા વડે જણાયું કે તારું કંઈપણ કપટ કે જુઠાણું જણાતું નથી તેથી આજથી માંડીને તેવા પ્રકારનું કંઇપણ નહીં કરું અથવા જે હું તેમ કરું તો તું ગોશીષ ચંદનના રસથી પણ અધિક શીતલ પોતાના પગના પ્રહારથી મને કેવી રીતે સુખ આપે ? પછી તેણે વિચાર્યું કે આ વરાકડો મારો દાસ છે. તો પછી હું બહાર શા માટે ભમું છું ? ઘરમાં જ કોઈ પોતાને ઇચ્છિત એવા જારને લઈ આવું. પછી બીજે દિવસે રાત્રે ઘરના આંગણામાં કોઈક અભીષ્ટ યુવાન પુરુષને રાખીને પતિને કહ્યું કે સ્વર્ગથી માતા-પિતા સંબંધી કોઈ મનુષ્ય દરવાજા પર આવેલ છે અને તે મારી સાથે ખાનગીમાં કંઇક કહેવાને ઇચ્છે છે અને આની સાથે તમને પૂછયા વિના કંઈપણ વાત નહીં કરું કારણ કે લોક પરઘરની ચિંતા (પંચાત) કરનારો હોય છે. આવતી કાલે બીજી કોઈ સંભાવના કરશે. હું જેવી છું તેવી તમે જ જાણો છો. તેથી તે વિશે વધારે શું કહેવું? પછી સિંહે કહ્યું કે હે પ્રિયા ! તારે આમ ન બોલવું. શું તારા વિશે પણ કંઈપણ વિકલ્પ સંભવે? હું બીજા જેવો નથી જેથી લોકોનું સાંભળીને મનમાં રાખીને પોતાના ઘરને ભાંગું. તેથી તું જા અને તે જે કહે તેને સાંભળી અને તારે તેનું એવી રીતે સન્માન કરવું જેથી આપણા માતા પિતા પ્રસન્ન થાય. પછી તે ગઈ. તેની સાથે ઇચ્છા મુજબ કીડા કરી. પછી પતિને પ્રથમ એ કહ્યું કે તમે અમારી (માતા-પિતાની) ભકિતને નથી કરતા એ પ્રમાણે દોષો જણાવીને તેણે મારી કદર્થના કરી તેથી પછી મેં ભકિત અને વિનયથી તેને તે પ્રમાણે ખુશ કર્યો જેથી તમારા માતાપિતાને સુપ્રસન્ન કરશે અને માતાપિતાના બીજા ઘણાં પ્રયોજનો લઇને તેનો માણસ અહીં આવેલ છે તેથી મેં તેને નિમંત્રણ કર્યું છે કે જ્યાં સુધી તું અહીં રહે ત્યાં સુધી તારે અમારે ઘરે ભોજન કરવું. પછી સિંહે કહ્યું કે તેં સારું કર્યું. તારે તેને ઉત્તમ પ્રકારના ભોજનોથી જમાડવો પછી શાલિ-ચોખા-દાળ-શાલનકલાપસી તથા 226 Page #244 -------------------------------------------------------------------------- ________________ ઘેબરાદિથી આ તે જાર પુરુષને પોષે છે અને દરરોજ કીડા કરે છે અને પતિને ક્યારેક કુંકુમ જેવા લાલ સુકેલા પુષ્પો, કોઈક વખતે બીજોરુ-દાડિમ-ફળાદિક કાંઈપણ અપૂર્વવસ્તુ આપે છે અને કહે છે કે સર્વ આપત્તિઓમાં (કપરા સંયોગોમાં) મારાવડે ભક્તિથી ખુશ કરાયેલા, રજુઆત કરાયેલા એવા તારા માતાપિતા અંતર (ગુમ-અદશ્ય) હાથથી આપે છે. પછી આ ઊઠીને તેઓને ભક્તિથી સાષ્ટાંગ પ્રણામ કરે છે અને શેષાદિકને મસ્તક પર ચઢાવે છે અને જો કોઈ કહે કે “તારી પત્ની કેવી દુઃશીલ છે' ત્યારે કહે છે કે હું જાણું છું. આથી જ મારી પ્રિયાએ પ્રથમથી જ મને સર્વ જણાવ્યું છે. એ પ્રમાણે કોઈને જવાબ આપતો નથી. પછી કોઈક દિવસે બીજાની ઘણી ચિંતા કરનારે આને કહ્યું કે જે તારા ઘરે રોજ ભોજન કરે છે તેને હું બતાવું, તું અહીં આવે અને પછી આ તેને ઘરે ગયો. પોતાના ઘરમાં બેઠેલા તેને (જારને) જોયો. પછી ત્યાંથી આવીને સર્વ પણ યથાવત્ કહીને પુછયું કે હે પ્રિયા ! આ શું છે ? પછી સ્ત્રીએ કહ્યું કે તું પણ બીજાના ઘરને ભાંગનારા લોકના વચનમાં લાગ્યો? તેથી ક્યા મનોરથોને મેળવીશ? તું ઘણાં રૂપ-આકૃતિ આદિથી સરખાને જોઈશ, પછી મારી સમાન પણ કોઈકને જોઇને આલિંગન કરતા તું તારું રક્ષણ કરજે, નહીંતર ક્યાંય અનર્થમાં પડીશ. ઇત્યાદિ વચનોથી તેની તર્જના કરીને પોતાને ક્રોધી બતાવીને ભોજન માટે ઘરે આવતો જાર પુરુષ તેના વડે નિષેધ કરાયો. હવે પોતાને ઘરે ઘણું દૂધ આપનારી ઉત્તમ ભેંસ હતી. તેથી કોઇક દિવસે સિંહની પત્ની વડે તે જાર પુરુષ વડે હરણ કરીને કોઈક ગુપ્ત પ્રદેશમાં રખાઈ. પછી સિંહે પત્નીને કહ્યું કે હે પ્રિયા ! આપણી ભેંસ દેખાતી નથી. સ્ત્રીએ કહ્યું કે હું શું કરું ? પછી તે પ્રસંગથી દુઃખી થયેલો આ ભેંસને સર્વત્ર તપાસ કરે છે તો પણ ક્યાંયથી ભેંસની ભાળ મળતી નથી. પછી ઘરે પાછો આવીને મોટો નિસાસો નાખીને બેઠેલો કહે છે કે હે પ્રિયા ! આ પૃથ્વી પર ક્યાંય ન મળે તેવી ભેંસ ગઇ. પછી તેણીએ કહ્યું કે જેવી તારી પિતૃભક્તિ છે તેવી પિતૃભક્તિથી હજુ પણ કંઇક ધન જશે. પછી જલદીથી ઊઠીને સિંહ તેના પગમાં પડીને કહ્યું કે જેમ તું કહે છે તે તેમજ છે. લોકોક્તિઓથી અમે પણ માતા-પિતાની અવજ્ઞા કરી. તેથી હમણાં તેઓની એવા પ્રકારની આરાધના કરી જેથી ફરી પણ આપણા પર પ્રસન્ન થાય. તેથી આ (પત્ની) ગુસ્સે થઈ. હે માતા ! ક્યાંય પણ પુરુષ નથી તેથી તું પાછી જા. એ પ્રમાણે આક્ષેપ સહિત બોલતી ચરણના પ્રહારોથી ફરી ફરી હણીને તેનું મુખ પાછું ફેરવે છે. પછી તેના બે પગમાં મસ્તકને દઢ મૂકી અતિ આગ્રહથી તેને વળગીને રહ્યું છતે સ્ત્રીએ કહ્યું કે તારા માતાપિતાની હું ફરીથી આરાધના કરીશ અને ફરી તેઓ તારા પર કૃપા કરશે પરંતુ ફરી પણ તું આ પારકા ઘરની પંચાતમાં પંડિત એવા લોકોના વચનોને મનમાં લઇશ? પછી તેણે કહ્યું કે “આ જન્મમાં આવું નહીં થાય.’ શું હું આટલું પણ શીખ્યો નથી ? પછી આણે આને વશમાં રાખીને પ્રવર બલિ બનાવ્યો. સુગંધીકુલો ચઢાવાયા અને માતાપિતાની પૂજા કરી, સુગંધી ધૂપને ત્યાં સુધી ઉવેખ્યો જ્યાં રાત્રીનો પ્રથમ પહોર પૂર્ણ થયા પછી તે પુરુષને બોલાવીને પતિને નિવેદન કર્યું કે માતાપિતા સંબંધી મનુષ્ય ત્યાં આવીને રહ્યો છે. પછી તેણે કહ્યું કે તું ત્યાં જા અને તેના વચનને સાંભળ,તેની ઉદાર ભક્તિને કર. વધારે શું ? જે રીતે સર્વ સારું થાય તેમ કર. પછી આ ગઈ અને પૂર્વની જેમ જ પ્રવૃત્તિ કરી અને પ્રભાતે પ્રિયતમને કહ્યું કે ઘણાં પ્રકારની માનતાઓથી 227 Page #245 -------------------------------------------------------------------------- ________________ માતા પિતા ખુશ કરાયા છે. આજે ક્યાંયથી પણ ભેંસ આવશે અને બીજું પણ તારું સર્વ કુશળ કરશે. પછી રાત્રીના અંધકારનો સમૂહ પ્રસરે છતે દરવાજે રણકાર કરતી ભેંસ દાખલ થઈ અને સિંહ ખુશ થયો. ઘણો વિશ્વાસ બેઠો અને પત્ની વિશે અતિ અનુરાગી થયો. અને માનતાઓને કહીને તેણીએ પતિનું શિરોમુંડન વગેરે કરાવ્યું. આ પ્રમાણે વિષમ રાગરૂપને ધરનાર રાગકેસરીવડે વશ કરીને સમર્પિત કરાયેલો આ તણી વડે એવી રીતે વિડંબિત કરાયો જેથી સર્વપણ દેવગુરુ-આદિને છોડીને પત્નીમાં એક ચિત્તવાળો થયો. ક્યારેક કોઈ વડે કહેવાયો કે અરે ! તે સમ્યગ્દર્શનની આરાધના કરવાની પ્રતિજ્ઞા કરી છે તેનું હમણાં શું થયું ? પછી સિંહે આ પ્રમાણે ઉદ્ધતાઈથી કહ્યું કે આ પ્રિયાને વિશે જ નિશ્ચિતથી સમ્યગ્દર્શન છે અને બીજું કોઈપણ સમ્યગ્દર્શન છે તે ધૂવડે કલ્પાયેલું છે એ પ્રમાણે બોલે છતે રાગકેસરીથી વ્યાપ્ત એવા તેને જોઈને તેજ રીતે સમ્યગ્દર્શન ચાલી ગયો અને મિથ્યાદર્શન દાખલ થયો. પછી મરણ વડે હરણ કરાયેલો આ સિંહ એકેન્દ્રિયાદિમાં લઈ જવાયો અને તેમાં ઘણા કાળ સુધી ધારણ કરાયો. અને કોઈક વખત મનુષ્યક્ષેત્રમાં ફરી પણ જિનદાસ શેઠની પુત્રી રૂપે ઉત્પન્ન થયો. તેનું નામ જિનશ્રી એ પ્રમાણે રખાયું અને જિનદાસનું બાળથી માંડીને વૃદ્ધ સુધીનું સર્વ કુટુંબ સમ્યગ્દર્શનને પામેલું જ છે. પછી જિનશ્રી પણ તે જ રીતે સમ્યગ્દર્શનમાં ઓતપ્રોત થઈ અને આ ભોગપુર નિવાસી વિમલશ્રેષ્ઠી સાથે પરણાવાઈ. તે પણ શ્રાવક હોવાથી તેના ઘરે પણ જિનશ્રી જિનધર્મની આરાધના કરે છે. દેવોને વાંદે છે, ગુરુઓને નમસ્કાર કરે છે, તેની પાસે ધર્મને સાંભળે છે અને તેને પુત્રો થયા અને ઘરનું વડીલપણું પ્રાપ્ત થયું અને તેનો મોટો પુત્ર ધનશ્રી નામની સાર્થવાહની પુત્રીને પરણ્યો. અને આ બાજુ દ્રષગજેન્દ્ર મોહરાજને કહ્યું કે અત્યાર સુધી મારા મોટાભાઈ રાગકેસરીએ પિતાના મનને સંતોષ પમાડ્યો પણ હમણાં તેના નાનાભાઈને આ વારાની પ્રાપ્તિ થઈ છે એ પ્રમાણે પિતાને પ્રણામ કરીને ઈષ્યસહિત જિનશ્રીની પાસે ગયો અને દ્વેષ ગજેન્દ્રના સંનિધાનથી તેની ધનશ્રી નામની પુત્રવધૂ પર મહાન ષ ઉત્પન્ન થયો પછી તેને જોવા માત્રથી પણ આ બળે છે, સરળતાથી કંઇપણ આલાપને કરતી નથી. તેના ભાજનમાં કંઇપણ પીરસતી નથી. કારણ વિના આકોશોને કરતી કડછી આદિથી મસ્તકમાં મારે છે, તેના સર્વ કાર્યોમાં દૂષણ કાઢે છે, તેના હાથથી ભિક્ષુકમાત્રને ભિક્ષાને અપાવતી નથી. વાટકાદિ પાત્રને હાથથી અડકવા દેતી નથી અને ક્યાંય પણ થોડી પણ મોટાઈને આપતી નથી. (ઔચિત્યને કરતી નથી) અને તે પુત્રવધૂ એવો કોઇપણ વિનય નથી જે આના વિશે ન કરતી હોય. પૂર્ણ પરમભક્તિથી એના બે પગનું પ્રક્ષાલન કરે છે અને આ પગની પેનીના પ્રહારથી મારીને તેની તર્જના કરે છે, શરીરને દબાવતી હોય ત્યારે બે હાથથી છોડાવે છે, પીરસવાદિ માટે નજીકમાં રહેલી હોય તો તેનો તિરસ્કાર કરે છે. આનો ક્યારેય પણ કંઇપણ ઉત્કર્ષ ન થાય એટલે ક્ષણ પણ ઘરને છોડતી નથી, દેવોને વાંદતી નથી, ગુરુના દર્શન કરતી નથી, મનથી પણ ધર્મને વિચારતી નથી. ફક્ત પૂર્વે પણ ક્યારેક ઢાંકણાદિ ભાંગી ગયું હોય કે ન ભાંગ્યું હોય તો પણ કોઇક ખોટા અપરાધને ઉત્પન્ન કરીને દરેકની પાસે ગાણા ગાતી અને તે જ શુદ્ધ સ્વભાવવાળી પુત્રવધૂને આક્રોશ કરતી દ્વેષ રૂપી અગ્નિથી અંતરમાં બળતી રહે છે. પછી તેનું આ સર્વ સ્વરૂપ સર્વ પરિજનથી સહિત 228 Page #246 -------------------------------------------------------------------------- ________________ વિમલ શ્રેષ્ઠીએ જાણ્યું અને સમસ્ત નગરના લોકોએ જાણ્યું. પછી જો કોઇપણ કંઇપણ શિખામણ આપે ત્યારે તેની ઉપર અધિકતર ગુસ્સો કરે છે અને પછી જ્યાં સુધી સર્વે પણ પરિજને અને સમ્યગ્દર્શને તેનો ત્યાગ ન કર્યો ત્યાં સુધી વારંવાર દ્વેષરૂપી અગ્નિથી બળતી રહી. પછી મિથ્યાદર્શન અને શેષ મોહનું સૈન્ય શંકા વિના અધિષ્ઠિત થયું. અને કોઈક વખત ટ્રેષમાં તન્મય બને છે ત્યારે કોઈપણ મહર્બિક શિષ્ટ પુરુષ વિમલશ્રેષ્ઠીની પાસે આવે છે અને તેના ઘરમાં બેઠેલા તેણે મૌનને ભજનારી પુત્રવધૂને ગાઢ આક્રોશ કરતી જિનશ્રીને જોઈ. પછી તેણે કહ્યું કે હે મહાભાગ ! તું ફોગટ આ પ્રમાણે કેમ ખેદ પામે છે? કારણ કે આ ઘર કોની માલિકીનું છે ? અને આ લક્ષ્મી કોની સાથે જવાની છે ? કેટલાક દિવસોને અંતે તું નહીં હોય અને આ ઘર નહીં હોય અને આ લક્ષ્મી નહીં હોય અને તારી પુત્રવધૂ સારા સ્વભાવવાળી જણાય છે તેથી આને નિરર્થક કેમ સંતાપે છે ? અને આવતીકાલે પણ ઘર પુત્રવધૂને આધીન થશે ઈત્યાદિ તેના વડે કહેવાય છતે આ (જિનશ્રી) તે શિષ્ટ પર મહાદ્વેષને પામી, પરંતુ તેના વિશે તેનું કાંઈ ચાલ્યું નહીં. પછી હવે ! માયાવિની ! દુષ્ટા ! તારાવડે કાંઈપણ સંકેત કરીને આ સુભાષિત બોલનારો મારી પાસે લવાયો છે એ પ્રમાણે આપપૂર્વક બોલતી, પાસે રહેલી તીણ શાક સુધારવાની છૂરીને લઈને તે મહાદુષ્ટા ધનશ્રી પુત્રવધૂ તરફ દોડી, પછી પકડીને તેને નીચે પાડી તેને હણવાની ઈચ્છાથી તેની છાતી પર ચઢી બેઠી. પછી હાહાંરવ કરતો સર્વ પણ પરિજન દોડ્યો પછી અતિશય ક્રોધી જિનશ્રીએ પરિજનને હણવાની શરૂઆત કરી. પરિજન પણ જેટલામાં પગની પાની-ઢેફા-લાકડી આદિથી હણવાની શરૂઆત કરી તેટલામાં જિનશ્રીએ ધનશ્રી પુત્રવધૂને મારી નાખી અને જિનશ્રી પણ સમસ્ત પરિવાર વડે મરાઈ. અને આ અન્યાયને જોઈને વિમલશ્રેષ્ઠીએ કુટુંબ સહિત દીક્ષા લીધી અને જિનશ્રીનો જીવ નરકમાં જઈને ફરી મત્સ્ય અને એકેન્દ્રિયાદિમાં અતિ દુઃખી થયેલો ઘણો કાળ સંસારમાં ભમ્યો. . અને કોઈક વખત મનુષ્યોમાં જવલનશિખ નામનો ધનવાન બ્રાહ્મણ થયો. પછી સાધુ અને શ્રાવકના સંસર્ગથી ક્યાંકથી તે ભવમાં પણ સમ્યકત્વનો લાભ થયો. ઘણાં દિવસો સુધી જિનધર્મનું પાલન કર્યું અને કોઈક વખત મોહરાજાએ તેની પાસે નિર્ધનતાને મોકલી અને તેની સાથે તેની સહચારિણી દરિદ્રતા આવી અને તે બે વડે સતત આલિંગિત કરાયેલા જ્વલનશિખે કોઈક પણ છેવટના ગામનો આશ્રય કર્યો. પછી આજીવિકાનો કોઈ ઉપાય નહીં હોવાથી સ્વયં જ હળને હાંકે છે. અને આ બાજુ જેનું બીજુ નામ વૈશ્વાનર છે એવા ષ ગજેન્દ્રના મોટા પુત્ર અનંતાનુબંધી કોઠે દ્રષગજેન્દ્રને જણાવ્યું કે હે તાત! પૂર્વે પણ જવલનશિપની પાસે હતો પણ વચ્ચે તે વૈરી સમ્યગ્દર્શન આવીને રહ્યો. તેણે અમને દૂર કર્યા. પણ હમણાં ત્યાં જવાનો અવસર વર્તે છે. તેથી તમે આરામ કરો અને મને હમણાં જવાનો આદેશ કરો. હું હમણાં મારું વીર્ય ફોરવીશ. પિતાની કૃપાથી તે સ્થાનથી પોતાના વૈરીને બહાર કાઢીશ પછી પિતાવટે રજા અપાયેલ અનંતાનુબંધી કોઈ જવલનશિપની પાસે આવ્યો અને તેના સંનિધાનથી આ પણ યથાર્થનામવાળો થયો. નમ્રતાથી કહેવાયું હોય તો પણ ગુસ્સે થાય છે અનપરાધીપર ઘણો ગુસ્સે થાય છે. અલ્પ 229 Page #247 -------------------------------------------------------------------------- ________________ અપરાધમાં પણ દાંતને કચકચાવતો ઊઠીને પત્નીને ગાઢ બાંધે છે અને મારે છે, કોઈ છોડાવે તો પણ છોડતો નથી. બાળકોને પણ ગુના વિના મારે અને બાંધે છે અને પિતાની આમાન્યા રાખતો નથી, માતાને દાદ દેતો નથી, ભાઇઓનો વિચાર કરતો નથી, શિણોને જેતો નથી. ગુરુ અને વડીલોનો વિચાર કરતો નથી પરંતુ એક વૈશ્વાનર થયેલો, બદ્ધ ભૂકુટીવાળો પગથી માથા સુધી લાલચોળ થયેલો, ઊગતા સૂર્યના કિરણ જેવી લાલ આંખવાળો, કપાયેલા પાંદડાની જેમ ધ્રુજતો, ગળતા પરસેવાના બિંદુવાળો, બોલવાના ભાન વિનાનો એવો તે નિમિત્ત વિના પણ બધાની સામે અસમંજસને બોલે છે. પછી તેનો હાથ બહુ પ્રચંડ હોવાથી ખપ્પરો એ પ્રમાણે તેનું નામ પ્રસિદ્ધ થયું અને અવજ્ઞાથી વાણીમાત્રથી પણ તેની સાથે કોઈ વાત કરતું નથી. અને કોઈક વખત આ માટીના ઢેફાના કાંઠાવાળા ચણાના ખેતરમાં હળથી ખેડે છે અને ત્યાં હળમાં જોડેલો ગળિયો (૫૪) બળદ યુવાન અને પુષ્ટ શરીરવાળો હોવા છતાં ચાલતો નથી ત્યારે અતિ ગુસ્સે થયેલો આ બ્રાહ્મણ પરોણાથી તેને મારે છે તો પણ નહીં ચાલવાથી પેટ અને પગની વચ્ચે બંને જંઘામાં, બંને ખુરની પાછળ, બંને બાજુના પેટમાં, બાહુ પ્રદેશમાં કાંધપેર અને ડોકમાં આર (૫૫) ને ભોંકે છે, પછી ગળિયો જીભને કાઢીને બેસી ગયો અને બળદ બેઠે છતે આ બ્રાહ્મણ ગાઢતર કોધથી દાંતાવાળા ગાડામાં બાંધીને તેના પૂંછડાને મરડે છે અને મોટા ઢેફાઓથી તેને ત્યાં સુધી મારે છે જ્યાં સુધી પૃથ્વી ઉપર લાંબો થયેલો આ બળદ પ્રાણોથી મુકાયો તો પણ બ્રાહ્મણનો ક્રોધરૂપી અગ્નિ શાંત ન થયો અને તેથી આ અધિકાર પ્રજ્વલે છે. પછી મહાક્રોધથી આંધળો થયેલ, હૃદયમાં ઉત્પન્ન થયો છે સંઘર્ષ જેને એવો તે સર્વથા સમગ્દર્શન અને પ્રાણોથી મુકાયો અને પછી મિથ્યાદર્શનાદિ મોહના સૈન્ય તેને ગળામાં પકડી અને ઘોર નરકમાં નાખ્યો પછી મહાદુઃખથી દુઃખી થયેલો ઘણા કાળ સુધી સંસારમાં ભમાવાયો. અને કોઈક વખત સમ્યગ્દષ્ટિ ધનંજય મહારાજની સમગ્ર અંતઃપુરમાં પ્રધાન પરમશ્રાવિકા એવી રુકિમણી નામની સ્ત્રીને વિશે કુબેર નામે પુત્ર રૂપે ઉત્પન્ન કરાયો. તે ભવમાં પણ શ્રાવક કુળમાં ઉત્પન્ન થવાથી આને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. પ્રજ્ઞાના ઉત્કર્ષથી આ જલદીથી કળાઓને ભણ્યો અને સર્વ સ્ત્રીઓને રમણીય એવા ભરયૌવનને પ્રાપ્ત કર્યું. અને આ બાજુ વિષમ પલ્લીવનમાં રહેલો, ધનંજય રાજાના પૂર્વજોથી પણ અસાધિત વ્યાઘ નામે પલ્લીપતિ હતો અને તે કિલ્લાના આધારે હંમેશા ધનંજય રાજાના છેડાના દેશોને લૂંટે છે અને તે સમયે કોઈ એક દેશ ઘણો ઉપદ્રવ કરાયો તેથી કુબેર કુમારે તેના ઉપર ચઢાઈ કરી અને ભાગ્યયોગથી કોઈક રીતે પલ્લીપતિ પકડાયો અને તેનો નિગ્રહ કર્યો અને જાતે તે કિલ્લાને વશ કર્યો અને પછી આ (કુબેરકુમાર) ગીતોમાં ગવાય છે. પાઠોમાં પાઠ કરાય છે, બંદિવૃન્દો વડે સ્તવના કરાય છે, આશ્રિતો વડે પ્રશંસા કરાય છે. પછી અવસર જાણીને પિતાને જણાવીને વૈશ્વાનરનો સગોભાઈ જેનું બીજુ નામ શૈલરાજ છે એવો અનંતાનુબંધી માન નામનો દ્વેષ (૫૪) ગળિયો બળદ એટલે સામર્થ્ય હોવા છતાં ભાર નહીં વહન કરનારો આળસુ (૫૫) આર એટલે પરોણાને છેડે તીણ લોખંડની ખીલી ભરાવેલી હોય છે તે બળદના પેટાદિમાં જોકે ત્યારે તેની વેદનાથી બળદ જલદી ચાલે 230 Page #248 -------------------------------------------------------------------------- ________________ ગજેન્દ્રનો પુત્ર તેની પાસે આવ્યો. માનના સંનિધાનથી (હાજરીથી) કુલાયેલું છે હૃદય જેનું, ઊંચે ચઢાવાઈ છે આંખો જેના વડે, થાંભલા જેવું અક્કડ થયું છે શરીર જેનું એવો કુબેર પોતાના પરાક્રમના મદના ઉત્કર્ષથી શરીરમાં માતો નથી. ભૂમિમંડલપર માતો નથી, ત્રણ ભુવનમાં પણ માતો નથી અને સકલ જન સમક્ષ બોલે છે કે “અમારા પૂર્વજોએ રાંડની જેમ રાજ્ય કર્યું કે જેઓ આ વરાકડાને પણ સાધી ન શક્યા. આ ધનંજય માત્ર વણિક જ છે. જે આના ઘરે અમારો જન્મ ન થયો હોત તો આટલા દિવસોમાં તે મહાચરટે ધનંજયને બાંધીને પકડી લીધો હોત” પછી પાસે રહેલા પરોપજીવી હજુરીયાઓ કહે છે કે કુમારે સારું જણાવ્યું. આ પ્રમાણે જ છે. દેવોને પણ આ અસાધ્ય છે કુમારદેવ એવા આપને છોડીને અન્ય બીજો કોણ આને પકડવા સમર્થ થાય? નહીંતર આટલા દિવસો સુધી કોઈપણ આનું સામું જોવા કેમ શક્તિમાન ન થયો. તેઓ વડે ફુલાવાયેલો (અસત્ પ્રશંસા કરાયેલો ) આ ગાઢતર અક્કડ બને છે. પછી પોતાના સ્થાને પહોંચેલો પિતાને પ્રણામ કરવા ન ગયો અને સ્વયં કંઇપણ વાત ન કરી. માતાને પણ નમન ન કર્યું. દેવોને પણ નમસ્કાર કરતો નથી, ગુરુઓને પણ વંદન કરતો નથી, વૃદ્ધોનું પણ બહુમાન કરતો નથી, પાસે રહેલા વિદ્વાનોની સાથે પણ વાત કરતો નથી. ફક્ત કરાયો છે શ્રેષ્ઠ શૃંગાર જેના વડે, મોટા આસન ઉપર બેઠેલો, તાંબૂલથી ભરાયું છે મુખ જેનું, સ્કૂલના પામતી વાણીથી ક્યારેક કંઈક બોલતો, કરાઈ છે એક આંખ કાણી જેના વડે, વક કરાઇ છે એક આંખ જેનાવડે, સંપૂર્ણ ત્રણ ભુવનને ઘાસની જેમ જોતો પોતાના આવાસ મહેલમાં જ હલકા જનોથી વીંટળાયેલો રહે છે. પછી બીજા દિવસે રાજાએ શિખામણ આપીને પ્રધાન તથા મંત્રીઓને તેની પાસે મોકલ્યા. તેઓએ કુમારની પાસે જઈને કહ્યું કે હે કુમાર ! દેવ કહેવડાવે છે કે અમે ઘણાં દિવસથી ઉત્કંઠિત છીએ. તમારે અહીં આવવું અને અમારું દર્શન કરવું અને પછી સંકોચિત કરેલ નાકના ટેરવા ઉપર મૂકાયેલ છે એક આંખ જેના વડે એવા કુમારે તિરસ્કાર પૂર્વક કહ્યું કે ત્યાં આવવાનું શું પ્રયોજન છે ? શું બીજા કોઇવડે આ (ધનંજય) સંકટમાં નંખાયો છે ? જો એ પ્રમાણે છે તો તમે વાત કરો જેથી તેમને બાધા કરનાર ઇન્દ્રને પણ બાંધીને તેની પાસે મોકલું પણ અમે કોઈની પાસે આવશું નહીં. જે અમારી પાસે પણ કોઈપણ નહીં, આવે તો અમારે કોઈનું પણ પ્રયોજન નથી કારણ કે કોના જેવાને કોણ યોગ્ય છે? અને કોઇવડે શું કંઈ પ્રાપ્ત કરાય છે? પછી મંત્રીઓએ કહ્યું કે હે કુમાર ! પોતાની શૌર્યકથા માત્રથી નાશ કરાયા છે દુશ્મનના સમૂહ જેના વડે, પિતૃજનને વિશે ભક્તિવાળો એવો પ્રતાપવાળો તું પુત્ર હોય ત્યારે દેવને કોઈપણ બાધાકારી નથી. પરંતુ પિતાની પાસે પણ હું નહીં જાઉં એવું બોલવું તારા જેવાઓને ઉચિત નથી કારણકે - શૌર્ય કે સૌન્દર્ય, વિદ્યા, લક્ષ્મી, વાણી, કુશળતા કે અન્ય કોઇ ગુણ હોય તો પણ વિનયઅલંકારથી રહિત હોય તો તે ગુણ શોભાને પામતો નથી. સેંકડો ગુણોથી ત્યાગગુણ અધિક છે તે મને સંમત છે જે તેને વિદ્યા વિભૂષિત કરે છે તો તેનું શું કહું? જે અહીં શૌર્યપણ પૂરતું હોય તો પણ તે ગુણોમાં વિનયગુણ બધાનો રાજા છે (અર્થાત્ સર્વ ગુણોમાં વિનયગુણ પ્રધાન છે.)” અને શાસ્ત્રોમાં કુમારવડે પણ સંભળાયું છે કે આ લોકમાં માતા-પિતા, સ્વામી અને ગુરુના ઉપકારનો બદલો દુઃખે કરી વાળી શકાય 231 Page #249 -------------------------------------------------------------------------- ________________ તેવો છે અને તેમાં પણ ગુરુ આલોક અને પરલોકમાં ઉપકારી હોવાથી ઘણાં દુઃખે કરી ઉપકારનો બદલો વાળી શકાય તેવો છે. એ પ્રમાણે આગળ પણ જેટલામાં કંઈક કહે તેટલામાં શૈલરાજથી સંજ્ઞા કરાયેલ કુબેર કુમારે કહ્યું કે રે દુર્વિષ્પો ! સ્વયં જ જણાવેલ છે સકલ ત્રણ લોકનું તત્વ જેનાવડે એવા મને પણ શિખામણ આપનાર તમે કોણ છો ? તેથી તમે પોતાના (તમારા) બાપ પાસે જાઓ અને તેને આ પ્રમાણે શિખામણ આપો એમ કહીને ગળામાં પકડીને દરવાજાની બહાર કાઢ્યા. તેઓ જઈને રાજાને બધું નિવેદન કર્યું. રાજાએ વિચાર્યું કે અહો ! મારો પુત્ર શૈલરાજથી અધિષ્ઠિત કરાયો છે તેથી હું રાજ્યનો ત્યાગ કરું. મોહ મહા શત્રુ સૈન્યથી આ પ્રમાણે જીવો જ્યાં વિડંબના કરાય છે તે આ રાજ્યથી શું ? એમ વિચારીને કુબેર કુમારના રાજ્યાભિષેકની સામગ્રી તૈયાર કરાવી પરંતુ કોઈને આ વાત જણાવી નહીં. પછી બીજે દિવસે તેને બોલાવવાને નગરના મુખ્ય લોકોને મોકલ્યા.જઈને તેઓએ કુમારને પ્રણામ કરીને કહ્યું કે હે કુમાર! કંઇક મહાન પ્રયોજન છે તેથી એક ક્ષણ તમારે દેવની પાસે આવવું. પછી શૈલરાજથી સંજ્ઞા કરાયેલા કુબેરે તેઓને મંત્રીઓની સાથે કર્યા (અર્થાત્ મંત્રીઓને જે કહ્યું હતું તે જ આ લોકોને પણ કહ્યું.) તેથી વિલખા થયેલા તેઓ ગયા. પછી રાજાએ સામંતોને મોકલ્યા તેના પછી માંડલિકોને મોકલ્યા તેઓ પણ પૂર્વની રીતે જ જવાબ અપાયા. પછી તેની માતાને મોકલાવી તેણે માતાને પણ અવજ્ઞાથી જોઈ અને નિર્ભત્સના કરી. પરંતુ પરમ પુત્રના સ્નેહથી પ્રેરિત અને ખેદ નહીં પામેલી માતા તેના બે પગમાં પડીને મોટા કષ્ટથી કોઈપણ રીતે રાજા પાસે લઈ આવી. રાજાએ તેને મોટું આસન અપાવ્યું અને ભૃકુટી માત્રથી નમન કર્યા વગર કુમાર ઊંચુ મુખ કરીને આસન ઉપર બેઠો. પછી રાજાએ કહ્યું કે હે વત્સ! તારા શૌર્ય ગુણને સાંભળવાથી રંજિત થયેલ ઘણાં દેશોના રાજાઓએ પોતપોતાની કન્યાઓ આપવાને માટે દૂતોને મોકલ્યા છે તેથી પાણિગ્રહણ કરીને તે સર્વ રાજાઓના મનોરથો પૂરા કર તથા આ રાજ્યને ગ્રહણ કર જે થી તારો મહારાજ્યાભિષેક કરાય. લાંબો કાળ ભોગવાયેલ છે ભોગો જેના વડે એવા અમે પૂર્વે પુરુષોએ આચરેલા માર્ગને અનુસરશું. ભવરૂપી મહાસમુદ્રને તારનારી એવી જિનદીક્ષારૂપી મહાનૌકાનો અમે આશ્રય કરશું. પછી શૈલરાજવડે કરાયેલ ગાઢતર કાન ભંભેરણીવાળા કુમારે ભાલતલ પર ભૃકુટીને ચઢાવીને કહ્યું કે આ પ્રયોજનથી હું આટલા આગ્રહપૂર્વક અહીં લવાયો જ્યાં અમે પણ બીજા વડે અપાયેલ રાજ્યને ગ્રહણ કરીએ તો આ દિવસ કે રાત્રી નાશને ન પામે ? એ પ્રમાણે આક્ષેપપૂર્વક કહીને અને પેનીના પ્રહારથી આસનને હણીને ઉભો થયેલો દરવાજાથી નીકળતો આ અયોગ્ય છે એમ બધાવડે ઉપેક્ષા કરાયો અને સમ્યગ્દર્શન વડે પણ ઉપેક્ષા કરાયો. પછી મિથ્યાત્વ શૈલરાજાદિ મોહસૈન્ય માત્ર છે બીજો જેની સાથે એવો તે કુમાર નગરમાંથી બહાર નીકળ્યો. મહા-અટવીમાં પહોંચ્યો અને રાજાએ તેના નાના ભાઈ નીલને રાજ્યનો ભાર સોંપીને દીક્ષા લીધી અને જલદીથી મોક્ષને પ્રાપ્ત કર્યો. યુદ્ધ વખતે નાશી ગયેલા, અટવીમાં ભ્રમણ કરતા, કુમાર વડે હણાયેલા વાઘ પલ્લીપતિના પુત્ર એવા ચિત્રકવડે અટવીમાં ભમતો કુબેરકુમાર જોવાયો. કુમારને ચિત્રકની સાથે યુદ્ધ થયું. ચિત્રકે રૌદ્રધ્યાનને પામેલા કુમારને માર્યો. કુમારે પણ ચિત્રકને માર્યો. પછી કુબેર મહાનરકમાં ગયો અને ફરી માછલાદિના ભવમાં 232 Page #250 -------------------------------------------------------------------------- ________________ લવાયો અને તે ભવોમાં દુઃખી એવો તે ઘણાં કાલ સુધી ધારણ કરાયો. પછી કોઈક વખતે આ મહાપુર નગરમાં લવાયો અને પરમ શ્રાવક યથાર્થનામવાળા ધનાઢ્ય શ્રેષ્ઠિનો પુત્ર થયો અને તેનું પદ્મ એ પ્રમાણે નામ રખાયું. અને ત્યાં બાલ્યકાળથી પણ રાગકેસરીની પુત્રી જેનું બીજું નામ બહુલિકા છે એવી અનંતાનુબંધી માયા વડે આ અધિષ્ઠિત કરાયો અને બહુલિકાના ઉદયથી નાના છોકરાઓની સાથે પણ કીડા કરતો તેઓને ઠગીને તેઓ પાસેથી ખાદ્ય વગેરે લે છે અને માયાની પ્રધાનતાથી પોતાની સજ્જનતાની પ્રસિદ્ધિ કરાવે છે અને વચનની ચતુરાઈથી તેઓને ખુશ કરે છે. આ પ્રમાણે મોટો થયેલ માતાને પણ ઠગે છે, પિતાનો પણ દ્રોહ કરે છે. ભાઇઓને પણ છેતરે છે, બેનને પણ ભોળવે છે, પરિજનને પણ ભ્રમમાં નાખે છે, કળાને ભણતો ઉપાધ્યાયને પણ ઠગે છે, સહાધ્યાયીઓને પણ ઠગે છે. ગૃહમંદિર કે મંદિરમાં માતા વગેરે વડે લઈ જવાયેલો દેવોની ઉદ્દામ સ્તુતિઓથી સ્તવના કરે છે અને મોકો જોઇને આગળ રહેલા સર્વ લાડુ આદિને લઈને ભક્ષણ કરે છે અને ઘંટ વગેરેને બગલમાં છૂપાવે છે અને મરાતો પણ પોતાના અપરાધને સ્વીકારતો નથી અને યુક્તિઓથી છૂપાવે છે. કોઈની પણ સાથે સદ્ભાવને પામતો નથી. પિતાને પણ પોતાનો અભિપ્રાય જણાવતો નથી, માતાની સાથે ખોટું બોલે છે અને આ પ્રમાણે બહુલિકા સાથે મોટો થતો આ સામાન્યથી સ્વજન કે પરજનને કોઇને પણ ઠગ્યા વિના છોડતો નથી. આથી ગાઢ ઉદ્વિગ્ન પામેલા માતાપિતા સગુરુની પાસે લઈ આવ્યા અને તેઓને નિવેદન કર્યું કે હે ભગવન્! અમારા ઘરે, ગોત્ર કે કુળમાં આવો માયાપ્રધાન કોઈપણ, ક્યારેય પણ નોકરપણ થયો નથી તેથી કૃપા કરીને આપ તેવું કરો જેથી આ અમારા કુળને કલંક કરનારી માયાશીલતાને છોડે અને જૈન ધર્મમાં પ્રવર્તે. પછી અતિધર્મકથા કરવામાં નિપુણ, કરુણા પ્રધાન ગુરુવડે આ પ્રમાણે ધર્મદશના કરાઈ માયાશીલ પુરુષ જો કે કંઈપણ અપરાધ કરતો ન હોય તો પણ પોતાના દોષથી હણાયેલો સાપની જેમ અવિશ્વાસુ થાય છે અને માયાવી જીવો હીનકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓને વિશે તથા નરકોમાં એમ દરેક ભવોમાં અનંત દુઃખોને મેળવે છે. એ પ્રમાણેની દેશના કરાઈ કે જેથી કોઈક અનુકૂળ પરિણામથી તત્કાળ આની બહુલિકા મંદ થઈ. મિથ્યાદર્શન છૂપાઈ ગયો. સમ્યગ્દર્શન પ્રગટ થયો અને ઘણાં દિવસો સુધી તેની સેવા કરતો રહ્યો અને કોઈક વખત ઉત્પન્ન થયો છે વિશ્વાસ જેને એવા પિતાવડે પોતાની પાસે સુવર્ણની દુકાન પર બેસાડાયો. પછી ક્યારેક તેને વસ્ત્ર અર્પણ કરીને ભોજન કરવા ધનાઢ્ય શ્રેષ્ઠી ઘરે ગયો. અશ્વને વહાવતા રાજાના હાથમાંથી કોઈક મહામુદ્રા રત્ન નીકળી ગયું અને કોઈક ભૂમિ પર પડેલ તે રત્નને ઉપાડીને પદ્મ પાસે લઈ આવ્યો. પધે આ રત્ન રાજાનું છે તેમ જાણ્યું તો પણ અવસરને જાણીને, પૂર્વનું રૂપ કરીને બહુલિકાએ આને ઇશારો કર્યો કે તું આને લઈ લે. અને મારા બળથી તું સર્વ પાર પામીશ. આણે બહુલિકાના વચનને ચિત્તમાં ધારણ કર્યું અને તેની પાછળ જલદીથી મિથ્યાદર્શનાદિ મોહનું સૈન્ય આવ્યું તે જ પ્રમાણે સમ્યગ્દર્શન અદશ્ય થયો પછી તેણે કિંમતી મુદ્રા રત્નને પણ ઘણાં અલ્પમૂલ્યથી ખરીદું. આવેલા પિતાને આ ન જણાવ્યું. છૂપાવીને બીજી જગ્યાએ રાખ્યું. પછી રાજાએ પટહ વગડાવ્યો કે હમણાં જે મુદ્રારત્નને આપશે તે 233 Page #251 -------------------------------------------------------------------------- ________________ નિર્દોષ થશે અને મને ખબર પડ્યા પછી જો અર્પણ કરશે તો તે પ્રાણોની સાથે અર્પણ કરશે. પછી આ રાજા ઉગ્ર આજ્ઞાવાળો છે એમ આખું નગર ભય પામ્યું અને પાડોશી મારફત ધનાઢ્ય શ્રેષ્ઠીને ઘરે કંઈક કિંવદતી (લોકવાયકા) થઈ. પછી ધનાઢ્ય શ્રેષ્ઠીએ એકાંતમાં પોતાના પુત્રને પુછયું અને તેણે બહુલિની પ્રધાનતાથી બે કાનને ઢાંકીને કહ્યું કે આહ! પાપ શાંત થાઓ. શું કોઈપણ વ્યક્તિ આવા મહાસાહસને કરે ? પછી તે જ પ્રમાણે માતાએ પુછ્યું અને પછી પાડોશીઓ, પછી વાણિયાઓ પછી સમસ્ત નગરના શિષ્ટ પુરુષોએ પુછયું પણ લાંબા સમયથી ઊગેલું અને કઠણ અને અતિનિબિડ થયેલ મહાવાંસના મૂળની જેમ કોઇપણ એની પાસેથી સાચી હકીકતને જાણી શક્યું નહીં. પછી બીજા દિવસે રાજના માણિક્યના ભંડારીએ દૂર દેશથી આવેલ કોઈપણ અપૂર્વ પોતાના સ્વજનને ધનાઢ્ય વાણિયાનો વેશ પહેરાવીને પદ્મની પાસે મોકલ્યો. આ વણિકે પદ્મને એકાંતમાં બોલાવ્યો અને એ પ્રમાણે કહ્યું કે અમે સિંહલેશ્વર રાજા વડે મહામૂલ્ય મહારત્નને લાવવા માટે મોકલાવાયા છીએ. જે તે રત્ન હોય તો બતાવ, જેથી તું જેટલું મૂલ્ય માગશે તેટલું ઘણું પણ મૂલ્ય અપાવીશ. પછી પવે વિચાર્યું, કે જો આને હું આપી દઇશ તો મહારત્ન સર્વથા બીજા દેશમાં જશે પછી કોઈપણ તેની શુદ્ધિ (ખબર) ને જાણી શકશે નહીં. એ પ્રમાણે વિચારીને લઈ આવીને તે રત્ન બતાવ્યું એટલામાં સંકેત કરાયેલા રાજપુરુષો આવ્યા અને તેઓ તેને પકડીને તેનું સર્વ પણ રાજકુળમાં લઈ ગયા, અને રાજાએ મુદ્રારત્નને ઓળખ્યું અને પદ્મને ઘણી વિડંબનાપૂર્વક પ્રાણથી માર્યો અને પરભવમાં ઘણાં રોગોથી ચીતરી ચડે તેવા કૂતરીના ભવને પામ્યો. પછી અતિદુઃખી થયેલો ઘણાં ભવો ભમ્યો. અને કોઇક વખત આ જયપુર નામના નગરમાં લવાયો અને ત્યાં શ્રાવકકુળમાં ધનદત્ત વણિકના પુત્રરૂપે ઉત્પન્ન થયો અને તેનું નામ સોમદત્ત રાખવામાં આવ્યું અને શ્રાવકકુળમાં ઉત્પન્ન થયો હોવાથી જ આને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. પછી નિધન હોવાથી માથા પર ટોપલાથી મીઠું, તેલ વગેરેથી વ્યાપાર કરે છે. આથી ઘણાં દિવસો પછી તેની પાસે કંઈક ભાંડ (૫૬) જેટલું મૂલ્ય થયું. અને પછી અનાજની દુકાન માંડી અને તેમાં બીજું કાંઇક ધન કમાયો. પછી સમયને જાણીને રાગકેસરીએ જેનું બીજુ નામ સાગર છે જે બહુલિકાનો નાનો ભાઈ છે એવા અનંતાનુબંધી લોભ નામના પોતાના પુત્રને તેની પાસે મોકલ્યો અને સાગરના ઉપદેશથી સોમદત્તની ધન ઉપાર્જન કરવાની ઈચ્છા વધી. અને પછી બીજા વ્યાપારને કરવાથી તે હજારોપતિ થયો. પછી લાખો લેશોને અતિસહન કરીને લાખોપતિ થયો. અને પછી અનેક કોડો દુઃખ અનુભવીને કોઠાધિપતિ થયો તથા જેમ આનો વિભવ વધે છે તેમ બંધાઈ છે સ્પર્ધા જેના વડે એવો સાગર (લાભ) પણ વધે છે અને પછી અતિલોભથી પ્રેરાયેલો એવો સોમદત્ત દેવોને પણ અવજ્ઞાથી આક્ષેપ કરે છે કે ગાઢ આરાધના કરાયેલા પણ આ દેવો કોઈને એક રૂપીયો પણ આપતા નથી. એ પ્રમાણે ગુરુઓનો દ્વેષ કરે છે, ગુરુઓના ઉપદેશને વિદનની જેમ માને છે. ધર્મકૃત્યોમાં અનાદર ભાવવાળો થયો, પાપોમાં તત્પર થયો. (ઉઘત થયો) પછી સમ્યગ્દર્શને (૫૬) ભાંડ મૂલ્ય : ધાતુના વાસણાદિથી વેપાર કરી શકાય તેટલી સામગ્રી થઇ પૂર્વે કરંડિયા કે ટોપલાદિથી વ્યાપાર કરતો હતો. 234 Page #252 -------------------------------------------------------------------------- ________________ તેનો ત્યાગ કર્યો. મિથ્યાદર્શનાદિ મોહના સૈન્ય નિઃશંકપણે આક્રમણ કર્યું પછી દ્રવ્યોપાર્જનના ઘણાં ઉપાયોનો આરંભ કર્યો અને ક્લેશો તેમજ અસંતોષની સાથે પ્રતિદિન તેનો વિભવ ત્યાં સુધી વધે છે જ્યાં સુધી તેણે ઘણાં કોડ રત્નો મેળવ્યા. અને વણિકોમાં અગ્રેસર થયો તો પણ ઉપાર્જન કરેલ દ્રવ્યના પરિપાલનની આસક્તિથી અને નહીં ઉપાર્જન કરેલ દ્રવ્યના ઉપાર્જનની મહા-આકાંક્ષાથી આ રાત્રે સૂઈ શકતો નથી અને દિવસે ખાતો નથી. હિસાબોને હંમેશા તપાસે છે, હંમેશા કાઢવું મૂકવું કરે છે, કોડીને માટે પિતાનો ત્યાગ કરે છે, કોડીના લાભની શંકામાં માતાનો ત્યાગ કરે છે, તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું યાચના કરતો યાચક તેને ગમતો નથી. એક કોડીને પણ આપવાની ઇચ્છાવાળો તેને સુખી કરે છે. કુટુંબને પણ આપવાનું વર્તન (આજીવિકાની સામગ્રી) ગણેલું અને તોલેલું સ્વદ્રષ્ટિથી જોયેલું હોય તો પણ ઘણા પ્રકારે મોટા કષ્ટથી આપે છે. સ્વયં પણ ઘણું જુનું ધાન્ય ખાય છે. પછીના વર્ષ માટે નવા ધાન્યનો સંગ્રહ કરે છે. કોઇના પણ જાતે ગયા વિના ધનનો ભરોસો કરતો નથી અને કોઈ વખત મામાના છોકરા ભાઈને કોઈ પ્રયોજનવશથી કોડરત્ન પ્રમાણ ધન અપાયું અને તેનો હિસાબ મેળવતા કોઇક રીતે પાંચ કોડી ઘટી અને તેના માટે આણે સાત દિવસરાત્રીનો ઉજાગરો કરીને તેની પાસે હિસાબ કરાવ્યો અને મામાનો છોકરો વિસૂચિકાથી મર્યો અને કરચંડ, મહાકંથ અને દગ્ધહસ્ત એ પ્રમાણેના હુલામણા નામથી સોમદત્ત પ્રસિદ્ધ થયો હોવાથી સર્વથા અપાતા આના (સોમદત્તના) ધન રાશિને કોઇપણ હાથથી સ્પર્શ કરતો નથી. અને કોઈક વખત તેના નગરમાં કોઇક રીતે મહાકિંમતી ખદિરાદિનું કાષ્ઠ ઉત્પન્ન થયું. પછી સાગરવડે પ્રેરણા કરાયો કે આ લાભને તું કેમ જવા દે છે. અને તે પુત્રનો પણ વિશ્વાસ કરતો નથી તે સોમદત્ત બીજા કોઈને મોકલાવે છતે કોઈપણ ક્યાંય પણ જતો નથી. પછી સર્વપણ કુટુંબ, પરિજન અને લોકે વારે છતે ફક્ત સાગર વડે ઉત્સાહિત કરાયેલો પાંચશો ગાડાંને લઈને મહા-અટવીમાં ગયો. નોકરો પાસે લાકડાં કપાવે છે અને જેટલામાં કોઈક નોકર આ બાજુ, બીજો પેલી બાજુ ક્યાંક પણ કાપવામાં વ્યગ્ર થયો અને એકલો વૃક્ષની નીચે બેઠેલો ભૂખ્યા દૂર વાઘ વડે જોવાયો અને પછી ચપેટા મારીને, નખોથી ફાડીને, શરણવિનાનો પ્રલાપ કરતો તે વાઘ વડે ભક્ષણ કરાયો અને એકેન્દ્રિયાદિમાં ગયો અને તેજ પ્રમાણે ઘણો કાળ ભમ્યો. તેથી આ પ્રમાણે અતિદુર્લભ સમફત્વને પ્રાપ્ત કરીને વરાકડો હારી ગયો. કોઇક ભવમાં રોગથી પીડાવાથી, કોઈકમાં દ્રષના વશથી, કોઈકમાં અનંતાનુબંધી ક્રોધથી, કોઈકમાં માનથી, કોઈકમાં માયાથી, કોઈકમાં લોભથી, અને આ પ્રમાણે અન્ય ભવોમાં સમ્યકત્વથી ભંશિત કરાયો. કોઇક ભવમાં શંકાદિ અતિચારોથી, ક્યારેક વિદુષકપણાથી, (૫૭) ક્યારેક અલીક વિષયસુખની આસકિતથી, ક્યારેક દુઃશીલ કુટુંબની દારિદ્રયાદિની અરતિથી, ક્યારેક પ્રિયના વિયોગથી અને ધનાશાદિના શોકથી, ક્યારેક પરચકાદિના ભયના દુઃખથી, ક્યારેક જુગુપ્સાથી, ક્યારેક સ્ત્રીવેદના ઉદયથી, ક્યારેક પુરુષવેદની પીડાથી અનંતકાળ પૂર્વે સમફત્વની પ્રાપ્તિ થયા પછી વચ્ચે વચ્ચે અનંતકાળના આંતરાથી પ્રાપ્ત થયેલ સમ્યકત્વવાળા એવા ક્ષેત્રપલ્યોપમના (૫) વિદષક એટલે નાટકમાં રંગલાનું પાત્ર ભજવનાર. 235 Page #253 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશોની સંખ્યા પ્રમાણ પ્રત્યેક ભવોમાં મોહના સૈન્ય વડે સમ્યકત્વથી ભ્રંશ કરાયો. અને કોઈક વખત આ વિજયખેદપુર નગરમાં ધર્મ નામના શ્રેષ્ઠીના સુંદર નામના પુત્ર રૂપે ઉત્પન્ન થયો. તે ભવમાં કોઇક વખત સગુરુની પાસે ધર્મને સાંભળતા આને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થયે છતે, કારુણ્ય પરિણત થયેલ કર્મરાજાએ કાંઇક રીતે શુદ્ધતર અધ્યવસાય સ્વરૂપ તલવાર તેને અર્પણ કરી અને તે ખગ વડે તેણે મોહાદિ શત્રુઓનો પૂર્વ હૃસ્વ કરાયેલા દેહનો પલ્યોપમ પૃથકત્વ જેટલો અંશ છેડ્યો અને તેના ભયભીત થયેલા અપ્રત્યાખ્યાનવરણ કષાયો દૂર થયા. પછી ખુશ થયેલ સમ્યગ્દર્શન અમાત્યે ગુરુની પાસે જ રહેલો ચારિત્ર ધર્મ મહાચકવર્તી બતાવ્યો પછી જે અતિભક્તિથી આ ચારિત્રને ક્યારેક અલ્પ પણ સેવે છે તે મહર્તિક દેવ થઈને મોક્ષનો સ્વામી થાય છે એ પ્રમાણે ગુરુ વડે સવિસ્તર ચારિત્ર ધર્મના ગુણો વર્ણવાયા. પછી સુંદરે સ્વામીભાવથી સમ્યફચારિત્ર ધર્મનો સ્વીકાર કર્યો અને પરિતુષ્ટ ચારિત્ર ધર્મરાજાએ તેની યોગ્યતા સાપેક્ષ નાની દેશવિરતિ કન્યાને આપી અને દેશવિરતિના સાનિધ્યથી સુંદર સંકલ્પથી નિરપરાધી ત્રસ જીવોનો દ્વિવિધ ત્રિવિધ વધના ત્યાગ સ્વરૂપ પ્રથમનો એક જ સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતનો સ્વીકાર કર્યો અને બંધ-વધ-ચ્છવિચ્છેદ-અતિભાર આરોપણ-ભક્તપાન વ્યવચ્છેદ સ્વરૂપ પાંચ અતિચારોનું પચ્ચકખાણ કર્યું અને આનું ઘણાં દિવસો સુધી પાલન કર્યું. અને કોઇક વખત તેના પિતા મરણ પામ્યા. પછી સુંદર વ્યવહારમાં સર્વ કારભાર સંભાળ્યો અને પછી આ અવસર છે એમ જાણીને મોહાદિઓએ તેની પાસે નિર્દયતાને મોકલી. નિર્દયતાના સાનિધ્યથી આ (સુંદર) જેઓને વિલંબથી કમોને આપે છે તથા જેઓને અતિનિર્દયપણે ભક્તપાન નિરોધાદિ કરાવે છે તેઓ ભક્તપાન નિરોધથી ઘણાં પીડાય છે અને કોઈક ક્યારેક મરે પણ છે. અને કોઈક વખત વિભવની હીનતા થઈ ત્યારે સુંદરે કોઈક રીતે રાજાની આજ્ઞા (નોકરી)નો સ્વીકાર કર્યો અને ત્યાં અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિની સાથે હિંસા પણ પ્રકટ થઈ. પછી હિંસાના ઉદયથી વ્રતનિરપેક્ષ થયેલ કેટલાકોને બાંધે છે, બીજાઓને ચાબુકના પ્રહારથી તાડન કરે છે. બીજાઓને ઠંડી-આતપમાં ધારણ કરવું, ગરમ તેલનું છાંટવું, વગેરે પીડાઓથી પીડે છે અને કેટલાકોનો મૂળથી જ ઘાત કરે છે. પછી વિરક્ત થયેલ દેશવિરતિ પ્રિયાએ તેનો ત્યાગ કર્યો અને વંશની પરંપરાથી આ દેવગૃહમાં જાય છે, દેવોને વાંદે છે, પૂજાદિકને કરાવે છે, સમ્યગ્દર્શનના કારણોનું સેવન કરે છે અને તેના મોટા પક્ષપાતને કરે છે અને તે કારણથી તરત જ નરકાદિમાં ન ગયો પરંતુ દેશવિરતિના નાશથી વિરાધિત સમ્યકત્વ ગુણવાળો મરેલો સુંદર હલકા ભવનપતિ દેવોમાં ઉત્પન્ન થયો અને ત્યાંથી ઘણો સંસાર ભમ્યો. અને કોઈક વખતે આ સમ્યગ્દષ્ટિ એવા શાલિભદ્ર શ્રેષ્ઠીનો માણિભદ્ર નામે પુત્ર થયો અને આ પણ સમ્યગ્દષ્ટિ થયો અને કોઈક વખત દેશવિરતિ બાલિકાના અનુરાગથી તે જ પ્રમાણે કન્યા, ગામ, ભૂમિ-ન્યાસાપહાર-ફૂટસાક્ષી અને ફૂટ કિયાદિ વિષયવાળું બાદર જુઠાણું બોલવાના ત્યાગ સ્વરૂપ બીજા સ્થળ મૃષાવાદ વિરતિવ્રતને દ્વિવિધ-ત્રિવિધ પ્રકારથી લીધું અને સહસા કલંક દેવું, મંત્રણાદિ માટે બેઠેલની સન્મુખ જ્ઞાત કે અજ્ઞાત અર્થનું બોલવું (કોઇની છૂપી વાત જાહેર કરવી), સ્વદારાદિ મંત્ર ભેદ (સ્ત્રી મિત્રાદિકના મર્મ પ્રગટ કરવા), મૃષા ઉપદેશ 236 Page #254 -------------------------------------------------------------------------- ________________ તથા કૂટલેખ કરણ (ખોટા દસ્તાવેજ કરવા) સ્વરૂપ આ પાંચ અતિચારોનું પચ્ચક્ખાણ કર્યું, ઘણાં દિવસો સુધી તેનું પાલન કર્યું. અને કોઇ વખત શાલિભદ્ર શ્રેષ્ઠી મરણ પામ્યો ત્યારે દુકાનને સંભાળતા આની પાસે મોહાદિએ અપ્રત્યાખ્યાનાવરણ લોભ અને મૃષાવાદ વગેરેને મોકલ્યા અને તેના આગમનથી પાડોશીઓના વસ્ત્ર સુવર્ણ વગેરે લાવીને બમણો નફો ચઢાવીને ઘરાકને આપે છે અને બહારથી આવેલા કોઇના પણ હાથમાં પોતાના વસ્રાદિ આપીને ઘણો ઊંચો ભાવ કહીને આપે છે અને જો ગ્રાહક પૂછે કે હે શ્રેષ્ઠિન્ ! આ કેટલી કિંમતનું છે ? પછી તે કહે છે કે આ વસ્તુ આટલી કિંમતની થશે તેથી જો ખરીદનાર પૂછે કે આની છેલ્લી કિંમત કહો. પછી તે કહે છે કે આ છેલ્લો વેચવાનો ભાવ કહેવાય છે અને નક્કીથી તને આટલો ભાવ પડશે તો પછી તેં કયા ભાવથી ખરીદી છે તે કહો એ પ્રમાણે પુછાયે છતે ફરીથી કહે છે કે તને કહ્યું કે આ મારી પોતાની વસ્તુ જે આને વેચાય છે તે આટલા કિંમતની છે ઇત્યાદિ વક્રતાથી ભોળવાયેલો એવો મુગ્ધ ખોટી કિંમતને સાચી માનતો લાભ આપીને જાય છે. (કમાણી કરાવીને જાય છે.) પછી કોઇક વખત ઉગ્ર ઉદયમાં આવેલ સાગર અને મૃષાવાદ વડે માણિભદ્ર કહેવાયો કે આ પ્રમાણે જૂઠાણા બોલતો તું શંકા કેમ રાખે છે ? જેથી તું તેઓને ફેરવી ફેરવીને કેમ બોલે છે ? ખરેખર તું પ્રગુણ (૫૮) નીતિથી જ બોલ, કારણ કે ઘરો ઘણાં ખર્ચાળ છે, દુકાનો ઊંચા ભાડાવાળી છે, વિણકપુત્રોને પગાર આપવાનો છે, ભોગોપભોગ કરવાના છે અને સાચું બોલે છતે કોઇપણ મોટો લાભ આપશે નહીં અને બીજા ઘણાં (લોકો) જૂઠાણા બોલે છે તેઓની જે ગતિ થશે તે તારી થશે અને આ દીક્ષા લીધેલા કંઇક બોલે છે તેને પણ તું કેટલું કાનમાં ધારણ કરીશ ? કારણ કે આ પરગૃહને માટે વિક્રમાદિત્ય જેવા સતત કામધંધા વિનાના ઘરબાર વગરના સુખથી જ બોલે છે. બીજાની યાચના (જરૂરીયાત)ને જાણતા નથી અને આઓના અભિપ્રાય (વિચાર)થી મસ્તકને મુંડીને તુરત જ સાધુઓની સાથે ભેગા થવાય છે તેથી આ પણ તું કેમ નથી કરતો ? પછી એ પ્રમાણે સાગર અને મૃષાવાદની શિખામણને ચિત્તમાં પરિણમાવીને રોકટોક વગર ફૂટક્રિયાદિમાં જૂઠાણા બોલવા લાગ્યો. પછી વ્રતથી ભંગાયો જાણીને દેશવિરતિ વડે ત્યાગ કરાયો અને દેવગૃહાદિમાં જાય છે અને પૂજાદિકને કરાવે છે અને ગુરુ માતા-ભાઇ-શિષ્ટાદિની સાથે સાગર અને મૃષાવાદાદિ વડે ઉપદેશેલા દુષ્ટ ઉત્તરોને કરે છે. પછી સમ્યક્ત્વની વિરાધના કરી, મરીને હલકા યંતરોમાં ઉત્પન્ન થયો અને ત્યાં સર્વથા અનાદેય થયો. પોતાના સ્થાનમાંથી નીકળી ગયો અને અશુભ સ્થાનોમાં ભમે છે. ત્યાંથી પણ નીકળીને અહીં ક્યાંક સર્વથા મૂંગો થયો, ક્યારેક તોતડો થયો, ક્યારેક દુર્ગંધ મારતા કોહાઇ ગયેલા મુખવાળો થયો, ક્યારેક કંઠ-તાલુ-જીભ-દાંત-ઓઠ વગેરે મુખરોગી થયો, ક્યારેક પત્નીપુત્રાદિને પણ અગ્રાહ્ય વચનવાળો થઇ, મરીને નરકોમાં ગયો અને તિર્યંચોમાં અતિ દુઃખી ઘણો કાળ સુધી ભમ્યો. અને કોઇ વખત આ શ્રાવક એવા વણિકનો સોમ નામે પુત્ર થયો અને તે ભવમાં તે જ (૫૮) લોકો ધન કમાવવા ચતુરાઇ ભરેલી પણ કૂટનીતિથી બોલે છે તેમ તું બોલ. 237 Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે અદત્ત ધન-ધાન્ય-દ્રવ્ય-સુવર્ણ-રજત-વસ્ત્ર-તૃણ ઇંધનાદિ સ્થૂળ વસ્તુઓના ગ્રહણના ત્યાગ સ્વરૂપ ત્રીજું સ્થૂળ અદત્તા-દાન વિરમણવ્રત દ્વિવિધ ત્રિવિધથી ગ્રહણ કર્યું અને તેણે ચોરે લાવેલ દ્રવ્ય રાખવું, ચોર પ્રયોગ (ચોરને ચોરી કરવા પ્રેરણા કરવી), રાજ્યવિરુદ્ધ આચરણા (રાજ્યના શત્રુ સાથે વ્યવહાર રાખવો), ખોટા તોલ-માન-માપ કરવા, સરખી વસ્તુનો સંયોગ કરવો (વસ્તુ ભેળસેળવાળી કરવી) આ પાંચ અતિચારનું પચ્ચક્ખાણ કર્યું. પ્રત્યાખ્યાનાવરણ બહુલી (માયા) અને સાગર (લોભ) સ્તેયાદિના ઉપદેશથી આ વ્રતને ભાંગીને સમ્યક્ત્વની વિરાધના કરીને હીન દેવાદિના ઉત્પત્તિ ક્રમથી તે જ પ્રમાણે સદાય દારિદ્રયાદિ ભાવથી ઘણો સંસાર ભમ્યો. અને કોઇ વખત દત્ત નામના શ્રાવક જન્મમાં દેવ-તિર્યંચ સ્ત્રીઓનું દ્વિવિધ-ત્રિવિધથી અને મનુષ્ય સ્રીઓનું એક-વિધ એકવિધથી (કાયાથી ન કરવું) સંભોગના નિયમ સ્વરૂપ, ઇત્વરપરિગૃહીતા સ્રી અને અપરિગૃહીતા સ્રીને ભોગવવું, કામને વિશે તીવ્ર-અભિલાષ, અનંગક્રીડા (બીભત્સ ચેષ્ટાઓ) અને પારકાના વિવાહ આ પાંચ અતિચારથી વિશુદ્ધ એવા ચોથા સ્થૂળ મૈથુન વિરમણ વ્રતને સ્વીકાર્યું પણ તીવ્ર પુરુષવેદના ઉદયથી-મૈથુન વિષયના અભિલાષથી-ચક્ષુઃ સ્પર્શનાદિ ઉપાધિથી તે વ્રતને પણ ભાંગીને, સમ્યક્ત્વની વિરાધના કરીને હીન દેવાદિ જન્મના ક્રમથી નપુંસકાદિ રૂપે ઘણો સંસાર ભમ્યો. અને કોઇક વખત ધનબહુલ શ્રાવક જન્મમાં, ક્ષેત્ર-વાસ્તુ-હિરણ્ય-સુવર્ણ-ધન-ધાન્યદ્વિપદ-ચતુષ્પદ-કુષ્ય વસ્તુઓના પરિમાણ કરવા સ્વરૂપ પાંચમાં સ્થૂળ પરિગ્રહ વિરમણ વ્રતને સ્વીકાર્યું અને યોજન-પ્રદાન બંધન-કારણ-ભાવોથી ક્ષેત્રાદિ પ્રમાણને ઓળંગવા સ્વરૂપ પાંચ અતિચારોનું નિયમન કર્યું. અને કંઇક સમજવા કઠીન હોવાથી તેનું વર્ણન કરાય છે. તેમાં ૧) નિયમ ઉપરાંત ક્ષેત્ર કે વાસ્તુને ગ્રહણ કરવાની ઇચ્છાવાળો પાસેનું ક્ષેત્ર કે વાસ્તુ ખરીદીને તેની વાડ કે દિવાલની મર્યાદાને તોડીને જે એક કરે છે તે યોજનથી ક્ષેત્રવાસ્તુ પ્રમાણનો અતિક્રમ છે. ૨) હિરણ્ય-રજત અને સુવર્ણનું ચાતુર્માસાદિ અવધિ સુધી પરિમાણ કરાયે છતે તુષ્ટ થયેલ રાજાદિ પાસેથી હિરણ્યાદિ મળે છતે હું નિયમ પૂર્ણ થયા પછી ગ્રહણ કરીશ એમ કહીને બીજા સ્વજનાદિના હાથે આપીને રાખી મૂકે છે આ પ્રદાનથી હિરણ્ય-સુવર્ણાદિનો અતિક્રમ છે. ૩) ગણી શકાય તે ધન, ચોખાદિ ધાન્ય છે તે ધન-ધાન્યાદિનું પરિમાણ નિયત કરાયે છતે નિયમથી અધિક આ પૂર્વે મળ્યું હોય અથવા મેળવતો કોઇક વખત ગ્રહણ કરવાની ઇચ્છાવાળો ચાતુર્માસ પછી ઘરમાં રહેલા ધનાદિ વેચાયે છતે કે વપરાયે છતે હું ગ્રહણ કરીશ એ પ્રમાણે વચન નિયંત્રણ સ્વરૂપ મુંડા (૫૯) વગેરેમાં બંધન કરીને બીજાના ઘરમાં રાખી મૂકવા સ્વરૂપ કે સોદા કરવા સ્વરૂપ જ્યાં આ કરે છે ત્યાં બંધનથી ધન ધાન્ય પ્રમાણાતિક્રમ કહેવાય છે. ૪) દ્વિપદ એટલે સ્ત્રી-પુત્ર-દાસી વગેરે અને ચતુષ્પદ એટલે અશ્વ વગેરે તેનું સંવત્સરાદિ મુદત સુધી પરિમાણ કરાયેલું હોય, સંવત્સરની મધ્યમાં તેના પ્રસવનો સંભવ હોય ત્યારે કેટલોક (૯) મુંડો દસ કળશીનું એક જૂનું માપ અથવા સો મણનું માપ જેનાથી અન્નનું માપ થાય છે. 238 Page #256 -------------------------------------------------------------------------- ________________ કાળ ગયા પછી ગર્ભધારણ આદિને કરાવે છે આ કારણથી ગર્ભમાં રહેલ દ્વિપદ કે ચતુષ્પદ આશ્રીને તેના પ્રમાણનો અતિક્રમ થયો. ૫) કુપ્ય એટલે શયન-આસન-ભાલા-તલવાર-ભાજન-કચોળા વગેરેનું દસાદિ સંખ્યાનો નિયમ કરાયો હોય અને તે સંખ્યાથી વધી જાય ત્યારે તેને ભંગાવીને મોટા કરાવીને દસાદિની સંખ્યા જાળવી રાખે છે તે આ બીજા પર્યાય કરવા સ્વરૂપ મુખ્યપ્રમાણનો અતિક્રમ છે. સાગરાદિથી પ્રેરાયેલો ધનબહુલ પરિગ્રહવ્રતને ભાંગીને સંસારમાં ભમ્યો. ક્યારેક દિ૫રિમાણ વ્રત કરીને સાગરાદિના ઉપદેશથી ભાંગ્યું. ઉપભોગ-પરિભોગ પણ સાગરની લોલુપતાથી ભંગાયું. હાસ્ય-અજ્ઞાન-તુચ્છત્વ-વિકથા વગેરેથી અનર્થદંડ વિરમણ વ્રત પણ નાશ કરાયું. આર્તધ્યાન-રૌદ્ર ધ્યાન-પ્રમાદ-કંજુસાઈ આદિથી સામાયિક-દેશાવગાસિક-પૌષધોપવાસ-અતિથિ સંવિભાગ વ્રતો ભંગાયા આ પ્રમાણે કેટલાક ભવોમાં એક વ્રતને, કેટલાક ભવોમાં બે વ્રતને, કેટલાક ભાવોમાં ત્રણ વ્રતને, કેટલાક ભાવોમાં ચાર વ્રતને યાવત્ કોઇક ભવમાં સ્વીકારેલ બારેય વ્રતો પણ આ મોહાદિ મહાશત્રુઓ વડે ભંગાયા. પછી કોઈક વખત આ કુંડિની નગરીમાં પરમ શ્રાવક સુભદ્ર સાર્થવાહની રોહિણી નામે પુત્રી થયો જિનેશ્વર સિવાય નથી બીજો કોઈ દેવતા જેનો એવી તે આ પરમ શ્રાવિકા થઈ. પછી અતિભકિતથી દેવોને વાંદે છે, ગુરુની પાસે ધર્મને સાંભળે છે, સાધ્વી જનની ઉપાસના કરે છે. અને આ ઘરજમાઈ વિમલ નામના વણિકપુત્રની સાથે પરણી. પછી પિતાની પ્રેરણાથી વિશિષ્ટ ધર્મને આરાધે છે. એક લાખથી અધિક સ્વાધ્યાય કર્યો. કર્મગ્રંથાદિ પ્રકરણોને પોતાના નામની જેમ જાણે છે તેણીએ શ્રાવકના બારે વ્રતોનો સ્વીકાર કર્યો અને નિરતિચાર પાલન કરે છે. પછી કોઈક વખત સભામાં બેઠેલા ચિંતાતુર મોહમહાચરટે દિશાઓનું નિરીક્ષણ કર્યું. પછી મંત્રી સામંત વગેરેએ કહ્યું કે હે દેવ! આદેશ કરો. પછી મોહરાજાએ કહ્યું કે આપણા શવ્વર્ગમાં રોહિણી અતીવ મળી ગયેલી દેખાય છે. તેથી આ હમણાં શું કરે છે ? પછી તેઓએ હસીને કહ્યું કે હે દેવ સર્વ પણ ત્યાં સુધી મળેલા રહે છે જ્યાં સુધી આપના માણસમાત્રના વિષય નથી બનતા. પછી મોહરાજાએ કહ્યું કે ત્યાં કોઈને પણ મોકલો જે તેને પરાંચમુખી કરીને પાછી વાળે આથી જેટલામાં તેઓ કોઇને પણ મોકલે તે પહેલાં સ્વયં ઉભી થઇને વિકથાએ કહ્યું કે આ આદેશ મને અપાય જેથી તેની કેટલી તાકાત છે તે હું જોઉં આથી બધાએ આને જવાનો ઇશારો કર્યો. અને સ્ત્રી પુરુષ કથા, ભક્ત કથા-રાજકથા-દેશકથા સ્વરૂપ ચારે પ્રકારોથી વિકથા તેની પાસે ગઈ. અને તે પરમ યોગિનીની જેમ તેના મુખમાં પ્રવેશી. પછી રોહિણી પિતાના ઘરે વસ્ત્ર-આચ્છાદન વગેરે નિશ્ચિતથી પ્રાપ્ત કરે છે. માતાપિતાની કૃપાથી ઘરમાં તેની પાસે કોઇપણ કાર્ય કરાવતું નથી. પછી મંદિરમાં ગયેલી જે કોઈ વાતૂડીને જુએ છે તેની પાસે જઈને બેસે છે. પછી દેવવંદનને છોડીને તેને કહે છે કે હલા! મારા વડે આ સંભળાયું છે અને તારે ઘરે આ બધું આજે થયું છે. તે કહે છે ના એવું કાંઈ નથી થયું. તને કોઈએ ઊંધું ભરાવ્યું છે પછી રોહિણીએ કહ્યું કે હું સાચી છું તું મારો પણ અપલા૫ કરે છે? તે બોલી કે તો શું હું ખોટી છું ? ઇત્યાદિ વિકથાને કરતી તેની સાથે લડાઈ થઈ. પછી વિકથા યોગિનીથી ઉત્સાહિત કરાયેલી બીજાની સાથે રાજકથા કરે છે. તે કંટાળીને ગઈ ત્યારે બીજીની 239 Page #257 -------------------------------------------------------------------------- ________________ સાથે સ્ત્રી-પુરુષ કથાને આદરે છે અને તેને સાંભળનાર એવી બીજી સાસુજનાદિના ભયથી ઊભી થયે છતે બીજીની સાથે ભક્તકથાને કરે છે. અને તે જવાની ઇચ્છાવાળી થાય ત્યારે કોઈકની સાથે દેશકથાનો પ્રારંભ કરે છે, પછી ઘરેથી નીકળેલી બે પહોર સુધી પાછી આવતી નથી. બીજે દિવસે કોઈક શ્રાવકે પ્રતિદિન આવું કરતી રોહિણીને બે હાથ જોડીને કહ્યું કે હે મહાનુભાવ! દેવમંદિરમાં ક્ષણમાત્ર જ અવાય છે તેથી દેરાસરમાં શુભભાવ અને એકાગ્રતાથી રહેવું જોઇએ તમે આવી વાતો કેમ કરો છો? પછી આ દુષ્ટા ઉત્તર આપે છે કે હે ભાઈ ! અમે શું કરીએ ? દેરાસર સિવાય બીજી જગ્યાએ કોઇપણ કોઈને મળતો નથી અને કોઇના પણ ઘરે કોઈ જતું નથી. આથી એકક્ષણ પ્રિયનો મેળાપ અહીં દેરાસરમાં જ થાય છે. તેથી અહીં સુખદુઃખ માત્ર કંઇક કહેવાય છે એટલે તમારે અસમાધિ ન કરવી અને સાધ્વીઓના ઉપાશ્રય સ્વાધ્યાયને છોડીને બીજી બીજી શ્રાવિકાઓની સાથે સતત વિકથાને આદરે છે. સાધુ-સાધ્વીશ્રાવિકાના દોષોને વારંવાર પ્રકટ કરે છે. પછી જે સાધ્વી કંઈક શિખામણ આપે કે હે મહાનુભાવ! ભણેલું સર્વપણ ગળવા (ભૂલાવા) લાગ્યું છે, આલોક અને પરલોકના અપાયનું કારણ, કેવળકર્મબંધનનું કારણ એવા વિકથા અને પરંપરિવાદરૂપ અનર્થ દંડથી શું? સર્વસંપત્તિનું કારણ, અમૃત સ્વરૂપ સ્વાધ્યાય ને જ કર. પછી મોઢું બગાડીને જવાબ આપે છે કે હે આર્યા ! ઈચ્છાકારથી વતીઓને પણ વિકથા અને પરપરિવાદ દુઃખે કરીને રોકી શકાય તેવા છે. પરંતુ તે બે સિવાય બીજું પણ છે જેને કહ્યા વિના રહેતો હોય તેવા કોઇપણને અમે જતા નથી. અમે પણ બીજાઓને સુખના કારણથી (સરળતાથી) કહીએ છીએ. બીજાઓની જેમ અમે માયા કરવાનું જાણતા નથી. પિતા સંબંધી પણ જેવું હોય તેવું સ્પષ્ટ કહીએ છીએ પછી તે રોષ પામે છે તોષ પામે. પછી આ વરાકડી સદુપદેશોને માટે અયોગ્ય થઈ છે તેથી સાધ્વીઓ વડે ઉપેક્ષા કરાઈ અને કોઈ વખતે ગુરુની પાસે વ્યાખ્યાનમાં શંકા રહિત બેઠેલી વસ્ત્રથી મોટું ઢાંકીને કોઇના પણ કાનમાં કંઈક બોલે છે, બીજી બીજીને કહે છે એમ થાવત્ બીજું તો દૂર રહો પણ અરણ્યમાં ઉન્મત્ત ભેંસ જેમ ખાબોચિયાના પાણીને ડોળે તેમ સર્વપણ વ્યાખ્યાન સભામાં આવેલ લોકોને ડોળીને બીજાઓને પણ શ્રવણમાં ભંગ કરે છે. આ ધનાઢ્યની પુત્રી છે તેથી કોઈપણ તેને કંઈ કહેતું નથી. પરંતુ ગુરુ આદિ વડે ક્યારેક કંઇપણ શિખામણ અપાઈ હોય તો કહે છે કે હે ભગવન્! હું કોઈની સાથે કંઇપણ બોલતી નથી. પરંતુ જો કોઈપણ વડે પ્રશ્ન પુછાયો હોય અને તેનો કંઈપણ ઉત્તર ન અપાય તો આ ‘સ્તબ્ધા' (ગર્વિષ્ઠ) છે એ પ્રમાણે પ્રસિદ્ધિ થાય તેના ભયથી જ કોઈની પણ સાથે કંઈક વાત કરાય છે. પછી ગુરુએ પણ તેની ઉપેક્ષા કરી. સર્વથી નિઃશંક (ભય) વગરની આ વિકથાવડે ગાઢ અધિષ્ઠિત કરાઇ પછી તે વિકથામાં અત્યંત આસકત થયા. પછી પૂર્વે ભણેલું સર્વપણ શ્રુત નાશ પામ્યું. તેનો અર્થ ભુલાયો. વ્રતોને વિચારતી નથી. અતિચારોની આલોચના કરતી નથી. દેવવંદનમાં પ્રમાદ કરે છે. ભણવું ગમતું નથી. ધર્મકર્ધામાં ચિત્ત ચોંટતું નથી. કંઈક પ્રતિક્રમણ વગેરે કરે છે તે પણ અનાદરથી કરે છે અને કોઇક વખત ક્યારેક કોઈની સાથે બેઠેલી મહાવિકથા અને પરંપરિવાદના વિસ્તારને કરતી, અત્યંત પરવશ થયેલી, અહીં કોઈ છે કે નહીં એવું વિચાર્યા વિના એકાએક આ પ્રમાણે બોલી કે આ નગરના રાજાની અગ્રમહિલી અતિ દુરશીલ છે અને હું આ સારી રીતે જાણું છું. કારણ કે એક સારા માણસે મને આ કહ્યું છે વગેરે અને આ વાત તે પ્રદેશમાં 240 Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજનવશ આવેલી અગમહિષીની દાસીએ સ્થિર થઈને સર્વ સારી રીતે સાંભળીને રાણીને જણાવ્યું અને રાણીએ રાજાને વાત કરી. રાજાએ રોહિણીને બોલાવી અને તેનો પિતા સુભદ્ર સાર્થવાહ તેને લઈને ગયો. પછી રાજાએ એકાંતમાં રાખીને રોહિણીને પુછ્યું કે હે ભદ્ર ! મારી સ્ત્રીની જે હકીકત સાંભળી છે તે મને સાચી જણાવ. તે બોલી કે આ શું ? મેં કંઈપણ સાંભળ્યું નથી. હું કોઈના સંબંધી કંઈપણ જાણતી નથી પછી મૂળથી જ સર્વ જૂઠાણાને બોલતી આને જોઈને રાજાએ ત્યાં તે દાસીને બોલાવી અને બંનેને રૂબરૂ કરાવ્યું. પછી દાસીએ અનેક ખાત્રીઓ સહિત તેવી દલીલો કરી જેથી તે રોહિણી નિરુત્તર કરાયેલી નીચું મુખ કરી મૌન ધરીને રહી. પછી ગુસ્સે થયેલ રાજાએ સુભદ્ર સાર્થવાહને પોતાની પાસે બોલાવીને દાસી વડે તેનો વ્યતિકર મૂળથી કહેવાયો. પછી અકાળે પડેલા મહાવજના અશનિની જેમ તેણે રોહિણીને પુછ્યું કે આ શું છે? તે એકાંતમાં પણ કંઈ ઉત્તર આપતી નથી. જ્યાં સુધી ઘણાં પ્રકારે પુછાયેલી રોહિણી કંઈપણ બોલતી નથી તેટલામાં જેની આગળ રોહિણીએ આ વાત કરી હતી તેને ત્યાં બોલાવીને સાર્થવાહે પુછયું. તેણીએ કહ્યું કે રોહિણીએ કોઈપણ હેતુથી આ કહ્યું છે પરંતુ તે સત્ય છે કે અસત્ય છે તે હું જાણતી નથી. પછી પૂર્વે પણ તે રોહિણીની સ્વચ્છંદ વાણીને કંઈક જાણતો તેણીને રજા આપીને પુત્રી રોહિણીને લઈને રાજાની પાસે આવ્યો. પછી આંસુ સારતા આંખોવાળા સુભદ્ર સાર્થવાહે બે પગમાં પડીને કહ્યું કે હે દેવ! જે અમારા કુળમાં અનેક પ્રકારે આંખની સમક્ષ થયેલા બનાવને પણ પ્રાણત્યાગમાં પણ કહેવાતું નથી. પણ આ રોહિણી વડે સર્વથા નહીં જોયેલ અને નહીં સાંભળેલ નિરર્થક કહીને બીજના ચંદ્રની કળા જેવી નિષ્કલંક મારા કુળની વંશપરંપરામાં આ પ્રથમવાર જ મહાકલંક લગાડાયું છે અને આ દોષ મારો જ છે. કારણ કે લોકો પાસેથી આના વાણીની સ્વચ્છંદતાને સાંભળવા છતાં મેં ઘરના કાર્યની વ્યગ્રતાથી અને પ્રમાદથી આને શિક્ષા ન આપી અને ત્યાગ ન કર્યો. તેથી જે ઉચિત જણાય તે દેવ કરે. પછી રાજાએ કહ્યું કે સાર્થવાહ! મારા નગરમાં તું મોટો પુરુષ છે. મને પણ માન્ય છે અને તું સત્ય વચની છે તેથી આના ટુકડા કરીને હું આને નગરના ચાર રસ્તે મૂકતો નથી. ફક્ત એટલું જ કરું છું કે તે મારા દેશના સીમાડાને હમણાં જ છોડે એમ કહીને રાજાએ તેને રજા આપી. સાર્થવાહે પણ તે રાજસભાના સ્થાન પરથી જ પુત્રીને વિસર્જન કરી અને પછી અહો ! આ તે શ્રાવિકા છે, આ તે દેવવંદના છે. આ તે પ્રતિક્રમણ છે. આ તે મુખવસ્ત્રિકા છે, આ તેનું ભણતર છે, આ લોકોનો આવો ધર્મ છે જે બીજાના અસ દોષોને લઈને (કાઢીને) રહે છે અને બીજાની ચિંતા કરતા રહે છે આ પ્રમાણે હલકાજનો વડે પોતાની અને ધર્મની નિંદા કરાવતી, છૂપાતી રોહિણી નગરમાંથી બહાર નીકળી. પછી પિતાના તે વિભવના વિસ્તારને યાદ કરતી, માતાના તે લાડકોડને વિચારતી અને ભાઇઓના ગૌરવની પરિભાવના કરતી, કુટુંબની પૂજનીયતાનું ધ્યાન કરતી, સદ્ગુરુના વિયોગનો ફરી ફરી શોક કરતી, વારંવાર મૂચ્છ પામતી, પડતી, ફરી ફરી પડતી, ગામેગામ ભિક્ષા માટે ફરતી. શરીરની સુકુમારતાથી ફુટેલ પગના તળિયામાંથી નીકળતા લોહીના પ્રવાહથી પૃથ્વીને સિંચતી, અપ્રત્યાખ્યાન આવરણ કષાયના ઉદયથી તેને (કષાયને) વશ થયેલી, દેશવિરતિ ગુણના નાશથી સમ્યકત્વને વિરાધીને મરીને, હીન-અપરિગૃહીત વ્યંતર દેવીમાં ઉત્પન્ન થઈને અતિ દુઃખનું ભાજન થઈ, ત્યાંથી પણ ઉદ્વર્તન પામીને એકેન્દ્રિયાદિમાં સર્વથા ક્યારેક જીભના અભાવથી, 241 Page #259 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક છેદનના અનુભવથી, ઘણો સંસાર ભમી. પછી મોહરાજાએ મહામૂઢતા સ્ત્રીના હાથમાં તાળી લગાવીને અટ્ટહાસપૂર્વક કહ્યું કે હે ! પ્રિયા ! આ ઉત્તમ શ્રાવિકાનું જે થયું તે જોયું ? મહામૂઢતાએ કહ્યું કે હે દેવ ! અહીં શું જોવું ? કેમકે આ મનુષ્યમાત્ર વરાકડી સ્ત્રી ચૌદગુણ સ્થાનક સોપાનવાળા સિદ્ધિરૂપી મહામહેલના પાંચમાં સોપાન માત્ર પર આરૂઢ થયેલી દેવવડે પાછી પડાઈ. જે ઇન્દ્ર અને ચક્રવર્તીઓને પણ પૂજ્ય છે. દેવોને પણ અક્ષોભ્ય છે. અસાધારણ પુરષાર્થવાળા છે, સિદ્ધિરૂપી મહામહેલના અગિયારમાં સોપાન પર આરૂઢ થયેલા પુરુષો છે તેઓ પણ હુંકારા માત્રથી દેવવડે નીચે પટકાવાયા છે અને આ દેવની આગળ આળોટતા બે પગમાં પડેલા અનંતા જીવી રહ્યા છે. પછી મંત્રી અને સામંતોને એકી સાથે કહ્યું કે અહો ! આ આવું જ છે એ પ્રમાણે બોલવું દેવી જાણે છે. અને કોઈ વખત તે રોહિણીનો જીવ મનુષ્યમાં ઉત્પન્ન થયો અને તે ભવમાં સમ્યકત્વની સાથે દાનધર્મનો અભિગ્રહ લીધો અને તે અભિગ્રહ પણ મોહ વડે મોકલાયેલ દાનાંતરાય અને કંજુસાઈ આદિવડે ભંગાયો અને પછી સંસારમાં ભમીને કોઇક વખત મનુષ્ય ભવમાં જ શીલધર્મનો અભિગ્રહ સ્વીકાર્યો. તીવ્ર વેદોદય અને કુસંસર્ગથી તે પણ ભંગાયો. પછી સંસારમાં પરિભ્રમણ કરીને મનુષ્યભવમાં જ ક્યારેક તપનો અભિગ્રહ લીધો અને તે પણ બોલતા અને નિઃસર્વતાદિથી ભંગાયો. પછી સંસાર ભમીને કોઈક વખત મનુષ્ય ભવમાં જ ભાવના અભિગ્રહ સ્વીકારાયો તેને પણ આર્ત અને રૌદ્ર ધ્યાનની ચિંતાથી ભાંગ્યો આ પ્રમાણે દેશવિરતિ પણ ક્ષેત્રપલ્યોપમના અસંખ્ય ભાગમાં રહેલા ક્ષેત્રના પ્રદેશની સંખ્યા પ્રમાણ ભવોમાં લીધી અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયાદિ મહાદુષ્ટ મોહસૈન્યથી નાશ કરાઈ. એટલામાં વિસ્મય-હર્ષ-ભક્તિના ભરથી પૂરાયેલ છે મન જેનું એવા ચંદ્રમૌલિ રાજાએ ભુવનભાનુ કેવળીને પ્રણામ કરીને પુછયું કે હે ભગવન્! મોહાદિ શત્રુઓ અતિદુસ્તર અને મહાદુષ્ટ છે કે જે આ પ્રમાણે અચિંતનીય, અસહ્ય અને અતિ વિસ્મયકારક રીતે જીવોને પીડે છે અને આ સકલ સિદ્ધાંતના પરમ રહસ્યભૂત વ્યાખ્યાનની અંદર જે કંઈ કહેવાય છે તે સંગત જ છે. ફક્ત જે કંઇક શંકાઓ માત્ર છે તે હું પૂછું છું. તેથી તમારે અપ્રસાદ ન કરવો. પહેલાં ખરેખર સમ્યગ્દષ્ટિ આત્માનો ઉત્કૃષ્ટ સંસાર ન્યૂન અધપુગલ પરાવર્તન કહેવાયો હતો અને તેમાં અહીં પ્રસ્તુત જીવની સમ્યકત્વની સ્પર્શના અને દેશવિરતિની સ્પર્શના દરેકની અસંખ્યાતા ભવોમાં થઈ અને તેનો નાશ થયા પછી વચ્ચેના ગાળામાં ઘણું સંસાર ભ્રમણ કહેવાયું તો તેના વિશાળતાનું શું માપ છે તે આપ કહો. પછી કેવલી ભગવંત કહે છે કે સમ્યકત્વકે દેશવિરતિના પરિભ્રંશમાં વચ્ચે કોઇવાર સંખ્યાતા ભવો, કોઇવાર અસંખ્યાતા ભવો અને કોઈકવાર અનંતભવો થાય છે. અર્ધપુદ્ગલ પરાવર્તનમાં અનંતી અવસર્પિણી-ઉત્સર્પિણી જેટલો કાળ જાય છે અને અનંતના અનંત ભેદો હોય છે તેથી હે મહારાજ ! વચ્ચે વચ્ચે દરેકમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી થાય છે તેથી કંઇપણ બાધ આવતો નથી. પછી ચંદ્રમૌલી રાજાએ પ્રણામ કરીને કહ્યું કે હે ભગવન્! આ મોટું આશ્ચર્ય છે કે સમ્યકત્વ અને દેશવિરતિની પ્રાપ્તિ થયા પછી પણ આ મોહાદિ શત્રુઓ પોતાનો પ્રભાવ બતાવે છે. 242 Page #260 -------------------------------------------------------------------------- ________________ પછી કેવળી ભગવંતે કહ્યું કે હે મહારાજ ! અનાદિકાળથી માંડીને આ પ્રમાણે અસ્ખલિત પ્રભાવ બતાવે છે. આથી જ સર્વપણ કેવલી ભગવંતો આ પ્રમાણે જણાવે છે - સમ્યક્ત્વ અને દેશવિરતિને પામેલા જીવો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલા પ્રદેશ પ્રમાણ અને સર્વવિરતિ આઠ ભવ અને શ્રુત સામાયિકવાળા જીવો અનંતા ભવ કરે છે. સમ્યગ્દષ્ટિઓ અને દેશવિરતિધરો દરેક ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાત ભાગમાં જેટલા પ્રદેશોની સંખ્યા હોય તેટલા ભવો સુધી ભમે છે. આઠ ભવ સર્વવિરતિ ચારિત્રને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યેય ભાગમાં જેટલા આકાશ પ્રદેશો છે તેટલા ભવો ઉત્કૃષ્ટથી સમ્યક્ત્વ અને દેશવિરતિવાળા થાય છે. જઘન્યથી એક ભવ, ત્યારપછી સિદ્ધ થાય છે. અહીં સમ્યક્ત્વભવનું અસંખ્ય દેશવિરતિભવના અસંખ્ય કરતા મોટું છે. વચ્ચે વચ્ચે સમ્યક્ત્વ કે દેશવિરતિ વિનાના ભવો ગણવાના નથી. અને ચારિત્રના ઉત્કૃષ્ટથી આઠ ભવ પછી સિદ્ધ થાય છે. વચ્ચેના ચારિત્ર વિનાના ભવો નહીં ગણવા. શ્રુતસામાયિકવાળા એટલે કે સામાન્યથી મિથ્યાદષ્ટિ કે સમ્યગ્દષ્ટિની વિવક્ષા વગર બેઇન્દ્રિય વગેરેમાં અનંતા ભવોને કરે છે એ પ્રમાણે અર્થ છે. પછી રાજાએ કહ્યું કે હે ભગવન્ ! આ સંસારી જીવ સર્વવિરતિ કન્યાને પરણીને ચારિત્રધર્મ મહારાજના સૈન્યને સહાય કરનારો ક્યારે થશે ? પછી કેવલી ભગવંતે કહ્યું કે થોડાંક સમયને અંતરે ચારિત્રને ગ્રહણ કરશે. તે એકાગ્ર મનથી સાંભળો. પછી રાજાએ કહ્યું કે આ હું સાવધાન થયો છું પ્રસાદ કરીને ભગવાન જણાવે. પછી કેવલી ભગવંતે કહ્યું કે - હે મહારાજ ! આ મનુષ્ય ક્ષેત્રમાં ઇન્દ્રપુર નામનું નગર છે. સમીરણ નામનો મહારાજ છે અને તેની જયંતી નામની સ્રી છે અને કોઇક વખત તેના ઘરે કર્મપરિણામ રાજા આ સંસારી જીવને લઇ આવ્યો. તે બંનેને પુત્ર જનમ્યો આનું અરવિંદ એવું નામ કરાયું. કળા ભણ્યો અને યૌવનને પ્રાપ્ત થયો અને અવસરે કર્મરાજા વડે ગુરુ લવાયા અને ઉદ્યાનોમાં પર્યટન કરતા અરવિંદકુમારે ગુરુને જોયા. પછી હર્ષપૂર્વક ગુરુની પાસે ગયો અને પ્રણામ કરીને બેઠો. પછી કર્મ રાજાએ આને શુભતમ અધ્યવસાય સ્વરૂપ તલવાર અર્પણ કરી અને આણે તે ખડ્ગથી મોહાદિ શત્રુઓના સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિ સ્વરૂપ શરીરનો ટુકડો કાપ્યો. પછી ગુરુએ સમ્યગ્દર્શન અને ચારિત્રધર્મ એ બેને બતાવીને સર્વવિરતિ કન્યાના ગુણોનું વર્ણન કર્યું. પછી ઉત્પન્ન થયો છે ચારિત્રનો તીવ્ર અનુરાગ જેને એવા અરવિંદકુમાર માતા-પિતાદિના સર્વસંગોને છોડીને ગુરુવડે અપાયેલા વેશથી પરમભૂતિથી સર્વવિરતિને પરણ્યો. પછી સમસ્ત પણ ચારિત્ર ધર્મરાજનું સૈન્ય ખુશ થયું. સારી રીતે આનંદિત થયેલ સદ્બોધ તેની પાસે રહ્યો. સમ્યગ્દર્શન સ્થિર થયો. સદાગમ દરરોજ પરિચિત થાય છે, પડિલેહણાદિ ક્રિયાકલાપનો અભ્યાસી થાય છે. અને આ પ્રશમથી અલંકૃત કરાય છે. માર્દવથી શોભાવાય છે. આર્જવથી વિભૂષિત કરાય છે.સંતોષથી શોભાવાય છે. પ્રકર્ષથી તપના પરિચયને કરે છે. સંયમની સાથે રમણ કરે છે. સત્યપક્ષની પ્રીતિ કરે છે, શૌચની ભાવના કરે છે, એક ક્ષણ પણ અકિંચન્ય, બ્રહ્મચર્યાદિથી મૂકાતો નથી. આ પ્રમાણે એને સદ્બોધ મળ્યો. સદાગમથી ઉત્સાહિત કરાયેલો દરરોજ મોહના સૈન્યને હણે છે. કેવી રીતે હણે છે ? અપ્રમાદરૂપી મહાગંધ હસ્તિપર આરોહણ કરે છે. શુભ મનોવૃત્તિ રૂપી ધનુષ્યમાંથી મૂકાયેલ સદ્ભાવના રૂપી મહાબાણોથી પ્રહાર કરે છે 243 Page #261 -------------------------------------------------------------------------- ________________ અને તે બાણોથી મોહરાજના મર્મસ્થાનમાં વધે છે. કામરૂપી માંડલિક રાજાને મારે છે. રાગકેશરીને ચક્રાકારે ઘુમાવે છે અને દ્વેષ ગજેન્દ્રને ચીસો પડાવે છે. અને આ તારો આ પ્રમાણે શત્રુ છે અને આ તારો આ પ્રમાણે શત્રુ છે એ પ્રમાણે પાસે રહેલ સમ્બોધ અને સદાગમ એ બે વડે ઓળખાયેલા બીજા પણ વૈશ્વાનર-શૈલરાજ-બહુલી-સાગર-હિંસા-મૃષાવાદ-તેય-મૈથુનમૂચ્છથી દુશ્મનોને હંમેશાં હણતો આ કોઈ વખત એકાએક સામા થયેલ અને ઉઠેલા પ્રમાદરિપુના દંડાધિપ વડે નમાવાય છે. ફરી પણ ટેકો લઈને હણતો ક્યાંય એકસાથે ઘણાં ઉભા થયેલા ભૂખ-તરસાદિ પરિષહોથી પીડા કરાય છે અને સ્વસ્થ થઈને ફરી યુદ્ધ કરતો ક્યારેક દિવ્યમનુષ્ય-તિર્યંચના ઉપસર્ગરૂપી સુભટોવડે સંશય ઉપર આરોપણ કરાય છે. અને સદાગમના વચનોથી સ્થિર થઈ ફરી પરાક્રમ કરતો ગચ્છના તપસ્વી-બાલ-તરુણ-વૃદ્ધ-સાધુઓની સ્મારણવારાણ-પ્રેરણાથી ઉત્પન્ન થયેલ સંજવલન કષાય રિપુવર્ગથી હરાવાય છે. પછી પણ પ્રશમમાવાદિ વડે કરાઈ છે સહાય જેને એવો તે કોઈપણ રીતે પાછો વળેલો ફરી પણ સમરભૂમિમાં ઉભો થતો ક્યારેક પણ શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ-લોલતા-રૂપ-અધ્યવસાય રૂપી શત્રુઓ વડે વિહવળ કરાય છે. પછી સંતોષવડે ઉત્સાહિત કરાયેલો ફરી પણ શત્રુ સૈન્યને હણે છે. આ પ્રમાણે જય અને પરાજયમાં વર્તે છતે જેટલામાં જયલક્ષ્મીને પ્રાપ્ત કરે તેટલામાં ચારિત્ર ધર્મ સૈન્ય સહિત અરવિંદ સાધુ ગુરુ વડે કોઈક અપરાધમાં ગાઢતર કંઇક પ્રેરણા કરાયો આ અવસર છે એમ જાણીને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને માને શરીરમાં પ્રવેશ કરીને, મર્મ સ્થાનમાં પકડીને પીડા કરી. તેઓની પીડાના વશથી ગુરુની સામે લડાઈ કરવા લાગ્યો. હે આચાર્ય ! મારા વડે શું વિનાશ કરાયું? જો તમે વિચારશો તો મારો કોઈપણ અપરાધ નથી. આ પ્રમાણે જ બોલતા તમારું કોણ વારણ કરે ? અને બીજું મને એકને જ શા માટે રોકો છો? શું તમારા ગચ્છમાં બીજે કોઈપણ આવું નથી કરતો ? જે મારી સાથે ત્યારે દીક્ષા લીધેલાઓ બોલે છે કે આવું કોઈપણ કરતું નથી. પછી જો સ્થવિરો પણ શીખામણ આપે છે કે અરે ! મહાભાગ ! તું સારા કુળમાં ઉત્પન્ન થયેલ રાજપુત્ર છે. ગુરુની સન્મુખ તારે આવી અવજ્ઞાથી બોલવું ઉચિત નથી વગેરે. ત્યારે આઓ મારા કુળને હલકો કરે છે એવું વિપરીત પરિણમે છે અને કોપ અને અહંકારથી ગાઢાર અધીન કરાય છે અને જેટલામાં ગુરુવડે કંઇક ફરી પણ શિક્ષા અપાયો તેટલામાં અહો ! તમે બધા પણ મને ભગાડવા લાગ્યા છો તો પોતાની આ મોરપીંછને ગ્રહણ કરો. એ પ્રમાણે વેશનો ત્યાગ કરાવીને, હઠથી ગળામાં પકડીને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને માન તેને લઈ ગયા. અને મોહસૈન્યને તાબે કરાયો અને ગુસ્સે થયેલા તેના સર્વ પણ સૈનિકો ભેગા થઈને કંઈક ગૃહસ્થ વેશ માત્ર કરાવીને ગામેગામ અને ઘરે ઘર ધિક્કારાતો, પરઘરોમાં કુકર્મને કરતો અને ભિક્ષા માટે ભમતો અતિદુઃખી થયેલો લાંબો સમય સુધી ભમાવાયો. પછી અંતે પાપિષ્ટ ભ્રષ્ટ બુદ્ધિવાળા મેં આલોક અને પરલોકમાં એકાંતે દુઃખદાયક જે આચરણ કર્યું તેનું હું આ ફળ અનુભવું છું એ પ્રમાણે પોતાની નિંદા કરતો મરીને જ્યોતિષ દેવોમાં ઉત્પન્ન થયો પછી ત્યાંથી ચ્યવીને ઘણો સંસાર ભમ્યો. અને કોઈ વખતે ફરી પણ રાજગૃહ નગરમાં પરમ મહર્તિક શ્રાવક અમાત્યના પુત્ર રૂપે ઉત્પન્ન થયો અને તે ભવમાં ચિત્રમતિ એ પ્રમાણે નામ રખાયું અને માતા પિતા મરણ પામે તે 244 Page #262 -------------------------------------------------------------------------- ________________ પોતાના પુત્રને કુટુંબ ભળાવીને સંવેગથી સદ્ગુરુની પાસે દીક્ષા લીધી અને ત્યાં પણ તેણે પૂર્વોક્ત વિધિથી ઘણાં દિવસો સુધી મોહસૈન્યને હણતા દીક્ષા પાળી અને અંતમાં વિષય, સુખશીલતા અને પ્રમાદથી જીતાયેલો સંયમ વિરાધીને સૌધર્મદિવલોકમાં હીન ઋદ્ધિવાળો પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી પણ અવીને સંસારમાં ભમીને કોઈ વખત કાંચનપુર નગરમાં ક્ષેમકર રાજાનો વિજયસેન નામે પુત્ર થયો અને તે ભવમાં સગુરુ પાસે ધર્મ સાંભળીને માતાપિતાદિની રજા લઈને તે જ પ્રમાણે સર્વવિરતિ કન્યા પરણવાના કમથી જિનદીક્ષાને ગ્રહણ કરી. તે જ પ્રમાણે ખુશ થયેલા સમ્બોધ અને સદાગમ વગેરે પાસે રહ્યા અને પૂર્વ રીતે જ મોહ સૈન્યની સાથે મહાયુદ્ધ શરૂ કર્યું. પછી કમથી સદાગમ અતિપરિચિત થયે છતે સદ્બોધ ગાઢમિત્ર થયે છતે અપ્રમાદ એકમેક થયે છતે, સંતોષ સ્થિર થયે છતે વિજયસેન સાધુ અપ્રમત્ત ગુણ સ્થાન સ્વરૂપ સિદ્ધિરૂપી મહેલના સાતમા સોપાન પર આરૂઢ થયો અને ત્યાં કંઈક પણ કર્મ પરિણામની અનુકૂળતાથી તેણે ઉપશમ શ્રેણીરૂપ મહાવજ દંડને પ્રાપ્ત કર્યું. પછી ઉછળ્યો છે પ્રચંડ વીર્ય વિશેષ જેનો એવા વિજયસેન સાધુએ મસ્તકમાં હણીને અનાદિકાળના મહાવૈરી અનંતાનુબંધી કોધ-માન-માયા અને લોભ એ ચારને નીચે પાડ્યા અને ભસ્મપુજનો આશ્રય લઈને રહેલા અગ્નિના કણિયાની જેમ નિશ્ચષ્ટ કરાયા પછી શુદ્ધ-અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ રૂપથી યુક્ત મિથ્યાદર્શન પણ એવો હણાયો કે જેથી તે પણ ચેતના વિનાનો થઈને પડ્યો અને પછી અપૂર્વકરણ ગુણ સ્થાન સ્વરૂપ મોક્ષરૂપી મહેલનું આઠમું સોપાન ચઢ્યો. પછી પણ અનિવૃત્તિ બાદર સંપરાય નામના નવમાં સોપાન પર આરૂઢ થયો અને ત્યાં નપુંસકવેદને હણીને નિધ્યેષ્ટિત કર્યો પછી પણ સ્ત્રીવેદને તેના પછી હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સા-સ્વરૂપ રિપુષકને, પછી પુરુષવેદને, પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ એ બે ક્રોધ પછી સંજવલન ક્રોધને હણીને નિચેષ્ટિત કર્યો. પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ માનને અને સંજ્વલન માનને, પછી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાવરણ માયા અને સંજવલન માયા પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ લોભ અને પછી સંજ્વલન લોભને તાડન કર્યું. ત્યારે લોભ સૂક્ષ્મ થઈ ભાગી જઇને સૂક્ષ્મ સંપરાય નામના દસમાં સોપાનમાં છુપાઈ ગયો ત્યાં પણ તેની (સંજવલન લોભની) પાછળ પડીને તેને તાડન કરીને નિશેષ્ટિત કર્યો. પછી આ અઠ્ઠાવીસ પણ કારણભૂત કુટુંબના મનુષ્યો પડવાથી મૂળ, થડ, શાખાદિથી પડેલા વૃક્ષની જેમ તદાકાર છે શરીર અને પ્રાણ જેના એવો મોહરાજ નિશ્ચેતન થઈ પડ્યો. તે આ પ્રમાણે ઉપશમ શ્રેણીરૂપી મહાવજ દંડથી હણીને કુટુંબ સહિત મોહચરઢ નિશ્ચેતન કરાવે છતે વ્યાકુલતા વિનાનો પરમાનંદ સુખને અનુભવતો વિજયસેન સાધુ ઉપશાંત મોહગુણ સ્થાન સ્વરૂપ સિદ્ધિરૂપી મહેલના અગીયારમાં મહાસોપાન પર આરૂઢ થયો અને જેટલામાં ત્યાં આ કેવલી સમાન વિશુદ્ધ ચારિત્રવાળો અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવા યોગ્ય, સકલ સુર અને અસુરની પૂજાને યોગ્ય એવા પદને પ્રાપ્ત થયેલો અન્તર્મુહૂર્ત રહે છે તેટલામાં કંઈક સચેતન થઈને ગુસ્સે થયેલો લોભ પોતાના શરીરથી અભિન્ન અતિવલ્લભ દેહ ઉપકરણાદિ મૂચ્છ નામની પોતાની પુત્રીને તેની પાસે મોકલી. ગુસ્સે થયેલી એવી તે દેહાદિને વિશે મૂચ્છમાત્ર કરાવીને ગળામાં પકડીને દસમાં સોપાનાદિ લઈ જવાના કમથી ત્યાં સુધી ફરીથી નીચે પડાયો યાવત્ પ્રથમ સોપાનમાં 245 Page #263 -------------------------------------------------------------------------- ________________ લઈ જઈને મહાદુષ્ટ મિથ્યાદર્શન સચીવને સોંપ્યો અને આ નીચે પડે છે ત્યારે પૂર્વે હણાયેલ ચેતના પાછી ગુસ્સે થઈ. સર્વે પણ શત્રુઓ વિજયસેનની પાછળ લાગ્યા. પછી ઘણાં પાપો કરાવીને એકેન્દ્રિયાદિમાં લઇ જવાયો અને નરકાદિ ગતિઓમાં ઘણાં ભવો ભમાવાયો. અને આ બાજુ મનુષ્ય લોકમાં બ્રહ્મપુર નામનું નગર છે અને તેમાં પરમશ્રાવક અપરિમિત સંપત્તિનો સ્વામી સુનંદ નામનો સમસ્ત નગરમાં મુખ્ય શ્રેષ્ઠી છે અને તેની ધન્યા નામની સ્ત્રી છે અને તે બેનો સંસારીજીવ પુંડરીક નામે પુત્ર થયો અને તેની તે ભવમાં અતિ તીણ બુદ્ધિ થઈ. થોડા જ દિવસોમાં સર્વ કળાઓ ભણ્યો. પછી અભ્યાસ અલ્પ છે એટલે એટલાથી સંતોષ નહીં પામતો કોઈપણ સાધુને પૂછે છે કે આ કલાઓનો મહાન વિસ્તાર ક્યાં છે? સાધુએ કહ્યું કે બાર અંગોમાં, ચૌદપૂર્વોમાં તેનો વિસ્તાર છે. પછી તેણે પુછયું કે તે પૂર્વો કેટલા છે? સાધુએ કહ્યું કે તું ગુરુને પૂછ. પછી તેણે ગુરુને પુછયું. ગુરુએ છણાવટ કરીને પૂર્વગત વિસ્તાર કહ્યો. પછી પૂર્વોના અધ્યયનમાં પુંડરીકને મોટું કૌતુક થયું અને ગુરુને વિનંતિ કરી કે મારા પર અનુગ્રહ કરીને મને તે પૂર્વે ભણાવો. ગુરુએ કહ્યું કે જેણે દીક્ષા લીધી હોય તે જ પૂર્વો ભણી શકે. ગૃહસ્થો પૂર્વો ન ભણી શકે. પછી પુંડરીકે કહ્યું કે તો પછી મને વ્રત પણ આપો. પછી માતા પિતાવડે રજા અપાયેલ તેને મહાવિભૂતિથી દીક્ષા આપી. પ્રજ્ઞાના પ્રકર્ષથી તેણે જલદીથી સમસ્ત શિક્ષા ગ્રહણ કરી. થોડા દિવસોમાં ચૌદપૂર્વો ભણ્યો. અને પછી સભામાં બેઠેલા મોહચરટે દીર્ઘ નિસાસો નાખ્યો અને સભામાં રહેલાઓએ પુછયું કે હે દેવ આ શું છે? પછી હાથથી કપાળ કૂટીને કહ્યું કે અમે હણાયા કારણ કે તે આપણો મહાવૈરી સદારામ સર્વ બળથી પણ આ સંસારી જીવવડે ગ્રહણ કરાયો છે અને આ સદાગમ વડે કહેવાયેલ આપણા મર્મો આ સંસારી જીવ સંપૂર્ણપણે જાણશે અને બીજો સર્વલોક પણ જાણશે. તેથી પુત્ર અને ગોત્ર સહિત અમારા મૂળો હમણાં ઉખેડાશે અને હું તેવા કોઈને પણ જોતો નથી કે આ દુષ્ટ સંયોગને નાશ કરે. પછી ખેદ સહિત પોતાના સ્વામીને જોઈને આળસ-વૈકલ્ય-અંગભંગ-મુખમોટન-બગાસુંસ્વપ્ન દર્શન-ઝંખના-ઊંઘ સ્મૃતિભ્રંશાદિ પોતાના પરિવારથી નિદ્રા ડાબે પડખેથી ઊભી થઈ પછી બે હાથ જોડીને કહ્યું કે હે દેવ! હજુ પણ પોતાની દાસી માત્રથી આ સાધ્ય છે તો આટલો ખેદ કેમ કરાય છે? ગઈકાલે પણ ગળામાં પકડીને અગીયારમાં પગથીયા પરથી મૂચ્છવડે પકડીને પડાતો શું દેવ વડે નથી જવાયો? તો હમણાં મારી કંઈક ચેષ્ટાને પણ દેવ જુએ. પછી હસીને મોહરાજાએ કહ્યું કે હે વત્સ! સારું સારું તું જા તારા પણ ઇચ્છિતોની સિદ્ધિ થાઓ. પછી આ પરિવાર સહિત ચૌદપૂર્વધર પુંડરીકની પાસે ગઈ. અને નિદ્રાએ પ્રથમ તેના શરીરમાં આળસને ઉતારી. આળસને વશ થયેલા એવા આને સૂત્રનું પરાવર્તન કરવું ગમતું નથી. સૂત્રના અર્થની વિચારણા સુખ આપતી નથી. આ પ્રમાણે બે ત્રણ દિવસો ગયા એટલે વિરોએ કોઇક રીતે પ્રેરણા કરીને બળાત્કારથી પરાવર્તન કરવા બેસાડ્યો. પછી નિદ્રાએ પોતાના બાકીના પરિવારને મોકલ્યો. પછી તેનાવડે વ્યાપ્ત એવો આ બગાસાથી પીઠને મરડે છે. બે હાથ ઊંચા કરે છે, આંગળીના ટચાકા વગાડે છે. યક્ષથી પીડિતની જેમ પગો અને શરીરને પહોળા કરે છે. પછી ઘણાં પ્રકારે મુખને મરડે છે. ઊંઘવડે ગળામાં પકડાયેલો નીચે નમાવાય છે અને આગળથી, પાછળથી, બાજુથી સર્વથી ભ્રમણ કરાય છે. તેથી આ પ્રમાણે 226 Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નથી સ્થવિરો કહે છતે પણ બધા વડે ભેગા થઈને ગળામાં પકડેલા તેના મુખમાંથી એકપણ અક્ષર ન નીકળ્યો. પછી રાત્રીમાં સ્વયં જ ગાઢ નિદ્રાથી આકાંત થયેલો સંથારા વિના પણ જે તે પ્રદેશમાં લાંબો થઈને પડ્યો. કાષ્ટના ટુકડાની જેમ અચેતન થયેલ ઘોરતા મુખવાળો તે સવાર સુધી સૂવે છે. પ્રતિક્રમણ સમયે કષ્ટથી ઉઠાડાય છે એ પ્રમાણે બીજે દિવસે સ્થવિરોએ નજીકમાં જઈ ઊભો કરીને પરાવર્તન કરાવવા શરૂ કરાવ્યું અને પછી નિદ્રાએ તેને નીચા કરીને પાડીને તેના બે ઢીંચણ ભાંગે છત કોણીને મસળીને માથાને ફોડ્યું. અને આ પ્રમાણે કંઈપણ પરાવર્તન નથી કરતો ત્યારે સ્થવિરો મૌન રહ્યા. પછી ગાઢ ઊંઘ ચઢે છે ત્યારે પ્રતિક્રમણાદિ ક્રિયા વખતે પણ ઘણાં મુખના વિકારોથી, જુદા જુદા પ્રકારના આંખોના હાવભાવોથી, જુદા જુદા હાથપગના હલન ચલનોથી નિદ્રાવડે નચાવાતો આ સર્વજનને તમાશાને કરે છે અને પોતાની પણ જાતને પ્રગટ કરીને હાસ્યવશ કરે છે અને પંડિત પુરુષોને પણ આ શું? એ પ્રમાણે મહાવિસ્મયને કરે છે. તેથી આ પ્રમાણે નિદ્રાથી પોતાને વશ કરાયેલા પરાવર્તન નહીં કરનાર, ચિંતવન નહીં કરનાર એવા આનું શ્રુત છિદ્રવાળા હાથમાં રહેલા પાણીની જેમ સતત ગળી જાય છે. સૂક્ષ્મ-ગહન અથ વિસ્મરણ થાય છે, પછી જેમ જેમ આનું સૂત્ર નાશ પામે છે તેમ તેમ આકાંક્ષા વગરનો થતો, પરમાર્થથી કાલકૂટ વિષથી પણ અધિક એવા નિદ્રા સુખને અજ્ઞાનથી અમૃતની જેમ માનતો જેવી રીતે રાત્રે તેવી રીતે દિવસે પણ સતત પડેલો સૂઈ રહે છે ત્યાં સુધીમાં તેનું સર્વ શ્રુત નાશ પામ્યું. પછી ગુરુએ કહ્યું કે હે વત્સ! પુંડરીક મુનિ! તેવા પ્રકારના ઉત્સાહપૂર્વક શ્રુતને ભણવાને માટે વ્રતને સ્વીકાર્યું છે અને તેવા ઉદ્યમ અને કષ્ટથી ફક્ત મનુષ્ય લોકના રાજ્યનું અને દેવલોકના આધિપત્યનું અને મોક્ષ સુખના સમૂહનું ઘર એવા જિનપ્રણીત યુતરત્નને ભણીને સંપૂર્ણ નારક-તિર્યંચ અને અધમ મનુષ્યના દુઃખના સમૂહનું એક માત્ર કારણ એવા નિદ્રા સુખના લવમાં રાગી એવો તું શા માટે હારે છે. પછી નિસુર થયેલ કહે છે કે હે ભગવન્! કોણ ઊંઘે છે? આપને કોઇએ અસંગત કહ્યું છે કારણ કે ગઈકાલે પણ મેં આટલું આટલું પરાવર્તન કર્યું. ગુરુએ વિચાર્યું અહો! આ બીજું પણ જે પ્રત્યક્ષ છે તેને પણ છૂપાવે છે, સાચું પણ બોલતો નથી. પછી કોઇક વખત વિષથી વઘારેલની જેમ, પ્રહારથી મૂચ્છિતની જેમ મોટા પણ અવાજથી ઉત્તર નહીં આપતો, દિવસે પણ જુદા જુદા સ્વપ્નોને જોતો, મુખથી ઘણું અનુચિતને બોલતો, સતત સૂઈ રહેતા એવા તેને ગુરુએ ઊંચો અવાજ કરીને જગાડીને કહ્યું કે હે પુંડરીક! તું એમ બોલે છે કે હું સૂઈ નથી રહેતો તો પછી આ શું છે? તેણે કહ્યું કે શું હું ક્યાંય સૂઇ રહું છું.? ખરેખર એ પ્રમાણે આપને ભ્રાન્તિ થઈ છે. ખરેખર આજ સુધી હમણાં જ હું પરાવર્તન કરતો હતો. ફક્ત જયારે નિશ્ચલ થઈને સૂત્રાર્થની વિચારણા કરું છું ત્યારે આપ સર્વેને ભ્રાન્તિ ઉત્પન્ન થાય છે કે હું સૂતો છું. પછી “આ મોટા જુઠાણાને બોલનારો છે એ પ્રમાણે ગુરુ અને સર્વસાધુઓ ઉદાસીન થયા અને પ્રેરણા કરાતો બીજું અસંબદ્ધ બોલે છે અને ઘણાં દ્વેષને પામે છે તેથી સર્વવડે પણ ઉપેક્ષા કરાયો અને પછી પછી મોહરાજવડે મોકલાયેલ બીજે બીજો લોક તેની પાસે આવે છતે વિમુખપણાને પામેલો સદારામ સદા દૂર થયો. સબોધ નાશી ગયો. 247 Page #265 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ધર્મરાજા દૂરથી પણ દૂર રહ્યો. વિરાગ પામીને પ્રથમથી જ સર્વવિરતિ જેટલામાં ચાલી ગઇ તેટલામાં તે સમ્યગ્દર્શન પણ ચાલી ગયો. અવકાશને પ્રાપ્ત કરીને મિથ્યાદર્શન વિલાસ કરવા લાગ્યો. આ પ્રમાણે સર્વવડે પણ મળીને અંતમાં પણ નિદ્રાના ઘરઘરાટમાં નંખાયો. મરણવડે હરણ કરાયેલો નિગોદ અને એકેન્દ્રિયાદિમાં લઇ જવાયો. ત્યાંથી સંસારમાં ભમ્યો. અને આ બાજુ ચિત્તવૃત્તિ મહાટવીમાં વિવેકગિરિ પર્વતના શિખર પર અપ્રમત્ત નામના કૂટ પર જૈનેન્દ્રપુરમાં આનંદ વગરના, ભગ્ન ઉત્સાહવાળા ચારિત્રધર્મ રાજા વગેરે સર્વે પણ ભેગા થયા અને એક પ્રદેશમાં બેઠા અને પરસ્પર બોલે છે કે અરે! વિચારો અહીં શું કરવા યોગ્ય છે? મોહચરટે અનેક અભવ્યો અને દૂરભવ્યોને સહાયક મેળવ્યા છે તેથી મૂળથી જ આપણા પક્ષને સર્વત્ર અસ્ખલિત ઉખેડતા તેઓ સતત પરિભ્રમણ કરે છે આપણે તો આ એકને જ સહાયક મેળવ્યો છે. કોણ જાણે છે કે તે પણ આપણને કેટલાકાળ પછી મળ્યો છે અને પછી આપણાવડે આ જ્યાં સુધી મોટા કષ્ટથી કોઇપણ રીતે મોટાગુણો વિશે આરોપાય તો આપણને કંઇક સહાયતા મળે પરંતુ તે મહાભાગનું કોઇપણ વિપર્યાસ થાય છે જેથી તે તે મોહાદિ શત્રુઓને મળે છે અને તેઓવડે અતિદુઃખિત તે વિડંબના કરાય છે. પરંતુ અમે તો ફક્ત તેને જ સુખી કરવાને માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ વિપર્યય ભાવને પામેલો આ આને પણ જાણતો નથી. અને બીજું ઉપશાંત મોહ-ચૌદપૂર્વધરાદિ પદમાં પણ સ્થાપિત કરાયેલા જીવો પડીને મોહાદિ દુષ્ટોને મળે છે ત્યાં આપણે શું કહીએ? ક્યાં જઇએ? ઇતિ પછી સદ્બોધે હસીને કહ્યું કે અરે! આ શું? આપની આ પીડા નિરર્થક છે. શું આ કંઇ નવું છે? કારણ કે આ વ્યવહાર અનાદિકાળથી રૂઢ થયેલ છે. જે સંસારી જીવો હજુપણ આ સંસાર સમુદ્રમાં ઘણું ભમવાના છે તેનું તમો હિત કરો તો પણ, મોટા સ્થાન પર આરોપણ કરો તો પણ ઉપશાંત મોહ અને ચૌદપૂર્વધરો પણ પાછા પડીને શત્રુઓને પામેલા ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત્ત જેટલો કાળ સંસારમાં ભમે છે. અનાદિકાળથી અનંતજીવોનો આ વ્યવહાર થયો છે. તેથી અહીં શું આશ્ચર્ય છે ? અને આ પ્રમાણે તમારા જે સ્થાનો (પદો) છે તેમાં એકપણ પદ પૂરાવાનું નથી. આથી તટસ્થ થઇને નિરીક્ષણ કરતા કેમ નથી રહેતા? જો આની સહાયથી અમે શત્રુપક્ષનો ક્ષય કરીને કોઇપણ રીતે પ્રગટ થઇશું. અને આને અમે સુખી કરશું તો એ તમારું માત્ર મિથ્યાભિમાન છે. આ કાર્ય પણ જ્યારે આની સુખી થવાની ઇચ્છા થશે ત્યારે જ સિદ્ધ થશે. જે કહેવાયું છે કે અમારા વડે આ એક જ સહાયક મેળવાયો છે આ પણ અવિચારણીય છે કારણ કે ઘણાં સહાયકો છે જેને એવા મોહ વગેરે પણ તમારા ફેલાવાના અટકાવ માત્રને જ કરવા સમર્થ છે જ્યારે તમે તો એક સહાયવાળા હોવા છતાં પણ શત્રુઓનો સર્વથા ક્ષય જ કરો છો. આથી આ એક પણ જે કરશે તેને તમે જુઓ. શા માટે વ્યાકુળ થાઓ છો? પછી જેટલામાં સર્વેપણ બોલે છે કે અહો! સદ્બોધે સારું સારું કહ્યું. તેટલામાં કર્મપરિણામે તેઓને કહ્યું કે મારાવડે મનુષ્ય ક્ષેત્રમાં પદ્મસ્થળ નગરમાં સિંહવિક્રમ મહારાજની કમલિની નામની સ્રીનો પુત્ર ઉત્પન્ન કરાયો છે જે તમારો સહાય થશે અને આનું સિંહરથ એ પ્રમાણે નામ રખાયું છે પછી તમારે 248 Page #266 -------------------------------------------------------------------------- ________________ મહાવર્યાપનક કરાવવું કારણ કે આ જન્મમાં આ ફક્ત તમારા પક્ષનું જ પોષણ કરશે સબોધ અને સદાગમ વડે પ્રકટ કરાયેલા ગુણો વિશે આરોહણ કરતા અને કોઇપણ પાડી શકશે નહીં. મારા વડે આ ભવમાં આને ફકત પુણ્યોદય જ સહાયક અપાયેલ છે. અને આ પણ પુણ્યોદયને જ સર્વ પ્રકારે પોષણ કરશે, પાપોદયનું પોષણ કરશે નહીં. તેથી જ્યાં સુધી આ મોક્ષમાં જાય ત્યાં સુધી જરાપણ મોહાદિ શત્રુઓને અનુકૂળ નહીં થાય. આ સાંભળીને ખુશ થયેલા સમ્યગ્દર્શન વગેરે સર્વે પણ ઊભા થયા. જૈનેન્દ્રપુરમાં સર્વત્ર તોરણોને બંધાવે છે. દરેક ઘરના દરવાજે કમળથી ઢાંકેલા સુવર્ણકુંભોને મુકાવે છે. દુકાનોમાં શોભાને કરાવે છે, વાંસના અગ્રભાગમાં શ્રેષ્ઠ વસ્ત્રોને લટકાવે છે. કસ્તુરી – કપૂરથી મિશ્રિત ચંદન રસથી રાજમાર્ગોને સિંચાવે છે. ઢગલો કરાયેલા સુવર્ણ અને રત્નોના મહાદાનોને અપાવે છે. અભયદાનોને પ્રવર્તાવે છે. વાજિંત્રો વગડાવે છે. નાટકોને કરાવે છે. ' અને આ બાજુ સિંહરથ બાલ્યકાળથી પણ હર્ષિત થયેલો દેવોને પ્રણામ કરે છે. ગુરુઓને નમે છે. પિતાની સાથે જિનમંદિરે જાય છે, જિનમંદિરમાં સ્નાત્રાદિ મહોત્સવોને જોતો ખુશ થાય છે, મુનિદર્શનથી પ્રસન્ન થાય છે, મુનિના વચન સાંભળવાથી આનંદ પામે છે. તેઓને અપાતા અશનાદિના દાનને જોવાથી આહલાદને અનુભવે છે અને એ પ્રમાણે આનો પુણ્યોદય પ્રતિદિન પુષ્ટ થાય છે. પુણ્યોદયના સાનિધ્યથી થોડા દિવસોથી તે સર્વ પણ કલાઓને ભણ્યો અને યૌવન અભિમુખ થયો. આનું રૂપ કામદેવને પણ પરાભવ કરે તેવું છે અને તેનું લાલિત્ય નવા ઉત્પન્ન થયેલ દેવથી પણ વિશેષ છે તો પણ આ વિષયોમાં રમણ કરતો નથી. સ્ત્રીઓની કથા આને સુખ આપતી નથી અને આ મનથી પણ સ્ત્રીને પરણવાનું ઈચ્છતો નથી. ફક્ત મુનિઓનું સેવન કરે છે. તેઓ પાસે ધર્મશાસ્ત્રોને સાંભળે છે. સંસારના સ્વરૂપની વિચારણા કરે છે. પછી કોઈક વખત ચાર જ્ઞાનથી યુક્ત ગુણનિધિ નામના આચાર્ય ભગવંત આવ્યા ત્યારે વિશેષથી ધર્મના વિસ્તારને સાંભળીને યુક્તિઓથી માતા-પિતાની પાસે રજા લઈને, પૂર્વે કહેવાયેલી વિધિથી મહાવિભૂતિથી સિંહરથે તેમની પાસે દીક્ષા લીધી. ખુશ થયેલા સર્વે પણ ચારિત્ર ધર્મના સૈનિકો તેના વિશે પરિવાર જેવું આચરણ કરે છે. તે આ પ્રમાણે સમગ્ર ત્રણ ભુવનના સામ્રાજ્યને આપનારી સર્વવિરતિ ગાઢ રાગી થઈ. એક ક્ષણ પણ સદ્ધોધ પડખાને છોડતો નથી. સમ્યગ્દર્શનનો સંબંધ અંગાંગિભાવથી ૦ (ઓતપ્રોત) થયો. પછી કરાયો છે પ્રશમરૂપી મહાકવચ જેનાવડે, ધારણ કરાયો છે સંતોષરૂપી મુગુટ જેનાવડે એવો સિંહરથ સાધુ સદ્ભાવનારૂપી શતરંજની રમતની મધ્યમાં પ્રવેશ્યો. તે જ પ્રમાણે અપ્રમાદ રૂપી મહાહાથી પર આરૂઢ થયો. અઢારહજાર શીલાંગરૂપી કોટવાલો વડે રક્ષણ કરાયું છે સૈન્ય જેનું, આગળ ગોઠવણ કરાયેલ અને પ્રતિદિન પોષણ કરાતો છે પુણ્યોદય નામનો મહાદંડ નાયક જેનાવડે, પ્રતિક્ષણ ઉલ્લસિત થતા અસંખ્ય શુભ અધ્યવસાય રૂપ પદાતિથી વીંટળાયેલા , ૧૦ અંગાંગિભાવ - અંગ એટલે અવયવ-અંશ અને અંગી એટલે અવયવી-વસ્તુ તે અવયવ, અવયવીનો પારસ્પરિક સંબંધ, અંશનો આખા ભાગ સાથેનો સંબંધ. એક મુખ્ય અને બીજું ગૌણ અંગીમાં સમાવેશ પામેલું હોય એવો સંબંધ. અહીં સમ્યગ્દર્શન અંગ છે અને આત્મા અંગી છે, 249 Page #267 -------------------------------------------------------------------------- ________________ એવા સિંહરથ સાધુ મોહરાજાની સાથે યુદ્ધ કરવા પ્રવૃત્ત થયા. અને ત્યાં સતત અમૂઢત્વ નામના તીક્ષ્ણભાલાથી મોહમહાચરટના હૃદયને વધે છે અને એ જ સમયે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ત્રણ ભાલાથી રાગકેશરીષગજેન્દ્ર-કામદેવ મંડલિકોને છાતીમાં તાડન કરે છે. સર્વ જીવદયાના પરિણામ રૂપી બાણથી હિંસા-અધ્યવસાય સામંતને હણે છે અને સર્વથા સત્યભાષણ મુગરથી મૃષાવાદ નામના મહાચરટના મસ્તકને હણે છે. શૌચરૂપી મહાભાલાથી તેય મહાદુષ્ટના હૃદયને ભેદે છે. બ્રહ્મચર્યરૂપી અગ્નિશસ્ત્રથી પતંગીયાની જેમ મૈથુનને હણે છે, નિલભતારૂપી મહાગદાથી પરિગ્રહ નામના મહાસામંતને દળે છે. ક્ષમાના ચિંતન સ્વરૂપ તોમરોથી ક્રોધને હણે છે. માર્દવરૂપી દંડના ઘાતથી માનના અભિમાનને હણે છે. સરળતા રૂપી બાણના ક્ષેપથી (બાણ ફેંકીને) માયાને દૂર કરે છે. સંતોષરૂપી લાઠીના ઘાતથી લોભના માથાને ફોડે છે. દઢ સત્ત્વનો આશ્રય લઈને, દેહની નિઃસારતાના ચિંતનાદિ સ્વરૂપ શસ્ત્રોથી લીલાથી જ પરિષહોનો પરાજય કરે છે. ઉપસર્ગોને હટાવે છે. આ પ્રમાણે સર્વત્ર અખ્ખલિત પ્રતાપથી મોહના સૈન્યને હણતા તેનાવડે ઘણો કાળ વ્યતીત કરાયો. પછી શત્રુઓ છિન્ન ભિન્ન નષ્ટ પ્રાયઃ થયે છતે ઘણાં સંતોષથી સમ્યગ્દર્શન અતિપ્રસન્ન થયે છતે, સદાગમનો અતિહર્ષ વધે છત, સર્વક્રિયાઓ સારી રીતે આરાધન કરાવે છતે, બોધ પમાડીને મોહની વિડંબનામાંથી ઘણાં ભવ્યજીવો છોડાવાયે છતે ઘણાં શિષ્યો દીક્ષિત કરાય છતે અને પુણ્યોદય ઘણો પુષ્ટ કરાયે છતે અને અંત સમય નજીકમાં છે એમ જાણીને દ્રવ્યથી અને ભાવથી સિંહરથ સાધુએ સંલેખના કરી. પછી ગીતાર્થ સાધુઓની સાથે પર્વતના કટીપ્રદેશમાં બહાર ગયા અને ત્યાં વિપુલ શિલાતલની પડિલેહણા કરી. તેના ઉપર દર્ભમય સંથારો પાથર્યો અને ત્યાં વીરાસને બેઠેલો, મસ્તક પર મુકાઈ છે હાથ રૂપી કુંપળ (કળી) જેનાવડે એવા સિંહરથ મુનિ શકસ્તવથી સમસ્ત તીર્થકરોને પછી વર્તમાન તીર્થકરને, પછી પોતાના ગુરુને અને ગુરુની પાસે પૂર્વપચ્ચકખાણો લીધેલ હોવા છતાં અઢાર પાપસ્થાનોનું પચ્ચકખાણ કરે છે. ચારેય પ્રકારના આહારનું પચ્ચકખાણ કરે છે. શરીર માત્ર પર રાગને છોડે છે. આ પ્રમાણે આલોચન કરેલ અને પાપથી પાછા ફરેલ, પચ્ચકખાણ કરાયો છે સર્વ આહાર જેનાવડે, દિવ્ય માનુષ અને તિર્યંચ ઉપસર્ગોને સહન કરતા એકમાસ પાદપોપગમન અનશનથી રહીને છેલ્લે શ્વાસ સુધી પાલન કરાયું છે અતિચાર રહિત ગ્રામય જેના વડે, સમાધિને પ્રાપ્ત થયેલા કાળ કરીને મહાશુકદેવલોકમાં સત્તર સાગરોપમવાળા ઈન્દ્રના સામાનિક મહદ્ધિક દેવ થયા. ત્યાં દેવલોકમાં પણ તીર્થંકરાદિના સમવસરણનું રચવું તથા નંદીશ્વરાદિ તીર્થોમાં અઠ્ઠાઈ મહોત્સવાદિથી અતિશય પુણ્યોદયનું પોષણ કરીને દિવ્ય મહાભાગોને ભોગવીને આયુષ્યના ક્ષય પછી આવીને પૂર્વવિદેહમાં કમલાકર નામના નગરમાં શ્રીચંદ નામના મહારાજાની કમલા નામની સ્ત્રીથી આ ભાનુ નામનો પુત્ર થયો ત્યાં પણ સબોધ અને સમ્યગદર્શન આદિને પામેલો બાલ્યકાળથી ધર્મમાં અતિરત થયો અને અતિશય પુણ્યોદયને પોષ્યો અને પછી પિતા મરણ પામે છતે રાજ્યપર આરૂઢ થયો અને લાંબો સમય ન્યાયથી રાજાના ભોગોને ભોગવીને,દેવોને પણ પ્રશંસનીય શ્રાવકધર્મને પાળીને, યોગ્ય સમયે પુત્રને રાજ્ય આપીને, સદગુરુની પાસે પૂર્વની જેમ મહાવિભૂતિથી ભાનુરાજાએ દીક્ષાને લીધી. 250 Page #268 -------------------------------------------------------------------------- ________________ પછી પ્રમુદિત એવા સમસ્ત ચારિત્ર-ધર્મ સૈન્યમાં રહેલો સદાગમને અતિપરિચિત કરીને પહેલા કહેવાયેલ વિધિથી મોહ સૈન્યનો નાશ કરીને સમાધિને પ્રાપ્ત થયેલો નવમાં ચૈવેયકમાં ઉત્પન્ન થયો અને ત્યાં એકત્રીશ સાગરોપમ આયુષ્યપાળીને પૂર્વવિદેહમાં જ પદ્મખંડ નગરમાં સીમંતક મહારાજનો ઈન્દ્રદત્ત નામે પુત્ર થયો અને ત્યા પણ મહારાજાના ભોગો ભોગવીને તે જ પ્રમાણે સાધુપણું લઈને મોહનું સૈન્ય ઘણું નાશ કરાયે છતે, પુણ્યોદયને અતિપુષ્ટ કર્યા પછી પૂર્વોક્ત અનશન વિધિથી જ પરમ સમાધિને પ્રાપ્ત થયેલ સર્વાર્થસિદ્ધિ નામના મહાવિમાનમાં પરમૠદ્ધિ પ્રાપ્ત થયેલો અહમિન્દ્ર દેવ થયો. અને આ બાજુ ગંધિલાવતી વિજયમાં વિલાસ-વેષ અને વિભૂતિથી ઈન્દ્રનગરીની જેમ ચંદ્રપુરી નામે મહાનગરી છે અને તે નગરીમાં નમેલા અનેક રાજાઓના મુગુટથી શોભાવાયું છે ચરણરૂપી કમળ જેનું,શક્તિ સમૃદ્ધિ અને સૌદર્યથી ઈન્દ્રની જેમ અકલંક નામનો મહારાજા છે અને શ્રીમદ્ જિનેન્દ્રના બે પગ રૂપી કમળને વિશે ભમરા જેવું આચરણ કરનાર એવા તેને ચંદ્રના કિરણ જેવું નિર્મળ છે સમ્યગ્દર્શન જેનું એવી સુદર્શના નામે અગ્રમહિષી છે અને કોઈક વખત સ્વપ્નમાં રાત્રીના વિરામ સમયે મુખમાં પ્રવેશ કરતો ચંદ્રના કિરણ જેવો ઉજ્જ્વળ સિંહ જેવાયો છે જેના વડે એવી તેના ગર્ભમાં સુરેન્દ્રદત્ત મુનીનો જીવ સવાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમ આયુષ્યને પાળીને, અવીને પુત્રપણે ઉત્પન્ન થયો અને પછી પ્રષ્ટ થયું છે ચિત્ત જેનું એવી તેણીએ રાજાને સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ પણ સ્વપ્ન પાઠકોને પુછ્યું. તેઓએ કહ્યું કે દેવને સિંહ જેવો પરાક્રમી મંદર પર્વત રૂપી રવૈયાથી વલોવાતા ક્ષીરસમુદ્રના ફીણના સમૂહ જેવી સફેદાઈ જેવા યશના પ્રસરથી ઉજ્વળ કરાયો છે દિશાનો અંત જેનાવડે, સર્વ પૃથ્વીનો ભોક્તા એવો પુત્ર થશે. પછી ઘણા ખુશ થયેલા રાજા પારિતોષિકના મહાદાનથી નિમિત્ત પાઠકોને સંતોષીને વિસર્જન કરે છે, ખુશ થયેલ રાણી સુખથી ગર્ભને વહન કરે છે. દેવપૂજા - અભયદાનાદિ અનેક શુભકાર્યોથી પૂર્ણ થયેલા છે દોહલાઓ જેના એવી તે ગર્ભના દિવસો પૂર્ણ થયા પછી પ્રશસ્ત દિવસે રત્નપુંજની જેમ પોતાની પ્રભાના ફેલાવથી ઉદ્યોતિત કરાયેલું છે પ્રસૂતિગૃહ જેનાવડે એવા પુત્રને જન્મ આપે છે. હર્ષના અતિરેકથી થયેલ દોડના કારણે સ્તનપીઠ પર અથડાતો છે મોતીનો હાર જેનો એવી ચંદ્રધારા નામની દાસીએ રાજાને વધામણી આપી. તે વધામણીના શ્રવણથી ખુશ થયેલ રાજાએ તેને સાત પેઢી સુધી ચાલે તેટલું મહાપારિતોષિક દાન આપ્યું અને સમસ્ત પણ નગરીમાં વગાડાયા છે આનંદ રૂપી ઢોલોના સમૂહ જેમાં એવું મહાવર્ધાપનક પ્રવજ્યું. સુવર્ણ વગેરેના મહાદાનો અપાયા. સર્વ કારાગૃહો શૂન્ય કરાયા. બંધનમાં રખાયેલા સર્વ જનસમૂહને છોડવામાં આવ્યો. જિનભવનોમાં મહાપૂજા સ્નાત્રાદિ કરાવ્યા. આ પ્રમાણે ગીતવાદન- નૃત્ય-ખાણી-પીણીનું પ્રદાન વગરે આનંદથી પુત્ર જન્મમહોત્સવ પૂરો થયા પછી રાજાએ જ્યોતિષશાસ્ત્રના પરમ રહસ્યને જાણનાર એવા સિદ્ધાર્થને બોલાવીને પુછ્યું કે કુમારના જન્મનક્ષત્રની ગ્રહની અવલોકના કેવી છે તે આર્ય જણાવે પછી નૈમિત્તિકે કહ્યું કે દેવ જે પૂછે છે તેનો જવાબ સાંભળો તે આ પ્રમાણે - 251 Page #269 -------------------------------------------------------------------------- ________________ આનંદ નામનું સંવત્સર છે (વર્ષ છે).શરદઋતુનો કાળ છે. કાર્તિક મહિનો છે. ભદ્રામાં બીજ તિથિ છે, ગુરુવાર છે, કૃતિકા નક્ષત્ર છે, વૃષભ રાશિ છે, ધૃતિ યોગ છે, લગ્ન પ્રશસ્ત ગ્રહો વડે જોવાયેલ છે. સર્વગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેલા છે, ચંદ્રની હોરા છે, પાપગ્રહો અગીયારમાં સ્થાનમાં રહેલા છે તેથી શુભ છે. હે દેવ! આવા પ્રકારની રાશીમાં કુમારનો જન્મ થયો છે તેથી કુમાર વિપુલ લક્ષ્મીવાળો તથા અપરિમિત વિક્રમાદિ ગુણોથી યુક્ત મહારાજા થશે. પછી રાજાએ કહ્યું કે આર્ય! આ રાંશિઓ શું છે? અને એના શું ગુણો છે? એ પ્રમાણે મને જણાવ જેથી રાશિઓના જે ગુણો છે તે કુમારની રાશિમાં સંગત થાય છે કે નહીં તેની મને ખબર પડે. સિદ્ધાર્થે કહ્યું કે હે દેવ! કુલ રાશિઓ બાર છે. તે આ પ્રમાણે ૧. મેષ ૨. વૃષભ ૩. મિથુન ૪. કર્ક ૫. સિંહ ૬. કન્યા ૭. તુલા ૮. વૃશ્ચિક ૯. ધન ૧૦. મકર ૧૧. કુંભ ૧૨ મીન. આ રાશિઓના ગુણ ટુંકમાં આ પ્રમાણે છે (૧) મેષ રાશિમાં જન્મેલા જીવો ચસુવિલાસી, બળવાન, રોગી, ધર્મ માટે દઢ નિશ્ચયવાળા, પાણીથી ડરનારા, સ્ત્રીઓને પ્રિય, કૃતજ્ઞ, રાજમાન્ય, ઉગ્રકર્મવાળા, અંતમાં શાંત થનારા, પ્રવાસી થાય છે. તેનું અઢાર વર્ષે મૃત્યુ થાય અથવા પચીશ વર્ષને અંતે કોઇક રીતે ભ્રષ્ટ થાય અને તે બેથી જે બચી જાય તો (અઢાર કે પચીશ વર્ષે મૃત્યુ ન થાય તો) સો વર્ષ સુધી જીવે અને આ કૃતિકા નક્ષત્રમાં અધરાત્રે મરે. (૨) અને ચૌદશમાં મંગળવારે વૃષભ રાશિમાં જનમ્યો હોય તે ભોગી, દાતા, પવિત્ર, દક્ષ, મોટા લમણાવાળો, મોટા ગળાવાળો, ધનવાન, અલ્પભાષી અને સ્થિર ચિત્ત, જનપ્રિય, પરોપકારી અને મનોહર, ઘણાં પુત્રવાળો, શોર્યથી યુક્ત, તેજસ્વી, ઘણો રોગી, કંઠરોગી, સારા મિત્રવાળો, ભોગપ્રિય, સત્યવાદી, કાંધ અને લમણા પર ચિહનવાળો થાય. વૃષભ રાશિમાં જન્મેલો આવા ગુણ સમૂહથી મુક્ત થાય તે સો વર્ષ જીવે. જે પચ્ચીસ વર્ષનો થાય અને ભાગતા ચતુષ્પદથી તેનું મરણ થાય તો બુધવાર અને રોહિણી નક્ષત્ર હોય ત્યારે થાય. (૩) મિથુન રાશિમાં જન્મેલો મનુષ્ય મિષ્ટાનપ્રિય, ચક્ષુવિલાસી, મૈથુનમાં આસકત મનવાળો, ધનાઢ્ય, કરુણાથી યુક્ત, કંઠરોગી, જનપ્રિય, ગાંધર્વનાટ્યમાં કુશળ, કીર્તિને ભજનાર,ઉત્કટ ગુણવાળો, પ્રથમ દુઃખ ભોગવીને પછી આ ધનવાન થાય છે, કુતૂહલી અને અભિમાની અને તે વિજ્ઞાની થાય. તથા ગૌરવર્ણવાળો, દીર્ઘ, ચતુરાઈ પૂર્વક બોલનાર, બુદ્ધિશાળી, દઢવતી, સમર્થ અને ન્યાયવાદી થાય. સોળમે વર્ષે પાણીમાં તેનું મૃત્યુ થાય. જો આ એંશી વર્ષનો થઈને મરે તો પોષ મહિનામાં પાણી કે અગ્નિમાં મરે. (૪) કર્ક રાશિમાં જન્મેલ હોય તો કાર્ય કરવામાં સત્ત્વશીલ, ધની, શૂર, ધર્મિષ્ઠ, ગુરુનો પ્રેમી, મસ્તક રોગી, મહાબુદ્ધિવાન, કૃશ શરીરવાળો, કરેલ કર્મોનો ભોક્તા, પ્રવાસ કરવાના સ્વભાવવાળો, કોપથી અંધ, બાળપણમાં દુઃખી, સારા મિત્રવાળો, ઘણાં નોકરવાળો, કંઈક વક, ઘણી સ્ત્રીઓવાળો તથા પુત્રવાન, હાથમાં શ્રીવત્સ અને શંખ એ બે ચિહનોથી યુક્ત હોય 252 Page #270 -------------------------------------------------------------------------- ________________ છે.આ માણસ વીશમા વર્ષે પડવાથી મરે અથવા દશ વર્ષનો કે ત્રીશ વર્ષનો હોય ત્યારે મૃત્યુ થાય અથવા આ એંસી વર્ષનો થાય ત્યારે પોષ મહિનામાં શુક્રવારને મૃગશીર્ષ નક્ષત્ર હોય ત્યારે રાત્રીના મરેં. (૫) સિંહરાશિમાં જન્મેલ મનુષ્ય ધનવાન, માની, કિયાથી યુક્ત, મધ અને માંસનો પ્રિય, તથા દેશોમાં ભમવાના સ્વભાવવાળો, વિનીત, ઠંડીથી ડરનાર,જલદીથી ગુસ્સે થનાર, સારાપુત્ર વાળો, માતાપિતાને પ્રિય,લોકમાં પ્રગટ વ્યસની, પીળી આંખવાળો (માંજરો) ભૂખથી પીડાનાર, અલ્પબુદ્ધિવાન, રાજાનો ભક્ત,મિષ્ટાન પ્રિય અથવા જે આ સો વર્ષનો વસંતમાં મઘા નક્ષત્રમાં મરે તો શનિવારે પવિત્ર ક્ષેત્રમાં પ્રાણત્યાગ કરે. (૬) કન્યારાશિમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય વિલાસિની સ્ત્રીઓને આનંદ આપનાર, ધનથી પૂર્ણ, દાતા, દક્ષ, કવિ વૃદ્ધાવસ્થામાં ધર્મપરાયણ નાટ્યમાં સર્વને લોકપ્રિય, સંગીત અને વ્યસનમાં રત, પ્રવાસશીલ, સ્ત્રીથી દુઃખી, નેત્રરોગી અને નિર્ભય, વિશાળ કેડ અને પેટવાળો થાય, વીશ કે ત્રીશ વર્ષનો થાય ત્યારે મસ્તક રોગથી, પાણીથી કે અગ્નિથી, કે શસ્ત્રથી મરે, ત્યાર પછી એંસી વર્ષનો મૂળ નક્ષત્રમાં વૈશાખ મહીને બુધવારે મરે. (૭) તુલા રાશિમાં જન્મેલો મનુષ્ય કારણ વિના ગુસ્સે થનાર, દુઃખી, સ્પષ્ટભાષી, ક્ષમાથી યુકત, ચલ-ચક્ષુ. ચલલક્ષ્મી, ઘરમાં શૂર, વ્યાપારનિષ્ણાત,દેવોનો પૂજક, મિત્રવત્સલ,પ્રવાસી,મિત્રોને પ્રિય, ઉદાર, સત્યબોલનાર, અલાલચુ, સંવિભાગી અને દીર્ઘનેત્ર, દયામાં તત્પર,નિપુણ, સંગ્રહ કરનાર થાય છે વીસ વર્ષનો થાય ત્યારે ભીંતના પડવા વગેરેથી મરે છે અથવા એંસી વરસનો થાય તો જેઠમાસમાં મંગળવારે અનુરાધા નક્ષત્રમાં મરણ પામે છે. (૮) વૃશ્ચિક રાશિમાં જન્મેલા મનુષ્ય બાળપણામાં પ્રવાસ કરનાર, કૂર-સ્વભાવી, પરાક્રમી, માંજરી આંખવાળો, પદારા રત, માન, સ્વજન તથા લોકમાં નિષ્ફર, એકાએક ધનને પ્રાપ્ત કરનાર, માતાપિતાને વિશે પણ દુષ્ટબુદ્ધિવાળો, ધૂર્ત, ચોર, નિષ્ફળ આરંભી હોય છે. અઢાર કે પચીસ વર્ષનો થયેલો આ વીંછી, અસ્ત્ર, સાપ, અને ચોરથી જો મરતો નથી તો પછી સિત્તેર વર્ષ જીવે છે. (૯) ધનરાશિમાં જન્મેલો મનુષ્ય પરાક્રમી, સત્યવર્તી, બુદ્ધિશાળી, સાત્વિક, લોકને આનંદ આપનાર, શિલ્પ અને વિજ્ઞાનને જાણનારો , ધનાઢ્ય, ઉત્તમ સ્ત્રીવાળો, માની, ચારિત્રસંપન્ન, મધુરવાણી બોલનાર, તેજસ્વી, સ્થૂળ દેહવાળો, કુળને હણનાર, રાજમાનિત, પાછલી અવસ્થામાં દરિદ્ર, મિત્રનો દેશી, કજિયાખોર, પગમાં અને આંગળીમાં છિદ્રવાળો, સુખશાંતિવાળો થાય છે. જો અઢાર વર્ષનો મરણ ન પામે તો આ સિત્તેર વર્ષનો થાય છે. શુક્રવારે શ્રવણ નક્ષત્રમાં મરણ પામે. (૧૦) મકર રાશિમાં જન્મેલ મનુષ્ય દુષ્ટજનને પ્રિય, સ્ત્રીઓને વશ હોય, પંડિત, શીલથી યુક્ત, ગીતને જાણનાર, ગુહ્યસ્થાનમાં લાંછનવાળો, ઘણાં પુત્રવાળો, માતૃવત્સલ, ધની, ત્યાગી 253 Page #271 -------------------------------------------------------------------------- ________________ અને સુરુપ, ઠંડીથી પીડાનાર (ઠંડી સહન ન કરી શકે તેવો), ઘણાં ભાઈઓ વાળો, ઈચ્છિત સુખને પામનારો, સ્થિર આરંભી કુતૂહલી હોય છે. જે વીશ વર્ષનો થઈને ન મરે તો સિત્તેરવર્ષે ભાદરવા મહિનામાં રેવતી નક્ષત્રમાં શનિવારે શૂળથી મરે છે (૧૧) કુંભરાશિમાં જન્મેલ મનુષ્ય દાતા, આળસુ અને કૃતન, હાથી તથા ઘોડાના જેવો અવાજવાળો, દેડકા જેવી કુક્ષિવાળો, ભય વગરનો, ધનવાન, શક્તિશાળી, સ્થિરદષ્ટિવાળો, હાથને હલાવનારો,માન અને વિદ્યામાં ઉદ્યમ કરનાર, પુણ્યશાળી અને સ્નેહથી રહિત, ભોગી, શૂરવીર, કવિ તથા કૃતજ્ઞ, પરકાર્યોમાં બોલનાર (ઉપદેશ આપનાર) થાય છે. અને તે વીસ વર્ષનો થયેલો વાઘણીથી હણાયેલો ન મરે તો સત્યાવીશમે વર્ષે તે માનવ ભાદરવા મહિનામાં ક્યાંય પણ પાણીમાં પડવાથી મરે. (૧૨) મીન રાશિમાં જન્મેલ મનુષ્ય ગંભીર ચેષ્ટાવાળો, શૂર, ચતુરાઈથી બોલનાર, મનુષ્યોમાં ઉત્તમ, ક્રોધી, ડાહ્યો, યુદ્ધમાં શ્રેષ્ઠ, અત્યાગી, બંધુ વત્સલ, હંમેશા ગાંધર્વ સંગીતને જાણનાર, સામાન્ય જનમાં સેવક, માર્ગમાં જલદીથી ચાલે છે. લવિનાનો, પ્રિયદર્શની, સત્યવાદી, દેવગુરુની ઉપાસનામાં રત, ઘણી શકિતવાળો, વેશભૂષામાં નિરત, દક્ષ, ચપળ દષ્ટિવાળો, પારદારિક, સ્થિર અને નમ્ર થાય છે. અઢારમેં વર્ષે મૃત્યુ થાય છે અથવા પંચાણુ વર્ષનો થાય છે. તેથી હે દેવ! આ પ્રમાણે મેષાદિક રાશિના ગુણો મારા વડે કહેવાયા. આ પૂર્વે સર્વ પોતાના શિષ્યોને જણાવ્યા છે તે આ પ્રમાણે જયોતિષનું જ્ઞાન અને નિમિત્ત તથા તેની સમાન બીજું જે કંઈપણ છે તે સર્વ અતીન્દ્રાર્થ છે અને તેનું પૂર્ણ શાસ્ત્ર સર્વશે બતાવેલું છે તેથી અહીં મનુષ્યના દોષથી વ્યભિચાર (અસત્ય) પણ થાય કારણ કે અલ્પ જ્ઞાની મનુષ્ય તેના સર્વ ભેદને જાણતો નથી. અને ગ્રહોની આવી સ્થિતી હોય અને ક્રૂર ગ્રહોની દષ્ટિ ન હોય તો અને રાશિઓ બળવાન હોય તો આ રાશિઓના કહેલા ગુણો સાચા પડે છે અન્યથા ખોટાં થાય એમ તમે જાણો. પછી અકલંક રાજાએ કહ્યું કે આ તેમજ છે. અહીં કોઈ શંકા નથી. આર્ય પુરુષે સાચું જ કહ્યું છે. દાન સન્માનાદિથી પૂજીને સિદ્ધાર્થ વિસર્જન કરાયો અને પછી ઉચિત સમયે મહાનંદપૂર્વક કુમારનું નામ બલિ એ પ્રમાણે પૂર્વજોનું નામ રખાયું. પાંચ ધાવમાતાઓથી ગ્રહણ કરાયેલો, પાસે છે પુણ્યોદય જેનો એવો આ મહાસુખથી મોટો થાય છે, બાળપણથી આની પાસે રહેલ સબોધ અતિપરિચિત થાય છે અને સમ્યગ્દર્શન પૂર્વભવથી આના સાનિધ્યને છોડ્યું નથી. તેથી દેવદર્શન આને ઘણો હર્ષ આપે છે. ગુરુજનના ચરણનું વંદન ઘણું સુખ આપે છે. સ્વાધ્યાયાદિનું શ્રવણ ખુશ કરે છે. પછી પુણ્યોદયાદિના પ્રભાવથી જલદીથી કળાઓને ભણ્યો અને કુમારપણાથી પુષ્ટ પુણ્યોદયથી ખેંચાયેલી મોટાઈ આને નજીક થઈ. સ્થિરતા ક્ષણ પણ છોડતી નથી. ગંભીરતા નજીક આવે છે અને આણે રૂપ સૌભાગ્યના પ્રકર્ષવાળા ભરયૌવનને પ્રાપ્ત કર્યું. પછી કળાને જાણનારા કુમારોની સાથે શાસ્ત્રના વિનોદથી હંમેશા રહે 254 Page #272 -------------------------------------------------------------------------- ________________ છે. જિનમંદિરોમાં સ્નાત્રોને કરાવે છે. પૂજાઓને પ્રવર્તાવે છે. રથયાત્રા કરાવે છે. તે જિનમંદિરોમાં ગીત- વાજિંત્ર- નાટકોથી જિન શાસનને ઉન્નત કરે છે. દીનાદિને દાન અપાવે છે. ગુરુની પાસે સદાગમને સાંભળે છે. અને ત્યાં સમસ્ત પણ ચારિત્ર ધર્મ સૈન્ય પરિચિત થાય છે. ઘણું ભયપામેલું મોહ મહાચરટનું સૈન્ય દૂર જ ભમે છે જેથી વિષયનો રાગ આને સ્પર્શતો નથી. ષ પણ આના સંનિધાનમાં આવતો નથી. શઠતા ચિત્તમાં વસતી નથી.લોભ દષ્ટિમાં આવતો નથી. સ્પર્શનો અભિલાષ બાધ કરતો નથી. આ રસલોલુપતાની વાર્તાને પણ જાણતો નથી. ગંધાસક્તિની કથાને જાણતો નથી. રૂપથી આની આંખ ખેંચાતી નથી. મધુર શબ્દોથી કર્મેન્દ્રિય વશ કરાતી નથી. કૃપણતા સ્વપ્નમાં પણ નજીક આવતી નથી. તેના શરીરમાં અવિનય વસતો નથી. ફક્ત વિનય- પ્રશમ- માર્દવ- આર્જવ- જિતેન્દ્રિયત્વ- ઔદાર્ય- ગાંભીર્ય-ધૈર્ય - શોર્યાદિ ગુણમય છે શરીર જેનું એવા તેની કીર્તિ દશે દિશાના અંત સુધી પણ પ્રસરે છે. તેના વિનયાદિ ગુણોથી રંજિત થયેલ માતાપિતા તેને ઘણાં ચાહે છે. ક્ષણ પણ તેના વિયોગને ઇચ્છતા નથી. તેના ગુણોની કથા દરેક ઘરમાં ગવાય છે. ઉત્કંઠાવાળી સુરસુંદરીઓ વડે તેના ગીતો ગવાય છે, દેવો તેમ જ ભાટ ચારણો વડે પણ સુકવિઓના કાવ્યોમાં રચાયેલા શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ તેના ચરિત્રો ભણાય છે. તેથી આ પ્રમાણે સર્વપણ ભુવનમાં બલિકુમાર ગાઢ ગુણમયતાને પામે છતે ગુણના અનુરાગથી આક્ષિપ્ત તથા કામથી પરવશ કરાયેલું છે મન જેઓનું, પોતાના સૌંદર્યથી અતિશય તિરસ્કાર કરાયેલ છે રતિ અને રંભાદિના રૂપનો ગર્વ જેઓની વડે, સમગ્ર ગુણરૂપી રત્નોને ઉત્પન્ન થવા માટે રોહણાચલ પર્વતની ભૂમિઓ પોતપોતાની મહાવિભૂતિથી યુકત ઘણાં ભવોમાં ઉપાર્જન કરાયેલ તેના મહાભોગફળના પુણ્યોદયથી ખેંચાયેલી સ્વયંવરા એવી અનેક મહારાજાઓની શ્રેષ્ઠ કન્યાઓ એક સાથે ત્યાં આવી. અતિખુશ થયેલ અકલંક રાજાએ તેઓને વાસપ્રાસાદો અપાવ્યા. જણાયો છે કુમારનો વ્રત ગ્રહણ કરવાનો ભાવ જેઓ વડે એવા તે બે સુદર્શના દેવી અને રાજાવડે એકી સાથે એકાંતમાં મોટા આદરથી બલિકુમાર આ પ્રમાણે વિનંતિ કરાયો. હે વત્સ! જો તું અમને માતાપિતા માને છે અને ધર્મના સારને જાણે છે તો આ તારા ગુણના શ્રવણથી આકર્ષિત થયું છે મન જેઓનું એવી પોતાની પુત્રીઓ મહારાજાઓ વડે મોકલાયેલી અહીં આવેલી નિરાશ થઈને પાછી ફરીને જાય છે તે અમારા ચિત્તના દુઃખનું મોટું કારણ છે કે તું જાણે છે તેથી તું તેઓને પરણવાપૂર્વક સ્વીકાર. મોટા મનોરથોથી આવેલી વરાકડીઓને સ્વરાજ્ય ભોગસુખોને બતાવ. પછી દેવાયા છે તારા રાજ્યના સુખો જેઓવડે એવા અમે મરણ પામે છતે વિપુલ રાજ્યને પાળીને, રાજ્યનો ભાર પોતાના પુત્રને સોંપીને, તું બીજું જે કંઈપણ કરવા ધારે છે તે પણ કરજે અને એ પ્રમાણે કરતા માતા પિતાને વત્સલ એવા તારે કોઈપણ પુરુષાર્થની હાની નહી થાય. પછી બલિકુમારે વિચાર્યું કે અહો! માતાપિતાનો ઘણો આગ્રહ છે. હું માતાપિતાને એક જ પુત્ર છું તેથી આ વચનને હું નહીં માનું તો માતાપિતાને ઘણું દુઃખ થશે તેથી જે મારા વડે વિચારાયું છે તેને હું કાલાંતરે અવશ્ય કરીશ. તેટલામાં હું હમણાં માતાપિતાને સમાધિ આપે નિકાચિત કર્મો અવશ્ય ભોગવવા 255 Page #273 -------------------------------------------------------------------------- ________________ પડે છે. તેથી ઉત્પન્ન થયેલ આ અભિપ્રાયથી વિષયભોગની ઈચ્છા વિનાના બલિકુમારે માતાપિતાના વચનને માન્ય કર્યું. પછી માતાપિતાવડે તે કન્યાઓની સાથે કુમારને મહાવિભૂતિથી ઉત્તમ લગ્નવેળાએ લગ્નોત્સવ કરાયો. પછી અકલંક રાજાએ કુમારને યોગ્ય ક્રીડા પર્વત શીતળ જળવાહિની-સરોવર પંક્તિ તથા વાવડીઓ સહિત મહાઉપવનથી શોભિત એક મહાભવનને મધ્યભાગમાં કરાવ્યું અને બાજુમાં તેની સ્રીઓને યોગ્ય રમ્ય મહેલો કરાવ્યા. પછી બલિકુમાર તે સ્રીઓની સાથે બત્રીશ પાત્રબદ્ધ નાટકોને જોતો,પૂર્વભવમાં ઉપાર્જન કરાયેલ દેવલોક સમાન વિપુલ ભોગોને અનુભવતો, પૂર્વોક્ત વિધિથી ધર્મને આરાધતો ઘણાં દિવસો પસાર કરે છે. અને પછી ચિર સમય પાલન કરાયું છે રાજ્ય જેનાવડે, ભવથી વિરક્ત થયું છે મન જેનું, જિન દીક્ષાને લેવાની ઈચ્છાવાળા એવા અકલંક રાજાએ પોતાના સ્થાનપર આને બેસાડ્યો અને સ્વયં ભગવાન કુવલયચંદ્ર કેવલીની પાસે દીક્ષા લીધી અને તીવ્ર તપ ચારિત્રને આરાધીને થોડા દિવસોથી મોહાદિ દુશ્મનોનો ક્ષય કરીને મોક્ષમાં ગયો. દેવી સુદર્શનાએ પણ રાજાની સાથે દીક્ષા લઇને શુદ્ધભાવથી તેને આરાધીને દેવલોકમાં ગઇ. અતિપુષ્ટ થયેલા તે પુણ્યોદયથી બલિ પણ મહારાજા કરાયો અને તેના પૂર્વજોથી નહીં સધાયેલા અનેક માંડલિક સામંતો અને સીમાડાના રાજાઓને સાધ્યા. પછી બલિરાજા ઉપશાંત કરાયેલ છે દંગલનો ભય જેમાં એવા મહારાજ્યને નિષ્કંટક ચાલીશ લાખ પૂર્વ વર્ષ સુધી પાળે છે અને વીસ લાખ પૂર્વ વર્ષ કુમારપણામાં પસાર કર્યા. આ પ્રમાણે દેવોના પણ મનને ચમત્કાર કરનારી ઘણી મોટી જિનશાસનની પ્રભાવના સાઈઠ લાખ પૂર્વ વર્ષ સુધી કરાવી. ઘણાં સ્થાનોમાં જીર્ણોદ્ધાર કરાવ્યા અને પોતાના દેશમાં અનેક ગ્રામ નગરોમાં નવા મોટા જિનાલયો બંધાવ્યા. સર્વત્ર મોટી રથયાત્રાઓ પ્રવર્તાવી. જિનધર્મનો ઘણો ફેલાવો કર્યો. દેવોને પણ સ્પૃહણીય એવા મહાભોગો ભોગવ્યા. પછી કોઇક વખતે ચૌદશને દિવસે ઉપવાસ કરીને, સૂર્યાસ્ત સમયે દેવાર્ચન કરીને રાત્રીમાં સ્વાધ્યાયાદિમાં નિરત, સામાયિક પૌષધ વિધિથી, શુભ ભાવથી રાત્રીને પસાર કરીને, રાત્રીના અંતમાં વિશેષથી સદ્બોધાદિ ચારિત્રધર્મ સૈન્ય નજીક હોતે છતે બલિરાજાએ વિચાર્યું કે અહો વિચારો કે ! સામાન્ય પુરુષની જેમ વિષયરૂપી આમિષના લવમાં આસક્ત એવો હું પણ દુર્લભ એવા મનુષ્ય જન્મને મેળવીને હારી ગયો અને સાગરોપમાદિ કાળ સુધી દેવલોકના ભોગોથી પ્રાણીઓ તૃપ્તિ પામતા નથી તેઓ પાંચ કે છ દિવસ મળનારા અસાર વિડંબના સમાન એવા ભોગોથી કેવી રીતે તૃપ્તિ પામશે? તત્ત્વબુદ્ધિથી વિચારણા કરવામાં આવે તો આ સંસારમાં કંઇપણ રમણીય જોવાતું નથી અને જીવોને જે કંઇપણ ભ્રાંતિમાત્રથી સુંદર જેવું લાગે છે તે પણ અનિત્યતા રૂપી મહાદાવાનળના મુખરૂપી ગુફામાં પડેલું હોય તેવું જણાય છે તે આ પ્રમાણે મૂઢ પુરુષો રૂપ અને યૌવન એ બેથી શરીરને સુંદર માને છે અને તે રૂપ અને યૌવન કુરોગાદિ રોગોથી એવી રીતે નાશ કરાય છે કે પૂર્વે દેવીઓને પણ ઈચ્છવા યોગ્ય એવો તે ચાંડલણીઓને જુગુપ્સનીય થાય છે. અને રોગનો અભાવ હોય ત્યારે શરીરનો નાશ કરનારી જરા વગેરે પ્રતિક્ષણ 256 Page #274 -------------------------------------------------------------------------- ________________ હાજર રહેલી છે. અમારા જેવા સર્વેને પણ જે લક્ષ્મી સારી લાગે છે તે લક્ષ્મી પણ મહાક્લેશને કરતા પણ જીવોને મળતી નથી અને જે મળે છે તો જોત જોતામાં એવી રીતે નાશ પામે છે કે તેની હાજરીમાં જગતમાં શેઠ થઈને પછી પરઘરોમાં દાસપણાને કરે છે. હવે જે કોઈપણ રીતે જીવતા લક્ષ્મી ટકી રહે તો પણ મરતો સર્વથા લક્ષ્મીને છોડીને બીજા જન્મમાં જાય છે તેથી કોણ લક્ષ્મીમાં રાગ કરે? જે પણ મોટું અભિમાન છે તે પણ અવિવેકનો વિલાસ જ છે કારણ કે ક્ષીણ પુણ્યોદયવાળો જીવતો પણ કોઈક ચક્રવર્તી પણ ભિક્ષાને માટે ભમે છે એમ સંભળાય છે. ચક્રવર્તી સિવાય બીજા રાજાઓમાં આ પ્રત્યક્ષ દેખાય છે. હવે જો જીવતા પ્રભુત્વથી ભ્રષ્ટ ન થાય તો મર્યા પછી ચક્રવર્તી પણ ઉત્કૃષ્ટથી સાતમી નરકમૃથ્વીનો નારક થાય છે. તો પછી સામાન્ય રાજાઓને પ્રભુત્વના સારાંશનું અભિમાન કેવું? જોકે મારી આજ્ઞાને કરનારા ઘણાં પુત્રો છે, સ્નેહવાળી અને સુરૂપ સ્ત્રી છે, શેષપણ પરિજન ઈશારા માત્રથી અનુકૂળ વર્તનારો છે એ પ્રમાણે મારો જ કુટુંબીભાવ (લાગણી) વખાણવા યોગ્ય છે. એ પ્રમાણે પરિભાવના કરતાં કેટલાક પ્રેમને પરવશ થાય છે તે પણ જ્યાં સુધી વિચારણા નથી કરી ત્યાં સુધી જ સારું છે કારણ કે પુત્ર કલત્રાદિ પ્રિયજન પોતાના કાર્યમાં રત છે. સ્વાર્થ ઘવાય છે ત્યારે અભીષ્ટ લોક પણ સંશય વિના જ વિરુદ્ધ થાય છે. અત્યંત પ્રિય હોય તો પણ રોગ, જરા, મરણાદિનું રક્ષણ કરવા સમર્થ નથી અને થોડા દિવસો પછી મરનારા અવશ્ય સર્વ પુત્રાદિને છોડે છે તો તેવા રમણીયપણાથી શું? અને હું સાંભળવા યોગ્ય ગીતોને સાંભળું છું, સુંદર રૂપોને જોઉં છું, સુગંધોને સૂવું છું, સુંદર રસોનો આસ્વાદ કરું છું. કોમળ અને અભીષ્ટ સ્પશને સ્પર્શ છું. એવું જે પણ કેટલાકોને વિષયની રમણીયતાનું અભિમાન છે તે પણ અજ્ઞાનનો જ વિલાસ છે કારણ કે આ ક્ષણે પ્રાપ્ત થયેલા અને ભોગવાતા વિષયો જે સુખને ઉત્પન્ન કરે છે તેનાથી અનંતગણું દુઃખ અન્ય સમયમાં નહીં પ્રાપ્ત થતા વિષયોથી ઉત્પન્ન થાય છે અથવા વિષયોની નિરંતર પ્રાપ્તિ થાય તો પણ ધર્મકૃત્ય કર્યા વિના મરેલાઓને વિષયોનો અવશ્ય નાશ થાય છે ત્યારે વિષયોના વિપાકથી (૧) ઉત્પન્ન થનાર દુઃખ અનંતગણું હોય છે. આ પ્રમાણે કોઈકને બીજી જે કંઇપણ સાંસારિક વસ્તુ ભ્રાંતિમાત્રથી રમણીય લાગે છે તે સર્વ અનંતદુઃખના ફળવાળું છે, અનિત્ય છે એમ હું હમણાં જાણું છું. તેથી ખરેખર આસક્તિ રૂપી દંડના અભિઘાતથી મૂચ્છિતની જેમ, રાજ્યમાં સુખ છે એવી બુદ્ધિ રૂપી મદિરાથી ઉન્મત્તની જેમ, વિષયરૂપી વઘારેલ વિષની જેમ, વૈભવરૂપી ઘેબરના આસ્વાદથી વિપર્વતની જેમ મેં નિરર્થક કે અનર્થ ફળોને આપનારા આટલા દિવસો ગુમાવ્યા. તેથી જો હું તે અકલંક મહારાજના સંસારરૂપી સમુદ્રમાં વહાણ સમાન થયેલા કુવલયચંદ્ર કેવલી ભગવંતને કોઈપણ રીતે જોઉં તો નિશ્ચયથી હમણાં પણ હું મારું કાર્ય આચરું. (અર્થાત્ હું પણ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરું.) એ પ્રમાણેના શુભ ચિંતવનથી પ્રભાતે પૌષધાદિ વ્રતને પાળીને, સ્નાન કરીને દેવપૂજા કરીને સભા મંડપમાં બેઠો. . ભગવાન કુવલયચંદ્ર કેવલી પણ રાજાના અભિપ્રાય અને સમય જાણીને ચંદ્રપુરી નગરીની . (૧૧) વિષયનો વિપાક - વિષયસુખ ભોગવતા જે પાપ કર્મ બંધાય છે તે પાપ કર્મનો ઉદય થાય ત્યારે અનંતગણુ દુઃખ થાય છે 257 Page #275 -------------------------------------------------------------------------- ________________ બહાર આવેલા મૃગરમણ નામના રમણીય ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ ત્યાં સુવર્ણ કમળની રચના કરી, ભગવાન કેવલી ત્યાં બેઠા. દેવ-ખેચર-મનુષ્યોના સમૂહો ત્યાં આવ્યા. કેવળીએ, અમૃતના ઝરણા સમાન દેશના શરૂ કરી અને કેવળીના આગમનની વાત સાંભળીને હર્ષપુલકિત અંગવાળો બલિ નરેન્દ્ર સર્વ સામગ્રીથી ત્યાં આવ્યો. પછી પંચવિધ અભિગમ સાચવીને, ત્રણ પ્રદક્ષિણા કરીને, ભક્તિથી પ્રણામ કરીને શુધ્ધભૂમિ પર બેઠો. પછી ધર્મ સાંભળીને અવસરે કહ્યું કે હે ભગવન્! નિરર્થક જ હું આ મનુષ્ય જન્મ ઘણો હારી ગયો છું. મેં હમણાં આપના ચરણ યુગલનું શરણ પ્રાપ્ત કર્યું છે તેથી હે ભગવંત ! મારા બાકી રહેલા મનુષ્ય ભવના આયુષ્યને સફળ કરો. પછી કેવલીએ કહ્યું કે હે મહારાજ! આ જન્મમાં તારાવડે જે હારી જવાયું છે તે કેટલું માત્ર છે? પૂર્વે તે જે ગુમાવ્યું છે તે જે કહેવામાં આવે તો ભયજનક અને સકલ ભુવનને આશ્ચર્યકારી છે. પછી બલિરાજાએ કહ્યું કે હે સ્વામિ! તો હમણાં હું તે સાંભળવાને ઇચ્છું . કૃપા કરીને ભગવંત જણાવે. પછી કેવલીએ કહ્યું કે હે મહારાજ! આખા ભવસુધી કહેવામાં આવે તો પણ આ કહી શકાય નહીં. જો તને ઘણું કુતૂહલ છે તો સાંભળ કંઇક સંક્ષેપથી કહેવાય છે. અહીંથી અનંતકાળપૂર્વે તું ખરેખર ચારિત્રધર્મ સૈન્યની સહાયવાળો થઈને મોહરૂપી શત્રુસૈન્યનો ક્ષય કરશે એ પ્રમાણે કર્મપરિણામ વડે અસવ્યવહાર નિગોદરૂપી નગરમાંથી કાઢીને વ્યવહાર નિગોદમાં લવાયો. પછી જણાયો છે તે વ્યતિકર જેનાવડે એવા ગુસ્સે થયેલા મોહાદિવડે વ્યવહાર નિગોદમાં અનંતકાળ સુધી ધારણ કરાયો. પછી પૃથ્વી-અપુ-તેઉ-વાયુ-વનસ્પતિબેઇન્દ્રિય-તે ઈન્દ્રિય-ચઉરિન્દ્રય-પંચેન્દ્રિય-તિર્યંચમાં-નરકોમાં અનાયમનુષ્યોમાં, તું કર્મપરિણામ વડે લવાયો. ફરી ફરી ગુસ્સે થયેલ મોહાદિવડે અનંતીવાર નિગોદાદિમાં ફેરવી-ફેરવીને પાછો લઈ જવાયો. આ પ્રમાણે ત્યાં સુધી ભમાવાયો કે મોહાદિ વડે અતિ દુઃખી કરાયેલો અનંતપુદ્ગલપરાવર્ત સુધી ભમાવાયો છે અને પછી આર્યક્ષેત્રમાં પણ મનુષ્યપણું અનંતવાર મેળવ્યું. પરંતુ આર્યક્ષેત્રમાં મળેલું મનુષ્યપણું કોઈક વખત નીચકુળમાં ઉત્પન્ન થવાથી, કોઈક ભવમાં કુળદોષથી, કોઈક-કોઇક ભવોમાં જન્મથી આંધળા-બહેરા-લૂલા-લંગડા આદિ વિકૃતિઓથી, કોઈક ભવમાં કોઢાદિ રોગોથી, કોઈક ભવમાં અલ્પ આયુષ્યથી એમ અનંત ભવોમાં ધર્મનું નામ જાણ્યા વિના, તે જ રીતે એકેન્દ્રિયાદિમાં અનંત પુદ્ગલપરાવર્ત સુધી પાછો ફેરા-ફેરી કરીને ભમ્યો. પછી કોઈક વખત શ્રી નિલયનગરમાં ધર્મતિલક શ્રેષ્ઠીનો તું વૈશ્રમણ નામે પુત્ર થયો અને તે ભવમાં. “હે લોકો! સ્વજન-ધન-ભવન-યૌવન-વનિતાશરીરાદિ આ સર્વપણ અનિત્ય છે” એમ જાણીને આપત્તિમાં રક્ષણ કરવા સમર્થ ધર્મનું શરણ કરો. એ પ્રમાણે વચનના સાંભળવાથી તેને ધર્મ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. પરમાર્થથી તો તે પણ ધર્મ કરવાની બુદ્ધિ કુદષ્ટિથી ઉત્પન્ન થયેલી હોવાથી મહાપાપ બુદ્ધિ જ થઈ. તે પાપ બુદ્ધિથી વશીકૃત કરાયેલો તું સ્વયંભૂ નામના ત્રિદંડીનો શિષ્ય થયો. પછી તે ભવમાં પણ મનુષ્યપણું નિષ્ફળ કરાવીને પૂંઠ ફેરવીને સંસારમાં અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ભમાવાયો. તે અનંતકાળ પછી ફરી પણ વચ્ચે વચ્ચે મનુષ્યપણું મેળવ્યું. પરંતુ આ કુધર્મબુદ્ધિ શુદ્ધધર્મ 258 Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રવણના અભાવથી નાશ ન પામી. શુદ્ધધર્મ શ્રવણનો અભાવ કોઈક ભવમાં સદ્ગુરુના યોગના અભાવથી થયો. કોઇક ભવમાં આળસ અને મોહાદિ કારણોના સમૂહથી થયો. કોઈક ભવમાં શુદ્ધ ધર્મનું શ્રવણ થયું છતાં પણ જડતાના કારણે ધર્મના મર્મનો બોધ નહીં થવાથી આ કુધર્મ બુદ્ધિ નાશ ન પામી. કોઈક ભવમાં અશ્રદ્ધાથી પછી કુધર્મ બુદ્ધિના ઉપદેશથી ધર્મના નાનાથી પશુવધાદિ મહાપાપોને કરીને પૂર્વની રીતે જ અનંતપુદ્ગલ પરાવર્ત ભમ્યો. તથા વિજયવર્ધન પુર નગરમાં સુલસ શ્રેષ્ઠીના નંદનપુત્રે યથાપ્રવૃત્તિકરણથી આયુષ્યને છોડીને મોહાદિ સાતેય કર્મોની સ્થિતિ ઘટાડીને અંતઃકોટાકોટિ સાગરોપમની કરી અને ગ્રંથિદેશપર પહોંઓ પણ તેને ભેદવા સમર્થ ન થયો. પૂર્વની જેમ અશ્રદ્ધા અને રાગદ્વેષાદિથી પાછો કરાયો. આ પ્રમાણે અનંતવાર પાડીને દરેક વખતે અનંતકાળ ધારણ કરાયો. કોઈક વખતે મલયપુરમાં ઇન્દ્રરાજનો પુત્ર એવા વિશ્વસેનના ભવમાં અપૂર્વકરણથી આ ગ્રંથિને ભેદી. પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશાદિના ક્રમથી આટલા કાળ પછી સમ્યકત્વ રત્નને પ્રાપ્ત કર્યું. પછી મોક્ષરૂપી વૃક્ષના મૂળ સમાન અતિદુર્લભ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરીને કુદષ્ટિના રાગના વશથી સમગ્રદર્શનને ગુમાવ્યું. ફરી ક્યારેક ધનદત્ત શ્રેષ્ઠીના પુત્ર સુભગના ભવમાં એને મેળવીને સ્નેહરાગથી નાશ કર્યું. ગૃહપતિ પુત્ર સિંહના ભવમાં વિષયરાગથી ગુમાવ્યું. જિનદાસની પુત્રી જિનશ્રીના ભવમાં દ્વેષથી નાશ કર્યું. પછી બ્રાહ્મણ જવલનશિખ-ધનંજય રાજપુત્ર કુબેરધનાઢ્ય શ્રેઝીપુત્ર પદ્મ અને સોમદત્ત ભવોમાં અનુક્રમે ક્રોધ-માન-માયા-લોભથી સમ્યક્ત્વ રત્નને ગુમાવ્યું. આ પ્રમાણે બીજા-બીજા મોહાદિ શત્રુઓના વશથી તે અસંખ્યાત ભવોમાં સમ્યગ્દર્શનને ગુમાવ્યું. ધર્મશ્રેઝીપુત્ર સુંદરના ભવમાં અદત્તાદાનથી, દત્તના ભવમાં મૈથુનથી, ધનબહુલ શ્રેષ્ઠીના ભવમાં પરિગ્રહથી, રોહિણી શ્રાવિકાના ભવમાં વિકથા અને અનર્થ દંડથી એ પ્રમાણે સંપૂર્ણ સુખના કારણભૂત એવી દેશવિરતિને પછી પછી મોહાદિ દોષથી તું અસંખ્યભવમાં હાર્યો. પછી અરવિંદકુમારના ભવમાં સર્વગુણોમાં શ્રેષ્ઠ મહામુશ્કેલીથી પ્રાપ્ત કરાયેલી સર્વવિરતિને તેં કોલ અને માનથી નાશ કરી. ફરી પણ અમાત્યપુત્ર ચિત્રમતિના ભવમાં વિષયસુખ શીલતાથી તે પણ નાશ કરાઈ. વિશ્વસેન રાજપુત્રના ભવમાં સર્વવિરતિને મેળવીને તું અગીયારમાં ગુણસ્થાને આરૂઢ થયો. ત્યાંથી પણ કોઈક શરીર અને ઉપકરણની મૂચ્છમાત્રથી પાછો પડ્યો. પછી શ્રેઝીપુત્ર પુંડરીકના ભવમાં ફરી સર્વવિરતિને પ્રાપ્ત કરી અને ચૌદ પૂર્વે ભણ્યો. નિદ્રામાત્રને વશ થયેલા તે આ પદવી પણ ગુમાવી તેથી આ પ્રમાણે મોહાદિ શત્રુઓને વશ થયેલો તું નિરર્થક જ અનંતવાર મનુષ્ય જન્મ હારી ગયો. પછી પદ્મસ્થળ નગરમાં તું સિંહવિક્રમ રાજાનો સિંહરથ નામે પુત્ર થયો અને તે ભવમાં ફરી પણ સર્વવિરિતને મેળવી. તે ભવમાં સર્વવિરતિની સમન્ આરાધના કરી અને ઘણાં મોહાદિનો નાશ કર્યો અને પુણ્યોદયની પુષ્ટિ કરી. પછી મહાશક દેવલોકમાં જઈ કમલાકર નગરમાં શ્રી ચંદ્ર રાજાનો ભાનુ નામે પુત્ર થયો તે ભવમાં પણ પૂર્વની રીતે જ સર્વવિરતિની આરાધના કરી અને વિશેષથી મોહાદિનો નાશ કર્યો અને પુણ્યોદયની પુષ્ટિ કરી. ત્યાંથી નવમાં રૈવેયકમાં જઈ પદ્મખંડ નગરમાં ઈન્દ્રદત્ત મહારાજા 259 Page #277 -------------------------------------------------------------------------- ________________ થયો. તે ભવમાં પણ સર્વવિરતિને સારી રીતે આરાધીને મોહાદિનો અને પુણ્યોદયની પુષ્ટિને કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયો. ત્યાંથી પણ અવીને તું આ બલિમહાનરેન્દ્ર થયો છે. પછી પોતાનું આ ચરિત્ર સાંભળીને સંભ્રાત થયેલ બલિનરેન્દ્ર ઊઠીને કુવલયચંદ્ર કેવલીના બે પગમાં પડ્યો અને કહ્યું કે હે ભગવન્! મોદાદિ શત્રુઓ અતિદુષ્ટ છે. તેથી જેટલામાં હમણાં પણ આ ભવમાં મોહાદિ શત્રુઓ પૂર્વની જેમ મને ન છળે તેટલામાં પ્રસાદ કરીને ચરિત્રધર્મ સૈન્યમાં ભેગા કરો અને ઉપાયને પણ જણાવો જેથી તેઓ મારા પર પ્રભાવશાળી ન થાય પણ હું તેઓનો અંત કરું. પછી કેવલીએ કહ્યું કે હે રાજન ! તમારા જેવાને આ ઉચિત છે. આથી મારા શિષ્યના વેશને ગ્રહણ કર જેથી તને ઈચ્છિત સૈન્યમાં ભેળો કરું. શત્રુનો ક્ષય કરવામાં આ ઉપાય છે સર્વ સંગના ત્યાગથી ચારિત્રધર્મનું જ શરણ સ્વીકાર. એકક્ષણ પણ સર્વવિરતિના સંગનો ત્યાગ કરીશ નહિ. સબોધ-સમ્યગ્દર્શન અને સદાગમને અતિનિકટ અને અતિપ્રિય કર. બાકીના પણ પ્રશમ-માર્દવ-આજર્વ-સંતોષ-તપ-સંયમ-સત્ય-શૌચ-અકિંચન્યશીલાંગાદિ-સૈન્યનો ઉત્કર્ષ કરતો એક સમય પણ પોતાથી છોડ નહીં. પછી સબોધ અને સદાગમથી બતાવાયેલ વિધિથી દઢ ધારણ કરાયું છે સત્ત્વ જેના વડે પૂર્વ કહેવાયેલા અનંત સૈન્યથી સહિત તે મોહાદિ શત્રુઓની સાથે તું દરરોજ મહાયુદ્ધને કર અને પછી ચારિત્રધર્મ સૈનિકો તને સહાય છે અને તું પણ તેઓનો સહાય થઈને સર્વથા જ મોહશત્રુના સૈન્યનો ક્ષય કરીને મોક્ષપુરીનો પરમેશ્વર થઈશ. પછી આ કેવલીના વચનને સાંભળીને ખરેખર આવી સામગ્રી દુર્લભ છે એ પ્રમાણે ફરી પણ વિચારીને ત્યાં બેઠેલા જ ખુશ થયેલા બલિરાજાએ પટ્ટમહાદેવી રતિસુંદરીથી જન્મેલ નયસાર નામના જયેષ્ઠ પુત્રને પોતાના સ્થાન પર સ્થાપન કરવાનો આદેશ કર્યો પણ પોતે જિનમંદિરમાં પૂજા મહાદાન અમારી ઘોષણાનો આદેશાદિ મહાપ્રભાવનાપૂર્વક પાંચશો રાજા-માંડલિક -મંત્રી-સામંત અને નગરજનોની સાથે તથા કેટલીક અંતઃ પુરની સ્ત્રીઓની સાથે કેવલી પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. ગુરુએ આપેલ સર્વપણ શિક્ષાનો અમલ કર્યો. સદ્બોધ અને પુણ્યોદયના પ્રભાવથી થોડા દિવસોથી તે બાર અંગોને ભણ્યા અને અનેક અતિશયો (લબ્ધિઓ)થી સંપન્ન થયા. પછી સમય ને જાણીને કુવલયચંદ્ર કેવળીએ પોતાના સ્થાન પર આની નિમણુંક કરી અને સર્વપણ ગચ્છ તેને સોંપ્યો અને પોતે શૈલેશીકરણથી ભવોપગ્રાહિ કર્મના નિર્જરાના કમથી મોક્ષપુરીમાં ગયા. બલિરાજર્ષિસૂરિ પણ સદ્બોધ અને સદાગમ વડે બતાવાયેલ વિધિથી યુદ્ધમાં મોહરાજાના સૈન્યનો ક્ષય કરતા અનેક ગ્રામ-નગર-દેશોમાં મોહાદિની વિડંબનાથી ઘણાં લોકોને છોડાવતા વિહાર કર્યો. અને કોઈ વખતે તેણે અપ્રમત્તગુણસ્થાનના કમથી અકસ્માત્ અતિવિશુદ્ધ અધ્યવસાય સ્વરૂપ ક્ષપકશ્રેણી રૂપી ખગયષ્ટિને પ્રાપ્ત કરી. તેનાથી મૂળમાંથી જ ચારેય પણ અનંતાનુબંધી ક્રોધ વગેરેને હણ્યા. મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીય રૂ૫ ત્રણ પ્રકૃત્તિ સહિત મિથ્યાદર્શનનો જળમૂળથી ખેંચીને નાશ કર્યો. પછી અપૂર્વકરણ ગુણસ્થાનને સ્પર્શ કરીને, અનિવૃત્તિ બાદર ગુણસ્થાનને પ્રાપ્ત કર્યું. અને તે ગુણસ્થાને મૂળમાંથી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન નામના આઠ કષાયોને ઉચ્છેદ કરવાની શરૂઆત કરી. તે આઠ કષાયો અર્ધા હણાયા ત્યારે નરકગતિ-નરકાનુપૂર્વી-તિર્યંચગતિ -તિર્યંચાનુપૂર્વી તથા એક-દ્વિ 26n Page #278 -------------------------------------------------------------------------- ________________ ત્રિ અને ચતુરિન્દ્રિય રૂ૫ ચાર જાતિઓનો તથા આતપ-ઉદ્યોત-સ્થાવર-સૂક્ષ્મ-સાધારણ એ પ્રમાણે નામ કર્મના તેર ભેદ અને નિદ્રાનિદ્રા, પ્રચલા અને સિદ્ધિ સ્વરૂપ ત્રણ નિદ્રાનો ક્ષય કર્યો. પછી અર્ધ ખપાવાયેલા આઠ કષાયોનો નાશ કર્યો. પછી નપુંસક વેદ, પછી સ્ત્રીવેદ પછી, તરત હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય અને જાગુપ્તા સ્વરૂપ રિપુષકનો નાશ કર્યો. પછી પુરુષવેદ, પછી સંજવલન કોધ, પછી માન, પછી માયા, પછી સંજવલન લોભનો નાશ કર્યો અને હણાતો લોભ સૂક્ષ્મ થઈને નાશીને સૂક્ષ્મ સંપરાય નામના દશમાં ગુણ સ્થાનકે છૂપાઈ ગયો તેની પાછળ પડી તે ગુણસ્થાનકે ક્ષપક શ્રેણી રૂપી ખગ યષ્ટિથી તેને પણ હણ્યો. આ પ્રમાણે અઠ્યાવીસ કુટુંબના મનુષ્યો સ્વરૂપ મોહરાજા હણાયે છતે તે બલિરાજર્ષિ સૂરિ થોભ્યા. પછી કૂદીને મોક્ષરૂપી શ્રેણીના ક્ષીણ મોહ ગુણ સ્થાનક નામના બારમાં પગથીએ ગયા અને ત્યાં મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યાય અને કેવળજ્ઞાનાવરણીય સ્વરૂપ પાંચ મહાનાયકોને પાડે છતે શત્રુસૈન્ય નાયક વિનાનું અને પ્રભાવ વિનાનું થયું. બલિરાજર્ષિ સૂરિને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોવડે આવરણ કરાઇને જે પૂર્વે છૂપાવાયા હતા તે સકલ પદાર્થના સમૂહને જણાવનારા કેવલજ્ઞાન અને કેવળદર્શન એ બે પ્રકટ થયા. પછી આ સૂરિ સયોગિ કેવલી ગુણસ્થાન નામના તેરમા સોપાન પર આરૂઢ થયા. પછી સર્વે પણ ચારિત્ર ધર્મ વગેરે પરમ ઉત્કર્ષને પ્રાપ્ત થયા. ચારિત્રધર્મના સૈન્યમાં કોઇપણ અંગમાં સમાતું નથી. (૧૨) ત્યારથી માંડીને બલિ કેવલીએ વિશેષથી મોહાદિના મર્મસ્થાનોને બતાવીને ઘણાં દેશોમાં મોહાદિની વિડંબનામાંથી પ્રચુરલોકને છોડાવ્યો અને હમણાં આ દેશમાં લોક વગેરે તમોને મોહાદિથી છોડાવવાને આવ્યા છીએ અને મોહશત્રુસૈન્યના દુઃખથી મૂકાવવાથી ખુશ થયેલ લોકો વડે તેમનું બીજુ નામ ભુવનભાનુ કેવલી કરાયું છે તે હું પોતે જ છું. આ સાંભળીને હર્ષના સમૂહથી રોમાંચિત થયું છે શરીર જેનું એવા ચંદ્રમૌલિ રાજાએ ઊઠીને તેના બે પગમાં પડીને કહ્યું કે હે ભગવન્! પોતાના આગમનથી અમે સારી રીતે અનુગૃહીત કરાયા તે સારું થયું. આગમના સર્વસ્વને જણાવનાર એવા પોતાના આ ચરિત્રના કહેવાથી વિશેષથી અનુગૃહીત કરાયા. પછી કેવલીએ કહ્યું કે હે મહારાજ! પોતાનું ચરિત્ર પોતાએ કહેવું ઉચિત નથી. પોતાનું ચરિત્ર પોતે કહેવું એટલે સ્વગુણોનું ઉત્કીર્તન કરવું અને તે ધર્માચારની વિરુદ્ધ છે. પરંતુ તમારા ઉપકારને જાણીને સંક્ષેપથી તે પણ કહ્યું. વિસ્તારથી તો આ ભવ સુધી કહી શકાય નહીં કારણ કે આ અમારું જ ચરિત્ર છે તેમ નથી ઘણું કરીને સર્વ જીવોનું છે. ચૌદરાજલોક સ્વરૂપ લોકમાં એકેન્દ્રિયમાં તેવું કોઈ સ્થાન નથી, વિકસેન્દ્રિય જીવોમાં તેઓ કોઈ પ્રકાર નથી, જળચર-સ્થળચર અને ખેચર પંચેન્દ્રિય તિર્યંચમાં એવી કોઈ વ્યક્તિ નથી, તેવી કોઈ નરકપૃથ્વી નથી. નરક પૃથ્વીઓમાં તેવો કોઇ નરકાવાસ નથી, મનુષ્ય લોકમાં તેવું કોઈ ગામ નગર આદિ સ્થાન નથી જ્યાં સર્વપણ જીવો અનંતવાર ઉત્પન્ન ન થયા હોય. ભવનપતિવ્યંતર-જયોતિષ-સૌધર્મ-ઇશાન દેવલોક સુધીના દેવોમાં એવો કોઈ દેવ કે દેવી નથી જેના સ્થાને આ જીવો અનંતવાર ઉત્પન્ન ન થયા હોય. આ સંસારમાં સર્વ પણ જીવો એવા નથી (૬૨) મોહના સૈન્યને જીતી લેવાથી ચારિત્ર ધર્મરાજના સૈન્યમાં દરેક સૈનિકોને એટલો બધો આનંદ થયો કે પોતાના શરીરમાં સમાતા નથી,* 261 Page #279 -------------------------------------------------------------------------- ________________ જનમ્યા કે જેઓ વડે સંસારનું સુખ કે દુઃખ અનંતવાર ન ભોગવાયું હોય. દરેક જીવે દ્રવ્યથી સાધુપણું અનંતીવાર લીધું છે અને મૂક્યું છે અને સામાન્યથી અનંતકાળની વચ્ચેનું સંસારનું ભ્રમણ કહેવાથી આ સર્વ આપણા જીવનું ભ્રમણ પણ કહેવાયેલું જાણવું. અનંતકાળ સુધી કહી શકાય તેવું હોવાથી, આયુષ્ય સંખ્યાતા વર્ષનું હોવાથી અને વાણી કમવર્તી હોવાથી વ્યક્તિગત કહેવાયું નથી તેથી અશરણ એવા મેં અનંતવાર લાખો દુઃખો અનુભવ્યા અથવા કુધર્મનું શરણું સ્વીકારવાથી તે જ પ્રમાણે વિશેષથી દુઃખો અનુભવ્યા. સ્વીકાર કરાયેલ સમજિનધર્મના શરણથી સુદેવત્વ-સુમનુષ્યત્વ સુખોને અનુભવ્યા અને અનંતા શાશ્વતા મોક્ષપુરીના સુખોને અનુભવશે. અમને પણ જિનધર્મ શરણરૂપ બન્યો છે. તેને પણ તે જ શરણ થશે બીજો નહીં. પછી સંવેગના સમૂહના કારણે ગળેલા આંસુથી ભીની થઇ છે આંખ જેની એવા ચંદ્રમૌલિ રાજાએ કહ્યું કે આપ જે જણાવો છો તે તેમ જ છે નહીંતર ભવ સમુદ્રના કાંઠા પર આવેલા, સિદ્ધ કરાયા છે સર્વકાર્યો જેનાવડે એવા આપને આ પ્રયાસથી શું? પરંતુ હે ભગવન્! અવ્યવહાર રાશિમાંથી એક કાળે કેટલા જીવો નીકળે છે? કેવળી : આ વ્યવહારરાશિમાંથી જેટલા જીવો સિદ્ધ થાય છે તેટલા જ જીવો અનાદિ વનસ્પતિકાયમાંથી નીકળે છે. રાજા : ભલે તેમ હો પણ અવ્યવહાર રાશિમાંથી નીકળેલા સર્વે પણ જીવો આટલા કાળથી સિદ્ધ થાય છે? કેવળી : ઘણાં ભવ્યજીવો એટલા કાળથી સિદ્ધ થાય છે, બીજા તેનાથી અલ્પકાળથી સિદ્ધ થાય છે. વળી બીજા તેનાથી પણ ઓછા કાળથી સિદ્ધ થાય છે. યાવતું બીજા કેટલાક મરુદેવી સ્વામિનીની જેમ ઘણાં જ અલ્પકાળથી સિદ્ધ થાય છે. અભવ્યજીવો ક્યારેય પણ સિદ્ધ થતા નથી. પછી નિશ્ચિતથી પરિણત થયો છે ધર્મ જેને એવા ચંદ્રમૌલિક રાજાએ કહ્યું કે હે ભગવન્! તો તે સમજિનધર્મ તમારી સાક્ષીએ જ મને થાઓ. અહીં વિલંબથી શું? અને આ લોક પણ તમારી કૃપાથી મોહ શત્રુ સૈન્યની વિડંબનાથી મુકાય. પછી બલિરાજર્ષિ કેવલીએ કહ્યું કે હે રાજન! આ અનુચિત નથી. પછી પ્રસન્ન થયેલ ચંદ્રમૌલિ રાજાએ ચંદ્રવદન નામના પોતાના પુત્રને પોતાના સ્થાને સ્થાપીને કેટલીક સ્ત્રીઓમંત્રી-સાંમતો આદિની સાથે તે જ પ્રમાણે વિધિપૂર્વક વિભૂતિથી તેમની પાસે વ્રતને ગ્રહણ કર્યું. થોડા દિવસોમાં સર્વ પણ શિક્ષાને ગ્રહણ કરી અને ચૌદપૂર્વે ભણ્યા. મોટા ગુણોને વિષે આરૂઢ થયા અને સમયે કેવલીએ પોતાના પદ પર સ્થાપન કર્યા અને તેને સર્વ પણ ગચ્છ સમર્પણ કર્યો. અને પોતે કંઇક ન્યૂન ગુમાલીશ લાખ પૂર્વ વર્ષ સુધીનો સર્વ પર્યાય પાળીને તેના અંતે શૈલેશીકરણ રૂપી ખગ્નથી મોહશત્રુ સૈન્યને હણવા પછી બાકી રહેલા વેદનીય-આયુનામ-ગોત્ર નામના ભવોપગ્રાહિ ચાર કર્મોને સંપૂર્ણ નાશ કરીને સર્વ પણ ચારિત્ર ધર્મ સૈન્યની 262 Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રકર્ષવાળી ઉન્નત્તિને મેળવીને સમસ્ત સંસારના દુઃખરૂપી પ્રપંચથી મૂકાયેલા સર્વપ્રકારના શરીર અને કર્મના સંબંધને છોડીને બિલ મહાનરેન્દ્ર ૠષિ કેવલીનો જીવ મોક્ષપુરીનો પરમેશ્વર થયો. આ પ્રમાણે બલિનરેન્દ્રનું કથાનક પૂર્ણ થયું અને તે પૂર્ણ થતાની સાથે પ્રથમ અનિત્યભાવના સમાપ્ત થઇ. (ભવભાવના પ્રકરણનો પ્રથમ ભાગ સમાપ્ત થયો.) Page #281 -------------------------------------------------------------------------- ________________ સંસાર પરિભ્રમણનું સફળ નિદાન ભવભાવના ગ્રંથ સારું ઓછું કર્યું છે માટે આત્મા સંસારમાં રખડ્યો નથી પરંતુ ખરાબ ઘણું કર્યું છે માટે આત્મા સંસારમાં રખડ્યો છે. ખરેખર ! જો સંસાર પરિભ્રમણ ઉપર પૂર્ણ વિરામ મૂકવું હોય તો ધર્મપ્રવૃત્તિ કરતાં પાપનિવૃત્તિ ઉપર વધુ જોર લગાવવાની જરૂર છે. મહામહિમ શાસ્ત્રકાર પરમર્ષિ મલધારી પૂજ્યપાદ આચાર્ય શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ ચારેય ગતિના દારૂણ દુઃખનો ચિતાર “ભવભાવના' ગ્રંથમાં રજુ કર્યો છે એ ગ્રંથનું સર્જન કરીને આપણા જેવા સંસાર-રસિક આત્માઓનો સંસાર પ્રત્યેનો રસ નીચોવી નાખ્યો છે. પ્રાકૃત ગિરામાં ગ્રથિત આ ગ્રંથરત્ન સર્વજન ગ્રાહ્ય બને એ માટે પૂજ્ય મુનિરાજ શ્રી સુમતિશેખર વિજયજી મહારાજે ગુર્જરગિરામાં અનુવાદ કર્યો છે. આ ગ્રંથ અભ્યાસી વર્ગના કરકમલોમાં સ્થાપિત કરવાનું શ્રેય શ્રી જે.મૂ.ત.ઉદય કલ્યાણ આરાધક જૈન ટ્રસ્ટ-દહાણુકરવાડી, કાંદિવલી તથા શ્રી જિનાજ્ઞા આરાધક ટ્રસ્ટ - રામનગર, મુલુંડ. આ બન્ને શ્રી સંઘે સમર્પિત કરેલા જ્ઞાનદ્રવ્યના સદુપયોગને આભારી છે. અરિહંત આરાધક ટ્રસ્ટ એ બન્ને શ્રી સંઘના સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે. Page #282 -------------------------------------------------------------------------- _