________________
વસનારી પોતાના અધિકારથી આઠ દિકકુમારીઓ હર્ષથી આવે છે. (૨૨૮૬) જિન તથા જિનની માતાને નમીને, સંવર્તક પવનથી ચારેય દિશાઓને શુદ્ધ કરે છે સર્વત્ર એક યોજન પ્રમાણ ભૂમિને ધૂળ અને કચરાદિથી રહિત કરે છે (૨૨૮૭) પછી ઊર્ધ્વલોકદિશામાં વસનારી હર્ષિત થયેલી આઠ દિકકુમારીઓ પૃથ્વીરૂપી મણિને જળથી સિંચે છે. પૂર્વ દિશાના સૂચક દ્વીપમાં વસનારી આઠ દિકુમારીઓ આવીને અરીસાને ધારણ કરે છે. (૨૨૮૮) પછી દક્ષિણ રુચક દ્વીપમાં વસનારી આઠ દિકકુમારીઓ હાથમાં કરતલમાં કળશ ધરીને ઉભી રહે છે. પશ્ચિમ રુચક દ્વીપમાં રહેલી આઠ દિકકુમારીઓ ત્યાં આવીને પવિત્ર પંખાને ધરીને ઉભી રહે છે. (૨૨૮૯) ઉત્તર રુચક દ્વીપમાં વસનારી આઠ દિકકુમારીઓ આવીને સુંદર ચામરને ધરે છે. હવે વિદિશાના રુચક પરથી ચાર દિકકુમારીઓ વિદિશામાં દીપકને ધરીને ઊભી રહે છે. (૨૨૯૦) હવે મધ્ય સુચક દ્વીપમાં વસનારી, સુવઢવાળી, ચાર દિકકુમારીઓ પવિત્ર જિનેશ્વર ભગવાનની નાળને છેદીને રત્નોની સાથે ખાડામાં દાટે છે. (૨૨૯૧) ભક્તિથી ભાવિત મનવાળી તેની ઉપર દૂર્વાની પીઠને રચે છે પછી જન્મઘરથી પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ત્રણેય દિશાઓમાં ચતુર્શાળ મંદિરથી યુક્ત સુમનોહર કેળના ઘરોને રચે છે અને તેમાં સુંદર રત્નમય સિંહાસનોને વિદુર્વે છે. (૨૨૯૩) દક્ષિણ બાજુના કદલીઘરમાં ભવરૂપી વનને ઉખેડવા માટે હાથી સમાન એવા જિનેશ્વરને શિવાદેવી માતાની સાથે અભંગન કરીને, ઉદ્વર્તન કરીને, પૂર્વના કદલીઘરમાં લઈ જાય છે. (૨૨૯૪) પછી ગંધોદક તથા પુષ્પોદક તથા અત્યંત સુગંધી શુદ્ધોદકથી જિનેશ્વરને અને તેની માતાને સ્નાન કરાવે છે અને મંગળમય શ્રેષ્ઠ વસ્ત્રો અને આભૂષણોથી ભૂષિત કરે છે. (૨૨૯૫) પછી ઉત્તરના કદલીઘરમાં લઈ જઈ, શ્રેષ્ઠ ગોશીષ ચંદનને બાળીને રક્ષણ કરાયું છે સંપૂર્ણ ત્રણ જગત જેના વડે એવા જિન અને તેની માતાને રક્ષા પોટલી બાંધે છે. (૨૨૯૬) પર્વત જેવા આયુષ્યમાન થાઓ એમ કહીને રત્નોને કાનની પાસે વગાડે છે. આમ હર્ષને ઉત્પન્ન કરનારા સ્નાન, વિલેપન અને આભૂષણોથી સત્કાર કરીને સકલ રક્ષા કર્મ કરીને, મનુષ્ય-દેવસિદ્ધિના સુખોને ઈચ્છતી હર્ષિત એવી તે દિકકુમારીઓ જિનને અને તેની માતાને એકી સાથે મનોહર વાસઘરમાં લઈ જાય છે અને જિતાયા છે શત્રુઓ જેના વડે એવા જિનની સ્તુતિ કરતી છપ્પન્ન દિકકુમારીઓ ત્યાં રહે છે. (૨૨૯૮) આમ જિનેશ્વરનું સૂતિકર્મ વિવિધ પ્રકારોથી બધી કુમારીઓ કરે છે. પછી નમેલો છે દેવોનો સમૂહ જેને એવા સોધર્મેન્દ્રનું આસન કંપાયમાન થાય છે. (૨૨૯૯) અવધિજ્ઞાનથી જાણેલો છે જિનેશ્વરનો જન્મ જેણે એવો સૌધર્મેન્દ્ર જલદીથી રત્નમય સિંહાસનને છોડીને સાત-આઠ પગલાં આગળ નીચે જઈને પૃથ્વી પર લાગેલ હાથ અને મસ્તકથી નમીને જિનેશ્વરને પ્રણામ કરે છે. (૨૩૦૦) મસ્તક પર કરસંપુટ જોડીને વચન અને મનથી સંવૃત્ત એવો ઈન્દ્ર શકસ્તવને ભણે છે. જિનેશ્વરની ગુણ સ્તવના કરીને કેન્દ્ર ગજગામી હરિબૈગમેલીને બોલાવે છે. (૨૩૦૧) શુભમનવાળો હરિગૈગમેલી પણ યોજના મુખવાળી સુઘોષા ઘંટાને કેવી રીતે વગાડે છે કે જેથી બધા સુરજનો તે સુઘોષા ઘંટાને સાંભળે છે, ઘંટાના પડઘાના સંમર્દનથી એકાએક બાકીના ઘંટોનો સમૂહોમાં અવાજ ઊઠ્યો. (૨૩૦૨) સ્વગમાં બધી જગ્યાએ પણ તે ઘંટારવ ફેલાયો. દેવ-દેવીજન મનમાં વિસ્મિત થયો. ત્યાર પછી હરિબૈગમેષી તન્નણ ઉત્પન્ન થયેલ સંક્ષોભને નાશ કરનાર એવા જિનના જન્મને
108