________________
વાસુદેવની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી સાતને જુએ છે. બળદેવની માતા ચાર મહાસ્વપ્નોને જુએ છે. મંડલિકની માતા તથા ચરમશરીરી જીવોની માતા તેમાંથી એક કે બે મહાસ્વપ્નોને જુએ છે. પણ અહીં તારી અગમહિલીએ આ ચૌદ મહાસ્વપ્નોને જોયા છે અને બાકીના નિમિત્તોથી એ જણાય છે કે હે રાજન્ ! બત્રીશ ઇન્દ્રોથી નમન કરાયેલ છે પગરૂપી કમળ જેના, ત્રણ ભુવનના સ્વામી, પરમ પુરુષ એવા તીર્થંકર પુત્ર તમને નિશ્ચયથી થશે. તેથી તે મહાશય! તું ધન્ય છે જેને ઘરે ભવથી ભય પામેલા જીવોને પરમ શરણ એવો તીર્થંકર પુત્ર થશે. ઈત્યાદિ પ્રશંસા કરીને સમગ્ર સામંતોથી યુક્ત, હર્ષના સમૂહથી ભરાયું છે મન જેનું એવા રાજાવડે નમન કરાયેલ મુનિવર અન્યત્ર વિચરે છે. પછી ઘણાં હર્ષથી પુલકિત શરીરવાળો રાજા આ સર્વ મુનિના વચન શિવાદેવીને જણાવે છે. શિવાદેવી પણ તે નરવરેન્દ્રના વચનને સાંભળીને હર્ષથી નિર્ભર, વિકસિત કમળમુખી, ઉત્તમ અંગ (મસ્તક)થી અભિનંદે છે. (૨૨૬૯)
તેત્રીશ સાગરોપમના પૂર્ણ આયુષ્યને પાળીને અપરાજિત વિમાનના અનુપમ સુખોને ભોગવીને શંખનો જીવ કાર્તિક વદ બારસને દિવસે ચંદ્ર શ્રેષ્ઠ ચિત્રા નક્ષત્રમાં આવે છે ત્યારે ત્રણ જ્ઞાનથી યુક્ત શિવાદેવીના ગર્ભમાં આવે છે. અને પછી ચલાયમાન થયું છે આસન જેનું એવો સૌધર્મપતિ આ અવનને જાણીને, આસનથી ઊઠીને, હર્ષથી શરીરમાં નહીં સમાતો, સાત આઠ પગલાં સન્મુખ જઈને, હર્ષથી પૂર્ણ એવો ઇન્દ્ર ત્યાં રહ્યું છતે શકસ્તવથી જિનેશ્વરને વંદન કરે છે. પછી શકેન્દ્ર અહીં જિનેશ્વરની માતાના વાસભવનમાં આવે છે અને પરિતુષ્ટ થયેલો ગંભીરવાણીથી શિવાદેવીની સ્તુતિ કરે છે. (૨૨૭૪)
હે સ્વામિની! તું ધન્ય છે, સકલ ભુવનમાં પ્રશંસનીય છે, જેણે પોતાની કુલિમાં પુરુષરત્નને ધારણ કર્યો છે. ત્રણ ભુવનરૂપી ભવનને ઉદ્યોત કરનાર એવો પ્રદીપ તારાવડે અપાયો છે. કુક્ષિમાં જિનને ધારણ કરતી એવી તારાવડે ત્રણભુવન ઉદ્ધારાયું છે. તે તીર્થકરને ધરનારી! પોતાના ઉદરરૂપી કંદરામાં તીર્થકરને ધારણ કર્યો છે તેથી ત્રણ ભુવનને પવિત્ર કરનારા એવા
તારા પગરૂપી ચરણોને હું નમસ્કાર કરું છું. ભવરૂપી સમુદ્રને તારવા માટે વહાણ સમાન એવા . જિનને ઉદરમાં ધારણ કરતી એવી હે દેવી! ભુવનમાં પુત્રવતીનો પટ્ટ તારે જ બંધાઓ. આ
પ્રમાણે સ્તવના કરીને, ગર્ભમાં જિનેશ્વરની ઉત્પત્તિને જણાવીને, શક નિરંતર ઘરને રત્નોના નિધાનોથી પુરે છે. દેશમાં પૂર્વે ઉત્પન્ન થયેલા સર્વે રોગાદિક તથા ઉપદ્રવો શાંત થયા અને પૃથ્વી રિદ્ધિ-સમૃદ્ધિવાળી થઈ. તીર્થંકરના પ્રભાવથી હાથી-ઘોડા-રત્નોના દાનમાં ઉઘત થયેલા એવા સેંકડો રાજાઓ વડે સમુદ્રવિજય રાજા પણ પ્રણામ કરાય છે. શ્રેષ્ઠ દોહલાઓને ઉત્પન્ન કરનાર ગર્ભ જેમ જેમ વધે છે તેમ તેમ સુખ અને લાવણ્યથી શિવાદેવી પણ પુરાય છે. શ્રાવણ સુદ પાંચમના દિવસે ચંદ્રમાં ચિત્રા નક્ષત્રમાં રહ્યું છd, અર્ધરાત્રીએ શુભ મુહૂર્તો શિવાદેવી પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ પોતાના તેજથી નાશ કરાયો છે અંધકારનો સમૂહ જેના વડે, મરકત મણિ જેવી કાંતીવાળા વિકસિત કમળની દળ જેવી આંખોવાળા પુત્રને જન્મ આપે છે. (૨૨૮૪) ત્રણ ભુવનમાં એવો કોઈ નથી કે જે તે વેળાએ સુખને ન અનુભવતો હોય, જિનેશ્વરના જન્મ સમયે જિનેશ્વરના પ્રભાવથી નારકીઓ પણ સુખને અનુભવે છે. લક્ષણ અને પુણ્યના સમૂહવાળા એવા તે જિનના જન્મને આસનકંપથી જાણીને અધોલોકમાં
107