________________
હૈયાને બાણોથી વધે છે. જેમ જેમ તરુણ ગોપીઓ કામને પરવશ થાય છે તેમ તેમ સ્તનના ભારથી ખિન્ન થયેલા વક્ષ સ્થળથી કૃષ્ણને ઈચ્છા મુજબ આલિંગન કરે છે. મૂકે છે, ગ્રહણ કરે છે અને કીડા કરે છે, અનુરક્ત મનવાળી કૃષ્ણની પાછળ લાગીને ભમે છે.પછી તરુણ ગોપીઓની સાથે તે કૃષ્ણ અને બળદેવ બંને પણ સુગંધી ફુલોથી સમૃદ્ધ રમવનમાં સુખથી કીડા કરતા ભમે છે.(૨૨૪૧) જ્યારે કૃષ્ણ હર્ષથી નૃત્ય કરે છે અને બળદેવ ગાય છે ત્યારે વિકસિત મુખ અને નયનવાળી ગોપીઓ તાલારવ (રાસડા) ને કરે છે. ગુણના સમૂહથી આક્ષિપ્ત થયેલ ગોઝમાં એવો કોઈ બાળ, તરુણ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ નથી કે જે કુષ્ણની કથામાં નિરત ન હોય.
અને આ બાજુ શૌર્યપુરમાં સમુદ્રવિજય રાજા સુખપૂર્વક રાજ્યલક્ષ્મીને ભોગવતા હતા ત્યારે ક્યારેક –
મણિઓના દીવડાઓ ઝગમગે છે જેમાં, મોટા હાલતા છે મોતીના ઝૂમરો જેમાં, બળતા છે શ્રેષ્ઠ કૃષ્ણાગરુ ધૂપો જેમાં, શ્રેષ્ઠ સુગંધી ગંધની સમૃદ્ધિ છે જેમાં, સુગંધી ફુલોના સમૂહથી સંકીર્ણ એવા રમ્યવાસ ભવનમાં ગંગાનદીના કાંઠાના વિસ્તાર જેવી મહાકિંમતી શૈઓ પર સુતેલી, ઋતુસ્નાતા, પ્રમુદિત ચિત્તવાળી સમુદ્રવિજયની શ્રેષ્ઠભાર્યા શિવાદેવી રાત્રીના પાછલા ભાગમાં આ ચૌદ મહાસ્વપ્નોને જુએ છે.
૧) ગજ, ૨) વૃષભ, ૩) સિંહ, ૪) અભિષેક કરતી લક્ષ્મી, ૫) કુલની માળા, ૬) ચંદ્ર, ૭) સૂર્ય, ૮) ધ્વજ, ૯) કુંભ, ૧૦) પદ્મ સરોવર તથા, ૧૧) સમુદ્ર, ૧૨) દેવવિમાન, ૧૩) રત્નનો ઢગલો અને ૧૪) અગ્નિ શિખા,. પછી જાગીને તુષ્ટ થયેલી દેવી સમુદ્રવિજયને સ્વપ્ન જણાવે છે. સમુદ્રવિજય કહે છે કે હે દેવી! આ સ્વપ્નો પ્રશસ્ત છે અને રાજાધિરાજભૂત, શોભામાં શિરોમણિ, ભુવનમાં અભ્યધિક ગુણવાળો, મહાપુરુષ એવો તારે પુત્ર થશે એમ હું જાણું છું. ભાલપર કરરૂપી કમળો સ્થાપીને, પોતાના હૈયામાં પરિતુષ્ટ થયેલી દેવી પતિના આ વચનને વારંવાર અભિનંદે છે. સમુદ્રવિજય રાજાપણ હર્ષિત થયો અને કોડો સુભટોથી પરિવરેલો, સામંત મંત્રીઓથી યુક્ત રાજસભામાં બેસીને કોકિ આદિ નૈમિત્તિયાઓને જેટલામાં આ સ્વપ્ન કહે છે તેટલામાં પોતાના શરીરની કાંતિથી દિશારૂપી વલયને ઉદ્યોત કરતા, ઉપશમરૂપ લક્ષ્મીને ભેટવા માટે તીવ્ર અભિલાષવાળા, તારૂપી લક્ષ્મીથી સગે આલિંગન કરાયેલા (કુશ શરીરવાળા) મહાત્મા એવા એક ચારણ મુનિ ત્યાં પધાર્યા. (૨૨૫૪) અભ્યત્થાન કરીને રાજાએ પોતાના આસન ઉપર બેસાડ્યા; પછી અંતરના બહુમાન પૂર્વક તે મુનિને નમીને તેની આગળ બેસીને, મસ્તક પર કરરૂપી કમળ જોડીને, નૈમિત્તિયાઓની સાથે રાજા વિનયથી મુનિને આ સ્વપ્નોના ફળને પૂછે છે. પ્રસરતા છે દાંતોમાંથી કિરણો જેના, પરમાર્થને જાણનારા મુનિ લોકને સુખ ઉત્પન્ન કરનારી એવી મધુર અને ગંભીરવાણીથી તેઓને કહે છે કે અંગ, સ્વપ્ન, સ્વર, ઉત્પાદ, અંતરીક્ષ, ભૌમ, વ્યંજન અને લક્ષણ એમ આઠ પ્રકારે અહીં નિમિત્ત કહેલા છે. (૨૨૫૮) અને તેમાં સ્વપ્ન નિમિત્તને વિશે, નિમિત્તમાં નિપુણ પુરુષોએ સામાન્યથી શુભાશુભ ફળને આપનારા બોતેર સ્વપ્નો કહ્યા છે. તેમાં ત્રીશ સ્વપ્નો અપ્રશસ્ત છે, બેતાલીસ સ્વપ્નો ઉત્તમ છે. બેતાલીસમાંથી ત્રીશ મહાસ્વપ્નો કહ્યા છે અને તે ત્રીશમાંથી પણ ગર્ભાવતાર સમયે તીર્થકર તથા ચક્રવર્તીની માતાઓ ચૌદ મહાસ્વપ્નોને જુએ છે બીજી કોઈ નહીં. શ્રી
106