________________
મોટો થઈને કંસને મારશે. પરંતુ આ રહસ્યને તારે કયારેય પ્રગટ ન કરવું. આગળ જઈને યમુના નદી ઊતરીને વસુદેવ તે ગોકુળમાં પહોંચ્યો અને ત્યાં પણ તે વખતે નંદગોપની પત્ની યશોદાને પુત્રીનો જન્મ થયો. (૨૨૧૩) તેઓને પુત્ર આપીને અને પુત્રીને લઈને શૌરી દેવકીને અપર્ણ કરે છે અને કંસના માણસો તે પુત્રીને લઈને કંસને બતાવે છે. કંસ પણ મુનિનું આ વચન ખોટું થયું એમ માનતો આંગળી-અંગુઠા અને નખોથી તેનું નાકનું પુટ કાપીને કહે છે કે અહીં આનું શું કરવું? દેવકીને પાછી આપો. સેવકો પણ લઈ જઈને દેવકીને અર્પણ કરે છે. (૨૨૧૬) બારમે દિવસે તે બાળકનું નામ કૃષ્ણ પાડયું. કૃષ્ણ સુખપૂર્વક મોટો થાય છે, કોઇપણ બહાનું કાઢીને દેવકી પણ ક્યારેક વચ્ચે વચ્ચે તે પોતાના પુત્રને જુએ છે, તેના અસાધારણ રૂપને જોઈને હર્ષ અને શોકથી વ્યાકુળ થાય છે અને વિચારે છે કે પૂર્વ જન્મમાં મેં અભાગણીએ એવું કેવું કર્મ કર્યું છે ? ભુવનમાં અભ્યધિક ગુણવાળા આવા પ્રકારના પુત્રથી હું નિષ્કારણ જ અલગ રહું છું. પછી કૃષ્ણને સ્તનપાન કરાવીને, રડતી યશોદાને કૃષ્ણ અર્પણ કરતી કહે છે કે હે જશોદા! તું ધન્ય છે જેને આવો પુત્ર થયો છે અને દેવતાઓ વડે રક્ષણ કરાતો કૃષ્ણ ત્યાં મોટો થાય છે. (૨૨૨૧).
શૌરીએ મારી નાખેલ મામાના વૈરને યાદ કરતી, સૂર્પણખીની બે પુત્રીઓ પૂતની અને શકુનિ એકવાર ત્યાં આવે છે. તે વખતે કૃષ્ણને એકલો જાણી પૂતના વિષથી વિલિત સ્તનને કૃષ્ણના મુખમાં નાખે છે અને શકુનિ પણ બે ગાડાને વિદુર્વે છે. તે ગાડામાં રમતા કૃષ્ણને હણવાની ઈચ્છાવાળી શકુનિ ભયંકર વિરસ અવાજને કરે છે, અને કૃષ્ણનું રક્ષણ કરતી દેવીઓ તે ગાડાથી બંને ખેચરીઓને એવી રીતે હણી કે જેથી બંને પણ મરણ પામી. ચૂર્ણ થયેલ ગાડાને તથા મરેલી ખેચરીઓને જોઈને અને ભેગી થયેલી અને ખુશ થયેલી ગોપીઓ મુખથી કૃષ્ણને ચુંબન કરે છે. હવે ચાલતા શીખેલો કૃષ્ણ ભમતો બધી ગોપીઓના મંથન કરેલા અને મંથન કરાતા ઘી અને દૂધને પીએ છે. એથી યશોદાએ કૃષ્ણને ખાંડણીયાની સાથે દામથી (દોરડાથી) ઉદરમાં બાંધ્યો તેથી આ દામોદર નામથી પ્રસિદ્ધ થયો. (૨૨૨૮)
આ અરસામાં સૂર્પક ખેચરનો પુત્ર પિતામહ (દાદા) નું વેર યાદ કરીને પરસ્પર પાસે રહેલા અર્જુન નામના બે વૃક્ષો વિતુર્વે છે. ખાંડણીયા સાથે બાંધેલા કૃષ્ણને વૃક્ષના મધ્યમાં ખેંચીને જેટલામાં હણવાની શરૂઆત કરી તેટલામાં દેવતાવડે ખેચર પણ એવી રીતે હણાયો કે જેથી અર્જુનવૃક્ષ ભાંગ્યું અને તે ધરણી તળ પર પડ્યો અને પ્રાણથી મુકાયો. કૃષણે બે અર્જુનવૃક્ષો તોડ્યા અને શત્રુને હણ્યો એવા પ્રકારનો વાદ સર્વત્ર પ્રસિદ્ધ થયો અને ગાડાનું ચૂરવું, શકુનિ અને પૂતનાને મારવું, સૂર્પકપુત્રને તથા બે અજુનવૃક્ષોને ભાંગવાનું કૃષ્ણવડે કરાયું છે તેમ વસુદેવે સાંભળ્યું પછી કૃષ્ણના રક્ષણ માટે રોહિણીથી ઉત્પન્ન થયેલ પોતાના બળવાન પુત્ર બળદેવને કૃષ્ણની પાસે રાખે છે અને પરસ્પરને જોતા આ બંનેને એવી કોઈ પ્રીતિ ઉત્પન્ન થઈ કે જે જગતમાં અન્યત્ર સંભવ નથી. કૃષ્ણ શબ્દોથી માંડીને ગણિત સુધીની બોતેર નિર્મળ કળાઓ જલદીથી રામની પાસે ગ્રહણ કરે છે. (૨૨૩૬) લાવણ્ય બિંદુના સમૂહથી નિર્મિત નીલકમળના દળ જેવા શ્યામવર્ણવાળા કૃષ્ણને જોઈને ગોપીજન વિસ્મય પામે છે. લાવણ્યથી ભરપુર શરીરવાળો કૃષ્ણ ગોકુળમાં જેમ જેમ મોટો થાય છે તેમ તેમ કામદેવ ગોપીઓના
105