________________
હરિણૈગમેષી દેવને આરાધે છે તે દેવ પ્રસન્ન થયો. તેથી કોઈક રીતે એવો ઉપાય કરે છે કે દેવકી અને સુલસા બંને સમાન દિવસે ગર્ભવાળી અને પ્રસૂતિવાળી પણ થાય છે. તેથી સુલસાના મરેલા પુત્રોને ઉપાડીને દેવકીની પાસે મૂકે છે અને દેવકીના પુત્રો સુલસાને અપર્ણ કરે છે. તે છ પુત્રોના નામ આ પ્રમાણે છે. (૧) અનીકયશ (૨) અનંતસેન (૩) અજિતસેન (૪) અનિહત (૫) દેવયશ અને (૬) શત્રુસેન અને બધા શ્રીવત્સથી અંકિત છાતીવાળા, પ્રાપ્ત કરાયું છે સત્પુરુષનું માહત્મ્ય જેઓ વડે એવા રૂપ અને બળથી યુક્ત છે. પાપમતીવાળો, રૌદ્ર પરિણામી કંસ પણ મરેલા પુત્રોને દેવકી પાસેથી ગ્રહણ કરીને શિલા સાથે અફળાવે છે. આ જાણીને અતિદુઃખી થયેલી દેવકી કાળ પસાર કરે છે. (૨૧૯૨)
હવે ઋતુસ્નાતા થયેલી દેવકી સાત સ્વપ્ન જુએ છે તે આ પ્રમાણે. (૧) હાથી (૨) સિંહ (૩) અગ્નિ (૪) દેવવિમાન (૫) પદ્મ સરોવર (૬) ઊગતા સૂર્યનું બિંબ અને (૭) મહાધ્વજ તે સાત સ્વપ્નો શૌરીને જણાવે છે. વસુદેવ સ્વપ્ન પાઠકોને પૂછે છે. તેઓ પણ કહે છે કે આ દેવીને પુત્ર થશે તે ભરતમાં અર્ધચક્રવર્તી થશે. પછી સાતમાં દેવ લોકમાંથી ચ્યવીને કોઈક મહર્બિક દેવ તે દિવસે દેવકીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. (૨૧૯૬)
હવે તે ગર્ભ વૃદ્ધિ પામે છે અને પ્રથમ દિવસથી જ કંસના પુરુષો વડે પ્રયત્નથી રક્ષણ કરાતો ગર્ભકાળ પૂર્ણ થયે છતે આસો મહિનાની સુદ આઠમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છતે, (૩૦) ગ્રહનો સમૂહ ઉચ્ચ સ્થાનમાં રહ્યુ છતે, ઉચ્ચ હોરામાં સૌમ્યગ્રહો રહ્યુ છતે અને સર્વપાપ ગ્રહો કુંડલીમાં અગીયારમાં સ્થાનમાં રહ્યુ છતે રાત્રીમાં શ્રી વત્સથી અંકિત છાતીવાળા સંપૂર્ણ અને સમગ્ર લક્ષણથી યુક્ત કરાયું છે, સકલભવનમાં ઉદ્યોત જેના વડે એવા પુત્રને દેવી જન્મ આપે છે. ભરતાર્ધમાં વસનારી દેવીઓ વડે સૂતિકર્મ કરાયે છતે દેવકી શૌરીને બોલાવીને આક્ષેપ સહિત કહે છે કે દુરાત્મા કંસના મૂલ્યથી ખરીદાયેલી એવી શું હું દાસી છું ? અથવા શું હું કયાંય પણ બંધાયેલી તેના વડે છોડાવાઈ છું ? (૨૨૦૨) હે દેવ ! આપણી સાથે તેનો ક્ષેત્રગ્રામ-સંબંધી વેર નથી, તે આપણો ગોત્રિક નથી, દાત્રી નથી, તે ણિક જાત છે અથવા શું આપણે તેનો કોઈ અપરાધ કર્યો છે? જેથી તે નિરર્થક લીલાથી ડંકપુત્રની જેમ આપણા પુત્રોને હણે છે. હે નાથ ! તમે પણ આની ઉપેક્ષા કરો છો તેથી હું દુઃખી થાઉં છું તેની દરકાર તમે કરતા નથી. સામર્થ્ય હોવા છતાં પણ એકપણ પુત્રનું રક્ષણ કરાયું નથી. તેથી કરુણા કરીને અને હમણાં મારા પર કૃપા લાવીને હે સ્વામિન્ ! આ પુત્રને કોઈપણ રીતે ગોકુળમાં લઈ જઈ તેની રક્ષા કરો. (૨૨૦૬) આને યુક્તિયુક્ત જાણીને શૌરી પણ કંસના પુરુષો સુતા હતા ત્યારે ‘નમો જિણાણં’ એમ બોલીને પુત્રને ઉપાડે છે. પછી દેવતાઓથી અધિષ્ઠિત ધારણ કરાયું છે ઉત્તમ શ્વેત છત્ર જેની ઉપર, શ્રેષ્ઠ સુવર્ણમય ચામરોથી વીંઝાતો, બળતા દીવાઓની સાથે, દેવતાઓ વડે મુકાયો છે ફુલોનો સમૂહ જેની ઉપર એવા પુત્રને વસુદેવ જેટલામાં મથુરાના કિલ્લાના દરવાજાની પાસે લઈ જાય છે તેટલામાં કેદ કરાયેલા ઉગ્રસેન રાજાએ પ્રસન્નતાથી શપથ આપીને યદુતિલક (વસુદેવ)ને પુછ્યું કે આ શું આશ્ચર્ય છે ? વસુદેવ તેને કહે છે કે આ તે બાળક છે જે
(૩) ત્રિશિષ્ટ શલાકા પુરુષ ચરિત્રમાં આઠમાં પર્વમાં શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના થયેલ છે તેમ જણાવ્યું છે. અહીં મતાંતર જણાય છે તત્ત્વ કેવલીગમ્ય,
104