________________
કૃપા કરીને તમે અહીં પધારો. (૨૧૬૧)
પછી ભાઈથી અનુજ્ઞા અપાયેલ વસુદેવ શ્રેષ્ઠ વિમાનથી આની સાથે ગગનવલ્લભ નગરમાં જાય છે ત્યાં કંચન દંટ્ પોતાની બાલચંદ્રા પુત્રીને પરણાવે છે. વેગવતી અને બાલચંદ્રાની સાથે તે સ્થાનમાં રહેલો અનેક વિદ્યાધરોથી પરિવરેલો, વસુદેવ રત્નમય વિમાનથી જઈને દધિમુખની બહેન મદનવેગા ભાયુંને ગ્રહણ કરે છે. પછી સિંહĒષ્ટ્રની પુત્રી નીલયશાને, અનિવેગની પુત્રી શ્યામાને ગ્રહણ કરે છે અને પ્રિયંગુસુંદરી અને બંધુમતીને શ્રાવસ્તિથી પછી મહાપુરમાં સોમદત્ત રાજાની પુત્રી સોમશ્રીને અને ઈલાવર્ધન નગરમાં સાર્થવાહ પુત્રી રત્નવતીને, ભદ્દિલપુરમાં પુંડ્રાને, જયપુરનગરમાં અશ્વસેનાને, વેદસામનગરમાં સાલગુહા, પદ્મશ્રી અને કપિલાને તથા (૨૧૬૭) તથા અચલપુરગ્રામથી વણિકપુત્રી મિત્રસેનાને ગ્રહણ કરે છે, પછી તિલશ્રોત સન્નિવેશમાંથી પાંચશો કન્યાને અને ગિરિતટ ગ્રામમાં સોમશ્રીને ગ્રહણ કરી ચંપામાં જાય છે ત્યાંથી ગંધર્વસેના ભાર્યાને અને અમાત્યપુત્રીને ગ્રહણ કરે છે. પહેલાં પરણાયેલી સુગ્રીવ અને યશોગ્રીવની બે પુત્રીઓને ત્યાંથી ગ્રહણ કરીને વિજયખેટ નગરમાં ગયો. શ્યામા અને વિજયસેનાને લઈને કેતુમતીને ગ્રહણ કરે છે, કોલ્હાપુરમાં પદ્મશ્રીને પછી પલ્લિપતિની પુત્રી જરાને પછી રત્ન અને સુવર્ણથી સમૃદ્ધ અવંતિસુંદરી જીવયશા અને સૂરસેના વગેરે સ્ત્રીઓને લઈને, આકાશને ઉદ્યોત કરતો, વિદ્યાધર સૈન્યથી યુક્ત શૌરી પરમાનંદથી સૌરીયપુરમાં ભાઈઓ પાસે આવ્યો. જાદવોએ પરમાનંદથી વર્ષાપનક કર્યું. પછી સ્રીઓ અને કંસની સાથે વસુદેવ પરમાનંદથી ક્રીડા કરે છે. હવે કંસવડે વસુદેવ સ્નેહપૂર્વક મથુરામાં લઈ જવાયો અને ત્યાં દેવની જેમ હજારો વધૂઓની સાથે નિત્ય ક્રીડા કરે છે. (૨૧૭૫)
અને આ બાજુ નિમ્નગાવતી નગરીમાં ભોજવંશમાં દેવક નામનો રાજા છે તેને શ્રેષ્ઠરૂપથી યુક્ત દેવોને પણ મોહ કરાવનારી, દેવકી નામે પુત્રી છે. કંસના વચનથી ઘણી રિદ્ધિથી વસુદેવ તેને પરણ્યો. તેના લાભમાં (લગ્ન પ્રસંગની પ્રાપ્તિમાં) કંસે મથુરા નગરીમાં મોટું વર્ધાપનક શરુ કરાવ્યું. અને લોક પ્રમાદવાળો થયો ત્યારે કંસના ભાઇ અઈમુત્તા મુનિ ત્યાં આવ્યા. મદિરાપાનથી · ઉન્મત્ત થયેલી, શરીર પરથી સરી પડતા કપડાવાળી, છૂટી પડેલા અંબોળાવાળી, રણકાર કરતા ણિના કંદોરા અને વલયવાળી એવી જીવયશા અઈમુત્તામુનિને ગળામાં ગાઢ આલિંગન કરીને કહે છે કે આવા પ્રકારના મોટા પ્રમોદના પ્રસંગમાં હે દિયર ! તું આવ્યો તે સારું થયું. તેથી ગીત ગાવાનું શરૂ કર એમ કહેતી જેટલામાં તે કોઈપણ રીતે મુનિને છોડતી નથી તેટલામાં ગુસ્સે થયેલા મુનિએ કહ્યું કે હે પાપીષ્ઠા ! ખુશ થઈને જેના આનંદમાં તું નાચે છે તેનો સાતમો ગર્ભ તારા પતિ અને પિતાનો હણનારો થશે. એ પ્રમાણે મુનિએ કહ્યું એટલે તે મુનિવચનને સાંભળીને ભયથી કંપેલા પુષ્ટ સ્તનને ઢાંકતી કંસને કહે છે અને ભય પામ્યું છે મન જેનું એવો કંસ વસુદેવની પાસે દેવકીના સાતમા ગર્ભની માગણી કરે છે. પ્રયોજનને નહીં જાણેલા વસુદેવે અને પરમાર્થને નહીં જાણનારી દેવકીએ તેની પ્રાર્થનાને માન્ય રાખી. (૨૧૮૫)
અને આ બાજુ મલયદેશમાં ભદ્દતિલક નામનું નગર છે અને ત્યાં ઘણાં ક્રોડ દ્રવ્યનો સ્વામી નામથી નાગદત્ત શ્રેષ્ઠી છે અને તેની સુલસા પત્ની છે. બાલપણામાં તેને કોઈકે કહ્યું હતું કે તું નિંદુ (જે સ્ત્રી મરેલા પુત્રોને જન્મ આપે તે નિંદુ કહેવાય છે.) થઈશ તેથી તે
103