________________
ફુલોમાં રાગી થતી નથી તેમ તે રોહિણી પણ સર્વરાજાઓને વિશે પોતાની દષ્ટિને સ્થિર કરતી, નથી. એટલામાં શૌરી સ્પષ્ટ અક્ષરોથી ઢોલને વગાડે છે તે (૨૧૩૭) આ પ્રમાણે
હે મૃગનયના ! તું આવ અને પોતાની સ્નેહાળ દષ્ટિથી તારા સંગમમાં ઉત્સુક મનવાળા અહીં આવેલા આ જનને છે. હવે રોહિણી જેટલામાં તેને જુએ છે તેટલામાં તેનું ચિત્ત ઝડપથી ખેંચાયું. હવે જેમ મૃગલી સંગીતમાં વ્યાક્ષિપ્ત થાય તેમ રોહિણી જેટલામાં તેને જુએ છે તેટલામાં તેનું ચિત્ત વ્યાક્ષિપ્ત થયું. કામદેવના તીણબાણોથી વિંધાયેલી, રોમાંચિત શરીરવાળી, વ્યાકુળતાથી પગલાં ભરતી તેની પાસે જાય છે, અનુરાગથી ઘણો વધ્યો છે આનંદ જેનો એવી તે રક્તકમળ જેવા લાલ હાથોથી સફેદ કુસુમથી બનાવેલી માળા વસુદેવના કંઠમાં આરોપે છે. અહો ! જુઓ તો ખરા શ્રેષ્ઠગુણોથી યુક્ત આ સર્વે રાજાઓને છોડીને આ અધમ ઢોલીને વરી આ પ્રમાણે બોલતા સર્વ રાજાઓ કલકલાટ કરે છે. ક્ષોભ પામેલા કેટલાક શૌરીની નિંદા કરે છે, કેટલાક કન્યાની નિંદા કરે છે, બીજા રુધિર રાજાની નિંદા કરે છે. પછી વસુદેવ અને રુધિરની સાથે આ રાજાઓએ યુદ્ધ શરૂ કર્યું ત્યારે દધિમુખ ખેચરેન્દ્ર ત્યાં આવ્યો અને વેગવતીની માતા અંગારવતી ત્યાં આવી તેણે વસુદેવને દેવતાધિષ્ઠિત ધનુષ્ય અને ભાથાને આપ્યું. (તૂણીર= ભાથું = યોદ્ધાનો બાણ રાખવાનો એક પ્રકારનો ખભાની પાછળ રખાતો કોથળો.) દધિમુખે શ્રેષ્ઠ રથ શૌરીને અપર્ણ કર્યો. દધિમુખને સારથિ કરીને વસુદેવ આ રથ ઉપર આરૂઢ થયો. પછી સૈન્યસહિત રુધિરરાજા અને વસુદેવ આ રાજાઓની સાથે ટકરાયા. મોટું યુદ્ધ પ્રવર્યું અને રુધિર રાજા ભંગાથે છતે ફક્ત શૌરી એકલો જ તેઓની સાથે યુદ્ધ કરે છે. એકલા વસુદેવ વડે પણ તેઓનું સૈન્ય ભંગાયે છતે શત્રુંજય રાજા કોષે ભરાયો અને યદુતિલકની સાથે ટકરાયો. મહાપરાક્રમી વસુદેવે તેના કાન સહિત છત્ર, મુકુટ આદિને છેદી નાખ્યા(૨૧૪૯) પછી દંતવકને હતપ્રતિહત કર્યો. પછી યુદ્ધમાં યાદવસિંહે તેઓની દેખતાં જ શલ્યરાજાને બાંધ્યો. પછી ભયભીત થયેલ મગધપતિ સમુદ્રવિજય રાજાને ઉત્સાહિત કરીને શત્રુનો પરીચય આપે છે અર્થાત્ શત્રુનું વર્ણન કરે છે. શૌરીનું સમુદ્રવિજયની સાથે અતિભયંકર યુદ્ધ થયું. લાખો બાણોથી બંને પણ પરસ્પરના બાણોનું ખંડન કરે છે પરંતુ વસુદેવ મોટાભાઈના શરીરને ઈજા કરતો નથી. લાંબા સમય પછી શૌરી પૂર્વે લખેલા પોતાના નામથી અંકિત, મોટાભાઈને નમન કરતા એવા શ્રેષ્ઠ બાણને છોડે છે. તે નમન કરતા મહાબાણને જોઈને સમુદ્રવિજય વિસ્મય પામ્યો અને બાણને હાથમાં લઈ તેના પર જે લખેલું છે તેને વાંચે છે તે લખાણ આ પ્રમાણે છે. (૨૧૫૪) તમારો નાનો ભાઈ વસુદેવ કપટથી સો વરસ પહેલાં જે નીકળી ગયો હતો તે હમણાં તમને નમસ્કાર કરે છે. પછી હર્ષથી શરીરમાં નહીં સમાતો સમુદ્રવિજય પણ રથમાંથી ઉતરે છે અને વસુદેવ પણ પોતાના રથને છોડે છે. પછી વસુદેવ સમુદ્રવિજયના ચરણરૂપી કમળમાં પડે છે. અતિખુશ થયેલ સમુદ્રવિજય પણ તેને ભેટીને મસ્તકમાં ચુંબન કરે છે. હરિવંશમાં ઉત્પન્ન થયેલ સિવાય બીજાને આવું પરાક્રમ કયાંથી હોય? આમ રુધિર વગેરે રાજાઓ ખુશ થયા. ત્યારે ત્યાં પરમ આનંદથી રોહિણીને પરણ્યો. હવે કોઈક દિવસે સુખપૂર્વક રહેતા તેઓની પાસે બાલચંદ્રાએ ધનવતી નામની ખેચરીને મોકલી. તે આવીને શૌરીને જણાવે છે કે પહેલાં જે નાગપાશોથી બંધાયેલી અને તમારા વડે છોડાવાયેલી તે વેગવતીની સાથે રહેલી બાલચંદ્રા તમને વિનવે છે કે
102