________________
પછી ત્રિશેખર ખેચરના પુત્ર સૂર્પકવડે અથરુપ કરીને હરણ કરતા વસુદેવવડે મુષ્ટિપ્રહારથી હણાયેલ સૂપક વસુદેવને ગંગાનદીમાં નાખી દીધો અને તે ગંગાનદી ઉતરીને આશ્રમમાં પહોંચ્યો (૨૧૧૦) અને ત્યાં ગળામાં પહેરેલી હાડકાંના માળાવાળી, શ્રેષ્ટરૂપવાળી, સ્ત્રીને જોઈને શૌરી તાપસોને પૂછે છે કે આ કોણ છે ? તેઓ પણ કહે છે કે જિતશત્રુ રાજની ભાર્યા અને જરાસંધની પુત્રી નંદીસેના છે અને પરિવ્રાજક વડે આ વશ કરાયેલી છે અને રાજા વડે તે પરિવ્રાજક મરાયો છે અને તેના હાડકાંની માળાને ગળામાં ધારણ કરીને ભમતી સેંકડો ભુતોથી ગ્રહણ કરાયેલાની જેમ હમણાં કોઈપણ રીતે અહીં આવી છે. અને પછી તેના વશીકરણને કમથી ઉતારીને (દૂર કરીને) શૌરી તેને સાજી કરે છે અને જિતશત્રુ રાજા શૌરીને ઘરે લઈ ગયો અને શૌરીને પૂજીને તેની સાથે પોતાની કેતુમતી નામની બહેન પરણાવે છે. અને વસુદેવ તેની સાથે જેટલામાં રહે છે તેટલામાં ડિભક નામના પ્રતિહારે આવીને જિતશત્રુ રાજાને કહ્યું કે જેના વડે પુત્રીને જીવિત અપાયું છે તે પરમ ઉપકારી છે એમ જાણીને જરાસંધ તેને બોલાવે છે અને (૨૧૧૭) શ્રેષ્ઠ રથ પર બેસીને શૌરી મગધપુર ગયો. અને ત્યાં રાજા વડે વધ માટે આદેશ કરાયો. વસુદેવ પૂછે કે આ શું છે ? રાજપુરુષો કહે છે કે જે રાજાની પુત્રીને સાજો કરશે તે રાજાના શત્રુનો પિતા છે એમ નૈમિત્તિયા વડે રાજાને કહેવાયું છે. આમ કહીને વધ કરવા માટે જેટલામાં શસ્ત્રોને ઉગામે છે તેટલામાં તેઓના દેખતાં જ પ્રભાવતી ખેચરી વસુદેવને હરણ કરીને ગંધસમૃદ્ધ નગરમાં પિતા ગંધારપિંગલ રાજાની પાસે લઈ ગઈ.ખુશ થયેલ રાજાએ પ્રશસ્ત દિવસે પ્રભાવતીની સાથે પાણિગ્રહણ કરાવ્યું. તેની સાથે વિશિષ્ટ ભોગોને ભોગવતો શૌરી ક્યારેક સૂર્પકવડે હરણ કરીને ગોદાવરી નદીના કાંઠા પર ફેંકાયો. તે ઉતરીને કોલ્હાપુર નગરમાં ગયો અને ત્યાં પણ પઘરથરાજાની કમળ જેવા મુખવાળી પદ્મશ્રી પુત્રીને પરણે છે અને નીલકંઠે ત્યાંથી અપહરણ કરીને વસુદેવને ચંપા સરોવરમાં નાખ્યો અને ત્યાં પણ રાજાના સચિવની પુત્રીને પરણે છે. ત્યાંથી સૂપક હરણ કરીને ગંગાજળમાં નાખ્યો. નદી ઉતરીને જંગલમાં ભમતો પલ્લિમાં પહોંઓ. પલ્લિનાથની પુત્રી જરાકુમારીને પરણ્યો. (૨૧૨૬) જરાકુમારી કોઈ વખત જરાકુમાર પુત્રને જન્મ આપે છે પછી શૌરી અવંતિસુંદરી કન્યાને તથા સૂરસેનાને પરણે છે તથા રાજપુત્રી જીવ શાને તથા પુરુષ વેશમાં રહેલી કન્યાને પરણે છે આ પ્રમાણે રાજપુત્રીઓને પરણતો શૌરી કમથી અરિષ્ટપુર નામના નગરમાં પહોંચ્યો. ત્યાં રુધિર રાજા છે. તેની મિત્રા નામની ભાર્યા છે. હિરણ્યાભ નામનો પુત્ર છે અને રૂપાદિગુણમાં અગ્રસેર, કળામાં કુશળ, જગપ્રસિદ્ધ રોહિણી નામની પુત્રી છે તેના નિમિત્તે પિતાએ સ્વયંવર કર્યો ત્યારે સર્વ પણ જરાસંધ વગેરે રાજાઓ ત્યાં આવ્યા. રુધિર રાજા વડે સન્માનિત કરાયેલા સર્વ રાજાઓ મણિ અને સુવર્ણથી મંડિત મહેલોમાં તથા મંચો પર અનુક્રમથી બેઠા. વસુદેવ પણ વાજિંત્ર વગાડનારની મધ્યમાં દેવોને પણ આકર્ષતો વિવિધ ભંગોથી આશ્ચર્યકારી રીતે ઢોલને વગાડે છે અને પોતાના રૂપ અને વેશનું પરાવર્તન કરીને ત્યાં રહ્યો છે. નવવધૂ વિશે આકર્ષણપણું હોવાથી કોઈએ પણ તેને ઓળખ્યો નહીં. (૨૧૩૪) રતિ-રંભા-લક્ષ્મી-રોહિણીના રૂપોને પોતાના દેહની શોભાથી જીતતી રોહિણી ઉત્તમ શણગાર પહેરીને ત્યાં આવી અને તે કમળના દળ જેવી દિીર્ધ દષ્ટિથી પ્રિય સખી વડે બતાવેલા સર્વ પણ ઉત્સુક રાજાઓને જુએ છે, ભમરી જેમ આકડાના
101