________________
નાસ્તિકવાદી હરિશ્મછુ નામનો જે અમાત્ય હતો તે બંને પરસ્પર વૈર સહિત મરીને સાતમી . નરકમાં જઈને સંસારમાં ભમીને અશ્વગ્રીવ રાજાનો જીવ શ્રાવસ્તિ નગરીમા રાજપુત્ર મૃગધ્વજ થયો અને પ્રધાનનો જીવ હતો તે કામદેવ શ્રેષ્ઠીના ગોકુળમાં પાડો થયો. મૃગજે તે પાડાને જોયો અને પૂર્વે ઉપાર્જન કરેલ વૈરના વશથી તેના એક પગને કાપ્યો તેથી ત્યાંથી મરીને તે લોહિતાક્ષ નામનો અસુરદેવ થયો. મૃગધ્વજના આ અપરાધથી તેના પિતાએ તેને દેશ નિકાલ કર્યાં. તેથી મૃગને દીક્ષા લીધી.(૨૦૮૪) પછી મૃગધ્વજ મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ફરી રાજગૃહ નગરમાં આવ્યા અને લોહિતાક્ષ યક્ષ ત્યાં આવે છતે રાજા વડે કેવલી ભગવંત પુછાયા એટલે તે કહે છે કે અશ્વગ્રીવના ભવમાં મારા વડે કહેવા છતાં પણ આનાવડે નાસ્તિકપણું ન છોડાયું તેના પ્રદ્વેષથી મારા વડે અહીં આનો એક પગ કપાયો. પછી ધર્મને સાંભળીને બોધ પામેલો લોહિતાક્ષ અસુર સમ્યક્ત્વને સ્વીકારે છે. કામદેવ શ્રેષ્ઠી પણ ત્રણ દેવકુલો કરાવે છે એકમાં ત્રણ પગવાળી રત્નમય પાડાની પ્રતિમા, બીજામાં મૃગજ મુનિની પ્રતિમા અને ત્રીજામાં પોતાની પ્રતિમા સ્થાપન કરાવે છે. પછી ત્રણ પગવાળા પાડાની પ્રતિમા જોઈને જાદવ કોઈને પૂછે છે કે આ પાડો ત્રણ પગવાળો કેમ ? તેણે પૂર્વ કહ્યાં મુજબ સર્વ વ્યતિકર કહ્યો અને બીજું તેણે એ કહ્યું કે કામદેવ શ્રેષ્ઠીના વંશમા હાલમાં કામદત્ત નામનો શ્રેષ્ઠી વસે છે. (૨૦૯૧) અને તેને રૂપસંપન્ન બંધુમતી નામે બહેન છે. છત્રીશ આગળીયાથી બંધ કરેલ કામદેવના ભવનને જે ઉઘાડશે તે તેને(બંધુમતીને) પરણશે એમ નૈમિત્તિયાએ કહ્યુ છે. પછી શૌરી તે ભવનને ઉઘાડીને જેટલામાં અંદર પ્રવેશ્યો તેટલામાં કામદત્ત પણ કામદેવના વંદન માટે આવ્યો અને ઉઘાડેલા દરવાજાને જુએ છે. તુષ્ટ થયેલો કામદત્ત શૌરીને ઘરે લઈ જાય છે અને બંધુમતીને પરણાવે છે. તે મૃગજ વંશમાં ઈક્ષ્વાકુકુલમાં ઉત્પન્ન થયેલો એણીપુત્ર નામનો રાજા હાલમાં છે અને તેની માતા મરીને જ્વલનપ્રભ નાગકુમાર દેવની દેવી થઈ છે. નાગદેવતા વડે પ્રત્યક્ષ થઈને પ્રિયંગુસુંદરી વસુદેવને અપાઈ અને પરણાવાઈ. હવે તેની સાથે તથા બંધુમતીની સાથે ત્યાં લાંબા સમય સુધી ભોગોને ભોગવતો રહે છે. (૨૦૯૮)
આ બાજુ વૈતાઢ્ય પર્વત પર ગંધસમૃદ્ધ નગરમાં ખેચર રાજા ગંધાર પિંગલ છે તેની શ્રેષ્ઠ રૂપને ધરનારી પ્રભાવતી નામે પુત્રી છે. તે ક્યાંય પણ ભમતી માનસવેગ સંબંધી સુવર્ણાભ નગરનાં ઉદ્યાનમાં પહોંચી અને તેણે ત્યાં સોમશ્રીને જોઈ અને તેની સાથે મિત્રતા થયા પછી પોતાના અપહરણાદિથી ઉત્પન્ન થયેલ સર્વદુઃખને રડતી સોમશ્રી પ્રભાવતીને કહે છે. (૨૧૦૨) તેથી પ્રભાવતીએ કહ્યું કે હું તારા પતિને અહીં લઈ આવું છું. પછી દીર્ઘ નિશ્વાસ નાખીને સોમશ્રી આ પ્રમાણે બોલે છે કે જેવી રીતે પૂર્વે વેગવતી મારા પતિને લઈ આવી હતી એવી રીતે તું લઈ આવીશ ? પછી પ્રભાવતીએ કહ્યું કે હે સખી ! બધો લોક એક સરખો હોતો નથી. (૨૧૦૪) આમ કહીને તે શ્રાવસ્તિપુરીમાં શૌરીની પાસે ગઈ. બધી હકીકત જણાવીને અÜક્ષણમાં લઈ આવી. વસુદેવ સોમશ્રીને મળ્યો અને પ્રભાવતીએ પ્રજ્ઞપ્તિ નામની મહાવિદ્યા શૌરીને આપી. પછી મહાધોર લડાઈ થઈ એટલે શૌરીવડે માનસવેગ વગેરે સર્વ શત્રુઓને જીતીને ચાકર કરાયા. પછી સોમશ્રી સાથે રત્નમય વિમાનમાં આરોહણ કરીને માનસવેગં આદિથી યુક્ત મહાપુર નગરમાં પહોંચ્યો અને શ્રી સોમદત્ત રાજાના મહેલમાં શૌરી સુખપૂર્વક રહે છે.
100