________________
કરો અને આ વંશપરંપરાથી આવેલા રહસ્યથી યુક્ત, મંત્રોથી અધિષ્ઠિત, શસ્ત્રોને ગ્રહણ કરો. પુણ્યશાળીઓ વડે મંત્રોથી સિદ્ધ કરાયેલા શસ્રો વડે રિપુવર્ગ જીતાય છે. હે વીર ! તે પુણ્ય તમને જ છે પણ અમને નથી. તે શસ્રો આ પ્રમાણે છે
બ્રહ્મશિર, નામાશસ્ત્ર, અગ્રેગ, વારૂણ, માહિન્દ્ર, યમદંડ, ઈશાન, વાયવ્ય, અને બંધમોક્ષ, શલ્યોદ્ધરણ, વ્રણરોહણ, ઉચ્છાદન અને લોકનું હરણ, છેદન, જંભક અને સર્વથા છેદ, આ અને પૂર્વે સુભૂમ ચક્રીવડે શ્વસુર મેઘનાદને અપાયેલા બીજા શસ્રો વસુદેવ ગ્રહણ કરે છે. (૨૦૫૬) પછી દધિમુખ વગેરે ખેચરોથી વીંટળાયેલો વસુદેવ ચાલ્યો અને ક્ષણથી દિવિતિલક પુરમાં પહોંચ્યો. ત્યાં બંને ખેચરદળોનું મહાભયંકર યુદ્ધ થયું. માહિન્દ્રાસ્રથી ત્રિશેખરનું મસ્તક છેદીને વિદ્યુતવેગને છોડાવીને પુત્રોને અપર્ણ કરે છે. મદનવેગાની સાથે વસુદેવ સ્વયં રાજ્યને ભોગવે છે અને મદનવેગાને અનાવૃષ્ટિ નામનો પૃથ્વીતલ પર વિખ્યાત પુત્ર થયો. પ્રિયાની સાથે સિદ્ધાયતનમાં દેવોને વાંદીને ક્યારેક પાછા ફરેલા શૌરીના સર્વ નગરને ત્રિશેખરની બહેન સૂર્પણખીએ બાળ્યું. (૨૦૬૨)
વસુદેવ અપહરણ કરાઈને રાજગૃહ નગરની બહાર ફેંકાયો. ત્યાં જુગારમાં ક્રોડ સુવર્ણ જીતીને જગતમાં તિલક સમાન વસુદેવ તેને દાનમાં આપે છે અને વિવિધ વિલાસોને કરે છે. આ બાજુ નૈમિત્તિક રાજગૃહના સ્વામીને કહે છે કે આના પુત્રથી તારું મરણ થશે. તેથી રાજપુરુષોએ શૌરીને પકડીને પર્વતના શિખર ઉપરથી ગબડાવ્યો અને વેગવતી સ્ત્રી વડે ઝીલી લેવાયો અને શ્રીમાન નામના પંચનદી સંગમ તીર્થમાં લઈ જ્વાયો. હે નાથ! તમારો વ્યતિકર મારી વિદ્યામાતાવડે કહેવાયો છે અને આકાશમાં જતી એવી મારા વડે ક્યાંય પણ સાધુ ઓળંગાયા છે તેથી હમણાં વિદ્યાઓ સ્કુરાયમાન થતી નથી. આમ તેણે કહ્યા પછી શૌરી પ્રિયાની સાથે તાપસ આશ્રમની પાસે રહે છે અને ત્યાં પરિભ્રમણ કરતા વસુદેવે ક્યારેક નદીના મધ્યભાગમાં નાગપાશોથી બંધાયેલી કન્યાને જુએ છે અને તેથી કરુણાથી વેગવતીના કહેવાથી તેના બંધનો છોડાવે છે. ત્રણ પ્રદક્ષિણા કરીને કન્યા પણ જાદવને કહે છે કે વૈતાઢ્ય પર્વત પર ગગનવલ્લભ નગરમાં પહેલાં મિરાજાના વંશમાં થયેલ વિદ્યુત દાઢ નામનો રાજા હતો. ક્યારેક તેણે કોઈક મુનિને ઉપસર્ગ કર્યો. તેથી ગુસ્સે થયેલો ધરણેન્દ્ર તેના પક્ષવાળા ખેચરોની વિદ્યાનું હરણ કરે છે. ફરી પણ કોઈક રીતે પ્રસન્ન કરાયેલ ધરણેન્દ્ર કહે છે કે રોહિણી પ્રમુખ મોટી વિઘાઓને છોડીને બીજી વિદ્યાઓ સાધી શકશે અને રોહિણી વગેરે વિદ્યાઓ પણ સાધુ મહાપુરુષોના દર્શન પછી કષ્ટથી સિદ્ધ થશે. તે વિદ્યુતદાઢના વંશમાં હું બાલચંદ્રા નામની કન્યા મહાવિદ્યાને સાધતી આવી અવસ્થાને પામી છું. તમારા દર્શનથી તે વિદ્યા મને સિદ્ધ થઈ છે અને તમારા વડે મને જીવિત અપાયું છે. (૨૦૭૫) તેથી કોઈપણ વરદાનને માગો. એટલે શૌરીએ કહ્યું કે જે એમ છે તો વેગવતીને વિદ્યાઓ આપ. તેથી ખુશ થયેલી એવી તે પણ વેગવતીને લઈને ગગનવલ્લભપુરમાં પહોંચી. શૌરી પણ તે આશ્રમમાં પહોંચ્યો અને ક્યારેક વૈરાગ્યને પામેલા કેટલાક રાજાઓ ત્યાં આવ્યા. જિનશાસનમાં કુશળ શૌરી તેઓને પ્રતિબોધ કરીને સાધુપણું ગ્રહણ કરાવે છે પછી ક્યારેક શ્રાવસ્તિપુરીમાં આવ્યો. (૨૦૭૮)
અને આ બાજુ રાજગૃહમાં જે અશ્વગ્રીવ નામનો પ્રથમ પ્રતિવાસુદેવ અને તેનો
99