________________
અને રતિસમાન તેની સાથે વિષય સુખને ભોગવતો બીજી રમણીઓને યાદ કરતો નથી. (૨૦૦૯)
અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણી પર સુવર્ણાભ નામનું નગર છે. ત્યાં ચિત્રાંગદ રાજાનો પુત્ર એવો માનસ વેગ ખેચર રાજા છે. અને શૌરી સુખેથી સૂતો હતો ત્યારે માનસવેગે સોમશ્રીનું હરણ કર્યું. માનસ વેગ ખેચરે પોતાની બહેન વેગવતીને આ પ્રમાણે કહ્યું કે હે સુતનુ ! તું સોમશ્રીને એવી રીતે સમજાવ કે જેથી તે મારો ત્યાગ ન કરે અને મને ભજે. વેગવતીએ સોમશ્રીને તે પ્રમાણે સમજાવી છતાં પણ સુશીલ એવી તે કોઈપણ રીતે માનસવેગ ખેચરને ઈચ્છતી નથી. (૨૦૩૨) સોમશ્રીનો વેગવતીની સાથે ગાઢ મૈત્રીભાવ થયો. હવે શૌરીના વિરહથી પરવશ થયેલ મનવાળી સોમશ્રીએ સરળપણાથી વેગવતીને કહ્યું કે મારા હૃદયવલ્લભ શૌરીને તું કોઈપણ રીતે અહીં લઈ આવ. તેથી આપણે અહીં અવિમુક્ત (ભેગા) થઈને રહીએ. એટલે વેગવતી જઈને ઈન્દ્રસમાન રૂપવાળા સોમશ્રીના શોકથી પીડિત થયેલા શૌરીને જેટલામાં જુએ છે તેટલામાં તે કામબાણોથી વીંધાઈ. લાંબા સમયથી ભૂખ્યો થયેલ એવો કોણ હોય જે સરસફળને મેળવીને બીજાને આપે. પરંતુ અપરણિત કુલકન્યા કેવી રીતે પુરુષને સેવે? એ પ્રમાણે વિચારીને ઉત્પન્ન થયેલ પોતાની બુદ્ધિથી સોમશ્રીનું રૂપ લઈને વેગવતી ઉદ્યાનમાં જઈને બેસે છે અને સોમશ્રીના અપહરણથી ચોથા દિવસે ત્યાં ભ્રમણ કરતા વસુદેવ વડે જોવાઈ. પછી ખુશ થયેલ વસુદેવ પૂછે છે કે હે પ્રિયા ! આ શું? સોમશ્રીના રૂપમાં રહેલી વેગવતીએ કહ્યું કે હે પ્રિય ! તારી પ્રાપ્તિ મને થાય તે માટે દેવતાની કંઈપણ માનતા (ઈચ્છિત) ને માની હતી. તેની આરાધના કરવા ત્રણ દિવસથી અહીં મૌનવ્રતથી રહી છું. અને અહીં બીજું પ્રયોજન એ છે કે તમારે ફરીથી મારી સાથે પાણિગ્રહણ કરવું. પછી ખુશ થયેલો શૌરી તેમ કરે છે. (૨૦૪૦) પછી કદલીઘરમાં મદિરાપાન કરીને આખો દિવસ ત્યાં અતિરતિમાં પ્રસા રહ્યા. પછી પોતાના ગુણોથી વસુદેવ આકર્ષિત થયે છતે બીજે દિવસે પોતાનું રૂપ પ્રકટ કરીને વેગવતીએ સર્વવૃત્તાંત તેને કહ્યો. હવે વિષયસુખમાં આસક્ત તે ખેચરીની સાથે જ્યાં સુધી રહે છે ત્યાં સુધીમાં બીજે દિવસે માનસવેગ ખેચરે હરણ કરીને વસુદેવને ગંગાનદીના પાણીમાં નાખો. તે વખતે વિદ્યા સાધવા માટે ચંડવેગ નામનો ખેચર ગંગાનદીમાં રહેલો હતો તેના ખંભા ઉપર વસુદેવ પડ્યો એટલે ખુશ થઈને ચંડવેગે કહ્યું કે હે મહાયશ! તારા પ્રભાવથી મને હમણાં વિદ્યા સિદ્ધ થઈ તેથી તું કંઈક વરદાન માગ તેથી શૌરીએ પણ આકાશગામિની વિદ્યા માગી. તેણે પણ વિદ્યા આપી અને શૌરી પણ કનકખલનગરમાં તેની સાધના કરે છે. (૨૦૪૬)
ત્યાં દિવ્ય આભરણવાળી, શ્રેષ્ઠ રૂપને ધારણ કરનારી, વિદ્યાની જેમ મૂર્તિમંત એવી એક ખેચરી આવી અને વસુદેવને ઉપાડીને વૈતાઢ્ય પર્વત પર અમૃતાધાર નગરમાં લઈ ગઈ. નામથી મદનગા એવી આ ખેચરીને પોતાના ભાઈ દધિમુખે વસુદેવને આપી. ખુશ થયેલ વસુદેવે તેની સાથે લગ્ન કર્યા. કોઈ વખત મદનવેગા તથા તેના ભાઈઓએ અનુરક્ત જાદવ તિલકને કહ્યું કે આ વૈતાઢ્ય પર્વત પર દિવિતિલક નામનું નગર છે ત્રિશેખર નામનો ખેચર રાજા તેનું પાલન કરે છે. તેણે પણ પોતાના પુત્ર સૂર્પક માટે તારી આ સ્ત્રી મદનવેગાની માગણી કરી હતી પરંતુ શ્રી વિદ્યુતવેગ પિતાએ આપી નહીં. તેથી ત્રિશેખર વગેરે અમારા પિતાને બાંધીને લઈ ગયા અને અમે પલાયન થઈને અહીં રહ્યા છીએ. (૨૦૫૨) તેથી અમારા પિતાનો બંદિમાંથી છુટકારો
98