________________
આલાપો કરતી રહે છે. આ સ્ત્રી છે અને અનુરાગી છે એમ જાણીને શૌરી તેને પરણ્યો. તેને પંડ્રા નામનો શ્રેષ્ઠ પુત્ર થયો અને મોટા પ્રતાપવાળો તે ભદ્દિલપુરનો રાજા થયો. પછી અંગારક ખેચરે કલહંસ રૂપના છળથી હરણ કરીને વસુદેવને ગંગાના જળમાં નાખ્યો. તેમાંથી તરીને કિનારે પહોંચેલો ઇલાવર્ધન નગરમાં સાર્થવાહની દુકાને બેઠો. વસુદેવના પ્રભાવથી એક ક્ષણમાં એક લાખ સુવર્ણ તે સાર્થવાહ કમાય છે. તે તેને પ્રભાવવાળો જાણીને ગૌરવથી પોતાના ઘરે લઈ જઈને ભોજન આભરણ વસ્ત્રોથી તેની પૂજા કરે છે. (૨૦૦૮) તે સાર્થવાહ પૃથ્વીમાં સારભૂત એવી પોતાની પુત્રી રત્નાવતી તેને આપે છે. શરદઋતુ આવી એટલે તેની સાથે વિષયમાં નિરત સુવર્ણરથ પર આરૂઢ થયેલો સસરાની સાથે મહાપુર નગરમાં ઈન્દ્ર મહોત્સવ જોવાને માટે ગયો અને નગરની બહાર વિપુલ પ્રાસાદોને જુએ છે તેથી તે પૂછે છે કે અહીં આ બીજું નગર ક્યું છે? તેથી સસરો કહે છે કે રાજાની પુત્રીનો આ સ્વયંવર મંડપ રચાયો છે અને રાજાઓ આવ્યા છે તે રાજપુત્રી બિમાર પડી છે તેથી તે રાજાઓ પાછા ફર્યા છે. પછી જાદવતિલક જેટલામાં ઈન્દ્રધ્વજ સ્થાનમાં જાય છે તેટલામાં રાજાના અંતઃપુરમાં હાહારવ સાંભળે છે અને સ્તંભને ઉખેડીને એક હાથી ત્યાં આવ્યો અને તે રાજકુમારીને પકડે છે રથમાંથી ઊતરીને વસુદેવ તેને ખેંચીને હાથી પાસેથી છોડાવી. વ્યાકુલ એવી આને બાથમાં ઊંચકીને મહેલમાં લઈ જઈને પવનાદિના ઉપચારથી સ્વસ્થ કરી. સાધુવાદ (સારી પ્રતિષ્ઠા) ને પ્રાપ્ત થયેલા વસુદેવ સસરા સહિત પૃથ્વીમાં પ્રસિદ્ધ ઘણી વિસ્તાર વાળી રિદ્ધિથી યુક્ત સાર્થવાહ કુબેર વડે પોતાના ઘરે લઈ જવાયો અને સ્નાન- ભોજન અને વિલેપન કરીને જેટલામાં પલંગમાં રહ્યો તેટલામાં રાજાની પ્રતિહારી આવી. વસુદેવને રાજાના ખુશીની વધામણી આપીને, જગતમાં તિલક સમાન એવા તેને(વસુદેવને) કહેવા લાગી કે શ્રી સોમદત્ત રાજાને ચંદ્રની પ્રભા જેવી, ચંદ્રના મુખ જેવી, સોમથી નામની શ્રેષ્ઠ પુત્રી છે. તે સ્વયંવરમાં વરને વરશે ત્યારે સર્વાણ મહામુનિ કેવલીના મહિનામાં આવેલા દેવોને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી તે મૌનવ્રત સ્વીકારીને રહી છે. કશું બોલતી નથી. (૨૦૨૦) એકાંતમાં મારા વડે પૂછાયેલી તેણે કહ્યું કે સાતમાં દેવલોકમાં મહાદ્ધિક દેવ હતો તેની સાથે પૂર્વજન્મમાં મેં ભોગો ભોગવ્યા છે. તે કોઈવખત કંઠમાં લાગેલી મારી સાથે ધાતકીખંડમાં અને નંદીશ્વર દ્વિીપમાં જિનજન્મ મહોત્સવમાં જઈને પાછો ફરતો જેટલામાં પાંચમાં દેવલોકમાં રિષ્ટવિમાન પાસે આવ્યો તેટલામાં પવનથી હણાયેલા દીપકની જેમ તે મારી દેખતાં જ બુઝાઈ ગયો.(૨૦૧૩) પછી શોકથી પરવશ હૃદયવાળી તે દેવી તેને શોધતી સર્વત્ર ભમી. પછી કુરુદેશમાં એક કેવલી ભગવંતને પૂછે છે કે હે ભગવન્! મારો ભત ક્યાં ગયો? ત્યારે તે કેવલી ભગવંત કહે છે કે તે ભરતક્ષેત્રમાં હરિફળમાં તિલક સમાન થશે અને તું પણ રાજાની પુત્રી થઈશ. પછી ઈમહોત્સવમાં હાથીના ભયથી તને છોડાવીને ધીર એવો તે તને પરણશે. તે સર્વ હકીકતને જાતિસ્મરણ જ્ઞાનથી હું હમણાં જાણું છું. તેથી હું બીજાને નહીં પરણું. આ હકીકત મેં રાજાને કહી તેણે પણ બાનુ કાઢીને બધા રાજાઓને વિસર્જન કર્યા. હાથીના ભયથી છોડાવવાને કારણે હમણાં ખાતરી થઈ છે જેને એવો રાજા પોતાની પુત્રી તને આપશે. (આ હકીકત કુબેર સાર્થવાહના ઘરે રહેલ વસુદેવને પ્રતિહારીએ કહી) પછી શૌરી પણ તેને પરણ્યો
97