________________
પ્રમાણે અનાર્યવેદોની ઉત્પત્તિ પર્વતક, મધુપિંગ તથા પિપ્પલાદથી થઈ. તે વખતે વિદ્યાધરની પુત્રી નારદવડે પરણાઈ અને તેઓના વંશમાં હાલમાં આ સોમશ્રી ઉત્પન્ન થઈ છે. તેથી જાદવ(વસુદેવ) વડે તેને જીતવાને માટે બંને પ્રકારના વેદો ભણાયા. પછી તે કમલમુખીને જીતીને તેની સાથે લગ્ન કર્યા. ભોગમાં આસક્ત વસુદેવ તેની સાથે ત્યાં ઘણાં દિવસો રહ્યો. કોઈક દિવસે ગામની બહાર માયાથી કરાયેલ છે બ્રાહ્મણોનો વેશ જેના વડે એવા ઈન્દ્રશમાં નામના ઈન્દ્રજાલિકને જુએ છે જે ઘણાં લોકથી વીંટળાયેલ છે. પછી તે યાદવ વરિષ્ઠ વસુદેવને કહે છે કે તને શ્રેષ્ઠ વિદ્યા આપું છું. વસુદેવ પણ વિદ્યાને ગ્રહણ કરે છે અને રાત્રીના સમયે તે વિદ્યાનો જાપ કરતો તેઓ વડે શિબિકા ઉપર ચઢાવાયો અને ધૂતારાઓ વડે હરણ કરાયો. પછી ધૂતારાઓને જાણીને શિબિકામાંથી ઊતરીને તે ક્યાંક ગયો જે ધૂતારાઓ વડે પણ ન જણાયો અને પછી વસુદેવ તિલકસોમક નામના સન્નિવેશમાં આવ્યો અને રાત્રે બહાર દેવળમાં રહ્યો. (૧૯૯૭).
અને આ બાજુ કંચનપુરમાં જિતશત્રુ નામનો રાજા મનુષ્યના માંસમાં આસક્ત પોતાના સોદાસ નામના પુત્રને દેશની બહાર કરે છે. તે મહાપરાક્રમી વિષમ પર્વત પર વસે છે અને રાત્રીએ મનુષ્યોને મારીને માંસનું ભોજન કરે છે. તેથી તે રાત્રીમાં તે દુષ્ટાત્મા શૌરીની ઉપર ત્રાટક્યો. મોટું યુદ્ધ થયું. ત્યાંજ તે પાપી હણાયો અને તેના વડે ગામો નિષ્કટક કરાયા. સન્નિવેશમાં રહેનારો ખુશ થયેલ સર્વલોક પણ પ્રભાતે શૌરીનું સત્કાર કરે છે અને પાંચસો કન્યાઓને અર્પણ કરે છે પછી પોતાની માલિકી કરીને (પરણીને) અચલગ્રામમાં સાર્થવાહને ઘરે ગયો. અને નિમિનિવડે સૂચન કરાયેલ કમળના દળ જેવી દીર્ધ આંખોવાળી અને અતિશય ગુણથી સમૃદ્ધ સાર્થવાહની પુત્રી મિત્રશ્રીને પરણ્યો અને ભોગમાં નિરત કેટલાક દિવસો ત્યાં રહે છે પછી વેદસામ નામના નગરમાં ગયો અને ત્યાં કોઈકવડે આ પ્રમાણે કહેવાયું કે અહીં કપિલ નામનો રાજા છે અને તેની કપિલા નામે શ્રેષ્ઠ પુત્રી છે. તેનો વર ફ્રીમાન પર્વત પર મળશે એમ નૈમિત્તિયા વડે કહેવાયું. તેથી તેને તેડી લાવવા રાજાવડે ઈન્દ્રશમ નામનો ઈન્કાલિક મોકલાયો. તેના (ઈન્દ્રજાલિક) વડે પણ તે વસુદેવ ત્યાં પ્રાપ્ત કરાયો હતો પરંતુ કોઈપણ રીતે નાશી ગયો હતો. હમણાં એવું સંભળાય છે કે રાજાના સ્ફલિંગવદન નામના ઘોડાને જે દમણે તે કપિલાને પરણશે. આમ સાંભળીને શૌરી સ્કુલિંગ વદન નામના ઘોડાને દમીને કપિલાને પરણે છે. કેટલાક દિવસો પછી કપિલા કપિલ નામના પુત્રને જન્મ આપે છે. પછી શ્રેષ્ઠ હાથીનું રૂપ લઈને નીલકંઠ ખેચરે નીલયશાના સંબંધ માટે વસુદેવનું હરણ કર્યું. (૧૯૯૯) વસુદેવે મુઠ્ઠી મારીને નીલકંઠને હણ્યો. તે વસુદેવને રણમાં છોડીને નાશી ગયો. અને શૌરી પણ ભ્રમણ કરતો સાલગુહા નગરીમાં પહોંચ્યો અને ત્યાં અભાગ્યસેન નામના રાજાએ વસુદેવને માણવક નિધિમાં બતાવેલ ધન-શાસ્ત્રને શીખવીને પોતાની પદ્માવતી પુત્રીને પરણાવી. અભાગ્યસેન રાજાને પોતાના મોટાભાઈ મગધસેન જોડે યુદ્ધ થયું. તે મગધસેન રાજા વસુદેવ વડે જીતાયો. તેણે પોતાની પુત્રી અશ્વસેના વસુદેવને આપી. અને ત્યાં લાંબો સમય સુધી તેની સાથે ભોગો ભોગવીને કોઈક દિવ્ય ઔષધિના વશથી ભદિલપુર નગરમાં ગયો. ત્યાં મનુષ્યનું રૂપ ધારણ કરીને પુંડ્રા નામની રાજપુત્રી રાજ્ય કરે છે. તે શૌરીની સાથે વિલાસપૂર્વકના
96