________________
કહ્યુ છતે બ્રહ્મદત્ત કહે છે કે વેદ બે પ્રકારના છે તેમાંથી ક્યા વેદને ભણવા ઈચ્છે છે ? તે બે ક્યા છે ? એમ પુછાયે છતે કહે છે કે આર્યવેદોના કર્તા ભરત ચક્રવર્તી વિખ્યાત છે. જે અનાર્ય વેદો છે તેથી ઉત્પત્તિને સાંભળ.(૧૯૫૫)
ચારણ યુગલ નગરમાં અયોધન નામનો રાજા છે તેની દિતિ નામની પત્નીને સુલસા નામની શ્રેષ્ઠ પુત્રી છે હવે તેના માટે પિતાવડે સ્વયંવર મંડપ કરાયે છતે ઘરના ઉપવનમાં રાત્રીમાં પુત્રીની સાથે મંત્રણા કરવા માતા રહી. રોતી માતા પુત્રીને કહે છે કે હે પુત્રી ! તારા પિતાનો ભાણેજ નામથી મધુપિંગ રાજપુત્ર છે.(૧૯૫૮) તારા પિતાને કોઈપણ રીતે સ્વયંવર અભિમત છે તો પણ તું તેની થા. જો સ્વયંવરમાં તું બીજા વરને વરીશ તો મને ઘણું દુઃખ થશે. પછી પુત્રીએ કહ્યું કે હે માતા હું મધુપિંગને જ વરીશ. લતામાં છૂપાઈને રહેલી સગર રાજાની મંદોદરી નામની પ્રતિહારી આ સર્વ મંત્રણાને સાંભળીને, જઈને સગરને, સર્વ સંભળાવે છે. ત્યારે સગર કિલષ્ટ મનવાળો થયો અને તે સ્વયંવર સભામાં રાજાના લક્ષણોને વંચાવે છે. મધુપિંગમાં તેવા પ્રકારના રાજાના લક્ષણો ન હોવાથી બધા રાજાઓ વડે તર્જના કરાયો.મધુપિંગ શ્રી વિષ્ણુરાજનો પુત્ર તથા રાજાનો ભાણેજ છે અને તે સોમવંશમાં ઉત્પન્ન થયેલો છે જ્યારે કન્યા સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલી છે. આ કન્યા સર્વ પ્રકારે મારે યોગ્ય છે તો પણ હું સગરપ્રમુખ રાજાઓથી અપમાનિત કરાયો છું. તે પ્રદ્દિષ્ટ ચિત્તવાળો મધુપિંગ ગાઢ બાળ તપને કરે છે અને મરીને સાઈઠ હજાર વર્ષના આયુષ્યવાળો પરમાધામીઓનો અધિપતિ મહાકાલનામનો ભયંકર દેવ થયો અને વિચારે છે કે સગરાદિ સર્વ રાજાઓને દુર્ગતિમાં લઈ જાઉં.(૧૯૬૬)
અને આ બાજુ શુક્તિમતી નગરીમાં પશુયજ્ઞોની પ્રરૂપણા કરવાથી પર્વતક લોકો વડે દેશ પાર કરાયો. મહાકાલ દેવ પર્વતકની પાસે ગયો. હું અઘાપક એવા તારા પિતા ક્ષીરકદંબકનો સાંડિલ્ય નામનો શિષ્ય છું. તારા અપમાનને સાંભળીને હું અહીં આવ્યો છું. તેથી અમારા મંત્રના સામર્થ્યને જે જે મંત્રોવડે આ તારા પક્ષ (પશુ યજ્ઞની પ્રરુપણા) ને સમર્થન કરું છું. એમ કહીને દેવે તેને મંત્રો શીખવીને લોકમાં મારિ અને વિવિધ રોગોને વિકુર્વે છે. પછી પશુ આદિ યજ્ઞોથી પર્વતક શાંતિને કરે છે. અને દેવની માયાથી લોક સાજો થાય છે. પર્વતકની પ્રવૃત્તિમાં વિશ્વાસુ બનેલા સર્વ લોકો યજ્ઞોને આચરે છે. ઉપસર્ગોની નિવૃત્તિને માટે સગર રાજાનો સર્વપરિજન અને અંતઃપુર વગેરે જળ-સ્થળ અને ખેચર જીવોથી યજ્ઞોને કરાવે છે. ઘણાં પ્રકારના રોગોથી લોક સવિશેષ જ પીડા કરાય છે. રોગાદિથી ભયપામેલો સગર રાજા દીક્ષિત થઈને પર્વતક બ્રાહ્મણના વચનથી ઘણાં પ્રકારના જીવોથી એક હજારને આઠ યજ્ઞોને કરાવે છે. (૧૯૭૪) પર્વતક બીજા બ્રાહ્મણોને પણ દક્ષિણામાં ઘણું દ્રવ્ય અપાવે છે. તેથી લુબ્ધ બ્રાહ્મણો પણ તે સર્વ યજ્ઞોની પ્રશંસા કરે છે. નારદ બ્રાહ્મણનો મિત્ર દિવાકર નામનો ખેચર છે. નારદ યજ્ઞ માટે લવાયેલા જીવોને તે ખેચર પાસેથી હરણ કરાવી રક્ષણ કરે છે. આ જાણીને મહાકાલ દેવ પણ યજ્ઞોમાં વિદ્યાના વિધાતને માટે શ્રી ઋષભ સ્વામીની પ્રતિમાનું સ્થાપન કરે છે. મહાકાલ દેવ યજ્ઞોમાં હોમાયેલા જીવો દેવવિમાનમાં ગયા છે એમ બતાવે છે તેથી યજ્ઞમાં મરેલા જીવો સ્વર્ગમાં જાય છે એમ લોક માને છે. (૧૯૭૮) પછી ગોમેધ આદિ ઘણાં યજ્ઞો સર્વત્ર ત્યાં સુધી પ્રવર્તે છે જયાં સુધી સ્વર્ગની પ્રાપ્તિ થાય એ માટે સગર અને સુલસા પણ હણાયા. આ
95