________________
નામનો તેનો શિષ્ય પશુયજ્ઞો કરીને નારકોમાં ઉત્પન્ન થયો પછી પાંચવાર પશુ થઈને યજ્ઞોમાં હણાયો પછી છઠ્ઠા ભવમાં ટંકણદેશમાં પશુ થયો અને ત્યાં રુદ્રદત્તવડે હણાતા એવા તે પશુને ચારુદત્ત વડે જિન ધર્મ અને નવકાર અપાયો તેથી સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયો. તે દેવ હું છું અને આ મહાત્મા મારો ધર્માચાર્ય છે. આ સાંભળીને બધા ખુશ થયા અને દેવે ચારુદત્તને કહ્યું કે હું તારો કિંકર છું. તું અહીં કાર્યને કહે કે હું કરું. હવે ચારુદત્ત કહે છે કે સમયે તને યાદ કરું ત્યારે તારે આવવું. પછી નમીને દેવ પોતાના સ્થાને ગયો. નમન કરાયા છે મુનિના પગરૂપી કમળ જેના વડે એવો ચારુદત્ત પણ ખેચરો વડે વૈતાઢ્ય પર્વત પર શિવમંદિર નામના નગરમાં લઈ જવાયો. અતિગુરુ સત્કારથી કેટલાક દિવસો તેને રાખીને ગંધર્વસેના નામની પોતાની બહેન તેને અપર્ણ કરાઈ અને કહેવાયું કે તારા ઘરે રહેતી એવી આને વસુદેવ પરણશે. એ પ્રમાણે નૈમિત્તિયાએ કહ્યું છે. તેથી દીક્ષાને સ્વીકારતા અમારા પિતાવડે આ તને અર્પિત કરાઈ છે. અર્થાત્ દીક્ષા લેતી વખતે પિતાએ કહ્યું છે કે આ ગંધર્વસેના વસુદેવની સાથે પરણાવવા માટે ચારુદત્તને સોંપવી તેથી તેને લઈને ચારુદત્ત પણ ચાલ્યો, સમયને જાણીને તે દેવ પણ આવ્યો, ખુશ થયેલ ખેચરવડે અને દેવવડે અસંખ્ય દ્રવ્ય આપીને ચંપાનગરીમાં ચારુદત્ત લઈ જવાયો તે ચારુદત્ત હું છું અને આ ગંધર્વસેના છે. (૧૯૩૮) આ સાંભળીને ખુશ થયેલ શૌરી (વસુદેવ) ઉત્તમ ગંધર્વસેના બાળાને પરણીને વણિક ઘરે લાંબા સમયસુધી વિપુલ ભોગોને ભોગવે છે.
આ બાજુ વૈતાઢ્ય પર્વત પર માતંગ નામનો વિનમિનો પુત્ર હતો. ત્યાર પછી અસંખ્યાતા રાજાઓ થયા પછી તેના વંશમાં પ્રહસિત ખેચરેન્દ્ર અને હિરણ્યવતીનો પુત્ર સુદાઢ નામનો શ્રેષ્ઠરાજા થયો. પછી રાત્રીમાં સુતેલો વસુદેવ હિરણ્યવતીવડે વેતાલાધમ મારફત હરણ કરાવીને વૈતાઢ્ય પર અમિપર્વપુરના વનમાં લઈ જવાયો. તંબોલ કુસુમ આભરણ -વસ્ત્ર-આદિથી સન્માન કરીને સુદાઢ રાજા વડે મોટા સત્કારથી પોતાને ઘરે લઈ જવાયો અને પ્રાર્થના કરીને પોતાની રૂપાળી નીલયશા પુત્રીને પરણાવે છે. આ તે છે, આ આ છે, તે જાય છે, આ ઉભો છે, સૌભાગ્યનો નિધિ છે, ધીર છે, ઉદાર કીર્તિવાળો છે, યાદવકુલભૂષણછે એમ સકલ ખેચર વર્ગથી બતાવાતો વસુદેવ નીલયશાની સાથે રમણ કરતો રહે છે. (૧૯૪૫)
અને કોઈ વખત શરદઋતુમાં હિમવંત પર્વતપર વસુદેવ અને નીલયશા બંને ગયા અને ત્યાં કદલીઘરમાં જેટલામાં વિષય સંગમાં રત થઈને રહે છે તેટલામાં નીલયશા એક રમણીય મોરને જુએ છે અને તેને પકડવા દોડે છે એટલે તે મોરવડે નીલયશા હરણ કરીને લઈ જવાઈ; શૌરી તેની પાછળ પડ્યો, ક્યાંક દૂર જાય છે છતાં તેને જોતો નથી. હવે તે પર્વતપર ભમતો એક ગામમાં પહોંચ્યો. ત્યાં વેદાભ્યાસમાં પ્રવૃત્ત થયેલ બ્રાહ્માણાદિ સકલ જનને જુએ છે. પછી પૂછાયેલા કોઈ વડે કહેવાયું કે સુરદેવ નામના શ્રેષ્ઠ બ્રાહ્મણની ક્ષત્રિયાણી સ્ત્રીની સોમશ્રી નામની શ્રેષ્ઠ પુત્રી છે તેણે સર્વ વેદ ભણ્યા છે જે કોઈ તેને વેદમાં ખોટ (ભૂલ) બતાવશે તે તેને પરણશે. તેથી આ લોક વેદાભ્યાસમાં રત થયો છે.(૧૯૫૧) બ્રહ્મદત્ત બ્રાહ્મણની આગળ અહીં વેદની પરીક્ષા લેવાય છે. પછી બ્રાહ્મણોના વેશથી વસુદેવ તેના ઘરે ગર્યો. ગૌતમ ગોત્રવાળો સ્કંદિલ નામનો હું બ્રાહ્મણ છું. અહીં તમારી પાસે વેદ ભણવાને ઇચ્છું છું. એમ
94