________________
અમને ઓળખતો નથી તેથી તું સાંભળ ત્યારે ચંપામાં જે અમિતગતિ ખેચર તારા વડે જીવાડાયો હતો ત્યારે તે અષ્ટાપદ પર્વતની નજીકમાં શત્રુને જુએ છે અને તે શત્રુ પલાયન થઈને અષ્ટાપદ પર્વત પર જિનચૈત્યની નિશ્રા માટે ગયો. ત્યાંથી પોતાની સ્ત્રીને ગ્રહણ કરીને અમિતગતિ સ્વસ્થાને ગયો. તેને બે શ્રેષ્ઠ પુત્રો છે. સિંહયશ મોટો છે અને વરાહગ્રીવ નાનો છે અને ગંધર્વસેના નામની પુત્રી છે. પછી પિતાવડે અપાયેલ રાજ્યને લાંબો સમય પાળીને, મુનિ હિરણ્યકુંભની પાસે તથા સુવર્ણકુંભની પાસે દીક્ષા લઈને અમિતગતિ ભુવનતળમાં વિચરતો કુંભકંઠદ્વીપમાં આ કર્કોટક પર્વત પર આવ્યો તે હું પોતે છું. સિંહયશ રાજા છે અને વરાહગ્રીવ યુવરાજ છે. જેટલામાં અમિતગતિ આ વાત કરે છે તેટલામાં વંદન કરવા માટે તે બે આવ્યા અને હર્ષપૂર્વક મુનિને વંદન કરે છે. મુનિપણ તેઓને કહે છે કે આ ચારુદત્ત તમારો પિતા છે તેને તમે વંદન કરો. વિસ્મય અને હર્ષવાળા તેઓ પણ તેને વંદન કરીને પૂછે કે અહીં તમે કેવી રીતે આવ્યા? પછી ચારુદત્ત પણ પોતાના આગમનનું કારણ મૂળથી આરંભીને તેઓને કહે છે અને એટલામાં ચમકતા શરીરવાળો સ્કુરાયમાન થતા છે રત્નના કુંડલ અને મણિનો મુકુટ જેનો,સુંદરહારથી શોભતું છે વક્ષસ્થળ જેનું, શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થયેલ એક મહર્ધિક દેવ આકાશમાંથી આવ્યો અને ચારુદત્તને પ્રથમ નમ્યો પછી મુનિને વંદન કર્યું એટલે ખેચરો કહે છે કે શું સુરવરોને પણ નીતિનું ઉલ્લંઘન હોય છે? (૧૯૧૫) પછી દેવે કહ્યું કે આ મારો ધર્માચાર્ય છે તેથી તેને પ્રથમ વંદન કર્યું. પછી ખેચરો પૂછે છે કે તે કેવી રીતે ? દેવ કહે છે
વારાણસી નગરીમાં પોતાના દર્શન(ધર્મ) માં કુશલ સુલસા અને સુભદ્રા નામની બે પરિવ્રાજિકાઓ વસે છે. હવે કોઈ વખત યાજ્ઞવલ્ક નામનો પરિવ્રાજક ત્યાં વાદ કરવા આવ્યો. એવી પ્રતિજ્ઞા કરાઈ કે જે વાદમાં જીતાય તે શુશ્રૂષામાં નિરત થયેલો હંમેશા જીતનારનો કર્મકર (દાસ) થાય . હવે સુલસા પરિવ્રાજક વડે જીતાઈ અને તેની શુશ્રૃષિકા થઈ. બંને પણ યૌવનના મદમાં ઉન્મત્ત એક આશ્રમમાં રહેનારા કામથી ઉન્મત્ત થયું છે મન જેઓનું એવા તે બેના કુસંગથી શીલનું ખંડન કરાયું અને સુલસાને પુત્ર થયો અને પીપળવૃક્ષની છાયામાં ત્યાગ કરાયો અને પોતે ત્યાંથી નાશી ગયા અને તે બાળક સુભદ્રા વડે જોવાયો.(૧૯૨૧) પછી મોઢામાં પડેલા પીપળના ફળને ખાતો હોવાથી તેનું પિપ્લાદ એ પ્રમાણે ગુણ નિષ્પન્ન નામ કરાયું. અતિશય મતિવાળા તેના વડે પણ સાંગોપાંગ વેદો ભણાયા.તેણે વાદમાં યાજ્ઞવલ્ક અને સુલસાને જીતી લીધા અને સુભદ્રાએ કહ્યું કે આ તારા પિતા અને માતા છે આઓને શીલભ્રષ્ટ થયેલા જાણીને અધિકતર ગુસ્સે થયો. તેથી તેઓને મારવા માટે અનાર્ય(પાપી) વેદોને રચે છે. પિતૃમેધ (૨૯) માતૃમેધ, પશુમેધ, ગજમેધ, અશ્વમેધ, પુત્રમેધ, બંધુમેધ, વગેરે અને બીજા પણ જેમાં ઊંટ અને ગધેડાને છોડીને સર્વજીવોની હિંસા હોય તેવા યજ્ઞોની તે મહાપાપી પ્રરૂપણા કરે છે અને કહે છે કે યજ્ઞમાં હોમાયેલા સર્વ જીવો સ્વંગમાં જાય છે અને સર્વપ્રાણીઓને હણીને પછી પિતાને અને માતાને હણે છે. (૧૯૨૭)
એ પ્રમાણે તેના વડે અભિનિવેશથી કરાયેલું કાર્ય સકલ લોકમાં પ્રસિદ્ધ થયું.વાગ્બલિ (૯) પિતૃમેધ એટલે જે યજ્ઞમાં પિતાનો બલિ અપાય તે અને માતૃમેધ એટલે જે યજ્ઞમાં માતાને બિલ અપાય તે એવી જ રીતે બાકીના યજ્ઞો માટે પણ સમજવું.
93