________________
હવે કર્મના વશથી ત્યાં મામાનો સંબંધી એવો રુદ્રદત્ત નામનો મિત્ર મળ્યો અને તેના વડે ચારુદત્ત ત્યાં પાલન કરાયો અને શરીરથી સાજો થયો ત્યારે અળતા-આદિ તુચ્છ કરીયાણા લઈને રુદ્રદત્તની સાથે સુવર્ણભૂમિ તરફ ચાલ્યો. પુણ્યયોગથી ઈયુવેગવતી નદીને ઓળંગીને ગિરિકૂટ અને વેત્રવન આવ્યા. તેને ઓળંગીને મહાદુર્ગ પહોંચ્યા પછી ટંકણ દેશમાં આવ્યા. ત્યાં બે બોકડા લીધા અને તેની સહાયથી અજપથ ઓળંગાયો (૨૮) પછી રુદ્રદત્ત કહે છે કે હવે પછીનો માર્ગ ડગલે ને પગલે વિષમ છે તેથી જવાને માટે શક્ય નથી. તેથી આ પશુઓને હણીને તેના ચામડામાંથી ભસ્ત્રા (મશક) બનાવીને તેમાં પ્રવેશીને પછી ભારંડપક્ષીઓ વડે ઊંચકાયેલી મશકમાં આપણે સુખેથી જઈશું. પછી ચારુદત્ત કહે છે કે વિશિષ્ટ પુરુષોને (શ્રાવકોને) આ પશુ હત્યા યુક્ત નથી. કારણ કે અજપથ વિનવાળો હતો તે આ બેની સહાયથી વિદન રહિત થયો. (૧૮૮૫) અને આપણા વડે ઓળંગાયો. તેથી ભોળા હૈયાવાળા આ મહોપકારીઓને આપણે કેવી રીતે ભૂલીએ? આવાઓનો જીવઘાત નરકના ફળવાળો છે એમ શાસ્ત્રોમાં કહેવાયું છે અને હું શ્રાવક કુળમાં ઉત્પન્ન થયો છું તેથી કોઈ રીતે આ ઉચિત નથી. તેથી રુદ્રદત્ત ગુસ્સે થયો અને કહે છે કે આ પશુ તારે અધીન નથી પણ મારા છે તેથી તું કેમ નિવારે છે? એમ કહીને તેના વડે એક પશુ મરાયો અને હણાતો એવો બીજો પશુ ચારુદત્તના મુખને જુએ છે. ચારુદત્તવડે પણ કહેવાયું કે હું તને છોડાવવા શકિતમાન નથી. પરંતુ આવી અવસ્થામાં જે રક્ષણ કરવા હંમેશા સમર્થ છે તે જિનધર્મને તું હૈયામાં ધારણ કર. ધીરતાને ધારણ કરીને વીતરાગ દેવનો સ્વીકાર કર. તેના પછી રહેલા ગુરુને સ્વીકાર કર. જીવઘાતમાં નિયમ કર. જુઠાણાનો દૂરથી ત્યાગ કર. અદત્તનું પચ્ચકખાણ કર. શુદ્ધ બ્રહ્મચર્યનો સ્વીકાર કર. અત્યંતર અને બાહ્યભાવોમાં મમત્વભાવને છેદ. ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર. સર્વજીવોને વિશે મૈત્રીભાવને ભાવ અને વિશેષથી રુદ્રદત્તને વિશે મૈત્રીભાવને ભાવ. (૧૮૯૩) કારણ કે આ રુદ્રદત્ત તને હણતો નથી પણ પૂર્વે ઉપાર્જન કરેલા કમોં તને હણે છે. તે પણ અન્ય જન્મમાં આ પ્રમાણે ઘણાં જીવોને હણ્યા છે તેથી જો સ્વયં જ ઉપાર્જન કરેલા કમ દુઃખોને આપે છે તો સમભાવથી વેદીને તે કમને મૂળમાંથી ઉખેડી નાખ. ઈત્યાદિ તેના વડે કહેવાયેલ વચનને અમૃતની જેમ મનમાં પરિણમાવતો ચારુદત્તવડે અપાતા નવકારને સાંભળતો, બીજો પશુ પણ રુદ્રદત્ત વડે નિર્દય ચિત્તથી હણાયો. પછી બોકડાની ઉખેડેલી ચામડીથી મશક બનાવીને એકમાં રુદ્રદત્ત અને બીજીમાં ચારુદત્ત પણ પ્રવેશે છે પછી ભારંડપક્ષીઓ વડે માંસની બુદ્ધિથી તે ભસ્યાઓ ઉપાડાઈ. (૧૮૯૮) દૂર ગયેલા તે પક્ષીની ચાંચમાંથી કોઈપણ રીતે ચારુદત્ત વણિકપુત્ર જળાશયની અંદર પડે છે અને છરીથી મશકને છેદીને તરીને કિનારે પહોંચ્યો અને મહા-અટવીમાં એક ઊંચા પર્વતને જુએ છે અને તે પર્વત ઉપર ચઢતો પવનથી હલાવાયેલા વસ્ત્રના છેડાને જોઈને જલદીથી જતો કૌતુકથી દૂર રહેલા શિખર પર ચારણમુનિને જુએ છે. (૧૯૦૧) હર્ષિત હૈયાવાળો તે મુનિને પ્રણામ કરે છે અને વિસ્મિત મનવાળા તે મુનિ પણ કાઉસ્સગ્ન પાળીને આશીષ આપીને કહે છે કે હે ચારુદત્ત! ખેચર-દેવ અને પક્ષીઓ સિવાય અન્ય કોઈના આગમનનો જયાં સંભવ નથી ત્યાં હું કેવી રીતે આવ્યો ? તું આજે પણ
(૨૮) અજપંથ એટલે જે માર્ગ પર માત્ર બકરા ચાલી શકે તેવો માર્ગ.
92