________________
બંદરો તથા ગામનગરોમાં ભમ્યો પછી કોઈક રીતે આઠ કોડ સુવર્ણ કમાયો તેથી ખુશ થયેલો જેટલામાં ઘરે જવા પ્રયાણ કરે છે તેટલામાં વહાણ તુટ્યું. સાત અહોરાત્રી સમુદ્રમાં ભમીને કોઈક રીતે કષ્ટથી ફલકવડે કાંઠાપર ઊતર્યો પછી રાજપુર નગરના ઉદ્યાનમાં બહારથી ઉપશાંત થયેલ એક ત્રિદંડીને જુએ છે. હૈયાથી મહાદુષ્ટ છે એમ નહી જાણતો એવો ચારુદત્ત તેનો રાગી થયો. (૧૮૫૮) તેને નમીને પોતાની સર્વ વીતકને કહે છે. તેથી ત્રિદંડીએ કહ્યું કે હે વત્સ! તું ઘણો ધનનો અર્થ છે. તેથી તું મારી સાથે આવે જેથી હું તને ઘણાં પણ ધનને આપું. તેથી ધનનો લોભી ચારુદત્ત તે દુષ્ટની સાથે મહાટવીમાં ગયો. પછી તે અટવીમાં એક રસકૂપિકા છે જે નિબિડ ઢાંકણથી બંધ કરેલી છે. ત્રિદંડીએ મંત્રોથી કુપિકાના દ્વારને ઉઘાડીને, દોરી બાંધેલ તુંબડી છે જેના હાથમાં એવો ચારુદત્ત વિધિ બતાવીને રસને ગ્રહણ કરવા માટે ત્રિદંડી વડે તે કૂવામાં ઉતારાયો. ઘણાં સેંકડો ભયોને જેતો કષ્ટથી ઘણો દૂર ગયો અને એક મેખલાને જુએ છે. વાંકો વળી જેટલામાં રસની અંદર પગ મૂકીને તુંબડીને ભરે તેટલામાં કોઇવડે અટકાવાયો. ચારુદત્ત કહે છે કે પરિવ્રાજક વડે હું અહીં ઉતારાયો છું તું મને કેમ વારે છે? કૂવામાં રહેલો કહે છે કે હે ભદ્રા ધનની કાંક્ષાવાળો હું પણ તેના વડે અહીં ઉતારાયો છું. કેડ અને આંતરડાથી નીચે હું રસવડે ખવાયો છું. તેથી હું મરીશ તેથી અહીં મેખલા પર રહેલો હોવા છતાં તું મને તુંબડી આપ જેથી હું તને રસથી ભરીને આપું. ચારુદત્તે તેમ કર્યું. હાથમાં ધારણ કરાઈ છે રસની તુંબડી જેના વડે એવા ચારુદત્તે દોરડીથી પોતાને વીંટીને (બાંધીને) કંપાવી. તેથી ત્રિદંડી તેને દોરડીથી ખેંચી બહાર કાઢે છે અને જેટલામાં કાંઠે આવે છે તેટલામાં રસતુંબડીને માગે છે. ત્રિદંડીની ચાલબાજીને જાણનાર ચારુદત્ત તેને તુંબડી આપતો નથી. ગુસ્સે થયેલ ત્રિદંડીએ રસની સાથે તેને નીચે છોડ્યો એટલે પાછો મેખલા ઉપર પડ્યો પણ ભાગ્યયોગથી રસમાં ન પડ્યો.(૧૮૬૯) પછી પૂર્વના (અંદર રહેલા) માણસને પૂછે છે કે પાતાળમાં રહેલા નરકતુલ્ય આ કૂવામાં જે હું હમણાં પડ્યો હોત તો મારી કઈ ગતિ થાત? તેણે કહ્યું કે હે મહાયશ ! હું અહીં આનો કોઇપણ ઉપાય જાણતો નથી પરંતુ ભમતી એક (૨૭) ગોધા નિત્ય અહીં આવે છે. જો તું એની પૂંછડીને પકડી શકીશ તો તેને લાગીને (વળગીને) આ કૂવામાંથી નીકળી શકીશ આમ કહે છે તેટલામાં ત્યાં પેલી ઘો આવી અને તે પણ તેની પૂંછડીને પકડીને જેમ નરકમાંથી કે ગર્ભવાસથી જીવ નીકળે તેમ નીકળ્યો અને જીવલોકને જોઈને પોતાનો જન્મ થયો એમ માને છે. (૧૮૭૩) મૂચ્છથી મીંચાઈ છે આંખો જેની એવો તે એકક્ષણ ત્યાં રહીને વિસ્વસ્થ થયો. અને જેટલામાં ચાલ્યો તેટલામાં એક જંગલી પાડાવડે લેવાયો. તેની સાથે ઝઘડતો તે કોઈ એક ઊંચી શિલા પર ચઢ્યો. શીંગડાથી પાડો જ્યારે તે શિલાને પણ ધૂણાવે છે તેટલામાં તે પાડો અજગર વડે ગ્રહણ કરાયો તેથી શરીરની વેદનાથી સમાકાંત થયેલો ચારુદત્ત પલાયન થઈને નજીકના એક ગામમાં ગયો. ચારુદત્ત વિચારે છે કે અહો! અપુણ્યશાળી એવા મારે ધનની ઇચ્છા દુઃખ પરંપરાનું કારણ થઈ અથવા તો સંભળાય છે કે
જેમ જંગલના સરોવરમાં જ્યાં કમળો ઉત્પન્ન થાય છે ત્યાં જ વિકસે છે અને ત્યાં જ નાશ - પામે છે તેમ રાંકડાના હૈયામાં ઉત્પન્ન થયેલ મનોરથોનું તેમ જ જાણવું. (૧૮૭૮)
(૨) એટલે ચાર પગે ચાલનારી એક જાતની ઘો.
91