________________
અહીં મહર્બિક ભાનુ શ્રેષ્ઠી હતો અને સુભદ્રા તેની સ્ત્રી હતી. નૈમિત્તિયાથી ભખાયેલો, ઘણી માનતાઓથી તે બેને ચારુદત્ત નામનો પુત્ર થયો. કમથી વૃદ્ધિને પામ્યો અને મિત્રોની સાથે ઇચ્છા મુજબ કીડા કરે છે. નદીના કાંઠે કયારેક તેના વડે ખેચરના તથા તેની સ્ત્રીના પગલાં જોવાયા. તે પગલાં અનુસાર મિત્રોની અનુસાર જેટલામાં કદલીઘરમાં જાય છે તેટલામાં ત્યાં પુષ્પ શૈયાને જુએ છે અને માનસહિત એક તલવારને તથા ત્રણ ઔષધિવલયને જુએ છે અને જેટલામાં થોડોક આગળ જાય છે તેટલામાં મોટાવૃક્ષની સાથે લોખંડના ખીલાઓથી જડેલા મહાવેદનાવાળા એક ખેચરને જુએ છે. તેથી કરુણાથી તેણે એક ઔષધિવલયને લઈને ખેચરના પુણ્યના વશથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી ઔષધિને ઘસીને તેને અપાયું (૧૮૩૬) તેથી ખીલા જડેલ છિદ્રોમાંથી ખીલા નીકળ્યા એટલે તડ એમ કરતા તે નીચે પડ્યો. બીજા ઔષધિવલયથી જખની રૂઝ થઈ. અને ત્રીજા ઔષધિવલયથી ચૈતન્યની પ્રાપ્તિ થઈ. એટલે ચારુદત્ત વગેરે વડે પુછાયો કે હે મહાશય ! તું કોણ છે? અને આવી અવસ્થાને કેમ પ્રાપ્ત થયો છે ? ત્યારે તેણે કહ્યું કે -
વૈતાઢ્યની દક્ષિણ શ્રેણી પર શિવમંદિર એ પ્રમાણે નગર છે ત્યાં મહેન્દ્રવિકમ નામનો ખેચર રાજા છે. તેનો હું અમિતગતિ નામનો પુત્ર છું. પછી હું ક્યારેક હીમાન્ (હિમવત) પર્વતપર ગયો અને ત્યાં હિરણ્યરોમક તાપસની કમળ જેવા મુખવાળી, શ્રેષરૂપવાળી, સુકુમાલિકા નામની પુત્રી મારા વડે જેવાઈ. હું તેની સાથે અનુરાગી થયો છું એમ જાણીને માતાપિતા વડે પરણાવાયો. (૧૮૪૧) તેથી મારી પ્રિયાનો અભિલાષી ધૂમશિખ નામનો ખેચર મને હણવાને ઈચ્છતો, છિદ્રોને શોધતો ફરે છે. હવે ભાર્યાની સાથે મને જાણી આવી અવસ્થા કરી પત્નીને ઉપાડીને ચાલ્યો ગયો છે તેથી નિષ્કારણ બાંધવ એવા તમારા વડે મને જીવિત અપાયું છે તેથી તમારું જે ઈચ્છિત હોય તે કહો. એટલે ચારુદત્તે કહ્યું કે આ તમારા દર્શનથી પણ શું અમારે બીજું કાંઈપણ ઈચ્છિત છે ? આ તમારો દુઃખથી છૂટકારો થયો એટલાથી શું પર્યાપ્ત નથી ? ઈત્યાદિ વાતચીત કરીને ખેચર પોતાને સ્થાને ગયો. કીડા અને કલાઓમાં આસક્ત ચારુદત્ત પણ પોતાના સ્થાને ગયો. ભોગની પિપાસાથી રહિત હું પોતાની ભાર્યા મિત્રવતીને બોલાવતો નથી તેથી ભયભીત થયેલા માતાપિતા વડે હું કલિંગસેનાની પુત્રી વસંતસેના નામની ગણિકાને અર્પણ કરાયો. બારવરસમાં સોળકોડ સુવર્ણથી ભક્ષણ કરાયો અર્થાત્ ચારુદત્તે સોળક્રોડ સુવર્ણ વેશ્યાની પાછળ ખર્ચી દીધા.(૧૮૪૮).
પછી વસંતસેનાની માતા કલિંગસેનાએ આ નિધન થયો છે એમ જાણીને પોતાના ઘરમાંથી હાંકી કાઢયો. માતાપિતા મરણ પામ્યા પછી સર્વ ઘર-દુકાન વગેરે પણ નાશ પામ્યું. પછી સ્ત્રીના ઘરેણાં વેંચી મળેલ ધનથી મામાની સાથે વેપાર માટે ઉશીરવર્તી નગરમાં ગયો અને તેણે ત્યાંથી કપાસ ખરીદ્યો જે દાવાગ્નિમાં બળી ગયો. આ અપલક્ષણો છે એમ જાણી મામાએ ત્યાગ કર્યો પછી ઘોડાપર ચઢીને પશ્ચિમ દિશામાં આણે પ્રયાણ કર્યું. ઘોડો પણ મર્યો તેથી પગે ચાલીને પ્રિયંગુપુર નગરે ગયો. ત્યાં પણ પિતાનો મિત્ર સુરેન્દ્રદત્ત આને પુત્રની જેમ જુએ છે (૧૮૫૩) તે પોતાની પાસે રાખે છે પણ ધનની કાંક્ષાવાળો આ ત્યાં રહેતો નથી. લાખ મૂલ્યનું કરીયાણું ઉધાર લઈને સમુદ્રમાં વહાણથી જતો કમે કરી યમન દ્વિીપમાં ગયો અને ત્યાં ઘણાં
90