________________
માર્ગમાં જાય છે તેટલામાં બે ખેચરો વડે કુંજરદત્ત નામના વનમાં લઈ જવાયો અને ત્યાં ઉચિત પ્રતિપત્તિ કરીને અશનિવેગ નામનો ખેચર રાજા શ્યામા નામની પુત્રીનું પાણિગ્રહણ કરાવે છે. તેની સાથે વિષયસુખમાં રત કેટલાક દિવસો ત્યાં રહ્યો. પછી શ્યામાના પિતાના શત્રુ એવા અંગારક ખેચરવડે રાત્રીએ સુખથી સૂતેલો વસુદેવ હરણ કરાયો અને જાગ્યા પછી તેની સાથે યુદ્ધમાં લાગ્યો અને વસુદેવે મુષ્ટિના ઘાતથી તેને તે રીતે હણ્યો કે જેથી પીડીત થયેલ શરીરવાળા ખેચરે તેને હાથમાંથી એકાએક છોડ્યો અને વસુદેવ ચંપાનગરીના સરોવરમાં પડ્યો.(૧૮૦૯) રાજહંસની જેમ સરોવર તરીને કાંઠા ઉપર પહોંચ્યો અને વૃક્ષથી ગહન એક વનમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના મંદિરને જુએ છે, ત્યાં ભક્તિથી જિનની સ્તવના કરતો, શેષરાત્રીને વિતાવીને એક બ્રાહ્મણની સાથે સવારે ચંપાનગરીમાં પહોંચ્યો. ત્યાં વીણા વિનોદમાં નિરત સર્વ તરુણજનને જોઈને બ્રાહ્મણને પૂછે છે કે અહીં શું કારણ છે? બ્રાહ્મણ પણ તેને કહે છે કે અહીં ચારુદત્ત નામનો શ્રેષ્ઠી છે તેને સંપૂર્ણ ગુણોનું ધામ એવી ગંધર્વસેના નામની રૂપવતી પુત્રી છે. ગંધર્વકળામાં જે મને જીતશે તે મને પરણશે નહીંતર મારે નિયમ છે આ પ્રમાણે તેણીએ પ્રતિજ્ઞા કરી છે અને મહીને મહીને તેની પરીક્ષા થાય છે. (૧૮૧૪) સુગ્રીવ અને યશોગ્રીવ નામના બે આચાર્યોની પાસે આ પરીક્ષા લેવાય છે આથી આ સર્વયુવાનો ગંધર્વ વિનોદથી અહીં રહે છે. વસુદેવ કીડાથી સુગ્રીવના ઘરે જઈને તેનો શિષ્ય થાય છે અને ગંધર્વ કળા શીખે છે, પોતાનું અજ્ઞાનપણું પ્રકાશીને ગુણ-દોષ-તાલ મૂચ્છ લય સ્થાનાદિને જાણતો નથી. તનુક(વાંજિત્ર વિશેષ) અને તંત્રીને તાડન કરે છે અને વીણાના મૂળને વગાડતો નથી. તેથી આ જડ છે એમ ગુરૂવડે તીરસ્કાર કરાયો અને શિષ્યો બધા ઉપહાસ કરે છે કે આ ગંધર્વ સેનાને જીતીને પરણશે. પરીક્ષાના દિવસે શ્રેષ્ઠ શૃંગાર કરીને કીડાથી ત્યાં લઈ જવાયો અને ઊંચા આસન પર બેસાડાયો. ધીમે ધીમે ચંદ્રમણ કરતી, રૂપથી દેવોને મોહ પમાડતી, શૃંગાર સજીને ગંધર્વસેના બાળા ત્યાં આવી. કુમારના અસાધારણ રૂપને જોઈને વિસ્મિત થઈ. ખરેખર આ દેવ જ છે કેમકે મનુષ્યોને વિશે આ આચાર અસંભવ છે. હવે સર્વજન ભેગા થયા પછી ખુશ થયેલી બાલાવડે વીણાઓ અપાઈ. કુમારે દોષોને કહીને બધી વીણાઓ દૂષિત છે એમ કહ્યું. સમસ્વર તંત્રીથી બંધાયેલી ઉચ્ચાદંડવાળી એવી બીજી પોતાની વીણા બુદ્ધિમાન ગંધર્વસેનાવડે લવાઈ. તંત્રીને મૂચ્છયુક્ત કરીને વસુદેવ બાળાને કહે છે કે ક્યા ગીતમાં હું વગાડું ? બાળા કહે છે કે સુર-ખેચરમનુષકુમારો વડે શ્રી વિષ્ણુકુમાર મુનિનું ત્રિવિક્રમ સુચરિત્ર (૪) જે ગવાય છે તેને તું ગા. તુષ્ટ થયેલ કુમારે તંત્રીના મુખથી ત્રિવિક્રમ સુચરિત્રને તે પ્રમાણે ગાયું (૧૮૨૫) કે જેથી કહેવાયું કે સર્વપણ ગુણોથી આ ભુવનને પણ જીતે છે તો આ ગુણનિધિને ગંધર્વસેના માત્રને જીતવી શું વિસાતમાં છે? આમ સભાસદોથી તથા તુષ્ટ થયેલ સર્વલોકથી કહેવાય છતે આ શ્રેષ્ઠ કુમાર જય પામે છે એ પ્રમાણે કલકલારવથી ઘોષણા થઈ. અભ્યધિક ગુણવાળો આ મહાપુરુષ ક્ષત્રિય જણાય છે તેથી પુત્રીની સાથે શંકિતમનવાળો કુમાર શ્રેષ્ઠી વડે લઇ જવાયો. ઘરમાં અતિઘણો સત્કાર કરાયા પછી એકાંતમાં કુમાર કહેવાયો કે હે કુમાર! આ ગંધર્વસેના વણિક પુત્રી માત્ર છે એવો જે તારો ભાવ છે તેને હું જાણું છું તેથી સાવધાન થઈ આની ઉત્પત્તિને સાંભળ. (૧૮૩૦)
(૨૬) ત્રણ પગલામાં શ્રી વિષ્ણુકુમારે મુનિએ નમુચિ પાસેથી પૃથ્વીને ગ્રહણ કરી તેથી વિષગુકુમાર મુનિ લોકમાં ત્રિવિક્રમ તરીકે પ્રસિદ્ધ છે.
89