________________
તે પોતાની પુત્રી કંસને પરણાવે છે. તું નગરને માગ એમ જરાસંધે કહ્યા પછી માતાપિતા પર મોટો પ્રશ્લેષ હોવાથી દુષ્ટ હૈયાવાળા કંસે મથુરાપુરીની માંગણી કરી. દેશ સહિત મથુરાપુરી પ્રાપ્ત કરી અને ત્યાં જઈને ઉગ્રસેન રાજા તથા માતાને બાંધીને પાંજરામાં પૂર્યા. આવું અનુચિત (છાજે નહિ તેવું) જોઈને સંવેગને પામેલા મહાત્મા, ધીર એવા ઉગ્રસેન રાજના અતિમુક્તક પુત્રે દીક્ષા લીધી. પોતાના ગુણોથી અભિમાની તથા જરાસંધથી ઉત્કર્ષ પામેલો કંસ ભુવનને પણ તૃણસમાન માને છે અને રાજાને તૃણથી પણ હલકા માને છે અનન્ય રૂપાદિને પામેલો જીવયશા પ્રિયતમાની સાથે ભોગોને ભોગવે છે. અતિવર્ષના ભારથી યુક્ત કંસ શૌરીપુરીથી સમુદ્રવણિક પિતાને તથા માતાને તેડાવે છે અને નિત્યપૂજીને ઘણાં સંતોષથી તેમને જુએ છે.(૧૭૮૫) અને આ બાજુ જરાસંધથી પૂજાયેલા સમુદ્રવિજયાદિ સર્વજાદવો પોતાના સ્થાને વિપુલ ભોગોને ભોગવે છે. વિબુધ, દેવોની જેવી કાંતિવાળો વસુદેવકુમાર પણ દેવની જેમ હજારો કીડાઓથી શૌરીપુરીમાં બુદ્ધિમાનોની સાથે કીડા કરે છે. અને તે શ્રેષ્ઠ કમળના જેવા મુખવાળો, દીર્ધ આંખવાળો,લટકતી ભુજ દંડવાળો, મોટી છાતીવાળો, અતિનિર્મળ, કામદેવની જેમ શ્રેષ્ઠ રૂપવાળો જયાં જયાં જાય છે ત્યાં ત્યાં સર્વ નગરની રમણીવર્ગની લોચનરૂપી નાળોથી અમૃતની જેમ પીવાય છે. ઘરમાં કોઈ ભોજન કરતું નથી, સ્નાન કરતું નથી, કોઈ પણ વ્યાપાર કરતું નથી, ચક્રમાં રહેલાની જેમ વસુદેવની પાછળ પાછળ ભમે છે. (૧૭૯૦) નગરના લોકો વડે સમુદ્રવિજયને આ સ્થિતિ જણાવાઈ. તેથી તેના વડે વસુદેવ નગરમાં ભમતો વારણ કરાયો. પોતાના નિરોધનું કારણ તેણે દાસી પાસેથી જાણ્યું . તેથી લજ્જા અને અભિમાનથી દેશો જોવા માટે બ્રાહ્મણનો વેશ કરીને, વર્ણ અને રૂપનું પરાવર્તન કરીને, કુમાર વસુદેવ ઘરમાંથી અમ્મલિત પણે નીકળ્યો. પછી નગરની બહાર કિલ્લાની નજીક કાકોને ભેગાં કરીને રાત્રીમાં ચિતા રચીને અનાથ મૃતકને ત્યાં બાળીને આ (નીચે બતાવેલા) અર્થણી સહિત એક ભૂર્જપત્ર લખીને નગરના દરવાજે કિલ્લાના થાંભલામાં કુમારે બાંધ્યું. ભૂર્જપત્રનું લખાણ આ પ્રમાણે છે.
“વડીલજનો પણ લોકો પાસેથી જેના દોષો સાંભળે છે, ઉત્પાદિત કરાયું છે મોટું, દુઃખ જેના વડે, ચાલી ગયા છે ગુણ રૂપી પ્રાણો જેના એવો તે પુરુષ કેવી રીતે જીવે? જેનાથી લોક વિરક્ત થાય છે અને માતા પિતા દુઃખી થાય છે તે સુશીલથી પણ શું? અથવા તે ગુણવાન પુરુષથી શું? ઈત્યાદિ વિચારીને આ ચિતામાં આજે વસુદેવ મૃત્યુ પામ્યો છે તેથી તેનું મૃત કાર્ય કરવું.” (૧૭૯૮) રાત્રીમાં બહાર દેવકુલમાં વસીને પછી પ્રભાતમાં જો વસુદેવ વિજયપેટપુરમાં પહોંચ્યો. ત્યાં સુગ્રીવરાજા છે. કલામાં કુશલ અને રૂપકળાથી યુક્ત, શ્યામાં અને વિજયસેના નામની તે રાજાને બે પ્રિયપુત્રીઓ છે. નૃત્યાદિ કળાઓથી તે બંન્નેને જીતીને પરણે છે. અને ભોગોને ભોગવતા વિજયસેનાથી અફૂર નામે પુત્ર થયો. બીજા દિવસે દેશદર્શન નિમિત્તે વસુદેવ ગુપ્ત રીતે નીકળીને એક અટવીમાં આવ્યો. જળનો અર્થ જણાવર્ત નામના સરોવરમાં જેટલામાં પાણી લેવા ગયો તેટલામાં વિંધ્ય પર્વત જેવો ઊંચો શ્રેષ્ઠ હાથી દોડતો આવ્યો. કુતૂહલથી કુમારે તે હાથીને લાંબા સમય સુધી તેવી રીતે ખેલાવ્યો કે જેથી તે દાંતના અગ્રભાગમાં સૂંઢ ટેકવી ખિન્ન થઈને રહ્યો. હવે કુમાર તેના પર ચઢીને જેટલામાં એક ક્ષણ
88