________________
ચૂરીને સેંકડો ટુકડા કરે છે. વીજળીની જેમ ચમકતી તલવાર લઈને સિંહરથ રાજા કૃષ્ણસર્પની સામે જેમ ગરુડ આવે તેમ યુદ્ધમાં ઊતર્યો. દાંતથી કચકચાવાતું છે હોઠ જેના વડે અને ભૂકુટિથી ભયંકર એવો સિંહરથ રાજા મોટા આટોપથી તલવાર ઊંચી કરી જેટલામાં કંસના બે ટુકડા કરતો નથી તેટલામાં ધનુષ ખેંચીને છોડેલા બાણથી વસુદેવે એકાએક ખત્રરત્ન મૂઠ આગળથી છેદી નાખ્યું એટલે ખુશ થયેલો કંસ બળવાન પણ સિંહ રાજાને બાંધીને જયલક્ષ્મીની સાથે વસુદેવને અપર્ણ કરે છે. (૧૭૫૭) પછી હર્ષિત ચિત્તવાળા યાદવો શૌરીપુરીમાં આવ્યા. સમુદ્રવિજયે હર્ષપૂર્વક વસુદેવને અભિનંદન આપ્યા. વધુપનક કરીને સમુદ્રવિજય રાજા સિંહાથ રાજને લઈને જેટલામાં જરાસંધ પાસે જાય છે તેટલામાં કૌટુકી નૈમિત્તિકે સમુદ્રવિજયને કહ્યું કે જે કે ખુશ થયેલો રાજા જીવયશા પુત્રી તેને આપશે તો પણ તે જીવયશા અપલક્ષણથી યુક્ત હોવાથી પતિ અને પિતાના કુળને ક્ષય કરનારી થશે. આ વાત સમુદ્રવિજયે વસુદેવને કહી.(૧૭૬૧) વસુદેવે પણ કહ્યું કે આ સિંહરથ રાજા કંસવડે બંધાયો છે તેથી કંસ જ તેને પરણશે જો કે આવા ચરિત્રોથી અને આવી આકૃતિથી આ વણિકપુત્ર છે એમ અમે માનતા નથી. પછી સભામાં બેઠેલા સમુદ્રવિજય રાજાએ બધા રાજાઓને ઉદ્દેશીને કહે છે કે કંસે સિંહરથ રાજાને બાંધ્યો છે તે તમે બધા પણ જાણો છો. હવે આ વણિકપુત્ર છે એ જાણી રાજા (જરાસંધ) કોઈપણ રીતે પોતાની પુત્રી આને ન આપે તો અહીં શું કરવું? રાજાઓએ કહ્યું કે હે દેવ! આ વણિકપુત્ર છે એમ દેખાતો નથી. આવું રૂપ, આવી મૂર્તિ, આવું વિજ્ઞાન અને આવું સુભટપણું ક્ષત્રિયોને છોડીને વણિક જાતિમાં ઘટતું નથી. તેથી અહીં કારણ હોવું જોઈએ તેથી સુભદ્ર વણિકને બોલાવીને પૂછો. જો તે કહે કે આ ક્ષત્રિય છે તો તો બધુ ઠીક જ છે. (૧૭૬૭) હવે જો આ વણિકપુત્ર છે એમ નકકી થાય તો ઉચિત પ્રવૃત્તિ કરવી. આ પ્રમાણે નિશ્ચય કરીને સુભદ્રાવણિક બોલાવાયો. પછી કંસની સમક્ષ બધા વડે તે પુછાયો. જેમ કે હે ભદ્ર! તું ધર્મમાં તત્પર છે, સુવ્રતવાળો છે તથા તું ખરેખર સત્યવાદી છે. તેથી કંસની યથાસ્થિત ઉત્પત્તિને કહે કેમકે તને અભય છે. હવે તેણે પેટીની પ્રાપ્તિ આદિ સર્વ વ્યતિકર જે પ્રમાણે બન્યો હતો તે પ્રમાણે તેઓને જણાવ્યો. તેથી તેઓએ પણ પેટીને ત્યાં મંગાવી અને પેટીને ઉઘાડીને જતા તેમાં શ્રી ઉગ્રસેન રાજા તથા ધારિણીના નામથી અંકિત મુદ્રિકાઓ જેવાઈ. અને બે ગાથાઓથી લખાયેલ ભૂર્જપત્રને પણ જોયું. તે ગાથા આ પ્રમાણે -
શ્રી ઉગ્રસેન રાજાની પત્નીને દુષ્ટ ગર્ભ દોહલો થયો. અને ભયભીત પત્નીએ પતિના પ્રાણ રક્ષણ માટે કાંસાની મંજૂષામાં રત્નોથી સહિત એને મૂકીને આ પિતાનો અહિતકારી છે એમ જાણીને યમુના નદીના પાણીના પ્રવાહમાં મુકાયો. (૧૭૭૪) તેને જોઈને પરિતુષ્ટ થયેલા સર્વે પણ જાદવો કહે છે કે આપણા કુળમાં ઉત્પન્ન થયેલાઓને છોડીને બીજા કોને આવું સુભટપણું હોય? સારી રીતે પૂજીને વણિક વિસર્જન કરાયો. પછી સર્વે ખુશ થયેલા તેઓ કંસને લઈને જરાસંધની પાસે ગયા. સિંહરથને અર્પણ કરીને તેની આગળ કંસને બતાવીને કહ્યું કે આ શ્રી ઉગ્રસેન રાજાનો પુત્ર છે આના વડે સિંહરથ રાજા બાંધીને લવાયો છે. તેથી આ કાયથી આનું સુભટપણું સ્પષ્ટ થાય છે તેથી હે દેવી આના બાકીના ગુણ સમૂહનું શું વર્ણન કરીએ ? ઇત્યાદિ જાદવોએ જરાસંધની આગળ કંસનું તે પ્રમાણે વર્ણન કર્યું કે જેથી અતિ ખુશ થયેલો
87