________________
ત્યારે તે શાંત થઈ. હવે પોષવદ ચૌદશના દિવસે વિષ્ટિકરણમાં અને ચંદ્રમા મૂળ નક્ષત્રમાં. આવ્યો ત્યારે વિષવૃક્ષની જેમ દુપુત્રને ઉત્પન્ન થયેલો જોયો. પછી પૂર્વે કાંસાની બનાવેલી રત્નો તથા વસ્ત્રોથી ભરેલી પેટીમાં ધારિણીવડે પુત્ર મુકાયો. પછી દાસીપુત્રના હાથથી આ પેટી યમુના નદીમાં પધરાવાઈ. વહન થતી પ્રભાતે શૌર્યપુર નગરમાં પહોંચી અને રાજા ઉગ્રસેનને ખબર અપાઈ કે દેવીએ આજ રાત્રે મૃતબાળકને જન્મ આપ્યો છે અને તે બહાર ત્યાગ કરાયો છે. (૧૭૩૫) (૨૪) રસવણિક સુભદ્ર વડે તે પેટી પ્રાપ્ત કરાઈ અને પછી નિરીક્ષણ કરતાં ઉગ્રસેન રાજાની નામાંકિત મુદ્રિકા સહિત તે બાળકને પેટીમાં જુએ છે અને પછી ખુશ થયેલ વણિકે મરેલા બાળકને જન્મ આપતી પોતાની સ્ત્રીને પુત્રપણાથી આખો. પેટી કાંસાની હતી તેથી તેનું નામ કંસ પાડવામાં આવ્યું. કમથી તે મોટો થયો અને વીંછીઓનું કુલઘર થયો. અર્થાત્ વીંછીઓની જેમ પરપીડા કરનારો થયો. અને લોકોના છોકરાઓને સંતાપે છે અને માતા પિતા પાસે ઘણી ફરીયાદો લાવે છે. તેથી ભયપામેલા માતાપિતા વડે વસુદેવને સમર્પિત કરાયો. ઉદાર દેહવાળા, સુંદર આકૃતિવાળા, રૂપથી યુક્ત એવા તેને જોઈને વસુદેવે મિત્રરૂપે સ્વીકાર્યો અને પોતાની સાથે કલાઓ ગ્રહણ કરાવે છે અને કોઈપણ રીતે વસુદેવને અતિવલ્લભ થયો. પછી વસુદેવ તેને પોતાની સાથે ભોજનાદિ ક્રિયાઓ કરાવે છે અને નિત્ય તેની સાથે કીડા કરે છે. હવે રાજસભામાં પણ પ્રસિદ્ધિ પહોંચી કે જેમ ગ્રહોમાં પોતપોતાના ગુણોથી મંગળ અને ચંદ્ર છે તેમ આ બંને પણ પોતપોતાના ગુણોથી મંગળ અને ચંદ્ર જેવા છે. (૧૭૪૨) (૨૫)
અને આ બાજુ ત્રણ ખંડ ભારતનો અધિપ જરાસંધ મહારાજા રાજગૃહ નગરથી સમુદ્રવિજયની પાસે દૂતને મોકલાવે છે. વિજયાચલ પર્વતની નજીક સિંહપુર નગરમાં મહાભિમાની તથા બળથી યુક્ત સિંહરથ નામનો રાજા છે. બીજાઓને દુર્ધર એવો તે રાજા હમણાં અમારો પણ શત્રુ થયો છે તેથી જે કોઇ તે દુષ્ટને બાંધીને જીવતો લાવશે તેને શ્રેષ્ઠ રત્નની સાથે પોતાની જીવયશા પુત્રી આપીશ, એમ મહારાજા કહેવડાવે છે. આમ દૂતે કહ્યા પછી સર્વબળ અને સમૃદ્ધિથી તેના તરફ જતા સમુદ્રવિજય રાજને કંસસહિત વસુદેવે વિનંતિ કરી કે હે દેવ! હુંકારા માત્રથી સાધ્ય તે તમારી સામે કેટલા માત્ર છે. તેથી આપનાવો આવો સંરંભ કેમ કરાય છે ? (૧૭૪૮) મને આદેશ આપો જેથી તમારા પ્રભાવથી તે દાસને બાંધીને અહીં લઈ આવું. સમુદ્રવિજય પણ મોટા આગ્રહને વશ થઈ આ વાત સ્વીકારે છે પછી તે પણ ઘણાં સૈન્ય તથા કંસસહિત વસુદેવને મોકલે છે. અખંડ પ્રયાણોથી સિંહરથ રાજાના દેશના સીમાડે પહોંચ્યો. અભિમાની એવો તે પણ સન્મુખ આવ્યો. બંને પણ સૈન્યો યુદ્ધમાં પ્રવૃત્ત થયા અને બંને પણ મહારથીઓ સહર્ષ મળે છે. સિંહરથ અને વસુદેવ બંને પણ મહારથીઓ યુદ્ધ કરે છે. સારથિપણાને છોડીને કંસ સિંહરથ રાજાના રથ પર પહોંઓ અને યુદ્ધમાં હાથીઓને
(૨૪) રસવણિક એટલે ઘી-તેલ આદિનો વેપાર કરનાર વ્યાપારી.
(૫) મંગળ વર્ણથી લાલ છે તેમ કંસ પણ કોધથી લાલ જેવો થાય છે, મંગળ પરાક્રમનો સૂચક છે તેમ કંસ પણ પરાક્રમી છે, મંગળ ક્ષત્રિયનો સૂચક છે તેમ કંસ પણ ક્ષત્રિય છે, મંગળ સ્વભાવથી દૂર, પાપી અને તામસી છે તેમ કંસ પણ દૂર, પાપી અને તામસી છે આમ મંગળ ગ્રહની સાથે ઘણી બાબતોમાં કંસની સમાનતા છે. ચંદ્ર વર્ણથી સફેદ છે તેમ વસુદેવ પણ રૂપવાન છે. ચંદ્ર સ્વભાવથી શીતળ છે તેમ વસુદેવ પણ સ્વભાવથી શીતળ છે. ચંદ્ર શુભ છે કોપી કે તામસી નથી તેમ વસુદેવ પણ લોકોનું કલ્યાણ કરનાર છે કોધી તેમજ તામસી નથી આમ વસુદેવના ઘણાં ગુણો ચંદ્રની સમાન છે
86