________________
હિમાવાન, અચલ, ધરણ તથા પૂરણ અને નવમો અભિચંદ્ર અને દશમો વસુદેવ એમ દસપુત્રો થયા અને કુંતી તથા માદ્રી એમ બે પુત્રી થઈ. દશાહની શ્રેષ્ઠ બહેન કુંતીને પાંડુરાજની સાથે પરણાવી અને ચેદી દેશના રાજા દમઘોષની સાથે માદ્રીને પરણાવી. અંધકવૃષ્ણિ રાજાએ સમુદ્રવિજયને રાજ્ય સોંપી દીક્ષા લીધી. પછી સમુદ્રવિજય મહારાજા થયો. (૧૭૧૦) પૂર્વભવમાં પંચાવન હજારવર્ષ સુધી અતિશયથી યુક્ત (પૂર્ણ) શ્રમણ્ય તથા સાધુઓની વૈયાવચ્ચ કરીને તથા સૌભાગ્ય અને રૂપ સંબંધી નિયાણું કરીને શ્રીનંદિણ સાધુનો જીવ અહીં શૌરીપુરીમાં વસુદેવ એ પ્રમાણે દશમો દશાઈ થયો.
આ બાજુ મથુરામાંથી બહાર નીકળતા ઉગ્રસેન રાજા એ એક બાલ તપસ્વી ઉષ્ટ્રિકા ક્ષેપકને (મોટા ઘડામાં પ્રવેશ કરીને જે તપ કરે તે ઉષ્ટ્રિકા ક્ષપક કહેવાય.) જોઈને વિનયથી કહે છે કે તારે આ માસક્ષપણના પારણા વખતે મારે ઘરે ભોજન કરવું. ઉષ્ટ્રિકા ક્ષેપકે પણ આ વાત સ્વીકારી અને માસક્ષપણ પુરું થયું ત્યારે પારણા માટે ઉગ્રસેન રાજાને ઘરે ગયો. પણ વ્યગ્રતાથી કોઈએ પણ તેને આવકાર ન આપ્યો. તેથી ત્યાંથી નીકળી ગયો અને ઉફ્રિકામાં પ્રવેશ કરી લાગ2 બીજા માસક્ષપણની શરૂઆત કરી કારણ કે બીજા કોઈના પણ ઘરે પારણા માટે જતો નથી. આ હકીકત જાણીને સંભ્રાન્ત રાજા ત્યાં જઈને તેને પારણા માટે મનાવે છે અને વારંવાર જ તેને ખમાવે છે. મુશ્કેલીથી બીજા પારણા વખતે તેના ઘરે આવવું સ્વીકારે છે અને બીજા પારણાનો દિવસ પ્રાપ્ત થયો એટલે તે ક્ષેપક તેના ઘરે આવ્યો. ફરી પણ આ વખતે ભિક્ષા પ્રાપ્ત કર્યા વિના જ કોપથી પ્રજ્વલિત દેહવાળો નીકળી ગયો અને જઈને ઉષ્ટ્રિકામાં ત્રીજા માસક્ષપણને માટે પ્રવેશ કરે છે. ઉગ્રસેન રાજા તેની પાસે જઈને પગમાં પડીને કહે છે કે હે મહાયશ! ઘણાં અજ્ઞાન અને પ્રમાદવાળા અમારા આ અપરાધને ક્ષમા કરો. જેમ જેમ રાજા ખમાવે છે તેમ તેમ ક્ષપક અધિક અધિક ગુસ્સે થાય છે. હે દુષ્ટ ! મારી પીઠને છોડ. માયાવી એવા તારાથી સર્યું. એ પ્રમાણે કહીને રાજા પર ઘણો ગુસ્સે થયો અને નિયાણું કરે છે કે જે મારા આ તપનું કોઈપણ ફળ હોય તો અન્ય જન્મમાં આ માયાવીનો હું વધ કરનારો થાઉં, આમ નિયાણા સહિત મરીને તે ઉગ્રસેન રાજની ધારિણી રાણીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી ગર્ભના પ્રભાવથી હું ઉગ્રસેન રાજાના લોહી સહિત માંસનું ભક્ષણ કરું એ પ્રમાણે ધારિણીને દોહલો થયો. (૩) રાજા તેને અતિપ્રિય હોવાથી ધારિણી રાજાને દોહલાની વાત કરી શકતી નથી. (૧૭૨૫) પોતાની નિંદા કરે છે, ગર્ભને મારવાને ઈચ્છે છે તો પણ નિકાચિત મહાપાપને બાંધેલ હોવાથી તે ગર્ભ કોઈપણ રીતે નાશ થતો નથી. હવે રાજાએ કોઈપણ રીતે તે દોહલાને જાગ્યો અને મંત્રીને કહ્યો. મંત્રીએ રાજાના પેટપર બોકડાના માંસને મૂકીને ચામડાથી આચ્છાદિત કર્યું. પછી આકંદ કરતા રાજાના પેટ પરથી માંસ કાપીને દૂર રહેલી દેવીને આપ્યું. તે પ્રમાણે માંસ કપાતું જોઈને તથા આકંદ કરતા રાજાને સાંભળીને માંસાદિને ખાઈને તેનો દોહલો શાંત થયો. (૧૭૨૯) પછી રાજા મૃત્યુ પામ્યો છે એવી કલ્પના કરીને ઘણાં પ્રકારે વિલાપ કરે છે, નિંદે છે, ઝૂરે છે, ક્યાંય રતિ પામતી નથી. પછી ઔષધાદિથી રાજાને સાજો કરી સાતમા દિવસે રાજા બતાવાયો
(૨૩) દોહલો એટલે ગર્ભવતી સ્ત્રીને ગર્ભના પ્રભાવથી જે કંઈ ખાવાપીવા કે અન્ય બીજી કોઈ ઇચ્છાઓ થાય છે. આ દોહલો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનું શરીર કૃશ થતું જાય છે.
85