________________
મંત્રી અને સામંતો બધા પણ વિનયથી દેવના તે વચનને સ્વીકારે છે. પછી માથાપર સફેદ. છત્ર ધરીને હરિણી દેવી સહિત હરિરાજાને શ્રેષ્ઠ રથમાં બેસાડીને, શ્રેષ્ઠ દુંદુભિના નાદ સાથે, મંગલ પાઠકોના નાદ સાથે, આનંદની ઘોષણા પૂર્વક ઉધાનમાંથી ઘરે લઈ જવાયો. (૧૬૮૪) પછી કમથી ન્યાય અને પરાક્રમથી શત્રુઓને સાધતો, ત્રણ સમુદ્રની મેખલા સુધી પૃથ્વીનો વિખ્યાત નાથ થયો.(હરિવર્ષક્ષેત્રના યુગલિકની ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ બે પલ્યોપમ હોય છે.) માંસાદિની પ્રવૃત્તિથી તથા તે દેવની શક્તિથી આ બંનેના આયુષ્યની સ્થિતિ અપવર્તન થઈને લઘુ થઈ. હરિવર્ષમાંથી યુગલને લવાયું તેથી તેનો વંશ હરિવંશ કહેવાયો. અનંતકાળ પછી આ પ્રમાણે યુગલિકનું અપહરણ થાય છે. આથી જ તેને અચ્છેરું કહે છે. જેમ કે કહેવાયું છે કે -
૧) ઉપસર્ગ ૨) ગર્ભહરણ ૩) સ્ત્રી તીર્થંકર ૪) અભાવિત પર્ષદા ૫) કૃષ્ણનું અપરકંકામાં જવું ૬) સૂર્યચંદ્રનું અવતરણ ૭) હરિવંશકુળની ઉત્પત્તિ ૮) ચમરનો ઉત્પાત ૯) એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ની સિદ્ધિ અને (૧૦) અસંયતિઓની પૂજા આ દસ અચ્છેરા અનંતકાળથી થયા. (૧૬૯૦)
આ હરિવંશમાં હરિનો પુત્ર નામથી પૃથ્વી પતિ મોટો રાજા થયો. હવે તેનો પુત્ર મહાગિરિ નામનો રાજા થયો. તેનો પુત્ર હિમગિરિ, તેનો પુત્ર વસુગિરિ, તેનો પુત્ર મિત્રગિરિ અને ત્યાર પછી પણ અસંખ્યાતા રાજાઓ થયા પછી સુમિત્ર રાજાના ઘરે રૈલોક્ય ગુરુ એવા મુનિસુવ્રત તીર્થકર થયા. ત્યાર પછી ઘણાં રાજાઓ થયા પછી કમથી શ્રી નમિનાથ જિનવરનું શ્રેષ્ઠ તીર્થ પ્રવન્યું ત્યારે શ્રી પાર્શ્વનાથના જિનમંદિરથી યુક્ત, શ્રી સુપાર્શ્વજિનના સુવર્ણરૃપથી યુક્ત, શ્રેષ્ઠ તીર્થ એવા બિરુદથી પ્રસિદ્ધિને પામેલી સમૃદ્ધ ભવનોના વિસ્તારવાળી એવી મથુરા નામની શ્રેષ્ઠ નગરી છે. તેમાં સર્વત્ર ઉદારચિત્તવાળા પુરુષો દેખાય છે અને વાંસના અગ્રભાગે રહેલી ધજાપતાકા દેખાય છે તે નગરીમાં શૌરી નામનો રાજા થયો જે મિત્રોથી પ્રવર્ધિત કરાયેલા આનંદવાળો કુર (રૌદ્ર) ન હોવા છતાં (૨) વિષ્ણુની જેમ ભુવનમાં વિખ્યાત થયો. (૧૯૯૭) તે રાજાને તપ અને નિયમમાં સુસ્થિત, વિસ્તારથી જાણ્યા છે સર્વ તત્ત્વો જેણે, દુશ્મનની સ્ત્રીઓ પણ હંમેશા આશીષ આપે છે જેને એવો સુવીર નામનો યુવરાજ હતો. જે ધીરને સુવીરપણું પણ ગુણથી પ્રાપ્ત થયું હતું. હવે કોઈક વખત શૌરી રાજા તેને મથુરા નગરીનો સ્વામી કરીને પોતે કુશાdદશમાં ચંદ્ર જેવા ઉજ્જવળ વિવિધ ભવનોની પંક્તિઓથી આવરાયેલ વિસ્તૃત પૃથ્વીમંડળવાળું હોવા છતાં સાધન સામગ્રીથી સંકીર્ણ એવા શૌર્યપુર નગરને વસાવે છે. (૧૭૦૦) અને ત્યાં રાજ્યસુખોને ભોગવતા શૌરી રાજને અંધકવૃષ્ણિ વગેરે ઘણાં ગુણવાન પુત્રો થયા. સુવીર રાજાને પણ ભોજવૃષ્ણિ વગેરે પુત્રો થાય છે. કેમે કરી ભોજવૃષ્ણિ મથુરાનો રાજા થયો. સુપ્રતિષ્ઠિત મુનિ પાસે શૌરી રાજાએ દીક્ષા લીધી અને મોક્ષમાં ગયા. પછી અંધકવૃષ્ણિ શૌર્યપુરનો રાજા થયો. મથુરામાં ભોજવૃણિ રાજાનો પુત્ર ધનુર્ધરોમાં પ્રથમ, ઉગ્રપ્રતાપવાળો, ઉગ્રસેન નામનો રાજા થયો. અંધકવૃષ્ણિ રાજાને પણ સુભદ્રાદેવીથી, શ્રેષ્ઠ રૂપથી યુક્ત, વિખ્યાત, પરાક્રમી દસ પુત્રો થયા. પ્રથમ સમુદ્રવિજય પછી અક્ષોભ્ય, સ્તિમિત, ચોથો સાગર, પાંચમો
(૨૨) જગતનો સંહાર કરનાર વિષ્ણુ રૌદ્ર (કૂર) છે.
84