________________
આ કહેવાય છે -
શ્રી અષભદેવ તીર્થંકર પછી ભરત ચક્રવર્તી થયા. ત્યાર પછી અસંખ્ય રાજાઓ થયા પછી શ્રી શીતલનાથ જિનના તીર્થમાં કૌશાંબી નગરીમાં સુમુખ નામનો રાજા થયો. તે ક્યારેક રવાડીએ નીકળતો માર્ગમાં અતિશય રૂપાદિથી યુક્ત, સુવિદગ્ધ (ચતુર) વીરક વણકરની સ્ત્રી એવી વનમાલાને જુએ છે. (૧૬૬૬) અત્યંતાસક્ત થયેલો તેને ગ્રહણ કરી અંતઃપુરમાં મૂકે છે અને તેના નિમિત્તે વીરક પણ ઉન્મત્ત (ગાંડો) થયો. દંડ છે હાથમાં જેને (દંડી) અને ફાટેલા વસ્ત્રને પહેરનારો, ધૂળથી ખરડાયેલ છે શરીર જેનું એવો વીરક ભમતો વનમાલા વનમાલા” એ પ્રમાણે ઝંખતો લોકોથી હંમેશા વીંટળાયેલો મહેલના ઝરૂખામાં બેઠેલા રાજા અને વનમાલા વડે જોવાયો. તેથી રાજા અને રાણી નિર્વેદને પામ્યા અને વારંવાર પોતાના દુષ્કતની નિંદા કરે છે અને પશ્ચાત્તાપના ભાવમાં વર્તે છે ત્યારે વીજળીના પડવાથી મરણ પામ્યા અને બંને પણ હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિક પણે ઉત્પન્ન થયા અને વીરક પણ અજ્ઞાન તપ કરીને સૌધર્મ દેવલોકમાં અલ્પરિદ્ધિવાળો દેવ થયો અને અવધિ જ્ઞાનથી વેરને (૨) જાણે છે. (ધારણ કરે છે.)
હવે આ બાજુ ચંપાનગરીમાં ચંદ્રકીર્તિરાજા અપુત્રીઓ માર્યો અને નગરના લોકો પ્રયત્નથી અન્ય રાજાને શોધતા સાંભળ્યા પછી વીરક દેવ વિચારે છે કે આ યુગલિક નિરુપમ આયુષ્યવાળા છે (1) તેમજ આ મારા વેરીઓ છે તેથી હમણાં તેઓને ઉપક્રમ લગાડીને હણી શકાય તેમ નથી. તેથી કોઈપણ રીતે તે પ્રમાણે કરું કે જેથી ઘણું દુઃખ પામે. એ પ્રમાણે વિચારીને યુગલિકને એક ધનુષ્યની ઊંચાઈવાળા કરીને તે કોધી થયેલ વીરકદેવ હરિવર્ષક્ષેત્રમાંથી ચંપાનગરીમાં લાવે છે અને તેના ઉઘાનમાં વિવિધ પ્રકારના કલ્પવૃક્ષો વાવે છે અને નગરજનોને કહે છે કે શ્રેષ્ઠ પઘ, શંખ, સ્વસ્તિક, વજથી અંકિત છે પગ અને હાથ જેના તથા લાલ તળીયાવાળો તથા સંપૂર્ણ લક્ષણથી યુક્ત એવા આને હરિવર્ષક્ષેત્રમાંથી તમારા માટે લાવ્યો છું. તેથી સમગ્ર ગુણથી યુક્ત આ તમારો હરિનામનો રાજા થશે અને આ હરિણી નામની તેની સ્ત્રી થશે. (૧૬૭૮)
માછલા, મૃગ, મોર વગેરે જળચર-સ્થળચર-ખેચર જીવોનું માંસ એઓને ઘણું પ્રિય છે તેથી - તે માંસને આ કલ્પવૃક્ષોના ફળોની સાથે મિશ્ર કરીને તમારે હંમેશા ત્યાં સુધી આપવું કે જ્યાં
સુધી તેઓ તુટ થયેલા ફક્ત માંસનું જ ભોજન કરે. તમારે હંમેશા ઘણાં પ્રયત્નથી ફક્ત મધ અને માંસ રસોથી આ રાજા અને દેવીનો ઉપચાર કરવો. પછી અંજલિ ોડીને નગરના લોકો
(૨૦) પૂર્વભવમાં મારી વનમાલા પત્નીને હરણ કરી છે જેણે એવો સુમુખ રાજા અને વનમાલાનો જીવ બંને યુગલિક રૂપે ઉત્પન્ન થયા છે એમ અવધિ જ્ઞાનથી જાણીને વેરનું સ્મરણ થયું.
(૩) આયુષ્યના બે પ્રકાર છે. (૧) સોપકમ અને (૨) નિરુપક્રમ
સોપકમ આયુષ્ય : કમસર ઘણાં કાળે ભોગવાય (વેદાય) છતાં પણ શાસ્ત્રોકત અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, અને શ્વાસોશ્વાસ આ સાત ઉપકમો વડે અલ્પકાળમાં ભોગવાય જાય એવું જે આયુષ્ય તે સોપકમ આયુષ્ય કે ઢીલું આયુષ્ય કહેવાય છે જેની સ્થિતિ ઘટી શકે એવું બાંધેલું જે કર્મ તે પણ સોપકમ કહેવાય. જેમ કે લાંબી કરેલી દોરડીને છેડેથી સળગાવતા ક્રમથી બળે છે અને ઘણો સમય લાગે છે પણ ગુંચવું વાળેલી દોરડીને સળગાવતા તુરંત સળગી જાય તેવી રીતે આ સોપકમ આયુષ્યને ઉપક્રમ લાગે તો અલ્પકાળમાં ભોગવાઈ જાય છે. , નિરૂપક્રમ આયુષ ઃ જે કર્મ બાંધતી વખતે ગાઢ નિકાચિત બાંધ્યું હોય એનું ફળ અનુક્રમે ભોગવવું પડે છે અને તેનું અપવર્તન કરી શકાતું નથી તે નિરુપકમ આયુષ્ય કહેવાય છે.
યુગલિકો, દેવો, નારકો, તીર્થંકરો, ગણધરો, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, ચરમશરીરી વગેરે જીવોનું આયુષ્ય હંમેશાં નિરુપક્રમ હોય છે.
83