________________
છો તે તેમજ છે. (૧૬૪૨)
યશોમતીના પુત્ર પુંડરીકને રાજ્યપર સ્થાપીને હે મુનિના! કરવા જેવું તમે જે બતાવ્યું છે તેને જ હું કરું છું. પરંતુ કૃપા કરીને તમે મને જણાવો કે યશોમતીની સાથે મારે જે ગાઢ રાગ છે તે સકારણ છે કે અકારણ ? કેવળી ભગવંત કહે છે કે કર્મના કારણે ક્યારેક કોઈકને કોઈકની સાથે નિષ્કારણ પણ રાગ થાય છે પણ યશોમતી સાથે તારો રાગ છે તે સકારણ છે. આ પ્રમાણે કેવળીભગવંતે કહ્યું ત્યારે કુમાર પૂછે છે કે શું કારણ છે ? મુનિ કહે છે કે પૂર્વેના છ ભવોમાં તારે તેની સાથે સ્નેહ છે તે છ ભવો આ પ્રમાણે છે- ધન-ધનવતી પતિપત્ની પ્રથમભવ, જે ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું અને પછી દીક્ષા ગ્રહણ કરી. બીજા ભવમાં સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવો થયા. ચિત્રગતિ અને રત્નવતી પતિપત્ની ત્રીજા ખેચરભવમાં થયા અને દીક્ષા લઈ, ચોથા ભવમાં માહેન્દ્ર દેવલોકમાં દેવો થયા. અપરાજિત અને પ્રીતિમતી પતિપત્ની પાંચમાં ભવમાં થયા અને
છઠ્ઠા ભવમાં આરણ દેવલોકમાં દેવ થયા ત્યાંથી ચ્યવીને આ ભવમાં તું શંખરાજા થયો અને તે તારી યશોમતી પત્ની થઈ. અહીંથી તમે બંને અપરાજિત વિમાનમાં દેવો થશો ત્યાંથી પણ ચ્યવીને આ ભરતક્ષેત્રમાં તું બાવીશમો અરિષ્ટનેમિ તીર્થંકર થઈશ. (૧૬૫૧) યશોમતીનો જીવરાજીમતી નામથી ઉગ્રસેનની પુત્રી થઈ, તારી પાસે દીક્ષા લઈ તે ભવમાં સિદ્ધ થશે. તેથી બધા દેવભવોમાં તમારે મિત્રભાવ થયો અને મનુષ્યભવોમાં તમારે પતિપત્નીનો ભાવ થયો તેથી તમારે ગાઢ સ્નેહ છે. આ ગુણધર અને યશોધર બે ભાઈઓ તથા મતિપ્રભ પ્રધાન તારીપાસે ગણધર પદ લઈને સિદ્ધ થશે. આ સાંભળીને બધાનો હર્ષ શરીરમાં સમાતો નથી. પછી ઉત્તમવિધિથી પુંડરીકને રાજ્યપર બેસાડીને તૃણની જેમ સમગ્ર વિભવ અને સ્વજન વર્ગને ત્યજીને બધા કેવલીભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરે છે. પછી શંખમુનિ ગીતાર્થ થયા અને દુષ્કર અનુષ્ઠાન કરીને આ (નીચે બતાવેલા) સ્થાનોની આરાધના કરીને તીર્થંકરપણાને ઉપાર્જન કરે છે.
અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત તથા સાધુઓને વિશે વાત્સલ્ય અને એઓને વિશે વારંવાર જ્ઞાનોપયોગ, દર્શન, વિનય, આવશ્યક, શીલવ્રતમાં નિરતિચાર, વૈયાવચ્ચ, અને સમાધિ, અપૂર્વજ્ઞાન ગ્રહણ, શ્રુતભક્તિ અને પ્રવચનની પ્રભાવના આવા સ્થાનોથી તીર્થંકર નામગોત્ર ઉપાર્જન કરીને, નિષ્કલંક ઉત્તમ દીર્ઘ પર્યાય પાળીને, એકમાસ પૂર્ણ પાદપોપગમન અનશન કરીને, સમાધિથી કાળ કરીને અપરાજિત વિમાનમાં શંખમુનિ, યશોમતી, પ્રધાન તથા બંને ભાઈઓ બધા દેવપણે ઉત્પન્ન થયા. અને ત્યાં તેત્રીશ સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યને પાળે છે તથા ત્યાં અનુત્તર દેવલોકમાં શ્રેષ્ઠ ભોગોને ભોગવે છે.
(આ પ્રમાણે શ્રીમદ્ નેમિનિ અને રાજીમતીના ચાર મનુષ્યભવો તથા ચાર દેવભવો એમ આઠ ભવો સમાપ્ત થયા.)
નવમો ભવ
હવે નવમો ભવ પ્રારંભ કરાય છે -
‘અને ભગવાન અરિષ્ટનેમિ હરિવંશમાં ઉત્પન્ન થયા' તેથી ભગવાનની ઉત્પત્તિથી માંડીને
82