________________
વધામણી આપે છે. આનંદિત મનવાળો રાજા પણ તેને પ્રીતિદાન આપે છે. (૧૬૧૯) હાથીઘોડા-થોના સમૂહથી પરિવરેલો પોતાની સર્વ સમૃદ્ધિ સહિત, સામંત મંત્રીઓથી સહિત, લાખો નગર જનોથી યુક્ત, યશોમતી પ્રમુખ અંતઃપુરની સાથે શંખરાજા ત્યાં ઉઘાનમાં પહોંચ્યો અને હાથીના અંધથી નીચે ઊતર્યો. પંચવિધ અભિગમ સાચવીને, હર્ષના અતિરેકથી પ્રસરતું છે મન જેનું એવો રાજા ત્રણ પ્રદક્ષિણા કરીને વિનયથી કેવલી ભગવંતને નમીને તેની આગળ ઉચિત પ્રદેશમાં બેઠો અને કહે છે કે હે ભગવન્! કૃપા કરીને મને કરવા યોગ્ય કાર્યનો આદેશ કરો. (૧૬૨૩) હવે કેવલી ભગવંતે કહ્યું કે
“હે નરેન્દ્ર શુદ્ધ ધર્મને છોડીને આ ભુવનમાં જીવોને બીજું કશું કરવા જેવું નથી. કેમ કે અનાદિ સંસારરૂપી અરણ્યમાં ભમતા જીવ વડે અનંત સ્થાનોમાં ધનના સમૂહો ઉપાર્જન કરીને મુકાયા અને ધનસંબંધી અપરિમિત ક્લેશ અને કર્મબંધ થયો. અને તે ધનના સમૂહ પ્રાયઃ કરીને બીજા ધુતારાઓ વડે ભોગવાયા. પ્રયત્નોથી રક્ષણ કરીને શ્રેષ્ઠ યૌવનના ભરવાળી સ્ત્રીઓ અનંતવાર મુકાઈ અને તે સ્ત્રીઓની પાછળથી તે જ ગતિ થઈ અર્થાત્ તે સ્ત્રીઓ પણ પ્રાયઃકરીને બીજા ધુતારાઓ વડે ભોગવાઈ. એકેક વડે પણ હે રાજન! આ લોકમાં અનંતવાર રાજ્ય ભોગવાયું. રૈવેયકાદિ વિમાનોમાં શ્રેષ્ઠ દેવદ્ધિ પણ અનંતવાર ભોગવાઈ (પ્રાપ્ત કરાઈ) તથા દાસપણું અને રંકપણું અનંતવાર પ્રાપ્ત કરાયું તો પણ મોહરૂપી વિષની અસરવાળા, વિવેક વગરના જીવોને સંસારના સુખોની તૃપ્તિ ક્યારેય થઈ નથી તેમજ સંસારના દુઃખો પર ક્યારેય કંટાળો થયો નથી.(૧૬૩૦) અને હમણાં પણ લક્ષ્મી, વિષયો, શરીર, સ્વજનાદિ, યૌવન અને રાજ્યાદિ સુખો પ્રાપ્ત થયા છે પણ આ બધું માત્ર પાંચ દિવસ રહેનારું છે. (૧૬૩૧) તે આ પ્રમાણે -
હે વત્સ! હાથીના કાન તથા કેળના પત્ર સમાન લક્ષ્મી અસ્થિર છે. ક્ષણમાં જોવાતા અને નષ્ટ થતાં વિષયો કિંપાકના ફળના વિપાક સમાન છે. જેના માટે પાપો કરાય છે તે શરીર અસ્થિર છે અને પરમાર્થથી વિચારવામાં આવે તો શરીર અશુચિનું સ્થાન છે. સંધ્યા સમય એક વૃક્ષ પર વસેલા પક્ષીઓના વસવાટ સમાન સજ્જનોને વિશે પણ રાગ કરવો તે કેવળ મોહનું જ ફળ છે. જે વિલાસ-શૃંગાર-લીલા અને મદના ઉત્કર્ષનું સ્થાન એવું યૌવન પણ જરારૂપી રાક્ષસી વડે પ્રતિસમય ગળાય છે. હે વત્સ! પરમાર્થથી વિચારવામાં આવે તો રાજ્ય પણ અતિદીર્ધ સંસારના ફળવાળું જ છે. અભિમાન માત્રથી માનેલું સુખ પરમાર્થથી તો આ જન્મમાં પણ અતિદુઃખવાનું છે. ખસને ખણજતા ઉત્પન્ન થતા સુખ જેવું સંસારનું સુખ જીવોને જે છે તે પણ દુઃખના મૂળવાળું છે અને વિરસ અંતવાળું છે તેથી પૂર્વે નહી પ્રાપ્ત કરાયેલ, શાશ્વત સુખને આપનાર, હિતના સારવાળું જગતમાં એક જ જિનધર્મ છે એમ હે રાજન્ ! તું જાણ. (૧૬૩૮) જીવલોકમાં મનુષ્યાદિ સામગ્રી મેળવીને પંડિતોએ તે ધર્મ જ સાંભળવો, ધર્મ જ કરવો અને ધર્મ જ વિચારવો જોઈએ. દુઃખના ફળવાળા અર્થ અને કામમાં આસક્ત ચિત્તવાળા એવા જે જીવો વડે આ જૈન ધર્મ આરાધાયો નથી તેઓ વડે હે રાજ! અતિઘણું હારી જવાયું છે. કારણ કે અનંતપુગલ પરાવર્તન પછી કોઈપણ રીતે મુશ્કેલીથી) આ માનવભવને પ્રાપ્ત કરીને ફરી પણ પ્રાપ્ત થવો અતિદુર્લભ એવો આ માનવભવ હારી જવાયો છે.” સંવેગના ભરથી આવેલ આંસુના જળવાળા, પુલકિત અંગવાળા એવા રાજા વડે કહેવાયું કે તમે જે કહો