________________
પદાતિ અને શ્રેષ્ઠ રથોથી યુક્ત યશોમતી પ્રમુખ અંતેપુરથી પરિવરેલો કુમાર કમે કરી હસ્તિનાપુર પહોંચ્યો અને કુમાર માતાપિતાને મળ્યો અને તેઓ ખુશ થયા. (૧૫૯૬)
તે સુર અને સોમના જીવો આરણ દેવલોકમાંથી આવીને કુમારના યશોધર અને ગુણધર નામના બે નાનાભાઈઓ થયા. કુમાર મતિપ્રભ તથા સર્વ મિત્રવર્ગની સાથે ક્રીડા કરે છે.
હવે શ્રીસેન રાજા વિચારે છે કે મારો પુત્ર હમણાં રાજ્યને વહન કરવા સમર્થ થયો છે અને ગુણોથી ભુવનને પણ ઓળંગતો અહીં આવ્યો છે છતાં પણ ભક્તસુખી અને વયપરિણતવાળો હોવા છતાં હું હજુ રાજ્ય કરું છું તે ખરેખર મૂઢપણું છે. અને ધીરપુરુષોને આ અનુચિત છે
જ્યારે માલતી પુષ્પના વર્ણ જેવા સફેદ મસ્તકના વાળ થયે છતે માલતીની માળા અને મસ્તકનો ભેદ પારખી શકાતો નથી ત્યારે હજુ પણ કામાભિલાષ જીવતો છે તે વિમૂઢપણું છે. લોખંડના ખાંડણીયામાં પીસાતો હોવા છતાં વ્યાકુળતાથી નીકળતો, મરવાની અણીવાળા જીવને તંબોલ ખાવાની ઈચ્છા થાય ત્યારે ડાહ્યાઓને કેવી રીતે વિડંબના ન થાય ? વૃદ્ધાવસ્થાના કારણે શિથિલ થયેલી ચામડીના છિદ્રોમાં શોષાતો છે ચંદન રસ જેમાં અને કંપતા એવા શરીરને વિશે વિલેપનની આશા કોને હસનીય નથી થતી? ચારે બાજુથી શોષાતું છે લોહી અને માંસ જેમાં એવા હાડકાંના પાંજરા જેવા શરીર વિશે કરાતી શરીરની ચંપી અને આભરણ તથા વસ્ત્રની ભૂષા પણ હલકાઈ કરે છે. (૧૬૦૪) બીજાએ રૂપાળી સ્ત્રીને સાધી છે એમ જાણીને મળથી આચ્છાદિત કરાઈ છે આંખો જેઓ વડે એવી સ્ત્રીઓની સાથે રમણ કરવું શું મોહનો વિલાસ નથી? બીજા વડે કહેવાયેલ છતાં પણ પોતાના પણ હિતને નહી સાંભળતા વિલીન થઈ છે શક્તિ જેઓની, પરિજનથી ઉલ્લંધિત કરાઈ છે આજ્ઞા જેની એવા જીવોને ધર્મ પણ દુષ્કર હોય છે. તેથી જ્યાં સુધી આવી અવસ્થાને ન પામું ત્યાં સુધીમાં પુત્રને રાજ્ય આપીને પોતાનું કાર્ય સાધુ. એમ વિચારી પ્રશસ્ત દિવસે, પ્રશસ્ત મુહૂર્તે, સામંત-મંત્રી-નગર જનાદિથી કરાયેલ છે આનંદ જેમાં એવું રાજ્ય શંખકુમારને સોંપીને ગુણધર ગણધર ભગવંતની પાસે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરે છે. પછી શ્રુત ભણીને ઉગ્ર તપચારિત્રને કરે છે. (૧૬૦૯).
શંખ પણ સકલ શત્રુઓને જીતીને મહારાજા થયો. સર્વ અંતઃપુરમાં શિરોમણિ યશોમતી દેવીને પટ્ટરાણી પદે સ્થાપે છે. સર્વબુદ્ધિથી યુક્ત મતિપ્રભને મંત્રી પદે સ્થાપન કરે છે અને તેને રાજ્યની જવાબદારી સોંપીને રાજ્યલક્ષ્મીને ભોગવે છે. અનુરાગી પ્રજા રાજાની આજ્ઞાને મસ્તકથી ધારણ કરી પાલન કરે છે. પહેલા જે કાર્યો સિદ્ધ થતાં ન હતાં તે વિષમકાય પણ સિદ્ધ થયા. આખા દેશમાં ઊંચા જિનમંદિરો કરાવાયા. લોકને આશ્ચર્ય કરનારી રથયાત્રાઓ કઢાઈ. સ્વજન-પરજનના (જૈન-જૈનેતરના) ભેદ વિના સર્વસ્થાનોમાં વિવિધ પ્રકારના દાનો અપાય છે. આખા દેશમાં અમારિ પર્વતનની ઘોષણા કરાય છે. નિત્ય સ્વામીવાત્સલ્ય કરાય છે. દુઃસ્થિત જન સુસ્થિત કરાયો. આખું ભુવન પ્રમોદના ભરવાળું કરાયું. શ્રીણ મહામુનિને પણ તપરૂપી અગ્નિથી ઘાતકર્મ રૂપી સંપૂર્ણ વન બળે છતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સૂર્યની જેમ ભવ્યજીવો રૂપી કમળોને પ્રતિબોધ કરતાં કોઈક વખત દેશોમાં વિહાર કરીને હસ્તિનાપુરમાં આવ્યા. દેવોવડે રચાયેલ છે સુવર્ણ કમળ જેમાં, સુગંધી જળ અને ફુલોની વૃષ્ટિ કરાઈ છે જેમાં, રમ્ય સહસાવન નામના ઉદ્યાનમાં સમોવસર્યા. પછી ઉઘાનપાલક જઈને રાજાને