________________
સાતિશયરૂપને જોઈને ખેચરીઓ કામના બાણોથી ભેદાય છે અને તેઓની કીર્તિ સાંભળીને વૈતાઢ્યવાસી સર્વ ખેચર લોક ત્યાં આવ્યો. તેઓને જોઈને, આશ્ચર્ય પામીને, પ્રશંસા કરે છે. તેઓના મોટા ગુણ સમૂહથી આકષયેિલ કોઈપણ લોક તેઓના સાનિધ્યને એક ક્ષણ પણ છોડતો નથી. ત્યાં રહેલા તથા પ્રાર્થના કરાયેલ ખેચર રાજાઓને શત્રુના જય આદિ કાર્યોમાં સહાયને આપતા કુમાર વડે તેવી રીતે ખેચર લોક આકર્ષિત કરાયો કે જેથી સેવકપણાને પામેલો સમગ્ર ખેચર લોક દરેક ઘરે લઈ જઈને કુમારનું સન્માન કરે છે. ઘણાં ખેચરો પોતાની પુત્રીઓના વિવાહ માટે કુમારને પ્રાર્થના કરે છે તો પણ યશોમતી સાથેના પાણિગ્રહણના વિરહથી પરણતો નથી. પછી મણિશેખર વગેરેથી સન્માનિત કરાયેલો કુમાર કેટલાક દિવસો પછી શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થયો. શ્રેષ્ઠ વિમાનોથી યુક્ત પોતપોતાની પુત્રીઓથી યુક્ત બીજા હજારો ખેચરોની સાથે મણિશેખર વગેરેથી વીંટળાયેલ કુમાર યશોમતીની સાથે ચંપા તરફ ચાલ્યો અને ક્ષણથી ચંપાની નજીક પહોંચ્યો.
પછી મણિશેખર વિદ્યાધરને મોકલીને જિતારિ રાજાને કુમારના આગમનના ખબર કહેવડાવે છે. આનંદિત થયેલ રાજા દેહમાં કે ઘરમાં સમાતો નથી. હજારો સામંત-મંત્રી-રાજાઓથી પરિવરેલો તથા સમગ્ર સૈન્યથી સહિત જિતારિ રાજા કુમારની સામો જવા નીકળ્યો. હર્ષપૂર્વક કુમારને આલિંગન કર્યું અને બીજા પણ ખેચરોના ખબર પુછયા. પુત્રીઓ પગમાં પડી. તેના વડે ભેટીને સ્નેહપૂર્વક મસ્તકમાં ચુંબન કરાઈ અને કુમાર નગરનાં લોકો તથા અંતઃપુર વડે અભિનંદાયો. વૃદ્ધો કહે છે કે આ શ્રેષ્ઠકુમાર ઘણું જીવો કારણ કે જીવતા એવા આ કુમાર વડે બુડતો એવો અમારો રાજા, રાજ્ય અને દેશ રક્ષણ કરાયો. (૧૫૮૨) ઈતરથા અર્થાત્ આ પુત્ર જીવતો ન હોત તો આ પુત્રીઓ પાછી ચાલી જાત પછી તેના વિરહમાં રાજા નક્કી પ્રાણ ત્યાગ કરત અને રાજાના અભાવે સકલ રાજ્ય અને રાષ્ટ્ર ડૂબત. ઈત્યાદિ જનશ્લાઘાને સાંભળતો રિદ્ધિના સમુદાયથી કુમાર કામિનીના શ્રેષ્ઠ લોચનરૂપી કમળ માળાઓથી પૂજાતો ચંપાનગરીના મધ્યથી પ્રવેશે છે. સકલ લોકના મનના હર્ષને ઉત્પન્ન કરતો રાજાના મહેલમાં પહોંઓ. (૧૫૮૫) સમગ્ર નગર તથા દેશમાં વધપક કરાયું. આનંદિત થયેલ રાજા તથા તુષ્ટ પ્રજાની સાથે શ્રી વાસુપૂજ્ય જિનચૈત્યોને ભક્તિથી વંદન કરતો પોતાને કૃતાર્થ માનતો ત્યાં રહે છે. (૧૫૮૭)
પછી પ્રશસ્ત લગ્નવેળાએ રાજા વડે અતિમોટી રિદ્ધિથી યશોમતીની સાથે કુમારનું પાણિગ્રહણ કરાવ્યું.પછી કુમાર ઘણી વિદ્યાધર કન્યાઓને પરણે છે. રાજા વડે સન્માનિત કરાયેલ ખેચરો કુમારને મૂકીને (કુમારની રજા લઈને) પોતાના સ્થાને ગયા. કુમાર પણ શ્રેષ્ઠદેવની જેમ યશોમતી તથા અન્ય સ્ત્રીઓની સાથે ભોગોને ભોગવે છે. યશોમતીની સાથે કુમારનો સ્નેહ એવો થયો કે એક ક્ષણ માત્ર પણ પરસ્પરના વિયોગની સ્થિતિને સહન કરતા નથી. અને તુષ્ટ થયેલ લોક કહે છે કે વિધિ ખલ પ્રકૃતિવાળો તથા અયુક્તકારી છે તો પણ અનુરૂપ યુગલનો સંયોગ કરાવીને પોતાના સર્વ અપશયને દૂર કર્યો છે નહીંતર બાળા કેવી રીતે હરાય ? અને કુમાર તે બાળાને કેવી રીતે પાછી લાવે? તેથી આવી ઘટનાઓમાં ખરેખર વિધિ જ કુશળ છે. અહી લોકને શ્લાઘનીય એવા વિષયસુખોને અનુભવતા કુમારની પાસે પિતાના ઘરેથી દૂત આવ્યો. પછી જિતારિ રાજાની રજા લઈને ઘોડા અને હાથીઓના સમૂહથી તથા સંખ્યાતા
79