________________
કરતલમાંથી બાણો સહિત ધનુષ્યને ખેંચીને ગ્રહણ કર્યું અને બાણોથી ખેચરના હૃદયને વિંધ્યું.. મૂચ્છથી ખેચરની આંખો મિંચાઈ અને ભૂમિ પર પડ્યો. પછી કુમારે લોહીને બંધ કરી તથા બીજે ઉપચાર કરી ખેચરને સ્વસ્થ કર્યો. પછી કુમારે ખેચરને કહ્યું કે હાથમાં આ શસ્ત્રને ગ્રહણ કર, પ્રયત્નને છોડ નહીં અને તે ધીર! ધીરજને ધારણ કર. હવે કુમારના નિરુપમ ગુણથી ખુશ થયેલા ખેચરે કુમારને કહ્યું કે જેનો આવો પરાક્રમ છે એવા તારી સાથે (તોલે) મારું ઘર્ય કેવું? કારણ કે અપુણ્ય એવા મારી સર્વપણ વિદ્યાઓ જેના વડે નિષ્ફળ કરાઈ તે આ તારો પુણ્યનો પ્રકર્ષ છે. જે કારણથી તારી ગંભીરતા, સ્થિરતા, ઉદારતા, વચન વિન્યાસ, તથા રૂપાદિગુણોનો સમૂહ પણ આવા પ્રકારનો છે તે કારણથી જ બાળાનો રાગ ઉચિત સ્થાને છે. આવા પ્રકારના
સ્ત્રી રત્નો બીજાને યોગ્ય હોતા નથી.(૧૫૫૦) દેડકાઓ રાજહંસને યોગ્ય કમલિનીનો ભોગ કરતા નથી. આંબાની મંજરીનું ભોગ સ્થાન કાગડો થતો નથી. તેથી હે રાજપુત્ર! મેં આ વિરોધ અસ્થાને કર્યો અને વિરોધના ફળને મેળવ્યું અથવા રાગાંધોને શું અસુલભ છે? તેથી હે ધીર! તારા નિરુપમ ગુણોથી મારું મન બંધાયું છે. હું તારો હંમેશનો સેવક જ છું એમ જાણીને પોતાના કાર્યમાં ઇચ્છા મુજબ મને આદેશ કર.(૧૫૫૨) હવે યશોમતી ચિંતવે છે કે જેઓ પ્રસન્ન થયેલ સ્ત્રીઓના વૈરીઓના વૈરીઓથી (સ્ત્રીના વૈરી એટલે જાર અને તેના વૈરી એટલે સદાચારીઓથી) સાક્ષાત્ સ્તવના કરાતા નથી તેઓ પણ શું જય પામે છે ? કેટલાક મનુષ્યો અલ્પગુણોમાં પણ ઘણી ઘણી પ્રસિદ્ધિવાળા થાય છે. સમુદ્ર ખારો હોવા છતાં પણ તેની પ્રસિદ્ધિ ક્યાંય સમાતી નથી અર્થાત્ સર્વત્ર ફેલાય છે. પણ આ કુમારની પ્રસિદ્ધિ અલ્પ જ છે. પણ તેનામાં ગુણનો સમૂહ અનંતો છે કે જે એક મનથી ધારણ કરી શકાય તેમ નથી તથા એકલી વાણીથી બોલી શકાય તેમ નથી. તેથી ખરેખર મારું મન ભુલ્યું છે. હાથને પ્રસારતો કુબડો શું કલ્પવૃક્ષના ફળને ગ્રહણ કરી શકે ? મરુભૂમિનો મુસાફર દોડતો હોય તો પણ શું માનસરોવરના પાણી મેળવી શકે ? તલસતા મનવાળો પણ રાંકડો શું રત્નના નિધાનને મેળવી શકે? પ્રાર્થના કરતો પણ અમારા જેવો લોક આવા પ્રકારના ગુણવાળા પુરુષ રત્નને કેવી રીતે મેળવી શકે ? પરંતુ ચપરાશી દ્વારા મને પણ એક આશ્વાસન મળે છે કેમકે આ મને સકામ દષ્ટિથી જુએ છે તેથી વિધિ જે કરશે તેને હું જાણતી નથી. પછી ખેચરે કહ્યું કે હે કુમાર! મારા અપરાધને ક્ષમા કર. તેથી લજ્જિત થયેલ રાજપુત્ર કહે છે કે હે ભદ્ર! તું કહે કે હમણાં તારું શું પ્રિય કરું ? પછી ખેચરે પગમાં પડીને કહ્યું કે તો હમણાં વૈતાઢ્ય પર્વત પર જઈએ અને ત્યાં સિદ્ધાયતનમાં શાશ્વત સ્વરૂપવાળા દેવોને વંદન કરીએ અને આટલામાં વિદ્યાધરનો સમૂહ મણિશેખરની શોધ કરવા ત્યાં આવ્યો. વિદ્યાધર સમૂહ વડે કુમાર પ્રણામ કરાયો. પછી બે ખેચરો કુમારના સૈન્યમાં મોકલી કુમારની ખબર જણાવી. સૈન્યને હસ્તિનાપુર મોકલ્યું. ધાવમાતાને ત્યાં લાવવામાં આવી. પછી ત્યાંથી બધા વૈતાઢ્ય પર્વત પર ગયા. શંખ અને યશોમતી ભક્તિથી સિદ્ધાયતનમાં રહેલી જિનેશ્વરની પ્રતિમાઓની અષ્ટ પ્રકારની પૂજા કરે છે. સંવેગવશ ઉછળતા રોમાંચિત શરીરવાળા સ્તુતિ અને સ્તોત્રોથી પ્રતિમાઓને ભાવપૂર્વક વંદન કરે છે. (૧૫૬૭) હવે મણિશેખર બધાને કનકપુર નગરમાં લઈ ગયો અને મોટા સત્કારથી પોતાના ભવનમાં પ્રવેશ કરાવ્યો. વિસ્મિતમનવાળા ખેચરો વડે યશોમતીનું રૂપ જોવાય છે અને કુમારના
78