________________
પ્રગટ કરવા માટે હોય તેમ તિમિરનો સમૂહ ઓસરી રહ્યો છે. યશોમતીની ભાળ નજીકમાં છે એમ જાણી દિશાના મુખો કંઈક વિકસે છે. સૂર્યની પ્રભાથી અંધકારનો સમૂહ ભયભીત થયો. કાયર સૈન્યની જેમ ક્ષીણ થતી પ્રભાઓ (સૂર્યોદય પૂર્વેનો અંધકાર) પાછી ફરે છે. (૧૫૨૨) ચારે બાજુ કરાયા છે પ્રભાતની સંધ્યાના વાદળની શોભારૂપી સિંદુરથી તિલકના શૃંગારો જેનાવડે, સૂર્યની પ્રભારૂપી શ્રેષ્ઠ કુંકુમથી કરાયો છે અંગરાગ જેના વડે, બુઝાવાયા છે ચંદ્રરૂપી દીવાઓ જેનાવડે અને ઓસરતી છે અંધકાર રૂપી લજ્જા જેની એવી પૂર્વદિશા સૂર્યરૂપી પતિના સમાગમમાં નવવધૂની જેમ શોભે છે.(૧૫૨૪) પછી અંધકારરૂપી શત્રુનો નાશ કરીને સર્વત્ર કમળના કોશોમાં કિરણના સમૂહનો ક્ષેપ કરતો સૂર્યરાજા ઉદય પામ્યો. દૂર કરાયા છે સર્વતારાઓ રૂપી રેતીના કણો જેના વડે, નિર્મળ એવા ગગનાંગણમાં મંગળ કળશની જેમ સુવર્ણમય સૂર્ય શોભે છે. (૧૫૨૬) ભમરાઓ કુમુદ (ચંદ્રવિકાસીકમળ) ને છોડી કમળ (સૂર્યવિકાસીકમળ)ના વનમાં દોડે છે કોને ક્યાં રાગ છે? લોક ઠંડીનો અંત થાય ત્યાં વિશ્રામ કરનારો છે. વિરહથી મુકાયેલા ચક્રવાક યુગલો હર્ષથી કૂંજન કરે છે અને એક ઘૂવડના સમૂહને છોડીને આખું ભુવન પણ આનંદવાળું થાય છે. (૧૫૨૮)
પછી પર્વતના કોઈ એક પ્રદેશમાં બેઠેલી આગળ બેઠેલા ખેચરને કહી રહી છે કે હે દુષ્ટ ! ૐ ત્યારે મારા માતાપિતાને દુઃખ આપ્યું હોવાથી મારે તારું કોઈ કાર્ય નથી. જન્માંતરમાં પણ મારો ભર્તા શંખકુમાર જ થશે. આ પ્રમાણે પોતાના વિવાહને માટે એકાંતમાં રહેલા ખેચરને વારતી, કાજળથી કલુષિત થયેલ આંખમાંથી આંસુના ગળવાના બાનાથી પોતાના કુળના વિયોગના કારણભૂત અશેષ પાપને હૈયામાંથી બહાર ઠાલવતી, અવલંબન કરાયું છે મોટું દૃઢ સત્ત્વ જેના વડે એવી તે યશોમતી વિશાલ શૃંગ પર્વતપર ચઢતા કુમાર વડે જોવાઈ તથા ખેચર પણ જોવાયો અને ખેચર વડે પણ કુમાર જોવાયો. તેથી હર્ષિત થયેલા ખેચર વડે તે બાળા કહેવાઈ કે મારો પૂર્વ પરિચિત અને તારો હૃદયવલ્લભ આ કુમાર ક્યાંયથી પણ ખેંચીને કાલવડે અહીં લવાયો છે. તેથી તારી દેખતા આને મારીને નિષ્કટંક તને પરણું. હે સુતનુ ! તું એક ક્ષણ માટે કૌતુકને જો. (૧૫૩૫) આ પ્રમાણે બોલતો ખેચર કુમાર વડે હકારાયો, રે ! આ નીચજનોને ઉચિત પરસ્ત્રીઓના અપહરણને કેમ આચર્યું છે ? હવે ખેચરે કહ્યું કે આ પરસ્ત્રી તારા વડે મને ભેટ અપાઈ છે. તેથી હે બાળક! જો તું ઉત્તમ હો તો આનું રક્ષણ કર. ખેચરે આમ કહ્યું એટલે તે બેનું યુદ્ધ થયું અને તે બેના સૈનિકોનું યુદ્ધ થયું. તેઓ કૂદે છે, ભમે છે, ઉછળે છે, કરસ્ફોટ કરે છે. ગુણવાન હોવાથી પરસ્પરના પ્રહારોથી ખડ્ગો સ્પર્શતા નથી. તેથી ખડ્ગોને છોડીને બાહુ યુદ્ધથી લડે છે. (૧૫૩૯) ફરીપણ ખડ્ગોથી, ફરીપણ બાહુ યુદ્ધથી લડે છે. કરાયો છે ભયંકર ભૃકુટિનો ભંગ જેઓ વડે,દાંતથી કરડાયેલ હોઠથી લાલ થઈ છે આંખો જેઓની એવા તેઓ ફરીથી ખડ્ગોથી અને ફરી પણ બાહુ યુદ્ધથી લડે છે, પછી ઘણા ગુસ્સે થયેલા ખેચર વિદ્યાના સામર્થ્યથી શિલાઓના સમૂહને, વૃક્ષોને, લોખંડના ગોળાઓને, વિંછીઓને, સાપ તથા બાણોના સમૂહને છેડે છે. કુમાર પણ કેટલાકને શીઘ્ર નિષ્ફળ કરે છે. કેટલાક કુમારના પુણ્યપ્રભાવથી નિષ્ફળ થાય છે.કેટલાકને ખડ્ગથી છેદે છે. અને કેટલાક કુમારના શસ્ત્ર રૂપ બને છે તેથી ખેચર વિલખો થયો અને જેટલામાં ખિન્ન થયેલો રહે છે તેટલામાં કુમારે ખેચરના
77