________________
નીકળતા કિરણો જ ભવનના કુલો પર ઉપકાર કરે છે. પગના ઝાંઝરથી મધુર સ્વરને કરતી, , કમળના નાલ સમાન જંઘાઓથી જે નિત્ય સંચરતી, સ્થળપર વિચરતી કમલિનીની જેમ શોભે છે. કોમળ ગાદી જેવી વિશાળ તેની યોનિ છે, તેનું શ્રેષ્ઠ નાભિમંડળ કામદેવનું શયન છે, મોતીના હાર જેવા ચંચળ (ચપળ) તેના પગ છે. મણિના દર્પણ જેવા સ્વચ્છ કાંતિવાળા સમુન્નત તેના સ્તન છે. જેના હાથપગનાં દળો હંમેશા કમળની લીલા જેવા છે. તેના નિશ્વાસની સુંગધી ગંધવડે જાણે ચંદનનો અંગરાગ તિરસ્કાર કરાયો છે. તેના વિશ્વાસપૂર્વક બોલાયેલા વચનો શ્રેષ્ઠ-વીણા-વેણુના ધ્વનિથી પણ વિશેષ સુખ આપનારા છે અથવા સૂર્યની પ્રભા જ તેના મુખમાં કુંકુમ રાગને સ્થાપન કરે છે. હૈયામાં નહીં સમાતું સરળપણું જાણે તેના નાકમાં ન રહેલું હોય એવું લાગે છે જેની નીચે ઢળેલી આંખો પણ હંમેશા પણ શ્રવણને માટે કમળો બને છે. પોતાના ગાલ પર રહેલું ચાંદનીરૂપી જળ જ મુખનું પ્રક્ષાલન કરે છે. તેના પંચમીના ચંદ્ર સમાન એવા ભાલતલ પર રહેલી સુંદર વક્રરેખા કામદેવના સાધન(કામબાણાદિ)નો પરાભવ કરે છે અને જેની ભૂલતાઓ તથા મૃદુ-સ્નિગ્ધ-કુટિલ તથા કાળા કેશ જ શોભા માટે ધારણ કરાયેલ કેતકી-જુઈ અને માલતીના ફુલોને શોભાવે છે. તેનો એક જ દોષ એ છે કે તેની.. સુવર્ણવર્ણવાળી શરીરની કાંતિ રૂપ જેનારાઓને રૂપ જોવામાં અંતરાય કરે છે. તેના શરીરની સમુદિત(એકીસાથે) શોભાનું વર્ણન કરનારો બૃહસ્પતિ સમાન હોય તો પણ વર્ણન કરવા સમર્થ નથી. પોતાના અનુરૂપ ગુણના અભાવવાળા પુરુષમાં તેની દષ્ટિ રમતી નથી. (૧૫૦૮)
હવે કોઈક વખત શ્રીસેન રાજાના પુત્ર શ્રી શંખકુમારના દિશાઓમાં અખ્ખલિતપણે ફેલાતા ગુણ ગણોના સમૂહની સાથે કામના બાણોનો સમૂહ તેના હૃદયમાં એવી રીતે પ્રવેશ કરે છે કે જેમ મુનિની બુદ્ધિ તત્વને છોડતી નથી તેમ તે શંખકુમારનું ધ્યાન છોડતી નથી.(૧૫૧૦) પછી શંખકુમારને વિશે રાગી થયેલ તેના મનને જાણીને રાજા ખુશ થયો કારણ કે ખરેખર પુત્રીનો પ્રેમ યોગ્ય સ્થાનમાં છે પછી કોઈ દિવસે જ્યારે રાજા તેની સગાઈ માટે પોતાના પ્રધાન પુરુષોને હસ્તિનાપુર મોકલ્યા ત્યારે વિદ્યાધર રાજા મણિશેખરે બાળાને જોઈને લગ્ન માટે માગણી કરી એટલે મણિશેખરને એમ જણાવવામાં આવ્યું કે આ બાળા શંખકુમારને છોડીને અન્ય કોઈ પુરુષને સ્વપ્નમાં ઈચ્છતી નથી અને બીજા ઘણાં રાજપુત્રો વડે ઘણી પ્રાર્થનાઓ કરાઈ છે તો પણ તેઓને આ જ ઉત્તર કહેવાયો છે. (૧૫૧૪)
હવે કોઈક દિવસે પાપી એવા મણિશેખરે વિલાપ કરતી એવી તે બાળાનું હરણ કર્યું. તેના દુઃખથી દુઃખી થયેલી, સ્નેહથી પ્રતિબદ્ધ મનવાળી, તેની ધાવમાતા એવી હું પણ તેને લાવવા માટે તેની પાછળ પડી અને તે દુષ્ટ વડે હું અહીં ત્યજાઈ છું. તે મારી હૃદયવલ્લભ પુત્રીને ઉપાડીને ક્યાંય લઈ ગયો છે. તેથી કૃતાંત વડે હરણ કરાયું છે સર્વસ્વ જેનું એવી હું અહીં વિલાપ કરું છું. હવે કુમારે કહ્યું કે તું ધીરી થા. આ પ્રદેશમાં હું તપાસ કરું છું. એમ કહીને ધાવમાતાને ત્યાં મૂકીને તપાસ કરવા ગયો.(૧૫૧૮) પછી કુમાર ચોકસાઈથી અટવીમાં તપાસ કરે છે ચમકતો (સરકતો) છે. અંધકાર રૂપી અંબોડો જેનો, ચાલતા (ઝાંખા પડતા) છે તારાના કિરણના સમૂહો જેમાં, થોડોક ભાગ બાકી રહ્યો છે રાત્રીનો જેમાં એવી રાત્રી યશોમતીના દુઃખમાં પક્ષીઓના કોલાહલના બાનાથી જાણે રડી રહી છે. તથા જાણે કુમારના સર્વ માગને
76