________________
મુનિદાનના પ્રભાવથી જે ભોગફળ કર્મ બાંધ્યું તે સર્વ કહેવાયું. તે સાંભળીને તે પાંચેયને જાતિસ્મરણ જ્ઞાન થયું અને સંવેગ ભારે પ્રવર્ધિત થયો. મુનિદાનના પ્રભાવથી સર્વકર્મની લઘુ સ્થિતિને પ્રાપ્ત થયેલ ચંદ્રસેન રાજા પુત્રને રાજ્ય પર સ્થાપીને તેમજ રતિવર્ધન તથા અનંગદેવે પોતપોતાના પુત્ર પર કુટુંબભાર સોંપીને તથા તેની બે સ્રીઓ મળી પાંચેય જણાએ કેવળી ભગવંત પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. ઉગ્રતપ કરીને ક્રમે કરીને બધાએ સિદ્ધિને પ્રાપ્ત કરી. (૧૪૮૧)
હવે શંખકુમાર કહે છે કે જેના વડે આવું સર્વશ્રેષ્ઠ કથાનક ક્યાંયથી પણ અવધારણ કરાયું છે એવો તું ખરેખર મતિપ્રભ છે. (સાન્વર્થ છે અર્થાત્ જેવું નામ છે તેવા ગુણોવાળો છે.) ઈત્યાદિ કથાઓથી ઘણી રાત્રીને પસાર કરીને કુમાર સકલ પણ પરિજનને વિસર્જન કરે છે અને જેટલામાં હું નિદ્રા કરું એમ વિચારે છે તેટલામાં અર્ધરાત્રીએ દૂરથી રડવાના કરુણ સ્વરને સાંભળે છે. કુતૂહલથી તલવાર લઈને છૂપો જાય છે. શબ્દાનુસારે ત્યાં પહોંચ્યો અને ત્યાં વિવિધ પ્રકારોથી વિલાપ કરતી એક મધ્યમ વયની સ્ત્રીને જુએ છે. પછી કુમાર તેને કહે છે કે હે માતા ! તું ધીરી થા, તું દુઃખપૂર્વક કેમ રડે છે ? તે મને કહે. એ પ્રમાણે કહ્યું એટલે તેને સત્પુરુષ જાણીને કહે છે કે હે વત્સ ! તું સાંભળ. વિધિવડે રત્નનું નિધાન બતાવીને હરણ કરાયું છે તેથી ભગ્નપરિણામવાળી હું તને શું કહું ? તે રત્નનિધાન શું છે એમ કુમારે પુછ્યું એટલે કહે છે કે હે ધીર! હું કહું છું તે તું સાંભળ. (૧૪૮૭)
અંગદેશની સારભૂત ચંપાનામની શ્રેષ્ઠ નગરી છે. તે નગરી દેવોથી અધિષ્ઠિત છે. વિસ્તારથી આકાશાંગણની સમાન છે છતાં પણ મહાન વિદ્વાનોના કાવ્યોના સતત ઉદયથી અધિક જ છે. તે નગરીનું વધારે શું વર્ણન કરું જ્યાં જગતના જીવો જેના પગરૂપી કમળમાં નમેલા છે એવા શ્રી વાસુપૂજ્ય સ્વામીનો જન્મ અને મોક્ષ થયો છે. ચરટો (ચોર-લૂંટારાઓ ) ને સહન નહીં કરનાર, શત્રુઓના સૈનિકો વિશે અહંકારી, પોતાના ગુણોને આચ્છાદન કરવામાં માયાવી, યશનો જ લોભી એવો જિતારિ નામનો ચંપાનગરીનો રાજા છે. કીર્તિમતી તેની રાણી છે. જેમ રોહણ પર્વતની ભૂમિમાં મહાકિંમતી રત્નની ઉત્પત્તિ થાય છે તેમ તેઓને શ્રેષ્ઠ સ્વપ્નથી સૂચિત પોતાના શરીરની કાંતિથી સર્વ દિશારૂપી વલયોને ઉદ્યત કરનારી એવી ઘણાં પુત્રો ઉપર પુત્રી થઈ. તુષ્ટ થયેલા માતપિતાએ તેના જન્મની વધામણી કરાવી તેના વડે યશ વધારાયેા તેથી તેનું યશોમતી નામ પાડવામાં આવ્યું. (૧૪૯૪) મહાપુરુષોની પરોપકાર બુદ્ધિ જેમ દિવસે દિવસે વધે તેમ વધે છે તથા સુખને આપનારી એવી સકલ લોકની સજ્જનની ગોષ્ઠિ જેમ દિવસે દિવસે વધે છે તેમ વધે છે અને પ્રાયઃ નહીં ભણાયેલી પણ કલાઓથી તે એવી રીતે વિભૂષિત કરાઈ કે જેથી પંડિતો પણ યશોમતીને કલાઓના ભાવાર્થને પૂછે છે. યૌવનાવસ્થામાં તેનું જે રૂપ પ્રગટ થયું તે મહિલામાત્ર, તુચ્છ મતીવાળી હું તને કેવી રીતે વર્ણવી શકું ? (૧૪૯૭) તે આ પ્રમાણે
તેના ચરણની આંગળીઓના સમૂહમાંથી જ અળતો થયો છે. (૯) તેના નખ રૂપી મણિમાંથી
પૂર્વે લાખમાંથી બનાવવામાં આવતો હતો તેવો સ્ત્રીઓના હાથપગ તથા હોઠ અને નખ રંગવા માટેનો પ્રવાહી પદાર્થ. જગતમાં સૂર્યના કિરણો જ ભવનના ફુલો પર ઉપકાર કરે છે છતાં અહીં તેના નખની કાંતિની વિશેષતા બતાવવા કહ્યું છે.
75