________________
ન
પાણિગ્રહણ કરાવ્યું. રતિસુંદરીનો વેશ પોતે ધારણ કર્યો અને પોતાનો વેશ રતિસુંદરીને પહેરાવ્યો. . પછી તેણે કહ્યું કે રતિસુંદરીના સ્થાને તેના ઘરે હું જઈશ. (૧૪૫૨) પછી તમારે પલાયન થઇ જવું બાકીનું હું સંભાળી લઇશ. પછી રતિવર્ષને કહ્યું કે એ પ્રમાણે તારું ધાર્યું નહીં થાય તો તને અનર્થ થશે. પછી કોઇકે છીંક ખાધી એટલે અનંગદેવે કહ્યું કે તારે મારી ચિંતા ન કરવી. કેમકે અનર્થ તો એક બાજુ રહો પણ મોટો લાભ થવાનો છે એમ શકુનો મને જણાવે છે. એમ કહીને યુવતીના વેશવાળો અનંગદેવ નીકળ્યો, લાંબો ઘૂમટો તાણીને શિબિકામાં બેસીને મંગળ શબ્દોથી વ્યાપ્ત અને પ્રસરતા ગંભીર વાજિંત્રના અવાજ પૂર્વક પાછો ઘરે ગયો. ઘરના દરવાજે જયારે લોક નૃત્ય કરતો હતો અને ગીત ગાતો હતો ત્યારે શિબિકામાંથી ઉતરે છે અને ખિન્નની જેમ પલંગ પર જઇને બેસે છે. (૧૪૫૭)
આ આરસામાં નિયંત્રણ કરાયેલી રતિસુંદરીની મામાની પુત્રી રતિમાલા વિજયપુરથી ત્યાં વિવાહમાં આવી. અનંગદેવની બાજુમાં જઈને બેઠી અને કહે છે કે હે બહેન! તારી રતિવર્ષન વિશેની પ્રીતિ મેં સાંભળી છે. પરંતુ વિધિથી કોઈ બળવાન નથી. આજે પણ તું સુપુણ્યા છે કેમકે કેટલાક દિવસો પછી તારે હ્રદયવલ્લભની સાથે મેળાપ થયો. પણ પુણ્યથી રહિત એવી મારે કોઈપણ રીતે તેવો પણ મેળાપ ન થયો. કારણ કે હાથીના સંભ્રમથી તે સુભગ મારું રક્ષણ કરીને અને હૈયાને હરીને હે બહેન ! તે ક્યાં ગયો તે હું જાણતી નથી.આખા પણ વિજયપુરમાં તપાસ કરતી છતાં પણ મને પ્રાપ્ત ન થયો.(૧૪૬૨) એમ બોલતી તિમાલાને ખુશ થયેલા અનંગદેવે કહ્યું કે કથાના વિસ્તારથી સર્યું. તે જ હું અહીં જ છું. હે સુતનુ ! આ વ્યતિકરથી હું અહીં આવ્યો છું પછી પૂર્વના સર્વવ્યતિકરને કહીને ઘૂમટો દૂર કરે છે. પછી પુરુષવેશ પહેરીને, પરસ્પરની ઓળખના સર્વ ચિહ્નોને મેળવીને બાહુમાં ધારણ કરીને તે કહેવાઈ કે હે પ્રિયે! તું ઊભી થા. જયાં સુધી ગીત વાજિંત્રોમાં આલોક વ્યાક્ષેપ છે ત્યાં સુધીમાં પાછળના દરવાજાથી નીકળીને પલાયન થઈએ. શબ્દાદિથી તેના વડે પણ તે ઓળખાયો. ખુશ થયેલી રતિમાલાએ તેના વચનને સ્વીકાર્યું. પછી પલાયન થયા.(૧૪૬૭) પછી આ બંને તથા તિવર્ધન અને રતિસુંદરી તથા સાર્થ બધા વિશ્વપુરમાં ભેગા થયા. તેઓએ વિશ્વપુરમાં વ્યાપાર શરૂ કર્યાં અને ઘણું ધન કમાયા પછી મોટો પ્રાસાદ કરાવીને ત્યાં જ રહે છે. રતિવર્ધન નાસિક્યપુરથી અને અનંગદેવ બ્રહ્મસ્થળથી પોતાના કુંટુંબોને ત્યાં જ બોલાવે છે. તે પણ કર્મકરનો (સુંદરનો) જીવ ચંદ્રસેન નામનો રાજા થયો છે તે પરાક્રમ અને નીતિથી વિખ્યાત થયેલો ત્યાં જ રાજ્ય કરે છે. રાજાની સાથે રતિવર્ષન આદિનો વ્યવહાર અને સ્નેહ પૂર્વભવના અભ્યાસથી ઘણો વૃદ્ધિને પામ્યો. (૧૪૭૨) રતિસુંદરી-રતિમાલા-રતિવર્ષન-તથા અનંગદેવના લગ્ન થયેલા જાણીને કન્યાના માતાપિતાદિ બધા ખુશ થયા-પ્રીતિથી બંધાયેલા હૈયાવાળા પાંચેયના ઘણાં દિવસો પસાર થાય છે.
હવે કાઈક વખત ત્યાં કેવલી ભગવંત પધારે છે. તે બધા તેમની પાસે જઈને ધર્મ સાંભળે છે. પછી અવસરને પ્રાપ્ત કરીને રાજા પૂછે છે કે હે ભગવન્ ! અમો ભિન્ન ભિન્ન સ્થાનમાં જન્મ્યા હોવા છતાં અમારે આવા પ્રકારનો સ્નેહ કેમ થયો ? પછી કેવલી ભગવંતે તેઓના ચંદ્ર, ભાનુ, શિવ, કૃષ્ણ તથા સુંદર નૃત્યનો ભવ તથા તે ભવમાં થયેલ મિત્રભાવને કહ્યો અને
74