________________
પુછયું કે તારું તે દુઃખ કેવું છે? તેથી તે કહે છે કે સાવધાન મનથી સાંભળ. બંભસ્થળ નગરમાં સાર્થવાહ ધનંજયનો અનંગદેવ નામનો પ્રિયપુત્ર ક્યારેક વિજયપુરમાં ગયો. ત્યાં શંખપાલ યક્ષની યાત્રા પ્રસંગે બહાર ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે એક કન્યાને જુએ છે. પરસ્પરના રૂપને જોઈને આ બંનેને ઘણો અનુરાગ થયો અને કેટલામાં સરાગ દષ્ટિથી પરસ્પરને જુએ છે તેટલામાં ખીલાને ઉખેડીને અને મહાવતને મારી ઉન્મત્ત થયેલો શ્રેષ્ઠ હાથી ત્યાં આવ્યો ત્યારે સમગ્ર લોક પલાયન થયો. (૧૪૨૭) પણ યુથાધિપતિ હાથી કન્યાની પાસે પાસે આવ્યો. તે વરાકી કન્યા ક્ષોભ પામી તેથી અનંગદેવે દોડીને પાછલા પગ પર લાકડીથી પ્રહાર કર્યો. હાથી પણ અનંગદેવની સામો વળ્યો તેથી બહુવિધ શિક્ષામાં કુશળ કુમારપણ હાથીને કીડા કરાવે છે. પછી હાથીને બીજી તરફ સારી રીતે લોભાવીને સ્વયં કન્યાને છૂપાવીને હાથીના ભયથી બચાવીને નિર્ભય સ્થાનમાં મૂકે છે. પછી તેના પર ખુશ થયેલા માતાપિતા પોતાની કન્યાને લઈ ગયા. અને આ બાજુ ત્યાં એકાએક ગાઢ મેઘની વૃષ્ટિ થઈ. તેથી કેટલાક લોક પણ પલાયન થઈને કોઈપણ રીતે ચાલ્યો ગયો. તેથી અનંગદેવે એ ન જાણ્યું કે આ કોની પુત્રી છે ? અને ક્યાં ગઈ? શું નામ હતું? પછી તે અતિવિશાળ નગરમાં કેટલાક દિવસો સુધી તપાસ કરતો કન્યાની ભાળને પણ મેળવી શકતો નથી. તેથી વિરહરૂપી અગિથી દાઝેલો ઉપાયને નહીં જાણતો ક્યાંય પણ ભમતો તે હમણાં અહીં આવ્યો. તે હું આજે પણ સત્ત્વથી જીવું છું.(૧૪૩૫) તેથી તું સત્ત્વનું અવલંબન કર અને આ કાર્યમાં ઉપાયને વિચાર કેમકે સત્ત્વથી રહિત જીવોને કોઈપણ કાર્યમાં સિદ્ધિ થતી નથી. જેથી કહેવાયું છે કે
તણખલા જેવું પણ કાર્ય સત્ત્વથી હીન પુરુષને સિદ્ધ થતું નથી જયારે સત્ત્વશાળી જીવોના વશમાં દેવો પણ વર્તે છે. પછી રતિવર્ધને કહ્યું કે જે તું કહે છે તે તેમજ છે પરતું આ કાર્યમાં તારા મનમાં કોઈ ઉપાય સ્કુરે છે? (૧૪૩૮) પછી અનંગદેવ કહે છે કે મેં જાણ્યું છે કે આ દેશમાં એવો રિવાજ છે કે લગ્ન દિવસની પહેલાં કામદેવના મંદિરમાં જઈ મધ્યભાગમાં પ્રવેશ કરી દરવાજાને બંધ કરી એકલી કન્યા રાત્રીમાં કામદેવની પૂજા કરે છે. તેથી તું અને હું કામદેવના મંદિરમાં પહેલેથી જ પ્રવેશ કરીને રહીશું પછી આગળનું બધું હું સંભાળી લઈશ. પછી આવાસમાં જઈને બંને પણ સ્નાન અને ભોજન કરે છે. પૂર્વભવના અભ્યાસથી તેઓને ગાઢ પ્રીતિ થઈ. પછી વિશ્વપુર નગરની તરફ સર્વપણ સાથે મોકલાયો અને બીજે દિવસે તે બાળાને આવતી જાણીને બંને જણા શણગાર સજીને કામદેવના મોટા દેવળમાં જઈને પ્રતિમાની પાછળ કોઈ ન જુએ એ રીતે એક બાજુ રહે છે. (૧૪૪૪) રતિસુંદરી પણ સર્વલોકને દેવળના આંગણામાં મૂકીને ઘણી પૂજાની સામગ્રી લઈને દરવાજાને અંદરથી બંધ કરીને એકલી ભક્તિથી કામદેવની પૂજા કરે છે અને પછી બોલે છે કે હે ભગવન્! કામદેવ! તારાવડે હું કેમ સંકટમાં નંખાઈ? તું એટલું જાણે છે કે મેં મારા આત્માને રતિવર્ધનને સમર્પણ કર્યો છે તો પછી બીજાને અપાતી તારાવડે કેમ ઉપેક્ષા કરાઈ? કોઈપણ રીતે કન્યાઓ બીજીવાર અપાતી નથી તેથી અન્ય જન્મમાં પણ મને રતિવર્ધન પતિ આપજે એમ કહીને પોતાને ફાંસો આપ્યો. તેથી રતિવર્ધને એકાએક નીકળીને તું સાહસ ન કર એમ કહીને છૂરીથી પાશને કાપ્યો. ખુશ થયેલી તે બોલી કે તું અહીં ક્યાંથી ? તેણે પણ સર્વ વૃત્તાંત કહ્યો. અને પછી અનંગદેવે કામદેવની સાક્ષીએ તે બેનું
73