________________
નામનો પુત્ર થયો. શિવનો જીવ રાજગૃહમાં સાગરની સુંદરી નામની સ્ત્રીની રતિસુંદરી નામે પુત્રી થઈ.(૧૩૯૬)અને કૃષ્ણનો જીવ વિજયપુરમાં દત્તવણિકની રુકિમણી નામની સ્ત્રીની રતિમાલા નામે પુત્રી થઈ. સુંદરનો જીવ પણ વિશ્વપુર નગરમાં અતિગુરુપ્રતાપી મોટો રાજા થયો. સર્વસુખથી રહે છે. રતિવર્ધન ક્યારેક વેપાર માટે રાજગૃહ નગરમાં જાય છે ત્યાં ઘણાં દિવસો સુધી મોટો વ્યાપાર કર્યો.
હવે કોઈક વખત બહાર રતિનંદન નામના ઉદ્યાનમાં કામદેવની પૂજા કરતી રૂપથી રતિની જેમ વિસ્મયને આપતી એક કુલબાલિકા રતિવર્ધને જોઈ. તેણે પણ કામદેવ જેવા મનોહર દર્શનવાળા રતિવર્ધનને જોયો. પછી રૂપના અતિશયથી તેમજ પૂર્વભવના અભ્યાસથી તે બંનેને એવી કોઈ અપૂર્વપ્રીતિ થઈ કે જેનું વર્ણન પણ કરી શકાતું નથી. હવે એક ક્ષણ દષ્ટિ મળવાથી ઉત્પન્ન થયેલા સુખને તેઓએ અનુભવ્યા પછી બાળા મનને રતિવર્ધનમાં મૂકીને શરીરથી ઘરે જાય છે.(૧૪૦૩) પછી રતિવર્ધન વડે પુછાયેલા કોઈકે રતિવર્ધનને કહ્યું કે આ સાગરદત્તની પુત્રી, વિમલ વણિકની નાની બહેન રતિસુંદરી છે. પછી રતિવર્ધને તેઓની સાથે વ્યવહાર કર્યો અને વિમલની સાથે ગાઢ મૈત્રી કરી. તથા તેના ઘરે ગમનાગમન તથા ભોજનાદિકને કરતાં. તેનો રતિસુંદરીની સાથે સ્નેહ વધે છે. વધારે શું? બંનેએ પણ અરસપરસ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ લગ્નના વ્યતિકરને તેના માતાપિતા સભ્ય જાણતા નથી અને સ્વજનો આદિ તેઓના લગ્નના નિર્ણયને સારી રીતે જાણે છે તેથી જેટલામાં મનમાં તુષ્ટ થયેલા રહે છે તેટલામાં કોઈક દિવસે પોતાના સ્થાનમાં રહેલા રતિવર્ધને વાંજિત્રનો અવાજ સાંભળ્યો. પૂછાયેલા કોઈકે જણાવ્યું કે આજે રતિસુંદરીનું સગપણ થયું છે તે સાંભળીને વજથી હણાયેલાની જેમ વિચારે છે કે હે ભાગ્ય! આંખને પહોળી કરીને પવન વડે અંજન હરણ કરાયું ત્યારે તું કેમ થાક્યો?(૧૪૧૦)એ પ્રમાણે આર્તધ્યાનને પામેલા રતિવર્ધનની પાસે એક સ્ત્રીએ આવીને કહ્યું કે તું કંઈપણ ખેદને ન કરીશ. રતિસુંદરીએ કહ્યું કે તને છોડીને આ જન્મમાં મારે બીજાનો નિયમ છે. મારા ચિત્તને જાણ્યા વગર જ હું બીજા કોઈને અપાઈ છું તેથી તું ધીરજ ધર. જન્માંતરમાં પણ તું જ મારો ભર છે બીજો કોઈ નહીં. આ વચનોથી આશ્વાસિત કરાયેલ રતિવર્ધન કેટલાક દિવસો પસાર કરે છે પછી લગ્નનો દિવસ નજીક આવ્યું છતે જનને આવેલી જાણીને, સંગમના ઉપાયને નહીં પામેલો રતિવર્ધન નગરની બહાર શૂન્ય ઉદ્યાનમાં જઈને અતિદુઃખથી વૃક્ષની શાખામાં પોતાને પાશથી લટકાવે છે એટલામાં કોઈક પુરુષે તેના પાશને કાપ્યો.(૧૪૧૬)અને કહ્યું કે હે મહાયશ! આકૃતિ વિરુદ્ધ તારી આ ચેષ્ટા કેમ દેખાય છે? હવે ઊંડો નિસ્વાસો નાખીને તે કહે છે કે સંપૂર્ણ દુઃખોથી ભરેલી મારી આ આકૃતિથી(સિકલથી) સર્યું. ત્યારે પુરુષ કહે છે કે તારે એવું કેવું દુઃખ છે કે જેથી તું ખિન્ન થયેલો આમ બોલે છે? પછી અભિપ્રાયથી સહિત એવો રતિવર્ધન વિશિષ્ટ આકારથી યુક્ત તેને જોઈને આ સર્વ વ્યતિકર તેને કહે છે. તેથી તે કહે છે કે જો એ પ્રમાણે છે તો પણ મરવું ઉચિત નથી. બુદ્ધિમાન કાર્યોમાં ઉપાય જ કરવો જોઈએ. હવે જો ઉપાય ન હોય તો પણ જીવતા હોય તો સમીહિત સિદ્ધિની સંભાવના રહે છે પણ મરેલાને સિદ્ધિની સંભાવના ક્યાંથી હોય? અને તારે આ કાર્યમાં ઉપાય છે મારે પણ તારા જેવું નિરુપાય દુઃખ છે તો પણ હું જીવું છું. પછી વિસ્મિત હૈયાવાળા રતિવર્ધને
72