________________
મુનીન્દ્ર! આ સત્ય છે પરંતુ હમણાં હું મિત્રના વિયોગથી તથા ધનથી રહિત હોવાથી અસ્થિર છું તેથી કૃપા કરીને એવો કોઈ ઉપાય બતાવો જેથી હું સ્વસ્થ મનવાળો થાઉં. તમે જે ધર્મ બતાવ્યો છે તેને હું પછી આચરીશ. હવે ભાનુમુનિ કહે છે કે તો તું જિનેશ્વરે બતાવેલ નવકારમંત્રને શીખ. આની આરાધના કરતા જીવોને એવી કોઈ વસ્તુ નથી જે ન મળે. પછી ચંદ્ર નમસ્કાર મંત્રને શીખીને અને મુનિને નમીને ગયો. કિમે કરી કુસુમપુરમાં પહોંચ્યો અને ત્યાં કોઈક વ્યાપાર શરૂ કર્યો. નવકારના પ્રભાવથી તે સમૃદ્ધિવાન થયો. (૧૩૭૧)
હવે કોઈક વખતે તેણે નિમિત્તિયાને પુછ્યું કે મારા મિત્રો જીવે છે કે નહીં? અથવા મને મળશે કે નહીં? પછી નિમિત્તિયાએ કહ્યું કે વ્યાપારથી ઘણાં સમૃદ્ધ થયેલા તે ત્રણેય મિત્રો જુદાજુદા નગરોમાંથી થોડા દિવસોમાં તારી પાસે આવશે. તેથી ખુશ થઈ તેણે નિમિત્તિયાને વિપુલ દાન આપ્યું અને તે ગયો. થોડા દિવસો પછી વ્યાપારથી ઘણાં સમૃદ્ધ થયેલા હૃષ્ટમનવાળા, ભાનુ, શિવ, અને કૃષ્ણ ત્રણેય મિત્રો પણ એક જગ્યાએ ચંદ્રને મળ્યા. છૂટા થઈને પૂર્વે જે વિસ્મયને કરનારા સુખો અને દુઃખોને અનુભવ્યા હતા તે ચારેય પરસ્પરને કહે છે પછી પ્રમુદિત ચિત્તવાળા વિશ્વાસપૂર્વક વિષય સુખોને ભોગવે છે અને જિનધર્મમાં ભદ્રક પ્રકૃતિવાળા થયા. ચંદ્રના ચરિત્રને સાંભળી બધા નમસ્કાર મંત્રને શીખે છે. પછી અન્ય કોઈ દિવસે ઘણું ધન ઉપાર્જન કરીને પરસ્પરને કહે છે કે જે કે આપણને ઘણી પણ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે તો પણ તે સમૃદ્ધિથી શું? કારણ કે પુત્ર-સ્વજનથી વિયોગીઓને સમૃદ્ધિનું નિષ્ફળપણું કહ્યું છે. (૧૩૮૦) તેથી આપણે સ્વદેશ જઈએ પછી સર્વ સંમત થયા. એટલે વહાણો ભરીને સુખપૂર્વક સમુદ્ર ઊતરીને કોઈક બંદરે સમગ્ર કરીયાણાને વેંચીને બીજા કરીયાણાને ખરીદીને જયપુર તરફ ચાલ્યા. સ્થળ માર્ગથી પ્રયાણ કરતા કોઈ માર્ગમાં આવાસ કરીને ભોજન કરતા હતા ત્યારે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત. મલિન શરીરવાળા, વિશુદ્ધ પરિણામવાળા, યુગપ્રમાણ ભૂમિ પર મૂકેલી દષ્ટિવાળા, ઉપશમ રૂપી લક્ષ્મીથી ભૂષિત શરીરવાળા, માસખમણ તપ કરીને પારણા માટે ત્યાં એક સાધુ આવ્યા તેથી ચારેય મિત્રો ખુશ થઈને સુંદર નામના નોકરને કહ્યું કે આ સાધુને પર્યાપ્ત (પુરતું) અન્નપાન વહોરાવ. તેથી નોકર પણ વિચારે છે કે કેવું સુંદર થયું? અહો! આ બાજુ તપથી કૃશિત કરાયેલ દેહવાળા આ મુનિવર છે અને આ બાજુ આ લોકો વિપુલ અશનાદિને અપાવે છે, હે હૃદય! આ જોઈને તું કેમ નાચતું નથી ? પારકું પણ અશનાદિ મારું કેવી રીતે થાય? તેથી આજે પોતાની ઈચ્છા મુજબ અશનાદિ વહોરાવીને ઘણાં પુણ્યને ઉપાર્જન કર્યું. (૧૩૮૮) આમ વિચારીને રોમાંચિત દેહવાળા સુંદર વિપુલ અશનપાનાદિ સામગ્રીથી મુનિને પ્રતિલાભિત કર્યા. તે નિમિત્તથી ચારેય મિત્રોએ ભોગફળ કર્મને બાંધ્યું. વિશુદ્ધ પરિણામના વણથી સુંદર નોકરે વિશેષથી બાંધ્યું. પછી જયપુર નગરમાં પહોંચ્યાં અને સ્વજન વર્ગને મળ્યા અને અતિમોટા આનંદથી વધામણી કરાવી. પછી ઘણાં દિવસો સુધી રિદ્ધિના સુખોને ભોગવીને સુંદર નોકરની સાથે ચારેય પણ મિત્રો અંતે મરીને જયોતિષ દેવલોકમાં ઉત્પન્ન થયા. શ્રેષ્ઠ દિવ્ય સુખોને ભોગવીને ત્યાંથી આવીને ચંદ્રનો જીવ નાસિક્ય (નાસિક) પુરમાં રિદ્ધિથી યુક્ત સમુદ્ર સાર્થવાહ તથા તેની પત્ની લક્ષ્મીનો રતિવર્ધન નામનો પુત્ર થયો. ભાનુપણ ગંભસ્થળમાં ધનંજય સાર્થવાહની લક્ષ્મી નામની ભાર્યાનો અનંતદેવ
71