________________
પ્રધાનને જોયો અને પુછ્યું અરે! તારે એવું કેવું અસાધારણ દુઃખ પ્રાપ્ત થયું છે કે જેથી તું . આમ રડે છે? પ્રધાને કહ્યું કે અપુણ્ય એવા મારી વાત ન પૂછવી. આગ્રહથી પુછયું ત્યારે તેને પોતાની સર્વ વાત જણાવી. તે સાંભળીને ઊહાપોહને કરતી જાતિસ્મરણને પામી. મૂચ્છથી મળી ગયેલી આંખોવાળી ધસ કરતી પૃથ્વીતળ પર પડી.(૧૩૪૪) પછી ભયપામેલી સખીઓએ તેના વિવિધ ઉપચારો શરૂ કર્યા. રાજા પણ તે હકીકતને જાણી ત્યાં સંભ્રાન્ત થતો આવ્યો. પછી સ્વસ્થ ચિત્તવાળી થઈ એટલે રાજાએ પૂછ્યું કે હે પુત્રી! તારી આ અવસ્થા કેવી રીતે થઈ? પુત્રીએ કહ્યું કે પૂર્વ જન્મમાં આ મારો પતિ હતો. તે વખતે સરસ્વતી નામની હું તેની અતિપ્રિય એવી પત્ની હતી. અને આ પણ મને અતિવલ્લભ હતો. એ પ્રમાણે સર્વવૃત્તાંત કહ્યો. એ પ્રમાણે ઘણાં પ્રકારના વિશ્વાસને જણાવનારા કારણોથી કરાયેલા કથનને સાંભળી રાજા ખુશ થયો અને રાજાએ મોટા હર્ષપૂર્વક તેની સાથે પુત્રીને પરણાવી.(૧૩૪૮) પોતાના મરણ પછીનો સર્વવૃત્તાંત સચિવને પુછયો. પ્રધાને સકલ વૃત્તાંત કહ્યા પછી આ વિચારે છે કે અહો! જુઓ તો ખરા! આ મહાનુભાવે મારા માટે કેવા મોટા દુઃખને અનુભવ્યું? તેથી તે બેની સવિશેષ પ્રીતિ થઈ. પછી તેઓએ ઈચ્છિત સુખને ઘણાં દિવસો સુધી ભોગવ્યું. (૧૩૫૦)
હવે ભાનુ સચિવને રાજ્ય આપીને સરસ્વતીનો પિતા એવો રાજા મરણ પામ્યો. ભાનુ પણ સરસ્વતીની સાથે રાજ્યસુખોને સતત ભોગવે છે. હવે કોઈક વખત પ્રિયાને અતિમોટો દાહજાર થયો. અને સર્વ વૈદ્યોએ(રોગ અસાધ્ય છે એમ જાણીને) તેના ઉપચાર કરવા છોડી દીધા. પછી ભાનુરાજા વિચારે છે કે આજે પણ જ્યાં સુધી આ મરે નહીં ત્યાં સુધી હું જ મરું જેથી મારે પ્રિયાનું મરણ ન જેવું પડે એમ વિચારીને ભાન મહેલના સાતમા માળે ચડ્યો અને તેને લટકતો જોઈને ચારણ મુનિએ કહ્યું કે હે મહાશય! અરે! બાલજનવડે આચરાયેલ આત્મઘાતને કેમ કરે છે? કારણ કે અવિધિથી મરેલાનું દુઃખ આગળ જતા અધિક જ થાય છે. પછી રાજાએ કહ્યું કે હે ભગવન્! પણ હમણાં હું શું કરું? કેમકે પ્રિયજનના વિયોગથી ભય પામેલો એવો હું પ્રાણધારણ કરવા અસમર્થ છું. (૧૩૫૭) ચારણમુનિએ કહ્યું કે સકલ દુઃખોના રક્ષણનો ઉપાય ધર્મ જ છે. તેથી હે ભદ્ર! સર્વ અવસ્થાઓમાં ધર્મ જ કરવો જોઈએ. રાગાદિદથી રહિત દેવ, પંચમહાવ્રતથી વિશુદ્ધ ગુરુ અને જિનેશ્વરે કહેલ તત્વ આ ત્રણ ધર્મના મૂળ છે તેથી તે ધર્મનો તું સ્વીકાર કર, પ્રાણાતિપાતાદિ પાપ સ્થાનોનો ત્યાગ કર. ઇત્યાદિ મુનિવડે કહેવાયેલા ધર્મનો ભાનુએ સ્વીકાર કર્યો. પછી રાજા મુનિને સરસ્વતી પાસે લઈ ગયો. તેણે પણ ભાવપૂર્વક વંદન કરીને ધર્મને સાંભળીને ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. મુનિના દર્શનથી તેના પાપો ગળી ગયા અને પછી સાજી થઈ. પછી ઘણાં દિવસો સુધી ભોગો ભોગવીને વય પરિણત થયે છતે (વૃદ્ધાવસ્થામાં) તે બંનેએ પુત્રને રાજ્યાદિ સોંપીને સુગુરુની પાસે જિનમતની દીક્ષા લીધી અને સરસ્વતીએ સાધ્વીની પાસે દીક્ષા લીધી. ભાનુમુનિ ગુરુની સાથે વિહરે છે અને કેમે કરી ગીતાર્થ થયા અને એકાકી વિહાર કરતો તે હું અહીં આવ્યો છું. તેથી હે ભદ્રા ને હું તે વખતે લટકીને મર્યો હોત તો પ્રિયભાર્યાની સાથે મિલન, રાજયાદિનું સુખ, જિનધર્મની પ્રાપ્તિ, પ્રવજ્યા અને આ કલ્યાણની પરંપરા કોને પ્રાપ્ત થઈ હોત? તેથી “જીવતો નર સર્વકલ્યાણ્ણને પામે છે'(૧૩૬૬)તેથી તું ધર્મ કર અને આ બાળ મરણથી વિરામ પામ. પછી ચંદ્રે કહ્યું કે હે