________________
આગ્રહથી પૂછે છે એટલે સ્ત્રીએ કહ્યું કે હે નાથ! સ્વપ્નમાં બીજી સ્ત્રીની સાથે વાત કરતા તમે લેવાયા છો. (૧૩૧૭) પછી સચિવ આ પ્રમાણે વિચારે છે કે આમ સંભવરહિત સ્વપ્નમાં જે આને ખેદ થાય છે તો સદ્ભૂત પ્રસંગમાં તો શું થાશે? તેથી આને છોડીને મારે બીજી સ્ત્રીઓનો નિયમ છે. પછી ઘણાંઓ વડે પરણાવવાને માટે કહેવાયો છતાં માનતો નથી. તેની આ સકળ પ્રસિદ્ધિ રાજસુધી પહોંચી. હવે કોઈક વખત અમાત્ય યુગલની પ્રીતિ વિષયક વાર્તાલાપ થયા પછી તેની પરીક્ષા માટે રાજા નગરમાં સચિવને મૂકીને દૂર સૈન્યમાં ગયો.(૧૩૨૧) પછી કંઈપણ અલીક પ્રયોજનનો સંકલ્પ કરીને પત્નીથી રહિત પ્રધાનને જલદીથી સૈન્યમાં બોલાવે છે અને પ્રધાન પણ ગયો. પછી બીજે દિવસે ખોટા લેખને નગરમાં મોકલીને જુઠ્ઠીવાત ઉપજાવી કે ખરેખર પ્રધાનનું મરણ થયું છે. તેને સાંભળી તેની સ્ત્રી એકાએક હૃદય કુટવાથી મરણ પામી. તે હકીકત સાંભળીને ખેદ પામેલો રાજા પોતાની નિંદા કરે છે હા! ક્યાં જઈને હું આ સ્ત્રી ઘાતના પાપનો નાશ કરીશ? અથવા અનર્થ વ્યાપારમાં રત જીવોની શુદ્ધિ ક્યાંથી થાય? પતિનું મરણ સાંભળીને સ્ત્રીએ તૃણની જેમ પ્રાણો છોડી દીધા તેમ પ્રધાન પણ પત્નીના મરણને સાંભળી જીવશે નહીં આમ વિચારીને રાજા એકાએક અમાત્યની પાસે જાય છે ત્યારે પ્રધાન કહે છે કે હે દેવી ચાકરો આપને સ્વાધીન હોય ત્યારે અનુચિત આચરણ શા માટે? (રાજાએ પ્રધાનને પોતાની પાસે બોલવવો જોઈતો હતો તેની બદલીમાં રાજા પ્રધાન પાસે ગયો તે અનુચિત થયું.) (૧૩૨૭) રાજા કહે છે કે હું તારી પાસે કારણથી આવ્યો છું અને પ્રાર્થના કરું છું કે તું મને શું કંઈપણ આપીશ? પ્રધાને કહ્યું કે આમાં કહેવાનું શું હોય? મારું જીવન પણ આપને અધીન છે તો બીજાની શી વાત કરવી? પ્રધાન પગમાં પડીને કહે છે કે હે દેવ! મને સંકોચ વિના આદેશ કરો. ત્યારે રાજાએ કહ્યું કે આ વૃત્તાંતથી તારી સ્ત્રી મૃત્યુ પામી છે. તેથી અમારી પ્રાર્થનાથી તેની પાછળ તારે કોઈપણ રીતે ન મરવું. હા! એકાએક આ શું થયું? એ પ્રમાણે સંક્ષુબ્ધ હૈયાવાળા પ્રધાને કહ્યું કે મતિનિધાન એવા દેવને આ સિદ્ધ જ છે કેમ કે આ
હકીકત સાંભળ્યા પછી વજથી કઠોર હૈયું ફાટતું નથી તો પણ સ્ત્રી પરણવા સંબંધી દેવે - કંઈપણ ન કહેવું અને બીજું હું ઘરે જઈને આની મરણોત્તર ક્રિયા કરું. (૧૩૩૩) પછી રાજાએ રજા આપેલ પ્રધાન ઘરે જઈને ઘરના મનુષ્યોથી સંગ્રહ કરીને રખાયેલ તેના (૫ત્નીના) હાડકાંઓને પૂજતો રહે છે. તેના ગુણોને સંભારીને રડે છે, સદા પ્રલાપ કરે છે અને હૃદયમાં તેનું જ ધ્યાન કરે છે અને વારંવાર મરવાને ઈચ્છે છે પરંતુ રાજાના વચનથી બંધાયેલ હોવાથી ઘણાં વર્ષો પસાર કરે છે. (૧૩૩૫)
હવે કોઈ વખત વિચારે છે કે જે કોઈક રીતે મારું મરણ થઈ જશે તો તેના આ હાડકાંઓને કોઈ ગંગામાં નહીં લઈ જાય તેથી હું જીવું છું તો તેના હાડકાં ગંગામાં લઈ જાઉં. (૧૩૩૭) આમ વિચારીને બીજે દિવસે રાજાને કહ્યા વિના નીકળ્યો અને વારાણસી નગરીમાં ગંગાનદીના કાંઠે પહોંચ્યો. પછી ગંગાના કાંઠે બ્રાહ્મણો આદિને દાન આપીને તેના ગુણો યાદ કરીને ઘણો પ્રલાપ કરવા લાગ્યો. પ્રિયાના હાડકાંથી પણ હું વિયોગ માત્રને પ્રાપ્ત કરીશ કારણ કે વિરાધિત ભાગ્ય નાના પણ સુખને સહન કરતો નથી. ઈત્યાદિ પ્રધાને પ્રલાપ કર્યો ત્યારે શ્રેષ્ઠરૂપથી યુકત સરસ્વતી નામની રાજપુત્રી દુઃખ સહિત ત્યાં આવી. કુતૂહલથી ભ્રમણ કરતી એવી તેણે
69