________________
કરાયા તો પણ સાર્થવાહ પુત્ર ઉલ્લંઠાદિ વચનો બોલે છે. પૂર્વ કર્મોથી જેનાવડે જે કંઈ સુખ કે દુઃખ ઉપાર્જન કરાયું છે તે પોતાના ઘરમાં પણ પ્રાપ્ત કરે છે તો પછી શકુન અપશકુનની વિચારણાથી શું?(૧૨૯૩) સેંકડો શકુનોથી વારણ કરાતો પણ મિથ્યાભિમાનથી નચાવાયેલ ચંદ્ર વહાણ ઉપર ચઢે છે તેની સાથે બાકીના બધા મિત્રો પણ ચઢે છે. ક્રમથી જતા એવા તેઓને અન્ય દિવસે સમગ્ર આકાશ અકાલ વાદળથી ઘેરાયું અને સમુદ્રની સાથે ગરવ થયો.સમુદ્રની લહરીઓની સાથે પ્રતિકૂળ પવનની લહરીઓ પ્રવર્તે છે. ગાઢ અંધકાર સહિત ચારે ય દિશામાં વિદ્યુતપુંજ સ્કુરાયમાન થાય છે. વહાણમાં રહેલા લોકોના ચિત્તની સાથે વહાણો ડોલે છે અને અશુભ (પાપ) ના ઉદયની સાથે ત્યાં આક્રંદ ઉછળ્યો. (૧૨૯૭)
યુવતીઓની જાણેલી ગુપ્તવાતની જેમ ‘તટ’ એ પ્રમાણે વહાણો તૂટ્યા અને કરિયાણા સહિત સકલલોક સમુદ્રમાં ડૂબ્યો. ઘણાં અપજશના ભયથી તે ચારેય મિત્રો કોઈપણ રીતે પાટિયાને વળગ્યા. સમુદ્રવડે ચારેય જણાઓને પણ ભિન્ન ભિન્ન દ્વિપોમાં લઈ જવાયા. સાર્થવાહનો પુત્ર ચંદ્ર કાંઠા પર પહોંચ્યો અને ઘણો પ્રલાપ કરે છે. અરે! જુઓ ભાગ્યવ સ્વજન અને વિભવોથી અમે કેવા જુદા કરાયા? અથવા અસત્ કદાગ્રહી મનવાળા જીવો આ લોકમાં એવું શું છે જે ન પામે? શકુનોએ, નિમિત્તોએ તથા સ્વજનોએ મને ઘણો વાર્યો છતાં પણ ધનની પિપાસાથી પોતાના અસગ્રહને આદર્યો. કદાગ્રહને નહીં છોડવાથી કદાગ્રહના આ ફળો તેને પ્રાપ્ત થાય છે બીજાને નહીં. (૧૩૦૨) તેથી હમણાં હું કોને મોઢું બતાવીશ એમ વિચારીને વજ્રથી પાશ બાંધીને પોતાના આત્માને લટકાવ્યો. હવે કોઈ બ્રાહ્મણે પાશને છૂરીથી કાપીને કહ્યું કે અરે! તું અકાર્યને કેમ આચરે છે? અથવા તારે મરવું છે તો અહીં નજીકમાં શ્રેષ્ઠ : પર્વત છે તેના પર કામિત તીર્થ છે ત્યાં જઈને પ્રાણોને છોડ જેથી તું પોતાના ઈચ્છિતને મેળવીશ. તેથી ચંદ્ર ત્યાં ગયો અને જેટલામાં વૃક્ષની શાખા સાથે પોતાને લટકાવે છે તેટલામાં તું સાહસ ન કર એમ ત્રણવાર કોઈએ કહ્યું. (૧૩૦૬) તેથી તેણે ચારે ય દિશામાં નજર કરી પણ કોઈ દેખાયું નહીં. તેથી ફરી પાછો લટકે છે ત્યારે ફરી તે જ પ્રમાણે સંભળાયું. ચારે તરફ જોવા છતાં પણ કોઈ જોવાયો નહીં પછી ત્રીજીવારમાં નિષેધ કરાયેલા તેણે વૃક્ષની પાછળ છૂપાયેલા એક સાધુને જોયા. તેથી સાધુપાસે જઈને કહ્યું કે હે ભગવન્ ! મંદભાગ્યવાળા મને શું મરણ પ્રાપ્ત નહીં થાય? ત્યારે સાધુએ કહ્યું કે હે ભદ્ર! અવિધિથી સ્ત્રી જન આદિને ઉચિત મરેલાઓના મરણથી શું ? ‘“જીવતો નર ભદ્ર પામે’' એ શું તેં નથી સાંભળ્યું? હે ભદ્ર! અહીં મારું જ દૃષ્ટાંત છે. પછી વિસ્મિત થયેલ વણિકે પુછ્યું કે હે ભગવન્! કોની જેમ? સાધુપણ કહે છે કે તું એકાગ્રચિત્તથી સાંભળ. (૧૩૧૧)
મંગળપુર નગરમાં ચંદ્રસેન નામનો રાજા હતો. તેને ભાનુ નામનો ગુણ સમૃદ્ધ અમાત્ય હતો. તેને સરસ્વતી નામે ભાર્યા હતી. પોતાની શોભાથી રૂપને પણ અલંકૃત કર્યું અને ગુણોને પણ વિભૂષિત કર્યા. તે બંનેની પ્રીતિ ચક્રવાક યુગલની જેમ અસાધારણ થઈ અને આ બંનેનો પ્રેમ અકૃત્રિમ (સ્વાભાવિક) છે એમ પ્રસિદ્ધિ થઇ. હવે કોઇક વખતે પલંગમાં નિર્ભર (ઘસઘસાટ) સૂઈ ગયા પછી એકાએક રડતી સરસ્વતી કેમેય કરીને જાગી ગઈ. પછી સંભ્રાન્તથી અમાત્યે કહ્યું કે હે પ્રિયે! આ શું ? લજ્જિત એવી તે બોલી કે કંઈ નથી. પછી અમાત્ય પણ
68