________________
ખરેખર સજ્જનો સમૃદ્ધિમાં અને આપત્તિમાં સમાન સ્થિતિવાળા હોય છે. સૂર્ય કુપની જેમ આખો દિવસ કિરણોથી લોકને તપાવીને પછી પાપની વિશુદ્ધિને માટે પશ્ચિમ સમુદ્રમાં પડે છે. સૂર્ય રૂપી નરાધિપ અસ્ત થયે છતે સર્વ વિશિષ્ટ ચેષ્ટાઓથી લૂંટતો લૂંટારાના સૈન્યની જેમ અંધકાર વિસ્તરે છે. સકલપક્ષી સમૂહ માળાઓનો આશ્રય કરે ત્યારે ઘુવડનો સમૂહ વિલાસ કરવા નીકળે છે. લુચ્ચાઓની સમૃદ્ધિમાં ખરેખર લુચ્ચાઓ જ મોટાઇને પામે છે. (૧૨૭૨) ચોરો તેમજ પારદારિકોને અવકાશ આપતી રજની રૂપી રમણી વિલાસ પામે છે. અથવા રતાંધળાઓને શું અયુકત છે? શોભાથી સહિત છતાં પણ સૂર્યરૂપી પતિના વિરહમાં ભ્રમરના અવાજથી રહિત એવી કમલિની રૂપી રમણીઓ મોટા દુઃખથી જાણે રહે છે. પછી આવાસમાં નિયુકત પુરૂષોએ બનાવેલા પલંગ પર બેઠેલા શંખકુમાર મંત્રીપુત્ર મતિપ્રભને કહે છે કે તું જિનશાસનમાં કુશળ છે તેથી જિનમત અનુસારે કુતૂહલથી યુક્ત કોઇપણ કથાનક અમને કહે. તેથી મંત્રીપુત્ર કહે છે કે વિદ્વાન એવા તમારી પાસે અમે કહેવું શું જાણીએ ? તો પણ વિનોદને માટે અમે કંઈક કહીશું. (૧૨૭૭)
આ ભરતક્ષેત્રમાં જયપુર નામનું નગર છે અને તેમાં ચંદ્ર, ભાનુ, શિવ અને કૃષ્ણ નામના ચાર મિત્રો છે. પરસ્પર પ્રીતિથી બંધાયેલ હૈયાવાળા, રિદ્ધિવાળા સર્વે પણ, પોતાના પિતાએ ઉપાર્જન કરેલ રિદ્ધિને સાથે જ ભોગવે છે. હવે કોઈક વખત પ્રથમના સાર્થવાહ પુત્ર ચંદ્ર વિચાર્યું અહો! અમે ખરેખર સપુરૂષો નથી કારણ કે પિતાની લક્ષ્મીનો પરિભોગ તથા માતાનું
સ્તનપાન બાળપણમાં શોભે છે. બાળપણ વીતી ગયા પછી હાસ્ય પાત્ર બને છે. સ્વહસ્તે ઉપાર્જન કરેલ ધનને ભોગવતો પુરૂષ શોભે છે. નહીંતર સર્વને સંતાપ કરતો હિલના કરાય છે. તેથી સ્વપરાક્રમથી ઉપાર્જન કરેલ ધનનો ભોગ ઉચિત છે. ઇતરથા ભોગવાતી લક્ષ્મી કેટલો કાળ ટકે ? અર્થાત્ બીજાની લક્ષ્મી પોતે ભોગવતો હોય અને નવી લક્ષ્મી ઉપાર્જન ન કરતો હોય તો તે લક્ષ્મી ક્યાં સુધી ટકે ? ઇત્યાદિ વિચારીને પોતાનો મત મિત્રોને જણાવે છે. તે બધા વણિક પુત્રોને આ વિચાર ગમ્યો. ચારે ય મિત્રો પોતાના પિતાની પાસે આ વાત મૂકે છે. - પિતાએ નિષેધ કર્યો. તમારે પોતાના ઘરમાં ઘણો વિભવ છે જે ક્યાંય સમાતો નથી અને તે પુત્રો ! દેશાંતરો વિશેષથી જ અપાયનું સ્થાન હોય છે. તેમજ સમુદ્રપાર વાણિજ્યથી તમે અજાણ છો સુખશીલીયા છો. (૧૨૮૬)
ઈત્યાદિ યુક્તિ સંગત વચનોથી ઘણાં પ્રકારે વારણ કરાયા છતાં પણ વિરામ પામતા નથી . અને દરિયાઈ મુસાફરી માટે તૈયારી કરવા લાગ્યા. ચારેય જણાએ વિવિધ પ્રકારના કરિયાણાઓથી ચાર વહાણો ભર્યા. એટલામાં દિવસ ગણે છે (પ્રયાણનો દિવસ નક્કી કરે છે) તેટલામાં પ્રયાણના દિવસે એકાએક અપ્રશસ્ત શબ્દો સંભળાય છે તથા ભસ્મથી લિપ્ત શરીરવાળાને, કષાયવસ્ત્રને અને અભંગિત તેલવાળાને, વામનને, નગ્નને, કપાયેલ હાથ પગવાળાને, કાણાને, આંધળાને તથા કાષ્ઠના ભારાને જુએ છે. તથા ગંધ તેમજ સ્પર્શે પણ અપ્રશસ્ત થાય છે. પ્રચંડ પવન ફૂંકાયો,અકાળે પથ્થર સહિત વૃષ્ટિ થઈ, આગ લાગી, શસ્ત્ર બુદ્ધિથી બિલાડીનું યુદ્ધ થયું ઈત્યાદિ અપશુકનો થયા. તેથી માતાપિતા, સ્વજનો અને મિત્રો વગેરેથી વારણ