________________
હવે કુમાર અકાળે નાશ કરનાર સામગ્રીને સજ્જ કરીને નીકળ્યો. તે સાંભળીને અતિઘણાં ફૂટ કપટમાં કુશલ એવો પલ્લિપતિ દુર્ગને ખાલી કરીને બહાર ક્યાંક છૂપાઈને રહ્યો અને ત્યાં પહોંચેલા કુમારને મનમાં ખુશ થયેલો ગુપ્તચર કહે છે કે તમે આ શૂન્ય દુર્ગમાં પ્રવેશ કરો. તે પસ્લિપતિ પલાયન થયો છે. ઔત્પાતિકી (૧૮) આદિ ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત કુમારે કંઈક હસીને કહ્યું કે આ સીમાડાના રાજાઓ ઘણાં કૂડકપટના બળથી જ રાજય કરે છે, ક્ષત્રિયનો આચાર તેઓના મનમાં હોતો નથી અને તમે તેના ચારિત્રને જાણતા નથી. ધ્વજની નિશાનીને ધારણ કરતો, તેમ જ ગંભીર વાજિંત્રના અવાજને ફેલાવનારો કોઇ ઠાકુરમાત્ર મોટા આડંબરથી દુર્ગની અંદર મોકલાયો. તેણે અંદર જઈને માર્ગોના બધા દરવાજા બંધ કર્યા. બીજી તરફ કુમાર સ્વયં એક વન નિકુંજમાં રહ્યો. પલ્લિપતિએ એમ જાણ્યું કે તે કુમાર દુર્ગમાં પ્રવેશ્યો છે. તેથી ખુશ થતા પલ્લિપતિએ આવીને તે દુર્ગને ચારેય બાજુથી ઘેરો ઘાલ્યો. આ સંકટમાં મુકાયેલો કુમાર ક્યાં જશે? એમ પલિપતિ વિચારે છે તેટલામાં વિશાળ કિલ્લો જેમ નગરને વીંટળાઇને રહે તેમ સૈન્ય સમૂહથી સહિત કુમાર તે મહાલૂંટારાને વીંટળાઈને ભીંસમાં લે છે. (૧૨૫૬) એક બાજુ નગરના દરવાજા બંધ છે અને બીજી બાજુ કુમારે ઘેરો ઘાલ્યો છે તેથી હમણાં હું ક્યાં જાઉં? એ પ્રમાણે તે મહાદુષ્ટ ઘણો ક્ષોભ પામ્યો. અને પછી તે પદ્ધિપતિ ડોકમાં કુહાડો બાંધીને આવીને કુમારના પગમાં પડ્યો. તમને જે ઠીક લાગે તે મારું કરો. સીમાડા પર વસનારા અમે રાજાઓ કૂટ કપટોને જ જાણીએ છીએ. સંપૂર્ણ બુદ્ધિના ભંડાર એવા તમારી આગળ તે કૂટ-કપટોને કહેવા માટે પણ અમે યોગ્ય નથી. (૧૨૫૯) તેથી મારું જે કંઇપણ છે તેને તમે ગ્રહણ કરો અને હવે પછી હું તમારો દાસ છું. તમે ઉત્તમ પ્રકૃતિવાળા છો. તેથી તમારા પગમાં પડેલા એવા મારા સર્વપણ અપરાધો છે સ્વામિન્! મોટી કૃપાથી ક્ષમા કરો. કુતરો કરડે છે તો પણ સજજનો કુતરાને કરડતા નથી. આ પ્રમાણે તેના નમ્ર વચનોથી ખુશ થયેલ કુમારે વિશુદ્ધિથી (ન્યાયપૂર્વક) ધન, સુવર્ણ, રત્ન ઘોડાદિ સર્વ સામ્રગી લઈને લોકોએ પોતપોતાની જે સામગ્રીની યાચના કરી તેઓને તે તે સામગ્રી સોંપી. બાકીનું દ્રવ્ય પોતાના ભંડારમાં જમા કરાવ્યું. પછી તે પલ્લિપતિ પણ રાજાને નમસ્કાર કરવા માટે આગળ થઈને નગરમાં ચાલ્યો. પછી મહાટવીના મધ્ય ભાગમાં જેટલામાં આવે છે તેટલામાં શ્રેષ્ઠ પરાક્રમીનો જાણે ઉદય થયો હોય તેમ અભિનવ શંખકુમારને જોઈને સૂર્ય જાણે ભય પામ્યો હોય તેમ આકાશમાંથી બીજા દ્વિીપમાં ચાલ્યો ગયો. (૧૨૬૫) પક્ષીઓના શબ્દો મારફત સૂર્યને કહેતી પશ્ચિમ દિશા રૂપી સ્ત્રીવડે મોકલાયેલી આકાશની કાંતિના બંધનમાંથી મુકત થયેલી સંધ્યાહૂતી ધીમે ધીમે ઊતરે છે. અને સૂર્ય પોતાની તેજ લક્ષ્મીથી ધીમે ધીમે મુકાય છે. શરીરમાં ઉત્પન્ન થયેલી (તેજ લક્ષ્મીઓ) પણ દિવસના અંતે કોનો ત્યાગ નથી કરતી? સૂર્ય જાણે કિરણોને ઊંચા કરી મુસાફરોના ગમનનો નિષેધ કરે છે કારણ કે સેંકડો અનર્થોની ખાણ એવું તિમિર રૂપી સૈન્ય આગળથી ઊતરે છે. ઉદય તેમજ અસ્ત સમયે સૂર્ય લાલાશને ધારણ કરે છે.
(૧૮) ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી તથા પારિણામિકી એમ બુદ્ધિ ચાર પ્રકારે છે. (૧) ઔત્પાતિકી બુદ્ધિ : નૈસર્ગિક રીતે પોતાની મેળે સ્વભાવથી મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી બુદ્ધિ. (૨) વૈનાયિકી બુદ્ધિ : ગુર્નાદિકના વિનય કરતાં કરતાં મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતા ઉત્પન્ન થતી. (૩) કાર્મિકી બુદ્ધિ કાર્ય કરતાં કરતાં મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી બુદ્ધિ. (૪) પારિણામિકી બુદ્ધિ : દીર્ધકાળના પૂર્વાપરના વિચારથી મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતા ઉત્પન્ન થતી બુદ્ધિ.
66