________________
કામદેવપણું આદિ જે લોકમાં પ્રસિદ્ધ છે તે વાસ્તવિક કુપ્રસિદ્ધ છે. જો મધ્યમાં રહેલ છે ભમરો જેમાં એવું કેતકીપત્ર ક્યારેય પણ પ્લાન ન થતું હોત તો આની અમ્યાન આંખની લક્ષ્મી કેતકી પત્ર જેવી થાત. આંખરૂપી કમળને વિશે નાલ સમાન નાસિકાનું સૌભાગ્ય જુઓ. ખરેખર આના ગાલમાં પૂર્ણિમાનો ચંદ્ર સંક્રાંત થયો છે. આના શ્રેષ્ઠ પદ્મરાગમણિ જેવા લાલ હોઠમાં રહેલી શ્વેતદાંતની કિરણપંક્તિ લાલકમળના દળમાં રહેલ સૂર્યના કિરણની પંક્તિની જેમ શોભે છે. (૧૨૨૭) એના કાન કામદેવના મૂલા સમાન છે. ડોક કંબુ સમાન છે, આનો ગંભીર સ્વર પણ વાદળના ગર્જનાની શોભાને હરનારો છે. આનું વક્ષ સ્થળ નગરના શ્રેષ્ઠ કપાટ જેવું વિપુલ છે. આનું અર્ગલા જેવું ભુજદંડ લોકની આપદા રૂપી નગરીનું ઢાંકણ થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. સિંહના કટિતલ જેવું છે કટિતલ જેનું એવા આનું ઉદર માછલીના ઉદરની જેમ ચિત્તને હરે છે અને આની સુવિભકત રોમરાજી મોરની રોમરાજીની જેમ ચિત્તને હરે છે. ઐરાવણ હાથીના સૂંઢ સમાન આની સાથળનું યુગલ છે. કામદેવરૂપી ભવનના દ્વારના સુર્વણ સ્તંભ સમાન આની બે ઘાઓ શોભે છે. (૧૨૩૧) હે સખી! આના ચૂર્ણ કરેલ પરાગમણિ જેવા લાલ હાથ અને પગના તળીયા લાલ નખ રૂપી મણિની કાંતિથી બમણા શોભે છે. આમ જોકે શંખકુમારના અવયવની સાથે કોઇકનો કોઈક અવયવ સમાન થાય છતાં પણ શંખકુમારની સમુદાય રૂપે શરીરની કાંતિ અનુપમ છે. આમ બોલતી દેવાંગનાઓ અને નગરની સુંદરીઓ તે કુમારનું રૂપ પ્રતિદિન જુવે છે. સિદ્ધ થતા છે ઈચ્છિત સર્વ પદાર્થો જેને, લોકજનના મનને આનંદ કરનારો એવો કુમાર પૂર્વે કરેલા પુણ્યોથી વિવિધ વિલાસોને કરે છે. (૧૨૩૫)
હવે કોઇક વખત નિરંતર હજારો સામંતોથી સંકીર્ણ એવી સભામાં શ્રીસેનરાજા બેઠા ત્યારે મોરપીંછ છે જેના હાથમાં એવો ઘણો દીનલોક દ્વારથી સભામાં પ્રવેશે છે અને પોકારે છે કે હે રાજ! અમે લૂંટાયા છીએ તેથી કૃપા કરી અમારી રક્ષા કરો. શું થયું એમ રાજાએ પુછયું ત્યારે તેઓ કહે છે કે હે દેવ! તમારા દેશના સીમાડાના અંતે વિશાલશૃંગ નામનો પ્રસિદ્ધ પર્વત છે. તેના નીચેના ભાગમાં ચંદનશિશિરા નામની નદી વહે છે. આ વિભાગ આ દેશનો છે પેલો વિભાગ પેલા દેશનો છે એવો ભેદ જેમાં પ્રસિદ્ધ નથી એવા તે કિલ્લાવાળા પર્વત પર અતિબલવાન સમરકેતુ નામનો પલ્લીપતિ વસે છે. તે કિલ્લાના બળથી સમગ્ર દેશને પણ લૂટે છે. લૂંટતા એવા તેનાવડે અમે પણ ધન-કણથી રહિત કરાયા છીએ તેથી તમારા ચરણના શરણે આવેલા અમારું હમણાં રક્ષણ કરો. (૧૨૪૧)
તે સાંભળીને રાજા ઘણો ગુસ્સે થયો અને તત્કાળ જ પ્રયાણ ઢક્કાને વગડાવે છે. પછી રાજા અને બધા પણ સામંતો કવચોને ધારણ કરે છે ત્યારે વિનય સહિત કુમાર વિનવે છે કે હે દેવ! પલિપતિ માત્રને ઉદ્દેશીને આપને સ્વયંપ્રયાણ કરવું ઉચિત નથી. શિયાળની ઉપર સિંહનું આક્રમણ શોભતું નથી. ચકીને ચાંડાલના પાળા (મહોલ્લા) પર આક્રમણ કરવું શોભતું નથી. તેથી કૃપા કરીને આ આદેશ મને મળે અને દેવના પ્રતાપથી એ દાસની જેમ બંધાયેલો આવશે. તેથી બધાએ કહ્યું કે કુમાર દેવને વિનંતિ કરે છે તે યોગ્ય જ છે. સૂર્યના કિરણો અંધકારને હણીને જગતને સુખી કરે છે. તેથી આ યુક્તિ સંગત છે એમ જાણી રાજાએ સ્વીકાર્યું.
65