________________
કળશો દરવાજાઓ પર સ્થાપન કરાય છે પછી દરવાજા પર ખેચેલી તલવારવાળા સુભટો લોકથી રક્ષણ કરવા માટે સ્થાપન કરાય છે સર્વત્ર ધ્વજાઓ ઊંચી કરાય છે. શણગારીને તોરણો બંધાવાય છે. બધી શેરીઓ કસ્તુરીથી મિશ્રિત ચંદન રસથી છંટાઈ. બે, ત્રણ કે ચાર ” રસ્તા ભેગાં થતા હોય એવા રાજમાર્ગો પર રત્ન અને સુર્વણના ઢગલા કરીને લોકોને દાન અપાય છે. શત્રુઓને કેદીઓ છોડાય છે, જેલગૃહોમાંથી ગુનેગારો ને મુકત કરાય છે. સર્વદશમાં દશ દિવસની અમારિ ઘોષણા જાહેર કરાય છે. સમગ્ર જિનભવનોની વિધિપૂર્વક જિનપૂજા કરવામાં આવે છે દશ દિવસ સુધી લોક કર અને દંડથી મુક્ત કરાયો. (૧૨૦૩) કુમારના અતિનિર્મળ પુણ્યોદયથી પ્રવૃત્ત થયેલા, તુષ્ટહૃદયવાળા દેવોએ તેના ઘરને મણિ અને સુવર્ણનિધાનોથી પૂરી દીધું. પડઘાઓથી આકાશને ભરી દેતી દુંદુભિ વાગે છે. રણકાર કરતા મણિ અને રત્નના વલયવાળી વારસ્ત્રીઓ નૃત્ય કરે છે. પૂજાપાત્રો લવાય છે, પુષ્પ તંબોલ વસ્ત્રો આદિ અપાય છે. ઘણાં મૂલ્યવાળા આભરણાદિ ગ્રહણ કરાય છે. શ્રેષ્ઠભોજનો આરોગાય છે, તેમજ શ્રેષ્ઠપીણાઓ પીવાય છે. પ્રમુદિત ચિત્તવાળો લોક ઘર કે શરીરમાં સમાતો નથી. એ પ્રમાણે શ્રેષ્ઠ પુણ્યના ઉદયવાળા તે કુમારના જન્મથી હર્ષ પામેલા રાજાએ. શ્રેષ્ઠ વિભૂતિથી દશ દિવસ સુધી વધામણી કરાવી. બારમાં દિવસે પૂર્વપુરુષોની સંજ્ઞા મુજબ કુમારનું નામ શંખ પાડવામાં આવ્યું. સ્તન-મજન-મંડન-કીડા અને અંક આ પાંચ પ્રકારની ધાત્રીઓથી લાલન કરતો સુખપૂર્વક મોટો થાય છે. એ પ્રમાણે કુમાર જેમ જેમ મોટો થાય છે તેમ તેમ દુશ્મનોના ઘરમાં પ્રતિદિન આફતો વધે છે અને સજ્જનોના મનમાં પ્રમોદ વધે છે. (૧૨૧૧) સકલ વિદ્વાનોના મનમાં આશ્ચર્યને ઉત્પન્ન કરતો યોગ્ય સમયે સેંકડો મંગળપૂર્વક લેખાચાર્યની પાસે લઈ જવાયો. વ્યાકરણ, પ્રમાણ, નિમિત્ત, ગણિત, સિદ્ધાંત, મંત્ર, દેશ પ્રાચીન ભાષા, રાજાને યોગ્ય શસ્ત્રકળા, વાસ્તુ, વિદ્યા, વૈદ્યક, અલંકાર, છંદ, જ્યોતિષ, ગારુડિક, નાટ્ય, કાવ્ય, કથા, ભરત, કામશાસ્ત્ર, ધનુર્વેદ, હસ્તશિક્ષા, અશ્વાદિશિક્ષા, ધૂત, ધાતુવાદ, સ્ત્રી પુરુષ લક્ષણ, વાણિજ્ય કાગના શબ્દાદિ, શકુન, પુરાણ, તથા અંગવિદ્યા, આલેખન, નૃત્ય, ગીતાદિ બોતેર કલાઓને પૂર્વે કરેલા ઘણાં પુણ્યના ઉદયથી કુમારે થોડા દિવસમાં ગ્રહણ કરી. કામરૂપી અગ્નિ માટે ઇંધન સમાન, તરુણીઓના હૃદયને સંતાપ કરાવનાર, ઘણાં ભોગોની અભિલાષાનો ગાઢ જાળ એવા તેના યૌવનનો આરંભ વર્તે છે. આરણ દેવલોકમાંથી અવીને વિમલબોધનો જીવ કુમારના સમકાળે ગુણનિધિ મંત્રીનો મતિપ્રભ નામે પુત્ર થયો. સાથે ધૂળ ક્રિીડા કરતો, સાથે ભણતો તે મતિપ્રભ પણ કુમારની સાથે ક્રિીડા કરે છે અને યૌવન સમયે પણ તેની સાથે જ સર્વત્ર રહે છે. પછી કુમાર તેની સાથે અને બીજા પણ રાજપુત્રોથી વીંટળાયેલો સર્વત્ર પણ ઉદ્યાનાદિમાં કીડા કરે છે, નગરની સ્ત્રીઓ તથા અપ્સરાઓ કુમારના રૂપને જોઈને હર્ષના ઉત્કર્ષમાં તત્પર પરસ્પર આ પ્રમાણે બોલે છે. (૧૨૨૧) તે આ પ્રમાણે -
કાળાપણું, કુટિલપણું તથા કોમળપણું આના વાળના સમૂહમાં છે, ઉજ્વળપણું, સરળપણું તથા મોટાપણું આ ત્રણ એના મનમાં છે. હે પ્રિયસખી ! જે ચંદ્ર સકલંક ન હોત તો કલંકથી મુક્ત એવા કુમારનું ભાલ (કપાળ) અષ્ટમીના ચંદ્ર સમાન હોત. સેંકડો આખો જેના પર સ્થિર થઈ છે એવું આનું ભ્રકુટિ યુગલ વાસ્તવિક કામદેવનું ધનુષ્ય છે પરંતુ કામનું
64