________________
કહેલા ધર્મને સાંભળી રાજા સંવેગને પામ્યો. પછી પ્રીતિમતીના પદ્મ નામના પુત્રને રાજ્યપર સ્થાપન કરીને પ્રીતિમતી અને વિમલબોધની સાથે ભવરૂપી મહાવનને માટે દાવાનળની જવાળાના સમૂહ સમાન જિનેશ્વરે કહેલી પ્રવજ્યાને સ્વીકારે છે. પછી સૂર,સોમ અને ભાઈઓથી યુક્ત અકલંક પ્રવજયાનું પાલન કરીને આરણ કલ્પમાં સામાનિક દેવપણે ઉત્પન્ન થયો. વિમલબોધ, પ્રીતિમતી તથા સૂર અને સોમ બધા ત્યાંજ સામાનિક દેવ થયા. આરણ કલ્પમાં પરસ્પર પ્રીતિથી બંધાયેલા પૂર્વે કરેલ સુકૃતોથી મળેલા અનુત્તર ભોગો ભોગવે છે. તીર્થકરોના સમવસરણોમાં તથા અઠ્ઠાઈ આદિ મહોત્સવોમાં બધા સાથે જ જાય છે અને જિનભાષિત ધર્મને સાથે જ સાંભળે છે. (૧૧૮૫) (આ પ્રમાણે શ્રીમદ્ નેમિ અને રામતીનો ત્રીજે મનુષ્ય ભવ અને
ત્રીજો દેવભવ પૂરો થયો.)
ચોથોભવ આ બાજુ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં જિનેશ્વરોથી પવિત્ર કરાયેલ કુરુ નામનો વિખ્યાત રમ દેશ છે. તેમાં હસ્તિનાપુર નામનું નગર છે અને તે જિનેશ્વરો તથા ચક્રવર્તઓનું જન્મ સ્થળ છે અને ત્યાં પરમપુરુષોનું વારંવાર આગમન થયેલું જોવાયેલું છે ત્યાં નિર્મળ પ્રતાપથી યુક્ત શ્રીસેન નામનો રાજા છે. કમળના કોષને વિકસાવનાર સૂર્યની જેમ પ્રચંડ કિરણવાળો નથી. અર્થાત્ પ્રભાતનો સૂર્ય પ્રચંડકિરણવાળો નહીં હોવા છતાં કમળના કોશનો વિકાસ કરે છે તેમ રાજા પણ અલ્પ કર લઈને પણ લક્ષ્મીના ભંડારનો વિકાસ કરે છે. તે રાજાને શ્રીમતી નામની રાણી છે જે લક્ષ્મી જેવી સુરૂપ શરીરવાળી હોવા છતાં પણ ક્યારેય કૃષ્ણ વિશે અનુરાગ મનવાળી નથી. કોઈક દિવસે રાત્રીના અંતભાગમાં શ્રીમતી સ્વપ્નમાં શંખ, હિમ અને મચકુંદના પુષ્પ જેવા ઉજજ્વળ પૂર્ણિમાના ચંદ્રને પોતાના મુખમાં પ્રવેશ કરતો જુએ છે. તેથી ખુશ થયેલી રાજાને જણાવે છે. રાજા પણ નિમિત્તિયાઓને જણાવે છે. તેઓ પણ શાસ્ત્રોને જોઈને રાજાને કહે છે કે સકલપૃથ્વીનો રાજા, રાગરૂપી અંધકારના સમૂહને નાશ કરનારો, ચંદ્રની જેમ ત્રણ ભુવનને આનંદ આપનાર એવો દેવીને પુત્ર થશે. (૧૧૯૨) આ સાંભળીને ખુશ થયેલા બંને પણ નિમિત્તિયાના વચનને અભિનંદે છે અને વિપુલ દાન આપીને રાજાએ નિમિત્તિયાઓને વિર્સજન કર્યા અને આ બાજુ વનભૂમિમાં જેમ સિંહ ઉત્પન્ન થાય તેમ દેવલોકમાંથી આવીને અપરાજિત દેવ તેના ગર્ભમાં ઉત્પન્ન થયો. (૧૧૯૪)
જેમ વર્ષાત્રતુ જગતમાં હર્ષ ઉત્પન્ન કરનાર ઘટાટોપ મેઘને જન્મ આપે તેમ શ્રીમતી નવ માસથી અધિક સમય પસાર થયે છતે પ્રજાના આધાર એવા પુત્રને જન્મ આપે છે. હિરણ્યા નામની દાસીએ રાજાને વધામણી આપી. રાજા પણ ખુશ થઈ તેને વિપુલ દાન આપે છે. સકલ ભવનમાં રત્નચૂર્ણની રંગોળીઓ પુરાય છે. હળો અને સુર્વણ ઘટિત મુશલો ઊંચા કરાય છે. ઘી અને ગોળથી યુક્ત સુર્વણ પ્રદીપો સર્વત્ર પ્રગટાવાય છે. કમળથી ઢાંકેલા મુખવાળા સુવર્ણ
63