________________
પડે છે અને પોકાર કરે છે, મૂચ્છનિ પામે છે. ચેતનાને પામે છે, આકંદને કરતી વાળને ખેચે ' છે અને આભૂષણોને તોડે છે. સ્ત્રીઓ તેના ગુણોને યાદ કરીને કરુણ શબ્દોથી કોઈક રીતે વિલાપ કરે છે. તથા સર્વત્ર નિરીક્ષણ કરતા લોકને પણ રડાવે છે. આ અસમંજસ બનાવને જોઇને રાજા પૂછે છે કે આ શું છે? નજીકમાં રહેલોઓએ કહ્યું કે હે રાજન! તમે ગઈકાલે તે શ્રેષ્ઠ ઉદ્યાનમાં વિલાસ કરતા સાર્થવાહ પુત્રને જોયો હતો તે વિસૂચિકાથી (વિસૂચિકા એટલે જેમાં સતત ઝાડા થાય તેવો કોલેરા જેવો રોગ.) પીડાયેલો આજે મરણ પામ્યો છે. (૧૧૫૯) તે સાંભળીને રાજા એકાએક મોટા વિવાદને પામો અને વિચારે છે કે શું આ ઈન્દ્રજાળ છે ? જાતિનો મોહ છે ? અથવા શું આ સ્વપ્ન છે? કારણ કે ગઇકાલે એની કેવી અવસ્થા હતી અને આજે કેવી અવસ્થા થઈ. યમરાજના અતિવિરસ આ વિલાસને ધિક્કાર થાઓ. યમરાજ અચિંતિત જ કરે છે. અકાળે પણ ચેષ્ટા વિના જ પ્રગટ થાય છે. સુરૂપ કે કુરુપના ભેદને લક્ષમાં લેતો નથી તથા ધનવાન કે નિર્ધનને ગણતો નથી. આના ઘણાં પ્રયોજનો છે. આ હમણાં નિરાકુલ છે, આ એકલો છે, આ અનેકની સહાયવાળો છે ઇત્યાદિ કંઇપણ ગણતો નથી તેમ જ વિબુધત્વ અને મૂર્ખત્વની અપેક્ષા વગરનો છે. નીરોગી કે સરોગી વિશે તુલ્ય છે તેથી જ આ સમવૃત્તિવાળો - છે જેમ નરક-તિર્યંચ અને મનુષ્યોને વિશે સમર્થ છે તેમ દેવોને વિશે પણ સમર્થ છે. યમરાજ વડે હરણ કરાયેલા જીવો દુઃખથી મેળવેલ પણ અને યત્નથી રક્ષણ કરાયેલ પણ ઘણાં પણ ધન સમૂહને ક્ષણથી છોડે છે. (૧૧૬૬) તથા તેના વડે યત્નથી રક્ષણ કરાયેલી સ્ત્રીઓ તથા ધનને સમલંકૃત શરીરવાળા કેટલાક અન્ય હૃષ્ટ થયેલા જીવો ભોગવે છે. મરેલાંની પાછળ લોકવડે જે ચાહનાનો કાગારોળ બે ત્રણ દિવસ કરાય છે તે ફક્ત બાળ લીલા જ છે તેથી પોતાના હાથે કરેલા પુણ્ય કે પાપોથી સુગતિ કે દુર્ગતિમાં પહોંચેલા મૃતાત્માને તેના વડે શો ઉપકાર થાય? તેથી વિમૂઢ હૃદયવાળો એવો આ આલોકમાં જ રહે છે અને જે મૃત્યુનો પ્રતિકાર છે તેને જાણતો પણ નથી અને કરતો પણ નથી. શુદ્ધ ધર્મ જ મૃત્યુનો પ્રતિકાર છે એમ જિનેશ્વરો વડે કહેવાયું છે. જે ધર્મ જીવને જન્મ મરણને અગોચર એવા મોક્ષમાં સ્થાપે છે. (૧૧૭૧) ઘણાં લોકો ધર્મને જાણતા નથી. કદાચ જાણે તો પણ વિષયમાં મૂઢ થયેલા જીવો તેનું આચરણ કરતા નથી. આવી સ્થિતિમાં અમારી કોઈપણ ચેષ્ટા સુંદર નથી. આ મૃત્યરૂપી હાથી અસ્મલિતપણે વિચરે છે અને જીવો રૂપી વૃક્ષોને ભાંગે છે અને ક્યારેક અમારો પણ અવશ્ય પરાભવ કરશે. તેવો કોઈપણ દિવસ આવશે જયારે બધાએ પણ મરવાનું છે. વિશ્વાસથી રહેલા અમને પણ વિશ્વાસપૂર્વક રહેવું યોગ્ય નથી. ભવન બળતું હોય ત્યારે સતત સૂઈ રહેવું શોભતું નથી. શત્રુવર્ગે ચઢાઈ કરી હોય ત્યારે પ્રમાદ કરતો સુભટ શોભતો નથી. તેથી હજુ પણ જયાં સુધી મૃત્યરૂપી રાજાની ધાડ પડી નથી ત્યાં સુધી છતી સામગ્રીએ અમારે ઉદ્યમ કરવો એજ યોગ્ય છે. (૧૧૭૬) એ પ્રમાણે વિચારીને સંવેગ પામેલો રાજા પોતાના ઘરે ગયો અને વિશેષ પ્રકારે ધર્મની આરાધના કરતો કેટલાક દિવસો રહે છે.
હવે કોઈક દિવસ પૂર્વે પણ કુમારપણામાં જે કેવલી ભગવંત વંદન કરાયા હતા તે કેવલી ભગવંત રાજાના ચિત્તને જાણીને સુર-નર-ખેચરની સભાથી યુક્ત ત્યાં કુડપુર નગરમાં પધાર્યા. રાજાને વધામણી અપાઈ અને હર્ષિત થયેલો રાજા કેવલી ભગવંત પાસે ગયો. કેવલી ભગવંતે
62